મોગરા ના ફૂલ
પ્રકરણ નવમું
ભગતની વિટંબણા
ભગતને નાનકી અને તેની સખીઓ ભેગી જોતા કૈક બન્યાની શંકા પડી,કેમકે નાનકીના હાવભાવમાં તેના ઉપર સખીઓનો કોઈ જોરદાર હુમલો થયાનું તેને સમજમાં આવ્યું હતું,તે ગુચવાયો આ નાનકીની સખીયો બે શરમ હતી તે ચોક્કસ હતું કેમકે હાસ્યની વચ્ચે તેમની આંખોમાં લુચ્ચાઈ તરી આવતી હતી,વીરસિંહ મિત્ર હતો એટલે ઘણી વખત તે તેને ત્યાં જતો,પણ નાનકી ને એવી નજરથી જોઈ ન હતી,નાનકીની ભૂલ હતી કે આ સખીઓ વચ્ચેથી છૂટી પડી તે તેને યાદ કરાવવા આવી,પણ વિચારતા વિચારતા હવે પછીની તેની અને નાનકીનાં સબંધોની સ્થિતિએ તેને ગભરાટ થવા માંડ્યો હતો,અને આ છોકરીયો વાતને કઈથી કઈ લઇ જશે,જ્યાં સુધી બધું સામાન્ય ચાલતું હોય ત્યાં સુધી કઈ વાંધો નહિ પણ આવા નારદવેડા કરીને કોઈના નિર્દોષ સબંધો ઉપર આંગણી ચિંધાય ત્યારે કેમનો કાબુ રાખવો,અને વીરસિંહ સાથેના સબંધો,તેના કાને આવી નકામી વાત પહોચે તો!!!!,તેને તોફાન નો અણસાર દેખાયો ,કોઈ ખરાબી નક્કી હતી,બધું અસમતોલ થતું દેખાતું હતું,અને આ તોફાની ટોળી તેની ને નાનકીની આજુબાજુ જ રહે છે,તેને એક વિચાર આવ્યો હમણાજ નાનકીને જઈને મળવાનો,પણ ત્યાં જવા જાય તો મણીબેન પાસે જવાનું મોડું થાય,જેને દિવસની શરૂઆત આવી થાય તે આખો દિવસ પરેશાન થાય અને પાછું જે કામે જવાનું છે તેમાં ખુશીયોના સમાચાર છે,તો કેમનું થશે,પરાણે ખુશીને ચહેરા પર લાવવા તો કોઈ કલાકાર હોય એને પણ અઘરું પડે,કેટલીય વખત પ્રયત્ન કરે ત્યારે માંડ સફળતા મળે,અને મણીબેન જોતાવેત પારખી જાય તેમની પાસે કેમનું છુપાવવું,ભગત અને નાનકી કેવા નામ કે જેની પાછળ કોઈ વધારે પડતું વહાલનો ઈતિહાસ હોય,કોઈ ચોક્કસ સમૂહ બહુ ખુશ થાય ત્યારે આવા નામનું સર્જન થાય,તેમની પાછળ મુસીબત હાથ ધોઈને પડી હતી,હવે એજ સમૂહ કેમનો વણાંક લેશે,લોકો ઘુરકશે,પથરા પડશે,સૂઝ ખોઈ બેઠેલા ભગતના મનનો ભાર અતિરેક થઇ ગયો હતો,મહાદેવની આજની ભક્તિમાં જરૂર કોઈ ખામીઓ રહી ગઈ હશે,નહિ તો મહાદેવ તો ખુબ ભોળાદેવ,દેવાધિદેવ થોડી ભક્તિમાં પણ રાજી થઇ જાય,એવી લોકોની માન્યતા,તો ભગતને કેમના હેરાન કરે,પણ ભગત હેરાન હતો,ભગત તો તેનું ઉપનામ હતું પણ ખરેખર મહાદેવ માટે તેને ઘણું જ્ઞાન હતું,ખુબ જાણતો હતો ,એટલે તે સવારમાં મહાદેવની આરતીમાં મંદિરે અચૂક હાજર રહેવાનો પ્રયત્ન કરતો,આઘાત પ્રત્યાઘાત નાં આવરણ વચ્ચે ક્યારે તે શેઠના ઘર પાસે આવી ગયો તેની ખબર પણ ન પડી,બારણાને ધક્કો માર્યો બારણું ખુલ્લુજ હતું,
" આવ ભાઈ ભગત,બેસ "મણીબેનના સદાય ખુશ એવા ચહેરાની અનુભૂતિ જોતાવેત શાંત કરે,પણ નાનકીના વારેઘડીયે આવી જતા આવરણ વચ્ચે તે થોડો પરેશાન હતો,તેને કશું જાહેર થવા દેવું નહોતું,પણ શાંત થવાનો તેને સમય જોઈએ,હમણાજ તો તાજો બનાવ બન્યો,જ્યારે મણીબેનની નજર મળી ત્યારે,પ્રશ્ન ઉભો થયો અને દબાણ વધ્યું," ભગત ,બધું બરાબર તો છેને,"અને જવાબ આવ્યો,"હા,કાકી બધું બરાબર છે કેમ,?"ભગત પોતાની જાતને સમતોલ કરતો રહ્યો,"ના, ભગત કશું બરાબર નથી,"અને મણીબેન તેની બાજુમાં બેસી તેના ખભા ઉપર હાથ મૂકી બોલ્યા,
"હું તને અને તારા ચહેરાની લાગણીયોને જાણું છું,ભગત મારાથી કઈ છુપાવીશ નહિ જે કઈ હોય તે કહે,તારાથી ન જવાય તો બીજો બંદોબસ્ત કરીશું,તેની તું ચિંતા ન કરતો" અને ભગત થોડીવાર ચુપ રહ્યો " ન જવાય એવી કોઈ વાત નથી કાકી,પણ..." અને આજુબાજુ કોઈ નથી તેની ખાત્રી થતા તે બોલ્યો " આતો મહાદેવના મંદિર ગયો તો,ને નાનકી પણ આવી હતી તે,હું સુક્લાજી સાથે વાત કરતો હતો,તેણે મને અહી આવવાનું યાદ કરાવ્યું મોડું નાં થાય એટલે, પણ એવું લાગ્યું કે તેની સખીયો તેની મશ્કરી કરતી હતી એટલે હું થોડો પરેશાન થઇ ગયો હતો" જેમ કોઈ દીકરો પોતાની વાત માને કહે તેમ ભગતે કહી નાખ્યું," ઓહ આટલી વાત છે,તેમાં શું વાંધો, સખીયો છે,નાનકી કોઇથી જાય એવી નથી,બહુ મજબુત છે ભગત,અને સબંધોમાં એવું હોય તો હું તને સલાહ આપું કે કશું ખોટું નથી,મને તો જોડી નો સ્વીકાર છે,"મણીબેનના કહેવા ઉપર ભગતની આંખો સ્થિર થઇ ગઈ,તે અવાક બની ગયો,"પણ કાકી એવી રીતે નાનકીને મેં કોઈ દાડો જોઈ પણ નથી...!!!"અને "જોઈ નથી તો હવે જોજે,નાનકી તેની સખીયો પર ખીજવાઈ હોય તો તેને તારા માટે કૈક લાગણીયો જરૂર હશે,તારી કાકી તારા માટે ક્યારેય કશું ખોટું ના વિચારે તે તું જાણે છે,એટલે એતો સારા સમાચાર છે,તને જોઇને હું પારખી ગઈ હતી કે કૈક ખોટું થયું છે,સારું થયું તે સાચી વાત કહી દીધી,હવે આખો દિવસ શાંતિ લાગશે." અને અલ્કાબેન આવતા વાત રોકી,કાકાને શું કહેવાનું છે તે મણીબેન ભગતને સમજાવવા લાગ્યા,ભગતે વાત સાંભળી પણ તેના મને ક્યારેય નહિ વિચારેલી લાગણીયો ક્યાંકથી શરું થઇ,કોઈ રોમાંસનો અનુભવ થયો,નાનકી એવું વિચારતી હશે,'સબંધ'કાનો માત્ર વગરનો ગુજરાતી શબ્દ તેના માનસપટ ઉપર દબાણ કરીને કોઈક નવી દુનિયામાં તેને ધસેડી ગયો,સીધો સાદો ભગત મણીબેન ની સલાહથી ખોવાઈ ગયો,સાચું ખોટું જે હોય તે પણ તેના મનને કાકીની સલાહ ગમવા લાગી,ઘડીક પહેલા ફરિયાદ અનુભવતો હતો તે પોતે ગુનેગાર બનવા તૈયાર બન્યો,શૂન્યમાંથી સર્જન થયેલી કોઈક અદભુત લાગણીયોથી તે ખુબ ખુશ હતો શું કહેવાનું અને બીજી બધી માહિતી ભગતે યાદ રાખી લીધી,અને જતા જતા મણીબેન તરફથી આવેલા સ્માઇલને ખુબ ખુશ એવા ભગતે એવોજ જવાબ આપી ત્યાંથી પ્રસ્થાન કર્યું,અલ્કાબેન ત્યાજ હતા પણ વાતાવરણમાં આટલી ખુશી કેમ તે કંઈજ સમજી ન શક્યા,વિચાર આવ્યો પ્રશ્ન કરવાનો પણ કોણ જાણે કેમ હિંમત ન કરી શક્યા,જય શ્રી કૃષ્ણ નો છેલ્લો ઉચ્ચાર બંધ થતા બારણા વચ્ચેથી આવી ઘરના વાતાવરણમાં ભળી ગયો,ભગત બસ સ્ટેન્ડ બાજુ રવાના થયો,વચમાં ચાલતા ભગતને વિચાર આવ્યો હજુ બસને આવવાને ઘણી વાર હતી,નાનકીનું ઘર વચ્ચેજ પડતું હતું, મણીકાકીની સલાહ સાથે કેટલી મજબૂતાઈ છે તે જાણવાનું તેને મન થયું,અને એટલું દબાણ આવ્યું કે તેણે તેને બીજું બધું પડતું મૂકી મુખ્ય સ્થાન પર મૂકી દીધું,રસ્તો બદલાયો, સીધો નાનકીના ઘર તરફ, બીજા વિચારોએ આક્રમણ કર્યું,પેલી સખીયો બારીમાંથી ક્યાંક જોતી હશે તો!!!!,પણ નાનકી ને વાંધો ન હોય તો દુનિયા સાથે લડી લેવા તે તૈયાર હતો,વીરસિંહ તેનો ભાઈ,તેનો ભાઈબંધ હતો,પણ જ્યાં નાજુક સબંધોની વાત હોય ને તેની બેન સામેલ હોય તો,ભાઈબંધી સલામત રહેશે!!,અને ખીજ્વાયેલી નાનકી બારણું ખોલશે ત્યારે કઈ હિંમતથી તે બોલશે,બધા વિચારો તેને પાયમાલ કરવા લાગ્યા,તેની ચાલવાની ગતિમાં થોડી રુકાવટ આવવા લાગી,તેને ઘડીક માટે બસ સ્ટેન્ડ તરફ પાછા જવાનો વિચાર આવ્યો,સીધા સાદા જીવનને અનેક સમશ્યાઓમાં ફસાવવાનું બરાબર ન હતું પણ કોઈ અજાણ્યા દબાણથી તેની ગતિ ન અટકી,તે ચાલતો રહ્યો,યુવાની જોબન પર હથોડા મારતી હતી,આખરે નાનકીનું ઘર આવી ગયું,બારણા ઉપર લટકતી સાકણને પકડી બે ટકોરા માર્યા,બારણું ખુલતા વાર લાગી, ખુલ્યું ત્યારે નાનકીની માં દરવાજા ઉપર હતી,થીજેલો બરફ ગરમીથી ઢેફાની માફક સરકી પડે તેમ ભગત પડ્યો, " આવ ભગત,પણ તું બસમાં જવાનો હતો એવું નાનકી કહેતી હતી,"હવે જવાબ શું આપવો,થોડોક ગુચવાયો,ન કરે નારાયણ ને નાનકી હાજર થાય," હા, પણ નાનકી મંદિરે આવી ત્યારે કૈક પરેશાન દેખાતી હતી,એટલે સમય હતો ને વચ્ચે ઘર આવ્યું એટલે મને થયું કે પુછતો જાઉં"જવાબ કેમ નો હતો તેની તેને ખબર ન હતી,નાનકીની માં શું વિચારશે તેની પણ ખબર ન હતી,અને નાનકીએ સાંભળ્યો હશે તો શું કહેશે તેની પણ ખબર ન હતી,પણ કૈક કહેવું જોઈએ એટલે તેને જે યોગ્ય લાગ્યું તે કહી દીધું,નાનકીની માં ઘડીક જવાબથી અટકી,કદાચ નાનકી માટેના વિચારે તે ભોથી પડી "સારું ને નાનકી માટે તું ભાવ રાખે છે,પણ તેણે મને કઈ કહ્યું નહિ, " અને નાનકી બહાર આવી "મંદિરે શું થયું હતું બેટા..!!"અને નાનકીની ભારે નજર ભગત તરફ સ્થિર થઇ,ભગતના જોબનના ઝઝુમતા ઘોડાને લગામ લાગી ગઈ,કોઈક સારા દ્રશ્યની શોધમાં ખેચાઇ આવેલો ભગત હતાશ થઇ ગયો,મણીકાકી સાચા હોય તો નાનકી મારી હાજરીમાં આટલી ગરમ કેમ,અને મારા તરફ ભારે નજર કરવાની જરૂર શું,મેં તો કોઈ ભૂલ નથી કરી હું તો ફક્ત આજ સુધી વીરસિંહની ભાઈબંધીના સબંધે અહી આવતો હતો,તારી સખીઓ તારી મશ્કરી કરે એમાં મારા તરફ આટલો બધો ખીજ્વાટ,હું પણ ખીજવાઈ શકું છું,મન ચકરાવે ચઢ્યું,અરે ભગત,ક્યાંથી ક્યા આવી ગયો,એના કરતા સીધો બસ સ્ટેન્ડ તરફ ગયો હોત તો,હવે ખા લાડવા,જે કામ કરવાનું અગત્યનું હતું એમાય સમય કાઢીને પ્રેમની પરિક્ષા કરવા નીકળ્યો,અલ્યા કૃષ્ણ ભગવાન જાત જાતની હેરાનગતિ કરતા તોય વ્રજની ગોપીયો તેમના પ્રેમમાં સુધ બુધ ગુમાવી દેતી,નાનકી કઈ ગોપી નથી,એટલે જેમ ચઢતા પગલે અહી સુધી આવી ગયો તેમ વળતા પગલે પાછી પાની કરી જા,અત્યાર સુધી કેટલો ખુશ હતો અને નાનકીની એક નજર તારે માટે કેટલી ભારે પડી,એટલે નરમ થઈને હાઈ હલ્લો જે કઈ કહેવું હોય તે કહીને અહીંથી ચાલતી પકડ,પણ ભગતને બીજી બાજુ વાળતું તેનું મન તેને તેમ કરતા રોક્યો,તે સ્થિર થઇ ગયો,અત્યાર સુધી બારણે સુધી આવ્યો તે નાનકીના હેતુ માટેજ આવ્યો હતો એટલે બારણા ઉપર ટકોરા મારતા પહેલા ગતિને રોકવાની જરૂર હતી હવે તો બારણા ખુલ્લા થઇ ગયા અને નાનકી અને નાનકીની માં બંને હાજર છે,તો પરિસ્થિતિનો સામનો એ એકજ ઉપાય છે,બાકી પાછી પાની કરવી એમાં તો તું ખરેખરો અપરાધી સાબિત થઇશ માટે થોભ,હજુ નાનકીને બોલવા દે,પડશે એવી દેવાશે.અને આ વિચારે તેને થોડો મજબુત કર્યો "ભગત માને તે શું કહ્યું,?!!"