Monday, July 11, 2022

હવે વાંચો મારી નવલકથા "મોગરા ના ફૂલ-પ્રકરણ આઠમું (ધનારામનું પુનરાગમન) અહીં ક્રમશ:

મોગરા ના ફૂલ



 પ્રકરણ આઠમું 

ધનારામનું પુનરાગમન           

ધનારામ આવ્યા એટલે શેઠે આવકાર આપ્યો,વાતાવરણ ખુશીનું હતું,ઘરનું કામકાજ પતાવી અલ્કાબેને  પણ આવીને જય શ્રી કૃષ્ણ કહ્યા,ભગત ગયો એટલે મણીબેન પણ આવ્યા,એમણે પણ હસતા મોઢે જૈશ્રી કૃષ્ણ કહ્યા,વાતાવરણમાં ખુશીને અનુભવતા ધનારામ કૈક અગત્યનું અનુભવતા શેઠ તરફથી સાંભળવા ઉત્સુક બન્યા અને તે ઘડી આવી કે જે ખુબજ અગત્યની  હતી,બધાના ચહેરા ખુશ હતા એટલે જરૂર ખુશીની વાત હતીશેઠે મણીબેન અને અલ્કાબેન સામે જોઈ સંમતિ મળતા કહ્યું,

જુઓ,ધનારામ ભાઈ,મારે જે કહેવાનું છે તે મણીબેનના વિવેકી વિચારોનું પરિણામ છે,ઉત્તમ શેઠે જે વાતથી સબંધો તોડ્યા છે તે વાતથી તમારી સાથે સબંધો જોડવા છે,ધનારામ,ભૂતકાળમાં મને બચાવી જે ઉપકાર કર્યો હતો હવે એક વધારે ઉપકાર કરીને આપની બેટીને મારા ઘરની વહુબેટી બનાવવાની અમારી સહુની ઈચ્છા છે,ખુબજ મોટું કામ થશે."

"અને તે મણીબેનના ચાતુંર્યનું પરિણામ છે,ખરુંને....!,શેઠ,તમારી કોઈ વાતને હજુ મેં ટાળી નથી એટલે મને કઈ વાંધો નથી મધ્યમ વર્ગમાં મોટી થયેલી મારી દીકરી એક મોટા ઘરમાં ભળી જશે પણ સમાજ અને સમાજ સાથેની તમારી પ્રતિષ્ઠાનો ખુબ વિચાર કરજો,મને કોઈ વાંધો નથી,દીકરી સારા ઘરમાં જાય તો કયા બાપને ખુશી ન થાય,અને માં વગરની દીકરી ખુબજ સંસ્કારી છે એની હું તમને ખાતરી આપું,મારા તરફથી 'હા" છેહવે વધુ કોલેજમાં ભણે છે એટલે તેના પર છોડવું પડે,તેની પણ સંમતિ લેવી પડે," શેઠ ધનારામની સંમતિથી ખુબ ખુશ થયા,

"મને કોઈ કઈ કહે તેમાં હવે કઈ વાંધો નથીબસ હવે તો દીકરી હા કહેએટલે પ્રભુની મોટી કૃપા,ઈચ્છા રાખીએ કે પ્રસંગ જલ્દી આવે,તમારે સગવડતાની ચિંતા કરવાની કઈ જરૂર નથી,મારી વિનતી છે કે એ બાબતમાં બિલકુલ વિચારશો નહિ,બસ બંને છોકરા સંમત થાય એટલે ખુશીથી પ્રસંગની ઉજવણી કરીએ."

બધા ખુશ હતા,પ્રસંગની જમાવટમાં વાતાવરણમાં જાણે શરણાઈ  ગુંજતી હતી,મણીબેને મીઠાઈની ડીસ ફેરવી,બધાના મો મીઠા કર્યા,શેઠનું કુટુંબ ધનારામ સાથે વેવાઈના માનભર્યા નામ સાથે લગભગ જોડાઈ ગયું,એક પ્રસંગ તુટ્યો,તો બીજો લગભગ જોડાઈ  ગયો,

સમાજની સાથે જોડાયેલું માનવ નું જીવન તેના જુદા જુદા ક્રમાંકે,જુદી જુદી ઉમરના મુકામ ઉપર સતત બદલાતું રહે છે,જન્મથી શરુ થતું આ જોડાણ તેના વિધ વિધ મુકામો પાર કરતુ સતત વધ્યા કરે છે,જુદા જુદા રંગો અને જુદી જુદી રીતે વધતો આ ક્રમાંક આમ તો એકદમ ફ્રી છે,પોતાની મરજી પ્રમાણે જીવવાની છૂટ છે,પણ સમાજના કૈક કાયદા છે,જેનું તેને સતત ધ્યાન રાખવું પડે છે,અથવા ફરજીયાત પાલન કરવું પડે છે,અને તે જરૂરી છે,કેમકે ધરા ઉપર જીવન જીવતા બીજા જીવોને પણ જીવવાનો તેટલોજ હક્ક છે,ભૂલથી પણ કોઈને હાની ન થાય તેનું સતત ધ્યાન રાખવું પડે છે,સામાજિક નિયમ પ્રમાણે જીવતા, જીવન શાંતિમય અને આનંદ દાયક રીતે જીવાય છે,નિયમોનું ઉલંઘન અશાંતિ અને વેદનાનું સર્જન કરે છેજીવન દુઃખોથી ભરાય જાય છે,સમાજની બહાર ફેકાવું પડે છે,તે દરમ્યાન જોડાયેલો સબંધોની લાગણીઓનો સમૂહ વિખરાઈ જાય છે,અને તે સહેલું નથી,કેમકે તેનું જોડાણ સીધું હૃદય સાથે જોડાતુ હોય છે,આવા એક જીવનની ખુશીની ઘડીની શરણાઈયો ધનારામનાં પડાવ ઉપર વાગવા માંડી છે,દીકરીના શુભ લગ્નની ઘડી નાં સર્જનનો સાર,એટલે ધનારામના જીવનનો સાર,એકની એક દીકરીના પાલન સાથે આવેલી એક ઉમર કે જેમાં શુભ પ્રસંગનું સર્જાઈ રહેલું શુભ સ્વપ્ન,અને તેમાં જોડાઈ રહેલા,ખુબ ખુશ એવા ધનારામ,એક સમયે,ઘુઘરીયોથી ગુંજતા નાના નાના નાજુક નિર્દોષ પગલાનો ગુંજારવ ,અને તેના સ્મરણે ભીંજાતી ભોલારામની આંખો,ભૂતને છોડી,ચાલુકાળમાં ભાવીની ખુશીયોથી ભરાતું તેમનું મન,બસ બીજું શું જોઈએ,કોઈ શુભ કાળમાં તે હકીકત બને એટલે જીવન ધન્ય. જન્મથી માં બાપના વ્હાલ ,સ્નેહ અને લાગણીયોના આવરણ હેઠળ ખુબજ કાળજીથી વિકસિત થતું જીવન તેના જુદા જુદા મુકામે લાગણીયોથી આંખો ભીની કરતુ હોય ,સતત પપ્પી લેતી માં છોકરાને નજર ન લાગે એટલે કપાળ ઉપર કાળી ટપકી કરતી હોય,માના હાથમાંથી ઘરના જુદા જુદા સભ્યોના હાથમાં વ્હાલ મેળવતું બાળક,ભાઈ ,બહેનદાદીદાદા,અડોશી,પાડોશી,સર્વેનો પરિચય મેળવતું,ક્યારે મોટું થઇ જાય તેની ખબર પણ ન પડે અને માં હરખાતી ,ખુશ થતી તેનો વિકાસ જોતી રહે,ઘુટણીયા ભરતું બાળક ચાલતું થાય,દોડવા માંડે અને પછી તેની  કાલી  કાલી

