Thursday, October 16, 2025

શ્રીમદ ભાગવત કથા ગુજરાતીમાં (ચતુર્થ સ્કંધ,અધ્યાય ૧-૩૧)

 



ૐ શ્રી ગણેશાય નમ:

શ્રીમદ્ભાગવત મહાપુરાણ 

ચતુર્થ સ્કંધ 

પહેલો અધ્યાય 
સ્વાયંભુવ નુની કન્યાઓના વંશનું વર્ણન 

શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! સ્વાયંભુવ મનુના મહારાણી શતરૂપાથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ -આ બે પુત્રો સિવાય ત્રણ કન્યાઓ પણ થઇ હતી,તે આકૃતિ,દેવહુતિ અને પ્રસુતિ નામથી પ્રખ્યાત હતી.આકૃતિના,જોકે તેના ભાઈ હતા તો પણ મહારાણી શતરૂપાની અનુમતિ લઈને તેને રુચિ પ્રજાપતિ ની સાથે'પુત્રિકા ધર્મ'(પુત્રિકા ધર્મ ના અનુસાર કરાનારા વિવાહમાં તે શરત હોય છે કે કન્યાનો જે પહેલો પુત્ર થાય,તેને કન્યાના પિતા લઇ લેશે.)ના અનુસાર વિવાહ કર્યો.
પ્રજાપતિ રુચિ ભગવાનના અનન્ય ચિંતન ના કારણે બ્રહ્મતેજ થી સંપન્ન હતા.તેમને આકૃતિના ગર્ભથી એક પુરુષ અને સ્ત્રીનું જોડું ઉત્તપન્ન કર્યું.તેમાં જે પુરુષ હતો તે સાક્ષાત યજ્ઞસ્વરૂપધારી ભગવાન વિષ્ણુ હતા અને જે સ્ત્રી હતી તે ભગવાનથી ક્યારેય જુદા ન રહેનારી લક્ષ્મીજીના અંશસ્વરૂપા 'દક્ષિણાં'હતી.મનુજી પોતાની પુત્રી આકૃતિના પરમ તેજસ્વી પુત્રને ખુબ જ પ્રસન્નતાથી પોતાના ઘેર લઇ આવ્યા,અને દક્ષિણાને રુચિ પ્રજાપતિએ પોતાની પાસે રાખી.જયારે દક્ષિણાં વિવાહના યોગ્ય થઇ તો તેણે યજ્ઞ ભગવાનને જ પોતાના પતિના રૂપમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી, ત્યારે ભગવાન યજ્ઞ પુરુષે તેની સાથે વિવાહ કર્યા.તેનાથી દક્ષિણાને ખુબ સંતોષ થયો.ભગવાને પ્રસન્ન થઈને તેનાથી બાર પુત્રો ઉત્તપન્ન કર્યા.તેમના નામ -તોષ,પ્રતોષ,સંતોષ,ભાદર,શાંતિ,ઇહસ્પતિ,ઈધમ,કવિ,વિભુ,સ્વહ,સુદેવ,અને રોચન.આ જ સ્વાયંભુવ મન્વંતરમાં 'તુષિત'નામના દેવતા થયા.તે મન્વંતરમાં મરીચિ વગેરે સપ્તર્ષિ હતા.ભગવાન યજ્ઞ જ દેવતાઓના અધિકાર ઇન્દ્ર હતા.અને ખુબ જ પ્રભાવશાળી પ્રિયવ્રત તેમ જ ઉત્તાનપાદ મનુપુત્ર હતા.તે મન્વંતર તેઓ બંનેને પુત્રો,પૌત્રો,અને દોહીત્રોના વંશથી છવાઈ ગયો.

પ્યારા વિદુરજી ! મનુજીએ તેમની બીજી કન્યા દેવહૂતિને કર્દમજીને પરણાવી હતી.તેના સંબંધમાં પહેલા તમે બધું સાંભળી ચુક્યા છો.ભગવાન મનુએ પોતાની ત્રીજી કન્યા પ્રસુતિનો વિવાહ બ્રહ્માજીના પુત્ર દક્ષપ્રજાપતિ સાથે કર્યો હતો.તેમની વિશાલ પરંપરા તો આખી ત્રિલોકીમાં ફેલાયેલી છે.

હું કર્દમજીની નવ કન્યાઓનું ,જે નવ બ્રહ્મર્ષિથી વિવાહિત કરી હતી.પહેલા જ વર્ણન કરી ચુક્યો છું.હવે તેમની વંશપરંપરાનું વર્ણન કરું છું,સાંભળો.મરીચિ ઋષિની પત્ની કર્દમજીની પુત્રી કલા થી કશ્યપ અને પૂર્ણિમા નામના બે પુત્રો થયા.જેમના વંશથી આ આખુંય જગત ભરાયેલું છે.શત્રુતાપન વિદુરજી ! પૂર્ણિમાના વીરજ અને વિશ્વગ્ નામના બે પુત્રો તથા દેવકુલ્યા નામની એક કન્યા થઇ.અહીં બીજા જન્મમાં શ્રી હરિના ચરણોને ધોવાથી દેવનદી ગંગાના રૂપમાં પ્રગટ થઇ.સ્ત્રીની પુત્રી અનસૂયાથી દત્રાત્રેય,દુર્વાશા,અને ચંદ્રમા નામના ત્રણ પરમ યશસ્વી પુત્રો થયા.તે ક્રમથી ભગવાન વિષ્ણુ,શંકર અને બ્રહ્માના અંશથી ઉત્તપન્ન થયા હતા

વિદુરજીએ પૂછ્યું -ગુરુજી ! એ બતાવો કે જગતની ઉત્ત્પત્તિ સ્થિતિ અને અંત કરનારા આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રીમુનિને ત્યાં શું કરવાની ઈચ્છાથી જન્મ લીધો હતો ?

શ્રી મૈત્રેયજીએ કહ્યું - જયારે બ્રહ્માજીએ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મહર્ષિ મુસીબતોની કોઈ પણ પરવા કર્યા વિના એક પગ ઉપર ઉભા રહ્યા.તે વખતે તેઓ મનમાં ને મનમાં એ જસ્ત્રીને શ્રુષ્ટિ રચવા આજ્ઞા આપી,ત્યારે તેઓ પોતાની સહધર્મિણી ની સાથે તપ કરવા માટે ઋક્ષનામના કુલ પર્વત ઉપર ગયા.ત્યાં પલાસ અને અશોકના વિશાળ વૃક્ષોનું વન હતું. તેના બધા વૃક્ષો ફૂલોના ગુચ્છાથી લદાયેલા હતા અને તેમાં બધી બાજુ નિર્વિન્ધિયા નદીનું પાણીનો કલ કલ અવાજ ગુંજતો રહેતો હતો.તે વનમાં તે મુનિશ્રેષ્ઠ પ્રાણાયામ દ્વારા ચિત્તને વશમાં કરીને સો વર્ષ સુધી ફક્ત વાયુ પી ને ઠંડી ગરમી વગેરે  પ્રાર્થના કરતા હતા કે 'જે કોઈ સંપૂર્ણ જગતના ઈશ્વર છે હું તેમની શરણમાં છું,તે મને પોતાના જેવુંજ સંતાન આપે'

ત્યારે તે જોઈને કે પ્રાણાયામ રૂપી ઈધણથી પ્રજ્વલિત થયેલું અત્રીમુનિનું તેજ તેમના માથાથી નીકળી ત્રણેય લોકોને તપાવી રહ્યું છે.-બ્રહ્મા,વિષ્ણુ અને મહાદેવ -ત્રણેય જગત્પતિઃ તેમના આશ્રમ ઉપર આવ્યા. તે વખતે અપ્સરા,મુનિ,ગંધર્વ,સિદ્ધ,વિદ્યાધર અને નાગ-તેમના સુયશ ગાઈ  રહ્યા હતા. તે ત્રણેયના એક જ સાથે પાદુર્ભાવ થવાથી અત્રીમુનિનું હૃદય પ્રકાશિત થઇ ઉઠ્યું.તેમને એક પગે ઉભા   ઉભા જ તે દેવ  દેવોને જોયા અને પછી પૃથ્વી પર દંડાની જેમ સૂઈને પ્રણામ કર્યા પછી અર્ઘય,પુષ્પો  વગેરેથી પૂજાની સામગ્રી હાથમાં લઇ તેમની પુંજા કરી.તે ત્રણેય પોત પોતાના વાહનો -હંસ,ગરુડ અને બળદ ઉપર ચઢેલા તથા પોતાના કમંડળ ,ચક્ર,ત્રિશુલ વગેરે ચિન્હોથી સુશોભિત હતા.તેમની આંખોથી કૃપાની વર્ષા થઇ રહી હતી.તેમના મોઢા પર મંદ હાસ્યની રેખા હતી.-જેનાથી તેમની પ્રસન્નતા ઝળકી રહી હતી.તેમના તેજથી અંજાઈને મુનિવરે પોતાની આંખો બંધ કરી લીધી.તે ચિત્તને તેમની તરફ લગાવીને હાથ જોડી અતિમધુર અને સુંદર ભાવપૂર્ણ વચનોમાં લોકોમાં સહુથી મોટા તે ત્રણેય દેવોની પ્રાર્થના કરવા લાગ્યા.

અત્રીમુનિએ કહ્યું -ભગવન ! દરેક કલ્પની શરૂઆતમાં જગતની ઉત્તપત્તિ,સ્થિતિ અને સંહાર ને માટે જે માયાના સતવાદી ત્રણેય ગુણોના વિભાગ કરીને જુદા જુદા શરીર ધારણ કરે છે- તે બ્રહ્મા,વિષ્ણુ અને મહાદેવ આપ જ છો, હું આપણે પ્રણામ કરું છું.કહો - મેં જેમને બોલાવ્યા હતા ,આપણામાંથી કોણ મહાનુભાવ છે?કેમકે મેં તો સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી ફક્ત એક સુરેશ્વર ભગવાનનું સ્મરણ કર્યું હતું.પછી આપ ત્રણેયે અહીં પધારવાની કૃપા કેવી રીતે કરી ? આપલોકો સુધી તો દેહધારીયોના મનની ગતિ નથી,એટલા માટે મને ખુબ આશ્ચર્ય થૈ રહ્યું છે. આપલોકો કૃપા કરીને મને તેનું રહસ્ય બતાવો.

શ્રી મૈત્રેયજી કહે છે- સમર્થ વિદુરજી ! અત્રીમુનિના વચન સાંભળીને તે ત્રણેય દેવો હસ્યાઅને તેમને મધુર વાણીમાં કહેવા લાગ્યા.

દેવતાઓએ કહ્યું - બ્રહ્મન ! તમે સત્યસંકલ્પ છો.એટલે જેમ તમે જેવો સંકલ્પ કર્યો હતો,તેજ થવું જોઈએ.તેનાથી વિરુદ્ધ કેવી રીતે થઇ શકતું હતું ? તમે જે 'જગદીશ્વર'નું ધ્યાન કરતા હતા તે અમે ત્રણેય છીએ.પ્રિય મહર્ષિ ! તમારું કલ્યાણ થાઓ,તમારે ત્યાં અમારાજ અંશ સ્વરૂપ ત્રણ જગદવિખ્યાત પુત્રો ઉત્તપન્ન થશે અને તમારા સુંદર યશનો વિસ્તાર કરશે.

તેમને દસ પ્રકારના અમિષ્ટ વરદાન આપીને તથા પતિ પત્ની બંનેથી ખુબ જ પૂંજિત થઈને જોતજોતામાં ત્રણેય સુરેશ્વર પોત પોતાના લોકમાં જતા રહ્યા.બ્રહ્માજીના અંશથી ચંદ્રમા,વિષ્ણુના અંશથી શ્રી દત્તાત્રેયજી,અને મહાદેવજીના અંશથી દુર્વાશા ઋષિ અત્રિના પુત્રરૂપે પ્રગટ થયા.હવે અંગિરા ઋષિની સંતાનોનું વર્ણન સાંભ0ળો.

અંગિરાની પત્ની શ્રદ્ધાને સિનીવાળી,કુહૂ,રાંકા અને અનુમતિ-આ ચાર કન્યાઓને જન્મ આપ્યો.તેના સિવાય તેના સાક્ષાત ભગવાન ઉતથ્યજી અને બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિજી - એ બે પુત્રો પણ થયા.જે સ્વરોચીય મન્વંતરમાં વિખ્યાત થયા. 

તેમાં અગસ્ત્યજી બીજા જન્મમાં જઠરાગ્નિ થયા.વિશ્ર્વા મુનિની ઇડવિડાના ગર્ભથી યક્ષરાજ કુબેરનો જન્મ થયો.અને તેમની બીજી પત્ની કેશિનીથી રાવણ,કુમ્ભકર્ણ તેમ જ વિભીષણ ઉત્તપન્ન થયા.
મહામતિ !  મહર્ષિ પુલહની સ્ત્રી પરમ સાધ્વી ગતિથી કર્મશ્રેષ્ઠ,વરિયાં અને સહિષ્ણુ - આ ત્રણ પુત્ર ઉત્તપન્ન થયા.તેવી રીતે ક્રતુની પત્ની ક્રિયાને બ્રહ્મતેજથી દેદીપ્યમાન વાલખિલ્યાદિ સાઈઠ હજાર ઋષિયોને જન્મ આપ્યો.શત્રુતાપન વિદુરજી ! વશિષ્ઠજીની પત્ની ઉર્જા(અરૂંધતી)થી ચિત્રકેતુ વગેરે સાત વિશુદ્ધ ચિત્ત બ્રહ્મર્ષિઓનો જન્મ થયો.તેમના નામ ચિત્રકેતુ,સુરોંચી,વિરાજ,મિત્ર,ઉસ્વણ,બાસુભ્રુદ્યાંન,અને દ્યુમાંન હતા.તેના સિવાય તેની બીજી પત્નીથી શક્તિ વગેરે બીજા પણ કેટલાય પુત્ર થયા.અથર્વા મુનિની પત્ની ચિત્તિને દધીચિ,નામના એક તપોનિષ્ઠ પુત્ર પ્રાપ્ત કર્યો,જેનું બીજું નામ અશ્વશિરા પણ હતું.હવે મૃગુના વંશનું વર્ણન સાંભળો.
મહાભાગ ભૃગુજીએ પોતાની ભાર્યા ખ્યાતિથી ધાતા અને વિધાતા નામના પુત્ર તથા શ્રી નામની એક ભગવત્પરાયણ કન્યા ઉત્તપન્ન કરી.મેરુ ઋષિએ પોતાની આયાતી અને નિયતિ નામની કન્યાઓ ક્રમથી 
ધાતા અને વિધાતાને પરણી,તેનાથી તેના મુકુંદ અને પ્રાણ નામના પુત્ર થયા.તેમાંથી મુકુન્દના માર્કન્ડેય અને પ્રાણના મુનિવર વેદશિરાનો જન્મ થયો.ભૃગુજીના એક કવિ નામના પુત્ર પણ હતા.તેમના ભગવાન ઉશના (શુક્રાચાર્ય)થયા.વિદુરજી ! આ બધા મુનીશ્વરોએ પણ સંતાન ઉત્તપન્ન કરીને સૃષ્ટિનો વિસ્તાર કર્યો.આવી રીતે મેં તમને આ કર્દમજીના દોહીત્રોના સંતાનોનું વર્ણન સંભળાવ્યું.જે પુરુષ તેને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના પાપોનું તે તત્કાલ નાશ કરી નાખે છે.
બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ માનુનંદિની પ્રસુતિ સાથે વિવાહ કર્યો.તેનાથી તેમણે સુંદર આંખોવાળી સોળ કન્યાઓ ઉત્તપન્ન કરી.ભગવાન દક્ષને તેમાંથી તેર ધર્મોને,એક અગ્નિને,એક સમસ્ત પિતૃગણને અને એક સંસારનો સંહાર કરનારા તથા જન્મ મૃત્યુથી છોડાવનારા ભગવાન શંકરને આપી.શ્રદ્ધા,મૈત્રી,દયા, શાંતિ,તુષ્ટિ,પુષ્ટિ,કિયા,ઉન્નતિ,બુદ્ધિ, મેધા,તિતિક્ષા ,હવી અને મૂર્તિ-તે ધર્મની પત્નીઓ છે.તેમાંથી શ્રદ્ધા એ શુભ,મૈત્રીએ પ્રસાદ,ડાયાએ અભય,શાંતિએ સુખ,તુશ્ટીએ મોદ અને પુષ્ટિએ અહંકારને જન્મ આપ્યો.ક્રિયાએ યોગ,ઉન્નતીએ દર્પ,બુદ્ધિએ અર્થ,મેઘાએ સ્મૃતિ,તિતિક્ષાએ ક્ષેમ,અને હવી(લજ્જા) એ પ્રશ્રય(વિનય)નામના પુત્ર ઉત્તપન્ન કર્યાં.સમસ્ત ગુણોની ખાણ મૂર્તિદેવીએ નરનારાયણ ઋષિયોને જન્મ આપ્યો.તેમના જન્મ થવાથી આ આખાય વિશ્વે આનંદિત થઈને પ્રસન્નતા પ્રગટ કરી.તે વખતે લોકોના મન,ડીશો,વાયુ,નદી અને પર્વત- બધામાં પ્રસન્નતા છવાઈ ગઈ.આકાશમાં માંગલિક વાજા વાગવા લાગ્યા,દેવતા લોકો ફૂલોની વર્ષા કરવા લાગ્યા.મુનિ પ્રસન્ન થઈને પ્રાર્થના કરવા લાગ્યા,ગંધર્વ અને કિન્નર ગાવા લાગ્યા.અપ્સરાઓ નાચવા લાગી.આવી રીતે તે સમયે ખુબ જ મોટો આનંદ મંગલ થયો તથા બ્રહ્માદિ સમસ્ત દેવતાઓ સ્ત્રોત્ર દ્વારા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
દેવતાઓએ કહ્યું- જેવી રીતે અક્ષમ જાતજાતના રૂપોની કલ્પના કરી લેવામાં આવે છે-તેવી જ રીતે જેમને તેમની માયા દ્વારા પોતાના સ્વરૂપની  અંદર આ સંસારની રચના કરી છે અને પોતાના તે સ્વરૂપને પ્રકાશિત કરવા માટે આ સમયે આ ઋષિ વિગ્રહ સાથે ધર્મના ઘરમાં પોતાની જાતે પ્રગટ કર્યાં છે.તે પરમપુરુષને અમારા નમસ્કાર છે.જેના તત્વનો શાશ્ત્રના આધાર પાર ફક્ત આપણે લોકો  અનુમાન જ કરીયે છીએ,પ્રત્યક્ષ નથી કરી શકતા- તેજ ભગવાને દેવતાઓને સંસારની મર્યાદામાં કોઈ ગરબડ ન થાય તેટલા માટે સત્વગુણથી ઉત્તપન્ન કર્યાં છે.હવે તેઓ પોતાના કરુણામય નેત્રોથી-જે બધીજ શોભા અને સૌંદર્યના નિવાસસ્થાન નિર્મલ દિવ્ય કમળનેપણ નીચું દેખાડનારું છે-અમારી બાજુ જુઓ.
પ્યારા વિદુરજી ! પ્રભુનું સાક્ષાત દર્શન થતા દેવતાઓએ તેમની એવી રીતે પ્રાર્થના અને પુંજા કરી.તે દરમ્યાન ભગવાન નરનારાયણ બંને ગંધમાદન પર્વત ઉપર ચાલ્યા ગયા.ભગવાન શ્રી હરિના અંશભૂત તે નર નારાયણ જ આ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે યદુકુળભૂષણ શ્રીકૃષ્ણ અને તેમના જેવાજ શ્યામવર્ગ ,કુરુકુલતિલક અર્જુનના રૂપમાં અવતરિત થયા  છે 
અગ્નિદેવની પત્ની સ્વહએ અગ્નિના જ અભિમાની પાવક,પવમાન અને શુચિ - એ ત્રણ પુત્રો ઉત્ત્પન્ન કર્યાં.એ ત્રણેય હવન કરેલા પદાર્થોનું ભક્ષણ કરનારા છે.એ ત્રણેયથી પિસ્તાલીસ પ્રકારના અગ્નિ બીજા ઉત્તપન્ન થયા.તેઓ જ તેમના ત્રણ પિતા અને એક પિતામહને સાથે લઈને ઓગણપચાસ અગ્નિ કહેવાય.વેદજ્ઞ બ્રાહ્મણ વૈદિક યજ્ઞ કર્મમાં જે ઓગણપચાસ અગ્નિઓનાં નામોથી આગ્નેયી ઇષ્ટિયો કરે છે તેઓ તે જ છે.
અગ્નિરપાત,બરહીપદ, સોમય અને આજયપ  - તે પીટર છે,તેમાં સાંગનીક પણ છે અને નિરઅગ્નિક પણ.આ બધા પિતરોની પત્ની દક્ષકુમારી સ્વધા છે.આ પિત્તરોથી સ્વધાને ધારિણી અને વયુના     નામની બે કન્યાઓ થઇ. તે બંનેજ જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત અને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરનારી થઇ.મહાદેવજીની પત્ની સતી હતી,તે બધા પ્રકારથી પોતાના પતિદેવની સેવામાં સંલગ્ન રહેનારી હતી.પરંતુ તેના પોતાના ગુણ અને શીલના જેવા કોઈ પુત્ર ન થયો.કેમકે સતીના પિતા દક્ષે વગર કોઈ અપરાધે શિવજીના  વિરુદ્ધ આચરણ કર્યું હતું,એટલામાટે સતીએ યુવાવસ્થામાં જ ક્રોધવશ યોગના દ્વારા જાતેજ પોતાના શરીરનો ત્યાગ કરી નાખ્યો હતો.

અધ્યાય બીજો 
ભગવાન શિવ અને દક્ષ પ્રજાપતિનું મનોમાલિન્ય  . 

વિદુરજીએ પૂછ્યું - બ્રહ્મન ! પ્રજાપતિ દક્ષ તો પોતાની દીક્રિયોથી ખુબ જ સ્નેહ રાખતા હતા,પછી તેમણે પોતાની કન્યા સતીનો અનાદર કરીને શીલવાનોમાં બધાથી શ્રેષ્ઠ શ્રી મહાદેવજીનો દ્વેષ કેમ કર્યો? મહાદેવજી પણ ચરાચરના ગુરુ ,વેર વગરના ,શાન્તિમૂર્ત,આત્મારામ અને જગતના પરમ આરાધ્યદેવ છે.તેનાથી ભલા વેર કોણ કરે ?
ભગવન ! તે સસરા અને જમાઈમાં એટલો વિરોધ શી રીતે થઇ ગયો,જેના કારણે સતીએ દુષ્યજ પ્રાણો સુધીની બલી આપી દીધી ? તે આપ મને કહો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું - વિદુરજી !પહેલા એકવાર પ્રજાપતિઓએ યજ્ઞમાં બધા મોટા મોટા ઋષિ,દેવતા,મુનિ અને અગ્નિ વગેરે પોત પોતાના અનુયાયીઓ સાથે ભેગા થયા હતા.તે સમયે દક્ષ પ્રજાપતિએ પણ તે સભામાં પ્રવેશ કર્યો.તેઓ તેજથી સૂર્ય જેવા પ્રકાશમાંન હતા.અને તે વીશાળ સભાભવનનો અંધકાર દૂર કરી દેતા હતા.તેમને આવેલા જોઈને બ્રહ્માજી અને મહાદેવજીના સિવાય અગ્નિપર્યન્ત બધા સભાષદો તેમના તેજથી પ્રભાવિત થઈને પોતપોતાના સ્થાનો પરથી ઉભા થઇ ગયા.એવી રીતે બધા સભાષદો પાસેથી ખુબ જ સન્માન મેળવી તેજસ્વી દક્ષ જગતપિતા બ્રહ્માજીને પ્રણામ કરી પોતાના આસાન પર બેસી ગયા.
પરંતુ મહાદેવજીને પહેલેથી જ બેસેલા જોઈને તથા તેમનાથી અભ્યુત્થાનાદી ના રૂપમાં બિલકુલ આદર ન મળવાથી દક્ષ તેમનો આ વ્યવહાર સહન ન કરી શક્યા તેમણે તેમની તરફ ત્રાસી આંખે એવી રીતે જોયું માનો તેઓ ક્રોધાગ્નિથી સળગાવી દેશે.પછી કહેવા લાગ્યા-

'દેવતા અને અગ્નિઓની સાથે બધા બ્રહ્મર્ષિ ગણો મારી વાત સાંભળો. હું સમજ વગર કે દ્વેષવશ નથી કહેતો,પણ શિષ્ટાચારની વાત કરું છું.આ નિર્લજ્જ મહાદેવ બધા લોકપાલોની પવિત્ર કીર્તિને ધૂળમાં મેળવી રહ્યા છે.જુઓ,આ ઘમંડીએ સત્પુરુષોના આચરણને લાંછિત કરી માટીમાં મેળવી દીધું છે.વાંદરા જેવી આંખોવાળા આણે સાતપુરુર્ષો જેવી મારી સાવિત્રી જેવી મૃગનયની કન્યાનું અગ્નિ અને બ્રાહ્મણો સામે પાણિગ્રહણ કર્યું હતું.એટલે એક રીતે મારા પુત્ર જેવો થઇ ગયો છે.ઉચિત તો એ હતું કે તે ઉઠીને મારુ સ્વાગત કરે,મને પ્રણામ કરે પરંતુ તેણે વાણીથી પણ મારો સત્કાર ન કર્યો.હાય ! જેવી રીતે શુદ્રને કોઈ વેદ ભણાવી દે,તેવી રીતે મેં ઈચ્છા ન હોવા છતાં પણ ભાવથી એને મારી સુકુમારી કન્યા આપી દીધી.આણે સત્કર્મનો લોપ કરી નાખ્યો ,એ કાયમ અપવિત્ર રહે છે,ખુબ જ ઘમંડી છે,અને ધર્મની મર્યાદાઓને તોડી રહ્યો છે.એ પ્રેતોના નિવાસસ્થાન ભયંકર સ્મશાનોમાં ભૂત પ્રેતોને સાથે લઈને ફર્યા કરે છે.પૂરો ગાંડાની માફક માથાના  વાળ વિખેરી નાગો ઢાંગો ભટકે છે,ક્યારેક હસે છે,ક્યારેક રડે છે.તે કાયમ આખા શરીર પર ચિતાની અપવિત્ર ભસ્મ ચોળતો રહે છે,ગાળામાં ભૂતોના પહેરવા યોગ્ય માણસના માથાની મુંડમાળા અને આખા શરીરમાં હાડકાના ઘરેણાં પહેરતો રહે છે.તે બસ ખાલી નામનો જ શિવ છે,હકીકતમાં પૂરો અશિવ છે.-અમંગલરૂપ .જેવો તે જાતે મતવાલો છે તેવા જ મતવાલા તેને પ્યારા લાગે છે, ભૂત પ્રેત પ્રમથ વગેરે વગેરે તમોગુણી સ્વભાવવાળા જીવોનો તે નેતા છે.અરે !  મેં ખાલી બ્રહ્માજીના બહેકાવામાં આવીને આવા ભૂતોનો સરદાર ,આચાર વગરના અને દુષ્ટ સ્વભાવવાળાને  મારી ભોળી ભલી દીકરી પરણાવી દીધી.'
શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! દક્ષે આવી રીતે મહાદેવજીને ખુબ બૂરું ભલું કહ્યું,તોપણ તેમણે તેનો કોઈ પ્રતિકાર ન કર્યો,તે પૂર્વવત નિશ્ચલ ભાવથી બેસી રહ્યા.તેનાથી દક્ષનો પારો તેનાથી પણ ઊંચો ચઢી ગયો,અને તે પાણી હાથમાં લઈને તેમને શ્રાપ આપવા તૈયાર થઇ ગયો.દક્ષે કહ્યું,'
'આ મહાદેવ દેવતાઓમાં ખુબ જ અધમ છે,હવેથી તેને ઇન્દ્ર-ઉપેન્દ્ર વગેરે દેવતાઓની સાથે તેને યજ્ઞમાં ભાગ ન મળે.'ત્યાં બેઠેલા મુખ્ય મુખ્ય સભાસદોએ તેને ખુબ જ ના પડી,પણ તેણે કોઈને ન સાંભળ્યા,મહાદેવજીને શ્રાપ આપી જ દીધો.પછી તે અત્યંત ક્રોધિત થઈને તે સભાથી નીકળીને પોતાના ઘેર ચાલ્યા ગયા.
જયારે શંકરજીના અનુયાયીઓમાં મુખ્ય નંદીશ્વરને ખબર પડી કે દક્ષે શ્રાપ આપ્યો છે,તો તે ક્રોધથી તપી ઉઠ્યો,અને તેણે દક્ષ અને તે બ્રાહ્મણોને ,જેમણે દક્ષના દુર્વચનોને અનુમોદન કર્યા
' હતા,ખુબ જ ભયંકર શ્રાપ આપ્યો. તેઓ બોલ્યા - 
'જે આ મરણ-ધર્મ શરીરમાં જ અભિમાન કરીને કોઈને પણ દ્રોહ ન કરનારા ભગવન શંકરને દ્વેષ કરે છે,તે ભેદ બુદ્ધિવાળો મૂર્ખ દક્ષ ,તત્વજ્ઞાનથી વિમુખ જ રહે.આ 'ચાતુર્માસ્ય યજ્ઞ કરનારાઓ ને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે'વગેરે અર્થવાદરૂપ વેદવાક્યોથી મોહિત તેમ જ વિવેક ભ્રષ્ટ થઈને વિષયસુખની ઈચ્છાથી કપટધર્મમય ગૃહસ્થશ્રમમાં આસક્ત રહીને કર્મકાંડમાં જ લાગેલો રહે છે.તેની બુદ્ધિ દેહાદિમાં આત્મભાવનું ચિંતન કરનારી છે,તેના દ્વારા તેણે આત્મસ્વરૂપ ભુલાવી દીધું છે.તે સાક્ષાત પશુના જેવો છે,એટલે અત્યંત સ્ત્રીલંપટ થાય અને તેનું મોઢું બકરાનું થઇ જાય.આ મૂર્ખ કર્મમયી અવિદ્યાને જ વિદ્યા સમજે છે.એટલા માટે તે અને જે લોકો ભગવાન શંકરનું અપમાન કરનારા આ દુષ્ટની પાછળ પાછળ ચાલનારા છે,તે બધા આ સંસારચક્રમાં પડ્યા રહે.વેદવાણીરૂપ લતા ફલશ્રુતિ રૂપ પુષ્પોથી સુશોભિત છે,તેના કર્મફળસ્વરૂપ મનમોહક ગંધથી તેનું ચિત્ત ક્ષુબ્ધ થઇ રહ્યું છે,તેનાથી આ શંકરદ્રોહી કર્મોની જાળમાં જ ફસાયેલા રહે.આ બ્રાહ્મણલોકો ભક્ષયાભક્ષના  વિચારને છોડીને ફક્ત પેટ પાળવાને માટે જ વિદ્યા,તપ,વ્રત વગેરેનો આશ્રય લઇ તથા ધન,શરીર અને ઇન્દ્રિયોના સુખને જ સુખ માનીને -તેનાજ ગુલામ બનીને ભીખ માંગતા ભટક્યા કરે.'
નંદીશ્વરના મોઢાથી આ પ્રકારે બ્રાહ્મણકુળના માટે શ્રાપ સાંભળીને તેના બદલામાં મૃગુજીએ આ દુસ્તર શ્રાપરૂપ બ્રહ્મદંડ આપ્યો.
'જે લોકો શિવભકત છે,તથા જે તે ભક્તોના અનુયાયીઓ છે.તે શત શાસ્ત્રોના વિરુદ્ધ  આચરણ કરનારા અને પાખંડી થાય.જે લોકો શૌચાચાર વિહીન મંદબુદ્ધિ તથા જટા,રાખ અને હાડકાને ધારણ કરનારા છે,-તે જ શૈવ સંપ્રદાયમાં દીક્ષિત થાય,જેમાં સૂર અને આસવ જ દેવતાઓની જેવા આદરણીય છે.અરે ! તમે લોકો જે ધર્મમર્યાદાના સંસ્થપાક તેમ જ વર્ણાશ્રમિયોના રક્ષક વેદ,અને બ્રાહ્મણોની નિંદા કરો છો. ખબર પડે છે તમે પાખંડનો આશરો લઇ રાખ્યો છે.આ વેદમાર્ગ જ લોકો માટે કલ્યાણકારી અને અને સનાતન માર્ગ છે.પૂર્વપુરુષ તેના પર ચાલતા આવ્યા છે.અને તેના મૂળ સાક્ષાત વિષ્ણુભગવાન છે.તમેલોકો સત્પુરુષોના પરમ પવિત્ર અને સનાતન માર્ગરૂપ વેદની નિંદા કરો છો-એટલા માટે તે પાખંડ માર્ગમાં જાઓ,જેમાં ભૂતોના સરદાર તમારા ઇષ્ટદેવ નિવાસ કરે છે.'
શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! ભૃગુ ઋષિએ આ પ્રમાણે શ્રાપ આપવાથી ભગવાન શંકર કૈક ખિન્ન જેવા થઇ ત્યાંથી પોતાના અનુયાયીઓ સાથે ચાલ્યા ગયા.ત્યાં પ્રજાપતિ લોકો જેઓ યજ્ઞ કરી રહ્યા હતા,તેમાં પુરુસોત્તમ શ્રી હરિ જ ઉપાસ્ય દેવ હતા.અને તે યજ્ઞ એક હજાર વર્ષમાં પૂરો થવાનો હતો.તેને સમાપ્ત કરીને તે પ્રજાપતિયોંએ શ્રી ગંગા જમુના સંગમમાં યજ્ઞાન્ત સ્નાન કર્યું અને પછી પ્રસન્ન મનથીતે પોતપોતાના સ્થાનોમાં જતા રહ્યા.



અધ્યાય ત્રીજો 
સતીનો પિતાને ત્યાં યજ્ઞયોત્સવમાં  જવાનો આગ્રહ કરવો.   

શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! આવી રીતે તે સસરા અને જમાઈને  એક બીજામાં વેર વિરોધ રાખતા ખુબ જ ઘણો સમય નીકળી ગયો. તે વખતે બ્રહ્માજીએ દક્ષને સમસ્ત પ્રજાપતિઓનો અધિપતિ બનાવી દીધો.તેનાથી તેનું ગર્વ ખુબ જ વધી ગયું.તેણે ભગવાન શંકર વગેરે બ્રહ્મનિષ્ઠો ને યજ્ઞભાગ ન આપીને તેનો તિરસ્કાર કરતા કરતા પહેલા તો વાજપેય યજ્ઞ કર્યો,અને પછી બૃહસ્પતિસવ નામનો મહાયજ્ઞ આરંભ કર્યો.તે યજ્ઞોત્સવમાં બધા બ્રહ્મર્ષિ,દેવર્ષિ,પિતર,દેવતા વગેરે પોતપોતાની પત્નીઓ સાથે આવ્યા,તે બધાએ મળીને ત્યાં માંગલિક કાર્ય સંપન્ન કર્યા અને દક્ષના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
તે સમયે આકાશમાર્ગે જનારા દેવતાઓ અંદરોદર તે યજ્ઞની વાતો કરતા જતા હતા.તેમના મોઢેથી દક્ષકુમારી સતીએ પોતાના પિતાના ઘેર થનારા યજ્ઞની વાત સાંભળી લીધી.તેમણે જોયું કે અમારા નિવાસસ્થાન કૈલાસની પાસેથી થઈને બધી બાજુથી ચંચળ નેત્રોવાળા ગંધર્વો અને યક્ષોની સ્ત્રિયો ચમકતા કુંડળ અને હાર પહેરીને ખુબ સાજી ધજી પોત પોતાના પતીયોની સાથે વિમાનો પર બેસીને તે યજ્ઞોત્સવમાં જય રહી છે.તેનાથી તેને પણ ઉત્સુકતા થઇ અને તેણે પોતાના પતિ ભગવાન ભૂતનાથને કહ્યું .
સતીએ કહ્યું - વામદેવ ! સાંભર્યું છે,આ વખતે આપના સસરા દક્ષપ્રજાપતિને ત્યાં ઘણો મોટો 
યજ્ઞોત્સવ થઇ રહ્યો છે,જુઓ,આ બધા દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે,જો આપની ઈચ્છા હોય તો આપણે પણ જઇયે.આ સમયે પોતાના અત્મિયોથી મળવા માટે મારી બહેનો પણ પોતપોતાના પતીયો સાથે ત્યાં જરૂર આવશે.હું પણ એવું ઈચ્છું છું કે આપની સાથે ત્યાં જઈને માતા પિતાના આપેલા ઘરેણાં,કપડાં,વગેરે ઉપહારમાં સ્વીકાર કરું.ત્યાં પોતાના પતીયોથી સમ્માનિત બહેનો,માસીઓ અને સ્નેહદ્રહ્રદય માતાજીને જોવા મારુ મન ખુબ જ દિવસોથી ઉત્સુક છે.કલ્યાણમય ! તે સીવટય ત્યાં મહર્ષિઓનો રચેલો શ્રેષ્ઠ યજ્ઞ પણ જોવા મળશે.અજન્મા પ્રભુ ! તમો જગતના ઉત્તપત્તિના હેતુ છો.આપની માયાથી રચેલું આ પરમ આશ્ચર્યમય ત્રિગુણાત્મક જગત આપમાં જ દેખાઈ રહ્યું છે.પરંતુ હું તો સ્ત્રી સ્વભાવ હોવાને કારણે તમારા તત્વથી અનભિજ્ઞ અને ખુબ જ દીન છું.એટલા માટે આ સમયે મારી જન્મભૂમિ જોવા કહું બ જ ઉત્સુક થઇ રહી છું.જન્મ રહિત નીલકંઠ ! જુઓ - એમાં કેટલીક સ્ત્રિયો તો એવી છે કે જેનો દક્ષથી કોઈ સંબંધ પણ નથી.છતાંપણ તેઓ પોતપોતાના પતીયો સાથે ખુબ સાજી ધજીને ટોળે ટોળામાં ત્યાં જઈ રહી છે.ત્યાં જનારી આ દેવાંગનાઓ ના રાજહંશ જેવા સફેદ વિમાનોથી આકાશમંડળ કેટલું સુશોભીત થઇ  રહ્યું છે.સુરશ્રેષ્ઠ ! આવી અવસ્થામાં  આપણા  પિતાને ત્યાં ઉત્સવના સમાચાર મેળવીને તેમની દીકરીનું શરીર તેમાં સમ્મલિત થવા માટે કેમ ન છટપટાવે.
પતિ, ગુરુ અને માતા પિતા વગેરે સૃહ્રદયોને ત્યાં તો વગર બોલાવ્યે પણ જઈ શકીયે છીએ,.એટલે દેવ !  
તમો મારા પર પ્રસન્ન થાઓ,આપને મારી ઈચ્છા અવશ્ય પુરી કરવી જોઈએ.તમો ખુબ જ કરુણામય છો,ત્યારે તો પરમ જ્ઞાની હોવા છતાં આપે મને આપના અડધા અંગમાં સ્થાન આપ્યું છે.હવે મારી આ આજીજી પર ધ્યાન આપી મને અનુગૃહીત કરો.
શ્રી મૈત્રેયજી કહે છે-પ્રિયા સતીજીએ આવી રીતે પ્રાર્થના કરવાથી પોતાના અત્મિયોના પ્રિય કરનારા ભગવાન શંકરને દક્ષપ્રજાપતિના તે મર્મભેદી દુર્વચનરૂપ બાણોની યાદ આવી ગઈ,જે તેમણે બધા પ્રજાપતિયોં સામે કહ્યા હતા.ત્યારે તેઓ હસીને બોલ્યા.
ભગવાન શંકરે કહ્યું - સુંદરી ! તમે જે કહ્યું કે પોતાના બંધુજનને ત્યાં વગર બોલાવ્યે પણ જઈ શકીયે છીએ,તે તો બરાબર છે,પરંતુ એવું ત્યારે કરવું જોઈએ જયારે તેમની દ્રષ્ટિ ખુબ જ પ્રચલ દેહાભિમાનથી ઉત્તપન્ન થયેલા મદ અને ક્રોધને કારણે દ્વેષ દોષથી ભરેલી ન હોય, વિદ્યા,તપ,ધન,સુદ્રઢ શરીર,યુવાવસ્થા અને ઉચ્ચ કુલ -આ છ સત્પુરુષના તો ગુણ છે,પરંતુ નીચ પુરુષોમાં એજ ગુણો અવગુણ થઇ જાય છે. કેમકે તેમાં તેનું અભિમાન વધી જાય છે,અને દ્રષ્ટિ દોષયુક્ત થઇ જાય છે.તેમજ વિવેકશક્તિ નાશ પામે છે.એટલા માટે તેઓ મહાપુરુષોનો પ્રભાવ નથી જોઈ શકતા.તેનાથી તેઓ પોતાને ત્યાં આવેલા પુરુષોને કુટિલ બુદ્ધિથી ભ્રમર ચઢાવીને રોષભરી દ્રષ્ટિથી જુએ છે,તે અવ્યવસ્થિત ચિત્ત લોકોને ત્યાં 'આ અમારા ભાઈ છે' એવું સમજીને ક્યારેય ન જવું જોઈએ.દેવી ! શત્રુઓના બાણોથી વીંધાઈ જવા છતાં એવું દુઃખ નથી થતું ,જેવું પોતાના ક્તુબુદ્ધિ સ્વજનોના કુટિલ વચનોથી થાય છે.કેમકે બાણોથી શરીર છિન્નભિન્ન થઇ જવાથી તો જેમ તેમ નિંદ્રા આવી જાય છે,પરંતુ કુવાક્યોથી મર્મસ્થાન વિઢવ થઇ જવાથી તો મનુષ્ય હૃદયની પીડાથી દિવસ રાત બેચેન રહે છે.
સુંદરી ! હું અવશ્ય એ જાણું છું,કે તમે પરમોત્રતિને પ્રાપ્ત થયેલા દક્ષપ્રજાપતિ ને પોતાની બધીજ કન્યાઓમાં વધારે પ્રિય છો તો પણ  મારી આશ્રિત હોવાને કારણે તમને તમારા પિતાથી માન નહિ મળે,કેમકે તેઓ મરાઠી ખુબ જ બળે છે.જીવની ચિત્તવૃત્તિને સાક્ષી અહંકારશૂન્ય મહાપુરુષોની સમૃદ્ધિને જોઈને જેના હૃદયમાં સંતાપ અને ઇન્દ્રિયોમાં દુઃખ થાય છે,તે પુરુષ તેના પદને સુગમતાથી તો પ્રાપ્ત નથી કરી શકતો.બસ,દૈત્યલોકો જેમ શ્રી હરિને દ્વેષ માને છે,તેવોજ તેણે કુંઢતો રહે છે.
સુમધ્યમે ! તમે કહી શકો છો કે આપને પ્રજાપતિયોંની સભામાં તેમનો આદર કેમ ન કર્યો.એટલે એમ સામે જવું,નમ્રતા દેખાડવી,પ્રણામ કરવા વગેરે ક્રિયાઓ તો લોકવ્યવહારમાં કરવામાં આવે છે,તત્વજ્ઞાનીઓ દ્વારા તે ખુબ જ સારા  ઢંગથી કરાય છે.તે અન્તર્યામીરૂપથી બધાના હૃદયમાં સ્થિર પરમપુરુષ વાસુદેવને જ પ્રણામ વગેરે કરે છે,દેહાભિમાની પુરુષને નથી કરતા,.વિશુદ્ધ અંત:કારણનું નામ જ 'વસુદેવ' છે,કેમકે તેમાં ભગવાન વાસુદેવનું અપરોક્ષ અનુભવ થાય છે.એ શુદ્ધ ચિત્તમાં સ્થિર ઈંદ્રિયાયીત ભગવાન વાસુદેવને જ હું નમસ્કાર કર્યા કરું છું.એટલા માટે પ્રિયે ! જેને પ્રજાપતીયોના યજ્ઞમાં,મારા દ્વારા કોઈ અપરાધ ન હોવા છતાં મારો કટુવાક્યોથી તિરસ્કાર કર્યો હતો.તે દક્ષ તમારા શરીરને ઉત્તપન્ન કરનારા પિતા છે,તો પણ મારા શત્રુ હોવાને કારણે તમને તેને અથવા તેના અનુયાયીઓને જોવાનો વિચાર પણ ન કરવો જોઈએ.જો તમે મારી વાત ન માનીને ત્યાં જશો,તો તમારે માટે સારું નહિ થાય,કેમકે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું પોતાના આત્મીયજનો દ્વારા અપમાન થાય છે,ત્યારે તે તત્કાલ તેના મરણનું કારણ બને છે.  

અધ્યાય ચોથો 
સતીનો અગ્નિપ્રવેશ.

શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! એટલું કહીને ભગવાન શંકર મૌન થઇ ગયા.તેમણે જોયુયુકે દક્ષને ત્યાં જવાદેવાથી કે  જવા દેવાથી રોકવાથી -બંને અવસ્થાઓમાં સતીના પ્રાણત્યાગની સંભાવના છે.અહીં સતીજી પણ ક્યારેક ભાઈઓને જોવાની ઈચ્છાથી બહાર આવતી અને ક્યારેક 'ભગવાન શંકર રિસાઈ ન જાય ' તે શંકાથી પાછી વળી જતી.એવી રીતે કોઈ વાત નક્કી ન કરી શકવાને કારણે તે દુવિધામાં પડી ગઈ-ચંચળ થઇ ગઈ.બંધુજનોને મળવાની ઇચ્છામાં વાંધો પડવાથી તે ઘણી બેસમજી થઇ ગઈ.સ્વજનોના સ્નેહવશ તેનું હૃદય ભરાઈ આવ્યું અને તે આંખોમાં આસું ભરી વ્યાકુળ થઇ રડવા લાગી.તેનું શરીર થરથર કંપવા લાગ્યું અને તે અપ્રતિમ પુરુષ ભગવાન શંકર તરફ એવી રીતે ક્રોધભરી દ્રષ્ટિથી જોવા લાગી જાણે તેમને ભસ્મ કરી દેશે.શોક અને ક્રોધને તેના મનને બેચેન કરી નાખ્યું તથા સ્ત્રી સ્વભાવને કારણે તેની બુદ્ધિ મૂઢ થઇ ગઈ.જેમણે પ્રેમને કારણે તેને અડધું અંગ આપી દીધું હતું તે સત્પુરુષોના પ્રિય ભગવાન શંકરને પણ છોડીને તે લાંબી લાંબી શ્વાસો લેતી લેતી પોતાના માતાપિતાને ઘેર ચાલી નીકળી.સતીને એકદમ ઝડપથી એકલી જતા જોઈ શ્રી મહાદેવજીના માનીમાંન તેમ જ મદ વગેરે હજારો સેવક ભગવાન ના વાહન વૃષભરાજને આગળ કરી તથા બીજા પણ અનેકો પાર્ષદો અને યક્ષને સાથે લઇ ખુબ જ ગતિથી નિર્ભયતા પૂર્વક તેમની પાછળ ચાલી નીકળ્યા.તેમણે સતીને બળદ ઉપર સવાર કરાવી દીધા તથા મૈના પક્ષી ,ગેડ, દર્પણ અને કમલ વગેરે રમવાની સામગ્રી ,સફેદ છત્ર,ચેમ્બર અને માલા વગેરે રાજચિહ્ન,તથા ડુંડુંમ્ભી,શંખ અને વાંસળી વગેરે ગાવા વગાડવાના સામાનોથી સુસજ્જિત થઇ તેઓ તેમની સાથે ચાલી નીકળ્યા.
ત્યારપછી સતી પોતાના બધાજ સેવકોની સાથે દક્ષની યજ્ઞશાળામાં પહોંચી.ત્યાં વેદધ્વનિ કરનારા બ્રાહ્મણોમાં એકબીજામાં  હોડ લાગેલી હતી,કે બધાથી મોટા અવાજમાં કોણ બોલે,બધી બાજુ બ્રહ્મર્ષિ અને દેવતાઓ બેઠેલા હતા,તથા જ્યાં ત્યાં માટી,કંઠ,લોઢું,સોનુ,તાંબુંઅને ચર્મના પાત્રો રાખેલા હતા.ત્યાં પહોંચ્યા પાછી પિતા દ્વારા સતીની અવહેલના થઇ,તે જોઈ યજ્ઞકર્તા દક્ષના ભયથી સતીની માતા અને બહેનો સિવાય કોઈ પણ મનુષ્યે તેનો કોઈ પણ આદર સત્કાર ન કર્યો.તેની માતા તેમજ બહેનો જરૂર પ્રસન્ન થઇ,અને પ્રેમથી ગદગદ થઇ તેમણે સતીજી ને આદરપૂર્વક ગળે લગાવ્યા.પરંતુ સતીજીએ પિતાથી અપમાનિત થવાને કારણે બહેનોના કુશળ પ્રશ્નો સાથે પ્રેમપૂર્ણ વાર્તાલાપ,તથા માતા અને ભાભીયોએ સન્માનપૂર્વક આપેલા ઉપહાર અને સુંદર આસન વગેરેનો સ્વીકાર ન કર્યો.
સર્વલોકેશ્વરી દેવી સતીનો યજ્ઞમંડપમાં અનાદર તો થયો જ હતો,તેને તે પણ જોયું કે તે યજ્ઞમંડપમાં ભગવાન શંકરનું કોઈ સ્થાન આપવામાં નથી આવ્યું અને પિતા દક્ષ તેમનું ખુબ જ અપમાન કરી રહ્યાં
છે તેનાથી તેને ખુબ ક્રોધ થયો માનો,એવું જણાતું હતું કે તે તેના રોષથી સંપૂર્ણ લોકોને ભસ્મ કરી દેશે.દક્ષને કર્મમાર્ગના અભ્યાસથી ખુબ જ ઘમંડ આવી ગયું હતું.તેને શિવજીથી દ્વેષ કરતા જો ઈ સતી સાથે આવેલા ભૂત તેને મારવા તૈયાર થયા,તો દેવી સતીએ તેમને તેના તેજથી રોકી લીધા,અનેલોકોને સંભળાવતા પિતાની નિંદા
કરતી કરતી ક્રોધથી ખુબ જ લડખડાતી વાણીમાં બોલી.

દેવી સતીએ કહ્યું - પિતાજી ! ભગવાન શંકરથી મોટું તો આ સંસારમાં કોઈ નથી.તેઓ તો બધા દેહધારીયોના પ્રિય આત્મા છે.તેમનું ન કોઈ પ્રિય છે કે નતો કોઈ અપ્રિય,તેમ જ તેમને કોઈ પ્રાણીથી વેર નથી.તેઓ તો બધાના કારણ,તેમ જ સર્વરૂપ છે.તમારા સિવાય બીજું એવું કોણ છે જે તેમનો વિરોધ
 કરે ?દ્વિજ્વર !  એ જેવા લોકો બીજાઓના ગુણોમાં પણ દોષ જ કાઢતા હોય છે.પરંતુ કોઈ સાધુ લોકો એવું નથી કરતા.જે લોક -દોષ જોવાની વાત તો જુદી રહી-બીજાઓના થોડા ગુણોને પણ મોટા રૂપમાં જોવા ઈચ્છે છે તે બધામાં શ્રેષ્ઠ છે.દુઃખ એ છે કે આપે એવા મહાપુરુષો પર પણ દોષારોપણ જ કર્યું ,

જે દુષ્ટ પુરુષ આ શવરૂપ જડ શરીરને જ આત્મા માને છે,તે કદાચ ઇર્ષ્યાવશ કાયમ મહાપુરુષોની નિંદા કરે તો તે કોઈ આશ્ચર્યની વાત નથી.કેમકે મહાપુરુષો તો તેની એવી ચેષ્ટા ઉપર કોઈ ધ્યાન નથી આપતા.પરંતુ તેમના ચરણોની ધૂળ તેના એ અપરાધને ન સહન કરી તેનું તેજ નષ્ટ કરી દે છે.એટલે મહાપુરુષોની નિંદા જેવું  જધન્ય  કામ તે દુષ્ટ લોકોને જ શોભા દેતા હોય છે.જેમનું 'શિવ' બે અક્ષરનું નામ પ્રસંગવશ એકવાર પણ મોઢામાંથી નીકળી જવાથી મનુષ્યોના બધાજ પાપોનો તત્કાલ નાશ થઇ જાય છે.અને જેમની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન નથી કરી શકતું.અહો ! તેજ પવિત્રકીર્તિ મંગલમય ભગવાન શંકરને આપ દ્વેષ કરો છો.જરૂર તમો અમંગલરૂપ છો.
અરે ! મહાપુરુષોના મન મધુકર બ્રહ્માનંદમય રસનું પાન કરવાની ઈચ્છાથી જેમના ચરણકમાલોનું નિરંતર સેવન કાર્ય કરે છે.અને જેમના ચરણાર્વિન્દ સકામ પુરૂષોને તેમનો અમિષ્ટ ભોગ પણ આપે છે,તે વિશ્વબંધુ ભગવાન શિવથી તમો વેર કરો છો ? 

 તેઓ ફક્ત નામ માત્રના શિવ છે,તેમનો વેશ આશીવરૂપ-અમંગળ છે,તે વાતને આપ સિવાય અન્ય કોઈ દેવતા કદાચ નથી જાણતા,કેમકે જે ભગવાન શિવ સ્મશાનભૂમિસ્થ નરમુંડોની માલા ,ચિતાની ભસ્મ અને હાડકા પહેરે,વિખરાયેલી જટા,ભૂત પિશાચો સાથે સ્મશાનમાં વસે છે,તેમના જ ચરણોથી પડેલા નિર્માલ્યને બ્રહ્મા,વગેરે દેવતા પોતાના માથા ઉપર ધારણ કરે છે.જો નિરંકુશ લોકો ધર્મમર્યાદાની રક્ષા કરનારા પોતાના પૂજનીય સ્વામીની નિંદા કરે તો પોતાનામાં તેને દંડ આપવાની શક્તિ ન હોવાથી,કાન બંધ કરીને ચાલ્યા જાય અને કદાચ શક્તિ હોય તો બળપૂર્વક પકડીને તે બકવાસ કરનાર અમંગળરૂપ  દુષ્ટ જીભને કાપી નાખે.આ પાપને રોકવા જાતે પોતાના પ્રાણ પણ આપી દે,,એ જ ધર્મ છે.તમો ભગવાન નીલકંઠની નિંદા કરનારા છો,એટલા માટે આપથી ઉત્તપન્ન થયેલા આ શરીરને હું હવે ન રાખી શકું.,જો ભૂલથી કોઈ નિંદિત વસ્તુ ખવાઈ જાય તો તેને ઉલ્ટી કરીને કાઢી નાખીને જ મનુષ્યની શુદ્ધિ બતાવાય  છે. જે મહામુનિ પોતાના સ્વરૂપમાંજ ફર્યા કરે છે,તેમની બુદ્ધિ કાયમ વેદના વિધિનિષેધમય વક્યોનું અનુશરણ નથી કરતી.જેવી રીતે દેવતા અને મનુષ્યોની ગતિમાં ફેર રહે છે,તેવી રીતે જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિ એક જેવી નથી હોતી.એટલા માટે મનુષ્યોનેજરૂરી છે કે  પોતાના જ ધર્મમાં સ્થિર રહીને બીજાના માર્ગની નિંદા ન કરે. પ્રવૃત્તિ(યજ્ઞ-યજ્ઞાદિ )અને નિવૃત્તિ(શામ-દામાદિ)-રૂપ બંને જ પ્રકારના કર્મ બરાબર છે.વેદમાં તેના જુદા જુદા રાગી અને વૈરાગી બે પ્રકારના અધિકારી બતાવાયા છે.એકબીજા વિરુદ્ધ હોવાને કારણે તે બંને પ્રકારના કર્મોનું  એકસાથે એક જ પુરુષના  દ્વારા આચરણ નથી કરી શકાતું. ભગવાન શંકર તો પરબ્રહ્મ પરમાત્મા છે,તેમને આ બંનેમાંથી કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની જરૂર નથી.
પિતાજી ! અમારું એશ્વર્ય અવ્યક્ત છે,આત્મજ્ઞાની મહાપુરુષ જ તેનું સેવન કરી શકે છે.તમારી પાસે તે એશ્વર્ય નથી,અને યજ્ઞશાળાઓમાં યજ્ઞાત્રથી તૃપ્ત થઈને પ્રાણપોષણ કરનારા કર્મઠલોક તેની પ્રશંસા પણ નથી કરતા.તમો ભગવાન શંકરનો અપરાધ કરનારા છો.એટલે આપણા શરીરથી ઉત્તપન્ન આ નિંદનીય શરીરને મારે રાખીને શું કરવું છે.તમારા જેવા દુર્જન થી સબંધ હોવાથી મને લજ્જા આવે છે.જે મહાપુરુષોનો અપરાધ કરે છે તેનાથી થનારા જન્મને પણ ધિક્કાર છે.જે વખતે ભગવાન શિવ આપની સાથે મારા સબંધ બતાવતા મને મજાકમાં 'દાક્ષાયની' (દક્ષકુમારી)ના નામથી પોકારશે તે વખતે મને મજાક ભૂલીને ખુબ દુઃખ અને શરમ આવશે.એટલા માટે તેના પહેલા જ હું આપણા અંગથી ઉત્તપન્ન આ શવતૂલ્ય શરીરને છોડી દઈશ.

શ્રી મૈત્રેયજી કહે છે -કામાદિ શત્રુઓને જીતનારા વિદુરજી ! તે યજ્ઞમંડપમાં દક્ષને આવી રીતે કહીને દેવી સતી મૌન થઇ ઉત્તર દિશામાં જમીન ઉપર બેસી ગઈ.તેને આચમન કરીને પીળું  વસ્ત્ર ઓઢી  લીધું તથા આંખો નમાવીને શરીર છોડવા માટે યોગમાર્ગમાં સ્થિર થઇ ગઈ.તેણૅ આસનને સ્થિર કરીને પ્રાણાયામ દ્વારા પ્રાણ અને અપાનને એક કરીને નાડીચક્રમાં સ્થિર કર્યા,પછી ઉંડાનવાયુને નાભિચક્રથી ઉપર  ઉઠાવીને ધીરે ધીરે બુદ્ધિની સાથે હૃદયમાં સ્થાપિત કર્યા,તેના પછી અનિન્દિતા સતી તે હૃદયસ્થિત વાયુને કંઠમાર્ગથી ભૃકુટીયાઓની વચ્ચે લઇ ગઈ.આવી રીતે,જે શરીરને મહાપુરુષોના પણ પૂજનીય ભગવાન શંકરે કેટલીય વાર ખુબ જ આદરથી પોતાની ગોદમાં બેસાડી હતી,દક્ષ પર ક્રોધિત થઈને તેને ત્યાગવાની ઈચ્છાથી મહામનસ્વીની સતીએ પોતાના સંપૂર્ણ અંગોમાં વાયુ અને અગ્નિની ધારણા કરી.પોતાના પતિ જગદ્ગુરુ ભગવાન શંકરના ચરણકમળ મકરંદનું ચિંતન કરતા કરતા સતીએ બધી બાજુનું ભાન ભુલાવી દીધું,તેને તે ચરણો સિવાય કઈ પણ ન દેખાયું.તેનાથી તે સર્વથા નિર્દોષ ,એટલે હું દક્ષ કન્યા છું - તેવા અભિમાનથી પણ મુક્ત થઇ ગઈ, અને તેનું શરીર તરત જ યોગાગ્નિથી સળગી ઉઠ્યું.
તે વખતે ત્યાં આવેલા દેવતા વગેરેએ જયારે સતીનો દેહત્યાગ રૂપ તે મહાન આશ્ચર્યમય ચરિત્ર જોયું,ત્યારે તેઓ બધા હાહાકાર કરવા લાગ્યા અને તે ભયંકર કોલહોલ આકાશમાં તેમ જ પૃથ્વીતળિયે બધી જગ્યાએ ફેલાય ગયો.બધી બાજુ એજ સંભળાતું હતું - 'હાય ! દક્ષના દુર્વ્યવ્હારથી ક્રોધિત થઈને દેવાધિદેવ મહાદેવની પ્રિયા સતીએ પ્રાણત્યાગ કર્યો.જુઓ,આખા ચરાચરના જીવો બધા દક્ષપ્રજાપતિ ના જ સંતાન છે,છતાં પણ તેમણૅ કેવી ભારે દુષ્ટતા કરી છે! તેમની પુત્રી શુદ્ધહૃદય સતી કાયમ માન મેળવવા યોગ્ય હતી,પરંતુ તેને તેનો એવો નિરાદર કર્યો કે તેને પ્રાણ ત્યાગ કર્યો.હકીકતમાં તે ખુબ જ અસહિષ્ણુ અને બ્રાહ્મ્ણદ્રોહી છે.હવે તેની સંસારમાં ખુબ જ અપકીર્તિ થશે.જયારે તેની પુત્રી સતી તેના અપરાધથી પ્રાણત્યાગ કરવા તૈયાર થઇ તો પણ તે શંકરદ્રોહીએ તેને રોકી પણ નહિ.'
જે વખતે બધા લોકો આવી રીતે કહી રહ્યા હતા તે વખતે શિવજીના પાર્ષદ સતીનો આ અદભુત પ્રાણત્યાગ જોઈને અસ્ત્ર,શસ્ત્ર લઈને દક્ષને મારવા ઉભા થઇ ગયા.તેમનો આક્રમણનો વેગ જોઈને ભગવાન ભૃગુએ યજ્ઞમાં વિઘ્ન નાંખનારાઓને નાશ કરવા માટે 'અપહતમ રક્ષ...'વગેરે મંત્રોનો ઉચ્ચાર કરતા કરતા દક્ષિણઃગ્નિમાં આહુતિ આપી. અધ્વર્યુ ભૃગુએ જ્યાં આહુતિ છોડી કે યજ્ઞકુંડથી 'ઋભુ'નામના હજારો તેજસ્વી દેવો પ્રગટ થઇ ગયા.તેમણૅ તેમની તપસ્યાના પ્રભાવથી ચંદ્રલોક પ્રાપ્ત કર્યું હતું.તે બ્રહ્મતેજ દેવતાઓએ સળગતી લાકડીઓથી આક્રમણ કર્યું.તો બધાજ ગુહ્યક અને પ્રમથગણ જ્યાં ત્યાં ભાગી ગયા. 

અધ્યાય પાંચમો 
વિરભદ્રકૃત દક્ષયજ્ઞવિઘ્વંસ અને દક્ષ વધ 

શ્રી મૈત્રેયજી કહે છે - મહાદેવજીએ જયારે દેવર્ષિ  નારદજીના મોઢે સાંભર્યું,કે પોતાના પિતા દક્ષ થી અપમાનિત થવાના કારણે દેવી સતીએ પ્રાણ ત્યાગઈ દીધા છે,અને તેની યજ્ઞવેદીમાં પ્રગટેલા ઋભુઓએ તેમના પાર્ષદોને મારીને ભગાવી દીધા છે,ત્યારે તેમને ખુબ જ ક્રોધ આવ્યો.તેમને ઉગ્ર રૂપ ધારણ કરી ક્રોધના માર્યા હોઠ ચાવતા તેમની એક જટા ઉખાડી લીધી - જે વીજળી અને આગની જવલા જેવી દીપ્ત થતી હતી.-અને એકદમ ઉભા થઈને ખુબ જ ગંભીર અટ્ટહાસ્યની સાથે તેને જમીન ઉપર પટકી દીધી.તેનાથી તરત જ એક મોટો ભારે લાંબો-પહોળો પુરુષ ઉત્તપન્ન થયો.તેનું શરીર એટલું વિશાળ હતું કે તે સ્વર્ગને સ્પર્શ કરતુ હતું.તેની હજારો ભુજાઓ હતી.મેઘના જેવો શ્યામ વર્ણ હતો,સૂર્યની જેવા સળગતા ત્રણ નેત્ર હતા,વિકરાળ દાઢો હતી,અને અગ્નિની જવાળાઓ જેવી લાલ લાલ જટાઓ હતી,તેના ગળામાં નરમુંડોની માળા હતી,અને હાથોમાં જાત જાતના અસ્ત્ર-શસ્ત્ર હતા.જયારે તેને હાથ જોડીને પૂછ્યું,'ભગવન,હું શું કરું ?'તો ભગવન ભૂતનાથે કહ્યું,-'વીર રુદ્ર ! તું મારો અંશ છે, એટલા માટે મારા પાર્ષદોના અધિનાયક બનીને તું તરત જા,અને દક્ષ તથા તેના યજ્ઞને નષ્ટ કરી દે.'

પ્યારા વિદુરજી ! જયારે દેવાધિદેવ,ભગવન શંકરે ક્રોધથી ભરેલી એ આજ્ઞા કરી,ત્યારે વીરભદ્ર,તેમની પરિક્રમા કરીને જવાને તૈયાર થયા.તે વખતે તેમને એવું લાગવા લાગ્યું કે મારા વેગનો સામનો કરનાર સંસારમાં કોઈ નથી,અને હું મોતથી મોટા વીરનો વેગ સહન કરી શકું છું.તે ભયંકર સિંહનાદ કરતા કરતા એક ખુબ જ કરાલ ત્રિશુલ હાથમાં લઇ દક્ષના યજ્ઞ મંડપ તરફ દોડ્યા.તેનું ત્રિશુલ સંસારસંહારક 
મૃત્યુનો પણ સંહાર કરવાને સમર્થ હતું.ભગવન રુદ્રના બીજા પણ ઘણા બધા સેવકો ગર્જના કરતા તેની પાછળ નીકળી પડ્યા.તે વખતે વીરભદ્રના પગોના નૂપુર વગેરે આભૂષણ જન જન વાગતા જતા હતા. 
આબાજુ યજ્ઞશાળામાં બેઠેલા ઋત્વિજ,યજમાન સદસ્ય તથા બીજા બ્રાહ્મણો અને બ્રાહ્મણિયો એ જયારે ઉત્તર ડીશમાં ધૂળ ઊડતી જોઈ ત્યારે તેઓ વિચારવા લાગ્યા-'અરે ! આ અંધારા  જેવું કેમ થઇ રહ્યું છે? આ ધૂળ ક્યાંથી છવાઈ ગઈ ? અત્યારે નાટો કોઈ તોફાન ચાલી રહ્યું છે,નકોઈ લૂંટારુંઓનું સંભરાઈ છે, કેમકે અપરાધીઓને કડક દંડ આપનાર રાજા પ્રાચીનવરહી હજુ જીવે છે.હજુ ગાયોનો આવવાનો સમય પણ નથી થયો,પછી આ ધૂળ ક્યાંથી આવી ?શું આ સમયે સંસારનો પ્રલય તો નથી થવાનો ?ત્યારે દક્ષપાતની પ્રસૂતિ તેમજ બીજી ક્ષત્રિયોએ વ્યાકુળ થઈને કહ્યું - પ્રજાપતિ દક્ષે પોતાની બધી કન્યાઓ સામે બિચારી નિરપરાધિતા સતીનું અપમાન કર્યું હતું,ખબર પડે છે કે આ તેજ પાપનું ફળ છે.(અથવા હોય ન હોય આ સંહારમૂર્તિ રુદ્ર,ના અનાદરનું જ પરિણામ છે)પ્રલયકાળ ઉપસ્થિત થવાને તેઓ પોતાની જટાજૂટને વિખેરી શસ્ત્રાસ્ત્રોથી સુસજ્જિત પોતાની ભુજાઓ ને ધજાઓની માફક ફેલાવીને તાંડવઃ નૃત્ય કરે છે,તે વખતે તેમના ત્રિશુળના ફણાથી દિગ્ગજ વીંધાઈ જાય છે,તથા તેમના મેઘગર્જનાની જેવા ભયંકર અટ્ટહાસ્યથી દિશાઓ વિદિર્ણ થઇ જાય છે.તે વખતે તેમનું તેજ અસહ્ય હોય છે,તેઓ પોતાની ભ્રમરો વાંકી કરવાને કારણે ખુબ જ ભયંકર દેખાઈ છે,અને તેમની વિકરાળ દાઢોથી તારાગણ અસ્તવ્યસ્ત થઇ જાય છે.તે ક્રોધમાં ભરેલા ભાગવાન શંકરને વારંવાર ક્રોધિત કરનાર પુરુષ સાક્ષાત વિધાતા કેમ ન હોય -શું કયારેય તેનું કલ્યાણ થઇ શકે છે ?

જે લોકો મહાત્મા દક્ષના યજ્ઞમાં બેઠા હતા,તેઓ ભયના કારણે એકબીજાની સામે કાતર દ્રષ્ટિથી જોતા એવી જાતજાતની વાતો કરી રહ્યા કે એટલામાં જ આકાશ અને પૃથ્વીમાં ચારે બાજુ હજારો ભયંકર ઉત્પાત થવા લાગ્યા.વિદુરજી ! તે વખતે દોડીને આવેલા રૂદ્રસેવકોએ તે મહાન યજ્ઞમંડપને બધી બાજુથી ઘેરી લીધો.તેઓ બધા જાત જાતના અસ્ત્ર- શસ્ત્રો સાથે હતા.તેમાં કોઈ બોડા, કોઈ ભૂરા રંગના,કોઈ પીળા અને કોઈ મગરના જેવા પેટ અને મોઢાવાળા હતા.તેમનામાંથી કેટલાયે પ્રાગવંશ(યજ્ઞ શાલના પૂર્વ અને પશ્ચિમના થાંભલા એડા રાખેલા ડંડા )ને તોડી નાખ્યા,કોઈએ યજ્ઞશાળાની પશ્ચિમ બાજુ સ્થિર પત્નીશાળાને નષ્ટ કરી નાખી,કોઈએ યજ્ઞશાળાના સામેના સભામંડપ અને મંડપના આગળ ઉત્તરની બાજુ સ્થિર આગ્નીઘશાળાને તોડી નાખી,કોઈએ યજમાન ગૃહ અને પાઠશાળાઓ તોડી ફોડી નાખી.કોઈએ યજ્ઞના પાત્રો ફોડી નાખ્યા,કોઈએ અગ્નિઓને બુઝાવી નાખ્યા,કોઈએ યજ્ઞકુંડોમાં પેશાબ કરી નાખ્યો,અને કોઈએ વેદોની સીમાના સૂત્રોને તોડી નાખ્યા.કોઈ કોઈ મુનિયોને હેરાન કરવા લાગ્યા,કોઈ સ્ત્રીઓને ડરાવવા ધમકાવવા લાગ્યા,કોઈએ પોતાની પાસેથી ભાગતા દેવતાઓને પકડી લીધા.મણીમાને ભૃગુ ઋષિને બાંધી દીધા,વીરભદ્રએ પ્રજાપતિ દક્ષને કેદ કરી દીધો,તથા ચંદીશે પુષાને અને નંદીશ્વરને ભગદેવતાઓને પકડી લીધા. 

