Wednesday, February 6, 2019

હવે વાંચો મારી નવલકથા "મોગરાના ફૂલ-પ્રકરણ પહેલું "અહીં ક્રમશક:( જગન ભાગી ગયો).

હવે વાંચો મારી પહેલી નવલકથા "મોગરાના ફૂલ "અહીં ક્રમશ:

 

પ્રકરણ પહેલું 

જગન ભાગી ગયો. 




નાનકડું ટોળું, સાતેક સભ્યોમાં રતિલાલ બધાથી મોટા,વડીલ અને ટોળામાં માનપાત્ર વ્યક્તિ,બધા લીમીટેડ મજાક કરે પણ વડીલના મનનું સતત ધ્યાન રાખે,પચાસ વટાવી ગયેલા રતીલાલ પણ સમજતા કેમકે બીજા બધાને યુવાનીનું ચઢાણ,જાતજાતની વાતો ,રંગીલી,રસીલી,રમતીલી અને કેટલીય જાતની,પણ અંતે વાતોનો સાર હાસ્ય, આનંદ અને મજા લેવાનો,વાતમાં ક્રોધ કે લડાઈ ઘુસી ના જાય એનું દરેક ધ્યાન રાખતા આવા આ ટોળાનો ઢળતી સાંજે ભેગા થવાનો નિત્ય નિયમ,ઉતારાના વડના ઝાડને ચોળે ગામગપાટા ચાલે અને કલાક બે કલાક બધા આનંદ લે,દરેકની વીતેલી સુખ દુ:ખની પળો,ચર્ચામાં લપેટાય અને ટોળામાંથી તેનો સારો નિકાલ પણ આવે,આવું આ ટોળું આજે રતિલાલની ગેરહાજરીથી પરેશાન હતું,રતિલાલ હજી નહોતા આવ્યા,પચાસ વરસના અનુભવી પાસેથી બધા ને ઘણું સારું જાણવા મળતું ,અને રતિલાલ પણ આ યુવાનોમાં ખુબજ ભળી ગયા હતા,કદાચ પોતાના કરતા પણવધારે,અને એટલેજ તો બધાને તેમની ગેરહાજરી બરદાસ્ત નહોતી,
શું હશે?,પ્રશ્ન હતો કેમકે રતિલાલની હાજરીમાં આજેજ ખલેલ પડ્યું હતું,બધાના કુટુંબ હતા, ગામ હતું,ગામની વાતો હતી એટલે ચર્ચા તો ચાલતીજ,પણ રતિલાલની ગેરહાજરી વચ્ચે વચ્ચે મૂંઝવતી, મૂઝવણ અડધો કલાક જેવી ચાલી ત્યાં રતિલાલ દેખાયા,બધાનાચેહેરા રતિલાલની દિશામાં સ્થગિત થયા,રતિલાલે પણ
 યુવાનોની પરેશાનીનો તાગ લીધો,

"અરે ભાઈ, મગન શેઠનો જગન ક્યાંક જતો રહ્યો "

"એટલે રતિકાકા એ ભાગી ગયો કે શું?"

બધા ભગતના પ્રશ્નથી રતિલાલ તરફ જોઈ રહ્યા, આમતો ભગતનું નામ મહેશ હતું,પણ ભક્તિમાં વધારે પડતા રસ અને ભક્તિ વિશેની સમજથી તે યુવાનોમાં અને રહેતે રહેતે ગામનો પણ ભગત થઇ ગયો હતો, છોકરાઓ પણ ભગત કહીને હસી લેતા, પણ નામમાં શું, તેના એ ઉપનામથી મહેશને ઘણો સંતોષ હતો, એને કોઈ ભગત કેહ્તું તે ગમતું,અને હવે તો પલ્લે પડી ગયું હતું.

