ૐ તતગણેશય નમ:
શ્રીમદ્ભાગવત મહાપુરાણ
પ્રથમ સ્કંધ
પહેલો અધ્યાય
શ્રીસુતજીને શૌનકાદિ ઋષિયોનો પ્રશ્ન.
મંગલાચરણ
કથા પ્રારંભ
પ્યારા સુતજી ! તમારું કલ્યાણ થાઓ.તમે તો જાણો જ છો કે યદુવંશીયોના રક્ષક ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવની ધર્મપત્ની દેવકીના ગર્ભથી શું કરવાની ઈચ્છાથી અવતરિત થયા હતા.અમો તે સાંભળવા માંગીયે છીએ.તમો કૃપા કરી તેનું વર્ણન કરો કેમકે ભગવાનનો અવતાર જીવોના પરમ કલ્યાણ માટે અને તેમની ભગવદ પ્રેમમયી સમૃદ્ધિ માટે થાય છે.આ જીવ જન્મ-મરણના ઘોર ચક્રવ્યૂહમાં પડ્યો છે- તે સ્થિતિમાં પણ જો તે ભગવાનના મંગલમયી નામનું ઉચ્ચારણ કરે તો તે જ ક્ષણે તે મુક્ત થઇ જાય કેમકે ભય પણ ભગવાનનથી ડરતો રહે છે.સુતજી ! પરમ વિરક્ત અને પરમ શાંત મુનિજનો ભગવાનના શ્રી ચરણૉની શરણમાં જ રહે છે એટલે તેમના સ્પર્શમાત્રથી સંસારના જીવો તરત પવિત્ર થઇ જાય છે.અહીં ગંગાજીના પાણી ઘણા દિવસો સુધી સેવન કરવામાં આવે ત્યારે ક્યાંક પવિત્રતા પ્રાપ્ત થતી હોય છે.એવા પુણ્યાત્મા ભક્તો જેની લીલાઓનું ભજન કરતા રહે છે તે ભગવાનના કલિમલહારી પવિત્ર યશ
ભલા આત્મશુદ્ધિની ઇચ્છાવાળો એવો કોણ મનુષ્ય હશે જે ન સાંભળે.તે લીલાથી જ અવતાર ધારણ કરે છે.નારદ આદિ મહાત્માઓએ તેમના ઉદાર કર્મોના ભજનો ગાયા છે.અમે શ્રદ્ધાળુઓ માટે તમો તેનું વર્ણન કરો.
બુદ્ધિશાળી સુતજી ! સર્વસમર્થ પ્રભુ તેમની યોગમાયાથી પોતે લીલાઓ કરે છે.તમો તેમની અવતાર-મંગલમયી કથાઓનું હવે વર્ણન કરો.પુણ્યકીર્તિ ભગવાનની લીલા સાંભળવાથી અમને ક્યારેય તૃપ્તિ નહિ થઇ શકે,કેમકે રસજ્ઞ શ્રોતાઓને પગલે પગલે ભગવાનની લીલાઓમાં નવા નવા રસનો અનુભવ થાય છે.ભગવાન શ્રી કૃષ્ણ પોતાને છુપાવતા હતા લોકોની સામે એવો વર્તાવ કરતા હતા જાણે મનુષ્ય હોય.પણ તેમને બલરામજી સાથે એવી લીલાઓ પણ કરી છે,એવા પરાક્રમો પણ કર્યા છે જે મનુષ્ય ન કરી શકે.કલિયુગને આવેલો જાણીને અમે દીઘર્કાલીન સત્રનો સંકલ્પ કરીને બેઠા છીએ.શ્રી હરિની કથા સાંભળવા અમને નવરાશ છે.આ કળિયુગ અંત:કરણની પવિત્રતા અને શક્તિનો નાશ કરવાનો છે.તેનાથી મુક્ત થવું અઘરું છે.જેમ સમુદ્રથી પાર જવા માટે કોઈ કર્ણધાર મળી જાય તેવી રીતે તેનાથી પાર પામી જવાય તેવી ઈચ્છા રાખનારા અમોને બ્ર્હમાજીએ તમોને મેળવ્યા છે
ધર્મરક્ષક,બ્રાહ્મણભક્ત,યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ધામમાં પધારવાથી ધર્મએ હવે કોનું શરણું લીધું છે -તે બતાવો.
અધ્યાય બીજો
ભગવત્કથા અને ભગવત્ભક્તિનું માહાત્મ્ય.
શ્રી વ્યાસજી કહે છે-શૌનકાદિ બ્રહ્મવાદી ઋષિયોના આ પ્રશ્નને સાંભળીને રોમહર્ષણનો પુત્ર ઉપશ્રવાને ખુબ જ આનંદ થયો.તેણે આ ઋષિયોના મંગલમયી પ્રશ્નનું અભિનંદન કરીને કહેવાનું ચાલુ કર્યું.
સુતજીએ કહ્યું-જે વખતે શ્રી શુકદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ નહોતો થયો સુતરા લૌકિક-વૈદિક કર્મોનો અનુષ્ઠાનનો અવસર પણ નહોતો આવ્યો.તેણે એકલા જ સન્યાસ લેવાના ઉદેશ્યથી જતો જોઈ તેના પિતા વ્યાસજી વિરહથી વ્યગ્ર થઈને પોકારવા લાગ્યા-'બેટા ! બેટા ! તે વખતે તન્મય થઈને શ્રી શુકદેવજી તરફથી વૃક્ષોએ જવાબ આપ્યો.એવા બધાના હૃદયમાં વસેલા શ્રી શુકદેવજીને હું નમસ્કાર કરું છું.આ શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય-રહસ્યમય પુરાણ છે.તે ભગવત્સ્વરૂપનો અનુભવ કરાવનારું અને બધા વેદોનો સાર છે.સંસારમાં ફસાયેલા લોકો જો અજ્ઞાનના અંધકારથી પાર થવા માંગે છે તેના માટે તે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરનાર એક અદ્વિતીય દીવો છે.વાસ્તવમાં તેની ઉપર દયા કરીને મોટા મોટા મુનિયોના આચાર્ય શ્રી શુકદેવજીએ તેનું વર્ણન કર્યું છે.હું તેનું શરણું સ્વીકારું છું.મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર નર-નારાયણ ઋષિયોને,સરસ્વતી માતાને અને શ્રી વેદવ્યાસજીને નમસ્કાર કરીને આખા સંસાર અને અંત:કરણના બધાજ વિકારો પર વીજય અપાવનારા આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો જોઈએ.
ઋષિયો ! તમોએ આ પુરા વિશ્વના કલ્યાણ માટે સુંદર પ્રશ્ન કર્યો છે.કેમકે આ પ્રશ્ન શ્રીકૃષ્ણના સંદર્ભમાં છે અને તેનાથી ખુબ જ સારી રીતે આત્મ શુદ્ધિ થઇ જાય છે.મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે,જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ થાય-ભક્તિ પણ તેવી જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય અને તે કાયમ માટે થતી રહે, તેવી ભક્તિથી હૃદય આનંદસ્વરૂપ પરમાત્માની ઉપલબ્ધી અનુભવી ફૂટકૃત્ય થઇ જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થતા,અનન્ય પ્રેમથી તેમાં ચિત્ત જૉડાતા જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થઇ જાય છે.ધર્મનું બરાબર અનુષ્ઠાન કરવા છતાં પણ જો મનુષ્યના હૃદયમાં ભગવાનની લીલા કથાઓ તરફ અનુરાગનો ઉદય ન થાય તો તે મહેનત ખાલી મહેનત જ છે.
ધર્મનું ફળ છે મોક્ષ.તેની સાર્થકતા અર્થપ્રાપ્તિમાં નથી.અર્થ ફક્ત ધર્મ માટે છે.ભોગ વિલાસ તેનું ફળ માનવામાં નથી આવ્યું.ભોગવિલાસનું ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એવું નથી.તેનું પ્રયોજન છે ફક્ત જીવન નિર્વાહ.જીનનું ફળ પણ તત્વ જિજ્ઞાસા છે.ખુબ જ કર્મો કરીને સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરવું તેનું ફળ નથી.તત્વવેત્તાલોકો,જ્ઞાતા અને જ્ઞેયના ભેદોથી રહિત અખંડ અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાનને જ તત્વ કહે છે.
તેને કોઈ બ્રહ્મ,કોઈ પરમાત્મા અને કોઈ ભગવાનના નામથી પોકારે છે.શ્રદ્ધાળુ મુનિજન ભાગવત શ્રવણથી મેળવેલ જ્ઞાન -વૈરાગ્ય યુક્ત ભક્તિથી પોતાના હૃદયમાં તે પરમતત્વસ્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે.
શૌનકાદિ ઋષિયો ! આ જ કારણ છે કે પોતપોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે મનુષ્ય જો ધર્મનું અનુષ્ઠાન કરે છે તેની પૂર્ણ સિદ્ધિ તેમાં છે કે ભગવાન પ્રસન્ન થાય.તેટલા માટે એકાગ્ર મનથી ભક્ત વત્સલ ભગવાનનું નિત્ય નિરંતર શ્રવણ,કીર્તન ધ્યાન અને આરાધન કરવું જોઈએ. કર્મોની ગાંઠ ખુબ જ સખત છે,વિચારવાંન પુરુષ તેને ભગવાનના ચિંતનની તલવારથી કાપી નાખે છે.તો ભલા,એવો કોણ મનુષ્ય હશે જે ભગવાનની લીલા કથાઓને પ્રેમ ન કરે શૌનકાદિ ઋષિયો ! પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહ્તસેવા,કાયમ શ્રવણની ઈચ્છા પછી શ્રદ્ધા તદુપરાંત ભગવાનની કથામાં રુચિ થાય છે.ભગવાન શ્રી કૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરવાવાળા છે.તે પોતાની કથા સાંભળનારાઓના હૃદયમાં આવીને સ્થિર થઇ જાય છે.અને તેઓની અશુભ વાસનાઓનો નાશ કરી નાખે છે.કેમકે તેઓ સંતોના કાયમી સહહૃદયી છે.જયારે શ્રીમદ્ભાગવત અથવા ભગવદ
ભક્તો ના નિરંતર સેવનથી અશુભ વાસનાઓનો નાશ થઇ જાય છે ત્યારે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યે પ્રેમની પ્રાપ્તિ થાય છે.ત્યારે રજોગુણ અને તમોગુણના ભાવ-કામ અને લોભ વગેરે શાંત થઇ જાય છે.અને મન તેનાથી મુક્ત થઈને સત્વગુણમાં સ્થિર થઇ પવિત્ર થઇ જાય છે.આવી રીતે ભગવાનની પ્રેમમયી ભક્તિથી જયારે સંસારની બધીજ મુશ્કેલીયો દૂર થઇ જાય છે હૃદય આનંદથી વિભોર થઇ જાય છે,ત્યારે ભગવાનના તત્વનો અનુભવ આપોઆપ થઇ જાય છે.હૃદયમાં આત્માસ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર થતા જ હૃદયની ગ્રંથિઓ તૂટી જાય છે,બધીજ શંકાઓ દૂર થઇ જાય છે અને કર્મબંધન નબળું પડી જાય છે.તેનાથી બુદ્ધિશાળી લોકો નિત્ય નિરંતર ઘણા આનંદ સાથે ભગવાન શ્રી કૃષ્ણને માટે પ્રેમથી ભક્તિ કરે છે જેનાથી આત્મપ્રસાદની પ્રાપ્તિ થાય છે.
પ્રકૃતિના ત્રણ ગુણો છે-સત્વ,રજ અને તમ ! એનો સ્વીકાર કરીને આ સંસારની સ્થિતિ,ઉત્તપત્તિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ વિષ્ણુ,બ્રહ્મા અને રુદ્ર-આ ત્રણ નામ ગ્રહણ કરે છે.છતાંપણ મનુષ્યોનું પરમ કલ્યાણ તો સત્વગુણને સ્વીકાર કરનારા શ્રી હરિથી જ થાય છે.જેમ પૃથ્વીનો વિકાર લાકડાની અપેક્ષા ધુમાડો શ્રેષ્ઠ છે અને તેનાથી પણ શ્રેષ્ઠ છે અગ્નિ-કેમેકે યજ્ઞ યોગાદિ પ્રમાણે અગ્નિ સદ્દગતિ દેનાર છે.તેવી રીતે તમોગુણથી રજો ગુણ શ્રેષ્ઠ છે.અને રજોગુણથી પણ સત્વગુણ શ્રેષ્ઠ છે.કેમકે તે ભગવાનનું દર્શન કરાવનારો છે.પ્રાચિન યુગમાં મહાત્મા લોકો પોતાના કલ્યાણ માટે વિશુદ્ધ સત્વમય ભગવાન વિષ્ણુની જ આરાધના કર્યા કરતા હતા.અત્યારે પણ જે લોકો તેનું અનુસરણ કરે છે તે તેમના જેવા જ કલ્યાણભાજન હોય છે.જે લોકો આ સંસારસાગરમાં પાર જવા માંગે છે તે ક્યારેય કોઈની નિંદા નથી કરતા,કોઈમાં પણ દોષ નથી જોતા,છતાંપણ પાપરુપધારી -તમોગુણી-રજોગુણી ભૈરવ વગેરે ભૂત પતિઓની ઉપાસના ન કરતા સત્વગુણી વિષ્ણુભગવાન અને તેમના અંશ -કલાસ્વરૂપોનું જ ભજન કરે છે.પરંતુ જેમનો સ્વભાવ રજોગુણી અથવા તમોગુણી છે તેઓ ધન,એશ્વર્ય અને સંતાનની પ્રાપ્તિ માટે ભૂત,પ્રેત અને પ્રજાપતિયોંની પુંજા કરે છે.કેમકે તેઓનો સ્વભાવ તેઓને(ભૂતિ વગેરે ) મળતો જુલતો હોય છે.વેદોનું તાત્પર્ય શ્રીકૃષ્ણ સાથે જ છે.યજ્ઞોનો ઉદ્દેશ્ય શ્રીકૃષ્ણ જ છે.યોગ શ્રી કૃષ્ણ માટે કરવામાં આવે છે.અને બધાજ કાર્યોની પુરી સમાપ્તિ શ્રીકૃષ્ણમાં જ છે જ્ઞાનથી બ્રહ્મસ્વરૂપ શ્રી કૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે.તપસ્યા શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટેજ કરવામાં આવે છે.શ્રી કૃષ્ણ માટેજ ધર્મોનું અનુષ્ઠાન કરવામાં આવે છે.અને બધી જ ગતિયો શ્રીકૃષ્ણમાજ સમાય જાય છે.એટલેકે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિ અને તેના ગુણોથી અતીત હોવા છતાં પોતાની ગુણમયી માયાથી જે પ્રપજ્ઞની દ્રષ્ટિથી છે અને તત્વની દ્રષ્ટિથી નથી.-તેમણે જ સર્ગની શરૂઆતમાં આ સંસારની રચના કરી હતી.આ સત્વ,રજ અને તમ-ત્રણેય ગુણો તે જ માયાનો વિલાસ છે તેની અંદર રહીને ભગવાન તેના જેવા સરખા દેખાય દે છે હકીકતમાં તો તે સંપૂર્ણ વિજ્ઞાનાનંદન છે.અગ્નિ તો વસ્તુતઃ: એક જ છે પણ જયારે તે અનેક પ્રકારના લાકડામાં પ્રગટ થાય છે ત્યારે અનેક જેવો દેખાય છે.તેવી રીતે બધાંના આત્મસ્વરૂપ ભગવાન તો એક જ છે પરંતુ પ્રાણીઓની અનેક્તાથી અનેક જેવા જણાય છે.ભગવાન જ સુક્ષમ ભૂત -તન્માત્રા,ઇન્દ્રિય તથા અંત:કરણ આદિ ગુણોના વિકારભૂત ભાવો દ્વારા નાના પ્રકારની યોનીઓનું નિર્માણ કરે છે અને તેમાં જુદા જુદા જીવોના રૂપમાં પ્રવેશ કરીને તે તે યોનિઓ પ્રમાણે વિષયોનો ઉપભોગ કરે છે અને કરાવે છે.તે જ સંપૂર્ણ લોકોની રચના કરે છે અને દેવતા,પશુ -પક્ષી,મનુષ્ય વગેરે યોનિઓમાં લીલાવતાર ધરીને સત્વગુણ દ્વારા જીવોનું પાલન-પોષણ કરે છે
ભગવાનના અવતારોનું વર્ણન
સૃષ્ટિની શરૂઆતમાં ભગવાને લોકોના નિર્માણની ઈચ્છા કરી.ઈચ્છા થતા જ તેમણે મૉટે ભાગે શરૂઆતથી નિષ્પન્ન પુરુષ રૂપ ગ્રહણ કર્યું.તેમાં દશ ઇન્દ્રિયો,એક મન અને પાંચ ભૂતો-એ સોળ કલાઓ હતી. તેમેણે -સાગર પાણીમાં સુતા સુતા જયારે યોગનિદ્રાનો વિસ્તાર કર્યો ત્યારે તેમના નાભીસરોવરમાં એક કમળ પ્રગટ
થયું.અને તે કમળમાંથી પ્રજાપતીયોના અધિપતિ બ્રહ્માજી પ્રગટ થયા.ભગવાનના આ વિરાટ રૂપના અંગ-પ્રત્યંગ માં જ બધા લોકોની કલ્પના કરવામાં આવી છે.તે ભગવાનનું વિશુદ્ધ સત્વમય શ્રેષ્ઠ રૂપ છે.યોગિલોકો દિવ્ય દ્રષ્ટિથી ભગવાનના તે રૂપનું દર્શન કરે છે.ભગવાનનું આ રૂપ હજારો પગો,જાંઘો,ભુજાઓ અને મોઢાઓ ના કારણે એકદમ વિલક્ષણ છે.તેમાં હજારો માથાઓ,હજારો કાનો,હજારો આંખો અને હજારો નાશિકાઓ છે.હજારો મુગુટ,વસ્ત્ર અને કુંડળથી વગેરે આભૂષણોથી તે ઉલ્લસિત રહે છે.ભગવાનનું આજ પુરુષ રૂપ જેને નારાયણ કહે છે,અનેક અવતારોનો અક્ષય કોષ છે-તેનાથી બધા અવતારો પ્રગટ થાય છે.આ રૂપના નાનામાં નાના અંશથી દેવો,પશુ-પક્ષી અને મનુષ્ય વગેરે યોનિયોની સૃષ્ટિ બને છે.
તેજ પ્રભુના પહેલા કુમારસર્ગમાં સનક,સનંદન,સંતાન અને સનત્કુમાર-આ ચાર બ્રાહ્મણોના રૂપમાં અવતાર લઈને ખુબ જ મુશ્કેલ અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું.બીજીવાર આ દુનિયાના કલ્યાણ માટે બધા જ યજ્ઞોના સ્વામી તે જ ભગવાને પાતાળમાં ગયેલી પૃથ્વીને કાઢી લાવવાના વિચારે વરાહનું રૂપ લીધું. ઋષિઓની સૃષ્ટિ માટે તેમણે નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો અને સાત્વતતંત્રનો(જેને 'નારદ-પાશ્ચ્રરાત્ર' કહે છે) ઉપદેશ કર્યો.તેમાં કર્મો ના દ્વારા કેવી રીતે મુક્તિ મળે છે તેનું વર્ણન છે.ધર્મપત્ની મૂર્તિના ગર્ભથી તેમણે નર-નારાયણના રૂપમાં ચોથો
અવતાર લીધો.તે અવતારમાં તેમણે ઋષિ બનીને મન અને ઇન્દ્રિયોનો કાયમી સંયમ કરીને ઘણી જ અઘરી તપસ્યા કરી.પાંચમા અવતારમાં તે સિદ્ધોના સ્વામી કપિલના રૂપમાં પ્રગટ થયા અને તત્વોનો નિર્ણય કરનારા શાંખ્યશાસ્ત્રનો- જે સમયના ફેરથી ખોવાઈ ગયું હતું આસુરી નામના બ્રાહ્મણને ઉપદેશ કર્યો.અનસૂયાના વર માંગવા ઉપર છઠ્ઠા અવતારમાં અત્રિના સંતાન-દત્તાત્રેય થયા.તે અવતારમાં તેમણે અલર્ક તેમજ પ્રહલાદ આદિને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો.સાતમી વખત રુચિ પ્રજાપતિની આકૃતિ નામની પત્નીથી યજ્ઞના રૂપમાં તેમણે અવતાર લીધો અને પોતાના પુત્ર યામ વગેરે દેવતાઓની સાથે જાતે જ મન્વંતરની રક્ષા કરી.રાજા નાભિની પત્ની મેરુદેવીના ગર્ભથી ઋષભદેવના રૂપમાં ભગવાને આઠમો અવતાર લીધો,તે રૂપમાં પરમહંસોનો જે માર્ગ,જે બધા આશ્રમીઓને વંદનીય છે તે બતાવ્યો. ઋષિઓની પ્રાર્થનાથી નવમી વાર તે રાજા પૃથુના રૂપમાં અવતર્યા.શૌનકાદિ ઋષિયો ! આ અવતારમાં તેમણે ધરતીમાંથી બધીજ ઔષધીયોનું દોહન કર્યું.તેનાથી આ અવતાર બધાને માટે મોટો કલ્યાણકારી થયો.ચાક્ષુયમન્વંતરના અંતમાં જયારે આખી ત્રિલોકી
સમુદ્રમાં ડૂબી રહી હતી ત્યારે તેમણે મત્સ્યના રૂપમાં દસમો અવતાર લીધો અને પૃથ્વી રૂપી નૌકા ઉપર બેસાડીને આગળના મન્વંતરના અધિપતિ વૈવસ્વત મનુની રક્ષા કરી. જે વખતે દેવતા અને દૈત્યો સમુદ્રમંથન કરી રહ્યા હતા.તે વખતે અગિયારમો અવતાર ધારણ કરીને કાચબાના રૂપથી ભગવાને મંદારાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો.બારમી વખતે ધનવંતરીના રૂપમાં અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા. અને તેરમી વાર મોહિની રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કરીને દેવતાઓને અમૃત પીવડાવ્યું.ચૌદમા અવતારમાં તેમણે નરસિંહનુંરૂપ ધારણ કર્યું અને ખુબ જ બળવાન દૈત્યરાજ હિરણકશ્યપુ ની છાતી પોતાના નખોથી એકદમ એવી રીતે ચીરી નાખી જેમ ચટ્ટાઈ બનાવવાળા કપડાને ચીરી નાખે છે પંદરમી વાર વામનનું રૂપ ધારણ કરીને ભગવાન દૈત્યરાજ બલિના યજ્ઞમાં ગયા તેઓ ઇચ્છતા હતા ત્રિલોકનું રાજ પરંતુ તેમણે ખાલી ત્રણ ડગલાં પૃથ્વી માંગી.સોળમા પરશુરામ અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તે વ્યાસનાં રૂપમાં અવતર્યા.તે સમયે લોકોની સમજ અને ધારણા શક્તિની ઉણપ જોઈને તમોએ વેદ રૂપી વૃક્ષની કેટલીય શાખાઓ બનાવી દીધી. અઢારમી વખત દેવતાઓના કાર્ય સંપન્ન કરવાના
હેતુથી તેમણે રાજાના રૂપમાં રામાવતાર ધારણ કર્યો અને સેતુ-બંધન,રાવણ વધ વગેરે વીરતાવાળી કેટલીય લીલાઓ કરી.ઓગણીસમા અને વીસમાં તેમણે યદુવંશમાં બલરામ અને શ્રીકૃષ્ણના નામથી પ્રગટ થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો.તેના પછી કળિયુગ આવી જવાથી મગધદેશ (બિહાર)માં દેવતાઓના દ્વેષી દૈત્યોને મોહિત કરવા માટે અજાનના પુત્ર રૂપે તમારો બુદ્ધાવતાર થશે. તેનાથી પણ બહુ જ પાછળ
જયારે કળિયુગનો અંત નજીક હશે અને રાજા લોકો ફરીથી લૂંટારાઓ બની જશે ત્યારે જગતના રક્ષક ભગવાન વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ઘેર કલ્કિરૂપમાં અવતરિત થશે.
સુક્ષમ અવ્યક્ત રૂપ છે-જે ના તો સ્થૂળ ની માફક આકાર વગેરે ગુણોવાળું છે અને ન જોવામાં અને સાંભળવામાં આવી શકે છે તે સૂક્ષ્મ શરીર છે. આત્માનો આરોપ અથવા પ્રવેશ થવાથી તે જીવ કહેવાય છે અને તેનો વારંવાર જન્મ થાય છે.ઉપયુક્ત સૂક્ષ્મ અને સ્થૂળ શરીર અજાણતા જ આત્મામાં કહેવાય છે.
થઇ જાય છે.તત્વજ્ઞાની લોકો જાણે છે કે જે સમયે આ બુદ્ધિરૂપ પરમેશ્વર ની માયા દૂર થઇ જાય છે તે સમયે જીવ પરમાનંદમય થઇ જાય છે,અને પોતાના સ્વરૂપ મહિમામાં પ્રતિષ્ઠિત થાય છે.હકીકતમાં જેનો જન્મ પણ નથી અને કર્મ પણ નથી આ હૃદયેશ્વર ભગવાન ના અપ્રાકૃત જન્મ અને કર્મોનું તત્વજ્ઞાની લોકો આ પ્રકારે વર્ણન કરે છે,કેમકે તેમના જન્મ અને કર્મ વેદોમાં અત્યંત ગોપનીય રહસ્ય છે.
ભગવાનની લીલા અપાર છે તે લીલાથી જ આ દુનિયાનું સર્જન,પાલન અને સંહાર કરે છે,પરંતુ તેમાં આસક્ત નથી થતા.પ્રાણીઓના હૃદયમાં છુપી રીતે રહીને જ્ઞાનેંદ્રિય અને મનના નિયંતાના રૂપમાં અનેક વિષયોને ગ્રહણ પણ કરે છે પરંતુ તે તેનાથી અલગ રહે છે તે સંપૂર્ણ સ્વતંત્ર છે- તે વિષયો તેમને ક્યારે પણ લિપ્ત નથી કરી શકતા.જેવી રીતે અજાણ મનુષ્યો જાદુગર અથવા નટના સંકલ્પો અને વચનોથી કરેલી કરામતો નથી સમજી શકતા તેવી જ રીતે પોતાના સંકલ્પો અને વેદ વાણીથી ભગવાને પ્રગટ કરેલા આ નાના નામ અને રૂપોને તથા તેની લીલાઓને કુબુદ્ધિ જીવ ઘણા બધા તર્ક વિતર્કો દ્વારા નથી સમજી શકતા.ચક્રપાણી ભગવાનની શક્તિ અને પરાક્રમ અનંત છે- તેની કોઈ હદ પામી શકતુ નથી.તે આખા જગતના નિર્માતા હોવા છતાં તેનાથી પણ કાયમ ઉપર છે.તેના સ્વરૂપ કે તેની લીલાના રહસ્યને તેજ જાણી શકે છે જે તેના નિત્ય નિરંતર નિષ્કપટ ભાવથી તેમના ચરણકમળોની દિવ્ય ગંધનું સેવન કરે છે-સેવાભાવથી તેના ચરણોનું ચિંતન કર્યા કરે છે.શૌનકાદિ ઋષિયો ! તમે લોકો ખુબ જ ભાગ્યશાળી અને ધન્ય છો જે આ જીવનમાં અને મુશ્કેલીઓથી ભરેલા આ સંસારમાં બધાજ લોકોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને તે સર્વાત્મક આત્મભાવ,તે અનિર્વચનીય અનન્ય પ્રેમ કરો છો, જેનાથી ફરી આ જન્મ-મરણરૃપ સંસારના ભયંકર ચક્રમાં નથી પડવું પડતું.
