Thursday, July 11, 2019

હવે વાંચો મારી નવલકથા "મોગરાના ફૂલ-પ્રકરણ ચોથું "અહીં ક્રમશ: (મણીબેનની કાબેલિયત)


મોગરાના ફૂલ


પ્રકરણ ચોથું

મણીબેનની કાબેલિયત

મણીબેન પરવારીને શેઠાણી પાસે આવ્યાઅને શેઠાણી ફરીથી મણીબેનને વળગીને રડવા માંડ્યા, અત્યારે છોકરાઓ પણ સ્કુલે હતા,કામવાળી કામ પતાવી,શેઠાણી ની રજા લઇ ઘરે   ગઈ હતી, 
આમ તો તે કામ પતાવ્યા પછી પણ રોકાતી કેમકે આવી સ્થિતિમાં શેઠાણીને એકલા રહે તેના કરતા તે 
થોડો વધારે સમય રહે અને શેઠાણીને પણ ગમતું,જો કે ઘરમાં શેઠ હતા ,પણ તેમની 
હાજરીથી શેઠાણીને  બન્યું પછી કોઈ ફાયદો  હતો,કોઈ લાંબી વાતચીત નહિ,શેઠની તબિયતને કોઈ તકલીફ ન હતી,શાંતા તો કામ કરવા આવે   બાબતમાં આશ્વાસન આપ્યા સિવાય
શું કરી શકે,ઘણી વિશ્વાસુ નોકરાણી હતી,છતાય તેની સાથે વરસોનો સંબંધ હોવા છતાં શેઠાણી ખુલ્લા દિલે વાત કરી નહોતા શકતા,અને તે પણ તેની મર્યાદામાં રહીને  વાત કરતી,જયારે
મણીબેનની થોડો સમયની હાજરીથી પણ તેમને ઘણી શાંતિ થઇ જતી,એટલે રડતા રડતા તેમણે એ ના એજ દુખડા ગાયા,
"મણીબેન, શેઠને પૂછવાની હિંમત કરતી હતી ત્યાં,રતિભાઈ આવ્યા,થોડીક આશા બંધાઈ પણ,તેઓ પણ નત મસ્તકે જૈશ્રી કૃષ્ણ કહીને જતા રહ્યા,કોઈ કઈ કહેતું નથી"
 મણીબેને હાથ ફેરવી શાંત પાડ્યા 
"કોઈ કઈ નહિ કહેમેં પણ પ્રયત્ન કર્યો હતો,પણ એક બે દિવસ પછી ખ્યાલ આવશે.|"
"શું જગન કોઈ મુસીબતમાં નથીને...!? ,"
"ના,એવું કઈ નહિ હોય,પણ એ તપાસ કરવા   ગયા છે,"શેઠાણીને બહુ ચિંતામાં  હોતા મુકવા પણ શાંત કરવા પણ શું કરવું,
"મને તો એ હેમખેમ જોઈએ બેન,પછી તો બધું ફોડી લેવાય."  
"એને એવો કોઈ વાંધો નહિ હોય અલ્કાબેન,મારામાં વિશ્વાસ કરો,અને શાંત થાવ"
"સારુંઅત્યારે તો તમારા સિવાય કોઈની તરફથી મને સંતોષ નથી,તમે ન હોત તો શુય થયું હોત...!"
"કશું ન થાય,ચાલો હું આપણી ચા બનાવી લાવું,."
"મારું મન નથી કરતુ"
"પણ મારું મન કરે છેને,શેઠની બનાવવાની છે?"
"ખબર નહિ પણ બનાવોને,પીશે તો ઠીક નહિ તો ધોળી દેવાની." અને આમ ચર્ચામાં કોઈને કોઈ રીતે વ્યસ્ત રાખી,મણીબેન શેઠાણીને  થોડા શાંત કરવામાં કામયાબ થયા.
મણીબેને ચા બનાવી,અને બારણે ટકોરા પડ્યા ,મણીબેને તૈયાર કરેલી ચાના કપવાળી ડીસ ટેબલ ઉપર મૂકી,બારણે ટકોરા સંભળાતા બારણા તરફ ગયા,શેઠાણી પણ કોઈ અજનબીની માફક કુતુહુલ
મને બેઠક ઉપરથી ઉભા થયા,શાંતાનો છોકરો બીમાર  હતો,એટલે હજુ તે પાછી આવી  હતી.કદાચ છોકરીયો  સ્કૂલમાંથી બ્રેકમાં ઘરે આવી હોય,આમ તો બારણાને દિવસે લોક કરવાની જરૂર નહિ,
પણ હમણાં હમણાથી શેઠાણી બારણું લોક રાખતા.
પેલો અજાણ્યો લાગતો માણસ કે જેને રતિલાલે પહેલા ક્યાય ગામમાં જોયો ન હતો તે ખરેખર અજાણ્યો હતો,સીધો બસમાંથી ઉતરીને ચાના બુથમાં ગયો,ચાની  નાની દુકાન નો માલિક ચંદુ
હતો,બે  છોકરા ચા તથા નાસ્તો ઘરાક સુધી પહોચાડવા રાખ્યા હતા,બહાર બે ટેબલ અને તેની આજુબાજુ બેસવા માટે બે બે બાકડા હતા,જેથી ગ્રાહકોને અગવડતા ન પડે,ઉપર કેનવાસ થી
