ૐ નમો ભગવતે વાસુદેવાય
શ્રીમદ ભાગવત કથા
પંચમ સ્કંધ
અધ્યાય પહેલો
પ્રિયવ્રત ચરિત્ર
રાજા પરીક્ષિતે પૂછ્યું - મુને ! મહારાજ પ્રિયવ્રત તો મોટા ભગતભક્ત અને આત્મારામ હતા. તેમને ગૃહસ્થાશ્રમમાં કેમ રુચિ થઇ,જેમાં ફસાવવાથી મનુષ્યને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઇ જાય છે,અને તે કર્મબંધનમાં બંધાઈ જાય છે ? પ્રિયવર ! જરૂરથી આવા નિઃસંગ મહૉપરુષો નું આવી રીતે ગૃહસ્થાશ્રમમાં અભિનિવેશ થવું સારું નથી.એમાં કોઈ જાતનો સંદેહ નથી કે જેનું ચિત્ત પુર્ણ્યકીર્તિ શ્રી હરિના ચરણોની શીતળ છાયાનો આશ્રય લઈને શાંત થઇ ગયા છે,તેવા મહાપુરુષોની કૂટુંબાદિમાં ક્યારેય આસક્તિ નથી થઇ શકતી બ્રહ્મન ! મને એ વાતની મોટી શંકા છે મહારાજ પ્રિયવ્રતે સ્ત્રી,ઘર અને પુત્રાદિમાં આસક્ત રહીને પણ કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી,અને તેમની કેવી રીતે શ્રી કૃષ્ણમાં અવિચલ ભક્તિ થઇ.
શ્રી શુકદેવજીએ કહ્યું - રાજન ! તમારું કહેવું બરાબર છે.જેમનું ચિત્ત પવિત્ર કીર્તિ શ્રી હરિના પરમ મધુર ચરણકમલ મકરંદના રસમાં ડૂબી ગયું છે તે કોઈ વિઘ્ન,વાંધાને કારણે રુકાવટ આવવાથી પણ ભગવદ્ભક્ત પરમહંસોના પ્રિય શ્રી વાસુદેવ ભગવાનની કથા શ્રવણરૂપી પરમ કલ્યાણમય માર્ગને ફરી છોડતા નથી.રાજન ! રાજકુમાર પ્રિયવ્રત ખુબ જ ભગવદ્ભક્ત હતા, શ્રી નારદજીના ચરણોની સેવા કરવાથી તેમને સહેલાઈથી પરમાર્થ તત્વ નો બોધ મળી ગયો હતો.તેઓ બ્રહ્મસત્રની દીક્ષા -નિરંતર બ્રહ્માભ્યાસમાં જીવન વિતાવવાનો નિયમ લેવાના જ હતા કે તે જ સમયે તેમના પિતા સ્વાયંભુવ મનુએ તેમને પૃથ્વી પાલન માટે શાસ્ત્રમાં બતાવેલા બધાજ શ્રેષ્ઠ ગુણોથી સંપૂર્ણ સંપન્ન જોઈ રાજ્ય શાસન માટે આજ્ઞા આપી.પરંતુ પ્રિયવ્રત અખંડ સમાધિયો દ્વારા પોતાની બધીજ ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં જ સમર્પણ કરી દીધા હતા.એટલે પિતાની આજ્ઞા નું કોઈ પ્રકારે ઉલ્લંઘન ન કરવાયોગ્ય હોવા છતાં,એવું વિચારી રાજ્યાધિકાર મેળવી મારુ આત્મસ્વરૂપ સ્ત્રી -પુત્રાદિ જુઠા પ્રપંચમાં આચ્છાદિત થઇ જશે.- રાજ્ય અને કુટુંબની ચિંતામાં ફસાઈને હું પરમાર્થતત્વને ફરીથી ભૂલી જઈશ,તેમણે તેનો સ્વીકાર ન કર્યો.
આદિદેવ સ્વાયંભુવ ભગવાન બ્રહ્માજીને કાયમ આ ગુણમય પ્રપંચની બુદ્ધિનો જ વિચાર રહે છે.તેઓ આખાય જગતના જીવોનો અભિપ્રાય જાણતા રહે છે.જયારે તેમણે પ્રિયવ્રતની એવી પ્રવૃત્તિ જોઈ ,ત્યારે તે મૂર્તિમાન ચારેય વેદ અને મરીચિ આદિ પાર્ષદોને સાથે લઈને પોતાના લોકમાંથી ઉતર્યા.આકાશમાં જ્યાં ત્યાં વિમાનો પર ચઢીને ઈંદ્રાદિ મુખ્ય મુખ્ય દેવતાઓએ તેમનું પૂજન કર્યું,.તથા માર્ગમાં ટોળીયો બનાવીને આવેલા સિદ્ધ,ગંધર્વ,સાધ્ય, ચારણ અને મુનિજનોએ સ્તવન કર્યું.એવી રીતે બધી જગ્યાએ આદર અને સન્માન મેળવતા મેળવતા તે સાક્ષાત નક્ષત્ર નાથ ચંદ્રમા ની માફક ગંધ માદનની ઘાંટીને પ્રકાશિત કરતા કરતા પ્રિયવ્રત પાસે પહોંચ્યા.પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે ત્યાં નારદજી પણ આવેલા હતા.બ્રહ્માજીના ત્યાં પહોંચવાથી તેમના વાહન હંસને જોઈને નારદજી જાણી ગયા કે અમારા પિતા બ્રહ્માજી પધાર્યા છે,એટલે તેઓ સવયંભૂવ મનુ અને પ્રિયવ્રતની સાથે તરત ઉભા થઇ ગયા,અને બધાએ તેમને હાથ જોડીને પ્રણામ કર્યા.પરીક્ષિત ! નારદજીએ તેમની દરેક પ્રકારે પૂજા કરી,અને સુમુધુર વચનોથી તેમના ગુણ અને અવતારની ઉત્કૃષ્ટાનું વર્ણન કર્યું.ત્યારે આદિપુરુષ ભગવાન બ્રહ્માજીએ પ્રિયવ્રતની તરફ મંદ મુસ્કરાહતભરી દ્રષ્ટિથી જોતા આવી રીતે કહ્યું.
શ્રી બ્રહ્માજી બોલ્યા- બેટા ! હું તને સત્ય સિદ્ધાંતની વાત કહું છું તે ધ્યાન દઈને સાંભળ.તારે અપ્રમેય શ્રી હરિ તરફ કોઈ પ્રકારની દોષ દ્રષ્ટિ ન રાખવી જોઈએ.તું જ શું- હું,મહાદેવજી,તારા પિતા સ્વાયંભુવ મનુ અને તમારા ગુરુઆ મહર્ષિ નારદ પણ વિવશ થઈને તેમની આજ્ઞાનું જ પાલન કરીયે છીએ.તેમના વિધાનને કોઈ દેહધારી ન તો તપ,વિદ્યા,યોગબલ અથવા બુધ્ધિબળથી,ન અર્થ અથવા ધર્મની શક્તિથી અને ન જાતે અને ન બીજાની સહાયતાથી ટાળી શકે છે.પ્રિયવર ! તેજ અવ્યક્ત ઈશ્વરના આપેલા શરીરને બધા જીવ જન્મ,મરણ,શોક,મોહ,ભય અને સુખ દુઃખનો ભોગ કરવા તથા કર્મ કરવા માટે કાયમ ધારણ કરે છે.વત્સ ! જેવી રીતે દોરીથી નાઠેલુ પશુ મનુષ્યોનો બોઝ ઢસેડે છે,તેવી રીતે પરમાત્માની વેદવાણીરૂપ મોટી દોરીથી સત્વાદિ ગુણ, સાત્વિક આદિ કર્મ,અને તેના બ્રાહ્મણાદિ વાક્યોની મજબૂત દોરીથી જકડાયેલા અમે બધા લોકો તેમની જ ઈચ્છા પ્રમાણે લાગ્યા રહીયે અને તેમની દ્વારા જ તેમની પૂજા કરતા રહે છે.અમારા ગુણ અને કર્મોના પ્રમાણે પ્રભુએ અમોને જે યોનિમાં નાખ્યા છે તેનો સ્વીકાર કરીને તેઓ જેવી વ્યવસ્થા કરે છે તે પ્રમાણે આપણે સુખ અને દુઃખ ભોગવતા રહીયે છીએ.અમોને તેમની ઈચ્છાનું એવી રીતે અનુશરણ કરવું પડે છે જેમ આંધળાને આંખવાળા પુરુષનું.