"ખબર નહિ પણ બધા તો એવીજ વાતો કરે છે, અને સમાચાર તો આખા ગામમાં ફેલાઈ ગયા છે, એટલે મગન શેઠ થોડા ચિંતામાં હતા, મારે તો પાછો સંબંધ સારો એટલે ત્યાં ગયો હતો"

ભગતના પ્રશ્નનું સમાધાન કરતા રતિલાલે કહ્યું

મગનશેઠ ગામની મોભાવાળી વ્યક્તિ, ઘણો પૈસો,સુખી કુટુંબ અને એમને ત્યાં આવી અનહોની બની,પણ વાત બગડે તે પહેલા સંભાળવી સારી,આવું બધું તો ઘણું બને ,પણ જયારે મોટી વ્યક્તિને ત્યાં બને ત્યારે ગતિમયથઇ ફેલાઈ જાઈ,ઘણાબધા તો રાહ જોઈનેજ બેઠા હોય, જાણે વાત ફેલાવવાનો તેમનો પેસો
 હોય,પછી પેલી વ્યક્તિનું ગમેતે થાય,આવા લોકો ઉપર ઘણા ગુસ્સે ભરાઈ પણ શું થાય ,
સમાજ અને તેના જાતજાતના પાસા, ,રતિલાલ દુ:ખી હતા કેમકે મણીબેનનો , શેઠાણી સાથે
સારો સંબંધ હતો, મણીબેન રતિલાલના પત્ની હતા,સ્મૃતિ અને સહેવાગ તેમના સંતાનો હતા,મધ્યમ વર્ગ ગુજારતું આ કુટુંબ સુખી અને સંતોષી હતું,
નવ અને બાર વરસના સ્મૃતિ અને સેહવાગ પ્રાયમરી સ્કુલમાં ભણતા હતા,ભણવામાં ઘણા હોશિયાર હતા,બધાને શાંતિ અને સુખી જોવામાં આ કુટુંબ સુખ અનુભવતું,જોકે એ શકય ન હતું, છતાં જગનના સમાચારથી બધા પરેશાન હતા,

" તો, રતિકાકા હવે શું થશે?"

"શું થશે નહિ, અલ્યા, શું કરી શકાય એમ પૂછ." મનસુખના પ્રશ્નને સુધારતા વીરેન બોલ્યો.

પુસ્તકાલયના નજીકના પોલ ઉપરથી આવતું અજવાળું એકમાત્ર પ્રકાશનું માધ્યમ હતું,બાકી બીજા બધા પોલ થોડા થોડા અંતરે હતા ,,બે પોલની વચમાં અંધારુ જગ્યા લઇ લેતું હતું, થોડા સુધારાની જરૂર હતી,કેમકે
હવે લોકોનો સંધ્યા સમયે ફરવાનો શોખ વધી ગયો ગયો હતો, કોઈ વખત થોડો ચાન્સ રેહતો,પણ લોકો મજબૂત હતા,રાજપૂતોની વસ્તી વધારે હતી,મુખ્ય ધંધો ખેતીવાડીનો હતો, ,ખેતીમાય હવે તો બે ત્રણ ફસલો વરસમાં લેવાતી ,કેળ, શેરડીનું વાવેતર વધુ પડતું હતું ,હવે તો ટ્રેક્ટર જેવા ઝડપી સાધનોનો ઉપયોગ
 લેવાતો હતો એટલે દૂધ માટે ગાય ભેસ જેવા પ્રાણીઓ દેખાતા,જોકે હજૂ જેની શક્તિ ન હોય તે બળદ ,બળદ ગાડા વગેરે નો ઉપયોગ ખેતીવાડી તેમજ વાહનવ્યવહારમાં કરતા હતા,મગન શેઠના બે ટ્રેક્ટર હતા.
રાજપૂતોનો ઘોડાનો શોખ હતો,એટલે રસ્તા ઉપર ક્યારેક ઘોડા જતા જોવા મળતા,ફળિયાઓમાં શ્વાનની સંખ્યા દેખાતી,રાતની રખેવાળીમાં તેનો ઉપયોગ સારો હતો, ફળિયામાં અજાણ્યાએ ખુબ સાચવવું પડતું.

" કંઈ થવાનું નથી, મોટા ઘરમાં આવું બન્યું એટલે ફેલાય ગયું!"

"એકદમ થોડો ખ્યાલ આવે, કાલે વધુ ખબર પડશે" માધવની વાતમાં ભગત જોડાયો, રતિલાલ કાઈ કહેવા જતા હતા ત્યાં વીરસિંહના અવાજે અટકી ગયા,

"રતિકાકા તમે તો અમારા કરતા વધારે દિવાળી જોઈ છે, ઘરમાંથી જુવાન છોકરો અને તે કોલેજમાં ભણતો ભાગી જાય,તેની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે!! મારા મંતવ્ય પ્રમાણે છોકરીજ હોય,"

"શક્ય છે "રતીકાકા વીરસિંહ સાથે સંમત હતા

"એવું બન્યું હોય કે જગન નું લફરું મગનશેઠને માફક આવ્યું ના હોય ને બે શબ્દ આકરા કહ્યા હોય તો જગન જુવાનીના મિજાજમાં ભાગી ગયો હોય! ભગતે પણ સંમતી બતાવી,

" જ્યાં સુધી હું મગનશેઠના કુટુંબને જાણું છૂ ત્યાં સુધી જગન શાંત અને સરળ સ્વભાવવાળો છોકરો છે,એટલે જે કાઈ બન્યું છે તેમાં જરૂર કોઈ મજબૂરી પ્રતીત થાય છે,"રતિલાલ શંકાનું જોડાણ કરતા બોલ્યા.

"રતન તારું શું મંતવ્ય છે?!"

અત્યાર સુધી ચુપકી સાધી રહેલા રતનને જગાડતા વીરસિંહ બોલ્યો

"મને ક્યાંથી ખબર હોઈ, હું કંઈ ત્રિકાળ જ્ઞાની નથી."

રતનના ગર્માયેલા જવાબથી વાતાવરણમાં હાસ્ય છવાઈ ગયું,

"સહદેવ"ભગતે મોટેથી હસતા રતનને સહદેવ (પાંડવ પુત્ર) સાથે જોડ્યો,

"મગનશેઠનો જગન ભાગી ગયો એમાં રતનના માથે તાંડવ આવી ગયું"

રતિલાલ હળવી મજાકથી રતન સામે જોતા હસ્યા

"કાકા, મને ક્યાંથી ખબર હોય તે તમે બધા મારી પાછળ પડ્યા છો! "

વીરસિંહની વાત એક ધારણા હતી કે છુપાતી વાત જાણવાનો પ્રયત્ન હતો ,એ તો ખબર ન હતી,પણ બધાજ સાથીઓ તેને સાથ આપી રહ્યા હતા, રતનની અકરામણનો કોઈને ખ્યાલજ ન હતો,
વાતાવરણમાં દબાણ વધી રહ્યું હતું,રતન શાંત અને ધીરો માણસ હતો,અને એના ઉપર એટલું બધું દબાણ,તે દબાતો જતો હતો,શું કરવા માંગતું હતું આ ટોળું,અને રતિકાકા પણ...!!,રતન બધાની ઘૂરતી આંખોનો શીકાર હતો,અંધારું વધુને વધુ ઘાટું બની રહ્યું હતું ,રતનને કદાચ પોતાનાજસાથીઓ આજે પરાયા લાગતા હતા,
એટલી મોટી મજાક, રતન પાસે કોઈ જવાબ ના હતો તે બિચારો બની આવતી મુસીબત માટે તૈયાર હતો
,કોણ શું બોલશે અને કેવો પ્રશ્ન હશે,રતન જાણે શુંન્યવાકાસમાં સરકી પડ્યો હતો,પુસ્તકાલય પાસેથી પસાર થતો રસ્તો હવે સુમસામ થતો જતો હતો,જોકે થોડા અંતરે એક- બે ટોળકી હજુ વાતોમાં મશગુલ હતી,

"અલ્યા મેં તો તારું મંતવ્ય પૂછ્યું એમાં આટલી અકરામણ ?!"

વાત પણ સાચી હતી ,ચારેતરફના હુમલાથી ધૂંધવાયેલો રતન વીરસિંહની આંખો સામે આંખો મિલાવી નહોતો શકતો, પણ હવે તેને હારવું ન હતું,ઘણી વખત આવું ગર્માયેલું વાતાવરણ આફતને આમંત્રણ આપી દેતું હોય છે ,પણ રતિલાલની હાજરી હતી,તેનો પ્રભાવ હતો એટલે એ શક્ય ન હતું, 

"હું તને સારી રીતે જાણું છૂ,તારા કહેવામાં ઘણું ઊંડાણ હોય છે"

"કેટલું ? ઊંડા કુવા જેટલું કે વધારે?"