પરમધામમાં સિધાવ્યા ત્યારે
આ કળિયુગમાં જે લોકો અજ્ઞાનના અંધારાથી આંધળા થઇ રહ્યા છે તેમને માટે પુરાણરૂપી સૂર્ય
આ સમયે પ્રગટ થયો છે.શૌનકાદિ ઋષિયો ! જયારે મહાતેજસ્વી શ્રી શુકદેવજી મહારાજ ત્યાં
આ પુરાણની કથા કરી રહ્યા હતા,ત્યારે
હું પણ ત્યાં બેઠો હતો.ત્યાં મેં તેમની કૃપાથી ભરેલી અનુમતિ લઇ તેનું અધ્યયન કર્યું.મારુ
જેટલું અધ્યયન છે અને મારી બુદ્ધિ એ જેટલું જેવી રીતે તેને ગ્રહણ કર્યું છે તેના પ્રમાણે
તેને હું આપલોકોને સંભળાવીશ.
અધ્યાય ચોથો
મહર્ષિ વ્યાસનો અસંતોષ
અથર્વવેદમાં પ્રવીણ થયા દરૂણનંદન સુમંતુ મુનિ.ઇતિહાસ અને પુરાણોના સ્રાતક મારા પિતા રોમહર્ષણ હતા.આ પૂર્વોક્ત ઋષિયોએ પોત પોતાની શાખાઓને વધારે અનેક ભાગોમાં વિભક્ત કરી નાખી.આવી રીતે શિષ્ય,પરિશિષ્ય અને તેઓના શિષ્યો દ્વારા વેદોની ઘણી શાખાઓ બની ગઈ.ઓછું વિચારનારા પુરુષો પર કૃપા કરીને ભગવાન વેદવ્યાસે એટલા માટે એવો વિભાગ કરી નાખ્યો કે જે લોકોની યાદ શક્તિ નથી અથવા ઓછી છે તેઓ પણ વેદોને સમજી શકે.
સ્ત્રી, શુદ્ર અને પતિત દ્વિજાતિ -આ ત્રણે ય વેદ સાંભળવાના માટે અધિકારી નથી.એટલે તે કલ્યાણકારી શાસ્ત્રોક કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે છે.હવે તેના દ્વારા તેનો પણ ઉદ્ધાર થઇ જાય તે વિચારીને
મહામુનિ વ્યાસજીએ ઘણી કૃપા કરીને મહાભારત ઇતિહાસની રચના કરી.શૌનકાદિ ઋષિયો ! વ્યાસજી આવી રીતે તેમની પુરી તાકાતથી કાયમ માટે પ્રાણીઓના કલ્યાણ કરતા રહ્યા છતાંપણ તેમના હૃદયને સંતોષ ન થયો.તેમનું મન થોડું નારાજ થઇ ગયું.સરસ્વતી નદીના કિનારે એકાંતમાં એકલા બેસી ધર્મવેત્તા વ્યાસજી મનમાં ને મનમાં વિચાર કરતા આ રીતે કહેવા લાગ્યા.-
"મેં નિષ્કપટ ભાવથી બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું પાલન કરીને વેદ,ગુરુજન અને અગનિયોનું સન્માન કર્યું છે અને તેમની આજ્ઞાનું પાલન કર્યું છે.મહાભારતની રચના ના બહાને મેં વેદોનો અર્થ ખોલી નાખ્યો છે.-જેનાથી સ્ત્રી શુદ્ર વગેરે પણ પોત પોતાના ધર્મ-કર્મનું જ્ઞાન મેળવી લે છે.કદાચ હું બ્રહ્મતેજથી સંપન્ન એટલે સમર્થ છું છતાં પણ મારા હૃદયને કૈક અપૂર્ણકામ જેવું લાગે છે.જરૂરથી મેં અત્યારસુધી ભગવાનને મેળવવા માટેનું ફરીથી નિરૂપણ નથી કર્યું.તેજ ધર્મ પરમહંસોને ગમે છે અને તે ભગવાનને પણ ગમે છે (ગમે તેમ મારી અપૂર્ણતાનું આ જ કારણ છે)'
શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસ આવી રીતે પોતાને અપૂર્ણ જેવો માનીને નારાજ થઇ રહ્યા હતા,તે જ સમયે પૂર્વોત્તક આશ્રમ ઉપર દેવર્ષિ નારદજી આવી પહોંચ્યા.તેમને આવેલા જોઈ વ્યાસજી તરત ઉભા થઇ ગયા.તેમણે દેવતાઓને સન્માનિત દેવર્ષિ નારદજીની વિધિપૂર્વક પુંજા કરી.
અધ્યાય પાંચમો
ભગવાનના યશ કીર્તનનો મહિમા અને દેવર્ષિ નારદજીનું પૂર્વ ચરિત્ર
સુતજી કહે છે-તેટલામાં સુખ પૂર્વક બેઠેલા વીણાપતિ પરમ યશસ્વી દેવર્ષિ નારદજીએ હસતા હસતા પોતાની પાસે બેઠેલા મહર્ષિ વ્યાસજીને કહ્યું,
નારદજીએ પ્રશ્ન કર્યો-મહાભાગ વ્યાસજી ! તમારું શરીર તથા મન - બંનેય પોતાના કર્મ અને ચિંતનથી સંતોષી તો છે ને ? જરૂરથી તમારી જીજ્ઞાસા સારી રીતે પુરી થઇ ગઈ છે કેમેકે તમે જે મહાભારતની રચના કરી છે તે ખુબ જ અદભુત છે.તે ધર્મ વગેરે બધા પુરુષાર્થોથી સંપૂર્ણ છે.સનાતન બ્રહ્મત્વને પણ તમે ખુબ જ વિચાર્યું છે અને જાણી પણ લીધું છે.છતાં પણ પ્રભુ ! તમે કૈજ કર્યું ન હોય તેવા પુરુષની માફક તમારા વિષયમાં શોક કેમ કરી રહ્યા છો ?
વ્યાસજીએ કહ્યું-તમે જે મારા વિષયમાં કહ્યું તે બધું બરાબર છે.તેવું થયું હોવા છતાં મારુ હૃદય સંતુષ્ટ નથી.ખબર નથી તેનું શું કારણ છે.તમારું જ્ઞાન અગાધ છે તમો સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર છો.એટલા માટે હું આપને જ તેનું કારણ પૂછું છું.નારદજી ! તમો બધાજ ગોપનીય રહસ્યોને જાણો છો કેમકે તમોએ તે પુરાણપૂરુષની ઉપાસના કરી છે જે પ્રકૃતિ-પુરુષ બંનેના સ્વામી છે.અને સાથે ન રહેવા છતાં પોતાના સંકલ્પ માત્રથી ગુણોના દ્વારા સંસારની સૃષ્ટિ,સ્થિતિ અને પ્રલય કરતા રહે છે.તમો સૂર્યની માફક ત્રણેય લોકોમાં ફર્યા કરો છો અને યોગબળથી પ્રાણવાયુની માફક બધાની અંદર રહીને હૃદયોના સાક્ષી પણ છો.યોગાનુષ્ઠાન અને નિયમોના દ્વારા પરબ્રહ્મ અને શબ્દબ્રહ્મ બંનેની પૂર્ણ પ્રાપ્તિ કરી લીધા પછી પણ મારામાં જે ખામી છે ,તેને તમો દયા કરીને બતાવો.
નારદજીએ કહ્યું -વ્યાસજી ! તમોએ ભગવાનના નિર્મલ યશનું ગાન ફરી નથી કર્યું.મારુ એવું માનવું છે કે જેનાથી ભગવાન સંતુષ્ટ નથી થતા તે શાસ્ત્ર અથવા જ્ઞાન અધૂરું છે.તમે ધર્મ વગેરે પુરુષાર્થોને જેવી રીતે નિરૂપણ કર્યું છે ,તેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું નિરૂપણ નથી કર્યું.જે વાણીથી-ભલે પછી તે રસ- ભાવ -અલંકારિક વગેરેથી યુક્ત કેમ ન હોય -દુનિયાને પવિત્ર કરનારા ભગવાન શ્રી કૃષ્ણના યશ ક્યારે પણ નથી ગવાતો તે તો કાગડાઓને છાંડેલું ફેંકવાના સ્થળની માફક અપવિત્ર માનવામાં આવે છે.માનસરોવરના કમનીય કમળવનમાં વિહરતા હંસોની માફક બ્રહ્મધામમાં વિહાર કરવાવાળો ભગવતચરણાવિંદઆશ્રિત પરમહંસ ભક્ત ક્યારે પણ તેમાં જતો નથી.તેનાથી જુદું જેમાં સુંદર રચના પણ નથી અને જે ખરાબ શબ્દોવાળું છે પણ જેના બધાજ શ્લોકો ભગવાનના સુયશ સૂચક નામોથી યુક્ત છે તે વાણી બધા લોકોના પાપોને નાશ કરી નાખે છે કેમકે સત્પુરુષો તેવી જ વાણીનું શ્રવણ,ગાન અને કીર્તન કર્યા કરે છે.તે નિર્મલ જ્ઞાન પણ ,જે મોક્ષની પ્રાપ્તિનું સાક્ષાત સાધન છે, જો ભગવાનની ભક્તિ રહિત હોય તો તેની તેટલી શોભા નથી હોતી.પછી જો સાધન અને સિદ્ધિ બંને દશાઓમાં કાયમ અમલરૂપ છે,તે કામ્ય કર્મ અને જે ભગવાનને અર્પણ કર્યું નથી,તેવું અહેતુક (નિષ્કામ) કર્મ પણ કેવી રીતે સુશોભિત થઇ શકે છે.મહાભાગ વ્યાસજી ! તમારી દ્રષ્ટિ અમોઘ છે તમારી કીર્તિ પવિત્ર છે.તમો સત્યપરાયણ અને દ્રઢવ્રત છો.તેટલા માટે હવે તમો બધા જીવોને બંધનથી સંપૂર્ણ મુક્ત કરવા સમાધિના દ્વારા અચિંતીયશક્તિ ભગવાનની લીલાઓનું સ્મરણ કરો.જે મનુષ્ય ભગવાનની લીલાઓથી વિરુદ્ધ બીજું કઈ વધારે કહેવાની ઈચ્છા કરે છે તે, તે ઈચ્છાઓથી જ નિર્મિત અનેક નામ અને રૂપોના ચક્કરમાં પડી જાય છે.તેની બુદ્ધિ ભેદભાવથી ભરાઈ જાય છે.જેમ હવાના ઝોકાઓથી ડગમગાતી ડોંગીને ક્યાંય રોકાવાનો ટેકો નથી મળતો તેવી જ રીતે તેની ચંચળ બુદ્ધિ ક્યાંય પણ સ્થિર થઇ શક્તિ નથી.સંસારી લોકો સ્વભાવથી જ વિષયોમાં ફસાયેલા છે ધર્મના નામે તમોએ તેમને નિંદિત(પશુહિંસાયુક્ત) સકામ કર્મ કરવાની આજ્ઞા પણ આપી દીધી છે.તે ખુબ જ ઉલ્ટી વાત થઇ,કેમકે મુરખ લોકો તમારાજ વચનોથી પહેલા નિંદિત ધર્મને કર્મ માનીને -'આ જ મુખ્ય ધર્મ છે'એવો નિર્ણય કરીને તેનો નિષેધ કરનારા વચનોને બરાબર નથી માનતા.
ભગવાન અનંત છે.કોઈ વિચારશીલ જ્ઞાની પુરુષ જ સંસારથી નિવૃત થઈને તેમના સ્વરૂપભુત પરમાનંદનનો અનુભવ કરી શકે છે.એટલે જે લોકો પરમાર્થીકે બુદ્ધિથી રહિત છે અને ગુણો દ્વારા નચાવ્યા જાય છે,તેમના કલ્યાણ માટેજ ભગવાનની લીલાઓને સર્વસાઘારણના હિતની દ્રષ્ટિથી વર્ણન કરો. જે મનુષ્યો પોતાના ધર્મનો પરિત્યાગ કરીને ભગવાનના ચરણકમળોનું ભજન-સેવન કરે છે- ભજન પરિપક્વ થઇ જાય તો વાત જ શું છે -જો તે પહેલા જ તેનું ભજન છૂટી જાય તો શું તેને ક્યાંય પણ અમંગળ થઇ શકે છે? પરંતુ જે ભગવાનનું ભજન નથી કરતા અને કેવળ સર્વ ધર્મોનું પાલન કરે છે તેને કયો લાભ મળે છે.બુદ્ધિશાળી મનુષ્યે તેજ વસ્તુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ જે તણખલા થી લઈને બ્રહ્માપર્યત્ન બધી ઉંચી નીચી યોનિયોમાં કર્મોના ફળરૂપે
આવવા જવા પર પણ પ્રાપ્ત થતી નથી.સંસારના વિષય સુખ તો,જેમ વગર ચેષ્ટાથી દુઃખો મળે છે તેવી જ રીતે કર્મના ફળરૂપમાં અચિંત્યગતિ સમયના ફેરાથી બધાને બધે જ સ્વભાવથી જ મળી જાય છે.
વ્યાસજી ! જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણાર્વિન્દના સેવક છે તે ભજન ન કરનારા કર્મી મનુષ્યોની માફક નસીબ જોગે ક્યારેક ખરાબ ભાવ થઇ જવા છતાં પણ જન્મ -મૃત્યુમય સંસારમાં નથી આવતા.તેઓ ભગવાનના ચરણકમલોના આલિંગનનું સ્મરણ કર્યા પછી તેને છોડવા નથી માંગતા,તેને રસનો ચસ્કો જો લાગ્યો છે.જેનાથી જગતની ઉત્તપત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે તે ભગવાન જ આ વિશ્વના રૂપમાં છે.તેવું હોવા છતાં પણ તે વિલક્ષણ છે.તે વાતને તમો જાતે જાણો છો,છતાં પણ મેં તમોને માત્ર ઈશારો કર્યો છે.
વ્યાસજી ! તમારી દ્રષ્ટિ અમોઘ છે.તમે એ વાતને માનો કે તમો પુરુસોત્તમ ભગવાનના કલાવતાર છો.તમે અજન્મા હોવા છતાં જગતના કલ્યાણ માટે જન્મ લીધો છે.તેટલા માટે તમો વધારે માં વધારે ભગવાનની લીલાઓનું ભજન કરો.વિદ્વાનોએ તે વાતનું નિરૂપણ કર્યું છે કે મનુષ્યોની તપસ્યા,વેદાધ્યયન,યજ્ઞાનુષ્ઠાન,સ્વાધ્યાય,જ્ઞાન અને દાનનું એકમાત્ર પ્રયોજન તે જ છે કે પુણ્યકીર્તિ શ્રી કૃષ્ણના ગુણો અને લીલાઓનું વર્ણન કરવામાં આવે.
મુને ! આગલા કલ્પમાં હું મારા પૂર્વ જીવનમાં એક વેદવાદી બ્રાહ્મણોની એક દાસીનો છોકરો હતો.તે યોગી વર્ષાઋતુમાં એક જગ્યાએ ચાતુર્માસ કરી રહ્યા હતા.બાળપણમાંજ મને તેમની સેવામાં રાખવામાં આવ્યો હતો.હું બાળક હતો છતાં કોઈપણ જાતની ચપળતા કરતો ન હતો,જિતેન્દ્રિય હતો,ખેલકૂદથી દૂર રહેતો હતો અને આજ્ઞા પ્રમાણે તેમની સેવા કરતો હતો.હું ખુબ જ ઓછું બોલતો હતો.મારા આ સારા સ્વભાવને જોઈને સમદર્શી મુનિયોએ સેવક એવા મને ખુબ જ અનુગ્રહ કર્યો.તેમની રજા લઈને વાસણોમાં લાગેલું એંઠું અનાજ હું એકવાર ખાઈ લેતો હતો.તેનાથી મારા બધા જ પાપો ધોવાઈ ગયા.આવી રીતે તેમની સેવા કરતા કરતા મારૂ હૃદય શુદ્ધ થઇ ગયું અને તે લોકો જેવી રીતે ભજન-પૂજન કરતા હતા તેમાં મને પણ ગમવા લાગ્યું.પ્યારા વ્યાસજી ! તે સત્સંગમાં તે લીલાગાનપારાયણ મહાત્માઓના અનુગ્રહથી હું રોજ શ્રી કૃષ્ણની મનોહર કથાઓ સાંભળતો રહેતો.શ્રદ્ધાપૂર્વક એક એક પદ સાંભળતા સાંભળતા મને પ્રિય કીર્તિ ભગવાનમાં રુચિ થઇ ગઈ.મહામુનિ ! જયારે ભગવાનમાં મારી રુચિ થઇ ગઈ ત્યારે તે મનોહર કીર્તિ પ્રભુમાં મારી બુદ્ધિ પણ નિશ્ચલ થઇ ગઈ.તે બુદ્ધિમાં હું આ સંપૂર્ણ સત્ય અને અસત્યરૂપી જગતને મારા પરબ્રહ્મરૂપ આત્મામાં માયાથી કલ્પિત જોવા લાગ્યો.આવી રીતે શરદ અને વર્ષા- એ બે ઋતુઓમાં ત્રણ વખત તે મહાત્મા મુનિયોએ શ્રી હરિના નિર્મલ યશનું સંકીર્તન કર્યું અને હું પ્રત્યેક વાતો સાંભળતો રહ્યો.હવે મનને રજોગુણ અને તમોગુણને નાશ કરનારી ભક્તિનો મારા હૃદયમાં પ્રાદુર્ભાવ થઇ ગયો.હું તેમનો ખુબ જ અનુરાગી હતો,વિનયી હતો,તેઓની સેવાથી મારા પાપોનો નાશ થઇ ગયો હતો.મારા હૃદયમાં શ્રદ્ધા હતી,ઇન્દ્રિયોમાં સંયમ હતો અને શરીર,વાણી અને મનથી હું તેમનો આજ્ઞાકારી હતો.તે દીનવત્સલ મહાત્માઓએ જતી વખતે મને તે ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ આપ્યો, જેનો ઉપદેશ ભગવાને જાતે પોતાના શ્રીમુખથી કર્યો છે.તે ઉપદેશથી જ જગતના નિર્માતા ભગવાન શ્રી કૃષ્ણની માયાનો પ્રભાવ હું જાણી શક્યો,જેને જાણી લેવાથી તેમના પરમ પદની પ્રાપ્તિ થઇ જાય છે.
સત્ય સંકલ્પ વ્યાસજી ! પુરુસોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને બધાજ કર્મો સમર્પિત કરી દેવા જ એકમાત્ર દુનિયાના ત્રણેય તાપોની દવા છે,તે વાત મેં તમને બતલાવી દીધી. પ્રાણીઓને જે પદાર્થના સેવનથી જે રોગ થઇ જાય છે,તે જ પદાર્થ તપાસ વિધિ પ્રમાણે પ્રયોગ કરવાથી શું તે રોગને દૂર નથી કરાતો ? આવી રીતે જો બધા કર્મો મનુષ્યોને જન્મ-મરણ રૂપ ચિંતામાં નાખનારા હોય અને જો તેને ભગવાનને આપી દેવાંમાં આવે તો તેનું કર્મપણું જ નાશ થઇ જાય છે.આ લોકોમાં શાસ્ત્રવિધિ પ્રમાણે જે કર્મો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તેનાથી પરમ ભક્તિથી ભરેલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.તે ભગવદર્થઃ કર્મના માર્ગમાં ભગવાનની આજ્ઞા અનુસાર કરતા લોકો વારંવાર ભગવાન શ્રી કૃષ્ણના ગુણો અને નામોનું કીર્તન તથા સ્મરણ કરે છે.
પ્રભુ ! તમો ભગવાન વાસુદેવને નમસ્કાર છે.અમો તમારું ધ્યાન કરીયે છે..પ્રદ્યુમ્ન,અનિરુદ્ધ અને સંકર્ષણને પણ નમસ્કાર છે.આ પ્રકારે જો પુરુષ ચતુર્વ્યૂહરૂપી ભગવત મૂર્તિયોને નામ દ્વારા પ્રાકૃત-મૂર્તિ રહિત અપ્રાકૃત મંત્ર્મુતિ ભગવાન યજ્ઞપુરુષનું પૂજન કરે છે તેનું જ્ઞાન પૂર્ણ એટલે યથાર્થ છે.
બ્રહ્મન ! જયારે મેં ભગવાનની આજ્ઞાનું આવી રીતે પાલન કર્યું તો એ વાત જાણીને ભગવાન શ્રી કૃષ્ણે મને આત્મજ્ઞાન,એશ્વર્ય અને પોતાની ભાવરૂપી પ્રેમાંભક્તિનું દાન કર્યું.
વ્યાસજી ! તમારું જ્ઞાન પૂર્ણ છે,તમો ભગવાનની જ કીર્તિના-તેમની પ્રેમમયી લીલાનું વર્ણન કરો.તેનાથી મોટા મોટા જ્ઞાનીઓની પણ જિજ્ઞાસા પુરી થાય છે.જે લોકો દુઃખો દ્વારા વારેગડી રોંડવામાં આવે છે તેઓના દુઃખની શાંતિ તેનાથી થઇ શકે છે બાકી બીજો કોઈ ઉપાય નથી.
નારદજીના પૂર્વચરિત્રનો શેષ ભાગ
શ્રી સુતજી કહે છે-શૌનકજી ! દેવર્ષિ નારદજીનો જન્મ અને સાધનાની વાત સાંભળીને સત્યવતીનંદન ભગવાન શ્રી વ્યાસજીએ તેમને ફરીથી એ પ્રશ્ન કર્યો.
શ્રી વ્યાસજીએ પૂછ્યું- નારદજી ! જયારે તમને જ્ઞાનોપદેશ કરવાવાળા મહાત્માગણ જતા રહ્યા ત્યારે તમે શું
કર્યું ? ત્યારે તો તમારી ઉમર ખુબ જ નાની હતી.સ્વાયંભુવ ! તમારી બાકી ઉમર કેવી રીતે પસાર થઇ અને મૃત્યુ સમયે તમોએ કઈ વિધિથી તમારા શરીરનો પરિત્યાગ કર્યો ? દેવર્ષિ ! કાળ તો બધી વસ્તુઓનો નાશ કરી નાખે છે, તેણે તમારી આ પૂર્વ કલ્પ સ્મૃતિને કેમ નાશ ન કરી ?
શ્રી નારદજીએ કહ્યું- મને જ્ઞાનોપદેશ કરવાવાળા મહાત્માગણો જયારે જતા રહ્યા,ત્યારે મેં આ પ્રકારે મારુ જીવન પસાર કર્યું-જો કે તે વખતે મારી ઉમર બહુ નાની હતી.હું મારી માતાનો એક્લવાયો પુત્ર હતો.એક તો તે સ્ત્રી હતી,બીજે તે મૂઢ અને ત્રીજે તે દાસી હતી.મને પણ તેના સિવાય બીજો કોઈ સહારો ન હતો.તેણે મને તેના પ્રેમબંધનમાં બાંધી રાખ્યો હતો.મારા યોગક્ષેમની તે બહુ ચિંતા કરતી હતી પણ પરાધીન હોવાને કારણે તે કઈ કરી શકતી ન હતી.જેમ કઠપૂતળી તેના નચાવનારની ઈચ્છા પ્રમાણે જ નાચતી હોય છે તેમ આખી દુનિયા ઈશ્વરને આધીન છે.હું પણ મારી માતાના પ્રેમ બંધનમાં બંધાઈને તે બ્રાહ્મણ વસ્તીમાં જ રહ્યો.મારી ઉમર ફક્ત પાંચ વર્ષની હતી;મને દિશા દેશ અને કાળના વિષયમાં કોઈ જ્ઞાન ન હતું.એક દિવસની વાત છે,મારી માતા ગાય દોહવાને માટે રાત્રે ઘરથી બહાર નીકળી.રસ્તામાં તેનો પગ સાપ પર પડ્યો ,સાપે તે બિચારીને દંશ માર્યો.તે સાપનો શું વાંક, કાળની જ તેવી પ્રેરણા હતી.મેં વિચાર્યું ભક્તોનું કલ્યાણ કરનારા ભગવાન નો તે પણ એક અનુગ્રહ જ છે.તે પછી હું ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો.
માર્ગમાં મને કેટલાય ધન ધાન્યથી ભરેલા દેશ ,શહેર ગામ,આહીરોની ભ્રમણ કરતી વસ્તીઓ,
દુકાનો,ખેતરો,નદી અને પર્વતોના તટવર્તી ઠેકાણા,વાટિકાઓ,વન- ઉપવન અને રંગ બેરંગી ધાતુઓવાળા વિચિત્ર પહાડો જોવામાં આવ્યા.
ક્યાંક ક્યાંક મોટા ઝાડો હતા જેની ડાળીઓ હાથીઓએ તોડી નાખી હતી.ઠંડા પાણીથી ભરેલા જળાશયો હતા જેમાં દેવોને ચઢાવવાના કામ માટે સુંદર કમળ હતા.તેના ઉપર પક્ષીઓ જુદા જુદા અવાજ કાઢતા ઉડ્યા કરતા હતા.આ બધું જોતા જોતા હું આગળ વધ્યો.હું એકલો જ હતો.આટલો લાંબો માર્ગ પસાર કરતા મેં એક ઘોર ઘીચ જંગલ જોયું.તેમાં નરકટ,વાસ,સેંથા,કુશ,કીચક વગેરે ઉભેલા હતા.તેની લંબાઈ પહોળાઈ પણ ખુબ હતી.અને તેમાં સાપ,ઘુવડ,શિયાળ વગેરે જીવોએ ઘર બનાવ્યા હતા. જોવામાં ઘણું ભયંકર લાગતું હતું.ચાલતા ચાલતા મારી ઇન્દ્રિયો અને શરીર શિથિલ થઇ ગયા હતા.મને જોરથી તરસ લાગી હું ભૂખ્યો તો હતો જ.ત્યાં એક નદી મળી તેના એક કુંડમાં મેં સ્નાન ,જલપાન અને આચમન કર્યું.તેનાથી મારી થકાવટ દૂર થઇ.
આ માણસ વગરના વનમાં એક પીપળાના ઝાડ નીચે આસન જમાવીને હું બેસી ગયો. મહાત્માઓ પાસે મેં જે સાંભળ્યું હતું તેવા હૃદયમાં રહેવાવાળા પરમાત્મા ના તેજ સ્વરૂપનું હું મનમાં ને મનમાં ધ્યાન કરવા લાગ્યો.ભક્તિભાવથી વશીકૃત મન દ્વારા ભગવાનના ચરણકમલનું ધ્યાન કરતા જ ભગવાન પ્રાપ્તિની ઉત્કટ ભાવનાથી મારી આંખોમાં આસું ઉભરાય ગયા.અને હૃદયમાં ધીરે ધીરે ભગવાન પ્રગટ થઇ ગયા.
વ્યાસજી ! તે વખતે પ્રેમભાવનાના અતયન્ત આવેશમાં મારુ રોમ રોમ પુલકિત થઇ ગયું.હૃદય અત્યંત શાંત અને શીતળ થઇ ગયું.હું તે આનંદના એવા પુરમાં ડૂબી ગયો કે મને મારુ ,ધ્યેય વસ્તુનું જરાય ભાન ન રહ્યું.ભગવાનનું તે અનિર્વચનીય રૂપ બધાજ શોકોનો નાશ કરવાવાળું અને મનને માટે ખુબ જ આકર્ષક હતું.અચાનક તેને ન જોતા હું ખુબ જ વિહ્વળ થઇ ગયો અને ગભરાયેલો આસન ઉપરથી ઉભો થઇ ગયો.
