Monday, April 1, 2019

હવે વાંચો મારી નવલકથા "મોગરાના ફૂલ-પ્રકરણ બીજું "અહીં ક્રમશ (શેઠાણીનો સંતાપ)

 નવલકથા "મોગરાના ફૂલ "




પ્રકરણ બીજું

 શેઠાણીનો સંતાપ

શેઠાણી વારેઘડીએ આરામ ખુરશી ઉપરથી ઉભા થઇ બારી બહાર મણીબેનની રાહ જોઈ રહ્યા હતા,શું થશે ? એ સવાલના ભાર હેઠળ તે દબાતા જતા હતા,આટલી જીંદગીમાં પહેલી વખત આવા કડવા અનુભવના તે ભોગ બન્યા હતા,વેપારમાં કદી નવરા નહિ પડતા મગનશેઠ પણ બે દિવસથી ઘેર હતા,શ્વાસની તકલીફ તેમને ક્યારેય નહોતી પણ તેમનો હાથ વારેગડીયે છાતી ઉપર જતો હતો,કાયમ તંદુરસ્તઅને હસતું આ કુટુંબ
 પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયું હતું,ઘણા સ્નેહી અને મિત્રો શેઠને ત્યાંના બનાવ પછી અવાર નવાર ખબર લઇ આશ્વાસન આપતા પણક્યાં સુધી રોકાય,તે જાય એટલે શેઠ શેઠાણી ફરી એકલા
 પડે અને ફરી ચિંતાઓનો ભાર,તેમની દીકરી જાગૃતિને પણ ઘણી ચિતા,તે વારેગડીયે શેઠની સેવામાં,દીકરીને બાપની ઘણી ચિતા હોય, તેમ જાગૃતિમાં- બાપની મુશ્કેલીની થોડી હળવાશ,મણીબેનઅને શેઠાણીને
 સારું બને તેમ જાગૃતિ પણ સ્મૃતિના ક્લાસમાંજ ભણે એટલે ખાસ મિત્રો,આમ જુઓ તો બંને કુટુંબનો સારો મેળ, એટલે શાંતાએ જેવો શેઠાણીનો સંદેશો આપ્યો કે તરત સેહવાગને મોકલી રતીલાલને બોલાવ્યા,
શાંતા શેઠાણીને ત્યાં છેલ્લા પાંચ વરસથી કામ કરે,ક્યારેક મણીબેનને મદદની જરૂર હોય તો ત્યાં પણ હાથ બટાવે, , પ્રમાણિક નોકરાણી શાંતાનો ધણી મગનશેઠના ટ્રેક્ટરનો ડ્રાયવર સિઝનમાં ખેતરો ખેડવાના
 હોય ત્યારે ખુબ કામ આવે,ઘણીવખત બે ટ્રેક્ટર પણ ઓછા પડે.એટલે શેઠને પૈસાની તો ખુબ આવક,
મોટો વેપાર,પેઢી ચાલે, એમના પિતાએ ગામમાં આવી શાક્ભાજીની દુકાન ચાલુ કરેલી તેમાંથી ધંધો
વિકસતો રહ્યો અને આજે મગનશેઠે ટોચ ઉપર પહોચાડી દીધો,ગામમાં અને ગામ બહાર પણ શેઠનું નામ બોલાય, જયારે મદદની જરૂર પડે શેઠ આગવા હોય,આટલી ઉંચી કક્ષાને જગને હલકી
કરી નાખી,શેઠ ભાંગી પડ્યા,પત્નીની હાલત પણ બેહાલ હતી,કેમકે પહેલીવખત આ મહાદુખનો અનુભવ
 થઇ રહ્યો હતો, આટલા બધા સ્વજનો અને સ્નેહીઓમાં રતિલાલ ઉપર શેઠની નજર અટકી,
હૃદયથી હૃદયનો સબંધ ,રતિલાલને કોઈપણ વાત કહેવાય એટલે શેઠાણી સાથે ચર્ચા કરી,તેમને તેડું મોકલ્યું
રાહ જોતા શેઠાણી વારેગડીયે બારી બહાર જોતા હતા,કુતુહુલવશ જાગૃતિ માની આ સ્થિતિ જોઈ તેના ખભે હાથ મૂકી તેને શાંત કરવા પ્રયત્ન કરતી

"હજુ, મણીકાકી ન આવ્યા "

"આવશે માં, કાકાની રાહ જોતા હશે" અને એમ જાગૃતિએ માંને શાંત કરી, શેઠાણી ચિંતા કરતા ખુરશીમાં બેઠા.

રતિલાલ અને મણીબેને શું કહીશું અને કેવી રીતે શેઠ શેઠાણીને શાંત કરવા એ બાબતમાં થોડું ટુકમાં વિચારી લીધું ,કુટુંબમાં શાંતિની જરૂર હતી,ભર્યું ભાદર્યું કુટુંબ માંટે અચાનક આવી પડેલી મુશ્કેલીમાં થોડી રાહત પણ ઘણી અગત્યની હોવાથી ખુબ સાવધાનીથી કામ લેવું જરૂરી હતું, હોનારતમાં માંટી અનેપત્થરોના પડ નીચે દબાયેલી વ્યક્તિને બચાવવા જેટલી સાવધાની,બચાવનારની એક ભૂલથી બચાવ થતો જોતી કેટલીય આંખો
સિસકારા સાથે પલકમાં નમ થઇ જતી હોય છે,અને દ્રશ્ય બદલાતા વાર નથી લાગતી, ઘણું શાંત અને બુદ્ધિશાળી એવું આ મધ્યમ વર્ગી રતિલાલનુંકુટુંબ સહેવાગને ઘરે રાખી શેઠાણીને ત્યાં જવા નીકળી પડ્યું,
કુટુંબ જુયારે શેઠાણીને ત્યાં પહોચ્યું ત્યારે બારણે ટકોરા મારવાની જરૂર ના પડી,ક્યારની રાહ જોતા શેઠાણી બારણું ખોલી અસૃસભર આંખે મણીબેનને વળગી પડ્યા,સ્મૃતી અને જાગૃતિની આંખો પણ ભરાઈ આવી
કારુણ્યના આ દ્રશ્યને "અલ્કાબેન..."એવા નરમ શબ્દોથી પીઠ થાબડી મણીબેને હળવું કર્યું, બધાએ બેઠક લીધી,સ્મૃતિ જયારે આવે ત્યારે જાગૃતિ તરત તેના રૂમમાં લઇ જાય પણ આજે તેમ ન બન્યું, કેમકે કુટુંબની હળવાસમાં તે જરૂરી હતું,તે બંને ફ્લોર ઉપર બેસી પડી,રતિલાલ મગન શેઠના રૂમમાં ગયા.
કરુણતાનો ભોગ બની ચુકેલા મગન શેઠ રતિલાલના આવવાથી થોડા શાંત બન્યા,રતિલાલે તેમની પાસે બેઠક લીધી,આ પહેલા કેટલીયવાર મળ્યા હતા,બનાવ બન્યા પછી પણ રતિલાલ શેઠને મળવા આવી ગયા હતા,પરંતુ આજે મગનશેઠ કૈક વધુ નબળા પડી ગયેલા દેખાતા હતા,કુટુંબ હોય એટલે આવું બધું તો બન્યા કરે,
સહનશીલતા રાખી તેનો નિકાલ કરવાની મુખ્યાની ફરજચુકી ગયા હતા તેનું કોઈક કારણ હોય
 અથવા આટલી બધી મિલકતનો વારસ એકદમ આટલા પ્રેમ ભર્યા વાતાવરણને ત્યજી બધાને શિક્ષા આપી
ભાગી ગયો તે હોય,પણ કાયમ ખુશ રહેનારા શેઠ ભાંગી પડ્યા હતા

દરેક જાતની સુખ સગવડતા અને ભર્યો ભાદર્યો કુટુંબનાં પ્રેમની કોઈ કદર ન કરાય તો ગમે તેવો સહન કરવાવાળો પણ તૂટી જાય,પાળી પોષીને મોટા કરેલા પાછળ માં-બાપ ને કૈક આશા હોય , ઈચ્છા હોય કે મારું છોકરુંઠેકાણે પડે, પણ આવું કૈંક અવળું થાય ને માં- બાપને નિરાશાના દુશ્કાઓ લેવા પડે તો ઘડપણ
 આયુષ્યની સીમાં સમેટી ન લે.....! અરે પછીતોડોકટરોને પણ બચાવવાની તકલીફ પડે,ઘણા
એવા હોય કે સમાજની કોઈ વાત તેમને માન્યજ ન હોય,ગમે તેમ કરીને તે વિરોધ કરી ખુશી ભર્યા વાતાવરણને નાખુશીમાં બદલી કાઢે, અને પછી બધાના ચહેરા ઉપર નાખુશી વર્તાય ત્યારે બધાની સામે લુચ્ચી નજરે જોતા જોતા શાંતિથી હરખાય,કાપી કાઢો તોય તેમના હરખમાં ફેર ન પડે,તેમના માટે તેમના સિવાય બીજું બધું કિંમત વગરનું હોય,આવા તત્વોને તમે કાલાવાલા કરો તોય ન જીતાય,મગન શેઠનું નું કુટુંબ આવા તત્વો માટે ગણી સહેલાઈથી ભોગ બને તેવું હતું,પણ મગનશેઠે કૈંક લોકોની ખુશી જોડી હોવાથી
તેની એટલી બધી અસર ન હતી,જાગૃતિ વચ્ચે વચ્ચે મગન શેઠના રૂમમાં પાણી આપવાના બહાને પરિસ્થિતિનો તાગ કાઢી જતી,સ્મૃતિ પણ તેની સાથે મદદ કરવા ઉભી થઇ જતી પણ જાગૃતિના બેસવાને ઇશારેમરકાટ ને હોઠના છેડે છોડી બેસી જતી, થોડીવાર માટે જાણે બધું થંભી ગયું હોય એવું
 વાતાવરણ હતું,ભગવાન હોય તો તેને પણ થોડીવાર માટે તેની અસર થઇ જાય,પણ એ પણ કોઈ તત્વ હશે,મનુષ્ય સુખ કરતા દુઃખમાં તેની જરૂરિયાત વધુ સમજતો હોય છે, સુખમાં આડા અવળા કારણો બતાવી આંખ આડા હાથ રાખી પોતાના સ્વાર્થનું તેની આગળ પ્રદ્સન કરતો હોય છે,પણ એ તત્વ માટે તો આખી દુનિયાની જવાબદારી સ્વર્થીના સ્વાર્થ માટે તે રોકાય ખરો, અને દુનિયામાં મનુષ્ય સિવાય કેટલા બધા જીવો,અદભુત શક્તિ છે, કે જેનો કોઈ પાર નથી,પામર મનુષ્યની સમજ બહારની એ વાત છે. અલકા શેઠાણી
જયારે શાંત થયા ત્યારે થોડીવાર માટે આજુબાજું બધું ફરતું દેખાયું,તેમને પણ શ્વાસ લેવામાં તકલીફ
થતી હોય એવો અનુભવ થયો,જાગૃતિએ ટેબલ ઉપર પડેલા પાણીના જગમાંથી પાણી ગ્લાસમાં રેડી મમ્મીને આપ્યું,

"જે થયું તે, રડવા કે ચિંતા કરવાથી ઉકેલાવાનું નથી, અલ્કાબેન, આખી જીંદગીમાં કોઈનું બગાડ્યું નથી, તો કૈંક તો સારું થશે.ધીરજથી કામ લેવું પડશે,નહીતો,બીજી ઉપાધી થશે."