લો કહો નાનકી આટલી બેરહેમ,માન અપમાન બધું ભુલાઈ ગયું,માની આગળ ભગતનો દોષ, હવે તો સમજ ભગત,અપમાનનો ભાર વધતો જાય છે,અપમાન પછીની ક્રિયાઓ સહન કરવાની શક્તિ હોય તો ઉભો રહે નહિ તો,સરખો જવાબ આપીને પૂર્ણવિરામ મૂકી ચાલતી પકડ,બસનો સમય થતા,તે પણ તારી રાહ જોઇને ઉભી નહિ રહે,તું ક્યાયનો નહિ રહે, ચારે બાજુના દબાણથી ભગતના શ્વાશની ગતિની ઝડપ વધી,એકવાર એવું લાગ્યું કે માની હાજરીમાં નાનકીને લાગણી હોય તો પણ કેવી રીતે કહે,એ તેની માં છે,અને જન્મથી તે તેના બંધનમાં છે, તારી વસાત કેટલી,સાચું સમજ ભગત,દરેક વાત કહેવાની નથી હોતી,અને નાનકી તો નારી છે,સમજવાનું તારે છે,હજુ કઈ બગડ્યું નથી,નાનકી જે ભગતને જાણતી હતી તે ભગત અત્યારે તેને જુદો દેખાતો હોય,અને સખીયોની હેરાનગતિ તેને પરેશાન કરતી નહિ હોય, માટે વ્યવસ્થિત જવાબ આપતા પહેલા થોડો શાંત થઇ જા,ભગતે હવામાં નીસાસાનો શ્વાસ છોડ્યો,રૂમ મોગરાના ફૂલોની સુગંધથી ભરાઈ ગયો હતો,વાડામાં થયેલા મોગરા ઉપર આજે ખુબ ફૂલો ઉતર્યા હતા એટલે નાનકીની માએ ભગવાનનું મંદિર મોગરાના ફૂલોથી ભરી દીધું હતું,મોગરાનું અસ્તિત્વ એક કુદરતનું વ્હાલ છે કે જેની હાજરી માત્રથી ખુશ્બુ રેલાઈ અને આજુબાજુના વાતાવરણને ખુશીયો થી ભરી દે,પછી તે ભગવાનની સેવામાં ચઢે કે,સુંદરીના વાળની શોભામાં વેણી બની સુગંધ ફેલાવે જ્યાં તેની હાજરી ત્યાં ચારેબાજુ સુગંધ,રંગ સફેદ પણ જલારામ બાપા જેવી વિભૂતિ પણ તેનાથી ખુબ ખુશ,જલારામ બાપાને વ્હાલા મોગરાના ફૂલ,આવા આ ફૂલોનાં વાતાવરણમાં ભગતની સ્થિતિ,સમશ્યા કે સમાધાન,ભગત એ ભક્તિ તરફી એક શબ્દ એટલે સમાધાન,"માને મેં એટલુજ કહ્યું કે નાનકી પરેશાન દેખાતી હતી"અને નાનકીની નજરોમાં થોડી રાહત, માં બાજુ હળવો વણાંક પણ માં તરફથી કોઈ ફરિયાદ નહિ, “સારું ,હું કઈ હેરાન નથી,પણ તું તારી બસ ચુકી જશે, માટે જવું જરૂરી,"તમે માંથી તું થઇ ટુકાઈ ગયેલો શબ્દ અને નાનકીની નજરમાં ભળી ગયેલી ઠંડકથી વહી આવતું હોઠોનું સ્માઈલ,કોઈ નુકશાન નહિ,અજાણ્યા ઉપજેલા સબંધોની મજબુત પક્કડ,માના હૃદયમાં છવાતી ખુશી અને શાંતિ,ભગતનો સફળ પ્રયાશ,"મણીકાકીએ તને યાદ કરી હતી,સમય હોય તો જજે,"એક વધુ મજબૂતાઈ,"જય શ્રી કૃષ્ણ, કાકી"એક આદર અને ભગતનું પ્રયાણ,જય શ્રી કૃષ્ણ ભગત,સાચવીને જજે"ઘરડી નજરોમાંથી ચરાઈ આવતી લાગણી,બંધ થતું બારણું,બારણાની પુરાતી જગ્યામાંથી નાનકીના ચહેરાની ખુશીયો વચ્ચે નજરોની પરાકાષ્ઠા,અને એવોજ ભગતનો પ્રત્યાઘાત,"આવજે "અને નાનકીના હાથના ઇશારે બધ થયેલુ બારણું,મોગરાની છેલ્લી સુગંધ વચ્ચે ભગતનું બસ માટે પ્રયાણ, ભગત બારણાની બંધ થવાની છેલ્લી પળોમાં નાનકીના સુમુધુર સ્માઈલને માણતો ચાલતો રહ્યો,આવજેના ઈશારામાં હલતો હાથ કોઈ ગજબ સ્વપ્નામાં લઇ ગયો,એ હાથનો સ્પર્શ થયો હોત તો....!!!,તો કોઈ ફિલ્મી સવાદમાં ફેરવીને કહેત તારા હાથો ખુબ સુંદર છે જેને સ્પર્શ કરે તેને જીવવાનું શીખવી દે છે,તેનો એક ઈશારો મારા જીવનને ધન્ય બનાવવા જઈ રહ્યો છે,નાનકી,લોકો પોતાનું તકદીર હથેળીઓમાં શોધવાનો પ્રયત્ન કરે છે પણ મારી તકદીર તો તારા હાથોમાં છે અમીરી ગરીબીના કોઈ તફાવતની જરૂર નથી, બીજા કોઈ તફાવતની જરૂર નથી,સંતોષની દુનિયામાં જીવી લઈશું,અમીરીની ઈમારત અને સાધનો જેના હોય તેને મુબારક,તે તેનું નસીબ છે,તે ભભકતી દુનિયાના રંગથી દુર રહીશું,સંતોષી જીવનમાં જીવન રસની મીઠાશ છે,નાનકી બસ તું તારું માધુર્ય હવે ઓછું થવા ન દેતી,ખોવાઈ ગયેલો ભગત સ્વપ્નોની દુનિયામાં હતો કે તંદ્રાવસ્થામાં,પણ આંખો રસ્તો જોતી હતી અને એ ચાલ્યો જતો હતો,આજુબાજુ બીજું બધું તેની નજર બહાર હતું,બંધ થતા બારણે અટકેલી નજર કદાચ બસના દરવાજે ઉઘડે એવી તેની પરિસ્થિતિ હતી, અતિશયોક્તિ ક્યારેક નહિ પણ કાયમ જીવલેણ નીવડતી હોય છે,મધને તેની માત્રામાં લેવાય તો ગુણ કરે,ક્યારેય દુધની માફક ન પીવાય,પણ ખોવાયેલાને શીખામાણ કોણ આપે,બરાબર બસ સ્ટેન્ડે પહોચ્યો ને બસની ઘંટડી વાગી તે દોડ્યો બસનું બારણું બંધ થાય તે પહેલા તે બસમાં ચઢી ગયો, કાળજી રાખતો કંડકટર બોલ્યો "કેમનું છે ભગત,કેમ દોડવું પડ્યું ?"હવે આને ક્યા જવાબ આપવો પણ મૂંગા રહેવામાં પણ ફાયદો નહોતો કેમકે બસ ગામના બીજા ઘણા માણસોને લઈને જતી હતી,એમાં જો કોકની નજર પાછી શંકા કરવા માંડે,કેમકે કૈક બન્યું હોય એટલે નજર પણ શંકાશીલ બની ગઈ હોય અને જે કોઈ જુએ તે બધા જાણે દુશ્મન,જ્યાં સુધી કોઈની સાથે વાતચીત ન થાય ત્યાં સુધી સારું,એટલે તેને જવાબ આપી દીધો,"દોડ્તે નહિ તો તમે મારે માટે ઉભા થોડા રહેવાના હતા,દોડ્વુંજ પડેને " અને ચર્ચા અટકી નહિ"હોય કઈ ભગત,તને તો હું ઓળખું છું,પણ મારી નજર બહાર જ હોય,છેલ્લામાં છેલ્લા પેસેન્જરને આ બસ લઈને જાય."અને તે હસ્યો,હવે ભગતને ચર્ચા વધારવામાં રસ નહોતો એટલે ખાલી જગ્યામાં હસીને બેસી ગયો,ઘણા બધા ગામના હતા એટલે કોઈ ઓળખતા પણ હશે,પણ ભગતને આજુબાજુ જોવામાં પણ રસ નહોતો,બારી બહાર જોતો રહ્યો,પણ તેને ખબર નહોતી,કે આવી વર્તણુક લોકોની ઇન્તેજારી ખુબ વધારી દેતી હોય છે,કેમકે તે હવે સામાન્ય વ્યક્તિ નથી પણ લોકોની નજરોમાં કોઈક એક શંકાશીલ છે,અને એવુજ થયું તેની બાજુની જગ્યા ખાલી હતી,તેમાં એક દરબાર આવીને બેસી ગયા અને તેની સામે જોઈ હસ્યા,"કેમ ભગત,આજે શહેર બાજુ...? "કેમથી શરુ થતા બધા પ્રશ્નો હવે તેને માથાનો દુખાવો કરવા લાગ્યા,એકથી બચ્યો તો બીજો જોડાઈ ગયો,અને બરાબર બાજુમાં,હવે શું કરવું,ઉભા થઈને બીજે બેસવું તે પણ તેનું અપમાન અને પછી પાછો પ્રશ્ન તો કેમથી જ શરુ થવાનો,નવરા પડ્યા નથી ને કોઈનું નખ્ખોદ વાળ્યું નથી,હવે તો માથું ફાટી જશે,"બસ આ થોડું કામ હતું "હવે તેને ચુપ કરવામાં અહીજ પૂર્ણવિરામ મૂકી દેવું જો પાછું પૂછ્યું કે તમે, તો તો આ દરબાર ભગતને એવો ઘસડી જશે કે તેને શ્વાસોશ્વાસની તકલીફ થઇ જશે એટલે તે ચુપ રહી બારી બાજુ જોવા માંડ્યો,નજર છોડાવતા ભગતને દરબાર પલક માર્યા વગર જોતો રહ્યો,અને પાછો પ્રશ્ન આવ્યો