મેં તે દર્શન ફરીથી કરવાનું ચાહ્યુ,પણ મનને હૃદયના ઊંડાણમાં સ્થિત કરીને વારંવાર દર્શનની ચેષ્ટા કરવા છતાં હું તે જોઈ ન શક્યો.હું અધૂરિયાની માફક અધીરો બની ગયો.આ રીતે નિર્જન વનમાં મને પ્રયત્ન કરતો જોઈને ભગવાને પોતે કે જે વાણીનો વિષય નથી ઘણી જ ગંભીર અને મધુર વાણીથી મારા શોકને શાંત કરતા કહ્યું,
"દુઃખ છે કે આ જન્મમાં તું મારા દર્શન કરી નહિ શકે. જેની વાસનાઓ સંપૂર્ણ શાંત ન થઇ હોય તેવા અધકચરા યોગીઓને મારા દર્શન દુર્લભ છે.નિષ્પાપ બાળક ! તારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જાગ્રત કરીને જ મેં એકવાર તને મારા રૂપની ઝલક બતાવી છે.મને પ્રાપ્ત કરવાની આકાંક્ષાઓ લઈને સાધક ધીરે ધીરે હૃદયની સંપૂર્ણ વાસનાઓ સારી રીતે ખતમ કરી નાખે છે.નાની ઉંમરની સંત સેવાઓથી તારી ચિત્તવૃત્તિ મારામાં સ્થિર થઇ ગઈ છે.હવે તું આ કુદરતી નાશવંત શરીર છોડીને મારો પાર્ષદ થઇ જશે.મને પ્રાપ્ત કરવાનો તારો નિર્ણય ક્યારે પણ કોઈ પણ પ્રકારે તૂટશે નહિ . આખા સંસારનો પ્રલય થવા છતાં પણ મારી કૃપાથી તને મારી સ્મૃતિ બની રહેશે."
વ્યાસજી ! એવી રીતે ભગવાનની કૃપાથી મારુ હૃદય શુદ્ધ થઇ ગયું, નબરાઈ દૂર થઇ ગઈ અને હું શ્રીકૃષ્ણમય થઇ ગયો.કેટલાક સમય પછી એકાએક વીજળી જેમ ત્રાટકી ઉઠે છે તેમ તેવાજ કોઈ મારા સમયે મારુ મરણ થયું.મારો શુદ્ધ ભાગવત પાર્ષદ શરીરની પ્રાપ્તિનો અવસર આવવાથી પ્રારબ્ધ કર્મ પૂરું થવાને કારણે પંચભૌતિક શરીર નાશ પામ્યું.કલ્પ ના અંતમાં ભગવાન નારાયણ એકાર્ણવઃ (પ્રલયકાલિન સમુદ્ર ) ના પાણીમાં સ્નાન કરે છે તે વખતે તેમના હૃદયમાં શયન કરવાની ઈચ્છાથી આ આખી દુનિયા સમેટીને બ્રહ્માજી જયારે પ્રવેશ કરવા લાગ્યા ત્યારે તેમના શ્વાસ સાથે હું પણ તેમના હૃદયમાં પ્રવેશ કરી ગયો.એક હજાર ચતુર્યુગી પસાર થયા પછી જયારે બ્રહ્મા જાગ્યા અને તેમણે સૃષ્ટિ બનાવવાની ઈચ્છા કરી ત્યારે તેમની ઈન્દ્રિયોમાંથી મરીચિ વગેરે ઋષિયો સાથે હું પણ પ્રગટ થઇ ગયો.
ત્યારથી હું ભગવાનની કૃપાથી વૈકુંઠમાં અને ત્રણેય લોકોમાં બહાર અને અંદર કોઈ પણ જાતની રોકટોક વગર ફર્યા કરું છું.મારા જીવનનું વ્રત ભગવતભજન અખંડ રૂપથી ચાલ્યા કરે છે.ભગવાને આપેલી આ સ્વરબ્રહ્મથી(ષડ્જ,ઋષભ,ગાંધાર,માધ્યમ,પંચમ,ધૈવત અને નિષાદ -આ સાતેય સ્વર બ્રહ્મવ્યંજક હોવાથી બ્રહ્મરૂપ કહેવાય છે)વિભૂષિત વીણા પર તાન છેડીને હું આખા સંસારમાં તેમની લીલાઓનું ગાન કરતો ફરતો રહું છું.જયારે હું તેમની લીલાઓનું ગીત ગાવા લાગુ છું ત્યારે તે પ્રભુ,જેમના ચરણકમળો બધા તીર્થોનુ ઉદગમ સ્થાન છે અને જેમનું યશોગાન મને ખુબ જ પ્રિય લાગે છે,બોલાવ્યા હોય તેમ તરત મારા હૃદયમાં આવીને દર્શન દઈ દે છે.જે લોકોનું ચિત્ત કાયમ વિષય ભોગની ઈચ્છાથી આતુર થઇ રહ્યું હોય તેમના માટે ભગવાનની લીલાઓનું કીર્તન સંસાર સાગરથી પાર જવાનું જહાજ છે, તે મારો પોતાનો અનુભવ છે.કામ અને લોભની ઇજાથી વારં વાર ઘાયલ થયેલું હૃદય શ્રીકૃષ્ણ સેવાથી જાણે પ્રત્યક્ષ શાંતિનો અનુભવ કરે છે.યમ-નિયમ વગેરે યોગ માર્ગોથી તેવી શાંતિ નથી મળી શકતી.
વ્યાસજી ! તમો નિષ્પાપ છો.તમે મને જે કઈ પૂછ્યું હતું તે બધું મારા જન્મ અને સાધનાનું રહસ્ય અને મારી આત્મતુષ્ટિનો ઉપાય મેં તમને બતાવી દીધો.
શ્રી સુતજી કહે છે-શૌનકાદિ ઋષિયો ! દેવર્ષિ નારદે આવી રીતે વ્યાસજીને કહીને જવાની અનુમતિ લીધી.અને વીણા વગાડતા સ્વચ્છંદ ભ્રમણ કરવા નીકળી પડ્યા.હા ! આ દેવર્ષિ નારદ ધન્ય છે કેમકે તેઓ સારંગપાણિ ભગવાનની કીર્તિને પોતાની વીણા ઉપર ગાતા ગાતા જાતે તો આનંદનો અનુભવ કરે છે, સાથે સાથે ત્રિતાપત સંસારને પણ આનંદિત કરતા રહે છે.
અશ્વત્થામાં દ્વારા દ્રૌપદીના પુત્રોનું મરણ અને અર્જુન દ્વારા અશ્વત્થામાંનું માનમર્દન
શ્રી શૌનકજીએ પૂછ્યું-સુતજી ! સર્વજ્ઞ અને સર્વશક્તિમાન વ્યાસભાગવાને નારદજીનો અભિપ્રાય સાંભળી લીધો.પછી તેમના ગયા પછી શું કર્યું ?
શ્રી સુતજીએ કહ્યું- બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમ કિનારે શમ્યાપ્રાસ નામનો એક આશ્રમ છે.ત્યાં ઋષિયોના યજ્ઞો ચાલતા જ રહે છે.ત્યાં વ્યાસજીનો પોતાનો આશ્રમ છે.તેની ચારે બાજુ બેરનુ સુંદર વન છે,તે આશ્રમમાં બેસીને તેમણે આચમન કર્યું અને જાતે પોતાના મનને સમાહિત કર્યું.તેમણે ભક્તિયોગ દ્વારા પોતાના મનને સંપૂર્ણ એકાગ્ર અને નિર્મલ કરીને આદિપુરુષ પરમાત્મા અને તેમના આશ્રયથી રહેવાવાળી માયાને જોઈ.આ માયાથી મોહિત થઈને તે જીવ ત્રણેય ગુણોથી અતીત હોવા છતાં પણ પોતાને ત્રિગુણાત્મક માની લે છે અને તે માન્યતાને લીધે થનારા અનર્થોને ભોગવે છે.
તે અનર્થોની શાંતિનું સાક્ષાત કારણ છે- ફક્ત ભગવાનનો ભક્તિયોગ ! પણ સંસારના લોકો તે વાતને નથી જાણતા.તે સમજીને જ તેમણે આ પરમહંસોની સંહિતા શ્રીમદ્ભાગવતની રચના કરી.તેના શ્રવણમાત્રથી પુરુસોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પરમ પ્રેમમયી ભક્તિ થઇ જાય છે.જેનાથી જીવના શોક,મોહ અને ભય નાશ પામે છે.તેમણે આ ભાગવત સંહિતાનું નિર્માણ અને પુનરાવૃત્તિ કરીને તેને પોતાના નિવૃતપરાયણ પુત્ર શ્રી શુકદેવજીને ભણાવ્યું.
શ્રી શૌનકજીએ પૂછ્યું-શ્રી શુકદેવજી તો અત્યંત નિવૃતપરાયણ છે,તેમને તો કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી.તે કાયમ આત્મામાંજ ફર્યા કરે છે.તો પછી તેમણૅ શા માટે આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું ?
શ્રી સુતજીએ કહ્યું- જે લોકો જ્ઞાની છે અને જેમની અજ્ઞાનની ગાંઠો ઉઘડી ગઈ છે અને જેઓ કાયમ આત્મમાંમાં જ ભ્રમણ કરવાવાળા છે તે પણ ભગવાનની હેતુ વગરની ભક્તિ કર્યા કરે છે કેમકે ભગવાનના ગુણ જ એટલા મીઠા છે,જે બધાને પોતાની તરફ ખેંચી લે છે.પછી શ્રી શુકદેવજી તો ભગવાનના ભક્તોને અત્યંત પ્રિય અને સ્વયં ભગવાન વેદ વ્યાસના પુત્ર છે. ભગવાનના ગુણોએ તેમને તેમના તરફ ખેંચી લીધા અને તેનાથી વિવશ થઈને જ આ વિશાલ ગ્રંથનું અધ્યયન કર્યું.
શૌનકજી ! હવે હું રાજર્ષિ પરીક્ષિતના જન્મ કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું,કેમકે ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણની અનેકો કથાઓનો ઉદય થાય છે.જે વખતે પાંડવો અને કૌરવો બંને પક્ષોના મહાભારતના યુદ્ધમાં કેટલાય વીરો વીરગતિને પામ્યા હતા અને ભીમસેનની ગદાના પ્રહારમાં દુર્યોધનની જાંઘ તૂટી ગઈ હતી, ત્યારે અશ્વત્થામાએ પોતાના સ્વામી દુર્યોધનનું પ્રિય કાર્ય સમજીને દ્રૌપદિનાં સુતેલા પુત્રોના માથા કાપીને તેને ભેટમાં આપ્યા તે ઘટના દુર્યોધનને પણ ન ગમી કેમકે આવા નીચ કર્મની બધા નિંદા કરે છે.તે બાળકોની માતા પોતાના પુત્રોના મરણના સમાચાર સાંભળીને ખુબ જ દુઃખી થઇ ગઈ.તેની આખોમાં આસુઓ ઉભરાઈ ગયા-તે રડવા લાગી,અર્જુને તેને સાન્તવના આપતા કહ્યું,
અર્જુને આવી મીઠી અને વિચિત્ર વાતો થી દ્રૌપદીને સાંત્વના આપી,અને પોતાના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણની સલાહથી તેમને સારથી બનાવીને કવચ ધારણ કરી અને પોતાના ભયાનક ગાંડીવ ધનુષ્યને લઈને તે રથ પર સવાર થયો અને ગુરૃપુત્ર અશ્વત્થામાની પાછળ દોડ્યો,બાળકોની હત્યાથી અશ્વત્થામા પણ મન થી ભાંગી પડ્યો હતો જયારે તેણે દૂરથી જ જોયું અર્જુન પોતાની તરફ ઝડપથી આવી રહ્યો છે ત્યારે તે પોતાની પ્રાણોની રક્ષા માટે પૃથ્વી પર જ્યાં સુધી ભાગી શકાય ,રૂદ્રથી જેમ સૂર્યની (શિવભક્ત રાક્ષસ વિદ્યુમાલીને જયારે સૂર્યે હરાવ્યો ત્યારે સૂર્ય પર ક્રોધિત થઈને ભગવાન રુદ્ર પોતાનું ત્રિશુલ લઈને તેમની તરફ દોડ્યા.તે વખતે સૂર્ય ભાગતા ભાગતા પૃથ્વી પર કાશીમાં આવીને પડ્યા તેનાથી ત્યાં તેમનું નામ 'લોલાર્ક' પડ્યું.)માફક ભાગતો રહ્યો.જયારે તેણે જોયું કે પોતાના ઘોડાઓ થાકી ગયા છે,અને પોતે બિલકુલ એકલવાયો છે ત્યારે તેણે પોતાને બચાવવા માટે બ્રહ્માસ્ત્ર એકમાત્ર સાધન માન્યું.જો કે તેને બ્રહ્માસ્ત્ર પાછું વાળવાની શક્તિ આવડતી ન હતી છતાં પ્રાણ સંકટ જોઈને તેણે આચમન કર્યું અને ધ્યાન લગાવીને બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું.તે અસ્ત્રથી બધી દિશાઓમાં તેજ પ્રસરી ગયું.અર્જુને જોયું કે હવે પોતાના પ્રાણ ભયમાં છે ત્યારે તેણે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી.
અર્જુને કહ્યું-'શ્રી કૃષ્ણ તમો સચ્ચિદાનંદ પરમાત્મા છો.તમારી શક્તિ અનંત છે. તેમોજ ભક્તોને અભય આપનારા છો જે.સંસારની ભભૂકતી આગમાં સળગી રહ્યા છે,તે જીવોને તેમાંથી ઉગારનાર એકમાત્ર આપ છો.તમે પ્રકૃતિથી ઉપર રહેનારા આદિપુરુષ પરમેશ્વર છો.તમારી ચિત્ત શક્તિ(સ્વરૂપ શક્તિ)થી બહિરંગ એવી ત્રિગુણમયી માયાને દૂર ભગાવીને પોતાના અદ્વિતીય સ્વરૂપમાં સ્થિર છો.ત્યાં તમે તમારા પ્રભાવથી માયા મોહિત જીવો માટે ધર્માદીરૂપ કલ્યાણનું વિધાન કરો છો.તમારો આ અવતાર પૃથ્વીનો ભાર દૂર કરવા માટે અને તમારા અનન્ય પ્રેમી ભક્ત જનોના સ્મરણ ધ્યાન કરવા માટે છે.સ્વયં પ્રકાશ સ્વરૂપ શ્રી કૃષ્ણ !આ ભયંકર તેજ બધી બાજુથી મારી તરફ આવી રહ્યું છે.આ શું છે,ક્યાંથી ,કેમ આવી રહ્યું છે -તેની મને બિલકુલ ખબર નથી.'
ભગવાને કહ્યું-'અર્જુન ! તે અશ્વત્થામાનું ચલાવેલું બ્રહ્માસ્ત્ર છે.એ વાત સમજી લે કે પ્રાણ સંકટ થવાથી તેણે તેનો ઉપીયોગ તો કરી દીધો છે,પણ તે અસ્ત્રને પાછું વાળવાનું નથી જાણતો.બીજા કોઈ શસ્ત્રમાં તેને દબાવી દેવાની શક્તિ નથી.તું શસ્ત્રોની વિદ્યાને ખુબ સારી રીતે જાણે છે,બ્રહ્માસ્ત્રના તેજથી જ તે બ્રહ્માસ્ત્રની ભયંકર આગને હોલવી કાઢ.
સુતજી કહે છે- અર્જુન વિપક્ષી વીરોને મારવામાં ખુબ હોશિયાર હતો.ભગવાનની વાત સાંભળીને તેણે આચમન કર્યું, અને ભગવાનની પ્રદક્ષિણા કરીને બ્રહ્માસ્ત્રના નિવારણ માટે બ્રહ્માસ્ત્રનું જ સંધાન કર્યું.બાણોથી વેષ્ટિતઃ તે બંને બ્રહ્માસ્ત્રોનું તેજ પ્રલાયકાલીન સૂર્ય એટલે અગ્નિની માફક એકબીજામાં ટકરાઈને આખા આકાશમાં અને દિશાઓમાં ફેલાય ગયું.અને વધવા લાગ્યું.ત્રણેય લોકો ને સળગાવનારી તે બંને અસ્ત્રોની વધેલી જવાળાઓથી પ્રજા સળગવા લાગી અને તેને જોઈને બધા એજ સમજ્યા આ પ્રલયકારી સાંવર્તક અગ્નિ છે.તે આગથી પ્રજા અને લોકોનો નાશ થતો જોઈને ભગવાનની પરવાનગીથી અર્જુને તે બંનેને પાછા વાળી લીધા.અર્જુનની આંખો ક્રોધથી લાલ લાલ થઇ રહી હતી.તેણે ઝપટ મારીને તે અશ્વત્થામાને પકડી લીધો અને જેમ કોઈ દોરડાથી બાંધી દે તેમ જ બાંધી દીધો.અશ્વત્થામાને બળથી બાંધીને જયારે અર્જુને પડાવ તરફ લઇ જવા વિચાર્યું,ત્યારે તેને કમલનયન ભગવાન શ્રી કૃષ્ણે ક્રોધિત થઈને કહ્યું -
"અર્જુન ! આ બ્રાહ્મણ અધમને છોડવો બરાબર નથી,તેને તો મારી જ નાખ.તેણે રાત્રે સુતેલા નિરપરાધી બાળકોની હત્યા કરી છે.ધર્મશાળી પુરુષ, અસાવધાન,મતવાલા,પાગલ,સુતેલા,બાળક,સ્ત્રી,વિવેક્જ્ઞાશૂન્ય,શરણાગત,રથહીન અને ક્રૂર પુરુષ બીજાને મારીને પોતાના પ્રાણને પોષે છે,તેનો તો વધ જ તેના માટે કલ્યાણકારી છે.કેમકે તેવી આદત લઈને તે જીત્યો છે તો વધારે પાપ કરે છે અને તે પાપોને કારણે નર્કમાં જાય છે,પછી તે મારી સામેજ તે દ્રૌપદીને પ્રતિજ્ઞા કરી હતી કે 'માનવતી ! જેણે તારા પુત્રોનો વધ કર્યો છે તેનું માથું ધડથી જુદું કરી લઇ આવીશ.'આ પાપી ફૂલદોષી આતતાયીએ તારા પુત્રોનો વધ કર્યો છે અને તેના સ્વામી દુર્યોધનને પણ દુઃખ પહોચાડ્યું છે તેટલા માટે
અર્જુન ! તેને મારી જ નાખ.ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના ધર્મની પરીક્ષા લેવા માટે આવી રીતે પ્રેરણા કરી,પરંતુ અર્જુનનું હૃદય મહાન હતું.જોકે અશ્વત્થામાએ તેના પુત્રોને મારી નાખ્યા હતા છતાં અર્જુનના મનમાં ગુરૃપુત્રને મારવાની ઈચ્છા થઇ નહિ.
તેના પછી તે પોતાના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણ સાથે પોતાના પડાવમાં પહોંચ્યા.ત્યાં પોતાના મૃત પુત્રો માટે શોક કરી રહેલી દ્રૌપદીને હવાલે તેને સોંપી દીધો.દ્રૌપદીએ જોયું કે અશ્વત્થામાને પશુની માફક બાંધીને લાવવામાં આવ્યો છે. નિંદિત કર્મ કરવાથી તેનું મોઢું નીચેની તરફ નમેલું છે. પોતાનું અનિષ્ટ કરનારા ગુરૃપુત્ર અશ્વત્થામાને આ રીતે અપમાનિત જોઈને દ્રૌપદીનું કોમળ હૃદય કૃપાથી ભરાઈ આવ્યું.અને તેણે અશ્વત્થામાને વંદન કર્યું.ગુરૃપુત્રને આવી રીતે બાંધીને લાવવાનું સતી દ્રૌપદીથી સહન ન થયું.તેણે કહ્યું-"છોડી દો એને છોડી દો ! એ બ્રાહ્મણ છે,અમારા માટે અત્યંત પૂજનીય છે.જેની કૃપાથી તમોએ રહસ્યની સાથે બધા જ ધનુર વિદ્યા અને પ્રયોગ તથા ઉપસંહારની સાથે સંપૂર્ણ શસ્ત્ર શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે તમારા આચાર્ય દ્રોણ જ પુત્રના રૂપમાં તમારી સામે ઉભા છે.તેમની અર્ધાંગિની કૃપી પોતાના વીર પુત્ર ની મમતાથી પોતાના પતિનું અનુગમન કરી શકી નહિ તે અત્યારે જીવિત છે.
મહાભાગ્યવાન આર્યપુત્ર ! તમે તો મોટા ધર્મગ્ય છો.જે ગુરુ વંશની નિત્ય પુંજા અને વંદના કરવી જોઈએ,તેને દુઃખ પહોંચાડવું આપ ને યોગ્ય કાર્ય નથી. જેમ આપણા બાળકોના મરી જવાથી હું રડી રહી છું,અને મારી આંખોમાંથી વારંવાર આંસુઓ નીકળી રહ્યા છે,તેવી જ રીતે તેની માતા પતિવ્રતા ગૌતમી ન રડે. જો ઉંચાકુળનો રાજા પોતાના ખરાબ કૃત્યોથી બ્રાહ્મણ કુળને ક્રોધિત કરી નાખે છે,તે ક્રોધિત બ્રાહ્મણકુળ તે રાજાઓને સપરિવાર શોકાગ્નિમાં નાખીને તરત જ ભસ્મ કરી નાખે છે.
સુતજીએ કહ્યું- શૌનકાદિ ઋષિયો ! દ્રૌપદીની વાત ધર્મ અને ન્યાયને અનુકૂળ હતી.તેમાં કપટ ન હતું,કરુણા અને સમતા હતી.ત્યારેજ રાજા યુધિષ્ઠિરે રાણીના આ હિતભર્યા શ્રેષ્ઠ વચનોનું અભિનંદન કર્યું.સાથે જ નકુલ,સહદેવ,સાત્વિક,અર્જુન,ભગવાન શ્રી કૃષ્ણે જાતે તેમજ ત્યાં ઉપસ્થિત સહુ નર નારીઓએ દ્રૌપદીની વાતનું સમર્થન કર્યું.તે વખતે ક્રોધિત થઈને ભીમસેને કહ્યું,
'જેણે સુતેલા બાળકોને ન પોતાના માટે અને ન પોતાના સ્વામી માટે પણ વ્યર્થ જ મારી નાખ્યા,તેનો તો વધ જ ઉત્તમ છે.'ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદી અને ભીમસેનની વાતો સાંભળીને અને અર્જુન સામે જોઈને કૈક હસતા હસતા કહ્યું-
તે પણ કર.
સુતજી કહે છે-અર્જુન ભગવાનની વાત તરત પામી ગયો અને તેણે પોતાની તલવારથી અશ્વત્થામાનો માથાનો મણિ તેના વાળ સાથે ઉતારી લીધો.બાળકોની હત્યા કરીને તે પહેલેથી જ શ્રી હીન થઇ ગયો હતો,હવે મણિ અને બ્રહ્મતેજથી પણ રહિત થઇ ગયો.ત્યાર પછી અર્જુને દોરડાનું બંધન ખોલીને પડાવમાંથી બહાર કાઢી મુક્યો. - આ જ બ્રાહ્મણ અધમોનો વધ છે.તેના માટે તેનાથી જુદું શારીરિક વધનું કોઈ વિધાન નથી.પુત્રોના મૃત્યુથી દ્રૌપદી અને પાંડવો બધા શોકાતુર થઇ રહ્યા હતા.હવે તેમણે પોતાના મરેલા ભાઈ બંધુઓની અગ્નિ દાહ વગેરે અંતિમ ક્રિયા કરી.
ગર્ભમાં પરીક્ષિતની રક્ષા,કુંતી દ્વારા ભગવાનની પ્રાર્થના,અને યુધિષ્ઠિરનો શોક
સુતજી કહે છે-ત્યાર પછી પાંડવો શ્રી કૃષ્ણ ની સાથે જલાંજલિની ઈચ્છાથી મરેલા સ્વજનોના તર્પણ કરવા માટે સ્ત્રીઓને આગળ કરીને ગંગાકિનારે ગયા. ત્યાં તે બધાએ મૃત ભાઈઓને જલદાન કર્યું અને તેમના ગુણોને યાદ કરીને ખુબ વિલાપ કર્યો.ત્યાર પછી ભગવાનના ચરણકમળોની ધૂળથી પવિત્ર ગંગા જળમાં સ્નાન કર્યું.ત્યાં પોતાના ભાઈઓની સાથે કુરુપતિ મહારાજ યુધિષ્ઠિર,ધૃતરાષ્ટ્ર,પુત્ર શોકથી વ્યાકુળ ગાંધારી કુંતી અને દ્રૌપદી - બધાએ બેસીને મરેલા સ્વજનો માટે શોક કરવા લાગ્યા.ભગવાન શ્રી કૃષ્ણે ધૌમ્યયાદિ મુનિઓની સાથે તેમને શાંત્વના આપી અને સમજાવ્યું કે સંસારના બધા પ્રાણીઓ કાળને આધીન છે,મોતથી કોઈને કોઈ બચાવી નથી શકતું.
એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરને તેમનું તે રાજ્ય,જે ધુર્તના કપટથી છીનવી લેવાયેલું હતું, પાછું અપાવ્યું અને દ્રૌપદીના વાળને સ્પર્શ કરવાથી જેની ઉમર ક્ષીણ થઇ ગઈ હતી તે દુષ્ટ રાજાઓનો વધ કરાવ્યો.સાથે જ યુધિષ્ઠિર દ્વારા ઉત્તમ સામગ્રીઓથી અને પુરોહિતો દ્વારા ત્રણ અશ્વમેધ યજ્ઞ કરાવ્યા.આવી રીતે યુધિષ્ઠિરના પવિત્ર યશને સો યજ્ઞ કરવાવાળા ઇન્દ્રના યશની માફક ફેલાવી દીધો.તે પછી ભગવાન શ્રી કૃષ્ણે ત્યાંથી જવાનો વિચાર કર્યો.તેમણે તેના માટે પાંડવોથી વિદાય લીધી અને વ્યાસ વગેરે બ્રાહ્મણોનો સત્કાર કર્યો.તે લોકોએ પણ ભગવાનનું ખુબ જ સન્માન કર્યું.ત્યાર પછી સાત્યકિ અને ઉદ્ધવની સાથે રથ પર સવાર થયા. તે વખતે તેમણે જોયું કે ઉત્તરા ભયથી ગભરાતી તેમની સામે દોડતી આવી રહી હતી.
ઉત્તરાએ કહ્યું-' દેવાનીધાન ! જગદીશ્વર ! તમે મહાયોગી છો.તમો મારી રક્ષા કરો રક્ષા કરો.તમારા સિવાય આ જગતમાં મને અભય કરનારું કોઈ નથી કેમકે અહીં બધા પરસ્પર એક બીજાના મૃત્યુના નિમિત્ત બની રહ્યા છે.પ્રભુ ! તમો સર્વ શક્તિમાન છો.આ સળગતું લોખંડનું બાણ મારી બાજુ ધસતું આવી રહ્યું છે.સ્વામી ! તે ભલે મને સળગાવી દે ,પરંતુ મારા ગર્ભનો નાશ ન કરે -તેવી કૃપા કરો.'
સુતજી કહે છે -ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેની વાત સાંભળતા જ પામી ગયા કે અશ્વત્થામાએ પાંડવોના વંશજ નિર્બીજ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે.શૌનકજી ! તે વખતે પાંડવોએ પણ જોયું સળગતા પાંચ બાણો તેમની તરફ આવી રહ્યા હતા. એટલા માટે તેમણે પણ પોત પોતાના શસ્ત્રો ઉઠાવી લીધા.સર્વશક્તિમાન શ્રી કૃષ્ણે તેમના અનન્ય પ્રેમીઓ ઉપર -શરણાગત ભક્તો પર મોટી આફત આવી પડેલી જાણીને પોતાના નિજ અસ્ત્ર સુદર્શન ચક્રથી પોતાના માણસોની રક્ષા કરી.યોગેશ્વર શ્રી કૃષ્ણ બધા જ પ્રાણીઓના હૃદયમાં વિરાજતા આત્મા છે.તેમણે ઉત્તરાના ગર્ભને પાંડવોની વંશપરંપરા ચલાવવા માટે પોતાની માયાના કવચથી ઢાંકી દીધું.શૌનકજી ! જો કે બ્રહ્માસ્ત્ર અમોઘ છે અને તેના નિવારણનો કોઈ ઉપાય પણ નથી છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણના તેજની સામે આવીને તે શાંત થઇ ગયું.તે કોઈ આશ્ચર્યની વાત સમજાવી ન જોઈએ,કેમકે ભગવાન તો સર્વ સમર્થ છે તે જ પોતાની નિજ તાકાત માયાથી પોતે અજન્મા થઈને પણ આખા સંસારની સૃષ્ટિ,રક્ષા અને સંહાર કરે છે.જયારે ભગવાન શ્રી કૃષ્ણ જવા લાગ્યા ત્યારે બ્રહ્માસ્ત્રની જવાળાથી મુક્ત પોતાના પુત્રો અને દ્રૌપદીની સાથે સતી કુન્તાએ આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી.