વાણીમાં બોલતું થાય,વાત કરતુ થાય,શાળામાં ભરતી થાય,ભણતા ભણતા કોલેજ આવે,અને બાળક બાળક ન રહે,માબાપની જળજળીત આંખોમાં મોટા થઇ ગયેલા દીકરા દીકરીને પરણાવી ઠેકાણે પાડવાના અભરખા જાગે,અને આવા એક  મુકામ ઉપર ધનારામ ઉભા હતા,જેમને મગન શેઠે બસસ્ટોપ પરથી પાછા બોલાવ્યા હતા,વાત થઈને મીઠાઇ પણ વહેચાઈ ગઈ હતી,બસ રાહ જોવાતી હતી ફક્ત દીકરા દીકરીની,તેમની 'હાથતા શુભ અવસર નજીક હતો. ધનારામની 'હા" થી શેઠ શેઠાણી તેમજ મણીબેન ખુબ ખુશ હતા,એક ઘડી એવી આવી કે આખા ઘર અને ઘરના સર્વે સભ્યોને ચિંતાના વાવાઝોડામાં લપેટી,અસ્તવ્યસ્ત કરતી ગઈ,દુઃખથી બેહાલ થયેલા સભ્યો અઢળક પૈસો હોવા છતા તેની અસરમાંથી બચી ન શક્યા,જગનની ગેરહાજરીથી દુખી થયેલા કુટુંબનું દુખ ઓછું હોય એમ ઉત્તમ ચંદે આવીને સગાઇ તોડીને શેઠને હતા નહતા કરી નાખ્યા,જાણે સુખી કુટુંબ જગનનાં જતા રહેવા સાથે દુઃખોના દરિયામાં ઘેરાઈ ગયું,સદા સુખમાં જ્યારે દુખ આવે ત્યારે જે દશા થાય તે તો જે અનુભવે એનેજ ખબર પડે,મણીબેનની સહાયથી કુટુંબના સભ્યો હેમખેમ હતા અને,હજુયે જગનની ગેરહાજરી તો હતીજ,કોઈ બાજુથી તે ક્યા છે તેની ખબર નહોતી આવી,બહુજ મોટો પ્રશ્ન હતો,પણ જેમ વાવાઝોડું થોડા સમયમાં કાળોકેર વર્તાવી વહ્યું જાય તેમ સમાધાન વગરની એ દુખી ઘડી ધનારામ સાથેના શુભ સમાચાર સાથે થોડીક હળવી થઇ ગઈ,એક વખત શ્વાશની તકલીફ અનુભવતા શેઠે પણ ધનારામની 'હા'માં હસતા હસતા ખુબ ખુશ થઇ ધનારામને આલિંગન આપ્યુંએક શુભ સમાચાર અને બધુજ બદલાઈ ગયું,જગનનાં સમાચારે ગામ પરગામના શેઠના સર્વે સ્નેહીજનોમાં દુખ નો આચકો પહોચ્યો હતોપણ જાણે ચિંતાઓને ક્યાંક રોકી લેવામાં આવી અને ખુશીની ક્ષણો એવી તો આવી કે મીઠાઈની વહેચણી થઇ ગઈ ,જાણે ઘરમાં લગ્ન પ્રસંગના ગણેશ મંડાયા,દુઃખોની પીડાથી સુખો તરફ ફેરવાતી ઘરની સ્થિતિ ઘરની ચાર દીવાલોની અંદરથી બહાર રસ્તો શોધવા ફાફા મારી રહી હતી,પણ જેમ સુગંધને હવાની લહેરો લઇ જાય એવું કોઈ ચોક્કસ માધ્યમ મણીબેન નું મન શોધી રહ્યું હતું,કેટલીય ગુચવણમાંથી જેમતેમ શેઠના પરિવારને બહાર લાવવામાં તેમને સફળતા મળી હતી,પણ સતત વિચારતું મન એટલાથી સંતોષ માનવા તૈયાર ન હતુંહવે આ ખુશીના સમાચારો બહાર પહોચાડવાના હતા,રતિલાલ તેમના પતિ ને શેઠની સંમતિ લઇ અહી શું થઈ  રહ્યું તેની માહિતી પહોચાડવામાં આવેએવો વિચાર તેમને થયો એટલે તે સીધા શેઠ પાસે જઈ રજૂઆત કરી,શેઠ ખુબ ખુશ થયા અને મણીબેનને રતિલાલ જ્યાં હતા ત્યાની બધી વિગત આપી,વિગત લઇ ભગતને મોકલવાનું નક્કી કર્યું,આખા ઘરની શાંતિને ફરી સ્થાપિત કરવાનાં તેમના પ્રયત્નો,સફળ થઇ રહ્યા હતા,ચારે દિશામાં નજર ફેરવતું મન ખરેખર તેઓ ખુબજ પ્રતિભાશાળી વ્યક્તિ હતા તે સાબિત કરતુ હતું,જેમ કોઈ રજવાડામાં રાજાની સ્થિતિ ક્યારેક ડામાડોળ થઇ જાય ત્યારે વજીરની કુનેહથી બધું પાર પડે,

તેની ફરજ પ્રમાણે શામ દામ દંડ ભેદ ગમે તે રીતનો ઉપયોગ કરીને તે ફરીથી ડામાડોળ પરિસ્થિતિને સરખી કરે ,પછી તેમાં પોતાના જાનનું જોખમ કેમ નાં હોય,આવું કૈક મણીબેનનું  કુટુંબ શેઠ માટે કરી રહ્યું હતું,હવે તો રજવાડા ક્યા રહ્યા છે,ભારતનો ભવ્ય ઈતિહાસ ફિરંગીઓએ કોઠીઓ સ્થાપિત કરીને 

