Saturday, April 6, 2019

હવે વાંચો મારી નવલકથા "મોગરાના ફૂલ" - પ્રકરણ -ત્રીજું અહીં ક્રમશ: ( રતિલાલનું પ્રસ્થાન)




 "મોગરાના ફૂલ"


 પ્રકરણ -ત્રીજું 



રતિલાલનું પ્રસ્થાન

રતિલાલ ટુકી વાતચીત પછી મગન શેઠના પ્લાન મુજબ જય શ્રી કૃષ્ણ કહી  મગન શેઠના રૂમની બહાર આવ્યા,શેઠાણી કુતુહુલવશ સોફામાંથી ઉભા થયા કદાચ જગન વિષે રતીલાલ તો  કૈક માહિતી આપે,પણ રતિલાલની નજર મળતા તેઓ ધીરેથી હસ્યા અને જય શ્રી કૃષ્ણ કહી અલ્કાબેનનું માન કરતા ઘરની બહાર નીકર્યા,શેઠાણી હવે કઈ ભયાનકતાનો ભોગ બનવાના હતા,
શું થઇ રહ્યું છે આ બધું,ફરતા જવાબદાર પાત્રોની વાણી ટુકી થઇ ગઈ છે કે પોતાનો દીકરો કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે,કોઈ કઈ કહેતું નથી,બોઝથી વધતા ભારને ઓછો કરવો તો
કઈ રીતે કરવો,શું મગનશેઠ એ બાબતમાં કંઈજ નહિ કહે,માનું હૃદય હતું ,એક વખત હિંમત કરી  મગનશેઠના  રૂમ તરફ પગ માંડયા,પણ મગનશેઠ  જાતે કઈ ન કહે ત્યાં સુધી તે નહિ પૂછે એવા
વિચારે તેમને રોક્યા,આટલા બધા સમય પછી મગનશેઠ તબિયતમાં બરાબર હતા,તે દેખાઈ આવતું હતું,તો પછી આ બધું તેમની સાથે કેમ છુપાવાતું હતુંતે પત્ની હતી,શું તે જાણવાનો તેમનો હક્ક નથી,શું કરવું,,ફરી એકલા પડી અલ્કાબેન માથું પકડી સોફા ઉપર બેસી પડ્યા.
રતિલાલે બસ સ્ટોપ તરફ પ્રયાણ કર્યું,રસ્તામાં કેટલાય મળ્યા,બધાનો એક સામાન્ય પ્રશ્ન "કઈ બાજુ ઉપડ્યા...?' અને તેનો ટુંકો જવાબ " જરા બહાર જવું છે."બીજી કોઈ લાંબી વાત નહિ,
કેટલાક ઉભા રહેતા પણ ઘડીયાર બતાવી ઉતાવળના બહાને તે ઉભા ન રહેતાબાકી તેમનો સ્વભાવ તે પ્રમાણે ન હતો,અને બસ સ્ટોપ પર આવ્યા,બસ હજુ આવી ન હતી,નસીબ જોગે,
એક બે જણા તેમની બાજુમાં હતા,તેમને બહુ વાતો નહોતી કરવી કેમ કે,બધા જગન માટે  પુછતા હતા.તેમને જે કરવાનું હતું એમાં શાંતિની જરૂર હતી,વિચારવાનું હતું,જોકે બધી બાબતમાં 
હોશિયારી  હોવાથી તેમના માટે કશું અઘરું ન હતું,પણ બધા એક સવાલથી પૂછ્યા  કરે તો પછી,મુશ્કેલી થઇ જાય,ગામની બસ હતી,એટલે અહીથીજ પાછી જવાની હતી,બાજુ માં ઉભેલાએ
ધીરેથી હસી"કેમ રતિલાલ"એમ કહી ટુકમાં પતાવ્યું,બધાને તેમની સાથે વાત કરવું ગમતું,તેઓ આમ જુઓ તો સોસીયલ વર્કર જેવા હતા,લોકોના પ્રશ્નો સાંભળી પંચાયતમાં રજુ પણ કરતા,
પણ આજે તેમનું ધ્યાન જુદી  રીતનું હતું,

બસ આવી,,ગામની બસ હતી અને અહીથીજ પાછી  જવાની હતી ,અને થોડાક જવા વાળા હતા એટલે ઉતાવળ કરવાનો અર્થ  હતો,નહીતો ભીડવાળી વસ્તીમાંતો પડે એના કકડા, કોઈ થેલા બારીમાંથી નાખીને સીટ રોકવાનો પ્રયત્ન કરે તો કોઈ નાના છોકરાને બારીમાંથી બસમાં  મૂકી દે ને પછી જાય એવો સામાન આપી સીટો રોકી લે કેટલાકતો હાથાપાઈમાં  આવી જાય
અને તોફાન કે  ખરાબ શબ્દોની આપલે ઝામી જાય,તો વળી કેટલાક સીટના ઝઘડામાં વચ્ચે પડી બધુ શાંત કરે,ઝગડો મોટો હોય તો,પોલીસની હેલ્પથી બધું શાંત થાય,અને એમ કરતા
બસ થોડીવારમાંજ    ભરાઈ જાય,તેમાં કેટલાકના ખિસ્સા હળવા થઇ જાય,બેઠેલા શાંતિથી પહોચવાના સ્થળ સુધીનો નિરાતનો દમ લે, ને ઉભેલા બેઠેલા પર ઘૂરકતી નજરોએ અકળાતા બસમાં
જગ્યા મળવાથી સંતોષ માની મુસાફરીની શરુઆત કરે,કલ્પનામાં  આવે એવી  મુસાફરીમાં બધાજ પુરુષ,સ્ત્રી,છોકરાને ઘરડા ધક્કા મુક્કીમાં ભીસાઈને પ્રવેશ કરે,તો કેટલાકને  તાકાતવાળા
જુવાનોની મદદ પણ મળે,ભીડ હોય ત્યાં નિયમો બધા અભરાઈ ઉપર મૂકાઈ જાય,અને વસ્તીમાં ફરિયાદ કરવાવાળા કેટલા..,કોને સમય છે ફરિયાદ કરવાનો,અને ફરિયાદ કરો તો સાંભળી
અમલમાં મુકવાવાળા કેટલા,ઝડપથી ફિલ્મની પટ્ટી જેવી ગતિમાં દોડી રહેલી ભીડમાં કોઈને નવરાશ છે ખરી....!,અહી તો બસ આખી ખાલી,ડ્રાયવર અને કંડકટર પણ રતિલાલ  પાસે આવીને 
ખબર અંતર પૂછી ચા- પાણી માટે ગયા,બસ આવી ત્યારે પણ કેટલાયે ગતિ રોકી રતિલાલનું અભિવાદન કર્યું હતું,એટલે રતિલાલ ગામની મોભાવાળી  વ્યક્તિ તો હતીજ,મોભો તો કોને ન ગમે,
બધી બાજુથી વખાણ થાય,ચારે બાજુથી લોકો બોલાવતા હોય,પણ કોઈકજ તેનો લાભ મેળવે,બધાને માટે તે સ્થાન ઉપલબ્ધ નથી.બસમાં ટીકીટ હોલ્ડર ઉપર પંચ અથાડતો કંડકટર ચઢ્યો,અને 

ડ્રાયવરે સીટ લેતા ફરીથી રતિલાલને હાથ ઉંચો કરી બસ ચાલુ કરી ,ગેરમા પડી ગતિમય થઇકલાકની મુસાફરીમાં આઠ દસ સ્થળોએ રોકાતી રોકાતી બસ શહેરમાં પહોચવાની હતી,બસ ચાલુ થઇ તે પહેલા થોડા બીજા મુસાફરો આવ્યા હતા.રતિલાલને બસ જયારે આવી અને જે મુસાફરો ઉતર્યા તેમાં એક વ્યક્તિ અજાણી લાગી હતી,અને તેથી તે થોડા પરેશાન હતા,તે વ્યક્તિને પહેલી
વખત તેમણે જોઈ હતી,અને સમજાતું ન હતું,કેટલાય વરસોથી રહેતા હોવાથી ગામના ખૂણે ખૂણાની તેમને ખબર હતીપણ અજાણી લાગતી વ્યક્તિ,ધોતી કુરતો,હાથમાં લાકડી અને માથે 
સફેદ ફાળિયું,સફેદ લાંબી વાંકી ભરાવદાર મૂછો વચ્ચે ઘરડી પણ તેજદાર આંખો,કોઈક ભૂતકાળની  લડાયક  વ્યક્તિ,સમજ   પડતા,રતિલાલે કોક દરબારને ત્યાં મહેમાન હશે,એવું સમજી મન
વાળ્યું.   કેટલોક રસ્તો વનરાજીથી ભર્યો ભાદર્યો હતો,રસ્તાની બંને બાજુ ઝાડોની કટાર એક માઈલ સુધી લાગેલી હતી,ઝાડોની કટાર તેની થડની જાડાઈ ઉપરથી ઘણા પુરાણા સમયથી હોય તેમ લાગતું 
હતુંકુદરતનો  આ નઝારો એક વખત જોવા જેવો હતો,જુના સમયમાં લોકો કુદરતને કેટલું મહત્વ આપતા હતા,આજે વસ્તીએ પોતાનાજ પગ ઉપર કુહાડો મારી ઝાડો કાપી રહેવાની સગવડતા વધારી દીધી છે,પર્યાવરણ કેટલું મહત્વનું છે તે જાણવા છતાં દરકાર કરી નથી,સાથે સાથે પશુ પક્ષીયોનું જીવન પણ હેરાનગતિમાં મૂકી દીધું છે,સ્વાર્થીને રસ્તો બતાવે કોણ...?
કુદરતના નિયમોનું ઉલ્લંઘન એટલે ભયાનક તાંડવ,કે જેમાં બચાવનું નામ નહિ,ખબર નહિ શું થશે.....?!
બસમાં બેઠેલા કુદરતની મોઝ માણતા હતા પણ ચોમાસાના સતત હેલીના  ભોગથી ડામરના રોડ  ઉપર પડેલા ખાડાઓ ઉપરથી બસ પસાર થતી,ત્યારે એવો તો જંપ આવતો કે બસની બેઠક 
અને બેસનાર વચ્ચે ખાસું  અંતર પડી જતું,અને પાછળના ભાગમાં બેઠેલાની તો શું દશા થાયરોજનું થયું એટલે લોકો પણ ટેવાય  ગયેલા,સળીયાની પક્કડ મજબુત કરીને સમતોલન 
જાળવે એટલે  હાની ન થાય બીજું શું...?પક્કડ છુંટી જાય તો પછી જે થાય તે,ઘણાતો પડે તોય હસતા હોય,અને એને હસતા જોઈ આજુબાજુ વાળાને પણ ગમ્મત પડી જાય ને છોકરા તો  જાણે
ખડખડાટ  હસી લાવો લઇ લે,પણ પડ્યા પછીની દશા તો પડેલાનેજ ખબર પડે અને આમને આમ બસની મુસાફરી મઝા કરતા કરતા પૂરી થાય ને વસ્તી વસતીમાં ભળી જાય .
કલાકનો રસ્તો પૂરો કરી બસ શહેરના મુખ્ય બસ ટર્મિનલ ઉપર આવી ગઈ,રસ્તામાં ધીરે ધીરે કરીને આખી બસ ભરાઈ ગઈ હતી,ગામથી બેઠેલા વચ્ચે વચ્ચે ઉતરી ગયા એટલે  રતિલાલને
ઓળખવાવાળાની સંખ્યા ઘટી ગઈ હતી, રતિલાલને ચશ્માં હતા,પણ ખમીસ પેન્ટમાં ઇન કરેલું અને બૂટ મોઝા તેમનો દેખાવ વધારતા હતા,બસનો ડ્રાયવર બસનું પાટિયું બદલતો હતો,
તેની સાથે નજર મળતા તેને આવજો કહી ધીરે ધીરે ખસતી લાઈનમાં તે  જોડાઈ ગયા છેલ્લે કંડકટર સાથે સ્મિત કરી બસમાંથી ઉતર્યા,સામાનમાં રોજની જરૂરિયાતની  બેગ હતી,પણ બાજુમાં જ
રીક્ષા તૈયાર હતી એટલે બહુ ઉચકવું  પડ્યું,અને સ્થળનું નામ કહેતા ડ્રાયવરે રીક્ષા સ્ટાર્ટ કરી થોડીવારમાં રીક્ષા મુખ્ય રોડ ઉપર બીજા વાહનો સાથે ભળી ગઈ,   
 રતિલાલ પહેલી વખત રીક્ષામાં નહોતા બેસ્યા,પણ આજે એમને બે બાજુ નમી સમતોલન જાળવ્યા  કરવું પડતું હતું ,રીક્ષાવાળો તેના આગલા વીલને જગ્યા મળે તેમ રિક્ષાને ઘુમાવતો હતો,
"ભાઈજરા સાચવીને..."રતિલાલ થોડા મુઝાતા બોલ્યા.
"ચિંતા  કરો કાકા,તમને હેમ ખેમ પહોચાડી દઈશ."રીક્ષાવાળાએ થોડો ચહેરો તેમની તરફ ફેરવી જવાબ આપ્યો.એટલે રતિલાલે ઘમ્ભીર ચહેરા ઉપર હાસ્ય લાવતા કહ્યું,
"ક્યાં...?" અને તે હસ્યા 
"અરે કાકા,મઝાક શું કરો છો "


"ના,ભાઈ મારે ઘણા અગત્યના કામો કરવાના છે અને એમાં સાચવવું સારું."રીક્ષાવાળાને જવાબ આપતા બોલ્યા
"તમને ખબર છે કાકા,રીક્ષા  એકજ એવું વાહન છે કે જે તમને હેમ ખેમ જ્યાં જવું હોય ત્યાં પહોચાડે,અને તે સમયસર...!"
" સારું ભાઈ,હવે કેટલું બાકી..."
"પાંચ દસ મીનીટમાં પહોચી જઈશું"અને પછી વધારે ચર્ચા થઇ નહિ,
રીક્ષાવાળાની વાત થોડી સાચી હતી,કેમકે અમદાવાદ જેવા મોટા શહેરમાં સાંકડી ગલીઓ અને પોળમાં પણ પોળ, એવા સાંકડા રસ્તાઓમાં રીક્ષા  પહોચેબસોના સમય પ્રમાણે રીક્ષાવાલોજ 
તમને પહોચાડે,ગમે એમ પણ રતિલાલ તેમના  સ્થળ ઉપર હેમ ખેમ પહોચી ગયા. 
  