"જુઓ,હું એક કોલેજમાં અભ્યાસ કરું છું,મારા હોમવર્કમાં આવો એક વિષય છે જેમાં આવી બધી માહિતી ભેગી કરવાની છે તમને વાંધો ન હોય તો,પ્લીઝ...!!!"અને ખબર નહિ પણ ભગતે પોતાનું નામ કહ્યું,"મારુ નામ ભગત"અને છોકરી હસી,અને "એમાં હસવા જેવું શું છે...?"હસતી છોકરી અને ખામોશ ભગતના સંવાદથી એક ઘોઘાટ જેવું વાતાવરણ ઉભું થયું,આજુબાજુ,આગળ પાછળ બધા એક તમાશાની નજરે જોવા માંડ્યા,અને એકે તો મોટા અવાજે બુમ પાડી "વાહ રે ભગત,તારી લીલા ન્યારી "અને તે જોરથી હસ્યો,અને બધા સામેલ થયા,તેમાં પેલા દરબારની નજર પડી,અરે આતો બધા છોકરાની હાંસી ઉડાવે છે,અને દરબાર ઉભા થયા,ના ગમ્યું,અને એક જોરદાર તમાચો પેલા બોલનારના મોઢા ઉપર આવી ગયો,વાતાવરણ ફેરવાઈ ગયું,હાસ્યનું મોઝું જેટલા દબાણથી આવ્યું હતું એટલા દબાણથી શમી ગયું,તમાચો પડ્યા પછી કોની હિંમત કે કોઈ કઈ બોલે,ખભા પરથી સરકતો ખેસ સરખો કરતા દરબાર બોલ્યા "ખબરદાર વાત જાણ્યા વગર ભગતને કઈ કહ્યું છે તો,..." જવાબમાં પેલાએ દરબારની માફી માંગી લીધી,અને દરબારની નજર ફેરવાઈ પેલી છોકરી ઉભી થઇ, તે પણ બોલી,"સોરી,કાકા મારે લીધે બધી પરેશાની થઇ," "નાં બેટા,એમાં તારો કઈ વાંક નથી પણ બધાની વચ્ચે ગમે તેની મશ્કરી કરવી સારું નહિ,"જેમ તેમ બધું શાંત પડ્યું,પણ પેલી છોકરી હેરાન થઇ હોય તેમ તે ભગતની આગળની સીટ ખાલી હતી ત્યાં બેસી ગઈ,ઘડીક પહેલા જે દરબાર સાથે ભગતને માથાકૂટ થઇ એ દરબાર ભગતની મદદે આવ્યા ભગત અવાક બની ગયો,ક્યાંથી ક્યા બધું જોડાઈ છે,દરબારે તેમની બેઠક પર બેઠા બેઠા ભગતને બધું બરાબર હોવાનો ઈશારો કરી હાથ ઉચો કર્યો,ભગત હજુ એ દરબારને સમજી ન શક્યો,ભગતને પેલી છોકરીને માહિતી પુછવી હોય તો પૂછી શકે એવું કહેવાની ઈચ્છા થઇ પણ તેનાથી કઈ ન બોલાયું,અને પેલી છોકરીને પણ આવું બધું બન્યું એટલે,એ બાબતમાં રસ નહોતો,બસ ભગત બારી બહાર જોતો રહ્યો અને બસ તેની ગતિમાં સરકતી રહી, બે ત્રણ સ્ટોપ પસાર થઇ ગયા,બસમાંથી કેટલાક મુસાફરો ઉતર્યા અને કેટલાક બસમાં ચઢ્યા,દરબાર તેમની બેઠક ઉપરથી ઉભા થયા અને જેને સબક શીખવાડ્યો હતો તેની સીટ પાસે ઉભા રહ્યા,તેની નજર એક થઇ પણ પેલો ગભરાયો,એની બાજુમાં બેઠેલો પણ દરબાર કઈ કહે તે પહેલા બીજી સીટ પર જઈને બેસી ગયો,દરબાર ખાલી સીટમાં બેસી ગયા અને પેલાના ખભા ઉપર હાથ મૂકી બોલ્યા," જો ભાઈ,મારું ઉતરવાનું આવી ગયું,એટલે જતા પહેલા મને થયુકે તને મળતો જાઉં, તું ને આ ભગત મારે માટે બંને સરખા, થોડું ખોટું થયું,પણ ભગત તારી જગ્યાએ બોલ્યો હોત તો તેને પણ આવીજ સજા થાત,ભાઈ માફ કરી દેજે,આ ઉમર કોઈ પાઠ ભણાવવાની તો છે નહિ,પાંચ-દસ વર્ષમાં આ જીવન પૂરું થશે,બસ તું મને માફ કરી દે એટલે હું જાઉં"પેલો આ દરબારને જોતો રહ્યો,"કાકા કેવી વાત કરો છો,મને તો જિંદગીનો પાઠ મળી ગયો,નહિ તો આ એક તમાચાની જગ્યાએ કૈક જુદોજ અનુભવ થાત,એટલે તમારો તો ખુબ ઉપકાર છે,તમારે માફી માંગવાની ન હોય"અને દરબારને કૈક સંતોષ થયો હોય તેમ પેલાના ખભા ઉપર બે ત્રણ વાર હાથ ઠપકારી,"આભાર,બેટા નહિ તો મારો રામ મને માફ ન કરતે,રામ રામ," અને પેલો સમજી ન શક્યો ,બસ ઉભી રહી તે દરબારને જોતો રહ્યો,દરબાર ઉતરી ગયા, આ દરબાર હતા કે કોઈ રામના ભગત એ કોઈને ખબર ન પડી,ફરી ઉપડેલી બસમાં બેઠેલા ભગતની છેલ્લી નજર પડી જેમાં દરબારને જોયા અને બારીમાંથી હાથ હલાવી આવજોનો ઈશારો કર્યો, દરબાર હસતા દેખાયા પણ અંતર વધતું ગયું અને એક વણાક આવ્યો ને દરબાર દેખાતા બંધ થયા,ભગત નિરાશ થયો, તેને યાદ ન આવ્યું આ દરબાર વિષે તે તેના ગામના રહીશ હતા,પણ પહેલા ક્યારેય આ દરબાર મળ્યા હોય તેવું તેના ધ્યાનમાં ન આવ્યું,તેને અફશોસ થવા માંડ્યો,કેમ તેણે આવી વિશેષ વ્યક્તિનો અનાદર કર્યો અને ગુચવાતું મન કેમ પ્રશ્નથી ડરવાને બદલે,પોતે કરેલી ભૂલની શોધમાં નીકળી પડ્યું,પોતાને બધા ભગત કહે છે,પણ હવે તે બદલાવવું જોઈએ, ક્યા બદલાશે,ખોવાયેલી નાનકી પણ ભગતના નામથીજ ઓળખે છે,ભગત રહેવા દે,હવે મહેશ નામ ઘણું પાછળ છૂટી ગયું છે,કોઈ મહેશને ઓળખતું નથી,જવા દે,એતો છપાઈ ગયું છે,અત્યાર સુધી કોઈ તકલીફ નહોતી,અને ચલાય તેમ ચાલ્યા કર નહિ તો પાછો ક્યાંક બદનામ નાં થઇ જાય,ભલા માણસને ભલા થવા માટે,નામને બદલે સારા કામની જરૂર હોય છે,ભગત મનના મંથનમાં ગુચવાતો રહ્યો,ત્યાં તો પેલી છોકરી જ્યાં બેઠી હતી ત્યાંથી ખસીને ભગતની સીટ બાજુ આવવા લાગી પેલી નોટબૂક તેના હાથમાજ હતી,ભગતની નજર પણ એ બાજુ સ્થિર થઇ,ભલા ભગતને કોણ સમજાવે કે બસમાં બેઠેલા બધા ઘડીક પહેલાજ આ છોકરીના કેસમાં સામેલ હતા અને તેમાંના ઘણા બધા હજુ ત્યાજ છે,દરબાર તો જતા રહ્યા હવે કોણ બચાવશે,મફતમાં મઝા મળતી હોય તો કોણ નહિ લે, બધાજ જોડાઈ જશે,પણ ખબર નહિ ભગત જોતો રહ્યો પણ રચાતા દ્રશ્યમાં કઈ બદલાવ આવ્યો,સીટની નજીક આવેલી છોકરી ત્યાં બેસે એ પહેલા પાછળથી એક છોકરી દોડીને તેને ખસેડી ભગતની બાજુમાં ચુપચાપ બેસી ગઈ,અને ફરી એક હાસ્યનું મોઝું ફરી વળ્યું,હવે તો આ મનોરંજનમાં ન જોડાયેલા પણ જોડાઈ ગયા,આગળ પાછળથી સહુની નજર ત્યાં સ્થિર થઇ,ભગત ગભરાયો,કેમકે,હવે તે ખરેખરો ફસાયો,બંને વચ્ચે લડાઈ નાં થઈ જાય, પેલી છોકરી પણ ખસી નહિ,અને બેઠેલી છોકરી ખસવા તૈયાર ન હતી,પરિસ્થિતિ કાબુ ગુમાવવા માંડી,સીધી વાત છે કે જ્યારે આવું થાય ત્યારે ઓથોરીટી વચ્ચે આવે તેમ બસનો કંડકટર તેની સીટ ઉપરથી ઉભો થયો,તેણે ઉભેલી છોકરીને પ્રશ્ન કર્યો "આટલી બધી સીટ ખાલી છેને તમે સીટ માટે ઝઘડા કરો છો...?!" અને પેલીએ સીધો જવાબ આપ્યો "આ સીટ માટે,હું અહી બેસતી હતીને આ બદતમીઝ બેસી ગઈ,"અને કંડકટર પણ હસ્યો,પણ બેઠેલી છોકરી બગડી,"બદતમીઝ કોને કહે છે,બદતમીઝ તું ને તારી માં"તખ્તો લડાઈમાં ફેરવાયો,બેઠેલી છોકરીએ એકદમ ધક્કો માર્યો, કંડકટરની સહાયથી ઉભેલી છોકરી પડતા બચી, કંડકટર સિવાય કોઈ ભાગ લેતું નહોતું,બધા તમાસાની મઝા લેતા હતા,આ છોકરી કોણ હતી કે અહિ બેસવા જીદ કરતી હતી,પણ જાય તેમ નહોતી,ધક્કો મારીને ચેતવણી આપી દીધી હતી કે હવે ચહેરો તૈયાર રાખજે,બગડતી બાજી,મુઝ્વાતો ભગત,મઝા લેતા લોકો બે છોકરીયોની વચ્ચે કંડકટર,આ બધાની વચ્ચે બસ ચલાવતા ડ્રાઈવરનો જોરદાર અવાઝ આવ્યો, "હવે તમે બંને ચુપ નહિ થાઓ તો પોલીસ સ્ટેસન નજીકમાં જ આવે છે,બંનેને ત્યાં ઉતારી દઈશ,રોજની માથાકૂટ"વાત સાચી હતી આખા બસની જવાબદારીમાં તેના પર તો બધાનો આધાર હતો,એક ભૂલ અને કેટલા બધાના જાનનું જોખમ,અને તે ખુબજ શક્ય હતું,આવી માથાકુટમાં તેને કોઈ ઝોખમ લેવું નહોતું,અને પોલીસનાં લફરામાં કોણ ફસાય,જાણે તેની ચેતવણીથી બધું શાંત થઇ ગયું,ઉભેલી છોકરીની નજર ગુસ્સાથી લાલ હતી પણ મન સાથે સમજાવત કરી,હાર માની પહેલા જ્યાં બેઠી હતી ત્યાં બેસી ગઈ,વિજયનો આનંદ માણતી છોકરી માટે કંડકટરનો પ્રશ્ન હતો,અરે બધાનો પ્રશ્ન હતો, તે આવું કેમ કર્યું,તેણે તેના હાથથી આગળની સીટનો સળીયો પકડી રાખ્યો હતો,હવે ભગત ઉભો થઇ ગયો કદાચ પેલી છોકરી ઉપર તેને દયા આવી,પણ બાજુમાં બેઠેલી જીદ્દી છોકરી ની નજરોએ લાલાસ પકડી,તેણે તેની સળીયાની પકડ મજબુત કરી અને ભગતને જતો રોકવાનો પ્રયત્ન કર્યો,કેમ રોકતી હતી આ છોકરી,ભગતે પ્રશ્ન કર્યો "મને જવા દેશે...?" જેને જવું હોય તેને કેમ રોકાય, તેણે તેનો હાથ હટાવી લીધો પણ તે હાર માનવા તૈયાર ન હતી,કહ્યું "જવું હોય તો જા,પણ નાનકીને બધું કહી દઈશ"ઓહ એમ વાત છે નાનકીનું નામ આવતા ભગત પણ અચકાયો,એ સીટ બદલવાની ગતિને રોકી પાછો બેસી ગયો,અને છોકરી ફરીથી જીતી ગઈ, નાનકીનો શબ્દ આજુ બાજુ પણ સંભળાયો,પણ હવે વાતમાંથી મઝા ઓછી થઇ હોય તેમ કોઈએ તેમાં ભાગ ન લીધો,પણ ભગતે તેના ગાલ ઉપર હળવો ચીમતો ભરી "કેમ નાનકીએ જાસુસી કરવા તને મોકલી છે,"છોકરીએ ફક્ત ડોકી ધુણાવી અને હસી," તો પછી હું તને કેમ ઓળખતો નથી...?!" પેલી તરત બોલી "ઓળખીને શું કામ છે,હવે તો નાનકી બસ...."અને ભગતની નજર પાછી પડી,"અરે ગાંડી,તારા માટે એવું વિચારાઇ પણ ખરું..!!" અને જવાબ આવ્યો "રહેવા દે ભગત,હું નાં હોત તો પેલી..."અને ભગતે તેના મોઢા ઉપર હાથ મૂકી તેને બોલતી અટકાવી,અવાજ જ્યાં સુધી પહુચે ત્યાં સુધી લોકો સાંભળતા હતા,પણ કોઈને રસ હોય તેમ લાગતું ન હતું,"અરે એતો કોલેજમાં ભણે છે એટલે બધું પૂછતી હતી "અને "હા, હું પાછળ બેઠી બેઠી બધું જોતી જોતી હતી,બીજી વખત ભગતને તે પુછવા આવી હતી કે વ્હાલ કરવા..?"ભગત કહે તે પહેલા બસ સ્ટેન્ડ આવ્યું એટલે બસ ઉભી રહી,બંને માથાકૂટ કરતા હતા અને પેલી છોકરી બાજુમાંથી પસાર થતા છોકરીના હાથમાં ચીમતો ભરી દોડીને બસમાંથી હસતી હસતી ઉતરી ગઈ,આ તરત ઉભી થઇ પણ ભગતે તેને જવા ન દીધી, કંડકટરને શું થયું તેની ખબર ન પડી,પણ બે વખત ઘંટડી વગાડી એટલે બસ ફરી ઉપડી. બસ તો તેની ગતિમાં ગતિમય થઇ પણ ચંદા સીટ પર પાછી ન બેઠી,ભગત તેને બેસાડવા આજીજી કરવા માંડ્યો,"બેસી જા ચંદા એ છોકરી તો નાદાન હતી ,હરકત કરતી ગઈ પણ તે તો ગઈ," લાલચોળ થતી ચંદા ઘુરકી,"એને તું જાણતો નહોતો,તે તને જાણતી નહોતી,પણ જતા જતા તેણે જે હરકત કરી તેનો અર્થ તને ખબર પડી "અને એમાં ભગત પાછો ગુચવાયો,કયા જવાબથી ચંદા શાંત થશે 'હા' કે 'નાં' અને તેણે 'નાં' જવાબ કહી દીધો, કંડકટર ફરી પાછી માથાકૂટ સમજી ત્યાં આવ્યો,"હવે શું થયું પાછું,તું બેસી જા બેન,"અને ચંદાને જાણે સહારો મળ્યો,"પેલી જે હરકત કરીને ગઈ એને આ ભગત નાદાન કહે છે,બીજી વખત મલી,તો હું એને છોડીશ નહિ"અને ભગત બોલ્યો"તું શાંત થઇ જા,ચંદા,મને અર્થની કેવી રીતે ખબર પડે....? "અને કંડકટર બોલ્યો "હું કહું,ચંદા શું કહેવા માંગે છે"અને ભગતની