વીરસિંહના પ્રશ્નથી રતનના મોઢા ઉપર હાસ્યની એક જલક છવાઈ ગઈ તેને, હારવું ન હતું, પણ પ્રશ્નની સાથે વીરસિંહ હજુ તેનો પીછોજ કરતો હતો,

રતન વીરસિંહ સાથે એટલો અતડો કેમ હતો,ખાલી તેના તરફ ચિંધાતી આગણીનું દબાણ હતું કે બીજું કંઈ !!,બીજું શું હોઈ શકે,પણ રતન અને વીરસિંહના ચાલુ સંબંધો બીજા બધા કરતા કૈંક વિરોધાભાસી હતા,
પહેલી વખત બે વચ્ચેના વિવાદમાં ગરમી હતી,ગરમીનું કારણ જગનના સમાચાર સાથે જોડાયેલું હોય ત્યાં સુધી બરાબર ,પણ બીજી કોઈ વાત હોઈ તો !! કોઈ અજાણી વાત ,કે જે બંનેને સંબંધો માટે હેરાનગતિ ઉભી કરી શકે, ગામના કોટવાળ વજુકાકાના આગમનથી બધાની નજર કોઈ નવા સમાચાર માટે ઉત્સુક બની, કોઈ ચલચિત્રનું દ્રશ્ય બદલાતું હોઈએમ વજુકાકાએ પંચ, પાંચસો રૂપિયાનો ફાળો લોકો પાસેથી
ગામમાં આવતો ભાગવત કથા પ્રસંગ માટે ઉઘરાવે છે,એની બધાને જાણ કરી,
યુવાનો અને રતિકાકાએ ગજા પ્રમાણે ફાળો પંચના પ્રિન્ટેડ કાગળ ઉપર લખી વજુકાકાને આપ્યો,કોટવાળની નોકરી વજુકાકા કેટલાય વરસોથી કરતા હતા,તેમનું કામ ગામના ઉપરી તેમજ ગામના લોકો વચ્ચેનું હતું

"વજુકાકા તમને જગન ની ખબર પડી? "વિરસીન્હેં વજુકાકાને પુછતા આતુરતા બતાવી,

"હા, ભાઈ જગન કંઈ જતો રહ્યો છે એવું જાણ્યું, વધારે ખબર નથી" એમ કહેતા

વજુકાકા બીજી ટોળી તરફ વર્યા. ગામના ઉપરી એટલે પંચાયતના સભ્યો ,
અને સરપંચ સભ્યોના ઉપરી, ગામના ગામના લોકોની પસંદગીના મતથી ચુટાયેલું નાનું ગ્રુપ,,ગામના જુદા જુદા સવાલો,પ્રસંગો,અવસરો વગેરેની વ્યવસ્થીત વ્યવસ્થા અને નિકાલ કરતુ નાનું ગ્રુપ,પંચાયત, વજુકાકા, કોટવાલની એક નાનકડી નોકરીનું વફાદાર પાત્ર,ગામની સરહદોની અંદરનો વ્યવહાર, નાનું ગામ, ગામની સાથે જોડાયેલા,મંદિરો,કુવા,ઝરણા પાદર,બસસ્ટોપ,રસ્તાઓ ,વીજળીની વ્યવસ્થા,દુકાનો,અવસરો,અને ઘણું બધું,અને લોકોની સલામતી માટેની જવાબદારી,બધું બરાબર જો લોકોના ચુટાયેલા ઉપરી અધિકારીઓ બરાબર,નહિ તો ખુરસીની માયા અને બધી અવ્યવસ્થા. કુદરતી ઠંડો વાયરો ચાલતો હોઈ,એટલે વાતાવરણ તંદુરસ્ત,લોકો ભોળા,એટલે વધારે પડતું પોલીટીક્સ નહિ,અને બધું સારું.
 વીરસિંહ અને રતન વચ્ચે ઉભું થયેલું ઠંડુયુદ્ધ અહી સમાપ્ત થઇ જશે કે પછી બીજી કડીઓ જોડશે,
રતનને હારવું પણ ન હતું અને બને ત્યાં સુધી આ ચર્ચાથી દુર રહેવું હતું,ગીતા રતનની સાથે કોલેજની લોબીમાં વોક કરતી હતી,ત્યારે વીરસિંહ સામેથી આવતો હતો,અને હાથ ઉંચો કરી રતનને બોલાવેલો,રતન જવાબ આપ્યા વગર નીકળી ગયેલો,તે વાતને ઘણો સમય થયો,કદાચ વીરસિંહ એ વાતને તાજી કરવાના બહાને રતનને દબાવતો નહિ હોયને!! જગનની વાતમાં એ વચ્ચે ક્યાંથી આવે,જો એ વાત હોય તો રતનને કોઈ ડરવાનું ના હતું,ગીતા તેના ક્લાસમાં સાથે ભણતી હતી,કેટલીય વાર તેઓ સાથે જતા ,વીરસિંહની સંબંધો જોવાની રીત રતનને માન્ય ના હતી,એટલે તે ગર્માયેલો હતો,ગ્રુપમાં ચકડોળે ચઢવું ના હતું,એનો શું ભરોસો,અને પછી તો રોજની માથાકૂટ અને પ્રશ્નોની જડી,ખોટી વાતો સહેલાઈથી બધાના ગળે ઉતરી જાય,જો કે જગન પણ એની કોલેજમાં ભણતો હતો,કોમર્સ કોલેજમાં રતન,જગન અને વીરસિંહ જુદા જુદા ક્લાસમાં ભણતા હતા,તેની ગ્રુપને ખબર હતી,એટલે જગનના સવાલથી બધા વીરસિંહને સાથ આપતા હતા