 ભગવાન શંકરના પાર્ષદોની આ ભયંકર લીલા જોઈને અને તેમના કાંકરા અને પથરાં ના મારથી ખુબ જ હેરાન થઈને ત્યાં જેટલા ઋત્વિજ ,સદસ્ય અને દેવતા લોકો હતા બધાજ જ્યાં ત્યાં ભાગી ગયા.ભુગુજી હાથમાં શ્રવા લઈને હવન કરી રહ્યા હતા,વીરભદ્રએ તેમની દાઢી મૂછ ખેંચી કાઢી કેમકે તેમણે પ્રજાપતિયોંની સભામાં મૂછો પાર વૅલ ચઢાવતા મહાદેવજીનો ઉપહાસ કર્યો હતો.તેમણે ક્રોધે ભરાઈને ભગદેવતાઓને પૃથ્વી પર પટકી નાખ્યા અને તેમની આંખો કાઢી લીધી,કેમકે જયારે દક્ષ દેવસભામાં મહાદેવજીને ખરુંખોટું કહી શ્રાપ આપી રહ્યા હતા.તે વખતે તેમણે દક્ષને સૈન આપીને ઉપસાવ્યા  હતા.તેના પછી જેવા અનિરુદ્ધનાં વિવાહના સમયે બલરામજીએ કલિંગરાજના દાંત ઉખાડ્યા હતા,તેવી રીતે તેમણે પુષના દાંત તોડી નાખ્યા,કેમકે જયારે દક્ષે મહાદેવજીને ગાળો આપી હતી તે વખતે તે દાંત બતાવી હસ્યા હતા.પછી તે દક્ષની છાતી પર બેસીને એક તેજ તલવારથી તેનું માથું કાપવા લાગ્યા પરંતુ ખુબ પ્રયત્ન કરવા છતાં તે  વખતે તેને ધડથી અલગ ન કરી શક્યા.જયારે કોઈ પણ અસ્ત્ર શસ્ત્રથી દક્ષની ચામડી ન કપાઈ ત્યારે વીરભદ્રને ખુબ આશ્ચર્ય થયું,અને તે ખુબ સમય સુધી વિચાર કરતા રહ્યા.ત્યારે તેમણે યજ્ઞમંડપમાં યજ્ઞપશુઓને જેવી રીતે મારવામાં આવતા હતા,તે જોઈને તેવી રીતે દક્ષરૂપ તે યજમાન પશુનું માથું ધડથી અલગ કરી નાખ્યું.તે જોઈને ભૂત ,પ્રેત અને પિશાચાદિ તો તેમના તે કામની પ્રસંશા કરતા કરતા 'વાહ-વાહ'કરવા લાગ્યા અને દક્ષના દલવાળામાં હાહાકાર મચી ગયો.વીરભદ્રએ ખુબજ ક્રોધિત થઈને દક્ષના માથાને યજ્ઞની દક્ષિણાગ્નિમાં નાખી દીધું અને તે યજ્ઞશાળામાં આગ લગાવીને યજ્ઞને વિધ્વંસ કરીને તે કૈલાસપર્વત પાછા ગયા.

અધ્યાય છઠ્ઠો 
બ્રહ્માદિ દેવતાઓનું કૈલાશ જઈને શ્રી મહાદેવજીને મનાવવું  

શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! આવી રીતે જયારે રુદ્રના સેવકોએ દેવતાઓને હરાવી દીધા,અને તેમના સંપૂર્ણ અંગ પ્રત્યંગ ભૂત પ્રેતોના ત્રિશુલ,પટ્ટીશ,ખડક,ગાળા,પરિઘ અને મુદગર વગેરે આયુધોથી છિન્ન ભિન્ન થઇ ગયા,ત્યારે તે ઋત્વિજ અને સદસ્યો સાથે ખુબ જ ડરીને બ્રહ્માજી પાસે પહોંચ્યા,અને પ્રણામ કરીને બધોજ વૃતાન્ત કહી સંભળાવ્યો.ભગવાન બ્રહ્માજી અને સર્વાન્તર્યામી શ્રી નારાયણ પહેલાથી જ આ ભાવિ ઉત્પાતને જાણતા હતા,,તેટલે તેઓ દક્ષના યજ્ઞમાં ગયા ન હતા.હવે દેવતાઓના મોઢે બધી વાતો સાંભળી તેમણે કહ્યું,
'દેવતાઓ,પરમ સમર્થ તેજસ્વી પુરુષથી કોઈ દોષ પણ થઇ જાય,તો પણ તેના બદલામાં અપરાધ કરનાર મનુષ્યોનું ભલું નથી થતું.પછી તમે લોકોએ તો યજ્ઞમાં ભગવાન શંકરના પ્રાપ્ય ભાગને ન આપીને તેમનો ઘણો મોટો અપરાધ કર્યો છે.પરંતુ શંકરજી ખુબ જ જલ્દી પ્રસન્ન થવાના છે,એટલા માટે તમેલોકો શુદ્ધ હૃદયથી તેમના પગ પકડી તેમણે પ્રસન્ન કરો- તેમની ક્ષમા માંગો.દક્ષના દુર્વચની બાણોથી તેમનું હૃદય તો પહેલેથીજ વીંધાઈ રહ્યું હતું,તેના પર તેમની પ્રિયા સતીજીનો વિયોગ થઇ ગયો.એટલા માટે તમો લોકો ચાહતા હોય કે તે યજ્ઞ ફરીથી શરુ થઇ પૂરો થાય,તો પહેલા જલ્દી જઈને તેમનાથી તમારા અપરાધોની માફી માંગો.નહીતો તેમના ક્રોધિત થવાથી લોકપાલો સહીત આ બધાજ લોકોનું બચવું અસંભવ છે.ભગવાન રુદ્ર પરમ સ્વતંત્ર છે,તેમના તત્વ અને શક્તિ સામર્થ્યને ન તો કોઈ ઋષિ-મુનિ,દેવતા અને યજ્ઞસ્વરૂપ દેવરાજ ઇન્દ્ર જાણે છે અને ન તો હું જાતે જાણું છું,પછી બીજાઓની તો વાત પણ શું હોય.આવી અવસ્થામાં તેમને શાંત કરવાનો ઉપાય કોણ કરી શકે છે.'  

દેવતાઓને તેવી રીતે કહીને બ્રહ્માજી તેમને,પ્રજાપતીયોને અને પિતરોને સાથે લઈને પોતાના લોકથી પર્વતશ્રેષ્ઠ કૈલાસ ઉપર ગયા, જે ભગવાન શંકરનું પ્રિય ધામ છે.તે કૈલાસ ઉપર ઔષધિ,તપ,મંત્ર તથા યોગ વગેરે ઉપાયોથી સિદ્ધિને પ્રાપ્ત થયા,અને જન્મથી સિદ્ધ દેવતા કાયમ નિવાસ કરે છે,કિન્નર,ગંધર્વ અને અપ્સરાદિ ત્યાં કાયમ ત્યાં બન્યા રહેતા હતા.તેમના મણિમય શિખર છે,જે નાના પ્રકારની ધાતુઓથી રંગ બેરંગી દેખાય છે.તેના પર અનેક પ્રકારના વૃક્ષોવેળા અને ગુસમ આદિ છાયા થાય છે.જેમાં ઝુંડના ઝુંડ જંગલી પશુઓ રખડતા રહે છે.અહીં નિર્મલ નીરનાં અનેક  ઝરણાં વહે છે,અને ખુબ જ ઊંડી ઘણી ખીણો,અને ઊંચા શિખરોને કારણ તે પર્વત તેની પ્રિયતમોની  સાથે વિહાર કરતી  સિદ્ધ પત્નીઓની ક્રીડા ભૂમિ બન્યા છે. ત્યાં બધી બાજુ મોરોનો શોર,મદાંધ ભ્રમરોનો ગુંજાર,કોયલોની કુહૂ કુહૂ અવાજ,તથા અન્યાન્ય પક્ષીયોના કલરવથી ગુંજી રહ્યો છે.તેના કલ્પવૃક્ષ તેમની ઉંચી ઊંચી ડાળીયોને હલાવી હલાવીને માનો પક્ષીઓને બોલાવતા રહે છે.તથા હાથીઓના ચાલવા-ફરવાને કારણે તે કૈલાસ જાતે ચાલતો હોય તેમ,અને ઝરણાંનો કલ કલ અવાજ વાતચીત કરતા હોય તેમ દેખાય છે.
મંદાર,પારિજાત,સરળ,તમાળ,શાલ,તાડ,કચનાર,આસાન અને અર્જુનના  વૃક્ષોથી તે પર્વત ખુબ જ સુંદર દેખાય છે.આંબો,કદંબ,નીપ,નાગ,પુન્નાગ,ચંપો,ગુલાબ,અશોક,મૌલશીરી,કુંડ,કુરબક, સુંદર શતપત્ર કમલ,ઈલાયચી અને માલતીની સુંદર વેલો,તથા કુબ્જક,મોગરો અને માધવીની વેલો,પણ તેની શોભા વધારે છે.કટહલ, ગુલર,પીપળો,પાકર,વડ,ગુગલ,ભોજવૃક્ષ,ઔષધિ જાતના ઝાડો,(કેળાવગેરે,જે ફળ આવ્યા પછી કાપી નાખવામાં આવે છે.),સોપારી,રાજ્પુગ,જાંબુન,ખજૂર,આંબળા,આંબો,મહુઆ અને લીસોડા વગેરે જુદા જુદા પ્રકારના વૃક્ષો,તથા પોલો અને ઠોસ વાંસોના ઝુરમતાથી આ પર્વત ખુબ જ મનોહર દેખાય છે.તેના સરોવરમાં કમલ,ઉત્પલ,કલ્હર અને શતપત્ર વગેરે અનેક જાતના કમળો ખીલ્યા રહેતા હતા.તેની શોભાથી મુગ્ધ બનીને ઝુંડના ઝુંડ પક્ષીઓથી તે ખુબજ ભલો દેખાતો હતો. ત્યાં જયાં ત્યાં હરણો,વાંદરા,સુવર,રીછ,સિંહ,નીલગાય,શરભઃ,વાઘ,કૃષ્ણમૃગ,ભેંસો,કરણાત્ર,એક્પાળ,અશ્વમુખ,શિયાળવા અને કસ્તુરી મૃગ ફરતા રહેતા હતા તથા ત્યાંના સરોવરોના કિનારા કેળાની પાંદડાંઓથી ઘેરાયેલા હોવાથી ખુબ જ શોભે છે.તેની ચારે બાજુ નંદા નામની નદી વહે છે,તેનું પવિત્ર જળ દેવી સતીના સ્નાન કરવાથી ખુબજ પવિત્ર અને સુગંધિત થઇ ગયા છે.ભગવાન ભૂતનાથના એવા રમણીય નિવાસસ્થાનને જોઈ દેવતાઓને ખુબ જ આશ્ચર્ય થયું.

ત્યાં તેમને અલકા નામની એક સુરમ્ય નગરી અને સુગંધિત વેન જોયું,તેમાં બધે સુગંધ ફેલાવતા સોંગંધીક   નામના કમળો ખીલ્યા હતા.તે નગરની બહારની બાજુ નંદા અને અલકનંદા નામની બે નદીઓ છે,તે તીર્થપાદ શ્રી હરિના કમળરજથી અત્યંત પવિત્ર થઇ ગઈ છે.વિદુરજી ! તે નાડીયોમાં રતિવિલાસથી થાકેલી દેવાંગનાઓ પોતપોતાના નિવાસસ્થાનથી આવીને જળક્રીડા કરે છે.અને તેમાં પ્રવેશીને પોતાના પ્રિયતમો ઉપર પાણી ઉડાડે છે.સ્નાનના સમયે તેનો તરતનું લગાવેલું કુચકુંડળ ધોવાઈ જવાથી પાણી પીળું થઇ જાય છે.તે કુચકુંડળ મિશ્રિત પાણી હાથી તરસ ન હોવા છતાં ગાંધીના લોભથી જાતે પિતા અને હાથણીઓને  પીવડાવે છે.
અલકાપુરી પર ચાંદી,સોનુ અને ખુબ જ મૂલ્યવાન મણિઓના સેંકડો વિમાનો છવાયેલા હતા.જેમાં અનેક યક્ષપત્નીઓ નિવાસ કરતી હતી.તેના કારણે તે વિશાલ નગરી વીજળી અને વાદળોથી છવાયેલા આકાશના જેવી દેખાતી હતી.યક્ષરાજ કુબેરની રાજધાની તે અલ્કાપુરીને પાછળ છોડીને દેવગણો સૌગન્ધિક વનમાં આવ્યા.તે વન રંગ બેરંગી ફળ,ફૂલો અને પટ્ટાવાળા અનેક કલ્પવૃક્ષોથી સુશોભિત હતું.તેમાં કોયલ વગેરે પક્ષીઓનો કલરવ અને ભ્રમરોનો ગૂંજારવ થઇ રહ્યો હતો તથા રાજહંસોના પરમ પ્રિય કમળકુસુમોથી સુશોભિત અનેકો સરોવરો હતા.તે વન જંગલી હાથીઓના શરીરની રગડ લાગવાથી ઘસેલા હરિચંદન વૃક્ષોનો સ્પર્શ કરીને ચાલનારી સુગંધિત વાયુના દ્વારા યક્ષપત્નીઓને વિશેષ રૂપથી મથી નાખતો હતો.બાવળીયોની સોંઢીયા વૈદુર્યમણીની બનેલી હતી.તેમાં ખુબ જ કમળો ખીલેલા રહેતા હતા.ત્યાં ઘણા કિંપુરુષો જીવ બહેલાવવા આવેલા હતા.તેવી રીતે તે વનની શોભા જોતા જોતા જયારે દેવગણ કૈક આગળ વધ્યા,ત્યારે તેમને પાસેજ એક વટવૃક્ષ દેખાયું.

તે વટવૃક્ષ સો યોજન ઊંચું હતું તથા તેની ડાળિયો પંચોતેર યોજન સુધી ફેલાયેલી હતી.તેની ચારેબાજુ કાયમ અવિચલ છાંયો છવાયેલો રહેતો હતો,એટલા માટે ધામનું કષ્ટ કયારેય થતું ન હતું.તથા તેમાં કોઈ માળો પણ ન હતો.તે મહાયોગમય અને મુમુક્ષોને આશ્ચર્યભૂત વૃક્ષની નીચે દેવતાઓએ ભગવાન શંકરને બેઠેલા જોયા.તેઓ સાક્ષાત ક્રોધહિન કાળના જેવા જણાતા હતા.ભગવાન ભૂતનાથનું શ્રીઅંગ ખુબ જ શાંત હતું.સનન્દનાદિ શાંત સિધ્ધગણ અને સખા- યક્ષ રાક્ષસોના સ્વામી કુબેર તેમની સેવા કરી રહ્યા હતા.જગત્પતિઃ મહાદેવજી આખા સંસારના સૃહદ  છે.સ્નેહવશ બધાનું કલ્યાણ કરનારા છે,તેઓ લોકહિત માટેજ ઉપાસના,ચિત્તની એકાગ્રતા અને સમાધિ વગેરે સાધનોનું આચરણ કરતા રહે છે.સંધ્યાકાલીન મેઘની જેવી કાંતિવાળા શરીર પર તે તપસ્વીઓના અમિષ્ટ ચિન્હ-ભસ્મ,દંડ,જટા અને મૃગચર્મ તેમ જ માથા પર ચંદ્રકલા ધારણ કરેલા હતા.તેઓ એક કુશાસનપર બેઠેલા હતા અને અનેકો સાધુ શ્રોતાઓની વચ્ચે શ્રી નારદજીના પૂછવાથી સનાતન ધર્મનો ઉપદેશ કરી રહ્યા હતા.તેમનો જમણો પગ ડાબી જાંઘ પર રાખેલો હતો.તે જમણો હાથ જમણા ઘૂંટણ રાખી,કલાઈમાં રુદ્રાક્ષની માલા રાખી તર્કમુદ્રાથી (તર્જનીને અંગુઠા થી જોડી બીજી આંગળીઓને અંદરોદર મેળવી ફેલાવી દેવાથી જે બંધ સિદ્ધ થાય છે,તેને 'તર્કમુદ્રા' કહે છે.તેનું નામ જ્ઞાન મુદ્રા પણ છે.)વિરાજમાન હતા.તે યોગપટ્ટ (લાકડાની બનેલી ટેકની)નો સહારો લઈને એકાગ્ર ચિત્તથી બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યા હતા.

લોકપાલો સાથે બધાજ મુનિયોએ મનનશીલોમાં સર્વશ્રેષ્ઠ ભગવાન શંકરને હાથ જોડીને પ્રણામ કર્યા.કદાચ બધાજ દેવતા અને દૈત્યોના અધિપતિ શ્રી મહાદેવજીના ચરણકમળોની વંદના કરે છે,તે ઉપરાંત તે બ્રહ્માજીને પોતાના સ્થાન પર આવેલા જોઈ તરત ઉભા થઇ ગયા,અને જેમ વામનવતારમાં પરમપૂજ્ય વિષ્ણુભગવાન કશ્યપજીની વંદના કરે છે તેવી રીતે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા.તેવી રીતે શંકરજીની ચારે બાજુ જે મહર્ષિયો સાથે અન્યાન્ય સિદ્ધગણો બેઠેલા હતા,તેમણે પણ બ્રહ્માજીને પ્રણામ કર્યા.બધાના નમસ્કાર કરી ચુક્યા પછી બ્રહ્માજીએ ચંદ્રમૌલી ભગવાનથી,જે અત્યાર સુધી પ્રણામની મુદ્રામાંજ ઉભેલા હતા.હસતા હસતા કહ્યું.
શ્રી બ્રહ્માજીએ કહ્યું - દેવ ! હું જાણું છું આપ સંપૂર્ણ જગતના સ્વામી છો,કેમકે વિશ્વની યોની શક્તિ (પ્રકૃતિ)અને તેના બીજ શિવ (પુરુષ)-ની ઉપર જે એકરસ પરબ્રહ્મ છે તે આપ જ છો.ભગવન ! તમો કરોરિયાના સમાન આપના સ્વરૂપભૂત શિવ શક્તિના રૂપમાં ક્રીડા કરતા કરતા લીલાથી જ સંસારની રચના,પાલન અને સંહાર કરતા રહો છો.આપે જ ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરાવનાર વેદની રક્ષા માટે દક્ષને નિમિત્ત બનાવીને યજ્ઞને  પ્રગટ કર્યો છે.આપણી ચીંધેલી આ વર્ણાશ્રમની મર્યાદાઓ છે,જેનું નિયમ નિષ્ઠ બ્રાહ્મણ શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે.મંગલમય મહેશ્વર ! આપ શુભ કર્મ કરનારાઓને સ્વર્ગલોક અથવા મોક્ષપદ આપો છો,તથા પાપકર્મ કરનારાઓને ઘોર નરકોમાં નાખો છો.છતાં પણ કોઈ કોઈ વ્યક્તિ માટે આ કર્મોનું ફળ અવળું કેમ થઇ જાય છે ?
જે મહાપુરુષો આપકે ચરણોમાં પોતાને સમર્પિત કરી દે છે જે બધાજ પ્રાણીઓમાં આપની જ ઝાંકી કરે છે,અને બધાજ જીવોને અભેદ દ્રષ્ટિથી આત્મામાં જ જુએ છે,તે પશુઓની માફક પહેલા  ક્રોધના આધીન નથી હોતા જે લોકો ભેદ બુદ્ધિ હોવાને કારણે કર્મોમાં જ આસક્ત છે,જેની નિયત સારી નથી બીજાઓની ઉન્નતિ જોઈને જેનું મન રાત દિવસ કોઢાયા કરે છે,અને જે મર્મભેદી અજ્ઞાની અને દુર્વચનોથી બીજાઓના મનને દુઃખી કર્યા કરે છે,આપ જેવા મહાપરુષો માટે તેને પણ મારવા ઉચિત નથી કેમકે તે બિચારાઓ તો વિધાતાના જ મારેલાં છે.દેવાધી દેવ ! ભગવન કમલનાભની પ્રબળ માયાથી મોહિત થઇ જવાને કારણે જો કોઈ પુરુષની ક્યારેક કોઈ સ્થાનમાં ભેદબુદ્ધિ હોય છે,તો પણ સાધુ પુરુષ પોતાના પરદુઃખકટર સ્વભાવને કારણે તેના પર કૃપા જ કરે છે.નસીબજોગે જે કઈ થઇ જાય છે,તે તેને રોકવાનો પ્રયત્ન નથી કરતા.

પ્રભુ ! આપ સર્વજ્ઞ છો,પરમ પુરુષ  ભગવાનની દુસ્તર માયાએ આપની બુદ્ધિને સ્પર્શ પણ નથી કર્યો.એટલે જેમનું ચિત્ત તેના વશીભૂત થઈને કર્મમાર્ગમાં આસક્ત થઇ રહ્યું છે,તેના દ્વારા અપરાધ થઇ જાય,તો પણ તેના પર આપે કૃપા જ કરવી જોઈએ.ભગવન ! આપ બધાના મૂળ છો,આપ જ સંપૂર્ણ યજ્ઞોને પૂર્ણ કરનારા છો.યજ્ઞભાગને મેળવવાનો પણ આપને પૂર્ણ અધિકાર છે.છતાં પણ આ દક્ષયજ્ઞના બુદ્ધિહીન યોજકોએ આપને યજ્ઞભાગ નથી આપ્યો.તેથી તે આપના દ્વારા વિધ્વંશ થયો.હવે આપ તે અપૂર્ણ યજ્ઞને પુનરોદ્ધાર કરવાની કૃપા કરો.પ્રભુ ! એવું કરો,જેનાથી યજમાન દક્ષ ફરીથી જીવી ઉઠે,ભગદેવતાને આંખો મળી જાય,ભૃગુજીને દાઢી મૂછ આવી જાય,અને પુષાને ફરીથી દાંત નીકળી આવે  રુદ્રદેવ ! અસ્ત્ર શસ્ત્ર અને પથ્થરોના વરસાદથી જે દેવતા અને ઋષિયોના અંગ પ્રત્યંગ ઘાયલ થઇ ગયા છે,આપની કૃપાથી તે ફરીથી બરાબર થઇ જાય.યજ્ઞ સંપૂર્ણ થવાથી જે કઈ શેષ રહે તે આપનો ભાગ હશે.યજ્ઞવિધ્વંશક ! આજે આ યજ્ઞ આપના જ ભાગથી પૂર્ણ થાય. 

અધ્યાય સાતમો 
દક્ષયજ્ઞની પૂર્તિ 

શ્રી મૈત્રેયજી કહે છે -મહાબાહુ વિદુરજી ! બ્રહ્માજીની આવી રીતે પ્રાર્થના કરવાથી ભગવાન શંકરે પ્રસન્નતાપૂર્વક હસતા હસતા કહ્યું-સાંભળો.

શ્રી મહાદેવજીએ કહ્યું -'પ્રજાપતિ ! ભગવાનની માયાથી મોહિત થયેલા દક્ષ- જેવા નાસમજી અપરાધની નતો હું ચર્ચા કરું છું કે નતો યાદ.મેં તો ફક્ત સાવધાન કરવા માટે જ તેને થોડો દંડ આપી દીધો.દક્ષ પ્રજાપતિનું માથું સળગી ગયું છે.એટલે તેને બકરાનું માથું લગાવી દેવાય.ભગદેવ મિત્રદેવતાના નેત્રોથી આપણા યજ્ઞભાગ જુઓ.પુષા દળેલું અનાજ ખાનારો છે,તે તેને યજમાનના દાંતોથી ભક્ષણ કરે,તથા બીજા સહુ દેવતાઓના અંગ પ્રત્યંગ પણ સ્વસ્થ થઇ જાય,કેમકે તેમણેયજ્ઞથી બચેલા પદાર્થોનો મારો ભાગ નિશ્ચિત્ત કર્યો છે.અધ્વર્યુ વગેરે યાજ્ઞિકોમાંથી જેની ભુજાઓ તૂટી ગઈ છે,તે અશ્વનીકુમારની ભુજાઓથી અને જેમના હાથ નાશ થઇ ગયા છે,તે પુષાના હાથોથી કામ કરે તથા ભૃગુજીને બકરા જેવી દાઢી મૂછ થઇ જાય '  

શ્રી મૈત્રેયજી કહે છે-વત્સ વિદુર ! ત્યારે ભગવાન શંકરના વચન સાંભળીને બધા લોકો પ્રસન્ન ચિત્તથી 'ધન્ય,ધન્ય ! ' કહેવા લાગ્યા.પછી બધા દેવતાઓ તથા ઋષિયોએ મહાદેવજીથી દક્ષની યજ્ઞશાળામાં પધારવાની પ્રાર્થના કરી અને ત્યારે તે તેમને તથા બ્રહ્માજીને સાથે લઈને ત્યાં ગયા.ત્યાં જેવું જેવું ભગવાન શંકરે કહ્યું હતું તેવી રીતે બધા કાર્યો કરી તેમણે દક્ષને ધડથી યજ્ઞપશુનુ માથું જોડી દીધું.માથું જોડાઈ જવાથી રુદ્ર દેવની દ્રષ્ટિ પડતાજ દક્ષ તરતજ સૂઈને જાગવાની જેમ જીવી ઉઠ્યા અને પોતાની સામે શિવને જોયા.દક્ષનું શંકરદ્રોહની કળીમાંથી કલુષિત હૃદય તેમના દર્શન કરવાથી શરતકાલિનસરોવરની જેમ સ્વચ્છ થઇ ગયું.તેણે મહાદેવજીની સ્તુતિ કરવાનું ચાહ્યું,પરંતુ પોતાની મરી ગયેલી દીકરીનું સ્મરણ થવાથી સ્નેહ અને ઉત્કંઠાથી તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા.તેના મોઢામાંથી શબ્દ ન નીકળી શક્યો.પ્રેમથી વિહ્વળ પરમ બુદ્ધિવાન પ્રજાપતિએ જેમતેમ પોતાના હૃદયના આવેગને રોકીને વિશુદ્ધભાવથી ભગવાન શિવની સ્તુતિ શરુ કરી.

દક્ષે કહ્યું - ભગવન ! મેં આપનો અપરાધ કાર્યો હતો.પરંતુ આપે તેના બદલામાં મને દંડ દ્વારા શિક્ષા આપીને ખુબ જ અનુગ્રહ કર્યો છે.અહો ! આપ અને શ્રી હરિ તો અચારહીન,નામમાત્રના બ્રાહ્મણોની ઉપેક્ષા પણ નથી કરતા- પછી અમારા જેવા યજ્ઞ-યાગાદિ કરનારાઓને કેમ ભૂલશો.

વિભો ! આપે બ્રહ્મા થઈને બધાથી પહેલા આત્મતત્વની રક્ષા માટે પોતાના મુખથી વિદ્યા,તપ અને વ્રતાદિ ના ધારણ કરનારા બ્રાહ્મણોને ઉત્તપન્ન કર્યાં હતા.જેમ ભરવાડ લાકડી લઈને ગાયોની રક્ષા કરે છે,તેવી રીતે આપ તે બ્રાહ્મણોની બધી મુશ્કેલીઓથી રક્ષા કરો છો.હું આપના તત્વને જાણતો ન હતો,એટલા માટે ભરી સભામાં મારા વાગ્બાણોથી આપને વિદ્યા હતા.પરંતુ આપે મારા તે અપરાધનો કોઈ વિચાર ન કર્યો.હું તો આપ જેવા પુજયવાન મહાનુભાવોનું અપરાધ કરવાને કારણે નરકાદિ નીચ લોકમાં પાડવાનો હતો, પરંતુ આપે આપની કરુણાભરી દ્રષ્ટિથી મને ઉગારી લીધો.હવે પણ આપને પ્રસન્ન કરવા યોગ્ય મારામાં કોઈ ગુણ નથી,બસ,આપ તમારા જ ઉદારતાપૂર્ણ વર્તાવથી મારા પર પ્રસન્ન થાઓ. 

શ્રી મૈત્રેયજી કહે છે-આશુતોષ શંકરે આવી રીતે પોતાનો અપરાધ ક્ષમા કરાવીને દક્ષને બ્રહ્માજીના કહેવાથી ઉપાધ્યાય,ઋત્વિજ આદિની સહાયતાથી યજ્ઞકાર્ય આરંભ કર્યું.ત્યારે બ્રાહ્મણોએ યજ્ઞ સંપન્ન કરવાના ઉદેશ્યથી રુદ્રગણ સંબંધી ભૂત પિશાચોના સંસર્ગ જનિત દોષની શાંતિ માટે ત્રણ પાત્રોમાં વિષ્ણુભગવાનના તૈયાર કરેલા પુરોડાશ નામના ચરૂનો હવન કર્યો.વિદુરજી ! તે હવિને હાથમાં લઈને
ઉભેલા અધ્વર્યુની સાથે યજમાન દક્ષને જ્યાં શુદ્ધ ચિત્તથી શ્રી હરિનું ધ્યાન કર્યું ત્યાં જ તરત જ ભાગવાન પ્રગટ થઇ ગયા.'વૃહત્ત' તેમજ 'રથન્તર  ' નામના સેમ સ્તોત્ર જેની પાંખો છે,તે ગરુડજી દ્વારા સમીપ લાવેલા ભગવાને ચારે દિશાઓમાં પ્રકાશિત કરતી પોતાની અંગકાન્તિથી બધા દેવતાઓનું તેજ હરી લીધું.-તેમની સામે બધાનું તેજ ફિક્કું પડી ગયું.તેમનો શ્યામ વર્ણ હતો,કમ્મરમાં સોનાની કરધની તથા પીતામ્બર સુશોભિત હતા.માથા પર સૂર્યના  જેવો ચળકતો મુગુટ હતો.મુખ કમલ ભમરાની   જેવી નીલી અલ્કાવલી અને કાંતિમય કુંડળોથી શોભાયમાન હતા.તેમને સોનાના આભૂષણોથી સુશોભિત આઠ ભુજાઓ હતી,જે ભક્તોની રક્ષા માટે કાયમ ઉદ્યત રહેતી હતી.આઠે ભુજાઓમાં તે શંખ,પદ્મ,ચક્ર,બાણ,ધનુષ,ગદા,ખડગ અને ઢાલ લીધેલા હતા,તે બધા આયુધોને કારણે તે ફૂલેલા કનેરનાં ઝાડ જેવા દેખાતા હતા.પ્રભુના હૃદયમાં શ્રી વત્સનું નિશાન હતું અને સુંદર વનમાળા સુશોભિત હતી.તેઓ પોતાના ઉદાર હાસ અને લિલામય કટાક્ષથી આખા સંસારને આનંદમગ્ન  કરી રહ્યા હતા.પાર્ષદગણ  બંને બાજુ રાજહંસની માફક સફેદ પંખા અને ચમ્બર હલાવી રહ્યા હતા.ભગવાનના માથા પર ચંદ્રમાના જેવું શુભ્ર છત્ર શોભા આપતું હતું.

ભગવાન પધાર્યા છે -એ જોઈને ઇન્દ્ર,બ્રહ્મા અને મહાદેવજી આદિ દેવેશ્વરો સાથે બધાજ દેવતા ,ગંધર્વ અને ઋષિ અડીને એકદમ ઉભા થઈને તેમને પ્રણામ કર્યાં. તેમના તેજથી બધાની કાંતિ ફીકી પડી ગઈ,જીભ લડખડાવ લાગી,તે બધાજ સકપકા ગયા અને માથા પર અંજલિ બાંધીને ભગવાનની સામે ઉભા રહી ગયા.જો કે ભગવાનની મહિમા સુધી બ્રહ્મા આદિની મતિ પણ પહોંચી નથી શકતી,તો પણ ભક્તો પર કૃપા કરવા દિવ્ય રૂપમાં પ્રગટેલા શ્રી હરિની તેઓ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.બધાથી પહેલા દક્ષ એક ઉત્તમ પાત્રમાં પૂજાની સામગ્રી લઇ નંદ-સુનંદાદિ પાર્ષદોથી ઘેરાયેલા પ્રજાપતીયોના પરમ ગુરુ ભગવાન યજ્ઞેશ્વરની પાસે ગયા અને ખુબ જ આનંદિત થઈને વિનીતભાવથી હાથ જોડીને પ્રાર્થના કરતા પ્રભુને શરણાપન્ન થયા.
દક્ષે કહ્યું -ભગવન ! આપના સ્વરૂપમાં આપ બુદ્ધિથી જાગ્રદાદિ સંપૂર્ણ અવસ્થાઓથી રહિત,શુદ્ધ,ચિન્મય,ભેદરહિત,તેમજ નિર્ભય છે.આપ માયાનો તિરસ્કાર કરીને સ્વતંત્રરૂપથી વિરાજમાન છો,તોપણ જયારે માયાથી જ જીવ ભાવને સ્વીકારીને તેજ માયામાં સ્થિર થઇ જાઓ છો,ત્યારે અજ્ઞાની જેવા દેખાવો લાગો છો.

ઋત્વિજોએ  કહ્યું - ઉપાધીરહીત પ્રભુ ! ભગવન રુદ્રના પ્રધાન અનુચર નંદીશ્વર ના શ્રાપના કારણે અમારી બુદ્ધિ ફક્ત કર્મકાંડમાંજ ફસાયેલી છે.તેમ જ અમે આપના તત્વને નથી જાણતા.જેમને માટે 'આ કર્મના આજ દેવતા છે'એવી વ્યવસ્થા કરેલી છે.-તે ધર્મપ્રવૃત્તિના પ્રયોજક ,વેદત્રયીથી પ્રતિપાદિત યજ્ઞને જ અમે આપણું સ્વરૂપ સમજીયે છીએ.

સદસ્યોએ કહ્યું - જીવોને આશ્રય આપનારા પ્રભુ ! જે અનેક પ્રકારના કલેશોને કારણે અત્યંત દુર્ગમ છે,જેમાં કાળરૂપ ભયંકર સાપ તાકીને બેઠો છે,દ્વન્દરૂપ અનેક ખાડાઓ છે,દુર્જન રૂપ જંગલી જીવોનો ભય છે,તથા શોકરૂપ દાવાનળ ભડકી રહ્યો છે-તેવા,વિશ્રામ સ્થળથી રહિત સંસારમાર્ગમાં જે અજ્ઞાની જીવ કામનાઓથી પીડાઈને વિષયરૂપ મૃગતૃષ્ણાજલ માટે જ દેહ ગેહનો ભારે બોઝો માથા પર લઈને જય રહ્યા છે,તે ભલા,આપના ચરણકમળોની શરણમાં ક્યારે આવવા લાગ્યા.

રુદ્રે કહ્યું - વરદાયક પ્રભુ ! આપના ઉત્તમ ચરણો આ સંસારમાં સકામ પુરુષોના સંપૂર્ણ પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારા છે,અને જેમને કોઈ પણ વસ્તુની કામના નથી,તે નિષ્કામ મુનિજનો પણ તેનું આદરપૂર્વક પૂજન કરે છે.તેમાં ચિત્ત લાગેલું રહેવાને કારણે જો અજ્ઞાની લોકો મને આચરણ ભ્રષ્ટ કહે છે,તો કહે,આપના પરમ અનુગ્રહથી હું તેમના કહેવા-સંભળાવવાનો કોઈ વિચાર નથી કરતો.

