Saturday, November 27, 2021

હવે વાંચો મારી નવલકથા "મોગરા ના ફૂલ-પ્રકરણ સાતમું (વીરસિંહ ની વ્યથા ગીતા ) અહીં ક્રમશ:

 

મોગરા ના ફૂલ


પ્રકરણ સાતમું

વીરસિંહ ની વ્યથા ગીતા 

સવાર પડી લાલીમાનો  કિનારો છોડી સૂર્યનારાયણ ભગવાને પૂર્વ છોડી પશ્ચિમ તરફ પોતાનું પ્રયાણ શરુ કર્યું,વીરસિંહ કોલેજ જવાની તૈયારી સાથે જગનને ત્યાં આવ્યો,બારણે ટકોરા પડ્યા,મણીબેને બારણું ઉઘાડ્યું,હજુ બધા રાત્રે મોડા સુતા હતા એટલે પથારીમા જ હતા,
"આવ વીરસિંહ,જય શ્રી કૃષ્ણ ,ચાલ બેઠક રૂમમાં જઈએ ,"વીરસિંહ જય શ્રી કૃષ્ણ કહી મણીબેન સાથે બેઠક રૂમમાં ગયો 
"બેસ,ખાસ એટલે ખુબ ખાસ કામ છે,જો આ પરબીડીયામાં બે હજાર  રૂપિયા છે,અને એક લખેલો નાનો કાગળ છે જે તારે ક્લાસમાં જાય તે પહેલા લોબીમાં રાહ જોતી એક છોકરી કે જેનું નામ ગીતા છે,તેને ભૂલ્યા વગર આપી દેવાના છે"
"ગીતા"વીરસિંહ બોલ્યો એવી રીતે કે મણીબેન પણ તાજ્જુબ પામી  ગયા 
"હા,ગીતા,તું ઓળખતો લાગે છે,એટલે હવે સહેલું થઇ જશે,એ અહી આવેલા મહેમાન શ્રી ધનાભાઈની દીકરી છે,અને તેની ફી ભરવાનો કાલે છેલ્લો દિવસ છે,"
"હા,હું સારી રીતે ઓળખું છું અમે મિત્રો છીએ,રતન તેના ક્લાસમાં સાથે છે,"વીરસિંહ ઓળખ આપતો હતો 
"વીરસિંહ,હજુ ઘણું બધું છે,પણ તારી બસ જતી રહેશે એટલે તારે હવે જવું જોઈએ,સાંજે અહી આવજે એટલે વિગતથી વાત કરીશું બરાબર ,જય શ્રી કૃષ્ણ"
"હા, આવજો,જય શ્રી કૃષ્ણ "મણીબેનને વીરસિંહને  પૈસા માટે ફરી કહેવાનું યોગ્ય ન લાગ્યું,

 જગન નાં ઘરથી બસ માટે જવા નીકરેલો વીરસિંહ જે પૈસાના પરબીડિયા સાથે જતો હતો તેના ઉપર ગીતાનું નામ હતું,કે જેની સાથેની છેલ્લી મુલાકાત પછી તે તેની રહેવાની રીત પણ ગુમાવી બેઠો હતો,આજુબાજુ તેની આસપાસ તેનાજ સબંધીઓ હતા,મિત્રો હતા,અને રોજના જેવુજ વાતાવરણ હતું પણ વીરસિંહ ,વીરસિંહ નહોતો,સબંધી,મિત્રો ચિંતિત હતા,એટલે બધે બધ 
ભાર હતો,કે શું થયું હતું વીરસિંહ ને,શું હતું ગીતાના નામ સાથે,મણી કાકીને ચોક્ખું કહી દેવું જોઈતું હતું કે આ હુ નહિ કરી શકું,તો કોઈ બીજી રીતે વ્યવસ્થા કરતે ,પણ હવે કોઈ ઉપાય નહિબસ હવે તો એ પરબીડિયું એક મોટો બોઝા જેવું બની ગયું અને તેના ભાર નીચે દબાયા સિવાય છુટકો ન હતો, કઈ સમજાતું ન હતું, આ છોકરી સાથે ફરી મુલાકાત થવા જઈ રહી હતી,અને છુટકારા વગરની,પડશે એવી દેવાશે એ વિચાર એનો જ હતો,પણ તેનો કોઈ આધાર નહોતો,હવે તો પડશે તો ફરીને ફરી પડતોજ રહેશે,તો શું કોઈ ઉપાય નહિ,બહેરા થઇ ગયેલા મનમાં કોઈ આશાનું કિરણ નહિ,માંફીમાંગે તો કોઈ ઢોંગ કરતો નજરે પડે,કઈ માટીની બની છે આ ગીતા,કદાચ એવું કઈ બને ને,રતન વચ્ચે આવી જાય,તો એક સહારો મળી જાય,આ બધા વિચારો છે ને તે હકીકત નથી પણ ગીતા તો એક જીવતી જાગતી હકીકત છે,અને વીરસિંહ ની આજની સૌથી પહેલી  મુલાકાત એ ગીતા સાથે જ થવાની છે તે પણ હકીકત છે,કોણ બચાવે,શું કરવું,અત્યાર સુધી શાનથી રહેવાવારો આ જુવાન કોઈ પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યો હતો,ડૂબતા માણસને કોઈ ટેકાની જરૂરત હતી,કે કિનારો પામી શકે,બસ સ્ટોપ ક્યારે આવ્યું,રસ્તામાં કોણ મળ્યું,ક્યારે બસમાં બેઠો કઈ જ  ખબર ન પડી,એક અને માત્ર એક ચિત્ર તેની સામે હતું ગીતાનું,ટીકીટ આપતા પુછાયુ 