કુંતીએ કહ્યું-તમો બધા જીવોની બહાર અને અંદર એકરસ થઇ સ્થિર છો.છતાં પણ ઇન્દ્રિયો અને વૃત્તિઓથી દેખાતા નથી,કેમકે તમો પ્રકૃતિ થી ઉપર આદિપુરુષ પરમેશ્વર છો.હું તમોને નમસ્કાર કરું છું.ઇન્દ્રિયોથી જે જાણી શકાય છે,તેની નસોથી તમો જણાઓ છો અને તમારી માયાના પડદાથી તમો ઢંકાયેલા રહો છો.હું અબોધ નારી છું ભલા આપણને શી રીતે જાણી શકું? જેમ મૂઢ લોકો બીજો વેશ ધારણ કરેલા નટને પ્રત્યક્ષ જોવા છતાં નથી ઓરખી શકતા,તેવી જ રીતે તમે દેખાતા હોવા છતાં નથી દેખાતા.તમો શુદ્ધ હૃદયવાળા વિચારશીલ જીવયુક્ત પરમહંસોના હૃદયમાં તમારી પ્રેમમયી ભક્તિને સર્જન કરવા અવતરિત થયા છો.પછી અમે અલ્પબુધ્ધિવાળી સ્ત્રીઓ તમોને શી રીતે ઓરખી શકીયે.તમો શ્રી કૃષ્ણ,વાસુદેવ, દેવકીનંદન, નંદ ગોપના લાડલા લાલ ગોવિંદને અમારા વારંવાર પ્રણામ છે.જેની નાભિમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે,જે સુંદર કમળોની માળા ધારણ કરે છે,જેમના નેત્રો કમળની જેવા વિશાળ અને કોમળ છે.જેમના ચરણકમળોમાં કમળનું નિશાન છે.-શ્રી કૃષ્ણ તેવા તમોને મારા વારંવાર પ્રણામ છે.
ઋષિકેશ ! જેમ તમોએ દુષ્ટ કંસના દ્વારા કેદ કરેલી અને લાંબા સમયથી પીડિત દેવકીની રક્ષા કરી હતી, તેવી જ રીતે મારી પણ મારા પુત્રો સાથે વારંવાર મુસીબતોમાં રક્ષા કરી છે.તમો જ અમારા સ્વામી છો.તમો સર્વશક્તિમાન છો.
શ્રીકૃષ્ણ ! ક્યાં સુધી ગણાઉં-ઝેરથી,લાક્ષાગૃહની ભયાનક આગથી,હીડંબ વગેરે રાક્ષસોની નજરોથી, દુષ્ટોની દ્યૂત સભાથી,વનવાસની મુસીબતોથી અને અનેક વખતના યુદ્ધોમાં અનેક મહારથીઓના ભયાનક શસ્ત્રોથી અને હમણાં હમણાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમોએ જ અમારી રક્ષા કરી છે.
જગતગુરુ ! અમારા જીવનમાં કાયમ પગલે પગલે મુસીબતો આવતી રહે,કેમકે મુસીબતોમાં જ નિશ્ચિત રૂપથી તમારા દર્શન થયા કરે છે,અને તમારા દર્શન થઇ જવાથી પછી જન્મ મરણના ફેરામાં નથી જવું પડતું.ઊંચા કુળમાં જન્મ,ધન,વિદ્યા અને સંપત્તિના કારણે જેનું અભિમાન વધી રહ્યુ હોય, તેવા માણસો તો તમારું નામ પણ નથી લઇ શકતા.કેમકે તમો તો એવા માણસોને દર્શન આપો છો કે જે અકિંચન છે.તમો નિર્ધનોનું પરમ ધન છો.માયાનો પ્રપજ્ઞ તમને અડકી પણ નથી શકતો.તમો તમારામાં જ વિહાર કરવાવાળા પરમ શાંતસ્વરૂપ છો.તમો જ ફક્ત મોક્ષના અધિપતિ છો.હું તમોને વારંવાર નમસ્કાર કરું છું.
હું તમોને અનાદિ,અનંત,સર્વવ્યાપક,બધાના નિર્માતા,કાળરૂપ પરમેશ્વર સમજુ છું.સંસારના બધા પદાર્થ અને પ્રાણીઓ અંદરોદર અથડાઈને વિષમતાને કારણે એકબીજાથી વિરુદ્ધ થઇ રહ્યા છે,પણ તમો બધામાં સમાન રૂપે વિચરી રહ્યા છો.ભગવાન ! તમો જયારે મનુષ્યોની-જેવી લીલાઓ કરો છો ત્યારે તમે શું કરવા ચાહો છો-તે કોઈ નથી જાણતું.તમારું કોઈ પ્રિય પણ થી અને નથી અપ્રિય.તમારા સંબંધમાં લોકોની બુદ્ધિ જ વિષમ થયા કરે છે.તમો વિશ્વના આત્મા છો,વિશ્વરૂપ છો.તમે જન્મ પણ નથી લેતા અને કર્મ પણ નથી કરતા.છતાં પણ પશુ-પક્ષી,મનુષ્ય,ઋષિ,જળચર વગેરેમાં તમો જન્મ લો છો અને તે યોનિયોને અનુરૂપ દિવ્યકર્મ પણ કરો છો.તે તમારી લીલા જ તો છે.જયારે બાળપણમાં મટકું ફોડીને યશોદા મૈયાને ખીજવી નાખ્યા હતા અને તેમણે તમોને બાંધવા માટે હાથમાં દોરડું લીધું હતું,ત્યારે તમારી આંખોમાં આસું છલકી પડ્યા હતા,કાજળ કપાળ ઉપર ફેલાઈ ગયું હતું,આંખો ચંચળ થતા ભયની ભાવનાથી તમોએ તમારો ચહેરો નચેની બાજુ ઝુકાવી લીધો હતો.તમારી આ દશાનું-લીલા છબીનું ધ્યાન કરીને હું મોહિત થઇ જાઉં છું.ભલા,જેનાથી ભયને પણ ભય લાગે તેની આ દશા ! તમોએ અજન્મા થઈને પણ જન્મ કેમ લીધો છો,તેનું કારણ બતાવતા કોઈ કોઈ મહાપુરુષ એમ કહે છે-જેમ મલયાચલની કીર્તિનો વિકાસ કરવા માટે તેમાં ચંદન પ્રગટે છે,તેમ પોતાના પ્રિય ભક્ત પુણ્યશ્લોક રાજા યદુની કીર્તિને વધારવા માટે તમોએ તેમના વંશમાં અવતાર ધારણ કર્યો છે.બીજા લોકો એમ કહે છે કે વાસુદેવ અને દેવકીજીને પૂર્વજન્મમાં (સુતપા અને પૃથીના રૂપમાં)તમારાથી એજ વરદાન મેળવ્યું હતું એટલા માટે તમો અજન્મા હોવા છતાં જગતનું કલ્યાણ કરવા અને દૈત્યોનો નાશ કરવા તેમના પુત્ર બન્યા છો.કેટલાક બીજા લોકો એમ પણ કહે છે કે આ પૃથ્વી દૈત્યોના ખુબ જ ભારથી સમુદ્રમાં ડૂબતા જહાજની માફક ડગમગવા લાગી હતી- દુઃખી થઇ રહી હતી,ત્યારે બ્રહ્માની પ્રાર્થનાથી તેનો ભાર ઉતારવા માટે આપ પ્રગટ થયા.કોઈ મહાપુરુષ એમ કહે છે કે જે લોકો આ સંસારમાં અજ્ઞાન,કામના અને કર્મોના બંધનમાં જકડાવાથી દુઃખી થઇ રહ્યા હતા તે લોકો માટે શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય લીલાઓ કરવાના વિચારથી તમોએ અવતાર લીધો.ભક્ત જનો વારંવાર તમારા ચરિત્રનું શ્રવણ,ગાન,કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થતા રહે છે,તેઓજ વિનાવિલંબ તમારા તે ચરણકમળોના દર્શન કરી શકે છે.જે જન્મ-મરણના પ્રવાહને કાયમ માટે રોકી લે છે.
ભક્તવત્સલઃકલ્પતરુ પ્રભુ ! શું હવે તમો તમારા આશ્રિત અને સબંધી એવા અમોને છોડીને જવા ચાહો છો ? ધરતીના રાજાઓના તો અમે એમ જ વિરોધી થઇ ગયા છે.જેમ જીવ વિના ઇન્દ્રિયો શક્તિવગરની થઇ જાય છે,તેવી જ રીતે તમારા દર્શન વગર યદુવંશીયોના અને અમારા પુત્રો પાંડવો ના નામ તથા રૂપનું અસ્તિત્વ જ શું રહેશે.ગદાધર ! તમારા વિલક્ષણ ચરણચીહ્નોથી ચિહ્નિત આ કુરુજાંગલ-દેશ આજે જેમ શોભાયમાન થઇ રહ્યો છે,તેવો તમારા જતા રહેવાથી નહિ રહે.તમારી દ્રષ્ટિના પ્રભાવથી જ આ દેશ પાકેલી ફસલ તથા લતા વૃક્ષોથી સમૃદ્ધ થઇ રહ્યો છે. આ વન,પર્વત,નદી અને સમુદ્ર તમારી દ્રષ્ટીથીજ વૃદ્ધિ મેળવી રહ્યા છે.તમો વિશ્વના સ્વામી છો,તમો વિશ્વના આત્મા છો અને વિશ્વરૂપ છો.યદુવંશીયો અને પાંડવોમાં મારી ખુબ જ મમતા થઇ ગઈ છે.તમો કૃપા કરીને સ્વજનો સાથે જોડાયેલા એ સ્નેહના દ્રઢ ફાંસલાને કાપી નાખો.શ્રી કૃષ્ણ ! જેમ ગંગાની અખંડ ધારા સમુદ્રમાં પડ્યા કરે છે તેમ મારી બુદ્ધિ બીજે કશે ન જતા તમારી સાથે જ કાયમ પ્રેમ કરતી રહે.શ્રીકૃષ્ણ ! અર્જુનના પ્યારા સખા યદુવંશ શિરોમણી ! તમો પૃથ્વીના ભારરૂપ રાજવેશધારી રાક્ષસોને સળગાવવા માટે અગ્નિસ્વરૂપ છો.તમારી શક્તિ અનંત છે.ગોવિંદ ! તમારો આ અવતાર ગાય,બ્રાહ્મણ અને દેવતાઓના દુઃખોને દૂર કરવા માટે છે.યોગેશ્વર ! ચરાચરના ગુરુ ભગવાન ! હું તમોને નમસ્કાર કરું છું.
સુતજી કહે છે-એવી રીતે કુંતાજીએ ઘણી મીઠી વાણીમાં ભગવાનની ઘણી બધી લીલાઓનું વર્ણન કર્યું.એ બધું સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની માયાથી તેમને મોહિત કરતા કરતા મંદ મંદ હસવા લાગ્યા.તેમણે કુંતાજીને કહી દીધું,'હવે બધું બરાબર છે' અને રથના સ્થાનથી તે હસ્તિનાપુર આવી ગયા.ત્યાં કુંતા અને સુભદ્રા વગેરે દેવીયોંથી વિદાય લઈને જયારે તેઓ જવા લાગ્યા ,ત્યારે રાજા યુધિષ્ઠિરે તેમને પ્રેમથી રોકી લીધા.રાજા યુધિયસ્થિરને પોતાના ભાઈ-બંધુઓના માર્યા જવાથી ખુબ જ દુઃખ થઇ રહ્યું હતું.ભગવાનની લીલાનો મર્મ સમજનારા વ્યાસ વગેરે મહર્ષિઓને અને જાતે અદભુત ચરિત્ર કરનારા ભગવાન શ્રી કૃષ્ણે પણ અનેકો ઇતિહાસ કહીને તેમને સમજાવવાની ખુબ જ ચેષ્ટા કરી ,પરંતુ તેમને સાંત્વના ન મળી ,તેમનો શોક ન મટ્યો.શૌનકાદિ ઋષિયો ! ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરને પોતાના સ્વજનોના વધથી ખુબ જ ચિંતા થઇ.તે અવિવેકયુક્ત મનથી સ્નેહ અને મોહના માર્યા કહેવા લાગ્યા-
'ભલા,મારા દુરાત્મા હૃદયમાં ભરાઈને વધેલું આ અજ્ઞાન તો જુઓ,મેં શિયાળ,કુતરાના આહાર આ અનાત્મા શરીર ને માટે અનેક અક્ષોહિણી(૨૧૮૭૦ રથ,૨૧૮૭૦ હાથી,૧૦૧૩૫૦ પૈદલ અને ૬૫૬૦૦ ઘોડેસવાર-આટલી સેનાને અક્ષૌહિણી કહે છે.) સેનાનો નાશ કરી નાખ્યો.મેં બાળક,બ્રાહ્મણ,સંબંધી,મિત્ર,કાકા,તાઉ,ભાઇ-બંધુ,અને ગુરુજનોથી દ્રોહ કર્યો છે.કરોડો વર્ષોમાં પણ મારો નર્કમાંથી છુટકારો નથી થઇ શકવાનો.કદાચ શાસ્ત્રનું વચન છે કે જો પ્રજાના પાલન કરવા માટે ધર્મયુધ્ધમાં શત્રુઓને મારે તો તેને પાપ ન લાગે,છતાં પણ મને તેનાથી સંતોષ નહિ થાય.સ્ત્રીઓના પતિ અને ભાઈ-બંધુઓને મારવાથી તેમનો મારા દ્વારા અહીં જે અપરાધ થયો છે,તેનો હું ગૃહસ્થોચિત યજ્ઞ-યાંગદીકોના દ્વારા માર્જન કરવામાં સમર્થ નથી.જેમ કીચડથી ગંદુ પાણી સ્વચ્છ નથી કરી શકાતું ,દારૂથી દારૂની અપવિત્રત્તા નથી મિટાવી શકાતી, તેવી જ રીતે ઘણા બધા હિસાબહુલ યજ્ઞો દ્વારા એક પણ પ્રાણીની હત્યાનું પ્રાયશ્ચિત નથી કરી શકાતું.
યુધિષ્ઠિરનું ભીષ્મજી પાસે જવું અને ભગવાન શ્રી કૃષ્ણજીની પ્રાર્થના કરતા કરતા ભીષ્મજીનો પ્રાણત્યાગ કરવો.
સુતજી કહે છે- એવી રીતે રાજા યુધિષ્ઠિર પ્રજાદ્રોહથી ભયભીત થઇ ગયા.પછી બધા ધર્મોને જાણવા તેમણે કુરુક્ષેત્રની યાત્રા કરી,જ્યાં ભીષ્મપિતામહ શરશય્યા પર પડ્યા હતા.શૌનકાદિ ઋષિયો ! તે વખતે તે બધા ભાઈઓએ સોનાથી મઢેલા રથો ઉપર જેમાં સારા સારા ઘોડાઓ જોડ્યા હતા, સવાર થઈને પોતાના ભાઈ યુધિષ્ઠિર સાથે અનુગમન કર્યું. તેમની સાથે વ્યાસ,ધૌમ્ય વગેરે બ્રાહ્મણો પણ હતા.શૌનકજી ! અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ રથ પર ચઢીને ચાલ્યા.તે બધા ભાઈઓની સાથે મહારાજ યુધિષ્ઠિરની એવી શોભા થઇ ,માનો યક્ષોથી ઘેરાઈને જાતે કુબેરજી ચાલ્યા જતા હોય.પોતાના અનુચરો અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે ત્યાં જઈને પાંડવોએ જોયું કે ભીષ્મપિતામહ સ્વર્ગથી ઘેરાયેલા દેવતાઓની માફક પૃથ્વી પર પડ્યા હતા.તે લોકોએ તેમને પ્રણામ કર્યા.શૌનકજી ! તે વખતે ભરત વંશીયોના ગૌરવરૂપે ભીષ્મપિતામહને જોવા બધા બ્રહ્મર્ષિ,દેવર્ષિ અને રાજર્ષિ ત્યાં આવ્યા.પર્વત,નારદ,ધૌમ્ય,ભગવાન વ્યાસ,બૃહદશ્વ,ભરદ્વાજ,શિષ્યોની સાથે પરશુરામજી,વશિષ્ઠ,ઈંદ્રપ્રમદ,ત્રિંત,ગુત્સમદ,અસિત,કાક્ષીવાન,ગૌતમ,અત્રિ,વિશ્વામિત્ર,સુદર્શન અને બીજા પણ શુકદેવ વગેરે શુદ્ધ હૃદયવાળા મહાત્માઓ તેમજ શિષ્યોની સાથે કશ્યપ,અંગિરા-પુત્ર બૃહસ્પતિ વગેરે મુનીગણો પણ ત્યાં પધાર્યા.ભીષ્મપિતામહ ધર્મને અને દેશકાળના વિભાગને- ક્યાં,કયા સમયે શું કરવું જોઈએ તે વાતને જાણતા હતા.તેમણે તે બડભાગી ઋષિયોને સામેલ થયેલા જોઈને તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો.તેઓ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રભાવ પણ જાણતા હતા.એટલે તેમણે તેમની લીલાથી મનુષ્યનો દેહ ધારણ કરીને ત્યાં બેઠેલા તથા જગદીશ્વરના રૂપમાં હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની બહાર તથા અંદર બંને જગ્યાએ પુંજા કરી.
પાંડવો ઘણા વિનય અને પ્રેમથી ભીષ્મ પિતામહની પાસે બેસી ગયા.તેઓને જોઈને ભીષ્મપિતામહની આખો પ્રેમના આંસુઓથી ભરાઈ ગઈ.તેમણે તેઓને કહ્યું-
'ધર્મપુત્રો ! હાય ! હાય ! આ મોટા દુઃખને અન્યાયની વાત છે કે તમારે લોકોને બ્રાહ્મણ,ધર્મ અને ભગવાનનના આશ્રિત રહેવા છતાં પણ આટલા દુઃખો સાથે જીવવું પડ્યું,જેના તમો ક્યારેય લાયક નહોતા.અતિરથી પાંડુના મૃત્યના સમયે તમારી ઉંમર ઘણી જ નાની હતી.તે દિવસોમાં તમારા લોકો માટે કુંતારાણીને અને સાથે સાથે તમોને પણ વારંવાર ઘણાજ દુઃખો સહન કરવા પડ્યા.જેવી રીતે વાદળો વાયુના વશમાં રહે છે,તેવી જ રીતે લોકપાલો સહીત આખો સંસાર કાળભાગવાનને આધીન છે.હું માનુ છું કે તમારા લોકોના જીવનમાં જે અપ્રિય ઘટનાઓ બની છે તે બધી તેની જ લીલા છે.નહિ તો જ્યાં સાક્ષાત ધર્મપુત્ર યુધિષ્ઠિર હોય,ગદાધારી ભીમ અને બાણાંવરી અર્જુન રક્ષાનું કામ કરી રહ્યા હોય,ગાંડીવ ધનુષ્ય હોય, અને જ્યાં શ્રી કૃષ્ણ સ્વયં હાજર હોય -ભલા ત્યાં પણ આફતોની સંભાવના છે ?આ કાલસ્વરૂપ શ્રી કૃષ્ણ શું કરવા માંગે છે,તે વાતને ક્યારેય કોઈ નથી જાણતું. મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને જાણવાની ઈચ્છા કરીને મોહિત થઇ જાય છે.
યુધિષ્ઠિર ! સંસારની આ બધી ઘટનાઓ ઈશ્વરને આધિન છે.તેમનું અનુશરણ કરીને તમો આ અનાથ પ્રજાનું પાલન કરો.કેમકે હવે તમો તેમના સ્વામી અને તેમનું પાલન કરવામાં સમર્થ છો.
આ શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે.તે બધાના આદિ-કારણ અને પરમ પુરુષ નારાયણ છે.પોતાની માયાથી લોકોને મોહિત કરતા યદુવંશીયોમાં છુપાઈને લીલા કરી રહ્યા છે.તેમનો પ્રભાવ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે.યુધિષ્ઠિર ! તેમને ભગવાન શંકર,દેવર્ષિ નારદજી અને સ્વયં કપિલજી જ જાણે છે.જેમને તમો મામેરા ભાઈ, પ્રિય મિત્ર અને સહુથી મોટા હિતેચ્છુ માનો છો અને જેમને તમોએ પ્રેમવશ તમારો મંત્રી દૂત અને સારથી સુધી બનાવવાનો સંકોચ નથી કર્યો,તે સ્વયં પરમાત્મા છે.તે સર્વાત્મા,સમદર્શી,અદ્વિતીય,અહંકાર રહિત અને નિષ્પાપ પરમાત્મામાં તે ઉંચા નીચા કાર્યોને કારણે ક્યારેય કોઈ પણ પ્રકારની વિષમતા નથી હોતી.યુધિષ્ઠિર ! આવી રીતે સર્વત્ર સરખા હોવા છતાં પણ જુઓ તો ખરા તે પોતાના અનન્ય પ્રેમી ભક્તો પર કેટલી કૃપા કરે છે.એ જ કારણ છે કે આવા સમયમાં જયારે હું મારા પ્રાણનો ત્યાગ કરવા જઈ રહ્યો છું,આ ભગવાન શ્રી કૃષ્ણે મને સાક્ષાત દર્શન આપ્યા છે.ભગવત પરાયણ યોગી પુરુષ ભક્તિ ભાવથી તેમનામાં મન લગાવીને અને વાણીથી તેમના નામનું ભજન કરતા કરતા પોતાનું શરીર છોડે છે ત્યારે કામનાઓથી અને કર્મના બંધનથી છૂટી જાય છે. તે જ દેવ દેવ ભગવાન પોતાના પ્રસન્ન હાસ્ય અને રક્તકમળ જેવા અરુણ નેત્રોથી ઉલ્લસિત મુખવાળા ચતુર્ભુજ રૂપથી ,જેમનું અને લોકોને ફક્ત ધ્યાનમાં દર્શન થાય ,ત્યાં સુધી અહીં સ્થિર થઈને પ્રતીક્ષા કરો,જ્યાં સુધી હું મારા શરીરનો ત્યાગ ન કરું.
સુતજી કહે છે-યુધિષ્ઠિરે આ વાત સાંભળીને શરશૈયા ઉપર સુતેલા ભીષ્મપિતામહને ઘણા બધા ઋષિઓની સામે જ નાના નાના એવા ધર્મો સબંધી કેટલાય રહસ્યો પૂછ્યા.ત્યારે તત્વવેત્તા ભીષ્મપિતામહે વર્ણ અને આશ્રમના પ્રમાણે પુરુષના સ્વભાવિક ધર્મ અને વૈરાગ્ય તથા રાગને કારણે જુદાજુદા રૂપથી બતલાવેલા નિવૃત્તિ અને પ્રવૃત્તિ રૂપ દ્વિવિધ ધર્મ ,દાનધર્મ,રાજધર્મ,મોક્ષધર્મ,સ્ત્રીધર્મ અને ભગવદ્ધર્મ -તે બધાનું જુદી જુદી રીતે સંક્ષેપ્ત અને વિસ્તારથી વર્ણન કર્યું.શૌનકજી ! તેની સાથેજ ધર્મ,અર્થ,કામ અને મોક્ષ-તે ચારેય પુરુષાર્થો અને તેની પ્રાપ્તિના સાધનોના કેટલાય ઉપાખ્યાનો અને ઇતિહાસ સંભળાવતા સંભળાવતા વિભાગ સાથે વર્ણન કર્યું.ભીષ્મપિતામહ એવી રીતે ધર્મનું વર્ણન કરતા હતા ત્યાં ઉત્તરાયણનો સમય આવી પહોચ્યો, જેને મૃત્યુને પોતાને આધીન રાખનાર ભગવતતપરાયણ યોગી લોકો માનતા હોય છે.તે વખતે હજારો રથિયોના નેતા ભીષ્મપિતામહે વાણીનો સંયમ કરીને મનને બધી બાજુથી દૂર કરીને પોતાની સામે સ્થિર આદિપુરુષ ભગવાન શ્રીકૃષ્ણમાં લગાવી દીધું.ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ચતુર્ભુજ વિગ્રહ ઉપર તે વખતે પીળું પીતામ્બર લહેરાઈ રહ્યું હતું.ભીષ્મજીની આંખો તેના ઉપર એકીટસે લાગી ગઈ.તેમને શસ્ત્રોથી જે પીડા થઇ રહી હતી તે તો દર્શન થતાંજ દૂર થઇ ગઈ.અને ભગવાનની વિશુદ્ધ ધારણાથી જે કઈ અશુભ વધ્યું હતું તે બધું નાશ પામ્યું.હવે શરીર છોડવાના સમયે તેમણે પોતાની બધી ઇન્દ્રિયોના વૃત્તિ વિલાસ ને અટકાવી દીધો અને ઘણા પ્રેમ સાથે ભગવાનની પ્રાર્થના કરી.