ભૃગુજીએ કહ્યું - આપની ગહન માયાને કારણે આત્મજ્ઞાન લુપ્ત થઇ જવાથી જે અજ્ઞાન નિંદ્રામાં સુતેલા છે,તે બ્રહ્માદિ દેહધારી આત્મજ્ઞાનમાં ઉપીયોગી આપના તત્વને હજુ સુધી જાણી શક્યા નથી,આવું થવાથી પણ આપ આપના શરણાગત ભક્તોના તો આત્મા અને સૃહદ છો,એટલે આપ મારા પર પ્રસન્ન થાઓ.
બ્રહ્માજીએ કહ્યું - પ્રભુ ! જુદા જુદા પદાર્થોને જાણનારી ઇન્દ્રિયોના દ્વારા પુરુષ જે કઈ જુએ છે,તે આપણું સ્વરૂપ નથી,કેમકે આપ જ્ઞાન શબ્દાદિ વિષય અને શ્રોત્રાદિ   ઇન્દ્રિયોના અધિષ્ઠાન છો,-તે બધા તમારામાં અધ્યસ્ત છે.તેમજ આપ આ માયામય પ્રપજ્ઞથી જુદા છો.

ઇન્દ્રએ કહ્યું - અચ્યુત ! આપણું આ જગતને પ્રકાશિત કરનારું રૂપ દેવદ્રોહીઓના સંહાર કરનારી આઠ ભુજાઓથી સુશોભિત છે,જેમાં આપ નાના પ્રકારના આયુધો ધારણ કરેલા રાખો છો.આ રૂપ અમારા મનને અને નેત્રોને પરમ આનંદ આપનારું છે.

યાજ્ઞિકોની પત્નીઓએ કહ્યું- ભગવન ! બ્રહ્માજીએ આપને પૂજવા માટે જ આ યજ્ઞની રચના કરી હતી,પરંતુ દક્ષ પર ક્રોધિત થવાને કારણે તેણે ભગવન પાશુપતિએ હવે તેણે નષ્ટ કરી દીધો છે.યગ્નમૂર્તિ ! સ્મશાનભુની માફક ઉત્સવહીન થયેલા અમારા આ યજ્ઞને આપ નીલકમળ જેવી કાંતિવાળા આપના નેત્રોથી નિહાળીને પવિત્ર કરો.
ઋષિયોએ કહ્યું - ભગવન ! આપની લીલા ખુબજ અનોખી છે,કેમકે આપ કર્મ કરતા કરતા પણ તેનાથી નિર્લેપ રહો છો.બીજા લોકો વૈભવની ભૂખથી જે લક્ષ્મીજીની ઉપાસના કરે છે તે જાતે આપની સેવામાં લાગેલા રહે છે,તો પણ આપ તેમનું માન નથી કરતા તેમનાથી નીઃસ્પૃહ રહો છો. 
સિદ્ધોએ કહ્યું - પ્રભુ ! આ અમારા મનરૂપ હાથી નાના પ્રકારના કલેશરૂપ દાવાનળથી દગ્ધ તેમ જ ખુબ જ તૃષિત થઈને આપની કથા રૂપ વિશુદ્ધ અમૃતમયી સરિતામાં ઘૂસીને ડૂબકી માંરી બેઠા છીએ.અહીં બ્રહ્માનંદમાં લિન જેવા થઇ જવાને કારણે તેને ન તો સંસારરૂપી દાવાનળનું જ સંસ્મરણ છે અને ન તો તે નદીની બહાર જ નીકળે છે.

યજનમાનપત્ની એ કહ્યું - સર્વસમર્થ પરમેશ્વર ! આપણું સ્વાગત છે,હું આપને નમસ્કાર કરું છું.આપ મારા પર પ્રસન્ન થાઓ. લક્ષ્મીપતિ ! આપની પ્રિયા લક્ષ્મીજીની સાથે આપ અમારી રક્ષા કરો.યજ્ઞેશ્વર ! જેવી રીતે માથા વગર મનુષ્યનું ધાડ સારું નથી લાગતું,તેવી રીતે બીજા અંગોથી પૂર્ણ હોવાથી પણ આપ વગર યજ્ઞની શોભા નથી હોતી.

લોકપાલોએ કહ્યું - અનંત પરમાત્માં ! આપ બધાજ અંત:કરણનાં સાક્ષી છો,આ આખું જગત આપ દ્વારા જ જોવાય છે.તો શું માયિક પદાર્થોને ગ્રહણ કરનારી અમારી આ નેત્ર વગેરે ઇન્દ્રિયોથી ક્યારેક આપ પ્રત્યક્ષ થઇ શક્યા છો ?હકીકતમાં તમો છો તો પંચભૂતોનાં પૃથક,છતાં પણ પંચભૌતિક શરીરોની સાથે જે આપનો સબંધ પ્રતીત થાય છે,તે આપની માયા જ છે.

યોગેશ્વરોએ કહ્યું - પ્રભુ ! જે પુરુષ સંપૂર્ણ વિશ્વના આત્મા તમારામાં તેમજ પોતાનામાં કોઈ ભેદ નથી જોતો,તેનાથી વધારે પ્યારું આપને કોઈ નથી.તોપણ ભક્તવત્સલ ! જે લોકો આપ્મા સ્વામીભાવ રાખીને આપની અનન્ય ભક્તિથી સેવા કરે છે,  તેના પર પણ આપ કૃપા કરો.જીવોના અદ્રષ્ટવશ જેમના સતવાદી ગુણોમાં ખુબ જુદાપણું આવી જાય છે,તે આપની માયાના દ્વારા જગતની ઉત્તપત્તિ,સ્થિતિ અને પ્રલયને માટે બ્રહ્માદિ જુદા જુદા રૂપો ધારણ કરીને આપ ભેદબુદ્ધિ પેદા કરી દો  છો, પરંતુ આપની સ્વરૂપ સ્થિતિથી આપ તે ભેદ જ્ઞાન અને તેના કારણે સતવાદી ગુણોથી સર્વથા દૂર છો.એવા આપને અમારા નામસાકાર છે.

બ્રહ્મસ્વરૂપ વેદે કહ્યું - આપ જ ધર્માદિની ઉત્તપત્તિ માટે શુદ્ધ સત્વને સ્વીકાર કરો છો.સાથે આપ નિર્ગુણ પણ છો.તોપણ આપનુ તત્વ હું જાણું છું અને ન બ્રહ્માદિ,કોઈ બીજું જ જાણે છે આપને નમસ્કાર છે.

અગ્નિદેવે કહ્યું - ભગવન ! આપના જ તેજથી પ્રજ્વલિત  થઈને હું શ્રેષ્ઠ યજ્ઞોમાં દેવતાઓની પાસે ધૃતમિશ્રિત હવિ પહોચાડું છું.આપ સાક્ષાત યજ્ઞપુરુષ તેમ જ યજ્ઞની રક્ષા કરનારા છો.અગ્નિહોત્ર,દર્શ,પૌર્ણમાસ,ચાતુર્માસ્ય અને પશુ-સોમ- આ પાંચ પ્રકારના યજ્ઞ આપના જ સ્વરૂપ છે,તથા 'આશ્રાવય' ,'અસ્તુ શ્રોષત' ,'યજે','એ યજામહે' અને 'વષત' --આ પાંચ પ્રકારના યજુમંત્રોથી આપનુ જ પૂજન થાય છે.હું આપને પ્રણામ કરું છું.

દેવતાઓએ કહ્યું- દેવ ! આપ આદિપુરુષ છો.પૂર્વકલ્પનો અંત થવાથી પોતાના કાર્યરૂપ આ પ્રપજ્ઞને ઉદરમાં લિન કરીને આપે જ પ્રલાયકાલીન જળની અંદર શેષનાગની ઉત્તમ શૈય્યા પર શયન કર્યું હતું.આપના આધ્યાત્મિક સ્વરૂપનું જનલોકાદિવાસી સિધ્ધગણ પણ પોતાના હૃદયમાં ચિંતન કરે છે.અહો ! તેઓ જ આપ આજે અમારા નેત્રોના વિષય થઈને આપના ભક્તોની રક્ષા કરી રહ્યા છો. 

ગાંધર્વોએ કહ્યું - દેવ ! મરીચિ વગેરે ઋષિ અને આ બ્રહ્મા ,ઇન્દ્ર તથા રુદ્રાદિ દેવતાગણો આપના અંશના પણ અંશ છે.મહત્તમ ! આ આખુંય વિશ્વ આપના ખેલની સામગ્રી છે.નાથ ! એવા આપને અમો સર્વદા પ્રણામ કરીએ છીએ.

વિદ્યાધરોએ કહ્યું -પ્રભુ ! પરમ પુરુષાર્થની પ્રાપ્તિના સાધન રૂપ આ માનવ દેહને મેળવીને પણ જીવ આપની માયાથી મોહિત થઈને તેમાં હું -હુંપણાનું અભિમાન કરી લે છે.પછી તે દુર્બુધ્ધિ પોતાના અત્મિયોના તિરસ્કૃત થવાથી પણ અસત વિષયોની જ લાલસા કરતો રહે છે.પરંતુ એવી અવસ્થામાં પણ જે આપની કથામૃતનું સેવન કરે છે.તે આ અંત:કર્ણના મોહને સર્વથા ત્યાગી દે છે.

બ્રાહ્મણોએ કહ્યું - ભગવન ! આપ જ યજ્ઞ છો,આપ જ હવિ છો,આપ જ અગ્નિ છો,આપ જાતે જ મંત્ર છો,આપ જ સમિધ,કુશા અને યજ્ઞપાત્ર છો,તથા આપ જ સદસ્ય,ઋત્વિજ,યજમાન તેમ જ તેની ધર્મપત્ની,દેવતા,અગ્નિહોત્ર,સ્વધા,સોમરસ,ઘૃત અને પશુ છો.વેદમૂર્તિ ! યજ્ઞ અને સંકલ્પ આપ જ છો.પૂર્વકાળમાં આપ જ અતિ વિશાલ વારાહરૂપ ધારણ કરીને રસતાલમાં ડૂબેલી પૃથ્વીને લીલાથી જ પોતાની દાઢો પર ઉઠાવીને આવી રીતે કાઢી લાવ્યા હતા.જેમ કોઈ ગજરાજ કમલિનીને ઉઠાવી લાવે.તે વખતે આપ ધીરે ધીરે ગરજી રહ્યા હતા,અને યોગીગનો આપના એ અલૌકિક પુરુષાર્થ જોઈને આપની પ્રાર્થના કરતા જતા હતા.યજ્ઞેશ્વર ! જયારે લોકો આપના નામનું કીર્તન કરે છે,ત્યારે યજ્ઞના બધાજ વિઘ્નો નો નાશ થાય છે.આમારું આ યજ્ઞસ્વરૂપ સત્કર્મ નષ્ટ થઇ ગયું હતું એટલે અમો આપના દર્શનની ઈચ્છા કરી રહ્યા હતા.હવે આપ અમારા પર પ્રસન્ન થાઓ,આપને નમસ્કાર છે.

શ્રી મૈત્રેયજી કહે છે - ભાઈ વિદુર ! જયારે આવી રીતે બધા લોકો યજ્ઞરક્ષક ભગવાન હૃષીકેશની પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે પરમ ચતુર દક્ષે રુદ્રપાર્ષદ વીરભદ્રના ધ્વંશ કરેલા યજ્ઞને ફરી આરંભ કરી દીધો.સર્વાન્તર્યામી શ્રી હરિ આમ તો બધાના ભોગોના ભોક્તા છે,તેમજ ત્રિકપાલ- પૂરૉડ્સરૂપ પોતાના ભાગથી વધારે પ્રસન્ન થઈને તેમણે દક્ષને સંબોધન કરતા કહ્યું.

શ્રી ભગવાને કહ્યું -જગતનું પ્રચંડ કારણ હું જ બ્રહ્મા અને મહાદેવ છું, હું બધાનો આત્મા, ઈશ્વર અને સાક્ષી છું,તથા સ્વયં પ્રકાશ અને ઉપાધિ શૂન્ય છું.વિપ્રવર ! મારી ત્રિગુણાત્મિકા માયાને સ્વીકારીને હું જ જગતની રચના,પાલન  અને સંહાર કરતો રાહુ છું.અને મેં જ તે કર્મોના અનુરૂપ બ્રહ્મા,વિષ્ણુ અને શંકર-તે નામ ધારણ કરેલા છે.આવું જે ભેદરહિત વિશુદ્ધ પરબ્રહ્મસ્વરૂપ હું છું,તેમાં અજ્ઞાની પુરુષ બ્રહ્મા,રુદ્ર,તથા અન્ય બધાજ જીવોને જુદાજુદા રૂપથી જુએ છે.જેવી રીતે મનુષ્ય પોતાનું માથું અને  હાથ વગેરે અંગોમાં'આ મારાથી જુદા છે'એવી બુદ્ધિ ક્યારેય  નથી કરતો.તેવી રીતે મારો ભક્ત પ્રાણીમાત્રને મારાથી જુદા નથી જોતો.બ્રહ્મન  ! અમે - બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ્વર-ત્રણેય સ્વરૂપતઃ: એક જ છીએ અને અને અમે પણ સંપૂર્ણ જીવરૂપ છીએ.એટલે જે અમારામાં કોઈ ભેદ નથી જોતો તેજ શાંતિ પ્રાપ્ત કરે છે.

શ્રી મૈત્રેયજી કહે છે-ભગવાને આવી રીતે આજ્ઞા આપવાથી પ્રજાપતીયોના નાયક દક્ષે તેના ત્રિકપાલ-યજ્ઞના દ્વારા પૂજા કરીને પછી અંગભુત અને પ્રધાન બંને પ્રકારના યજ્ઞોથી બીજા બધા દેવતાઓનું અર્ચન કર્યું.પછી એક્પ્રચિત થઇ ભગવાન શંકર યજ્ઞશેષરૂપ તેમના ભાગથી યજન કર્યો, તથા સમાપ્તિમાં કરવામાં આવતા ઉદવસાન નામના કર્મથી બીજા સોમપાયી તેમજ બીજા દેવતાઓનું યજન કરી યજ્ઞનો ઉપસંહાર કર્યો,અને અંતમાં ઋત્વિજો સાથે અવભૃથ સ્નાન કર્યું.પછી જેણે પોતાના પુરુષાર્થથીજ બધા પ્રકારની સિધ્ધિયો પ્રાપ્ત હતી તે દક્ષપ્રજાપતિને 'તમારી કાયમ ધર્મમાં બુદ્ધિ રહે 'એવા આશીર્વાદ આપી બધા દેવતાઓ સ્વર્ગમાં જતા રહ્યા.
વિદુરજી ! સાંભર્યું છે કે દક્ષસુતા સતીજીએ આવી રીતે પોતાનું પૂર્વ શરીર ત્યાગીને પછી હિમાલયની પત્ની મેનાના ગર્ભથી જન્મ લીધો હતો.જેવી રીતે પ્રલયકાળમાં લિન થયેલી શક્તિ સૃષ્ટિની શરૂઆતમાં પાછીઈશ્વરનો જ આશ્રય લે છે,તેજ રીતે અનન્યપરાયણ શ્રી અંબીકાજીએ તે જન્મમાં પણ 
પોતાના એકમાત્ર આશ્રય અને પ્રિયતમ ભગવાન શંકરને જ વરણ કર્યાં. વિદુરજી ! દક્ષ યજ્ઞનો વિધ્વંશ કરનારા ભગવાન શિવનું આ ચરિત્ર મેં બૃહસ્પતિના શિષ્ય પરમ ભાગવત ઉધ્ધવજીના મોઢેથી સાંભર્યું હતું.કુરુનંદન ! શ્રી મહાદેવજીનું આ પાવન ચરિત્ર યશ અને ઉંમરને વધારનારૂ તથા પાપપુણ્યનો નષ્ટ કરનારું છે.જે પુરુષ ભક્તિભાવથી તેનું કાયમ રોજ ભજન અથવા શ્રવણ કરે છે તે તેની પાપરાશીને નાશ કરી દે છે.

અધ્યાય આઠમો 
ધ્રુવનું વન ગમન   

શ્રી મૈત્રેયજી કહે છે -શત્રુસુદન વિદુરજી ! સનકાદિ,નારદ,ઋભુ,હંસ,અરુણી અને યતી -બ્રહ્માજીના આ નૈષ્ઠિક બ્રહ્મચારી પુત્રોએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કર્યો((એટલે તેમના કોઈ સંતાન ન થયા ). અધર્મ પણ બ્રહ્માજીનો જ પુત્ર હતો.તેની પત્નીનું નામ હતું મૃષા.તેને દંભ નામનો પુત્ર અને માયા નામની કન્યા થઇ.
તે બંનેને નિઋતિ લઇ ગયો,કેમકે તેને કોઈ સંતાન ન હતી.દંભ અને માયાથી લોભ અને નિકૃતિ (શઠતા)નો જન્મ થયો, તેનાથી ક્રોધ અને હિંસા તથા તેનાથી કલી(કલેશ)અને તેની બહેન દુરુક્તિ (ગાળ) ઉત્તપન્ન થઇ.સાધુશિરોમણી ! પછી દુરુક્તિથી કલીએ ભય અને મૃત્યુને ઉત્તપન્ન કાર્ય,તથા તે બંનેના સંયોગથી યાતના અને નિરય(નરક) નું જોડું ઉત્તપન્ન થયું.નિષ્પાપ વિદુરજી ! આવી રીતે ટૂંકમાં મેં તમને પ્રલયના કારણરૂપ આ અધર્મનો વંશ સંભળાવ્યો.તે અધર્મનો ત્યાગ કરાવીને પુણ્ય સંપાદનમાં હેતુ બને છે.તેમજ તેનું વર્ણન ત્રણ વાર સાંભળીને મનુષ્ય પોતાના મનનો મેલ દૂર કરી દે છે.કુરુનંદન ! હવે હું શ્રી હરિના અંશ (બ્રહ્માજી)ના અંશથી ઉત્તપન્ન થયેલા પવિતરકીર્તિ મહારાજ સ્વયુંમ્ભવ મનુના પુત્રોના વંશનું વર્ણન કરું છું.
મહારાણી શતરૂપા અને તેમના પતિ સ્વાંયુભાવ મનુથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ -આ બે પુત્રો થયા.ભગવાન વાસુદેવની કળાથી ઉત્તપન્ન થવાને કારણે તે બંને સંસારની રક્ષામાં તત્પર રહેતા હતા.ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ નામની બે પત્નીઓ હતી.તેમાંથી સુરુચિ રાજાને ખુબ જ પ્રિય હતી,સુનીતિ,જેનો પુત્ર ધ્રુવ હતો,તેમને તેટલી પ્રિય ન હતી.

એક દિવસ રાજા સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને પ્યાર કરી રહ્યા હતા.તેજ વખતે ધ્રુવે પણ ખોળામાં બેસવાનું વિચાર્યું,પરંતુ રાજાએ તેનું સ્વાગત ન કર્યું.તે વખતે ઘમંડથી ભરેલી સુરુચિએ પોતાની શૌતના પુત્ર ધ્રુવને મહારાજના ખોળામાં જવાનો પ્રયત્ન કરતો જોઈ તેની સામે જ તેણે તેણે કટાક્ષથી કહ્યું'
 'બચ્ચા !,તું રાજસિંહાસન પર બેસવાનો અધિકારી નથી.તું પણ રાજાનો જ પુત્ર છે તેથી શું થયું મેં તો તને મારી કૂખમાં નથી ધારણ કર્યો.તું હજુ નાદાન છે,તને ખબર નથી કે તે કોઈ બીજી સ્ત્રીના ગર્ભથી જન્મ લીધો છે,ત્યારે તો આવા દુર્લભ વિષયની ઈચ્છા કરી રહ્યો છે.જો તને રાજસિંહાસનની ઈચ્છા છે તો તપસ્યા કરીને પરમ પુરુષ શ્રી નારાયણની આરાધના કર અને અને તેમની કૃપાથી મારા ગર્ભમાં આવીને જન્મ લે ' 

શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! જેવી રીતે દંડની ચોટ ખાઈને સાપ ફૂંફાડા મારવા લાગે છે,તેવી રીતે પોતાની સૌતેલી માંના કડવા વચનોથી ઘાયલ થઈને ધ્રુવ ક્રોધથી લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો.તેના પિતા તે ચુપચાપ જોતા રહ્યા,મોઢાથી એક શબ્દ પણ ન બોલ્યા.ત્યારે પિતાને છોડીને ધ્રુવ રડતો રડતો પોતાની માતા પાસે આવ્યો.તેના બંને હોઠો ફફડી રહ્યા હતા અને તે હિબકારા લેતો રડી રહ્યો હતો.સુનીતિએ બેટાને ખોળામાં ઉઠાવી લીધો અને જયારે મહેલના લોકો પાસેથી પોતાની સૌત સુરુચિએ કહેલઈ વાતો સાંભળી,ત્યારે તેને પણ ખુબ દુઃખ થયું.તેની ધીરજ તૂટી ગઈ. તે દાવાનળથી સળગેલી વેલની માફક શોકથી સંતપ્ત થઇ મુરઝાઈ ગઈ અને વિલાપ કરવા મંડી.સાઉટની વાતો યાદ આવતા તેના કમળજેવા નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા.તે બિચારીને પોતાના દુઃખપારાવારનો ક્યાંય પણ અંત દેખાતો ન હતો.તેને ઊંડા શ્વાસ લઈને ધ્રુવને કહ્યું,

' બેટા તું બીજાઓ માટે કોઈ પ્રકારના અમંગળની ઈચ્છા ન કર,જે મનુષ્ય બીજાઓને દુઃખ આપે છે,તેને જાતેજ તેનું ફળ ભોગવવું પડે છે.સુરુચિએ જે કઈ કહ્યું તે સાચું જ છે,કેમકે મહારાજને મને 'પત્ની તો શું 'દાસી' સ્વીકારવામાં પણ શરમ આવે છે, તે હું માનભાઈનીથીજ જન્મ લીધો છે અને મારા જ દૂધથી તું મોટો થયો છું. બેટા ! સુરુચિએ તારી સૌતેલી માં હોવા છતાં વાત બિલકુલ બરાબર કહી છે,એટલે જો રાજકુમાર ઉત્તમની જેમ રાજસિંહાસન ઉપર બેસવા ઈચ્છતો હોય તો દ્વેષભાવ છોડીને તેનું પાલન કર,બસ,શ્રીઅધોક્ષજ  ભગવાનના ચરણકમળોની આરાધનામાં લાગી જ.સંસારના પાલન કરવા માટે તે સત્વગુણને અંગીકાર કરનારા શ્રી હરિના ચારણોની આરાધના કરવાથી જ તારા પરદાદા શ્રી બ્રહ્માજીને તે સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત થયું છે, જે મન અને પ્રાણોને જીતનારા મનીયો દ્વારા પણ વંદનીય છે.તે રીતે તારા દાદા સ્વયંભૂવ મનુને પણ મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોના દ્વારા અનન્ય ભાવથી તેજ ભગવાનની અર્ધના કરી હતી.ત્યારે તેમને બીજાઓ માટે ખુબ જ દુર્લભ લૌકિક,અલૌકિક તથા મોક્ષસુખની પ્રાપ્તિ થઇ. 

‘બેટા ! તું પણ તે ભક્તવત્સલ શ્રી ભગવાનનો જ આશ્રય લે.જન્મ મૃત્યુ ના ચક્કરમાંથી છૂટવા માટે ઈચ્છા કરવા મુમુક્ષુ લોકો કાયમ તેમનાજ ચરણકમલોના માર્ગની શોધ કર્યા કરે છે.તું સ્વધર્મપાલનથી પવિત્ર થયેલા તારા ચિત્તમાં શ્રી પુરુસોત્તમ ભગવાનને વસાવી લે અને બીજા બધાનું ચિંતન છોડીને ફક્ત તેમનું જ ભજન કર.
બેટા ! આ કમલદલ નયન શ્રી હરિને છોડીને મને તો તારા દુઃખને દૂર કરનારું બીજું કોઈ દેખાય નથી રહ્યું.જો જેમને પ્રસન્ન કરવા બ્રહ્મા વગેરે બધા દેવતા શોધતા રહે છે,તે શ્રી લક્ષ્મીજી પણ દીવાની માફક હાથમાં કમળ લઈને કાયમ તે જ શ્રી હરિની શોધ કર્યા કરે છે.’

શ્રી મૈત્રેયજી કહે છે - માતા સુનીતિએ જે વચનો કહ્યા,તે અમિષ્ટ વસ્તુની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા હતા.એટલે તેને સાંભળીને ધ્રુવે બુદ્ધિ દ્વારા પોતાના મનનું સમાધાન કર્યું.તેના પછી તે પિતાના નગરથી નીકળી પડ્યો.આ બધા સમાચાર સાંભળીને અને ધ્રુવ શું કરવા વિચારે છે,તે વાતને જાણીને  નારદજી ત્યાં આવ્યા.તેમણે ધ્રુવના માથા પર તેમનો પાપનાશક કરકમલ ફેરવતા મનમાં અને મનમાં વિસ્મિત થતા કહ્યું, '
અહો ! ક્ષત્રિયોને કેવું અદભુત તેજ છે,તેઓ થોડો પણ માનભંગ નથી સહી શકતા.જુઓ હમણાં તો આ નાનું બાળક છે,તો પણ તેના હૃદયમાં સૌતેલી માતાના કડવા વચનો ઘર કરી ગયા.'

તત્વજ્ઞાન નારદજીએ ધ્રુવને કહ્યું -  બેટા ! હજુ તો તું બાળક છે,રમવા કુદવામાં જ મસ્ત રહે છે, મને ખબર નથી પડતી કે આ ઉંમરમાં કોઈ વાતથી તારું સન્માન અથવા અપમાન થઇ શકે છે.જો તને માન અપમાનનો વિચાર જ હોય તો બેટા ! હકીકતમાં મનુષ્યના અસંતોષનું કારણ મોહ સિવાય બીજું કઈ નથી.સંસારમાં મનુષ્ય પોતાના કર્મ દ્વારા જ માન અપમાન ,સુખ દુઃખ વગેરેને પ્રાપ્ત થાય છે.તાત ! ભગવાનની ગતિ ખુબ વિચિત્ર છે,એટલા માટે તેના પર વિચાર કરીને બુદ્ધિમાન  પુરુષને નસીબ પ્રમાણે જેવી પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમાં સંતુષ્ટ રહેવું જોઈએ.હવે, માતાના ઉપદેશમાં તું યોગસાધના દ્વારા જે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે- મારા વિચારથી,સાધારણ પુરુષથી તેને મેળવવું  ખુબ જ અઘરું છે.યોગિલોકો અનેકો જન્મો સુધી અનાસક્ત રહીને સમાધિયો દ્વારા મોટી મોટી અઘરી સાધનાઓ કરતા રહે છે,પરંતુ ભગવાનનો માર્ગ નથી શોધી શકતા.એટલા માટે તું આ નકામી હથ છોડી દે,અને ઘેર પાછો જા,મોટો થયા પછી જયારે પરમાર્થ સાધનનો સમય આવે ત્યારે તેને માટે પ્રયત્ન કરી લેજે.વિધાતાના વિધાન અનુસાર સુખ દુઃખ જે કઈ પ્રાપ્ત થાય તેમાજ મનને સંતુષ્ટ રાખવું જોઈએ.તેમ કરનાર પુરુષ સંસારથી પાર થઇ જાય છે.મનુષ્યે તેનાથી વધારે ગુણવાનને  જોઈને    પ્રસન્ન થવું જોઈએ,જે ઓછા ગુણવાળો હોય તેના પર દયા કરવી અને જે પોતાના સરખા ગુણવાળો હોય તેની સાથે મિત્રતાનો ભાવ રાખવો જોઈએ.તેમ કરવાથી તેને દુઃખ ક્યારેય નથી દબાવી શકતા.

ધ્રુવે કહ્યું - ભગવન ! સુખ દુઃખથી જેનું માન ચંચળ થઇ જાય છે,તે લોકો માટે આપે કૃપા કરીને શાંતિનો આ ખુબ જ સારો ઉપાય બતલાવ્યો.પરંતુ મારા જેવા અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં સુધી નથી પહોંચી શકતી.તેના સિવાય મને ઘોર ક્ષત્રિય સ્વભાવ મળ્યો છે,તેનાથી મારામાં વિનયનો પહેલેથી અભાવ છે,સુરુચિએ કડવા વચન રૂપી વાણીથી મારા હૃદયને વીંધી નાખ્યું છે,એટલા માટે તેમાં આપનો આ ઉપદેશ નથી રહી શકતો.બ્રહ્મન ! હું તે પદ પર અધિકાર કરવા ઈચ્છું છું,જે ત્રિલોકીમાં બધાથી શ્રેષ્ઠ છે.તથા જેના પર મારા બાપ દાદા અને બીજા કોઈ પણ અરૂઢ નથી થઇ શક્યા.તમો મને તેની પ્રાપ્તિ માટે કોઈ સારામાં સારો માર્ગ બતાવો.તમો ભગવાન બ્રહ્માજીના પુત્ર છો,અને સંસારના કલ્યાણ માટે વિના વગાડતા સૂર્યની માફક ત્રિલોકીમાં ફર્યા કરો છો.
શ્રી મૈત્રેયજી કહે છે -  ધૃવની વાત સાંભળીને નારદજી ખુબ જ પ્રસન્ન થયા અને તેના પર કૃપા કરીને આવી રીતે સદ્ ઉપદેશ આપવા લાગ્યા.

શ્રી નારદજીએ કહ્યું- તારી માતા સુનીતિએ જે કઈ તને બતાવ્યું છે,તેજ તારા માટે પરમ કલ્યાણનો માર્ગ છે.ભગવાન વાસુદેવ જ તે ઉપાય છે,એટલે તું મન લગાવીને તેમનું ભજન કર.જે પુરુષને પોતાના માટે ધર્મ,અર્થ,કામ અને મોક્ષ રૂપ પુરુષાર્થની અભિલાષા હોય,તેને માટે તેની પ્રાપ્તિનો ઉપાય એકમાત્ર શ્રીના ચરણોનું સેવન જ છે.બેટા ! તારું કલ્યાણ થશે,હવે તું યમુનાના કિનારા પર પરમ પવિત્ર મધુવનમાં જા.ત્યાં શ્રી હરિનો નિત્ય નિવાસ છે.ત્યાં કાલિંદીના નિર્મલ પાણીમાં ત્રણેય વખત સ્નાન કરી નિત્યકર્મથી નિવૃત થઇ યથાવિધિ આસન પાથરીને સ્થિર ભાવથી બેસવું.પછી રેચક,પૂરક અને કુમ્ભક-ત્ર્ર્રણ પ્રકારના પ્રાણાયામ થી ધીરે ધીરે પ્રાણ, મન અને ઇન્દ્રિયના દોષોને દૂર કરી ધૈર્ય મુક્ત મનથી પરમ ગુરુ શ્રી ભગવાનનું આ પ્રમાણે ધ્યાન કરવું.
ભગવાનના નેત્ર અને મુખ સદા પ્રસન્ન રહે છે,તેને જોવામાં એવું લાગે છે,કે પ્રસન્નતાપૂર્વક તેઓ ભક્તને વર આપવા માટે ઉદ્યત છે.તેમની નાસિક,ભ્રમરો અને કપાળ ખુબ જ સુંદર છે,તેઓ બધા દેવતાઓમાં ખુબ જ સુંદર છે.તેમની તરુણ અવસ્થા છે,બધા અંગો સુડોળ છે,લાલ લાલ હોઠો અને રત્ન જેવા નયનો છે,તેઓ પ્રાણતજનોને આશ્રય આપનારા,અપાર સુખદાયક શરણાગતવત્સલ અને દયાના સાગર છે.તેમના વક્ષ:સ્થળમાં શ્રી વત્સનું ચિન્હ છે.તેમનું શરીર સજળ જાલંધરના જેવું શ્યામવર્ણ છે.તે પરમ પુરુષ શ્યામસુન્દર ગળામાં વનમાળા ધારણ કરેલી છે.અને તેમની ચારભુજાઓમાં શંખ,ચક્ર,ગદા તેમજ પદ્મ સુશોભિત છે.તેમના અંગ પ્રત્યંગ કિરીટ,કુંડળ,કેયુર,અને કંગન વગેરે આભૂષણોથી વિભૂષિત છે.ગળુ કૌસ્તુભ મણિની પણ શોભા વધારી રહ્યું છે તથા શરીરમાંરેશમી પીતામ્બર છે.તેમના કટિ પ્રદેશમાં સોનાની કરધાની અને પગોમાં સોનાના નૂપુર (પૈજનિ)સુશોભિત છે.ભગવાનનું સ્વરૂપ ઘણું જ દર્શનીય છે,શાંત તથા મન અને નયનોને આનંદિત કરનારું છે.જે લોકો પ્રમુખ માણસ પૂજન કરે છે,તેમના હૃદયમાં તે હૃદયકમળની કર્ણિકા પર પોતાના નખ મણીમંડિત મનોહર પદારવિન્દ સ્થાપિત કરીને વિરાજે છે.આવી રીતે ધારણા કરતા કરતા જયારે ચિત્ત સ્થિર અને એકાગ્ર થઇ જાય,ત્યારે તે વરદાયક પ્રભુનું મનમાં ને મનમાં એવી રીતે ધ્યાન કરવું કે તેઓ મારી તરફ અનુરાગભરી દ્રષ્ટિ થી જોતા જોતા ધીરે ધીરે મુસ્કરાઈ રહ્યા છે.ભગવાનની મંગલમયી મૂર્તિનું આવી રીતે કાયમ ધ્યાન કરવાથી મન તરત જ પરમાનંદમાં ડૂબીને તલ્લીન થઇ જાય છે.અને પછી ત્યાંથી પાછું વળતું નથી.

 રાજકુમાર ! આ ધ્યાનની સાથે પરમ ગુહ્ય મંત્રનો જપ કરવો જોઈએ તે પણ બતાવું છું-સાંભળ.તેનું સાત રાત જપ કરવાથી મનુષ્ય આકાશમાં વિચરનારા સિદ્ધોના દર્શન કરી શકે છે.તે મંત્ર છે -'ૐ નમો ભગવતે વાસુદેવાય. 'કયા દેશ અને કયા સમયમાં કઈ વસ્તુ ઉપીયોગી છે - તેનો વિચાર કરીને બુદ્ધિમાન પુરુષે આ મંત્ર દ્વારા જાત જાતની સામગ્રીઓથી ભગવાનની દ્રવ્યમયી પૂજા કરવી જોઈએ.પ્રભુનું પૂજન વિશુદ્ધ પાણી,પુષ્પમાળા,જંગલી મૂળ અને ફલાદિ,પૂજામાં વિવિધ દુર્વાદિ અંકુર,વનમાંજ પ્રાપ્ત થતું વલ્કલ વસ્ત્ર ,અને તેમની પ્રેયસી તુલસી થી કરવું જોઈએ.જો શીલા વગેરે મૂર્તિ મળી શકે તો તેમાં,નહિ તો પૃથ્વી અથવા પાણી વગેરેથી જ ભગવાનની પૂજા કરવી.કાયમ સંયતચિત્ત,મનનશીલ,શાંત અને મૌન રહેવું,તથા જંગલી ફળ મૂળ વગેરેનો પરિમિત આહાર કરવો.તેના સિવાય પુણ્ય કીર્તિ શ્રી હરિ પોતાની અનિર્વચનીય માયા  દ્વારા પોતાની જ ઈચ્છાથી અવતાર લઈને જે જે મનોહર ચરિત્ર કરવાના છે તેનું મનમાં ને મનમાં ચિંતન કરતા રહેવું.પ્રભુની પુંજા માટે જે જે ઉપચારોનું વિધાન કરવામાં આવ્યું છે,તેને મંત્રમૂર્તિ શ્રી હરિનેદ્વાદશાક્ષર મંત્ર દ્વારા જ અર્પણ કરવું.
આવી રીતે જયારે હૃદયસ્થિત હરિનું મન,વાણી અને શરીરથી પૂજન કરવામાં આવે છે,ત્યારે તે નિશ્ચલભાવથી સારી રીતે ભજન કરનારા પોતાના ભક્તોના ભાવ ને વધારી દે છે,અને તેની ઈચ્છા અનુસાર ધર્મ,અર્થ,કામ અથવા મોક્ષ રૂપ કલ્યાણ પ્રદાન કરે છે.જો ઉપાસકને ઇન્દ્રિય સબંધી ભોગોથી વૈરાગ્ય થઇ ગયો હોય તો તે મોક્ષ પ્રાપ્તિને માટે ખુબ જ ભક્તિથી અવિચ્છિતભાવથી ભગવાનનું ભજન કરવું.