"અરે ભાઈ બધું બરાબર તો છેને.....?"ત્યારે ખબર પડી કે બસ ઉપડી ચુકી છે 
"ના,બધું બરાબર છે,"કંડક્તરનો સાથ કે તેની હમદર્દી બસ પુરતી પછી શું,બસની સીટ બરાબર હતી પણ તે સંકોડાતો હતો,આજુબાજુ બેઠેલા ગામના જ હતા પણ તે નજર ચુકાવતો હતો,અરે ભાઈ આમને આમ તો ગાંડા થઇ જવાય,તેને ડર  હતો કે કોઈ બોલે તો તે સામનો નહિ કરી શકે,તેને યથાવત તેની સ્થિતિમાં રહેવું હતું ,જેથી સામનો કરવાની શક્તિ તે ભેગી કરી શકે,
આમને આમ આખો રસ્તો પસાર થઇ ગયો ,બસ કોલેજના સ્ટોપ ઉપર ઉભી રહી અને એ ઉતરી ગયો,આ બસ એક પબ્લિક વાહન લોકો માટેનું ,એટલે લોકોને કઈ લેવાદેવા પણ ન હોય તો પણ બસ ઉભી રહે એટલે કોણ ઉતર્યું ,કઈ બાજુ ચાલ્યું ,બધાનું અવલોકન બારીકાઈથી કરે ,જાણે સમય પસાર કરવાનો ધંધો,એને માટે ખબર નહિ પણ લોકોને બહુજ નવરાશ,પોતાનું ઘર છોડીને પારકી પંચાતમાં લોકોને એટલો બધો રસ કે બધું પડતું મુકીને જોડાઈ જાય, બસમાંથી ઉતર્યા પછી વીરસિંહ ની પહેલી નજર કોલેજ અને તેના રસ્તાઓ પર પડી,જાણે તેને પણ કોઈ જોઈ રહ્યું હોય,પણ આતો તેનું સ્થાન હતુંઅહી તો તેને ઘણું બધું માન  મળતું હતું,કોઈ ગભરાવવાની જરૂર નહોતી,છતાં તે ગભરાઈ રહ્યો હતો ,પહેલી લોબી આવશે અને ગીતા રાહ જોઇને જ બેઠી હશે,કેવી વાત છે,સ્ત્રી પાત્ર સુંદરતા,કોમળતા અને તેના નરમ સ્વભાવને કારણે,સદિયોથી પ્રથમ સ્થાન મેળવતું આવ્યું છે ,લોકોમાં તે પાત્રને લગભગ માન ,મોભો અને રક્ષણ સતત મળતું હોય છે,તો પછી ગીતા થી વીરસિંહ આટલો પરેશાન કેમ,ઘણીવખત ઘણી બધી વસ્તુની ખબર પડતી નથી,એવું બને ને ગીતા લોબીમાં ન હોય ,પણ આજે તેની ફીનો છેલ્લો દિવસ છે એટલે એવું બનવાનું નથી ,લોબીનો રસ્તો અડધો પસાર થઇ ગયો  હતો,તેની નજર સતત બારીએ લાગેલા કાચમાંથી લોબીમાં અવલોકન કરી રહી હતી,દરવાજો ખોલી તે લોબીમાં આવી ગયો, લોબીમાં રોજનો ક્રમ હતો,ઓફીસના કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્થ હતા,બારી ઉપર એક વિદ્યાર્થી ફી ભરી રહ્યો હતો,પણ જેના નામથી વીરસિંહ પરેશાન હતો તે ગીતા તો ત્યા ન હતી,થોડીક હાશ સાથે તે બારી તરફ આગળ વધ્યો,પણ હવે ગીતા માટે ચિંતાએ સ્થાન લીધું,ફી ન ભરાઈ તો આજે છેલ્લો દિવસ,નાં એ બરાબર નથી,ફી આજેજ ભરાવી જોઈએ,તે આજુબાજુ જોતો બારી તરફ આગળ વધ્યો,પેલો વિદ્યાર્થી ખસ્યો એટલે કર્મચારીએ સામેથી પૂછ્યું,
"અરે,વીરસિંહ તારી તો ફી ભરાઈ ગઈ છે,પછી બીજું કઈ કામ હતું"
"ના ભાઈ નાંહું મારી ફી ભરવા નથી આવ્યો,પણ ગીતાની ફી ભરવાની છે,ગીતા અહી આવી હતી ? "કર્મચારી ચોપડામાં જોવાને બદલે વીરસિંહ તરફ જોઈ રહ્યો,"
"શ્યામલાલ મારી સામે શું જોઈ રહ્યા છો,ચોપડામાં જુઓ,"કેટલા વખતથી જેનાથી તે પરેશાન હતો તે ગીતા માટે આજે ચિંતા કરી રહ્યો હતો,ગમે તેમ પણ આથી કોઈ શક્તિનો સંચાર જરૂર થઇ રહ્યો  હતો,તેની ગરદન થોડી ઉંચી થઇ ને અવાજમાં પણ ઊંચાઈ આવવા માંડી  હતી,