તંબુની માફક કવર કરેલું હતું પેલો માણસ સીધો છોકરાઓ કઈ પૂછે તે મણીબેન પરવારીને શેઠાણી પાસે આવ્યાઅને શેઠાણી ફરીથી મણીબેનને વળગીને રડવા માંડ્યા, અત્યારે છોકરાઓ પણ સ્કુલે હતા,કામવાળી કામ પતાવી,શેઠાણી ની રજા લઇ ઘરે   ગઈ હતી,
આમ તો તે કામ પતાવ્યા પછી પણ રોકાતી કેમકે આવી સ્થિતિમાં શેઠાણીને એકલા રહે તેના કરતા તે થોડો 
વધારે સમય રહે અને શેઠાણીને પણ ગમતું,જો કે ઘરમાં શેઠ હતા ,પણ તેમની 
હાજરીથી શેઠાણીને  બન્યું પછી કોઈ ફાયદો  હતો,કોઈ લાંબી વાતચીત નહિ,શેઠની તબિયતને કોઈ તકલીફ ન હતી,શાંતા તો કામ કરવા આવે   બાબતમાં આશ્વાસન આપ્યા સિવાય
શું કરી શકે,ઘણી વિશ્વાસુ નોકરાણી હતી,છતાય તેની સાથે વરસોનો સંબંધ હોવા છતાં શેઠાણી ખુલ્લા દિલે વાત કરી નહોતા શકતા,અને તે પણ તેની મર્યાદામાં રહીને  વાત કરતી,જયારે
મણીબેનની થોડો સમયની હાજરીથી પણ તેમને ઘણી શાંતિ થઇ જતી,એટલે રડતા રડતા તેમણે એ ના એજ દુખડા ગાયા,
"મણીબેન, શેઠને પૂછવાની હિંમત કરતી હતી ત્યાં,રતિભાઈ આવ્યા,થોડીક આશા બંધાઈ પણ,તેઓ પણ નત મસ્તકે જૈશ્રી કૃષ્ણ કહીને જતા રહ્યા,કોઈ કઈ કહેતું નથી"
 મણીબેને હાથ ફેરવી શાંત પાડ્યા 
"કોઈ કઈ નહિ કહેમેં પણ પ્રયત્ન કર્યો હતો,પણ એક બે દિવસ પછી ખ્યાલ આવશે.|"
"શું જગન કોઈ મુસીબતમાં નથીને...!? ,"
"ના,એવું કઈ નહિ હોય,પણ એ તપાસ કરવા   ગયા છે,"શેઠાણીને બહુ ચિંતામાં  હોતા મુકવા પણ શાંત કરવા પણ શું કરવું,
"મને તો એ હેમખેમ જોઈએ બેન,પછી તો બધું ફોડી લેવાય."  
"એને એવો કોઈ વાંધો નહિ હોય અલ્કાબેન,મારામાં વિશ્વાસ કરો,અને શાંત થાવ"
"સારુંઅત્યારે તો તમારા સિવાય કોઈની તરફથી મને સંતોષ નથી,તમે ન હોત તો શુય થયું હોત...!"
"કશું ન થાય,ચાલો હું આપણી ચા બનાવી લાવું,."
"મારું મન નથી કરતુ"
"પણ મારું મન કરે છેને,શેઠની બનાવવાની છે?"
"ખબર નહિ પણ બનાવોને,પીશે તો ઠીક નહિ તો ધોળી દેવાની." અને આમ ચર્ચામાં કોઈને કોઈ રીતે વ્યસ્ત રાખી,મણીબેન શેઠાણીને  થોડા શાંત કરવામાં કામયાબ થયા.
મણીબેને ચા બનાવી,અને બારણે ટકોરા પડ્યા ,મણીબેને તૈયાર કરેલી ચાના કપવાળી ડીસ ટેબલ ઉપર મૂકી,બારણે ટકોરા સંભળાતા બારણા તરફ ગયા,શેઠાણી પણ કોઈ અજનબીની માફક કુતુહુલમને બેઠક ઉપરથી ઉભા થયા,શાંતાનો છોકરો બીમાર  હતો,એટલે હજુ તે 
પાછી આવી  હતી.કદાચ છોકરીયો  સ્કૂલમાંથી બ્રેકમાં ઘરે આવી હોય,આમ તો બારણાને દિવસે લોક
 કરવાની જરૂર નહિ,પણ હમણાં હમણાથી શેઠાણી બારણું લોક રાખતા.
પેલો અજાણ્યો લાગતો માણસ કે જેને રતિલાલે પહેલા ક્યાય ગામમાં જોયો ન હતો તે ખરેખર અજાણ્યો હતો,સીધો બસમાંથી ઉતરીને ચાના બુથમાં ગયો,ચાની  નાની દુકાન નો માલિક ચંદુ
હતો,બે  છોકરા ચા તથા નાસ્તો ઘરાક સુધી પહોચાડવા રાખ્યા હતા,બહાર બે ટેબલ અને તેની આજુબાજુ બેસવા માટે બે બે બાકડા હતા,જેથી ગ્રાહકોને અગવડતા ન પડે,ઉપર કેનવાસ થી
તંબુની માફક કવર કરેલું હતું પેલો માણસ સીધો છોકરાઓ કઈ પૂછે તે પહેલા ચંદુ પાસે આવ્યો,અને આવીને