નજર કંડકટર બાજુ ફરી,"એનો અર્થ એવો થાય કે ચંદા તારી બાજુમાં બેઠી એટલે ખોટી નજરે તે ચંદાની મશ્કરી કરતી ગઈ,"ભગતને કંડકટરની વાત કઈ પલ્લે ન પડી,આવું ઘણી વખત થતું હોય,જ્યારે કઈ ન સમજાય ત્યારે ઉતાવળ કરવામાં ઉપરથી વાત બગાડે એની કરતા પલ્લે ન પડે તો તેનો એકરાર કરી શાંત થવું વધારે જરૂરી છે, કંડકટર ભગતને જોઈ હસતો રહ્યો,"અરે પણ જવા દેને ચંદા,એ તો ગઈ"બેઠેલી ચંદા શાંત થવાના કોઈ મુડમાં નહોતી,કંડકટર કંટાળી તેની સીટમાં જઈને બેસી ગયો,બસ ચાલતી રહી,જ્યારે ચંદા શાંત થઇ ત્યારે ભગતને ખબર પડી તે તેની માસીને ત્યાં જતી હતી,ભગત માટે તેને કોઈ ગુસ્સો નહોતો,પણ ભગતે અટકાવી ન હોત તો પેલીને જડબાતોડ જવાબ આપી શકી હોત,અને એટલે તે ગુસ્સામાં હતી,ગુસ્સે થયા પછી શાંત થવાને વાર લાગતી હોય છે એટલે ભગતને ખાસ્સી રાહ જોવી પડી,ચંદા નાનકીની નજીકની સખી હતી,બે સ્ટોપ પછી ચંદા બસમાંથી ઉતરી ત્યારે તે શાંત હતી,આવજે કહેતા તેણે સ્માઈલ આપ્યું હતું અને ટકોર કરતી ગઈ હતી કે,નાનકી સિવાઈ બીજી કોઈ નહિ,જવાબમાં નાનકીના નામે ભગત મલકાયો હતો, અરે મારા ભગવાન ક્યા આ ચંદા અને ક્યા મારી નાનકી જેને ત્યાં ચંદા પરણીને જશે એનું તો આવી બનવાનું છે,જોકે તેનો ગરમ સ્વભાવ ખોટી વસ્તુ,જૂથાણું અને કોઈકને હેરાનગતિ વગેરે સામે છે,તે એક ઘણી સારી વસ્તુ છે અને તે રીતે તેનાં કુટુંબ માટે તે સહાયક છે,પણ તેના ભાવી પતિને તેની સાથે જોડાતાની સાથેજ ખોટી ટેવો,બુરી આદત વગેરે છોડી દેવું પડશે,જોકે પ્રભુજીની કૃપા વગર કોઈ જોડી બનતી નથી,લોકો પરણ્યા વગર આખી આયખું પસાર કરી દેતા હોય છે,એતો જેને એકલવાયું ગમતું હોય તેનું કામ,સાથી તો જોઈએ,જે જીવન સાથી ઘણી વખત ન બની શકે પરંતુ,અત્યારની દુનિયામાં ઉભા થતા કેટલાય પ્રોબ્લેમો સામે તેની મદદથી જીંદગી જીવવાની સહેલી થઇ જાય, જેને આપણે કહીએ થોડીક હૂફ મળી જાય,જ્યારે જ્યારે મુઝવણ ઉભી થાય તો તેની એક સલાહ,એક સુચન સહાયક બને,સાથીમાં ઘણી વખત માનવીની જગ્યાએ વેસ્ટમાં પ્રાણિઓ જેવાકે,કુતરા,બિલાડા વગેરેને પાળીને તેની સાથે સમય પસાર કરી જીવનમાં મઝા લેવાનો પ્રયત્ન થતો હોય છે,ગમે એમ પણ સાથીથી જીવન પસાર કરવું ઘણું સહેલું થઇ જતું હોય છે,સદા સત્ય એ છે કે દુનિયામાં આવ્યા એકલા અને જવાનું પણ એકલા છતાં માયાનો રંગ,માનવીને તેના જીવનને મુશ્કેલીઓથી ભરી દે છે અને તેનું નિવારણ કરવા તેને સાથીની જરૂર પડે છે એટલે એક કરતા બે ભલા, હસતા હસતા આ જીવન ની મુસાફરી પૂરી થાય એટલે બસ,હવે બસ તેના અંતિમ પડાવ તરફ ગતિ કરી રહી હતી, કેટલાય મૂકામો પસાર કરી બસ છેલ્લા મુકામે અટકી ફરી પાછી અડધો કલાકના વિરામ પછી એજ રસ્તા ઉપર અહીંથી મુસાફરો લઇ પાછી ફરવાની હતી,.બસ ખાલી થયા પછી થોડીવાર બધું ચેકિંગ થશે,સાફ થશે અને ફરીથી એના એજ રસ્તે મુસાફરી માટે તૈયાર હશે,ભગત ઓળખતા સર્વેને આવજો કહી જતો હતો ને રણજીત મળ્યો,તેનો એક ખાસ મિત્ર,એકબીજાના ખબર અંતર પૂછી,બંને મિત્રો ઘણા વખતે ભેગા થવાથી ખુશ હતા,રણજીતની ચા પીવાની વિનંતી ભગત ટાળી ન શક્યો,તેને જે કામે જવાનું છે તેમાં થોડું મોડું થશે,પણ તેનો મળતાવડો સ્વભાવ મિત્રોનાં હાલ ચાલ જાણવા સતત આનંદ અનુભવતો,ઘણી વખત મોડું થવાથી તેને સાંભળવું પડતું,પણ તે સહન કરી લેતો,બંને કેન્ટીનમાં બેઠા,અને ચા પીતાં પીતાં રણજીતે તે તેના ગામની બસમાં જવાનું જણાવતા ભગત અચરજ પામ્યો, એનાજ ગામની એક છોકરીને તે જોવા જતો હતો, કે જે તેની માસીને ત્યાં આજે આવવાની હતી,ભગતે કહ્યું ,"બહુ જ સારા સમાચાર,તને જોતાજ છોકરી જરૂર 'હા' પાડી દેશે,એમાં કોઈ શંકા નથી,પણ તને ગમે છે કે નહિ તેના ઉપર બધો આધાર,શું નામ ખબર છે,તો હું કઈ મદદ કરી શકું,"જવાબમાં તેણે કહ્યું,"ચંદા"અને ભગતના વર્તાવથી તે અચરજ પામ્યો ભગત ચંદાને ખુબ નજીકથી જાણતો હોય એવો ખુશમય તેનો ચહેરો હતો,"રણજીત ચંદા મારી સાથેજ બસમાં હતી,તે તેની માસીને ત્યાં આવી છે,પણ કોઈ તેને જોવા આવવાનું છે એવું તેણે કઈ કહ્યું નહિ,.." રણજીતે કહ્યું,"કદાચ તેને તેની માસીએ એવી કોઈ વાત કરી નહિ હોય,"ભગતે કહ્યું "કદાચ એવું હોય,” "તારા લવ મેરેજ,તરફનો પ્રયાશ હોત તો મારી સલાહ કઈ જુદી હોત પણ તે પૂછ્યું તો કહું છું કે તારૂ કુટુંબ પૈસાદાર અને ચંદા મીડીયમ ક્લાસની છે,એટલે ઘણો મોટો ફરક ત્યાં છે,ચંદા પોતાની જાતે ઘણી વ્યવસ્થિત અને દેખાવડી છે,પણ ખોટી વાતો તે પસંદ કરતી નથી,એટલે એ બાબતમાં ખાસ કાળજી તારે લેવી પડે,તારી પસંદગી હોય અને કુટુંબ તેને સ્વીકારે તો કઈ ખોટું નથી."