વેર વિખેર કરી નાખ્યો પણ ભારત એ ભારત છે,બાપુ આવ્યાને એ ફિરંગીઓને  વગર હથિયારે ઉભી પુછાડીયે ભગાડી નવો ઈતિહાસ પ્રસ્થાપિત થતો આખી દુનિયાએ મોમાં આંગળીયો નાખી જોયો,અને અત્યારે પણ બધાની  નજર  ભારત તરફજ  મંડાયેલી છે,અને એમાં ભારતનું એક ભવ્ય રાજ્ય ગુજરાત કે જ્યાંથી દુનિયાની ચારે દિશાઓમાં ફેલાયેલા તેના સાહસિક ગુજરાતીયો,કે જેના માટે લેખકોને પણ લખવું પડે,'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાતઆવી આ દેશની ભવ્યતા,પછી દુનિયાની નજર તેના તરફ હોય તે સ્વભાવિક છે,કદાચ દુનિયા એક વખત ભારતને કોઈ પૃથ્વીનો અલૌકિક હિસ્સો સમજી મોખરાનું સ્થાન આપે તો નવાઈ નહિ,અમેરિકા જેવા મોટા દેશમાં તેના હોટલ મોટેલ જેવા મોટા વેપારોમાં પણ દેશીઓના નામની લાઈન લાગેલી નજરે પડે છે,એટલે ભારત તેનો એકલાનો નહિ પણ આખી દુનિયાનો વિચાર કરીને મદદ કરતું રહ્યું છે,પણ સારાને સારું જોતા પણ સારું કહેવું કેટલાકને પચતું નથી એટલે દૂધમાંથી પોળા કાઢે તેમ સતત ખરાબી શોધ્યા કરતા હોય છે,.  . ભગતને સારા સમાચાર રતિલાલ સુધી પહોચાડવા માટે નક્કી કરવામાં આવ્યો,અને તેના અનુસંધાનમાં મણીબેન જાતે ભગતને પુછવા ગયા,ખાતરી સાથે કે ભગત એ બાબતમાં કોઈ ખાસ સંજોગો સિવાય નાં નહિ પડે,તે દરમ્યાન ધનારામ શેઠના રૂમમાં કેટલાક સમય માટે એકલા પડ્યા,ખોવાય ગયાપોતાની વીતી ગયેલી જિંદગીમાંજોખમો સાથે પગીની શાખ સાથે મૂછો પર તાવ દેતો ધનો એક સુંદર રમલી નામની સ્ત્રી સાથે પરણી ગયોલગ્ન જીવનના મોડ પર પસાર થતું આ જોડું ચકુડી નામની વહાલસોયી ઝન ઝન  ઝાંઝરી ઝમકાવતી દોડતી,અને માનો સાડલાનો છેડો પકડી મરક મરક હસતી દીકરીને પ્રાપ્ત કરી ખુબ ધન્ય બન્યું,પણ નસીબ ધનારામની તરફેણ ન કરતુ હોય તેમ રમલી કોઈ ભયંકર બીમારીમાં પરિવારને છોડી ગઈ,દુખી ધનારામે  દીકરીને એટલાજ વ્હાલથી મોટી કરી,માની હાજરી વગર ઝુરાતી ચકુડી ધીરે ધીરે ધનાના એકલા વ્હાલને શરણે થઇ,ધનાંએ ભલા ભગવાનને આકરા પ્રશ્નો કર્યા હતા,પણ એકાંતમાં તેનો અવાજ પ્રતીબીબિત થઈને પાછો પડતો હતો,કોઈ જવાબ આપવા વાળું નહોતું,હારી થાકીને મજબુરીમાં રમલીને પોતાની સાથે સમજી,ધનારામે ચકુડીને મોટી કરી,આજે એ દીકરીના સગપણની વાતોના સમયથી ધનારામે પોતાના કમજોર નસીબમાં કૈક સારાસ અનુભવી હતી,ભોળા ભગવાનને હવે આ અવસર હેમખેમ પાર ઉતારવા તેની વિનતી હતી,ગઈકાલ સુધી તો દીકરી પોતાની સેવા કરતી હતી હવે તે ફરીથી એકલો પડવાનો હતો,પણ પ્રસંગ તો કરવોજ પડે,સમય થાય એટલે દીકરીને પરણાવી દેવાની માબાપની ફરજ છે, અને એ ઘડીના અનુસંધાનમાં વિચારતો ધનો એક વખત શેઠની મદદ કરીને આ કુટુંબ સાથે સબંધિત થવા જઈ રહ્યો હતો,શેઠ એક ધનવાન વ્યક્તિ હતા,પોતાની આવડત કે નસીબના સાથે તેમને આ સ્થાન પ્રાપ્ત થયું હતું,સંજોગો એ ભેગા થયેલા ધનારામ એક મધ્યમ વર્ગના હતા,સતત દીકરીનાં વધતા જીવનને પોતાનું સતત સમર્થન આપતા તેમને ઘણી વખત પૈસા બાબતમાં તકલીફ પડતી હતી,ખુબ સમજદાર અને હોશિયાર દીકરી પોતાના પિતાની મજબુરીમાં રાહત કરવા સતત પ્રયત્ન કરતી,તેના વધતા જીવનમાં કોઈ ખોટી વસ્તુ ભૂલથી પણ દાખલ ન  થાય તેનું સતત ધ્યાન રાખતી હતી,અને તે બાબતમાં ધનારામને તેના માટે કોઈ સવાલ ન હતો,તેમને દીકરીમાં પુરેપુરો ભરોસો હતો,પણ કોલેજમાં ભણતી દીકરીને કોઈ પરેશાની ન થાય તેની સતત ચિંતા રહેતી,ભણતર મોંઘુ થતા,સામાન્ય વ્યક્તિને તે બાબતમાં સતત પરેશાની રહેતી હોય છે તેમ ધનારામ પણ તેમાંથી બાકાત ન હતા,એક વખત મૂછો પર હાથ ફેરવી ખેલતી કુદતી નાની ચકુડી ને સંતોષથી જોતો  ધનો આજે હોશિયાર દીકરીના વધતા જીવનમાં કોઈ લાચારી પ્રવેશ ન કરે તેનું સતત ધ્યાન રાખતો હતો,અને તે બાબતમાં હવે તે કોઈની સામે હાથ લંબાવવામાં કોઈ મજબૂરી સમજતો ન હતો,અત્યારે પણ જ્યારે કોલેજની ફી ની ચિંતામાં શેઠનું સ્મરણ થતા તે અહી આવી ગયો અને સંજોગોએ કેવો વણાંક લીધો કે એક સામટી ઘણી બધી તેની સમશ્યાઓનું નિવારણ થઇ ગયું,જાણે જીવનની કોઈ ધન્ય પળોએ તેને ખુશીથી ભરી દીધો હતો,સતત  લડતા લડતા જીવનમાં જ્યારે આવી ખુશી આવે તો કોણ ધન્ય ન બને,બસ છોકરાઓની 'હાથાય એટલે પ્રભુનો પાડ,પહેરવેશ એનો એ હતો,મજબૂતાઈ એની એ હતી,તબિયતની બાબતમાં કોઈ પરેશાની ન હતી,ઘડપણની પળો હવે આવેલી આ ખુશીયોને માણી લેવા આતુર હતી,બધું હેમખેમ પાર ઉતરે,જોકે મનુષ્યની ઈચ્છાઓનો જીવન ચાલે ત્યાં સુધી ક્યારેય અંત નથી,નવી નવી ઈચ્છાઓ પૂરી કરવા તે સતત ફાફા મારતો રહે છે, ઇચ્છાઓની કોઈ ઉમર નથી હોતી,પણ તેનો સંતોષ તેને ખુશીયોથી ભરી દે છે,અને તે કદાચ જરૂરી છે,પણ તેનો અંત નથી,અને તેને તે સામાન્ય સમજે છે કેમકે,જીવન સંતોષનો અનુભવ કરે છે,ખુશીયોથી તેના જીવનના કણો તંદુરસ્ત રહે છે,અને ધનારામ માટે પણ આ સમય આવ્યો છે,ચિંતાઓ જ્યારે સતાવે ત્યારે ભગવાન પર ભરોષો રાખતું મન ચિંતાઓની જવાબદારી પણ ભગવાન પર છોડી દેતું હોય છે, જીવનમાં કોઈ ઉપાધી થઇ તો તે પોતાની ભૂલને લીધે થઇ,અને ઉપાધી થઇ તો ચિંતાઓએ ભરડો લીધો,પછી ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યો,પણ મનુષ્ય આ બધું સમજવા તૈયાર નથી,બસ બધામાં ભગવાનને વચ્ચે ધસડી લાવે છે,કરુણાની એ મૂર્તિ મૂંગી મૂંગી સાભળ્યા જ કરે,કેમકે જનમનો દાતા છે,એમ તો સૃષ્ટિમાં ઘણા બધા જીવોને તેણે ઉત્પન્ન કર્યા છે,પણ બુદ્ધિજીવી મનુષ્ય કદાચ તેને માટે નજીક હશે,બીજા બધા જીવો કરતા તે વિશેષ જીવ હશે,અને ખરેખર તે વિશેષ છે કેમકે અત્યાર સુધીની દુનિયાની પ્રગતી માટે તેનું મન જવાબદાર છે,ઉભી થતી મુશ્કેલીયોનો કેવી ર્રીતે  નિકાલ કરવો તે તેનું મન સતત શોધતું રહે છે,અને બીજા બધા જીવોને તેથી રક્ષણ મળે છે,અને હવે તો ખાલી દુનિયાનો ભય તેને નથી સતાવતો પણ અવકાશના