વીરસિંહગીતા સાથે સુલેહ થઇ ગઈ"શ્યામલાલ ધીરે અવાઝે બોલ્યો,
"જુઓ,એ મારી મિત્ર છે અને તમે પારકી પંચાત  કરી રહ્યા છો,તો જે કરવાનું છે તે કરો"વીરસિંહ નાં  અવાજમાં ઓર્ડર હતો 
"માફ કરજે,વીરસિંહ આતો દોસ્તીમાં એમજ પૂછ્યું હતું ,હું જોઈ લઉં,"શ્યામ લાલ ચોપડો જોવા માંડ્યો 
"ના,ફી નથી ભરાઈ "જવાબ મળતા વીરસિંહ પાસેની  બેઠક પર બેસી ગીતાની રાહ જોવા લાગ્યો,તે જાતે ફી ભરી શક્યો હોત પણ તેમ કરવું તેને યોગ્ય ન લાગ્યું,શ્યામલાલને બંનેના બગડેલા રીસ્તા સુધરે તેવા હતાજ નહિ તેનું પૂરેપૂરું જ્ઞાન હતું,પણ વીરસિંહ સામેજ હતો અને ગીતાની રાહ જોઈ રહ્યો હતો,તેની સમજ બહારની આ વાત હતી,તે ચુપ થઇ ગયો હતો ક્યારેક ક્યારેક વીરસિંહ સામે ત્રાંસી નજરે જોઈ લેતો હતો ઘણો સમય પસાર થઇ ગયો,હવે તેના ક્લાસનો સમય પણ થશે પણ હજુ ગીતા ન દેખાઈ,તે આજુબાજુ જોઇને ઉભો થયો,વિચાર આવ્યો,અહી નહિ તો બીજે ક્યાંક ગીતાને શોધવી જોઈએ,અત્યાર સુધી જેનાથી દુર રહેવાના  વિચાર હતો તેમાં સમજુતી થઇ ને હવે તેની શોધ માટે પ્રસ્થાન થયું,કૈક યાદ આવ્યું અને તે પાછો શ્યામલાલ પાસે ગયો,
"મારી ગેરહાજરીમાં ગીતા આવે તો કહેજો હું તેની રાહ જોઉં છું અને અહી મારે માટે રોકાય"
"સારુભાઈ,મને કહેવામાં શું વાંધો "વીરસિંહ ત્યાંથી  ગીતાને શોધવા ગયો,શ્યામલાલ માટે હજુ તેને શંકા હતીકદાચ ગીતા આવે ને તે માહિતી ન આપેપણ અહી બેસી રહેવાથી તો કોઈ ફાયદો હતો નહિ,થોડીવારમાં ક્લાસ નો પણ સમય થશે,ત્યાંથી તે લાયેબ્રેરી બાજુ ગયો,ત્યાં થોડાક વિદ્યાર્થીઓ હતા,પણ કોઈ જાણીતા ન હતા,એટલે કોઈને પરેશાન કર્યા વગર તે ક્લાસ બાજુ ગયો ત્યાંથી બહાર ની બાજુ બાગ અને ફુવારા બાજુની બેઠકો તરફ તેણે  આટો માર્યો,પણ નિરાશા,તો શું ક્લાસ મિસ કરવો પડશે,
કદાચ મિસ કરતા પણ કામ ન બને તો,જાતે જઈને ફી ભરી દેવાનો નિર્ણય કરી તે અડધો કલાક પછી પાછો લોબીની ઓફીસમાં આવ્યો,શ્યામલાલ તરફ જોતા તેની ડોક  નાં ઈશારે નકાર મળ્યો,હવે શું,ક્લાસનો સમય થઇ ગયો,બસમાં જે ગીતાનું ચિત્ર હતું તેના પર તો ક્યારનો પડદો પડી ગયો હતો,હવે જે ચિત્રની ઉપસ્થિતિ હતી તે એટલું બધું હેરાન કરવાવાળું નહિ હોય એની તેને ખાતરી હતી,પણ કેવું હશે એની ખબર ન હતીતેમાં વિલંબ થઇ રહ્યો હતો,હજુ મળતી વ્યક્તિઓ સાથે વાત કરવાનું તે ટાળતો હતો,અત્યારે તેનું મન ગીતા સિવાય બીજું કઈ વિચારતું ન હતુંહજુ સુધી તે આવી ન હતી,તેણે ક્લાસમાં જવાનું માંડી વાર્યું ,અને રાહ જોવા લાગ્યો અડધો કલાક પસાર થયો,ક્લાસનો પૂરો થવાનો પણ સમય હતો,સાથે બેસીને ક્લાસના એન્જોય કરતા બેંચ પાર્ટનરને પણ વીરસિંહ ની ખોટ પડી હશે,પણ અહી વીરસિંહ જેના માટે ક્લાસ મિસ કરતો  હતો તેના કોઈ એંધાણ ન હતા,જેની ઉપસ્થિતિથી તેની આજચંડિકા નાં કોઈ પ્રચંડ રૂપ કે ચાંદનીના લાવણ્યમાં સીમિત થવાની હતી ,ગમે તેમ પણ વીરસિંહ તેના કોઈપણ રૂપને સ્વીકારવા બેચેન હતો,ઘણા વખત પછી પણ છેલ્લી મુલાકાતના સંસ્મરણો તેની યાદ શક્તિમાં હજુ પણ ઘર કરીને બેઠા હતા ,તે આજે ફરી બેવડા થઇ જાય તો નવાઈ નહિપણ જે સમય પસાર થયો તે તેના માટે એવી શક્તિનો સંચાર કરતો ગયો હતો  કે,હવે તેને પરવા ન હતી , તે સામનો કરી શકશે,મોગરાના ફૂલમાં મહેકતી,નાયિકા,ગીતા સુપર સ્વીટ  હતી,તેને સમજવામાં તેની ઉતાવળે તેની મીઠાશમાં કડવાશ ભેરવી હતી,તે પોતે જવાબદાર હતો,નાયક નાયિકાની ઉપસ્થિતિ તેના કલાના પડદા અને સ્ટેજ સુધી  બરાબર હોય,પછી કોઈ એનો દુરુપયોગ કરે તો શું થાય,તે એક ક્રાઈમ કહેવાય,લીમીટ નું ઉલ્લંઘન કહેવાય,અને ઘમંડ માથે ચઢે ત્યારે હોશ ખોવાઈ જાય,અને તે પાછા  લાવવા માટે સમજ નહિ પણ સબકની જરૂર પડે,અને તેજ તો ગીતાએ કર્યું હતું,કશું ખોટું નહોતું કર્યું,એ તો વીરસિંહ નું શાણપણ કહેવાય કે સબકની અસર હેઠળ ગીતા સાથે નજર મિલાવ્યા વગર નત મસ્તકે,પોતાના ચાહકોની વચ્ચેથી બીજી કોઈપણ એક્શન વગર તે નીકળી  ગયો,તો આજે એને એની બચેલી મુંડી કામ લાગશે,જો  તે વખતે કાબુ ગુમાવીને તેણે સામે તમાચો માર્યો હોતતો આજુબાજુ તો તેને ચાહનારાઓ જ હતા,કદાચ તેને વાંધો ન આવત પણ ગીતાના કોઈ ખૂણામાં તેનું સ્થાન ન રહેત,અને ખોટું એ ખોટું,એને બળજબરીથી ખરું ન કરાય,ગમે ત્યારે તેનું પતન થાય,એમાં કોઈ સંદેહ નહિ,ગુનાનો સ્વીકાર કરીને તેણે ઘણું બધું સંભાળી લીધું હતું, ઇન્તેજારી ચરણ શીમાએ પહોચી રહી હતી,તેની ફી તો આજેજ ભરવી પડે,તો શું થયું હશે ,ગીતા એટલી બેજવાબદાર ન હતી,તે એક બે વખત ઉભો થયો અને પાછો બેસી ગયો,શ્યામલાલ વારેગડીની અચંબો પમાડનારી ક્રિયા પામી શકતો ન હતો,મોગરાના ફૂલનાં  આ કલાકારની ખ્યાતીની અને ખ્યાતી પછી બરબાદીની તેને ખબર હતી,તેને જાણવું હતું કયા સબંધે તે અહી રોકાઈને ગીતાની રાહ જોતો હતો,પણ પુછાય એવું ન હતું,અરે તેની સામે જોવામાં પણ તકલીફ હતી,અને એકાએક તેની આંખો પહોળી થઇ ગઈ,ગીતા તેની સામેજ આવી રહી હતી,તેની સાથે કાવેરી હતી,અને શ્યામલાલની નજર સ્થિર થઇ ગઈ,વીરસિંહની હાજરીથી અજાણી થઇ આ છોકરીયો સીધી બારી ઉપર આવી,ફીના પૈસા ગીતાએ કાઉનટર ઉપર મુક્યા,શ્યામલાલે  કઈ પણ બોલ્યા વગર ફી જમા કરી દીધી,ત્યાં કાવેરીની નજર વીરસિંહ પર પડી,અને ગીતાના ખભા ઉપર ઈશારો કર્યો,શ્યામલાલે બનાવેલી ફીની રસીદ  કાઉનટર ઉપર રહેવા દઈ બંને વીરસિંહ તરફ ચાલવા માંડી,જાણે અજાણ વ્યક્તિ તરફ જતી હોય,વીરસિંહ પણ ઉભો થઇ ગયો,શ્યામલાલ અજુગતું નાં થાય એટલે એકદમ બહાર આવ્યો,અત્યાર સુધી જેના માટે રાહ જોવાઈ,તે પોતાને કોઈ અપરાધીના ભૂમિકામાં જોતા વીરસિંહ ખોવાઈ ગયો,


