પરંતુ આપ તો સંસારનું નિયમન કરવા માટે નિરંતર સાક્ષીરૂપથી તેના બધા વેપારોને જોતા રહે છે.તોપણ અમારી બાજુ આપની દ્રષ્ટિ પર તે માયિક વિષયો તથા ચિત્તની વૃત્તિઓનો નામ માત્ર પણ પ્રભાવ નથી પડતો.એવી સ્થિતિમાં પોતાના મનને વશમાં કરવાંની ઇચ્છાવાળો કયો પુરુષ આપનો આદર નહિ કરે ? આપ જે પુરુષોના મધુ -આસવ આદિ પીવાથી અરુણનયન અને મતવાલા દેખાય છે,તે માયાને વશીભૂત થઈને જ એવા ખોટા દર્શન કરે છે તથા આપના ચરણસ્પર્શ થી જ ચિત્ત ચંચળ થઇ જવાને કારણે નાગપત્નીઓ શરમથી આપની પૂજા કરવામાં અસમર્થ થઇ જાય છે.વેદમંત્ર આપને જગતની ઉત્તપત્તિ,સ્થિતિ અને લયનું કારણ બતાવે છે.પરંતુ આપ જાતે એ ત્રણેય વિકારોથી રહિત છો,એટલે આપને અનંત કહે છે.આપના હજાર માથાઓ પર આ ભૂમંડળ સરસોના દાણાની માફક
રાખેલું છે આપને તો એ પણ માલમ નથી હોતું કે ત્યાં ક્યાં સ્થિર છે.જેનાથી ઉત્તપન્ન થયેલો હું અહંકારરૂપ પોતાના ત્રિગુણમય તેજથી દેવતા,ઇન્દ્રિય અને ભૂતોની રચના કરું છું - તે વિજ્ઞાનના આશ્રય ભગવાન બ્રહ્માજી પણ આપના જ મહતત્વ સંજ્ઞક પહેલું ગુણમય સ્વરૂપ છે.મહાત્મા ! મહતત્વ,અહંકાર-ઇન્દ્રિયઅભિમાની દેવતા,ઇન્દ્રિયો અને પંચભૂત વગેરે આપણે બધા એક દોરીમાં બંધાયેલા પક્ષીની માફક આપની ક્રિયા શક્તિના વશીભૂત થઇને આપની
જ કૃપાથી આ જગતની રચના કરો છો.સતવાદી ગુણોની સૃષ્ટિથી મોહિત થયેલો આ જીવ આપની જ રચેલી તથા કર્મબંધનમાં બાંધનારી માયાને તો કદાચ જાણી પણ લે છે પરંતુ તેનાથી મુક્ત થવાનો ઉપાય તેને સરળતાથી તેને માલમ નથી હોતો.આ જગતની ઉત્તપત્તિ અને પ્રલય પણ આપના જ રૂપ છે.એવા આપને હું વારંવાર નમસ્કાર કરું છું.
શ્રી શુકદેવજી કહે છે - રાજન !ભદ્રાશ્વ વર્ષમાં ધર્મપુત્ર ભદ્રશ્રવા અને તેના ખાસ ખાસ સેવક ભગવાન વાસુદેવની
હયપ્રીવ સંજ્ઞક ધર્મમયી પ્રિય મૂર્તિને ખુબ જ સમાધિનિષ્ઠાના દ્વારા હૃદયમાં સ્થાપિત કરી આ મંત્ર ( ૐ નામો ભગવતે ધર્મયાત્મવિશોધનાય નમઃ ઇતિ.)નો જપ કરતા કરતા આવી રીતે સ્તુતિ કરે છે.
ભદ્રશ્રવા અને એના સેવક કહે છે- ‘ ચિત્તને વિશુદ્ધ કરનારા ઓમ્કારસ્વરૂપ ભગવાન ધર્મને નમસ્કાર છે.અહો ! ભગવાનની લીલા બહુ વિચિત્ર છે,જેના કારણે આ જીવ બધાજ લોકોનો સંહાર કરનારા કાળને જોઈને પણ નથી જોતા અને નાકામાં વિષયોનું સેવન કરવાને માટે પાપમય વિચારોની અંધાધૂંધીમાં લાગેલો પોતાના હાથે પોતાનો પુત્ર અને પિત્તાદિની લાશને સળગાવીને પણ જાતે જીવતા રહેવાની ઈચ્છા કરે છે.વિદ્વાન લોક જગતને નશ્વર બતાવે છે અને સૂક્ષ્મદર્શી આત્મજ્ઞાની એવું જ જુએ પણ છે તો પણ જન્મરહિત પ્રભુ ! આપની માયાથી લોક મોહિત થઇ જાય છે.આપ અનાદિ છો અને આપણા કર્તવ્ય વિસ્મયજનક છે,હું આપને નમસ્કાર કરું છું.પરમાત્મા ! આપ અકર્તા અને માયાના આવરણથી રહિત છો,તો પણ જગતની ઉત્ત્પત્તિ,સ્થિતિ અને પ્રલય - તે આપના જ કર્મ માનવામાં આવ્યા છે.તે જ બરાબર છે,તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. કેમકે સર્વાત્મ રૂપથી આપ જ સંપૂર્ણ કાર્યોના કારણ છો અને પોતાના શુદ્ધ સ્વરૂમાં આ કાર્ય-કારણભાવથી સર્વથા અતીત છે.આપનો વિગ્રહ મનુષ્ય અને ઘોડાનું સંયુક્ત રૂપ છે.પ્રલયકાળમાં જયારે તમ:પ્રધાન દૈત્યગણ વેદોને ચોરી લઇ ગયા હતા,ત્યારે બ્રહ્માજીએ પ્રાર્થના કરવાથી આપે તેને રસતાલથી લાવીને આપી.એવી અમોઘ લીલા કરનારા સત્યસંકલ્પ આપને હું
નમસ્કાર કરું છું.
હરિવર્ષ ખંડમાં ભગવાન નૃસિંહ રૂપથી રહે છે.તેમણે આ રૂપ જે કારણથી ધારણ કર્યું હતું તેનું આગળ (સાતમા સ્કંધમાં )વર્ણન કરવામાં આવશે.ભગવાનના આ પ્રિય રૂપની મહાભાગવત પ્રહલાદજી તે વર્ષના બીજા પુરુષોની સાથે નિષ્કામ તેમજ અનન્ય ભક્તિભાવથી ઉપાસના કરે છે.આ પ્રહલાદજી મહાપુરુષોચિત ગુણોથી સંપન્ન છે,તથા તેણે પોતાના શીલ અને આચરણથી દૈત્ય અને દાનવોના કુળને પવિત્ર કરી દીધું છે.તે આ મંત્ર (ૐ નમો ભગવતે નરસિંહાય નમસ્તે જસ્તે જસમ આવીશવીવિર્ભાવ વજરનખ વજરદ્ષ્ટ્રં કર્માશયન રંધય રંધય તમો ગ્રસ પ્રસ ૐ સ્વાહા.)ના સ્તોત્ર પાથ કરે છે.- ‘ ઓમ્કારસ્વરૂપ ભગવાન શ્રી નૃસિંહ દેવને નમસ્કાર છે.આપ અગ્નિ વગેરે તેજોના તેજ છે,આપને નમસ્કાર છે.હે વજરનખ ! હે ! વજરદૃષ્ટ ! આપ અમારી સામે પ્રગટ થાઓ,પ્રગટ થાઓ અમારી કર્મવાસનાઓને સળગાવી દો.અમારા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરો,નાશ કરો.ૐ સ્વાહા.અમારા હૃદયમાં અભયદાન દેતા દેતા પ્રકાશિત થાઓ.ૐ
ક્ષૌમ.નાથ ! વિશ્વનું કલ્યાણ થાય,દુષ્ટોની બુદ્ધિ શુદ્ધ થાય,બધા પ્રાણીઓમાં પરસ્પર સદભાવના થાય,બધા એકબીજાનું હિતચિંતન કરે,અમારું મન શુભ માર્ગમાં પ્રવૃત્ત થાય અને અમારી બધાની બુદ્ધિ નિષ્કામભાવમાં ભગવાન શ્રી હરિમાં પ્રવેશ કરો.પ્રભુ ! ઘર,સ્ત્રી,પુત્ર,ધન અને ભાઈ - બંધુઓમાં અમારી આસક્તિ ન થાય,જો થાય તો ફક્ત ભગવાનના પ્રેમી ભક્તો માં જ .જે સંયમી પુરુષ ફક્ત શરીરનિર્વાહ માટે અન્નાદિ થી સંતુષ્ટ રહે છે તેને જેટલી સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેવી ઇંન્દ્રિયલોલુપ પુરુષને નથી થતી.તે ભગવતભક્તોના સંગથી ભગવાનના તીર્થતુલ્ય પવિત્ર ચરિત્ર સાંભળવા મળે છે જે તેમની અસાધારણ શક્તિ તેમજ પ્રભાવના સૂચક હોય છે.તેનું વારંવાર સેવન કરનારાઓના કાનોના રસ્તાથી ભગવાન હૃદયમાં પ્રવેશી જાય છે.અને તેના બધા પ્રકારના શારીરિક અને માનસિક મળોને નાશ કરી દે છે.પછી ભલા,તે ભગવતભક્તોનો સંગ કોણ કરવા નહિ ઈચ્છે ?જે પુરુષની ભગવાનમાં
નિષ્કામ ભક્તિ છે તેના હૃદયમાં બધાજ દેવતા ધર્મ જ્ઞાનાદિ બધાજ સદ્ગુણો સાથે કાયમ નિવાસ કરે છે.પરંતુ જે ભગવાન ભક્ત નથી તેમાં મહાપુરુષોના તે ગુણો આવીજ કેવી રીતે શકે છે ? તે તો જાત જાતના સંકલ્પ કરીને કાયમ નકામા બહારના વિષયોંની બાજુ જ દોડતો રહે છે.જેમ માછલીઓને પાણી ખુબ જ પ્યારું - તેના જીવનનો આધાર હોય છે,તેવી રીતે સાક્ષાત શ્રી હરિ જ બધા દેહધારીયોના પ્રિયતમ આત્મા છે તેને ત્યજીને જો કોઈ મહત્ત્વાભિમાની પુરુષ ઘરમાં અશક્ત રહે છે,તો તે દશામાં સ્ત્રી પુરુષનું મોટાપણું ફક્ત ઉંમરને લઈનેજ મનાય છે,ગુણની દ્રષ્ટિથી નહિ.એટલે અસુરગણ ! તમે
તૃષ્ણા,રાગ,વિષાદ,ક્રોધ,અભિમાન,ઈચ્છા,ભય,ગરીબાઈ અને માનસિક સંતાપના મૂળ તથા જન્મમરણરૃપ સંસાર ચક્રનું વહન કરનારા ઘર વગેરેને ત્યજીને ભગવાન નૃસિંહના નિર્ભય ચરણકમળનો આશરો લો.
કેતુમાલવર્ષમાં લક્ષ્મીજીનું તથા સંવત્સર નામના પ્રજાપતિના પુત્ર અને પુત્રીઓનું પ્રિય કરવા માટે ભગવાન કામદેવ રૂપથી નિવાસ કરે છે.તે રાત્રિની અભિમાની દેવતારૂપ કન્યાઓ અને દીવસભિમાની દેવતારૂપ પુત્રોની સંખ્યા મનુષ્યના સો વર્ષની ઉંમરના દિવસ અને રાતની બરાબર એટલે છત્રીસ છત્રીસ હજાર વર્ષ છે.અને તે જ તે વર્ષના અધિપતિ છે.તે કન્યાઓ પરમપુરુષ શ્રી નારાયણના શ્રેષ્ઠ અસ્ત્ર સુદર્શન ચક્રના તેજથી ડરી જાય છે.એટલે દરેક વર્ષના અંતમાં તેમના ગર્ભ નાશ થઇ પડી જાય છે.ભગવાન પોતાના સુલલિત ગતિવિલાસથી સુશોભિત મધુર મધુર મંદ મુસ્કરાહતથી મનોહર લીલાપુર્ણ ચારુ ચિત્તવનથી કૈક ઉકઝેલા સુંદર ભૂમંડળની છબીલી છટા દ્વારા વદનારવિંદનું પુરે પૂરું સૌંદર્ય ઉઝળીને સાંદર્યદેવી શ્રી લક્ષ્મીજીને ખુબ જ આનંદિત કરતા અને પોતે પણ આનંદિત થતા રહે છે.શ્રી લક્ષ્મીજી સમાધિ યોગ દ્વારા ભગવાનના તે માયામય સ્વરૂપની રાત્રીના સમયે પ્રજાપતિ સાંવત્સરની કન્યાઓ સાથે અને દિવસમાં તેમના પતિઓ સાથે આરાધના તથા તે આ મંત્ર(ૐ હામ હીમ હૂં નમો ભગવતે હસીકેશાય
સર્વગુણવિષેષૈર્વિરલક્ષતત્મનં આકૃતિનામ ચિનિત્વં ચેતસા વિશેષણં પરિનાત્યે ષોડશકલાયચ્છદોમયાયા મૃત્તમપાય સર્વમયાય સહસે ઓજસે બલાય કાન્તાય કામાય નમસ્તે ઉભયત્ર બ્રુવાત.) નો જપ કરતી કરતી ભગવાનની સ્તુતિ કરે છે.’જે ઇન્દ્રિયોના નિયંતા અને સંપૂર્ણ શ્રેષ્ઠ વસ્તુઓનો આકાર છે,ક્રિયાશક્તિ,જ્ઞાનશક્તિ અને સંકલ્પ-અધ્યવસાય વગેરે મનના ધર્મો તથા તેના વિષયોના અધિશ્વર છો,અગિયાર ઇન્દ્રિયો અને પાંચ વિષય-આ સોળ કળાઓથી યુક્ત છે, વેદોક્ત કર્મોથી પ્રાપ્ત થાય છે તથા અન્નમય,અમૃતમય અને સર્વમય છે-તે માનસિક,એન્દ્રીયક,તેમજ શારીરિક.બળસ્વરૂપ પરમ સુંદર ભગવાન કામદેવને ‘ૐ હામ હિમ હૂં’ આ બીજ મંત્રો સાથે બધી બાજુથી નમસ્કાર છે.
ભગવન ! આપ ઇન્દ્રિયોના અધિશ્વર છો.સ્ત્રીઓ જાતજાતના કઠોર વ્રતોથી આપની જ કઠોર આરાધના કરીં અન્ય લૌકિક પતિઓની ઈચ્છા કર્યા કરે છે.પરંતુ તે પોતાના પ્રિય પુત્ર,ધન અને ઉંમરની રક્ષા નથી કરી શકતા,કેમકે તે જાતે જ પરતંત્ર છે.સાચો પતિ ( રક્ષા કરનાર અથવા ઈશ્વર ) તે જ છે જે જાતે તદ્દન નિર્ભય હોય અને બીજા ભયભીત લોકોની બધી રીતે મદદ કરી શકે.એવા પતિ એકમાત્ર આપ જ છો જો એક થી વધારે ઈશ્વર માનવામાં આવે તો તેમને
એકબીજાથી ભય હોવાની સંભાવના છે.એ ઉપરાંત આપ આપની પ્રાપ્તિથી વધારે અને કોઈ લાભને નથી માનતા.ભગવન ! જે સ્ત્રી આપના ચરણકમળોની પૂજન જ ઈચ્છે છે અને બીજી કોઈ વસ્તુની ઈચ્છા નથી કરતી. તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થઇ જાય છે.પરંતુ જે કોઈ એક ઈચ્છાને લઇ આપની ઉપાસના કરે છે.તેને આપ ફક્ત તેજ વસ્તુ આપો છો અને જયારે તે ભોગ સમાપ્ત થઇ જવાથી નાશ પામે છે,તો તેને માટે તેને સંતપ્ત થવું પડે છે.અજિત ! મને મેળવવા માટે ઇન્દ્રિય સુખના અધિકારી બ્રહ્મા અને રુદ્ર વગેરે આખા સુરાસુરગણ ઘોર તપસ્યા કરતા રહે છે.પરંતુ આપના ચરણકમળોના આશ્રય લેનારા ભક્તના સિવાય મને કોઈ મેળવી નથી શકતું કેમકે મારુ મન તો આપમાં જ લાગેલું રહે છે.અચ્યુત! આપ આપના જે વંદનીય કારકમળોને ભક્તોના માથા ઉપર રાખો છો,તેને મારા માથે પણ રાખો.વરેણ્ય ! આપ મને શ્રીલાછન રૂપથી આપના વક્ષ:સ્થળમાં જ ધારણ કરો છો.એટલે આપ સર્વસમર્થ છો,આપ આપની માયાથી જે લીલાઓ કરો છો,તેનું રહસ્ય કોણ જાણી શકે છે ?