ભીષ્મજીએ કહ્યું- હવે મૃત્યુના સમયમાં હું મારી આ બુદ્ધિ,જે અનેક પ્રકારોના સાધનોનું અનુષ્ઠાન કરવાથી અત્યંત શુદ્ધ અને કામના વગરની થઇ ગઈ છે,યદુવંશના શિરોમણી અનંત ભગવાન શ્રી કૃષ્ણ ચરણોમાં સમર્પિત કરું છું,જે કાયમ માટે પોતાના આનંદમય સ્વરૂપમાં સ્થિર રહેતા જ ક્યારેક વિહાર કરવાની- લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિને સ્વીકાર કરી લે છે,જેનાથી આ સૃષ્ટિ પરંપરા ચાલે છે.જેમનું શરીર ત્રિભુવન સુંદર તથા શ્યામ તમાલના જેવું સાવલું છે,જેના પર સૂર્ય રોશનીની જેવું શ્રેષ્ઠ પીતામ્બર લહેરાયા કરે છે અને કમલ સદૃશ મોઢા પર ઘુઘરાલી અલકે લટક્યા કરે છે,તે અર્જુન સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાય.મને યુદ્ધના સમયની તે વિલક્ષણ છબી યાદ આવે છે.તેમના મોઢા ઉપર લહેરાતા ઘુઘરાળા વાળ ઘોડાના ટપલાંની ધૂળથી ખુબ મેલા થઇ ગયા હતા અને પરસેવાની નાની નાની બૂંદો શોભાયમાન થઇ રહી હતી.હું મારા તીખા બાણોથી તેમની ચામડી વિધિ રહ્યો હતો.તે સુંદર કવચથી મઢેલા ભગવાન શ્રી કૃષ્ણ માટે મારુ શરીર,અંત:કરણ અને આત્મા સમર્પિત થઇ જાય. પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને જે તરત જ તેમનો રથ પાંડવ સેના અને કૌરવ સેના વચ્ચે લઇ આવ્યા અને ત્યાં સ્થિર થઈને પોતાની નજરથી જ શત્રુપક્ષની ઉંમર લૂંટી લીધી,તે પાર્થસખા ભગવાન શ્રી કૃષ્ણમાં મારી ખુબ જ પ્રીતિ થાય.અર્જુને જયારે દૂરથી કૌરવ સેનાના મુખ્યા અમે લોકોને જોયા ત્યારે પાપ સમજીને તે પોતાના સ્વજનોથી વિમુખ થઇ ગયો.તે વખતે જેમણે ગીતાના રૂપમાં આત્મવિદ્યાનો ઉપદેશ કરીને તેના સામાયિક અજ્ઞાનનો નાશ કરી નાખ્યો તે પરમપુરુષ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ થતી રહે.મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર હાથમાં પકડાવીને જ જંપીશ,તેને સત્ય કરતા પણ ઊંચી કરવા માટે તેમણે તેમની શસ્ત્ર ન ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા તોડી નાખી. તે સમયે તેઓ રથથી નીચે કૂદી પડ્યા અને સિંહ જેમ હાથીને મારવા તેના પર તૂટી પડે છે તેવી જ રીતે રથનું પૈડું લઈને મારા ઉપર તૂટી પડ્યા.તે સમયે તે એટલી ઝડપથી દોડ્યા કે તેમનો દુપટ્ટો પડી ગયો અને પૃથ્વી ધ્રુજવા મંડી.મેં આતતાયીએ તેમને તીખા બાણો મારી મારીને તેમના શરીરનું કવચ તોડી નાખ્યું હતું,જેથી આખું શરીર લોહી લુહાણ થઇ રહ્યું હતું.અર્જુનના રોકવા છતાં તેઓ બળપૂર્વક મને મારવા માટે દોડયા આવતા હતા.તે જ ભગવાન શ્રી કૃષ્ણ,જે આવું કરવા છતાં મારા પર પ્રેમ અને ભક્તવત્સતલાથી પરિપૂર્ણ હતા,મારી એકમાત્ર ગતિ થાય-નવાઈ થાય.અર્જુનના રથની રક્ષામાં સાવધાન શ્રી કૃષ્ણના જમણા હાથમાં ઘોડાની રાસ હતી અને ડાબા હાથમાં ચાબુક એ બંનેની શોભાથી તે સમયે જેમની અપૂર્વ છબી બની ગઈ હતી,તથા મહાભારત યુદ્ધમાં મરનારા વીરો જે આ છબીના દર્શન કરવાના કારણે સારૂપ્ય મોક્ષને પ્રાપ્ત થઇ ગયા,તે જ પાર્થસારથિ ભગવાન શ્રી કૃષ્ણમાં મરણ આસન્નની પરમ પ્રીતિ થાય.જેમની લટકીલી સુંદર ચાલ ,હાવભાવ યુક્ત ચેષ્ટાઓ, મધુર મુસ્કરાત અને પ્રેમભર્યા ચિત્તવનથી અત્યંત સન્માનનીય ગોપીયો રાસલીલામાં તેમના અંતર્ધ્યાન થઇ જવાથી પ્રેમના ઉન્માદથી મતવાલી થઈને જેમની લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઇ ગઈ હતી,તે જ ભગવાન શ્રી કૃષ્ણમાં મારો પરમ પ્રેમ થાય.જે વખતે યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ થઇ રહ્યો હતો,મુનિઓ અને મોટા મોટા રાજાઓની ભરેલી સભામાં બધાથી પહેલા બધાની તરફથી તેઓ સર્વેના દર્શનીય ભગવાન શ્રી કૃષ્ણની મારી આંખોની સામે પુંજા થઇ હતી.તે બધાના આત્મા પ્રભુ આજે આ મૃત્યુના સમયે મારી સામે ઉભા છે.જેમ એક જ સૂર્ય અનેક આંખોમાં અનેક રૂપોમાં દેખાય છે,તેવી જ રીતે અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના જ દ્વારા રચાયેલા અનેક શરીર ધારિયોના હૃદયમાં અનેક રૂપોમાં દેખાય છે.હકીકતમાં તો તે એક અને બધાના હૃદયમાં બેઠેલા જ છે.તેજ તે ભગવાન શ્રી કૃષ્ણને હું ભેદ બ્રહ્મથી રહિત થઈને પ્રાપ્ત થઇ ગયો છું.
સુતજી કહે છે-એવી રીતે ભીષ્મપિતામહે આત્મા,વાણી અને દ્રષ્ટિની વૃત્તિયોથી આત્મસ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાની જાતને લિન કરી દીધી.તેમનો પ્રાણ ત્યાંજ વિલીન થઇ ગયો અને તે શાંત થઇ ગયા.તેમને અનંત બ્રહ્મમાં લિન જોઈને બધા લોકો એમને એમ ચૂપ થઇ ગયા,જેમ દિવસ પૂરો થઇ જવાને કારણે પક્ષીઓનો કલરવ શાંત થઇ જાય છે.તે સમયે દેવતા અને મનુષ્યો નગારા વગાડવા લાગ્યા.સાધુ સ્વભાવવાળા રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી.
શૌનકજી ! યુધિષ્ઠિરે તેમના મૃત શરીરની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી અને કેટલાક સમય માટે શોકમગ્ન થઇ ગયા.તે સમયે મુનિયોએ ખુબ જ આનંદ સાથે શ્રી કૃષ્ણ ની તેમના રહસ્યમયી નામો લઇ લઈને પ્રાર્થના કરી.તે પછી પોતાના હૃદય શ્રી કૃષ્ણમય બનાવીને તે પોત પોતાના આશ્રમોમાં જતા રહ્યા.તે ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુધિષ્ઠિર હસ્તિનાપુર આવી ગયા અને અહીં પોતાના કાકા ધૃતરાષ્ટ્ર અને તપસ્વીની ગાંધારીને ઢાઢસ બંધાવ્યું.પછી ધૃતરાષ્ટ્રની આજ્ઞા અને ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના વંશપરંપરાગત સામ્રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા.
શૌનકજી એ પૂછ્યું -ધાર્મિક શિરોમણી મહાજન યુધિષ્ઠિરે પોતાની પૈતૃક સંપત્તિને હડપી જવાની ઈચ્છાવાળા આતતાયીનો નાશ કરીને પોતાના ભાઈઓની સાથે કેવી રીતે રાજ્ય શાસન કર્યું અને કયા કયા કામ કર્યા,કેમકે ભોગોમાં તો તેમની પ્રવૃત્તિ હતી જ નહિ.
સુતજી કહે છે-સંપૂર્ણ સૃષ્ટિને ઉજ્જવલીત કરનારા ભગવાન શ્રી હરિ એકબીજાના કલહ અગ્નિથી દગ્ધ કુરુવંશને ફરીથી અંકુરિત કરીને અને યુધિષ્ઠિરને તેના રાજ્ય સિંહાસન ઉપર બેસાડીને ખુબ જ પ્રસન્ન થયા.ભીષ્મપિતામહ અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોંને સાંભળવાથી તેના હૃદયમાં વિજ્ઞાનનો ઉદય થયો અને ભ્રાંતિ મટી ગઈ. ભગવાનના આશ્રયમાં રહીને તે સમુદ્રપર્યન્ત આખી પૃથ્વીનું ઇન્દ્રની માફક શાસન કરવા લાગ્યા.ભીમસેન વગેરે તેમના ભાઈ પૂર્ણ રૂપથી તેમની આજ્ઞાનું પાલન કરતા હતા.યુધિષ્ઠિરના રાજ્યમાં આવશક્યતા અનુસાર યથાયોગ્ય વર્ષા થતી હતી,પૃથ્વીમાં બધી જ અમિષ્ટ વસ્તુઓ ઉત્તપન્ન થતી હતી,મોટા મોટા થનોવાળી ઘણી બધી ગાયો પ્રસન્ન રહીને ગૌશાળાઓને દૂધ આપતી રહેતી હતી.નદીયો,સમુદ્ર, પર્વત,વનસ્પતિ,વેલાઓ અને ઔષધિયો દરેક ઋતુમાં યથા યોગ્ય ખુબ જ પ્રમાણમાં પોતપોતાની વસ્તુઓ રાજાને આપતી હતી.અજાતશત્રુ મહારાજા યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ પ્રાણીને ક્યારે પણ આધિ વ્યાધિ અથવા દૈવિક,ભૌતિક અને આત્મિક કલેશ થતો ન હતો.
પોતાના ભાઈઓના શોક મટાવવા અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાય મહિના સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા.પછી જયારે રાજા યુધિષ્ઠિર પાસે દ્વારકા જવાની અનુમતિ માંગી,ત્યારે રાજાએ પોતાના હૃદય સાથે લગાવી તેને સ્વીકૃતિ આપી.ભગવાન તેમને પ્રણામ કરી રથ પર સવાર થયા. કેટલાક લોકોએ(સરખી ઉંમરવાળા ) તેમને આલિગન કર્યું.અને કેટલાકે (નાની ઉંમરવાળા) પ્રણામ કર્યા તે વખતે સુભદ્રા,દ્રૌપદી,કુંતી ,ઉત્તરા ,ગાંધારી,દ્રુતરાષ્ટ્રં,યુયુત્સુ,કૃપાચાર્ય,નકુલ, સહદેવ,ભીમસેન,ધૌમ્ય અને સત્યવતી વગેરે બધા મૂર્છિત જેવા થઇ ગયા.તેઓ સારંગપાણિ શ્રી કૃષ્ણનો વિરહ ન સહી શક્યાં.ભગવત ભક્ત સત્પુરુષોના સંગથી જેમનો દુઃસંગ છૂટી ગયો છે,તે વિચારશીલ પુરુષ ભગવાનના મધુર-મનોહર સૂયશને એકવાર પણ સાંભળી લેવાથી પછી તેને છોડવાની કલ્પના પણ નથી કરી શકતા.તેજ ભગવાનના દર્શન અને સ્પર્શથી ,તેની સાથે ગાવાથી તથા સાથે સાથે સૂવાથી,ઉઠવા-બેસવા અને ભોજન કરવાથી જેમના સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત થઇ ચુક્યા હતા,તે પાંડવો ભલા,તેમનો વિરહ કેવી રીતે સહન કરી શકતા હતા. તેમના મન દ્રવિત થઇ રહ્યા હતા,તે બધા નિર્નિમેષ નેત્રોથી ભગવાનને જોતા જોતા સ્નેહ બંધનમાં બંધાઈને અહીં તહી દોડી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના ઘરથી જવાના સમયે તેમના ભાઈઓની સ્ત્રીઓની આંખો ઉત્કંઠાવશ ઉમડતા આસુંઓથી ભરાઈ ગઈ,પણ એ ભયથી કે જતી વખતે કઈ અપશુકન ન થઇ જાય તે માટે ખુબ જ કઠણાઈથી તેઓએ રોકી રાખી .
ભગવાનના જવાના સમયે મૃદંગ,શંખ,ભેરી,વિણા,ઢોલ,નરસિંગા,ઢુંઢુરી,નગારા,ઘંટ અને દુન્દુમ્ભીઓ
વગેરે વાગવા મંડ્યા.ભગવાનના દર્શનની લાલસાથી કુરુરાવંશની સ્ત્રિયો અટારીયો પર ચઢી ગઈ અને પ્રેમ,લજ્જા,અને મુસ્કાન સાથે ચિત્તવનથી ભગવાનને જોતી તેમના ઉપર પુષ્પો વરસાવવા લાગી.તે વખતે ભગવાનના પ્રિય સખા ઘુઘરાળા વળોવાળાં અર્જુને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું તે સફેદ છત્ર,જેમાં મોતિયોંની ઝાલર લટકી રહી હતી અને જેનો દંડ રત્નોથી જડેલો હતો,પોતાના હાથમાં લઇ લીધું.ઉદ્ધવ અને સાત્યકિ ઘણી વિચિત્ર ચંવર હલાવવા લાગ્યા.રસ્તામાં ચારેબાજુથી ભગવાન શ્રી કૃષ્ણ પર પુષ્પોની વર્ષા થઇ રહી હતી.ખુબ જ સુંદર દ્રશ્ય હતું.જ્યાં ત્યાં બ્રાહ્મણોના અપાતા આશીર્વાદો સંભરાઈ રહ્યા હતા. તે સગુણ ભગવાનના અનુરૂપ તો હતા જ,કેમકે તેમનામાં કોઈ પ્રાકૃત ગુણ નહોતા.હસ્તિનાપુરની કુલીન રમણીયો,જેમનું મન શ્રી કૃષ્ણમાં રમ ગયું હતું,અંદર અંદર એવી વાતો કરી રહી હતી,જે બધાના કાન અને મનને આકૃષ્ટ કરી રહી હતી.
તે અંદરોદર કહી રહી હતી-'સખીયો ! આ તે જ સનાતન પરમ પુરુષ છે, જે પ્રલયના સમયમાં પણ પોતાના અદ્વિતીય નિર્વિશેષ સ્વરૂપમાં સ્થિર રહે છે.તે વખતે સૃષ્ટિના તે ત્રણ ગુણો પણ નથી રહેતા.જગદાત્મા ઈશ્વરમાં જીવ પણ ઢળી પડે છે. અને મોટેભાગે બધીજ શક્તિઓ પોતાના કારણે અવ્યક્તમાં સુઈ જાય છે.તેમને જ ફરી પોતાના નામ રૂપરહિત સ્વરૂપમાં નામરૂપ નિર્માણની ઈચ્છા કરી,તથા પોતાની કાળશક્તિથી પ્રેરિત પ્રકૃતિનું, જોકે પોતાના અંશ ભૂત જીવોને મોહિત કરી લે છે અને સૃષ્ટિની રચનામાં પ્રવુત્ત રહે છે,અનુશરણ કર્યું અને વ્યવહાર માટે વેદો આદિ શાસ્ત્રોની રચના કરી.આ જગતમાં જે સ્વરૂપનો સાક્ષાત્કાર જિતેન્દ્રિય યોગી પોતાના પ્રાણોને વશમાં કરીને ભક્તિથી પ્રફુલ્લિત નિર્મલ હૃદયમાં કર્યા કરે છે,આ શ્રી કૃષ્ણ તેજ સાક્ષાત પરબ્રહ્મ છે.હકીકતમાં તેની ભક્તિથી અંત:કરણની પૂર્ણ શુદ્ધિ થઇ શકે છે.યોગ વગેરે દ્વારા નહિ.સખી ! હકીકતમાં તે તે જ છે જેની સુંદર લીલાઓનું ગાયનજે વેદોમાં તથા બીજા ગોપનીય
શાસ્ત્રોમાં વ્યાસ વગેરે ઋષિયોએ કર્યું છે.-એક અદ્વિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતની સૃષ્ટિ પાલન અને સંહાર કરે છે,પણ તેનામાં આશક્ત નથી થતા.જયારે તામસી વૃતિવાળા રાજાઓ જયારે અધર્મથી પોતાનું પેટ પાળવા લાગે છે ત્યારે તે જ સત્વગુણ નો સ્વીકાર કરીને એશ્વર્ય,સત્ય,ઋત,દયા અને યશ પ્રગટ કરીને આ સંસારના કલ્યાણ માટે યુગે યુગે અનેક અવતારો ધારણ કરે છે.
અહો ! આ યદુવંશ પરમ પ્રશશનીય છે,કેમકે લક્ષ્મી પતિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે જન્મ ગ્રહણ કરીને આ વંશને સંન્માનિત કર્યો છે.તે પવિત્ર મધુવન(વ્રજમંડળ)પણ અત્યંત ધન્ય છે,જેને તેમણે પોતાની શિશુ કે કિશોર અવસ્થામાં ઘૂમી ફરીને સુશોભિત કર્યું છે.ઘણા હર્ષની વાત છે કે દ્વારકાએ સ્વર્ગના યશને તિરસ્કારી પૃથ્વીના પવિત્ર યશને વધાર્યો છે.કેમ ન હોય,ત્યાંની પ્રજા પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને,જો ઘણા પ્રેમથી મંદ મંદ મુસ્કરાતા તેમને કૃપા દ્રષ્ટિથી જુએ છે સતત જોયા કરે છે.
સખી ! જેમને તેમણે પરિગ્રહણ કર્યા છે,તે સ્ત્રીઓએ અવશ્ય વ્રત,સ્ત્રાંન અને હવન વગેરે દ્વારા આ પરમાત્માની આરાધના કરી હશે,કેમકે તે વારંવાર તેમના તે અધર સુધાનું પાન કરે છે, જેના સ્મરણમાત્રથી જ વ્રજબાળાઓ આનંદથી મૂર્છિત થતી રહેતી હતી.
તે સ્વયંવરમાં શિશુપાલ વગેરે મતવાલા રાજાઓનું માનમર્દન કરીને જેને પોતાના બાહુબળથી હરિ લાવ્યા હતા.તથા જેમના પુત્ર પ્રદ્યુમ્ન ,સામ્બ,આમ્બ વગેરે છે,તે રુક્મણિ વગેરે આઠેય પટરાણીઓ અને ભીમાંશુરને મારીને લાવેલી તેમની હજારો બીજી પત્નીઓ છે,તે હકીકતમાં ધન્ય છે.કેમકે તે બધાએ સ્વતંત્રતા અને પવિત્રતાથી રહિત સ્ત્રી જીવનને પવિત્ર અને ઉજ્જવળ બનાવી દીધું છે.તેની મહિમાનું વર્ણન બીજું કોણ શું કરે તેમના સ્વામી સાક્ષાત કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ છે,જે નાના પ્રકારની પ્રિય ચેષ્ટાઓ તથા પારીજાત આદિ પ્રિય વસ્તુઓની ભેટથી તેમના હૃદયમાં પ્રેમ અને આનંદની અભિવૃદ્ધિ કરતા કરતા ક્યારેય એક ક્ષણ માટે પણ તેમેને છોડીને બીજે નથી જતા.
હસ્તિનાપુરની સ્ત્રિયો આવી રીતે વાતો કરી રહી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ મુસ્કરાતા ખુબ જ પ્રસન્ન ચિત્તવનથી તેમનું અભિવાદન કરતા ત્યાંથી વિદાય થઇ ગયા.અજાતશત્રુ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા માટે હાથી,ઘોડા,રથ અને પૈદલ સેના તેમની સાથે કરી તેમને સ્નેહવશ એ શંકા ઉપજી હતી કે રસ્તામાં શત્રુઓ તેમના ઉપર હુમલો ન કરી દે.સુદ્રઢ પ્રેમને કારણે કુરુવંશી પાંડવો ભગવાનની સાથે બહુ દૂરસુધી ચાલ્યા ગયા.તે લોકો તે વખતે ભાવિ વિરહથી વ્યાકુળ થઇ રહ્યા હતા.ભગવાન શ્રી કૃષ્ણે તેમને ખુબ જ આગ્રહ કરીને વિદાય કર્યા અને સાત્યકિ ઉદ્ધવ વગેરે પ્રેમી મિત્રો સાથે દ્વારકાની યાત્રા શરુ કરી.
શૌનકજી ! આ કુરુજાંગલ,પાંચાલ,શૂરસેન,યમુનાને કિનારે વસેલો પ્રદેશ બ્રહ્માવર્ત,કુરુક્ષેત્ર,મત્સ્ય,સારસ્વત અને મારુંધાન્ય દેશોને પસાર કરીને સૌવીરઃ અને આમિર દેશના પશ્ચિમ આનર્ત દેશમાં આવ્યા.તે વખતે વધારે ચાલવાને કારણે ભગવાનના ઘોડાઓ કૈક થાકી ગયા હતા.રસ્તામાં ઠેક ઠેકાણે લોકો ઉપહાર વગેરેથી ભગવાનનું સન્માન કરતા,સંધ્યાકાળ થવાથી તે રથ ઉપરથી જમીન પર ઉતરી આવતા અને જળાશય પાસે જઈ સંધ્યા વંદન કરતા.તે તેમની નિત્યચર્યા હતી.
દસમો અધ્યાય
શ્રી કૃષ્ણનું દ્વારકાગમન
શૌનકજી એ પૂછ્યું -ધાર્મિક શિરોમણી મહાજન યુધિષ્ઠિરે પોતાની પૈતૃક સંપત્તિને હડપી જવાની ઈચ્છાવાળા આતતાયીનો નાશ કરીને પોતાના ભાઈઓની સાથે કેવી રીતે રાજ્ય શાસન કર્યું અને કયા કયા કામ કર્યા,કેમકે ભોગોમાં તો તેમની પ્રવૃત્તિ હતી જ નહિ.
સુતજી કહે છે-સંપૂર્ણ સૃષ્ટિને ઉજ્જવલીત કરનારા ભગવાન શ્રી હરિ એકબીજાના કલહ અગ્નિથી દગ્ધ કુરુવંશને ફરીથી અંકુરિત કરીને અને યુધિષ્ઠિરને તેના રાજ્ય સિંહાસન ઉપર બેસાડીને ખુબ જ પ્રસન્ન થયા.ભીષ્મપિતામહ અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોંને સાંભળવાથી તેના હૃદયમાં વિજ્ઞાનનો ઉદય થયો અને ભ્રાંતિ મટી ગઈ. ભગવાનના આશ્રયમાં રહીને તે સમુદ્રપર્યન્ત આખી પૃથ્વીનું ઇન્દ્રની માફક શાસન કરવા લાગ્યા.ભીમસેન વગેરે તેમના ભાઈ પૂર્ણ રૂપથી તેમની આજ્ઞાનું પાલન કરતા હતા.યુધિષ્ઠિરના રાજ્યમાં આવશક્યતા અનુસાર યથાયોગ્ય વર્ષા થતી હતી,પૃથ્વીમાં બધી જ અમિષ્ટ વસ્તુઓ ઉત્તપન્ન થતી હતી,મોટા મોટા થનોવાળી ઘણી બધી ગાયો પ્રસન્ન રહીને ગૌશાળાઓને દૂધ આપતી રહેતી હતી.નદીયો,સમુદ્ર, પર્વત,વનસ્પતિ,વેલાઓ અને ઔષધિયો દરેક ઋતુમાં યથા યોગ્ય ખુબ જ પ્રમાણમાં પોતપોતાની વસ્તુઓ રાજાને આપતી હતી.અજાતશત્રુ મહારાજા યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ પ્રાણીને ક્યારે પણ આધિ વ્યાધિ અથવા દૈવિક,ભૌતિક અને આત્મિક કલેશ થતો ન હતો.
પોતાના ભાઈઓના શોક મટાવવા અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાય મહિના સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા.પછી જયારે રાજા યુધિષ્ઠિર પાસે દ્વારકા જવાની અનુમતિ માંગી,ત્યારે રાજાએ પોતાના હૃદય સાથે લગાવી તેને સ્વીકૃતિ આપી.ભગવાન તેમને પ્રણામ કરી રથ પર સવાર થયા. કેટલાક લોકોએ(સરખી ઉંમરવાળા ) તેમને આલિગન કર્યું.અને કેટલાકે (નાની ઉંમરવાળા) પ્રણામ કર્યા તે વખતે સુભદ્રા,દ્રૌપદી,કુંતી ,ઉત્તરા ,ગાંધારી,દ્રુતરાષ્ટ્રં,યુયુત્સુ,કૃપાચાર્ય,નકુલ, સહદેવ,ભીમસેન,ધૌમ્ય અને સત્યવતી વગેરે બધા મૂર્છિત જેવા થઇ ગયા.તેઓ સારંગપાણિ શ્રી કૃષ્ણનો વિરહ ન સહી શક્યાં.ભગવત ભક્ત સત્પુરુષોના સંગથી જેમનો દુઃસંગ છૂટી ગયો છે,તે વિચારશીલ પુરુષ ભગવાનના મધુર-મનોહર સૂયશને એકવાર પણ સાંભળી લેવાથી પછી તેને છોડવાની કલ્પના પણ નથી કરી શકતા.તેજ ભગવાનના દર્શન અને સ્પર્શથી ,તેની સાથે ગાવાથી તથા સાથે સાથે સૂવાથી,ઉઠવા-બેસવા અને ભોજન કરવાથી જેમના સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત થઇ ચુક્યા હતા,તે પાંડવો ભલા,તેમનો વિરહ કેવી રીતે સહન કરી શકતા હતા. તેમના મન દ્રવિત થઇ રહ્યા હતા,તે બધા નિર્નિમેષ નેત્રોથી ભગવાનને જોતા જોતા સ્નેહ બંધનમાં બંધાઈને અહીં તહી દોડી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના ઘરથી જવાના સમયે તેમના ભાઈઓની સ્ત્રીઓની આંખો ઉત્કંઠાવશ ઉમડતા આસુંઓથી ભરાઈ ગઈ,પણ એ ભયથી કે જતી વખતે કઈ અપશુકન ન થઇ જાય તે માટે ખુબ જ કઠણાઈથી તેઓએ રોકી રાખી .
ભગવાનના જવાના સમયે મૃદંગ,શંખ,ભેરી,વિણા,ઢોલ,નરસિંગા,ઢુંઢુરી,નગારા,ઘંટ અને દુન્દુમ્ભીઓ
વગેરે વાગવા મંડ્યા.ભગવાનના દર્શનની લાલસાથી કુરુરાવંશની સ્ત્રિયો અટારીયો પર ચઢી ગઈ અને પ્રેમ,લજ્જા,અને મુસ્કાન સાથે ચિત્તવનથી ભગવાનને જોતી તેમના ઉપર પુષ્પો વરસાવવા લાગી.તે વખતે ભગવાનના પ્રિય સખા ઘુઘરાળા વળોવાળાં અર્જુને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું તે સફેદ છત્ર,જેમાં મોતિયોંની ઝાલર લટકી રહી હતી અને જેનો દંડ રત્નોથી જડેલો હતો,પોતાના હાથમાં લઇ લીધું.ઉદ્ધવ અને સાત્યકિ ઘણી વિચિત્ર ચંવર હલાવવા લાગ્યા.રસ્તામાં ચારેબાજુથી ભગવાન શ્રી કૃષ્ણ પર પુષ્પોની વર્ષા થઇ રહી હતી.ખુબ જ સુંદર દ્રશ્ય હતું.જ્યાં ત્યાં બ્રાહ્મણોના અપાતા આશીર્વાદો સંભરાઈ રહ્યા હતા. તે સગુણ ભગવાનના અનુરૂપ તો હતા જ,કેમકે તેમનામાં કોઈ પ્રાકૃત ગુણ નહોતા.હસ્તિનાપુરની કુલીન રમણીયો,જેમનું મન શ્રી કૃષ્ણમાં રમ ગયું હતું,અંદર અંદર એવી વાતો કરી રહી હતી,જે બધાના કાન અને મનને આકૃષ્ટ કરી રહી હતી.
તે અંદરોદર કહી રહી હતી-'સખીયો ! આ તે જ સનાતન પરમ પુરુષ છે, જે પ્રલયના સમયમાં પણ પોતાના અદ્વિતીય નિર્વિશેષ સ્વરૂપમાં સ્થિર રહે છે.તે વખતે સૃષ્ટિના તે ત્રણ ગુણો પણ નથી રહેતા.જગદાત્મા ઈશ્વરમાં જીવ પણ ઢળી પડે છે. અને મોટેભાગે બધીજ શક્તિઓ પોતાના કારણે અવ્યક્તમાં સુઈ જાય છે.તેમને જ ફરી પોતાના નામ રૂપરહિત સ્વરૂપમાં નામરૂપ નિર્માણની ઈચ્છા કરી,તથા પોતાની કાળશક્તિથી પ્રેરિત પ્રકૃતિનું, જોકે પોતાના અંશ ભૂત જીવોને મોહિત કરી લે છે અને સૃષ્ટિની રચનામાં પ્રવુત્ત રહે છે,અનુશરણ કર્યું અને વ્યવહાર માટે વેદો આદિ શાસ્ત્રોની રચના કરી.આ જગતમાં જે સ્વરૂપનો સાક્ષાત્કાર જિતેન્દ્રિય યોગી પોતાના પ્રાણોને વશમાં કરીને ભક્તિથી પ્રફુલ્લિત નિર્મલ હૃદયમાં કર્યા કરે છે,આ શ્રી કૃષ્ણ તેજ સાક્ષાત પરબ્રહ્મ છે.હકીકતમાં તેની ભક્તિથી અંત:કરણની પૂર્ણ શુદ્ધિ થઇ શકે છે.યોગ વગેરે દ્વારા નહિ.સખી ! હકીકતમાં તે તે જ છે જેની સુંદર લીલાઓનું ગાયનજે વેદોમાં તથા બીજા ગોપનીય
શાસ્ત્રોમાં વ્યાસ વગેરે ઋષિયોએ કર્યું છે.-એક અદ્વિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતની સૃષ્ટિ પાલન અને સંહાર કરે છે,પણ તેનામાં આશક્ત નથી થતા.જયારે તામસી વૃતિવાળા રાજાઓ જયારે અધર્મથી પોતાનું પેટ પાળવા લાગે છે ત્યારે તે જ સત્વગુણ નો સ્વીકાર કરીને એશ્વર્ય,સત્ય,ઋત,દયા અને યશ પ્રગટ કરીને આ સંસારના કલ્યાણ માટે યુગે યુગે અનેક અવતારો ધારણ કરે છે.