ભયની પણ તેને ચિંતા થવા લાગી છે,ગમે ત્યારે અવકાશની અંદરથી કોઈ પદાર્થ આવી જાય ને નુકશાન થાય તે પહેલા તેના નિકાલની તૈયારીમાં તે પડ્યો છે,આ બધું વિચારવાની શક્તિ ફક્ત મનુષ્ય જ ધરાવે છે,બીજા બધા જીવો પોતાની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી કરી શક્યા, વિચાર કરીએ તો મનુષ્યનું અસ્તિત્વ બીજા બધા જીવો પછી થયું,છતા કુદરતની નજીકનો એ જીવ,પોતાની બુદ્ધિ ક્ષમતાથિ સહુથી આગળ નીકળી ગયો અને તેણે પોતાના એકલા માટે નહિ પણ બધા માટે સલામતીનો સતત વિચાર કર્યો,અને તેની કામયાબીથી તે સહુથી વિશેષ છે

"શું વિચારમાં પડ્યા ધનારામકોઈ મુશ્કેલી છે"શેઠના અચાનકનાં અવાજથી ધનારામ એકદમ બેઠા થઇ ગયા 

"ના નાં કોઈ વાત નથી શેઠ,હવે શું મુશ્કેલી,તમારી સાથેનાં સબંધ પછી એવું કઈ વિચારવાનું રહેતું જ નથી,ખરું કહું તો મન દીકરીના ખ્યાલમાં ઉતરી પડ્યું હતું,":

"હવે તો એની જવાબદારીમાં મારો પણ ભાગ છે એટલે હવે બધું મારા પર છોડી બીજો કઈ વિચાર કરશો નહિ,"

ભગતને ત્યાંથી મણીબેન ગયા હતા તે આવી ગયા અને ભગત સવારે બસમાં અહી આવી વિગત લઈને જશે,સારા સમાચારની વધતી જતી માત્રાથી કુટુંબ વધુને વધુ ખુશીનો અનુભવ કરી રહ્યું હતું,શેઠાણી પણ ખુશ હતા,પણ જગનની ગેરહાજરીમાં ખેલાઈ રહેલો આ ખેલ જગન હાજર થતા સંપૂર્ણ થશે કે કેમ તે સવાલ તેમને હજી શ્વાશો શ્વાસની ક્રિયામાં તકલીફ કરી રહ્યો હતો,પણ ઘર છોડ્યાની જગનની આકરી પળોએ મચાવેલો તરખાટ જયારે શાંત પડી કોઈ સારી વાત તરફ ફેરવાઈ રહ્યો હતો ત્યારે થોડું સહન કરવામાં તેમને કોઈ વાંધો નહોતો,કોઈનું કઈ ખોટું કર્યું નથી પછી એમનું ખોટું શા માટે થાય પણ પણ સત્ય એ છે કે ખોટું થતા વાર નથી લાગતી જ્યારે સારું થવાને રાહ જોવી પડે છે, શાંત થયેલા અલ્કાબેન પોતાની સામે પસાર થયેલી દુઃખથી ભરેલી પળોમાં હજુ જગનની હાજરીની ઉણપ અનુભવી રહ્યા હતા,મણીબેનના અથાગ પ્રયત્નોથી આવેલી ખુશીયોમાં હજુ જગનની હાજરી ન હતી,માનો જીવ હતો,બધું સાચું હતું પણ સચ્ચાઈમાં જગન ન હતો,હવે એક સારો પ્રસંગ આવવાનો હતો,પણ શેઠાણી પુરેપુરા શાંત ન હતા,મણીબેન આવ્યા એટલે જાગૃતિના રૂમમાં તેમને લઇ ગયા,મણીબેન સમજી ગયા,મણીબેન સિવાય બીજું કોઈ ન હતું તેમને સમજવા માટે,પણ મણીબેન નાં ઝડપી મનમાં એક વિચાર ઝબુક્યો અને તે હતો થોડોક સહન ન થાય તેવો,તેમણે ચહેરા ઉપર થોડું ખેચાણ કર્યું એટલે લાલાશ ધસી આવી,પલંગ પર બેસતા અલ્કાબેન બોલ્યા,

"મને મણીબેન ગઈકાલે ઊંઘમાં સવારે સપનું આવ્યું હતું અને તેમાં ગરમ કરવા મુકેલું દૂધ ઉભરાઈને રસોડામાં ફેલાવા માંડ્યું અને જોતજોતામાં આખું રસોડું ભરાઈ ગયું,મેં ઉઠવા બહુ ફાફા માર્યા પણ કોઈએ મને ઉઠવા ન દીધી,જ્યારે ઉઠી ત્યારે રસોડું સાફ હતું,આ વાત ક્યારની મનમાંથી જતી નહોતી એટલે"