"આજના આટલા ઠંડા વાતાવરણમાં ફરી વરેલું ગરમીનું મોઝું, અંતે તો ગરમ ગોટાના ભોગમાં ફેરવાશે " નીચી નજરે મનસુખ બોલ્યો

"અને ભોગના ફડીયા !?" વીરસિંહ સ્માઈલ આપતા ઈશારો કર્યો

"એ તો રતન કે વીરસિંહે"મનસુખે જોડ્યું

"વીરસિંહ કઈ રીતે, ગરમી તો રતને વાયબ્રેટ કરી" વીરસિંહે બચાવ કરતા કહ્યું

"પણ રતન આ પહેલા ક્યારેય ગરમ થયેલો, બધા એકબાજુ થઇ ગયા તો બધા ભોગવે"રતને પૂર્ણવિરામ મુકવાનો પ્રયત્ન કર્યો.

"મારું ખિસ્સું તો ખાલી, વજુકાકા લઇ ગયા"ભગતે પોતાની વાત કરી

"તો ભગત લોન લઇ લે, આજે તારી જે બોલાવીએ" વીરસિંહે હસતા કહ્યું, અને બધાએ હસતા સંમતિ આપી

ભગત નકારો કરવા જતો હતો,ત્યાં

"આજે રતિકાકા તરફથી" રતિલાલે બધાને શાંત કરવાના ઇશારે સમાપ્ત કર્યું આ બરાબર ન હતું ,પણ રતિલાલની રજુઆતનો કોઈયે અનાદર નકર્યો, બધાના મોઢા સિવાઈ ગયા .
 આજની ચર્ચા ખાટી મીઠી લાગણીઓ વચ્ચે સંકેલી ઉભું થયેલું ગ્રુપ લાયેબ્રેરીના પોલની ગલીમાંથી તેમની તરફ દોડતી આવતી નાની આકૃતિ જોઈ રોકાઈ ગયું,સહેવાગ દોડતો આવ્યો,

"પપ્પા, મમ્મી જલ્દીથી તમને ઘેર બોલાવે છે” રતિલાલનો હાથ પકડી તે બોલ્યો, દોડવાથી તે હાંફી ગયો હતો

"રતિકાકા આજે આપણને સહેવાગ ગોટા ખવડાવશે,"મનસુખ સહેવાગ તરફ હસતા બોલ્યો

"ઓવે, મારી પાસે પૈસાજ નથી ને "રતિલાલનો હાથ હલાવતો સહેવાગ બોલ્યો,પાચમા ધોરણમાં તે ભણતો હતો,અને સ્મૃતી સાતમામાં ભણતી હતી .