  ઈશ્વર પટેલ આ લોજના માલિક હતા અને મગનશેઠને  નજીકનો સબંધ હોવાથી રતિલાલ શેઠના કહ્યા મુજબ અહી આવ્યા હતા,મેનેજર મણીલાલે થોડી વાતચીત પછી તેમને માટે બધી સગવડતા 
ખાવાપીવાની તેમજ રહેવાની કરી આપી,અત્યાર સુધી બરાબર હોવાનો રતિલાલને સંતોષ હતો,કપડા બદલી બહાર અટારીમાં એક આરામ ખુરસીમાં બેઠા,બહાર એક તળાવ જેવું હતું,લોજની માલિકીનો વિસ્તાર લાંબો હોય તેમ લાગતું હતું,કુદરતી વાતાવરણ વચ્ચે લોજ હમેશા ભરાયેલી લાગતી હતી,ઘણા માણસો કામ કરતા હોવાથી કોઈ જાતની તકલીફ ન હતી,અને મણીલાલ
જાતે તેમની સંભાળ લેતા હતા,થોડીવાર બેઠા ત્યાં બે ત્રણ કબુતર ઈંતેજારીથી અટારીના છેડે આવીને  બેઠા  કદાચ ટેવાયેલા હશે,રતિલાલે તેમના માટે આવેલા નાસ્તામાં બ્રેડના ટોસ હતા
તેમાંથી થોડા ટુકડા કરી નાખ્યા,કબુતરોએ  ચપોં ચપ ટુકડા વણી ખાધા,અને થોડીવાર વધુનો ઈન્તેજાર કરી ન મળતા ઉડી ગયા,રતીલાલને કુદરતના આવા મેળથી આનંદ થયો,અહી તો
એકલવાયા જેવું હતું,,જે માણસો દેખાતા તેમાં અહી કામ કરવાવાળા તેમજ ધંધાદારી માણસો હતા,બધા પોત પોતાના કામથી વ્યસ્ત હતા,બપોરના સમયનું મેનુ ટેબલ ઉપર પડ્યું હતું
થોડીવાર એમાં નજર નાખી,બહુ ભારે તથા ગરમ વસ્તુઓ તેમની પસંદગીની ન હતી એટલે સાદી  વસ્તુઓ તેમણે પસંદ કરી,એટલામાં મેનેજરે આવ્યા,

" શું કાકા બધું બરાબર છે ને "મણીલાલ ઉમરમાં ચાલીસેક વરસના લાગતા  હતા ,

"બધું બરાબર છે ભાઈ."રતિલાલ માટે મણીલાલનો સ્વભાવ મળતાવડો અને સમય પસાર કરવા માટે અનુકુળ હતો.
"તમે કેટલા વખતથી અહી મનેજર છો?,રતીલાના પ્રશ્નથી બાજુમાં  પડેલી ખુરશી ખેચી સ્થાન લેતા મણીલાલ બોલ્યા
" છેલ્લા પાંચ વરસથી,માલિક સારા છે ને મારામાં ખુબ ભરોસો છે."
"નોકરીમાં વફાદારી રાખવી સારી ભાઈ,રોજી રોટી થી તમને સંતોષ અને તમારી સાથે જોડાયેલાને સંતોષ"
વાતચીત કરતા હતા ત્યાં ડેસ્ક ઉપર મણીલાલની જરૂર પડી એટલે પછી આવવાનું કહેતા તેઓ ગયા,રતિલાલ ફરી એકલા પડ્યા એટલે આરામની સ્થિતિમાં આંખો બંધ કરી વિચારી ગયા,
મણીલાલ સાથે વાતચીત કરતા કરતા થોડીક માહિતી કે કડી તેઓ મેળવી શકશે,કોઈકનો લોબીમાં દોડવાનો અવાજ આવ્યો,એટલે કુતુહુલથી તેઓ રૂમ બહાર નીકળ્યા,કોઈ બે જણ
લડી પડ્યા હતા અને મણીલાલ તેમને વચમાં પડી સમજાવતા હતા,આજુબાજુ લોજના કર્મચારીઓ હતા,જવાબદારી હતી એટલે સમજાવતા ન માને  તો બીજા ગ્રાહકોની સેફટી માટે 
પોલીસને બોલાવવી પડે,પણ મણીલાલની સમઝાવતથી બંને છુટા પડ્યા,ઘણી વખત બોલવામાં કોઈ નાની ભૂલ ઝઘડાનું મોટું   સ્વરૂપ આપી દે અને પછી કોઈને પાછા  પડવું હોય એટલે
હાથાપાઈ ઉપર આવી જાય ને પછી પોલીસ  આવે ને કેસ થાય, કોઈને વાગે ને હાડકા તૂટે,વાતનું વતેસર થઇ જાય ને કોઈ કારણ ન હોય તો પણ મોટું નુકશાન થઇ જાય,બધું શાંત થયું
એટલે મણીલાલ ખાત્રી કરીને પાછા આવ્યા,
"બંને જણ ધંધાની વાતથી લડી પડ્યા,વેપારી છે એટલે કોઈ વાતથી લડતા લડતા બાપ સુધી આવી ગયા,"
"હીરાના વેપારી હશે,"
"કોણ જાણે,પણ ઘણી વખત આવું થાય,લોજ એટલે કેટલુય બને,"
"તમે પણ હવે ટેવાઈ ગયા હશો,હું જોતો હતો તમે શાંતિથી બંનેને સમજાવ્યા,"
"હવે આટલા વર્ષો પછી ટેવાવુંજ  પડેને,નહિતો કાકા   બધા આપણને વેચી ખાય.."  
"સાચી વાત,ભાઈ હવે વસ્તીમાં પણ એકબીજા માટે માન ઘટી ગયું છે,ઝઘડા વધતા જાય છે"
"પહેલાતો કાકા,લોકો મદદ કરતા,હવેતો સામેય   જુએ "મેનેજર વાતચીતમાં રસ લેતા હતા,તે રતિલાલને ગમતું હતું,
“ મણીલાલ  કોમર્સ કોલેજ અહીંથી કેટલે દુર..?"માહિતી માટે રતિલાલેપૂછ્યું 
"પાંચેક માઈલ, કેમ કોઈને મળવા જવું છે ?"
"થોડીક માહિતી મેળવવી છે"રતિલાલે જવાબ આપતા કહ્યું,
"હા,તો પછી બપોર પછી ખાઈને જાવ,ઓફીસ તો સાડા ચાર સુધી ખુલ્લી હશે રિક્ષાવાલો   લઇ જશે, "મણીલાલે માહિતી આપતા કહ્યું
"એવુજ કરું," ટુકમાં જવાબ આપ્યો
"મારો,સન આ વર્ષે પ્રીકોમર્સમાં   માં દાખલ થયો,બે છોકરામાં બીજો હાઇસ્કુલમાં છે."મણીલાલે કુટુંબની માહિતી આપી
"તમારું પોતાનું મકાન છે કે ભાડે,..?"
"ના,પોતાનું,હું મારી પત્ની ને બે છોકરાનું નાનું કુટુંબ છે."રતિલાલને  વધુ માહિતી આપતા મણીલાલ બોલ્યા,થોડી વધારે વાતચીત કરી મણીલાલ સાંજે ફરી આવવાનું કહી ડેસ્ક ઉપર ગયા

 રતિલાલ બપોરનો નાસ્તો પતાવી તૈયાર થઇ બહાર નીકળ્યા,મણીલાલ લોજમાં બીઝી હતા,તેમનું ધ્યાન  હતું,રતિલાલે તેમને ખલેલ  કર્યા,બહાર નીકળી ખાલી રીક્ષાની રાહ જોતા ઉભા,
રોડ ઉપર રીક્ષાવાળાને પણ ખબર હોઈ તેમ એક રીક્ષા ટ્રાફિકમાંથી છૂટી થઇ ,રતિલાલ નજીક આવી ઉભી રહી ગઈ,મીટર ઝીરો થતા રતિલાલે કોમર્સ કોલેજ કહેતા રોડ ઉપર ટ્રાફિકમાં ભળી 
ચાલી પડી ,રીક્ષા ચાલક સરદારજી હતા,રતિલાલને જોતા સરદારજીને કોઈ ખાસ અસર થઇ હોય તેમ  " સત શ્રીય અકાલ કાકા"એવું માનભર્યું ઉદબોધન કર્યું,રતિલાલને ગમ્યું અને સ્મિત કરતા 
સત શ્રીય અકાલ કહી જવાબ આપ્યો,રીક્ષાના આગળના ભાગમાં ગુરુ ગોવિંદસીન્હ્જીનો ફોટો લગાડેલો હતો ને તેના ઉપર એક નાનોહાર લગાવી સુસોભન કર્યું હતુંરતીલાલ થોડીવાર  ભારતના 
ઇતિહાસમાં ખોવાઈ ગયા,આઝાદીના સમયમાં તેમણે વાચેલી શીખોની કુરબાની યાદ આવી ગઈ ,અને પછીતો દ્રષ્ટી રોડ બહાર જોતી હતી પણ મન ઈતિહાસ ઉકેલવામાં પડ્યું હતું,

વીર ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ  યાદ આવી ગયા,લાલ,બાલ ને પાલ, મૌલાના આઝાદ, નેતાજી,ચાચા અને પૂજ્ય બાપુને તેમનું સ્મરણ નમસ્કાર કરતુ ગયું ,કેવો હતો  અહિંસક ઈતિહાસ કે જેની 
કોઈ સરખામણી ન હતી,


સોનાના અક્ષરોમાં લખાયેલો એ ઈતિહાસ રતિલાલની આંખો ભીની કરતો ગયો અને કોલેજના દરવાજે રીક્ષા વણાંક લઇ ઉભી રહી
"શું વાત છે કાકાજી,કોઈ તકલીફ નથી ને….?”
"નહિ સરદારજી,કોઈ તકલીફ નહિ,પણ ગુરૂની છબીએ  હું જુના ઇતિહાસમાં ખોવાઈ ગયો "  
"ક્યાં બાત હૈ કાકા,વાહે ગુરુ,વાહે ગુરુ,"અને સરદારજીના બંને હાથો હોઠોને ચૂમી ગુરુને હેત કરતા ગયા.
"દેખો કાકા આપ બહુ સારા માનસ છો,ગુરુ હોતે હી હૈ કુછ અચ્છોકે લિયે,બસ સુમિરન કર લો,બાત બન જાયેગી."
ગુરુના ગુણગાન ગાતા સરદારજીને રતિલાલ જોતા રહ્યા,ભાડું ચૂકવાઈ ગયું છતાં સરદારજીની રીક્ષા ન્યુત્રલમાં હતી 
"કાકા,હમ દિલસે કહેતા,સરદાર જોગેનદર,હાજર હોગા ઇસ નંબર પે,કભી ભી ફોન કરના "અને નંબરવાળું સરદારજીનું કાર્ડ રતિલાલે વાંચ્યું 
 "અરે વાહ,આપ તો રીક્ષા યુંનીંયનકે પ્રતિનિધિ હો...!" 
"હા જી,હમારી ભી માંગે હોતી હૈ,બાત બનતી નહિ તો હડતાલ હો જાતી હૈ,ઔર એક ભી રીક્ષા નહિ ચલતી"  
"ઔર આપકા પ્રતિનિધિ મંડળ સરકારસે બાત કરતા"રતિલાલે સરદારજીની વાતની પૂર્તિ કરી. 
"બાત થોડા આગે પીછે હોતી,મગર બન જાતી,વસ્તીકો રીક્ષાકી બહુત જરૂરત."રતિલાલે સંમતિ આપી
"અચ્છા કાકા,ભુલીયેગા મત,હમારા આજ સુધર ગયા."અને સરદારજીના ડાબા હાથે ગેરમા પડેલી રિક્ષાએ ગતિ પકડી.
રતિલાલનું સ્માઈલ ખુશીની ચાડી ખાતું હતું.તેમણે દરવાજો પસાર કરી કોલેજના મુખ્ય  બારણે પ્રવેશ કર્યો. શરૂઆતના રૂમો  ઓફીસ અને સ્તુદંત સર્વિસના હતા પછી મોટા વિસ્તારમાં પુસ્તકાલય હતું આગળથી ડાબે અને જમણે ફંટાઈ બીજા વિભાગો તથા ભણવાના રૂમો હતા એ પ્રમાણે સીડી ઉપરથી બીજા બે માળ હતા,કોલેજનો ઘણો મોટો વિસ્તાર હતો.   
ઓફિસમાં માણસો હતા,પણ બધા કામમાં વ્યસ્ત હતા,બારી  ઉપર કોઈ  હતુંઆવ્યા પછી ક્રિયાશીલ બનવું જરૂરી હતું,પણ  કોલેજ છે તેના નિયમો પ્રમાણે કોઈ બારી ઉપર આવે પછી જે
માહિતી પૂછવી હોય તે પુછાઈ,પણ ઉતાવળે આંબા  પાકે,ધીરજ ધરવી સારી,સરદારજી સાથે પસાર થયેલી સારી વાતચીત હજુ માનસપટ પર હતી,ત્યાં પણ ખૂશી હતી,ખુશ થતા માણસો,
પછી અહી બધા યુવાનો, ઉતાવળ કરવી સારી નહિ,બહાર પડેલી બેઠક ઉપર સ્થાન લીધું,


ઘણા વિદ્યાર્થીઓ પસાર થયા,પણ તેમના તરફ જોવાની પણ કોઈએ તકલીફ  લીધી,કોઈ માન
નહિ,પાંચ મિનીટ પસાર થઇ ગઈ,તેમની હાજરી ની કોઈ કિંમત ન હતી અથવા તેમનું ધીરજ ધરવાનું અનુમાન બરાબર ન હતું,શું કરવું ..? ,નાસમયની બહુ કિંમત છે,આમને આમ તો ઓફીસ 
બંધ કરીને બધા જતા રહે તો પણ મેળ  પડેને એમને એમ ખાલી હાથ પાછું જવું પડે,મન બહુ વિચારી ગયું,બેઠક ઉપરથી ઉભા થતા હતા ત્યાં પસાર થતા એક છોકરાએ તેમની સામે જોઈ
સ્માઈલ આપ્યું,એટલે સામે વિનય કરી તેમણે સ્માઈલ આપ્યું,અને હાથ ઉંચો કર્યો એટલે છોકરાએ નજીકની બેઠક લીધી,
"શુંઆપને કઈ પુછવું હતું,.?"
" હા ,ભાઈ શું નામ તમારું..?  
"હું ગૌતમ,કહો હું આપની શું મદદ કરું,"વિનય સાથે થતી વાતચીત દરમ્યાન વારે ઘડીએ તેની નજર રીસ્ત વોચ ઉપર હતી,તે તેમની નજર બહાર  ન હતું. 
"હા ભાઈ,ક્યારનો બેઠો છું કોઈ બારી પર આવતું નથી "
" બધા બ્રેકમાં હશે."
"આ શહેરમાં આવ્યો હતો,એટલે અમારા ગામના બે-ત્રણ છોકરા ભણે છે તે મળતો જાઉં એમ કરી આવ્યો હતો"   
"મારે ક્લાસ છે,પણ હજુ વીસેક મિનીટ બાકી છે,તમે નામ ને ક્લાસ  ખબર હોય તો આપો,કદાચ હું ઓળખતો હોઉં."
"બીજા વરસમાં છે,નામ જગન,રતન ને વીરસિંહ "
"ઓહ,હું પણ બીજા વરસમાં   છું,જગન તો છેલ્લા ત્રણ દિવસથી નથી આવતો."
"તમેં  બધા મિત્ર છો.?"
"હું તો ખાલી ઘણા  ક્લાસમાં સાથે હોઈએ એટલે ઓળખું,પણ રતન મળશે,અડધો કલાક રોકાઓ તો,"
"અહીજ બેસું,એટલે તારે મને શોધવો  પડે."
"હું તો કદાચ નહિ આવું, મારે બીજો ક્લાસ છે પણ તમે સામે લાયબ્રેરીમાં જાઓ,ત્યાં વાચવા માટે છાપા ને બધુજ છે"
"સારું ગૌતમ,તમે ઘણી મદદ કરી,આભાર "
"ચાલો તમને લઇ જાઉં."
"ના ના હું જઈશ,પણ રતન નહિ આવે તો રાહ જોઇને જતો રહીશ"

"સારું તો કાકા નમસ્તે,ઓહ તમારું નામ પૂછવાનું તો ભુલી ગયો"
"રતિકાકા કેજોને ,ઓકેનમસ્તે."વાતચીત પૂરી થઇ ,રતિકાકાને મદદ મળતા સંતોષ થયો,પણ પાછા જગનના સમાચારે ચિંતાનો વિષય ઉભો કર્યો 