ચામાં આદુ નાખીને ઉકાળવા તેમજ ફાફડા ની સાથે આપવાનું સુચન કરી બાકડા ઉપર બેઠક લીધી,

ઉમર ઘણી હતી પણ શરીરે મજબુત દેખાતો  માણસને ચંદુ નહિ પણ છોકરાઓ પણ જોયા કરતા હતા,
"શું વાત છે ભાઈ,હું કોઈ ડાકુ કે લુટારો તો નથી દેખાતોને...?બધાએ એકદમ નજર ફેરવી કાઢી,ડર  લાગે એટલે ભયભીત થઇ જવાય આમતો રોજના કેટલાય ગ્રાહકો આવતા હોય પણ આજે 
પહેલી વખત કૈંક જુદો  અનુભવ થઇ રહ્યો હતો,શું ખરેખર  વ્યક્તિ ભયાનક દેખાતી હતીદિવસનો સમય અને આજુબાજુ ઘણા બધા માણસો વચ્ચે પણ જો આવું અનુભવાય તો
દુકાન ચલાવનારને જરૂર સાવચેત થવું પડે,અને અહી  નાના ગામમાં નહિ પોલીસ કે ચોકીદાર માણસો જાતેજ નિર્ણય કરે,વધારે પડતું હોય તો કોટવાલને સજાગ કરે,દરબારો ઘોડાઉપર
જતા આવતા હોય,એટલે ઘણીવખત કોઈ પણ બનાવ બને તો તેમની મદદથી નિકાલ આવી જાય.અહી બધા એકબીજાને ખુબજ નજીકથી ઓળખે ,કોણ,કેવા,અને શું કરે છે તેની બધાને 
ખબર કેમકે કઈ પણ  બને એટલે કલાકમાં તો આખું ગામ જાણતું હોય.
"ના કાકાતમે નવા લાગો છો એટલે થોડી નવાઈ બાકી તમે તો અમારા મેહમાન કહેવાઓ અમે એવું કેમ વિચારીયે..."ચંદુએ સ્મિત સાથે કાકાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.
"તો,ભલેદુકાન તમારી છે..?"
"હા કાકા,છેલ્લા ચાર પાંચ વરસથી "કાકાના સવાલનો ચા ઉપર નજર રાખતા રાખતા જવાબ આપ્યો,છોકરા ડીશો સાફ કરતા કરતા પણ કાકા સામે જોયા કરતા હતા.
"સારું ચાલે છે,"
"હા,નાનું ગામ છે પણ ભગવાનની દયા છે,"અને ચંદુએ ચા કપમાં કાઢી અને ફાફડા માટે ડીસ સાફ કરી ફાફડા ને ચા કાકાને જાતે આપ્યા.
અને બીજું કોઈ ગ્રાહક  નહોતું એટલે બીજા બાકડા પર બેઠો.
"ઘણી સારી ચા થઇ છે ભાઈ,ફાફડા સાથે કઈ કાંદા કે મરચા આપવા જોઈએ"
"કાંદા સમારી આપું,લોકો હવે કાંદા ગંધ મારે એટલે નથી માંગતા અને મરચા બહુ મોંગા મળે,અને લોકો ને પૈસા વધારિયે કાકા તે પણ ન ગમે."ચંદુએ પોતાની વ્યથા સમજાવી.
"સાચી વાત,અમારે તો શહેરમાં ચણાના લોટની જાડી ચટણી  હોય એટલે લોકો મઝા લેતા ખાતા હોય"
"હા, એ ખોટું નથી પણ જુવાનીયા ઘણી વખત પૈસા વધારે આપીને આ બધું એક્સ્ટ્રા માંગતા હોય "કાકાએ માથું હલાવી તેમાં સંમતિ આપી,
ત્યાં કોટવાલ વજુકાકા આવ્યાચંદુને ચા બનાવવાનું કહેતા કાકા તરફ નજર મેળવી 
"કેમ છો ,વડીલ પ્રણામ."
"પ્રણામ ભાઈ,"
"શું ગામમાં આવ્યા હતા?"વજુકાકાએ સ્મિત આપતા બેઠક લીધી, ગામનો કોટવાલ હતા એટલે અજાણ્યાને જાણવા જે તપાસ કરવી પડે તે તેમણે શરુ  કરી.
" આવ્યો હતો નહિ ભાઈ પણ આવ્યો છું.તમારી ઓળખ...!"
"હું,ગામનો કોટવાલ,વજુભાઈ ."વજુકાકાને  પોતાની ઓળખ આપતા ઉમર હોવા છતાં બાંધાના મજબુત એવા અજાણ્યા  કાકા ઘણા અનુભવી અને કુશળ લાગ્યા.
"હું,ધનારામ ,પહેલા પગીનો મારો ધંધો હતો,નવા રહેઠાણ બનતા હોય તેના માલસામાનની રખેવાળી,હવે ઉમર થઇ એટલે બહુ કામ નથી કરતો."
નિખાલસતાથી વાત કરતા ધનારામ વજુકાકાને  માન આપવા  યોગ્ય લાગ્યા
"ખાસ કામે આવ્યા હશો કે કોઈને મળવા...?"અહી પુછાયેલો પ્રશ્ન ઘણો અગત્યનો હોય તેમ જવાબ આપવામાં થોડો વિલંબ થયો.
"મારે મગન શેઠને મળવું છે,"હવે વજુકાકા સ્તબ્ધ બન્યા,મગનશેઠ સાથે બનેલો બનાવ ઘણો અગત્યનો હતો અને ઘણી કાળજી રાખવી પણ અગત્યની હતી .
"માફ કરજો,પણ ગામની પંચાયત સાથે જોડાયેલો હોવાથી બધું પૂછ્યા કરું છું."
"ના નાએમાં માફી માંગવાની કઈ જરૂર નથી,તમારે જે કરવું જોઈએ તે કરવું પડે,પણ હું તમને  મારી વાત કહું નહિ તો શું ખબર પડે..?"કાકાની નજર થોડી  ભારે વજુકાકાને લાગી .
"હું ચા પી લઉં પછી,હું તમને લઇ જાઉં "
."તો તો ઘણું સારું,મારે બહુ શોધવું નહિ પડે."ચા પીધા પછી વજુકાકા અને ધનારામ નીકળ્યા,ચંદુ અને છોકરાઓ તેમને જતા જોતા રહ્યા.

વજુકાકા અને ધનારામ થોડા આગળ વધ્યા ત્યાં વચ્ચે એક દરબાર ઘોડા ઉપર જતા હતા,
"શું વજુકાકા મહેમાન છે,"અને દરબારે નજર ધનારામ સાથે મેળવવાનો પ્રયત્ન કર્યોનજર મળતા "રામ રામ કાકા " કહી તેમની ઉમરનો આદર કર્યો.
ધનારામે સામે રામ રામ કહ્યા "કાકાને મગનશેઠને  ત્યાં જવું છે તે લઇ જાઉં છું."વજુકાકા યથાવત દેખાતા  દરબારે બહુ પુછતાછ  કરી  
"ચાલો તો રામ રામ કાકા"કહી ઘોડાને એડી મારી.
ધનારામેં દરબારની મુલાકાતથી પ્રશ્ન કર્યો
"અહી દરબારોની વસ્તી વધારે છે કે શું..?"
"હા કાકા વધારેમાં વધારે દરબારો છે."
"દરબારો હોય એટલે ગામમાં અઘટિત બનાવો ઓછા  હોય."
"હાએવું ખરું,ચોકીદાર કે પોલીસની બહુ જરૂર  પડે " 
"જો કે,તમારું કામ પણ કઈ ચોકીદાર કરતા ઓછું નથી."
"પાંચ  વરસથી  નોકરી છે,આમ તમે શેઠને કેવી રીતે ઓળખો?"
અને મોટો પ્રશ્ન આવ્યો હોય તેમ ધનારામ ફરીથી અચકાયા. વજુકાકાને  ધ્યાન બહાર  હતું.
  