"એટલે જગન જતો રહ્યો એમજને,અલ્કાબેન એક તપેલી દૂધ આખા રસોડામાં ફેલાઈ જાય એવું બને,તમે જેટલા કમજોર બનશો એટલા સપના ખરાબ થશે,અને પછી તો તેમાં ભૂત પ્રેતનો પ્રવેશ પણ થશે,જીવોથી ભરેલી દુનિયામાં દરેકના મરણ પાછળ આવું બને તો જીવન જીવવું કેટલું મુશ્કેલ થાય,તમારા સિવાય આખી દુનિયા આરામથી જીવે છે,એટલે ફાફા માર્યા વગર રડવાનું છોડી જગનની ખુશીમાં સામેલ થાઓ,નહીતો બધાના દુઃખનું કારણ તમે બની જશો,"અને મણીબેન એકલા રસોડા તરફ જતા રહ્યા ,મણીબેનની  આકરી વાતથી અલ્કાબેનના મનને ધક્કો લાગ્યો,તે ત્યાજ બેસી રહ્યા,પણ ક્યા સુધી,મનની ખાસિયત છે કે સાચી વાતનો એકદમ સ્વીકાર ન કરે,જ્યાં સુધી ખેચાણ રહે ત્યાં સુધી તણાતું રહે,પછી ખેચાણ ઓછુ થાય ત્યારે સાચું નજરે પડે, માની મમતા નું ખેચાણ પોતાના વહાલસોયા સતત પોતાની નજરની આજુબાજુ રહે તે રીતનું હોય,કદાચ કોઈ કારણસર દુર થાય તો માં તેને જોવા અધીરી થઇ જાય,અલ્કાબેન માટે મણીબેન એકલાજ એવા હતા કે પોતાના દિલમાં ઘમસાણ મચાવનારી જગનની ગેરહાજરી થી ઉત્પન્ન થયેલી વેદના કોઈને કોઈ રીતે તેમની સામે રજુ કરી તેમાં થોડી રાહત મેળવે,અને જગન તો રોજ કોલેજ જતો તે સામાન્ય હોવાથી વેદના નહોતી કરતી પણ જાહેર થયું છે તે ઘર છોડીને નારાજ થઇ જતો રહ્યો છે,કહેવું તો કોને કહેવું,મણીબેન પણ નારાજ થઇ ગયા,એક ઊંડો નીસાસો નાખી થોડીવાર પછી અલ્કાબેન ઉઠી મણીબેન પાસે ગયા,ત્યારે મણીબેન ખુબજ શાંત થઇ બધું સાફ કરી રહ્યા હતાઅલ્કાબેનને આવતા જોઈ મણીબેને પોતાની ક્રિયામાં કોઈ ફેરફાર ન કર્યો,કદાચ સખતાઈનું  આ બીજું રૂપ હતું,વારેઘડીયે જગનની યાદમાં અલ્કાબેન કોઈને કોઈ રીતે પરેશાન થઇ જતા હતા,મણીબેન પણ માં હતા સમજતા હતા માની મમતાને પણ કંટ્રોલ તેમની પાસે હતો,આમને આમતો અલ્કાબેન તબિયત બગાડી બેસે,શરીર મોટું ને કોઈ હ્રદય ઉપર હુમલો આવી જાય તો નવી ઉપાધી,એક પ્રકરણ તો હજી સંકેલાયું નથી ત્યાં બીજું ઉઘડી જાય,અને તે મણીબેનની સિસ્ટમમાં આવતું નથી,એટલે આવ્યા તો પણ સામે ન જોયું,સખત થવાથી ખોટું લાગશે પણ તે કોઈ મોટી ઉપાધી થાય તેના કરતા તો સારું,ખોટું લાગશે તો મનાવવાના ઘણા રસ્તા છે,કદાચ એટલે જ લગ્ન પ્રસંગોમાં ધ્યાન રાખવા માટે ખાસ વ્યક્તિને નિમણુક કરવામાં આવે જેથી લગ્ન માણવામાં ઘરના માણસોને પરેશાની ન પડે,ખાસ નિયુક્ત કરેલી આ વ્યક્તિ એવી હોય કે,સમય આવે હસીને પણ વાત કરે અને બીજીજ પળમાં ખોટું નજરે પડે તો,ઝાટકી પણ કાઢે,અને ચારેબાજુનાં દ્રશ્યો તેની આંખના કેમેરામાં ઝબકારા માર્યા કરતા હોય ને તેની દેખરેખમાં બધું સહેલાઈથી પાર પડે,લગ્ન કરતા ફરજ તેના માટે વધુ મુલ્યવાન હોય,કેટલાક લગ્નોમાં તો પ્રસંગ ખરાબ કરવા દુશ્મનો તકની રાહ જોતા હોય,રસોઈ થતી હોયને કોઈ ધ્યાન રાખવા વાળું ન હોય તો હળવે રહીને દાળ શાકમાં પડીયો ભરીને મીઠું પધરાવી દે એટલે રસોઈમાં બગાડ થાય,કેટલી ખુશી અને ખર્ચો કર્યો હોય તેવો આ જિંદગીનો મુખ્ય પ્રસંગ મીનીટમાં ધૂળધાણી થઇ જાય,એટલે ખુબજ ધ્યાન રાખવું પડે,હવે મણીબેનને ચુપ રહેવાનું નક્કી દેખાતા અલ્કાબેનને બોલવાની ફરજ પડે તે સ્વાભાવિક છે,શેઠાણી હોવાથી પૈસાના દબાણ હેઠળ નોકર ચાકરની જાહોજલાલીમાં અપમાનિત થવાનો તો કોઈ પ્રસંગ લગભગ ન આવે,પણ સમય એવો હતો જેમાં મણીબેનનો 

કટ્રોલ હતો,એટલે સમજ હોવા છતાં પણ જાણીબુઝીને આ કરવામાં આવી રહ્યું હતું, પ્રસંગ જ એવો બન્યો હતો,જેમાં અલકાબેનની  ખોવાઈ ગયેલી સુધ પાછી આવતીપણ સહેજ ધક્કો લાગે ને જૂની ઈમારત કડડભૂસ થઈને ધસી પડે તેમ તેમની સ્થિતિ હતી,મોટેભાગે આવી સ્થિતિ બહુજ ખરાબ પ્રસંગોમાં જોવા મળે,કે જેમાં દિલથી જોડાયેલો સાચો સબંધ નામ પડ્યા પછી કાયમ માટે ખોવાઈ જાય,અહી આવું તો કઈ ન હતું,પણ માનો જીવ હતો એટલે ગેરહાજરીને એનાથી પણ વધારે ખરાબ સમજી સુધ ખોવાઈ જતી હતી,અલ્કાબેનને ક્યારેય કોઈ તેમના હાલ પર છોડી એકલા તડપાવી જતું નહોતું રહેતું,જે અત્યારે મણીબેને કર્યું હતું,ધક્કો લાગ્યો હતો,અને જોરદાર,તેમની સ્થિતિ બતાવતી હતી,તે ત્યાં ને ત્યાજ બેસી રહ્યા હતા,જેથી અલ્કાબેન આ સમજી શકે,કેમકે વેદના જેને થતી હોય તેને ખબર ના પડે કે શું કરવું પણ મદદ મળે તો રાહત થતા વાર નહિ,અને એવો કોઈ મણીબેન નો પ્રયત્ન હતો, મણીબેનનાં પ્રયોગની અસર દેખાતી હતી,આવેલા અલ્કાબેન વાતાવરણમાં કૈક બદલાવ કરવા ઇચ્છતા હતા,અને જાણે મણીબેન સાથે સંમત હતા,પણ કઈ બન્યુજ ન હોય તેમ પાણીનો ગ્લાસ ભરીને મણિબેને સામે ધર્યો,સ્વીકાર થયો એનો અર્થ સાદો હતો,શેઠાણીને મણિબેનમાં પૂરો વિશ્વાસ હતો,સમાધાન થયું,અલ્કાબેને ઊંડો શ્વાસ લીધો. સંધ્યાએ રંગો સમેટતા રાત્રીનો પ્રવેશ નક્કી હતો,આ સમય રોજીંદા જીવનને રાત્રીના આરામ માટે બધીજ ક્રિયાઓથી અલિપ્ત કરવાનો હતો,ઘરેલું ચહેરા નાના છોકરાથી માંડીને સફેદીની આવરણમાં ઘડપણની અસરમાં આવેલા સહુ આરામના સ્થાનમાં સ્થગિત થવાનો પ્રયત્ન કરતા હોય ,ત્યાં રાત્રી થોડા સમયમાં સુમસામ થવાની હતી,બહાર અને ઘરમાં બધા અવાજ સમી ફક્ત તમરાનાં અવાજમાં રાત ફેરવાઈ જવાની હતી,રોજની ક્રિયા હતી,અને તેની અસર શેઠના ઘરમાં મણીબેને છેલ્લી લાઈટ બંધ કરતા ફેલાઈ ગઈસહુ બનેલું બધું આવતી કાલ માટે છોડી સુઈ ગયા.