"શું થયું ગીતા ...?"
આ વાંચ,એટલે તારી હરકતોની તને ખબર પડે,"
વીરસિંહ ચિઠ્ઠી પર લખેલું વાંચી ગયો,લખાણ હતું,'વીરસિંહ નું જાહેર અપમાન માટે તું માફી નહિ માંગે તો સારું નહિ થાય ,નીચે લખ્યું હતું -વીરસિંહ નાં ચાહકો 'વીરસિંહ હેબતાઈ ગયો,
"નાંઆ બરાબર નથી,હું તારી માંફી માગું છું ગીતા,સોરી," 
"કઈ જરૂર નથી,અપમાન માટે તું  અને તારી હરકતો જવાબદાર છે,મને જો કઈ થયું તો તારે ઘણું બધું ભોગવવું પડશે,"
"આમાં ગીતા મારો કોઈ વાંક નથી ગીતા,હું તું કહે તેમ કરવા તૈયાર છું,પણ પ્લીઝ ,તું ખોટું ન લગાડતી,આપણે  મિત્રો હતા અને છીએ,સાથે મળીને વિચારવું પડશેઆ તોફાનીઓનું કામ છે,હું ભગવાનનાં સોગન ખાઈને કહું છું આમાં મારો વાંક નથી,"
થોડીક વાર માટે કોઈ કઈ બોલ્યું નહિ,પણ પછી કાવેરી બોલી 
"ગીતા,કદાચ વીરસિંહ સાચો હોય,એમ લાગે છે,તેને તેની ભૂલની ગંભીરતા સમજાઈ ગઈ છે "
"પણ આમાં તો કિડનેપ કરવાનો પણ ખતરો થાય,જોયું,આ તો કાવેરીના પપ્પાની મદદ નાં મળી હોત મારું શું થાત,"
"ગીતા,પ્લીઝ હવે મારામાં વિશ્વાસ રાખ,હું વિશ્વાસઘાત નહિ કરું,જો હું તારી સવારની રાહ જોતો અહી બેઠો છું,પૂછ શ્યામલાલને,ક્લાસમાં પણ નથી ગયો,"તે ગળગળો થઇ ગયો,શ્યામલાલ પણ સંમત હતા,અને ગીતાને હવે વીરસિંહ ની વાતમાં ભરોસો દેખાયો,
"તું મારી રાહ જોઇને બેઠો હતો,નવાઈની વાત છેઅને કાવેરી પણ હસી,પણ શ્યામલાલ વચ્ચે બોલ્યા 
"હા,ગીતા વીરસિંહ તારી ફી લઈને આવ્યો હતો"
"મારી ફી લઈને,વીરસિંહ આ સાચું છે"
"હાગીતા સો ટકા સાચું છે," અને વીરસીહે  ફી અને કાગળ ગીતાને આપ્યો,કાગળ ધનારામે લખ્યો હતો બધું વાંચ્યું અને,ગીતાને વીરસિંહ માટે માન થયું, વીરસિંહને તેનો ખોવાયેલો મિત્ર પાછો મળ્યો,
"થેંક્યું ,વીરસિંહ ઘણો આભાર"
"હવે,આભાર શેનો,મિત્ર છું,મારા મિત્રો મને પાછા મળ્યા એટલુજ મારા માટે પુરતું છે,"અને આમ કૈક બહુજ ખોટું થતા રહી ગયું ,ભેગા થયેલા મિત્રો ઉભી થયેલી  સમસ્યાનાં ઉકેલમાં પડ્યા,રતન પણ તેનો  ક્લાસ હતો એટલે થોડા સમયમાં આવવોજ જોઈએ,સામાન્ય રીતે ગીતા નો ક્લાસનો  સમય પણ તેની સાથે હતો એટલે કાયમ તે કેન્ટીનમાં ભેગા થતા,એકબીજાની ટીખળ કરતા કરતા સમય થતા ક્લાસમાં જતા,રતન અને ગીતા સામાન્ય રીતે સાથેજ જતા જોવા મળતા,આ ગીતાની વાત હજુ રતનને ખબર ન હતી,કાવેરીના પપ્પા પણ કેન્ટીનમાં મળવાના હતા,સમસ્યા ઘણી મોટી હતી,જ્યારે કોઈ જાહેર જનતામાંથી આવી કોઈ ધમકી આવે તો વાતાવરણ રાજકારણ જેવું બની જાય,અને તેમાં ભા્ગ લેવાવાળા તો રાહ જોઈનેજ બેઠા હોય,મોકો મળતાજ પ્રવેશ મેળવી લે ને પછી તો વાતનું વતેસર થતા કેટલીવાર,આઘું પાછું કરીને આવા તત્વો લુટફાટ,મારામારી અને લોહીની નદિયોં વહેવડાવતા પણ ઠંડા ન પડે,એટલે પહેલેથીજ તેની તકેદારી રાખવી પડે,અને એટલેજ જ્યારે ગીતાએ કાવેરીને પોતાની વાત કરી એટલે કાવેરીએ પહેલા તેના પપ્પાનો સંપર્ક કર્યો,બહુજ જાણીતા પોલીસ અધિકારીએ કાવેરીને કોલેજમાં,ગીતા સાથે મળીને વાત કરવા કહ્યું અને બિલકુલ ચિંતા ન કરવાની સલાહ આપી,એટલે હવે બધું ગ્રુપ કેન્ટીનમાં સમસ્યાના ઉકેલ માટે ભેગું થવાનું હતું,જે કાવેરી આજે ગીતાની મદદ કરી રહી હતી એ એટલીજ રતન સાથેના તેના સાથે ફરવાના વ્યવહારથી થોડી નારાજ હતી,પણ ગીતાએ મદદ માટે કહ્યું એટલે તરતજ તે મદદ કરવા તૈયાર થઇ ગઈ હતી,જોકે હમણાં હમણાથી કાવેરીનો વ્યવહાર રતન સાથે સારો ન હતોગીતા અને રતન માટે થોડી નફરત કાવેરીના હૃદયમાં ક્યાંક રતન માટે નાં સ્થાનનું પ્રદશન હોવાની શક્યતા હતી,ઘણી નફરતો વચ્ચે ક્યારેક પ્યાર જન્મ લેતો હોય છે,કેમકે સ્ત્રીને સમજવી એટલી સહેલી નથી,દુનિયાએ તો નારીને નારાયણી નું રૂપ આપીને ખુબજ મોટું સ્થાન આપી દીધું છે,કદાચ પુરુષને ખુશી માટે સ્ત્રીના હાસ્યની એક ચિનગારીની જરૂર પડે છે પછી તેમાં તેના ગરમ નરમ ગુણોની તે પરવા નથી કરતો  બસ તેની એ એક ચિનગારી ઉપર તે તેનું સર્વસ્વ સમર્પણ કરી દેતો હોય  છે,એ રીતે નારાયણી  નું સ્થાન સાચું તો કહેવાય,જ્યાં દિલના સબંધો જગ્યા લેતા હોય ત્યાં નારી માટેજ મોટે ભાગે  જુદા જુદા નામ સ્થાન પામતા હોય છે, ચાંદ્સી મહેબુબા,મોહબતે આલમ,મહેબુબા,સુંદરતાનું પ્રતિક ,સુંદરી અને કઈ કેટલુય,અને એવી રીતે રતન કાવેરીને કોઈ નામ આપતો ન હતો છતાં,કાવેરી કોઈ કારણ સર ઈર્ષાથી નારાજ હતી,દિલને કોઈને માટે બહુમાન આપવું પણ સારું નહિ કેમકે એક વખત તે નામ જગ્યા કરી લે પછી ત્યાંથી કાઢી નાખવાનું ખુબજ મુશ્કેલ બને છે,પછીના ગમે  તેટલા બીજા સારા સબંધો પણ તેને દુર કરી નથી શકતા,તેની સાથે જ જીવન સુધી  ઝઝૂમ્યા કરવું પડે છેદિલનું કામ શરીરના મુખ્ય આધાર રૂપે,તેના જીવન માટે જરૂરી લોહીને સતત સાફ કરી નાનામાં નાના અંગ સુધી સતત પહોચાડવાનું છે પછી તેમાં મન નાજુક લાગણીઓનો બોઝો વધારે તો તેને પરેશાની થાય તે સ્વભાવિક છે,તેની ક્રિયામાં અંતરાય આવતા નુકશાન તો થવાનું જ છે,એટલે આંખોની કીકીયોમાં ઝડપાયેલી લાગણીઓ એ કોઈ સામાન્ય નહિ પણ બહુ ઝોખમી ક્રિયા છે,અને પાછા એમાં પડેલા રોગી કહેતા હોય કે દિલના દર્દની  તમને શું ખબર ?, કાવેરીનાં  વર્તાવમાં ક્યાંક આવુજ દેખાતું હતું ,ગ્રુપ કેન્ટીનમાં આવીને સ્થગિત થયું,કાવેરીના પપ્પા આવતા કાવેરીએ બધાની ઓળખાણ   કરાવડાવીખુશમિજાજી અધિકારીએ ખુરશી પર સ્થાન લીધું,દરેકને પૂછી કાવેરીએ કેન્ટીન બોયને દરેકની પસંદગી પ્રમાણે ઓર્ડર લખાવ્યો,ગરમ સમોશા ચા અને ડ્રીંક મુખ્ય હતા,ઓર્ડર આવતા ચાનો કપ હાથમાં લઇ ચૌહાણ સાહેબે ગીતા સામે જોયું,ચૌહાણ એક વરિષ્ઠ પોલીસ અધિકારી હતા,સામાન્ય પહેરવેશમાં હતા,યુનિફોર્મ નહોતો પહેર્યો,મૂંછો હતી,ચહેરા ઉપર રાજપૂતી દેખાવ સ્પષ્ટ થતો હતો,બહુ જ સીશ્તાચારી એવા આ અધિકારી દીકરીના મિત્રની સમશ્યાનાં ઉકેલ માટે અહી આવ્યા હતા,એટલે કાવેરી પણ ગ્રુપ માટે મુખ્ય હતીઅધિકારી માટે આ સમશ્યા સામાન્ય હતી,આટલા વર્ષોની સર્વિસ પછી,ઘણા  બધા કેસો તેમણે હેન્ડલ કર્યા હતા,પબ્લીકમાં ઉભી થતી મુશ્કેલીઓનાં નિવારણ કરી ગુનેગારને યોગ્ય સ્થાને પહોચાડી ફરીથી શાંતિ સ્થાપવાનું તો તેમનું કામ હતું એમાં ઘણી વખત તેમના જાનનું ઝોખમ થતું ,પબ્લિક સેવામાં જે કરવું પડે તે કરવું પડે,નહીતો ગુનેગારો આતંક ફેલાવી દે,એવા  ચૌહાણ સાહેબે ગીતાને પૂછ્યું ,