મણીબેને આશ્વાસન આપતા કહ્યું.જાગૃતિની આંખ ભીની થઇ ગઈ,સ્મૃતિએ તેને બગલમાં ખેચી શાંત
 કરી,ઉપાધી જયારે માથે ચઢી જાય ત્યારે શાંત થવું જરૂરી હોવાથી બેનો ઝડપથી આંસુનો સહારો લઇ લેતી હોય છે,અથવા તોબેનોનું રડવું સાહજિક રીતે હોય છે,કદાચ એ કુદરતી પણ હશે, છાતીમાં ડૂમો ભરાવવાથી
થતું નુકશાન અટકી શકે,અને શાંત થવામાં ઝડપ છે,કારણઆવે,જયારે પુરુષોની વાતજ અલગ કે ઘરના મુખ્યા તરીકેનીજવાબદારી તેને રડતો રોકે,આંખો જરૂર ભરાઈ આવે,પણ જો પોતાના પર કાબુ
ન રખાઈ તો, આગળ શું કરવું તેની ખબર ન પડે,અને દરેક પ્રસંગમાં આગવી તકેદારી તો રાખવીજ પડે, પછી તે સારો પ્રસંગ હોય કે ખરાબ,મણીબેનના શબ્દોએ અસર તો કરી,પણ જગનના ઉપસી આવતા દ્રશ્યો નો ઉભરો તેમને આંસુ રોકવામાં મદદ નહોતો કરતો,જગનના ગયા પછી સુન મારી ગયેલા મનને
સક્રિય કરવા મણીબેનને બોલાવ્યા પણ આંસુઓ બમણા વેગથી વહી પડ્યા,સારા માણસો આવી પ્રકીયાનો સમય જ નિકાલ કરી શકે એવું નિદાન કરતા હોય છે.પણ શેઠાણીએ થોડો કાબુ મેળવી,ગદગદ થતા ઘણી વખત પછી કહ્યું,

"મણીબેન, જગન જતો રહ્યો ત્યારે હું પાછળ વાડામાં હતી, બાપ દીકરા વચ્ચે શું થયું એની હજી ખબર નથી પડી, જાગૃતિ પણ નથી જાણતી,"

મણીબેન પણ અચંબામાં પડી ગયા

"બે વખત એમને પૂછ્યું, પણ કોઈ જવાબ નહિ, અને પછી હાથ ઉંચો કરી, પલંગમાં બેસી પડ્યા, મેં પાણી આપ્યું, પણ તેમની સ્થિતિએ મને ચુપ રહેવા મજબુર કરી, હવે તમેજ કહો હું શું કરું?"
ફરીથી ભીની આંખો કોઈ સુઝાવ માટે ઝંખી રહી, સુઝાવ માટે ઊંડા વિચારમાં સરકી ગયેલા મણીબેનની નજર જાગૃતિ ઉપર અટકી,

"જાગૃતિ તને કશીજ ખબર નથી, કે ભાઈને પપ્પા વચ્ચે શું થયું? "

"ના કાકી, હું સ્કુલેથી આવી ત્યારે પપ્પા પલંગ ઉપર બેઠેલા હતા, તેઓ ખુબનારાજ દેખાતા હતા,"

" જો, બેટા આ તો એક કોયડા જેવું કહેવાય કે પપ્પા સીવાય તેનો જવાબ કોઈ ન આપી શકે,"મણીબેને વાતાવરણને સ્થિરતા આપતા અને અલકા શેઠાણીની માનસિક સ્થિતિ સરખી કરતા જાગૃતિ સાથેનો સંવાદ ચાલુ રાખ્યો જાગૃતિ અને સ્મૃતિ,પાસ પાસે બેસીને ગંભીરતાથી સાંભળતા હતા,

"આપણને કૈક ખબર પડે તો આગળ જવાય, બધાએ સાથે મળીને કોયડો ઉકેલવો પડે"મણીબેનનો પ્રયત્ન જીવંત થતો જતો હતો.

"બેન, મહિના પહેલાતો,જગનને જયારે કુટુંબની એક છોકરીની વાત કરી ત્યારે શરમાઈને બાજુના રૂમમાં જતો રહ્યો ને જાગૃતિ તેને ખેચીને પાછી લઇ આવી,તે નારાજ નહતો,ભણવાનું બાનું કાઢી મારા મોઢે હાથ મૂકી મને બોલતીબંધ કરી, પછીતો જાગૃતિ સાથે માથાકૂટ કર્યા કરતો હતો,આવા છોકરાને શું થયું તે,......" અને ફરીથી શેઠાણીની આંખો ભીની થઇ,

"અલ્કાબેન, શેઠ પણ છોકરીની વાતથી ખુશ હતા,"

"હા, બેન એમની સાથે નક્કી કર્યા પછી તો મેં જગનને કહેલું."શેઠાણી બોલ્યા, એટલે મણીબેને વાતચીત ચાલુ રાખી,

"તો પછી અલ્કાબેન બંને વચ્ચે છોકરીની વાતથી માથાકૂટ થઇ નથી લાગતી"

"ભગવાન જાણે, શું હશે આ છોકરાને," શેઠાણી નીસાસાનો શ્વાસ મુકતા બોલ્યા.પરિસ્થિતિ ઉપર કાબુ મેળવતા મણીબેન ને થોડો સંતોષ જરૂર હતો,અલકા શેઠાણી ચર્ચામાં ભાગ લઇ રહ્યા હતા,

"છોકરી ભણતી હશે, અને કુટુંબને તમે જાણો છો એટલે બધું સારું જ હશે."