શ્રી નારદજીથી આ પ્રકારે ઉપદેશ મેળવી રાજકુમાર ધ્રુવે તેમની પરિક્રમા કરી તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી તેણે ભગવાનના ચરણચીહ્નોથી અંકિત પરમ પવિત્ર મધુવનની યાત્રા કરી.ધ્રુવના તપોવન બાજુ ચાલ્યા જવાથી નારદજી ઉત્તાનપાદનાં મહેલમાં ગયા. રાજાએ તેમની યથયોગ્ય ઉપચારોથી પુંજા કરી,ત્યારે તેમણે આરામથી આસન પર બેસીને રાજાને પૂછ્યું.

શ્રી નારદજીએ કહ્યું-રાજન ! તમારું મોઢું સુકાયેલું છે,તમો ઘણા સમયથી શા વિચારમાં પડ્યા છો ?તમારા ધર્મ,અર્થ કામમાંથી કોઈમાં ઓછપ તો નથી આવીને ?

રાજાએ કહ્યું- બ્રહ્મન ! હું ઘણોજ શૈર્ણઅને નિર્દય છું,હાય ! મેં મારા પાંચ વર્ષના નાના બચ્ચાને તેની માતા સાથે ઘરની બહાર કાઢી મુક્યો.મુનિવર ! તે ખુબ જ બુદ્ધિમાન હતો.તેનું કમલ જેવું મોઢું ભૂખથી કરમાઈ ગયું હશે તે થાકીને કોઈ રસ્તામાં પડી ગયો હશે.બ્રહ્મન ! તે અસહાય બાળકને વનમાં કોઈ વરુ ના ખાઈ જાય.અહો હું કેવો સ્ત્રીનો ગુલામ છું! મારી ક્રૂરતા તો જુઓ,- તે બાળક પ્રેમવશ મારા ખોળામાં ચઢવા ઈચ્છતો હતો,પરંતુ મેં દુષ્ટે તેનો થોડો પણ આદર ન કર્યો.

શ્રી નારદજીએ કહ્યું - રાજન ! તમો તમારા બાળકની ચિંતા ન કરો.તેના રક્ષક ભગવાન છે.તમને તેના પ્રભાવનો ખ્યાલ નથી તેનો યશ આખા જગતમાં ફેલાઈ રહ્યો છે.તે બાળક ખુબ જ સમર્થ છે.જે કામને મોટા મોટા લોકપાલો પણ નથી કરી શક્યા ,તેને પૂરું કરીને તે સીધો તમારી પાસે જ પાછો આવશે.તેના કારણે તમારો યશ પણ ખુબ વધશે.

શ્રી મૈત્રેયજી કહે છે- દેવર્ષિ નારદજીની વાત સાંભળીને મહારાજ ઉત્તાનપાદ રાજપાટ તરફથી ઉદાસીન થઈને કાયમ પુત્રની ચિંતામાં રહેવા લાગ્યા.આબાજુ ધ્રુવજીએ મધુવનમાં આવીને યમુનાજીમાં સ્નાન કર્યું અને તે રાતે પવિત્રતાપૂર્વક ઉપવાસ કરીને શ્રી નારદજીના ઉપદેશ અનુસાર એકાગ્રચિત્તથી પરમપુરુષ શ્રી નારાયણની ઉપાસના શરુ કરી દીધી. તેમણે ત્ર્ર્રણ ત્રણ રાતનાં અંતરમાં શરીર નિર્વાહ માટે ફક્ત કૈથ અને બોરના ફળ ખાઈને શ્રી હરિની ઉપાસના કરતા એક મહિનો વિતાવ્યો.બીજા મહિનામાં તેમણે છ છ દિવસ પાછળ સૂકું ઘાસ અને પાંદડા ખાઈને ભગવાનનું ભજન કર્યું.ત્રીજા મહિને નવ નવ દિવસ પર ખાલી પાણી પીને સમાધિયોગના દ્વારા શ્રી હરિની આરાધના કરતા પસાર કર્યો.ચોથા મહિને તેણે શ્વાસને જીતીને બાર બાર દિવસે ફક્ત વાયુ પીને ધ્યાન યોગ દ્વારા ભગવાનની આરાધના કરી.પાંચમો નાસ શરૂ થતા રાજકુમાર ધ્રુવ શ્વાસને જીતીને પરબ્રહ્મનું ચિંતન કરતા કરતા એક પગથી થાંભલાની માફક નિશ્ચલ ભાવથી ઉભો રહી ગયો.તે વખતે તેણે શબ્દાદિ વિષય અને ઇન્દ્રિયોના નિયામક પોતાના મનને બધી બાજુથી ખેંચી લીધું તથા હૃદયસ્થિત હરિના સ્વરૂપનું  ચિંતન કરતા કરતા મનને કોઈ બીજી બાજુ ન જવા દીધું.જે વખતે તેણે મહદાદિ સંપૂર્ણ તત્વોને આધાર તથા પ્રકૃતિ અને પુરુષના પણ અધિશ્વર પરબ્રહ્મની ધારણા કરી ,તે વખતે (તેમના તેજને ન સહી શકવાને કારણે ) ત્રણેય લોક ધ્રુજી ઉઠ્યા .જયારે રાજકુમાર ધ્રુવ એક પગથી ઉભો રહ્યો,ત્યારે તેના અંગુઠાથી દબાઈને અડધી પૃથ્વી એવી રીતે નમી પડી જેમ કોઈ હાથીના ચઢી જવાથી નાવ પદ પદ પર  જમણી ડાબી બાજુ ડગમગવા લાગે છે.ધ્રુવજી પોતાના ઇન્દ્રિય દ્વાર તથા પ્રાણોને રોકીને અન્યાયબુદ્ધિથી વિશ્વાત્મા શ્રી હરિનું ધ્યાન કરવા લાગ્યા.આવી રીતે તેની સમષ્ટિ પ્રાણ થી અભિન્નતા થઇ જવાને કારણે બધા પ્રાણીઓના શ્વાસોશ્વાસ રોકાઈ ગયા.તેનાથી બધા લોક અને લોકપાલો ને ખુબ જ પીડા થઇ અને તે બધા ગભરાઈને શ્રી હરિની શરણમાં આવ્યા.
દેવતાઓએ કહ્યું - ભગવન ! બધાજ સ્થાવર જંગમ જીવોના શરીરના પ્રાણ એક સાથે રોકાઈ ગયા છે- આવું તો પહેલા અમે ક્યારેય અનુભવ નથી કર્યું,.આપ શરણાગતોની રક્ષા કરનારા છો,આપની શરણમાં આવેલા અમે લોકોને આ દુઃખમાંથી છોડાવો.

શ્રી ભગવાને કહ્યું - દેવતાઓ ! તમે દરો નહિ.ઉત્તાનપાદનાં પુત્ર ધ્રુવે તેના મનને મારા વિશ્વાત્મામાં લિન કરી દીધું છે.,અત્યારે મારી સાથે તેની અભેદ ધારણા સિદ્ધ થઇ ગઈ છે,તેનાથી તેના પ્રાણ નિરોધથી તમારા સહુના પ્રાણ પણ રોકાઈ ગયા છે.હવે તમો સહુ સહુના લોકોમાં જાઓ ,હું તે બાળકને આ દુષ્કર તાપથી નિવૃત કરી દઈશ.

અધ્યાય નવમો
ધ્રુવનું વર મેળવીને ઘેર પાછું આવવું

શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! ભગવાને આ પ્રકારે આશ્વાસન આપવાથી દેવતાઓનો ભય જતો રહ્યો અને તેઓ  તેમને પ્રણામ કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા.ત્યાર પછી વિરાટસ્વરૂપ ભગવાન ગરુડ પર ચઢીને પોતાના ભક્તને જોવા મધુવનમાં આવ્યા.તે વખતે ધ્રુવજી યોગાભ્યાસથી એકાગ્ર થયેલી બુદ્ધિના દ્વારા ભગવાનની વીજળીના જેવી દૈદિપ્યમાન જે મૂર્તિનું પોતાના હૃદયકમળમાં ધ્યાન કરી રહ્યા તે એકદમ વિલીન થઇ ગઈ.તેનાથી ગભરાઈને જ્યાં તેણે નેત્રો ખોલ્યા કે ભગવાનના તેજ રૂપને બહાર પોતાની સામે ઉભેલા જોયા.પ્રભુનું દર્શન પામીને ધ્રુવને ખુબ જ કુતુહુલ થયું.તે પ્રેમથી અધીરો થઇ ગયો.તેણે ધરતી પર દંડની માફક સૂઈને તેમને પ્રણામ કર્યા.પછી તે પ્રેમભરી નજરોથી એવી રીતે જોવા લાગ્યા જાણે નેત્રોથી તે તેમને પી જશે,મોઢાથી ચૂમી લેશે અને ભુજાઓમાં જકડી લેશે.તે હાથ જોડીને પ્રભુની સામે ઉભેલા હતા,અને તેમની પ્રાર્થના કરવા ઇચ્છતા  હતા,પરંતુ કેવી રીતે કરવી તે જાણતા ન હતા.સર્વાન્તર્યામી શ્રી હરિ તેના મનની વાત જાણી ગયા તેમણે કૃપાપૂર્વક પોતાના વેદમય શંખને તેના ગાલ સાથે સ્પર્શ કર્યો.ધ્રુવજી ભવિષ્યમાં અવિચલ પદ પ્રાપ્ત કરવાના હતા.આ સમયે શંખનો સ્પર્શ થતા જ તેણે વેદમયી દિવ્યવાણી પ્રાપ્ત થઇ ગઈ અને જીવ તથા બ્રહ્મના સ્વરૂપનો પણ નિશ્ચય થઇ ગયો.તે અત્યંત ધૈર્યપૂર્વક કીર્તિમાન શ્રી હરિની પ્રાર્થના કરવા લાગ્યો.

ધ્રુવજીએ કહ્યું- પ્રભુ ! આપ સર્વ શક્તિમાન છો,આપ જ મારા હૃદયમાં પ્રવેશીને તમારા તેજથી મારી આ સુતેલી વાણીને સજીવ કરો છો તથા હાથ,પગ, કાન અને ત્વચા વગેરે અન્યાન્ય ઇન્દ્રિયો તેમ જ પ્રાણોને પણ ચેતનતા આપો છો.હું આપ અંતર્યામી ભગવાનને પ્રણામ કરું છું.ભગવન ! તમો એક જ છો પરંતુ આપણી અનંત ગુણમયી માયાશક્તિથી આ મહદાદિ સંપૂર્ણ પ્રપંચને રચીને અન્તર્યામીરૂપથી અંદર પ્રવેશી જાઓ છો અને પછી તેના ઈંદ્રિયાદિ અસત ગુણોમાં તેના અધિષ્ઠાતૃ-દેવતાઓના રૂપમાં સ્થિત થઈને અનેકરૂપે ભાસો છો-બસ તેમ જ જેમ જાત જાતના લાકડામાં પ્રગટ થયેલી આગ પોતાની ઉપાધિઓમાં જુદા જુદા રૂપોમાં દેખાય છે.નાથ ! સૃષ્ટિની શરૂઆતમાં પણ બ્રહ્માજીએ પણ આપની શરણ લઈને આપણા આપેલા જ્ઞાનના પ્રભાવથી જ આ જગતને સૂઈને ઉઠેલા પુરુષના સમાન જોયું હતું.

દીનબંધુ ! તેજ આપના ચરણતલનું મુક્ત પુરુષ પણ આશ્રય લે છે.કોઈ પણ કૃતજ્ઞ પુરુષ તેને કેવી રીતે ભૂલી શકે છે ? પ્રભુ ! આ શવતુલ્ય શરીરના દ્વારા ભોગનારૂ ઇન્દ્રિય અને વિષયોના સંસર્ગથી ઉત્તપન્ન સુખ તો મનુષ્યોને નરકમાં પણ મળી શકે છે.જે લોકો તે વિષયસુખને માટે લાલાયિત રહે છે અને જે જન્મ-મરણના બંધનથી છોડાવનાર કલ્પતરુ સ્વરૂપ આપની ઉપાસના ભગવત્પ્રાપ્તિ સિવાય કોઈ બીજા ઉદેશ્યથી કરે છે,તેની બુદ્ધિ જરૂર આપની માયાથી ઠગાઈ ગઈ છે.નાથ ! આપના ચરણકમાલોનું ધ્યાન કરવાથી અને આપના ભક્તોનું પવિત્ર ચરિત્ર સાંભળવાથી પ્રાણીઓને જે આનંદ પ્રાપ્ત થાય છે તે નિજાનંદસ્વરૂપ બ્રહ્મમાં પણ નથી મળી શકતો.પછી જેને કાળની તલવાર કપ નાખે છે ,તે સ્વર્ગીય વિમાનોથી પડનારા પુરુષોને તો તે સુખ કેવી રીતે મળી શકે છે ? 

અનંત પરમાત્માં ! મનેતો આપ તે વિશુદ્ધ હૃદય મહાત્મા ભક્તોનો સંગ આપો,જેમનો આપમાં અવિચ્છિત ભક્તિભાવ છે,તેમના સંગમ હું આપના ગુનો અને લીલાઓની કથાસુધાને પીતા પીતા ઉન્મત્ત થઇ જઈશ.અને સહેલાઈથી આ અનેક પ્રકારના દુઃખોથી પૂર્ણ ભયંકર સંસારસાગરની પેલે પાર પહોંચી જઈશ.કમલનાભ પ્રભુ ! જેમનું ચિત્ત આપની ચરણકમલની સુગંધમાં લોભાયું છે,તે મહાનુભાવોનો જે લોકો સંગ કરે છે- તે પોતાના આ અત્યંત પ્રિય શરીર અને તેના સબંધી પુત્ર,મિત્ર,ઘર અને સ્ત્રી વગેરેની દરકાર પણ નથી કરતા.અજન્મા પરમેશ્વર ! હું તો પશુ ,વૃક્ષ,પર્વત,પક્ષી સરીસૃપ(સર્પાદિ પેટે ચાલનારા જંતુ  ) દેવતા,દૈત્ય અને મનુષ્ય વગેરેથી પરિપૂર્ણ તથા મહદાદિ અનેકો કારણોથી સંપાદિત આપના આ સદસદાત્મક સ્થૂઈ વિશ્વરૂપને જ જાણું છું,તેનાથી ઉપર જે આપનું સ્વરૂપ છે,જેમાં વાણીની ગતિ નથી તેની મને ખબર નથી.

ભગવન ! કલ્પનો અંત થવાથી યોગનિંદ્રામાં સ્થિત જે પરમપુરુષ આ સંપૂર્ણ વિશ્વને પોતાના ઉદરમાં લિન કરીને શેષજીની સાથે તેના જ ખોળામાં શયન કરે છે.તથા જેમના નાભિ કમળથી પ્રગટ થયેલા સર્વલોકમય સુવર્ણવર્ણ કમળથી પરમ તેજોમય બ્રહ્માજી પ્રગટ થયા ,તે ભગવન આપ જ છો ,હું અપને પ્રણામ કરું છું.

પ્રભુ ! આપ પોતાની અખંડ ચિન્મયી દ્રષ્ટિથી બુદ્ધિની બધીજ અવસ્થાઓના સાક્ષી છો.તથા નિત્યયુક્ત શુદ્ધ સત્વમય સર્વજ્ઞ પરમાત્મ સ્વરૂપ,નિર્વિકાર.આદિપુરુષ,ષડઐશ્વર્ય સંપન્ન તેમજ ત્રણેય  
ગુણોના અધિશ્વર છે.તમો જીવથી તદ્દન જુદા છો,તથા સંસારની સ્થિતિને માટે યાગ્નધિષ્ઠાતા વિષ્ણુ રૂપથી વિરાજમાન છો.તમારાથી જ વિદ્યા-અવિદ્યા વગેરે વિરુદ્ધ ગતિઓવાળી અનેકો શક્તિઓ,ધારાવાહિક રૂપથી નિરંતર પ્રગટ થતી રહે છે.આપ જગતના કારણ,અખંડ,અનાદિ,અનંત,આનંદમય,નિર્વિકાર બ્રહ્મસ્વરૂપ છે.હું આપની શરણ છું.ભગવન ! આપ પરમાનંદમૂર્તિ છે- 
જે લોકો એવું સમજીને નિષ્કામભાવથી આપનું નિરંતર ભજન કરે છે,તેમના માટે રાજ્યાદિ ભોગોની અપેક્ષા આપના ચરણકમળોની પ્રાપ્તિ જ ભજનનું સાચું ફળ છે.સવામી ! કદાચ વાત એવીજ છે તોપણ ગાય જેવા પોતાના તરતના જન્મેલા વાછરડાને દૂધ પીવડાવતી અને વાઘ વગેરેથી બચાવતી રહે છે,તેવી રીતે આપ પણ ભક્તો ઉપર કૃપા કરવા માટે નિરંતર વિકલ રહેવાને કારણે અમારા જેવા સકામ જીવોની પણ ઈચ્છા પુરી કરીને તેમની સંસારભયથી રક્ષા કરતા રહો છો.

શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! જયારે શુભસંકલ્પવાળા મતિમાન ધ્રુવજીએ આવી રીતે પ્રાર્થના કરી ત્યારે ભક્તવત્સલ ભગવાન તેની પ્રશંસા કરતા કહેવા લાગ્યા.

શ્રી ભગવાને કહ્યું - ઉત્તમ વ્રતનું પાલન કરનારા રાજકુમાર !હું તારા હૃદયનો સંકલ્પ જાણું છું.જોકે તે પદનું પ્રાપ્ત થવું ખુબ જ કઠણ છે,તો પણ હું તને તે આપું છું,તારું કલ્યાણ થાય.
.ભદ્ર ! જે તેજોમય અવિનાશી લોકને હજુ સુધી કોઈએ પ્રાપ્ત નથી કર્યું જેની ચારેબાજુ ગ્રહ,નક્ષત્ર અને તારાગણરૂપ જ્યોતિષચક્ર એવી રીતે ચક્કર કાપતું રહે છે જેવી રીતે મેંઢિની( કાપેલી ફસલ અનાજ ગઉ વગેરેને કચડવા માટે ફેરવાતા બળદ જે થાંભલામાં બાંધી રાખ્યા હોય તેનું નામ મેંઢિ છે.) ચારે બાજુ ખળીના બળદો  ફર્યા કરે છે. અવાંતર કલ્પ દરમ્યાન રહેનારા લોકોનો નાશ થઇ જવાથી પણ જે સ્થિર રહે છે તથા તારાગણની સાથે ધર્મ,અગ્નિ,કશ્યપ અને શુક્ર વગેરે નક્ષત્ર તેમ જ સપ્તર્ષિગણ જેની પ્રદક્ષિણા કર્યા કરે છે,તે ધ્રુવ લોક હું તને આપું છું. અહીં પણ જયારે તારા  પિતા તને રાજસિંહાસન આપીને વનમાં ચાલ્યા જશે ત્યારે તું છત્રીસ હજાર વર્ષો સુધી ધર્મ પૂર્વક પૃથ્વીનું પાલન કરશે.તારી ઇંદ્રિયોની શક્તિ જેવી છે તેવી બની રહેશે.આગળ ચાલીને કોઈ સમયે તારો ભાઈ ઉત્તમ શિકાર રમતો માર્યો જશે ત્યારે તેની માતા સુરુચિ પુત્ર પ્રેમમાં પાગલ થઈને તેને વનમાં શોધતી શોધતી દાવાનળમાં પ્રવેશ કરી જશે.યજ્ઞ મારી પ્રિય મૂર્તિ છે,તું અનેકો મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોના દ્વારા મારુ યજન કરશે તથા અહીં સારામાં  સારા ભોગ ભોગવીને અંતમાં મારુંજ સ્મરણ કરશે.તેનાથી તું અંતમાં સંપૂર્ણ લોકોના વંદનીય અને સપ્તર્ષિઓમાં પણ ઉપર મારા નિજ ધામમાં જઈશ, જ્યાં પહોંચીને પછી સંસારમાં પાછું આવવાનું નથી હોતું.

શ્રી મૈત્રેયજી કહે છે-બાળક ધ્રુવથી આ પ્રકારે પૂજિત થઇ અને તેને પોતાનું પદ આપી ભગવાન શ્રી ગરુડધ્વજ તેની નજરો નજર  પોતાના લોકમાં ચાલ્યા ગયા.પ્રભુની ચરણસેવાથી સંકલ્પિત વસ્તુ પ્રાપ્ત થઇ જવાને કારણે કદાચ ધ્રુવજીનો સંકલ્પ તો નિવૃત થઇ ગયો પરંતુ તેનું મન વિશેષ પ્રસન્ન ન થયું.પછી તે પોતાના નગરમાં પાછા ફર્યા.

વિદુરજીએ પૂછ્યું - બ્રહ્મન ! માયાપાટી શ્રી હરિનું પરમપદ તો ખુબ જ દુર્લભ છે,અને તેમના ચરણોની ઉપાસનાથીજ મળે છે.ધ્રુવજી પણ સારાસારનો પૂર્ણ વિવેક રાખતા હતા,પછી એક જ જન્મમાં તે પરમપદને મેળવી લેવાથી પણ તેમણે પોતાને અકૃતાર્થ કેમ સમજ્યા ? 

શ્રી મૈત્રેયજીએ કહ્યું -ધ્રુવજીનું હૃદય પોતાની સૌતેલી માતાના વાગ્બાણનથી વીંધાઈ ગયું હતું.તથા વર માંગવાના સમયે પણ તેને તે યાદ હતું.તેથી તેને મુક્તિદાતા શ્રી હરિથી મુક્તિ નહિ માંગી.હવે જયારે ભગવતદર્શનથી તે મનોમાલિન્ય દૂર થઇ ગયો તો તેને પોતાની તે ભૂલ માટે પશ્ચાતાપ થયો.

ધ્રુવજી મનમાં ને મનમાં કહેવા લાગ્યા - અહો ! સનકાદિ ઉર્ધ્વરેતા (નૈષ્ઠિક બ્રહ્મચારી) સિદ્ધ પણ જેને સમાધિ દ્વારા અનેકો જન્મોમાં મેળવી શકે છે તે ભગવત્ચરણોની છાયાને મેં છ મહિનામાં જ મેળવી લીધી પરંતુ મનમાં બીજી વાસના રહેવાને કારણે હું ફરીથી તેનાથી દૂર થઇ ગયો.અહો ! મારા મંદ ભાગ્યની મૂર્ખતા તો જુઓ,મેં સંસારપાશને કાપનારા પ્રભુના પાદપદ્મોમાં પહોંચીને પણ તેમનાથી નાશવાન વસ્તુનીજ યાચના કરી.દેવતાઓને સ્વર્ગભોગ પછી નીચે પાડવાનું હોય છે તેમાટે તે મારી ભગવત્પ્રાપ્તિરૂપ ઉચ્ચ સ્થિતિને ન સહન કરી શક્યા એટલે તેઓને જ મારી બુદ્ધિ નો નાશ કરી દીધો.ત્યારે મેં દુષ્ટે નારદજીની યથાર્થ વાત પણ ન સ્વીકારી.જોકે સંસારમાં આત્મા સિવાય બીજું કોઈ પણ નથી તો પણ સૂતેલો મનુષ્ય જેમ સ્વપ્નમાં પોતાની જ કલ્પના કરેલા વાઘ વગેરેને જોઈને ડરે છે.તેજ રીતે મેં પણ ભગવાનની માયાથી મોહિત થઈને ભાઈને જ શત્રુ માની લીધો અને વ્યર્થ દ્વેષરૂપ હાર્દિક રોગથી પીડાવા લાગ્યો.જેને પ્રસન્ન કરવું અત્યંત કઠણ છે,તેજ વિશ્વાત્મા શ્રી હરિને પ્રસન્ન કરીને મેં જે કઈ માંગ્યું છે,તે બધું વ્યર્થ છે.બસ તે જ પ્રમાણે જેમ ગતાયુ પુરુષ માટે ચિકિત્સા વ્યર્થ હોય છે. ઓહ ! હું ખુબજ ભાગ્યહીન છું,સંસારબંધનનો નાશ કરનારા પ્રભુ પાસે મેં સંસાર જ માંગ્યો.હું ખુબ જ પુણ્યહીન છું ! જેવી રીતે કોઈ કંગલા કોઈ ચક્રવર્તી સમ્રાટને પ્રસન્ન કરીને તેમનાથી તુષસહિત ચોખાની કણી માંગે તેવી મેં પણ આત્માનંદ આપનારા શ્રી હરિથી મૂર્ખતાથી વ્યર્થનું અભિમાન વધાવનાર ઉચ્ચ પદો વગેરે જ માંગ્યા છે.

શ્રી મૈત્રેયજી કહે છે - તાત ! તમારી જેમ જે લોક શ્રી મુકુરપાદારવિન્દ -મકરંદના જ મધુકર છે- જે નિરંતર પ્રભુની ચરણરજનું જ સેવન કરે છે અને જેનું મન પોતાની જાતે આવેલી બધીજ પરિસ્થિતિઓમાં સંતુષ્ટ રહે છે તે ભગવાનથી   તેમની સેવા સિવાય પોતાને માટે બીજો કોઈ પદાર્થ નથી માંગતા.

અહીં જ્યાં રાજા ઉત્તાનપાદે સાંભર્યું કે તેનો પુત્ર ઘરે પાછો આવી રહ્યો છે,તો તેને તે વાત પર એમ જ કોઈ વિશ્વાસ ન થયો જેમ કોઈ કોઈના યમલોકથી પાછા આવવાની વાત પર વિશ્વાસ ન કરે.તેણે તેમ વિચાર્યું કે 'મારા અભાગિયાનું એવું ભાગ્ય કયાં. ' પરંતુ પછી તેણે નારદજીની વાત યાદ આવી ગઈ.તેનાથી તેણે એ વાતમાં વિશ્વાસ થયો અને તે આનંદના વેગથી અધીરા થઇ ગયા.તેણે ખુબ જ પ્રસન્ન થઈને એ સમાચાર લાવનારને એક ખુબ જ કિંમતી હાર આપ્યો.રાજા ઉત્તાનપાદે પુતનું મોઢું જોવા ઉત્સુક થઈને ઘણા બધા બ્રાહ્મણો,કુળના મોટાઓ-વૃદ્ધો,મંત્રી અને બંધુજનોને સાથે લીધા,તથા એક ઉચ્ચ ઘોડાવાળો સુવર્ણજડિત રથ પર સવાર થઇ તે ઝડપથી નગરની બહાર આવ્યા.તેમની આગળ આગળ વેદધ્વનિ થતી જતી હતી,તથા શંખ,દુદુમ્ભી,તેમજ વંશી વગેરે અનેક માંગલિક વાજા વાગતા જતા હતા.તેમની બંને રાણિયો સુનીતિ અને સુરુચિ પણ સુવર્ણમય આભૂષણોથી શણગાર સાજી રાજકુમાર ઉત્તમ સાથે પાલખીઓ પર ચઢીને ચાલી રહી હતી.ધ્રુવજી ઉપવન પાસે આવી પહોંચ્યા,તેને જોતા જ મહારાજ ઉત્તાનપાદ રથથી ઉતરી પડ્યા.પુત્રને જોવા માટે તેઓ ઘણા દિવસોથી ઉત્કંઠિત થઇ રહ્યાં હતા.તેમણે ઝડપથી આગળ વધીને પ્રેમાતુર થઇ લાંબી લાંબી  શ્વાસો લેતા, ધ્રુવને ભુજાઓમાં સમાવી લીધો.હવે તે પહેલાના ધ્રુવ ન હતા,પ્રભુના પરમપદ પાદપદ્મોના   સ્પર્શ થવાથી તેના બધાજ પાપ બંધન કપાઈ ગયા હતા.રાજા ઉત્તાનપાદની એક બહુજ મોટી કામના પૂર્ણ થઇ ગઈ.તેણે વારંવાર પુત્રનું માથું સુંઘયું અને આનંદ તથા પ્રેમને કારણે નીકળનારા ઠંડા ઠંડા(આનંદ અથવા પ્રેમને કારણે આંસુ આવે છે તે ઠંડા હોય છે,અને શોકના આંસુ ગરમ હોય છે.) આંસુઓથી તેણે નવડાવી દીધો. 

ત્યાર પછી સજ્જનોમાં અગ્રગણ્ય ધ્રુવજીએ પિતાના પગોમાં પ્રણામ કર્યા અને તેમનાથી આશીર્વાદ મેળવી કુશળ પ્રશ્નાદિથી સમ્માનિત થઇ બંને માતાઓને પ્રણામ કર્યા.નાની માતા સુરુચિએ પોતાના ચરણો પર ઝૂકેલા બાળક ધ્રુવને ઉઠાવીને હૃદયથી લગાવી દીધો.અને અશ્રુ ગદગદ વાણીથી 'ચિરંજીવ રહો' એવા આશીર્વાદ આપ્યા.જેવી રીતે પાણી જાતે જ નીચેની બાજુ વહેવા લાગે છે-એવી રીતે મૈત્રી વગેરે ગુણોને કારણે જેના પર શ્રી ભગવાન પ્રસન્ન થઇ જાય છે,તેની આગળ બધા જીવો ઝૂકી જાય છે.આબાજુ ઉત્તમ અને ધ્રુવ બંને પ્રેમથીવિહ્વળ થઈને મળ્યા.એક બીજાના અંગોનો સ્પર્શ થવાથી તે બંનેના શરીરમાં રોમાંચ  થઇ ગયો તથા આખોથી આંસુઓની વારંવાર ધારા વહેવા લાગી.ધ્રુવની માતા સુનીતિ પોતાના પ્રાણોથી પણ પ્યારા પુત્રને ગળે લગાવીને બધો સંતાપ ભૂલી ગઈ.તેના સુકુમાર અંગોના સ્પર્શથી તેને ખુબ જ આનંદ થયો.વિરવર વિદુરજી !  વિરમતાં સુનીતિના સ્તન તેના નેત્રોથી  વહેતા મંગલમય આનંદ આસુંઓથી ભીના થઇ ગયા અને તેમાંથી વારંવાર દૂધ વહેવા લાગ્યું.તે વખતે પૂર્વસિ લોકો તેની પ્રશંસા કરતા કહેવા લાગ્યા 'મહારાણીજી ! આપનો લાલ ઘણા દિવસોથી ખોવાયેલો હતો,સૌભાગ્યવશ હવે તે પાછો આવી ગયો,તે અમારા બધાનું દુઃખ દૂર કરનારો છે.ઘણા દિવસો સુધી ભૂમંડળની રક્ષા કરશે.આપે અવશ્ય જ શરણાગતભયભંજન શ્રી હરિની ઉપાસના કરી છે.તેનું નિરંતર ધ્યાન કરનાર ધીર પુરુષ પરમ દુર્જયઃ મૃત્યુને પણ જીતી લે છે.'

વિદુરજી ! આવી રીતે જયારે બધા લોકો ધ્રુવને માટે પોતાના લાડ પ્યાર પ્રગટ કરી રહ્યા હતા,તે સમયે તેને ભાઈ ઉત્તમ સાથે હાથીણી પર ચઢાવીને મહારાજા ઉત્તાનપાદે ઘણા હર્ષની સાથે રાજધાનીમાં પ્રવેશ કર્યો.તે વખતે બધા લોકો તેમના ભાગ્યની મોટાઈ કરી રહ્યા હતા.નગરમાં જ્યાં ત્યાં મગરના આકારના સુંદર દરવાજા બનવેલા હતા,તથા ફળફૂલોનાં ગુચ્છાઓ સાથે કેળાના થાંભલા અને સોપારીના છોડ સજાવ્યા હતા.દરવાજે દરવાજે દીવાઓ સાથે પાણીના કળશ રાખવામાં આવ્યા હતા.-જે આંબાનાં પાતરા ,વસ્ત્રો,પુષ્પમાળાઓ તથા મોતીની લડીયોથી સુસજ્જિત હતા.જે અનેકો પરકોતો,ફાટકો અને મહેલોથી નગરી શુસોભીત હતી,તે બધાને સોનાની સમ્પ્રીયોથી સજાવવામાં આવ્યા હતા,તથા તેના કંગુરો વિમાનોના શિખરોની માફક ચંકી રહ્યા હતા.નગરના ચોક,ગલિયો, અટારીયો અને સડ઼કોને સાફસૂફ કરીને તેના પર ચંદનનો છંટકાવ  કર્યો હતો.અને જ્યાં ત્યાં 
તલ,ચોખા,પુષ્પ,ફળ,જઉંતેમ જ માંગલિક ઉપહાર સામગ્રીઓ સજાવી રાખી હતી.ધ્રુવજી રાજમાર્ગથી જઈ રહ્યા હતા,તે વખતે જ્યાં ત્યાં નગરની શીલવતી સુંદરીયો તેને જોવા ભેગી થઇ રહી હતી.તેમણે વાત્સલ્યભાવથી અનેક શુભ આશીર્વાદ આપતા આપતા તેમના ઉપર સફેદ સરસો,ચોખા,દહીં,પાણી ,દુર્વા,પુષ્પ અને ફળોની વર્ષા કરી.આવી રીતે તેમના મનોહર ગીતો સાંભળતા સાંભળતા ધ્રુવજીએ પોતાના પિતાના મહેલમાં પ્રવેશ કર્યો.
તે શ્રેષ્ઠ ભવન મહામૂલ્ય મોતીની લડીયોથી સુસજ્જિત હતો,તેમાં પોતાના પિતાના લાડ-પ્યાર ભોગવતા તે તેવી રીતે આનંદપૂર્વક રહેવા લાગ્યા.જેમ સ્વર્ગમાં દેવતાલોકો રહે છે.ત્યાં દૂધના ફીણની જેવા સફેદ અને કોમળ શૈયાઓ ,હાથીદાંતના પલંગો,સુંદર કામદાર પડદા,બહુમૂલ્ય આસન અને ઘણા બધો સોનાનો સામાન હતો,  તેની સ્ફટિક અને મહામરકતમણિ (પન્ના )ની દીવાલોમાં રત્નોની બનેલી સ્ત્રીમુર્તીઓ પર રાખેલા મણિમય દિવા ઝગમગી રહ્યા હતા તે મહેલની ચારેબાજુ અનેક જાતના દિવ્ય વૃક્ષઓથી સુશોભિત બાગ હતા, જેમાં નાર અને માંદા પક્ષીઓનો કલરવ તથા ઉડતા ભમરાઓનો ગુંજાર થતો રહેતો હતો.તે બગીચામાં વૈદુર્યમણી (પોખરાજ) ની સીડીયોથી સુશોભિત વાવો હતી,-જેમાં લાલ,નીલા,અને સફેદ રંગના કમળ ખીલ્યા રહેતા હતા.તથા હંસ
,કરન્દવઃ,ચકવા તેમજ સારસ વગેરે પક્ષી ક્રીડા કરતા રહેતા હતા.