પણ વચ્ચે અંતરાય આવ્યો,મહાદેવના મંદિરના પુંજારીના અવાજે વજુકાકા રોકાયા,ગામ નાનું હતું પણ દેવી માં ,મહાદેવજી,હનુમાનજી તથા રાધાક્રીશના એવા મંદિરો હતા,લાલ વાદળે શરુ
થતું  ગામનું જીવન ભગવાનની સ્તુતિ પ્રાર્થનાથી પ્રભાવિત હતું,લોકો તેના સહારે ઉત્સાહિત થઇ કામ કરતા,નાના મોટા ધંધામાં વહેચાયેલી વસ્તી સંધ્યા આરતીએ ઠંડકનો શ્વાસ લેતી
ક્યારેક મુશ્કેલીઓ પણ ઉભી થતી પણ એકબીજાની સહાયથી તે દૂર થઇ જતી,રોકાયેલા વજુભાઈએ "શુક્લાજી નમસ્કાર" કહી પુજારીજીને બે હાથ જોડી અભિવાદન કર્યું ,
"નહિ, નહિ વજુકાકા,ભોળાનાથને નમો,ભલો ભગવાન સદાયે સહાય કરવા હાજર છે "
"એ તો મહાસત્ય છે,શુક્લાજી પણ તમારું માધ્યમ પણ એટલુજ જરૂરી છે,"અને હસતા હસતા પુંજારી બોલ્યા
"એક ધ્યાન લગાવી અંતરમાં ડૂબકી મારો કાકા,મારો ભોળો બહુજ કૃપાળુ છે,તરત હાજર થઇ જશે "
અને પુજારીજીના પ્રભાવે ભાવુક થયેલા વજુકાકા અને ધનારામેં ઘંટનાદનો ગુંજારવ કરી ભોળાનાથને દંડવત કર્યા 
મંદિરની શરૂઆત પહેલા પધરાવાતી મૂર્તિની પ્રાણ પ્રતીષ્ઠા ભૂદેવો ધ્વારા વેદ મંત્રોના ઉચ્ચારથી કરાવાય છે.બાકી મૂર્તિ તો પત્થરમાંથી કંડારાય છે,આકાર પામેલી  મૂર્તિમાં મનને

એકાગ્ર કરવાથી પ્રભુની સહાય મળે છે,પણ એકાગ્રતા ખુબ  જરૂરી છે

"મહેમાનની ઓળખાણ "
"આ ધનારામ છેમગન શેઠના મહેમાન છે,ત્યાં લઇ જાઉં છું."
"નમસ્કાર ધનારામ,"
"નમસ્કાર શુક્લાજી,પાયે લાગુ"અને આમ મંદિરમાં દર્શન કરી બંને ગલીને રસ્તે પડ્યા.
જગનના બનાવથી ખળભળી ઉઠેલી વાતના તાગમાં તો આ મહેમાન નહિ હોયને,એવું શુક્લાજીનું ભાવિક મન વિચારી ગયું,કારણકે મગન શેઠ પણ ઘણી વખત દર્શન કરવા આવતા ત્યારે શુક્લાજી સાથે લાંબો સમય વાતચીત ચાલતી ,એટલે આ બનાવથી તેમને પણ દુખ થયું હતું ,પણ તેમના ઘરમાં પણ સંસાર હતો,છોકરાઓ સ્કુલમાં ભણતા હતા,ક્યારેક આવી વસ્તુ બનવાની ઘણી શક્યતાઓ હતી,એટલે ભોળાનાથને પ્રાર્થના કરી સહુનું સારું થાય એવી આશા સાથે તેમણે મન વાળ્યું,કપાળમાં ચંદન ,ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભા પર લાલ વસ્ત્ર અંગીકાર કરેલા શુક્લાજી મહાદેવની સ્તુતિમાં ધ્યાનસ્થ થયા.
વજુભાઈનો મંદિરમાં જતા પહેલાનો પ્રશ્ન ફરીથી પુછાય તે પહેલા ધનારામે શરૂઆત કરી અને ધીરે ચાલતા બંને જણને પહોચવા માટે હજુ પાંચ મીનીટનો સમય હતો,

"વાત જાણે એવી હતી કે સાતેક વર્ષ પહેલા ધંધા બાબતથી શેઠ થોડાક મુસીબતમાં હતા સવાર સવારનો સમય હતો અને મારી રખેવાળીની જગ્યામાં હું નાહીને બહાર સૂર્ય પુંજા અગરબત્તી ફેરવી કરતો હતો અને બે બદમાશોને શેઠની ખમીશ પકડતા જોયા એટલે સૂર્યદેવને નમસ્કાર કરી અગબત્તી જમીનમાં ખોસી ,મેં મારું હથિયાર ઉપાડ્યું અને તે તરફ દોડ્યો,મારા હાથમાં ધારીયું જોઈ પેલા બંને ભાગ્યાં મેં પીછો કર્યો,પણ પેલા ભાગી ગયા,હું પાછો આવ્યો શેઠ ધક્કો મારવાથી નીચે પડી ગયા હતા ,મેં મદદ કરી તે બરાબર હતા,થોડું ઘુટણમાં છોલાયું હતું,તેમણે ઘણો ઉપકાર માન્યો ,”મઝાલ છે કે મારી દેખતા કોઈ નિર્દોષને મારી જાય ...! વજુભાઈ ધંધામાં આવા બદમાશો ભેટી જાય તો જાનનું ઝોખમ થઇ જાય,આપણો તો ધંધોજ ચોકી કરવાનો એટલે આવાને પહોચી વરીએ પણ બિચારા શેઠ શું કરે અને સવારનો સમય ,બસ પછી એકબીજાની ઓળખાણ પાક્કી થઇ અને શેઠને મારી મદદ અડધી રાતે જોઈતી હોય તો મારું બધું પડતું મુકીને હું આવી જઈશ એવા વચન સાથે અમે છુટાપડ્યા,પછી ફરી કેટલીય વખત મળ્યા, વજુભાઈ હું પગીનું કામ કરું એટલે પૈસા નહિ પણ મદદ પડે જાનની બાજી લગાવી દઉ એમાં નવાઇ નહિ,અને આજે મારી જરૂરતથી હું શેઠની મુલાકાત લેવા આવ્યો છું" 
ધનારામની વાત સાંભળી રહેલા વજુભાઈને જગનની વાત જણાવવાની ઈચ્છા થઇ પણ તેમણે તેમ ના કર્યું ,શેઠનું ઘર આવી જતા તેમણે બારણા ઉપર ટકોરા માર્યા.