રમ્યક વર્ષમાં ભગવાને ત્યાંના અધિપતિ મનુને પૂર્વકાળમાં પોતાનું પરમ પ્રિય મત્સ્યરૂપ દેખાડ્યું હતું.મનુજી તે વખતે પણ ભગવાનના તેજ રૂપની ખુબ ભક્તિભાવથી ઉપાસના કરે છે.અને આ મંત્ર(ૐ નમો ભગવતે મુસ્યતમાય નમઃ સતવાય પ્રાણીયૌજસે સહસે બલાય મહામતસ્યાય નમઃ ઇતિ.)નો જપ કરતા કરતા સ્તુતિ કરે છે- ‘ સત્યપ્રધાન મુખ્ય પ્રાણ સૂત્રાત્મા તથા મનોબળ,ઇન્દ્રિયબલ અને શરીરબળ ૐકારપદનો અર્થ સર્વશ્રેષ્ઠ ભગવાન મહામત્સ્યને વારંવાર નમસ્કાર છે.’
પ્રભુ ! નટ જેવી રીતે કઠપૂતળીયોને નચાવે છે તેવી રીતે આપ બ્રાહ્મણાદિ નામોની દોરીથી આખા વિશ્વને પોતાના આધીન કરીને નચાવી રહ્યા છો.એટલે આપ જ બધાના પ્રેરક છો.આપને બ્રહ્માદિ લોકપાલગણ પણ નથી જોઈ શકતા તોપણ આપ બધાજ પ્રાણીઓની અંદર પ્રાણરૂપથી અને બહાર વાયુરૂપથી નિરંતર સંચાર કરતા રહે છે વેદ જ આપનો મહાન શબ્દ છે.એકવાર ઈંદ્રાદિ ઈંદ્રિયાભિમાની દેવતાઓને પ્રાણસ્વરૂપ આપથી ઝાળ બળી,ત્યારે આપના જુદા થઇ જવાથી તે જુદા જુદા અથવા અંદરોદર મળીને પણ મનુષ્ય ,પશુ,સ્થાવર જંગમ વગેરે જેટલા શરીર દેખાય રહ્યા છે -તેમાંથી કોઈની ખુબ જ પ્રયત્ન કરવા છતાં પણ રક્ષા કરી ન શક્યા- અજન્મા પ્રભુ ! આપે મારી સાથે બધી ઔષધ અને વેલાઓ ની આશ્રયરૂપ આ પૃથ્વીને લઈને મોટી મોટી ઉઠતી તરંગો થી યુક્ત પ્રલયકાલીન સમુદ્રમાં ખુબ જ ઉત્સાહથી વિહાર કર્યો હતો.
હિરણ્યવર્ષમાં ભગવાન કશ્યપરૂપ ધારણ કરતા રહેતા હતા.ત્યાંના રહેનારાઓની સાથે પિતૃરાજ અર્યમાં ભગવાનની તે પ્રિયતમ મૂર્તિની ઉપાસના કરે છે અને આ મંત્ર (ૐ નમોભગવતે અકૂપારાય સર્વ સત્વગુણ વિશેષાણાયનુપલક્ષિતસ્થાનાંય નમો વશર્મનેનમો ભુમરે નમો નામોસવ સ્થાનાંય નમસ્તે.) ને નિરંતર જપતા જપતા સ્તુતિ કરે છે.-જે સંપૂર્ણ સત્વગુણથી યુક્ત છે પાણીમાં ફરતા રહેવાને કારણે જેમનું સ્થાન કોઈ નક્કી નથી તથા જે કાળની મર્યાદાની બહાર છે.તે ઓમ્કારસ્વરૂપ સર્વવ્યાપક સર્વાધાર ભગવાન કશ્યપને વારંવાર નમસ્કાર છે.
ભગવન ! અનેક રૂપોમા પ્રગટ થતું આ દ્રશ્યપ્રપજ્ઞ ક્યારેક નકામો જ નિર્ણય હોય છે એટલે એની હકીકતમાં કોઈ સંખ્યા નથી તોપણ માયાથી પ્રકાશિત થનારું તે તમારું જ રૂપ છે.એવા અનિર્વચનીય આપને મારા નમસ્કાર છે.એકમાત્ર આપ જ જરાયુજ,સ્વેદજ,અન્ડજ,ઉદ્વીજજ,જંગમ,સ્થાવર,દેવતા,ઋષિ,પિતૃગણ,ભૂત,ઇન્દ્રિય,સ્વર્ગ,આકાશ,પૃથ્વી,પર્વત,નદી,સમુદ્ર,દ્વીપ,ગ્રહ અને તારા વગેરે વિભિન્ન નામોથી પ્રસિદ્ધ છે.આપ અસંખ્ય નામ,રૂપ અને આકૃતિઓથી યુક્ત છે.કપિલ આદિ વિદ્વાનોએ જે આપમાં ચોવીસ તત્વોની સંખ્યા નક્કી કરી છે-તે જે તત્વદ્રષ્ટિનો ઉદય થવાથી નિવૃત થઇ જાય છે.તે પણ હકીકતમાં આપનું જ સ્વરૂપ છે,એવા સાંખ્યસિદ્ધાંતસ્વરૂપ આપને મારા નમસ્કાર છે.
ઉત્તર કુરુ વર્ષમાં ભગવાન યજ્ઞપુરુષ વરાહમૂર્તિ ધારણ કરીને વિરાજમાન છે.ત્યાંના નિવાસીયો સાથે સાક્ષાત પૃથ્વીદેવી તેમની અવિચલ ભક્તિભાવથી ઉપાસના કરતી અને અ પરમોત્કૃષ્ટ મંત્ર (ૐ નમો ભગવતે મંત્રતત્વ લિંગાય યજ્ઞકાતવં મહાદવરાવવાય મહાપુરૂષાય નમઃ કર્મશુકલાય પ્રિયુગણ નમસ્તે.)નો જપ કરતી કરતી સ્તુતિ કરે છે.’ જેનું તત્વ મંત્રોથી જાણવામાં આવે છે જે યજ્ઞ અને ક્રતુરૂપ છે તથા મોટા મોટા યજ્ઞ જેમના અંગ છે.-તે ઓમ્કારસ્વરૂપ શુકલકર્મમય ત્રિયુગમુર્તિ પુરુસોત્તમ ભગવાન વારાહને વારંવાર નમસ્કાર છે.’
.
ભગવન ! આપ વિશુદ્ધ બોધસ્વરૂપ ,અદ્વિતીય,પોતાના સ્વરૂપના પ્રકાશથી ગુણોના કાર્યરૂપ જાગ્રદાદિ બધીજ અવસ્થાઓના નિરાશ કરનારા સર્વાંન્તરાત્મા,પરમશાંત,શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય,નામરૂપથી રહિત અને અહંકારશૂન્ય છે.હું આપની શરણમાં છું.પ્રભુ ! આપનો મનુષ્યઅવતાર ફક્ત રાક્ષસોના વધને માટે જ નથી તેનો મુખ્ય હેતુ તો મનુષ્યોને શિક્ષા આપવાનો છે.નહીતો પોતાના સ્વરૂપથી રમણકરનારા સાક્ષાત જગદાત્મા જગદીશ્વરને સીતાજીના વિયોગમાં આટલું દુઃખ કેવી રીતે થઇ શકતું હતું.આપ ધીર પુરુષોના આત્મા( અહીં શંકા થાય છે કે ભગવાન તો બધાના આત્મા છે પછી અહીં તેમને આત્મવાન (ધીર) પુરુષોના આત્માજ કેમ બતાવાયા ? તેનું કારણ એ જ છે કે બધાના આત્મા હોવા છતાં પણ તેમને ફક્ત આત્મજ્ઞાની પુરુષ જ પોતાના આત્મરૂપથી અનુભવ કરે છે-બીજા પુરુષ નહિ.શ્રુતિમાં જ્યાં કોઈ આત્મસાક્ષાત્કારની વાત આવી છે tha આત્મવેત્તા માટે ‘ધીર’શબ્દનો પ્રયોગ કર્યો છે.જેમ કાચિંદિર પ્રત્યંગતમાંમૈક્ષત ઇતિ ન શુશ્રુમ ધિરાનામ ‘ વગેરે.એટલે અહીં પણ ભગવાનને આત્મવાન અથવા ધીર પુરુષના આત્મા બતાવ્યો છે.)અને પ્રિયતમ ભગવાન વાસુદેવ છે.ત્રિલોકીની કોઈ પણ વસ્તુમાં આપની આસક્તિ નથી.આપ ન તો સીતાજીને માટે મોહને જ પ્રાપ્ત થઇ શકો છો અને ન લક્ષમણજીનો ત્યાગ જ કરી શકો છો ( એકવાર ભગવાન શ્રી રામ એકાંતમાં એક દેવદૂતથી વાત કરી રહ્યા હતા.તે વખતે લક્ષમણજી પહેરા ઉપર હતા અને ભગવાનની આજ્ઞા હતી કે જો આ સમયે કોઈ અંદર આવશે તો તે મારા હાથથી માર્યો જશે.એટલામાંજ દુર્વાસાઋષિ ચાલ્યા આવ્યા અને તેમણે લક્ષમણજીને પોતાના આવવાની સૂચના આપવા માટે અંદર જવા મજબુર કર્યા તેનાથી પોતાની પ્રતિજ્ઞા અનુસાર ભગવાન ખુબ જ અસમજમાં પડી ગયા.ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે લક્ષમણજીના પ્રાણ ન લઈને તેને ત્યાગ આપવો જોઈએ કેમકે પોતાના પ્રિયજનનો ત્યાગ મૃત્યુદંડ જેવો જ છે.તેનાથી ભગવાને તેમને ત્યાગી દીધા.)આપના એ વેપાર ફક્ત લોકશીક્ષા માટે જ છે.લક્ષમણાગ્રજ ! ઉત્તમ કુળમાં જન્મ,સુંદરતા,બોલવાની ચતુરાઈ,બુદ્ધિ અને શેષ યોની - એમાંથી કોઈ પણ ગુણ આપની પ્રસન્નતાનું કારણ નહોઈ શકે એ વાત બતાવવા માટે જ આપને આ બધા ગુણોથી રહિત અમે વનવાસી વાંદરા ઓ સાથે મિત્રતા કરી છે.દેવતા,અસુર,વાંદરા અથવા મનુષ્ય- કોઈ પણ હોય તેને બધા પ્રકારથી શ્રીરામરૂપ આપનું જ ભજન કરવું જોઈએ.
કેમકે આપ નરરૂપમાં સાક્ષાત શ્રી હરિ જ છો અને થોડુંક કર્યાને પણ ખુબ જ વધારે માનો છો,આપ એવા આશ્રિત વલ્લભ છો કે જયારે જાતે દિવ્યધામ આવ્યા હતા ત્યારે બધાજ ઉત્તરકોશલ વાસીઓને પણ પોતાની સાથે જ લઇ ગયા હતા.
ભારતવર્ષમાં પણ ભગવાન દયાવશ નર-નારાયણ રૂપ ધારણ કરીને સંયમશીલ પુરુષો પર અનુગ્રહ કરવાને માટે અવ્યક્તરૂપથી કલ્પના અંત સુધી તપ કરતા રહેતા હતા.તેમની એ તપસ્યા એવી છે કે જેનાથી ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય,એશ્વર્ય,શાંતિ અને ઉપરતિની સતત વૃદ્ધિ થઈને અંતમાં આત્મસ્વરૂપની ઉપલબ્ધી થઇ શકે છે.ત્યાં ભગવાન નારદજી જાતે શ્રી ભગવાનના જ કહેલા સાંખ્ય અને યોગશાસ્ત્ર સાથે ભગવાનમહિમાને પ્રગટ કરનારા પાંચરાત્ર દર્શનના સવારની મુનિને ઉપદેશ કરવા માટે ભારત વર્ષની વર્ણાશ્રમ ધર્માવલંબીની પ્રજાની સાથે અત્યંત ભક્તિભાવથી ભગવાન શ્રી નર-નારાયણની ઉપાસના કરતા અને આ મંત્ર (ૐ નમો ભગવતે ઉપશમશીલાયોપતાનાતમયાય નમોસકીંચનવિતાય ઋષિરૂપમાંય નારનારાયણાય પરમહંસપરમગુરવે આતમારામાધિપતયે નમો નમ ઇતિ.)નો જપ અને સ્તોત્ર ગાઈને તેમની સ્તુતિ કરે છે.' ઓમ્કારસ્વરૂપ અહંકારથી રહિત,નિર્ધનોના ધન,શાંતસ્વભાવ ઋષિપ્રવર ભગવાન નરનારાયણને નમસ્કાર છે.તે પરમહંસોના પરમગુરુ અને આત્મારામોના અધિશ્વર છે,તેમને વારંવાર નમસ્કાર છે. તે ગાય છે- 'જે વિશ્વની ઉત્તપત્તિ વગેરેમાં તેમના કર્તા થઈને પણ કર્તૃત્વના અભિમાનથી નથી બંધાતા.શરીરમાં રહેતા રહેતા પણ તેમના ધર્મ ભૂખ તરસ વગેરેને વશીભૂત નથી થતા.તથા દ્રષ્ટા હોવા છતાં તેમની દ્રષ્ટિ દ્રશ્યના ગન દોષોથી દુષિત નથી થતી. - તે અસંગ તેમ જ વિશુદ્ધ સાક્ષીસ્વરૂપ ભગવાન નરનારાયણને નમસ્કાર છે.હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગસાધનની સહુથી મોટી કુશળતા એ બતલાવી છે કે મનુષ્ય અંતકાળમાં દેહાભિમાનને છોડીને ભક્તિપૂર્વક આપના પ્રાકૃત ગુણ વગરના સ્વરૂપમાં આપનુ મન લગાવો.લૌકિક અને પરલૌકિક ભોગોના લાલચી મૂઢ પુરુષ જેવા પુત્ર,સ્ત્રી અને ધનની ચિંતા કરીને મોતથી ડરે છે -એવી રીતે વિદ્વાનને પણ આ નિંદનીય શરીરના છૂટવાનો ભય થતો રહ્યો તો તેનો જ્ઞાન મેળવવા કરેલો બધો પ્રયત્ન ફક્ત શ્રમ જ છે.એટલે અધોક્ષજઃ ! આપ અમોને આપના સ્વાભાવિક પ્રેમરૂપ ભક્તિયોગ પ્રદાન કરો,જેનાથી કે પ્રભુ ! આ નિંદનીય શરીરમાં આપની માયાના કારણે વર્ધ્વમૂલઃ થયેલી દુર્ભેદય અહંતા -મમતાને અમે તરત કાપી નાખીયે.'
રાજન ! આ ભારતવર્ષમાં પણ ઘણા બધા પર્વત અને નદીઓ છે - જેમ મલય,મંગલપ્રસ્થ,મૈનાક,ત્રિકુટ,રૂપમ,કુટક,કોલ્લક,સહ્ય,દેવગીરી,ઋષ્યમુક,શ્રીશૈલ,વેકૃત,મહેન્દ્ર,વારિધર,વિંધ્ય,
શક્તિમાન,રુક્સગિરિ,પારિયાત્ર,દ્રૌણ,ચિત્રકૂટ,ગોવર્ધન,રૈવતક,કંકુભ,નીલ,ગોકામુખ,ઈન્દ્રકીલ અને કામગીરી વગેરે.એવી રીતે બીજા પણ સેંકડો પર્વત છે.તેના તાતપ્રાંતથી નીકળનારા નદ અને નદીઓ પણ અગણિત છે.આ નદીઓ પોતાના નામોથી જ જીવોને પવિત્ર કરી દે છે અને bhartiya પ્રજા તેનાજ પાણીમાં સ્નાન વગેરે કરે છે.તેમાંથી મુખ્ય મુખ્ય નદીઓ આ છે- ચંદ્રવર્મા,તામરપર્ણી,અવતોડા,કુતમાલા,વૈહાયસિ,કાવેરી,વેણી,પયસ્વિની,શર્કરાવરતા,તુંગભદ્રા,કૃષ્ણા,વેણયા,
ભીમરથી,ગોદાવરી,નિરવિન્ધીયા,પયોષ્ણી,તાપી,રેવા,સુરસા,નર્મદા,ચરમજવતી,સિંધુ,અંધ અને શોણ નામના નદ,મહાનદી,વેદસ્મૃતિ,ૠષિકુલ્યા,ત્રિસામાં,કૌશકી,મંદાકિની,યમુના,સરસ્વતી,દૃષદ્વતી,ગોમતી,સરયૂ,રાધસ્વતી,સપ્તવતી,સુષોમાશતદ્રુ,ચંદ્રભાગા,મારૂદ્દવૃધા,વિતસ્તા,અસીક્રી અને વિશ્વા.આ વર્ષમાં જન્મ લેનારા પુરુષોને જ પોતાના કરેલા સાત્વિક,રાજસ અને તામસ કર્મોના પ્રમાણે ક્રમથી જુદા પ્રકારની દિવ્ય,માનુષ અને નારકી યોનીઓ મળે છે. કેમકે કર્માનુસાર બધા જીવોને બધી યોનિયો પ્રાપ્ત થઈ શકે છે.આ વર્ષમાં પોત પોતાના વર્ણને માટે નક્કી કરેલા ધર્મોને વિધિ પ્રમાણે અનુષ્ઠાન કરવાથી મોક્ષ સુધીની પ્રાપ્તિ થઇ શકે છે.પરીક્ષીત ! સંપૂર્ણ ભૂતોના આત્મા,રાગાદિ દોષોથી રહિત,અનિર્વચનીય,નિરાધાર,પરમાત્મા વાસુદેવમાં અનન્ય તેમજ અહૈતુક ભક્તિભાવ જ આ મોક્ષપદ છે.આ ભક્તિભાવ ત્યારે પ્રાપ્ત થાય છે જયારે અનેક પ્રકારની ગતિયોને પ્રગટ કરનારી અવિદ્યારૂપી હૃદયની ગ્રંથિ કપાઈ જવાથી ભગવાનના પ્રેમી ભક્તોનો સંગ થાય છે.
