મોગરા ના ફૂલ
પ્રકરણ દસમું
સત્સંગ
રણજીત સાથે છુટા પડ્યા પછી ભગત સીધો બહાર ઉભેલી રીક્ષામાં બેઠો સ્થાન બતાવતા મીટર ઝીરો કરી ચાલકે રીક્ષા ગતિમય કરી,ઘણા સમય પછી ભગત શહેરમાં આવ્યો હતો,રીક્ષામાં માતાજીનો ફોટો લાગેલો હતો તેના ઉપર નાનો હાર ચઢાવેલો હતો,ભગતને ખુશી થઇ,"માતાજીમાં માનો છો...!"સ્વાભાવિક રીતે ભગતે પ્રશ્ન કર્યો
"હા ભાઈ તેની કૃપાથી રોજી રોટી મળી જાય છે"અને ચર્ચામાં પ્રશ્ન ઉમેરાયો,"સારા પૈસા મળે છે....?" જવાબ આપતા ચાલકે કહ્યું " પૈસામાં તો એવું છેને ક્યારેક પેસેન્જરો સતત મળ્યા કરે ત્યારે ધંધો ચાર પાંચ કલાકમાં થઇ જાય ને ક્યારેક બેસી રહેવું પડે ત્યારે તકલીફ પડે પણ ભાડું થઇ જાય"અને ભગતે પૂછ્યું "ભાડું એટલે...?"ચાલકે કહ્યું "આ તો મારી પોતાની રીક્ષા છે,પણ મોટે ભાગેની રીક્ષા ભાડે ફરતી હોય છે,એટલે ચાલકે માલિકને નક્કી કરેલું ભાડું રોજ આપી દેવાનું " ચાલક સારો હતો,ભગતના સવાલના વ્યવસ્થિત જવાબ આપતો હતો, ચાલતી રીક્ષાના ચાલક સાથે વાત કરતા કરતા ભગતે તેનું નામ પૂછી લીધું,માતાજીનો ફોટો જોઇને તેને ખુબ માન થયું,પેલાએ જગદીશ કહી તેની ઓળખ આપી,અને પાછળ જોઈ તેનું નામ પૂછ્યું અને "ભગત " જવાબ આવતા તો તે હસ્યો કહ્યું"ભગતજી ઉમર તો નાની છે ને ભક્તિ કેમની લાગી"અને ભગત પણ હસ્યો “આમ મૂળતો મારું નામ મહેશ છે પણ ભૈબંધોએ મને ભગત બનાવી દીધો,"અને જગદીશ બોલ્યો,"ભગતજી ભક્તિના કૈક અંશ હોય તો આવું નામ પડે" રીક્ષા ચાલતી રહી ને બંને વચ્ચે સંવાદ ચાલતો રહ્યો,” ભગતજી મને લાગે છે આપણે એકજ રસ્તાના મુસાફર છીએ,બંને ધાર્મિક,તો હજુ તમારી લોજ આવવાને વાર છે માતાજીના નામે કૈક ધર્મ વિષે કહો,"અને તરતજ ભગત મોટેથી હસીને બોલ્યો " અરે યાર હું કૈ કથાકાર થોડો છું,માતાજીનું નામ લીધું એટલે હવે કૈક કહેવું પડશે,નરસિંહ મેહ્તાનું નામ સાંભળ્યું છે..?" "હા ,હા આપણા આદિ કવિ" જગદીશે તરત જવાબ આપ્યો,"તો એના વિષે થોડુક જાણું છું તો ચાલશે"અને જગદીશે પાછળ જોઈ તરત કહ્યું "ચાલશે હું દોડશે,આવો લાવો ક્યારે મળે,ઘેર બેઠા ગંગા"આ બે ત્રણ વખત તેણે પાછું જોઇને જવાબ આપ્યો એટલે ભગતે હસતા હસતા ટકોર કરી "જગદીશ ભાઈ રીક્ષા સાચવીને ચલાવજો,નહિ તો કઈ થશે તો ભલા ભગતોની રક્ષા ભગવાનને કરવાની ઈચ્છા હશે તો પણ કઈ કરી નહિ શકે"અને તરતજ જવાબ આવ્યો,"સવાલ જ નથી ,ભગતજી બે ફિકર રહેજો,આ ધંધામાં છું ત્યારથી કોઈ એક્સીડેન્ટ નથી," "તો સારું,આતો મને થયું સલામતી પહેલી પછી બીજું બધું, ખરુંને,"અને જગદીશ બોલ્યો"તમે તમારે મહેતાજી વિષે ચાલવા દો "અને ભગતે શરુ કર્યું" તો સાંભળો,આ મહેતાજી,ગુજરાતના પહેલા કવિ,કૃષ્ણ ભગવાનના મહા ભક્ત,ભગવાનમાં બહુ વિશ્વાસ,તે ચૌદસો ચૌદમાં તળાજા ગામ સૌરાષ્ટ્રમાં જન્મેલા તેમના માતા દયાકુવર ને પિતાનું નામ કૃષ્ણદાસ હતું,તેમના લગ્ન માનેક્બાઇ સાથે થયેલા,પાંચ વરસે માં-બાપ ગુમાવ્યા પછી દાદીએ તેમને મોટા કર્યા, ચૌદસો ઓગણત્રીસમાં તેમના લગ્ન થયા પછી તેમના ભાઈ સાથે જૂનાગઢમાં રહેવા લાગ્યા,તેમને બે સંતાન થયા પુત્ર શામળદાસ અને પુત્રી કુંવરબાઈ આ મેહતાજી નાગર બ્રાહ્મણ પણ તેમને ભાભી બહુ પરેશાન કરતા મેણા ટોણા મારે એટલે એક વખત સહન ન થતા મેહતાજી ઘર છોડી નજીકના વનમાં મહાદેવજીનું તપ કર્યું ત્યાંથી પ્રેરણા મળી તે વૃંદાવન ગયા ત્યાં કૃષ્ણ ની રાસ લીલા વગેરે ઉપર પંદરસો જેટલા પદો લખ્યા,ખુબ માન પામ્યા પછી જુનાગઢ પાછા આવી ભાભીને પગે પડી ગયા,ખુબ આભાર માન્યો,કુટુંબ સાથે ગરીબીમાં જીવન જીવતા જીવતા કરતાલ લઇ ભજન ગાતા,પછાત વર્ગ સાથે બેસી ભજન ગાતા એટલે નાગર બ્રાહ્મણો તેનો વિરોધ કરતા ,બધા લોકો તેમની મશ્કરી કરતા,એક વખત એવું બન્યું કે કેટલાક
ભક્તો વૃંદાવન ની જાત્રા એ જતા વચ્ચે જુનાગઢમાં અટક્યા,લાંબે જવાનું ને રસ્તામાં લુટારા લુટી લે એટલે હુંડી લખાવવાનું સ્થાન શોધતા હતા ત્યાં મહેતાજીના વિરોધીઓએ મહેતાજીનું નામ કહ્યું એટલે આ ભક્તો મહેતાજીને મળ્યા,અને પૈસા આપી હુંડી લખવાનું કહ્યું એટલે ઘરમાં પાંચ દહાડાથી અનાજ નહોતું પણ મહેતાજી સંમત થયા,માંનેક્બાઈ તેમના પત્ની તેમને કહેવા લાગ્યા આપને વૃન્દાવનમાં તો કોઈ પેઢી નથી ને હૂંડીના પૈસા કોણ આપશે,એની ચિંતા આપણે નહિ કરવાની શામાંલશાની પેઢીમાં શામળાને તેની ચિત્યા,કુટુંબને ભેગું કરો ને કરો જમણવાર,આવા વિશ્વાસુ ભગતે શામળામાં વિશ્વાસ મૂકી હુંડી લખી આપી,લોકોએ ખાઈ પી ને જલ્ષા કર્યા,કહેવાય છે કે તે વખતે પેલા ભક્તો નરસિંહ મહેતાની હુંડી વટાવવા વૃન્દાવનમાં શામળશાની પેઢી શોધવા લાગ્યા પણ ક્યાય મળી નહિ લોકોએ કહ્યું કે એ નામની તો કોઈ પેઢીજ નથી,તમે છેતરાયા છો ભાઈ,અને ભક્તો પૈસા વગર નિરાશ થઇ યમુના કિનારે