મુક્ત પુરુષ પણ નસીબનો ભોગ કરતો કરતો ભગવાનની ઈચ્છા પ્રમાણે પોતાના શરીરને ધારણ કરે જ છે,બસ તેમ જ જેમ મનુષ્યની ઊંઘ ઉડી જવાથી પણ સ્વપ્નમાં અનુભવ કરેલા પદાર્થોનું સ્મરણ થાય છે.આ અવસ્થામાં પણ તેને અભિમાન નથી થતું,અને વિષય વાસનાના જે સંસ્કારોને કારણે બીજો જન્મ થાય છે,તેને તે સ્વીકાર નથી કરતો.જે પુરુષ ઇન્દ્રિયોને વશીભૂત છે,તે વને વનમાં ફરતો રહે તો પણ તેને જન્મ મરણનો ભય થતો રહે છે કેમકે વગર જીવ્યે મન અને ઇન્દ્રિયરૂપી તેના છ શત્રુ ક્યારેય તેનો પીછો નથી છોડતા.જે બુદ્ધિમાન પુરુષ ઇન્દ્રિયોને જીતીને પોતાની આત્મામાં જ સ્મરણ કરે છે તેનું ગૃહસ્થાશ્રમ પણ શું બગાડી શકે છે ?જેને આ છ શત્રુઓને જીતવાની ઈચ્છા છે,તે પહેલા ઘરમાં રહીને જ તેનો ખુબ જ નિરોધ કરતા કરતા તેને પોતાના વશમાં કરવાનો પ્રયત્ન કરે.કિલ્લામાં સુરક્ષિત રહીને લડનારો રાજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લે છે.પછી જયારે તે શત્રુઓનું બળ એકદમ ઓછું થઇ જાય, ત્યારે વિદ્વાન પુરુષ પોતાની ઈચ્છા પ્રમાણે ફરી શકે છે.તું કદાચ શ્રી કમલનાભઃ ભગવાનના ચરણકમલ ની ક્લૉરૂપ કિલ્લાનો આશ્રિત રહીને આ છ એ શત્રુને જીતી ચુક્યો છે,તો પણ પહેલા તું પુરાણપુરુષે આપેલા ભોગોને ભોગવ,તેના પછી નિઃસંગ થઈને પોતાના આત્મરૂપમાં સ્થિર થઇ જજે.
શ્રીશુકદેવજી કહે છે- જયારે ત્રિલોકીના ગુરુ શ્રી બ્રહ્માજીએ એવી રીતે કહ્યું ,તો પરમ ભાગવત પ્રિયવ્રતે નાના હોવાને કારણે નમ્રતાથી માથું નમાવી લીધું અને ‘ જે આજ્ઞા’ એમ કહી ખુબ જ આદરપૂર્વક તેમનો આદેશ શિરોધાર્ય કર્યો.ત્યારે સ્વયંભૂવ મનુએ પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજીની વિધિપૂર્વક પૂજા કરી.તેના પછી તે મન અને વાણીના અવિષય પોતાના આશ્રય સર્વવ્યવહારતીત પરબ્રહ્મનું ચિંતન કરતા કરતા પોતાના લોકમાં ચાલ્યા ગયા.એ વખતે પ્રિયવ્રત અને નારદજી સરળ ભાવથી તેમની સામે જોઈ રહ્યા હતા.
મનુજીએ આવી રીતે બ્રહ્માજીની કૃપાથી પોતાની ઈચ્છા પુરી થઇ જવાથી દેવર્ષિ નારદજીની આજ્ઞાથી પ્રિયવ્રતને આખાય ભૂમંડળનો ભાર સોંપી દીધો,અને જાતે વિષયરૂપી ઝેરીલા પાણીથી ભરેલા ગૃહસ્થમરૂપી દુસ્તર જળાશયની ભોગેચ્છાથી નિવૃત થઇ ગયા.હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવ્રત ભગવાનની ઈચ્છાથી રાજ્યશાસનના કાર્યમાં નિયુક્ત થયા.જે સંપૂર્ણ જગતને બંધનથી છોડાવવામાં ખુબ જ સમર્થ છે તે આદિપુરુષ શ્રી ભગવાન ના ચરણયુગલનું નિરંતર ધ્યાન કરતા રહેવાથી જોકે તેમના રાગાદિ બધા મલ નાશ થઇ ગયા હતા અને તેમનું હૃદય પણ અત્યંત શુદ્ધ હતું તો પણ મોટાઓનું માન રાખવા માટે પૃથ્વીનું શાસન કરવા લાગ્યા.તે દરમ્યાન વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતિથી વિવાહ કર્યો. તેનાથી તેમને દસ પુત્રો થયા તે બધા તેમની માફક શીલવાન,ગુણી કર્મનિષ્ઠ,રૂપવાન અને પરાક્રમી હતા.તેમનાથી નાની ઊર્જસ્વતી નામની એક કન્યા પણ થઇ.પુત્રોના નામ આગ્નિધ,ઈધર્મજિહ્વ,યજ્ઞબાહુ,મહાવીર,હિરણ્યરેતા,ધૃતપૃષ્ઠ,સવન,મેઘાતિથી, વીટીહોત્ર,અને કવિ હતા.આ બધા નામ અગ્નિના પણ છે.તેમાં કવિ,મહાવીર અને સવન -એ ત્રણ નૈષ્ઠિક બ્રહ્મચારી થયા.તેમને બાળપણથી આત્મવિદ્યાનો અભ્યાસ કરતા કરતા અંતમાં સન્યાસાશ્રમ જ સ્વીકાર્યો. તે નિવૃત્તિપરાયણ મહર્ષિઓએ સન્યાસાશ્રમમાં જ રહેતા રહેતા બધાજ જીવોના અધિષ્ઠાન અને ભવબંધનથી ડરેલા લોકોને આશ્રય આપનારા ભગવાન વાસુદેવના પરમ સુંદર ચરણારવિંદનું નિરંતર ચિંતન કર્યું.તેનાથી મળેલા અખંડ તેમજ શ્રેષ્ઠ ભક્તિયોગથી તેમનું હૃદય સર્વથા શુદ્ધ થઇ ગયું અને તેમનામાં શ્રી ભગવાનનો આવિર્ભાવ થયો.ત્યારે દેહાદિ ઉપાધિની નિવૃત્તિ થઇ જવાથી તેમના આત્માની બધાજ જીવોના આત્મભૂત પ્રત્યગાત્મામાં એકીભાવથી સ્થિત થઇ ગઈ.મહારાજ પ્રિયવ્રતની બીજી ભાર્યાથી ઉત્તમ,તામસ અને રેવત -આ ત્રણ પુત્રો ઉત્તપન્ન થયા.જે પોતાના નામવાળા મન્વંતરોનાં અધિપતિ થયા.
આવી રીતે કવિ આદિ ત્રણ પુત્રોના નિવૃતપરાયણ થઇ જવાથી,રાજા પ્રિયવ્રતે અગિયાર અર્બુદ વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું.જે સમયે તે પોતાની અખંડ પુરુષાર્થમયી અને વીર્યશાલીની ભુજાઓથી ધનુષની દોરી ખેંચીને ટંકાર કરતા હતા,તે વખતે ડરના માર્યા બધા ધર્મદ્રોહી ન જાણે ક્યાંય છુપાઈ જતા હતા.પ્રાણપ્રિયા બરહિષ્મતીના દિવસે દિવસે વાઢનારો આમોદ-પ્રમોદ અને અભ્યુથાનાદિ ક્રીડાઓને કારણે તથા તેના સ્ત્રીજનોચિત હાવ-ભાવ લજ્જાથી સંકુચિત મંદહાસ્યયુક્ત ચિત્તવનઅને મનને પસંદ વિનોદ વગેરેથી મહામના પ્રિયવ્રત વિવેકહીન વ્યક્તિની માફક આત્મવિસ્મૃતઃ જેવા થઈને બધા ભોગોને ભોગવવા લાગ્યા.પરંતુ હકીકતમાં તે તેનામાં આસક્ત ન હતા.