મણીબેને બારણું ઉઘાડ્યું ,
"જય  શ્રી કૃષ્ણ બેન,"
"જય શ્રી કૃષ્ણ,કાકા મહેમાન કોણ છે?"
મણીબેનને પ્રણામ કરતા ધનારામ બહારજ ઉભા હતા,મણીબેને ફરીને શેઠાણી સામે જોયું ,તેઓ ઉઠીને ત્યાં આવ્યા,તેમણે આવી બંનેને પ્રણામ કર્યા પણ મહેમાન અજાણ્યા દેખાતા એક મીનીટ કહી
તે મગનશેઠને જાણ  કરવા જતા હતા ત્યાં શેઠ જાતે બહાર આવ્યા,પણ મહેમાન સામે જોતા કૈંક અજાણ્યો ભાવ તેમના ચહેરા ઉપર છવાઈ ગયો,તેની અસર આજુબાજુ ઉભેલા બધાને થઇ,શેઠાણીને  પણ નવાઇ લાગી,આ પાછું કોણ હશે તે સવાલ તેમના મનમાં સવાર થયો,અને શ્વાસની ગતિએ તેજ પકડ્યું,મણીબેને તેમના તરફ જોતા શાંત રહેવાનો ઈશારો કર્યો,મગન શેઠે ચહેરા પર સ્મિત
 લાવતા પોતાના ભાવ છુપાવવાનો પ્રયત્ન કર્યો
"ઓહ,ધનારામ,પ્રણામ,આવો."કહી આવકાર આપ્યો,વજુકાકાએ  મણીબેન સામે જોઈ જવાનો ઈશારો કર્યો પણ રોકાવાના ઈશારે તે રોકાયા અને શેઠની સાથે તેમના રૂમમાં ગયા,થોડીવાર શેઠની સાથે વાતચીત કર્યા પછી બધું બરાબર હોવાથી શેઠની રજા લઇ બહાર નીકળ્યા,કારણકે તેમને બીજા ઘણા કામ હતા,મણીબેનને તથા અલકા શેઠાણીને પ્રણામ કરી જતા જતા કહેતા ગયા,
"બધું બરાબર છે ને શેઠ મહેમાનને સારી રીતે ઓળખે છે એટલે ચિંતા ના કરશો અને છતાં મારી જરૂર પડે તો ગમે તેને મોકલી બોલાવજો "એમ કહી ગયા ,અને દરવાજો બંધ થયો,મણીબેન અલ્કાબેનને  બેસવાનું કહી ચા મુકવા ગયા,પણ શેઠાણી પણ રસોડામાં ગયા,અને તેમની ચિંતા ચાલુ રહી,
"આ બધો ક્યારે પાર આવશે મણીબેન ?" 
"બધું બરાબર થઇ જશે,ચિંતા કરે તેમાં ઝડપ આવવાની નથી,હમણાં ચા લઈને હું જાઉં છું એટલે થોડો જાણવાનો પ્રયત્ન કરીશ,અને શેઠ મારી સાથે વાત કરશે "એમ કહી શેઠાણીને શાંત કર્યા .  
ચા તૈયાર થઇ એટલે નાસ્તાની ડીસ સાથે મણીબેન મગન શેઠની રૂમમાં લાવ્યા, શેઠે તેમને સ્માઈલ સાથે આવકાર આપ્યો,મણીબેન આ ફેરફારથી લાગણીવશ થયા,લાંબા સમય પછી આ એકાએકનો ફેરફાર થોડીવાર માટે તેમને અચંબો આપતો ગયો,સામે સ્માઈલ  આપી તેમણે તેનું  માન કર્યું,
"
મણીબેન આ સ્નેહી શ્રી ધનારામભાઈ છે,"મણીબેને પ્રણામ કરી સ્વાગત કર્યું,"અલકાને પણ બોલાવો"