"એવું ના કેવાઈ અલ્યા, ખવડાવીસ એમ કેને,"રતિલાલ સ્મિત રેલાવતા તેના તરફ જોતા બોલ્યા, સહેવાગ થોડો શાંત થયો એટલે રતિલાલે પૂછ્યું " કોઈ આવ્યું હતું?!"સહેવાગે જવાબમાં ડોકું ધુણાવી ના પડી

"સારું,"કહેતા રતિલાલે પાકીટ કાઢ્યું અને ગોટા માટે વીરસિંહને પૈસા આપવા માંડ્યા,


"કાકા, અત્યારે તમે અત્યારે તમે ઘેર જાવ, મણીકાકી ખાસ કામ હોઈ


અમે મેનેજ કરી લઇશું"વિરસિંહ સાથે બધા મિત્રો સંમત હતા

“ભોગીલાલને મારી ગેરહાજરી નહિ ગમે, તેને મારા જૈ અમ્બે કહેજો, ચાલો તો ફરી મળ્યા" ભોગીલાલના ગોટા ગામમાં વખણાતા

"સેહવાગ, તારા ગોટા બાકી" વીરસિંહે જતા સહેવાગને હસતા કહ્યું,
"ઘેર આવજો, મમ્મીને કહીસ તે બનાવી દેશે " સહેવાગે બાળમાનસની નીર્દોષ રજૂઆત કરી અને બધા છુટા પડ્યા, રતિલાલ અને સહેવાગ લાયબ્રેરીની ગલીમાં દેખાતા બંધ થયા, બાકી બધા ભોગીલાલના ગોટા ખાવા ઉપડ્યા,ચોરો ખાલી પડ્યો,રાત અંધારી હતી ,હવે બીજું કોઈ આવે એવું ન હતું,સુમસામ,બાજુવાળી ટોળીઓ પણ ક્યારે જતી રહી તેની કોઈને ખબર ન હતી, તમરાનો અવાજ વધુ સક્રિય થયો હતો ,ભય ન હતો, પણ સુમસામ રાતના અવાજો ભયભીત વાતાવરણ ફેલાવી રહ્યા હતા. ગોટાનો ટેસ્ટ તેના બનાવનારની આવડત ઉપર આધારિત હોય છે અને ભોગીલાલ તેના અનુભવ સાથે પ્રખ્યાત હતા ,રાતે મોડે સુધી લોકો તેનો લાભ લેતા હતા , સાથે તરેલાં મરચા અને કાપેલા કાન્દ્દાનો ટેસ્ટ,જઈ રહેલા ગ્રુપમાં હજુ રતન અને વીરસિંહ હોવા જોઈએ તેવા નોર્મલ ન હતા, ગીતા સાથે રતનનો સંબંધ હોવો જોઈએ તેના કરતા વધુ વિરસિંહને દેખાતો હતો, અને તેથી તે પરેશાન હતો,ઘણી વખત જેલસીની હદ એટલી વધી જતી હોઈ છે કે માણસ પોતાનો બીઝનેસ ભૂલીને ન કરવાનું કરી બેસતો હોય છે એવું વિરસિંહને બન્યું હોઈ એમ લાગે છે
અને તેથી રતનને તે વારેઘડી હેરાન કરે છે,જોકે રતન તો મિત્ર છે એટલે સહન કરે છે પણ કોલેજમાં કોઈ ઘડી કોઈ જગ્યાએ ગીતાનો કોઈ સંજોગોમાં ભેટો થઇ જાય અને,વિરસિંહ રતનની બાબતે કે પોતાની બાબતે અજુગતી રજૂઆત કરી પાડે, રતન ગીતા માટે નોર્મલ છે પણ વીરસિંહ ગમે એટલો દેખાવડો કે હોશિયાર હોઈ અને ઇમ્પ્રેસન પાડવા જાયતો જરૂર અનહોની સર્જાય અને જરૂર સર્જાય,
આ બધું શક્ય હતું ,રતનને કદાચ તેની ખબર હોય તેમ તે ગમે તે સહન કરીને પણ તેને રોકવા નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો. વીરસિંહ મજબુત બાંધાનો કદાવર યુવાન,ઉંચાઈ પણ સરખી,દેખાવ સારો,આમ જુઓ તો બધું દેખાવડા માણસને બંધ બેસતું,કોઈ જુએ તો નજર બાંધીને ઠરી જાય, કદાચ વીરસિંહ પોતાના દેખાવથી
 ઈમ્પ્રેસ્સ થતી વ્યક્તિને ગર્વથી જોતો,પણ રતન સાથે કોલેજની લોબીમાંથી પસાર થતી ગીતાને તેના
દેખાવની કોઈ કિંમત ન હતી તેનો તેને અફસોસ હતો,રાજપૂત હોવાથી ડર કે ભય જેવા શબ્દોની અસર
ન હતી,પણ ગીતાની વર્તણુક તેને માન્ય નહતી,તે તેને પોતાનો માનભંગ સમજવા માંડ્યો હતો,ઘેરી થતી આ અસર તેને કોઈ અજુગતા સ્ટેપ તરફ ઘસેડી જાય તે સહજ હતું ,કેમકે આવી વસ્તુમાં માણસ બધું સાચું હોય તોપણ પોતાની સમજને આધીન થઇ પોતે જ સાચો છે એમ પુરવાર કરવા પ્રયત્ન કરતો હોય છે
 માનહાની કે નુકશાનની પરવા નથી હોતી ,રતન આ બધું જાણતો હતો,ગીતા સાથેની સારી દોસ્તી,કોઈ ખરાબ રીતે જુએ તે માન્ય ન હતું,અને દુનિયા તો જેવું દેખાય તેવું અનુભવે,પણ વીરસિંહ શા માટે આટલો બધો ગીતાનો ભાર લઈને ફરે છે,ગીતા રતનની મિત્ર હતી એમાં એને શું પુરવાર કરવું છે?,પોતાનો દેખાવની કિંમત…..!!,કઈ જ ખબર ન હતી પણ દ્રશ્ય કે સર્જાતા દ્રશ્યની સ્થિતિ જરૂર અસ્ત વ્યસ્ત હતી વહેતો વાયરો ટોળાને વિરુદ્ધ દિશામાં ક્રોસ કરતો હતો એટલે ગોટાનું સ્થાન દુર હતું તો પણ ટોળું ગરમ ગોટાની સુગંધ અનુભવતું હતું,વીરસિંહ રતનની સામે ત્રાંસી નજરે જોઈ લેતો હતો,જયારે રતનની આંખો તેનો અનુભવ
 કરતી ત્યારે વિચારધારામાં કૈંક ઉણપ અનુભવતી અને પોતે ,રતન અને વીરસિંહ વચ્ચેના ભાવી ચિત્રો કે જેમાં ગીતાનું પાત્ર ઝુમતું હતું,તેમાં ખોવાઈ જતો,ન કરવાની ચિંતા કરીને જાણી જોઇને મુસીબત ન વહોરવી જોઈએ , પણ પરીસ્થીના ફેરફારોમાં ક્યારે દબાઈ જવાય તેની મનને જાગૃત હોવા છતાં ખબર પડતી નથી,આવું બધું નરમ સ્વભાવવાળાને ખુબજ સહેલાઈથી થતું હોય છે,અને રતન તેમાંનો એક છે એટલે સામનો કર્યા વગર દબાયા કરે છે,
વિચારો એટલે શું..? વજન ,ઘણું બધું વજન કે સામેના પલ્લાનો નીચે આવવાનો ચાન્સ જ નહિ