એકવાર તેમને જયારે એ જોયું કે ભગવાન સૂર્ય સુમેરુની પરિક્રમા કરતા કરતા લોકાલોકપર્યન્ત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશમય કરે છે.તેમાંથી અડધો જ પ્રકાશમાં રહે છે અને અડધો અંધારામાં છવાયેલો રહે છે.તો તેમને તેને પસંદ ન કર્યું.ત્યારે તેમણે તે સંકલ્પ લઈને કે 'હું રાતને પણ દિવસ બનાવી દઈશ 'સૂર્યના જેવોજ વેગવાન એક જ્યોતિર્મય રથ પર ચઢીને બીજા સૂર્યની માફક તેની પાછળ પાછળ પૃથ્વીની સાત પરિક્રમાઓ કરી નાખી.ભગવાનની ઉપાસનાથી તેનો અલૌકિક પ્રભાવ ખુબ વધી ગયો હતો.તે વખતે તેના રથના પૈડાથી જે ઘરેડ બની તેજ સાત સમુદ્ર થયા,તેનાથી પૃથ્વીમાં સાત દ્વીપ થઇ ગયા.તેના નામ ક્રમથી જંબુ,પ્લક્ષ,શાલ્મલિ ,કુશ,ક્રૌંશં,શાક,અને પુષ્કર દ્વીપ છે.તેમાંથી પહેલા પહેલાની અપેક્ષાએ આગળ આગળના દ્વીપનું પરિમાણ બેગણું છે,અને તે સમુદ્રની બહારના ભાગમાં પૃથ્વીની ચારેબાજુ ફેલાયેલા છે.સાત સમુદ્રો ક્રમથી,ખરા પાણી,ઇખાનો રસ,મદિરા, ઘી,દૂધ,મથ્થા,અને મીઠા પાણીથી ભરેલા છે.તે સાતેય દ્વીપોની ખાઈઓની માફક છે,અને પરિમાણમાં પોતાની અંદરવાળા દ્વીપની બરાબર છે.તેમાંથી એક એક ક્રમથી જુદા જુદા સાતેય દ્વીપોને બહારથી ઘેરીને સ્થિત છે.(એનો ક્રમ આ પ્રકાર સમજવો જોઈએ -પહેલા જંબુદ્વિપ છે,તેની ચારેબાજુ ક્ષારસમુદ્ર છે.તે લક્ષદ્વીપમાં ઘેરાયેલો છે,તેની ચારેબાજુ ઈખના રસનો સમુદ્ર છે.તેને શાલ્મલિદ્વીપ ઘેરેલો છે તેની ચારેબાજુ દારૂનો સમુદ્ર છે.પછી કુશ દ્વીપ છે તે ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે,તેની બહાર ક્રૌંશદ્વિપ છે તેની ચારેબાજુ દૂધનો સમુદ્ર છે.પછી શાક દ્વીપ છે તેને મથ્થાના સમુદ્રે ઘેરાયેલો છે.તેની ચારેબાજુ પુષ્કર દ્વીપ છે તે મીઠા પાણીના સમુદ્રથી ઘેરાયેલો છે.)બાહિષ્મતિપતિ મહારાજ પ્રિયવ્રતે પોતાના અનુગત પુત્ર આગનીઘ્ર,ઈધર્મજિન્હ,યજ્ઞવાહુ,હિરણ્યરેતા,ધૃતપૃષ્ઠ,મેઘાતિથી અને વીટીહોત્રમાંથી ક્રમથી એક એકને ઉક્ત જંબુ વગેરે દ્વીપોમાંથી એક એકના રાજા બનાવ્યા.તેમણે તેમની કન્યા ઊર્જસ્વતિનો વિવાહ શુક્રાચાર્યજીથી કર્યો.તેનાથી શુક્રકન્યા દેવયાનીનો જન્મ થયો.રાજન! જેમણે ભગવચ્ચરણાવિંદ રજના પ્રભાવથી શરીરની ભૂખ તરસ,શોક મોહ,અને જરા મૃત્યુ - એ છ ગુણોને અથવા મનની સાથે છ ઇન્દ્રિયોને જીતી લીધા છે.તે ભગવતભક્તોનો એવો પુરુષાર્થ હોવો કોઈ નવાઈની વાત નથી કેમકે વર્ણબહિસ્કૃત ચાંડાલ વગેરે નીચ યોનિનો પુરુષ પણ ભગવાનના નામનું ફક્ત એક વાર ઉચ્ચારણ કરવાથી તરતજ સંસાર બંધનથી મુક્ત થઇ જાય છે.એવીરીતે અતુલનીય બલપરાક્રમથી યુક્ત મહારાજ પ્રિયવ્રત એકવાર પોતાને દેવર્ષિ નારદજીના ચરણોની શરણમાં જઈને પણ ફરીથી નસીબજોગે પ્રાપ્ત થયેલા પ્રપજ્ઞ માં ફસાઈ જવાથી અશાંત જેવા દેખાતા મનમાં ને મનમાં વિરક્ત થઈને કહેવા લાગ્યા.’ઓહ ! ખુબ જ ખરાબ થયું ! મારી વિષયલોલુપ ઈંદ્રિયોએ મને આ અવિદ્યાજનિત વિષમ વિષયરૂપ અંધકુવામાં ફેંકી દીધો.બસ! બસ! બહુ થયું .હાય ! હું તો સ્ત્રીનો ક્રીડાંમૃગ જ બની ગયો! તેણે મને વાંદરાની માફક નચાવ્યો! મને ધિક્કાર છે ! ‘આવી રીતે તેણે પોતાને ઘણું બધું ખોટું ખરું કહ્યું.પરમારાધ્ય શ્રી હરિની કૃપાથી તેની વિવેકવૃત્તિ જાગી ગઈ.તેમણે આ આખી પૃથ્વી યથાયોગ્ય પોતાના પુત્રોને વહેંચી આપી અને જેની સાથે તેણે જાત જાતના ભોગો ભોગવ્યા હતા તે પોતાની રાજરાણીને સામ્રાજ્ય લક્ષ્મીની સાથે મૂર્તદેહની માફક છોડી દીધો તથા હૃદયમાં વૈરાગ્ય ધારણ કરી ભગવાનની લીલાઓનું ચિંતન કરતા કરતા તેમના પ્રભાવથી નારદજીના બતાવેલા માર્ગ નું ફરીથી અનુસરણ કરવા લાગ્યા મહારાજ પ્રિયવ્રતના વિષયમાં નિમરલીખિત લોકોક્તિ પ્રસિદ્ધ છે - ‘ રાજા પ્રિયવ્રતે જે કર્મ કર્યા,તેને સર્વ શક્તિમાન ઈશ્વરના સિવાય કોણ કરી શકે છે ? તેમણે રાત્રીના અંધકારને મટાવવા પ્રયત્ન કરતા કરતા પોતાના રથના પૈડાથી બનેલી ઘરેડથીજ સાત સમુદ્ર બનાવી દીધા. પ્રાણીઓની સુવિધા માટે ( જેનાથી તેમનામાં અંદરોદર ઝઘડા ન થાય ) દ્વીપોના દ્વારા વિભાગ કર્યા અને દરેક દ્વીપમાં જુદા જુદા નદી,પર્વત અને વન વગેરેથી તેની સીમા નક્કી કરી દીધી.તે ભગવત ભક્ત નારદાદિનો પ્રેમી ભક્ત હતા.તેમણે પાતાળલોકના,દેવલોકના,મૃત્યુલોકના તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા એશ્વર્યને પણ નરકતુલ્ય સમજ્યું હતું ‘
અધ્યાય બીજો આગ્નીઘ્ર ચરિત્ર
શ્રી શુકદેવજી કહે છે - પિતા પ્રિયવ્રતનું આવી રીતે તપસ્યામાં સંલગ્ન થઇ જવાથી રાજા આગ્નીઘ્ર તેમની આજ્ઞાને અનુસરતા કરતા કરતા જંબુદ્વિપની પ્રજાનું ધર્માનુસાર પુત્રવત પાલન કરવા લાગ્યા.એક વાર તે પિતૃલોકની કામનાથી સત્પુત્રની પ્રાપ્તિ માટે પૂજાની બધી સામગ્રી ભેગી કરી સુર સુંદરીયોનું ક્રીડાસ્થલ મંદારાચલની એક ઘાટીમાં ગયા અને તપસ્યામાં તત્પર થઈને એકાગ્ર ચિત્તથી પ્રજાપતીયોના પતિ શ્રી બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા.આદિદેવ બ્રહ્માજીએ તેની અભિલાષા જાણી લીધી.એટલે પોતાની સભાની ગાયિકા પૂર્વચિતિ નામની અપ્સરાને તેમની પાસે મોકલી આપી.આગ્નીઘ્રના આશ્રમની પાસે એક ખુબ જ સુંદર ઉપવન હતું.તે અપ્સરા તેમાં ફરવા લાગી.તે ઉપવનમાં જાત જાતના ઘેરા ઝાડોની ડાળીઓ પાર વેલાઓ ફેલાયેલા હતા.બેસેલા મયુર વગેરે કેટલાય પ્રકારના સ્થળચારી પક્ષીઓ ની સુમુધુર બોલી બોલી રહ્યા હતા. તેમની ષડજાદિ સ્વરયુક્ત સાંભળીને સચેત થયેલા જલકુંફૂટ,કારદંવ,તેમજ ક આદિ જળપક્ષી જાત જાતથી કુંજવા લાગ્યા હતા.ત્યાંના કમળવનથી સુશોભિત નિર્મલ સરોવર ગુંજવા લાગતા હતા.
પૂર્વિચિત્તીની વિલાસપુર્ણ સુલલિત ગતિવિધિ અને પાદ - વિન્યાસની શૈલીથી પગ પગ પર તેના ચરણપૂરોની ઝંકાર થઇ જતી હતી.તેની મનોહર ધ્વનિ સાંભળીને રાજકુમાર આગ્નીઘ્રએ સમાધિ યોગ દ્વારા ભુંડાઈ ગયેલા પોતાના કમલ કળી જેવા સુંદર નેત્રોને થોડા થોડા ઉઘાડીને જોયું તો નજદીકમાં જ તેને તે અપ્સરા દેખાઈ.તે ભમરીની જેમ એક એક ફૂલની પાસે જઈને તેને સૂંઘતી હતી તથા દેવતા અને મનુષ્યોના મન અને નયનોને આહલાદીત કરનારી પોતાની વિલાસપુર્ણ ગતિ,ક્રીડાચાપલ્ય,લજ્જા તેમજ વિનયયુક્ત ચિત્તવન,સુમુધુર વાણી તથા મનોહર અંગ અવયવોથી પુરુષોના હૃદયમાં કામદેવના પ્રવેશ માટે દ્વાર જેવું બનાવી દેતી હતી.જયારે તે હસી હસીને બોલવા માંડતી ત્યારે એવું લાગતું જાણે તેના મોઢેથી અમૃતમય માદક મધ ઢળી રહ્યું છે. તેના ની: શ્વાસની ગંધથી મદહોશ થઈને ભમરા તેના મુખ કમળને ઘેરી લેતા ત્યારે તેનાથી બચવા તે જલ્દી જલ્દી પગ ઉઠાવીને ચાલતી તો તેના કુચકળશ,વેણી અને કરધની હાલવાથી ખુબ જ સુંદર લાગતા.આ બધું જોઈને ભગવાન કામદેવને આગ્નીઘ્રના હૃદયમાં પ્રવેશ કરવાનો અવસર મળી ગયો અને તે તેને આધીન થઈને તેને પ્રસન્ન કરવા ગાંડાની માફક આવી રીતે કહેવા લાગ્યા.