"ઘણી સારી, દેખાવડી, અને કુટુંબ પાસે અમારાથી પણ સારું, જગન માટે સો ટકાની તેમની હા,પણ નસીબ એના..,"અને ફરી એક લાંબો નીસાસો નાખ્યો,પામર માનવી સરકતી બાજી ઉપર ઝડપથી હાર માની,
ભગવાન કે નસીબને ઉપર રાખી શૂન્યાવકાશમાં ડૂબી જતો હોય છે, આવે સમયે તેને જરૂર કોઈની મદદ જરૂરી હોય છે,ના મળે તો પોતાની જાતને મોટા નુકશાનથી દુખી કરતો હોય છે,સુખ દુખ,ચઢતી,પડતી જીવનની ઝલકના સામાન્ય પાસા છે,અને તેની ખબર હોવા છતાં તેનો સામનો નથી કરી શકાતો,
જાગૃતિ મમ્મીની હાલતના ફેરફારથી ખુશ હતી,મનમાં મણીઆંટી માટે તે આભારી હતી,તેને આંટીને પાણી માટે પૂછ્યું,અને મણીબેને પાણી પીધું,સ્મૃતિ પણ સંતોષી દેખાઈ,જરૂર સુધારો હતો,રાત વધતી જતી હતી, પણ સ્થપાતિ શાંતિને અધવચ્ચે ઝૂલતી રાખી ક્યાય જવાય નહિ, નહીતો બધું સરળતાથી
બગડી જાય તે મણીબેન જાણતા હતા અને એટલેજ થોડું પોતે સહન કરીને તેમને ઝોખમ નહોતું લેવું, શાંતિ અને સંતોષ બધા ઈચ્છતા હોય છે,
પણ પરિસ્થિતિ ભાન ભુલાવી તેનાથી દુર લઇ જતી હોય છે,તેની અસરથી મણીબેન કે શેઠાણી કોઈ પણ બાકાત નથી હોતું,પણ સમય વર્તે સાવધાનકોઈક જ થતું હોય છે,બાકી બધાજ અસંતોષ અને અશાંતિમાં ડૂબી જતા હોય છે.જગનથી ઉભી થયેલી મુસીબતથી બધાજ નિરાશામાં અટવાઈ પડ્યા હતા,પણ ક્યારેક તો તેમાં હળવાશ અનુભવાશે,ક્યારેક તો આશાનો દીપક આકાર લેશે,જાગૃતિ પહેલી વખત આ કરુણાને ભોગવી રહી હતી,ક્યારેય છોકરાને ઓછપ ના આવે એનું સતત ધ્યાન રાખતા શેઠાણીની આજુબાજુ ગહન
અંધકારે સ્થાન લઇ લીધું હતું,બનાવ તો બની ગયો હતો અને આખા સમાંજે તેનો અનુભવ કરી લીધો હતો,દિવસે કેટલાય શેઠનું સારું ઈચ્છતા લોકોની અવર જવર સતત રહેતી,બધા સારું ઈચ્છતા પણ ઘણી વખત તેની અસર ઉંધી પડતી અને કુટુંબ તેનો ભોગ બનતું.

"હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અલ્કાબેન, ન કરે નારાયણ ને બધુંસરળતાથી ઉકલી જાય તો,
જગનનો વિવાહ આ છોકરી સાથે તરત વિલંબ કર્યા વગર કરી નાખવો જરૂરી છે."

મણીબેનનો આ સુઝાવ ચમત્કારિક સાબિત થયો, અલકાબેનના ચહેરા ઉપર ખુશી ની નાની ઝલક પ્રસરી ગઈ,માનું દિલ હતું,સારા પ્રસંગ માટેનો સુઝાવ હતો,ગમતી વાત હતી,એટલે ઘડીક માટે તો પ્રસંગની ગંભીરતા ચીરીનેહાસ્યની ઝલક શેઠાણીના ચહેરા ઉપર છવાઈ ગઈ,ભલે પછી આ મણીબેનનો એક ચતુર બારીક
 દ્રષ્ટિનો પ્રયત્ન હોય, પણ તે વ્યર્થ ન હતો,તેની અસર થઇ હતી,શોક ન કહેવાઈ પણ કારુણ્યના વાતાવરણમાં એક ખુશીની નાની ઝલક પણ માનસિક સ્થિતિને મજબુત બનાવવા માટે યોગ્ય હોય છે,કશી સુઝ ન પડતી હોય ત્યાં ખુશીની ઝલક,એ તો કોઈક જ કરી શકે,કદાચ એવા માણસને આપણે વંદનીય સમજીયે બીજું શું..?, કેમકે આવી પ્રક્રિયા ચમત્કાર જેવી કહેવાઈ,અને તે સામાન્ય માનવીની પહોચ નથી,અને જ્યાં પહોચ ન હોય ત્યાં માનવી સહેલાઈથી વંદન કરી સ્વીકારી લેતો હોય છે,થોડું સમજવું અઘરું છે પણ માં ને ખુશ જોઇને જાગૃતિ અને તેને જોઇને સ્મૃતિ પણ ખુશ થયા,