રાજર્ષિ ઉત્તાનપાદે પોતાના પુત્રના અતિ અદભુત પ્રભવની વાત પહેલેથી જ સાંભરેલી હતી,હવે તેને હકીકતમાં તેવોજ જોઈને તેને ખુબ જ આશ્ચર્ય થયું.પછી એ જોઈને કે ધ્રુવ હવે તારું અવસ્થાને પ્રાપ્ત થઇ ગયો છે,અમાત્યવર્ગ તેને આદરની દ્રષ્ટિથી જુએ છે,તથા પ્રજાનો પણ તેના પર અનુરાગ છે.તેમણે તેને નિખિલ ભૂમંડળના રાજ્ય પર અભિષિક્ત કરી દીધો.અને હવે વૃદ્ધાવસ્થા આવી જાણીને આત્મસ્વરૂપનું ચિંતન કરતા કરતા સંસારથી વિરક્ત થઇ વનમાં જતા રહ્યા.


અધ્યાય દસમો 
ઉત્તમનું માર્યા જવું,ધ્રુવનું યક્ષો સાથે યુદ્ધ    

શ્રી મૈત્રેયજી કહે છે -વિદુરજી ! ધ્રુવે પ્રજાપતિ શિશુમારની પુત્રી ભ્રમીની સાથે વિવાહ કર્યો,તેને તેનાથી કલ્પ અને વત્સર નામના બે પુત્રો થયા.મહાબલી ધ્રુવની બીજી સ્ત્રી વાયુપુત્રી ઈલા હતી.તેનાથી તેને ઉત્કલ નામનો પુત્ર અને એક કન્યારત્નનો જન્મ થયો.ઉત્તમનો હજુ વિવાહ થયો ન હતો કે એક દિવસ શિકાર રમતી વખતે તેને હિમાલય પર્વત ઉપર એક બળવાન યક્ષે મારી નાખ્યો.તેની સાથે તેની માતા પણ પરલોક સિધાવી ગઈ.
ધ્રુવે જયારે ભાઈને માર્યા જવાના સમાચાર સાંભળ્યા તો તે ક્રોધ,શોક અને ઉદ્વેગથી ભરીને એક વિજયપ્રદ રથ પર સવાર થઇ યક્ષોના દેશમાં જઈ પહોંચ્યો.તેણે ઉત્તર દિશામાં જઈ હિમાલયની ઘાટીમાં યક્ષોથી ભરેલી અલકાપુરી જોઈ,તેમાં અનેકો ભૂત-પ્રેત-પિશાચાદિ રુદ્રાઅનુચર રહેતા હતા.વિદુરજી ! ત્યાં પહોંચીને મહાબાહુ ધ્રુવને પોતાનો શંખ વગાડ્યો તથા સંપૂર્ણ આકાશ અને દિશાઓમાં ગુંજાવી દીધો. તે શંખ ધ્વનિથી યક્ષ પત્નીઓ ખુબ ડરી ગઈ,તેમની આંખો ભયથી ખતરો અનુભવી ગઈ.

વિરવર વિદુરજી !મહાબળવાન યક્ષવિરોને તે શંખનાદ સહન ન થયો.એટલે તેઓ જાતજાતના અસ્ત્ર-શસ્ત્ર લઇ નગરની બહાર નીકળી આવ્યા અને ધ્રુવપર તૂટી પડ્યા.મહારથી ધ્રુવ પ્રચંડ ધનુર્ધર હતા.તેણે એકસાથે તેમનામાંથી દરેકને ત્રણ ત્રણ બાણ માર્યા.તે બધાએ જયારે પોતાના માથાંમાં ત્રણ ત્રણ બાણ લાગેલા જોયા,ત્યારે તેમને વિશ્વાસ થઇ ગયો કે અમારી હાર jarun થશે.તેઓ ધ્રુવજીના આ અદભુત પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા.પછી જેમ સાપ કોઈના પગનો આઘાત નથી સહેતો,તેવી રીતે ધ્રુવના આ પરાક્રમને ન સહન કરીને તેમણે પણ તેના બાણોના જવાબમાં એક સાથે તેનાથી ડબલ -છ છ બાણ છોડ્યા.યક્ષોની સંખ્યા તેર અયુત(૧૩૦૦૦૦) હતી.તેઓએ ધ્રુવજીનો બદલો લેવા માટે અત્યંત ક્રોધિત થઈને રથ અને સારથી સાથે તેના પર પરિઘ,ખડગ,પ્રાસ,ત્રિશુલ,ફરસા,શક્તિ,ઋર્ષ્ટિ,ભુશુંડિ તથા ચિત્ર-વિચિત્ર પંખદાર બાણોની વર્ષા કરી.આ ભીષણ શસ્ત્ર વર્ષાથી ધ્રુવજી બિલકુલ ઢંકાઈ ગયા.ત્યારે લોકોને તેઓ દેખાતા એમ જ બંધ થઇ ગયા,જેમ ભારે વરસાદથી પર્વતનું.તે વખતે જે સિધ્ધગણ આકાશમાં સ્થિર થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તે બધા હાય હાય કરીને કહેવા લાગ્યા-‘આજ યક્ષ સેનારૂપ સમુદ્રમાં ડૂબીને આ માનવ સૂર્ય અસ્ત થઇ ગયો.’યક્ષ લોક પોતાના વિજયની ઘોષણા કરતા કરતા યુદ્ધ ક્ષેત્રમાં સિંહની જેમ ગર્જવા લાગ્યા.તેની વચ્ચે ધ્રુવજીનો રથ એકાએક એમ જ પ્રગટ થઇ ગયો જેમ ધુમ્મસમાંથી સૂર્ય ભગવાન નીકળી આવે છે.

ધ્રુવજીએ પોતાના દિવ્ય ધનુષની ટંકાર કરીને શત્રુઓના દિલ દહેલાવી દીધા અને પછી બાણોની વર્ષા કરીને તેમના અસ્ત્ર-શસ્ત્ર એવી રીતે છિન્ન ભિન્ન કરી નાખ્યા જેમ તોફાન વાદળોને વેર-વિખેર કરી નાખે છે.તેમના ધનુષથી છૂટેલા તીક્ષણ તિર યક્ષ-રાક્ષસોના કવચોને વિધિને એવી રીતે તેમના શરીરમાં ઘુસી ગયા જેમ ઇન્દ્રએ છોડેલું વ્રજ પર્વતોમાં પ્રવેશ કરી ગયું હતું.વિદુરજી ! મહારાજ ધ્રુવના બાણોથી કપાઈ ગયેલા યક્ષોના સુંદર કુંડળમંડિત માથાઓથી,સુનહરી તાલવૃક્ષના જેવી જાંઘોથી,વલયાવિભૂષિત બાહુઓથી,હાર,ભુજબન્ધ,મુકુટ અને બહુમૂલ્ય પાઘડિયોની પટીથી તે વીરોનાં મનને લોભાવનારી સમરભૂમિ ખુબ જ શોભા મેળવી રહી હતી.
જે યક્ષઓ કોઈ રીતે જીવિત બચ્યા તે ક્ષત્રિયપ્રવર ધ્રુવજીના બાણોથી પહેલા અંગેઅંગ છિન્ન ભિન્ન થઇ જવાથી યુદ્ધ ક્રીડામાં સિંહથી હારેલા ગજરાજની માફક નેદાન છોડીને ભાગી ગયા.નરશ્રેષ્ઠ ધ્રુવજીએ જોયું કે આ વિસ્મૃત રણભૂમિમાં હવે એક પણ શત્રુ અસ્ત્ર-શસ્ત્ર સાથે તેમની સામે નથી તો તેમની ઈચ્છા અલકાપુરી જોવાની થઇ.પરંતુ તે પુરીની અંદર ન ગયા.'એ માયાવી શું કરવા ઈચ્છે છે તે વાતની  મનુષ્યને ખબર પડતી નથી 'સારથિને તેવી રીતે કહીને તે રથમાં બેસી રહ્યા તથા શત્રુના નવા આક્રમણની આશંકાથી સાવધાન થઇ ગયા.એટલામાં જ તેમને સમુદ્રની ગર્જના ના જેવી આંધી નો ભીષણ શબ્દ સંભળાયો તથા દીક્ષાઓમાં ઊડતી ધૂળ પણ દેખાઈ.
એક ક્ષણમાં જ આખું આકાશ મેઘમાલાથી ઘેરાઈ ગયું.બધી બાજુ ભયંકર ગડગડાહટ સાથે વીજળી ચમકવા લાગી.નિષ્પાપ વિદુરજી ! તે વાદળોથી લોહી,કફ,પોય,વિષ્ઠા,મૂત્ર તેમજ ચરબીની વર્ષા થવા લાગી અને ધ્રુવજીની સામે આગળ આકાશમાં ઘણા બધા ધડો પડવા લાગ્યા. પછી આકાશમાં એક પર્વત દેખાવા લાગ્યો,અને બધી દિશાઓમાં પથ્થરોની વર્ષા સાથે ગદા,પરિઘ,તલવાર,અને મુસલ પડવા લાગ્યા.તેમણે જોયું કે ઘણા બધા સાપો વજરની માફક ફૂંફાડા મારતા રોષપૂર્ણ નેત્રોથી આગની ચિન્ગારીયો કાઢતા આવી રહ્યા હતા.ગાંડા હાથીઓના ઝુંડ ના ઝુંડ,વાઘ અને સિંહો પણ દોડ્યા આવતા હતા.પ્રલાયકાળની માફક ભયંકર સમુદ્ર તેની ઓટ તરંગોથી પૃથ્વીને ચારેબાજુથી ડુબાડતો ઘણી મોટી ગર્જનાથી તેમની તરફ વધી રહ્યો હતો.ક્રૂર સ્વભાવ અસુરોએ તેમની આસુરી માયાથી આવા જ કેટલાય કૌતુક બતલાવ્યા જેનાથી કાયરોના મન ધ્રુજી શકતા હતા.ધૃવજી પર અસુરોએ પોતાની દુસ્તર માયા ફેલાવી છે,તે સાંભળીને ત્યાં કેટલાક મુનિયોએ આવીને તેમણે માટે મંગલ કામના કરી.

મુનિયોએ કહ્યું -ઉત્તાનપાદ નંદન ધ્રુવ ! શરણાગત ભયભંજન સારંગપાણિ ભગવાન નારાયણ તમારા શત્રુઓનો સંહાર કરે.ભગવાનનું તો નામ જ એવું છે,જેને સાંભળવા અને ભજન કરવા માત્રથી મનુષ્ય દુસ્તર મૃત્યુના મોઢામાંથી અનાયાસ જ બચી જાય છે.

અધ્યાય અગિયારમો 
સ્વાયંભુવ મનુનું ધ્રુવજીને યુદ્ધ બંધ કરવા સમજાવવું 

 શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! મુનિયોનું એવું કહેવું સાંભળી મહારાજ ધ્રુવે આચમન કરીને શ્રી નારાયણના બનાવેલા નારાયણસ્ત્રને પોતાના ધનુષ્ય પર ચઢાવ્યું.તે બાણ ચઢાવતા જ યક્ષો દ્વારા રચેલી નાના પ્રકારની માયા તો તેજ ક્ષણે નાશ પામી,જેવી રીતે જ્ઞાનનો ઉદય થવાથી અવિદ્યાદિ કલેશ નાશ પામે છે.ઋષિવર નારાયણ દ્વારા આવિષ્કૃત તે અસ્ત્રને ધનુષ પર ચઢાવતા જ તેના રાજહંસ જેવા પક્ષ અને સોનાની ફણોવાળા તીક્ષણ બાણ નીકળે અને જેમ મયુર કેકારવ કરતા વનમાં ઘુસી જાય છે તેમ ભયંકર સાય સાય શબ્દ કરતા કરતા તે શત્રુની સેનામાં ઘુસી ગયા.તે તીક્ષણ ધારવાળા બાણોએ શત્રુને બેચેન કરી નાખ્યા. ત્યારે તે રણાંગણમાં અનેકો યક્ષોએ અત્યંત ક્રોધિત થઈને પોતાના અસ્ત્ર-શસ્ત્ર સંભાર્યા.અને જેમ ગરુડના છેડવાથી મોટા મોટા સાપો ફેણ ઉઠાવીને તેની તરફ દોડે છે તેમ તેઓ  અહીં તહીંથી ધ્રુવજી પર તૂટી પડ્યા.તેમણે સામે આવતા જોઈ ધ્રુવજીએ પોતાના બનો દ્વારા તેમની ભુજાઓ,જાંઘ,ખભા અને ઉદર વગેરે અંગ પ્રત્યંગને છિન્ન ભિન્ન કરીને તેમણે તે સર્વશ્રેષ્ઠ લોકમાં (સત્ય લોકમાં) મોકલી આપ્યા,જેમાં ઉધ્વરેતાઃ મુનિગણ સૂર્યમંડળનું ભેદન કરવા જાય છે. હવે તેના પિતામહ સ્વાયંભુવ મનુ એ જોયું કે વિચિત્ર રથ પર ચઢેલા ધ્રુવ અનેકો નિરપરાધ યક્ષોને મારી રહ્યા છે,તો તેમને તેના પર ખુબ જ દયા આવી.તેઓ ઘણા બધા ઋષિયોને લઈને ત્યાં આવ્યા અને પોતાના પૌત્ર ધ્રુવને સમજાવવા લાગ્યા.

મનુજીએ કહ્યું - બેટા ! બસ, બસ ! અધિક ક્રોધ કરવો બરાબર નથી આ પાપી નરકનું દ્વાર છે. તેના વશીભૂત થઈને તે આ નિરપરાધ યક્ષોનો વધ કર્યો છે.તાત ! તું જો નિર્દોષ યક્ષોને સંહાર પર ઉતારી રહ્યો છે તે અમારા કુળનું યોગ્ય કર્મ નથી, સાધુ પુરુષ તેની ખુબ જ નિંદા કરે છે.બેટા ! તારો તારા ભાઈ પર ખુબ અનુરાગ હતો તે તો બરાબર છે,પરંતુ જુઓ,તેના વધથી સંતપ્ત થઈને તે એક યક્ષના અપરાધ કરવાથી પ્રસંગવશ કેટલાયની હત્યા કરી નાખી.આ જડ શરીરને જ આત્મા માનીને તેના માટે પશુઓની જેમ પ્રાણીઓની હિંસા કરવી તે ભગવત્સેવી સાધુજનોનો માર્ગ નથી.પ્રભુની આરાધના કરવી ખુબ જ કઠિન છે,પરંતુ તે તો બાળપણમાં જ સંપૂર્ણ ભૂતોના આશ્રયસ્થાન શ્રી હરિની સર્વભૂતાત્મ ભાવથી આરાધના કરીને તેમનું પરમપદ પ્રાપ્ત કરી લીધું છે.તને તો પ્રભુ પણ પોતાનો પ્રિય ભક્ત માને છે તથા ભક્તજન પણ તારો આદર કરે છે.તું તો સાધુજનનો પથદર્શક છે,છતાં પણ તે એવું નિંદનીય કર્મ કેમ કર્યું? સર્વાત્મા શ્રી હરિ તો પોતાનાથી મોટા પુરુષો તરફ સહનશીલતા ,નાના તરફ દયા,બરાબર વાળા સાથે મિત્રતા,અને બધાજ જીવોની સાથે સમતાનો વર્તાવ કરવાથી જ પ્રસન્ન થાય છે. અને પ્રભુના પ્રસન્ન થવાથી પુરુષ પાકૃત ગુણ તેમજ તેના કાર્યરૂપ લિંગશરીરથી છૂટીને પરમાનંદસ્વરૂપ બ્રહ્મપદ મેળવી લે છે.

બેટા ધ્રુવ ! દેહાદિના રૂપમાં પરણિત થયેલા પંચભૂતોથી જ સ્ત્રી પુરુષનો આવિર્ભાવ થાય છે, અને પછી તેના એકબીજાના સમાગમથી બીજા સ્ત્રી પુરુષો ઉત્તપન્ન થાય છે.ધ્રુવ ! આવી રીતે ભગવાનની માયાથી સતવાદી ગુણોમાં ન્યૂનાધિક ભાવ થવાથી જ જેમ ભૂતો દ્વારા શરીરોની રચના થાય છે તેમ જ તેની સ્થિતિ અને પ્રલય પણ થાય છે.પુરુષશ્રેષ્ઠ ! નિર્ગુણ પરમાત્મા તો તેમાં નિમિત્તમાત્ર છે તેના આશ્રયથી આ કાર્ય-કારણાત્મક જગત તેવી રીતે ભ્રમતા રહે છે જેમ ચુમ્બક્ના આશ્રયથી લોઢું.કાલશક્તિના દ્વારા ક્રમથી સતવાદી ગુણોમાં ક્ષોભ થવાથી લીલામય ભગવાનની શક્તિ પણ સૃષ્ટિ વગેરે રૂપમાં વિભક્ત થઇ જાય છે.એટલે ભગવાન અકર્તા થઈને પણ જગતની રચના કરે છે અને સંહાર ન કરનારા હોવા છતાં સંહાર કરે છે.ખરેખર તે અનંત પ્રભુની લીલા સર્વથા અચિંતનિય છે.ધ્રુવ ! તે કાલસ્વરૂપ અવ્યય પરમાત્મા જ સ્વયં અંતરહિત થઈને પણ  જગતનો અંત કરનારા છે,અને અનાદિ હોવા છતાં પણ બધાના આદિકર્તા છે તેઓ જ એક જીવથી બીજા જીવને ઉત્તપન્ન કરી સંસારની સૃષ્ટિ કરે છે તથા મૃત્યુ દ્વારા મારનારાઓને પણ મરાવીને તેનો સંહાર કરે છે.તે કાળભગવાન સંપૂર્ણ સૃષ્ટિમાં સમાન રૂપથી અનુપ્રવિષ્ટ છે.તેમનો ન તો કોઈ મિત્ર પક્ષ છે અને ન તો શત્રુપક્ષ.જેમ વાયુના ચાલવાથી ધૂળ તેની સાથે સાથે ઉડે છે,તેવી રીતે બધાજ જીવ પોતપોતાના કર્મોના આધીન થઈને કાલની ગતિને અનુશરણ કરે છે-પોતપોતાના કર્માનુસાર સુખ દુઃખાદિ ફળ ભોગવે છે. સર્વસમર્થ શ્રી હરિ કર્મબંધનમાં બંધાયેલા જીવની ઉંમરની વૃદ્ધિ અને ક્ષયનું વિધાન કરે છે,પરંતુ તે જાતે તે બંનેથી રહિત અને પોતાના સ્વરૂપમાં સ્થિર છે.રાજન ! આ પરમાત્માને જ મોમાંસકલોકો કર્મ,ચાર્વાક સ્વભાવ ,વૈશેષિક -મતાવલંબી કાળ,જ્યોતિષી નસીબ અને કામશાસ્ત્રી કામ કહે છે.તે કોઈ પણ ઇન્દ્રિય કે પ્રમાણનો વિષય નથી મહદાદિ અનેક શક્તિઓ પણ તેનાથી જ પ્રગટ થઇ છે.તેઓ શું કરવા ઈચ્છે છે,તે વાતને પણ સંસારમાં કોઈ નથી જંતુ.પછી પોતાના મૂળ કારણ તે પ્રભુને તો કોણ જાણી શકે છે .

બેટા !તે કુબેરના અનુચર તારા ભાઈને મારવાવાળા નથી કેમ કે જન્મ મરણનું વાસ્તવિક કારણ તો ઈશ્વર છે.એકમાત્ર તે જ સંસારને રચતા, પાળતા અને નષ્ટ કરે છે પરંતુ અહંકારશૂન્ય હોવાને કારણે તેના ગુણ અને કર્મોથી તે કાયમ નિર્લેપ રહે છે.તે સંપૂર્ણ પ્રાણીઓના અંતરાત્મા,નિયંતા અને રક્ષા કરનારા પ્રભુ જ પોતાની માયા શક્તિથી યુક્ત થઈને બધા જીવોનું સુર્જન,પાલન અને સંહાર કરે છે.જેવી રીતે નાકમાં નાથેલા બળદ પોતાના માલિકનો બોઝો ખેંચતા રહે છે તેવી રીતે જગતની રચના કરનારા બ્રહ્માદિ પણ નામરૂપ દોરીથી બંધાઈને તેમની આજ્ઞાનું જ પાલન કરે છે.તેઓ અભક્ત માટે મૃત્યુરુપી અને ભક્તો માટે અમૃતરૂપ છે અને સંસારના એકમાત્ર આશ્રય છે.તાત ! તું બધી રીતે તેમની જ શરણ લે.તું પાંચ વર્ષની ઉંમરમાં જ તારી સોતેલી માંના વાગ્બાણોથી મર્માહટ થઈને માની ગોદ છોડીને વનમાં જતો રહ્યો હતો.ત્યાં તપસ્યા દ્વારા જે ઋષિકેશ ભગવાનની આરાધના કરીને તે ત્રિલોકીથી ઉપર ધ્રુવપદ પ્રાપ્ત કર્યું છે અને જે તારા વેરભાવહીન સરળ હૃદયમાં વાત્સલ્યરૂપ વિશેષરૂપથી વિરાજમાન થયા હતા,તે નિર્ગુણ અદ્વિતીય અવિનાશી અને નિત્યમુક્ત પરમાત્માને અધ્યાત્મદ્રષ્ટિથી તારા હૃદયમાં શોધ.તેમાં આ ભેદભાવમાંય પ્રપજ્ઞ ન થવાથી પણ પ્રતીત થઇ રહ્યું છે.એવું કરવાથી સર્વશક્તિસંપન્ન પરમાનંદસ્વરૂપ સર્વાન્તર્યામી ભગવાન અનંતમાં તારી સુદ્રઢ ભક્તિ થશે અને તેના પ્રભાવથી તું હું હુંપણાના રૂપમાં દ્રઢ  થયેલી અવિદ્યાની ગાંઠને કાપી નાખશે.

રાજન ! જેવી રીતે ઔષધિથી રોગ શાંત કરવામાં આવે છે-એવી રીતે મેં જે તને ઉપદેશ આપ્યો  છે,તેના પર વિચાર કરીને તારા ક્રોધને શાંત કર.ક્રોધ કલ્યાણ માર્ગનો ખુબ જ વિરોધી છે.ભગવાન તારું ભલું કરે.ક્રોધના વશીભૂત થયેલા પુરુષથી બધા લોકોને ખુબ જ ભય થાય છે.એટલા માટે જે બુદ્ધિમાન પુરુષ એવું ઈચ્છે છે,કે મારાથી કોઈ પણ પ્રાણીને ભય ન થાય તેને ક્રોધના વશમાં ક્યારે પણ ન આવવું જોઈએ.તે જે સમજીને કે આ મારા ભાઈને મારનારા છે,એટલા યક્ષોનો સંહાર કર્યો,તેનાથી તારા દ્વારા ભગવાન શંકરના સખા કુબેરજીનો મોટો અપરાધ થયો છે.એટલા માટે બેટા ! જ્યાં  સુધી  મહાપુરુષોનું  તેજ અમારા કુળને આક્રાંત ન કરી લે તેના પહેલા જ વિનામર ભાષણ અને વિનય દ્વારા તેને પ્રસન્ન કરી લે.
એવી રીતે સ્વંભૂવઃ મનુએ પોતાના પૌત્ર ધ્રુવને શિક્ષા આપી.ત્યારે ધ્રુવજીએ તેમને પ્રણામ કર્યા.તેના પછી તેઓ મહર્ષિયો સાથે પોતાના લોકમાં ચાલ્યા ગયા.
અધ્યાય બારમો 
ધ્રુવજીને કુબેરનું વરદાન અને વિષ્ણુલોકની પ્રાપ્તિ

શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! ધ્રુવનો ક્રોધ શાંત થઇ ગયો,અને તે યક્ષોના વધથી નિવૃત થઇ ગયા છે,તે જાણીને ભગવાન કુબેર ત્યાં આવ્યા.તે વખતે યક્ષ,ચારણ અને કિન્નર લોક તેમની સ્તુતિ કરી રહ્યા હતા.તેમને જોતા જ ધ્રુવજી હાથ જોડીને ઉભા થઇ ગયા.ત્યારે કુબેરે કહ્યું .
શ્રી કુબેરજી બોલ્યા - શુદ્ધ હૃદય ક્ષત્રિય કુમાર ! તમે તમારા દાદાના ઉપદેશથી એવું  દુસ્તયજ વેર ત્યાગી દીધુંતેનાથી હું તમારા ઉપર ખુબ જ પ્રસન્ન છું.હકીકતમાં ન તમે યક્ષોને માર્યા છે અને ન યક્ષોને તમારા ભાઈને.બધાજ જીવોની ઉત્તપત્તિ અને વિનાશનું કારણ તો એકમાત્ર કાળ જ છે.આ હું તું વગેરે મિથ્યા બુદ્ધિ તો જીવને અજ્ઞાનવશ સ્વપ્ન ની જેમ શરીરાદિને આત્મા માનવાથી જ થાય છે.તેનાથી મનુષ્ય ને બંધન તેમ જ દુઃખાદિ વિપરીત અવસ્થાની પ્રાપ્તિ થાય છે.ધ્રુવ ! હવે તમે જાઓ ,ભગવાન તમારું ભલું કરે.તમે સંસારપશથી મુક્ત થવા માટે બધા જીવોમાં સમદ્રષ્ટિ રાખીને સર્વભૂતાત્મા ભગવાન શ્રી હરિનું ભજન કરો.તેઓ સંસારપક્ષનું છેદન કરનારા છે.તથા સંસાર ની ઉત્તપત્તિ વગેરે માટે પોતાની ત્રિગુણાત્મિક માયાવી શક્તિ થી યુક્ત થઈને પણ હકીકતમાં તેનાથી રહીત છે.તેમના ચરણકમલ જ બધા માટે ભજન કરવા યોગ્ય છે.પ્રિયવર ! મેં સાંભર્યું છે તમે સર્વદા ભગવાન કમલનાભના ચરણકમળોની નજીક રહેનારા છો તેટલા માટે તમે અવશ્ય વર મેળવવાને યોગ્ય છો. 
ધ્રુવ ! તમને જે વરની ઈચ્છા હોય તે મારાથી ની:સંકોચ તેમજ ની:શંક થઈને માંગી લો.

શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! યક્ષરાજ કુબેરજીએ જયારે આવી રીતે વર મંગાવા આગ્રહ કર્યો,ત્યારે મહાભાગવત મહામતિ ધ્રુવજીએ તેમની પાસે તે જ માંગ્યું કે મને શ્રી હરિની અખંડ મૂર્તિ બની રહે જેનાથી મનુષ્ય સહેલાઈથી દુસ્તર સંસારસાગરને પાર કરી જાય છે.ઇડવિડાના પુત્ર કુબેરજીએ ઘણા પ્રસન્ન મનથી તેમને ભગવત્સ્મૃતિ આપી.પછી તેની જોતજોતામાં અદ્રશ્ય થઇ ગયા.તેના પછી ધ્રુવજી પણ પોતાની રાજધાનીમાં પાછા આવ્યા.ત્યાં રહીને તેમને મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી ભગવાન યજ્ઞપુરુષ  આરાધના કરી ભગવાન જ દ્રવ્ય,ક્રિયા અને દેવતા -સબંધી બધાજ કર્મ અને તેના ફળ છે,તથા તેજ કર્મફળનાં દાતા પણ છે.સર્વોપાધીશૂન્ય સર્વાત્માશ્રી અચ્યુતમાં પ્રબળ વેગવાળો ભક્તિભાવ રાખતા રાખતા ધ્રુવજી પોતાનામાં અને બધાજ પ્રાણીઓમાં સર્વવ્યાપક શ્રી હરિને જ વિરાજમાન જોવા લાગ્યા.ધ્રુવજી ખુબ જ શીલસંપન્ન બ્રાહ્મણભક્ત,દીનવત્સલ અને ધર્મમર્યાદાના રક્ષક હતા,તેમની પ્રજા તેમને પોતાના પિતા ની જેમ માનતી હતી.આવી રીતે જાતજાતના એશ્વર્યભોગથી પુણ્યના અને ભોગોના ત્યાગપૂર્વક યજ્ઞાદિ કર્મોના અનુષ્ઠાનથી પાપનો ક્ષય કરતા કરતા તેમણે છત્રીસ હાજર વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું.જિતેન્દ્રિય મહાત્મા ધ્રુવે આવી રીતે અર્થ,ધર્મ અને કામના સંપાદનમાં ઘણા વર્ષો વિતાવીને પોતાના પુત્ર ઉત્કલને રાજસિંહાસન સોંપી દીધું.આ સંપૂર્ણ દ્રશ્ય -પ્રપજ્ઞને અવિદ્યારચીત સ્વપ્ન અને ગાંધર્વનગરની માફક માયાથી પોતાનામાંજ કલ્પિત માનીને અને તે સમજીને કે શરીર,સ્ત્રી,પુત્ર,મિત્ર,સેનાએ, ભરપૂર ખજાના,જનાને મહેલ,સુરમ્ય વિહારભૂમિ અને સમુદ્ર પર્યન્ત ભૂમંડળનું રાજ્ય-તે બધા કાલની જાળમાં પડેલા હતા,તે બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા.

ત્યાં તેમણે પવિત્ર પાણીમાં સ્નાન કરી પોતાની ઇન્દ્રિયો વિશુદ્ધ(શાંત) કરી.પછી સ્થિર આસનમાં બેસીને પ્રાણાયામ દ્વારા વાયુને વશ કર્યો.તે દરમ્યાન મનના દ્વારા ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી દૂર કરી મનને ભગવાનના સ્થૂળ વિરાટસ્વરૂપમાં સ્થિર કર્યું.તે વિરાટ સ્વરૂપનું ચિંતન કરતા કરતા તેઓ અંતમાં ધ્યાતા અને ધ્યેય ના ભેદથી શૂન્ય નિર્વિકલ્પ સમાધિમાં લિન થઇ ગયા અને તે અવસ્થામાં વિરાટરૂપનું પણ પરિત્યાગ કરી દીધો.તે રીતે ભગવાન શ્રી હરિ તરફ નિરંતર ભક્તિભાવનો પ્રવાહ વહેતો રહેવાથી તેમની આંખોમાં વારંવાર આનંદાશ્રુઓનું જાણે પૂર આવી ગયું તેનાથી તેમનું હૃદય દ્રવીભૂત થઇ ગયું,અને શરીરથી રોમાંચ થઇ ગયો.પછી દેહાભિમાન ગળી જવાથી તેમણે 'હું ધ્રુવ છું' તેની યાદ પણ રહી.

તે વખતે ધ્રુવજીએ આકાશમાંથી એક સુંદર વિમાન ઉતરતું જોયું.તે પોતાના પ્રકાશમાં દશે દિશાઓને અલૌકિક કરી રહ્યું હતું,માનો જાણે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો હોય.તેમાં બે પાર્ષદો ગદાઓનો સહારો લઈને ઉભેલા હતા.તેમણે ચાર ભુજાઓ હતી,સુંદર શ્યામ શરીર હતું,કિશોર અવસ્થા હતી અને અરુણકમળના જેવા નેત્રો હતા. તે સુંદર વસ્ત્ર,કિરીટ,હાર,ભુજબન્ધ,અને અતિ મનોહર કુંડળ ધારણ કરેલા હતા.તેમને પુણ્યશ્લોક શ્રી હરિના સેવક જાણીને ધ્રુવજી ઉતાવળમાં પુંજા વગેરેનો ક્રમ ભૂલીને એકદમ ઉભા થઇ ગયા અને તે ભગવાનના પાર્ષદોમાં મુખ્ય છે -એવું સમજીને તેમને શ્રી મધુસુદનના નામોનું કીર્તન કરતા કરતા તેમને હાથ જીડીને પ્રણામ કર્યાં. ધ્રુવજીનું મન ભગવાનના ચરણકમળોમાં તલ્લીન થઇ ગયું,અને તે હાથ જોડીને ખુબ જ નમ્રતાથી માંઠીયુ નીચું રાખીને ઉભા રહી ગયા.ત્યારે શ્રી  હરિના પ્રિય પાર્ષદ સુનંદ અને નંદે તેમની પાસે જઈને મુસ્કરાતા કહ્યું.

સુનંદ અને નંદ કહેવા લાગ્યા-રાજન ! આપનું કલ્યાણ હો,આપ સાવધાન થઈને અમારી વાત સાંભળો.
આપે પાંચ વર્ષની અવસ્થામાં જ તપસ્યા કરીને સર્વેશ્વર ભગવાનને પ્રસન્ન કરી લીધા હતા.અમે તેજ નિખિલજગ ત્રિયંતા સારંગપાણી શ્રી વિષ્ણુના સેવક છીએ.અને આપને ભગવાનના ધામમાં લઇ જવા અહીં આવ્યા છીએ.આપે આપણી ભક્તિના પ્રભાવથી વિષ્ણુલોકનો અધિકાર પ્રાપ્ત કર્યો છે,જે બીજાઓ માટે ખુબ જ દુર્લભ છે.પરમજ્ઞાની સપ્તર્ષિ પણ ત્યાં સુધી નથી પહોંચી શક્યા,તેઓ નીચેથી ફક્ત જોતા રહે છે.સૂર્ય અને ચંદ્રમા વગેરે ગ્રહ ,નક્ષત્ર તેમજ તારાગણ પણ તેમની પ્રદક્ષિણા કર્યાં કરે છે.ચાલો આપ તેજ વિષ્ણુધામમાં નિવાસ કરો.
પ્રિયવર ! આજ સુધી આપણા પૂર્વજ અને કોઈ પણ તે પદપર પહોંચી નથી શક્યા.ભગવાન વિષ્ણુનું તે પરમ ધામ આખા સંસાર માટે વંદનીય છે,આપ ત્યાં આવીને વિરાજમાન થાઓ.આયુષ્યમાન! આ શ્રેષ્ઠ વિમાન પુણ્યશ્લોકશીખામણી શ્રી હરિએ આપના માટે જ મોકલ્યું છે,આપ તેના પર ચઢવા યોગ્ય છો. 

શ્રી મૈત્રેયજી કહે છે-ભગવાનના મુખ્ય પાર્ષદોના અમૃતમય વચન સાંભળીને પરમ ભાગવત ધ્રુવજીએ સ્નાન કર્યું પછી સંધ્યા વંદાનાદિથી પરવારી માંગલિક અલંકારાદિ ધારણ કર્યા.બદરિકાશ્રમમાં રહેનારા મુનિયોને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા.તેના પછી તે શ્રેષ્ઠ વિમાનની પુંજા અને પ્રદક્ષિણા કરી અને પાર્ષદોને પ્રણામ કરી સોનાના જેવું તેજવાન દિવ્ય રૂપ ધારણ કરી તેના પર ચઢવા તૈયાર થયા.એટલામાં જ ધ્રુવજીએ જોયું કે કાળ મૂર્તિમાન થઈને તેમની સામે ઉભો છે.ત્યારે તેઓ મૃત્યુના માથા ઉપર પગ રાખી તેજ સમયે તે અદભુત વિમાન પર ચઢી ગયા.તે સમયે આકાશમાં દુદુમ્ભી,મૃદંગ અને ઢોલ વગેરે વાજા વાગવા લાગ્યા,શ્રેષ્ઠ ગંધર્વ ગાવા લાગ્યા અને ફૂલોની વર્ષા થવા લાગી.