'મુનિવર્ય ! તમે કોણ છો ?આ પર્વત પર તમે શું કરવા ચાહો છો ? તમે પરમપુરુષ સારી નારાયણની કોઈ માયા તો નથી ને ?(ભ્રમરોની તરફ ઈશારો કરીને )સખા ! તમે આ દોરી વગરના બે ધનુષ કેમ ધારણ કર્યા છે ? શું તેનાથી તમારું કોઈ પોતાનું પ્રયોજન છે ?અથવા આ ' સંસારણ્યમાં મારા જેવા મતવાળા મૃગનો શિકાર કરવા ઈચ્છો છો ! (કટાક્ષોને નિશાન બનાવીને - )તમારા આ બે બાણ તો ખુબ જ સુંદર અને ધારદાર છે. અહો ! તેને કમલદલની પાંખો છે, દેખાવમાં ખુબ જ શાંત છે અને છે પણ પાંખ વગરના (બાણનો પાછળનો ભાગ)અહીં વનમાં ફરતા તમો એને કોના પર છોડવા ચાહો છો ?અહીં તમારો કોઈ સામનો કરવા વાળું નથી દેખાતું.તમારું આ પરાક્રમ અમારા જેવા જડબુદ્ધિવાળા માટે કલ્યાણકારી થાય.(ભ્રમરોની સામે જોઈને ) ભગવન ! તમારી ચારેબાજુ જે આ શિષ્યગણ અભ્યાંસ કરે છે તેઓ તો નિરંતર રહસ્યયુક્ત સામગાન કરતા કરતા જાણે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, અને ઋષિગણ જેમ વેદની શાખાઓનું અનુશરણ કરે છે તેવી રીતે તે તમારી ચોટલીથી ખરી પડેલા ફૂલો નું સેવન કરી રહ્યા છે.(નૂપૂરોનાં શબ્દની તરફ ઈશારો કરીને ) બ્રહ્મન ! તમારા ચરણરૃપ પીંજરામાં જે તીતર બંધ છે તેનો શબ્દ તો સંભરાઈ રહ્યો છે,પરંતુ રૂપ જોવામાં નથી આવતું (કરધની સાથે પીળી સાડીમાં અંગની કાંતિની ઉત્પ્રેક્ષા કરીને -) તમારા નિતંબો પર આ કદંબ કુસુમો જેવી આભા ક્યાંથી આવી ગઈ ? તેને ઉપર તો અંગારોનું મંડળ જેવું પણ દેખાઈ રહ્યું છે.પરંતુ તમારું વલ્કલવસ્ત્ર ક્યાં છે ?( કુશકુમંડિત કુંચોની તરફ નિશાન કરીને )દ્વિજ્વર ! તમારા આ બંને શિંગડાંમાં શું ભર્યું છે ?જરૂર તેમાં ખુબ જ મૂલ્ય રત્નો ભરેલા છે,તેનાથી તો તમારો મધ્યભાગ આટલો પાતળો હોવા છતાં પણ તમે તેનો બોઝો ઉઠાવી રહ્યા છો. અહીં જઈને તો મારી દ્રષ્ટિ પણ અટકી ગઈ છે.અને સુભગ ! આ શિંગડા ઉપર તમે લાલ લાલ લેપ જેવું શું લગાવી રાખ્યું છે ?તેની સુગંધથી તો મારો આખો આશ્રમ મહેકી ઉઠ્યો છે.મિત્રવર ! મને તો તમે આપનો દેશ બતલાવી દો, જ્યાંના નિવાસી પોતાના વક્ષ:સ્થળ પર આવા અદભુત અવયવ ધારણ કરે છે જેને અમારા જેવા પ્રાણીઓના ચિત્તને ભરમાવી દીધું છે તથા મોઢામાં વિચિત્ર હાવભાવ ,સરસ ભાષણ અને અધરામૃત જેવી અણુથી વસ્તુઓ રાખે છે.
'પ્રિયવર ! તમારું ભોજન શું છે ?જેના ખાવાથી તમારા મોઢામાંથી હવન સામગ્રી જેવી સુગંધ ફેલાઈ રહી છે.એવું લાગે છે તમે કોઈ વિષ્ણુ ભગવાનની કલા જ છો એટલે તમારા કાનોમાં ક્યારે પણ પલક ન મારનારા મકરના આકારના બે કુંડળ છે.તમારું મોઢું એક સુંદર સરોવરના જેવું છે.તેમાં તમારા બે ચંચળ નેત્રો ભયથી ધ્રૂજતી માછલીઓની માફક ,દાંતની પંકતિ હંસોના જેવી અને ઘુઘરાલી લટો ભમરાની માફક શોભાયમાન છે.તમે જયારે તમારા કરકમળોથી ચપકી મારીને આ દડો ઉછાળો છો,ત્યારે દિશા વિદિશાઓમાં જતા મારી આંખોને તો ચંચળ કરી નાખે છે.સાથે સાથે મારા મનમાં પણ ખલબલી ઉત્ત્પન્ન કરી દે છે.તમારું વાંકુ જટાજુટ ખુલી ગયું છે,તમે એને સંભાળતા નથી ? અરે ,આ ધૂર્ત પવન કેટલો દુષ્ટ છે,જે વારંવાર તમારા નીવી વસ્ત્રને ઉડાવી દે છે.તપોધન ! તપસ્વીઓના તપને ભ્રષ્ટ કરનારા આ અનુપ રૂપ તમે કયા તપના પ્રભાવે મેળવ્યું છે ? મિત્ર ! આવો કેટલાક દિવસો મારી સાથે તપસ્યા કરો.અથવા,ક્યાંક વિશ્વવિસ્તારની ઈચ્છાથી બ્રહ્માજીએ તો મારા પર કૃપા કરી નથી ને.સાચે જ તમે બ્રહ્માજીની જ પ્યારી દેન છો.હવે હું તમને ન છોડી શકું.તમારામાં તો મારા નયનો અને મન એવા ઉલઝી ગયા છે કે બીજે જવા જ નથી ઈચ્છતો.સુંદર શીંગડાંવાળી ! તમારું જ્યાં મન હોય ત્યાં મને પણ લઇ જાવ,હું તો તમારો અનુચર છું અને તમારી આ મંગલમયી સખીયો પણ અમારી જ સાથે રહે .'
શ્રી શુકદેવજી કહે છે - રાજન ! આગ્નીઘ્ર દેવતાઓની જેમ બુદ્ધિશાળી અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ખુબ કુશળ હતા.તેમણે તે રીતે રતિચાતુર્યમયી મીઠી મીઠ્ઠી વાતોથી તે અપ્સરાને પ્રસન્ન કરી લીધી.વીર-સમાજમાં અગ્રગણ્ય આગ્નીઘ્રની બુદ્ધિ ,શીલ,રૂપ,અવસ્થા, લક્ષ્મી અને ઉદારતાથી આકર્ષિત થઈને તે જંબૂદ્વીપાધિપતિ સાથે કેટલાય હજારો વર્ષો સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગો ભોગવતી રહી. તે દરમ્યાન નૃપવર આગ્નીઘ્રએ તેને ગર્ભથી નાભિ,કિંપુરુષ,હરિવર્ષ,ઇલાવૃત,રમ્યક,હીરણમય,કુરુ,ભદ્રાશ્વ અને કેતુમાળ નામના નવ પુત્રો ઉત્તપન્ન કર્યા.
આવી રીતે નવ વર્ષમાં દરેક વર્ષે એક ના ક્રમથી નવ પુત્રો ઉત્તપન્ન કરી પૂર્વિચિતિ તેમણે રાજભવનમાં જ છોડીને પછી બ્રહ્માજીની સેવામાં જતી રહી.આ આગ્નીઘ્રના પુત્રો માતાના અનુગ્રહથી સ્વભાવથીજ સુડોળ અને સબળ શરીરવાળા હતા.આગ્નીઘ્રએ જબુ દ્વીપના વિભાગ કરીને તેમના નામોવાળા નવ વર્ષ(ભૂખંડ) બનાવ્યા અને તેમને એક એક પુત્રને સોંપી દીધા.ત્યારે તે ઓ પોત પોતાના વર્ષનું રાજ્ય ભોગવવા લાગ્યા.મહારાજા આગ્નીઘ્ર રોજર રોજ ભોગો ભોગવતા રહેવાથી પણ તેઓ અતૃપ્ત જ રહ્યા.તેઓ તે અપ્સરાને જ પરમ પુરુષાર્થ સમજતા હતા.એટલા માટૅ તેમણે વૈદિક કર્મો દ્વારા તેજ લોકને મેળવ્યું,જ્યાં પિતૃગણ પોતાના સુકૃતોની રીતે જાત જાતના ભોગોમાં મસ્ટ રહે છે. પિતાના પરલોક સીધારવાથી નાભિ વગેરે નવ ભાઈઓ એ મેરુની મેરુદેવી,પ્રતિરૂપ,ઉગ્રદ્રષ્ટિ, લતા,રમ્યા,શ્યામ,નારી,ભદ્રા અને દેવવીતી નામની નવ કન્યાઓ થી વિવાહ કર્યો.