લોબીમાંથી પસાર થતા વચ્ચે નોટીસ બોર્ડ આવ્યું તેના ઉપર વિદ્યાર્થીઓ માટે માહિતી લખેલી હતી,કાકાને કુતુહુલ થયું તે ચશ્માં  ચઢાવી વાંચવા માંડ્યા,
"નવા સાહેબ આવ્યા લાગે છે "પસાર થતું  ત્રણ ચાર છોકરીઓના ગ્રુપમાંથી  એક છોકરી બોલી અને કાકા સામે જોવા લાગી,પોતાના તરફનો ઈશારો હતો એટલે સ્મિત વાળો ચહેરો બોલનાર છોકરી
 તરફ ફેરવ્યો 
એટલે બીજી છોકરીએ તેનો ચોટલો ખેચી "પગે લાગ,ભાન નથી.."અને પેલીએ વેદના થવાથી ઓઉચ...એવો ઉચ્ચાર કર્યો ,અને બધી કાકા તરફ જોવા લાગી ,કાકાની ઠેકડી થઇ તે માટે કાકાને
વાંધો ન હતો પણ તેમણે  હસતા હસતા કહ્યું "વડીલની માંન મર્યાદા રાખવી સારી,"પણ જેમને તોફાન જ કરવું હોય "એટલે તો મેં પગે લાગવાનું કહ્યું"પેલી તરત બોલી,કાકાને કઈ કહેવું યોગ્ય 
 લાગ્યું ,એટલે બધી હસી અને એક બોલી "એનું નામ કાવેરી,બસ બક્યાજ કરે,ભાન વગરની"હવે તો બહુજ થઇ ગયું,છોકરીઓ પણ આટલી હદે જાય,હમેશા માંન મેળવતા કાકાના   હસતા
ચહેરા પર લાલાસ ધસી આવી  જે જીવનમાં પહેલી વખત તેમણે અનુભવી,અને અડીયલ ગ્રુપ હજી શિકારીની માફક ટાંકી રહ્યું હતું,સીધા જવાને બદલે કાકા ઘડીક વાચવા સ્ટોપ થયા ને 
એમને આ ક્રેઝી   ગ્રુપનો અવોર્ડ મળ્યો.પણ ગરીબીની મશ્કરી ભગવાનથી પણ સહન  થાય તેમ,પેલી ઓફિસની નહિ ખુલેલી બારી ઉઘડી અને ત્યાંથી કોઈકનો ભારે પણ ઓર્ડર જેવો અવાઝ 
આવ્યો"શું ચાલી રહ્યું છે ત્યાં...!"અવાઝથી પરિચિત હોય તેમ પેલું ગ્રુપ ભાગ્યું કાકાએ અવાઝ તરફ જોયું,પેલો માણસ બારીમાંથી અડધો નમી બહાર આવી ગયો હતો,કદાચ સીક્યુરીટી  હશે
કાકાને રાહત થઇ પણ માઠો અનુભવ જરૂર થયો ,તેઓ વાંચવાનું  બંધ રાખી લાયબ્રેરી તરફ ચાલવા લાગ્યા,પણ કોઈકે તેમને અટકાવ્યા,

"કાકા,સોરી પેલી છોકરિયોયે ,તમને સતાવ્યા તે બદલ,તમે બરાબર છો...?"


"કશો વાંધો નહિ ભાઈ,છોકરાઓ છે,મને કઈ તકલીફ નથી,પણ શિસ્ત કેટલું બધું પાંગણું  છે કે છોકરીયો પણ લાભ લે છે".
"જો મળશે આ ગ્રુપ તો  જરૂરથી સજા થશે." 
નવા અનુભવથી સદાય ખુશ દેખાતા કાકાનો ચહેરા  ઉપર પહેલી વખત માંયુંષીએ સ્થાન લીધું,ગમે તેવી પરિસ્થિતિમાં કાબુ રાખતા કાકાને   અપમાન પહેલી વખત ભારે લાગ્યું,સીક્યુરીટી 
આ અનુભવથી વધારે ઘમ્ભીર  થઇ,કાકાની પાછળ ચાલ્યો આવતો માણસ વોકી તોકી ઉપર બીજા સાથે પેલા તોફાની ગ્રુપ માટે ઘમ્ભીર રીતે શોધ ચલાવી રહ્યો હતો,કાકાને લાગતું હતું તેમ 
ઉભો થયેલો  પ્રોબ્લેમ,કદાચ પોતાનો વધારે સમય બગાડશે અને અજાણ્યા સ્થળે સીક્યોરીટી સાથે જોડાયેલા બધા  વિભાગો ,પોલીસ,કોર્ટ,તેમના મનને હલાવતા ગયા, જોયતા લફરા,
તેમને કોઈ ઘમ્ભીર લાગણી કે ચેતવણીનો ભાસ થયો,તેમણે ચાલવામાં તકલીફ અનુભવી,વ્યથિત થયેલા મનને શાંત થવું હતું પણ અહી તે શક્ય ન લાગ્યું,અને પોલિસ અને કોર્ટના
લફરામાં કોઈ પડવા ન માંગે,લાંબી ને લાંબી ચાલતી આ કાર્યવાહી,તમારો ગુનો  હોય તો પણ મન અને તનને એવા તો તોડી નાખે કે,કુટુંબના બધા સભ્યો પાયમાલ થઇ જાય ,બધું ખોરવાઈ જાય,લાયબ્રેરીમાં તેઓ રતનની રાહ જોવાના હતા,એક વિચાર તેમને રોકી ને તાત્કાલિક રીક્ષા કરી લોજ ઉપર લઇ જવા જોર કરતો હતો,તો બીજો તેમને પરિસ્થિતિનો સામનો કરવા પ્રેરતો હતો,
કાકા પોતાને સમતોલિત કરી નહોતા શકતા,પણ છેલ્લે લાઈબ્રેરીમાં દાખલ થયા,સીક્યોરીટી  ગાર્ડે તે નોટીસ કર્યું અને તે સીધો લોબીમાં ચાલ્યો ગયો ,કાકાએ બોર્ડ ઉપર લગાડેલા છાપા 
ચશ્માં પહેરી વાચવા માંડ્યા,પણ તેમણે આજુબાજુ  શાંતિ અનુભવી,બધા સહુ સહુના કામમાં વ્યસ્ત હતા,વિદ્યાર્થીઓ ગ્રુપમાં કે એકલા પોત પોતાનું કામ કરતા હતા,છોકરીઓ પણ હતી,પણ
તેમને જેની ચિંતા હતી તે ક્રેજી ગ્રુપ અહી નહોતું ,ઘણી આંખો તેમના તરફ એકધારી જોતી  હતી પણ તેમાં પોતે અહી માટે નવા હતા તેને કારણે એવું તેમને લાગતું હતું,છાપું વાચતા ઉભા હતા

ત્યાં તેમને બેસીને કઈ વાચવા માટે વિચાર કર્યો અને એક માસિક લઇ બાજુમાં ખાલી ખુરસી ઉપર બેસી ગયા,રતન માટે આજુ બાજુ સતત જોવું તેમણે બંધ કર્યું અને માસિકમાં મન પરોવ્યું 

તેનાથી તેમને બે ફાયદા થયા,બધા પોતાને જોયા કરે છે એમાં રાહત થઇ અને વાંચન ટોપિક તેમને શાંત  કરવામાં સહાય થયો. 
   કાકા જે વાંચી રહ્યા હતા તેની નીચેના ભાગમાં લાઈનની નીચે જુદું લખાણ પઝલના રૂપમાં હતું,તેમાં સરુઆતમાંજ લખ્યું હતું,ડોન્ટ ચિટઓકે ,કાકાને રસ પડ્યો,તમને  થી ૧૦૦ સુધીના 
આંકડા તો યાદ  હશે,તો બતાવો  તેમાં  ની સંખ્યા કેટલી,ફરીથી કહું ,બે મીનીટમાં લુચ્ચાઈ કર્યા  વગર જવાબ લખી લો,પછી જવાબ ૧૫ પાના ઉપર મેળવો.ખરું ભાઈ,કાકાનું મન કામે લાગ્યું,
સાદી દેખાતી આ પઝલ ઉપર આંગળીઓના વેઢાની મદદથી કાકાએ એક જવાબ ૧૧ નક્કી કર્યો અને લખવા પેન શોધી,પણ  મળતા યાદ રાખ્યો.નાની એવી આ પઝલ અશાંત થયેલા 
મનને થોડી શાંતિ આપતી ગઈ,મનને મનમાં બોલ્યા નો ચીટીંગ,બાત  ઇન્તેરેસ્તિંગ ,ધીરે રહીને ૧૫ નંબરનું પાનું ખોલ્યું,તેમનો જવાબ ખોટો હતો,આટલા સરળ સવાલનો ખોટો જવાબ કેવી 
રીતે,અને પછીતો સાચા જવાબ સાથે પોતાની ભૂલ શોધવા તેમણે એકથી જોવાની સરુઆત કરી,અને જોતા જોતા ૯૧ થી ૯૯ સુધીના નવની સંખ્યા તે જોવાનું ભૂલી ગયા હતા,તેમનો જવાબ
સાચા જવાબ સાથે બરાબર મળી ગયો,જવાબ હતો ૨૦,એવી વાત છે ત્યારે સહેલી વાત પણ ઉતાવળમાં અઘરી થઇ જતી હોય છે,કાકાએ પઝલ લખનારના ચાતુર્યની ખુબ પ્રસંસા કરીઅને
આભાર પણ ખુબ માન્યો કેમકે થોડીવાર પહેલા તેઓ ખુબ અશાંત હતા.અને વાંચન ચાલુ રહ્યું,તરત બીજી પઝલ હતી,જો કે આ પઝલ થોડી મૂંઝવણ વાળી હતી પણ ઘણા બધા જાણતા

હોય તેમ તેમને લાગ્યું,લખાણ હતું,બકરી,સિંહ અને ઘાસ આ ત્રણ ને નદીની બીજા કિનારે હેમખેમ એક એક કરીને પાર ઉતારવાના હતા,કાકાને વાંચવામાં ખુબ રસ પડ્યો,જવાબમાં તકલીફ પડે તો ૧૫ પાના ઉપર સાચો જવાબ જુઓ.કાકા પઝલ ઉકેલવામાં પડ્યા,પહેલા ઘાસ ને લઇ જવાય તો બીજા કિનારે  બકરીને સિંહ એકલા પડે તે  બરાબર નહિ,સિંહને લઇ જઈએ તો ઘાસ ને બકરી એકલા પડે તે પણ બરાબર નહિ,હવે બે વસ્તુ સાથે લઇ જવાય નહિ,એટલે આ પઝલ પણ ઉકેલવામાં હાર  માનવી પડે અને ૧૫ પાનાનો લેખકનો 
જવાબ જોવો પડે,હાર ન માનવી હોય તો વિચારવું પડે,હોશિયાર કાકા આમાં પણ હારી રહ્યા હતા,તેમને જવાબ જોવાની ખુબ ઈચ્છા થઇ,પણ તેમને "કેમ છો રતિકાકા "એવા માંન ભર્યા
શબ્દોએ રુકાવટ કરી,કાકાનું પોતાનું કોઈક આવ્યું,અત્યાર સુધીનું બધું ભૂલાઈ ગયું,પોતાનો એટલે કે જેને પોતાની કોઈ પણ વાત કહેવાય,પોતાના ગ્રુપમાં બધા સાથે કાકાએ દિલના સંબધો 
એટલા મજબુત કર્યા હતા કે કોઈ પણ  મુસીબત ઉભી થાય તો બધા એક થઇ સામનો કરે,અને એમાંનો એક રતન તેમની ખબર પૂછી રહ્યો હતો,કાકાનું અહી આવવાનું તેના માટે જરૂર
એક પઝલ હતું,પણ તેમની હાજરીમાં કોઈ પણ પ્રશ્ન કાકાનું માનભંગ કરવામાં સહેલો હતો એટલે જે કાકા કહે તેજ સાંભળવાનું હતું,કાકાને પણ અહી થયેલું માનભંગ રતનને સંભળાવી
દુખી નહોતો કરવો,કાકાએ રતનને ખબર પુછતા આ પઝલ બતાવી,અને ઉકેલી જોવા કહ્યું,રતને તે વાચી પોતાનું યુવાન મન કામે લગાડ્યું,અને કાકા સાથે સ્માઈલ આપતા જરૂર અઘરી હોવાનો દાવો કર્યોકાકાને સમય બરબાદ નહોતો કરવો એટલે ૧૫ પાના ઉપરનો જવાબ જોઈ લીધો,ઉકેલ હતો,
પહેલા આં કિનારેથી બકરીને લઇ બીજા કિનારે મુકે,પાછા આવી  સિંહને લઇ જાય ,સિંહને મૂકી બકરીને ફરીથી પહેલા કિનારે લઇ જાય,પછી બકરીને પહેલા કિનારે મૂકી,ઘાસ બીજા કિનારે મૂકી આવે અને છેલ્લે બકરીને લઇ જાય અને આમ બધું હેમખેમ પાર ઉતારે,જવાબ સાચો પણ સમજવો મુશ્કેલ હતો ,ખેર કાકા અને રતન બંને જણાએ પઝલ એન્જોય કરી,રતન સાથે 
કેન્ટીનમાં જવાનું વિચારતા હતા ત્યાં સીક્યુરીટી ચાર છોકરિયોને લઈને આવી,કાકાને જે વિષયથી દૂર થવું હતું તે એકદમ સામે આવીને ઉભો રહ્યો અને પઝલોનો ધેર લાગી ગયો,રતન
 કે જેને દુખી નહોતો કરવો તે સ્તબ્ધ બની જોઈ રહ્યો,કાકાએ ચશ્માં ઉતાર્યા,
"આજ છોકરીયો હતીને કાકા...?" સીક્યુરીટીના અવાજમાં પૂરો વિશ્વાસ હતો 
"કાકા કઈ બોલે તે પહેલા રતન ઘૂરક્યો "  માય ગોડ,શું કર્યું  લોકોએ...?"
કાકાએ તેને શાંત કરતા કહ્યું "કશું નથી કર્યું,ખાલી ફન માટે મઝાક કરતા હતા,"
"તમે કોણ છો," સીક્યુરીટી  રતનને પૂછ્યું,પણ રતન જવાબ આપે તે પહેલા રૂઆબથી ઉભેલી એક છોકરી બોલી.
"ગીતાનો ખાસ મિત્ર"અને રતનનો હાથ ઉંચો થયો,"કન્ત્રોલ યોરસેલ્ફ રતન,"કાકાએ રતનને શાંત કરતા કહ્યું,કાકા અચરજમાં મૂકાઈ ગયા, છોકરીયો સિક્યોરીટીની હાજરીમાં પણ મનફાવે તેમ બોલે છે અને ગીતા તેમના માટે નવું નામ હતું,
"ઓ હીરો,હાથ ઉંચો કર્યો તો ચલાવી તો જો,ભારે પડી જશે,આને ધમકી માનવી હોય તો ધમકી"અને વાતાવરણ ગરમાઈ  ગયુંહવે કાકા ખરેખર ઘુચવાયા,મન પોતાને દોષ દેતું હતું અને રસ્તો કાઢવા ફાંફા મારતું હતું,અને તેમણે આગળ આવીને સીક્યુરીટીને કહ્યું,
"અમાંરે કોઈ ફરિયાદ નથી કરવી,મારી મશ્કરી થઇ છેને,જવા દો એ લોકોને.."ઘડીક પહેલા પઝલથી ખુશીમાં ફેરવાયેલું વાતાવરણમાં તોફાન ડોકિયા કરવા માંડ્યું,
"નાવ લિસન એવરીબડી,મારે પોલીસ બોલાવવી પડશે" સીક્યુરીટીએ બધાને સાવધ કર્યા,કાકાને જેનો ભય હતો તે બાજુ પાસુ  પલટાતું હતું,તેમનો કોઈ વાંક   હતો અને વાત પોલીસના 
પગથીયા ચઢી રહી હતી,શું થઇ રહ્યું છે આ બધું? કાકા ખરેખરના મુસીબતમાં હતા,
"કઈ વરે નહિ,એકના બાપા પોલીસ અધિકારી છે."  રતન કોઈની પણ ચિંતા કર્યા વગર સીક્યુરીટીનો જવાબ આપતો બોલ્યો 
" હાતો તારે શું છે,તે મારા બાપાને વચ્ચે લાવે છે,"બે હાથો કેડ પર મુકીને રતનના ચહેરા સામે ટાંકતી બોલી
"તો તું ગીતાને વચ્ચે કેમ લાવી.." રતન પણ કોઇથી જાય તેવો ન હતો,તેના ચહેરા પર સ્મિત હતું,સીક્યુરીટી પણ પોલીસઅધીકારીનું સાંભળતાં ઢીલી પડી,
"તમે બધા એકબીજાને જાણો  છો તો વાત શું કરવા વધારો છો,જે થઇ ગયું તે ભૂલી જાવને છુટા પડો,એક વડીલ તરીકે માની માન રાખો બેન"કાકાની આજીજી પછી ખબર નહિ પણ કોઈ કઈ ન
બોલ્યું,કદાચ બંને બાજુ મતલબ હશે,રતન ગીતા માટે વધુ સાંભળવા  હોતો માંગતો અને કદાચ બાપાની  દાટથી છોકરીયોને બચવું હતું,અને સિક્યોરીટીને બધાને વાંધો ન હોય તો પોલીસની 
માથાકુટમાં  હોતું પડવું ,એટલે અહી સમાધાન થયું,પણ જતા જતા રતન બોલ્યો,"વાંધો ન હોય તો બધાને  કેન્ટીનમાં ચા હું પીવડાવું,"  પણ તરત જવાબ આવ્યો
"જા જા હવે,કંજુસાઈ કર્યા વગર"જે છોકરી બોલી તે કાવેરી હતી તે કાકાએ નોટીસ કર્યું,
"તો કાવેરી હાઉ એબાઉટ બ્રેંક ફાસ્ટ...?” શા માટે રતન ઓફર કરતો હતો કાકાને કઈ ખબર ન પડી 
"ઇટ્સ ટુ  લેટ,કંજુસ"  અને વાતાવરણમાં હાસ્ય ફેલાયું તેને હાથથી હવામાં ઝાટકતો રતન કાકા સાથે કેન્ટીન બાજુ ગયો,
સિક્યોરીટી બધું સિક્યોર થતા બધા ઉપર નજર રાખતી રાઉન્ડમાં ગઈ,ડેસ્ક ઉપર શાંતિ જાળવવાનું પાટિયું કર્મચારીએ ફરી તેની બરાબર સ્થિતિમાં મુક્યું,કે જેને કોઈએ ઊંધું કરી નાખ્યું હતું.