બેઠા ચિંતા કરતા હતા ત્યાં,મંદિર બાજુથી પાઘડી પહેરેલા એક વેપારી બુમો પાડતા આવ્યા,અલ્યાં ભાઈ કોઈ શામળશાની હુંડી લઈને આવ્યું છે હું ક્યારનો શોધું છું ભાઈ મારી નોકરી જશે,અને પેલા ભક્તો ઉભા થયા ને હુડી આપી,શામળાએ હુંડી લઇ પૈસા આપી દીધા,ભક્તો ખુશ થયાને ને ભલા મહેતાના ભગવાને મહેતાની ભક્તિનો સ્વીકાર કરી તેની લાજ રાખી, મહેતાજીની વાત પૂરી કરી ભલે ભગતે ચર્ચાને બહુ મહત્વ ન આપ્યું હોય પણ જગદીશે તેને એક નાનો સત્સંગ માન્યો,તે ખુબ ખુશ થયો,સારી વસ્તુ હતી,માણસના જીવનમાં ક્યારે સત્સંગ આવે કઈ ખબર ન હોય પરંતુ સારા વિચારોની ટેવ ગમે ત્યારે સત્સંગની સહભાગી બની જતી હોય છે અને તે હકીકત છે,તેમ જગદીશ આવા અચાનક આવેલા નાના સત્સંગથી ખુબ ખુશ હતો,કથાઓમાં કહેવામાં આવતું હોય છે કે ભગવાન ભક્તને ક્યારે અને કયા રૂપમાં મળે તેની ખબર નથી હોતી,પણ મળવાનો હોય તો સત્સંગથી તેની શક્યતાઓ વધી જતી હોય છે માટે સત્સંગ કરો,જગદીશ રીક્ષા ચલાવતો હતો પણ તેના આ ધંધામાં માતાજીની કૃપાથી ઉભા થતા સત્સંગી વાતાવરણથી જગદીશ ખુશ હતો,ખુશી કે સદા ખુશ રહેવું એ સારા જીવન માટે ખુબ અગત્યનું છે, અઘરું છે પણ સદા સત્ય છે,ત્યાતો થોડીવાર માં પટેલ લોજ આવી ગઈ, જગદીશે સત્સંગ માટે ભગતનો આભાર માન્યો ,ભગતે ભાડું ચુકાવવા ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું,અને જગદીશના મોઢામાંથી અવાજ આવ્યો "શું કરોછો ભગતજી," અને ભગત અવાક બનીને હાથમાં રહેલા પાકીટમાંથી પૈસા કાઢી ,હાસ્યની મુદ્રામાં જગદીશને જોઈ રહ્યો,"ભગતજી મુકો પાકીટ ગજવામાં,બેસો અને હું કહું તે તમે સાંભળો," "નાં હું હવે નહિ બેસું,તમારે શું કહેવું છે..?" ભગતે નજર સ્થિર કરી પૂછ્યું,"જુઓ ભગતજી સત્સંગ માટે જ્યાં કથા ચાલતી હોય ત્યાં જવું પડે,અને તમે કથાકાર નથી ,તમારા મિત્રોએ મજાકી મુડમાં તમને ભગતજી બનાવી દીધા છે,બધું બરાબર,પણ આ જે તમે સત્સંગ કર્યો તેનાથી મારી ખુશીનો કોઈ પાર નથી,વિનતી કરીને કહું છું કે તમે આ પૈસા કોઈ જગ્યાએ દાન કરી દેજો,તો મને પુણ્ય પ્રાપ્તિ થશે," અને જગદીશની આ રજૂઆતથી ભગતે તરત કહ્યું,"તમારે કુટુંબ છે ને આ તમારી રોજી રોટી છે,સારા વિચાર છે પણ દાન કરવું હોય તો તમારે કરવાનું,ભાડું તો લેવુજ પડે એમાં તમારી વિનંતી ન સ્વીકારાઈ,"અને ભગતે વીસ રૂપિયાની નોટ આપી દીધી, બાર રૂપિયા થતા હતા,"સારું તો સત્સંગ તમારા તરફથી થયો તો પ્લીઝ ભગતજી ખાલી પાંચ રૂપિયા આપો" 'જુઓ જગદીશ ભાઈ આ વીસની નોટ રાખો,ફરીવારનો કોઈ સત્સંગ કરીશું, ક્યારેક મળીશું તો, "અને તો ના ભાર હેઠળ ભગતે વીસની નોટ આપી ચાલવા માંડ્યું,નારાજગી હતી પણ ધીરા અવાજે જગદીશે જૈશ્રી કૃષ્ણ કહી આદર કર્યો,ગમે એમ તે ભગતના સત્સંગથી ખુશ હતો,રીક્ષા ગેરમા નાખી એટલે ચાલવા માંડી પણ લોજ બાજુથી અવાજ આવ્યો "એય, રીક્ષા,રોક ભાઈ,રોક, ખાલી છેને, સ્ટેસન લઇ લે" "હા ,કાકા" હાથમાંનો સામાન રીક્ષામાં મૂકી એક વૃદ્ધ કાકા રીક્ષામાં બેઠા,જગદીશને લાંબુ ભાડું મળ્યું,તેણે તેને સત્સંગનો પ્રભાવ કહ્યો,માતાજીના ફોટાને હાથ અડાડી મસ્તકે ચડાવી રીક્ષા ગતિમાન કરી.ક્યા સુધી રહેશે આ સત્સંગનો પ્રભાવ એતો જગદીશ જાણે પણ ધંધા ઉપર પ્રભુની કૃપા અવશ્ય દેખાતી હતી, પટેલ લોજમાં દાખલ થતા પહેલા ભગતે છેલ્લી નજર નાખી, રીક્ષા ત્યાં ન હતી,લોજના ધ્યાનમાં થોડીવાર પહેલા થયેલો સત્સંગ ભુલાઈ ગયો,આખુને આખું દ્રશ્ય બદલાઈ ગયું,આખરે ભગત લોજમાં દાખલ થયો ,મેનેજરની ડેસ્ક સામે હતી,હસીને ભગતે પોતાનો પરિચય આપી રતિલાલને મળવાનો પોતાનો હેતુ બતાવ્યો,મેનેજરને ભગતની ખાતરી થતા બેઠક ઉપર બેસવા કહ્યું,રતિલાલના રૂમનો કોન્ટેક કરી ભગત વિષે કહ્યું,સંમતિ મળતા ભગતને રૂમનો નંબર આપી અંદર જવા દીધો, રતિલાલનો રૂમ પહેલા ફ્લોર ઉપર હતો,ભગત સીડી ચઢી રૂમ શોધતો જતો હતો અને એક રૂમનું બારણું ખુલ્લું હતું,તેમાં એક સ્ત્રી અને બે પુરુષો વાતો કરતા હતા,અચાનક ભગતની નજર મળતા,ભગતે હસીને માન આપ્યું,પણ સામેથી માન ન આવ્યું, ઉપરથી બધા ઘૂરકીને ભગત સામે જોવા લાગ્યા,ભગતને માણસો બરાબર ન લાગ્યા,પણ મન મનાવી તે ચાલવા લાગ્યો,ત્યાં પેલી સ્ત્રી બોલી,"હાઈ"અને મોટેથી હસી,ભગત બને તેટલી ઝડપે ત્યાંથી ખસી ગયો,જાણે એકદમ ભાગ્યો,હજુ પાંચ દસ મિનીટ પહેલા તો સત્સંગની મોજમાં હતો અને જગદીશ જાણે તેનો દાસ બની ગયો હતો,જાણે કોઈ ભગવાની તત્વ તેની રીક્ષામાં ઉપસ્થિત હતું,અને અહી,આટલી બધી ભારે નજર,ઉપસેલા ઓરામાં કોઈ કહેતું હતું અહી તો દાનવો છે ભાગ ભગત નહિ તો....!!,નહિ તો...શું..