નાનકીના સબંધ પછી ચંદા માટે ઉભી થતી સ્થિતિમાં ભગત બે બાજુથી સબંધમાં હતો,એટલે બને ત્યાં સુધી સાચી વાત બતાવવાનો તેનો પ્રયત્ન હતો," સારી છોકરી હોય ,ને સબંધ થતો હોય,તો બીજું બધું તો ચલાવી લેવાય,"અને ભગત બોલ્યો,"એ તું કહે છે પણ એકના એક દીકરાના લગ્ન થતા હોય ત્યારે પૈસાને હિસાબે માં-બાપ કોઈ કસર ન છોડે,પણ જ્યારે બરાબરી ન થાય ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થાય,ચંદાનું કુટુંબ બરાબરી કરી શકવાની કોઈ સ્થિતિમાં નથી,એટલે સબંધ થતા પહેલા બધી ચોખવટ કરી લેજે,"ભગત પોતે સલાહકારની સ્થિતિમાં હતો કે નહિ,એ એક સવાલ હતો પણ મિત્રની મદદ તે જરૂર કરી રહ્યો હતો," એમાં કોઈ વાંધો નહિ આવે ભગત,થેંક યુ"બસનો સમય પણ થવા આવ્યો હતો,બીલ ચૂકવી બંને ઉભા થયા,"ચંદા ખુબજ સારી છોકરી છે,બેસ્ટ ઓફ લક,રણજીત,ચંદા નું થાય તો આપણી દોસ્તી પણ ખાસ થઇ જશે"અને તરત રણજીત બોલ્યો"હું કઈ સમજ્યો નહિ,આપણે તો કેટલા વખતથી મિત્ર છીએ"અને ભગત બોલ્યો"એ તો તને ચંદા પાસેથી ખબર પડી જશે,”રણજીત માટે ઉભી થયેલી પઝલના ઉકેલ વગર બંને છુટા પડ્યા, એક બસ બાજુ ગયો અને બીજો રીક્ષામાં બેઠો. ચંદા પાસેથી ખબર પડશે એટલે શું...!!??,અચરજ અને પ્રશ્નો વચ્ચે ઝોલા ખાતો આ પ્રશ્ન રણજીતના મનના ઊંડાણમાં ઘર કરી ગયો,તે એક પૈસાદાર કુટુંબમાં જનમ્યો હતો,હવે જ્યારે ઉમરના પડાવ ઉપર પરણવાનું પગલું આવ્યું તો તે તેમ કરી રહ્યો હતો,ઘણી બધી છોકરીઓ તેની સાથે વિવાહ કરવા તૈયાર હતી,જેમાં પૈસાનું પૂરેપૂરું ખેચાણ હતું,ભાવી ગમેતેવા સંજોગોમાંથી પસાર થાય પણ પૈસા હોય ત્યાં મુસીબતો હળવી જરૂર થઇ જાય,એટલે ઘણી છોકરીઓ મળતી હતી,તો રણજીતને કઈ વાત હેરાન કરતી હતી,ઘણી છોકરીઓ જોયા પછી પણ તે કોઈને પસંદ કરતો ન હતો,જ્યારે ચંદાની માટે તેને માહિતી મળી ત્યારે ભગત મિત્ર હતો છતાં મનમાં ઉલઝન ઉભી થઇ,માં બાપ પોતાના દીકરા માટે સારું વિચારે તેમાં કોઈ શંકા ન હોય,રણજીત પસંદગી કરવામાં સફળ થતો ન હતો,તેથી તેના માં-બાપ પરેશાન હતા,ચંદા નામ ચન્દ્ર સાથે જોડાયેલું હોવાથી તેનો સ્વભાવ ચંદ્ર જેવો શીતલ હોવો જોઈએ,પણ ભગતની વાતથી કૈક જુદું જણાતું હતું,ચંદા ગરમ સ્વભાવની હતી,ગમે એમ પણ તે આકર્ષાયો હતો,થોડીક ભગતની વાત તેને પરેશાન કરી ગઈ હતી,બસમાં ચંદા તેની સાથેજ હતી,અને ભગતે તેની બધીજ વાત કરી હતી,ભગત મિત્ર હતો એટલે આડા અવળા કોઈ ખોટા વિચારોને સ્થાન ન હતું, પણ તેની નારાજગી એ હતી કે તેનું કોઈ કામ મુસીબત વગર કે પરેશાની વગર પાર પડતું ન હતુ ,કૈકને કૈક વાતથી તે સહેલાઈથી પરેશાન થઇ જતો હતો, ભગતની માહિતીથી ઉપસેલા ચંદાના ચહેરાની કાલ્પનિક તસવીરનો તરજુમો કરવામાં તેનું મન વ્યસ્થ થઇ ગયું,ઘણી બધી છોકરીયો સાથે મુલાકાત થયા પછી ચંદા પણ તેના માટે સામાન્ય હોવી જોઈએ પણ કોઈ કારણસર તેના માટે તેની જુદીજ લાગણી ઉપસ્થિત થતી હતી,તેનું મન ચંદા સાથે જાતજાતના અગમ્ય જોડાણો જોડતું આજુબાજુનું બધું ભૂલી રહ્યું હતું,બસમાં તે બેઠો હતો,પણ ચંદાના વિચારોમાં ખોવાયેલો હતો,ટીકીટ તેના હાથમાં હતી પણ ક્યારે તેણે પૈસા કાઢીને આપ્યા તેની પણ તેને ખબર નહોતી,ટીકીટ આપીને કંડકટર કૈક બોલ્યો હતો,તેણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો,કૈક 'રોમિયો' જેવું,અને તે યાદ આવતા તેની નજર સીધી કંડકટર તરફ ગઈ પણ વિતી ગયેલી પળોના એ ખરાબ શબ્દ માટે તે પોતે જવાબદાર હતો,તે ખોવાઈ ગયો હતો,તેનો કોઈકે લાભ લીધો હતો,તેને કોઈક ખોટું કહે તે સાંભળવાની આદત ન હતી,તેજ વખતે તેના ધ્યાનમાં આવ્યું હોત તો મોટો ઝગડો થઇ જાત,પણ તે સચેત હોત તો આવી સ્થિતિ ઉભી જ ન થાતને,ગરમાતા ગુસ્સા ઉપર કાબુ મેળવી પોતાના કામમાં વ્યસ્ત એવા કંડકટર ઉપરથી નજર હટાવી તે પાછો ચંદામા ખોવાઈ ગયો,સારું થયું,એક અનહોની થતી રહી ગઈ,નહિ તો જેવા સાથે તેવામાં તે માનતો હતો,ઝગડો થયો હોત તો ઝગડો જોઇને મજા લેવાવાળા તો ઘણા હતા,'લોકો' નાં મથાળા હેઠળ જાતજાતના પહેરવેશ,જુદાજુદા રંગો,પાઘડી, ધોતી,ચશ્માં,લાકડી,સાડી ,ચોળી ચણિયો, જાતજાતના ચહેરા,કોઈક ચિંતાગ્રસ્ત,કોઈક સદાબહાર,વાતોડિયા,નરમ,ગરમ ,વાત વાતમાં ઝગડા કરવાવાળા,નાનેથી માંડીને ઘરડા સુધીનું જાતજાતનું ઓડીયન્સ,પબ્લિક બસની જાત જાતની માનવ મેદની અને ઘણું બધું,બસ જ્યાંથી શરુ થાય અને જ્યાં છેલ્લા સ્ટેન્ડ પર અટકે ત્યાં સુધી મુસાફરી કરતા જાતજાતના મુસાફરો,રણજીત પણ મુસાફર હતો,તે તેની સમશ્યામાં ખોવાયેલો હતો,ઘડીક પછી તેનું પણ ઉતરવાનું આવશે ને તે પણ ઉતરી જશે, તેની બસની મુસાફરી પૂરી થઇ જશે,'રોમિયો'તેની સાથે બિલકુલ ફીટ ન થતો કંડકટર ધ્વારા કહેવાયેલો શબ્દ,તે યાદ રાખશે કે ચંદાનું વાતાવરણ તેને ભૂસી કાઢશે,એક હવામાં તેના મનની આજુબાજુ ઘૂમરાતો ગરમાટો શબ્દ, ત્રણેક સ્ટેન્ડ પછી તેને ઉતરવાનું આવ્યું,રોમિયોની આડમાં ગર્માતી તેની નજર છેક સુધી કંડકટર ઉપર સ્થિર થતી રહી,પણ કંડકટર તેના કામમાં બીઝી હતો, તે જ્યાં બેઠેલો હતો ત્યાંથી હાથ ઉંચો કરી,દોરી ખેચી એક ઘંટડી વગાડી બસ ઉભી રહી પહેલા મુસાફર પર તેની નજર પડી પણ પછીના ઉપર તેનું ધ્યાન ન હતું,રણજીતની નજર તેના ઉપરથી હટતી ન હતી,પણ તે લાઈનમાં ચોથો હતો, કંડકટર ને રોજનું હતું, રણજીતે પસાર થતા તેને ખભે હાથ મૂકી એટલું તો કહ્યુજ કે"તમારે મેનર શીખવાની જરૂર છે,"નજર મળી એટલે કંડકટર હસ્યો પણ યાદ આવતા રણજીતની માફી માંગી લીધી,રણજીત વધારે