ગીતા હવે આ સમશ્યાનું મૂળ  શું છેતે તું મને વિગતવાર કહે એટલે આપણે  આગળ વધીએ,"

"અંકલ સવારે જ્યારે હું કોલેજ આવવા બારણું ઉઘાડીને બહાર નીકળી અને બારણું લોક કર્યું અને મારી નજરે આ કાગળ પડ્યો જે કોઈએ ટેપથી બારણા ઉપર સ્ટીક કર્યો હતો,મેં તે ઉઘાડી વાચ્યો,વાચતાજ પહેલા મને શોક લાગ્યો,અને વીરસિંહ અને તેના ચાહકો ઉપર શંકા પડી,પછી મનમાં એવું પણ થયું કે વીરસિંહ સાથે માથાકૂટ થઇ છે પણ તે છેક આવું તો ન જ કરે,છતાં મનમાં શંકા કુશંકાઓ કરતી હું કોલેજ આવી, પહેલાજ કાવેરી મળી,મેં વિગતવાર તેને વાત કરી અને એણે  સીધો તમને સંપર્ક કર્યો "

આમાં એક વસ્તુ એવી છેકે જે લખનાર છે,તે વિગતને ખુબ ગંભીર રૂપે જુએ છે અને જ્યારે આ બનાવ તારી અને વીરસિંહ વચ્ચે બન્યો ત્યારે આ વ્યક્તિઓ ત્યાં હાજર હતી અને વીરસિંહની બેઈજ્જતીનાં બદલા રૂપે આ માંગણી કરે છે,અને તારો તિરસ્કાર ફક્ત અને ફક્ત આ બનાવને લીધે છે,પણ હવે તમારા બંને વચ્ચે તો ફરીથી સમજુતી થઈ ગઈ છે એટલે હવે મને લાગે છે કે આ સમજુતીની રજૂઆત પણ પબ્લિકમાં થવી જરૂરી છે કે જેથી આ બધું શાંત થાય,કોઈક અવસર કે જેમાં કોલેજના વિદ્યાર્થી  અને સ્ટાફ ભેગો થવાનો હોય ત્યાં તમારી બંનેની હાજરી પ્રદર્શિત કરવામાં આવે,અને એના માટે કોલેજના પ્રિન્સીપાલને મળવું પડે,અને વિગત જણાવી મદદ ની માંગણી કરવી પડે,હું પણ તમારી સાથે આવીશ અને રજૂઆત કરીશ," ચૌહાણ સાહેબે આ રીતે રજૂઆત કરી સહુનો અભિપ્રાય માંગ્યો 

હા તો ટેલેન્ટ ઇવનિંગનો પ્રોગ્રામ છે તેમાં શક્ય થાય"વિર્સીન્હેં તેનો અભિપ્રાય કહ્યો 