"રતન,ભોગીલાલ તારી રાહ જોઇને બેઠા હશે "

વીરસીહના કટાક્ષથી રતનની વિચારધારા તૂટી,વારેગડીની હેરાનગતિ તેમાં સ્પષ્ટ થતી રતનને દેખાઈ ,તેણે ચુપ રહેવામાં હોશિયારી સમજી,તે ચુપ રહ્યો,શું થશે આ બે જણાનું...? એક વજનના કાટલાં એક પછી એક મૂકી મઝા લેતો જાય અને બીજો તેના ભાર નીચે હેરાન થતો જાય,એ બરાબર નથી પણ,પાત્ર ભરાઈ જાય પછી પ્રવાહી ન રેડવામાં હોશિયારી છે કે નહિ તે કોણ સમજાવે...!! ટોળામાં ઘણા પાત્રો છે ને બધા મિત્રો છે,અને બધા વચ્ચે ક્યાંક ગરમી વધતિ હોય તો માંઝા મુકે તે પહેલા ઉપાય જરૂરી હોય છે, પણ ઉપાય માટે કોઈકે સાહસ કરવું પડે ,કોઈકે બિલાડીની ડોકમાં ઘંટડી બાધવી પડે, નહિ તો વારાફરથી ચાલાકીનો ભોગ બધાએ બનવું પડે,ભગતે ભારહળવો કરવા ભોગીલાલ તરફ ઈશારો કરી સ્થાન નજીક હોવાની પ્રતીતિ કરી,ભોગીલાલ બહાર પડેલી ખુરસી ઉપર બીડીનો કસ ખેચતાં બેઠા હતા, નવરાશ ની પળો ભોગવવા ગામડામાં બીડી તો શહેરમાં સિગારેટનો સાથ લેવાતો હોય છે, તંબાકુ બંને બાજુ નુકશાન કરતી હોવાની સમજ હોવા છતાં
 માણસ બુરી આદતનો ભોગ બનતો હોય છે. ભગતના પ્રયાસે વીરસિંહ અટક્યો,તેની રતન તરફની એક નજરે તેને વધુ પ્રશ્ન કરતા રોક્યો ,રતન યથાવત મૌન રહ્યો,પણ જીતને સંકેતમાં રાખીને વીરસિંહે ભોગીલાલને સંબોધન કર્યું,