"હા,એક મિનીટ બોલાવી લાવું" અને કશીક નવાઈની પહેલમાં અલ્કાબેનને બોલાવી મણીબેને પ્રવેશ કર્યો
"જો, અલકા આ શ્રી ધનારામ ભાઈ છે,મિત્ર અને સ્નેહી બંને છે,એટલે તેમના વિષે ઘણું બધું જાણવાનું છે તેમજ તમને જણાવવાનું છે એટલે તમો બંને અહી બેસો ,તેઓ આજે આપણા મેહમાન છે. "
"હા,જરૂર " એમ કહી બંને જણાએ સ્થાન લીધું,મગનશેઠ  સાથે પહેલી વખત ખુશીનું વાતાવરણ જોતા શેઠાણી પણ ખુશ થયા છેવટે કૈંક તો ફેરફાર થયો અને શેઠની ખુશી સાથે,તેમને માટે તો આ ફેરફાર  બહુજ મહત્વ ધરાવતો હતો, અને તેમણે પણ ધનારામને પ્રણામ કર્યા,સામાન્ય રીતે સ્ત્રીઓ પુરુષો સાથે ખાસ વાતચીતમાં ભાગ લે બાકી ઘરના  કામકાજ તેમજ દેખરેખમાં સમય પસાર કરતી હોય,મગન શેઠની દેખાતી ખુશી એ નવાઈ પમાડે એવી વાત હતી,પણ હકીકત હતી એટલે શેઠ જે કહે તે સાંભળવાનું હતું,
"જુઓ,હું ભૂલતો ન હોઉં તેમ દસેક વર્ષ પહેલા,બરાબર ધનારામ ભાઈ "
"બરાબર,સવાર સવારમાં "
"હા, ધંધાની ઉઘરાણીમાં એક ઘરાકને ના ગમ્યું એટલે,મારું ખમીશ પકડી મારવા જતા હતા,અને ત્યાં ધનારામ તેમના હથિયાર સાથે દાખલ થયા અને પેલાને ભાગવું પડ્યું,એટલે જો એ આવ્યાં ન હોત તો કદાચ દ્રશ્ય જુદુજ હોત,પછી તો પેલાએ મારી માફી માંગી પૈસા આપી દીધાપહેલી વખત મને કડવો અનુભવ થયો પણ બચી ગયો, તે આ શ્રીમાંનની મદદથી,એટલે મારે માટે તો તેઓ ખુબજ અગત્યના મહેમાન છે "
"તે હોય જ ને,આપનો ખુબ ખુબ આભાર ધનારામભાઈ .."  અને શેઠાણી લાગણીવશ  થઇ ગયા
"એમાં શું બેન ,માણસ માણસની મદદ નહિ કરે તો કોણ કરે, અને કેટલો સમય થઇ ગયો,હવે તો ઉમર થઇ ગઈ,ક્યાં સંભારણા કરવા,"અને થોડીવાર માટે અચંબો છવાઈ ગયો. 

 કૈક શાંત થયેલા વાતાવરણમાં મહેમાન પણ ખુબ માંનથી મહેમાન ગતિ માણી રહ્યા હતા,  ખુબજ ખુશીઓ જયારે વાતાવરણમાં ભરતી જાય ત્યારે ખાલી પડતી જગ્યાઓમાં મુસીબતો ઘુસવાનો પ્રયત્ન જરૂર કરતી હોયછે અને મણીબેન ની બારીક નજરો મગન શેઠના ચહેરા ઉપર બદલાતી લાગણીઓમાં જોઈ શકતી હતી,જરૂર શેઠ કોઈક વાતથી પરેશાન થઇ રહ્યા હતા, ધનારામનાં પ્રવેશથી ફેરવાયેલું વાતાવરણ હજુ કોઈક ચોક્કસ મુકામ સુધી પહોચ્યું હોય એવું મણીબેનનું મન માનવા તૈયાર ન હતું,શેઠ હજુ પણ એટલાજ પરેશાન હતા,તેમની ચહેરાની ખુશી એ એક દેખાવ લાગતો હતો,મણીબેનનું મન કોઈક તોફાની પળોનો અનુભવ કરી રહ્યું હતું,અને માંડ શાંત થયેલા શેઠાણી !!! ?આગળ જરૂર ખરાબી  હતી,મણીબેન કેમનું કરશે એ તો મણીબેન જ જાણે
 બારણે ટકોરા પડ્યા,બધાના ચહેરા ફેરવાયા ,મણીબેન હું જોઉં છું,કહી ઉઠ્યા,શેઠાણી ની ચિતા વધી ,હવે કોણ હશે,ક્યારે આ બધાનો પાર આવશે,વગેરે પ્રશ્નોથી તેમનું મન મુન્ઝાયું,પોતાના પુત્ર ની ચિતા તેમને ગભરાવી ગઈ,ક્યાં હશે,અને હવે તો ગામ છોડીને સમાચાર પૂરવેગે ચારોતરફ ફેલાઈ રહ્યા હતા,શેઠનો છોકરો જગન ક્યાંક ઘર છોડીને જતો રહ્યો હતો,એકનો એક,
શેઠનું નામ હતું,ગામમાં અને ગામની બહાર પણ એટલુજ,લોકોને શેઠની ચિતા હતી,કેમકે અત્યાર સુધીનું જીવન શેઠે,લોકોના સારા કામ માટેજ વિતાવ્યું હતું,ઉભો થયેલો આ પ્રશ્ન લોકો માં ચર્ચા કરતા ચિતાનો વિષય બન્યો હતો,અને જલ્દી તેનો નિકાલ તેજ તેનું નિરાકરણ હતું,
મણીબેને બારણું ખોલ્યું,અને નિસાસો પડ્યો,એક વધુ મુસીબત,બારણા ઉપર,જગનની સગાઇ માટે છોકરીને લઈને  પહેલા આવી ગયેલા છોકરીના માં-બાપ હતા,મણીબેનને કોઈ નામ યાદ આવતું ન હતું પણ શેઠાણી  પાસેથી વાત જાણી હતીએટલે ,જય શ્રી કૃષ્ણ કહી આવકાર આપ્યો, બહાર એક કાર હતી તેમાં ડ્રાઈવર બેઠો હતો કુતુહુલવશ લોકો ની નજર તેના ઉપર  હતી,આવેલા મહેમાન ખુબજ ધનવાન હોય એવું અનુમાન મણીબેનનું  હતું,,મણીબેને પણ હસતા ચહેરે મહેમાન કપલ ને શેઠના રૂમમાં ન લઇ જતા બેઠક રૂમમાં લઇ ગયા,
"
અહી બેસો , હું  પાણી લઇ આવું ,ચા પીશોને।।,"
મણીબેનના પુછાયેલા પ્રશ્ન ઉપર મહેમાનનું ધ્યાન જાય તે પહેલા,
"
અરે ઉત્તમચંદ શેઠ ,ભાભી,કેમ છો,જય શ્રી કૃષ્ણ ..."અને મહેમાન પણ ઉભા થયા અને શેઠ સાથે ભેટ્યાશેઠાણી પણ બહાર આવ્યા અને મહેમાનને આવકાર આપ્યો, મણિબેન રસોડામાં ગયા,એકલા ધનારામ  શેઠના રૂમમાં હતા,કદાચ પોતાને તેમની સ્થિતિ તેમ કરવામાં  મજબુર  કરતી હતી,તેઓ શેઠના રૂમમાં બેસી રહ્યા,આવેલા મહેમાનોના ચહેરા ઉપર બનાવની ઘેરી અસર દેખાઈ આવતી હતી,
"
ખુબ ખોટું થયું શેઠ,અમે બંને સમાચાર માનવા  તૈયાર ન હતા,પણ આરતીએ કહ્યું એટલે તરતજ અહી આવ્યા,આરતી પણ ખુબ ચિતા કરતી હતી,તેને આવવું હતું પણ અમે નાં પડી,"ઉત્તમચંદે ચિતા  વ્યક્ત કરી,
"
તે લઇ આવવી હતી ને,!!"શેઠાણીએ કહ્યું,અને મહેમાને તેના જવાબમાં સ્માઈલ રેલાવ્યું,પણ શેઠાણીને તે સામાન્ય ન લાગ્યું,કદાચ નવો અને કોઈ કઠણ સવાલનું સર્જન થતું તેમને લાગ્યું અને તેમના ચહેરા ઉપર ચિતા ફરીથી ડોકાવા લાગી ,
આ મહેમાનોની પહેલી મુલાકાત કે જેમાં જગનની હાજરી હતી ,હસી ,ખુશી અને ભાવિના સબંધો વચ્ચે  જગનની ' હા માં આરતી આ ઘરની લક્ષ્મી બનવાની હતી,પણ જગને જતા રહીને બંને કુટુંબોને ચિતામાં ડુબાડી દુ:ખી દુ:ખી કરી નાખ્યા હતા