અને એ એકજ મોટો પોગ્રામ હતો એટલે સર્વે સંમત થઇ પ્રિન્સીપાલને આજેજ મળવાનું નક્કી થયું, કેન્ટીનનું બીલ ચૂકવવા ચૌહાણ સાહેબ આગળ વધ્યા,પણ વીરસિંહ હજુ પણ પોતાને ગીતાનો ગુનેગાર સમજતો હતો,પોતાની આગવી પ્રતિભા ખોવાઈ ગઈ હતી, તેણે ચૌહાણ સાહેબને રોકી કેન્ટીનનું બીલ ચૂકવી દીધું તેમ કરતા,ગીતા અને કાવેરી બંને તેને રોકવાનો પ્રયત્ન કર્યો,પણ પોતાની લુટાઈ ગયેલી પ્રતિભા ને કોઈક સારું નામ આપવા વિર્સીન્હેં બીલ ચૂકવી દીધું,તે દરમ્યાન ગીતા અને કાવેરી બંનેના હાથનો સ્પર્સ થયો પણ જે લાગણીયો તેના મનમાં જન્મી તેમાં ફક્ત અને ફક્ત મિત્રતાનું સ્થાન હતું,તેનાથી તેને એટલો ફાયદો જરૂર થયો કે કૈક અંશે તે તેના ભૂતકાળની કાળી પ્રતિભા કે જેમાં અતીશયોક્તિએ જન્મ લઇ ભયંકરતા સર્જી હતી તે વ્યક્તિ ગીતા તેને નરમ નજરે જોતી થઇ હતી,ગીતા સામે વાત કરતા હજી પણ તે નજર મેળવી નહોતો શકતો,ગીતાએ તેને નાયિકાનો બેસ્ટ રોલ આપી ખુબજ ઊંચા સ્થાને મૂકી દીધો હતો પણ તેને સમજવામાં ઉતાવળ કરી તેણે  પોતાની જાતને આજુબાજુના વાતાવરણમાં લાચારીની પરિસ્થિતિમાં મૂકી દીધી હતી,કોણ જાણે ક્યારે હવે તે પોતાની જાતને બિચારાની સ્થિતિમાંથી બહાર લાવી શકશે,એક વખતનો વીરસિંહ જે લોકોના ટોળામાં એક આગવી આકૃતિ હતી તે આજે સાદી  સીધી નરમ ગરીબ વ્યક્તિ થઇ ગઈ હતી,તે ઝઝૂમતો હતો,પોતાના ખોવાઈ ગયેલા સ્થાન માટે,કદ્દાચ સમયની કોઈ મદદ મળે અને તેની ખુશી પાછી આવે, ઘણા બધા બનાવોમાં સમયની કિંમત ને સ્થાન આપવામાં આવ્યું છે,દુખના સમયમાં પણ દુઃખીને સમયજ બધું બરાબર કરશે એમ કહી,શાંત કરવામાં આવે છે,મરણના અવસરમાં પણ સમય સમય બળવાન નથી પુરુષ બળવાન,કહી લાચારીથી પીછો છોડાવવાનો પ્રયત્ન થાય છે,એટલે ટુકમાં સમય જીવનની હરેક પલ સાથે જોડાયેલો છે,એટલે સમયને સમજવું ઘણું જરૂરી છે, પ્રિન્સીપાલને મળવાનું નક્કી થતા,ચૌહાણ સાહેબની આગેવાની હેઠળ આખું ગ્રુપે કેન્ટીન છોડી પ્રસ્થાન કર્યું,આજુબાજુ જતા આવતા વિદ્યાર્થીઓ થોડીવાર રોકાઈને આ પઝલને સમજી ન શક્યા,જાણે સ્ટેચ્યુ ની સ્થિતિમાં જેમ ગ્રુપ પસાર થતું ગયું તેમ તે  તરફ નજર ફેરવી જોતા રહ્યા,જાણે કોલેજમાં કોઈ મોરચો જઈ રહ્યો હતો,આ મોરચામાંથી વીરસિંહ છૂટો પડી એકબાજુ ઉભો રહી ગયો,મોરચો આગળ વધ્યો પણ ગીતાની નજરે રોકાઈ પાછો વર્યો,હજુ વીરસિંહ વારેઘડીયે પરેશાન થતો હતો,ગીતા  તો માફ કરી ચુકી હતી,પણ તેને હજી સૂઝ નહોતી પડતી,એકાએક્જ તે બધું છોડી રોકાઈ જતો હતો,પાછા ફરેલા ગ્રુપમાં ફક્ત એકજ સવાલ હતો,"શું થયું" ચૌહાણ સાહેબે વીરસિંહને ખભે હાથ મૂકી ઢંઢોળ્યો,અને વીરસિંહ જાણે ચોક્યો અને બોલ્યો,"ઓહઆઈ એમ સોરી"ગીતાનો સ્માઇલથી ભરેલો ચહેરો સામે આવ્યો પૂછી રહી હતી,"વીરસિંહ તું બરાબર તો છે ને,"જવાબ હતો "હું બરાબર છુંગીતા "અને સંતોષની ખાતરી સાથે તેઓ આગળ વધ્યા,પહેલી વખત ગીતાનું સ્માઈલ હળવાશ કરતુ ગયું,તે એક મિત્ર ગ્રુપમાં હતો કે જેમાં એકબીજાનાં  સાથની ખુબ જરૂર હતી,તેના ઉભા રહી જવાથી બધા ચિંતામાં પડી ગયા હતા,પણ હવે તે ચૌહાણ સાહેબની બિલકુલ સાથે ચાલી રહ્યો હતો,પ્રિન્સીપાલ સાહેબ તો ઓફિસમાં હતા,પણ તેમને મળવાની પરવાનગી જરૂરી હતી,બહાર કલાર્કને જણાવતા તેણે સાહેબને મળી સગવડતા કરી અને સહુ ઓફિસમાં ગયા, પ્રિન્સિપાલે સ્માઈલ સાથે સહુને આવકાર્યા,ચૌહાણ સાહેબે વાતની રજૂઆત કરતા વીરસિંહ અને ગીતા માટેના મુખ્ય સવાલનું સમર્થન કરતા પોતાની ઓળખ આપી,

"હા,ગીતા અને વીરસિંહ ખુબજ માનપાત્ર વિદ્યાર્થીઓ છે,અને મારી દ્રષ્ટિમાં "મોગરાના ફૂલ"ની તેમની ભૂમિકાએ સહુના દિલ જીતી લીધા છે,હવે કોઈક સારી વસ્તુ બને એની સાથે તેમાં ખરાબી થવાની શક્યતાઓ પણ વધી જાય,એટલે તોફાનીઓ પોતાનો સ્વાર્થ પૂરો કરવા કોઈના નુકશાનની પરવા નથી કરતા,એવું ઘણી વખત બન્યું છે અને બનતું રહે છે,તમને તો ઘણા અનુભવો હશે ચૌહાણ સાહેબ,તો શું કરી શકાય એ બાબતમાં તમારી દ્રષ્ટીએ.....?"અને ચૌહાણ સાહેબે પોતાની રજૂઆત કરતા કહ્યું

"સર,આ છોકરાઓના કહેવા મુજબ ટેલેન્ટ ઇવનિંગનો પ્રોગ્રામમાં ગીતા અને વીરસિંહ ને કોઈ" મોગરાના ફૂલ "નાં આધારે ભેગું ટોપ પરફોર્મન્સ નું સર્ટીફીકેટ આપી શકાય તો ગીતાને ધમકી આપવા વાળા આ જોઇને પોતાનું વલણ કદાચ બદલી શકે "