"કાકા, કેમ બધું ઠંડે ઠંડુ,"

"આજે થોડું એવુજ છે," કાકાએ ઉભા થઇ સ્ટવમાં દીવાસળી ચાપી, તેલ ગરમ થવા લાગ્યું, નાની ચોરસ બોક્ષ જેવી છેલ્લી દુકાન બાજુમાં પાનનો ગલ્લો, આગળની દુકાનમાં સેવ પાપડીવાલો ને એમ ચાર પાંચ દુકાનમાં ભોગીકાકાની દુકાન હજુ ચાલુ, તેલ ઉકર્યું એટલે કાકાએ પાચ -છ ડીસ જેટલા ગોટા કાઢ્યા મનસુખે મરચા સાથે ડીસો,બધાને આપી,ભોગીકાકા મનસુખ સામે પાણીથી ધોયેલા હાથ કપડાથી સાફ કરતા હસ્યા ,

“મનસુખ તું તો બહુ ઉતાવળીઓ..."

"કાકા તમે હવે બેસો, બે મઝાની વાતો કરો" મનસુખે કાકાને બેસાડતા કહ્યું,

"તે, રતિલાલ કેમ ન દેખાયા "કાકાએ પૂછ્યું

"તમને જય અંબે કહ્યા છે, સહેવાગ બોલાવવા આવ્યો હતો તે, ઘેર ગયા"

ભોગીકાકાને હાલ હવાલ પુછતાપુછતા બધાએ ગોટાનો સ્વાદ માંણ્યો ,વખાણ કરી બધા ઉભા થયા,

ફાનસ ઉપર પ્રકાશથી અંજાય ફૂદડી ફરતા પતંગિયા ક્યારે ઉદભવતા અને ક્યારે વિલીન થઇ જતા,કોઈને ખબર ન પડતી, ભોગીકાકાને આવજો કહી ટોળું ત્રણ ત્રણમાં વિભાજીત થઇ જુદી જુદી ગલીઓમાં અંધારે ઓજલ થઇ ગયું, ગોટાના પૈસા વીરસીન્હેં આપ્યા,રતન આગળ થયો,પણ શું થયું કે વીરસીન્હેં તેને રોકી પૈસા આપી દીધા,આ ફેરફાર ગોટાની ચટાકેદાર ગરમીનો હતો કે,પછી ઠંડી લડાઈની એક બીજાની બરાબરી પછી સંકેલાતો પ્રયત્ન હતો,ટોળાને કઈ ખબર ન પડી,વીરસિંહ,મનસુખ અને ભગત સાથે લાયબ્રેરીવાળી ગલીમાં વળી ગયો ,સુમસામ રાતમાં તમરાનો અવાઝ એકધારો ગુંજી રહ્યો હતો.


પ્રકરણ-૧ સમાપ્ત.પ્રકરણ -૨  વાંચવા બાજુમાં blog achive April -2 ની first post   (Top on right side)કોલ પર ક્લિક કરો બીજી પોસ્ટ માં પ્રકરણ -૩ નો સમાવેશ છે.

આપનો ભિપ્રાય ખુબ જરૂરી છે,આભાર 

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,આભાર.અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com)
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.