વિમાનમાં બેસીને ધ્રુવજી જ્યાં ભગવાનના ધામમાં જવા તૈયાર થયા ત્યાં જ તેમને પોતાની માતા સુનીતિની યાદ આવી ગઈ.તેઓ વિચારવા લાગ્યા 'શું હું બિચારી માતાને છોડીને એકલોજ વૈકુંઠધામ જઈશ?'નંદ અને સુનંદે ધ્રુવજીના મનની વાત જાણીને તેમને જણાવ્યું કે દેવી સુનીતિ આગળ આગળ બીજા વિમાનમાં જઈ રહ્યા છે.તેમને ક્રમથી સૂર્ય વગેરે બધા ગ્રહ જોયા.માર્ગમાં જ્યાં ત્યાં વિમાનો પર બેઠેલા દેવતાઓ તેમની પ્રશંસા કરતા કરતા ફૂલોની વર્ષા કરતા જતા હતા.તે દિવ્ય વિમાનમાં બેસીને ધ્રુવજી ત્રિલોકી પાર કરીને સપ્તર્ષીમંડળથી પણ ઉપર ભગવાન વિષ્ણુના નિત્યધામમાં પહોંચ્યા.આવી રીતે તેમણે અવિચલ ગતિ પ્રાપ્ત કરી.આ દિવ્યધામ પોતાના પ્રકાશથીજ પ્રકાશિત છે.તેમાં જીવો પર નિર્દયતા કરનારા જીવો નથી જઈ શકતા. અહીં તો તેની પહોંચ હોય છે,જે દિવસ-રાત પ્રાણીઓના કલ્યાણને માટે શુભ કાર્યજ કરતા રહે છે.જે શાંત,શમદર્શી ,શુદ્ધ અને બધા પ્રાણીઓને પ્રસન્ન રાખનાર છે,તથા ભગવતભક્તોને જ પોતાના એકમાત્ર સાચા  સહૃદ માને છે- તેવા લોકો સહેલાઈથી આ ભગવતધામને પ્રાપ્ત કરી લે છે.

આવી રીતે ઉત્તાનપાદનાં પુત્ર ભગવત્પરાયણ શ્રી ધ્રુવજી ત્રણેય લોકોના  ઉપર તેમની નિર્મલ ચુડામણી ની માફક વિરાજમાન થયા.કુરુનંદન ! જેવી રીતે દાર્ય ચલાવવાના સમયે બળદ થાંભલાની ચારે બાજુ ફરે છે તેવી રીતે આ ગંભીર વેગવાળું જ્યોતિષચક્ર તે અવિનાશી લોકના આશ્રયે જ નિરંતર ફર્યા કરે છે.તેની મહિમા જોઈને દેવર્ષિ નારદે પ્રચેતાઓની યજ્ઞશાળામાં વિના વગાડીને આ ત્રણ શ્લોક ગયા હતા.

નારદજીએ કહ્યું હતું- એમાં સંદેહ નથી પતિપરાયણ સુનીતિના પુત્ર ધ્રુવે તપસ્યા દ્વારા અદભુત શક્તિ સંચિત કરીને જે ગતિ મેળવી છે,તેને ભગવતધર્મોની આલોચના કરીને વેદવાદી મુનીગણો પણ ન મેળવી શકે પછી રાજાઓની તો વાત જ શું હોય.અહો ! તે પાંચ વર્ષની અવસ્થામાં જ સોતેલી માના વાગ્બાણોથી મર્માહત થઈને દુઃખી હૃદયથી વનમાં ચાલ્યા ગયા અને મારા ઉપદેશના અનુસાર આચરણ કરીને જ તે અજેય પ્રભુને જીતી લીધા.જે ફક્ત પોતાના ભક્તોના ગુણોથીજ વશમાં થાય છે.ધ્રુવજીએ તો પાંચ-છ વર્ષની અવસ્થામાં થોડાક દિવસોની તપસ્યાથી જ ભગવાનને પ્રસન્ન કરીને તેમનું પરમ પદ મેળવી લીધું, પરંતુ તેમનું અધિકૃત કરેલા  આ પદને ભૂમંડળમાં બીજો કોઈ ક્ષત્રિય શું વર્ષો સુધી તપસ્યા કરીને પણ મેળવી શકે છે ?

શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! તમે માને ઉદાર કીર્તિ ધ્રુવજીના ચરિત્ર માટે પૂછ્યું હતું,તે મેં તમને પૂરેપૂરું સંભળાવી દીધું.સાધુજનો આ ચરિત્રની ખુબ જ પ્રશંસા કરે છે.આ ધન,યશ અને ઉંમરની વૃદ્ધિ કરનારું પરમ પવિત્ર અને ખુબ જ કલ્યાણકારી છે.તેનાથી સ્વર્ગ અને અવિનાશી પદ પણ પ્રાપ્ત થઇ શકે છે.આ દેવાત્યની પ્રાપ્તિ કરાવનાર ખુબ જ પ્રશંસનીય અને બધાજ પાપોનો નાશ કરાવનાર છે.ભગવત ભક્ત ધ્રુવના આ ચરિત્રને જે શ્રદ્ધાપૂર્વક વારંવાર  સાંભળે છે,તેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે,જેનાથી તેના બધા જ દુઃખોનો નાશ થઇ જાય છે.તેને સંભળાવનારને શિલાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે,જે મહત્વ ઈચ્છે છે,તેને મહત્વની પ્રાપ્તિ કરાવનાર સ્થાન મળે છે,જે તેજ ઈચ્છે છે તેને તેજ મળે છે,અને મનસ્વીઓનું માં વધે છે.પવિતરકીર્તિ ધ્રુવજીના આ મહાન ચરિત્રનું સવારે અને સાયંકાળે બ્રાહ્મણાદિ દ્વિજાતિયોના સમાજમાં એકાગ્ર ચિત્તથી કીર્તન કરવું જોઈએ.ભગવાનના પવિત્ર ચારણોની શરણમાં રહેનારા જે પુરુષ તેને નિષ્કામભાવથી પૂર્ણિમા,અમાવાસ્યા,દ્વાદશી,શ્રવણ,નક્ષત્ર,તિથિક્ષય,વ્યતિપાત,સંક્રાંતિ અથવા રવિવારના દિવસે શ્રદ્ધાળુ પુરુષોને સંભળાવે છે,તે પોતાના આત્મામાં જ સંતુષ્ટ રહેવા લાગે છે,અને સિદ્ધ થઇ  જાય છે.
આ સાક્ષાત ભગવતવિષયક અમૃતમય જ્ઞાન છે,જે લોકો ભગવતમાર્ગમાં મર્મથી અનભિજ્ઞ છે -તેને જો કોઈ તે પ્રદાન કરે છે ,તે દિનવત્સલ કૃપાળુ પુરુષ પર દેવતા અનુગ્રહ કરે છે.ધ્રુવજીના કર્મ સર્વત્ર પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે.તે પોતાની બાલ્યાવસ્થામાં જ માતાના ઘેર રમકડાંનો મોહ છોડીને શ્રી વિષ્ણુ ભગવાનની શરણમાં ચાલ્યા ગયા હતા.કુરુનંદન ! તેમનું આ પવિત્ર ચરિત્ર મેં તમને સંભળાવી દીધું.

અધ્યાય તેરમો 
ધરવવંશનું વર્ણન,રાજા અંગનું ચરિત્ર  

 શ્રી સુતજી કહે છે - શૌનકજી ! શ્રી મૈત્રેયમુનિના મોઢેથી ધ્રુવજીના વિષ્ણુપદપાર આરૂઢ થવાનાનું વૃતાન્ત સાંભળીને વિદુરજીને હૃદયમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો ઉદ્રેક થઇ આવ્યો અને પછી તેમણે મૈત્રેયજીને પ્રશ્નો પૂછવાના શરુ કર્યા. 

વિદુરજીએ પૂછ્યું - ભગવત્પરાયણ મુનિ ! તે પ્રચેતાઃ કોણ હતા ? કોના પુત્ર હતા ? કોના વંશમાં પ્રસિદ્ધ હતા અને તેમણે ક્યાં યજ્ઞ કર્યો હતો ?ભગવાનના દર્શનથી કૃતાર્થ નારદજી પરમ ભાગવત છે- એવું હું મનુ છું.તેમણે પાંચરાત્રનું  નિર્માણ કરીને શ્રી હરિની પુંજાપદ્ધતિરૂપ ક્રિયાયોગનો ઉપદેશ કર્યો છે.જે વખતે પ્રચેતગણ સ્વધર્મનું આચરણ કરતા કરતા ભગવાન યજ્ઞેશ્વરની આરાધના કરી રહ્યા હતા.તે વખતે ભક્તિપ્રવર નારદજીએ ધ્રુવના ગુણગાન કર્યા હતા.બ્રહ્મન ! તે સ્થાન પર તેમણે ભગવાનની જે જે લીલા-કથાઓનું વર્ણન કર્યું હતું,તે બધું મને પૂર્ણ રૂપથી સંભળાવો મને તે સાંભળવાની ખુબ ઈચ્છા છે.

શ્રી મૈત્રેયજીએ કહ્યું - વિદુરજી ! મહારાજ ધ્રુવના વનમાં ચાલ્યા જવાથી તેના પુત્ર ઉત્કલે પોતાના પિતાનો સાર્વભોમ વૈભવ અને રાજયસિંહાસનને અસ્વીકાર કરી દીધા.તે જન્મથી જ શાંતચિત્ત,આસક્તિશૂન્ય અને શમદર્શી હતા તથા બધાજ લોકોને પોતાની આત્મામાં અને પોતાની આત્માને બધાજ લોકોમાં સ્થિત જોતા હતા.તેમના હૃદયનો વાસનારૂપી મળ અખંડ યોગાગ્નિથી ભસ્મ થઇ ગયો હતો.એટલા માટે તે પોતાની આત્માને વિશુદ્ધ બોધરાસ સાથે અભિન્ન ,આનંદમય અને બધે ફેલાયેલી જોતા હતા.બધા પ્રકારના ભેદથી રહિત પ્રશાંત બ્રહ્મનેજ તેઓ પોતાનું સ્વરૂપ સમજતા હતા તથા પોતાના આત્માથી જુદું કૈજ જોતા  ન હતા. તેઓ અજ્ઞાનીઓના રસ્તા વગેરે સાધારણ સ્થાનોમાં વગર લપેટની આગની માફક,મૂર્ખ,આંધળો,બહેરો,ગાંડો,અથવા ગૂંગા જેવો દેખાતો હતો- હકીકતમાં તેવો હતો નહિ.એટલે કુળના મોટા,ઘરડા,તથા મંત્રીઓએ તેને મૂર્ખ અને ગાંડો સમજીને તેના નાના ભાઈ ભ્રમિપુત્ર વત્સરને રાજા બનાવ્યો .

વત્સરની પ્રેયસી ભાર્યા સ્વવીથીના ગર્ભથી પુષ્પાર્ણ, તિગ્મકેતુ,ઈશ,ઉર્જ,વાસુ અને જાય નામના છ પુત્રો થયા.પુષ્પાર્ણને પ્રભા અને દોષ નામની બે સ્ત્રીઓ હતી તેમાંથી પ્રભાના પ્રાતઃ,માધ્યંદિન અને સાયં-એ ત્રણ પુત્રો થયા.દોષના પ્રદોષ,નિશિથ અને વ્યૂષ્ટ-એ ત્રણ પુત્ર થયા.વ્યૂશતે તેની ભાર્યા પુષ્કરિણીથી સર્વતેજા નામનો પુત્ર ઉત્તપન્ન કર્યો.તેની પત્ની આકૃતિથી ચક્ષુ:નામનો પુત્ર થયો.ચાક્ષુય મન્વંતરમાં તેજ મનુ થયા.ચક્ષુ મનુની સ્ત્રી નંગવલાથી પુરુર,કુત્સ,ત્રિત, ધુપ્ર,સત્યવાન,ઋત,વ્રત,અગ્નિષ્ટોમ,અતિરાત્ર,પ્રાદુમ્ન,શીબી અને ઉલ્મુખ -આ બાર સત્વગુણી બાળકો ઉત્તપન્ન થયા.તેમાં ઉલમુખે તેની પત્ની પુષ્કરિણીથી અંગ,સુમન,ખ્યાતિ,ક્રતુ,અંગિરા અને ગય- એ છ ઉત્તમ પુત્રો ઉત્તપન્ન કાર્ય.અંગની પત્ની સુનિથાએ ક્રૂરકર્મા વેનને જન્મ આપ્યો,જેની દુષ્ટતાથી ઉદિગ્ન થઈને રાજર્ષિ અંગ નગર છોડીને જતા રહ્યા હતા.પ્યારા વિદુરજી ! મુનિયોના વાક્ય વ્રજની જેમ અમોઘ હોય છે,તેમણે ક્રોધિત થઈને વેનને શ્રાપ આપ્યો અને જયારે તે મારી ગયો,ત્યારે કોઈ રાજા ન રહેવાને કારણે લોકોમાં લુટેરાઓ દ્વારા પ્રજાને ખુબ કષ્ટ થવા લાગ્યું.તે જોઈને તેમણે વેનની જમણી ભુજાનું મંથન કર્યું,જેનાથી ભગવાન વિષ્ણુના અંશાવતાર આદિસમ્રાટ મહારાજ પૃથુ પ્રગટ થયા.

વિદુરજીએ પૂછ્યું - બ્રહ્મન ! મહારાજ અંગ તો ખુબજ શીલવંત,સાધુસવાભાવ,બ્રાહ્મણ ભક્ત અને મહાત્મા હતા. તેમણે વેન જેવો દુષ્ટ પુત્ર કેમ થયો,જેના કારણે દુઃખી થઈને તેમણે નગર છોડવું પડ્યું.રાજદંડધારી વેનનો પણ એવો શું અપરાધ હતો,જે ધર્મજ્ઞ મુનીશ્વરોએ તેના માટે શાપરૂપ બ્રહ્મદંડનો પ્રયોગ કર્યો.પ્રજાનું કર્તવ્ય છે કે જે પ્રજાપાલક રાજાથી કોઈ પાપ થઇ જાય તો પણ તેનો તિરસ્કાર ન કરે કેમકે તે પોતાના પ્રભાવથી આઠ લોકપાલકોનું તેજને ધારણ કરે છે.બ્રહ્મન ! તમો ભૂત ભવિષ્યની વાતો જાણવામાં સર્વશ્રેષ્ઠ છો,એટલા માટે આપ મને સુનિથાના વેનના  બધાજ કરતૂતો સંભળાવો.હું આપનો શ્રદ્ધાળુ ભક્ત છું. 

શ્રી મૈત્રેયજીએ કહ્યું - વિદુરજી! એકવાર રાજર્ષિ અંગે અશ્વમેઘ-મહાયજ્ઞનું અનુષ્ઠાન કર્યું.તેમાં વેદવાળી બ્રાહ્મણોએ આવાહન કરવા છતાં પણ દેવતા લોકો તેમનો ભાગ લેવા આવ્યા નહિ ત્યારે ઋત્વિજોએ વિસ્મિત થઈને યજમાન અંગથી કહ્યું-‘રાજન !અમે આહુતિયોના રૂપમાં આપણા જે ધૂર્ત વગેરે પદાર્થ હવન કરી રહ્યા છીએ તેને દેવતાલોકો સ્વીકાર નથી કરતા.અમે જાણીયે છીએ આપની હોમ સામગ્રી દુષિત નથી,આપે તેને ખુબ શ્રદ્ધાથી મેળવી છે તથા વેદમંત્ર પણ કોઈપણ રીતે બળ વગરના નથી કેમકે તેનો પ્રયોગ કરનાર ઋત્વિજગણ યાજકોચિત બધા નિયમોનું પૂર્ણરીતે પાલન કરે છે અમને એવી કોઈ વાત નથી દેખાતી કે આ યજ્ઞમાં દેવતાઓનો થોડો પણ તિરસ્કાર થયો હોય - તો પણ કર્માધ્યક્ષ દેવતાલોકો કેમ તેઓનો ભાગ નથી લઇ રહ્યા ?
શ્રી મૈત્રેયજી કહે છે - ઋત્વિજોની વાત સાંભળીને યજમાન અંગ ખુબ જ ઉદાસ થયા.ત્યારે તેમણે યાજકોની અનુમતિથી મૌન તોડીને સદસ્યોથી પૂછ્યું ,’ સદસ્યો ! દેવતાલોકો આવાહન કરવા છતાં પણ યજ્ઞમાં નથી આવી રહ્યા અને સોમપાત્ર પણ ગ્રહણ કરી રહ્યા,આપ બતાવો મારાથી એવો કયો અપરાધ થયો છે ?

સદસ્યોએ કહ્યું - રાજન ! આ જન્મમાં તો આપથી કોઈ અપરાધ નથી થયો,હા,પૂર્વ જન્મનો એક અપરાધ જરૂર છે જેને કારણે આપ આવા સર્વગુણસંપન્ન હોવા છતાં પણ પુત્રહીન છો.આપનું કલ્યાણ થાય ! એટલા માટે આપ પહેલા સુપુત્ર પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય કરો.જો આપ પુત્રની કામનાથી યજ્ઞ કરશો તો ભગવાન યજ્ઞેશ્વર આપને જરૂર પુત્ર પ્રદાન કરશે.જયારે સંતાન માટે સાક્ષાત યજ્ઞપુરુષ શ્રી હરિનું આવ્હાન કરવામાં આવશે,ત્યારે દેવતાલોગ પોપોતાનો યજ્ઞ ભાગ જરૂર જાતે ગ્રહણ કરશે.ભક્ત જે જે વસ્તુની ઈચ્છા કરે છે,શ્રી હરિ તેને તે તે પદાર્થ આપે છે.તેમની જે પ્રકારની આરાધના કરવામાં આવે છે તેવી રીતે તે ઉપાસકને ફળ પણ મળે છે.

આવી રીતે રાજા અંગને પુત્રપ્રાપ્તિ કરાવવાનો નિર્ણય કરી ઋત્વિજોએ પશુમાં યજ્ઞરૂપથી રહેનારા શ્રી વિષ્ણુ ભગવાનને પૂજન માટે પુરોડાશ નામનો ચરુ સમર્પણ કર્યો.અગ્નિમાં આહુતિ આપતા જ અગ્નિકુંડથી સોનાના હાર અને શુભ્ર વસ્ત્રોથી વિભૂષિત એક પુરુષ પ્રગટ થયા,તેમણેએક સુવર્ણપાત્રમાં સિદ્ધ ખીર લીધેલી હતી.ઉદારબુધ્ધિ રાજા રાજા અંગે યાજકોની અનુમતિથી  પોતાની અંજલિમાં તે ખીર લઇ લીધી અને તેને જાતે સૂંઘીને પ્રસન્નતાપૂર્વક પોતાની પત્નીની આપી દીધી.પુત્રહીન રાણીએ તે પુત્ર પ્રદાયિની ખીર ખાઈને પોતાના પતિના સહવાસથી ગર્ભધારણ કર્યો.તેનાથી યથા સમયે એક પુત્ર થયો.તે બાળક બાલ્યાવસ્થાથી જ અધર્મના વંશમાં ઉત્તપન્ન થયેલા પોતાના નાના મૃત્યુના અનુગામી હતા.(સુનિથા મૃત્યુની જ પુત્રી હતી.)એટલા માટે તે પણ અધાર્મિક જ થયો.

તે દુષ્ટ બાળક ધનુષ બાણ ચઢાવીને વનમાં જતો અને વાઘની માફક બિચારા ભોળાભાલા હરણોની હત્યા કરતો.તેને જોતાજ પૂર્વસિલોકો 'વેન આવ્યા,વેન આવ્યા !' કહીને પોકારી ઉઠતા.તે એટલો ક્રૂર અને નિર્દયી હતો કે મેદાનમાં રમતા પોતાની બરાબરીના બાળકોને પશુઓની જેમ બળાત્કારથી મારી કાઢતો.વેનની આવી દુષ્ટ પ્રકૃતિ જોઈને મહારાજા અંગે તેને સુધારવા જાતજાતની ચેષ્ટા કરી.પરંતુ તે તેને સુમાર્ગ પાર લાવવામાં સફર ન થયા.તેનાથી તેમને ખુબ દુઃખ થયું.(તેઓ મનમાં ને મનમાં કહેવા લાગ્યા) 'જે ગૃહસ્થોને પુત્ર નથી,તેમને જરૂર પૂર્વજન્મમાં શ્રી હરિની આરાધના કરી હશે તેનાથી તેમને કંપુટના કરતૂતોથી થનારા અસહ્ય કલેશ ન સહેવા પડતા.જેની કરણીથી માતાપિતાના બધો સુયશ માટીમાં મળી જાય ,તેને અધર્મનો ભાગી થવું પડે,બધાથી વિરોધ થઇ જાય,ક્યારેય ન છૂટનારી ચિંતા ઘર કરી જાય,અને ઘર પણ દુઃખદાયી થઇ જાય.-એવા નામમાત્રની સંતાનને  માટે કોણ સમજદાર પુરુષ લલચાશે ? તે તો આત્મા માટે એક પ્રકારનું મોહમય બંધન જ છે.હું તો સ્પુટની અપેક્ષા કુપુતને જ સારો માનુ છું,કેમકે સપૂતને છોડવામાં ખુબ જ કલેશ થાય છે.કુપુટ ઘરને નરક બનાવી દે છે એટલે તેનાથી સહેલાઈથી છુટકારો થઇ જાય છે.

આવી રીતે વિચારતા વિચારતા મહારાજા અંગને રાતમાં ઊંઘ ન આવી.તેનું મન ગૃહસ્થીથી વિરક્ત થઇ ગયું.તે અડધી રાતે બિછાનામાંથી ઉઠ્યા.તે વખતે વેનની માતા ઊંઘમાં બેસુધ પડી હતી.રાજાએ બધાનો મોહ છોડી દીધો અને તેજ વખતે કોઈને ખબર ન પડે તેવી રીતે ચુપચાપ તે મહાન ઐશ્વર્યથી ભરેલા રાજમહેલથી નીકળી વનમાં જતા રહ્યા.મહારાજ વિરક્ત થઈને ઘરથી નીકળી ગયા છે તે જાણીને બધા પ્રજાજન,પુરોહિત,મંત્રી અને સૃહુદગણ વગેરે અત્યંત શોકાકુળ થઈને પૃથ્વી પર તેમની શોધ કરવા લાગ્યા.બસ તેમજ જેમ યોગનું યથાર્થ રહસ્ય ન જાણનારા પુરુષ પોતાના હૃદયમાં છુપેલા ભગવાનને બહાર શોધે છે.જયારે તેમને પોતાના સ્વામીનો ક્યાંય પત્તો ન લાગ્યો,ત્યારે તેઓ નિરાશ થઈને નગરમાં પાછા આવ્યા અને ત્યાં જે મુનિજનો ભેગા થયા હતા,તેમને યથાવત પ્રણામ કરીને તેમણૅ આંખોમાં આંસુ ભરી મહારાજ ન મળવાનું વૃતાન્ત સંભળાવ્યું.

અધ્યાય ચૌદમો 
રાજા વેનની કથા

શ્રી મૈત્રેયજી કહે છે - વિરવર વિદુરજી ! બધા લોકોનું મંગલ ઇચ્છનારા ભૃગુ વગેરે મુનિયોએ જોયું કે અંગના ચાલ્યા જવાથી હવે પૃથ્વીનું રક્ષા કરનારું કોઈ રહ્યું નથી,બધા લોકો પશુઓની માફક અછકલા થતા જય રહ્યા છે. ત્યારે તેમણે માતા સુનિથાની સંમતિથી મંત્રીઓ સહમત ન હૉવા છતાં વેનને ભૂમંડળના રાજપદ પર અભિષિક્ત કરી દીધો.વેન ઘણો કઠોર શાસક હતો જયારે ચોર લુંટારાઓએ જોયું કે તે સજસિંહાસન ઉપર બેઠો છે,ત્યારે સાપથી ડરેલા ઉંદરોની માફક બધા તરત જ્યાં ત્યાં છુપાઈ ગયા.રાજ્યાસન મેળવવાથી વેન આઠેય લોકપાલોની એશ્વર્ય કલાને કારણે ઉન્મત્ત થઇ ગયો અને અભિમાનવશ પોતાને જ બધાથી મોટો માનીને મહાપુરુષોનું અપમાન કરવા લાગ્યો.તે એશ્વર્ય મદથી આંધળો થઇ રથ પર ચઢી નિરંકુશ ગજરાજની માફક પૃથ્વી અને આકાશને ધ્રુજાવતો બધે ફરવા લાગ્યો.'કોઈ પણ દ્વિજાતિનો પુરુષ કયારે કોઈ પ્રકારનો યજ્ઞ,દાન અને હવન ન કરે 'પોતાના રાજ્યમાં તે ઢિંઢોરો પિટાવીને તેણે બધા ધર્મ કર્મ બંધ કરાવી દીધા.

દુષ્ટ વેન નો એવો અત્યાચાર જોઈને બધા ઋષિ મુનિયો ભેગા થયા અને સંસાર પર આફત આવેલી   સમજીને કરુણાવશ અંદરોદર કહેવા લાગ્યા.

'અહો જેમ બંને બાજુ સળગતા લાકડાની  રહેનારા કીડી વગેરે જીવ મહાન આફતમાં પડી જાય છે,તેવી જરીતે આ સમયે બધી પ્રજા એક બાજુ રાજાના અને બીજી બાજુ ચોરલૂંટારાઓના અત્યાચારથી મોટા સંકટમાં પડી રહી છે.અમે આરાજક્તાના ભયથી અયોગ્ય હોવા છતાં વેનને રાજા બનાવ્યો હતો.પરંતુ હવે તેનાથી પણ પ્રજાને ભય થઇ ગયો.આવી અવસ્થામાં પ્રજાને કેવી રીતે સુખ-શાંતિ મળી શકે છે ? સુનિથાની કૂખથી જન્મેલો આ વેન સ્વભાવથી જ દુષ્ટ છે.પરંતુ સાપને દૂધ પીવડાવવાની જેમ તેણે પાળવો પાળવાવાળા માટે અનર્થનું કારણ બની ગયું.અમે તેણે પ્રજાની રક્ષા કરવા માટે નિયુક્ત કર્યો હતો,તે આજે તેમને નષ્ટ કરવામાં લાગ્યો છે.એટલું બધું થવા છતાં અમારે તેને સમજાવવો જરૂર  જોઈએ, એવું કરવાથી તેણે કરેલા પાપો અમને નહિ સ્પર્શે.અમે જાણીજોઈને દુરાચારી વેનને રાજા બનાવ્યો હતો પણ સંજવવાથી પણ જો તે અમારી વાત નહિ માનશે તો લોકોના ધિક્કારથી દગ્ધ થયેલા તે દુષ્ટને અમે અમારા તેજથી ભસ્મ કરી નાખીશું.'
એવો વિચાર કરીને મુનીલોકો વેનની પાસે ગયા અને પોતાના ક્રોધને છીપાવીને તેણે પ્રિય વચનોથી સમજાવતા આ રીતે કહેવા લાગ્યા.

મુનિયોએ કહ્યું - રાજન ! અમે આપણે જે વાત કરીયે છીએ તેના ઉપર ધ્યાન આપો.તેનાથી આપની ઉંમર શ્રી,બાલ અને કીર્તિની વૃદ્ધિ થશે.તાત ! જો મનુષ્ય મન,વાણી,શરીર અને બુદ્ધિથી ધર્મનું આચરણ કરે તો તેણે સ્વર્ગ વગેરે શોક વગરના લોકોની પ્રાપ્તિ થાય છે જો તેનો નિષ્કામ ભાવ હોય ત્યારે તો તે જ ધર્મ તેને અનંત મોક્ષપદપર પહોંચાડી દે છે.એટલા માટે વિરવર ! પ્રજાનો કલ્યાણરૂપ તે ધર્મ આપણે કારણે નષ્ટ ન થવો જોઈએ.ધર્મનો નાશ થવાથી રાજા પણ ઐશ્વર્યથી ચ્યુત થઇ જાય છે.જે રાજા ,દુષ્ટ મંત્રી અને ચોર વગેરેથી પોતાની પ્રજાની રક્ષા કરતા કરતા ન્યાયાનુકૂલ કર લે છે તે આ લોકમાં અને પરલોકમાં બંને જગ્યાએ સુખ મેળવે છે.જેના રાજ્ય અથવા નગરમાં વર્ણાશ્રમ-ધર્મોનું પાલન કરનારા પુરુષ સ્વધર્મપાલનના દ્વારા ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરે છે, મહાભાગ ! પોતાની આજ્ઞા નું પાલન કરનારા તે રાજાથી ભગવાન પ્રસન્ન રહે છે,કેમકે તેઓ જ આખા વિશ્વનો આત્મા તથા સંપૂર્ણ ભૂતોના રક્ષક છે.ભગવાન બ્રહ્માદિ જગદીશ્વરોના પણ ઈશ્વર છે,તેમના પ્રસન્ન થવાથી કોઈ પણ વસ્તુ દુર્લભ નથી રહેતી.ત્યારે તો ઈંદ્રાદિ લોકપાલોની સાથે બધાજ લોકો તેમને ખુબ જ આદરથી પૂજોપહર સમર્પણ કરે છે.રાજન ! ભગવાન શ્રી હરિ બધાજ લોક,લોકપાલ અને યજ્ઞોના નિયંતા છે.તે વેદત્રયીરૃપ,દ્રવ્યરૂપ તથા તપ:સ્વરૃપ છે.એટલા માટે જે દેશવાસી આપની ઉન્નતિ માટે અનેક પ્રકારના યજ્ઞોથી ભગવાનનું યજન કરે છે આપને તેમના અનુકૂળ જ રહેવું જોઈએ.જયારે આપના રાજ્યમાં બ્રાહ્મણ લોકો યજ્ઞોનું અનુષ્ઠાન કરશે ત્યારે તેની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાનના અંશસ્વરૂપ દેવતા આપને માનચાહ્યું ફળ આપશે.એટલે વિરવર ! આપને યજ્ઞાદિ ધર્માનુષ્ઠાન બંધ કરીને દેવતાઓનો તિરસ્કાર ન કરવો જોઈએ.

 વેને કહ્યું -તમે લોકો ખુબ જ મૂર્ખ છો.દુઃખ છે,તમે અધર્મમાં જ ધર્મબુદ્ધિ કરી રાખી છે.ત્યારે તો તમો જીવિકા આપનાર મને સાક્ષાત  પતિને છોડીને બીજા કોઈ જરપતિની ઉપાસના કરો છો.જે લોકો મૂર્ખતાને કારણે રાજારૂપ પરમેશ્વરનો અનાદર કરે છે તેને ન તો આલોકમાં સુખ મળે છે ન પરલોકમાં.અરે ! જેમાં તમારા લોકોની એટલી ભક્તિ છે,તે યજ્ઞપુરુષ છે કોણ ?તે તો એવી જ વાત થઇ જેમ કુલટા સ્ત્રીઓ પોતાના વિવાહિત પતિને પ્રેમ ન કરીને કોઈ પરપુરૂષમાં આસક્ત થઇ જાય.વિષ્ણુ  ,બ્રહ્મા, વાયુ,યમ,સૂર્ય,મેઘ,કુબેર,ચંદ્રમ,પૃથ્વી,અરુણ અને અગ્નિ તથા તેમના સિવાય બીજા વર અને શ્રાપ આપવામાં સમર્થ દેવતા છે,તે બધા જ રાજાના શરીરમાં રહે છે,એટલા માટે રાજા સર્વદેવમય છે,અને દેવતા તેના અંશ માત્ર છે.એટલા માટે બ્રાહ્મણો ! તમો મત્સરતા છોડીને આપના બધાજ કર્મો દ્વારા એક મારુ જ પૂજન કરો અને મને જ બલિ સમર્પિત કરો.ભલા,મારા સિવાય,બીજું કોણ અગ્ર પૂજાનું અધિકારી હોય શકે છે 

શ્રી મૈત્રેયજી કહે છે - આવી રીતે વિપરીત બુદ્ધિ હોવાને કારણે તે અત્યંત પાપી અને કુમાર્ગગામી  થઇ ગયો હતો.તેનું પુણ્ય ક્ષીણ થઇ ગયું હતું એટલામાટે મુનિયોએ ખુબ જ વિનયપૂર્વક કહેવા છતાં તેણે તેમની વાત પર ધ્યાન ન આપ્યું.કલ્યાણરૂપ વિદુરજી ! પોતાને ખુબ જ બુદ્ધિવાન સમજનાર વેને જયારે બધા મુનિયોનું આ પ્રમાણે અપમાન કર્યું,ત્યારે તેઓ પોતાની માંગણીને વ્યર્થ જતી જોઈ તેના પર ખુબ જ ક્રોધિત થયા.'મારી નાખો ! એ સ્વભાવથીજ દુષ્ટ પાપીને મારી નાખો.જો તે જીવતો રહી ગયો તો થોડા જ સમયમાં સંસારને જરૂર ભસ્મ ક
રી નાખશે.આ દુરાચારી કોઈ પણ પ્રકારે રાજસિંહાસન માટે યોગ્ય નથી,કેમકે તે નિર્લજ્જ સાક્ષાત યજ્ઞપતિ શ્રી વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે.અહો ! જેમની કૃપાથી તેને આવું એશ્વર્ય મળ્યું,તે શ્રી હરિની નિંદા અભાગી વેનને છોડીને કોણ કરી શકે છે ?

એવી રીતે તેમના છુપાયેલા ક્રોધને પ્રગટ કરીને તેમણે તેને મારવાનો નિર્ણય લઇ લીધો.તે તો ભગવાનની નિંદા કરવાને કારણે પહેલેથીજ મરી ગયો હતો, એટલે ફક્ત હુંકારોથીજ તેમણે તેનું કામ તમામ કરી નાખ્યું.જયારે મુનીગણો પોતપોતાના આશ્રમોમાં ચાલ્યા ગયા,ત્યારે વેનની શોકાકુલ માતા સુનીથ મંત્રાદિના બળથી તથા બીજી યુક્તિઓથી પોતાના પુત્રના શબની રક્ષા કરવા માંડી.