અહો ! આ યદુવંશ પરમ પ્રશશનીય છે,કેમકે લક્ષ્મી પતિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે જન્મ ગ્રહણ કરીને આ વંશને સંન્માનિત કર્યો છે.તે પવિત્ર મધુવન(વ્રજમંડળ)પણ અત્યંત ધન્ય છે,જેને તેમણે પોતાની શિશુ કે કિશોર અવસ્થામાં ઘૂમી ફરીને સુશોભિત કર્યું છે.ઘણા હર્ષની વાત છે કે દ્વારકાએ સ્વર્ગના યશને તિરસ્કારી પૃથ્વીના પવિત્ર યશને વધાર્યો છે.કેમ ન હોય,ત્યાંની પ્રજા પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને,જો ઘણા પ્રેમથી મંદ મંદ મુસ્કરાતા તેમને કૃપા દ્રષ્ટિથી જુએ છે સતત જોયા કરે છે.
સખી ! જેમને તેમણે પરિગ્રહણ કર્યા છે,તે સ્ત્રીઓએ અવશ્ય વ્રત,સ્ત્રાંન અને હવન વગેરે દ્વારા આ પરમાત્માની આરાધના કરી હશે,કેમકે તે વારંવાર તેમના તે અધર સુધાનું પાન કરે છે, જેના સ્મરણમાત્રથી જ વ્રજબાળાઓ આનંદથી મૂર્છિત થતી રહેતી હતી.
તે સ્વયંવરમાં શિશુપાલ વગેરે મતવાલા રાજાઓનું માનમર્દન કરીને જેને પોતાના બાહુબળથી હરિ લાવ્યા હતા.તથા જેમના પુત્ર પ્રદ્યુમ્ન ,સામ્બ,આમ્બ વગેરે છે,તે રુક્મણિ વગેરે આઠેય પટરાણીઓ અને ભીમાંશુરને મારીને લાવેલી તેમની હજારો બીજી પત્નીઓ છે,તે હકીકતમાં ધન્ય છે.કેમકે તે બધાએ સ્વતંત્રતા અને પવિત્રતાથી રહિત સ્ત્રી જીવનને પવિત્ર અને ઉજ્જવળ બનાવી દીધું છે.તેની મહિમાનું વર્ણન બીજું કોણ શું કરે તેમના સ્વામી સાક્ષાત કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ છે,જે નાના પ્રકારની પ્રિય ચેષ્ટાઓ તથા પારીજાત આદિ પ્રિય વસ્તુઓની ભેટથી તેમના હૃદયમાં પ્રેમ અને આનંદની અભિવૃદ્ધિ કરતા કરતા ક્યારેય એક ક્ષણ માટે પણ તેમેને છોડીને બીજે નથી જતા.
હસ્તિનાપુરની સ્ત્રિયો આવી રીતે વાતો કરી રહી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ મુસ્કરાતા ખુબ જ પ્રસન્ન ચિત્તવનથી તેમનું અભિવાદન કરતા ત્યાંથી વિદાય થઇ ગયા.અજાતશત્રુ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા માટે હાથી,ઘોડા,રથ અને પૈદલ સેના તેમની સાથે કરી તેમને સ્નેહવશ એ શંકા ઉપજી હતી કે રસ્તામાં શત્રુઓ તેમના ઉપર હુમલો ન કરી દે.સુદ્રઢ પ્રેમને કારણે કુરુવંશી પાંડવો ભગવાનની સાથે બહુ દૂરસુધી ચાલ્યા ગયા.તે લોકો તે વખતે ભાવિ વિરહથી વ્યાકુળ થઇ રહ્યા હતા.ભગવાન શ્રી કૃષ્ણે તેમને ખુબ જ આગ્રહ કરીને વિદાય કર્યા અને સાત્યકિ ઉદ્ધવ વગેરે પ્રેમી મિત્રો સાથે દ્વારકાની યાત્રા શરુ કરી.
શૌનકજી ! આ કુરુજાંગલ,પાંચાલ,શૂરસેન,યમુનાને કિનારે વસેલો પ્રદેશ બ્રહ્માવર્ત,કુરુક્ષેત્ર,મત્સ્ય,સારસ્વત અને મારુંધાન્ય દેશોને પસાર કરીને સૌવીરઃ અને આમિર દેશના પશ્ચિમ આનર્ત દેશમાં આવ્યા.તે વખતે વધારે ચાલવાને કારણે ભગવાનના ઘોડાઓ કૈક થાકી ગયા હતા.રસ્તામાં ઠેક ઠેકાણે લોકો ઉપહાર વગેરેથી ભગવાનનું સન્માન કરતા,સંધ્યાકાળ થવાથી તે રથ ઉપરથી જમીન પર ઉતરી આવતા અને જળાશય પાસે જઈ સંધ્યા વંદન કરતા.તે તેમની નિત્યચર્યા હતી.
અગિયારમો અધ્યાય
દ્વારકામાં શ્રી કૃષ્ણનો રાજોચિટ સ્વાગત
સુતજી કહે છે-શ્રી કૃષ્ણે પોતાના સમૃદ્ધ આનર્ત દેશમાં પહોંચીને ત્યાંના લોકોની વિરહવેદના એકદમ શાંત કરતા પોતાનો પાંચજન્ય નામનો શંખ વગાડ્યો.ભગવાનના હોઠોની લાલીમાંથી લાલ થયેલો તે સફેદ રંગનો શંખ વાગતા તે તેમના કમલ જેવા હાથમાં એવો શોભાયમાન થયો,જેમ લાલ રંગના કમળો પર બેસીને કોઈ રાજ હંસ મોટા અવાજથી મધુર ગાન કરતો હોય.ભગવાનના શંખનો તે અવાજ સંસારના ભયને ભયભીત કરનારો છે.તેને સાંભળીને બધી પ્રજા પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શનની લાલચથી નગરની બહાર આવી ગઈ.ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે,તે પોતાના આતમલાભથી જ કાયમ માટે પૂર્ણકામ છે.છતાં પણ જેમ લોકો ઘણા આદરથી ભગવાન સૂર્યને પણ દીપદાન કરે છે,તેવી જ રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાએ શ્રીકૃષ્ણનું સ્વાગત કર્યું.બધા ચહેરા પ્રેમથી ખીલી ઉઠ્યા.તે હર્ષગદ્દગદ્દ અવાજથી બધાના સુહૃદ અને સંરક્ષક ભગવાન શ્રીકૃષ્ણની બરાબર તેવી જ પ્રાર્થના કરવા લાગ્યા,જેમ બાળકો પોતાની તોતડી વાણીમાં પોતાના પિતા સાથે વાતો કરે છે.'સ્વામી ! અમે આપના તે ચરણકમળોને કાયમ માટે પ્રણામ કરીએ છીએ જેની વંદના બ્રહ્મા,શંકર અને ઇન્દ્ર સુધી કરે છે, જે આ સંસારમાં પરમ કલ્યાણ ઇચ્છનારા માટે મોટો આશ્રય છે.જેની શરણ લઇ લેવાથી પરમ સમર્થ કાળ પણ એક વાળ પણ વાંકો નથી કરી શકતો.
વિશ્વભવન ! તમે જ અમારા માતા ,સહૃદ સ્વામી અને પિતા છો, તમોજ અમારા સદગુરુ અને આરાધ્ય દેવ છો. તમારા ચરણોની સેવા કરી અમો કૃતાર્થ થઇ રહ્યા છે.તમો જ અમારું કલ્યાણ કરો.
અહા ! અમે તમને મેળવીને સનાથ થઇ ગયા.કેમકે આપના સર્વસૌન્દર્ય સાર અનુપમ રૂપનું અમો દર્શન કરી રહ્યા છીએ.કેટલું સુંદર મુખ છે.પ્રેમપૂર્ણ મુસ્કાનથી સ્નિગ્ધ ચિત્તવન ! આ દર્શન તો દેવતાઓને પણ દુર્લભ છે.કમલનયન શ્રીકૃષ્ણ ! જયારે તમો તમારા ભાઈ બંધુઓને મળવા માટે હસ્તિનાપુર અથવા મથુરા(વ્રજમંડળ) જતા રહો છો ત્યારે તમારા વગર અમારી એક એક ક્ષણ કરોડ કરોડ વર્ષો લાંબી થઇ જાય છે.તમારા વગર અમારી દશા એવી થઇ જાય છે જેમ સૂર્ય વગર આંખોની.'
ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાના મોથી આવા વચનો સાંભળતા અને પોતાની કૃપામય દ્રષ્ટિથી તેમના પર પ્રેમની વૃષ્ટિ કરતા દ્વારકામાં પ્રવેશી ગયા.
જેમ નાગ પોતાની નગરી ભોગવતી (પાતાળપુરી )ની રક્ષા કરે છે,તેવી જ રીતે ભગવાનની દ્વારકાપુરી પણ મધુ,ભોજ,દશાઈ,અહં,કુકુર,અશ્વક અને વૃષ્ણિવંશી યાદવોથી,જેમના પરાક્રમોની તુલના બીજા કોઈ સાથે નથી કરી શકાતી,સુરક્ષિત હતી.આ પુરી બધી ઋતુઓમાં સંપૂર્ણ વૈભવથી સંપન્ન,પવિત્રવૃક્ષો અને લતા કુંજોંથી ભરેલી હતી. દરેક જગ્યાએ ફળોથી ભરેલા બાગો,પુષ્પવાટિકાઓ અને ક્રિડાવન હતા.વચ્ચે વચ્ચે કમળના સરોવરો નગરની શોભા વધારતા હતા.નગરના . ફાટકો,મહેલના દરવાજા અને સડકો પર ભગવાનની સ્વાગતાર્થ વંદનવારે લગાવવામાં આવી હતી.ચારે બાજુ ચિત્ર-વિચિત્ર ધ્વજ-પતાકાઓ લહેરાઈ રહી હતી,તેનાથી ધામનો તે સ્થાનો પર કોઈ પ્રભાવ પડતો ન હતો.તેના રાજમાર્ગ,અન્યાન્ય સડકો,બજાર અને ચૌક સાફ સુફ કરીને સુગંધિત પાણીથી સિંચવામાં આવ્યા હતા.અને ભગવાનના સ્વાગત માટે વરસાવેલા ફળ-ફૂલો,અક્ષત-અંકુર ચારે બાજુ પડેલા હતા.ઘરોના દરેક બારણે દહીં,ચોખા,ફળ,ઇખ, પાણીથી ભરેલા લોટા,ઉપહારની વસ્તુઓ અને ધૂપ-દીપ વગેરે સજાવવામાં આવ્યા હતા.
ઉદાર શિરોમણી વાસુદેવ,અક્રૂર,ઉગ્રસેન,અદભુત પરાક્રમી બલરામ,પ્રદ્યુમ્ન,ચારુદેષ્ણ અને જામ્બવતી નંદન સામ્બે જયારે તે સાંભર્યું કે અમારા પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે,ત્યારે તેમના મનમાં એટલો આનંદ ઉમટ્યો કે તે લોકોએ તેમના જરૂરના કાર્યો-સૂવું,બેસવું અને ભોજન વગેરે છોડી દીધું.પ્રેમના આવેગમાં તેમનું હૃદય ઉછળવા માંડ્યું.તેઓ મંગલશકુન માટે એક ગજરાજને આગળ કરીને સ્વસ્ત્યન-પાઠ કરતા કરતા અને માંગલિક સામપ્રિયોથી સુસજ્જિત બ્રાહ્મણોને સાથે લઈને ચાલ્યા.શંખ અને તુરહી વગેરે વાજા વાગવા મંડ્યા અને વેદધ્વનિ થવા લાગ્યા.તેઓ બધા હર્ષિત થઈને રથો ઉપર સવાર થઇ અને ઘણી આદર બુદ્ધિથી ભગવાનનો સત્કાર કરવા ચાલ્યા.સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ઉત્સુક સેંકડો શ્રેષ્ઠ વારાંગનાઓ,જેમના મોઢા અને કપાળ ઉપર કુંડળોનું તેજ પડવાથી ઘણી જ સુંદર દેખાતી હતી ,તેઓ પાલખી ઉપર ચઢીને ભગવાનના સત્કાર માટે ચાલી.ઘણા બધા નટો, ખેલૈયા,ગાવાવાળા,વીરદ વગાડનારા સૂતો,મગધ અને વંદીજનો ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોનું ગાન કરતા ચાલ્યા.
ભગવાન શ્રી કૃષ્ણે ભાઈ -બંધુઓ,નાગરિકો,અને સેવકોને તેમની યથા યોગ્યતા પ્રમાણે જુદા જુદા મળીને બધાનું સન્માન કર્યું.કોઈને માથું નમાવીને પ્રણામ કર્યું,કોઈને કહીને અભિવાદન કર્યું,કોઈને હૃદય સરસા લગાવ્યા,કોઈની સાથે હાથ મિલાવ્યો,કોઈની તરફ જોઈને સ્મિત આપ્યું.અને કોઈને પ્રેમભરી નજરથી જોયા.જેમની જે ઈચ્છા હતી,તેમને તે વરદાન આપ્યું.આવી રીતે મુખ્યત્વે બધાને સંતુષ્ટ કરીને ગુરુજન,સપત્રિક બ્રાહ્મણો અને વૃદ્ધો તથા બીજા લોકોના પણ આશીર્વાદ મેળવતા અને બંદીજનોથી વિરુદાવલી સાંભળતા બધાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ નગરમાં આવ્યા.
શૌનકજી ! જે સમયે ભગવાન રાજમાર્ગથી જઈ રહ્યા હતા,તે સમયે દ્વારકાની કુળ- કામિનીયો ભગવાનના દર્શનને જ પરમ આનંદ માનીને પોત પોતાની અટારી ઉપર ચઢી ગઈ. ભગવાનનું વક્ષ:સ્થલ મૂર્તિમાન સૌન્દર્ય લક્ષ્મીનું નિવાસસ્થાન છે.તેમનું મુખારવિંદ આંખો દ્વારા પાન કરવા સૌન્દર્ય સુધાથી ભરેલું પાત્ર છે.તેમની ભુજાઓ લોકપાલોને શક્તિ આપનારી છે.તેમના ચરણકમળો ભક્ત પરમહંસોના આશ્રય છે તેમના અંગે અંગ શોભાના ધામ છે.ભગવાનની આ છબીને દ્વારકાવાસીયો નિત્યનિરંતર નીહાર્યા કરે છે,છતાંપણ તેમની આંખો એક ક્ષણ માટે પણ તૃપ્ત થતી નથી.દ્વારકાના રાજપથ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સફેદ રંગનું છત્ર ખેંચાયેલું હતું,સફેદ ચમ્બર હલાવ્યા જતા હતા.ચારેબાજુથી ફૂલોની વર્ષા કરવામાં આવી રહી હતી, તેમણે પીતામ્બર અને વનમાળા ધારણ કરેલા હતા.તે વખતે તેઓ એવા શોભવા લાગ્યા માનો કાળો મેઘ એક જ સાથે સૂર્ય,ચંદ્રમા,ઇન્દ્ર ધનુષ અને વીજળીથી શોભાયમાન હોય.
ભગવાન સહુથી પહેલા પોતાના માતાપિતાના મહેલમાં ગયા.ત્યાં તેમણે દેવકી વગેરે સાતેય માતાઓના ચરણો ઉપર માથું મૂકીને પ્રણામ કર્યા અને માતાઓએ તેમને હૃદયથી લગાવીને ખોળામાં બેસાડ્યા.સ્નેહના કારણે તેમના સ્તનોમાંથી દૂધની ધારાઓ વહેવા મંડી,તેમના હૃદય હર્ષથી વિહ્વળ થઇ ગયા અને તેઓ આનંદના આંસુઓથી તેમને નવડાવવા લાગી.માતાઓ પાસે આજ્ઞા માંગીને તેઓ પોતાના સમસ્ત ભોગ સામગ્રીઓથી ભરેલા સર્વશ્રેષ્ઠ ભવનમાં ગયા.તેમાં સોળ હજાર પત્નીઓના જુદાજુદા મહેલ હતા.પોતાના પ્રાણનાથ શ્રી કૃષ્ણને બહુજ દિવસો બહાર રહ્યા પછી ઘેર આવેલા જોઈને રાણીઓના હૃદયમાં ખુબ આનંદ થયો.તેમને પોતાની નજીક જોઈને તેઓ એકાએક ધ્યાન છોડીને ઉભી થઇ ગઈ,તેમણે ફક્ત આસનોને જ નહિ પણ તે નિયમોને(જેનો પતિ વિદેશ ગયો હોય તેણે આ નિયમોનું પાલન કરવું જોઈએ-તેણે ખેલ કૂદ,શૃંગાર,સામાજિક ઉત્સવોમાં ભાગ લેવો,હસી-મજાક કરવી,અને પરાયા સાથે જવું-આ પાંચ કામોને ત્યજી દેવા જોઈએ.) પણ ત્યજી દીધા,જેને પતિના પ્રવાસે જવાથી લીધા હતા.તે વખતે તેમના મુખ અને આંખોમાં લજજા છવાઈ ગઈ.ભગવાન માટે તેમનો ભાવ ખુબ જ ગંભીર હતો.તેમને પહેલા મનમાં ને મનમાં,પછી આંખો દ્વારા અને ત્યાર પછી પુત્રોનું બહાનું કરી શરીરથી તેમનું આલિંગન કર્યું.
શૌનકજી ! તે વખતે તેમની આંખોમાં જે પ્રેમના આંસુઓ ધસી આવતા હતા તેને સંકોચવશ તેમણે ખુબ રોક્યા છતાં પણ વિવશતાના કારણે તે છલકી પડ્યા.જોકે ભગવાન શ્રી કૃષ્ણ એકાંતમાં કાયમ તેઓની પાસે રહેતા હતા,છતાં પણ તેમના ચરણકમળો તેઓને પગલે પગલે નવા નવા દેખાયા કરતા.ભલા,સ્વભાવથી જ ચંચળ લક્ષ્મી જેમને એક ક્ષણ માટે પણ નથી છોડતા,તેમના સમાગમથી કઈ સ્ત્રીને તૃપ્તિ થઇ શકે.
જેમ પવન વાસોના ઘસાવાથી દાવાનળ પેદા કરીને તેમણે સળગાવી દે છે,તેવી જ રીતે પૃથ્વીના ભારરૂપ અને શક્તિશાળી રાજાઓમાં એકબીજામાં ફૂટ કરાવીને શસ્ત્ર લીધા વગર જ ભગવાન શ્રી કૃષ્ણે તેમને કેટલીય અક્ષૌહીણી સેનાઓ સાથે એકબીજાથી મરાવી નાખ્યા અને ત્યાર પછી તેઓ પણ ઉપરામ થઇ ગયા.
સાક્ષાત પરમેશ્વર જ પોતાની લીલાઓથી આ મનુષ્ય વર્ણમાં અવતરિત થયા હતા અને હજારો રમણી-રત્નોમાં રહીને તેમણે સાધારણ મનુષ્ય જેવી ક્રીડાઓ કરી.જેમની નિર્મલ અને મધુર હસી તેમના હૃદયના ઉન્મુક્ત ભાવોને દર્શાવતી હતી,જેમની લજ્જીલી ચિત્તવનની ચોટથી બેશુદ્ધ થઈને વિશ્વ વિજયી કામદેવે પણ પોતાના ધનુષનો પરિત્યાગ કર્યો હતો.- તે કમનીય કામનીયો પોતાના કામવિલાસથી જેમના મનમાં થોડી પણ ક્ષોભ પેદા ન કરી શકી તે અસંગ ભગવાન શ્રી કૃષ્ણને સંસારના લોકો પોતાના જેવા જ કર્મ કરતા જોઈને આસક્ત મનુષ્ય સમજતા હતા-તે તેમની મૂર્ખતા છે.તે જ તો ભગવાનની ભગવત્તા છે કે તે પ્રકૃતિમાં રહીને પણ તેના ગુણોમાં ભળતા નથી,જેમ ભગવાનની શરણાગત બુદ્ધિ પોતાનામાં રહેનારા પ્રાકૃત ગુણોથી ભળતી નથી. તે મૂઢ સ્ત્રિયો પણ શ્રી કૃષ્ણને પોતાના એકાંતસેવી,સ્ત્રી પરાયણ ભક્ત જ સમજી બેઠી હતી,કેમકે તેઓ પોતાના સ્વામીના એશ્વર્યને જાણતી નહતી.- બસ તેજ પ્રમાણે જેમ અહંકારની વૃતિયો ઈશ્વરને પોતાના ધર્મથી જુદો માને છે.
બારમો અધ્યાય
પરીક્ષિતનો જન્મ
શૌનકજીએ કહ્યું-અશ્વસ્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું,તેનાથી ઉત્તરાનો ગર્ભ નષ્ટ થઇ ગયો હતો પરંતુ ભગવાને તેને ફરીથી જીવિત કરી દીધો.તે ગર્ભથી જન્મેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિતના,જેને શુકદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો,જન્મ,કર્મ,મૃત્યુ અને તેના પછી જે ગતિ તેમને પ્રાપ્ત થઇ,તે તમો બરાબર સમજો તો કહો,અમે લોકો ઘણી શ્રદ્ધા સાથે સાંભળવા માંગીએ છીએ.
સુતજીએ કહ્યું-ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાની પ્રજાને ખુશ રાખીને પિતાના ભાવથી તેનું પાલન કરવા લાગ્યા
ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળો ના સેવનથી તેઓ બધાજ ભોગોથી મુક્ત થઇ ગયા હતા.
શૌનકાદિ ઋષિયો ! તેમની પાસે ખુબ જ સંપત્તિ હતી,તેમણે મોટા મોટા યજ્ઞો કર્યા હતા,તથા તેના ફળરૂપે શ્રેષ્ઠ લોકોનો અધિકાર મેળવ્યો હતો.તેમની રાણિયો અને ભાઈ અનુકૂળ હતા,આખી પૃથ્વી તેમની હતી,તે જંબુદ્વીપના માલિક હતા અને તેમની કીર્તિ સ્વર્ગ સુધી ફેલાયેલી હતી.તેમની પાસે ભોગની એવી સામગ્રી હતી,જેને માટે દેવતાઓ પણ લાલચી રહેતા હતા.પરંતુ ભૂખ્યા માણસોને ભોજન સિવાય બીજા પદાર્થો ન દેખાય,તેવી જ રીતે તેમને ભગવાનના સિવાય બીજી કોઈ વસ્તુ સુખ આપતી ન હતી.
શૌનકજી ! ઉત્તરાના ગર્ભમાં સ્થિર તે વીર બાળક પરીક્ષિત જયારે બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગ્યું,ત્યારે તેણે જોયું કે તેની આંખોની સામે એક જ્યોતિર્મય પુરુષ છે.તે જોવામાં તો અંગુઠા જેવડો છે,પરંતુ તેનું સ્વરૂપ ખુબ જ નિર્મલ છે.અત્યંત સુંદર શ્યામ શરીર છે,વીજળીના જેવું ચમકતું પીતામ્બર પહેરેલું છે,માથા પાર સોનાનો મુકુટ ચળકી રહ્યો છે.તે નિર્વિકાર પુરુષની ખુબ જ સુંદર લાંબી લાંબી ચાર ભુજાઓ છે.કાનોમાં તપાવેલા સોનાના સુંદર કુંડળ છે,આંખોમાં લાલિમા છે,હાથમાં લુંકેના જેવી સળગતી ગદા લઈને વારંવાર ફેરવતા ફેરવતા પોતે બાળકની આસપાસ ફરી રહ્યો છે.જેમ સૂર્ય તેની કિરણોથી ધુમ્મસને ભગાડી દે છે તેમ તે, તે ગદા દ્વારા બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરી રહ્યો હતો.તે પુરુષને પોતાની પાસે જોઈને તે ગર્ભસ્થ બાળક વિચારવા લાગ્યું કે તે કોણ છે.તે રીતે તે દસ માસના ગર્ભસ્થ બાળકની સામે જ ધર્મરક્ષક અપ્રમેય ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્ર ના તેજને શાંત કરીને ત્યાંજ અંતર્ધ્યાન થઇ ગયા.
સમયાનુસાર અનુકૂળ ગ્રહોનો ઉદય થવાથી બધાજ ગુણોનો વિકાસ કરનારા શુભ સમયમાં પાંડુના વંશધાર પરીક્ષિતનો જન્મ થયો.જન્મના સમયે જ તે બાળક એટલો તેજસ્વી દેખાતો હતો,જાણે પાંડુએ જ ફરિથિ જન્મ લીધો હોય.પૌત્રના જન્મની વાત સાંભળીને રાજા યુધિષ્ઠિર ખુબ જ પ્રસન્ન થયા.તેમણે ધૌમ્ય ,કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણો દ્વારા મંગલ વાંચન,અને જાતકર્મસંસ્કાર કરાવ્યા.મહારાજ યુધિષ્ઠિર દાનના યોગ્ય સમયને જાણતા હતા.તેમણે પ્રજાતીર્થ (નાડીછેદન પહેલા સૂતક નથી હોતું,જેમ કહેવાય છે-આ સમયને' પ્રજાતીર્થ'કાળ કહે છે,આ સમયે જે દાન કરવામાં આવે છે તે અક્ષય હોય છે,પુત્રોંપ્તિ અને વ્યતીપાતમાં આપેલું દાન અક્ષય હોય છે.)નામના કાળમાં એટલે નાડી કાપતા પહેલા જ બ્રાહ્મણોને સોનુ,ગાયો,જમીન,ગામો,સારી જાતિના ઘોડા-હાથીઓ,અને સારા અત્તરનું દાન આપ્યું.બ્રાહ્મણોએ સંતુષ્ટ થઇ અત્યંત વિનયથી યુધિષ્ઠિરને કહ્યું,
'પુરુવંશ શિરોમણી ! ,કાળની નિવારી ન શકાય તેવી ગતિથી આ પવિત્ર પૂરુંવંશ પૂરો થવા જતો હતો,પણ તમારા લોકો ઉપર દયા કરવા માટે ભગવાન વિષ્ણુએ આ બાળક આપીને તેની રક્ષા કરી.એટલા માટે તેનું નામ વિષ્ણુરાત કહેવાશે.કોઈ પણ સંદેહ વગર આ બાળક દુનિયામાં ઘણો યશસ્વી,ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે.'
યુધિષ્ઠિરે કહ્યું-'મહાત્માઓ ! શું આ બાળક પોતાના ઉજ્જવળ યશથી અમારા વંશના પવિત્ર કીર્તિ મહાત્મા રાજર્ષિઓનું અનુશરણ કરશે ?'