પ્રકરણ -૩ સમાપ્ત (પ્રકરણ -૪   વાંચવા બાજુમાં આપેલા કોલમ  Blog achive july first post પર ક્લિક કરો ,આ પ્રકરણ -૩નો એપ્રિલની બીજી પોસ્ટ (Top on right side)માં   સમાવેશ છે.આપનો ભિપ્રાય ખુબ જરૂરી છે,આભાર )

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.
આભાર.

Monday, April 1, 2019

હવે વાંચો મારી નવલકથા "મોગરાના ફૂલ-પ્રકરણ બીજું "અહીં ક્રમશ (શેઠાણીનો સંતાપ)

 નવલકથા "મોગરાના ફૂલ "




પ્રકરણ બીજું

 શેઠાણીનો સંતાપ

શેઠાણી વારેઘડીએ આરામ ખુરશી ઉપરથી ઉભા થઇ બારી બહાર મણીબેનની રાહ જોઈ રહ્યા હતા,શું થશે ? એ સવાલના ભાર હેઠળ તે દબાતા જતા હતા,આટલી જીંદગીમાં પહેલી વખત આવા કડવા અનુભવના તે ભોગ બન્યા હતા,વેપારમાં કદી નવરા નહિ પડતા મગનશેઠ પણ બે દિવસથી ઘેર હતા,શ્વાસની તકલીફ તેમને ક્યારેય નહોતી પણ તેમનો હાથ વારેગડીયે છાતી ઉપર જતો હતો,કાયમ તંદુરસ્તઅને હસતું આ કુટુંબ
 પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયું હતું,ઘણા સ્નેહી અને મિત્રો શેઠને ત્યાંના બનાવ પછી અવાર નવાર ખબર લઇ આશ્વાસન આપતા પણક્યાં સુધી રોકાય,તે જાય એટલે શેઠ શેઠાણી ફરી એકલા
 પડે અને ફરી ચિંતાઓનો ભાર,તેમની દીકરી જાગૃતિને પણ ઘણી ચિતા,તે વારેગડીયે શેઠની સેવામાં,દીકરીને બાપની ઘણી ચિતા હોય, તેમ જાગૃતિમાં- બાપની મુશ્કેલીની થોડી હળવાશ,મણીબેનઅને શેઠાણીને
 સારું બને તેમ જાગૃતિ પણ સ્મૃતિના ક્લાસમાંજ ભણે એટલે ખાસ મિત્રો,આમ જુઓ તો બંને કુટુંબનો સારો મેળ, એટલે શાંતાએ જેવો શેઠાણીનો સંદેશો આપ્યો કે તરત સેહવાગને મોકલી રતીલાલને બોલાવ્યા,
શાંતા શેઠાણીને ત્યાં છેલ્લા પાંચ વરસથી કામ કરે,ક્યારેક મણીબેનને મદદની જરૂર હોય તો ત્યાં પણ હાથ બટાવે, , પ્રમાણિક નોકરાણી શાંતાનો ધણી મગનશેઠના ટ્રેક્ટરનો ડ્રાયવર સિઝનમાં ખેતરો ખેડવાના
 હોય ત્યારે ખુબ કામ આવે,ઘણીવખત બે ટ્રેક્ટર પણ ઓછા પડે.એટલે શેઠને પૈસાની તો ખુબ આવક,
મોટો વેપાર,પેઢી ચાલે, એમના પિતાએ ગામમાં આવી શાક્ભાજીની દુકાન ચાલુ કરેલી તેમાંથી ધંધો
વિકસતો રહ્યો અને આજે મગનશેઠે ટોચ ઉપર પહોચાડી દીધો,ગામમાં અને ગામ બહાર પણ શેઠનું નામ બોલાય, જયારે મદદની જરૂર પડે શેઠ આગવા હોય,આટલી ઉંચી કક્ષાને જગને હલકી
કરી નાખી,શેઠ ભાંગી પડ્યા,પત્નીની હાલત પણ બેહાલ હતી,કેમકે પહેલીવખત આ મહાદુખનો અનુભવ
 થઇ રહ્યો હતો, આટલા બધા સ્વજનો અને સ્નેહીઓમાં રતિલાલ ઉપર શેઠની નજર અટકી,
હૃદયથી હૃદયનો સબંધ ,રતિલાલને કોઈપણ વાત કહેવાય એટલે શેઠાણી સાથે ચર્ચા કરી,તેમને તેડું મોકલ્યું
રાહ જોતા શેઠાણી વારેગડીયે બારી બહાર જોતા હતા,કુતુહુલવશ જાગૃતિ માની આ સ્થિતિ જોઈ તેના ખભે હાથ મૂકી તેને શાંત કરવા પ્રયત્ન કરતી

"હજુ, મણીકાકી ન આવ્યા "

"આવશે માં, કાકાની રાહ જોતા હશે" અને એમ જાગૃતિએ માંને શાંત કરી, શેઠાણી ચિંતા કરતા ખુરશીમાં બેઠા.

રતિલાલ અને મણીબેને શું કહીશું અને કેવી રીતે શેઠ શેઠાણીને શાંત કરવા એ બાબતમાં થોડું ટુકમાં વિચારી લીધું ,કુટુંબમાં શાંતિની જરૂર હતી,ભર્યું ભાદર્યું કુટુંબ માંટે અચાનક આવી પડેલી મુશ્કેલીમાં થોડી રાહત પણ ઘણી અગત્યની હોવાથી ખુબ સાવધાનીથી કામ લેવું જરૂરી હતું, હોનારતમાં માંટી અનેપત્થરોના પડ નીચે દબાયેલી વ્યક્તિને બચાવવા જેટલી સાવધાની,બચાવનારની એક ભૂલથી બચાવ થતો જોતી કેટલીય આંખો
સિસકારા સાથે પલકમાં નમ થઇ જતી હોય છે,અને દ્રશ્ય બદલાતા વાર નથી લાગતી, ઘણું શાંત અને બુદ્ધિશાળી એવું આ મધ્યમ વર્ગી રતિલાલનુંકુટુંબ સહેવાગને ઘરે રાખી શેઠાણીને ત્યાં જવા નીકળી પડ્યું,
કુટુંબ જુયારે શેઠાણીને ત્યાં પહોચ્યું ત્યારે બારણે ટકોરા મારવાની જરૂર ના પડી,ક્યારની રાહ જોતા શેઠાણી બારણું ખોલી અસૃસભર આંખે મણીબેનને વળગી પડ્યા,સ્મૃતી અને જાગૃતિની આંખો પણ ભરાઈ આવી
કારુણ્યના આ દ્રશ્યને "અલ્કાબેન..."એવા નરમ શબ્દોથી પીઠ થાબડી મણીબેને હળવું કર્યું, બધાએ બેઠક લીધી,સ્મૃતિ જયારે આવે ત્યારે જાગૃતિ તરત તેના રૂમમાં લઇ જાય પણ આજે તેમ ન બન્યું, કેમકે કુટુંબની હળવાસમાં તે જરૂરી હતું,તે બંને ફ્લોર ઉપર બેસી પડી,રતિલાલ મગન શેઠના રૂમમાં ગયા.
કરુણતાનો ભોગ બની ચુકેલા મગન શેઠ રતિલાલના આવવાથી થોડા શાંત બન્યા,રતિલાલે તેમની પાસે બેઠક લીધી,આ પહેલા કેટલીયવાર મળ્યા હતા,બનાવ બન્યા પછી પણ રતિલાલ શેઠને મળવા આવી ગયા હતા,પરંતુ આજે મગનશેઠ કૈક વધુ નબળા પડી ગયેલા દેખાતા હતા,કુટુંબ હોય એટલે આવું બધું તો બન્યા કરે,
સહનશીલતા રાખી તેનો નિકાલ કરવાની મુખ્યાની ફરજચુકી ગયા હતા તેનું કોઈક કારણ હોય
 અથવા આટલી બધી મિલકતનો વારસ એકદમ આટલા પ્રેમ ભર્યા વાતાવરણને ત્યજી બધાને શિક્ષા આપી
ભાગી ગયો તે હોય,પણ કાયમ ખુશ રહેનારા શેઠ ભાંગી પડ્યા હતા

દરેક જાતની સુખ સગવડતા અને ભર્યો ભાદર્યો કુટુંબનાં પ્રેમની કોઈ કદર ન કરાય તો ગમે તેવો સહન કરવાવાળો પણ તૂટી જાય,પાળી પોષીને મોટા કરેલા પાછળ માં-બાપ ને કૈક આશા હોય , ઈચ્છા હોય કે મારું છોકરુંઠેકાણે પડે, પણ આવું કૈંક અવળું થાય ને માં- બાપને નિરાશાના દુશ્કાઓ લેવા પડે તો ઘડપણ
 આયુષ્યની સીમાં સમેટી ન લે.....! અરે પછીતોડોકટરોને પણ બચાવવાની તકલીફ પડે,ઘણા
એવા હોય કે સમાજની કોઈ વાત તેમને માન્યજ ન હોય,ગમે તેમ કરીને તે વિરોધ કરી ખુશી ભર્યા વાતાવરણને નાખુશીમાં બદલી કાઢે, અને પછી બધાના ચહેરા ઉપર નાખુશી વર્તાય ત્યારે બધાની સામે લુચ્ચી નજરે જોતા જોતા શાંતિથી હરખાય,કાપી કાઢો તોય તેમના હરખમાં ફેર ન પડે,તેમના માટે તેમના સિવાય બીજું બધું કિંમત વગરનું હોય,આવા તત્વોને તમે કાલાવાલા કરો તોય ન જીતાય,મગન શેઠનું નું કુટુંબ આવા તત્વો માટે ગણી સહેલાઈથી ભોગ બને તેવું હતું,પણ મગનશેઠે કૈંક લોકોની ખુશી જોડી હોવાથી
તેની એટલી બધી અસર ન હતી,જાગૃતિ વચ્ચે વચ્ચે મગન શેઠના રૂમમાં પાણી આપવાના બહાને પરિસ્થિતિનો તાગ કાઢી જતી,સ્મૃતિ પણ તેની સાથે મદદ કરવા ઉભી થઇ જતી પણ જાગૃતિના બેસવાને ઇશારેમરકાટ ને હોઠના છેડે છોડી બેસી જતી, થોડીવાર માટે જાણે બધું થંભી ગયું હોય એવું
 વાતાવરણ હતું,ભગવાન હોય તો તેને પણ થોડીવાર માટે તેની અસર થઇ જાય,પણ એ પણ કોઈ તત્વ હશે,મનુષ્ય સુખ કરતા દુઃખમાં તેની જરૂરિયાત વધુ સમજતો હોય છે, સુખમાં આડા અવળા કારણો બતાવી આંખ આડા હાથ રાખી પોતાના સ્વાર્થનું તેની આગળ પ્રદ્સન કરતો હોય છે,પણ એ તત્વ માટે તો આખી દુનિયાની જવાબદારી સ્વર્થીના સ્વાર્થ માટે તે રોકાય ખરો, અને દુનિયામાં મનુષ્ય સિવાય કેટલા બધા જીવો,અદભુત શક્તિ છે, કે જેનો કોઈ પાર નથી,પામર મનુષ્યની સમજ બહારની એ વાત છે. અલકા શેઠાણી
જયારે શાંત થયા ત્યારે થોડીવાર માટે આજુબાજું બધું ફરતું દેખાયું,તેમને પણ શ્વાસ લેવામાં તકલીફ
થતી હોય એવો અનુભવ થયો,જાગૃતિએ ટેબલ ઉપર પડેલા પાણીના જગમાંથી પાણી ગ્લાસમાં રેડી મમ્મીને આપ્યું,

"જે થયું તે, રડવા કે ચિંતા કરવાથી ઉકેલાવાનું નથી, અલ્કાબેન, આખી જીંદગીમાં કોઈનું બગાડ્યું નથી, તો કૈંક તો સારું થશે.ધીરજથી કામ લેવું પડશે,નહીતો,બીજી ઉપાધી થશે."