કશું સલામત નથી,આ રૂમથી ખસી જા ભાગ અને ખબર નહિ પણ, અહી તેને આટલો બધો ડર કેમ લાગ્યો,રતિકાકા મળશે અને મને જોઇને ખુશ થઇ જશે એવા વિચારો મન પર હજુ તાજા જ હતા, અને તેને ભાગવું પડ્યું,ક્યારે રતિકાકાનો રૂમ આવે તેની ચિંતામાં બીજા કોઈના રૂમ ઉપર ભૂલથી પણ નોક ના થઇ જાય તેની તકેદારી રાખતો રાખતો તે ભાગતો રહ્યો ને પાછળ રહી ગયેલા રૂમ તરફ જોતો જોતો તે સાચા રૂમ પર આવી ગયો તેણે નોક કર્યું ને રતિકાકાએ બારણું ઉઘાડ્યું,તેના ચહેરાની લાલાશે રતિકાકાને ચિંતા થઇ રૂમની બહાર નજર કરી ત્યાં કોઈ ન હતું,બારણું બંધ કરી ભગતને પૂછ્યું "શું થયું ભગત,તું પરેશાન લાગે છે," "એક મિનીટ કાકા,...."ભગતની પરેશાની જાણવા પ્રયત્ન કરતા રતિકાકાને રોકી ભગત બોલ્યો," કાકા અહી બધા કેવા માણસો છે,"અને " આ કેવો સવાલ છે ભગત,કોઈએ તને કશું કહ્યું,ચલ એક મીનીટમાં તેનો નિકાલ કરી દઈએ" "નાં નાં,કાકા રહેવા દો,આપણે અહી સલામત છીએ,ભગત છું પણ ભક્તિ નથી,એતો જગદીશ માટેજ સત્સંગ હશે....!!"અને કાકા તેને જોતા રહ્યા"ભગત,તું ખુબ પરેશાન છે લે થોડું પાણી પી ને કહે મને શું થયું "અને ભગતે કહ્યું "કાકા,હમણાં તો દસ મિનીટ પહેલા મઝાનો સત્સંગ કર્યો ને અહી આવતો હતો તો એક ઓરડાના માણસોએ મારો રંગ બદલી કાઢ્યો,"અને કાકાએ શાંત કરતા કહ્યું,"ભગત,અપમાન ભલ ભલાના રંગ બદલી કાઢે,આ લોજ છે, ટોળામાં જેટલા માણસો હોય ને કોઈ કોઈને ઓળખતું ન હોય એવું અહી છે,તું આવ્યો અને તને પરેશાની થઇ જ્યારે હું અહી કેટલાય વખતથી છું કોઈ પરેશાની નહિ, જેની નજરનો ભાર તેની જીત"ભગત હજુ શાંત ન હતો,"કાકા મને એ કહો કે ઉઘાડો ઓરડો હોય ને તમે ત્યાંથી પસાર થાઓ,તો તમારી નજર ત્યાં તમારી ઈચ્છા ન હોય તોય જાય ખરું કે નહિ,અને નજર મળ્યા પછી લોકો ધુરકે ને અપમાન કરે તો..."અને કાકાએ કહ્યું"તમારી તરફ જ્યારે નજર મળે ત્યારે જ નક્કી થઇ ગયું હોય કે તમારું અપમાન કરવું કે નહિ અને પછીજ કોઈ તેવું વર્તે,પણ એમાં પડવું નહિ કેમકે એ બધા લગભગ એક સરખા હોય,લોકોને હેરાન કરવામાં તેમને કોઈ શરમ નહિ,અને ઉઘાડા ઓરડાની તમારે શું ચિંતા જ્યારે તમારે ત્યાં જવું જ ન હોય,પણ છોડ બધું અને બીજી વાત કર"અને ભગતે મન મનાવ્યું, "કાકા,તમે મને હજુ સહેવાગની માફક બધી બાજુથી જુઓ છો પણ કાકા તમારી કોઈ વાતને અમે અવગણી નથી કેમકે તમારી વાત અમારા સહુના ભલા માટેજ હોયને,કાકા તમે મહાન છો"અને કાકા હસ્યા," હવે તને એમ થશે કે કાકા કેમ હસ્યા,પણ હસવું આવે એવી વાત છે,સહેવાગે,એક વખત તારી માફક જ કહી નાખ્યું હતું,તેની નાદાનીમાં તેને ખબર નહિ કે કેટલી મોટી વાત હતી,પણ તકલીફ એવી હતી કે તેને સમજાવવા મારે માટે મુસીબત થઇ ગઈ હતી,ન બોલાય કે તેની વાતથી ન હસાય,અને કસોટીમાં ગોથા મારતા મારા મનમાં શૂન્યાવકાશ આવી ગયો હતો મારી આંખો શૂન્યથી ભરેલા આકાશ તરફ જોતી,સ્થિતિ ઉપર કાબુ કરવાનો પ્રયત્ન કરતી હતી" અને કાકાએ ભગત બાજુ જોયું,અને એકધ્યાનથી સાંભળી રહેલા ભગતે વાત અટકી એટલે તરત હસીને કહ્યું " પણ પછી કાકા શું થયું...?"અને તરત જવાબ આપતા કાકા બોલ્યા " પછી શું થાય,કઈ થયું હોય તો કહુંને," ભગત એકીટશે કાકાને જોઇ રહ્યો"તો કાકા,તમે પણ મઝાક કરી શકો છો," તરત જવાબ આપ્યો,"મઝાક તો મઝાક પણ ભગત નાં મૂડને ફેરવી શકતી હોય તો મઝાક પણ મહાન છે"અને ભગત ઉભો થઈને કાકાને ભેટી પડ્યો" કાકા તમે મહાન છો," કાકા બોલ્યા "એ તો તારી કાકી વાત વાતમાં કહેતી હોય છે હવે કૈક નવું કહેવાનું ચાલુ કરો,કાકા કરતા કાકાના ભત્રીજા પણ એટલાજ મહાન છે "ભગતે ભીની આંખોને બાંયથી લુછતા કહ્યું"એટલે તો કાકાના ભત્રીજા કાકાથી હજુ દુર જવાનું પસંદ કરતા નથી," અને કાકાએ વાતને ફેરવતા કહ્યું" ભગત તને ખબર છે આજે બળેવ છે," અને ભગતે કહ્યું"કાકા મારે તો બેન નથી પણ રાખડી બાંધવામાં બેનનો પ્યાર જોઈએ પણ તે ન હોય તો પ્યારના નામ ઉપર ગમે તે રાખડી બાંધે તો ચાલેને"કાકા ભગતની હોશીયારીમાં દાખલ થયા " બેન ન હોય તો સ્મૃતિ તારી બેનજ છેને,સહેવાગને રાખડી બાંધશે તો તને પણ એને બે ગીફ્ટ મળશે,પણ બેનના હકમાં પ્યારને ક્યા દાખલ કરે છે,કોઈ મલી ગયું છે કે શું...?,ભગતજી,છુપા રુસ્તમ," ભગતની બોલતી બંધ થઇ અને કાકાની સામે તેની ડોકીએ હાલીને હકાર ને બે ત્રણ વખત હલાવ્યો,"લે, આમ કાકાના ખુબ વખાણ કરે છેને,કાકાને જ આટલી મોટી વાતથી દુર રાખ્યા છે,તું તો કહેતો હતો કે તમારાથી શું છુપાવવાનું અને....કોણ છે એ સહભાગી...?!!"શરમે થોડોક પરેશાન ભગતે કહ્યું " નાનકી..."અને કાકાએ નમીને તેની આંખમાં આંખ પરોવતા કહ્યું "વાહ ભગત,વીરસિંહ ને ખબર છે," અને ભગતે સાચી વાતને ખોલી,"હજુ કાકી સિવાય કદાચ તેની માં ને