શેઠાણીનો આવાસ હતો,સુખી જીવન હતું એટલે તેને અનુલક્ષીને આરામના સાધનો પણ એ પ્રમાણે હતા,મણીબેન પહેલા પણ કેટલીય વખત શેઠાણી સાથે સમય વિતાવી ચુક્યા હતા પણ આજે પ્રથમ તેમના આવાશમાં તેમની સાથે હતાતેમને સુવાનો કોઈ સવાલ ન હતો,આખા દિવસના થાક પછી મીનીટમાં ઊંઘ આવી જાય તે તેમના માટે નક્કી હતું,પણ શેઠાણી ઉપર નજર રાખવી જરૂર હતી,ઊંઘનો સવાલ તેમના માટે હતો અને જય શ્રી કૃષ્ણ કહીને સુતા તો હતા,પણ પડખા ફેરવ્યા કરતા હતા,

"અલ્કાબેન ઊંઘ નથી આવતી,"મણીબેનના અવાજમાં નરમાશ હતી,કોઈ દયાનો ભાવ હતો,કેમકે ચિંતા હતી,પડતા ઊંઘ આવી જાય એવી સ્થિતિમાં પણ અલ્કાબેન ઊંઘી ન હતા શકતા,નિસાસા શ્વાસ લેવામાં તકલીફ કરતા હતા,શરીર સારું હતું પણ ચિંતા હજુ પીછો છોડતી ન હતી,જાણેકે કઈ અજુગતું બની જાય ને ઊંઘમાં ખબર ન પડે,ખોટા વિચારો પરેશાન કરીને તેમને હેરાન કરતા હતા,તેમને ખબર હતી સુખી જીવન એટલે બધું સારું,પણ શરીર તો ગમે ત્યારે બગડેજ્યારે તેવું થાય ત્યારે અંદર રહેલો જીવ એવો તો ગભરાય કે શરીર ગરમગરમ થઇ જાય ને પરસેવો છૂટી જાય,તેના પણ ઉપાય થાય કેમકે,અત્યારના  માનવીએ સારી રીતે જીવવા માટે બધીજ સગવડતા શોધી કાઢી છે,ક્યાય પહોચી ગયો છે ને હજુ અટક્યો નથી ધરતી પર જીવવાની તકલીફ પડશે તેની ફિકરમાં તે અવકાશમાં રહેવાની શોધ ચલાવી રહ્યો છે,જીવન તો અમુક નિશ્ચિત સમયનું છે,પણ તે થાકતો નથી આવતી પેઢીની તેને ચિંતા છે,ખુબ અર્વાચીન હોવા છતાં તેને ખબર છે કોઈ પરમ શક્તિ છે અને જીવન તેના આધાર પર છે,બહુ ફાફા મારવા છતાં તે પરમ શક્તિને તે શોધી નથી શક્યો,કદાચ તેને ભવિષ્યમાં સફળતા મળે!!.

સતત નજર રાખી રહેલા મણીબેનના પુછાયેલા પ્રશ્નનો જવાબ ન આવ્યો,પણ અલ્કાબેનની સ્થિતિ હજુ એવીજ હતી,હવે મણીબેનને ધ્રાસકો પડ્યો,કદાચ નારાજગીનો પોતાનો પ્રયોગ કોઈ મુસીબત ન ઉભી કરે,તેઓ જાતે ઉભા થઈને અલકાબેનના ખભા ઉપર હળવેથી હાથ મુક્યો,

"ઊંઘ નથી આવતી અલ્કાબેન,કંઈ તકલીફ હોય તો કહો "

હે.. નાં આવી જશે બેન,કોઈ તકલીફ નહિ,પણ ખબર નહિ જીવ ગભરાયા કરે,એટલે ઊંઘ આવતા વાર લાગે,પણ આવી જશે."

"અલ્કાબેન આજ ગઈ અને કાલ સારા સમાચાર લઈને બધે ફેલાઈ જવાની છે,પછી થોડો આરામ કરી લો નહિ તો વગર ઊંઘે કેમનું કરશો...?"જુદા જુદા ઉપાયો વાપરી બાળકની માફક સમજ આપી રહેલા મણીબેન જ્યાં સુવાને ફર્યા ત્યાં અલ્કાબેને તેમનો હાથ પકડીને પોતાની પાસે બેસવા ખેચ્યો,મણીબેન તેમની પાસે બેઠા,રાહત થઇ ઘણી રાહતનો અનુભવ થયો,એક ઊંડો શ્વાસ લઈને તેમનું મન શાંત થયું,કોઈનો સ્પર્શ ઘણો ફેરફાર એક સેકન્ડમાં કરી નાખે તેવું થયું,મણીબેને તેમના કપાળ ઉપર હાથ મુકીને તેમને વધારે શાંત કર્યા,મન શાંત થતા ક્યારની અટવાઈ રહેલી વાત સવાલના રૂપે બહાર આવી,

"મણીબેન,ધનારામે કહેલી તેમના કુટુંબની વાત રસપ્રદ હતી,છોકરી હોશિયાર અને દેખાવડી છે,પણ કુટુંબની સ્થિતિ,અને માં વગરનું જીવન આ બધું બરાબર આપણી સાથે ભળી જશે...?"મણીબેન થોડા હતાશ થયા,હવે કેમનું કરવું!

"અત્યારે તમને મારી હાજરીથી કેવી રાહત લાગે છે,ફેરફાર એટલો છે કે કૈક ખોટું થયું છે તે જાણી મારું મન તેનાથી રાહતના રસ્તા શોધે છે,અને તમે તેમાં શું થશે ના બોઝ હેઠળ અટવાઈ જાઓ છો,તેમ ધનારામ મજબુત છે તો તેમની દીકરી પણ મજબુત રહેવાની અને અહી આવીને તમને પણ મજબુત કરવાની,હવે બીજા બધી સરખામણીની જરૂર લાગે છે?"કોઈ જવાબ ન હતો,થોડીવારમાં બધું શાંત થયું,મણીબેને રાહત અનુભવી,રાત ગઈ બાત ગઈ,મણીબેન વધુ મજબુત બન્યા.

સુપ્રભાતની લાલીમાં સાથે સૂર્યનારાયણ ભગવાનનું પૂર્વમાં પ્રાગટ્ય થયું,તોફાનની ઝાપટ જેમ ભયંકરતાનું સર્જન કરે તેમ અલ્કાબેન જગનની આસપાસ તેની યાદોમાં હજુ ઘુચવાયેલા હતા,મણીબેનની સહાયથી તે સલામત હતા પણ જગન હજુ  ન  હતો એટલે આજની સવાર પણ તેમને રોજની ક્રિયામાં દખલ કરતી હતીબધી ક્રિયામાં નીસાસાના શ્વાસ ઘુમરાતા હતા,પરમાત્માનું સ્મરણ અને ધાર્મિક હોવા છતાં તેમને મદદ મળતી દેખાતી ન હતી,કેવો ભાવ પરમાત્મા,સહુમાશ્રેષ્ઠ આત્મા,મનુષ્યના જુદા જુદા ભાવો સાથે ઓતપ્રોત થતી કોઈ પરમ શક્તિ કે જેનો આધી વ્યાધી અને ઉપાધિમાં મનુષ્યના જીવન જીવવવાનો આધાર,પરમાત્મા ભગવાનના ચોવીસ અવતારોનું ટુકું રૂપ,કેટલાક સંતોની રૂચી પ્રમાણે પ એટલે પાંચ,ર એટલે બે,માં એટલે સાડા ચાર,અડધો ત એટલે આંઠ,અને માં એટલે ફરીથી સાડા ચાર,આમ સહુનો સરવાળો ચોવીસ,(૫+૨+૪ ૧/૨ +૮+૪ ૧/૨=૨૪)  ભગવાનના ચોવીસ અવતારોનું સંકલન,હિન્દુઓના જીવન સાથે સંક્રાયેલો એકમાત્ર આધાર ભગવાન કે જેનાં અનેક રૂપ,અનેક નામ,છતાં હિન્દુઓના હ્રદયમાં સદા તેનું પ્રથમ સ્થાન,એકધ્યાનથી જોડતું આત્મા અને પરમાત્માનું જોડાણ,વિશ્વનું દર્શન ભારત,ભગવાનના અનેક રૂપથી ભરેલી ભૂમિ,મનની શાંતિ માટેનું એક અનોખું સ્થાન ભારત,કે જ્યાં ભક્તિની ઓથમાં ઉગે સવાર અને ઢળે સાંજ,સમર્થ ભારત,સંતોની વાણી,બ્રહ્મ ખોજા નહિ જાતા,પાયા જાતા હૈખોજ્નેકી કોશિશ મત કરો,પાનેકી કરો,