દેવતા પણ ભારતવર્ષમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોની આવી રીતે મહિમા ગાય છે - ‘ અહા ! જે જીવોએ ભારતવર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ મેળવ્યો છે તેમણે એવું શું પુણ્ય કર્યું છે ? અથવા તેના પર શ્રી હરિ જ પ્રસન્ન થઇ ગયા છે ?એ પરમ સૌભાગ્ય માટે તો નિરંતર અમે પણ તરસતાં રહીએ છે.આપણે ખુબ જ કઠોર યજ્ઞ,તપ,વ્રત અને દાનાદિ કરીને જે આ તુચ્છ સ્વર્ગનો અધિકાર પ્રાપ્ત થયો છે- તેનાથી શું લાભ છે? અહીં તો ઇન્દ્રિયોના ભોગોની અધિક્તાના કારણે સ્મૃતિ શક્તિ ઝુંટવાઈ જાય છે.એટલે ક્યારેક શ્રી નારાયણના ચરણકમળોની સ્મૃતિ હોતી જ નથી.આ સ્વર્ગ તો શું - દુનિયાના નિવાસીયોની એક એક કલ્પની ઉમર હોય છે પરંતુ દુનિયાથી પાછું સંસારચક્રમાં આવવું પડે છે,તે બ્રહ્મલોક આદિની અપેક્ષા પણ ભારતભૂમિમાં થોડી ઉંમરવાળા થઈને જન્મ લેવો સારો છે.કેમકે અહીં ધીર પુરુષ એક ક્ષણમાં જ પોતાના આ મૃત્યુ શરીરથી કરેલા બધાજ કર્મો શ્રી ભગવાનને અર્પણ કરીને તેમનું અભય પદ પ્રાપ્ત કરી શકે છે.
'જ્યાં ભાગવત કથાની અમૃત સરિતા નથી વહેતી જયા તેના ઉદગમ સ્થાન ભગવતભક્ત સાધુજન નિવાસ નથી કરતા અને જ્યાં નૃત્ય ગીતાદિની સાથે મોટા સમારોહથી ભગવાન યજ્ઞ પુરુષની પૂજા નથી કરવામાં આવતી - તે ભલે બ્રહ્મલોક કેમ ન હોય તેનું સેવન ન કરવું જોઈએ.જે જીવોએ આ ભારત વર્ષમાં જ્ઞાન (વિવેકબુદ્ધિ) તદ્દનુકલ કર્મ તથા તે કર્મના ઉપીયોગી દ્રવ્યાદિ સામગ્રીથી સંપન્ન મનુષ્ય જન્મ મેળવ્યો છે તે જો આવાગમનના ચક્રથી નીકળવાનો પ્રયત્ન નથી કરતા તો વ્યાધિની ફાંસીથી છૂટીને પણ ફળાદીના લોભથી તે જ ઝાડ પરવિહાર કરનારા વનવાસી પક્ષીઓની માફક પાછા બંધનમાં પડી જાય છે.
'અહો ! આ ભારતવાસીઓનું કેવું સૌભાગ્ય છે. જયારે તેઓ યજ્ઞમાં જુદા જુદા દેવતાઓના ઉદ્દેશ્યથી જુદા જુદા ભાગ રાખીને વિધિ ,મંત્ર અને દ્રવ્યાદીના યોગથી શ્રદ્ધાપૂર્વક તેને હવિ આપે છે.ત્યારે આવી રીતે ઈંદ્રાદિ જુદા જુદા નામોથી પોકારવામાં આવતા સંપૂર્ણ ઈચ્છાઓને પૂર્ણ કરનારા પૂર્ણકામ શ્રી હરિ જાતે જ પ્રસન્ન થઇ તે હવીને ગ્રહણ કરે છે.એ ઠીક છે કે ભગવાન સકામ પુરુષોના માંગવાથી તેમને અમિષ્ટ પદાર્થ આપે છે,પરંતુ તે ભગવાનનું વાસ્તવિક દાન નથી,કેમકે તે વસ્તુઓને મેળવી લેવા પર પણ મનુષ્યના મનમાં ફરીથી ઈચ્છાઓ થતી જ રહે છે.તેનાથી ઊંધું જે તેમનું નિષ્કામ ભાવથી ભજન કરે છે,તેને તો તેઓ પોતાના સાક્ષાત ચરણકમલ જ આપી દે છે.-જે બીજી બધી સમસ્યાઓને સમાપ્ત કરી દેનાર છે.એટલે અત્યાર સુધી સ્વર્ગસુખ ભોગવી લીધા પછી અમારા પહેલા કરેલા યજ્ઞ,પ્રવચન અને શુભ કાર્યોથી જો કઈ પણ પુણ્ય બચ્યું હોય તો તેના પ્રભાવથી અમને આ ભારતવર્ષમાં ભગવાનની સ્મૃતિથી યુક્ત મનુષ્ય જન્મ મળે,કેમકે શ્રી હરિ પોતાનું ભજન કરનારાઓનું બધી રીતે કલ્યાણ કરે છે.
શ્રી શુકદેવજી કહે છે- રાજન ! રાજા સગરના પુત્રોએ પોતાના યજ્ઞના ઘોડાને શોધતા શોધતા આ પૃથ્વીને ચારેબાજુથી ખોદી હતી.તેનાથી જંબુદ્વિપની અંતર્ગત જ આઠ ઉપદ્વીપો બીજા બની ગયા તેવું કેટલાક લોકોનું કહેવું છે. તે સવર્ણપ્રસ્થ,ચંદ્રશુકલ,આવર્તન,રમણક,મંદરહરીન,પંન્ચજન્ય,સિંહલ અને લંકા છે.ભરતશ્રેષ્ઠ ! આવી રીતે જેવું મેં ગુરુના મોઢે સાંભર્યું હતું,તેવું જ તને આ જંબુદ્વિપના વર્ષના વિભાગ સંભળાવી દીધા.
અધ્યાય વીસમો
બીજા છ દ્વીપો તથા લોકાલોક પર્વતનું વર્ણન
શ્રી શુકદેવજી કહે છે- રાજન ! હવે પરિમાણ,લક્ષણ અને સ્થિતિના પ્રમાણે પ્લક્ષાદિ બીજા દ્વીપોના વર્ષવીભાગનું વર્ણન કરી શકાય છે.જેવી રીતે મેરુ પર્વત જંબુદ્વિપથી ઘેરાયેલો છે,તેવી રીતે જંબુદ્વિપ પણ પોતાના જેવોજ પરિમાણ અને વિસ્તારવાળા ખારા પાણીના સમુદ્રથી પરિવેષ્ટિતઃ છે.પછી ખાઈ જેવી રીતે બહારના ઉપવનથી ઘેરાયેલી રહે છે તેવી રીતે ક્ષારસમુદ્ર પણ પોતાનાથી ડબલ વિસ્તારવાળા પ્લક્ષદ્વીપથી ઘેરાયેલો છે.જંબુદ્વિપમાં મોટા જાંબુના ઝાડ છે,તેટલાજ વિસ્તારવાળા અહીં સુવર્ણમય પ્લક્ષ(પાકર) ના ઝાડ છે. તેના કારણે તેનું નામ પ્લક્ષદ્વીપ પડ્યું છે.અહીં સાત જીભોવાળા અગ્નિ દેવ વિરાજે છે.આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજ ઈધર્મજિન્હ હતા.તેમણે તેને સાત વર્ષોમાં વહેંચ્યા અને તેને તે વર્ષના જેવા જ નામવાળા પોતાના પુત્રોને સોંપી દીધા તથા જાતે અધ્યાત્મયોગનો આશ્રય લઇ ઉપરત થઇ ગયા. તે વર્ષોના નામ શિવ,યવસ,સુભદ્ર,શાંત,ક્ષેમ,અમૃત અને અભય છે.
તેમાં પણ સાત પર્વત અને સાત નદીઓ જ પ્રસિદ્ધ છે.ત્યાં મણિકુટ,વજરકુટ,ઇંદ્રસેન,જ્યોતિષમન,સુપર્ણ,હિરણ્યષ્ઠીવ,અને મેઘમાલ - આ સાત મર્યાદા પર્વત છે.તથા અરુણા,નૃમના,આંગીરસી,સાવિત્રી,સુપ્રભાતા,ઋતંભરા,અને સત્યમભરા - આ સાત મહાનદીઓ છે.ત્યાં હંસ,પતંગ,ઉર્ધ્વયાયન અને સત્યાંગ નામના ચાર વર્ણ છે.ઉક્ત નદીઓના પાણીમાં સ્નાન કરવાથી તેના રજોગુણ,તમોગુણ ઓછા થતા રહે છે.તેની ઉમર એક હજાર વર્ષની હોય છે.તેમના શરીરોમાં દેવતાઓની માફક થાક,પરસેવો વગેરે નથી થતા અને સંતાનોત્પત્તિ પણ તેમની માફક જ થાય છે.તે ત્રયી વિદ્યાના દ્વારા ત્રણેય વેદોમાં વર્ણન કરેલા સ્વર્ગન્સ દ્વારભૂત આત્મસ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે.તેઓ કહે છે કે ‘ જે સત્ય (અનુષ્ઠાન યોગ્ય ધર્મ ) અને ઋત ( દેખાનારા ધર્મ),વેદ અને શુભાશુભ ફળના અધિષ્ઠાતા છે - તે પુરાણપુરુષ વિષ્ણુસ્વરૂપ ભગવાન સૂર્યની અમે શરણમાં જઇયે છીએ.’ પ્લક્ષ વગેરે પાંચ દ્વીપોમાં બધા મનુષ્યોને જન્મથી જ ઉંમર,ઇન્દ્રિય,મનોબળ,ઇન્દ્રિયબલ,શારીરિક બલ,બુદ્ધિ અને પરાક્રમ સરખા રૂપથી સિદ્ધ રહે છે.
પ્લક્ષદ્વીપ પોતાના જેવા જ વિસ્તારવાળા ઈક્ષુરસના સમુદ્રથી ઘેરાયેલો છે. તેનાથી આગળ તેનાથી બેવડા વિસ્તારવાળો શાલ્મલીદ્વીપ છે,જે એટલાજ વિસ્તારવાળા મદિરાના સાગરથી ઘેરાયેલો છે.પ્લક્ષદ્વીપના પાકરના ઝાડની બરાબર તેમાં શાલ્મલિ (સેમર) નું ઝાડ છે.કહેવાય છે,આજ ઝાડ પોતાની વેદમય પાંખોથી ભગવાનની સ્તુતિ કરનારા પક્ષીરાજ ભગવાન ગરુડજીનું નિવાસસ્થાન છે.તથા એજ આ દ્વીપના નામકરણનો હેતુ છે.આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ યજ્ઞબાહુ હતા.તેમને તેમના સુરોચન,સૌમનસ્ય,રમણક,દેવવર્ષ,પારિભદ્ર,આપ્યાયન અને અવિજ્ઞાત નામના સાત વિભાગ કાર્ય અને તેમને તેજ નામવાળા પોતાના પુત્રોને સોંપી દીધા.તેમાં પણ સાત વર્ષપર્વત અને સાત જ નાડીયો પ્રસિદ્ધ છે પર્વતોના નામ સ્વરસ,શતશૃંગ,વામદેવ,કુન્દ,મુકુંદ,પુષ્પવર્ષ અને સહસ્ત્રશ્રુતિ છે તથા નદીઓ અનુમતિ,સીનોવાળી,સરસ્વતી,કુહૂ,રાજાની,નંદા અને રાંક છે.આ વર્ષોમાં રહેનારા શ્રુતધર,વીર્યધર,વસુંધર,અને ઈષનધર નામના ચાર વર્ણ વેદમય આત્મસ્વરૂપ ભગવાન ચંદ્રમાની વેદમંત્રોથી ઉપાસના કરે છે.( અને કહેવાય છે-) 'જે કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષમાં પોતાની કિરણોથી વિભાગ કરીને દેવતા,પીટર અને સંપૂર્ણ પ્રાણીઓને અન્ન આપે છે તે ચંદ્રદેવ અમારા રાજા(રંજન કરનારા ) હોય.'
એવી રીતે મદિરાના સમુદ્રથી આગળ તેનાથી બેવડા વિસ્તારવાળો કુશદ્વિપ છે.આગળના દ્વીપોની માફક તે પણ પોતાની માફક ના વિસ્તારવાળા ધૃતના સમુદ્રથી ઘેરાયેલો છે.તેમાં ભગવાનનું રચેલું એક કુશોનું ઝાડ છે તેનાથી આ દ્વીપનું નામ નક્કી થયું છે.તે બીજા અગ્નિદેવની માફક પોતાની કોમળ શિખાઓના તેજથી બધીજ દિશાઓને પ્રકાશિત કરતો રહે છે.રાજન ! આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજા હિરણ્યરેતા હતા.તેમણે તેના સાત વિભાગ કરીને તેમાંથી એક એક પોતાના સાત પુત્ર વાસુ,વસુદાન,દ્ર્ઢરુચિ,નાભીગુપ્ત,સતુત્યવ્રત,વિવિક્તઃ,અને વામદેવને આપી દીધા,અને જાતે તપ કરવા ચાલ્યા ગયા.તેની સીમાઓને નક્કી કરનારા સાત પર્વતો છે,અને સાત જ નદીઓ છે.પર્વતોના નામ ચક્ર,ચતુઃશૃંગ,કપિલ,ચિત્રકૂટ, દેવાનીક,ઉર્ધ્વરોમાં,અને દ્રવિણ છે. નદીયોના નામ છે- રસફૂલ્યા,મધુકૂલ્યા,શ્રુતવિંદા,દેવગર્ભા,ધૃતચ્યુતાઃ,અને મંત્રમાળા. એના પાણીમાં સ્નાન કરીને કુશદ્વિપવાસી કુશલ,કોવિદ,અભિયુક્ત,અને કૂલક વર્ણનાં પુરુષ અગ્નિસ્વરૂપ ભગવાન
હરિનું યજ્ઞાદિ કર્મ-કૌશલના દ્વારા પૂજન કરે છે ( તથા આવી રીતે સ્તુતિ કરે છે-)‘અગ્ને ! આપ પરબ્રહ્મના સાક્ષાત હવી પહોચવનારા છે,એટલે ભગવાનના અદભુત દેવતાઓના યજન દ્વારા આપ તે પરમપુરુષ ના જ યજન કરો.