ખબર છે,પણ નાનકી પૂરે પૂરી મારા જીવનમાં આવવા સંમત છે."અને કાકાએ નોધ લીધી આ વાત મઝાક નહોતી "અચ્છા તો,અહી કાકા ને ત્યાં કાકીનો સહારો લેવાય છે...!"અને ભગત બોલ્યો" એવરીબડી લવ કાકાને કાકી"કાકા બોલ્યા "બેટમજી હવે તો કહેવુજ પડશે,નહિ તો વીરસિંહ થી કોણ બચાવશે,"ઘભરાતમાં કાકાના રૂમમાં દાખલ થયેલો ભગત કાકાના આરોહ અવરોહમાં લીન બની પોતાની વાત સુધી ખેચાઈ આવ્યો,બળેવના બેન ભાઈના પ્યારના મોટા તહેવારે ભુદેવો પવિત્ર જનોઈને આજના દિવસે માં ગાયત્રીમાં મન એકાગ્ર કરી નવી જનોઈ પોતાના અંગ ઉપર અંગીકાર કરે છે,તે પણ એક આ દિવસની મહાનતા છે,આમ તો હિન્દુઓના દરેક તહેવારો મહાન છે,દરેકને પોતાનો આગવો એવો ઈતિહાસ છે,જેમકે હોળી,તેમાં લોકો તેના તાપથી પોતાના અંગો શેકે છે અને શરીરનો જામી ગયેલો કફ ઓગાળે છે,તેમાં વિજ્ઞાન સમાયેલું છે,ઋષિ મુનીઓએ દરેક તહેવારોમાં વિજ્ઞાનને સમાવીને ખુબજ કાળજી પૂર્વક તહેવારોની રચના કરી છે,તેને અનુસરતું નવું જનરેશન તેને સહેલાઈથી આપોઆપ અનુસરે, અને તંદુરસ્ત રહે, ભારતના ઋષીઓ મહાન છે, મહાનતાની વાતોમાં ખોવાયેલા કાકા અને ભગત મશગુલ હતા ત્યાં પટેલ આવ્યા અને કાકાએ ઉભા થઈને આવકાર આપતા કહ્યું"આવો આવો મણીભાઈ,અને ખુરશી ખસેડતા કહ્યું,"બેસો"મણીભાઈ બેઠા અને બોલ્યા"આ તો મને થયું કાકાના મહેમાન બરાબર આવી ગયા કે નહિ તેની તપાસ કરતો આવું ને ચા નાસ્તા માટે પૂછતો આવું "કાકા, મને એક વાત બતાવો જે મારા મનમાં ક્યારની ગુચવણ ઉભી કરે છે,મારું અત્યાર સુધીનું માનવું એવું કે તમને મળવા આવતા મહેમાનોમાં મને ક્યારેય ઉમર દેખાતી નથી બધાજ લગભગ યુવાન તમને મળવા આવે છે,એમ કેમ...!?"અને ભગત અને કાકા બંને હસ્યા"મણીભાઈ,તમને મારી ઈર્ષા તો નથી આવતી ને,મારા શરીર ઉપર ઉમરે દેખાવ કર્યો છે,પણ મારું મન ઘરડા થવામાં માનતું નથી,એટલે જુવાનીયા બધા સમજે છે કે અમારા પ્રશ્નોનું નિદાન ફક્ત એકમાત્ર કાકાજ છે,એટલે ખેચાઈ ખેચાઈને બધું જોબન અહી ખેચાઈ આવે છે,અને એકલા મેલ નહિ ફીમેલ હોત,એટલે તમારા રડતા મને એ નોધ ન લીધી હોય તો લઇ લેજો,હવે એક વાત કહું કે તમારો પ્રશ્ન ઉકેલાવાને બદલે વધારે ગુચવાયો તો તેમાં કોઈ ઉકેલ નથી કેમકે મારો પ્રભુ મારે માટે એવી રીતે સદા ખુશ છે.બોલો હવે કઈ કહેવું છે....!"અને કાકા સતત હસતા ભગતને ગોદો મારી મણીભાઈ તરફ જોઈ રહ્યા,મણીભાઈ બોલ્યા" હવે એટલુજ કહેવાનું સદાબહાર કાકા સદા માટે જુવાન રહે,એવી અમારી સુભેચ્છા"અને મણીભાઈ પણ હસ્યા, અને તરત કાકા ભગતને સંબોધતા બોલ્યા"જો ભાઈ ભગત આ મણીલાલ લોજના મેનેજર ,આવ્યો ત્યારથી મારી સેવામાં એવા તો પડી ગયા છે કે તમે બધા પાછા પડી જાઓ,સમયસર નાસ્તો,જમણ ને નવરા પડ્યા એટલે પાછી કાકાની દેખરેખ"અને તરત ભગત બોલ્યો" મણીભાઈ,અમારા કાકાજ એવા છે કે આખું ગામ તેમની દેખરેખ રાખે,અમારા કાકા જો અમારા ગ્રુપમાંથી કોઈને કઈ થયું એટલે એવા તો ચિંતામાં પડી જાય કે કાકીને કહીને તરત જ આવી જાય અને કાકી પણ એવા કે તરત કહે તમે જલ્દી જાઓ ને અહીની ચિંતા ન કરતા,અને કાકા નીકળી પડે,પરદુઃખભંજન,કાકાની વાહે વાહે અમે પણ તરત પહોચી જઈએ," અને ભગતને બોલતો રોકી કાકા બોલ્યા" મણીભાઈ,કાકાના વખાણથી પેટ ભરાવવાનું નથી એટલે હમણાં તો ચાને ખારી મોકલો એટલે ભગત સાથે મજા લઈએ" આટલું કહ્યું એટલે તરત ઉભા થઈને ભગત સાથે હાથ મિલાવી મણીભાઈ જવા તૈયાર થયા અને ભગતે કહ્યું"બેસો તો ખરા,હમણાં તો આવ્યા"અને કાકા બોલ્યા"આપણે એકલા નથી કે મણીલાલ બેસે,એ તો બિચારા આપણા માટે દોડ્યા જ કરે છે,"અને "દોડ્વુંજ પડેને કાકા વારેઘડીયે થોડા આવવાના છે તે સેવા કરવાનો લાભ મળે"એટલું કહેતા તો તે જતા રહ્યા,થોડીવારમાં ચા નાસ્તો આવ્યો એટલે ભગતે થોડીવાર પહેલાની વાત ,નરસિંહ મહેતાના વિષયથી જગદીશ કેટલો ભાવિક બની ગયો હતો તેની વાત કરીને કાકાનું મન બહેલાવ્યું,કાકાને પણ ખુબ આનંદ થયો,પણ પછી હસતા હસતા તેમણે કહ્યું" ભગત તને ખબર છે હું રોજ સવારે તેમના ભજન સાંભળું છું અને એક ભજન તો ખાસ,જાગીને જોઉં તો જગત દિશે નહિ ઊંઘમાં અટપટા ભોગ જાગે।...સાંભળ્યું છે તે, અને ભજનની મજા તો ત્યાં આવે કે મહેતાજી કહેતા કહેતા એમ કહી દે છે કે "ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવા અંતે તો હેમનું હેમ હોયે," એટલે મહેતાજીએ આ ભજન રચીને ઘણી મોટી વાત કહી નાખી છે,"ભાવુક થયેલા કાકા ભજનના પ્રભાવમાં કેટલા બધા પ્રસન્ન દેખાતા હતા તે ભગતે પહેલી વખત અનુભવ્યું,સવાલ એ હતો કે કઈ વાત કાકા નહોતા જાણતા કાકા દરેક વાતથી અનુભવી હતા, "કાકા તમે તો જબરી મઝા લો છો,મને લાગે છે કે જો તમે પ્રધાન બનવાનું વિચારો તો તેમાય તમને સફળતા મળે, " અને કાકા ભગત સામે જોતા બોલ્યા,"હવે કાકાને ગંદા પોલીટીક્સનો રસ્તો બતાવ્યા વગર તારું એકાએક્નુ પ્રોયોજન સમજાવીશ...?1"ભગત મશ્કરીના મુડમાં હોય તેમ "હવે કાકીની યાદ આવી લાગે છે,"કાકાએ જવાબ આપતા કહ્યું "હવે તો તમારે મઝા લેવાની,પણ એ મઝા બગાડતા કહું કે ચાર દિવસની ચાંદની ને ભગતજી પાછળ અંધારી રાત,એટલે ..."