મણીબેને આશ્વાસન આપતા કહ્યું.જાગૃતિની આંખ ભીની થઇ ગઈ,સ્મૃતિએ તેને બગલમાં ખેચી શાંત
 કરી,ઉપાધી જયારે માથે ચઢી જાય ત્યારે શાંત થવું જરૂરી હોવાથી બેનો ઝડપથી આંસુનો સહારો લઇ લેતી હોય છે,અથવા તોબેનોનું રડવું સાહજિક રીતે હોય છે,કદાચ એ કુદરતી પણ હશે, છાતીમાં ડૂમો ભરાવવાથી
થતું નુકશાન અટકી શકે,અને શાંત થવામાં ઝડપ છે,કારણઆવે,જયારે પુરુષોની વાતજ અલગ કે ઘરના મુખ્યા તરીકેનીજવાબદારી તેને રડતો રોકે,આંખો જરૂર ભરાઈ આવે,પણ જો પોતાના પર કાબુ
ન રખાઈ તો, આગળ શું કરવું તેની ખબર ન પડે,અને દરેક પ્રસંગમાં આગવી તકેદારી તો રાખવીજ પડે, પછી તે સારો પ્રસંગ હોય કે ખરાબ,મણીબેનના શબ્દોએ અસર તો કરી,પણ જગનના ઉપસી આવતા દ્રશ્યો નો ઉભરો તેમને આંસુ રોકવામાં મદદ નહોતો કરતો,જગનના ગયા પછી સુન મારી ગયેલા મનને
સક્રિય કરવા મણીબેનને બોલાવ્યા પણ આંસુઓ બમણા વેગથી વહી પડ્યા,સારા માણસો આવી પ્રકીયાનો સમય જ નિકાલ કરી શકે એવું નિદાન કરતા હોય છે.પણ શેઠાણીએ થોડો કાબુ મેળવી,ગદગદ થતા ઘણી વખત પછી કહ્યું,

"મણીબેન, જગન જતો રહ્યો ત્યારે હું પાછળ વાડામાં હતી, બાપ દીકરા વચ્ચે શું થયું એની હજી ખબર નથી પડી, જાગૃતિ પણ નથી જાણતી,"

મણીબેન પણ અચંબામાં પડી ગયા

"બે વખત એમને પૂછ્યું, પણ કોઈ જવાબ નહિ, અને પછી હાથ ઉંચો કરી, પલંગમાં બેસી પડ્યા, મેં પાણી આપ્યું, પણ તેમની સ્થિતિએ મને ચુપ રહેવા મજબુર કરી, હવે તમેજ કહો હું શું કરું?"
ફરીથી ભીની આંખો કોઈ સુઝાવ માટે ઝંખી રહી, સુઝાવ માટે ઊંડા વિચારમાં સરકી ગયેલા મણીબેનની નજર જાગૃતિ ઉપર અટકી,

"જાગૃતિ તને કશીજ ખબર નથી, કે ભાઈને પપ્પા વચ્ચે શું થયું? "

"ના કાકી, હું સ્કુલેથી આવી ત્યારે પપ્પા પલંગ ઉપર બેઠેલા હતા, તેઓ ખુબનારાજ દેખાતા હતા,"

" જો, બેટા આ તો એક કોયડા જેવું કહેવાય કે પપ્પા સીવાય તેનો જવાબ કોઈ ન આપી શકે,"મણીબેને વાતાવરણને સ્થિરતા આપતા અને અલકા શેઠાણીની માનસિક સ્થિતિ સરખી કરતા જાગૃતિ સાથેનો સંવાદ ચાલુ રાખ્યો જાગૃતિ અને સ્મૃતિ,પાસ પાસે બેસીને ગંભીરતાથી સાંભળતા હતા,

"આપણને કૈક ખબર પડે તો આગળ જવાય, બધાએ સાથે મળીને કોયડો ઉકેલવો પડે"મણીબેનનો પ્રયત્ન જીવંત થતો જતો હતો.

"બેન, મહિના પહેલાતો,જગનને જયારે કુટુંબની એક છોકરીની વાત કરી ત્યારે શરમાઈને બાજુના રૂમમાં જતો રહ્યો ને જાગૃતિ તેને ખેચીને પાછી લઇ આવી,તે નારાજ નહતો,ભણવાનું બાનું કાઢી મારા મોઢે હાથ મૂકી મને બોલતીબંધ કરી, પછીતો જાગૃતિ સાથે માથાકૂટ કર્યા કરતો હતો,આવા છોકરાને શું થયું તે,......" અને ફરીથી શેઠાણીની આંખો ભીની થઇ,

"અલ્કાબેન, શેઠ પણ છોકરીની વાતથી ખુશ હતા,"

"હા, બેન એમની સાથે નક્કી કર્યા પછી તો મેં જગનને કહેલું."શેઠાણી બોલ્યા, એટલે મણીબેને વાતચીત ચાલુ રાખી,

"તો પછી અલ્કાબેન બંને વચ્ચે છોકરીની વાતથી માથાકૂટ થઇ નથી લાગતી"

"ભગવાન જાણે, શું હશે આ છોકરાને," શેઠાણી નીસાસાનો શ્વાસ મુકતા બોલ્યા.પરિસ્થિતિ ઉપર કાબુ મેળવતા મણીબેન ને થોડો સંતોષ જરૂર હતો,અલકા શેઠાણી ચર્ચામાં ભાગ લઇ રહ્યા હતા,

"છોકરી ભણતી હશે, અને કુટુંબને તમે જાણો છો એટલે બધું સારું જ હશે."

"ઘણી સારી, દેખાવડી, અને કુટુંબ પાસે અમારાથી પણ સારું, જગન માટે સો ટકાની તેમની હા,પણ નસીબ એના..,"અને ફરી એક લાંબો નીસાસો નાખ્યો,પામર માનવી સરકતી બાજી ઉપર ઝડપથી હાર માની,
ભગવાન કે નસીબને ઉપર રાખી શૂન્યાવકાશમાં ડૂબી જતો હોય છે, આવે સમયે તેને જરૂર કોઈની મદદ જરૂરી હોય છે,ના મળે તો પોતાની જાતને મોટા નુકશાનથી દુખી કરતો હોય છે,સુખ દુખ,ચઢતી,પડતી જીવનની ઝલકના સામાન્ય પાસા છે,અને તેની ખબર હોવા છતાં તેનો સામનો નથી કરી શકાતો,
જાગૃતિ મમ્મીની હાલતના ફેરફારથી ખુશ હતી,મનમાં મણીઆંટી માટે તે આભારી હતી,તેને આંટીને પાણી માટે પૂછ્યું,અને મણીબેને પાણી પીધું,સ્મૃતિ પણ સંતોષી દેખાઈ,જરૂર સુધારો હતો,રાત વધતી જતી હતી, પણ સ્થપાતિ શાંતિને અધવચ્ચે ઝૂલતી રાખી ક્યાય જવાય નહિ, નહીતો બધું સરળતાથી
બગડી જાય તે મણીબેન જાણતા હતા અને એટલેજ થોડું પોતે સહન કરીને તેમને ઝોખમ નહોતું લેવું, શાંતિ અને સંતોષ બધા ઈચ્છતા હોય છે,
પણ પરિસ્થિતિ ભાન ભુલાવી તેનાથી દુર લઇ જતી હોય છે,તેની અસરથી મણીબેન કે શેઠાણી કોઈ પણ બાકાત નથી હોતું,પણ સમય વર્તે સાવધાનકોઈક જ થતું હોય છે,બાકી બધાજ અસંતોષ અને અશાંતિમાં ડૂબી જતા હોય છે.જગનથી ઉભી થયેલી મુસીબતથી બધાજ નિરાશામાં અટવાઈ પડ્યા હતા,પણ ક્યારેક તો તેમાં હળવાશ અનુભવાશે,ક્યારેક તો આશાનો દીપક આકાર લેશે,જાગૃતિ પહેલી વખત આ કરુણાને ભોગવી રહી હતી,ક્યારેય છોકરાને ઓછપ ના આવે એનું સતત ધ્યાન રાખતા શેઠાણીની આજુબાજુ ગહન
અંધકારે સ્થાન લઇ લીધું હતું,બનાવ તો બની ગયો હતો અને આખા સમાંજે તેનો અનુભવ કરી લીધો હતો,દિવસે કેટલાય શેઠનું સારું ઈચ્છતા લોકોની અવર જવર સતત રહેતી,બધા સારું ઈચ્છતા પણ ઘણી વખત તેની અસર ઉંધી પડતી અને કુટુંબ તેનો ભોગ બનતું.

"હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અલ્કાબેન, ન કરે નારાયણ ને બધુંસરળતાથી ઉકલી જાય તો,
જગનનો વિવાહ આ છોકરી સાથે તરત વિલંબ કર્યા વગર કરી નાખવો જરૂરી છે."

મણીબેનનો આ સુઝાવ ચમત્કારિક સાબિત થયો, અલકાબેનના ચહેરા ઉપર ખુશી ની નાની ઝલક પ્રસરી ગઈ,માનું દિલ હતું,સારા પ્રસંગ માટેનો સુઝાવ હતો,ગમતી વાત હતી,એટલે ઘડીક માટે તો પ્રસંગની ગંભીરતા ચીરીનેહાસ્યની ઝલક શેઠાણીના ચહેરા ઉપર છવાઈ ગઈ,ભલે પછી આ મણીબેનનો એક ચતુર બારીક
 દ્રષ્ટિનો પ્રયત્ન હોય, પણ તે વ્યર્થ ન હતો,તેની અસર થઇ હતી,શોક ન કહેવાઈ પણ કારુણ્યના વાતાવરણમાં એક ખુશીની નાની ઝલક પણ માનસિક સ્થિતિને મજબુત બનાવવા માટે યોગ્ય હોય છે,કશી સુઝ ન પડતી હોય ત્યાં ખુશીની ઝલક,એ તો કોઈક જ કરી શકે,કદાચ એવા માણસને આપણે વંદનીય સમજીયે બીજું શું..?, કેમકે આવી પ્રક્રિયા ચમત્કાર જેવી કહેવાઈ,અને તે સામાન્ય માનવીની પહોચ નથી,અને જ્યાં પહોચ ન હોય ત્યાં માનવી સહેલાઈથી વંદન કરી સ્વીકારી લેતો હોય છે,થોડું સમજવું અઘરું છે પણ માં ને ખુશ જોઇને જાગૃતિ અને તેને જોઇને સ્મૃતિ પણ ખુશ થયા,

"એવું બને તો, મણીબેન તમારા મોઢામાં ગોળ, ને ભગવાનનો પાડ," અને શેઠાણી મનમાં મણીબેનનો આભાર માની રહ્યા,

"એવુજ બનશે, હું એ છોકરાને જાણું છું, ઘણો સમજુ છે, પણ સંજોગોએ આ અનહોની સર્જી બાપ બેટા વચ્ચે
 દુરી પેદા કરી છે તે સંજોગોજ સુધારી દુર કરશે,"

"જલ્દી મારો જગન પાછો આવે, પછી બાપ બેટાને તો હું સમજાવી લઈશ,"

શેઠાણીને આતુરતાનું એક આવરણ થોડી વાર માટે ધ્રુજાવી ગયું,તોતેર મણનો તો,કેટલો બધો ભાર,આવશે
 તો,થશે તો,દરેક જગ્યાએ તો,માનવીની આશાઓનો રાઈનો પર્વત,કેટલો બધો ભાર,તો ના ચક્કરમાં મોટા મોટા મહેલોને ,ખુશીયોનો ખઝાનો ક્ષણમાં મન ઉપર છવાઈ જાય,બહુ જ સહેલાઈથી,પણ ઓ ભાઈ
તારું ઝુપડું સમાલ, નહિ તો રહેશે ક્યાં...?, તોતેર મણના તો નું ચક્કર છોડ ને કામે લાગીજા, મનને શું કરવા નહિ જોઈતું દુખી કરવું,કોઈક સાચા માણસની આ સમજ પ્રમાણે વર્તવું જરૂર હિતકારી સાબિત થઇ શકે.
જાગૃતિ અને સ્મૃતિ બંનેને સવારે સ્કુલે જવાનું હતું,તે મણીબેનના ધ્યાનમાં હતું,બધાની ચર્ચામાં મગનશેઠ
અને રતીલાલની હાજરી ભુલાઈ ગઈ, મણીબેનના ઈશારે જાગૃતિ પાણીના બે ગ્લાસ લઇ મગનશેઠના રૂમમાં ગઈ,કોઈ ઊંડી ચર્ચા ચાલતી રોકાઈ ગઈ,સ્માર્ત જાગૃતિ સમજી ગઈ,છતાં ચા કે ડ્રીંક માટે તેણે અંકલને પૂછ્યું,
રતિલાલે હાથ ઉંચો કરી ના નો ઈશારો કર્યો,

"બેટા, બે ગ્લાસ ડ્રીંક લઇ આવ, મમ્મીને આંટી શું કરે છે?"પપ્પાની સ્થિતિ કોઈ ખાનગી વાત થયાની ચાડી ખાતી હતી, પણ તેને માટે તેઓ બરાબર હતા એટલુજ પુરતું હતું.

"તેઓ બેઠા છે, મમ્મીને મોકલું, પપ્પા "

"ના, કઈ કામ નથી બેટા, હું તો ખાલી જ પૂછતો હતો." જાગૃતિએ ડ્રીંક આપ્યું,રતિલાલે પણ અનાદર ન કર્યો,જાગૃતિની જતા તથા પાછા આવતા તેના ચહેરા તરફ બધાની નજર હતી,પણ કોઈ કઈ પૂછે તે પહેલા જાગૃતિએ અંદર બધું બરાબર છે એની જાણ સહુને કરી,સંતોષથી મણીબેન અને શેઠાણીએ સ્મિતની આપલે કરી,બધું બરાબર થતું જોઈ,મણીબેન ખુશ હતા,જાગૃતિ અને સ્મૃતિ થોડીવાર માટે જાગૃતિના રૂમમાં ગયા, મણીબેન અને શેઠાણી એકલા પડ્યા,પણ શેઠાણીને ક્રિયાશીલ રાખવા બાથરૂમમાં જઈ ચહેરો ઠંડા પાણીથી
ધોવાનું કહ્યું,થોડું અજુગતું લાગ્યું પણ અલ્કાબેન બાથરૂમમાં ગયા,

હવે રતિલાલ અંદરથી આવે પછીજ જવાશે એ નક્કી થતા મણીબેન એકલા, બનાવની આજુબાજુની ગંભીરતાને વિચારતા સુન્યમસ્ક થઈ બેઠા,અત્યાર સુધી રસ્તાઓ શોધતું ક્રિયાશીલ મન એકલું પડ્યું,એકલા
પડેલા મનની વિચારવાની ગતિ અતિશય વેગીલી બની જતી હોય છે,પછીતેમાં ના જોઈતા વિચારો પણ 
ઘુસીને તોફાન ફેલાવી દેતા હોય છે,માણસને બધું સહન કરવાનું સરળ પડે પણ એકલતા તેને મજબુરીથી
પણ દુર લઇ જાય,તેને બિચારો બનાવી દે,જેને છુટકો ન હોઈ તે શું કરે...ભોગવે....આગલા જનમનું કશુક બાકી હોય તે, આમ માનવીનું મન જુઓ તો સતત વિચારતું,કોઈ પણ ક્રિયાઓ સાથે પણ વિચાર્યાજ કરે,
લોહીનું પાણી કરી નાખે,જયારે બીજા બધા પ્રાણીઓ કુદરતને આધીન જે વિચારવાનું હોઈ તેનોજ વિચાર કરે, કેટલો બધો ફરક,અને એવુજ કૈક મણીબેન જગનની જેવી સ્થિતિ પોતાના ઘર માટે વિચારી ગયા,સ્મૃતિ અને સહેવાગ,તેમનો ચહેરો પણ ઘડીક માટે લાલ થઇ ગયો એકલતા,ભલભલાને ધ્રુજાવી દે, ચહેરો ધોવા છતા શેઠાણીનીઆંખોનો સોઝો કારુણ્યની ચાડી ખાતો હતો બધું હોવા છતાં આ કેવી સ્થિતિ હતી
 કે જેમાં મુસીબત પીછો છોડવાનું નામ જ નહોતી લેતી,બાથરૂમના અરીસાથી દેખાયેલો ચહેરો શેઠાણીનુજ પ્રતિબિંબ હતો પણ હારેલો,થાકેલો,મણીબેનનો ખ્યાલ આવતા તે પ્રતિબિંબ બુઝાઈ ગયું,
રાત ઘણી વીતી ગઈ હતી, રતિલાલ બહાર આવતા મણીબેન તથા સ્મૃતી સાથે કાલે આવવાનું કહી પોતાને ઘર જવા નીકળી ગયા,જાગૃતિએ મમ્મીને સંભાળી લીધી,મગનશેઠ બહાર ન આવ્યા,રાત તો રાત હતી,બધું નિત્ય અને નિયમ પ્રમાણેનું હતું ,એમાં કોઈ ફેરફાર ન હતો,કાલ આવશે ને સવાર થશે અને પછી બધું એનું એજ,થાકેલું મન ક્યારે ઊંઘની ઝપેટમાં આવી ગયું,ખબર ન પડી,
અલકાસેઠાણી ઊંઘી ગયા ,પછી એક નજર પપ્પાના રૂમમાં નાખી, તેઓ ઊંઘી ગયા હતા,એકલી પડેલી
 જાગૃતી પોતાના રૂમ તરફની ગતિ રોકી મમ્મીની સાથે સુઈ ગઈ. મણીબેન રસ્તામાંજ રતિલાલને મગન શેઠની વચ્ચે થયેલી વાતો જાણવાઆતુર હતા ,પણ રાત સુમસામ હતી,શેરીમાં આરામ ફરમાવતા કુતરાઓને
પણ બેઠું નહોતું થવું તે પડ્યા પડ્યાજ ડોકું ઊંચું કરીને પસાર થઇ રહેલાને ઓળખી લેતા પાછા આરામ ફરમાવી આંખો મીચી દેતા હતા,અને સાથે સ્મૃતિપણ હતી,કોઈ વાંધો ન હતો પણ સ્મૃતિની આતુરતા વધે તે બરાબર ન લાગતા તેમણે મૌન સેવ્યું,એક બે શેરી પસાર કરી ત્યાં તેમનું ઘર આવી ગયું,સ્મૃતિએ ડોર ખોલ્યું,બધા દાખલ થયા,છેલ્લા મણીબેને ડોર લોક કર્યું,થાકેલી સ્મૃતિ પાણી પીધા પછી સીધી તેના રૂમમાં જઈ સુઈ ગઈ,સહેવાગ ઊંઘતો હતો,મણીબેન અને રતિલાલ કપડા બદલી તેમના રૂમમાં ગયા,સુતા પહેલા મણીબેનથી ન રહેવાયું,