રાજા પરીક્ષિતે પૂછ્યું - મુને ! મહારાજ પ્રિયવ્રત તો મોટા ભગતભક્ત અને આત્મારામ હતા. તેમને ગૃહસ્થાશ્રમમાં કેમ રુચિ થઇ,જેમાં ફસાવવાથી મનુષ્યને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઇ જાય છે,અને તે કર્મબંધનમાં બંધાઈ જાય છે ? પ્રિયવર ! જરૂરથી આવા નિઃસંગ મહૉપરુષો નું આવી રીતે ગૃહસ્થાશ્રમમાં અભિનિવેશ થવું સારું નથી.એમાં કોઈ જાતનો સંદેહ નથી કે જેનું ચિત્ત પુર્ણ્યકીર્તિ શ્રી હરિના ચરણોની શીતળ છાયાનો આશ્રય લઈને શાંત થઇ ગયા છે,તેવા મહાપુરુષોની કૂટુંબાદિમાં ક્યારેય આસક્તિ નથી થઇ શકતી બ્રહ્મન ! મને એ વાતની મોટી શંકા છે મહારાજ પ્રિયવ્રતે સ્ત્રી,ઘર અને પુત્રાદિમાં આસક્ત રહીને પણ કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી,અને તેમની કેવી રીતે શ્રી કૃષ્ણમાં અવિચલ ભક્તિ થઇ.
શ્રી શુકદેવજીએ કહ્યું - રાજન ! તમારું કહેવું બરાબર છે.જેમનું ચિત્ત પવિત્ર કીર્તિ શ્રી હરિના પરમ મધુર ચરણકમલ મકરંદના રસમાં ડૂબી ગયું છે તે કોઈ વિઘ્ન,વાંધાને કારણે રુકાવટ આવવાથી પણ ભગવદ્ભક્ત પરમહંસોના પ્રિય શ્રી વાસુદેવ ભગવાનની કથા શ્રવણરૂપી પરમ કલ્યાણમય માર્ગને ફરી છોડતા નથી.રાજન ! રાજકુમાર પ્રિયવ્રત ખુબ જ ભગવદ્ભક્ત હતા, શ્રી નારદજીના ચરણોની સેવા કરવાથી તેમને સહેલાઈથી પરમાર્થ તત્વ નો બોધ મળી ગયો હતો.તેઓ બ્રહ્મસત્રની દીક્ષા -નિરંતર બ્રહ્માભ્યાસમાં જીવન વિતાવવાનો નિયમ લેવાના જ હતા કે તે જ સમયે તેમના પિતા સ્વાયંભુવ મનુએ તેમને પૃથ્વી પાલન માટે શાસ્ત્રમાં બતાવેલા બધાજ શ્રેષ્ઠ ગુણોથી સંપૂર્ણ સંપન્ન જોઈ રાજ્ય શાસન માટે આજ્ઞા આપી.પરંતુ પ્રિયવ્રત અખંડ સમાધિયો દ્વારા પોતાની બધીજ ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં જ સમર્પણ કરી દીધા હતા.એટલે પિતાની આજ્ઞા નું કોઈ પ્રકારે ઉલ્લંઘન ન કરવાયોગ્ય હોવા છતાં,એવું વિચારી રાજ્યાધિકાર મેળવી મારુ આત્મસ્વરૂપ સ્ત્રી -પુત્રાદિ જુઠા પ્રપંચમાં આચ્છાદિત થઇ જશે.- રાજ્ય અને કુટુંબની ચિંતામાં ફસાઈને હું પરમાર્થતત્વને ફરીથી ભૂલી જઈશ,તેમણે તેનો સ્વીકાર ન કર્યો.
આદિદેવ સ્વાયંભુવ ભગવાન બ્રહ્માજીને કાયમ આ ગુણમય પ્રપંચની બુદ્ધિનો જ વિચાર રહે છે.તેઓ આખાય જગતના જીવોનો અભિપ્રાય જાણતા રહે છે.જયારે તેમણે પ્રિયવ્રતની એવી પ્રવૃત્તિ જોઈ ,ત્યારે તે મૂર્તિમાન ચારેય વેદ અને મરીચિ આદિ પાર્ષદોને સાથે લઈને પોતાના લોકમાંથી ઉતર્યા.આકાશમાં જ્યાં ત્યાં વિમાનો પર ચઢીને ઈંદ્રાદિ મુખ્ય મુખ્ય દેવતાઓએ તેમનું પૂજન કર્યું,.તથા માર્ગમાં ટોળીયો બનાવીને આવેલા સિદ્ધ,ગંધર્વ,સાધ્ય, ચારણ અને મુનિજનોએ સ્તવન કર્યું.એવી રીતે બધી જગ્યાએ આદર અને સન્માન મેળવતા મેળવતા તે સાક્ષાત નક્ષત્ર નાથ ચંદ્રમા ની માફક ગંધ માદનની ઘાંટીને પ્રકાશિત કરતા કરતા પ્રિયવ્રત પાસે પહોંચ્યા.પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે ત્યાં નારદજી પણ આવેલા હતા.બ્રહ્માજીના ત્યાં પહોંચવાથી તેમના વાહન હંસને જોઈને નારદજી જાણી ગયા કે અમારા પિતા બ્રહ્માજી પધાર્યા છે,એટલે તેઓ સવયંભૂવ મનુ અને પ્રિયવ્રતની સાથે તરત ઉભા થઇ ગયા,અને બધાએ તેમને હાથ જોડીને પ્રણામ કર્યા.પરીક્ષિત ! નારદજીએ તેમની દરેક પ્રકારે પૂજા કરી,અને સુમુધુર વચનોથી તેમના ગુણ અને અવતારની ઉત્કૃષ્ટાનું વર્ણન કર્યું.ત્યારે આદિપુરુષ ભગવાન બ્રહ્માજીએ પ્રિયવ્રતની તરફ મંદ મુસ્કરાહતભરી દ્રષ્ટિથી જોતા આવી રીતે કહ્યું.
શ્રી બ્રહ્માજી બોલ્યા- બેટા ! હું તને સત્ય સિદ્ધાંતની વાત કહું છું તે ધ્યાન દઈને સાંભળ.તારે અપ્રમેય શ્રી હરિ તરફ કોઈ પ્રકારની દોષ દ્રષ્ટિ ન રાખવી જોઈએ.તું જ શું- હું,મહાદેવજી,તારા પિતા સ્વાયંભુવ મનુ અને તમારા ગુરુ
આ મહર્ષિ નારદ પણ વિવશ થઈને તેમની આજ્ઞાનું જ પાલન કરીયે છીએ.તેમના વિધાનને કોઈ દેહધારી ન તો તપ,વિદ્યા,યોગબલ અથવા બુધ્ધિબળથી,ન અર્થ અથવા ધર્મની શક્તિથી અને ન જાતે અને ન બીજાની સહાયતાથી ટાળી શકે છે.પ્રિયવર ! તેજ અવ્યક્ત ઈશ્વરના આપેલા શરીરને બધા જીવ જન્મ,મરણ,શોક,મોહ,ભય અને સુખ દુઃખનો ભોગ કરવા તથા કર્મ કરવા માટે કાયમ ધારણ કરે છે.વત્સ ! જેવી રીતે દોરીથી નાઠેલુ પશુ મનુષ્યોનો બોઝ ઢસેડે છે,તેવી રીતે પરમાત્માની વેદવાણીરૂપ મોટી દોરીથી સત્વાદિ ગુણ, સાત્વિક આદિ કર્મ,અને તેના બ્રાહ્મણાદિ વાક્યોની મજબૂત દોરીથી જકડાયેલા અમે બધા લોકો તેમની જ ઈચ્છા પ્રમાણે લાગ્યા રહીયે અને તેમની દ્વારા જ તેમની પૂજા કરતા રહે છે.અમારા ગુણ અને કર્મોના પ્રમાણે પ્રભુએ અમોને જે યોનિમાં નાખ્યા છે તેનો સ્વીકાર કરીને તેઓ જેવી વ્યવસ્થા કરે છે તે પ્રમાણે આપણે સુખ અને દુઃખ ભોગવતા રહીયે છીએ.અમોને તેમની ઈચ્છાનું એવી રીતે અનુશરણ કરવું પડે છે જેમ આંધળાને આંખવાળા પુરુષનું.
મુક્ત પુરુષ પણ નસીબનો ભોગ કરતો કરતો ભગવાનની ઈચ્છા પ્રમાણે પોતાના શરીરને ધારણ કરે જ છે,બસ તેમ જ જેમ મનુષ્યની ઊંઘ ઉડી જવાથી પણ સ્વપ્નમાં અનુભવ કરેલા પદાર્થોનું સ્મરણ થાય છે.આ અવસ્થામાં પણ તેને અભિમાન નથી થતું,અને વિષય વાસનાના જે સંસ્કારોને કારણે બીજો જન્મ થાય છે,તેને તે સ્વીકાર નથી કરતો.જે પુરુષ ઇન્દ્રિયોને વશીભૂત છે,તે વને વનમાં ફરતો રહે તો પણ તેને જન્મ મરણનો ભય થતો રહે છે કેમકે વગર જીવ્યે મન અને ઇન્દ્રિયરૂપી તેના છ શત્રુ ક્યારેય તેનો પીછો નથી છોડતા.જે બુદ્ધિમાન પુરુષ ઇન્દ્રિયોને જીતીને પોતાની આત્મામાં જ સ્મરણ કરે છે તેનું ગૃહસ્થાશ્રમ પણ શું બગાડી શકે છે ?જેને આ છ શત્રુઓને જીતવાની ઈચ્છા છે,તે પહેલા ઘરમાં રહીને જ તેનો ખુબ જ નિરોધ કરતા કરતા તેને પોતાના વશમાં કરવાનો પ્રયત્ન કરે.કિલ્લામાં સુરક્ષિત રહીને લડનારો રાજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લે છે.પછી જયારે તે શત્રુઓનું બળ એકદમ ઓછું થઇ જાય, ત્યારે વિદ્વાન પુરુષ પોતાની ઈચ્છા પ્રમાણે ફરી શકે છે.તું કદાચ શ્રી કમલનાભઃ ભગવાનના ચરણકમલ ની ક્લૉરૂપ કિલ્લાનો આશ્રિત રહીને આ છ એ શત્રુને જીતી ચુક્યો છે,તો પણ પહેલા તું પુરાણપુરુષે આપેલા ભોગોને ભોગવ,તેના પછી નિઃસંગ થઈને પોતાના આત્મરૂપમાં સ્થિર થઇ જજે.