"વિચાર સારો છે પણ મેનેજમેન્ટ સાથે મિટિંગ કરી મારે રજૂઆત કરવી પડે,જોકે કોલેજમાં જુદી જુદી એક્તીવીટીમાં આવા સર્ટીફીકેટ આપવામાં આવે છે,એટલે વાંધો નહિ આવે,ઓ કે "અને આમ પ્રિન્સીપાલ સાથેની મીટીંગમાં સફળતા મળતા પ્રિન્સિપાલનો આભાર માની સહુ બહાર આવ્યા. મોગરાના ફૂલની પસંદગી પામેલા બે પાત્રો,તેમની કોઈ આગવી આવડત અને સામાન્ય વિદ્યાર્થી કરતા સારો દેખાવ,વગેરે કઈ જુદીજ પ્રતિભા પડતી હોય તોજ પસંદગી પામે,અનુભવી કમિટી ઝીણવટથી પાત્રો પસંદ કરતી હોય છે, કમિટીનું સફળ નિરિક્ષણ "મોગરાના ફૂલ "રૂપે ખુબ વખાણ પામ્યું,પણ અતિશયોક્તિની આડમાં પોતાની ભૂલથી ઉભી થયેલી સમશ્યા વીરસિંહની આજુબાજુ હજુ છવાયેલી હતી,તેને ગીતાને બતાવવું હતું કે તે કેટલો દુખી છે,પ્રાયશ્ચિત એકલું સમાધાન  ન હતું ,ખાલી માફી માંગી લેવાથી અને ગીતાએ માફ કરી દેવાથી,બધું બરાબર થઇ જાય એવું બિલકુલ શક્ય ન હતું,તે જાણતો હતો કે ગીતાની લાગણીઓને ઘાયલ કરીને,હવે તે  ક્યાય સફળ નહિ થાય,કોઈની સામે ઉભો નહિ રહી શકે,હવે તેની દરેક ક્રિયામાં તે પોતેજ ઘાયલ થતો હતો,સમાજમાં આવું તો ઘણું બધું બનતું હોય,એમાં ઘણી વખત ભૂલ એક બાજુની જ હોય એવું પણ માની લેવું તે પણ બરાબર નથી,,પણ નક્કી કોણ કરે,સજા ને સહન કરી ચુપ થઇ જાય તે ગુનેગાર,પણ અહી ગીતા ઉપર કેટલાકની ધમકી આવી હતી,તેનો ઉકેલ અગત્યનો હતો અને કઈ જ સમજ ન પડતા વીરસિંહ  વાતે વાતે ભૂલો કરતો હતો,અપરાધીને જેલની સજા થાય તેના કરતા પણ કશુક વધારે તે બધાની વચ્ચે રહીને ભોગવી રહ્યો હતો,અને હવે તો સહુ,મિત્રો પણ સમજવા લાગ્યા હતા અને એટલેજ વીરસિંહ ને સતત સાથે રાખતા હતા,ગીતાને પણ હવે એ ખબર હતી કે વીરસિંહની ભૂલનું તેને ભાન હતું,અને પસ્તાવો કરીને ફરીથી તે એક મિત્ર હતો,ભૂલને ભૂલી ફરીથી તેને બધા વચ્ચે લાવવા તે પ્રયત્ન કરતી હતી,આમ બધું બરાબર હોવા છતાં વીરસિંહ બરાબર ન હતો,બહાર નીકળી સર્વે બેઠક ઉપર બેઠા ત્યાંથી કોઈ અગત્યનો ફોન આવતા ચૌહાણ સાહેબ બધાને આવજો કહી,અગત્યની કોઈ પણ વાત માટે તરત જ આવવાનું વચન આપી જતા રહ્યા,ત્યાં ગીતાએ કાવેરીને રતન હજુ કેમ ન આવ્યો તેની ચિંતા કરી,  કાવેરીને ગીતા રતન માટે ચિંતા કરે તેનાથી કૈક અંશે પરેશાની થતી હતી,મિત્રો વચ્ચેની ગમા અણગમાની વાત ચાલતી જ રહેતી પણ રતન ગીતાનો કલાસમેટ હતો તે જાણતી હોવા છતાં કાવેરી રતનની વાતમાં થોડી ગંભીર હતી,કદાચ મનના કોઈ ખૂણામાં રતન માટે અજાણી લાગણીયો સ્થાન લઇ ચુકી હોય,આમ તો તે રતન સાથે ઝઘડો કરતા વાર નહોતી લગાડતી પણ તેમ છતાં ગીતા તેના માટે ચિંતા કરે તે તેને ગમતું ન હતું,

"આવશેકાકા સાથે કોઈ કામથી બીઝી થઇ ગયો હશે "

"કાકા સાથે ,હું કઈ સમજી નહિ"ગીતા અજાણ હતી,સામાન્ય રીતે રતન કોલેજ પછી રોજ તેની સાથે સમય પસાર કરી પાછો ઘેર જતો,પણ કાવેરીને ખબર હતી તે કાકા સાથે કોઈ મોટેલમાં રોકાયો હતો.

"હું તેને મળી ત્યારે તે કોઈ કાકા સાથે હતો,રતિકાકા તેમનું નામ હતું,તેના ગામથી આવ્યા હતા," કાવેરી રતનને કેમ અને શું કહેવા મળી તે પ્રશ્નો ગીતાને થાત પણ તેની વિચારવાની વૃતિ એવી ન હતી,તે મિત્રો સિવાય વધુ વિચારતી ન  હતી,કાવેરી માટે દરેક વિચારમાં ગુચવાડા હતા,છતાં રતન જેટલી વખત મળતો એટલી વખત તેને માથાકૂટ થતી,બસ ગીતાની વાતો,ગીતા આમ ગીતા તેમ અને કાવેરી સામે હોવા છતાં તેની હાજરીની કોઈ કિંમત નહિ,બસ તેથી તે પરેશાન હતી ગમેતેમ કરીને,રતન ગીતાની વાત અને વખાણથી દુર રહે તેવા તેના સતત પ્રયત્ન હતા,એટલેજ જ્યારે ગીતાના હોઠે રતનનું નામ આવે એટલે તરત તે નારાજ થતી,

બંને મિત્રો હતી અને મુસીબતમાં તે ગીતાની સાથે હતી,પણ રતનની બાબતમાં ગીતા થોડી દુર રહે,સબંધો જોડાવાનો પણ કોઈ સંજોગ હશે,કોઈ એવી ઉમરમાં તે જોડાતા હોય,આમ તો ગીતા એક 