રાજન ! પછી ઘૃત સમુદ્રથી આગળ તેનાથી બે ગણા પરિમાણવાળા કૌજદ્વિપ છે.જેવી રીતે કુશદ્વિપ સમુદ્રથી ઘેરાયેલો છે તેવી રીતે તે પોતાની જ જેવો વિસ્તારવાળો દૂધના સમુદ્રથી ઘેરાયેલો છે.અહીં ક્રૌંન્જ નામનો એક ખુબ જ મોટો પર્વત છે.તેના કારણે તેનું નામ ક્રૌંન્જ દ્વીપ થયું.પૂર્વકાળમાં શ્રી સ્વામિકાર્તિકેયજીના શસ્ત્રપ્રહારથી તેનો કટીપ્રદેશ અને લતા-નિકુંજાદિ ક્ષત વિક્ષત થઇ ગયા હતા.પરંતુ ક્ષીર સમુદ્રથી સિંચાઈને અને વરુણદેવથી સુરક્ષિત થઈને તે ફરીથી નિર્ભય થઇ ગયો.આ દ્વીપ ના અધિપતિ પ્રિયવ્રત પુત્ર મહારાજ ધૃતપૃષ્ઠ હતા.તેઓ ઘણા જ્ઞાની હતા.તેમણે તેને સાત વર્ષોમાં વિભક્ત કરી તેમાં તેના જેવા જ નામવાળા પોતાના સાત ઉત્તરાધિકારી પુત્રોને નિયુક્ત કર્યા.અને પોતે સંપૂર્ણ જીવોના અંતરાત્મા,પરમ મંગલમય કીર્તિશાળી ભગવાન શ્રી હરિના પવિત્ર પાદરવિન્દની શરણ લીધી.મહારાજ ધૃતપૃષ્ઠના આમ,મધુરુહ,મેઘપૃષ્ઠ,સુધામાં,ભ્રાજિષ્ઠ,લોહિતારણ અને વનસ્પતિ -આ સાત પુત્રો હતા.તેમના વર્ષોમાં પણ સાત વર્ષ પર્વત અને સાત જ નદીઓ કહેવાય છે.પર્વતોના નામ શુક્લ,વર્ધમાન,ભોજન,ઉપવરહિં,નંદ,નંદન અને સર્વતોભદ્ર છે,તથા નદીઓના નામ છે - અભયા,અમૃતૌધા,આર્યકા,તીર્થવર્તી, વૃત્તિરૂપવતી,પવિત્રવતી અને શુકલા.તેના પવિત્ર અને નિર્મલ પાણીનું સેવન કરનારા ત્યાંના પુરુષ ઋષભ,દ્રવીણ અને દેવક નામના ચાર વર્ણવાળા નિવાસી જળથી ભરેલી અંજલિથી અપોદેવતા(જળના દેવતા ) ની ઉપાસના કરે છે.(અને કહે છે -)’ હે જળના દેવતા ! તમને પરમાત્માથી સામર્થ્ય પ્રાપ્ત છે.તમો ભૂ: ભૂવઃ અને સ્વ :- ત્રણેય લોકોને પવિત્ર કરો છો,કેમકે સ્વરૂપથીજ પાપોનો નાશ કરનારા છો.અમે અમારા શરીરથી તમારો સ્પર્શ કરીએ છીએ,તમો અમારા અંગોંને પવિત્ર કરો.
આવી રીતે ક્ષીરસમુદ્રમાં આગળ તેની ચારેબાજુ બત્રીસ લાખ યોજન વાળો શાકદ્વિપ છેજે પોતાના જેવાજ માપવાળા મઠ્ઠાના સમુદ્રથી ઘેરાયેલો છે.તેમાં શાક નામનું એક ખુબ જ મોટું ઝાડ છે તેજ આ ક્ષેત્રના નામનું કારણ છે .તેની ખુબ જ મનોહર સુગંધથી આખો દ્વીપ મહેકતો રહે છે.મેઘાતિથી નામના તેના અધિપતિ પણ મહારાજા પ્રિયવ્રતના જ પુત્ર હતા.તેમને પણ પોતાના દ્વીપને સાત વર્ષોમાં વહેંચ્યા અને તેમાં તેના જેવાજ નામવાળા પોતાના પુત્ર પુરોજવ,મનોજવઃ,પવમાન,ધુમ્રનીક,ચિત્રરેક,બહુરૂપ અને વિશ્વધારને અધિપતિરૃપથી નિયુક્ત કરી ભગવાન જાતે અનંતમાં દત્તચિત્ત થઈને તપોવનમાં ચાલ્યા ગયા.આ વર્ષોમાં પણ સાત પર્વત અને સાત નદિયોંજ છે. પર્વતોના નામ ઈશાન,ઉરૂશૃંગ,બલભદ્ર,શતકેસર,સહસ્ત્રસ્ત્રોત,દેવપાલ,અને મહાનસ છે.તથા નદીઓ અનઘા,આયુર્દા ઉભયસપ્રુષ્ટિ,અપરાજિતા,પંચપદી,સહસ્ત્રસ્ત્રુતી,અને નિજધૃતિઃ છે.તે વર્ષના ઋતુવ્રત ,સત્યવ્રત, દાનવ્રત અને અનુવ્રત નામના પુરુષ પ્રાણાયામ દ્વારા પોતાના રજોગુણ-તમોગુણને ઓછા કરી મહાન સમાધિ દ્વારા વાયુરૂપ શ્રી હરિ ની આરાધના કરે છે.( અને એવી રીતે તેમની સ્તુતિ કરે છે-)'જે પ્રાણાદિ પોતાની વૃત્તિરૂપ પોતાની ધ્વજાઓની સાથે પ્રાણીઓની અંદર પ્રવેશ કરીને તેમનું પાલન કરે છે તથા સંપૂર્ણ દ્રશ્ય જગત જેમના આધીન છે,તે સાક્ષાત અંતર્યામી વાયુ ભગવાન અમારી રક્ષા કરે.'
એવી રીતે મઠ્ઠાના સમુદ્રથી આગળ તેની ચારેબાજુ તેનાથી બમણા વિસ્તારવાળો પુષ્કર દ્વીપ છે.તે ચારેબાજુથી પોતાનાજ જેવા વિસ્તારવાળા મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલો છે.ત્યાં અગ્નિની શીખાની માફક દેદીપ્યમાન લાખો સ્વર્ણમય પાંખડીઓવાળો એક ખુબ જ મોટો પુકર (કમળ) છે,જેને બ્રહમાજીનું આસન માનવામાં આવે છે.તે દ્વીપની વચ્ચોવચ્ચ તેના પૂર્વીય અને પશ્ચિમીય વિભાગોની મર્યાદા નક્કી કરનારા માનસોત્તર નામનો એક જ પર્વત છે.તે દશ હજાર યોજન ઊંચો અને એટલોજ લાંબો છે.તેની ઉપર ચારે દિશાઓમાં ઈંદ્રાદિ લોકપાલોની ચાર નગરીઓ છે.તેના ઉપર મેરુ પર્વત ઉપર ઘુમનારા સૂર્યના રથ ના સંવત્સરરૂપ પૈડાં દેવતાઓનો દિવસ અને રાત એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયનના ક્રમથી સતત ફર્યા કરે છે,તે દ્વીપના અધિપતિ પ્રિયવ્રત પુત્ર વીટીહોત્ર પણ પોતાના પુત્ર રમણક અને ઘાતકીને બંને વર્ષોના અધિપતિ બનાવી જાતે પોતાના મોટા ભાઈઓની માફક ભગવત્સેવામાં જ તત્પર રહેવા લાગ્યા હતા.ત્યાંના નિવાસી બ્રહ્મરૂપ ભગવાન હરિની બ્રહ્મસાલોકયાદિની પ્રાપ્તિ કરાવનારા કર્મોથી આરાધના કરતા આવી રીતે સ્તુતિ કરે છે -'જે સાક્ષાત કર્મફળરૂપ છે અને એક પરમેશ્વર જ જેમની પૂર્ણ સ્થિતિ છેતથા જેમની બધા લોકો પુંજા કરે છે ,બ્રહ્મજ્ઞાનના સાધનરૂપે તે અદ્વિતીય અને શાંતસ્વરૂપ બ્રહ્મમુર્તિ ભગવાનને મારા નમસ્કાર છે.'
શ્રી શુકદેવજી કહે છે - રાજન ! તેની આગળ લોકાલોક નામનો પર્વત છે.આ પૃથ્વીની બધી બાજુ સૂર્ય આદિના દ્વારા પ્રકાશિત અને અપ્રકાશિત પ્રદેશોની વચ્ચે તેનો વિભાગ કરવા માટે સ્થિત છે.મેરુથી લઇ માનસોત્તર પર્વત સુધી જેટલું અંતર છે,એટલી જ ભૂમિ શુદ્ધોદક સમુદ્રની તે બાજુ છે.તેની આગળ સુવર્ણમયી ભૂમિ છે,જે અરીસાની માફક ચોખ્ખું છે.તેમાં પડેલી કોઈ વસ્તુ ફરીથી નથી મળતી,એટલે ત્યાં દેવતાઓ સિવાય બીજા કોઈ પ્રાણીઓ નથી રહેતા.લોકાલોક પર્વત સૂર્ય આદિથી પ્રકાશિત અને અપ્રકાશિત ભૂભાગોના વચ્ચે છે,તેનાથી તેનું આ નામ પડ્યું છે.તેને પરમાત્માને ત્રિલોકીની બહાર તેની ચારે બાજુ સીમાની રૂપમાં સ્થાપિત કર્યા છે. તે એટલો ઊંચો અને લાંબો છે કે તેની એક બાજુથી ત્રણે લોકોને પ્રકાશિત કરનારા સૂર્યથી લઈને ધ્રુવપર્યન્ત બધી જ્યોતિમંડળની કિરણો બીજી બાજુ નથી જઈ શકતી
વિદ્વાનોને પ્રમાણ,લક્ષણ અને સ્થિતિના પ્રમાણે સંપૂર્ણ લોકોનો એટલોજ વિસ્તાર બતાવ્યો છે.આ આખી ભૂગોળ પચાસ કરોડ યોજન છે.તેનો ચોથો ભાગ (એટલે સાડા બાર કરોડ યોજન વિસ્તારવાળા) આ લોકાલોક પર્વત છે.તેની ઉપર ચારેબાજુઓમાં બધાજ સંસારના ગુરુ જાતે શ્રી બ્રહ્માજીએ બધાજ લોકોની સ્થિતિ માટે ઋષભ,પુષ્કરચૂડ,વામન અને અપરાજિત નામના ચાર ગજરાજ નિયુક્ત કર્યા છે.તે દિગ્ગજોની બાજુ પોતાના અંશસ્વરૂપ ઈંદ્રાદિ લોકપાલોની વિવિધ શક્તિઓની વૃદ્ધિ તથા બધાજ લોકોના કલ્યાણને માટે પરમ એશ્વર્યના અધિપતિ સર્વાન્તર્યામી પરમ પુરુષ શ્રી હરિ પોતાના વિપ્રકુસેન વગેરે પારપદોની સાથે આ પર્વત પરચારે બાજુ વિરાજે છે.તે પોતાના વિશુદ્ધ સત્વ (શ્રીવિગ્રહ) ને જે ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને એશ્વર્ય વગેરે આઠ મહા સિધ્ધિયોથી સંપન્ન છે,ધારણ કરેલા છે.તેમના કરકમળોમાં શંખ ચક્ર આદિ આયુધ સુશોભિત છે.એવી રીતે પોતાની યોગમાયાથી રચેલા વિવિધ લોકોની વ્યવસ્થને સુરક્ષિત રાખવા માટે તે આ લીલામય રૂપથી કલ્પના અંત સુધી ત્યાં ચારેબાજુ રહે છે.લોકાલોકના અંતર્વર્તી ભૂભાગનો જેટલો વિસ્તાર છે તેનાથી તેના બીજી બાજુના આલોક પ્રદેશના પરિમાણની પણ વ્યાખ્યા સમજી લેવી જોઈએ.તેની આગળ તો ફક્ત યોગેશ્વરોની જ બરાબર ગતિ થઇ શકે છે.
રાજન ! સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે બ્રહ્માંડનું કેન્દ્ર છે,એ જ સૂર્યની સ્થિતિ છે.સૂર્ય અને બ્રહ્માંડ ગોલકની વચ્ચે બધી બાજુથી પચીસ કરોડ યોજનનું અંતર છે.સૂર્ય આ મૃત એટલે મરેલા(અચેતન) અંડમાં બૈરાજ રૂપથી વિરાજે છે.તેનાથી તેનું નામ ‘માર્તન્ડ ‘થયું છે.આ હિરણ્યમય(જ્યોતિર્મય) બ્રહ્માંડથી પ્રગટ થયા છે.એટલે તેને ‘હિરણ્યગર્ભ’પણ કહે છે. સૂર્યના દ્વારા જ દિશા,આકાશ,ધુલોક(અંતરિક્ષલોક),ભૂલોક,સ્વર્ગ અને મોક્ષના પ્રદેશ,નરક અને રસાતલ તથા બીજા બધા ભાગોનો વિભાગ હોય છે.સૂર્ય જ દેવતા,તિર્યક,મનુષ્ય,સરીસૃપ અને વેલા વૃક્ષો વગેરે બધાજ જીવ સમૂહોનો આત્મા અને નેતેંદ્રિયના અધિષ્ઠાતા છે.
અધ્યાય એકવીસમો
સૂર્યનો રથ અને તેની ગતિનું વર્ણન
શ્રી શુકદેવજી કહે છે-રાજન ! પરિમાણ અને લક્ષણોની સાથે આ ભૂમંડળનો કુલ એટલોજ વિસ્તાર છે,જે મેં તમને બતાવી દીધો.તેના પ્રમાણે વિદ્વાન લોક ધુલોકનું પણ પરિમાણ બતાવે છે.જેવી રીતે ચણા મટર વગેરેના બે દળોમાંથી એકનું સ્વરૂપ જાણી લેવાથી બીજાનું પણ જાણી શકાય છે તેવી રીતે ભુલોકના પરિમાણથી જ ધુલોકનું પણ પરિમાણ જાણી લેવું જોઈએ.તે બંનેની વચ્ચે અંતરિક્ષ લોક છે.આ એ બંનેનું સંધિસ્થાન છે.તેની મધ્યભાગમાં સ્થિત ગ્રહ અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ અને પ્રકાશથી ત્રણેય લોકોને તપાવે અને પ્રકાશિત કરતા રહે છે. તે ઉત્તરાયણ ,દક્ષિણાયન અને વિષુવૃત નામવાળી ક્રમથી મંદ,સીધી અને સમાન ગતિયોથી ચાલતા ચાલતા સમયાનુસાર મકારાદિ રાશિયોમાં ઉંચે નીચે અને સરખા સ્થાનોમાં
જઈને દિવસ રાતને મોટા,નાના અથવા સમાન કરે છે.જયારે સૂર્ય ભગવાન મેષ અથવા તુલા રાશિમાં આવે છે ત્યારે દિવસ રાત સરખા થઇ જાય છે.જયારે વૃષાદિ પાંચ રાશિયોમાં આવે છે ત્યારે દરેક મહિને રાતોમાં એક એક ઘડી ઓછી થતી જાય છે.અને તે હિસાબે દિવસ વધતો જાય છે.જયારે વૃષિકાદિ પાંચ રાશિયોમાં આવે છે ત્યારે દિવસ અને રાતોમાં તેના વિપરીત પરિવર્તન થાય છે.એવી રીતે દક્ષિણાયન શત્રુ થવા સુધી દિવસ વધતો રહે છે અને ઉત્તરાયણ થવા સુધી રાતો.
એવી રીતે પંડિત લોક માનસોત્તર પર્વત પર સૂર્યની પરિક્રમાનો માર્ગ નવ કરોડ એકાવન લાખ યોજન બતાવે છે.તે પર્વત પર મેરુની પૂર્વ બાજુ ઈન્દ્રની દેવધાની,દક્ષિણમાં યમરાજની સંયમની,પશ્ચિમમાં વરુણની નીમલોચની અને ઉત્તરમાં ચંદ્રમાની વિભાવરી નામની પૂરિયો છે.તે પૂરિયોમાં મેરુની ચારેબાજુ સમય સમયે સૂર્યોદય,મધ્યાહ્ન,સાયંકાળ,અને અર્ધરાત્રિ થતા રહે છે.તેના કારણે બધા જીવોની પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય છે. રાજન ! જે લોકો સુમેરુ પર રહે છે,તેમને તો સૂર્યદેવ કાયમ મધ્યાહ્ન કાલીન રહીને જ તપાવતા રહે છે.તે પોતાની ગતિથી અશ્વિની આદિ નક્ષત્રો તરફ જતા જતા કદાચ મેરુને ડાબી બાજુ રાખી ચાલે છે તો પણ આખા જ્યોતિરમંડળને ફેરવનારી કાયમ જમણી બાજુ વહેતી જતી પ્રવાહને વાયુ દ્વારા ફેરવી નાખવાથી તે તેને જમણી બાજુ રાખીને ચાલતા દેખાઈ છે.જે પુરીમાં સૂર્યદેવનો ઉદય થાય છે તેની બરાબર બીજી બાજુની પુરીમાં તે અસ્ત થતા દેખાશે અને જ્યાં તે લોકોને પરસેવો વાળીને તપાવી રહ્યા હશે બરાબર તેની સામેની બાજુ અડધી રાત હોવાને કારણે તે તેમને નિદ્રા વશ કરતા હશે.જે લોકોને મધ્યાહ્નના સમયે તે સ્પષ્ટ દેખાઈ રહ્યા હશે તે જ જયારે સૂર્ય સૌમ્ય દિશામાં પહોંચી જાય ત્યારે તેમના દર્શન નહિ કરી શકાશે.