ભગવાનની ભક્તિમાં લૌકિક ભાવ રાખવો નહિ,અલૌકિક થઈને ભગવાનનું ભજન કરવું,માયા જીવને અંધારામાં ફસાવી રાખે છે,માયા જીતે છે અને મનુષ્ય હારે છે,જીવ જન્મથી ભગવાનનો છે અને મર્યા પછી પણ ભગવાનનો છે,જન્મ પછી જોડાતી માયા તેના પિતાને ભુલાવે છે,દુઃખના અંત માટે પોતાના પિતાનું સ્મરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી,રોગ થાય તો દવા કરવી કેમ થયો એમાં ન રહેવું તેમ સંસારની માયા રોગી બનાવે છે,દવા જરૂરી છે,જન્મદાતાનું સ્મરણ એકમાત્ર ઉપાય છે,માટે પ્રભુસ્મરણ કરો એ સંતોની વાણી છે, કુવા પાણી વગર,ગાય દૂધ વગર,તરુવળ ફળ વગર,દેહ આંખો વગર,રૈન ચંદ્ર વગર,મંદિર દીવા વગર,ધરતી વરસાદ વગર કિંમત વગરના છે તેવી અલ્કાબેનની  જગન વગર સ્થિતિ છે,દરેકમાં પ્રભુની કૃપાનો સમાવેશ હોય છે,કોઈ પણ સ્થિતિનાં  સર્જન પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે,જીંદગી મળવી એ નસીબની વાત છે,મૃત્યુ મળવું એ સમયની વાત છે,પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રહેવું એ જિંદગીમાં કરેલા કરમની વાત છે,પ્રભુનાં સ્મરણ થી શાંત થઇ આ બધા સત્યો સમજી શકાય છે કામ ,ક્રોધવિકાર,અને જગતની ચિંતા છોડી સુમિરન કરવાનું સંતો સમજાવે છે,કાલ ક્યારેય આવતી નથી,ખબર નથી કાલે શું થવાનું છે,પણ ચિંતા છે,માયાનું જોડાણ  શાંત થવા દેતું નથી,સુમિરન મુસીબતમાં મદદ કરશે એવી કોઈ ખાત્રી નથી,પણ થોડીવાર પ્રભુમાં મન લઇ જવાથી શાંત જરૂર થવાશે,શ્વાસ લેવાની ક્રિયા ઉપર ક્યારેય મન વિચારતું નથી કેમકે એ કાયમની ક્રિયા છે,પ્રભુની પ્રાપ્તિ માટે પ્રભુને મળવું જરૂરી છે પણ તે શક્ય નથી,સુમીરન એ શ્વાસોને શાંત કરશે,અને ત્યાર પછીની કોઈ ધ્યાનાવસ્થાની સ્થિતિમાં પ્રભુનું દર્શન કદાચ શક્ય બને,બાકી અનેક મુસીબતો વચ્ચે આ સહેલો અને જાણીતો માર્ગ પણ એકદમ અજાણ છે,દિવસની શરુઆત જ મુસીબતોથી શરુ થતી હોય ત્યાં કેમનું કરવું,શ્વાસ ને શાંત ન કરાય તો તેનો સીધો સંબંધ મ્રત્યુ સાથે છે,સાચું ન સમજાય તો જીવન પૂરું થતા વાર નહિ લાગે.ભક્તિમાર્ગ અપનાવીને તેમાં ધ્યાન લઇ જવાની જરૂર છે,નહીતો મોઢું મંત્રનો જપ કરતુ હશે,હાથની માળામાં ફરતા મણકા ઝડપને ભૂલી જશે,અને માયા ભક્તિને મીનીટમાં પૂરી કરશે,

સવારની શાંતિમાં કોકને ત્યાં સંગીત વાગતું હતું,સવારમાં નિત્ય નિયમ મુજબ પક્ષીયોને દાણા નાખી અલ્કાબેન ઉભા રહ્યાકબીર વાણીના 

શબ્દો હતા,"દુ:ખમે સુમિરન સબ કરે,સુખમે કરે ન કોઈ,જો સુખમે સુમિરન કરે દુખ કાહેકો હોઈ,ઐસી બાની બોલીએ,મનકા વાતા ખોઈ,ઔરોકો શીતલ કરે,આપો શીતલ હોઈ,બડા હુઆ તો ક્યા હુઆ,જૈસે પેડ ખજુર,પંછીકો છાયા નહિફળ લાગે અતિ દુર,દુર્લભ માનસ જન્મ હૈ,કોઈ ન દુજી બાત,પકકા ફળ જો ગીર પડા,લગે ન દુજી બાર,માંગણ મરણ સમાન હૈ,મત માંગો કોઈ ભીખ,માગનેસે મરના ભલા,યે સતગુરુકી શીખકાશીકાબા એક હૈ,એક હૈ રામ રહીમ,મેંદા એક પકવાન બહુબૈઠ કબીરા જીમ,અચ્છે દિન પીછે ગયે,હરીશે કિયા ન હેત,અબ પછતાયે હોત ક્યા,જબ ચીડીયા ચૂક ગયી ખેત.મણીબેનના અવાજે અલ્કાબેનનું ધ્યાન તૂટ્યું,ધર્મની સાથે જોડાતા જીવને તેની સાથેનું જોડાણ ખેચી રાખે છે,અલ્કાબેન ઘરમાં આવ્યા,અલકાબેનના ઘરની સવાર એટલે ધર્મ ધ્યાનથી શરુઆત,ક્યાંક કહેવાયું છે અંગ્રેજી ભાષામાં કે ભગવાન શું કહે છે,

ભગવાન કહે છે,તું મારા બતાવેલા રસ્તા ઉપર ચાલવાનો પ્રયત્ન કર,હું તારા માટે બધા રસ્તા સરળ બનાવી દઈશ,તું તારી મિલકત મારી રીતે ખર્ચવાનો પ્રયત્ન કરીશ તો હું તારા માટે દરિયા જેટલા ખજાના ખુલ્લા મૂકી દઈશ,તુજો તારું વિલ મારા માટે કરીશ તો હું તારા માટે તારી ઈચ્છા પ્રમાણેનો માર્ગ બનાવી આપીશ,તુજો મારી રીતે દુઃખ સહન કરવાનો પ્રયત્ન કરીશ તો હું તારી કાળજી માટે મારી દેખરેખના  દરવાજા ખુલ્લા મૂકી દઈશ,તું મારામાં માનવાનો પ્રયત્ન કરીશ તો હું તારા માટે એક જવાબદાર દોસ્ત બની જઈશજો તું મારો બનીને રહીશ તો હું બધાને તારા બનાવી દઈશ.