નવો વણાંક શું હશે તે તો ભગવાન જાણે પણ શેઠાણીને ચર્ચા કરવામાં પણ સૂઝ પડતી ન હતી,મણીબેન પાણી  લઇ આવ્યા ,મહેમાનોએ  પાણી પીધું,
"હું ચા લઇ આવું"  ,પાણીના ખાલી ગ્લાસની ડીસ સાથે પાછા જતા મણીબેને સુચન કર્યું,
"નહિ બહેન ,અમારે બીજે પહોચવાનું છે,એટલે બહુ મોડું થઇ જાય,"
ઉત્તમચંદ ની 'નાં ' નારાજગી ઉપર પ્રકાશ પાડતી હતી,બધાના ચહેરા તેમના  તરફ ફેરવાયાં ,
"નહિ વાર લાગે,...."શેઠાણીના સૂચનમાં આજીજી દેખાતી હતી,
"નહિ ,"અને શેઠ તરફ ફરી "શેઠ એક મિનીટ ,"શેઠના ખભા ઉપર હાથ મૂકી ઉત્તમચંદ તેમને એકાંતમાં લઇ ગયા,
બધા અવાક  બની જોતા રહ્યા,ઉતમચંદનાં પત્નીનો  ચહેરો કોઈ ચોક્કસ નિર્ણયની ખાતરી કરાવતો હતો,ચિંતાઓ સ્થાન લેતા શેઠાણી  ધ્રુજી ગયા,વાતચીત ગંભીર રૂપમાં દેખાતી હતી,સામેલ થયેલી વ્યક્તિ સિવાય કોઈને ખબર પડતી ન હતી,પણ ઉતમચંદનાં "ચાલો તો શેઠ,જય શ્રી કૃષ્ણ " છેલ્લા સુચન ઉપર શેઠ નિરાશ અને હતાશ દેખાયા,
બધાને નમસ્તે કરી તેઓ વિદાય થયા,પણ મણીબેન અને શેઠાણી નાં ચહેરા શેઠના તરફ મંડાયા ,શેઠ પોતાના રૂમ તરફ ચાલ્યા,નિરાશ શેઠને શેઠાણીએ હિંમત કરી પૂછ્યું,"શું વાત છે..?"
"કહું છું , મણીબેન ચા લઇ આવો,બે કપ લાવજો"અને શેઠ અને શેઠાણી તેમના રૂમમાં ગયા,
" લો હું બહાર જાઉં ," ધનારામે આદર્શ બતાવ્યો ,"નાં નાં, ધનારામ બેસો ,કોઈ ખાસ વાત નથી અને તમે તો ઘરના છો "
  પણ શેઠાણી ને આ વાતમાં ભોલારામની હાજરી બરાબર ન લાગી,તેઓ રસોડામાં ગયા અને મણીબેન ને આ વાત કહી,મણીબેનને વાત બરાબર લાગી,પણ શેઠનાં  નિર્યણ સામે તેઓ ચુપ રહ્યા.

ધનારામને અચાનક મહેમાનોનું આવવું અને ટુકી મુલાકાતમાં જતું રહેવું થોડું અજુકતું લાગ્યું ,ઈચ્છા તો હતી જયારે શેઠ આવકાર આપવા બહાર નીકળ્યા ત્યારે બહાર જવાની પણ કોઈ સંજોગોએ તેમ કરતા તેમને રોક્યા,અને તે બેસી રહ્યા,અને પારકા ઘરમાં એજ ઠીક હતું,તેમાં તેમની  સભ્યતા હતી,સભ્યતા ઉપર તો ભારતનો ઈતિહાસ સર્જાયો છે,દુનિયા જાણે છે ,ભારત ની દરેક વાતથી આખું વિશ્વ માન્યતા આપે છે,ધર્મ અને કર્મના પાયા ઉપર સર્જાયેલો આ ઋષિ મુનિઓ નો દેશ મહાન છે,અને એના બીજ અહી પણ ધનારામ જેવી વ્યક્તિમાં પડ્યા છે,