મધ્યમ વર્ગની હતી,બચપણમાં બીમારીના ભોગમાં તેણે પોતાની માં ને ગુમાવી પિતાની દેખરેખ નીચે અત્યાર સુધીનું જીવન પસાર કર્યું હતું,કોલેજની ફી ભરવામાં પિતાને ઘણી વખત તકલીફ પડતી,પોતે કોલેજમાં નોકરી પણ કરતી,પરિસ્થિતિએ બાપ બેટીને વધુ  મજબુત બનાવ્યા હતા,પૈસા નહોતા પણ શાન ચારે બાજુની હતી,નજરમાં એવો ભાર હતો કે,બધા તેની સલાહ લેતા,જ્યારે કાવેરી ઘણા સુખી કુટુંબમાં હોવા છતા પરેશાન હતી,તેની પરેશાનીનું કારણ રતન હતું,અને આજે નહિ તો ગમે ત્યારે તે રતનને મેળવીને જ રહેશે, ગીતા દબાણમાં હોવાથી એ શક્ય હતું,અને એકાદ વખત પ્રયત્ન કરવામાં શું વાંધો....! માથાકૂટ થશે તો માફી માંગી લેશે,પણ સમયનો લાભ ઉઠાવીને માપ કાઢી લેવું સારુંકાવેરી નો વિચાર,કોઈ ગુનો તો નથી કરતીને,સ્વાર્થના અંગારામાં કોઈ આગ ભભૂકી ન જાય,ખતરનાક ખેલ કહેવાય કેમકે ગીતા સામે આવી રીતે ખેલવું સારું ન હતું,એક મિત્ર માટે આવો ઘટિયા વિચાર,શા માટે ?,રતન તેનો છે તેમ તે વિચારતી હતી,પણ એક બાજુંનાં વિચારથી કામ બનતું હોત તો ગીતા ક્યારનીય વીરસિંહ ની થઇ ગઈ ન હોત,થોભ જરા,વીરસિંહ હજુ થપાટની આડમાં સુનમુન ખોઈ બેઠો છે,પણ ગમેતે રીતના દબાણમાં કાવેરીથી ન રહેવાયું,

"ગીતા,કેમનું છે કઈ રતનની બહુ ચિંતા થાય છે,"

" કેમતને નથી થતી,અત્યારે તો તે અચૂક અહી હોય,"

"મારા કરતા વધારે.તને "

"ચલ હત હવે,મશ્કરીના મુડમાં ક્યાંથી આવી,અંકલને વાત કરવી પડશે"

"કેમ,રતન ન આવ્યો તેમાં આંખ તારી ઝીણી થઇ ગઈ ને મને બ્લેમ કરે છે, " અને ગીતાના ખભા ઉપર એક હળવું પુશ કરી તે હસી,બિચારો વીરસિંહબાજુમાંજ બેઠો હતો,રતનના બંને બાજુના વખાણ સાંભળતો હતો,પણ શું કરે હાથમાંનાં મેગેઝીનમાં એમને એમ જોયા કરતો હતો,અચાનક કાવેરી તેની બાજુમાં આવીને બેથી અને તેના ખભા પર હાથ મૂકી વીરસિંહને ઢંઢોળ્યો,અને ગીતા બોલી,

"તને કેમ લાગે,કાવેરી વધારે પડતા મુડમાં નથી લાગતી ...!?"વીરસિંહ શું બોલે,પણ મિત્રાચારી બંને બાજુથી વધતી હતી,કોણ કેવા મુડમાં છે એ વિચારવાનો તેને કદાચ પહેલો મોકો મળતો હતો,સુન મુન બેસી રહેવું એના કરતા તો,સામેથી આવતું આમંત્રણ સ્વીકારવું વધુ સારું,ક્યાંક તો ઘાયલના ઘાની માવજત થાય,પણ બોલવું તો કોની બાજુ,એકનો હાથ ખભા ઉપર અને બીજાનો સ્માઈલથી ભરેલો ખુશ ચહેરો,અને પાછી રતનની વાત,હશે ભાઈ ગમે તેમ કરીને વાત બનતી હોય તો શા માટે બગાડવી,

"એતોઅંકલને ખબર હશેજને,બેટીના મૂડની..." ગીતા તરફી વીરસિંહ ઉપર કાવેરી બગડી અને ફટ કરતો ખભા ઉપરથી હાથ ઉઠાવી  લીધો,

"કેમ શું થયું,રતન આવે પછી તારી વાત..."ગીતાનાં આમ કહેવાથી કેમનો મુડ બનાવવો તે કાવેરી નક્કી ન કરી શકી પણ ગીતાના હોઠ ઉપર હાથ મૂકી તેને વધુ  

બોલતી બંધ કરી,હાસ્યનું એક હળવું મોઝું વહી ગયું જેમાં વીરસિંહ પણ સામેલ હતો. કાવેરી ઉપર તીરસી નજરે જોતા ગીતા બોલી,

"વીરસિંહ,કાવેરીનો હાથ ભારે હતો કે હલકો," અને કાવેરી ગીતા સામે ધસી ગઈ,તેનો હાથ પકડીને બેંચ ઉપર બેસાડી દીધી અને એક હાથ તેના હોઠ પર ને બીજા હાથે બેંચ ઉપર ટેકો શોધતી  સમતોલન ગુમાવી પડતી હતી પણ વીરસિંહનાં સહારે બચી ગઈ,

"અરેઅરે,કાવેરી ધ્યાન રાખ,હમણાં અંકલને પાછા બોલાવવા પડત,"

"ધક્કો તો એટલો જોરદાર હતો કે નીચે પડી હોત તો એકાદ હાડકું તો ભાંગી જાત "

"હવે,તમે બંને જબાન બંધ કરશો,પ્લીઝનહિ કરો તો હું બોલવાનું બંધ કરી દઈશ"

અને કાવેરી એક બાજુ ફરીને બેસી ગઈ,પણ ગીતા તેની બાજુમાં આવીને બેથી,

"જબાન ઉઘાડી કોણે..?તેરતનની વાતથી હવે બંધ કરવાનું અમને કહે છે,સ્માર્ટ કાવેરી બહુ સ્માર્ટ,વાહ " આ બધું તોફાન ફ્રેન્ડલી ટોનમાં હતું પણ અવાજની મર્યાદા એટલી હદે હતી કે પ્રિન્સીપાલ સાહેબને બહાર આવીને પૂછવું પડ્યું,બધું બરાબર છેને,વીરસિંહે  બાજી સંભાળી સાહેબની માફી માંગી લીધી,અને ગીતા અને કાવેરીએ એકબીજા સામે જોઈ ભૂલનો અહેસાસ કર્યો,પણ પ્રિન્સીપાલ સાહેબ કઈ વાંધો નહિ એમ કહી ઓફિસમાં જતા રહ્યા,ત્રિપુટી ત્યાંથી ખસીને લોબી બાજુ ગઈ

 પ્રકરણ    સમાપ્ત (જે જમણી બાજુ ના  ૨૦૨૧ ના ડિસેમ્બર માસ ની પહેલી  પોસ્ટ  માં ઉપલબ્ધ છે.)

પ્રકરણ આઠ  જુલાઈ માસ ની  ૧૮ તારીખે(જે જમણી બાજુ ના  ૨૦૨ ના જુલાઈ માસ ની પહેલી  પોસ્ટ  માં ઉપલબ્ધ છે.) 

આપનો અભિપ્રાય ખુબ જરૂરી,
આભાર.

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.

હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન  (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,જય શ્રી કૃષ્ણ