ભલા કિસીકા કર ન શકો તો બુરા કિસીકા મત કરના,પુષ્પ કભી ન બન શકતે તુમ કાંટે બનકે મત રહેના,બન ન શકો ભગવાન મગર તુમ કમસે કમ ઇન્શાન બનના,સદાચાર અપના ન શકો તો,પાપોમે પગ મત ધરના,સત્ય વચન  ન બોલ શકો તો જૂથ કભી ભી મત બોલના,મૌન રહો તો અચ્છા,કમસે કમ વિષ તો મત ઘોલના,ઘર ન કિસીકા બના શકો તો ઝોપડીયો મત  જલા દેનામરહમ પટ્ટી કર ન શકો તો ઔર નમક ન લગા દેના,દીપક બનકર જલ ન શકો તો અંધિયારા ભી મત કરના,આ બધું લખાણ અલકાબેનના રૂમની દીવાલો ઉપર ધર્મની પ્રતીતી કરાવતું ઉભું છે 

સુપ્રભાતની આરતી મહાદેવના મંદિરમાં પૂરી થઇ,કેટલાય ભક્તોએ તેનો લાભ લીધો તેમાં ત્રણ ચાર સખીઓનું ગ્રુપ પણ હતું,તેમાં નાનકી પણ હતી,સુક્લાજી આરતી કરીને એક ભક્ત સાથે કોઈક ભાવિક ચર્ચામાં  હતા ત્યાં આ નાનકીનું ધ્યાન  સ્થગિત થયેલું હતું,આ ફેરફાર સખીઓની નજર બહાર ન હતો,નાનકીએ નજર બચાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ એક સખીના કોણીના ઈશારે તે સફળ ન બની,આખરે પ્રશ્ન ઉઠ્યો ,"ક્યા ધ્યાન છે?,કોઈ તકલીફ તો નથી ને?" અને એ સાથે ત્રણ સખીની નજર તે તરફ ગઈ,અને એમાંથી એકે સુક્લાજી સાથે ચર્ચામાં વ્યસ્થ વ્યક્તિને ઓળખી કાઢી,

",નાનકી આ તો ભગત છે,"અને નાનકીના ચહેરા પરની લાલાસે સખીની આંખોની પલક સ્થિર કરી દીધી,હોઠો પર પાણીનો રેલો રેલાય તેમ સ્મિત રેલાયું,એક શંકાનું વાતાવરણ ઉભું થયું,નાનકી જાણે સખીઓની નજરે અપરાધી જણાય,હવે છૂટકો ન હતો,કદાચ નાનકી ઉપરનો અપરાધ શંકા માટે વધારે પડતો હોય,પણ નાનકીની આ સખીઓ રોજની નાનકી અને આજની નાનકીને બરાબર સમજતી હતી,એટલે હવે વારો હતો નાનકીનો કે કોઈ પ્રકાશ પાડી શકેઅને નાનકી પણ વાતનું વતેસર કરવા નહોતી માંગતી,એટલે ઉગતી શંકાને તરતજ ડાબી દેવા માંગતી હતી,જવાબ તૈયાર હતો પણ સાવધાનીની  જરૂર હતી કેમકે ઉતાવળમાં ઊંધું બફાય તો પછી મગજમારી, "હા તો ભગત જ છે મને ખબર છે,પણ....."નાનકી જવાબ પૂરો કરે ત્યાં વચ્ચે એક સખી બોલી,"તારે કઈ કહેવું હોય ને ન કહેવાતું હોય તો હું મદદ કરું"અને નાનકી બગડી અવાજ મોટો થયો,"શરમ વગરની"પણ સખીઓ હતી બીજી સખીએ બાજી સંભાળી,અને નાનકીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો,મોટા અવાજની અસર મંદિરમાં રણકી અને સુક્લાજી અને ભગત એ તરફ આવવા લાગ્યા,મહાદેવના મંદિરમાં કૌતુક થયું,નાનકીએ ભગતને મણીબેન ત્યાં જવાનું હતું તે યાદ કરાવ્યું અને મામલો શાંત પડ્યો,ભગત બધાને નમસ્કાર કરી જતો રહ્યો પણ બધી સખીઓએ નાનકીને હળવો હડસેલો મારી દાળમાં કૈક કાળું છે તેની જોરદાર પ્રતીતિ કરાવી,શું કરવું,સખીઓ હતી,સબંધો હતા,કઈ સૂઝ ન પડે તો ચુપ રહેવું,અને તામાંસાનો ભોગ બનેલી નાનકી ચુપ રહી તેને ખબર હતી કે આ ગ્રુપમાં ભળવા માટે કઈ પણ કહેતા પહેલા મજબુત બનવું પડશે,અને તેના માટે શાંત થઈને સખીઓ તરફથી જે આવે તે ખરું હોય કે ખોટું પણ બધું "હા" માજ જવા દેવું પડશે,કોઈક તો નિકાલ આવશે અને તે ખેચાતી ઘસડાતી ચાલતી રહી, હવે શરૂ થયેલી શંકા એમ ને એમ થોડી પૂરી થાય,મહાદેવના મંદિરથી સહુ સખીઓ પોતાના ઘર માટે છૂટી પડે ત્યાં સુધી તો દસ મીનીટનું અંતર તો રહેવાનું અને એ અંતર,ઘસડાતી ચાલતી નાનકી માટે તો આજ પુરતું ઘણું ભારે હતું,ઘણી વખત જીવનની અમુક પળો,જીવવાનું મુશ્કેલ કરી દેતી હોય છે તેમ નાનકી સખીઓથી હજુ નજર બચાવતી હતી,અને એકદમ એક સખીએ નાનકીને ખભે હાથ મૂકી ખેચી એટલે બીજી બે સખી તેની આજુ બાજુ આવી ગઈ,નાનકીને શાંત રહેવું હતું પણ તેના શ્વાસ અધ્ધર કરતી સખીઓને તે મંજુર નહોતું પણ નાનકીએ ખભા ઉપર આવેલા સખીના હાથને પકડી આંટી મારી "છોડછોડ મારો હાથ ઊતરી જશે" સખીએ વેદનાની ચીસ પડી,અને હાસ્યનું મોજું ફરી વર્યું,પણ તેથી ઉલટાનો સીધો સવાલ આવ્યો,"ચલ નાનકી છોડી દે એને,પણ સાચે બતાવ કે રોજની અમારી નાનકી મોટકી થઇ ગઈ ને અમને ખબર પણ ન પડી?..."અને ખીજ્વાયેલી વાઘણ જેમ ઘૂરકે તેમ નાનકી ઘુરકી "એવું કઈ નથી હવે,ગમે તેમ બોલતા વિચાર તો કર "અને હજી પાંચ મિનીટ પછી તેનું ઘર આવવાનું હતું,ઝડપથી ચાલે તો માથાકૂટ તો ટળે,પણ એમાં હાર થાય,એટલે તે યથાવત ચાલતી રહી,દરબારી લોહી હતું એટલે કોઈ હાંર માનવા તૈયાર ન હતા,"એ તો ખબર પડશે,હજી તો શરુઆત છે,ચિનગારીમાંથી આગ લાગશે ત્યારે તો દેખાશેને..."અને એનું એજ હાસ્ય"ઓહ,ત્યારે તો રસ્તો સહેલો થઈ જશે નાનકીને બાળીને આવી રીતે મોઢું ફાડી ફાડીને હસવાનું મળશે"  બગડેલી નાનકીના જવાબથી કોઈ શાંતિ ન થઇ ઘર તો આવી ગયું પણ"એક સખીએ મોટા અવાજથી કહ્યું "જીવ કુચ્વાય તો પાછી આવી જજે મોટકી"અને હસતું ટોળું નાનકી તરફ જોતુંજોતું જતું રહ્યું,નાનકી શાંત થવાને બદલે બારણું જોરથી બંધ કરી ઘરમાં ગઈ.

 


 પ્રકરણ  સમાપ્ત     (જે જમણી બાજુ ના  ૨૦૨ ના જુલાઈ માસ ની પહેલી  પોસ્ટ  માં ઉપલબ્ધ છે.)

વધુ  પ્રકરણ- ૯ ભગતની વિટમ્બણા ઓક્ટોબર ની ૧૦ મી તારીખે.
આપનો અભિપ્રાય ખુબ જરૂરી,
આભાર.

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.

હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન  (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,જય શ્રી કૃષ્ણ