એક દિવસ તે મુનીગણો સરસ્વતીના પવિત્ર પાણીમાં સ્નાન કરીને અગ્નિહોત્રથી નિવૃત થઇ નદીના કિનારે બેઠા હરીચર્ચા કરી રહ્યા હતા.તે દિવસોમાં લોકોમાં આતંક ફેલાવનારા ઘણા ઉપદ્રવ થતા જોઈને તેઓ અંદરોદર કહેવા લાગ્યા,'આજકાલ પૃથ્વીનો કોઈ રક્ષક નથી,એટલા માટે ચોર લુટારાથી તેનું કોઈ અમંગળ તો નથી 
થવાનું ?' ઋષીલોકો એવો વિચાર કરી રહ્યા હતા કે તેમણે બધી  દિશાઓમાં ધાડ પાડનારા ચોર લુટારાઓને કારણે ઉડેલી ખુબ જ ભારે ધૂળ જોઈ.જોતાજ તેઓ સમજી ગયા કે રાજા વેન્ના મરી જવાને કારણે દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ છે,રાજ્ય શક્તિહીન થઇ ગયું છે,અને ચોર લૂંટારાઓ વધી ગયા છે.આ બધો ઉપદ્રવ લોકોના ધન લૂંટનારા તથા એકબીજાના લોહીના પ્યાસા લુટારાઓનાજ છે.પોતાના તેજથી અથવા તપોબળથી લોકોને આવી કુપ્રવૃત્તિથી રોકવામાં સમર્થ હોવા છતાં પણ એવું કરવાથી હિંસાદિ દોષ જોઈને તેઓએ તેનું કોઈ નિવારણ ન કર્યું.પછી વિચાર્યું કે બ્રાહ્મણ જો સમદર્શી અને શાંત સ્વભાવ પણ હોય તો પણ ગરીબોની ઉપેક્ષા કરવાથી તેમનું તપ એમજ નાશ પામે છે,જેમ ફૂટેલા ઘડામાંથી પાણી વહી જાય છે. પછી રાજર્ષિ અંગનો વંશ પણ નષ્ટ ન થવો જોઈએ.કેમકે તેમાં અનેક અમોઘ શક્તિ અને ભગવત્પરાયણ રાજા થઇ ચુક્યા છે.એવો નિર્ણય કરીને મૃત રાજાની જાંઘને ખુબ જોરથી રઘડી તો તેમાંથી એક બૌનાં પુરુષ ઉત્તપન્ન થયો.તે કાગડાના જેવો કાળો હતો.તેના બધાજ અંગો અને ખાસ કરીને ભુજાઓ ખુબ જ નાની હતી,જબડા ખુબજ મોટા,પગ નાના,નાક ચપટું,આંખો લાલ અને વાળ તાંબાના રંગ જેવા હતા.તેને ખુબ જ દિન અને નમ્રતા ભાવથી પૂછ્યું, 'હું શું કરું ?' તો ઋષિયોએ કહ્યું -
નિશીદ  (બેસી જા ) એટલે તે નિષાદ કહેવાયો.તેને જન્મ લેતાજ રાજા વેનના ભયંકર પાપોને પોતાના ઉપર લઇ લીધા એટલે તેના વંશધાર નૈષદ પણ હિંસા,લૂંટફાટ વગેરે પાપકર્મોમાં વ્યસ્થ રહેતા હતા,એટલે તે ગામ અને નગરમાં ન રહીને વન અને પર્વતોમાં જ નિવાસ કરે છે.

અધ્યાય પંદરમો 
મહારાજા પૃથુનો આવિર્ભાવ અને રાજ્યાભિષેક 

શ્રી મૈત્રેયજી કહે છે -વિદુરજી ! તેના પછી બ્રાહ્મણોએ પુત્રહીન રાજા વેનની ભુજાઓનું મંથન કર્યું,ત્યારે તેનાથી એક સ્ત્રી પુરુષનું જોડું પ્રગટ થયું.બ્રહ્મવાદી ઋષિ તે જોડાને ઉત્તપન્ન થયેલું જોઈને અને તેને ભગવાનનો અંશ જાણી ખુબ જ પ્રસન્ન થયા અને બોલ્યા.
ઋષિયોએ કહ્યું - આ પુરુષ ભગવાન વિષ્ણુની વિષ્વપાલીની કલાથી ઉત્તપન્ન થયો છે અને આ સ્ત્રી તે પરમ પુરુષની અનપાયીની ( ક્યારેય અલગ ન થનારી )શક્તિ લક્ષ્મીનો અવતાર છે.તેમાંથી જે પુરુષ છે તે પોતાના સૂયશનું પ્રસ્થાન-વિસ્તાર કરવાને કારણે પરમ યશસ્વી  'પૃથુ' નામનો સમ્રાટ થશે.રાજાઓમાં તે સહુથી પહેલો હશે.આ સુંદર દાંતોવાળી તેમજ ગુણ અને આભૂષણોને પણ વિભૂષિત કરનારી સુંદરી આ પૃથુને જ પોતાનો પતિ બનાવશે.તેનું નામ અર્ચિ થશે. પૃથુના રૂપથી સાક્ષાત શ્રી હરિના અંશે જ સંસારની રક્ષા માટે અવતાર લીધો છે,અને અર્ચિના  રૂપમાં ,નિરંતર ભગવાનની સેવામાં રહેનારી તેમની નિત્ય સહચરી શ્રી લક્ષ્મીજી જ પ્રગટ થઇ છે.

શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! આ વખતે બ્રાહ્મણ લોક પૃથુની સ્તુતિ કરવા લાગ્યા ,શ્રેષ્ઠ ગાંધર્વોએ ગુણગાન કર્યા,સિદ્ધોએ પુષ્પોની વર્ષ કરી,અપ્સરાઓ નાચવા લાગી.આકાશમાં શંખ,તુરહી,મૃદંગ,અને ડુંડુંમ્ભી વગેરે વાજા વાગવા લાગ્યા.બધા દેવતાઓ,ઋષિ અને પિતર પોતપોતાના લોકોથી ત્યાં આવ્યા.જગદ્ગુરુ બ્રહ્માજી દેવતા અને દેવેશ્વરોની સાથે પધાર્યા.તેમણે વેનકુમાર પૃથુના જમણા હાથમાં ભગવાન વિષ્ણુની હસ્તરેખાઓ અને ચરણોમાં કમળના ચિન્હો જોઈને તેને શ્રી હરિનો જ અંશ સમજ્યા,કેમકે જેના હાથમાં બીજી રેખાઓથી કપાયા  વગરનું  ચક્રનું ચિન્હ હોય છે,તે ભગવાનનો જ અંશ હોય છે.

વેદવાળી બ્રાહ્મણોએ મહારાજ પૃથુના અભિષેકનું આયોજન કર્યું.બધા લોકો તેની સામગ્રીઓ ભેગી કરવામાં લાગી ગયા.તે વખતે નદી,સમુદ્ર,પર્વત,સાપ,ગાય,પક્ષી,હરણ,સ્વર્ગ,પૃથ્વી તથા બીજા બધા પ્રાણીઓએ પણ તેમણે જાત જાતના ઉપહાર ભેટ આપ્યા.સુંદર વસ્ત્ર અને આભૂષણોથી અલંકારિત  મહારાજ પૃથુનો વિધિવત રાજ્યાભિષેક થયો.તે વખતે ઘણા આભૂષણોથી સજેલી મહારાણી અર્ચિની     સાથે તે બીજા અગ્નિદેવ ના સદૃશ દેખાતા હતા.

વીર વિદુરજી ! તેમણે કુબેરે ખુબ જ સુંદર સોનાનું સિંહાસન આપ્યું તથા વરુણે ચંદ્રમાની જેમ સફેદ અને પ્રકાશમય છત્ર આપ્યું.જેનાથી નિરંતર પાણીની કુહીયા ઝરતી રહેતી હતી.વાયુએ બે ચમ્બર,ધર્મે કીર્તિમયિ માલા,ઇન્દ્રે મનોહર મુકુટ,યમે દમન કરનારો દંડ,બ્રહ્માએ વેદમય કવચ,સરસ્વતીએ સુંદર હાર,વિષ્ણુ ભગવાને સુદર્શનચક્ર, વિષ્ણુપ્રિયા લક્ષ્મીજીએ અવિચલ સંપત્તિ,રુદ્રે દસ ચંદ્રાકાર ચિન્હોથી યુક્ત કોષવાળી તલવાર,ભિકાજીએ સો ચંદ્રાકાર ચિહ્નોવાળી ઢાલ,ચંદ્રમાએ અમૃતમય અશ્વ,ત્વષ્ટા(વિશ્વકર્મા) એ સુંદર રથ,અગ્નિએ બકરા,અને ગાયના શીંગડાથી સદૃઢ઼ ધનુષ,સૂર્યે તેજોમય બાણ,પૃથ્વીએ ચરણસ્પર્શ્માત્રથી અમિષ્ટ સ્થાન પાર પહોંચાડનારી યુગ્મયી પાદુકાઓ,આકાશના અભિમાની દ્યો દેવતાઓએ નિત્ય નવી પુષ્પમાળા,આકાશવિહારી સિદ્ધ ગંધર્વઆદિએ નાચવા ગાવાનું,વગાડવું અને અંતર્ધ્યાન થવાની શક્તિઓ ,ઋષિયોએ અમોઘ આશીર્વાદ,સમુદ્રએ પોતાનામાં ઉત્તપન્ન થયેલો શંખ,તથા સંતો સમુદ્ર,પર્વત અને નાડીયોએ તેમના રથ માટે બેરોકટોક માર્ગ ઉપહારમાં આપ્યા.તેના પછી સુત ,માગધઃ અને વંદીજન તેમની સ્તુતિ કરવા ઉપસ્થિત થયા.ત્યારે તે સ્તુતિ કરનારાઓનો અભિપ્રાય સમજીને વેણપુત્ર પરમ પ્રતાપી મહારાજ પૃથુ એ હસતા હસતા મેઘની માફક ગંભીર વાણીમાં કહ્યું.

પૃથુએ કહ્યું -સૌમ્ય સુત,માગધઃ,અને વંદીજન ! હજુ તો લોકમાં મારો કોઈ પણ ગુણ પ્રગટ નથી થયો.પછી તમો કાયા ગુણોને લઈને સ્તુતિ કરશો? મારા વિષયમાં તમારી વાણી વ્યર્થ ન હોવી જોઈએ.એટલા માટૅ મરાઠી જુદા કોઈ બીજાની સ્તુતિ કરો.મ્રુદુભાષીઓ ! કાલાંતરમાં જયારે મારા અપ્રગટ ગુણ પ્રગટ થઇ જાય,ત્યારે પેટ ભરીને તમારી મધુર વાણીથી મારી સ્તુતિ કરી લેજો.જુઓ,શિષ્ટ પુરુષ પવિત્રકીર્તિ શ્રી હરિના ગુણાનુવાદના રહેતા તુચ્છ મનુષ્યોની સ્તુતિ નથી કરવામાં આવતી.મહાન ગુણોને ધારણ કરવામાં સમર્થ થવાથી પણ એવો કોણ બુદ્ધિવાન પુરુષ છે જે તેમના રહેવાથી પણ ફક્ત સંભાવના માત્રથી સ્તુતિ કરનારાઓ દ્વારા પોતાની સ્તુતિ કરાવશેઃ ?જો તે વિદ્યાભ્યાસ કરતો તો તેનામાં અમુક અમુક ગુનો થઇ જતા-આવા પ્રકારની સ્તુતિ કરવાથી તો મનુષ્યની વ્યંજના કરવામાં આવે છે.તે મંદમતી એ નથી સમજતો કે આવી રીતે તો લોક તેનો ઉપહાસ જ કરી રહ્યા છે.જેવી રીતે લજ્જાશીલ ઉદાર પુરુષ પોતાના કોઈ નિંદિત પરાક્રમની ચર્ચા થવી ખરાબ સમજે છે,આવી રીતે લોકવિખ્યાત સમર્થ પુરુષ પોતાની સ્તુતિને પણ નિંદિત મને છે.સુતગણ ! હવે આપણે આપણા શ્રેષ્ઠ કર્મો દ્વારા લોકોમાં અપ્રસિદ્ધ જ છીએ,અત્યાર સુધી આપણે એવું કોઈ કામ કર્યું નથી જેની પ્રશંસા કરવામાં આવે. ત્યારે તમો બાળકની માફક પોતાની કીર્તિને કેવી રીતે ગવડાવીએ ?

અધ્યાય સોળમો 
વંદીજન દ્વારા મહારાજ પૃથુની સ્તુતિ 
       
શ્રી મૈત્રેયજી કહે છે -
મહારાજ પૃથુએ જયારે તેવી રીતે કહ્યું,ત્યારે તેમના વચનામૃતના આસ્વાદ કરીને સૂટ વગેરે ગાયક લોક ખુબ જ પ્રસન્ન થયા.પછી તેઓ મુનિયોની પ્રેરણાથી તેમની પ્રાર્થના કરવા લાગ્યા.'આપ સાક્ષાત દેવપ્રવર શ્રી નારાયણ જ છો'જે પોતાની માયાથી અવતરિત થયા છે,અમે આપની મહિમાનું વર્ણન કરવામાં સમર્થ નથી.આપે જન્મ તો રાજા વેનના મૃત શરીરથી લીધો છે,પરંતુ આપણા પૌરુષોનું વર્ણન કરવા માટે સાક્ષાત બ્રહ્માજીની બુદ્ધિ પણ ચકરાઈ જાય છે.તોપણ તમારા કથામૃતના આસ્વાદનમાં આદર બુદ્ધિ રાખીને મુનિયોના ઉપદેશ પ્રમાણે તેમની પ્રેરણાથી અમે આપના પરમ પ્રશંસનીય કર્મોનો વિસ્તાર કરવા ઇચ્છીએ છીએ,આપ સાક્ષાત શ્રી હરિનો કલાવતાર છો,અને આપની કીર્તિ ખુબ ઉદાર છે.

'આ ધર્મધારીયોમાં શ્રેષ્ઠ મહારાજ પૃથુ લોકોને ધર્મમાં પ્રવુત્ત કરીને ધર્મમર્યાદાની રક્ષા કરશે તથા તેના વિરોધીઓને દંડ કરશે.તે એકલા જ સમયે સમયે પ્રજાનું પાલન,પોષણ અને અનુરંજન વગેરે કામના અનુસાર પોતાના શરીરમાં જુદા જુદા લોકપાલોની મૂર્તિને ધારણ કરશે  તથા યજ્ઞ વગેરેનો પ્રચાર દ્વારા સ્વર્ગલોક અને વૃષ્ટિની વ્યવસ્થા દ્વારા ભૂલોક-બંનેના જ હિત સાધન કરશે.તે સૂર્યના જેવા અલૌકિક મહિમાન્વિત પ્રતાપવન અને સમદર્શી થશે.જેવી રીતે સૂર્ય દેવતા આઠ મહિના તપ્ત રહીને પાણી ને ખેંચે છે અને વર્ષ ઋતુમાં તેને ઠાલવી દે છે તે રીતે આ કર વગેરે દ્વારા ક્યરેક ધન સંચય કરશે અને ક્યારેક પ્રજાના હિત માટે તેને વ્યય કરી નાખશે.તેઓ ખુબ દયાળુ હશે.જો કદાચ કોઈ ગરીબ પુરુષ તેમના માથા પર પગ પણ મૂકી દેશે તો પણ તેઓ પૃથ્વીની જેમ તેના આ અનુચિત વ્યવહાર સદા સહન કરશે.ક્યારેક વર્ષ નહિ થાય અને પ્રજાના પ્રાણ  સંકટમાં  પડી જશે તો તે રાજવેશધારી શ્રીહરિ  ઇન્દ્રની માફક પાણી વરસાવીને અનાયાસેજ તેમની રક્ષા કરી લેશે.તે પોતાના અમૃતમય મુખચંદ્રની મનોહર મુસ્કરાત અને પ્રેમભરી ચિત્તવનથી સંપૂર્ણ લોકોને આનંદમગ્ન કરી દેશે.તેમની ગતિને કોઈ સમજી નહિ શકે,તેમના કાર્ય પણ ગુપ્ત હશે તથા તેને સંપન્ન કરવાની રીત પણ ખુબ ગંભીર હશે.તેમનું ધન કાયમ સુરક્ષિત રહેશે.તે અનંત મહાત્મય અને ગુણોના એકમાત્ર આશ્રય હશે. આવી રીતે મનસ્વી પૃથુ સાક્ષાત વરુણના જેવા હશે.

'મહારાજા પૃથુ વેનરૂપ અરણીનાં મંથનથી પ્રગટ થયેલા અગ્નિના જેવા છે.શત્રુઓ માટે તેઓ ખુબ જ દુર્ઘર્ષ અને દુ:સહ હશે.તેઓ તેમની પાસે રહેવાથી પણ સેના વગેરેથી સુરક્ષિત રહેવાને કારણે ખુબ જ દૂર રહેનારની જેમ હશે,.શત્રુ ક્યારેય તેમને હરાવી નહિ શકે.જેવી રીતે પ્રાણીઓની અંદર રહેનારો પ્રાણરૂપ સૂત્રાત્મા શરીની અંદર અને બહારના બધાજ વેપારને જોતા રહેવાથી પણ ઉદાસ રહે છે,તેવી રીતે તે ગુપ્તચરોના દ્વારા પ્રાણીઓના ગુપ્ત અને પ્રગટ બધી રીતના વેપારને જોતા પણ પોતાની નિંદા અને પ્રાર્થના વગેરે તરફ ઉદાસિનવત રહેશે. તે ધર્મમાર્ગમાં સ્થિર રહીને પોતાના શત્રુના પુત્રને પણ દંડનીય ન હોવાથી કોઈ દંડ નહી આપે અને દંડનીય હોવાથી પોતાના પુત્રને પણ દંડ આપશે.ભગવાન સૂર્ય માનસોત્તર પર્વત સુધી જેટલા પ્રદેશને પોતાના કિરણોથી પ્રકાશિત કરે છે, તે સંપૂર્ણ ક્ષેત્રમાં તેમનું નિષ્કંતક રાજ્ય રહેશે.તેઓ પોતાના કાર્યથી બધા લોકોને સુખ પહોંચાડશે.-તેમનું રંજન કરશે, તેનાથી તે મનોરંજનાત્મક વેપારને કારણે પ્રજા તેમને 'રાજા' કહેશે.તેઓ ખુબ દ્રઢસંકલ્પ,સત્યપ્રતિજ્ઞ,બ્રાહ્મણભક્ત,વૃદ્ધોની સેવા કરનાર,શરણાગતવત્સલ,બધાજ પ્રાણીઓને માન આપનારા,અને ગરીબો પર દયા કરનારા હશે.તેઓ પરસ્ત્રીમા માતાની સમાન ભક્તિ રાખશે,પત્નીને પોતાના અડધા અંગની માફક સમજશે,પ્રજા ઉપર પિતાની જેવો પ્રેમ રાખશે.અને બ્રહ્મવાદિયોના સેવક થશે.બીજા પ્રાણીઓ તેમને તેટલાજ ચાહશે જેટલા પોતાના શરીરને.તે સહ્ર્દયોના આનંદને વધારશે.તે કાયમ વૈરાગ્યવાન પુરુર્ષોને વધારે પ્રેમ કરશે,અને દુષ્ટોને દણ્ડપાણિ યમરાજાની માફક કાયમ દંડ આપવા ઉદ્યત રહેશે.

'ત્રણેય ગુણોના અધિષ્ઠાતા અને નિર્વિકાર સાક્ષાત શ્રી નારાયણને જ તેમના રૂપમાં પોતાના અંશથી અવતાર લીધો છે,જેમાં પંડીતલોકો અવિદ્યાવશ દેખાનારા આ નાનાત્વને મિથ્યા જ માને છે.તે અદ્વિતીય વીર અને એકચ્છત્ર સમ્રાટ થઈને એકલા જ ઉદયાચલ પર્યન્ત આખાય ભૂમંડળની રક્ષા કરશે તથા પોતાના જયશીલ રથપર ચઢીને ધનુષ હાથમાં રાખી સૂર્યની માફક બધે પ્રદક્ષિણા કરશે.તે વકહ્તે જ્યાં ત્યાં બધા લોકપાલો અને પૃથ્વીપાલો તેમને ભેટો આપશે,તેમની સ્ત્રેઓ તેમના ગુણગાન કરશે અને આ આદિરાજને સાક્ષાત શ્રી હરિ જ સમજશે.તે પ્રજાપાલક રાજાધિરાજ થઈને પ્રજાના જીવનનિર્વાહ માટે ગોરૂપધારીની પૃથ્વીનું દોહન કરશે અને ઇન્દ્રની માફક પોતાના ધનુષના ખૂણાઓથી વાતવાતમાં પર્વતોને તોડી ફોડી પૃથ્વીને સમતલ કરી દેશે.રણભૂમિમાં કોઈ પણ તેમનો વેગ સહી નહિ શકે.જે વખતે તેઓ જંગલમાં પૂછડું ઉઠાવીને ફરતા સિંહની માફક પોતાના 'આજગવ' ધનુષનો ટંકાર કરતા કરતા ભૂમંડળમાં ફરશે,તે વખતે બધા દુષ્ટજનો જ્યાં-ત્યાં છુપાઈ જશે.તે સરસાવતીના ઉદગમસ્થાન પર સો અશ્વમેધ યજ્ઞ કરશે.ત્યારે છેલ્લા યજ્ઞાનુષ્ઠાનના સમયે ઇન્દ્ર તેમના ઘોડાને હરીને લઇ જશે.પોતાના મહેલના બગીચામાં તેમની એકવાર ભગવાન સનતકુમારો સાથે ભેટ થશે.એકલા તેમની ભક્તિપૂર્વક સેવા કરીને તેઓ તે નિર્મલ જ્ઞાનને પ્રાપ્ત કરશે જેનાથી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે.આવી રીતે જયારે તેમના પરાક્રમો જનતાની સામે આવી જશે ત્યારે તે પરંપરાક્રમી મહારાજ પોતાના ચરિત્રની જ ચર્ચા સંભાળશે.તેમની અજ્ઞાનો વિરોધ કોઈ નહિ કરી શકે,તથા તેઓ બધી દિશાઓને જીતીને અને પોતાના તેજથી પ્રજાના કલેશરૂપ કાંટાને કાઢી સંપૂર્ણ ભૂમંડળના શાસક થશે.તે વખતે દેવતા અને અસુરો પણ તેમના વિપુલ પ્રભાવનું વર્ણન કરશે.'

અધ્યાય સત્તરમો 
મહારાજા પૃથુનું પૃથ્વી પર કુપિત થવું અને પૃથ્વીના દ્વારા તેમની સ્તુતિ કરવી

શ્રી મૈત્રેયજી કહે છે - આવી રીતે જયારે વંદીજનોએ મહારાજ પૃથુના ગુણ  અને કર્મોના વખાણ કરીને તેમની પ્રશંસા કરી ત્યારે તેમણે પણ તેમની બડાઈ કરી તથા તેમને મનચાહી વસ્તુઓ આપી સંતુષ્ટ કર્યા.તેમણે બ્રાહ્મણાદિ ચારે વર્ણો,સેવકો,મંત્રીઓ,પુરોહિતો,પુરવાસીયો,દેશવાસીઓ,જુદા જુદા વ્યવસાયીઓ તથા અન્યાન્ય આજ્ઞાનુંવર્તિયોનો પણ સત્કાર કર્યો.

વિદુરજીએ પૂછ્યું - બ્રહ્મન ! પૃથ્વી તો અનેક રૂપ ધારણ કરી શકે છે તેણે ગાયનું રૂપ જ કેમ ધારણ કર્યું ?
અને જયારે મહારાજા પૃથુએ તેને દોહી તો વાછરડો કોણ બન્યું ? અને દોહવાનું પાત્ર શું થયું ? પૃથ્વી દેવી તો પહેલેથી જ ઉંચી નીચી હતી.તેને તેમણે સમતલ કેવી રીતે કરી અને ઇન્દ્ર તેમના યજ્ઞસંબંધી ઘોડાને   કેમ હરીને લઇ ગયા ? બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન સનતકુમારો થી જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત કરીને તે રાજર્ષિ કઈ ગતિને પ્રાપ્ત થયા ? પ્રુથુરૂપથી સર્વેશ્વર શ્રી કૃષ્ણએજ અવતાર લીધો હતો એટલે પુણ્ય કીર્તિ શ્રી હરિના તે પૃથુ-અવતારથી બંધ રાખનાર જે બીજું પણ ચરિત્ર હોય તે બધું તમો માને કહો હું આપનો અને શ્રીકૃષ્ણચંદ્રનો ખુબ જ  અનુરક્ત ભક્ત છું.

શ્રી સુતજી કહે છે -જયારે વિદુરજીએ ભગવાન વાસુદેવની કથા કહેવાં માટે આવી રીતે પ્રેરણા કરી ત્યારે શ્રી મૈત્રેયજી પ્રસન્નચિત્તથી તેમની પ્રશંસા કરતા કહેવા લાગ્યા.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! બાહ્મણોએ મહારાજા પૃથુનો રાજ્યાભિષેક કરીને તેમણે પ્રજાના રક્ષક ઉદ્દઘોષિત કર્યા એ દિવસોમાં પૃથ્વી અન્નહીન થઇ ગઈ હતી,એટલે ભૂખના કારણે પ્રજાના શરીર સુકાઈને કાંટા થઇ ગયા હતા. તેમણે  તેમના સ્વામી પૃથુની પાસે આવીને કહ્યું ,

'રાજન,જેવી રીતે કોતરોમાં સળગતી આગથી ઝાડો સળગી જાય છે,એવી રીતે અમે પેટની જવાળાઓથી સળગી રહ્યા છીએ.આપ શરણાગતોની રક્ષા કરનારા છો અને અમારા અન્નદાતા પ્રભુ બનાવેલા છો એટલે અમો આપની શરણોમાં આવ્યા છીએ.આપ બધાજ લોકોની રક્ષા કરનારા છો,આપ જ અમારી જીવીકાના પણ સ્વામી છો,એટલે રાજરાજેશ્વર ! આપ અમે ક્ષુધાપીડિતો ને તરતજ અન્ન આપવાનો પ્રબંધ કરો,એવું નહિ થાય કે અન્ન મળતાં પહેલા જ અમારો અંત થઇ જાય.'

શ્રી મૈત્રેયજી કહે છે -કુરુવર ! પ્રજાનું કરુણાકંદન સાંભળીને મહારાજા પૃથુ ઘણો સમય સુધી વિચાર કરતા રહ્યા.અંતમાં તેમણે અન્નના અભાવનું કારણ ખબર પડી ગયુ 'પૃથ્વીએ જાતે જ અન્ન તેમ જ ઔષાધાદિને પોતાની અંદર છુવાવી લીધા છે 'પોતાની બુદ્ધિથી એ વાતનો નિશ્ચય કરીને પોતાનું ધનુષ ઉઠાવ્યું,અને ત્રિપુરવિનાશક ભગવાન શંકરની માફક અત્યંત ક્રોધિત થઈને પૃથ્વીને નિશાનું બનાવીને બાણ ચઢાવ્યું .તેમને શસ્ત્ર ઉઠાવેલા જોઈ પૃથ્વી કંપી ઉઠી,અને જેમ વાઘના પાછળ પડવાથી હરણી ભાગે છે તેમ ડરીનેગાયનું રૂપ લઈને ભાગવા લાગી.

આ જોઈને મહારાજા પૃથુની આંખો લાલ થઇ ગઈ.તે જ્યાં જ્યાં પૃથ્વી ગઈ ત્યાં ત્યાં તેની પાછળ ધનુષ પર બાણ ચઢાવીને લાગ્યા રહ્યા.દિશા,વિદિશા,સ્વર્ગ,પૃથ્વી અને અંતરિક્ષમાં જ્યાં જ્યાં પણ તે દોડીને જતી ,ત્યાં તેને પૃથુ હથિયાર ઉઠાવેલા તેની પાછળ દેખાય દેતા.જેવી રીતે મનુષ્યને મૃત્યુથી કોઈ બચાવી નથી શકતું તેવી રીતે તેને ત્રિલોકીમાં વેનપુત્રમહારાજા પૃથુથી તેને બચાવનાર કોઈ ન મળ્યું. ત્યારે તે ભયભીત થઈને દુઃખી માંથી પાછળની બાજુ આવી.અને મહારાજ પૃથુજીથી કહેવા લાગી -

'ધર્મના તત્વને જાણનારા શરણાગતવત્સલ રાજન ! આપ તો બધા પ્રાણીઓની રક્ષા કરવામાં તત્પર છો,આપ મારી પણ રક્ષા કરો.હું અત્યંત ગરીબ અને નિરપરાધ છું,તમો માને શા માટે મારવા માંગો 
છો ? તેના સિવાય આપ તો ધર્મજ્ઞ માનવામાં આવો છો પછી હું સ્ત્રીનો વધ આપ શી રીતે કરી 
શકશો ? સ્ત્રીઓ કોઈ ગુનો કરે તો સામાન્ય જીવ પણ તેના પર હાથ નથી ઉઠાવતો,પછી આપ જેવા કરુણામય અને દિનવત્સલ તો એવું કરી જ કેવી રીતે શકે છે?હું તો એક સૃદ્ઢ નાવડી જેવી છું,આખું જગત મારા જ અધાર પર સ્થિર છે.મને તોડીને આપ આપને અને આપની પ્રજાને પાણીની ઉપર કેવી રીતે રાખશો ?.

મહારાજ પૃથુએ કહ્યું - પૃથ્વી તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની છે.તું યજ્ઞમાં દેવતા રૂપથી ભાગ તો લે છે,પરંતુ તેના બદલામાં અમને અનાજ નથી આપતી.એટલા માટે આજે હું તને મારી નાખીશ.તું જે રોજ લીલી લીલી ઘાસ ખાઈ જાય છે,અને તારા થાનનું દૂધ નથી આપતી.-આવી દુષ્ટતા કરવાથી તેને દંડ આપવો અનુચિત નથી કહી શકાતું.તું નાસમજ છે,તે પૂર્વકાળમાં બ્રહ્માજીએ ઉત્તપન્ન કરેલા અન્નાદિના બિયાને તારામાં લિન કરી દીધા છે,અને હવે મારી પણ પરવા ન કરીને તેને તારા ગર્ભથી કાઢતી નથી.હવે હું મારા બાણોથી તને છિન્ન ભિન્ન કરીને તારા મેડેથી આ ક્ષુધાતુર અને ગરીબ પ્રજાજનોનું  કરું આક્રંદ શાંત કરીશ.જે દુષ્ટ પોતાનું જ પોષણ કરનાર અને અન્ય પ્રાણીઓ તરફ નિર્દય હોય -તે પુરુષ સ્ત્રી અથવા નપુંસક કોઈ પણ હોય -તેમને મારવા રાજાઓ માટે ન મારવાની બરાબર છે.તું ખુબ જ ગર્વીલી અને અભિમાની છે,અત્યારે માયાથી જ ગાયનું રૂપ બનાવ્યું છે.હું બાણોથી તારા ટુકડેટુકડા કરીને મારા યોગબળથી પ્રજાને ધારણ કરીશ.

આ વખતે મહારાજ પૃથુએ કાલની માફક ક્રોધભરી મૂર્તિ ધારણ કરેલી હતી.તેમના આ શબ્દો સાંભળીને ધરતી ધ્રુજવા લાગી અને તેને હાથ જોડીને અત્યંત વિનયી ભાવથી કહ્યું.

પૃથ્વીએ કહ્યું - આપ સાક્ષાત પરમપુરુષ છો તથા તમારી માયાથી અનેક પ્રકારના શરીર ધારણ કરીને ગુણમય દેખાઓ છો હકીકતમાં આત્માનુભવ ના દ્વારા આપ અધિભૂત,અધ્યાત્મ અને અધિદૈવ સંબંધી અભિમાન અને તેનાથી ઉત્તપન્ન થયેલા રોગ દ્વેષાદિથી કાયમ રહિત છો.હું આપને વારંવાર નમસ્કાર કરું છું.આપ સંપૂર્ણ જગતના વિધાતા છો,આપે જ આ ત્રિગુણાત્મક સૃષ્ટિ રચી છે,અને મને બધાજ જીવોની આશ્રય બનાવી છે,આપ કાયમ સ્વતંત્ર છો,પ્રભુ ! જયારે આપ જ અસ્ત્ર-શસ્ત્ર લઈને મને મારવા તૈયાર થઇ ગયા છો,તો હું હવે કોની શરણમાં જાઉં ?કલ્પની શરૂઆતમાં તમોએ તમારી આશ્રિત રહેનારી અનિર્વચનીય માયાથી જ આ ચરાચર જગતની રચના કરી હતી,અને તે માયાના દ્વારા જ આપ તેનું પાલન કરવા માટે તૈયાર થયા છો.તમો ધર્મપરાયણ છો,છતાં પણ મને ગોરૂપધારિણીને કેવી રીતે મારવા ચાહો છો ?આપ એક હોવા છતાં માયાવશ અનેક રૂપ દેખાઓ છો,અને આપે સ્વયં બ્રહ્માને રચીને તેમનાથી વિશ્વની રચના કરાવી છે.આપ સાક્ષાત સર્વેશ્વર છો,આપની લીલાઓને અજિતેન્દ્રિય લોકો કેવી રીતે જાણી શકે છે ? તેમની બુદ્ધિ તો આપની દુર્જયઃ માયાથી વિક્ષિપ્ત થઇ રહી છે.આપ જ પંચભૂત,ઇન્દ્રિય અને અધિષ્ઠાત દેવતા,બુદ્ધિ અને અહંકારરૂપ આપની શક્તિઓ દ્વારા ક્રમથી જગતની ઉત્તપત્તિ,સ્થિતિ અને સંહાર કરો છો.જુદી જુદી કાયાને માટે સમય સમય પર આપની શક્તિઓનો અવિર્ભાવ-તિરોભાવ થયા કરે છે.આપ સાક્ષાત પરમપુરુષ અને જગદ્વીદાતા છો,આપને મારા નમસ્કાર છે.અજન્મા પ્રભુ ! આપ જ આપણા રચેલા ભૂત,ઇન્દ્રિય અને અંત:કરણરૃપ જગતની સ્થિતિને માટે આદિવરાહ્સ્વરૂપ થઈને મને રસાતળથી પાણીની બહાર લાવ્યા હતા.એવી રીતે એકવાર તો મારો ઉદ્ધાર કરીને આપે 'ધરાધર' નામ મેળવ્યું હતું.આજે તેજ આપ વીરમૂર્તિથી પાણીની ઉપર નૌકાની જેમ સ્થિર મારાજ આશ્રયે રહેનારી પ્રજાની રક્ષા કરવાના અભિપ્રાયથી ફેન ફેન બાણ ચઢાવી દૂધ ન આપવાના અપરાધમાં મને મારવા ચાહો છો.આ ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના કરનારી આપની માયા થી મારા જેવા સાધારણ જીવોના ચિત્ત મોહ્પ્રસ્ત   થઇ રહ્યા છે.મારા જેવા લોકો તો આપણા ભક્તોની લીલાઓનું અશક્ય પણ સમજી નથી શકતા,પછી આપની કઈ ક્રિયાનો ઉદેશ્ય ન સાંજે તો તેમાં આશ્ચર્ય જ શું હોય.એટલે જે ઇન્દ્રિય સંયમાંદિના દ્વારા વિરોચિત યજ્ઞનો વિસ્તાર કરે છે તેવા આપણા ભક્તોને પણ નમસ્કાર છે.

વધુ સ્કંધ
 
ફેબ્રુઆરી
મહિનાની
 ૧૫
મી તારીખે  

આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં
 
ઓક્ટોબર 
માસના (૧) કોલમમાં માં ઉપલબ્ધ છે,પ્રિય વાચકો.આપનો અભિપ્રાય તેમજ સૂચન જરૂર આપશો.
આભાર.


આ સાથે મારી નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.

હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન  (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,
મહેન્દ્ર ભટ્ટના જય શ્રીકૃષ્ણ.


No comments:

Post a Comment