"એવું બને તો, મણીબેન તમારા મોઢામાં ગોળ, ને ભગવાનનો પાડ," અને શેઠાણી મનમાં મણીબેનનો આભાર માની રહ્યા,

"એવુજ બનશે, હું એ છોકરાને જાણું છું, ઘણો સમજુ છે, પણ સંજોગોએ આ અનહોની સર્જી બાપ બેટા વચ્ચે
 દુરી પેદા કરી છે તે સંજોગોજ સુધારી દુર કરશે,"

"જલ્દી મારો જગન પાછો આવે, પછી બાપ બેટાને તો હું સમજાવી લઈશ,"

શેઠાણીને આતુરતાનું એક આવરણ થોડી વાર માટે ધ્રુજાવી ગયું,તોતેર મણનો તો,કેટલો બધો ભાર,આવશે
 તો,થશે તો,દરેક જગ્યાએ તો,માનવીની આશાઓનો રાઈનો પર્વત,કેટલો બધો ભાર,તો ના ચક્કરમાં મોટા મોટા મહેલોને ,ખુશીયોનો ખઝાનો ક્ષણમાં મન ઉપર છવાઈ જાય,બહુ જ સહેલાઈથી,પણ ઓ ભાઈ
તારું ઝુપડું સમાલ, નહિ તો રહેશે ક્યાં...?, તોતેર મણના તો નું ચક્કર છોડ ને કામે લાગીજા, મનને શું કરવા નહિ જોઈતું દુખી કરવું,કોઈક સાચા માણસની આ સમજ પ્રમાણે વર્તવું જરૂર હિતકારી સાબિત થઇ શકે.
જાગૃતિ અને સ્મૃતિ બંનેને સવારે સ્કુલે જવાનું હતું,તે મણીબેનના ધ્યાનમાં હતું,બધાની ચર્ચામાં મગનશેઠ
અને રતીલાલની હાજરી ભુલાઈ ગઈ, મણીબેનના ઈશારે જાગૃતિ પાણીના બે ગ્લાસ લઇ મગનશેઠના રૂમમાં ગઈ,કોઈ ઊંડી ચર્ચા ચાલતી રોકાઈ ગઈ,સ્માર્ત જાગૃતિ સમજી ગઈ,છતાં ચા કે ડ્રીંક માટે તેણે અંકલને પૂછ્યું,
રતિલાલે હાથ ઉંચો કરી ના નો ઈશારો કર્યો,

"બેટા, બે ગ્લાસ ડ્રીંક લઇ આવ, મમ્મીને આંટી શું કરે છે?"પપ્પાની સ્થિતિ કોઈ ખાનગી વાત થયાની ચાડી ખાતી હતી, પણ તેને માટે તેઓ બરાબર હતા એટલુજ પુરતું હતું.

"તેઓ બેઠા છે, મમ્મીને મોકલું, પપ્પા "

"ના, કઈ કામ નથી બેટા, હું તો ખાલી જ પૂછતો હતો." જાગૃતિએ ડ્રીંક આપ્યું,રતિલાલે પણ અનાદર ન કર્યો,જાગૃતિની જતા તથા પાછા આવતા તેના ચહેરા તરફ બધાની નજર હતી,પણ કોઈ કઈ પૂછે તે પહેલા જાગૃતિએ અંદર બધું બરાબર છે એની જાણ સહુને કરી,સંતોષથી મણીબેન અને શેઠાણીએ સ્મિતની આપલે કરી,બધું બરાબર થતું જોઈ,મણીબેન ખુશ હતા,જાગૃતિ અને સ્મૃતિ થોડીવાર માટે જાગૃતિના રૂમમાં ગયા, મણીબેન અને શેઠાણી એકલા પડ્યા,પણ શેઠાણીને ક્રિયાશીલ રાખવા બાથરૂમમાં જઈ ચહેરો ઠંડા પાણીથી
ધોવાનું કહ્યું,થોડું અજુગતું લાગ્યું પણ અલ્કાબેન બાથરૂમમાં ગયા,