શ્રીશુકદેવજી કહે છે- જયારે ત્રિલોકીના ગુરુ શ્રી બ્રહ્માજીએ એવી રીતે કહ્યું ,તો પરમ ભાગવત પ્રિયવ્રતે નાના હોવાને કારણે નમ્રતાથી માથું નમાવી લીધું અને ‘ જે આજ્ઞા’ એમ કહી ખુબ જ આદરપૂર્વક તેમનો આદેશ શિરોધાર્ય કર્યો.ત્યારે સ્વયંભૂવ મનુએ પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજીની વિધિપૂર્વક પૂજા કરી.તેના પછી તે મન અને વાણીના અવિષય પોતાના આશ્રય સર્વવ્યવહારતીત પરબ્રહ્મનું ચિંતન કરતા કરતા પોતાના લોકમાં ચાલ્યા ગયા.એ વખતે પ્રિયવ્રત અને નારદજી સરળ ભાવથી તેમની સામે જોઈ રહ્યા હતા.
મનુજીએ આવી રીતે બ્રહ્માજીની કૃપાથી પોતાની ઈચ્છા પુરી થઇ જવાથી દેવર્ષિ નારદજીની આજ્ઞાથી પ્રિયવ્રતને આખાય ભૂમંડળનો ભાર સોંપી દીધો,અને જાતે વિષયરૂપી ઝેરીલા પાણીથી ભરેલા ગૃહસ્થમરૂપી દુસ્તર જળાશયની ભોગેચ્છાથી નિવૃત થઇ ગયા.હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવ્રત ભગવાનની ઈચ્છાથી રાજ્યશાસનના કાર્યમાં નિયુક્ત થયા.જે સંપૂર્ણ જગતને બંધનથી છોડાવવામાં ખુબ જ સમર્થ છે તે આદિપુરુષ શ્રી ભગવાન ના ચરણયુગલનું નિરંતર ધ્યાન કરતા રહેવાથી જોકે તેમના રાગાદિ બધા મલ નાશ થઇ ગયા હતા અને તેમનું હૃદય પણ અત્યંત શુદ્ધ હતું તો પણ મોટાઓનું માન રાખવા માટે પૃથ્વીનું શાસન કરવા લાગ્યા.તે દરમ્યાન વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતિથી વિવાહ કર્યો. તેનાથી તેમને દસ પુત્રો થયા તે બધા તેમની માફક શીલવાન,ગુણી કર્મનિષ્ઠ,રૂપવાન અને પરાક્રમી હતા.તેમનાથી નાની ઊર્જસ્વતી નામની એક કન્યા પણ થઇ.પુત્રોના નામ આગ્નિધ,ઈધર્મજિહ્વ,યજ્ઞબાહુ,મહાવીર,હિરણ્યરેતા,ધૃતપૃષ્ઠ,સવન,મેઘાતિથી, વીટીહોત્ર,અને કવિ હતા.આ બધા નામ અગ્નિના પણ છે.તેમાં કવિ,મહાવીર અને સવન -એ ત્રણ નૈષ્ઠિક બ્રહ્મચારી થયા.તેમને બાળપણથી આત્મવિદ્યાનો અભ્યાસ કરતા કરતા અંતમાં સન્યાસાશ્રમ જ સ્વીકાર્યો. તે નિવૃત્તિપરાયણ મહર્ષિઓએ સન્યાસાશ્રમમાં જ રહેતા રહેતા બધાજ જીવોના અધિષ્ઠાન અને ભવબંધનથી ડરેલા લોકોને આશ્રય આપનારા ભગવાન વાસુદેવના પરમ સુંદર ચરણારવિંદનું નિરંતર ચિંતન કર્યું.તેનાથી મળેલા અખંડ તેમજ શ્રેષ્ઠ ભક્તિયોગથી તેમનું હૃદય સર્વથા શુદ્ધ થઇ ગયું અને તેમનામાં શ્રી ભગવાનનો આવિર્ભાવ થયો.ત્યારે દેહાદિ ઉપાધિની નિવૃત્તિ થઇ જવાથી તેમના આત્માની બધાજ જીવોના આત્મભૂત પ્રત્યગાત્મામાં એકીભાવથી સ્થિત થઇ ગઈ.મહારાજ પ્રિયવ્રતની બીજી ભાર્યાથી ઉત્તમ,તામસ અને રેવત -આ ત્રણ પુત્રો ઉત્તપન્ન થયા.જે પોતાના નામવાળા મન્વંતરોનાં અધિપતિ થયા.
આવી રીતે કવિ આદિ ત્રણ પુત્રોના નિવૃતપરાયણ થઇ જવાથી,રાજા પ્રિયવ્રતે અગિયાર અર્બુદ વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું.જે સમયે તે પોતાની અખંડ પુરુષાર્થમયી અને વીર્યશાલીની ભુજાઓથી ધનુષની દોરી ખેંચીને ટંકાર કરતા હતા,તે વખતે ડરના માર્યા બધા ધર્મદ્રોહી ન જાણે ક્યાંય છુપાઈ જતા હતા.પ્રાણપ્રિયા બરહિષ્મતીના દિવસે દિવસે વાઢનારો આમોદ-પ્રમોદ અને અભ્યુથાનાદિ ક્રીડાઓને કારણે તથા તેના સ્ત્રીજનોચિત હાવ-ભાવ લજ્જાથી સંકુચિત મંદહાસ્યયુક્ત ચિત્તવનઅને મનને પસંદ વિનોદ વગેરેથી મહામના પ્રિયવ્રત વિવેકહીન વ્યક્તિની માફક આત્મવિસ્મૃતઃ જેવા થઈને બધા ભોગોને ભોગવવા લાગ્યા.પરંતુ હકીકતમાં તે તેનામાં આસક્ત ન હતા.
એકવાર તેમને જયારે એ જોયું કે ભગવાન સૂર્ય સુમેરુની પરિક્રમા કરતા કરતા લોકાલોકપર્યન્ત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશમય કરે છે.તેમાંથી અડધો જ પ્રકાશમાં રહે છે અને અડધો અંધારામાં છવાયેલો રહે છે.તો તેમને તેને પસંદ ન કર્યું.ત્યારે તેમણે તે સંકલ્પ લઈને કે 'હું રાતને પણ દિવસ બનાવી દઈશ 'સૂર્યના જેવોજ વેગવાન એક જ્યોતિર્મય રથ પર ચઢીને બીજા સૂર્યની માફક તેની પાછળ પાછળ પૃથ્વીની સાત પરિક્રમાઓ કરી નાખી.ભગવાનની ઉપાસનાથી તેનો અલૌકિક પ્રભાવ ખુબ વધી ગયો હતો.તે વખતે તેના રથના પૈડાથી જે ઘરેડ બની તેજ સાત સમુદ્ર થયા,તેનાથી પૃથ્વીમાં સાત દ્વીપ થઇ ગયા.તેના નામ ક્રમથી જંબુ,પ્લક્ષ,શાલ્મલિ ,કુશ,ક્રૌંશં,શાક,અને પુષ્કર દ્વીપ છે.તેમાંથી પહેલા પહેલાની અપેક્ષાએ આગળ આગળના દ્વીપનું પરિમાણ બેગણું છે,અને તે સમુદ્રની બહારના ભાગમાં પૃથ્વીની ચારેબાજુ ફેલાયેલા છે.સાત સમુદ્રો ક્રમથી,ખરા પાણી,ઇખાનો રસ,મદિરા, ઘી,દૂધ,મથ્થા,અને મીઠા પાણીથી ભરેલા છે.તે સાતેય દ્વીપોની ખાઈઓની માફક છે,અને પરિમાણમાં પોતાની અંદરવાળા દ્વીપની બરાબર છે.તેમાંથી એક એક ક્રમથી જુદા જુદા સાતેય દ્વીપોને બહારથી ઘેરીને સ્થિત છે.