"શું વાતચીત થઇ શેઠ સાથે?"રતિલાલ આ પ્રશ્નની અપેક્ષા રાખતા હતા,મૌન રહેવું હતું,પણ મણીબેનને સુતા સુતાજ તેમને જવાબઆપ્યો,

"વાત તો ઘણી થઇ, પણ શેઠ સાથે વચનથી બંધાયો હોવાથી કાલ પછીજ બધું કહેવાશે,"

"કશો વાંધો નહિ” મણીબેન જવાબ ટુકાવતા બોલ્યા, તેમની આતુરતા અધુરી રહી, પણ સંતોષ ન થયો"તો વાતમાં કૈક વધારે પડતું ગંભીર છે."એક નજર રતિલાલ ઉપર નાખતા બોલ્યા

"હા,એવુજ કૈક "રતિલાલે મણીબેન સામે જોતા કહ્યું

"સારું ચાલો, જય શ્રી કૃષ્ણ"

"નારાજ નથી ને?"રતિલાલે સંદેહ કર્યો,

"ના, ના, નારાજ શેનું થવાનું" અને હસતા ચહેરે હલકો હદ્શેલો મારી પાસું ફરી ગયા

"સારું તો, જય શ્રી કૃષ્ણ"અને મણીબેનના હદ્સેલાની નાજુકાઈ રુવે રુવે પ્રસરી રતિલાલને જવાનીની

દીવાની યાદ કરાવી ગઈ,છવાતી જતી કાળા વાળની સફેદાઈ થોડીવાર માટે વિસરાઈ ગઈ,ચહેરો કોઈ અજાણી લાગણીઓથી ભરાઈ ગયો,પસાર થઇ ગયેલી કેટલીક પળોને રોકાવું પડ્યું ,સમય કોઈની રાહ જોતો નથી તેસત્ય હતું,પણ અહી એમ ન બન્યું,પણ નસ્કોરાઓ ઘરઘરાટી કરવા માંડ્યા, થોડીવાર માટે તે અવાજ બનાવટ લાગ્યો,પણ તેમ ન હતું,કોઈ ન દેખાતી આકૃતિએ પણ તેમાં માથું ધુણાવી પુરાવો કર્યો ઘરઘરાટીમાં ભંગ કરવો યોગ્ય ન હતો ગુસ્સો એટલે નુકશાન,સહન કરી શાંત થવામાં મઝા, રોકાયેલી પળોએ રતિલાલનો ચહેરો બદલી કાઢ્યો, બેશરમ નસકોરા ઉપર ગુસ્સો ઉતારતા રતિલાલ બે હાથોને અદબની ભીસમાં લઇ નિદ્રાને આધીન થયા.સવાર પડી ,પૂર્વે પરોઢના રંગો પુરાયા,લાલીમાની મધ્યે કાળા ટપકા ઉપસતા મોટા થતા અને નજરોની સીમા વટાવી વિલીન થઇ જતા,પક્ષીઓના ટોળાની આ રોજની નિયમિત ક્રિયા હતી,
નિયમિત ક્રમ હતો,કુદરતના નિયમો સાથેનો જોડાવ આ ટોળા ખુબ જ ગંભીર થઇ નિભાવતા,જ્યાં રાતવાસો હોય ત્યાંથી આંખો ખુલતા વૃંદમાં ગાન કરવું, કુદરતનો પાડ માની ચારો ચરવા નીકળી જવું,બહુ લડાઈ નહિ,ચિંતા નહિ, કે બહુ જવાબદારી નહિ,સાથી માટેની પસંદગી પુરતી જ લડાઈ,અને બચ્ચા મોટા થઇ ઉડી જાય ત્યાં સુધીની જવાબદારી પછી નહિ કોઈ મારું કે નહિ કોઈ તારું,બસ આઝાદીથી ઉડતા ઉડતા મસ્ત બની પસાર થતી ઝીંદગી, માનવીને અદેખાઈ આવે ક્યારેય પોતાની જાતને સરખાવી ન શકે,કેટલી જુદાઈ ભયંકર અને સતત બોઝા નીચેનું જીવન જીવતો માનવી ,ક્યારેય શાંતિ નહિ,શું થશે...? અને આવા જ પ્રશ્નથી જોડાઈ શેઠાણીની સવાર પડી,કાલે મણીબેનની હાજરી હવામાં પ્રાણવાયું ભરતી ગઈ હતી,પણ આજ,ક્યાં સુધી આવું ચાલશે..?,ઊંઘને ટુકાવી વહેલા ઉઠી ગયેલા શેઠાણીને જાગૃતિનો ખુબ સાથ હતો,પણ ઊંઘતી જાગૃતિની શાંતિમાં ખલેલ કરવાની તેમની હિંમત ન હતી,પક્ષીઓને દાણા પણ વહેલા નાખી આવ્યા હતા અને તે પણ રોજ કરતા વધારે,કદાચ એ બહાને પોતાની લુટાઈ ગયેલી ખુશીયોમાં કૈક સુધારો થાય, પક્ષીઓને દાણા નાખવાનો રોજનો નિયમ હતો,સારું કામ હતું,પણ ઉપાધી તોગમે ત્યારે આવે,ગમે તેને આવે,
તેનો કોઈ સમય નથી હોતો,ચિંતાના ભારથી તેમને મુક્તિ ન હતી,બસ બહાર દાણા ખાતા પક્ષિયોંને જોતી તેમની આંખોને થોડી તૃપ્તિ હતી,કામવાળી થોડીવારમાંઆવશે,અને જાગૃતિ જાગશે પછી તૈયાર થઇ
 સ્મૃતિ આવશે એટલે સ્કુલ માટે નીકળી જશે,સ્મૃતિ સાથે જાગૃતિ ખુબ ખુશ હતી,બંને મળતી ત્યારે
ખુશીથી વાતાવરણ ભરાઈ જતું,તે જોઇને શેઠાણી ખુશ થતા પણ તે ખુશીમાં ઉણપ આવી ગઈ હતી,
શાંતા પણ કામ પૂરું કરીને હમણા હમણાં તો વધુ રોકાતી, ને શેઠાણીને સાથ આપતી,પણ ક્યાં સુધી,કોઈ કોઈનો સાથ આપે,બિચારા થઇ શાંતબની ગયેલા શેઠાણી ફરી એનાં એજ ભાર નીચે દબાઈ જતા,
તેમની સાથે જાણે આખી દુનિયા ભાર નીચે દબાઈ જતી,પહેલી વખત મગન શેઠે શેઠાણીને
જગન બાબતમાં જવાબ આપવાનું ટાર્યું હતું,અને શેઠાણીને દિલમાં ચોટ પહોચી હતી,ઘાયલ દિલ સહારો શોધતું હતું,પોતાના દીકરાની સ્થિતિ ના કોણ સમાચાર આપે,માનું દિલ પરેશાન હતું,અત્યાર સુધીમાં
 વ્હાલથી ઉછરેલો જગન કોઈ પપ્પા સાથેના ગરમ વાતચીતનો ભોગ બન્યો હતો,એવું તો શું જગનને ઘર છોડવામાં મજબુર બન્યું,માં મજબુર હતી કે ત્યાં હાજર ન હતી અને આવું બની ગયું, જગનને મા નો કે નાની બેનનો પણ વિચાર નહિ આવ્યો હોય,પણ કોણ સમજાવે કે ગરમીનું પરિણામ હંમેશાં તબાહી જ હોય છે,
અને એ તબાહી વ્હાલ હોય તો પણ ઝરણાને વહેવા દેતી નથી,શુન્યવાકાશના એ સર્જનને કોઈ સહારો નથી હોતો,એક પલકમાં દિલોજાન પ્રેમ કરવાવાળાના દિલોના ટુકડે ટુકડા થઇ ફેકાય જતા હોય છે,સતત પરેશાન માનું દિલ ચારે બાજુ જવાબ માટે ફાંફા મારતું હતું,એટલા બધામાંથી કોઈ મદદ નહિ મળે,
ઘરમાંજ બન્યું અને ઘરવાળામાંથી કોઈ જવાબ ના હોય તો બહારથી કોણ મદદ કરે,વહેલા ઉઠી ગયેલા
શેઠાણીએ નિત્ય ક્રમ પરવાળી ભગવાનના રૂમમાં દીવો કરી,આંખો ભીની કરી દયાની ભીખ માંગી હતી,પણ પત્થરની મુરતી માં પ્રાણ શોધવા તે પણ શક્ય ન હતું, શ્રદ્ધાથી કદાચ પ્રેરણા મળે,પરિણામ
એટલું સહેલું નથી,ભગવાનના ફોટા કે મૂર્તિ પાસે દીવો કે ધૂપ કરી આશા રાખી શકાય, પણ તાત્કાલિક ફળની
 નહિ,શ્રદ્ધાથી ભક્તિ મનુષ્યને કદાચ સારું જીવન માટે સતત પ્રેરતી હશે,બાકી ઘરમાં ખાવાની તકલીફ હોય તો પણ કુટુંબ કેવી રીતે ખુશીથી હસતું જોવા મળે અને હિંદુઓના ભગવાન એટલે એક -- બે નહિ,મોટી સંખ્યામાં નામ,અને કેટલાય મંદિરો ,અરે એક વખત અમદાવાદમાં કોઈકને સ્વપ્નું આવ્યું ,કે અમુક જગ્યાએ મહાદેવનું લિંગ જમીનમાં દટાયેલું છે,અને તે વ્યક્તિએ બીજે દિવસે તે સ્થાન ઉપર જઈને ખોડ્યુ, તો સાચેજ લિંગ નીકળ્યું,પછી તો ભક્તોની ભીડ વચ્ચે મોટો ઉત્સવ થઇ ગયો,અને એ મહાદેવનું લિંગ જડ્યું એટલે ભક્તોએ નામ પણ એજ પ્રમાણે "જડેસ્વર મહાદેવ " આપી દીધું,આજે પણ ભક્તો જડેસ્વર મહાદેવને ભક્તિથી પૂજે છે.
સ્મૃતિ આવી ત્યારે જાગૃતિ સ્કુલે જવા તૈયાર હતી,સ્મૃતિ ઘરમા આવી અને શેઠાણીએ આવકાર આપતા જૈશ્રી કૃષ્ણ કહ્યા સ્મૃતિએ નીચા નમી ચરણ સ્પર્સ કર્યો,ખબર નહિ પણ તેમણે સ્મિત સાથે સ્મૃતિને આલિંગન આપી આશીર્વાદ આપ્યા,માની ખુશી જોઈ જાગૃતિની આંખો ભરાઈ આવી,કૈક નવી આશાઓનો સંચાર થયો,હિંદુ પરમ્પરાની આ એક શૈલી હતી, નમસ્કારથી માન અને પ્રેમની લાગણીઓ સાથે મર્યાદાના સંબંધો જોડવાનું કામ કરે છે,અને તે હિંદુ સમાજના પાયામાં નિર્માણ થયેલું છે.અને તે સંસ્કૃતિ માટે ખુબ જરૂરી છે, પરિસ્થિતિની અનહોનીથી કૈક સ્થિર થતા શેઠાણીને મગન શેઠ,જે જગનની વાત જણાવતા ન હતા,તે
પહેલી વખત બરાબર નહોતું લાગ્યું,ઘરનો ઘણો મોટો પ્રશ્ન હતો આ લાગણીથી પહેલી વખત તેમને મજબુત કર્યા હતા, હજુ મન પતિના માન સાથે જોડાયેલું હતું,પણ જો તે જીદ પકડી લે તો,પત્ની અને માં ના ફરકમાં માનું રૂપ જરૂર વિકરાળ થઇ જાય,પછી મર્યાદાનો સ્તર તુટતા વાર ન લાગે,અને તે શકય હતું,પણ કોઈ કારણથી શેઠાણી હજુ શાંત હતા,કેમકે પ્રેમમાં પોલીટીક્સ ભેરવવું બરાબર ન હતું.જીદ્દી પત્ની અને માની મમતામાં ઝુલતા શેઠાણીને બારણે પડેલા ટકોરાએ સાવધાન કર્યા, ઘર ઘણું મોટું હતું ક્યારે શેઠ ઉઠીને
તૈયાર થયા તેની તેમને ખબર ન પડી, બંને છોકરીયો સ્કુલે ગયા પછી તે ક્યાંક ખોવાઈ ગયા હતા,
બારણું તેમની નજીક હતું, તેમણે ઉઘાડ્યું અહી કોઈ ડર ન હતો, સામે રતીલાલ હતા,શેઠ સાથેના પ્લાન મુજબ તે બહાર જવાની તૈયારી સાથે આવ્યા હતા,
બારણાં સાથે જકડાઈ ગયેલા અલકાબેન રતિલાલને જય શ્રી કૃષ્ણ નો ધીરેથી જવાબ આપતા શેઠના રૂમ તરફ
 જતા જોઈ રહ્યા,વાતાવરણ ફેરવાયું,ફરીથી તેઓ ઢીલા પડ્યા,પોતાના રૂમના સોફામાં બેસી પડ્યા


પ્રકરણ-૨ સમાપ્ત,પ્રકરણ -૩ વાંચવા બાજુમાં આપેલા  કોલમ Blog achive April -second post,(Top on right side. )પર ક્લિક કરો.

આપનો ભિપ્રાય ખુબ જરૂરી છે,આભાર 
 

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.આભાર.

Wednesday, February 6, 2019

હવે વાંચો મારી નવલકથા "મોગરાના ફૂલ-પ્રકરણ પહેલું "અહીં ક્રમશક:( જગન ભાગી ગયો).

હવે વાંચો મારી પહેલી નવલકથા "મોગરાના ફૂલ "અહીં ક્રમશ:

 

પ્રકરણ પહેલું 

જગન ભાગી ગયો. 