સૂર્યદેવ જયારે ઇન્દ્રપુરીથી યમરાજ પુરીમાં જાય છે ત્યારે પંદર ઘડીમાં તે સવાબે કરોડ અને સાડા બાર લાખ યોજનથી કૈક-પચ્ચીસ હજાર યોજન- વધારે ચાલે છે.પછી તે ક્રમથી તેઓ વરુણ અને ચંદ્રમાની પૂરિયોને પાર કરી ફરીથી ઇન્દ્રપુરીમાં પહોંચે છે.એવી રીતે ચંદ્રમા આદિ બીજા ગ્રહો પણ જ્યોતિચક્રમાં બીજા નક્ષત્રોની સાથે સાથે ઉદિત અને અસ્ત થતા રહે છે.આવી રીતે ભગવાન સર્યદેવનો વેદમય રથ એક મુહૂર્તમાં ચોત્રીસ લાખ આઠસો યોજન ના હિસાબથી ચાલતા ચાલતા આ ચારે પૂરિયોમાં ફરતા રહે છે.
તેમનું સંવત્સર નામનું એક ચક્ર (પૈડું)બતાવાય છે.તેમાં માસ રૂપ બાર દાંડા છે ઋતુરુપ છ નેમિયા(હાલ) છે,ત્રણ ચોમાસા રૂપ ત્રણ નાભિ(આવન)છે.આ રથની ધરીનો એક સીરા મેરુ પર્વતની ચોટલી પર છે.અને બીજું માનસોત્તર પર્વત પર.તેમાં લાગેલું આ પૈડું કોલાના પૈંડાની માફક ફરતું ફરતું માનસોતર પર્વત પર ચક્કર મારે છે.આ ધરીમાં -જેનો મૂળ ભાગ જોડાયેલો છે એવી એક ધરી બીજી છે.તે લંબાઈમાં તેનાથી ચોથા ભાગની છે.તેનો ઉપરનો ભાગ તૈલીયંતની ધરીની માફક ધ્રુવલોકમાં લાગેલી છે.
અ રથમાં બેસવાનું સ્થાન છત્રીસ લાખ યોજન લાબું અને નવ લાખ યોજન પહોળું છે.તેનું જુઆ પણ છત્રીસ લાખ યોજન જ લાબું છે.તેમાં અરુણ નામના સારથિને ગાયત્રી આદિ છંદો જેવા નામવાળા સાત ઘોડા જોડી રાખ્યા છે તે જ એ રથ પર બેઠેલા ભગવાન સૂર્યને લઈને ચાલે છે.સૂર્યદેવની આગળ તેમની બાજુ મોઢું રાખી બેઠેલા અરુણ તેમના સારથિનું કામ કરે છે.ભગવાન સૂર્યના આગળના અંગુઠાના તેળવાના બરાબર આકારવાળા બાલખિલ્યાદિ સાઠ હજાર ઋષિ સ્વસ્તિ વાંચન માટે નિયુક્ત છે.તે તેમની સ્તુતિ કરતા રહે છે.તેમના સિવાય ઋષિ,ગંધર્વ,અપ્સરા,નાગ,યક્ષ,રાક્ષસ અને દેવતા પણ-જે કુલ મેળવીને ચૌદ છે,પરંતુ જોડાયેલા રહેવાથી સાત ગણ કહેવાય છે- દરેક મહિનામાં જુદા જુદા નામોવાળા થઈને પોતાના જુદા જુદા કર્મોથી દરેક મહિનામાં જુદા જુદા નામ રાખીને આત્મસ્વરૂપ ભગવાન સૂર્યની બે બે મળીને ઉપાસના કરે છે.આવી રીતે ભગવાન સૂર્ય ભૂમંડળના નવ કરોડ એકાવન લાખ યોજન લાંબા ઘેરામાંથી દરેક ક્ષણમાં બે હજાર બે યોજનનું અંતર પાર કરી લે છે.
અધ્યાય બાવીસમો
જુદાજુદા ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન
રાજા પરીક્ષિતે પૂછ્યું-ભગવન ! આપે જે કહ્યું કે કદાચ ભગવાન સૂર્ય રાશિઓ તરફ જતી વખતે મેરુ અને ધ્રુવને ડાભી બાજુ રાખીને ચાલતા જણાય છે.પરંતુ હકીકતમાં તેમની ગતિ દક્ષિણાવર્ત નથી હોતી-આ વિષયને આપણે કેવી રીતે સમજવો !
શ્રી શુકદેવજીએ કહ્યું -રાજન !જેમ કુંભારના ફરતા ચાક પર beside તેની સાથે ફરતી કીડી વગેરેની પોતાની ગતિ તેનાથી જુદી જ છે, કેમકે તે જુદા જુદા સમયમાં તે ચક્રના જુદા જુદા સ્થાનોમાં જોવા મળે છે- તેવી રીતે નક્ષત્ર અને રાશિયોથી ઉપલક્ષિત કાલચક્રમાં પડીને ધ્રુવ અને મેરુ ને જમણે રાખીને ફરનારા સૂર્ય આદિ ગ્રહોની ગતિ હકીકતમાં તેનાથી જુદી જ છે કેમકે તે કાળભેદથી જુદી જુદી રાશિ અને નક્ષત્રોમાં જોવા મળે છે.વેદ અને વિદ્વાન લોક પણ જેમની ગતિને જાણવા માટે ઉત્સુક રહે છે તે સાક્ષાત આદિપુરુષ ભગવાન નારાયણ જ લોકોના કલ્યાણ અને શુદ્ધિને માટે પોતાના વેદમય વિગ્રહ કાળને બાર માસોમાં વહેંચી વસંત આદિ છ ઋતુઓમાં તેના યથાયોગ્ય ગુણોનું વિધાન કરે છે.આ લોકમાં વર્ણાશ્રમ ધર્મનું અનુશરણ કરનારા પુરુષ વેદત્રયી દ્વારા પ્રતિપ્રાદિત નાના મોટા કર્મોથી ઈંદ્રાદિ દેવતાઓના રૂપમાં અને યોગના સાધનોથી અંતર્યામી રૂપમાં તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને સુગમતાથીજ પરમપદ પ્રાપ્ત કરી શકે છે.ભગવાન સૂર્ય સંપૂર્ણ લોકોના આત્મા છે તે પૃથ્વી અને દ્યુલોકના મધ્યમાં રહેલા આકાશમંડળની અંદર કાલચક્રમાં સ્થિત થઈને બાર મહિનાઓને ભોગવે છે.જે સંવત્સરના અવયવ છે.અને મેષ આદિ રાશિયોના નામથી પ્રસિદ્ધ છે.તેનામાંથી દરેક માસ ચંદ્રમાંથી શુક્લ અને કૃષ્ણ બે પક્ષના પિતૃમાનથી એક રાત અને એક દિવસનો તથા સૌરમાનથી સવા બે નક્ષત્રનું બતાવાય છે.જેટલા સમયમાં સૂર્યદેવ આ સંવત્સરનો છઠ્ઠો ભાગ ભોગવે છે તેનો તે અવયવ ‘ઋતુ’ કહેવાય છે.આકાશમાં ભગવાન સૂર્યનો જેટલો માર્ગ છે તેનો અડધો તે જેટલા સમયમાં પાર કરી લે છે તેને એક ‘અયન’ કહે છે.તથા જેટલા સમયમાં તે પોતાની મંદ ,તીવ્ર અને સરખી ગતિથી સ્વર્ગ અને પૃથ્વીમંડળની સાથે આખા આકાશનું ચક્કર લગાવી જાય છે તેને અવાંતર ભેદથી સંવત્સર,પરિવત્સર,ઈડાવત્સર,અનુવત્સર અથવા વત્સર કહે છે.
એવી રીતે સૂર્યની કિરણોથી એક લાખ યોજન ઉપર ચંદ્રમા છે.તેની ગતિ ખુબ જ ઝડપી છે એટલે તે બધા નક્ષત્રોથી આગળ રહે છે.તે સૂર્યના એક વર્ષના માર્ગને એક માસમાં,એક માસના માર્ગને સવા બે દિવસોમા અને એક પક્ષના માર્ગને એક જ દિવસમાં એક જ દિવસમાં પાર કરી લે છે.એ કૃષ્ણપક્ષમાં ઓછી થતી કળાઓથી પિતૃગણને અને શુક્લપક્ષમાં વધતી કળાઓથી દેવતાઓના દિવસ રાતના વિભાગ કરે છે તથા ત્રીસ ત્રીસ મુહર્તોમાં એક એક નક્ષત્રોને પાર કરે છે.અન્નમય અને અમૃતમય હોવાને કારણે તેજ બધા જીવોના પ્રાણ અને જીવન છે.એ જે સોળ કળાઓથી યુક્ત મનોમય,અન્નમય,અમૃતમય પુરુષસ્વરૂપ ભગવાન ચંદ્રમા છે.તેજ દેવતા,પિતર,મનુષ્ય,ભૂત,પશુ,પક્ષી,સરીસૃપ અને વૃક્ષાદિ બધાજ પ્રાણીઓના પ્રાણોને પોષણ કરે છે,એટલે તેને ‘સર્વમય’કહે છે.
ચંદ્રમાંથી ત્રણ લાખ યોજન ઉપર અભિજિતની સાથે અઠ્ઠાવીસ નક્ષત્ર છે.ભગવાને તેને કાલચક્રમાં નિયુક્ત કર્યો છે એટલે તે મેરુની જમણી બાજુ રાખી ફરતા રહે છે.તેનાથી બે લાખ યોજન ઉપર શુક્ર દેખાય છે તે સૂર્યની સીધી,મંદ અને સરખી ગતિયો પ્રમાણે તેની મુજબ ક્યારેક આગળ,ક્યારેક પાછળ અને ક્યારેક સાથે સાથે રહીને ગતિ કરે છે.આ વર્ષા કરાવનાર ગ્રહ છે.એટલે લોકોને કાયમ માટે અનુકૂળ જ રહે છે.તેની ગતિથી એવું અનુમાન થાય છે કે તે વર્ષા રોકનાર ગ્રહોને શાંત કરી દે છે.
શુક્રની ગતિની સાથે સાથે બુધની પણ વ્યાખ્યા થઇ ગઈ -શુક્રના પ્રમાણે જ બુધની ગતિ પણ જાણી લેવી જોઈએ.તે ચંદ્રમાના પુત્ર શુક્રથી બે લાખ યોજન ઉપર છે.તે કાયમ મંગલકારી જ છે.પરંતુ જયારે સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરીને ચાલે છે ત્યારે ખુબ જ આંધી,વાદળ અને સુખાના ભયની સૂચના આપે છે.તેનાથી બે લાખ યોજન ઉપર મંગલ છે.તે જો વાંકી ગતિથી ન ચાલે તો એક એક રાશિને ત્રણ ત્રણ પક્ષોમાં ભોગવતા ભોગવતા બારહો રાશિયોને પાર કરે છે.તે અશુભ ગ્રહ છે અને કાયમ અમંગલનું સૂચક છે.તેની ઉપર બે લાખ યોજનની દૂર ભગવાન બૃહસ્પતિજી છે.તે જો કદાચ વાંકી ગતિથી ન ચાલે તો એક એક રાશિને એક એક વર્ષમાં ભોગવે છે.તે કાયમ બ્રહ્મ કુળને માટે અનુકૂળ રહે છે.
બૃહસ્પતિથી બે લાખ યોજન ઉપર શનૈશ્ચર દેખાય છે.તે ત્રીસ ત્રીસ મહિના સુધી એક એક રાશિમાં રહે છે.એટલે તેમને બધી રાશિયો પાર કરવામાં ત્રીસ વર્ષ લાગી જાય છે.તે કાયમ બધા માટે અશાંતિકારક છે તેની ઉપર અગિયાર લાખ યોજન દૂર કશ્યપ આદિ સપ્તર્ષિ દેખાય છે.તે બધા લોકોને મંગલકામના કરતા કરતા ભગવાન વિષ્ણુના પરમપદ ધ્રુવ લોકની પ્રદક્ષિણા કાર્ય કરે છે.
અધ્યાય ત્રેવીસમો
શિશુમાર ચક્રનું વર્ણન
શ્રી શુકદેવજી કહે છે -રાજન ! સપ્તર્ષિયોથી તેર લાખ યોજન ઉપર ધ્રુવલોક છે.તેને ભગવાન વિષ્ણુનું પરમપદ કહે છે.અહીં ઉત્તાનપાદનાં પુત્ર પરમ ભગવત ભક્ત ધ્રુવજી વિરાજમાન છે.અગ્નિ,ઇન્દ્ર,પ્રજાપતિ, કશ્યપ અને ધર્મ - તે બધા એક સાથે ખુબ આદરથી તેમની પ્રદક્ષિણા કર્યા કરે છે.અત્યારે પણ કલ્પ દરમ્યાન રહેનારા લોકો તેના આધારે સ્થિત છે.તેનો આ લોકોનો પ્રભાવ આપણે પહેલા (ચોથ સ્કંધમાં ) વર્ણન કરી ચુક્યા છીએ.કાયમ જાગતા રહેનારા અવ્યક્તગતી ભગવાન કાળના દ્વારા જે ગ્રહ-નક્ષત્રાદિ જ્યોતિર્ગણ નિરંતર ફેરવ્યા કરે છે,ભગવાને ધ્રુવલોકને જ તે બધાના આધારસ્તંભથી નિયુક્ત કર્યા છે.એટલે આ એકજ સ્થાનમાં રહીને કાયમ પ્રકાશિત થાય છે.
જેવી રીતે દાર્ય ચલાવતી વખતે અનાજને ખૂંદનાર પશુ નાની,મોટી અને માધ્યમ દોરીથી બંધાઈને ક્રમથી નજીક,દૂર અને વચ્ચે રહીને થાંભલાની ચારે બાજુ મંડળ બાંધીને ફરતા રહે છે તેવી રીતે બધા નક્ષત્ર અને ગ્રહગણ બહાર અંદરના ક્રમથી આ કાલચક્રમાં નિયુક્ત થઈને ધ્રુવલોકનો જ આશ્રય લઈને વાયુંની પ્રેરણાથી કલ્પના અંત સુધી ફરતા રહે છે.જેવી રીતે મેઘ અને બાજ વગેરે પક્ષી પોતાના કર્મોની સહાયતાથી વાયુના આધીન રહી આકાશમાં ઉડતા રહે છે.તેવી રીતે તે જ્યોતિર્ગણ પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી પોત પોતાના કર્મો પ્રમાણે ચક્કર કાપ્યા કરે છે,પૃથ્વી પર નથી પડતા.
કોઈ કોઈ પુરુષ ભગવાનની યોગમાયાના આધાર પર સ્થિર આ જયોતિરચક્રનું શિશુમાર (સૂસ) ના રૂપમાં વર્ણન કરે છે.આ શિશુમાર કુંડળી મારેલા છે અને તેનું મોઢું નીચેની બાજુ છે.તેના પુંછડાની સિરે પર ધ્રુવ સ્થિર છે.પુંછડાના મધ્યભાગમાં પ્રજાપતિ,અગ્નિ,ઇન્દ્ર અને ધર્મ છે.પુંછડાના મૂળમાં ધાતા અને વિધાતા છે.તેના કટિ પ્રદેશમાં સપ્તર્ષિ છે.આ શિશુમાં જમણી બાજુથી સંકોચાઈને કુંડળી મારેલા છે.આવી સ્થિતિમાં અભિજિતથી લઈને પુનર્વસુ પ્રયન્ત જે ઉત્તરાયણના ચૌદ નક્ષત્ર છે તે ડાબા ભાગમાં છે.લોકોમાં પણ જયારે શિશુમાર કુંડાળાકાર હોય છે,ત્યારે તેના બંને બાજુના અંગોની સંખ્યા સરખી રહે છે,તેવી રીતે અહીં નક્ષત્ર સંખ્યામાં પણ સમાનતા છે.તેની પીઠમાં અજવીથી (મૂલ,પૂર્વાષાઢા,અને ઉત્તરાષાઢા નામના ત્રણ નક્ષત્રોનો સમૂહ) છે અને ઉદરમાં આકાશગંગા છે.
રાજન ! તેની જમણા અને ડાબા કટિતટોમાં પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર છે,પાછળના ડાબા અને જમણા ચરણોમાં આદ્રા અને આશ્લેષા નક્ષત્ર છે,તથા જમણા અને ડાબા નાઠુનોમાં ક્રમથી અભિજીત અને ઉત્તરષાઢા છે.તેવી રીતે ડાબા અને જમણા નેત્રોમાં શ્રવણ અને પૂર્વષાઢા તેમજ જમણા અને ડાબા કાનોમાં ધનિષ્ઠા અને મૂલ નક્ષત્ર છે.મઘા વગેરે દક્ષિણાયનના આઠ નક્ષત્ર જમણી પાસણીયોમાં છે.શતભિષા અને જ્યેષ્ઠા -આ બે નક્ષત્રો ક્રમથી ડાબા અને જમણા ખભાની જગ્યાએ છે.તેની ઉપરની ઠુંઠણીમાં અગત્સ્ય,નીચેની ઢોડીમાં નક્ષત્રરૂપ યમ,મોઢાંઓમાં મંગલ,લિંગઃપ્રદેશમાં શનિ,કફૂદમાં બૃહસ્પતિ,છાતીમાં સૂર્ય,હૃદયમાં નારાયણ,મનમાં ચંદ્રમા,નાભિમાં શુક્ર,સ્તનોમાં અશ્વનીકુમાર,પ્રાણ અને અપાનમાં બુધ,ગળામાં રાહુ, બધાજ અંગોમાં કેતુ અને રોમોમાં સંપૂર્ણ તારાગણ છે.