(એનો ક્રમ આ પ્રકાર સમજવો જોઈએ -પહેલા જંબુદ્વિપ છે,તેની ચારેબાજુ ક્ષારસમુદ્ર છે.તે લક્ષદ્વીપમાં ઘેરાયેલો છે,તેની ચારેબાજુ ઈખના રસનો સમુદ્ર છે.તેને શાલ્મલિદ્વીપ ઘેરેલો છે તેની ચારેબાજુ દારૂનો સમુદ્ર છે.પછી કુશ દ્વીપ છે તે ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે,તેની બહાર ક્રૌંશદ્વિપ છે તેની ચારેબાજુ દૂધનો સમુદ્ર છે.પછી શાક દ્વીપ છે તેને મથ્થાના સમુદ્રે ઘેરાયેલો છે.તેની ચારેબાજુ પુષ્કર દ્વીપ છે તે મીઠા પાણીના સમુદ્રથી ઘેરાયેલો છે.)બાહિષ્મતિપતિ મહારાજ પ્રિયવ્રતે પોતાના અનુગત પુત્ર આગનીઘ્ર,ઈધર્મજિન્હ,યજ્ઞવાહુ,હિરણ્યરેતા,ધૃતપૃષ્ઠ,મેઘાતિથી અને વીટીહોત્રમાંથી ક્રમથી એક એકને ઉક્ત જંબુ વગેરે દ્વીપોમાંથી એક એકના રાજા બનાવ્યા.તેમણે તેમની કન્યા ઊર્જસ્વતિનો વિવાહ શુક્રાચાર્યજીથી કર્યો.તેનાથી શુક્રકન્યા દેવયાનીનો જન્મ થયો.રાજન! જેમણે ભગવચ્ચરણાવિંદ રજના પ્રભાવથી શરીરની ભૂખ તરસ,શોક મોહ,અને જરા મૃત્યુ - એ છ ગુણોને અથવા મનની સાથે છ ઇન્દ્રિયોને જીતી લીધા છે.તે ભગવતભક્તોનો એવો પુરુષાર્થ હોવો કોઈ નવાઈની વાત નથી કેમકે વર્ણબહિસ્કૃત ચાંડાલ વગેરે નીચ યોનિનો પુરુષ પણ ભગવાનના નામનું ફક્ત એક વાર ઉચ્ચારણ કરવાથી તરતજ સંસાર બંધનથી મુક્ત થઇ જાય છે.
એવીરીતે અતુલનીય બલપરાક્રમથી યુક્ત મહારાજ પ્રિયવ્રત એકવાર પોતાને દેવર્ષિ નારદજીના ચરણોની શરણમાં જઈને પણ ફરીથી નસીબજોગે પ્રાપ્ત થયેલા પ્રપજ્ઞ માં ફસાઈ જવાથી અશાંત જેવા દેખાતા મનમાં ને મનમાં વિરક્ત થઈને કહેવા લાગ્યા.’ઓહ ! ખુબ જ ખરાબ થયું ! મારી વિષયલોલુપ ઈંદ્રિયોએ મને આ અવિદ્યાજનિત વિષમ વિષયરૂપ અંધકુવામાં ફેંકી દીધો.બસ! બસ! બહુ થયું .હાય ! હું તો સ્ત્રીનો ક્રીડાંમૃગ જ બની ગયો! તેણે મને વાંદરાની માફક નચાવ્યો! મને ધિક્કાર છે ! ‘આવી રીતે તેણે પોતાને ઘણું બધું ખોટું ખરું કહ્યું.પરમારાધ્ય શ્રી હરિની કૃપાથી તેની વિવેકવૃત્તિ જાગી ગઈ.તેમણે આ આખી પૃથ્વી યથાયોગ્ય પોતાના પુત્રોને વહેંચી આપી અને જેની સાથે તેણે જાત જાતના ભોગો ભોગવ્યા હતા તે પોતાની રાજરાણીને સામ્રાજ્ય લક્ષ્મીની સાથે મૂર્તદેહની માફક છોડી દીધો તથા હૃદયમાં વૈરાગ્ય ધારણ કરી ભગવાનની લીલાઓનું ચિંતન કરતા કરતા તેમના પ્રભાવથી નારદજીના બતાવેલા માર્ગ નું ફરીથી અનુસરણ કરવા લાગ્યા
મહારાજ પ્રિયવ્રતના વિષયમાં નિમરલીખિત લોકોક્તિ પ્રસિદ્ધ છે -
‘ રાજા પ્રિયવ્રતે જે કર્મ કર્યા,તેને સર્વ શક્તિમાન ઈશ્વરના સિવાય કોણ કરી શકે છે ? તેમણે રાત્રીના અંધકારને મટાવવા પ્રયત્ન કરતા કરતા પોતાના રથના પૈડાથી બનેલી ઘરેડથીજ સાત સમુદ્ર બનાવી દીધા. પ્રાણીઓની સુવિધા માટે ( જેનાથી તેમનામાં અંદરોદર ઝઘડા ન થાય ) દ્વીપોના દ્વારા વિભાગ કર્યા અને દરેક દ્વીપમાં જુદા જુદા નદી,પર્વત અને વન વગેરેથી તેની સીમા નક્કી કરી દીધી.તે ભગવત ભક્ત નારદાદિનો પ્રેમી ભક્ત હતા.તેમણે પાતાળલોકના,દેવલોકના,મૃત્યુલોકના તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા એશ્વર્યને પણ નરકતુલ્ય સમજ્યું હતું ‘
અધ્યાય બીજો
આગ્નીઘ્ર ચરિત્ર
શ્રી શુકદેવજી કહે છે - પિતા પ્રિયવ્રતનું આવી રીતે તપસ્યામાં સંલગ્ન થઇ જવાથી રાજા આગ્નીઘ્ર તેમની આજ્ઞાને અનુસરતા કરતા કરતા જંબુદ્વિપની પ્રજાનું ધર્માનુસાર પુત્રવત પાલન કરવા લાગ્યા.એક વાર તે પિતૃલોકની કામનાથી સત્પુત્રની પ્રાપ્તિ માટે પૂજાની બધી સામગ્રી ભેગી કરી સુર સુંદરીયોનું ક્રીડાસ્થલ મંદારાચલની એક ઘાટીમાં ગયા અને તપસ્યામાં તત્પર થઈને એકાગ્ર ચિત્તથી પ્રજાપતીયોના પતિ શ્રી બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા.આદિદેવ બ્રહ્માજીએ તેની અભિલાષા જાણી લીધી.એટલે પોતાની સભાની ગાયિકા પૂર્વચિતિ નામની અપ્સરાને તેમની પાસે મોકલી આપી.આગ્નીઘ્રના આશ્રમની પાસે એક ખુબ જ સુંદર ઉપવન હતું.તે અપ્સરા તેમાં ફરવા લાગી.તે ઉપવનમાં જાત જાતના ઘેરા ઝાડોની ડાળીઓ પાર વેલાઓ ફેલાયેલા હતા.બેસેલા મયુર વગેરે કેટલાય પ્રકારના સ્થળચારી પક્ષીઓ ની સુમુધુર બોલી બોલી રહ્યા હતા. તેમની ષડજાદિ સ્વરયુક્ત સાંભળીને સચેત થયેલા જલકુંફૂટ,કારદંવ,તેમજ ક આદિ જળપક્ષી જાત જાતથી કુંજવા લાગ્યા હતા.ત્યાંના કમળવનથી સુશોભિત નિર્મલ સરોવર ગુંજવા લાગતા હતા.
પૂર્વિચિત્તીની વિલાસપુર્ણ સુલલિત ગતિવિધિ અને પાદ - વિન્યાસની શૈલીથી પગ પગ પર તેના ચરણપૂરોની ઝંકાર થઇ જતી હતી.તેની મનોહર ધ્વનિ સાંભળીને રાજકુમાર આગ્નીઘ્રએ સમાધિ યોગ દ્વારા ભુંડાઈ ગયેલા પોતાના કમલ કળી જેવા સુંદર નેત્રોને થોડા થોડા ઉઘાડીને જોયું તો નજદીકમાં જ તેને તે અપ્સરા દેખાઈ.તે ભમરીની જેમ એક એક ફૂલની પાસે જઈને તેને સૂંઘતી હતી તથા દેવતા અને મનુષ્યોના મન અને નયનોને આહલાદીત કરનારી પોતાની વિલાસપુર્ણ ગતિ,ક્રીડાચાપલ્ય,લજ્જા તેમજ વિનયયુક્ત ચિત્તવન,સુમુધુર વાણી તથા મનોહર અંગ અવયવોથી પુરુષોના હૃદયમાં કામદેવના પ્રવેશ માટે દ્વાર જેવું બનાવી દેતી હતી.જયારે તે હસી હસીને બોલવા માંડતી ત્યારે એવું લાગતું જાણે તેના મોઢેથી અમૃતમય માદક મધ ઢળી રહ્યું છે. તેના ની: શ્વાસની ગંધથી મદહોશ થઈને ભમરા તેના મુખ કમળને ઘેરી લેતા ત્યારે તેનાથી બચવા તે જલ્દી જલ્દી પગ ઉઠાવીને ચાલતી તો તેના કુચકળશ,વેણી અને કરધની હાલવાથી ખુબ જ સુંદર લાગતા.આ બધું જોઈને ભગવાન કામદેવને આગ્નીઘ્રના હૃદયમાં પ્રવેશ કરવાનો અવસર મળી ગયો અને તે તેને આધીન થઈને તેને પ્રસન્ન કરવા ગાંડાની માફક આવી રીતે કહેવા લાગ્યા.