નાનકડું ટોળું, સાતેક સભ્યોમાં રતિલાલ બધાથી મોટા,વડીલ અને ટોળામાં માનપાત્ર વ્યક્તિ,બધા લીમીટેડ મજાક કરે પણ વડીલના મનનું સતત ધ્યાન રાખે,પચાસ વટાવી ગયેલા રતીલાલ પણ સમજતા કેમકે બીજા બધાને યુવાનીનું ચઢાણ,જાતજાતની વાતો ,રંગીલી,રસીલી,રમતીલી અને કેટલીય જાતની,પણ અંતે વાતોનો સાર હાસ્ય, આનંદ અને મજા લેવાનો,વાતમાં ક્રોધ કે લડાઈ ઘુસી ના જાય એનું દરેક ધ્યાન રાખતા આવા આ ટોળાનો ઢળતી સાંજે ભેગા થવાનો નિત્ય નિયમ,ઉતારાના વડના ઝાડને ચોળે ગામગપાટા ચાલે અને કલાક બે કલાક બધા આનંદ લે,દરેકની વીતેલી સુખ દુ:ખની પળો,ચર્ચામાં લપેટાય અને ટોળામાંથી તેનો સારો નિકાલ પણ આવે,આવું આ ટોળું આજે રતિલાલની ગેરહાજરીથી પરેશાન હતું,રતિલાલ હજી નહોતા આવ્યા,પચાસ વરસના અનુભવી પાસેથી બધા ને ઘણું સારું જાણવા મળતું ,અને રતિલાલ પણ આ યુવાનોમાં ખુબજ ભળી ગયા હતા,કદાચ પોતાના કરતા પણવધારે,અને એટલેજ તો બધાને તેમની ગેરહાજરી બરદાસ્ત નહોતી,
શું હશે?,પ્રશ્ન હતો કેમકે રતિલાલની હાજરીમાં આજેજ ખલેલ પડ્યું હતું,બધાના કુટુંબ હતા, ગામ હતું,ગામની વાતો હતી એટલે ચર્ચા તો ચાલતીજ,પણ રતિલાલની ગેરહાજરી વચ્ચે વચ્ચે મૂંઝવતી, મૂઝવણ અડધો કલાક જેવી ચાલી ત્યાં રતિલાલ દેખાયા,બધાનાચેહેરા રતિલાલની દિશામાં સ્થગિત થયા,રતિલાલે પણ
 યુવાનોની પરેશાનીનો તાગ લીધો,

"અરે ભાઈ, મગન શેઠનો જગન ક્યાંક જતો રહ્યો "

"એટલે રતિકાકા એ ભાગી ગયો કે શું?"

બધા ભગતના પ્રશ્નથી રતિલાલ તરફ જોઈ રહ્યા, આમતો ભગતનું નામ મહેશ હતું,પણ ભક્તિમાં વધારે પડતા રસ અને ભક્તિ વિશેની સમજથી તે યુવાનોમાં અને રહેતે રહેતે ગામનો પણ ભગત થઇ ગયો હતો, છોકરાઓ પણ ભગત કહીને હસી લેતા, પણ નામમાં શું, તેના એ ઉપનામથી મહેશને ઘણો સંતોષ હતો, એને કોઈ ભગત કેહ્તું તે ગમતું,અને હવે તો પલ્લે પડી ગયું હતું.

"ખબર નહિ પણ બધા તો એવીજ વાતો કરે છે, અને સમાચાર તો આખા ગામમાં ફેલાઈ ગયા છે, એટલે મગન શેઠ થોડા ચિંતામાં હતા, મારે તો પાછો સંબંધ સારો એટલે ત્યાં ગયો હતો"

ભગતના પ્રશ્નનું સમાધાન કરતા રતિલાલે કહ્યું

મગનશેઠ ગામની મોભાવાળી વ્યક્તિ, ઘણો પૈસો,સુખી કુટુંબ અને એમને ત્યાં આવી અનહોની બની,પણ વાત બગડે તે પહેલા સંભાળવી સારી,આવું બધું તો ઘણું બને ,પણ જયારે મોટી વ્યક્તિને ત્યાં બને ત્યારે ગતિમયથઇ ફેલાઈ જાઈ,ઘણાબધા તો રાહ જોઈનેજ બેઠા હોય, જાણે વાત ફેલાવવાનો તેમનો પેસો
 હોય,પછી પેલી વ્યક્તિનું ગમેતે થાય,આવા લોકો ઉપર ઘણા ગુસ્સે ભરાઈ પણ શું થાય ,
સમાજ અને તેના જાતજાતના પાસા, ,રતિલાલ દુ:ખી હતા કેમકે મણીબેનનો , શેઠાણી સાથે
સારો સંબંધ હતો, મણીબેન રતિલાલના પત્ની હતા,સ્મૃતિ અને સહેવાગ તેમના સંતાનો હતા,મધ્યમ વર્ગ ગુજારતું આ કુટુંબ સુખી અને સંતોષી હતું,
નવ અને બાર વરસના સ્મૃતિ અને સેહવાગ પ્રાયમરી સ્કુલમાં ભણતા હતા,ભણવામાં ઘણા હોશિયાર હતા,બધાને શાંતિ અને સુખી જોવામાં આ કુટુંબ સુખ અનુભવતું,જોકે એ શકય ન હતું, છતાં જગનના સમાચારથી બધા પરેશાન હતા,

" તો, રતિકાકા હવે શું થશે?"

"શું થશે નહિ, અલ્યા, શું કરી શકાય એમ પૂછ." મનસુખના પ્રશ્નને સુધારતા વીરેન બોલ્યો.

પુસ્તકાલયના નજીકના પોલ ઉપરથી આવતું અજવાળું એકમાત્ર પ્રકાશનું માધ્યમ હતું,બાકી બીજા બધા પોલ થોડા થોડા અંતરે હતા ,,બે પોલની વચમાં અંધારુ જગ્યા લઇ લેતું હતું, થોડા સુધારાની જરૂર હતી,કેમકે
હવે લોકોનો સંધ્યા સમયે ફરવાનો શોખ વધી ગયો ગયો હતો, કોઈ વખત થોડો ચાન્સ રેહતો,પણ લોકો મજબૂત હતા,રાજપૂતોની વસ્તી વધારે હતી,મુખ્ય ધંધો ખેતીવાડીનો હતો, ,ખેતીમાય હવે તો બે ત્રણ ફસલો વરસમાં લેવાતી ,કેળ, શેરડીનું વાવેતર વધુ પડતું હતું ,હવે તો ટ્રેક્ટર જેવા ઝડપી સાધનોનો ઉપયોગ
 લેવાતો હતો એટલે દૂધ માટે ગાય ભેસ જેવા પ્રાણીઓ દેખાતા,જોકે હજૂ જેની શક્તિ ન હોય તે બળદ ,બળદ ગાડા વગેરે નો ઉપયોગ ખેતીવાડી તેમજ વાહનવ્યવહારમાં કરતા હતા,મગન શેઠના બે ટ્રેક્ટર હતા.
રાજપૂતોનો ઘોડાનો શોખ હતો,એટલે રસ્તા ઉપર ક્યારેક ઘોડા જતા જોવા મળતા,ફળિયાઓમાં શ્વાનની સંખ્યા દેખાતી,રાતની રખેવાળીમાં તેનો ઉપયોગ સારો હતો, ફળિયામાં અજાણ્યાએ ખુબ સાચવવું પડતું.

" કંઈ થવાનું નથી, મોટા ઘરમાં આવું બન્યું એટલે ફેલાય ગયું!"

"એકદમ થોડો ખ્યાલ આવે, કાલે વધુ ખબર પડશે" માધવની વાતમાં ભગત જોડાયો, રતિલાલ કાઈ કહેવા જતા હતા ત્યાં વીરસિંહના અવાજે અટકી ગયા,

"રતિકાકા તમે તો અમારા કરતા વધારે દિવાળી જોઈ છે, ઘરમાંથી જુવાન છોકરો અને તે કોલેજમાં ભણતો ભાગી જાય,તેની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે!! મારા મંતવ્ય પ્રમાણે છોકરીજ હોય,"

"શક્ય છે "રતીકાકા વીરસિંહ સાથે સંમત હતા

"એવું બન્યું હોય કે જગન નું લફરું મગનશેઠને માફક આવ્યું ના હોય ને બે શબ્દ આકરા કહ્યા હોય તો જગન જુવાનીના મિજાજમાં ભાગી ગયો હોય! ભગતે પણ સંમતી બતાવી,

" જ્યાં સુધી હું મગનશેઠના કુટુંબને જાણું છૂ ત્યાં સુધી જગન શાંત અને સરળ સ્વભાવવાળો છોકરો છે,એટલે જે કાઈ બન્યું છે તેમાં જરૂર કોઈ મજબૂરી પ્રતીત થાય છે,"રતિલાલ શંકાનું જોડાણ કરતા બોલ્યા.

"રતન તારું શું મંતવ્ય છે?!"

અત્યાર સુધી ચુપકી સાધી રહેલા રતનને જગાડતા વીરસિંહ બોલ્યો

"મને ક્યાંથી ખબર હોઈ, હું કંઈ ત્રિકાળ જ્ઞાની નથી."

રતનના ગર્માયેલા જવાબથી વાતાવરણમાં હાસ્ય છવાઈ ગયું,

"સહદેવ"ભગતે મોટેથી હસતા રતનને સહદેવ (પાંડવ પુત્ર) સાથે જોડ્યો,

"મગનશેઠનો જગન ભાગી ગયો એમાં રતનના માથે તાંડવ આવી ગયું"

રતિલાલ હળવી મજાકથી રતન સામે જોતા હસ્યા

"કાકા, મને ક્યાંથી ખબર હોય તે તમે બધા મારી પાછળ પડ્યા છો! "

વીરસિંહની વાત એક ધારણા હતી કે છુપાતી વાત જાણવાનો પ્રયત્ન હતો ,એ તો ખબર ન હતી,પણ બધાજ સાથીઓ તેને સાથ આપી રહ્યા હતા, રતનની અકરામણનો કોઈને ખ્યાલજ ન હતો,
વાતાવરણમાં દબાણ વધી રહ્યું હતું,રતન શાંત અને ધીરો માણસ હતો,અને એના ઉપર એટલું બધું દબાણ,તે દબાતો જતો હતો,શું કરવા માંગતું હતું આ ટોળું,અને રતિકાકા પણ...!!,રતન બધાની ઘૂરતી આંખોનો શીકાર હતો,અંધારું વધુને વધુ ઘાટું બની રહ્યું હતું ,રતનને કદાચ પોતાનાજસાથીઓ આજે પરાયા લાગતા હતા,
એટલી મોટી મજાક, રતન પાસે કોઈ જવાબ ના હતો તે બિચારો બની આવતી મુસીબત માટે તૈયાર હતો
,કોણ શું બોલશે અને કેવો પ્રશ્ન હશે,રતન જાણે શુંન્યવાકાસમાં સરકી પડ્યો હતો,પુસ્તકાલય પાસેથી પસાર થતો રસ્તો હવે સુમસામ થતો જતો હતો,જોકે થોડા અંતરે એક- બે ટોળકી હજુ વાતોમાં મશગુલ હતી,

"અલ્યા મેં તો તારું મંતવ્ય પૂછ્યું એમાં આટલી અકરામણ ?!"

વાત પણ સાચી હતી ,ચારેતરફના હુમલાથી ધૂંધવાયેલો રતન વીરસિંહની આંખો સામે આંખો મિલાવી નહોતો શકતો, પણ હવે તેને હારવું ન હતું,ઘણી વખત આવું ગર્માયેલું વાતાવરણ આફતને આમંત્રણ આપી દેતું હોય છે ,પણ રતિલાલની હાજરી હતી,તેનો પ્રભાવ હતો એટલે એ શક્ય ન હતું, 

"હું તને સારી રીતે જાણું છૂ,તારા કહેવામાં ઘણું ઊંડાણ હોય છે"

"કેટલું ? ઊંડા કુવા જેટલું કે વધારે?"

વીરસિંહના પ્રશ્નથી રતનના મોઢા ઉપર હાસ્યની એક જલક છવાઈ ગઈ તેને, હારવું ન હતું, પણ પ્રશ્નની સાથે વીરસિંહ હજુ તેનો પીછોજ કરતો હતો,

રતન વીરસિંહ સાથે એટલો અતડો કેમ હતો,ખાલી તેના તરફ ચિંધાતી આગણીનું દબાણ હતું કે બીજું કંઈ !!,બીજું શું હોઈ શકે,પણ રતન અને વીરસિંહના ચાલુ સંબંધો બીજા બધા કરતા કૈંક વિરોધાભાસી હતા,
પહેલી વખત બે વચ્ચેના વિવાદમાં ગરમી હતી,ગરમીનું કારણ જગનના સમાચાર સાથે જોડાયેલું હોય ત્યાં સુધી બરાબર ,પણ બીજી કોઈ વાત હોઈ તો !! કોઈ અજાણી વાત ,કે જે બંનેને સંબંધો માટે હેરાનગતિ ઉભી કરી શકે, ગામના કોટવાળ વજુકાકાના આગમનથી બધાની નજર કોઈ નવા સમાચાર માટે ઉત્સુક બની, કોઈ ચલચિત્રનું દ્રશ્ય બદલાતું હોઈએમ વજુકાકાએ પંચ, પાંચસો રૂપિયાનો ફાળો લોકો પાસેથી
ગામમાં આવતો ભાગવત કથા પ્રસંગ માટે ઉઘરાવે છે,એની બધાને જાણ કરી,
યુવાનો અને રતિકાકાએ ગજા પ્રમાણે ફાળો પંચના પ્રિન્ટેડ કાગળ ઉપર લખી વજુકાકાને આપ્યો,કોટવાળની નોકરી વજુકાકા કેટલાય વરસોથી કરતા હતા,તેમનું કામ ગામના ઉપરી તેમજ ગામના લોકો વચ્ચેનું હતું

"વજુકાકા તમને જગન ની ખબર પડી? "વિરસીન્હેં વજુકાકાને પુછતા આતુરતા બતાવી,

"હા, ભાઈ જગન કંઈ જતો રહ્યો છે એવું જાણ્યું, વધારે ખબર નથી" એમ કહેતા

વજુકાકા બીજી ટોળી તરફ વર્યા. ગામના ઉપરી એટલે પંચાયતના સભ્યો ,
અને સરપંચ સભ્યોના ઉપરી, ગામના ગામના લોકોની પસંદગીના મતથી ચુટાયેલું નાનું ગ્રુપ,,ગામના જુદા જુદા સવાલો,પ્રસંગો,અવસરો વગેરેની વ્યવસ્થીત વ્યવસ્થા અને નિકાલ કરતુ નાનું ગ્રુપ,પંચાયત, વજુકાકા, કોટવાલની એક નાનકડી નોકરીનું વફાદાર પાત્ર,ગામની સરહદોની અંદરનો વ્યવહાર, નાનું ગામ, ગામની સાથે જોડાયેલા,મંદિરો,કુવા,ઝરણા પાદર,બસસ્ટોપ,રસ્તાઓ ,વીજળીની વ્યવસ્થા,દુકાનો,અવસરો,અને ઘણું બધું,અને લોકોની સલામતી માટેની જવાબદારી,બધું બરાબર જો લોકોના ચુટાયેલા ઉપરી અધિકારીઓ બરાબર,નહિ તો ખુરસીની માયા અને બધી અવ્યવસ્થા. કુદરતી ઠંડો વાયરો ચાલતો હોઈ,એટલે વાતાવરણ તંદુરસ્ત,લોકો ભોળા,એટલે વધારે પડતું પોલીટીક્સ નહિ,અને બધું સારું.
 વીરસિંહ અને રતન વચ્ચે ઉભું થયેલું ઠંડુયુદ્ધ અહી સમાપ્ત થઇ જશે કે પછી બીજી કડીઓ જોડશે,
રતનને હારવું પણ ન હતું અને બને ત્યાં સુધી આ ચર્ચાથી દુર રહેવું હતું,ગીતા રતનની સાથે કોલેજની લોબીમાં વોક કરતી હતી,ત્યારે વીરસિંહ સામેથી આવતો હતો,અને હાથ ઉંચો કરી રતનને બોલાવેલો,રતન જવાબ આપ્યા વગર નીકળી ગયેલો,તે વાતને ઘણો સમય થયો,કદાચ વીરસિંહ એ વાતને તાજી કરવાના બહાને રતનને દબાવતો નહિ હોયને!! જગનની વાતમાં એ વચ્ચે ક્યાંથી આવે,જો એ વાત હોય તો રતનને કોઈ ડરવાનું ના હતું,ગીતા તેના ક્લાસમાં સાથે ભણતી હતી,કેટલીય વાર તેઓ સાથે જતા ,વીરસિંહની સંબંધો જોવાની રીત રતનને માન્ય ના હતી,એટલે તે ગર્માયેલો હતો,ગ્રુપમાં ચકડોળે ચઢવું ના હતું,એનો શું ભરોસો,અને પછી તો રોજની માથાકૂટ અને પ્રશ્નોની જડી,ખોટી વાતો સહેલાઈથી બધાના ગળે ઉતરી જાય,જો કે જગન પણ એની કોલેજમાં ભણતો હતો,કોમર્સ કોલેજમાં રતન,જગન અને વીરસિંહ જુદા જુદા ક્લાસમાં ભણતા હતા,તેની ગ્રુપને ખબર હતી,એટલે જગનના સવાલથી બધા વીરસિંહને સાથ આપતા હતા

"આજના આટલા ઠંડા વાતાવરણમાં ફરી વરેલું ગરમીનું મોઝું, અંતે તો ગરમ ગોટાના ભોગમાં ફેરવાશે " નીચી નજરે મનસુખ બોલ્યો

"અને ભોગના ફડીયા !?" વીરસિંહ સ્માઈલ આપતા ઈશારો કર્યો

"એ તો રતન કે વીરસિંહે"મનસુખે જોડ્યું

"વીરસિંહ કઈ રીતે, ગરમી તો રતને વાયબ્રેટ કરી" વીરસિંહે બચાવ કરતા કહ્યું

"પણ રતન આ પહેલા ક્યારેય ગરમ થયેલો, બધા એકબાજુ થઇ ગયા તો બધા ભોગવે"રતને પૂર્ણવિરામ મુકવાનો પ્રયત્ન કર્યો.