રાજન ! આ ભગવાન વિષ્ણુનું સર્વદેવમય સ્વરૂપ છે.તેનું કાયમ માટે સાયંકાળે પવિત્ર અને મૌન થઇ દર્શન કરતા કરતા ચિંતન કરવું જોઈએ,તથા આ મંત્રનો જપ કરતા કરતા કરતા ભગવાનની સ્તુતિ કરવી જોઈએ-'સંપૂર્ણ જ્યોતિર્ગણોના આશ્રય,કાળચક્ર સ્વરૂપ,સર્વદેવાધિપતિ,પરમ પુરુષ પરમાત્માનું અમે નમસ્કારપૂર્વક ધ્યાન કરીએ છીએ.' ગ્રહ,નક્ષત્ર અને તારાઓના રૂપમાં ભગવાનનું આધિ દૈવિક પ પ્રકાશિત થઇ રહ્યું છે,આ ત્રણેય સમય ઉપર બતાવેલા મંત્રનું જપ કરનારા પુરૂષોનું પાપ નાશ કરી દે છે.જે પુરુષ સ્વર,મધ્યાહ્ન અને સાયં- ત્રણેય કાળે તેમના આ આધિદૈવિક સ્વરૂપનું કાયમ માટે ચિંતન અને વંદન કરે છે તેના તે સમયે કરેલા પાપ તરત નાશ થઇ જાય છે.
અધ્યાય ચોવીસમો
રાહુ વગેરેની સ્થિતિ,અતલાદિ નીચેના લોકોનું વર્ણન
શ્રી શુકદેવજી કહે છે-પરીક્ષિત ! કેટલાક લોકોનું કહેવું છે કે સૂર્યથી દસ હજાર યોજન નીચે રાહુ નક્ષત્રોની માફક ફરે છે.તેણે ભગવાનની કૃપાથી જ દેવત્વ અને ગ્રહત્વ મેળવ્યું છે.જાતે આ સિંહોનો પુત્ર અસુરધામ હોવાને કારણે કોઈ રીતે આ પદને યોગ્ય નથી.તેના જન્મ અને કર્મોનું આપણે આગળ વર્ણન કરીશું સૂર્યનું જે આ ખૂબજ તપતું મંડળ છે તેનો વિસ્તાર દસ હજાર યોજન બતાવવામાં આવે છે.એવી રીતે ચંદ્રમંડળનો વિસ્તાર બાર હજાર યોજન છે અને રાહુનો તેર હજાર યોજન.અમૃતપાનના સમયે રાહુ દેવતાના રૂપમાં સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવીને બેસી ગયો હતો,તે વખતે સૂર્ય અને ચંદ્રમાએ તેનો ભેદ ખોલી નાખ્યો હતો,તે વેરને યાદ કરીને એ અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે તેમના પર
આક્રમણ કરે છે.એ જોઈને ભગવાને સૂર્ય અને ચંદ્રમાની રક્ષા માટે તે બંનેની નજીક પોતાનું પ્રિય આયુધ સુદર્શન ચક્રને નિયુક્ત કરી દીધું છે.તે નિરંતર ફરતું રહે છે એ એટલે રાહુ તેના અસહ્ય તેજથી ઉદ્વિગ્ન અને ચકિતચિત્ત થઈને મુહૂર્તમાત્ર તેની સામે ટકીને પછી તરત જ પાછો આવી જાય છે.તેની એટલી વાર તેની સામે રોકેવાને જ લોક ‘ ગ્રહણ’ કહે છે.
રાહુથી દસ હજાર યોજન નીચે સિદ્ધ ,ચારણ અને વિદ્યાધર વગેરેના સ્થાન છે.તેની નીચે જ્યાં સુધી વાયુની ગતિ છે અને વાદળો દેખાય છે,અંતરિક્ષ લોકો છે ! આ યક્ષ,રાક્ષસ,પિશાચ,પ્રેત અને ભૂતોનું વિહાર સ્થળ છે.તેનાથી નીચે સો યોજન દૂર આ પૃથ્વી છે.જ્યાં સુધી હંસ,ગિદ્ધ,બાજ અને ગરુડ વગેરે મોટા મોટા પક્ષીઓ ઉડી શકે છે ત્યાં સુધી તેની સીમા છે.પૃથ્વીનો વિસ્તાર અને સ્થિતિ વગેરેનું વર્ણન તો થઇ જ ચૂક્યું છે.તેનાથી પણ નીચે અટલ,વિતલ,સુતલ,તલાતલ,મહાતલ,રસાતલ અને પાતાળ,નામના સાત ભૂ- વિવર ( ભૂગર્ભસ્થિત છે.વિલ અથવા લોક) છે.તે એકની નીચે એક દસ દસ હજારની દુરી પર સ્થિર છે અને તેમાંથી દરેકની લંબાઈ પહોળાઈ પણ દસ દસ હજાર યોજન જ છે.આ ભૂમિના વીલ પણ એક પ્રકારના સ્વર્ગ જ છે. તેમાં સ્વર્ગથી પણ વધારે વિષયભોગ,એશ્વર્ય,આનંદ,સંતાનસુખ અને ધનસંપત્તિ છે.અહીંના વૈભવપૂર્ણ ભવન,બાગ અને ક્રીડા સ્થળોમાં દૈત્ય,દાનવ અને નાગ જાતજાતની માયામયી ક્રીડાઓ કરતા કરતા નિવાસ કરે છે. તે બધા ગ્રહસ્થધર્મનું પાલન કરનારા છે.તેના સ્ત્રી, પુત્ર,ભાઈ,બાંધવ અને સેવકલોક તેમને ખુબ જ પ્રેમ કરે છે અને કાયમ પ્રસન્નચિત્ત રહે છે.તેમના ભોગોમાં વાંધો નાખવા ઇન્દ્ર વગેરેમાં પણ સામર્થ્ય નથી.મહારાજ ! આ વિલોમા માયાવી મય દાનવની બનાવેલી અનેક પૂરીઓ શોભાથી ઝગમગાય છે.જે અનેક જાતના સુંદર સુંદર શ્રેષ્ઠ મણીઓથી રચેલા ચિત્ર-વિચિત્ર ભવન ,પરકોટા,નગરદ્વાર,
સભાભવન,મંદિર,મોટા મોટા આંગણાને ઘરોથી સુશોભિત છે,તથા જેની કુત્રિમ ભુમીયો (ફરશો)પર નાગ અને અસુરોના જોડા તેમ જ કબૂતર,પોપટ,મેના વગેરે પક્ષીઓ કિલ્લોલ કરતા રહે છે.એવા પાતાળધીપતીયોના ભવ્ય ભવન તે પૂરિયોની શોભા વધારે છે.ત્યાંના બગીચા પણ પોતાની શોભાથી દેવલોકના ઉદ્યાનોની શોભાને માત આપે છે.તેમાં અનેકો વૃક્ષો છે,જેની સુંદર ડાળીયો ફળ ફૂલોના ગુચ્છા અને કોમળ કૂંપણોના ભારથી ઝુકેલી રહે છે,તથા જેને જાતજાતના વેલાઓએ પોતાના અંગપાશમાં બાંધી રાખ્યા છે. અહીં જે નિર્મલ પાણીથી ભરેલા અનેકો જળાશયો છે તેમાં વિવિધ વિહંગોના જોડા વિલાસ કરતા રહે છે.એ વૃક્ષો અને જળાશયોની સુષમાંથી તે ઉદ્યાન ખુબ જ શોભા મેળવી રહ્યા છે.તે જળાશયોમાં રહેનારી માછલીઓ જયારે ખિલવાડ કરતી ઉછળે છે ત્યારે તેનું પાણી હાલી ઉઠે છે.સાથેજ પાણીની ઉપર ઉગેલા કમળ,કુમુદ,કુવલય,કંડાર,નીલકમળ,લાલકમલ,અને રાતપત્રકમળ વગેરેનો સમુદાય પણ હાલવા લાગે છે.આ કમળોના વનમાં રહેનારા પક્ષીઓ વિરામ વગર ક્રીડા કૌતુક કરતા કરતા જાત જાતની મીઠીબોલી બોલતા રહે છે,જેને સાંભળીને મન અને ઇન્દ્રિયોને ખુબ જ આલ્હાદ્દ થાય છે.તે વખતે બધીજ ઇન્દ્રિયોમાં જાણે ઉત્સવ છવાઈ જાય છે.ત્યાં સૂર્યનો પ્રકાશ નથી જતો એટલે દિવસ -રાત વગેરે કાલવિભાગનો પણ કોઈ ખટકો નથી દેખાતો.ત્યાંના સંપૂર્ણ અંધારાને મોટા મોટા નાગોની મનીયો જ દૂર કરે છે.તે લોકોના નિવાસી જે ઔષધિ,રસ,રસાયણ,અન્ન,પાન અને સ્નાનાદિનું સેવન કરે છે તે બધા પદાર્થ દિવ્ય હોય છે.એ દિવ્ય વસ્તુઓના સેવનથી તેમને માનસિક અથવા શારીરિક રોગ નથી થતા.તથા કરચલીઓ પડી જવી,વાળ પાકી જવા,વૃદ્ધ થઇ જવું,શરીર તેજહીન થઇ જવું,શરીરમાંથી દુર્ગંધ આવવી,પરસેવો વળવો,થાક લાગવો અથવા શિથિલ થઇ જવું તથા ઉંમરની સાથે શારીરિક અવસ્થાઓનું બદલાવવું- એ કોઈ વિકાર નથી હોતા.તે કાયમ સુંદર,સ્વસ્થ,જુવાન અને શક્તિ સંપન્ન રહે છે.તે પુણ્ય પુરુષોની ભગવાનના તેજરૂપ સુદર્શન ચક્રના સિવાય બીજા કોઈ સાધનથી મૃત્યુ નથી થતું.સુદર્શન ચક્રના અવવાથીજ ભયના કારણે અસુર રમણીયોનો ગર્ભશ્રાવ અને ગર્ભપાત(ચોથા મહિના સુધી જે ગર્ભ પડે છે તેને ગર્ભશ્રાવ કહે છે તથા પાંચમા અને છઠ્ઠા મહિનામાં પડે છે તેને ગર્ભપાત કહેવાય છે.) થઇ જાય છે.
અતલ લોકમાં મયદાનવનો પુત્ર અસુર બલ રહે છે.તેને છન્નું પ્રકારની માયા રચી છે.તેમાંથી કોઈ કોઈ આજે પણ માયાવી પુરુષોમાં જોવા મળે છે.તેને એક વખત જંભાઈ લીધી હતી ,તે વખતે તેના મોઢામાંથી સ્વૈરિણી (ફકત પોતાના વર્ણનપુરુષો સાથે રમણ કરનારી ),કામિની (બીજા વર્ણનાં પુરુષો સાથે પણ સમાગમ કરનારી) અને પુંશ્ચલી (ખુબ જ ચંચળ સ્વભાવવાળી)-ત્રણ પ્રકારની સ્ત્રીઓ ઉત્તપન્ન થઇ.તે તેના લોકમાં રહેનારા પુરુષોને હાટક નામનો રસ પીવડાવીને સંભોગ કરવામાં સમર્થ બનવી લે છે અને પછી તેની સાથે પોતાની હાવભાવમયી ચિત્તવન, પ્રેમમયી મુસ્કુરાહટ,પ્રેમાલાપ અને આલિંગન આદિના દ્વારા યથેષ્ટં રમણ કરે છે.તે હટકે રસને પીને મનુષ્ય મદાંધ જેવો થઇ જાય છે અને પોતાને દસ હજાર હાથીઓની માફક બળવાન સમજી 'હું ઈશ્વર છું,હું સિદ્ધ છું' એવી રીતે મૉટે મોટેથી વાતો કરવા લાગે છે.
તેની નીચે વિતલ લોકમાં ભગવાન હાટકેશ્વર નામના મહાદેવજી પોતાના પાર્ષદ ભૂતગણોની સાથે રહે છે.તે પ્રજાપતિની સૃષ્ટિની વૃદ્ધિ માટે ભવાની સાથે વિહાર કરતા રહે છે.તે બંનેના તેજથી ત્યાં હાટકી નામની એક શ્રેષ્ઠ નદી નીકળી છે.તેના પાણીને વાયુથી પ્રજવલિત અગ્નિ ખુબ જ ઉત્સાહથી પિએ છે.તે જે હટકે નામનું સોનુ થુંકે છે,તેનાથી બનેલા આભૂષણોને દૈત્ય રાજોના અંત:પુરોમાં સ્ત્રી પુરુષો બધા પહેરે છે.
વિતલની નીચે સુતલ લોક છે તેમાં મહાયશસ્વી પવિત્રકીર્તિ વિરોચનપુત્ર બલિ રહે છે.ભગવાને ઈન્દ્રનું પ્રિય કરવા અદિતિના ગર્ભથી વટુ-વામન રૂપમાં અવતરિત થઈને તેનાથી ત્રણેય લોક લઇ લીધા હતા.પછી ભગવાનની કૃપાથી જ તેનો આ લોકમાં પ્રવેશ થયો.અહીં તેને એવી ઉત્કૃષ્ટ સંપત્તિ મળી છે તેવી ઇન્દ્ર વગેરે પાસે પણ નથી.એટલે તે તેજ પુણ્યતમ પ્રભુની પોતાના ધર્માચરણો દ્વારા આરાધના કરતા કરતા આજે પણ નિર્ભયતા પૂર્વક રહે છે.રાજન ! સંપૂર્ણ જીવોના નિયંતા તેમજ આત્મસ્વરૂપ પરમાત્મા ભગવાન વાસુદેવ જેવા પૂજ્યતમ,પવિત્રતમ પાત્રના આવવાથી તેને પરમ શ્રદ્ધા અને આદરની સાથે સ્થિર ચિત્તથી આપેલા ભુમિદાનના આજ કોઈ મુખ્ય ફળ નથી કે બલિને સુતલ લોકનું એશ્વર્ય પ્રાપ્ત થઇ ગયું આ એશ્વર્ય તો અનિત્ય છે.પરંતુ આ ભૂમિદાન તો સાક્ષાત મોક્ષનું દ્વાર જ છે.ભગવાનના તો છીંકવા,પાડવા અને લપસવાના સમયે વિવશ થઈને એક વાર નામ લેવાથી પણ મનુષ્ય તરત કર્મબંધનને કાપી નાખે છે,જયારે કે મુમુક્ષુ લોક આ કર્મબંધનને યોગસાધન વગેરે બીજા અનેકો ઉપાયોનો આશ્રય લઈને ખુબ જ કષ્ટથી ક્યાંક કાપી શકે છે.તેમજ પોતાના સંયમી ભક્ત અને જ્ઞાનીઓના સ્વસ્વરૂપ આપનારા અને બધાજ પ્રાણીઓના આત્મા શ્રીભગવાનને આત્મભાવથી કરેલા ભૂમિદાન નું આ ફળ ન હોય શકે.ભગવાને જો બલિને તેના સર્વસ્વદાનના બદલે પોતાની વિસ્મૃતિ કરાવનારા આ માયામય ભોગ અને એશ્વર્ય આપ્યું તો તેમણે તેના પર આ કોઈ અનુગ્રહ નથી કર્યો.તે વખતે બીજો કોઈ ઉપાય ન જોઈને ભગવાને યાચનાના છલથી તેનું ત્રિલોકીનું રાજ્ય છીનવી લીધું અને અને તેની પાસે તેનું શરીર માત્ર જ છેલ્લે રહેવા દીધું ,ત્યારે વરુણના પશુઓમાં બાંધીને પર્વતની ગુફામાં નાખી દેવાથી તેને કહ્યું હતું.'દુઃખ છે,આ ઐશ્વર્યશાળી ઇન્દ્ર વિદ્વાન થઈને પણ પોતાનો સાચૉ સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ નથી.તેણે સંપત્તિ લેવા માટે અનન્ય ભાવથી બૃહસ્પતિજીને પોતાનો મંત્રી બનાવ્યો,તો પણ તેની અવહેલના કરીને તેણે શ્રી વિષ્ણુભગવાનને તેમનો દાસ્ય ન માંગીને તેમના દ્વાર મારાથી પોતાના માટે આ ભોગ જ માંગ્યા. આ ત્રણ લોક તો ખાલી એક મન્વંતર સુધીજ રહે છે,જે અનંતકાળનું એક અવયવ માત્ર છે.ભગવાનના કૈદૂર્યની આગળ ભલા આ તુચ્છ ભોગોનું શું મૂલ્ય છે.અમારા પિતામહ પ્રહલાદજીએ -ભગવાનના હાથે પોતાના પિતા હિરણ્યકશ્યપુના માર્યા જવાથી-પ્રભુની સેવાનું જ વર માંગ્યું હતું. ભગવાન આપવા પણ માંગતા હતા તો પણ તેમનાથી દૂર કરનારા સમજીને તેમણે પોતાના પિતાનું નિષ્કંતક રાજ્ય લેવાનો સ્વીકાર ન કર્યો.તે મોટા મહાનુભાવ હતા.મારા પર તો ન ભગવાનનીજ કૃપાજ છે અને ન મારી વાસનાઓ શાંત થઇ છે,પછી મારા જેવો કોણ પુરુષ તેમની પાસે જવાનું સાહસ કરી શકે છે ? રાજન ! આ બલિનું ચરિત્ર આપણે આગળ(આઠમાં સ્કંધમાં ) વિસ્તારથી કહીશું. પોતાના ભક્તો માટે ભગવાનનું હૃદય દયાથી ભરાયેલું રહે છે.તેનાથી અખિલ જગતના પરમ પૂજનીય ગુરુ ભગવાન નારાયણ હાથમાં ગદા લઇ સુતલ લોકમાં રાજા બાલીના દ્વાર પર કાયમ ઉપસ્થિત રહે છે.એકવાર જયારે દિગ્વિજય કરતો કરતો ઘમંડી રાવણ ત્યાં પહોંચ્યો,ત્યારે તેને ભગવાને પોતાના પગના અગુંઠાની ઠોકરથી જ લાખો યોજન દૂર ફેંકી દીધો હતો.