બ્રાહ્મણોએ કહ્યું-'ધર્મરાજ ! તે મનુપુત્ર ઇશ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે,તથા દશરથ નંદન શ્રી રામની માફક બ્રાહ્મણ ભક્ત અને સત્યપ્રતિજ્ઞ થશે.તે ઉશીનર-નરેશ શિબિની માફક દાતા અને શરણાગતવત્સલ થશે તથા યાજ્ઞિકોમાં દુષ્યન્તના પુત્ર ભરતની માફક પોતાના વંશનો યશ ફેલાવશે.ધનુર્ધરોમાં તે સહસ્ત્રબાહુ અર્જુન અને પોતાના દાદા પાર્થના જેવો અગ્રગણ્ય થશે.તે અગ્નિના જેવો દુર્ધર્ષ અને સમુદ્રના જેવો દુસ્તર થશે.તે સિંહના જેવો પરાક્રમી,હિમાલયની માફક આશ્રય લેવા યોગ્ય,પૃથ્વી જેવો તિતિક્ષુ અને માતાપિતા જેવો સહનશીલ થશે.તેનામાં પિતામહ બ્રહ્મા ના જેવી સમતા રહેશે,ભગવાન શંકરની માફક તે કૃપાળુ થશે
અને બધાજ પ્રાણીઓ ને આશ્રય આપવામાં તે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના જેવો થશે.આ બધાજ સદગુણોનો મહિમા ધારણ કરવામાં તે શ્રી કૃષ્ણનો અનુયાયી થશે,રંતિદેવની માફક ઉદાર થશે અને યયાતિના જેવો ધાર્મિક થશે.ધૈર્યમાં તે બલિના જેવો અને ભગવાન શ્રી કૃષ્ણ તરફ દ્રઢ નિષ્ઠામાં તે પ્રહલાદ જેવો થશે.તે ઘણા બધા અશ્વમેઘો કરવાવાળો અને વૃદ્ધોનો સેવક થશે.તેના પુત્રો રાજર્ષિ થશે.મર્યાદાનું ઉલ્લંઘન કરવાવાળાને તે દંડ આપશે.તે ધરતીમાતા અને ધર્મની રક્ષા માટે કળિયુગને પણ દમન કરશે.બ્રાહ્મણકુમારના શ્રાપથી તક્ષક દ્વારા પોતાનું મૃત્યુ સાંભળીને તે બધાનો આશરો છોડી ભગવાનના ચરણોનું શરણું લેશે.
રાજા ! વ્યાસનન્દન શુકદેવજી પાસેથી તે આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન મેળવશે અને અંતમાં ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કરી જરૂર અભયપદને મેળવશે.
જ્યોતિષશાસ્ત્રના વિશેષજ્ઞ બ્રાહ્મણો રાજા યુધિષ્ઠિરને આવી રીતે બાળકના જન્મલગ્નનું ફળ જણાવીને અને ભેટપુંજા લઈને પોતપોતાના ઘેર ચાલ્યા ગયા.તે જ આ બાળક પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો,કેમકે તે સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન મેળવી ચુક્યો હતો,તેમનું સ્મરણ કરતો કરતો લોકોમાં પરીક્ષા કરતો રહેતો હતો કે આ લોકોમાં કોણ તે પુરુષ છે.જેમ ચંદ્રમા શુક્લપક્ષમાં રોજબરોજ પોતાની કલાઓમાં પૂર્ણ થવા વધતા રહે તેમ તે રાજકુમાર પોતાના ગુરુજનોના લાલનપાલનથી ક્રમશ: મોટા થતા એકવખત જુવાન થઇ ગયા.
તે વખતે સ્વજનોના વધ નું પ્રાયશ્ચિત્ત કરવા રાજા યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ દ્વારા ભગવાનની આરાધના કરવાનો વિચાર કર્યો,પણ પ્રજા પાસેથી વસુલ કરેલો કર અને દંડ ની રકમથી વધારે ધન ન હોવાને કારણે તે ખુબ જ ચિંતામાં પડી ગયા.તેમનો અભિપ્રાય સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી તેમના ભાઈ ઉત્તર દિશામાં રાજા મરૂત અને બ્રાહ્મણો દ્વારા છોડાયેલું ( પૂર્વકાળમાં રાજા મરુતે એવો યજ્ઞ કર્યો હતો,જેમાં બધાજ પાત્રો સોનાના હતા.યજ્ઞ સમાપ્ત થયાથી તે પાત્રો તેણે ઉત્તર દિશામાં ફેંકાવી દીધા હતા.તેણે બ્રાહ્મણોને પણ એટલું ધન આપ્યું હતું કે તે લોકો લઇ જઈ ન શકે.તેઓ પણ તેને ઉત્તર દિશામાં છોડીને જતા રહ્યા.ફેંકી દીધેલા ધન ઉપર રાજાનો હક્ક હોય છે એટલે તે ધન ને મંગાવીને ભગવાને યુધિસ્થિરનો યજ્ઞ કરાવ્યો.) ઘણું બધું ધન લઇ આવ્યા.તેનાથી યજ્ઞની સામગ્રી ભેગી કરીને ધર્મભીરુ રાજા યુધિષ્ઠિરે ત્રણ અશ્વમેધ યજ્ઞો દ્વારા ભગવાનની પુંજા કરી.યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન બ્રાહ્મણો દ્વારા તેમનો યજ્ઞ સંપૂર્ણ કરાવીને પોતાના સહૃદયી પાંડવોની પ્રસન્નતા માટે કેટલાય મહિના સુધી ત્યાંજ રહ્યા.
શૌનકજી ! તેના પછી ભાઈયો સાથે રાજા યુધિષ્ઠિર અને દ્રૌપદીની અનુમતિ લઈને અર્જુન સાથે યદુવંશીયોમાં ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા બાજુ રવાના થયા.
વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનમાં જવું
સુતજી કહે છે-વિદુરજી તીર્થયાત્રામાં મહર્ષિ મૈત્રેયથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને હસ્તિનાપુર પાછા આવ્યા.તેમને જે જાણવાની ઈચ્છા હતી તે પુરી થઇ ગઈ હતી.વિદુરજીએ મૈત્રેય ઋષિને જેટલા પ્રશ્નો કર્યા હતા,તેના જવાબો સાંભળતા પહેલા કૃષ્ણમાં અનન્ય ભક્તિ થઇ જવાને કારણે તેઓ જવાબ સાંભળવાથી ઉપરામ થઇ ગયા.
શૌનકજી ! પોતાના કાકા વિદુરજીને આવેલા જોઈને ધર્મરાજા યુધિષ્ઠિર ,તેમના ચારે ભાઈ,ધૃતરાષ્ટ્ર,યુયુત્સુ,સંજય, કૃપાચાર્ય,કુંતી ,ગાંધારી દ્રૌપદી, સુભદ્રા,ઉત્તરા,કૃપી તથા પાંડવ પરિવારના બીજા સર્વે નર-નારી, અને પોતાના પુત્રો સાથે બીજી સ્ત્રીઓ -બધાજ ખૂબ જ પ્રસન્નતાથી,-માનીએ કે મડદામાં પ્રાણ આવી ગયો હોય-તેવો અનુભવ કરતા કરતા તેમની આગેવાની માટે સામે ગયા,યથા યોગ્ય આલિંગન અને નમસ્કાર થી બધા તેમને મળ્યા અને વિરહજનિત ઉત્કંઠાથી ગમગીન થઈને બધાએ પ્રેમના આંસુઓ વહાવ્યા.યુધિષ્ઠરે તેમને આસન ઉપર બેસાડીને યથોચિત સત્કાર કર્યો.જયારે તેઓ ભોજન અને આરામ કરીને આસન પર બેઠા હતા,ત્યારે યુધિષ્ઠિરે વિનયથી બધાની સામે જ નમીને કહ્યું.
યુધિષ્ઠિરે કહ્યું -કાકાજી જેમ પક્ષીઓ પોતાના ઈંડાને પાંખોની છાયા નીચે રાખી સેવે છે અને વધારે છે, તેજ રીતે તમોએ ખુબ જ વ્હાલથી તમારા કરકમળોની છત્ર છાયામાં અમોને પાળ્યા અને પોષ્યા છે.વારંવાર તમોએ અમને અને અમારી માતાને ઝેરથી અને લાક્ષાગૃહની આગ વગેરે મુસીબતોથી બચાવ્યા છે.શું તમો અમને લોકોને પણ ક્યારેક યાદ કરતા હતા ? તમોએ પૃથ્વી ઉપર ફરતા કઈ વૃતિયો દ્વારા જીવન નિર્વાહ કર્યો ? તમોએ પૃથ્વી ઉપર કયા કયા તીર્થો અને ક્ષેત્રોનું સેવન કર્યું ? પ્રભુ !તમો જેવા ભગવાનના પ્યારા ભક્ત જાતે જ તીર્થરૂપ હોય છે.તમે લોકો પોતાના હૃદયમાં વિરાજેલા ભગવાનના દ્વારા તીર્થોને પણ મહાતીર્થ બનાવીને ફરો છો.કાકાજી ! તમો તીર્થયાત્રા કરતા કરતા દ્વારકા પણ ગયા હશો.ત્યાં આમારા સહૃદયી એટલે ભાઈબંધુ યાદવલોકો ,જેમના એકમાત્ર આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ છે પોતાના નગરમાં સુખી તો છે ને ? કદાચ તમે જાતે જઈને જોયું નહિ હોય પણ સાંભર્યું તો જરૂર જ હશે.
યુધિષ્ઠિરના આ રીતે પૂછવાથી વિદુરજીએ જે કઈ તીર્થો અને યદુવંશીયોના સંબંધમાં જોયું,સાંભર્યું અને અનુભવ કર્યો હતો તે બધું ક્રમથી જણાવી દીધું,ફક્ત યદુવંશના વિનાશની વાત ન કહી.કરુણહૃદય વિદુરજી પાંડવોને દુઃખી જોઈ શકતા ન હતા.એટલા માટે તેઓએ આ અપ્રિય ઉપરાંત અસહ્ય ઘટના પાંડવોને ન સંભળાવી,કેમકે તે તો જાતેજ પ્રગટ થવાની હતી.
પાંડવ વિદુરજીનું દેવતાઓની માફક સન્માન કરતા હતા.તે કેટલાક દિવસ સુધી મોટાભાઈ ધુતરાષ્ટ્ર્ની કલ્યાણ ભાવનાથી બધા લોકોને પ્રસન્ન કરતા કરતા સુખપૂર્વક હસ્તિનાપુરમાં જ રહ્યા.વિદુરજી તો સાક્ષાત ધર્મરાજ હતા.માંડવ્ય ઋષિના શ્રાપથી તે સો વર્ષ માટે શુદ્ર બની ગયા હતા.(એક વખત કોઈ રાજાના અનુચરોએ કેટલાક ચોરોને માંડવ્ય ઋષિના આશ્રમ ઉપર પકડ્યા.તેઓ સમજ્યા કે ઋષિ પણ ચોરીમાં સામેલ હશે,એટલે તેમને પણ પકડી લેવામાં આવ્યા અને રાજાજ્ઞા થી તેમને પણ સૂડી પર ચઢાવાયા રાજાને ખબર પડતા કે એ મહાત્મા છે-ઋષિને સુડીથી ઉતારી લેવાયા,અને હાથ જોડીને પોતાનો અપરાધ ક્ષમા કરાવ્યો.માન્ડવ્યજીએ યમરાજ પાસે જઈ પ્રશ્ન પૂછ્યો-'મને કયા પાપને માટે આ દંડ કરાયો ? યમ રાજાએ કહ્યું,'તમે બાળપણમાં એક કીડીને ઘાસની નોકથીવિધિ કાઢી હતી તેટલા માટે દંડ થયો'તેના ઉપર મુનિએ કહ્યું,
'મેં અજ્ઞાનતાથી તે કર્યું હશે તે નાના અપરાધ માટે તમે મને ઘણો જ ભયંકર દંડ આપ્યો,એટલા માટે તમે સો વર્ષ સુધી શૂદ્રયોનીમાં રહેશો.'માણ્ડવ્યજીના આ શ્રાપથી યમરાજાએ વિદુરના રૂપમાં અવતાર લીધો હતો.)
આટલા દિવસો સુધી યમરાજાના પદ ઉપર હતા અને તેઓ જ પાપીઓને દંડ આપતા હતા.
રાજ્ય પ્રાપ્ત થવાને કારણે પોતાના લોકપાલ જેવા ભાઈયો સાથે રાજા યુધિષ્ઠિર વંશધર પરીક્ષિતને જોઈને પોતાની અતુલ સંપત્તિ સાથે આનંદિત થઇ રહેવા લાગ્યા.આવી રીતે પાંડવો ગૃહસ્થના કામ ધંધામાં પરોવાઈ ગયા.અને તેની પાછળ એક પ્રકારથી એક વાત ભૂલી ગયા કે અજાણતા જ અમારું જીવન મૃત્યુ તરફ જઈ રહ્યું છે,હવે જોત જોતામાં તે સમય પણ આવી ગયો કે જેને કોઈ ટાળી ન શકે.
પણ વિદુરજીએ કાળની ગતિ જાણીને પોતાના મોટાભાઈ ધુતરાષ્ટ્ર્ને કહ્યું-'મહારાજ ! જુઓ, હવે ઘણો વિપરીત સમય આવી ગયો છે.ઝડપથી અહીંથી નીકળી જાવ.આપણા બધાના માથે તે સર્વસમર્થ કાળ ઘૂમી રહ્યો છે,જેને ટાળવાનો ક્યાંય કોઈ ઉપાય નથી.કાળના વશીભૂત થઈને જીવનો પોતાના પ્રિયતમ પ્રાણથી જોત જોતામાં વિયોગ થઇ જાય છે,પછી આ ધન, જન વગેરે બીજી વસ્તુઓની તો વાત જ શું છે.તમારા કાકા,ફુઆ,ભાઈ,સગા સંબંધી અને પુત્ર -બધા મરી ગયા, તમારી ઉંમર પણ ઢળી ગઈ,શરીર વૃદ્ધાવશ્થાનું શિકાર થઇ ગયું,તમો બીજાના ઘરમાં પડ્યા છો.
અરે ! આ પ્રાણીને જીવવાની કેટલી પ્રબળ ઈચ્છા થાય છે.તેના માટે તો તમે ભીમના આપેલા ટુકડાઓ ખાઈને કૂતરાની માફક જીવન જીવી રહ્યા છે.જેને તમે આગમાં સળગાવવાની ચેષ્ટા કરી,ઝેર આપીને માંરી નાખવાનું વિચાર્યું,ભરી સભામાં જેની વિવાહિત પત્નીને અપમાનિત કરી,જેની જમીન અને ધન ઝૂંટવી લીધું,તેઓના અનાજથી પાળેલા પ્રાણ ને રાખવા માટે શું ગૌરવ છે.તમારા અજ્ઞાનની હદ થઇ ગઈ કે હજુ તમે જીવવા માંગો છો.પરંતુ તમારા ચાહવાથી શું થશે,જુના કપડાં જેવું લથડી ગયેલું તમારું શરીર, તમારા ન ચાહવા છતાં ક્ષીણ થતું જાય છે.હવે આ શરીરથી તમારો કોઈ સ્વાર્થ પૂરો થવાનો નથી,તેમાં ન ફસાઓ,તેની મમતાનું બંધન કાપી નાખો.જે સંસારના સંબંધીઓથી જુદા રહીને તેની અજાણતામાં શરીરનો ત્યાગ કરે છે,તે જ ધીર કહેવાય છે.ભલે પછી તમારી સમજમાં હોય કે બીજાના સમજાવવાથી -જે આ સંસારને દુઃખરૂપ માનીને વિરક્ત થઇ જાય છે અને પોતાના અંત:કરણને વશમાં કરીને હૃદયમાં ભગવાનને ધારણ કરી ઘરથી સન્યાસ માટે નીકળી જાય છે તેજ ઉત્તમ મનુષ્ય છે.અહીંથી આગળ જે સમય આવવાનો છે તે ફરીથી મનુષ્યોના ગુણોને ઘટાડનારો હશે,એટલે તમો તમારા કુટુંબીઓથી છુપાઈને ઉત્તરાખંડમાં જતા રહો.
જયારે નાના ભાઈ વિદુરજીએ ધ્રુરાષ્ટ્ર્ને એવી રીતે સમજાવ્યા,ત્યારે તેમના પ્રજ્ઞાચક્ષુ ઉઘડી ગયા,તે ભાઈ બંધુઓના સુદ્રઢ સ્નેહપાશાઓને કાપીને પોતાના નાના ભાઈ વિદુરજીએ બતાવેલા માર્ગ પર નીકળી પડ્યા.જયારે પરમ પતિવ્રતા સુબલનંદીનીએ જોયું કે મારા પતિદેવ તો તે હિમાલયની યાત્રા કરે છે,જે સન્યાસિયોંને તેવુંજ સુખ આપે છે જેવું વીર પુરુષોને લડાઈના મેદાનમાં પોતાના શત્રુ દ્વારા ન્યાય યોચીત પ્રહારથી થાય છે,ત્યારે તે પણ તેમની પાછળ પાછળ ચાલી નીકળી
અજાતશત્રુ યુધિષ્ઠિરે પ્રાપ્ત:કાલ સંધ્યાવંદન તથા અગ્નિહોત્ર કરીને બ્રાહ્મણોને નમસ્કાર કર્યા અને તેમને તલ,ગાય,જમીન અને સોનાનું દાન કર્યું.તેના પછી જયારે તેઓ ગુરુજનોને ચરણવંદન કરવા રાજમહેલમાં ગયા,ત્યારે તેમને ધૃતરાષ્ટ્ર,વિદુર અને ગાંધારીના દર્શન ન થયા.યુધિષ્ઠિરે બેબાકળા થઈને ત્યાંજ બેસીને સંજયને પૂછ્યું-
'સંજય ! મારા તે વૃદ્ધ અને નેત્રહીન પિતા ધૃતરાષ્ટ્ર ક્યાં છે ? પુત્ર શોકથી દુઃખી થયેલા માતા ગાંધારી,અને મારા પરમ હિતેચ્છુ કાકા વિદુરજી ક્યાં જતા રહ્યા ? મોટા, પોતાના પુત્રો અને બંધુ બાંધવોના માર્યા જવાથી દુઃખી હતા.હું ખુબ જ બુધ્ધુ છું ક્યાંક મારામાં કોઈ આશંકા કરીને તેઓ માતા ગાંધારીની સાથે ક્યાંક ગંગાજીમાં તો નથી કૂદી પડ્યા.જયારે અમારા પિતા પાંડુનું મૃત્યુ થઇ ગયું હતું,અને અમે લોકો નાના નાના બાળકો હતા,ત્યારે તે બંને કાકાઓએ અમને મોટા મોટા દુઃખોમાંથી બચાવ્યા હતા.તેઓ અમારા પર ખુબ જ પ્રેમ રાખતા હતા.હાય ! તેઓ અહીંથી ક્યાં જતા રહ્યા ?
સુતજી કહે છે -સંજય પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રને ન જોતા દયા અને સ્નેહની અસફળતાના રૂપે ખુબ જ દુઃખી અને વિરહિત થઇ રહ્યા હતા.તેઓ યુધિષ્ઠિરને કઈ જ જવાબ ન આપી શક્યા.પછી ધીરે ધીરે બુદ્ધિ દ્વારા તેમણે તેમનું મન સ્થિર કર્યું,હાથોથી આંખોના આસુઓ લૂછ્યાં અને સ્વામી ધૃતરાષ્ટ્રનના ચરણોને સ્મરીને યુધિષ્ઠિરને કહ્યું.
સંજય બોલ્યા-કુલનંદન ! મને તમારા બંને કાકા અને ગાંધારીના કોઈ પણ સંકલ્પની ખબર નથી.મહાબાહો ! મને તો આ મહાત્માઓએ છેતરી લીધો.સંજય આવી રીતે કહી રહ્યા હતા ત્યાં તંબૂરાની સાથે દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા.યુધિષ્ઠિરે ભાઈયો સાથે ઉઠીને તેમને પ્રણામ કર્યા અને સન્માન કરતા કરતા બોલ્યા-
યુધિષ્ઠિરે કહ્યું-'ભગવન! મને મારા બંને કાકાઓનો પત્તો નથી લાગતો,કોણ જાણે તે બંને અને પુત્ર વિયોગથી દુઃખી તપસ્વીની માતા ગાંધારી અહીંથી ક્યાં જતા રહ્યા.ભગવન ! અપાર સમુદ્રમાં કર્ણધાર જેવા તમેજ અમારા પારદર્શક છો.' ત્યારે ભગવાનના પરમ ભક્ત ભગવન્મય દેવર્ષિ નારદજીએ કહ્યું -
'ધર્મરાજ ! તમો કોઈના માટે પણ શોક ન કરો કેમકે આ બધો સંસાર ઈશ્વરના વશમાં છે.બધા લોકો અને લોકપાલ વિવશ થઈને ઈશ્વરની આજ્ઞાનું જ પાલન કરે છે.તે જ એક પ્રાણીને બીજાથી મિલાવે છે અને તેજ જુદા કરે છે.જેમ બળદ મોટી રાસથી બંધાઈ નાની રાસથી નાથેલો રહી પોતાના માલિકનો ભાર ખેંચે છે.,તેજ રીતે મનુષ્ય પણ વર્ણાશ્રમાદિ અનેક પ્રકારના નામોથી વેદરૂપી રાસથી બંધાઈને ઈશ્વરની આજ્ઞાનું જ પાલન કરે છે.જેમ સંસારમાં ખેલાડીની ઈચ્છાથી ખિલૌનાનો સંયોગ અને વિયોગ થાય છે તેમ જ ભગવાનની ઈચ્છાથી જ મનુષ્યનું મળવું તથા જુદા થવાનું થાય છે.તમે લોકોને જીવ રૂપે નિત્ય કે દેહ રૂપે અનિત્ય માનો અથવા જડરૂપે અનિત્ય અને ચેતન રૂપથી નિત્ય અથવા શુદ્ધ બ્રહ્મસ્વરૂપમાં નિત્ય-અનિત્ય કઈ પણ ન માનો- કોઈ પણ અવસ્થામાં મોહરૂપી આશક્તિને કારણે તે શોક કરવા યોગ્ય નથી.
એટલા માટે ધર્મરાજ ! આ દીન દુઃખી કાકા કાકી અસહાય અવસ્થામાં મારા વગર કેવી રીતે રહેશે તેવી અજ્ઞાનપૂર્ણ ભાવનાને છોડી દો.આ પંચભૌતિક શરીર કાળ,કર્મ અને ગુણોના વશમાં છે.અજગરના મોઢામાં પડેલા પુરુષની માફક આ પરાધીન શરીર બીજાઓની રક્ષા શું કરી શકે છે.હાથવાળાના વગર હાથવાળા,ચાર પગવાળા પશુઓ ના વગર પગવાળા (તૃણાદિ)અને તેમાં પણ મોટા જીવોનો નાના જીવો ખોરાક છે. આવી રીતે એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની રહ્યો છે.આ બધા રૂપોમાં જીવોની બહાર અને અંદર તેજ એક સ્વયંપ્રકાશ ભગવન,જે બધાજ આત્માઓના આત્મા છે માયા દ્વારા અનેક પ્રકારોથી પ્રગટ થઇ રહ્યા છે.તમે ફક્ત તેમને જુઓ.
મહારાજ ! બધાજ પ્રાણીઓને જીવનદાન આપનારા તેજ ભગવન આ વખતે આ પૃથ્વીતળ ઉપર દેવદ્રોહીઓનો નાશ કરવા માટે કાલરૂપથી અવતર્યા છે.હવે તેઓ દેવતાઓનું કાર્ય પૂરું કરી ચુક્યા છે થોડુંક બીજું કામ બાકી બચ્યું છે,તેના માટે તેઓ રોકાયા છે.જ્યાં સુધી તે પ્રભુ અહીં છે ,ત્યાં સુધી તમો પણ તેમની રાહ જોતા રહો.
ધર્મરાજા ! હિમાલયના દક્ષિણ ભાગમાં,જ્યા સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ જુદી જુદી સાત ધારાઓના રૂપમાં પોતાને સાત ભાગોમાં વહેંચી નાખ્યા છે,જેને સપ્તસ્ત્રોત્ર કહેવાય છે, તે જ ઋષિના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરજી સાથે ગયા છે. ત્યાં તેઓ ત્રિકાળ સ્નાન અને વિધિપૂર્વક અગ્નિહોત્ર કરે છે.હવે તેમના મનમાં કોઈ પણ પ્રકારની કામના નથી,તે ફક્ત પાણી પીને શાંત ચિત્તથી રહે છે.આસન જીતીને પ્રાણોને વશમાં કરી તેમણે પોતાની બધીજ ઇન્દ્રિયોને વિષયોથી મુક્ત કરાવી છે. ભગવાનની ધારણાથી તેમના તમોગુણ,રજોગુણ અને સત્વગુણનો મેલ દૂર થઇ ગયો છે.તેમણે અહંકારને બુદ્ધિની સાથે જોડીને અને ક્ષેત્રંજ્ઞ આત્મામાં લિન કરીને તેને પણ મહાકાશમાં ઘટાકાશની જેવો સર્વાધિષ્ઠાન બ્રહ્મમાં એક કરી .નાખ્યો છે.
તેમને તેમની બધીજ ઇન્દ્રિયો અને મનને રોકીને બધા વિષયોને બહારથીજ પાછા વાર્યા અને માયાના ગુણોથી થનારા પરિણામોને કાયમ માટે નષ્ટ કર્યા.બધાજ કર્મોનો સન્યાસ કરીને અત્યારે તેઓ થોથની માફક સ્થિર થઈને બેઠા છે.એટલે તમે તેમના માર્ગમાં વિઘ્ન રૂપથી ન આવશો.(દેવર્ષિ નારદ ત્રિકાળ દર્શી છે.તેઓ ધૃતરાષ્ટ્રના ભવિષ્ય-જીવનને વર્તમાનની માફક સામે જોઈને તેજ રૂપમાં વર્ણન કરી રહ્યા છે.ધૃતરાષ્ટ્ર પાછળની રાતેજ હસ્તિનાપુરથી ગયા છે,એટલે આ વર્ણન ભવિષ્યનું જ સમજવું જોઈએ.)
ધર્મરાજ ! આજથી પાંચમા દિવસે તેઓ તેમનુ શરીર ત્યાગી દેશે અને તે સળગીને ભસ્મ થઇ જશે.ગાર્હપત્યાદિ અગ્નિઓ દ્વારા પર્ણકુટીની સાથે પોતાના પતિના મૃતદેહને સળગતો જોઈને બહાર ઉભેલી સાધ્વી ગાંધારી પણ પતિનું અનુશરણ કરતી તે જ અગ્નિમાં પ્રવેશ કરી જશે.
ધર્મરાજ ! વિદુરજી પોતાના ભાઈનો આષ્ચર્યમય મોક્ષ જોઈને હર્ષિત અને વિયોગ જોઈને દુઃખી થતા ત્યાંથી તીર્થસેવન માટે જતા રહેશે.દેવર્ષિ નારદ તેમ કહીને તંબૂરાની સાથે સ્વર્ગ તરફ ચાલ્યા ગયા.યુધિષ્ઠિરે તેમના ઉપદેશોને હૃદયમાં ધારણ કરી શોકનો ત્યાગ કર્યો.
અપશુકન જોઈને મહારાજા યુધિષ્ઠિરને શંકા કરવી અને અર્જુનનું દ્વારકાથી આવવું.
સુતજી કહે છે- સ્વજનોથી મળવું અને પુણ્યશ્લોક ભગવાન શ્રીકૃષ્ણ હવે શું કરવા માંગે છે-તે જાણવા માટે અર્જુન દ્વારકા ગયા હતા.કેટલાય મહિનાઓ વીતી જવા પર પણ અર્જુન ત્યાંથી પાછા ન આવ્યા ધર્મરાજા યુધિષ્ઠિરને ઘણા ભયંકર અપશુકનો દેખાવા લાગ્યા. તેમણે જોયું,કાલની ગતિ ખુબ જ ભયંકર થઇ ગઈ છે.જે સમયે જે ઋતુ હોવી જોઈએ,તે સમયે તે નથી હોતી,અને તેમની ક્રિયાઓ પણ ઉલ્ટી જ થાય છે.લોકો ઘણા ક્રોધી,લોભી અને અસત્યપરાયણ થઇ ગયા છે.પોતાના જીવનવ્યવહાર માટે તેઓ પાપપૂર્ણ કામો કરવા લાગ્યા છે.સારું કામ કપટથી ભરેલું હોય છે, ત્યાં સુધી કે મિત્રતામાં પણ છળ ભરેલું હોય છે,પિતા- માતા ,સગા -સબંધી,ભાઈ અને પતિ-પત્નીમાં ઝઘડા- ટંટા ચાલ્યા કરે છે.કળિકાળના આવી જવાથી લોકોનો સ્વભાવ જ લોભ,દંભ વગેરે અધર્મથી ભરાઈ ગયો છે અને પ્રકૃતિમાં પણ અરિષ્ટસૂચક અપશુકનો થવા લાગ્યા છે,આ બધું જોઈને યુધિષ્ઠિરે તેમનો નાનો\ ભાઈ ભીમસેનને કહ્યું,
યુધિષ્ઠિરે કહ્યું-ભીમસેન ! અર્જુનને આપણે એટલા માટે દ્વારકા મોકલ્યા હતા કે ત્યાં જઈને ,પુણ્યશ્લોક ભગવાન શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે- તેની ખબર લગાવે અને સંબધીઓથી મળી પણ આવે.ત્યારથી સાત મહિના વીતી ગયા,પરંતુ તારો નાનો ભાઈ હજુ પાછો નથી આવ્યો.મને એ ખબર નથી પડતી કે તેનું ન આવવાનું કારણ શું છે ક્યાંક દેવર્ષિ નારદે બતાવેલો તે સમય તો નથી આવી પહોંચ્યો,જેમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા વિગ્રહનું સંવરણ કરવા ઈચ્છે છે ? તેજ ભગવાનની કૃપાથી આપણને આ સંપત્તિ,રાજ્ય,સ્ત્રી,પ્રાણ,કુળ, સંતાન,શત્રુઓ ઉપર વિજય અને સ્વર્ગાદિ લોકોનો અધિકાર મળ્યો છે,.