"મારું ખિસ્સું તો ખાલી, વજુકાકા લઇ ગયા"ભગતે પોતાની વાત કરી

"તો ભગત લોન લઇ લે, આજે તારી જે બોલાવીએ" વીરસિંહે હસતા કહ્યું, અને બધાએ હસતા સંમતિ આપી

ભગત નકારો કરવા જતો હતો,ત્યાં

"આજે રતિકાકા તરફથી" રતિલાલે બધાને શાંત કરવાના ઇશારે સમાપ્ત કર્યું આ બરાબર ન હતું ,પણ રતિલાલની રજુઆતનો કોઈયે અનાદર નકર્યો, બધાના મોઢા સિવાઈ ગયા .
 આજની ચર્ચા ખાટી મીઠી લાગણીઓ વચ્ચે સંકેલી ઉભું થયેલું ગ્રુપ લાયેબ્રેરીના પોલની ગલીમાંથી તેમની તરફ દોડતી આવતી નાની આકૃતિ જોઈ રોકાઈ ગયું,સહેવાગ દોડતો આવ્યો,

"પપ્પા, મમ્મી જલ્દીથી તમને ઘેર બોલાવે છે” રતિલાલનો હાથ પકડી તે બોલ્યો, દોડવાથી તે હાંફી ગયો હતો

"રતિકાકા આજે આપણને સહેવાગ ગોટા ખવડાવશે,"મનસુખ સહેવાગ તરફ હસતા બોલ્યો

"ઓવે, મારી પાસે પૈસાજ નથી ને "રતિલાલનો હાથ હલાવતો સહેવાગ બોલ્યો,પાચમા ધોરણમાં તે ભણતો હતો,અને સ્મૃતી સાતમામાં ભણતી હતી .

"એવું ના કેવાઈ અલ્યા, ખવડાવીસ એમ કેને,"રતિલાલ સ્મિત રેલાવતા તેના તરફ જોતા બોલ્યા, સહેવાગ થોડો શાંત થયો એટલે રતિલાલે પૂછ્યું " કોઈ આવ્યું હતું?!"સહેવાગે જવાબમાં ડોકું ધુણાવી ના પડી

"સારું,"કહેતા રતિલાલે પાકીટ કાઢ્યું અને ગોટા માટે વીરસિંહને પૈસા આપવા માંડ્યા,


"કાકા, અત્યારે તમે અત્યારે તમે ઘેર જાવ, મણીકાકી ખાસ કામ હોઈ


અમે મેનેજ કરી લઇશું"વિરસિંહ સાથે બધા મિત્રો સંમત હતા

“ભોગીલાલને મારી ગેરહાજરી નહિ ગમે, તેને મારા જૈ અમ્બે કહેજો, ચાલો તો ફરી મળ્યા" ભોગીલાલના ગોટા ગામમાં વખણાતા

"સેહવાગ, તારા ગોટા બાકી" વીરસિંહે જતા સહેવાગને હસતા કહ્યું,
"ઘેર આવજો, મમ્મીને કહીસ તે બનાવી દેશે " સહેવાગે બાળમાનસની નીર્દોષ રજૂઆત કરી અને બધા છુટા પડ્યા, રતિલાલ અને સહેવાગ લાયબ્રેરીની ગલીમાં દેખાતા બંધ થયા, બાકી બધા ભોગીલાલના ગોટા ખાવા ઉપડ્યા,ચોરો ખાલી પડ્યો,રાત અંધારી હતી ,હવે બીજું કોઈ આવે એવું ન હતું,સુમસામ,બાજુવાળી ટોળીઓ પણ ક્યારે જતી રહી તેની કોઈને ખબર ન હતી, તમરાનો અવાજ વધુ સક્રિય થયો હતો ,ભય ન હતો, પણ સુમસામ રાતના અવાજો ભયભીત વાતાવરણ ફેલાવી રહ્યા હતા. ગોટાનો ટેસ્ટ તેના બનાવનારની આવડત ઉપર આધારિત હોય છે અને ભોગીલાલ તેના અનુભવ સાથે પ્રખ્યાત હતા ,રાતે મોડે સુધી લોકો તેનો લાભ લેતા હતા , સાથે તરેલાં મરચા અને કાપેલા કાન્દ્દાનો ટેસ્ટ,જઈ રહેલા ગ્રુપમાં હજુ રતન અને વીરસિંહ હોવા જોઈએ તેવા નોર્મલ ન હતા, ગીતા સાથે રતનનો સંબંધ હોવો જોઈએ તેના કરતા વધુ વિરસિંહને દેખાતો હતો, અને તેથી તે પરેશાન હતો,ઘણી વખત જેલસીની હદ એટલી વધી જતી હોઈ છે કે માણસ પોતાનો બીઝનેસ ભૂલીને ન કરવાનું કરી બેસતો હોય છે એવું વિરસિંહને બન્યું હોઈ એમ લાગે છે
અને તેથી રતનને તે વારેઘડી હેરાન કરે છે,જોકે રતન તો મિત્ર છે એટલે સહન કરે છે પણ કોલેજમાં કોઈ ઘડી કોઈ જગ્યાએ ગીતાનો કોઈ સંજોગોમાં ભેટો થઇ જાય અને,વિરસિંહ રતનની બાબતે કે પોતાની બાબતે અજુગતી રજૂઆત કરી પાડે, રતન ગીતા માટે નોર્મલ છે પણ વીરસિંહ ગમે એટલો દેખાવડો કે હોશિયાર હોઈ અને ઇમ્પ્રેસન પાડવા જાયતો જરૂર અનહોની સર્જાય અને જરૂર સર્જાય,
આ બધું શક્ય હતું ,રતનને કદાચ તેની ખબર હોય તેમ તે ગમે તે સહન કરીને પણ તેને રોકવા નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો. વીરસિંહ મજબુત બાંધાનો કદાવર યુવાન,ઉંચાઈ પણ સરખી,દેખાવ સારો,આમ જુઓ તો બધું દેખાવડા માણસને બંધ બેસતું,કોઈ જુએ તો નજર બાંધીને ઠરી જાય, કદાચ વીરસિંહ પોતાના દેખાવથી
 ઈમ્પ્રેસ્સ થતી વ્યક્તિને ગર્વથી જોતો,પણ રતન સાથે કોલેજની લોબીમાંથી પસાર થતી ગીતાને તેના
દેખાવની કોઈ કિંમત ન હતી તેનો તેને અફસોસ હતો,રાજપૂત હોવાથી ડર કે ભય જેવા શબ્દોની અસર
ન હતી,પણ ગીતાની વર્તણુક તેને માન્ય નહતી,તે તેને પોતાનો માનભંગ સમજવા માંડ્યો હતો,ઘેરી થતી આ અસર તેને કોઈ અજુગતા સ્ટેપ તરફ ઘસેડી જાય તે સહજ હતું ,કેમકે આવી વસ્તુમાં માણસ બધું સાચું હોય તોપણ પોતાની સમજને આધીન થઇ પોતે જ સાચો છે એમ પુરવાર કરવા પ્રયત્ન કરતો હોય છે
 માનહાની કે નુકશાનની પરવા નથી હોતી ,રતન આ બધું જાણતો હતો,ગીતા સાથેની સારી દોસ્તી,કોઈ ખરાબ રીતે જુએ તે માન્ય ન હતું,અને દુનિયા તો જેવું દેખાય તેવું અનુભવે,પણ વીરસિંહ શા માટે આટલો બધો ગીતાનો ભાર લઈને ફરે છે,ગીતા રતનની મિત્ર હતી એમાં એને શું પુરવાર કરવું છે?,પોતાનો દેખાવની કિંમત…..!!,કઈ જ ખબર ન હતી પણ દ્રશ્ય કે સર્જાતા દ્રશ્યની સ્થિતિ જરૂર અસ્ત વ્યસ્ત હતી વહેતો વાયરો ટોળાને વિરુદ્ધ દિશામાં ક્રોસ કરતો હતો એટલે ગોટાનું સ્થાન દુર હતું તો પણ ટોળું ગરમ ગોટાની સુગંધ અનુભવતું હતું,વીરસિંહ રતનની સામે ત્રાંસી નજરે જોઈ લેતો હતો,જયારે રતનની આંખો તેનો અનુભવ
 કરતી ત્યારે વિચારધારામાં કૈંક ઉણપ અનુભવતી અને પોતે ,રતન અને વીરસિંહ વચ્ચેના ભાવી ચિત્રો કે જેમાં ગીતાનું પાત્ર ઝુમતું હતું,તેમાં ખોવાઈ જતો,ન કરવાની ચિંતા કરીને જાણી જોઇને મુસીબત ન વહોરવી જોઈએ , પણ પરીસ્થીના ફેરફારોમાં ક્યારે દબાઈ જવાય તેની મનને જાગૃત હોવા છતાં ખબર પડતી નથી,આવું બધું નરમ સ્વભાવવાળાને ખુબજ સહેલાઈથી થતું હોય છે,અને રતન તેમાંનો એક છે એટલે સામનો કર્યા વગર દબાયા કરે છે,
વિચારો એટલે શું..? વજન ,ઘણું બધું વજન કે સામેના પલ્લાનો નીચે આવવાનો ચાન્સ જ નહિ

"રતન,ભોગીલાલ તારી રાહ જોઇને બેઠા હશે "

વીરસીહના કટાક્ષથી રતનની વિચારધારા તૂટી,વારેગડીની હેરાનગતિ તેમાં સ્પષ્ટ થતી રતનને દેખાઈ ,તેણે ચુપ રહેવામાં હોશિયારી સમજી,તે ચુપ રહ્યો,શું થશે આ બે જણાનું...? એક વજનના કાટલાં એક પછી એક મૂકી મઝા લેતો જાય અને બીજો તેના ભાર નીચે હેરાન થતો જાય,એ બરાબર નથી પણ,પાત્ર ભરાઈ જાય પછી પ્રવાહી ન રેડવામાં હોશિયારી છે કે નહિ તે કોણ સમજાવે...!! ટોળામાં ઘણા પાત્રો છે ને બધા મિત્રો છે,અને બધા વચ્ચે ક્યાંક ગરમી વધતિ હોય તો માંઝા મુકે તે પહેલા ઉપાય જરૂરી હોય છે, પણ ઉપાય માટે કોઈકે સાહસ કરવું પડે ,કોઈકે બિલાડીની ડોકમાં ઘંટડી બાધવી પડે, નહિ તો વારાફરથી ચાલાકીનો ભોગ બધાએ બનવું પડે,ભગતે ભારહળવો કરવા ભોગીલાલ તરફ ઈશારો કરી સ્થાન નજીક હોવાની પ્રતીતિ કરી,ભોગીલાલ બહાર પડેલી ખુરસી ઉપર બીડીનો કસ ખેચતાં બેઠા હતા, નવરાશ ની પળો ભોગવવા ગામડામાં બીડી તો શહેરમાં સિગારેટનો સાથ લેવાતો હોય છે, તંબાકુ બંને બાજુ નુકશાન કરતી હોવાની સમજ હોવા છતાં
 માણસ બુરી આદતનો ભોગ બનતો હોય છે. ભગતના પ્રયાસે વીરસિંહ અટક્યો,તેની રતન તરફની એક નજરે તેને વધુ પ્રશ્ન કરતા રોક્યો ,રતન યથાવત મૌન રહ્યો,પણ જીતને સંકેતમાં રાખીને વીરસિંહે ભોગીલાલને સંબોધન કર્યું,

"કાકા, કેમ બધું ઠંડે ઠંડુ,"

"આજે થોડું એવુજ છે," કાકાએ ઉભા થઇ સ્ટવમાં દીવાસળી ચાપી, તેલ ગરમ થવા લાગ્યું, નાની ચોરસ બોક્ષ જેવી છેલ્લી દુકાન બાજુમાં પાનનો ગલ્લો, આગળની દુકાનમાં સેવ પાપડીવાલો ને એમ ચાર પાંચ દુકાનમાં ભોગીકાકાની દુકાન હજુ ચાલુ, તેલ ઉકર્યું એટલે કાકાએ પાચ -છ ડીસ જેટલા ગોટા કાઢ્યા મનસુખે મરચા સાથે ડીસો,બધાને આપી,ભોગીકાકા મનસુખ સામે પાણીથી ધોયેલા હાથ કપડાથી સાફ કરતા હસ્યા ,

“મનસુખ તું તો બહુ ઉતાવળીઓ..."

"કાકા તમે હવે બેસો, બે મઝાની વાતો કરો" મનસુખે કાકાને બેસાડતા કહ્યું,

"તે, રતિલાલ કેમ ન દેખાયા "કાકાએ પૂછ્યું

"તમને જય અંબે કહ્યા છે, સહેવાગ બોલાવવા આવ્યો હતો તે, ઘેર ગયા"

ભોગીકાકાને હાલ હવાલ પુછતાપુછતા બધાએ ગોટાનો સ્વાદ માંણ્યો ,વખાણ કરી બધા ઉભા થયા,

ફાનસ ઉપર પ્રકાશથી અંજાય ફૂદડી ફરતા પતંગિયા ક્યારે ઉદભવતા અને ક્યારે વિલીન થઇ જતા,કોઈને ખબર ન પડતી, ભોગીકાકાને આવજો કહી ટોળું ત્રણ ત્રણમાં વિભાજીત થઇ જુદી જુદી ગલીઓમાં અંધારે ઓજલ થઇ ગયું, ગોટાના પૈસા વીરસીન્હેં આપ્યા,રતન આગળ થયો,પણ શું થયું કે વીરસીન્હેં તેને રોકી પૈસા આપી દીધા,આ ફેરફાર ગોટાની ચટાકેદાર ગરમીનો હતો કે,પછી ઠંડી લડાઈની એક બીજાની બરાબરી પછી સંકેલાતો પ્રયત્ન હતો,ટોળાને કઈ ખબર ન પડી,વીરસિંહ,મનસુખ અને ભગત સાથે લાયબ્રેરીવાળી ગલીમાં વળી ગયો ,સુમસામ રાતમાં તમરાનો અવાઝ એકધારો ગુંજી રહ્યો હતો.


પ્રકરણ-૧ સમાપ્ત.પ્રકરણ -૨  વાંચવા બાજુમાં blog achive April -2 ની first post   (Top on right side)કોલ પર ક્લિક કરો બીજી પોસ્ટ માં પ્રકરણ -૩ નો સમાવેશ છે.

આપનો ભિપ્રાય ખુબ જરૂરી છે,આભાર 

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,આભાર.અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com)
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.