'મુનિવર્ય ! તમે કોણ છો ?આ પર્વત પર તમે શું કરવા ચાહો છો ? તમે પરમપુરુષ સારી નારાયણની કોઈ માયા તો નથી ને ?(ભ્રમરોની તરફ ઈશારો કરીને )સખા ! તમે આ દોરી વગરના બે ધનુષ કેમ ધારણ કર્યા છે ? શું તેનાથી તમારું કોઈ પોતાનું પ્રયોજન છે ?અથવા આ ' સંસારણ્યમાં મારા જેવા મતવાળા મૃગનો શિકાર કરવા ઈચ્છો છો ! (કટાક્ષોને નિશાન બનાવીને - )તમારા આ બે બાણ તો ખુબ જ સુંદર અને ધારદાર છે. અહો ! તેને કમલદલની પાંખો છે, દેખાવમાં ખુબ જ શાંત છે અને છે પણ પાંખ વગરના (બાણનો પાછળનો ભાગ)અહીં વનમાં ફરતા તમો એને કોના પર છોડવા ચાહો છો ?અહીં તમારો કોઈ સામનો કરવા વાળું નથી દેખાતું.તમારું આ પરાક્રમ અમારા જેવા જડબુદ્ધિવાળા માટે કલ્યાણકારી થાય.(ભ્રમરોની સામે જોઈને ) ભગવન ! તમારી ચારેબાજુ જે આ શિષ્યગણ અભ્યાંસ કરે છે તેઓ તો નિરંતર રહસ્યયુક્ત સામગાન કરતા કરતા જાણે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, અને ઋષિગણ જેમ વેદની શાખાઓનું અનુશરણ કરે છે તેવી રીતે તે તમારી ચોટલીથી ખરી પડેલા ફૂલો નું સેવન કરી રહ્યા છે.(નૂપૂરોનાં શબ્દની તરફ ઈશારો કરીને ) બ્રહ્મન ! તમારા ચરણરૃપ પીંજરામાં જે તીતર બંધ છે તેનો શબ્દ તો સંભરાઈ રહ્યો છે,પરંતુ રૂપ જોવામાં નથી આવતું (કરધની સાથે પીળી સાડીમાં અંગની કાંતિની ઉત્પ્રેક્ષા કરીને -) તમારા નિતંબો પર આ કદંબ કુસુમો જેવી આભા ક્યાંથી આવી ગઈ ? તેને ઉપર તો અંગારોનું મંડળ જેવું પણ દેખાઈ રહ્યું છે.પરંતુ તમારું વલ્કલવસ્ત્ર ક્યાં છે ?( કુશકુમંડિત કુંચોની તરફ નિશાન કરીને )દ્વિજ્વર ! તમારા આ બંને શિંગડાંમાં શું ભર્યું છે ?જરૂર તેમાં ખુબ જ મૂલ્ય રત્નો ભરેલા છે,તેનાથી તો તમારો મધ્યભાગ આટલો પાતળો હોવા છતાં પણ તમે તેનો બોઝો ઉઠાવી રહ્યા છો. અહીં જઈને તો મારી દ્રષ્ટિ પણ અટકી ગઈ છે.અને સુભગ ! આ શિંગડા ઉપર તમે લાલ લાલ લેપ જેવું શું લગાવી રાખ્યું છે ?તેની સુગંધથી તો મારો આખો આશ્રમ મહેકી ઉઠ્યો છે.મિત્રવર ! મને તો તમે આપનો દેશ બતલાવી દો, જ્યાંના નિવાસી પોતાના વક્ષ:સ્થળ પર આવા અદભુત અવયવ ધારણ કરે છે જેને અમારા જેવા પ્રાણીઓના ચિત્તને ભરમાવી દીધું છે તથા મોઢામાં વિચિત્ર હાવભાવ ,સરસ ભાષણ અને અધરામૃત જેવી અણુથી વસ્તુઓ રાખે છે.
'પ્રિયવર ! તમારું ભોજન શું છે ?જેના ખાવાથી તમારા મોઢામાંથી હવન સામગ્રી જેવી સુગંધ ફેલાઈ રહી છે.એવું લાગે છે તમે કોઈ વિષ્ણુ ભગવાનની કલા જ છો એટલે તમારા કાનોમાં ક્યારે પણ પલક ન મારનારા મકરના આકારના બે કુંડળ છે.તમારું મોઢું એક સુંદર સરોવરના જેવું છે.તેમાં તમારા બે ચંચળ નેત્રો ભયથી ધ્રૂજતી માછલીઓની માફક ,દાંતની પંકતિ હંસોના જેવી અને ઘુઘરાલી લટો ભમરાની માફક શોભાયમાન છે.તમે જયારે તમારા કરકમળોથી ચપકી મારીને આ દડો ઉછાળો છો,ત્યારે દિશા વિદિશાઓમાં જતા મારી આંખોને તો ચંચળ કરી નાખે છે.સાથે સાથે મારા મનમાં પણ ખલબલી ઉત્ત્પન્ન કરી દે છે.તમારું વાંકુ જટાજુટ ખુલી ગયું છે,તમે એને સંભાળતા નથી ? અરે ,આ ધૂર્ત પવન કેટલો દુષ્ટ છે,જે વારંવાર તમારા નીવી વસ્ત્રને ઉડાવી દે છે.તપોધન ! તપસ્વીઓના તપને ભ્રષ્ટ કરનારા આ અનુપ રૂપ તમે કયા તપના પ્રભાવે મેળવ્યું છે ? મિત્ર ! આવો કેટલાક દિવસો મારી સાથે તપસ્યા કરો.અથવા,ક્યાંક વિશ્વવિસ્તારની ઈચ્છાથી બ્રહ્માજીએ તો મારા પર કૃપા કરી નથી ને.સાચે જ તમે બ્રહ્માજીની જ પ્યારી દેન છો.હવે હું તમને ન છોડી શકું.તમારામાં તો મારા નયનો અને મન એવા ઉલઝી ગયા છે કે બીજે જવા જ નથી ઈચ્છતો.સુંદર શીંગડાંવાળી ! તમારું જ્યાં મન હોય ત્યાં મને પણ લઇ જાવ,હું તો તમારો અનુચર છું અને તમારી આ મંગલમયી સખીયો પણ અમારી જ સાથે રહે .'
શ્રી શુકદેવજી કહે છે - રાજન ! આગ્નીઘ્ર દેવતાઓની જેમ બુદ્ધિશાળી અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ખુબ કુશળ હતા.તેમણે તે રીતે રતિચાતુર્યમયી મીઠી મીઠ્ઠી વાતોથી તે અપ્સરાને પ્રસન્ન કરી લીધી.વીર-સમાજમાં અગ્રગણ્ય આગ્નીઘ્રની બુદ્ધિ ,શીલ,રૂપ,અવસ્થા, લક્ષ્મી અને ઉદારતાથી આકર્ષિત થઈને તે જંબૂદ્વીપાધિપતિ સાથે કેટલાય હજારો વર્ષો સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગો ભોગવતી રહી. તે દરમ્યાન નૃપવર આગ્નીઘ્રએ તેને ગર્ભથી નાભિ,કિંપુરુષ,હરિવર્ષ,ઇલાવૃત,રમ્યક,હીરણમય,કુરુ,ભદ્રાશ્વ અને કેતુમાળ નામના નવ પુત્રો ઉત્તપન્ન કર્યા.
આવી રીતે નવ વર્ષમાં દરેક વર્ષે એક ના ક્રમથી નવ પુત્રો ઉત્તપન્ન કરી પૂર્વિચિતિ તેમણે રાજભવનમાં જ છોડીને પછી બ્રહ્માજીની સેવામાં જતી રહી.આ આગ્નીઘ્રના પુત્રો માતાના અનુગ્રહથી સ્વભાવથીજ સુડોળ અને સબળ શરીરવાળા હતા.આગ્નીઘ્રએ જબુ દ્વીપના વિભાગ કરીને તેમના નામોવાળા નવ વર્ષ(ભૂખંડ) બનાવ્યા અને તેમને એક એક પુત્રને સોંપી દીધા.ત્યારે તે ઓ પોત પોતાના વર્ષનું રાજ્ય ભોગવવા લાગ્યા.મહારાજા આગ્નીઘ્ર રોજર રોજ ભોગો ભોગવતા રહેવાથી પણ તેઓ અતૃપ્ત જ રહ્યા.તેઓ તે અપ્સરાને જ પરમ પુરુષાર્થ સમજતા હતા.એટલા માટૅ તેમણે વૈદિક કર્મો દ્વારા તેજ લોકને મેળવ્યું,જ્યાં પિતૃગણ પોતાના સુકૃતોની રીતે જાત જાતના ભોગોમાં મસ્ટ રહે છે. પિતાના પરલોક સીધારવાથી નાભિ વગેરે નવ ભાઈઓ એ મેરુની મેરુદેવી,પ્રતિરૂપ,ઉગ્રદ્રષ્ટિ, લતા,રમ્યા,શ્યામ,નારી,ભદ્રા અને દેવવીતી નામની નવ કન્યાઓ થી વિવાહ કર્યો.
વધુ મે મહિનાની ૧૫ મી તારીખે
આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં જૂન માસના (૧) કોલમમાં માં ઉપલબ્ધ છે,પ્રિય વાચકો.આપનો અભિપ્રાય તેમજ સૂચન જરૂર આપશો.આભાર.
આ સાથે મારી નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.
હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.આભાર,મહેન્દ્ર ભટ્ટના જય શ્રીકૃષ્ણ.
વધુ મે મહિનાની ૧૫ મી તારીખે
આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં
જૂન
માસના (૧) કોલમમાં માં ઉપલબ્ધ છે,પ્રિય વાચકો.આપનો અભિપ્રાય તેમજ સૂચન જરૂર આપશો.
આભાર.
આ સાથે મારી નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.
હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,
મહેન્દ્ર ભટ્ટના જય શ્રીકૃષ્ણ.