ભગતે વાત કાપતા કહ્યું"તમારી સલાહ પ્રમાણે ભૂતને ભૂલી ભાવિને શાને યાદ કરવું,અંધારી રાત તો આવતા આવશે પણ ચંદા જેવી ચાંદનીની મઝા ન લઈએ,"અને કાકાની નજર સામે જ્યાં ચંદા આવી ત્યાં ભગતની નજર ઝુકી ગઈ પણ ચંદા હવે હકીકત હતી તો શરમથી ક્યા સુધી ઝુક્યા કરવું પણ ચંદાની યાદ સાથે તેણે કહેલી એક વાત યાદ આવી ગઈ અને મઝાક મસ્તીના મુડ ઉપર ગંભીરતાનું આવરણ છવાઈ ગયું,કાકા તરફ એ ગંભીર બનેલો ચહેરો ફેરવાયો અને કાકાએ પ્રશ્ન કર્યો"શું વાત છે ભગત ..?"ભગતે કહ્યું" કાકા ચંદા એ જ્યારે મારામાં પૂરો વિશ્વાસ મુક્યો ત્યારે તેને મુઝાવતો પ્રશ્ન કહેતા બોલી ,ભગત વીરસિંહ છોકરીના મોહમાં એવો તો ફસાયો છે ઘરમાં બધાને ચિંતા થવા લાગી છે," અને કાકાને રતન અને કાવેરી વચ્ચેના ઉગ્ર સંવાદ વચ્ચે વીરસિંહ ની વાત યાદ આવી ગઈ અને તરત જ તેમના મનમાં સવાલ ઉઠ્યો અને તે પણ થોડા ગંભીર બન્યા,"હા, ભગત એ એક ગંભીર સમસ્યા છે અને મને પણ ખબર નથી પડતી કે વીરસિંહ તેમાં સફળ થાય." અને ભગતે કહ્યું" કાકા એની તમને ખબર છે...?"માથું હલાવતા કાકા બોલ્યા" હા,રતન અને કાવેરી વચ્ચે ની ચર્ચા પછીની મારી તારવણી છે,એ મોહમાં છે પણ છોકરી નથી,સમજવું સારું નહિ તો બરબાદી, હજુ તેની સાથે મુલાકાત થઇ નથી પણ મળશે તો સમજાવીશ" અને ભગત બોલ્યો "કાવેરી રતનની ફ્રેન્ડ છે...!!" કાકા હસ્યા અને કહ્યું "એમાં અવળું છે,કાવેરી મોહમાં છેને રતન પાછો પડે છે,એટલે અહી બેઠો બેઠો આ બધું જોયા કરું છું પણ તારી માફક સો ટકાની મહોર નાં મંડાય ત્યાં સુધી કશું કહેવાય નહિ,"કાકાની વાતથી ભગતે પણ જાણ્યું કે અહી કોલેજની વાત જ કઈ જુદી છે,ખેર, જીવન છે તો વાતો તો બનવાની જ છે પછી તે કોઈની પણ હોય,હકીકતનો સ્વીકાર કરીને ચાલતા રહેવાનું.બીજું શું... "ભગત,જ્યારે આટલા બધા લોકોમાં આપણું જોડાય ત્યારે સબંધોનું સર્જન થાય અને પછી તે વધતા જાય,સારા નરસા ગમે તેવા સમયમાં લાગણીથી તેની માવજત થાય હવે આપણે માટે વીરસિંહનો વિષય એકદમ ચિંતાજનક છે,તે માણસ પોતાની વાતથી કેટલો બધો ભાંગી પડ્યો હશે કે જે પોતાના કહેવાતા કુટુંબ માટે પણ ચિંતાનો વિષય બની જાય,અરે કુટુંબ કરતા પણ પોતાની જાત પર પણ તેની અસર થાય ત્યારે શું વિચારાય જાણે દુનિયા તેને માટે તો પૂરી થઇ ગઈ,અને જે વિષયથી તે હેરાન થતો હોય તે વિષય માટે તે વિષય સિવાય તેને બીજું કશુજ ન દેખાય,આપણે કરીએ તો શું કરીએ,સામે મળે તો કહેવાય કે ભાઈ દુનિયા તો ત્યાની ત્યાજ છે બસ તારી ચિંતા અને તારો વિષય તારા મનમાં શૂન્ય થઇ ભળી ગયો છે,શું ખોવાઈ ગયું છેકે આટલે સુધી આવ્યા પછી બધા ભૂલાઈ ગયા છે,ખેર,એનો પણ ઉપાય કરીશું,વીરસિંહ એક દિવસ ફરીથી ખુશ દેખાશે,જગનની ચિંતામાં અહી સુધી આવેલા આપણે તો એક અજાણ્યા મુસાફરની માફક જ કહેવાઈએ,પણ સવાલોનો ઉકેલ તો થવોજ જોઈએ અને તે થશે,જરૂર થશે."કાકાની તરફ કાન માંડીને સાંભળી રહેલા ભગતે જ્યારે રતન નું નામ આવ્યું એટલે કાકાને કહ્યું"હવે જગનનો પ્રશ્ન તો કાકા ઉકેલાઈજ ગયો છે,એનો સંદેશો તો હું લઈને આવ્યો છું"અને કાકાએ કહ્યું "એમ એ કેવી રીતે ઉકેલાયેલો કહેવાય" કાકાના સવાલ ઉપર ભગત બોલ્યો""એની જે પહેલા સગાઇ થઇ હતી ,તે છોકરીના ફાધરે આવુ થવાથી તોડીને તેનો આફ્રિકાના એક છોકરા સાથે વિવાહ કર્યો છે,અને શેઠના કોઈ મિત્ર કે જે હાલમાં જગનને ત્યાં છે તેમની છોકરી સાથે વિવાહનું લગભગ નક્કી છે ,બસ જગન અને છોકરી 'હા' કહે તો બંને પાર્ટીને કોઈ વાંધો નથી"કાકા બોલ્યા "એ છોકરીનું નામ શું છે"અને ભગતે કહ્યું "નામ તો મને ખબર નથી"અને કાકા નિરાશ થયા "નામ હોત તો ખબર પડી જાત,પણ વાંધો નહિ આજે રતન જગનને લઈને આવવાનો છે,એટલે ખબર પડશે,ત્યાં સહુ મઝામાં છેને" અને ભગતે કહ્યું "હા,કાકા"ભગતના જવાબ સાથે કાકાએ ચાનો છેલ્લો ઘુંટડો ભર્યો ,ભગત નાનકી સાથેના સબંધ જ્યારે વીરસિંહ ને ખબર પડશે ત્યારે શું સ્થિતિ હશે તે વિચારમાં ઉતરી પડ્યો,કેમકે વીરસિંહ અહીજ હતો અને તેને કદાચ ખબર પણ પડશે પણ કાકાની હાજરી છે એટલે કૈક જુદુજ હશે,જે થાય તે,બારણાં ઉપર ટકોરા કરી વળી પાછા મેનેજર પટેલ આવ્યા,પુછવા લાગ્યા,કઈ જોઈતું હોય તો અને સાથે સાથે કહેતા ગયા,બાજુમાં ત્રણ ચાર પછીના રૂમમાં ડ્રગના અનુસંધાનમાં પોલીસ આવી છે,એટલે કદાચ તમને કોઈ સવાલ પૂછે તો,કઈ જાણતા નથી એવુજ કહેજો,કેમકે પોલીસના લફરામાં પડ્યા પછી છુટાય નહિ" અને કાકાએ તરતજ કહ્યું "પટેલ ભાઈ અમે કઈ જાણતા જ નથી પછી એનો સવાલ જ નથી થતોને....!"