હવે રતિલાલ અંદરથી આવે પછીજ જવાશે એ નક્કી થતા મણીબેન એકલા, બનાવની આજુબાજુની ગંભીરતાને વિચારતા સુન્યમસ્ક થઈ બેઠા,અત્યાર સુધી રસ્તાઓ શોધતું ક્રિયાશીલ મન એકલું પડ્યું,એકલા
પડેલા મનની વિચારવાની ગતિ અતિશય વેગીલી બની જતી હોય છે,પછીતેમાં ના જોઈતા વિચારો પણ 
ઘુસીને તોફાન ફેલાવી દેતા હોય છે,માણસને બધું સહન કરવાનું સરળ પડે પણ એકલતા તેને મજબુરીથી
પણ દુર લઇ જાય,તેને બિચારો બનાવી દે,જેને છુટકો ન હોઈ તે શું કરે...ભોગવે....આગલા જનમનું કશુક બાકી હોય તે, આમ માનવીનું મન જુઓ તો સતત વિચારતું,કોઈ પણ ક્રિયાઓ સાથે પણ વિચાર્યાજ કરે,
લોહીનું પાણી કરી નાખે,જયારે બીજા બધા પ્રાણીઓ કુદરતને આધીન જે વિચારવાનું હોઈ તેનોજ વિચાર કરે, કેટલો બધો ફરક,અને એવુજ કૈક મણીબેન જગનની જેવી સ્થિતિ પોતાના ઘર માટે વિચારી ગયા,સ્મૃતિ અને સહેવાગ,તેમનો ચહેરો પણ ઘડીક માટે લાલ થઇ ગયો એકલતા,ભલભલાને ધ્રુજાવી દે, ચહેરો ધોવા છતા શેઠાણીનીઆંખોનો સોઝો કારુણ્યની ચાડી ખાતો હતો બધું હોવા છતાં આ કેવી સ્થિતિ હતી
 કે જેમાં મુસીબત પીછો છોડવાનું નામ જ નહોતી લેતી,બાથરૂમના અરીસાથી દેખાયેલો ચહેરો શેઠાણીનુજ પ્રતિબિંબ હતો પણ હારેલો,થાકેલો,મણીબેનનો ખ્યાલ આવતા તે પ્રતિબિંબ બુઝાઈ ગયું,
રાત ઘણી વીતી ગઈ હતી, રતિલાલ બહાર આવતા મણીબેન તથા સ્મૃતી સાથે કાલે આવવાનું કહી પોતાને ઘર જવા નીકળી ગયા,જાગૃતિએ મમ્મીને સંભાળી લીધી,મગનશેઠ બહાર ન આવ્યા,રાત તો રાત હતી,બધું નિત્ય અને નિયમ પ્રમાણેનું હતું ,એમાં કોઈ ફેરફાર ન હતો,કાલ આવશે ને સવાર થશે અને પછી બધું એનું એજ,થાકેલું મન ક્યારે ઊંઘની ઝપેટમાં આવી ગયું,ખબર ન પડી,
અલકાસેઠાણી ઊંઘી ગયા ,પછી એક નજર પપ્પાના રૂમમાં નાખી, તેઓ ઊંઘી ગયા હતા,એકલી પડેલી
 જાગૃતી પોતાના રૂમ તરફની ગતિ રોકી મમ્મીની સાથે સુઈ ગઈ. મણીબેન રસ્તામાંજ રતિલાલને મગન શેઠની વચ્ચે થયેલી વાતો જાણવાઆતુર હતા ,પણ રાત સુમસામ હતી,શેરીમાં આરામ ફરમાવતા કુતરાઓને
પણ બેઠું નહોતું થવું તે પડ્યા પડ્યાજ ડોકું ઊંચું કરીને પસાર થઇ રહેલાને ઓળખી લેતા પાછા આરામ ફરમાવી આંખો મીચી દેતા હતા,અને સાથે સ્મૃતિપણ હતી,કોઈ વાંધો ન હતો પણ સ્મૃતિની આતુરતા વધે તે બરાબર ન લાગતા તેમણે મૌન સેવ્યું,એક બે શેરી પસાર કરી ત્યાં તેમનું ઘર આવી ગયું,સ્મૃતિએ ડોર ખોલ્યું,બધા દાખલ થયા,છેલ્લા મણીબેને ડોર લોક કર્યું,થાકેલી સ્મૃતિ પાણી પીધા પછી સીધી તેના રૂમમાં જઈ સુઈ ગઈ,સહેવાગ ઊંઘતો હતો,મણીબેન અને રતિલાલ કપડા બદલી તેમના રૂમમાં ગયા,સુતા પહેલા મણીબેનથી ન રહેવાયું,

"શું વાતચીત થઇ શેઠ સાથે?"રતિલાલ આ પ્રશ્નની અપેક્ષા રાખતા હતા,મૌન રહેવું હતું,પણ મણીબેનને સુતા સુતાજ તેમને જવાબઆપ્યો,

"વાત તો ઘણી થઇ, પણ શેઠ સાથે વચનથી બંધાયો હોવાથી કાલ પછીજ બધું કહેવાશે,"

"કશો વાંધો નહિ” મણીબેન જવાબ ટુકાવતા બોલ્યા, તેમની આતુરતા અધુરી રહી, પણ સંતોષ ન થયો"તો વાતમાં કૈક વધારે પડતું ગંભીર છે."એક નજર રતિલાલ ઉપર નાખતા બોલ્યા

"હા,એવુજ કૈક "રતિલાલે મણીબેન સામે જોતા કહ્યું

"સારું ચાલો, જય શ્રી કૃષ્ણ"

"નારાજ નથી ને?"રતિલાલે સંદેહ કર્યો,

"ના, ના, નારાજ શેનું થવાનું" અને હસતા ચહેરે હલકો હદ્શેલો મારી પાસું ફરી ગયા

"સારું તો, જય શ્રી કૃષ્ણ"અને મણીબેનના હદ્સેલાની નાજુકાઈ રુવે રુવે પ્રસરી રતિલાલને જવાનીની