મહેમાનો આવ્યા,થોડીવારની તેમની હાજરીથી વાતાવરણમાં થોડો ફેરફાર,ઘરમાં રહેલા સબંધીઓના,માનસપટ ઉપરના ફેરફારોમાં અંતે  શેઠ તરફનું એક જ એવું મંતવ્ય કે જેના તરફ બધાજ સભ્યોની ઇન્તેજારી,શેઠાણીની ગભરાયેલી સ્થિતિ,અંત વગરની મુસીબતોમા ફસાતું  કુટુંબ,મણીબેનનો શેઠાણીને સતત શાંત કરવાનો પ્રયત્ન,ઢળતા સૂરજથી સંધ્યાનું સર્જન,
ધનારામની યથાવત સ્થિતિ,તેમનું આગમન પણ એક આશ્ચર્ય ,ડાલમડોલ વાતાવરણ,અલ્કા શેઠાણી ને બાજુની ખુરશી ઉપર બેસવા શેઠનો ઈશારો,મણીબેને ચા આપી,અને ધનારામને પાણી માટે પૂછ્યું,પણ નકારથી શેઠનું મંતવ્ય રજુ થયું,શેઠે શાંત સ્થિતિમાં કહ્યું,
"વાત જાણે એમ છેકે,ઉત્તમચંદ શેઠે આરતી સાથેની સગાઈ આ બધું બનવાથી નકારી છે અને જગનની આપેલી રીંગ પાછી આપી છે,કારણ તેમની આબરૂ ઉપર ઘણી માંઠી અસર થઇ છે,અને સ્વાભાવિક રીતે એ સાચું પણ છે એમ હું માનું છું,હશે હવે તમારે પણ અકળાત કરવાની જરૂર નથી,"શેઠાણીને સંબોધતા શેઠે કહ્યું,
"
અકળાત ન થાય બેન,એક પછી એક બધું બન્યાજ કરે છે,"શેઠાણીએ મણિબેન તરફ ચહેરો ફેરવી કહ્યું,
"
ચિતા થાય,પણ શેઠનું કહેવું પણ એટલુજ સાચું છે,શાંત થઇસુ  તો શરીર સચવાશે,અને કઈ સૂઝ પડશે"મણીબેને શેઠાણીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો,
ચા પીવાઈ ગઈ એટલે ધનારામ ઉભા થયા,અને શેઠ તરફ ફરી બોલ્યા,
"
જુઓ,શેઠ નાના મોઢે મોટી વાત,જોકે ન કહેવું જોઈએ,પણ આપ સહુની સંમતિ હોય તો કહું," ધનારામને જે કહેવું હતું એનો એ લાભ લેવાનો પ્રયત્ન ન હતો કે એમાં કોઈ ખરાબ વિચાર સામેલ ન હતો,બધાની સંમતિ વચ્ચે તેમને જે કહેવું હતું તે કહેવાની કોશિશ હતી. ધનારામ તરફ બધાએ નજર ફેરવી,કદાચ સતત ગુચ્વાતા કોયડાને કોઈ પહેલી મળે, ધનારામ બહુજ ન સરળ ચહેરે બોલ્યા,
"
આ મહેમાનો આવ્યા તેમનું આગમન અગત્યનું હતું એ જરૂર,પણ એમાં મારી નજરે મને  તો કુલ્લે સ્વાર્થ નજરે પડ્યો, ઘર માટે કે આ ઘરના સભ્યો માટે ,આટલો મોટો બનાવ બન્યા પછી પણ તેમને કોઈ લાગણી મને તો ન દેખાઈ,વાવાઝોડાની માફક આવીને,પોતાની વાત કહીને કુટુંબને વધારે મુસીબતોમાં મૂકી વહી જવું, માણસ  ગમે એટલો મોટો હોય તો પણ મારે મન
કોડીનો ગણાય,હું બિલકુલ માન ન  આપું,શેઠ વધારે પડતું હોય તો માફ કરજો, આ ખાલી મારું મંતવ્ય છે.  ,"
કદાચ  બધાને ધનારામની વાતમાં થોડી સંમતિ હોય તેમ જણાયું. શેઠાણીને તેમની વાતથી થોડું માન  ઉપજ્યું,
"કોઈ બનાવ બનવાથી,સબંધ એકદમ તોડી નાખવો એનો અર્થ અમારી કે અમારા કુટુંબની કોઈ કિંમત નહિ,તો પણ એમણે  સાંભળી લીધું અને 'જય શ્રી કૃષ્ણ 'કહી દીધું "

"તો શું કરવું,સંબંધો એની જાતેજ સચવાય તો જ મજબુત,નહિ તો તૂટેલા કાચ જેવી સ્થીતીનો કોઈ અર્થ નહિ,મને પણ ઘણું દુખ થયું પણ,દિલ વગરની દુનિયામાં સુખને સ્થાન આપી આખરે તો,છોકરાને જ દુ:ખી કરવાનો ને,દરેકના નસીબની વાત છે,એમાં આમ અકરામણ નાં કરો,કાલે બીજા સબંધો જોડાશે,"શેઠની વાતમાં મજબૂતાઈ વર્તાય,કોઈ કઈ બોલ્યું નહિ ,પણ શેઠાણી શાંત ન થયા ,તેમનો ચહેરા ઉપર  બનાવની ઘેરી અસર હતી, સંધ્યા રંગો છોડીને કાળાશમાં ફેરવાઈ ગઈ,રસોડાના ટેબલ ઉપર મણી બેનની મદદ થી બધાએ જમણ લીધું,


પ્રકરણ -૪ સમાપ્ત , આ પ્રકરણ -૪ નો જુલાઈ માસની પહેલી પોસ્ટ માં સમાવેશ છે,જે બાજુના કોલમ(Top on right side)માં ઉપલબ્ધ છે.

પ્રકરણ -૫ (કડવી કાવેરી) શરુ થઇ ગયું છે, જે જમણી બાજુના સપ્ટેમ્બર માસની (પહેલી ) પોસ્ટમાં ઉપલબ્ધ છે આપનો અભિપ્રા
ખુબ જરૂરી,આભાર.

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.
આભાર.