સુતલ લોકથી નીચે તલાતલ છે.ત્યાં ત્રિપુંરાધિપતિ દાનવરાજ મય રહે છે.પહેલા ત્રણે લોકોને લોકોને શાંતિ આપવા માટે ભગવાન શંકરે તેના ત્રણે પૂર ભસ્મ કરી નાખ્યા હતા.પછી તેમની જ કૃપાથી તેમને આ સ્થાન મળ્યું.તે માયાવીયોના પરમ ગુરુ છે અને મહાદેવજી દ્વારા સુરક્ષિત છે,એટલે તેને સુદર્શન ચક્રથી પણ કોઈ ભય નથી.ત્યાંના નિવાસી તેમનો ખુબ જ આદર કરે છે.
તેની નીચે મહાતલમાં કદ્રૂથી ઉત્ત્પન્ન થયેલા અનેક સર્પોનો ક્રોધવશ નામનો એક સમુદાય રહે છે.તેમાં કુહક,તક્ષક,કાલિય અને સુષેણ વગેરે પ્રધાન છે.તેના મોટા મોટા ફેણ છે.તે કાયમ ભગવાનના વાહન પક્ષીરાજ ગરુડજીથી ડરતા રહે છે.તો પણ ક્યારેક ક્યારેક પોતાના સ્ત્રી,પુત્ર,મિત્ર અને કુટુંબના સંગથી પ્રમત થઈને વિહાર કરવા લાગતા હતા.
તેની નીચે રસાતલમાં પણિ નામના દૈત્ય અને દાનવ રહે છે.આ નીવાતકવચ,કાલેય અને હિરણ્યપુરવાસી પણ કહેવાય છે.તેનો દેવતાઓથી વિરોધ છે.તે જન્મથી જ ખુબ બળવાન અને મહાન સાહસી હોય છે.પરંતુ જેમનો પ્રભાવ સંપૂર્ણ લોકોમાં ફેલાયેલો છે.તે શ્રી હરિના તેજથી બલાભિમાન ચૂર્ણ થઇ જવાને કારણે તે સાપોની માફક છુપાતા છુપાતા રહે છે તથા ઇન્દ્રની દૂતી સરમાંના કહેલા મંત્રવર્ણરૂપ(એક કથા આવે છે જયારે પગીનામના દૈત્યોએ પૃથ્વીને રસાતલમાં છુપાવી દીધી,ત્યારે ઇન્દ્રે તેને શોધવા માટે સરમાં નામની એક દૂતીને મોકલી હતી,સરમાંથી દૈત્યોએ સંધિ કરવા ચાહી,પણ સરમાંએ સંધિ ન કરી ઇન્દ્રની સ્તુતિ કરતા કહ્યું હતું,’ હતા ઇન્દ્રેણ પણય: ષાયધ્વમ’( હે પાણિગણ ! તમે ઇન્દ્રના હાથે મરી ને પૃથ્વી પર સુઈ જાઓ,!)આ શ્રાપને કારણે તેને કાયમ ઇન્દ્રનો ડર લાગ્યા કરતો હતો.) વાક્યના કારણે કાયમ ઈન્દ્રથી ડરતા રહે છે.
રસાતલની નીચે પાતાળ છે ત્યાં શંકુ ,કુલિક,મહાશંખું,શ્વેત,ધનંજય,ધ્રુરાષ્ટ્રં,શંખચૂડ,કંબલ,અશ્વતર અને દેવદત્ત વગેરે ખુબ જ ક્રોધી અને મોટા મોટા ફેણવાળા નાગ રહે છે.તેમાં વાસુકી મુખ્ય છે.તેમાં કોઈના પાંચ,કોઈના સાત,કોઈના દસ,કોઈના સો અને કોઈના હજાર માથા છે.તેની ફેણની દમકતી મણિઓ પોતાના પ્રકાશથી પાતાળલોકનાં બધો અંધકાર નષ્ટ કરી નાખે છે.
અધ્યાય પચ્ચીસમો
શ્રી સંકર્ષણદેવનું વિવરણ અને સ્તુતિ.
શ્રી શુકદેવજી કહે છે-રાજન ! પાતાળલોક્ની નીચે ત્રીસ હજાર યોજન દૂર અનંત નામથી વિખ્યાત ભગવાનની તામસી નિત્ય કલા છે.તે અહંકારરૂપા હોવાને કારણે દ્રશ્ય અને દ્રષ્ટાને ખેંચીને એક કરી દે છે,એટલે પાશરાત્ર આગમન અનુયાયી ભક્તજનો તેને સંકર્ષણ કહે છે.આ ભગવાન અનંતના એક હજાર માથા છે.તેમાંથી એક પર રાખેલું આ આખું ભૂમંડળ સરસોના દાણાં જેવું દેખાય છે.પ્રલયકાળ ઉપસ્થિત થવાથી જયારે તેને આ સંસારનો ઉપસંહાર કરવાની ઈચ્છા થાય છે,ત્યારે તેની ક્રોધવશ ફરતી ભૃકુટીયો ના મધ્યભાગમાં સંકર્ષણ નામના રુદ્ર પ્રગટ થાય છે.તેમની વ્યૂહ સંખ્યા અગિયાર છે.તે બધા ત્રણ આંખોવાળા હોય છે,અને હાથોમાં ત્રણ નૉંકોવાળા શુલ લીધેલા હોય છે.ભગવાન સંકર્ષણના ચરણકમળોના ગોળ ગોળ સ્વચ્છ અને અરુણવર્ણ નખ મણીયોની પંક્તિની માફક દૈદિપ્યમાન છે.જયારે બીજા મુખ્ય મુખ્ય ભક્તો સાથે અનેકો નાગરાજ અનન્ય ભક્તિભાવથી તેમને પ્રણામ કરે છે,ત્યારે તેમને તે નાખમણીયોમાં પોતાના કુંડળ કાન્તિમંડિત કમનીય કપોલોવાળા મનોહર મુખારવિંદોનિ મનમોહિની ઝાંખી થાય છે અને તેમનું મન આનંદથી ભરાઈ જાય છે.અનેકો નાગરાજની કન્યાઓ વિવિધ કામનાઓથી તેમના અંગમંડળ પર ચાંદીના થાંભલાની માફક સુશોભિત તેમની વલયવિલસિત લાંબી લાંબી શ્વેતવર્ણ સુંદર ભુજાઓ પર અરગજા,ચંદન અને કુસુંપકનો લેપ કરે છે.તે સમયે અન્ગસ્પર્શથી મથિત થયેલા તેમના હૃદયમાં કામનો સંચાર થઇ જાય છે.ત્યારે તે પોતાના
મદવિહ્વળ સકરુણ અરુણ નયનકમળોથી સુશોભિત તથા પ્રેમમદથી મુદિત મુખારવિંદની અને મધુર મનોહર મુસ્કુરાહતની સાથે સલજજ ભાવથી જોવા લાગે છે.તે અનંત ગુણોના સાગર આદિદેવ ભગવાન અનંત પોતાના અમર્ષ(અસહનશીલતા) અને રોષના વેગને રોકીને ત્યાં બધાજ લોકોના કલ્યાણ માટે ત્યાં વિરાજમાન છે.દેવતા, અસુર,નાગ,સિદ્ધ,ગંધર્વ,વિદ્યાધર અને મુનિગણ ભગવાન અનંતનું ધ્યાન કર્યા કરે છે.તેમના નેત્રો નિરંતર પ્રેમ મદથી મુદિત,ચંચળ અને વિહ્વળ રહે છે.તે સુલલિત વચનામૃતથી પોતાના પાર્ષદ અને દેવયુથપોને સંતુષ્ટ કરતા રહે છે.
Page 320 skipped
રાજા પરીક્ષિતે પૂછ્યું -ભગવાન આપ જેનું વર્ણન કરવા માંગો છો તે નરક આ પૃથ્વીનો કોઈ દેશવિષેશ છે અથવા ત્રિલોકીથી બહાર કે અંદર કોઈ જગ્યા છે ?
શ્રી શુકદેવજીએ કહ્યું - રાજન ! તે ત્રિલોકીની અંદર જ છે તથા દક્ષિણની બાજુ પૃથ્વીથી નીચે પાણીની ઉપર સ્થિત છે.તેજ દિશામાં અગ્નિપ્રત વગેરે પિતૃગણ રહે છે, તે ખૂબ જ એકાગ્રતાથી પોતાના વંશધરો માટે મંગલકામના કાર્ય કરે છે.તે નારકલોકમાં સૂરજના પુત્ર પિતૃરાજ ભગવાન યમ પોતાના સેવકો સાથે રહે છે,તથા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરતા કરતા પોતાના દૂતો દ્વારા ત્યાં લાવેલા મૃત પ્રાણીઓને તેના દુષ્કર્મના અનુસાર પાપનું ફળ દંડ આપે છે.પરીક્ષિત ! કોઈ કોઈ લોક નરકોની સંખ્યા એકવીસ બતાવે છે.હવે અપને નામ,રૂપ અને લક્ષણોના પ્રમાણે ક્રમથી તેનું વર્ણન કરીયે.તેના નામ આ છે -
તામિસ્ત્ર,અંધતામિસ્ત્ર,રૌરવ,મહરૌરવ,કુંભીપાક,કાળસૂત્ર,અસીપત્રવન,સુકરમુખ,અંધકુપ,કૃમીભોજન,
સંદંશ,તપ્તસૂર્મિ,વ્રજકંટકશાલ્મલી,વૈતરણી,પૂયોદ,પ્રાનરોધ,વિશસન,લાલાભક્ષ,સારમેયાદન,અવીચી અને અય:પાન.તેના સિવાય ક્ષારકર્દમ,રાકશોગણભોજન,શુલપ્રોત,દન્દશૂક,અવતનીરોધન,પર્યાવર્તન,અને સુચીમુખ-આ સાત બીજા મેળવીને કુલ અઠ્ઠાવીસ નરક જાત જાતની યાતનાઓને ભોગવવાના સ્થાન છે.
જે પુરુષ બીજાના ધન,સંતાન અને સ્ત્રીને હરણ કરે છે,તેને અત્યંત ભયાનક યમદૂત કાલપાશમાં બાંધીને બળાત્કારથી તામિસ્ત્ર નરકમાં ફેંકી દે છે.તે અંધકારમય નરકમાં તેને અન્ન પાણી ન આપવું,દંડા મારવા સ્ને ભય દેખાડવો વગેરે અનેક પ્રકારના ઉપાયોથી દુઃખી કરવામાં આવે છે.તેનાથી અત્યંત દુઃખી થઇ તે એકાએક બેભાન થઇ જાય છે.એવી રીતે જે પુરુષ કોઈ બીજાને ધોખો આપી તેની સ્ત્રી વગેરેને ભોગવે છે તે અંધતમિસ્ત્ર નરકમાં પડે છે.ત્યાંની યાતનાઓમાં પડીને તે મૂળથી કપાયેલા ઝાડની માફક,વેદનાનો માર્યો બધી સુધ બુધ ખોઈ બેસે છે, અને તેને કઈ પાન સૂઝ નથી પડતી.
જે પુરુષ આ લોકમાં 'આ શરીર જ હું છું,અને આ સ્ત્રી ધનાદિ મારા છે'એવી બુદ્ધિથી બીજા પ્રાણીઓથી દ્રોહ કરીને નિરંતર પોતાના કુટુંબના પાલનપોષણમાં લાગ્યો રહે છે,તે પોતાનું શરીર છોડવાથી પોતાના પાપને કારણે જાતે જ રૌરવ નરકમાં પડે છે.તે લોકમાં તેને જે જીવોને જે પ્રકારે કષ્ટ પહોચાડ્યું હોય છે, પરલોકમાં યમયાતનાનો સમય આવવાથી તે જીવ 'રુરુ' થઈને તેને તે જ પ્રકારે કષ્ટ પહોંચાડે છે.તેટલા માટે આ નરકનું નામ 'રૌરવ' છે.'રુરુ' સાપથી પાન વધારે ક્રૂર સ્વભાવવાળા એક જીવનું નામ છે.એવું જ 'મહરૌરવ' નરક છે.તેમાં તે વ્યક્તિ જાય છે ,જે બીજા કોઈની પરવા ન કરીને ફક્ત પોતાના જ શરીરનું પાલનપોષણ કરે છે.ત્યાં કાચું માસ ખાનારા રુરુ તેને માસના લોભથી કરડે છે.
જે ક્રૂર મનુષ્ય આ લોકમાં પોતાનું પેટ પાળવા જીવતા પશુ અથવા પક્ષીઓને રાંધે છે, હૃદયહીન ,રાક્ષસોથી પાન અધમ પુરુષને યમદૂત કુંભીપાક નર્કમાં લઇ જઈને ઉકળતા તેલમાં રાંધે છે.જે મનુષ્ય આ લોકમાં માતા-પિતા, બ્રાહ્મણ અને વેદથી વિરોધ કરે છે,તેને યમદૂત કાલસુત્ર નર્કમાં લઇ જાય છે,તેનો ઘેરો દસ હજાર યોજન છે.તેની ભૂમિ તાંબાની છે,તેમાં જે તપાયેલું મેદાન છે,તે ઉપરથી સૂર્ય અને નીચેથી અગ્નિના દાહથી સળગતો રહે છે.ત્યાં પહેચાડેલો પાપી જીવ, ભૂખ તરસથી વ્યાકુળ થઇ જાય છે,અને તેનું શરીર અંદર બહારથી સળગતું રહે છે.તેની બેચેની ત્યાં સુધી વધે છે,કે તે ક્યારેક બેસે છે ક્યારેક સુઈ જાય છે,ક્યારેક છટપટાય ક્યારેક ઉભો થઇ જાય છે,ક્યારેક અહીં તહી દોડવા માંડે છે. એવી રીતે તે નરપશૂનાં શરીરમાં જેટલા રોમ હોય છે,તેટલાજ હજાર વર્ષો સુધી તેની આ દુર્ગતિ થતી રહે છે.
જે પુરુષ કોઈ પ્રકારની મુસીબત ન આવવાથી પણ પોતાના વૈદિક માર્ગને છોડીબીજા પાખંડથી ભરેલા ધર્મોનો આશ્રય લે છે ,તેને યમદૂત અસીપત્રભવન લઇ જય કોડોથી ફટકારે છે.જયારે મારથી બચવા તે અહીં તહી દોડવા માંડે છે,ત્યારે તેના બધા અંગ તાલવનની તલવારની માફક પૈને પાંદડાથી,જેમાં બંને બાજુ ધાર હોય છે ટૂંક ટૂંક થવા માંડે છે.ત્યારે તે અત્યંત વેદનાથી 'હાય હું મર્યો!'એવી રીતે બૂમો પડતો પગલે પગલે બેભાન થઈને પડવા લાગે છે.પોતાના ધર્મને છોડીને પાખંડમાર્ગમાં ચાલતા તેને આવી રીતે પોતાના કુકર્મનું ફળ ભોગવવું પડે છે.