દીવાની યાદ કરાવી ગઈ,છવાતી જતી કાળા વાળની સફેદાઈ થોડીવાર માટે વિસરાઈ ગઈ,ચહેરો કોઈ અજાણી લાગણીઓથી ભરાઈ ગયો,પસાર થઇ ગયેલી કેટલીક પળોને રોકાવું પડ્યું ,સમય કોઈની રાહ જોતો નથી તેસત્ય હતું,પણ અહી એમ ન બન્યું,પણ નસ્કોરાઓ ઘરઘરાટી કરવા માંડ્યા, થોડીવાર માટે તે અવાજ બનાવટ લાગ્યો,પણ તેમ ન હતું,કોઈ ન દેખાતી આકૃતિએ પણ તેમાં માથું ધુણાવી પુરાવો કર્યો ઘરઘરાટીમાં ભંગ કરવો યોગ્ય ન હતો ગુસ્સો એટલે નુકશાન,સહન કરી શાંત થવામાં મઝા, રોકાયેલી પળોએ રતિલાલનો ચહેરો બદલી કાઢ્યો, બેશરમ નસકોરા ઉપર ગુસ્સો ઉતારતા રતિલાલ બે હાથોને અદબની ભીસમાં લઇ નિદ્રાને આધીન થયા.સવાર પડી ,પૂર્વે પરોઢના રંગો પુરાયા,લાલીમાની મધ્યે કાળા ટપકા ઉપસતા મોટા થતા અને નજરોની સીમા વટાવી વિલીન થઇ જતા,પક્ષીઓના ટોળાની આ રોજની નિયમિત ક્રિયા હતી,
નિયમિત ક્રમ હતો,કુદરતના નિયમો સાથેનો જોડાવ આ ટોળા ખુબ જ ગંભીર થઇ નિભાવતા,જ્યાં રાતવાસો હોય ત્યાંથી આંખો ખુલતા વૃંદમાં ગાન કરવું, કુદરતનો પાડ માની ચારો ચરવા નીકળી જવું,બહુ લડાઈ નહિ,ચિંતા નહિ, કે બહુ જવાબદારી નહિ,સાથી માટેની પસંદગી પુરતી જ લડાઈ,અને બચ્ચા મોટા થઇ ઉડી જાય ત્યાં સુધીની જવાબદારી પછી નહિ કોઈ મારું કે નહિ કોઈ તારું,બસ આઝાદીથી ઉડતા ઉડતા મસ્ત બની પસાર થતી ઝીંદગી, માનવીને અદેખાઈ આવે ક્યારેય પોતાની જાતને સરખાવી ન શકે,કેટલી જુદાઈ ભયંકર અને સતત બોઝા નીચેનું જીવન જીવતો માનવી ,ક્યારેય શાંતિ નહિ,શું થશે...? અને આવા જ પ્રશ્નથી જોડાઈ શેઠાણીની સવાર પડી,કાલે મણીબેનની હાજરી હવામાં પ્રાણવાયું ભરતી ગઈ હતી,પણ આજ,ક્યાં સુધી આવું ચાલશે..?,ઊંઘને ટુકાવી વહેલા ઉઠી ગયેલા શેઠાણીને જાગૃતિનો ખુબ સાથ હતો,પણ ઊંઘતી જાગૃતિની શાંતિમાં ખલેલ કરવાની તેમની હિંમત ન હતી,પક્ષીઓને દાણા પણ વહેલા નાખી આવ્યા હતા અને તે પણ રોજ કરતા વધારે,કદાચ એ બહાને પોતાની લુટાઈ ગયેલી ખુશીયોમાં કૈક સુધારો થાય, પક્ષીઓને દાણા નાખવાનો રોજનો નિયમ હતો,સારું કામ હતું,પણ ઉપાધી તોગમે ત્યારે આવે,ગમે તેને આવે,
તેનો કોઈ સમય નથી હોતો,ચિંતાના ભારથી તેમને મુક્તિ ન હતી,બસ બહાર દાણા ખાતા પક્ષિયોંને જોતી તેમની આંખોને થોડી તૃપ્તિ હતી,કામવાળી થોડીવારમાંઆવશે,અને જાગૃતિ જાગશે પછી તૈયાર થઇ
 સ્મૃતિ આવશે એટલે સ્કુલ માટે નીકળી જશે,સ્મૃતિ સાથે જાગૃતિ ખુબ ખુશ હતી,બંને મળતી ત્યારે
ખુશીથી વાતાવરણ ભરાઈ જતું,તે જોઇને શેઠાણી ખુશ થતા પણ તે ખુશીમાં ઉણપ આવી ગઈ હતી,
શાંતા પણ કામ પૂરું કરીને હમણા હમણાં તો વધુ રોકાતી, ને શેઠાણીને સાથ આપતી,પણ ક્યાં સુધી,કોઈ કોઈનો સાથ આપે,બિચારા થઇ શાંતબની ગયેલા શેઠાણી ફરી એનાં એજ ભાર નીચે દબાઈ જતા,
તેમની સાથે જાણે આખી દુનિયા ભાર નીચે દબાઈ જતી,પહેલી વખત મગન શેઠે શેઠાણીને
જગન બાબતમાં જવાબ આપવાનું ટાર્યું હતું,અને શેઠાણીને દિલમાં ચોટ પહોચી હતી,ઘાયલ દિલ સહારો શોધતું હતું,પોતાના દીકરાની સ્થિતિ ના કોણ સમાચાર આપે,માનું દિલ પરેશાન હતું,અત્યાર સુધીમાં
 વ્હાલથી ઉછરેલો જગન કોઈ પપ્પા સાથેના ગરમ વાતચીતનો ભોગ બન્યો હતો,એવું તો શું જગનને ઘર છોડવામાં મજબુર બન્યું,માં મજબુર હતી કે ત્યાં હાજર ન હતી અને આવું બની ગયું, જગનને મા નો કે નાની બેનનો પણ વિચાર નહિ આવ્યો હોય,પણ કોણ સમજાવે કે ગરમીનું પરિણામ હંમેશાં તબાહી જ હોય છે,