અને પટેલે તરત કહ્યું "આ પોલીસ ને ઉકેલ ન મળે એટલે આજુબાજુવાળા બધાને પુછતાછ કરે,હું ત્યાજ જાઉં છું પણ આ તો મને થયું તમને કહેતો જાઉં "અને કાકાએ પટેલનો ચેતવ્યા બદલ આભાર વ્યક્ત કર્યો અને પટેલ ગયા,ભગત બોલ્યો"કાકા હું નહોતો કહેતો, કૈક ખોટું છે,હું તો ગભરાઈ ગયો હતો"અને કાકાએ ભગતને રોકતા કહ્યું " ભગત એ વાતને રહેવા દે,ભીતને પણ કાન હોય છે,"અને ભગત ચુપ થઇ ગયો,કેમકે ભગત એ બાબતમાં હજુ નાદાન હતો. બળેવ પછી જન્માષ્ટમીનો કૃષ્ણ જન્મનો તહેવાર ઘણો ધૂમધામથી મનાવવામાં આવે છે,હિંદુઓ આ દિવસે ઉપવાસ કરી રાત્રે ઝૂલામાં શણગારેલા બાલકૃષ્ણ ભગવાનનું પારણું ઝુલાવી "હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી " નાં મોટા નારા સાથે ઉત્સવ મનાવી ઉપવાસના પારણા રાત્રે બાર વાગે કરતા હોય છે,કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે અરસામાં જેલની પ્રથા ચાલુ થઇ એવું માનવામાં આવે છે,એ પહેલા રામરાજ્યના સમયમાં કારાવાસનો કોઈ ઉલ્લેખ નથી એવું સંતોનું મંતવ્ય છે,કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરામાં યાદવ કુળમાં રાજકુમારી દેવકી અને વસુદેવ ને ત્યાં આઠમા બાળક તરીકે થયો,જેમાં સંતો અને પુરાણના મંતવ્ય મુજબ કહેવાય છે કે,મથુરા નગરીનો રાજા કંસ ખુબ પાપાચારી હતો એટલે આકાશવાણી થઇ હતી જેમાં તેની બેન દેવકીનું આઠમું સંતાન તેનો નાશ કરશે એવું સંબોધન થયું હતું તે અનુસાર કંસે દેવકીની પહેલી છ પુત્રીની હત્યા કરી પછી દેવકી અને વસુદેવને કારાવાસમાં રાખ્યા હતા,જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે વિષ્ણુ ભગવાને પ્રગટ થઇ વસુદેવને યમુના પાર કરી કૃષ્ણને નંદ યશોદા ને ત્યાં ગોકુલમાં લઇ જવા કહ્યું અને ત્યાંથી યશોદાને નવી જન્મેલી બાળકીને બદલામાં લઇ આવ્યા સુચન કર્યું જે કૃષ્ણ માટે ખુબ સલામત હતું ભગવાનના સુચન અનુસાર વસુદેવ એક ટોપલીમાં કૃષ્ણને મૂકી માથે લઇ ભયંકર વરસાદમાં જવા દેવકીની આજ્ઞા લઇ નીકર્યા યમુના નદીમાં પુર હોવા છતાં કહે છે માર્ગ થઇ ગયો શેષનાગે વરસાદથી કૃષ્ણનું રક્ષણ કર્યું,અને આમ વિષ્ણુ કૃપાથી બધું આપોઆપ થતું ગયું,ગોકુલમાં પહોચ્યા ત્યાં પણ બધા ઊંઘતા હતા એટલે બદલી કરવામાં કોઈ અડચણ ન પડી અને આમ યશોદાની પુત્રીને દેવકીના ખોળામાં લાવીને મૂકી જ્યાં કંસને આઠમા સંતાનના જન્મની ખબર પડી એટલે કંસે બાળકીને દેવકીની કુંખમાંથી ઝુટવી લઇ પત્થર ઉપર પટકી ને મારવાનો પ્રયત્ન કર્યો જ્યાં બાળકી તેના હાથમાંથી છટકી ગઈ અને ચેતવણી આપતી બોલી કંસ મરવા માટે તૈયાર રહેજે તારો કાળ જન્મ લઇ ચુક્યો છે એટલું કહી અદૃશ્ય થઇ ગઈ તે વિષ્ણુ ભગવાનની એક યોગમાયા હતી કંસ ગભરાયો એના અનુસંધાનમાં તરતના જન્મેલા કેટલાય બાળકોનો સંહાર કર્યો,અને ગોકુલમાં કૃષ્ણ ભગવાનના જન્મની વધાઈ નંદ યશોદા તથા ગોકુળવાસીઓએ મનાવી ત્યાં કૃષ્ણ ભાઈ બલરામ સાથે લીલા કરતા મોટા થવા લાગ્યા જ્યારે કંસને મરણનો ભય સતાવવા માંડ્યો ત્યારે તેણે તેની બેન પૂતના નો ઉપયોગ કરીને તેને ધાવણમાં ઝેર ભરીને મારવા મોકલી જ્યાં બાલકૃષ્ણએ તેના જીવનનો અંત આણ્યો,બાળલીલા કરતા કરતા માખણચોર બની ગોપીયોના દિલ જીત્યા આખું વૃંદાવન ઘેલું થયું,માતા યશોદાને મો ખોલી બ્રહ્મના દર્શન કરાવ્યા,નાગદમન કરી કાળીનાગ ને નાથ્યો અને ભાઈ બલરામની મદદ સાથે તેમણે મામા કંસનો સંહાર કર્યો. રતિકાકા અને ગોપાલને ભાગવત કથાનો ખુબ રસ હતો જ્યાં જ્યાં ભગવાનની કથા થતી ત્યાં તે બંને જતા,એટલે મિત્રો વચ્ચે પોતાનું કથા વિશેનું જ્ઞાન જ્યારે મોકો મળતો ત્યારે રજુ કરી બધાને ખુશ કરતા, એક વખત તો ભગતે સમય અને તેની વાત વિષે એવી રજૂઆત કરી હતી કે કાકા પણ ખુબ પ્રભાવિત થયા હતા,સૂર્ય કરતા પૃથ્વીનું કદ અઢાર ઘણું નાનું અને ચંદ્રનું કદ પૃથ્વી કરતા અઢાર ઘણું નાનું,એના અનુસંધાનમાં ગીતાની રચનામાં તેના અધ્યાય અઢાર આમ અઢારનો આંકડો ભગવાનની કોઈ ખુબજ ન જાણી શકાય એવી અજાયબી,જે હિંદુ ધર્મમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે,સુરજ ભગવાનની ગતિ પૂર્વમાં ઉગી પશ્ચિમ તરફની હોય પણ તે ગતિ સીધી ન હોય તે જ્યારે દક્ષીણ દિશા તરફ ઢળે ત્યારે તેને દક્ષિણાયન કહે અને જ્યારે ઉત્તર દિશા તરફ ઢળે ત્યારે તેને ઉત્તરાયણ કહેવાય,સાઈઠ પળોની એક મિનીટ,સાઈઠ મીનીટનો એક કલાક, ત્રણ કલાકનો એક પ્રહર થાય,ચાર પ્રહરનો દિવસ અને ચાર પ્રહરની રાત્રી,આમ આઠ પ્રહરના એક દિવસ- રાત,આવા સાત દિવસરાતનું એક સપ્તાહ અને પંદર દિવસનો પક્ષ,બે પક્ષનો એક મહિનો,જેમાં પંદર દિવસ ચંદ્ર ની કક્ષા વધે એ શુક્લ પક્ષ અને પંદર દિવસ કક્ષા ઘટે એ કૃષ્ણ પક્ષ આવા , બે મહિનાની એક ઋતુ, વસંત,ગ્રીષ્મ,વર્ષા,શરદ(પાનખર),હેમંત અને શિશિર. છ ઋતુનું એક વર્ષ, ,શિયાળો,ઉનાળો અને ચોમાસું( એ ચાર