કહી શક્યો હોત પણ સમયના અભાવે તે ઉતરી ગયો,બે ઘંટડી વાગી ને બસ ઊપડી,ગામ હતું,બસસ્ટેન્ડ ન હતું પણ વડના મોટા ઝાડની આજુબાજુ ગોળ ચોરા જેવું બનાવેલું હતું,સામે ચા નાસ્તાની નાની દુકાન હતી,રણજીત પહેલા આવી ગયો હતો એટલે શોધવાની કે પૂછવાની કોઈ તકલીફ ન હતી,ગામમાં લોકોને નવરાશ હોય તેમ એકબે જણાં ચોળા ઉપર ખુલ્લા ધારિયા સાથે ગપ્પા મારતા બેઠા હતા ,ધારિયું જીવલેણ હથિયાર હતું,હિંસક બનાવ સામે સલામતી માટે તેનો ઉપયોગ હોય કે પછી રાખનાર ગામના કોઈ રખેવાળ હોય,રણજીતને એમાં કોઈ રસ ન હતો એટલે જાણીતા રસ્તે તે ચાલવા માંડ્યો,પોતાના ગામમાં તેનું નામ હતું,મોટું કુટુંબ હતું,એટલે બધા માનપાનથી બોલાવતા પણ અહી તેને જોઈ પસાર થતા અચરજ પામતા પણ કોઈને તેની પડી ન હતી,કોને સમય હતો,ટોળું હોય ત્યાં કોણ પૈસાદાર કે કોણ ગરીબ તેમાંથી છુટા પડો અને તમને જાણનારા મળે પછી તમારી કિંમત બાકી એકલ જીવ,માયાના જોડાણ માટે બધા ફાફા,સારું હોય તો સારું નહીતો ઉપાધિના પોટલા,રણજીત પણ ચંદાની ઓળખાણના અનુસંધાનમાં પડેલી કેડી ઉપર ચાલ્યો જતો હતો, રોમિયો શબ્દ હજુ તેના માનસપટ ઉપર હજુ ઘુમરાયા કરતો હતો,પણ વધારે પડતો ઘુમરાય તો તકલીફ કેમકે તે જે તરફ જઈ રહ્યો હતો, તે તરફ બહુજ ધીરાશ અને શાંતિની જરૂર હતી,કેમકે કદાચ તેનું ભવિષ્ય માટેનું સ્વપ્નું સાકાર થવાના ઘણા બધા ચાન્સીસ હતા,બસ તો જતી રહીને સાથે રોમિયો કહેવાવાળો પણ જતો રહ્યો,હવે જવાદે એ વાત,તાજો થઇ જા,ઘણા બધા પ્રશ્નોની લેવડ દેવડ હવે તો થશે, અને ચંદા સાથે મળશે ત્યારે તો,કૈક જુદી વાત હશે,આ પહેલા પણ ઘણી છોકરીયોને તે મલ્યો હતો, ,એટલે તેને એવી કોઈ દિલ દુભાવનારી મોટી ચિંતા ન હતી, તે જેને માટે જઈ રહ્યો હતો તે પણ એક છોકરી હતી,અને તેની સાથે ફક્ત એક મુલાકાત હતી,કે જે વડીલોની આગવી ગોઠવણ લીધે શક્ય બની હતી,છોકરું મોટું થાય એટલે તેને ઠેકાણે પાડવાની વડીલોની ચિંતાનો આ એક હિસ્સો હતો,કેટલાય સમયથી રણજીત તેમાં સફળ થતો ન હતો,સારી સારી છોકરીયો સાથેની મુલાકાત ગમે તે કારણસર સફળ થતી ન હતી,મુલાકાત સમયે વડીલો ખુશ થતા,પણ પરિણામ ની અસફળતાથી નારાજ થઇ જતા,જીવન સાથે કોઈકને જોડાવાની પસંદગી હતી,એટલે એક ગંભીર વિષય હતો,મુલાકાતની ગોઠવણ વડીલો કરતા પણ સમય બદલાતા હવે છોકરાઓ જાતેજ પસંદ કરવામાં વધુ સક્રિય બન્યા હતા,તેમ આજે રણજીતને ચંદા સાથે મુલાકાત થવાની હતી,અને ચંદા વિશેની થોડી માહિતી તેના મિત્ર ભગત પાસેથી તેને મળી હતી,સામાન્ય વિષય હતો પણ ગમે તેમ તેને ખુબ અગત્યતા આપવામાં આવી રહી હતી,ગામના આજુબાજુમાંથી પસાર લોકો માટે રણજીત એક દેખાવડો યુવાન હતો,લોકો કૌતુકથી તેના તરફ એકી નજરે જોતા,પણ જ્યારે તેની માત્રા વધી જતી ત્યારે રણજીત હાથ ઉંચો કરીને તેનું અભિવાદન કરતો,તેને આ રીતના માનથી ખુશી થતી તે સફળ થાય કે નહિ પણ બસના અનુભવ પછી તે જરૂર ખુશ હતો,જીવન તો ચાલ્યા કરે પણ તેમાં દરેક સમયે ખુશ રહેવું ઘણું અગત્યનું છે,શક્ય નથી પણ પ્રયત્નથી તેમાં જરૂર મદદ મળે છે,રણજીત ઘરની લગભગ નજીક પહોચી ગયો હતો, દરવાજામાંથી પ્રવેશ કરતા ઘરના હીચકા ઉપર બે યુવતી જુલી રહી હતી તેમાં એક યુવતીએ પગ ટેકવી હિચકો રોક્યો અને બીજી આશ્ચર્યથી જોતી રહી,રણજીત અંદર આવ્યો,એક યુવતીએ તેનું હસીને સ્વાગત કર્યું,બીજીના મોઢા ઉપર સ્માઈલ હતું તે ઉભી થઇ પણ બીજી યુવતીની માફક ઉત્સાહિત ન થઇ,રણજીતે તે ધ્યાનમાં લીધું પણ સામે ચાલીને તેણે પોતાની જાતને યુવતી સામે નમસ્કાર કરી 'હું રણજીત ' કહી રજુ કરી,યુવતી પ્રભાવિત ન થઇ પણ 'હું ચંદા' એમ કહી યુવક સાથે હાથ મિલાવ્યો ,નમસ્કારની સામે ચંદાનું હાથ મીલાવવું કોઈક જુદી પ્રતિભા ઉભી કરતુ હતું,રણજીત તેનાથી નવાઈ પામ્યો કે ખુશ થયો તે તો રણજીત જાણે,પણ કૈક જુદા અનુભવની પ્રતીતિ જરૂર થઇ,બધા ઘરમાં ગયા,માસી ઘરમાં હાજર ન હતા,પણ તેની કોઈ ઝાઝી અસર ન હોય તેમ ખુલ્લી ચર્ચાએ સ્થાન લીધું, સમય બદલાયો હતો યુવક અને યુવતી વચ્ચ સર્જાતા સબંધોમાં ચર્ચા વગેરે થતું,હસી ખુશી અને મજાક મસ્તી પણ થતા,પણ જ્યારે અતિશયોક્તિમાં કોઈ ગંભીર હરકત સ્થાન લેતી તો ચેતવણી આવી જતી,ક્યારેક આવી સ્થિતિ આવતી,ખોટું કરવાનું પરિણામ બહુ ગંભીર હતું, સબંધો તો તૂટે પણ સાથે ક્યારેક મોટો દંડ કે મોટી સજા થઇ જાય તો નવાઈ નહિ એટલે યુવક વર્ગ એવી કોઈ ભૂલ નથાય તેની કાળજી રાખતો, , કેટલીક ચર્ચા પછી ચંદાને માસીની ગોઠવણની ખબર પડી તેને કોઈ વાંધો ન હતો,ચર્ચામાં જ્યારે ભગત સાથેના સબંધની વાત આવી ત્યાર પછી ચંદા રણજીત સાથે વાતમાં વધુ સંગીન બની,અને અંત માસીની ગેરહાજરીમાં પણ સંગીન આવ્યો,ચંદા રણજીતની જોડીનું સમર્થન સાથે સર્જન થયું,રણજીત ખુશ થયો.
પ્રકરણ -૯ ભગતની વીટમ્બણા સમાપ્ત
જે ઓક્ટોબર માસના પહેલા કોલમમાં ઉપલબ્ધ છે.
પ્રકરણ -૧૦ સત્સંગ માર્ચ માસની ૧૫ તારીખે
આપનો અભિપ્રાય ખુબ જરૂરી,
આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.
No comments:
Post a Comment