અને એ તબાહી વ્હાલ હોય તો પણ ઝરણાને વહેવા દેતી નથી,શુન્યવાકાશના એ સર્જનને કોઈ સહારો નથી હોતો,એક પલકમાં દિલોજાન પ્રેમ કરવાવાળાના દિલોના ટુકડે ટુકડા થઇ ફેકાય જતા હોય છે,સતત પરેશાન માનું દિલ ચારે બાજુ જવાબ માટે ફાંફા મારતું હતું,એટલા બધામાંથી કોઈ મદદ નહિ મળે,
ઘરમાંજ બન્યું અને ઘરવાળામાંથી કોઈ જવાબ ના હોય તો બહારથી કોણ મદદ કરે,વહેલા ઉઠી ગયેલા
શેઠાણીએ નિત્ય ક્રમ પરવાળી ભગવાનના રૂમમાં દીવો કરી,આંખો ભીની કરી દયાની ભીખ માંગી હતી,પણ પત્થરની મુરતી માં પ્રાણ શોધવા તે પણ શક્ય ન હતું, શ્રદ્ધાથી કદાચ પ્રેરણા મળે,પરિણામ
એટલું સહેલું નથી,ભગવાનના ફોટા કે મૂર્તિ પાસે દીવો કે ધૂપ કરી આશા રાખી શકાય, પણ તાત્કાલિક ફળની
 નહિ,શ્રદ્ધાથી ભક્તિ મનુષ્યને કદાચ સારું જીવન માટે સતત પ્રેરતી હશે,બાકી ઘરમાં ખાવાની તકલીફ હોય તો પણ કુટુંબ કેવી રીતે ખુશીથી હસતું જોવા મળે અને હિંદુઓના ભગવાન એટલે એક -- બે નહિ,મોટી સંખ્યામાં નામ,અને કેટલાય મંદિરો ,અરે એક વખત અમદાવાદમાં કોઈકને સ્વપ્નું આવ્યું ,કે અમુક જગ્યાએ મહાદેવનું લિંગ જમીનમાં દટાયેલું છે,અને તે વ્યક્તિએ બીજે દિવસે તે સ્થાન ઉપર જઈને ખોડ્યુ, તો સાચેજ લિંગ નીકળ્યું,પછી તો ભક્તોની ભીડ વચ્ચે મોટો ઉત્સવ થઇ ગયો,અને એ મહાદેવનું લિંગ જડ્યું એટલે ભક્તોએ નામ પણ એજ પ્રમાણે "જડેસ્વર મહાદેવ " આપી દીધું,આજે પણ ભક્તો જડેસ્વર મહાદેવને ભક્તિથી પૂજે છે.
સ્મૃતિ આવી ત્યારે જાગૃતિ સ્કુલે જવા તૈયાર હતી,સ્મૃતિ ઘરમા આવી અને શેઠાણીએ આવકાર આપતા જૈશ્રી કૃષ્ણ કહ્યા સ્મૃતિએ નીચા નમી ચરણ સ્પર્સ કર્યો,ખબર નહિ પણ તેમણે સ્મિત સાથે સ્મૃતિને આલિંગન આપી આશીર્વાદ આપ્યા,માની ખુશી જોઈ જાગૃતિની આંખો ભરાઈ આવી,કૈક નવી આશાઓનો સંચાર થયો,હિંદુ પરમ્પરાની આ એક શૈલી હતી, નમસ્કારથી માન અને પ્રેમની લાગણીઓ સાથે મર્યાદાના સંબંધો જોડવાનું કામ કરે છે,અને તે હિંદુ સમાજના પાયામાં નિર્માણ થયેલું છે.અને તે સંસ્કૃતિ માટે ખુબ જરૂરી છે, પરિસ્થિતિની અનહોનીથી કૈક સ્થિર થતા શેઠાણીને મગન શેઠ,જે જગનની વાત જણાવતા ન હતા,તે
પહેલી વખત બરાબર નહોતું લાગ્યું,ઘરનો ઘણો મોટો પ્રશ્ન હતો આ લાગણીથી પહેલી વખત તેમને મજબુત કર્યા હતા, હજુ મન પતિના માન સાથે જોડાયેલું હતું,પણ જો તે જીદ પકડી લે તો,પત્ની અને માં ના ફરકમાં માનું રૂપ જરૂર વિકરાળ થઇ જાય,પછી મર્યાદાનો સ્તર તુટતા વાર ન લાગે,અને તે શકય હતું,પણ કોઈ કારણથી શેઠાણી હજુ શાંત હતા,કેમકે પ્રેમમાં પોલીટીક્સ ભેરવવું બરાબર ન હતું.જીદ્દી પત્ની અને માની મમતામાં ઝુલતા શેઠાણીને બારણે પડેલા ટકોરાએ સાવધાન કર્યા, ઘર ઘણું મોટું હતું ક્યારે શેઠ ઉઠીને
તૈયાર થયા તેની તેમને ખબર ન પડી, બંને છોકરીયો સ્કુલે ગયા પછી તે ક્યાંક ખોવાઈ ગયા હતા,
બારણું તેમની નજીક હતું, તેમણે ઉઘાડ્યું અહી કોઈ ડર ન હતો, સામે રતીલાલ હતા,શેઠ સાથેના પ્લાન મુજબ તે બહાર જવાની તૈયારી સાથે આવ્યા હતા,
બારણાં સાથે જકડાઈ ગયેલા અલકાબેન રતિલાલને જય શ્રી કૃષ્ણ નો ધીરેથી જવાબ આપતા શેઠના રૂમ તરફ
 જતા જોઈ રહ્યા,વાતાવરણ ફેરવાયું,ફરીથી તેઓ ઢીલા પડ્યા,પોતાના રૂમના સોફામાં બેસી પડ્યા


પ્રકરણ-૨ સમાપ્ત,પ્રકરણ -૩ વાંચવા બાજુમાં આપેલા  કોલમ Blog achive April -second post,(Top on right side. )પર ક્લિક કરો.

આપનો ભિપ્રાય ખુબ જરૂરી છે,આભાર 
 

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.આભાર.

No comments:

Post a Comment