મહિનાની એક મુખ્ય ઋતુ),દસ વર્ષનો એક દશકો,સો વર્ષનો એક સૈકો,કે જે સામાન્ય રીતે માણસનું જીવવાનું આયુષ્ય,ચાર લાખ બત્રીસ હજાર આવા વર્ષોનો એક કલિયુગ,આંઠ લાખ ચોસઠ હજાર વર્ષોનો એક દ્વાપર યુગ ,બાર લાખ છન્નું હજાર વર્ષોનો એક ત્રેતા યુગ અને સત્તર લાખ ત્રીસ હજાર વર્ષોનો એક સતયુગ,આમ ચાર યુગોની તેતાલીસ લાખ બસો હજાર વર્ષોની એક ચતુર્યોગી ચોકડી,આવી એક હજાર ચોકડી બ્રહ્માજીનો એક દિવસ,આ દિવસ પૂરો થાય ત્યારે બ્રહ્મા સુઈ જાય અને પૃથ્વીનો પ્રલય થાય બ્રહ્માની રાત્રીના એક હજાર વર્ષો પૃથ્વી જીવ વિહોણી રહે,બ્રહ્મા જાગે ત્યારે ફરીથી જીવોનું સર્જન કરે અને આમ તેમનો ક્રમ ચાલ્યા કરે,ત્રણસોને સાઈઠ દિવસનું બ્રહ્માનું વર્ષ,અને આવા એકસો વર્ષ બ્રહ્માનું આયુષ્ય છે જેને હિંદુ ધર્મમાં કલ્પ કહેવામાં આવે છે.આટલી માહિતી ભગતને એક કથામાંથી મળી હતી અને તેની તેણે નોધ કરી રાખી હતી તે કાકાને કહી હતી. કાકા ભગતની ઘણીબધી વાતોથી તાજ્જુબ થઇ ઘણીવખત તેની સામે એકીટશે જોયા કરતા,પણ આ ભગત અને તેની વાતોમાં તેમને ભોળપણ ખુબ દેખાતું,તે ખબર નહિ પણ તેની પોતાની વાતો કે જે ન કહેવાય એવી હોય તે પણ કાકાને સહજમાં કહી દેતો કાકા ઘણી વખત કહેતા અલા ભોળા ભગત આ બધા તારી પાછળ પડીને તારા ભોળપણ નો લાભ લઇ તારી મશ્કરી કરે છે,એટલે આજુબાજુના માણસો જોઇને બોલ્યા કર,પણ ભગત કહેતો કાકા મારી મશ્કરી કરી દુનિયાને મઝા આવતી હોય તો એનાથી વળી મોટો લાભ કયો,કરવા દો આનંદ,થોકરાતુ જીવન તો કાલે ખલાશ થઇ જશે,મને કોઈ દુખ નથી થતું,ત્યારે કાકા કહેતા ભગત દરેક જીવનની સાથે તેની લાગણીયો જોડાઈને તેનું સર્જન થતું હોય છે તે પ્રકૃતિનો નિયમ છે,એટલે તું ભલે ગમે એટલો મજબુત હોય પણ દિલને દુખ થયા વિના રહેતું નથી,અને છતાં પણ તું તારી વાતમાં સાચો હોય તો તું ભગત નહિ પણ ખરેખરો ભગવાનનો ભગત છે, ત્યારે ભગત જવાબમાં ખાલી હાસ્યને તરતું મૂકી વાત પૂરી કરી દેતો,પણ કાકાને ગમેતેમ પણ આ ભગતની દોસ્તી બીજા બધા કરતા ખુબજ પસંદ હતી,આજે પણ તે ભગત આવ્યો તેથી ખુબ ખુશ હતા,તેની સાથેના સમાચારની તેમને ઉતાવળ ન હતી,પણ તેની હાજરીથી તે ખુશ હતા,ભલાની દોસ્તી જે સમજે તે સમજે બાકી હોશિયારીના અભિમાન પાછળ મઝાક કરવાવાળાને તેની શું ખબર પડે તેની પાછળ હોશિયારીના જોરથી મોટું ટોળું ઉભું થઇ જાયને તેની જીત પણ સહેલાઈથી થઇ જાય પણ તેની નજર તો ભલાની મઝાક પાછળ જ પૂરી થઇ જાય,ભલાના ભોળપણથી ભગવાન પણ આકર્ષાયેલાનાં ઘણા દાખલા ઈતિહાસમાં છે,પણ હોશિયારીના મદમાં તેને તો બધું જ ખોટું દેખાય,આજે ભગત ખુશ હતો પણ કાકાને ક્યારેક તેના ચહેરા ઉપર કૈક જુદોજ અનુભવ થતો હતો એટલે થોડી ચિંતાનું સમાધાન કરવા તેમણે ભગતને નાસ્તો કર્યા પછી પૂછી લીધું હતું પણ પહેલા હા ના કરતા કરતા ભગતે કાકાની સમશ્યાને સમાધાન કરતા ગળા સુધી આવીને અટકી જતી પોતાની અંગત વાત કાકાને કરી દીધી હતી તેમાં કોઈ ખરાબી તેના જીવનમાં દાખલ થઇ અને ઘર કરવા માંડી એટલે કોઈક ગુરુની આકૃતિએ તેના ડાબા હાથ ઉપર આકૃતિના રૂપમાં દેખા દીધી અને દાઢી મુછવાલા ગુરુએ તેમની આંખો ઉપર તેમનો જમણો હાથ રાખી આંખો ઢાકી દીધી હોય તેવો દેખાવ હતો અને એ જોયને તે એવો તો ગભરાયો કે તેની ખરાબી ક્યા જતી રહી તેને તેની ખબર ન પડી,અને બદલામાં નાનકી સાથે સબંધ બંધાયો,બસ ત્યારથી મહાદેવના મંદિરના દર્શન તે રોજ કરવા માંડ્યો,અને બીજી વાત એ કરી કે કથામાં એક દાખલો સંતે એવો કહ્યો કે કથા સાંભળીને ઘેર ગયેલા એક ચિત્રકારે શ્રીનાથજીનું ચિત્ર શરુ કર્યું અને ભગવાનનો મુકુટ નું સુશોબન રંગથી કરી બીજું બધું બીજા દિવસ માટે રહેવા દીધું તો રોજ તેને સવારે સુરજ ઉગે ત્યારે ઉઠવાની ટેવ તેમાં કોક કાળા માણસે સ્વપ્નામાં આવી મેં તારી પાસે પહેલા કશું માંગ્યું છે,એવું પૂછ્યું પણ તેને યાદ આવ્યું કે આને પહેલા પણ તેણે કૈક આપ્યું છે,એટલે એને કહ્યું 'હા' અને પેલા કાલિયાએ તરતજ તેની સામે કશુક પિસ્તોલ જેવું ટાંક્યું અને તે ગભરાય ગયો અને તેનો હાથ પકડી લીધો ને તેની આંખ ઉઘડી ગઈ,
ઘડિયાળમાં જોયું તો સવાર થવાને હજુ અડધા કલાકની વાર હતી,બહાર અંધારું હતું પહેલા સ્વપ્નાની કઈ ખબર ન પડી,બધા કહેતા કે વહેલી પરોઢના સ્વપ્ના લગભગ સાચા પડતા હોય,પણ આ કાળીયાનો સ્વપ્નામાં આવી આવી રીતે પિસ્તોલ બતાવી ઉઠાડવાનો શું અર્થ,મોડે મોડે ખબર પડી કે એ કાળીયો બીજો કોઈ નહિ પણ શ્રીનાથજી, કે ઉભો થાને પરવારી નાહિ ધોઈને મારું ચિત્ર તારા કેનવાસ ઉપર આગળ વધાર,અને તે હેબતાઈ ગયો,કૃષ્ણ ની અનુભૂતિ થતા તેણે પરવારી કેનવાસ ઉપર શ્રીજીના ચિત્રને આગળ વધાર્યું,અને કાકા ભગતની વાતથી ખરેખર હેબતાઈ ગયા ,