આ લોકમાં જે પુરુષ રાજા અથવા રાજકર્મચારી થઈને કોઈ નિરપરાધ મનુષ્યને દંડ આપે છે,અથવા બ્રાહ્મણને શરીરદંડ આપે છે,તે મહાપાપી મરીને સુકરમુખ નરકમાં પડે છે.ત્યાં જયારે મહાબલી યમદૂત તેના અંગોને કચેડે છે,ત્યારે તે કોલામાં પિલાતા ગન્નાની માફક પીડિત થઈને જેવી રીતે આ લોકમાં તેના દ્વારા સતાવેલા નિરપરાધ પ્રાણી રડતા કકળતા હતા,તેવી રીતે ક્યારે આર્ત અવાજથી બૂમો પડતો ક્યારેક બેભાન થઇ જાય છે.
જે પુરુષ આ લોકમાં માંકડ વગેરે જીવોની હિંસા કરે છે,તે તેને દ્રોહ કરવાને કારણે અંધકુપ નરકમાં પડે છે.કેમકે ભગવાને જાતે જ રક્તપાનાદિ તેની વૃત્તિ બનાવી દીધી છે,અને તેને તેના કારણે બીજાઓને કષ્ટ પહોંચાડવાનું જ્ઞાન પણ નથી,પરંતુ મનુષ્યની વૃત્તિ ભગવાને વિધિ-નિષેધપૂર્વક બનાવી છે અને તેને બીજાઓના કષ્ટનું જ્ઞાન પણ છે.ત્યાં તે પશુ,મૃગ,પક્ષી ,સાપ વગેરે રેંગનારા જંતુ,મચ્છર,જુ,માંકડ અને માખી વગેરે જીવ-જેમને તેણે દ્રોહ કર્યો હતો -તેણે ચારેબાજુથી કરડે છે.તેનાથી તેની નિંદ્રા અને શાંતિ ભંગ થઇ જાય છે.અને સ્થાન ન મળવાથી પણ તે બેચેનીને કારણે એ ઘોર અંધકારમાં તે આવી રીતે ભટકતો રહે છે જેમ રોગગ્રસ્ત શરીરમાં જીવ છટપટાયા કરે છે.
જે મનુષ્ય આ લોકમાં વગર પંચમહાયજ્ઞ કરે તથા જે કઈ મળે,તેને બીજા કોઈને આપ્યા વગર જાતે જ ખાઈ લે છે તેને કાગડાની માફક કહેવામાં આવ્યો છે.તે પરલોકમાં કૃમીભોજન નામના નીકૃષ્ટ નરકમાં પડે છે.ત્યાં એક લાખ યોજન લામ્બો પહોળો એક કિડોનો કુંડ છે.તેમાં તેને પણ કીડા બનીને રહેવું પડે છે અને જ્યાં સુધી પોતાના પાપનું
પ્રાયશ્ચિત્ત ન કરનારા તે પાપીના-વગર આપ્યે અને વગર હવન કર્યે ખાવાના -દોષનું સારી રીતે શોધન નથી થઇ જતું ત્યાં સુધી તે તેમાં પડ્યો પડ્યો કષ્ટ ભોગવે છે.ત્યાં કીડા તેને નોચે છે,અને તે કીડાને ખાય છે.રાજન ! આ લોક આ જે વ્યક્તિ ચોરી અથવા બરજોરીથી બ્રાહ્મણના અથવા આપત્તિનો સમય ન હોવાથી પણ કોઈ બીજા પુરુષના સોનુ કે રત્નોવગેરેનુ હરણ કરે છે તેને મરી ગયા પછી યમદૂતો સંદશ નામના નરકમાં લઇ જઈને તપાવેલા ગોળાથી દામે છે અને સાંડસીથી તેની ચામડી નોચે છે.આ લોકમાં જો કોઈ પુરુષ અગમ્ય સ્ત્રી સાથે સંભોગ કરે છે અથવા કોઈ સ્ત્રી અગમ્ય પુરુષથી વ્યભિચાર કરે છે તો યમદૂત તેને તપ્તસૂર્મિ નરકમાં લઇ જય કોડોથી ફટકારે છે તથા પુરુષને તપાવેલી લોઢાની સ્ત્રીમુર્તીથી અને સ્ત્રીને તપાવેલી પુરુષ પ્રતિમાથી આલિંગન કરાવે છે.જે પુરુષ આ લોકમાં પશુ વગેરે બધાની સાથે વ્યભિચાર કરે છે તેને મૃત્યુ પછી યમદૂત વ્રજકંટકશાલ્મલિ નરકમાં નાખે છે અને વ્રજના જેવા કઠોર કાંટાવાળા સેમરના વૃક્ષ પર ચઢાવીને પછી નીચેની બાજુ ખેંચે છે.
જે રાજા અથવા રાજપુરુષ આ લોકમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ લેવા છતાં ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેઓ તે મર્યાદાતિક્રમણને કારણે મરી ગયા પછી વૈતરણી નદીમાં ફેંકી દેવામાં આવે છે.આ નદી નરકોની ખાઈના જેવી છે,તેમાં મળ,મૂત્ર,રક્ત,વાળ,નખ,હાડકા,ચામડી,માંસ અને મજ્જા વગેરે ગંદી ચીજો ભરેલી છે. ત્યાં પડવાથી તેને પાણીના જીવો અહીં તહીં નોચે છે.પરંતુ તેનાથી તેનું શરીર નથી છૂટતું,પાપના કારણે પ્રાણ તેને વહાવ્યા કરે છે,અને તે તેની દુર્ગતિને પોતાની કરનીનું ફળ સમજી મનમાં ને મનમાં સંતપ્ત થતો રહે છે.જે લોક શૌચ અને આચરણ નિયમોને પરિત્યાગ કરી તથા લજ્જાને તિલાંજલિ આપી આ લોકમાં ક્ષુદ્રાઓની સાથે સબંધ બાંધી પશુઓની માફક આચરણ કરે છે,તે પણ મર્યા પછી પિવ,વિષ્ઠા,મૂત્ર,કફ અને મળથી ભરેલા પૂયોદ નામના સમુદ્રમાં પડી તે ખુબ જ ઘૃણિત વસ્તુઓને જ ખાય છે.આ લોકમાં જે બ્રાહ્મણાદિ ઉચ્ચ વર્ગના લોકો કુતરા અથવા ગધેડા પાળે છે,અને શિકાર વગેરેમાં લાગ્યા રહે છે,તથા શાશ્ત્રના વપિરીત પશુઓનો વધ કરે છે,મર્યા પછી તે પ્રાણરોધ નરકમાં નાખવામાં આવે છે અને ત્યાં યમદૂત તેને લક્ષ્ય બનાવીને વીંધે છે.
જે પાખંડી લોક પાખંડીપુર્ણ યજ્ઞોમાં પશુઓનો વધ કરે છે,તેને પરલોકમાં વૈશસ(વિશસન) નરકમાં નાખીને ત્યાંના અધિકારી ખૂબ જ પીડા આપીને કાપે છે.જે કોઈ ચોર અથવા રાજા યા રાજપુરુષ આ લોકમાં કોઈના ઘરમાં આગ લગાવી દે છે, કોઈને ઝેર આપી દે છે,અથવા ગામડા અથવા વેપારીઓની ટોળીયોને લૂંટી લે છે,તેને મર્યા પછી સારમેયાદન નામના નરકમાં વ્રજ જેવી દાઢોવાળા સાતસોવીસ યમદૂત કુતરા બનીને ખુબ જ વેગથી કરડવા લાગે છે.આ લોકમાં જે પુરુષ કોઈના જામીન બનીને વેપારમાં અથવા દાનના સમયે કોઈ પણ રીતે જુથ્થું બોલે છે,તે મરીને આધારવગરના અવીચિમાન નરકમાં પડે છે.ત્યાં તેને સો યોજન ઉંચા પહાડના શિખર પરથી નીચેની બાજુ માથું રાખી ફેંકવામાં આવે છે.તે નરકની પથ્થરની ભૂમિ પાણીની
જેવી દેખાઈ છે.એટલે તેનું નામ અવીચિમાન છે.ત્યાંથી ફેંકવાથી તેના શરીરના ટુકડે ટુકડા થઇ જવાથી પણ પ્રાણ નથી નીકળતા,એટલે તેને વારંવાર ઉપર લઇ જઈને ફેકવો પડે છે.
જે બ્રાહ્મણ યા બ્રાહ્મણી અથવા વ્રતમાં સ્થિત બીજું કોઈ પણ પ્રમાદથી દારૂ પીવે છે તથા જે ક્ષત્રિય અથવા વૈશ્ય સોમપાન(ક્ષત્રિયો તેમજ વૈશ્યોને માટે શાસ્ત્રોમાં સોમપાનનો નિષેધ છે ) કરે છે તેમને યમદૂત અય:પાન નામના નરકમાં લઇ જાય છે, અને તેમની છાતી પર પગ મૂકીને આગથી ગરમ કરેલું લોઢું તેના મોઢામાં નાખે છે.જે પુરુષ આ લોકમાં નિમ્ર શ્રેણીના થઈને પણ પોતાને મોટો માનવાને કારણે જન્મ,તપ,વિદ્યા,આચાર,વર્ણ અથવા આશ્રમમાં પોતાનાથી મોટા નો વિશેષ સત્કાર નથી કરતા તે જીવતો પણ મરેલા જેવો છે.તેના મર્યા પછી ક્ષારકર્દમ નામના નરકમાં નીચેની બાજુ માથું રાખી ફેંકવામાં આવે છે અને ત્યાં તેને અનંત પીડાઓ ભોગવવી પડે છે.
જે પુરુષ આ લોકમાં નરમેધા આદિના દ્વારા ભૈરવ,યક્ષ,રાક્ષસ,વગેરેનો યજં કરે છે અને જે સ્ત્રિયો પશુઓની માફક જે પુરુષોને ખાઈ જાય છે,તેને તે પશુઓની માફક મારેલા પુરુષ યમલોકમાં રાક્ષસ થઈને જાત જાતની યાતનાઓ આપે છે અને રક્ષોગણભોજન નામના નરકમાં કસાઈઓની માફક કુલ્હાડીથી કાપી કાપીને તેનું લોહી પીએ છે. તથા જેવી રીતે તે માંસભોગી પુરુષ આ લોકમાં તેનું માસ ભક્ષણ કરીને આનંદિત થાય છે તેવી રીતે તે પણ તેનું રક્તપાન કરતા અને આનંદિત થઈને નાચે ગાઈ છે.આ લોકમાં જે લોકો વેન અથવા ગામના નિરપરાધ જીવોને -જે બધા પોતાના પ્રાણોને રાખવા ઈચ્છે છે,-જાત જાતના ઉપાયોથી ફોસલાવીને પોતાની પાસે બોલાવી લે છે.પછી તેને કાંટાથી વેધીને અથવા દોરીથી બાંધીને ખિલવાડ કરતા કરતા જાત જાતની પીડાઓ આપે છે,તેને પણ મર્યા પછી યમયાતનાઓના સમયે શુલપ્રોત નામના નરકમાં શૂળોથી વેધવામાં આવે છે. તે વખતે જયારે તેને ભૂખ તરસ સતાવે છે તથા કંક,બટેર વગેરે તીખી ચાચોવાળા નરકના ભયાનક પક્ષીઓ નોચવા લાગે છે,ત્યારે પોતાના કરેલા બધા પાપો યાદ આવી જાય છે.
રાજન ! આ લોકમાં જે સાપોના જેવો ઉગ્ર સ્વભાવ પુરુષ બીજાઓને પીડા પહોંચાડે છે,તે મરી ગયા પછી દન્દશૂક નામના નરકમાં પડે છે.ત્યાં પાંચ-પાંચ,સાત સાત મોઢાવાળા સાપો તેની નજીક આવી તેને ઉંદરની માફક ગળી જાય છે.જે પુરુષ અહીં બીજા પ્રાણીઓને અંધારી ખાઈ,કોઠો અથવા ગુફાઓમાં નાખી દે છે,તેને પરલોકમાં યમદૂત તેવા જ સ્થાનોમાં નાખી ઝેરીલી આગનાં ધુમાડામાં ગુગળાવે છે.એટલે તે નરકને અવટનિરોધન કહે છે.જે ગૃહસ્થ પોતાને ઘેર આવેલા અતિથિ મહેમાન તરફ વારંવાર ક્રોધથી ભરેલી એવી ખરાબ દ્રષ્ટિથી જુએ છે,જાણે તેને ભસ્મ કરી નાખશે,તે જયારે નરકમાં જાય છે,ત્યારે તે પાપદ્રષ્ટિ નેત્રોને ગિદ્ધ ,કંક ,કાક અને બટેર વગેરે વ્રજ જેવી કાથો ચાચોવાળા પક્ષી બળાત્કારથી કાઢે છે.આ નરકને પર્યાવર્તન કહે છે.
આ લોકમાં જે વ્યક્તિ પોતાને મોટો ધનવાન સમજીને અભિમાનથી બધાને વાંકી નજરથી જુએ છે,અને બધા પર શંકા રાખે છે,ધનનો વ્યય અને નાશની ચિંતાથી જેના હૃદય અને મોઢું સૂકા રહે છે,એટલે થોડું પણ ચૈન ન માનીને જે યક્ષની માફક ધનની રક્ષામાં જ લાગેલો રહે છે,તથા પૈસા પેદા કરવા,વધારવા અને બચાવવામાં જે જાત જાતના પાપ કરતો રહે છે,તે નરાધામ મરવાથી સુચીમુખ નરકમાં પડે છે,ત્યાં તે અર્થપિશાચ પાપાત્માના બધા અંગોને યમરાજા ના દૂતો દરજીઓની માફક સોયા-દોરાથી સીવે છે.
રાજન ! યમલોકમાં આવા પ્રકારના સેંકડો -હજારો નરક છે.તેમાં જેનો અહીં ઉલ્લેખ થયો છે અને જેના વિષયમાં કઈ નથી કહેવામાં આવ્યું,તે બધામાં બધા અધર્મપારાયણ જીવો પોતાના કર્મોને અનુસાર વારો આવતા જાય છે.એવી રીતે ધર્માત્મા પુરુષ સ્વર્ગાદિમાં જાય છે. આવી રીતે નરક અને સ્વર્ગના ભોગથી જયારે તેના મોટેભાગેના પાપ અને પુણ્ય ઓછા થાય જાય છે ત્યારે બાકી રહેલા પુણ્યપાપ રૂપ કર્મોને લઈને તે ફરી આ લોકમાં જન્મ લેવા પાછો આવે છે.
આ ધર્મ અને અધર્મ બંનેથી જુદો જે નિવૃત્તિ માર્ગ છે તેનો તો પહેલા (બીજા સ્કંધમાં)જ વર્ણન થઈ ચૂક્યું છે.પુરાણોમાં જેનું ચૌદ ભુવન ના રૂપમાં વર્ણન કર્યું છે,તે બ્રહ્માંડ કોષ એટલો જ છે.તે સાક્ષાત પરમ પુરુષ શ્રી નારાયણના પોતાની માયાના ગુણોથી યુક્ત અત્યંત સ્થૂળ સ્વરૂપ છે.તેનું વર્ણન મેં તમને સંભળાવી દીધું.પરમાત્મા ભગવાનનું ઉપનિષદોમાં વર્ણિત નિર્ગુણ સ્વરૂપ કદાચ મન બુદ્ધિની પહોંચની બહાર છે,તો પણ જે પુરુષ આ સ્થૂળ રૂપનું વર્ણન આદરથી વાંચે,સાંભળે અથવા સંભળાવે છે તેની બુદ્ધિ શ્રદ્ધા અને ભક્તિને કારણે શુદ્ધ થઈ જાય છે અને તે પેલા સૂક્ષ્મ રૂપનો પણ અનુભવ કરી શકે છે.
યતીને ભગવાનનું સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના રૂપોને સાંભળીને પહેલા સ્થૂળ રૂપમાં ચિત્તને સ્થિર કરે પછી ધીરે ધીરે ત્યાંથી હટાવી તેને સૂક્ષ્મમાં લગાવી દે. પરીક્ષિત ! મેં તમને પૃથ્વી તેના અંતર્ગત દ્વીપ,વર્ષ,નદી,પર્વત,આકાશ,સમુદ્ર,પાતાળ,દિશા,નરક,જ્યોતિર્ગણ અને લોકોની સ્થિતિનું વર્ણન કર્યું.આ જ ભગવાનનું અતિ અદભુત સ્થૂળ રૂપ છે,જે બધાજ જીવસમુદાયના આશ્રય છે.
પાંચમો સ્કંધ સમાપ્ત
હરિ ૐ તત્સત .