આજે રતન જગન સાથે કાકાને મળવા આવવાનો હતો એવું કાકાએ કહ્યું હતું તેના અનુસંધાનમાં ભગત બીજી બધી વાતોમાં સમય પસાર કર્યા પહેલા કાકીનો સંદેશ કાકાને કહેવા આતુર હતો,પણ તેના સત્સંગમાં એવા તો ખોવાઈ ગયા હતા કે ભગત કૈક વધુ કહે,જોકે બીજું બધું સાંભળવા કરતા ભગતની વાતોમાં તેમને વધારે રસ પડતો હતો,અને એટલેજ ભગતની હાજરીથી તે ખુબ ખુશ હતા,આમેય અમુક ઉમર પછી ભક્તિમાં રસ જાગે તેમ તેમને આવી વાતો વધુ ગમતી હતી પણ યુવાનીયાઓની સાથે તે એવા જોડાયેલા હતા કે તેમના સવાલોના નિકાલ કરતા કરતા કદાચ તેમના વાળ ઉપર રહી સહી કાળાશ પણ સફેદીના આવરણથી ઉભરાઈ જાય તો નવાઈ નહિ,તેમના મન ઉપર અત્યારે ઘણું બધું ચાલી રહ્યું હતું,તેમાં ભગતની વાતો થોડી રાહત જરૂર આપતી હતી,એક વખત તેમણે પણ વાચેલી એક ઝલક ભગત ને સંભળાવી હતી તેમાં પાંચ પાંડવો અને દ્રોપદીના પાત્રોના અર્થ યુધિસ્થીર એટલે ધર્મ ભીમ એટલે બળ,અર્જુન એટલે આત્મા,સહદેવ એટલે જ્ઞાન,અને નકુલ એટલે પ્રીત,અને આ બધાની સાથે જોડાતી દ્રોપદી એટલે દયા આમ દયા ધર્મનું મૂળ,દયા, નિર્બળના બળ રામ,દયા આત્મા ત્યાં પરમાત્મા,જ્ઞાનમાં દયા ભળે તો શુભ,સુંદરતાની શોભા દયા આમ પાંડવો અને દ્રોપદી એકબીજાના પુરક કહેવાય,ભગતે રતન આવે એ પહેલા કાકાને સંબોધન કર્યું "કાકા,હવે સાંભળો કાકીએ જે કહ્યું છે તે તમને કહું,જગનની સગાઇ જેની સાથે થઇ હતી,તેના માબાપે આવીને આવો બનાવ બન્યો એટલે સગાઇ તોડી નાખી છે,અને એક પાઘડી મૂછોવાળા કાકા જે તેમને ત્યાં આવ્યા છે,જે મગનકાકાના મિત્ર છે તેમનું નામ ધનારામ છે તેઓ તેમની પુત્રીનું વેવિશાળ જગન સાથે કરવા ઉત્સુક છે ત્યાં બધા સંમત છે,મણીકાકી, અલકા કાકી,શેઠ સહુ આ સબંધથી ખુબ ખુશ છે,ફક્ત જગન અને છોકરીની સંમતિ હોય તેની રાહ જોવાય છે,એટલે એ પ્રમાણે તમારે વ્યવસ્થા કરવાની છે." આમ કહી ભગતે વાતને પૂર્ણવિરામ મુક્યું,"ભગત છોકરીનું નામ શું છે?"અને ભગતે માથું ખંજવાળતા કહ્યું "એતો મને ખબર નથી કાકા"અને કાકાની સમશ્યા વધી ગઈ "ભલા માણસ રતન આવશે ત્યારે નામ હોત તો જગનને સમજાવવાનું સહેલું થઇ જાત" તરત ભગતે કહ્યું "કાકા કાકીએ તેના વિષે કશું કહ્યું જ નથી"અને કાકાએ કહ્યું"કશો વાંધો નહિ,જે છે તે છે અને નથી તે નથી,એ પ્રમાણે કૈક વિચારીશું, જિંદગીમાં આપના હિસાબે બધું થતું નથી ,જે થાય છે તે મારા હિસાબે,પહેલેથીજ નક્કી હોય છે,બસ એટલું માનવાથી રડવું નથી પડતું,એટલે સમય વર્તે સાવધાન,રતન જગનને લઈને આવશે એની સાથે છોકરીનું નામ પણ નીકળી આવશે,જોઈએ બધા ભેગા થયે શું થાય છે,”
"મોટલ,હોટલમાં આવા બધા દુષણો રોજના હોય,ભગત ઘણી બધી વસ્તુ કે જે સમાજ માટે હાનીકારક હોય અને આપણી આંખો સામે સર્જાતી હોય પણ આપણે ન ચાહતા હોય તો પણ ચુપ રહેવું પડે,બધાજ રક્ષણ વચ્ચે પણ જાનનું જોખમ,પણ....!!,છોડ એ વાતને રતન કદાચ આવવોજ જોઇયે,હવે જગન બાબતમાં કેમનું કરવું એ વિચારીએ,બરાબર..."
"બરાબર”
કાકાની વાતને સંમતિ આપતા ભગતે ચાનો છેલ્લો ગુતડો માર્યો.
મેનેજર પટેલ અચાનક આવ્યા
"કાકા કેટલાક મિત્રો આપને મળવા આવ્યા છે,અને ચાર જણાં છે એટલે મને થયુકે પરવાનગી આપતા પહેલા તમને જણાવું,બે છોકરીયો છે એમાં એકનું નામ કાવેરી છે....!!"
"કાવેરી..!!"કાકાના ચહેરા ઉપરના ભાવથી પટેલને સમજતા વાર ન લાગી,
"સારું તો કાકા તેમને અહી મોકલું ને...?"
"હા. જરૂર.."ભગત અચરજ પામ્યો કાકા કેટલાને ઓળખતા હતા,અને પટેલ ગયા એટલે તરત પૂછ્યું,"કાવેરી...કોણ..?"
"એ રતનની મિત્ર છે, પણ રતન તો જગનને લઈને આવવાનો હતો,હશે આવવા દો..હમણાં ખબર પડશે."
"રતનની મિત્ર,મને તો બધું નવાઈ પમાડે એવું લાગે છે "અને કાકાના ચહેરા ઉપર ભગતની અજાણતા ભાવ બદલતી ગઈ, બારણું ખુલ્લું હતું એટલે આવનારે ટકોરા મારવાની જરૂર નહોતી,અને કાવેરીનો કાફલો આવી પહોચ્યો,બારણામાં પ્રેવેશ સાથે ખુશીયોથી વાતાવરણ ભરાઈ ગયું,આ ગ્રુપમાં નવા મિત્રો કાવેરી અને ગીતા હતા સાથે વીરસિંહ અને કાવેરીના પિતા હતા, પોલિસ વડા હોવા છતાં કાવેરીના પિતા ખુબજ સાદા લાગતા હતા,પણ કાકાની નજરે પ્રથમ તેમને માન મળ્યું કાકાએ હાથ મિલાવ્યા, વીરસિંહે સહુની કાકા અને ભગતને ઓળખાણ કરાવી,વાતચીત થતી રહી કાકાએ સમોષા ને ચા માટે સહુને પૂછ્યું,પણ નાસ્તો કરવાની કોઈને ઈચ્છા ન હતી એટલે ચા માટે પટેલને ઓર્ડર અપાયો,બધી વાતચીત પરથી સહુની ઓરખ થઇ ગઈ,હવે કાકાનું મન રતન આવે તે પહેલા કેવી રીતે જગન માટે વ્યવસ્થા કરવી તેના ઊંડાણમાં ઉતરી પડ્યું,
મોગરા ના ફૂલ ( પ્રકરણ દસમું ,સત્સંગ) અહીં સમાપ્ત
જે માર્ચ માસના પહેલા કોલમમાં ઉપલબ્ધ છે.
પ્રકરણ અ ગિયારમું મે મહિનાની પહેલી તારીખે
આપનો અભિપ્રાય ખુબ જરૂરી,
આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.
No comments:
Post a Comment