ભીમસેન ! તું તો મનુષ્યોમાં વાઘની જેવો બળવાન છે,જો તો ખરો-આકાશમાં ઉલ્કાપાત આદિ,પૃથ્વીમાં ભૂકંપ આદિ,અને શરીરોમાં રોગ આદિ કેટલા ભયંકર અપશુકનો થઇ રહ્યા છે ! તેનાથી એ વાતની ખબર મળે છે કે તરતજ અમારી બુદ્ધિને મોહમાં નાખનારો કોઈ ઉત્પાત થવાનો છે.
પ્યારા ભીમસેન ! મારી જમણી જાંઘ,આંખ અને હાથ વારંવાર ફડકી રહ્યા છે.હૃદય જોરથી ધપકી રહ્યું છે.જરૂર બહુ જ જલ્દી કોઈ અનિષ્ટ થવાનું છે.જો આ શિયાળ સવાર સવારમાં સૂર્ય તરફ મોં રાખીને રડી રહી છે.અરે ! તેના મોઢામાંથી તો આગ પણ નીકળી રહી છે,આ કૂતરો મારી બાજુ જોઈને નિર્ભય રીતે ભોંકી રહ્યો છે.ભીમસેન ! ગાય વગેરે સારા પ્રાણીઓ મને પોતાની જમણી અને ગધેડા જેવા ખરાબ પશુ મને તેની ડાબી બાજુ કરી દે છે.મારા ઘોડા વગેરે પ્રાણી મને રડતા દેખાય છે.આ મૃત્યુના દૂત જેવા પેડુખી,ઘુવડ અને તેનો વિરોધી કાગડો રાતને પોતાના કર્ણકઠોર શબ્દોથી મને કંપાવતા દુનિયાને સુની બનાવી દેવા માંગે છે.દિશાઓ ઝાંખી પડી ગઈ છે,સૂર્ય અને ચંદ્રની ચારેબાજુ વારેઘડી મંડળો બેસે છે.આ પૃથ્વી પહાડોની સાથે કાપી ઉઠે છે,વાદળો જોર જોરથી ગરજે છે,અને જ્યાં ત્યાં વીજળી પણ પડતી રહે છે.શરીરને વિધનારી અને ધૂળની વર્ષાથી અંધકાર ફેલાવનારી આંધી ચાલી રહી છે.વાદળો ખુબ જ ભયંકર દ્રશ્ય ઉપસાવીને બધી બાજુ લોહી વર્ષાવે છે.જો ! સૂર્યની પ્રભા મંદ પડી ગઈ છે.આકાશમાં ગ્રહો વારંવાર અથડાયા કરે છે.ભૂતોની ઘેરી ભીડમાં પૃથ્વી અને અંતરિક્ષમાં આગ જેવી લાગી છે.નદી,નાળા,તળાવ,અને લોકોના મન સુકાઈ રહ્યા છે.ઘસતા પણ આગ નથી સળગતી.આ ભયંકર કાળ ન જાણે શું કરશે.વાછરડા દૂધ નથી પિતા,ગાયો દોહવા નથી દેતી,ગૌશાળામાં ગાયો આશુ વહાવી રડી રહી છે. બળદો પણ ઉદાસ થઇ રહ્યા છે.દેવતાઓની મૂર્તિઓ જાણે રડી રહી છે,તેનામાંથી પસીનો છૂટે છે,અને તે હાલમ ડોલમ થાય છે.
ભાઈ ! આ દેશ,ગામ,શહેર,બગીચા,ખાના અને આશ્રમો શ્રી વગરના અને આનંદ વગરના થઇ ગયા છે.ખબર નથી તે આપણા કયા દુઃખોની સૂચના આપી રહ્યા છે.આ મોટા મોટા ઉત્પાતોને જોઈને હું તો એવું સમજુ છું જરૂરથી આ નસીબ વિનાની ભૂમિ ભગવાનના તે ચરણકમળો,જેની સુંદરતા,તથા જેની ધજા,વ્રજ,અંકુશ વગેરે વિલક્ષણ ચિન્હો અને કોઈમાં ક્યાંય નથી,વગરની થઇ ગઈ છે.
શૌનકજી ! રાજા યુધિષ્ઠિર આ ભયંકર ઉત્ત્પાતોને જોઈને મનમાં ને મનમાં ચિંતિત થઇ રહ્યા હતા,કે ત્યાં દ્વારકાથી અર્જુન પાછા આવ્યા.યુધિષ્ઠિરે જોયું,અર્જુન એટલા આતુર થઇ રહ્યા હતા જેટલા પહેલા ક્યારેય જોવામાં નહોતા આવ્યા.ચહેરો પડેલો હતો,કમળ જેવી આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા અને શરીરમાં ક્યાંય તેજ નહોતું.તેના તે રૂપમાં તેને પોતાના ચરણોમાં પડેલો જોઈ યુધિષ્ઠિર ગભરાઈ ગયા.દેવર્ષિ નારદની વાતો યાદ કરી તેમણે સૃહદોની સામેજ અર્જુનને પૂછ્યું.
યુધિષ્ઠિરે કહ્યું-ભાઈ ! દ્વારકાપુરી માં અમારા સ્વજન સબંધી મધુ,ભોજ,દશાર્હ,આર્હ,સાત્વત,અશ્વક અને વૃષ્ણિવંશી યાદવ કુશળ તો છે ને ? આપણા માનનીય નાના શૂરસેનજી પ્રસન્ન છે ? આપણા નાના ભાઈ સાથે મામા વસુદેવજી તો કુશળપૂર્વક છે ? તેમની પત્નીઓ આપણી મામી દેવકી વગેરે સાતેય બહેનો પોતાના પુત્રો અને વહુઓ સાથે આનંદમાં તો છે ને ? જેનો પુત્ર કંસ ઘણો દુષ્ટ હતો તે રાજા ઉગ્રસેન તેમના નાના ભાઈ દેવકની સાથે જીવે તો છે ને ? હાદિક,તેનો પુત્ર કૃતવર્મા,અક્રૂર,જયંત,ગદ,સારણ તથા શત્રુજીત વગેરે યાદવવીરો સકુશળ તો છે ને ? યાદવોના પ્રભુ શ્રી બલરામજી તો આનંદમાં છે ? વૃષ્ણિવંશના સર્વશ્રેષ્ઠ મહારથી પ્રદુમ્ન સુખી છે ને ? યુદ્ધમાં ઘણી હોશિયારી બતાવનારા ભગવાન અનિરુદ્ધ આનંદમાં તો છે ને ? સુષેણ,ચારુદેષ્ણ,જામ્બવતીનંદન સામ્બ અને પોતાના પુત્રો સહીત ઋષભ વગેરે ભગવાન શ્રીકૃષ્ણના બીજા બધા પુત્રો પણ પ્રસન્ન તો છે ને ? ભગવાન શ્રી કૃષ્ણના સેવક શ્રુતદેવ,ઉદ્ધવ વગેરે અને બીજા સુનંદ-નંદ વગેરે મુખ્ય યદુવંશી ,જે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના બાહુબળથી સુરક્ષિત છે તે બધાજ સકુશળ છે ને? આપણને ખુબ જ પ્રેમ કરનારા તે લોકો ક્યારેક આપણા કુશળ-મંગળ પણ પૂછે છે ?
ભક્તવત્સલ બ્રાહ્મણભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વજનો સાથે દ્વારકાની સુધર્મા સભામાં સુખપૂર્વક વિરાજે છે ને ? આ આદિપુરુષ શ્રી બલરામજીની સાથે સંસારના પરમ મંગળ,પરમ કલ્યાણ અને ઉન્નતિ માટે યદુવંશરૂપ ક્ષીરસાગરમાં વિરાજમાન છે. તેમના બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં યદુવંશી લોકો આખા સંસારના દ્વારા સન્માનિત થઈને ઘણાજ આનંદથી વિષ્ણુ ભગવાનના પાર્ષદોની માફક વિહાર કરી રહ્યા છે.સત્યભામા વગેરે સોલહ હજાર રાણિયો મુખ્યરૂપથી તેમના ચરણકમળોની સેવામાં જ રત રહીને તેમના દ્વારા યુદ્ધમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ હરાવીને ઈન્દ્રાણીના ભોગો જેવા તથા તેમની અમિષ્ટ પારીજાતી વગેરે વસ્તુઓનો ઉપભોગ કરે છે.યદુવંશી વીર શ્રી કૃષ્ણના બાહુદંડના પ્રભાવથી સુરક્ષિત રહીને નિર્ભય રહે છે અને બળપૂર્વક લવાયેલી મોટા મોટા દેવતાઓને બેસવા યોગ્ય સુધર્મા સભાને પોતાના ચરણોથી પ્રકાશિત કરે છે.
ભાઈ અર્જુન ! તે પણ બતાવ કે તું જાતે પણ કુશળ છે ને ? મને તું શ્રી વગરનો દેખાય,ત્યાં ઘણા દિવસો સુધી રહ્યો,ક્યાંક તારા સન્માનમાં તો કોઈ પ્રકારની કમી નથી રહીને ? કોઈએ તારું અપમાન તો નથી કર્યું ને ? ક્યાંક કોઈએ દુર્ભાવપૂર્ણ અમંગળ શબ્દો વગેરે દ્વારા તારું મન તો નથી દુભાવ્યુને ? અથવા કોઈ આશાથી તારી પાસે આવેલા યાચકોને તેમની માંગેલી વસ્તુઓ અથવા તારા તરફથી કઈ આપવાની પ્રતિજ્ઞા કરીને પણ તું નથી આપી શક્યો ? તું કાયમ શરણાગતોનું રક્ષણ કરતો આવ્યો છે,ક્યાંક કોઈ પણ બ્રાહ્મણ,બાળક,ગાય, વૃદ્ધ,રોગી,અબળા અથવા અન્ય બીજા પ્રાણી,જે તારી શરણમાં આવ્યા હોય,તે ત્યાગ તો નથી કરી દીધા ? ક્યાંક તે નાગમતી સ્ત્રી સાથે સમાગમ તો નથી કર્યું ? ક્યાંક માર્ગમાં પોતાથી નાના અથવા બરાબરીવાળા સાથે હારી તો નથી ગયો ? અથવા ભોજન કરાવવા યોગ્ય બાળક અને વૃદ્ધને છોડીને તે એકલાજ તો ભોજન નથી કરી લીધું ? મારો વિશ્વાસ છે કે તે તેવું કોઈ નિંદિત કામ તો નહિ કર્યું હોય,જે તારે યોગ્ય નથી.
હોય ન હોય પોતાના પરમ પ્રિયતમ અભિન્નહૃદય પરમ સૃહદ ભગવાન શ્રી કૃષ્ણથી તું રહિત થઇ ગયો છે.તેથી તું પોતાને શૂન્ય માને છે.તેના સિવાય બીજું કોઈ કારણ ન હોય શકે જેનાથી તને આટલું માનસિક દુઃખ થાય.
પંદરમો અધ્યાય
કૃષ્ણવિરહવ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સોંપી સ્વર્ગમાં જવું
અર્જુને કહ્યું-
મહારાજ ! મારા પિત્રાઇભાઇ અથવા અત્યંત ઘનિષ્ઠ મિત્રનું રૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણે મને લૂંટી લીધો.મારા જે પ્રબળ પ્રરાક્રમથી મોટા મોટા દેવતાઓ પણ નવાઈમાં ડૂબી જતા હતા,તેમને શ્રી કૃષ્ણે મારાથી છીનવી લીધા. જેમ આ શરીર પ્રાણ વગરનું થવાથી મૃત કહેવાય છે,તેવી જ રીતે તેના ક્ષણભરના વિયોગથી આ સંસાર અણગમતો દેખાવા લાગે છે.તેમના આશ્રયમાં દ્રૌપદી સ્વંયવરમાં રાજા દ્રુપદના ઘેર આવેલા કામોન્મત્ત રાજાઓનું તેજ મેં હરી લઈને,ધનુષ પર બાણ ચઢાવીને મત્સ્યવેધ કર્યો અને તેવી રીતે દ્રૌપદીને મેળવી.તેમની સન્નિધિમાત્રથી મેં બધાજ દેવતાઓની સાથે ઇન્દ્રને પોતાના બળથી જીતીને અગ્નિદેવને તેમની તૃપ્તિ માટે ખાંડવવનનું દાન કર્યું અને મય રાક્ષસે નિર્માણ કરેલી અલૌકિક કલા કૌશલ્યથી ભરેલી માયામયી સભા મેળવી અને તમારા યજ્ઞમાં બધી બાજુથી આવી આવીને અનેકો રાજાઓએ ભેટો સમર્પિત કરી.દસ હજાર હાથીઓની શક્તિ અને બળવાન એવા આપણા નાના ભાઈ ભીમસેને તેમની શક્તિથી રાજાઓના માથા પર પગ રાખવાવાળા અભિમાની જરાસંધનો વધ કર્યો હતો,તે ઉપરાંત તે જ ભગવાને તે ઘણા બધા રાજાઓને મુક્ત કર્યા,જેમને જરાસંઘે મહા ભૈરવ યજ્ઞમાં બલી ચઢાવવા માટે અનેક પ્રકારના ઉપહારો આપ્યા હતા.મહારાણી દ્રૌપદી રાજસૂય યજ્ઞના મહાન અભિષેકથી પવિત્ર થયેલા પોતાના તે સુંદર વાળને,જેને દુષ્ટોએ ભરી સભામાં ખેંચવાંનું સાહસ કર્યું હતું,વિખેરીને તથા આંખોમાં આંસુઓ ભરી જયારે શ્રી કૃષ્ણના ચરણોમાં પડી ગઈ હતી,ત્યારે તેમને તેની સામે આ ઘોર અપમાનનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરીને તે દુષ્ટોની પત્નીઓની એવી દશા કરી કે તેઓ વિધવા થઇ ગઈ અને તેમને તેમના વાળ પોતાના હાથે છુટા કરી નાખવા પડ્યા.વનવાસના સમયે અમારા દુશ્મન દુર્યોધનના ષડ્યંત્રથી દસ હજાર શિષ્યોને સાથે બેસાડીને ભોજન કરવાવાળા મહર્ષિ દુર્વાસાએ આપણને ખુબ જ સંકટમાં મૂકી દીધા હતા.તે સમયે તેમણે દ્રૌપદીના પાત્રમાં બચેલી એક શાકની પાંદડી નો જ ભોગ લગાવીને આપણી રક્ષા કરી હતી.તેમના તેમ કરવાથી નદીમાં સ્નાન કરતી મુનિમંડળીને એવું પ્રતીત થયું કે તેની શું વાત ,માનો આખી ત્રિલોકી જ તૃપ્ત થઇ ગઈ હોય.
{એકવાર રાજા દુર્યોધને મહર્ષિ દુર્વાસાની મોટી સેવા કરી તેનાથી પ્રસન્ન થઇ મુનિએ તેને વર મંગાવા કહ્યું.દુર્યોધને એવું વિચારીને કે ઋષિના શ્રાપથી પાંડવોનો નાશ કરવાની સારી તક છે,મુનિને કહ્યું-"અમારા કુળમાં યુધિષ્ઠિર મોટા છે તમે તમારા દસ હજાર શિષ્યો સાથે તેમનું આતિથ્ય સ્વીકારો.પરંતુ તમો તેમને ત્યાં તે સમયે જજો જયારે દ્રૌપદીએ ભોજન કરી લીધું હોય,જેનાથી તેને ભૂખનું કષ્ટ ઉઠાવવું ન પડે. "દ્રૌપદી પાસે ભગવાન સૂર્યએ આપેલું એક પાત્ર હતું જેમાં સિદ્ધ કરેલું અન્ન ખૂટતું ન હતું,પણ દ્રૌપદીના ભોજન કરી લીધા પછી કશું વધતું ન હતું ,સમાપ્ત થઇ જતું હતું.દુર્વાશા દુર્યોધનના કહેવા અનુસાર બપોરે પોતાની શિષ્યોની મંડળી સાથે ત્યાં પહોંચ્યા અને ધર્મરાજાને કહ્યું- "અમે નદી ઉપર સ્નાન કરવા જઇયે છીએ,તમો અમારા માટે ભોજન તૈયાર કરીને રાખજો."તેનાથી દ્રૌપદીને ખુબ જ ચિંતા થઇ,અને ખુબ જ આતુર અને દુઃખથી ભાઈ શ્રી કૃષ્ણની શરણ લીધી. શ્રી કૃષ્ણ તરત પોતાનો વિલાસભવન છોડીને દ્રૌપદીની ઝૂંપડી ઉપર આવ્યા અને તેને કહ્યું,"કૃષ્ણા ! ખુબ જ ભૂખ લાગી છે,કૈક ખાવાનું આપ."દ્રૌપદી ભગવાનની આ અનુપમ દયાથી ગદગદ થઇ ગઈ,અને બોલી,"પ્રભુ ! મારુ મોટું ભાગ્ય છે,કે તમો વિશ્વમભરે મારી પાસે ભોજન માગ્યું,પરંતુ શું કરું ?હવે તો કુટિમાં કઈ જ નથી."
ભગવાને કહ્યું,"સારું તે પાત્ર લાવ,તેમાં કૈક તો હશે જ "દ્રૌપદી તે પાત્ર લઇ આવી,તેમાં શાકનું એક કણ ચોટેલું હતું.વિશ્વાત્મા હરિએ તેનો ભોગ લગાવીને ત્રિલોકીને તૃપ્ત કરી નાખી,અને ભીમસેનને કહ્યું,મુનિમંડલીને ભોજન માટે બોલાવી લાઓ.પરંતુ મુનિગણ તો પહેલેથી જ તૃપ્ત થઈને જતા રહ્યા હતા.(મહાભારત) }
તેમના પ્રતાપથી પાર્વતી સહીત ભગવાન શંકરને મેં આશ્ચર્યમાં મૂકી દીધા તથા તેમણે મને તેમનું પાશુપત નામનું અસ્ત્ર આપ્યું,સાથેજ બીજા લોકપાલોએ પણ પ્રસન્ન થઈને મને પોત પોતાના અસ્ત્રો આપ્યા.બીજું તો શું, તેમની કૃપાથી હું આ શરીરથી સ્વર્ગમાં ગયો અને દેવરાજ ઇન્દ્રની સભામાં તેની બરાબર અડધા આસન ઉપર બેસવાનું સમ્માન મેં મેળવ્યું.તેમના આગ્રહથી સ્વર્ગમાં કેટલાક દિવસો હું રહી ગયો,ત્યારે ઇન્દ્રની સાથે બધાજ દેવતાએ મારી ગાંડીવ ધારણ કરનારી આ ભુજાઓનો નીવાતકવચ વગેરે રાક્ષસોને મારવા સહારો લીધો.મહારાજ ! આ બધું જેમની ઘણીજ કૃપાનું ફળ હતું તેજ પુરુસોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે આજે મને લૂંટી લીધો ?
મહારાજ ! કૌરવોની સેના ભીષ્મ-દ્રોણ વગેરે અજય મહાત્માઓથી પૂર્ણ અપાર સમુદ્રની માફક મુશ્કેલ હતી પણ તેમનો આશ્રય લઈને એકલા જ રથ પર સવાર થઈને હું પાર કરી ગયો.તેમની જ સહાયતાથી,તમને યાદ હશે,મેં દુશ્મનોથી રાજા વિરાટનું આખું ગો-ધન તો પાછું લઇ જ લીધું,સાથે જ તેમના માથા ઉપરથી ચળકતા મણિમય મુગટ તથા અંગોના અલંકાર સુધી છીનવી લીધી હતા.
ભાઈજી ! કૌરવોની સેના ભીષ્મ,કર્ણ,દ્રોણ,શલ્ય તથા મોટા મોટા રાજાઓ અને ક્ષત્રિય વીરોથી શોભાયમાન હતી.તેમની સામે મારાથી આગળ આગળ ચાલીને તેઓ પોતાની નજરથી જ તે મહારથી યૂથપતિઓની ઉમર,મન,ઉત્સાહ અને બળને છીનવી લેતા હતા.દ્રોણાચાર્ય,ભીષ્મ,કર્ણ,ભૂરિશ્રવા,સુશર્મા,શલ્ય,જયદ્રથ અને બાહીંક વગેરે વીરોએ મારા પર તેમના ક્યારેય ન ચૂકનારા અસ્ત્ર ચલાવ્યા હતા,પરંતુ જેમ હીરાણ્યકશીપુ વગેરે રાક્ષસોના અસ્ત્ર-શસ્ત્ર ભગવત ભક્ત પ્રહલાદને અડતા પણ નહોતા,તેવી જ રીતે તેમના શસ્ત્ર-અસ્ત્ર મને અડી ન શક્યા.તે શ્રી કૃષ્ણના ભૂજદંડોની છત્રછાયામાં રહેવાનો જ પ્રભાવ હતો.શ્રેષ્ઠ પુરુષ સંસારમાંથી મુક્ત થવા માટે જેમના ચરણકમળોની સેવા કરે છે,પોતે પોતાને જ આપી દેનારા તે ભગવાનને મેં દુર્બુધ્ધિએ સારથી સુધ્ધાં બનાવી દીધા,અહા ! જે સમયે મારા ઘોડાઓ થાકી ગયા હતા,અને હું રથ પરથી ઉતરીને જમીન ઉપર ઉભો હતો,તે વખતે મોટા મોટા મહારથીઓ પણ મારા ઉપર પ્રહાર ન કરી શક્યા કેમેકે શ્રી કૃષ્ણ પ્રભાવથી તેમની બુદ્ધિ નષ્ટ થઇ ગઈ હતી.
મહારાજ ! માધવનું ઉન્મુક્ત અને મધુર હાસ્યથી યુક્ત વિનોદથી ભરેલા એવા હૃદય સ્પર્શી વચન અને તેમનું મને 'પાર્થ,અર્જુન,સખા,કુરુનંદન'વગેરે કહીને પોકારવું,મને યાદ આવવાથી મારા હૃદયમાં ઉથલ-પાથલ મચી જાય છે.સૂવું,બેસવું,ફરવું અને પોતાના માટે મોટી મોટી વાતો કરવી તથા ભોજન વગેરે કરવામાં અમે સતત સાથે રહેતા હતા.કોઈ કોઈ દિવસે કટાક્ષમાં તેમનું કહી દેવું,'મિત્ર ! તું તો ઘણો સત્યવાદી છે !'તે સમયે પણ તે મહાપુરુષ પોતાની મહાનુભવતાને કારણે,જેમ મિત્ર પોતાના મિત્રનો અને પિતા પોતાના પુત્રનો અપરાધ સહી લે છે તેવી રીતે, મારી દુર્બુધ્ધિના અપરાધો સહન કરી લેતા હતા. મહારાજ ! જે મારા સખા,પ્રિય મિત્ર-ના ના મારુ હૃદય જ હતા,તે પુરુષોત્તમ ભગવાન વગરનો હું થઇ ગયો છું.ભગવાનની પત્નીઓને દ્વારકાથી લઇ આવી રહ્યો હતો,પરંતુ રસ્તામાં દુષ્ટ ગોપોએ મને એક અબળાની માફક હરાવી દીધો અને હું તેની રક્ષા ન કરી શક્યો.તે જ મારુ ગાંડીવ ધનુષ છે,તેજ બાણ છે,તેજ રથ છે,તેજ ઘોડાઓ છે અને તેજ હું રથી અર્જુન છું જેની સામે મોટા મોટા રાજાઓ માથું નમાવ્યા કરતા હતા. શ્રી કૃષ્ણ વગર તે બધું એક જ ક્ષણમાં નહીંના જેવું અર્થ વગરનું થઇ ગયું-બસ તે જ રીતે જેમ ભષ્મમાં નાખેલી આહુતિ,કપટથી ભરેલી સેવા અને ઉસરમાં બોળેલું બીજ નકામા જાય છે.
રાજન ! તમોએ દ્વારકાવાસી પોતાના સબંધીઓની વાત પૂછી છે,તેઓ બ્રાહ્મણના શ્રાપને કારણે મોહ્પ્રસ્ત થઇ ગયા અને વારુણી દારૂ પીવાથી ભાન ભૂલી અજાણ્યાઓની માફક એકબીજા અંદરોદર લડી પડ્યા અને ગુસ્સાથી મારપીટ કરીને નષ્ટ થઇ ગયા.તેમાંથી ફક્ત ચાર પાંચ જ બચ્યા છે.હકીકતમાં તે સર્વશક્તિમાન ભગવાનની જ લીલા છે,સંસારના પ્રાણીઓ એકબીજાનું પાલનપોષણ પણ કરે છે અને એકબીજાને મારી પણ નાખે છે.રાજન ! જેવી રીતે જળચરોમાં મોટું જંતુ નાનાને,બળવાન દુર્બળોને એટલે મોટા અને બળવાન પણ એકબીજાને ખાઈ જાય છે,તેવી અતિશય બળવાન અને મોટા યદુવંશીયો દ્વારા ભગવાને બીજા રાજાઓનો સંહાર કરાવ્યો.ત્યારપછી યદુવંશીયો દ્વારા જ એકથી બીજાનો નાશ કરાવીને પૂર્ણરૂપથી પૃથ્વીનો ભાર ઉતારી નાખ્યો.ભગવાન શ્રી કૃષ્ણે મને જે ભણાવ્યું હતું,તે દેશ, કાળ અને પ્રયોજનોના અનુરૂપ તથા હૃદયના તાપને શાંત કરનારું હતું,સ્મરણ થતા જ તે મારા મનને હરી લે છે.
સુતજી કહે છે-આવી રીતે પ્રગાઢ પ્રેમથી શ્રી કૃષ્ણના ચરણકમળોનું ચિંતન કરતા કરતા અર્જુનની ચિત્તવૃત્તિ એકદમ નિર્મલ અને પ્રશાંત થઇ ગઈ.તેની પ્રેમમયી ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું કાયમનું ચિંતન કરવાથી એકદમ વધી ગઈ.ભક્તિના વેગે તેના હૃદયને વલોવીને તેમાંથી બધાજ વિકારો બહાર કાઢી નાખ્યા.તેને યુદ્ધના સમયમાં ભગવાન દ્વારા ઉપદેશ થયેલું ગીતા જ્ઞાન ફરીથી યાદ આવી ગયું,જે કાળના વ્યવધાન અને કર્મોના વિસ્તારના કારણે પ્રમાદવશ કેટલાક દિવસો માટે ભુલાઈ ગયું હતું.બ્રહ્મજ્ઞાન મેળવતા માયાનું આવરણ તૂટીને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઇ ગઈ.દ્વૈતનો સંશય દૂર થઇ ગયો.સુક્ષમ શરીર ભંગાઈ ગયું.તે શોક એટલે જન્મ-મૃત્યુના ચક્કરથી કાયમ માટે મુક્ત થઇ ગયો.
ભગવાનના સ્વધાનગમાં અને યદુવંશના સંહારના વૃતાન્તને સાંભળી નિશ્ચલમતી યુધિષ્ઠિરે સ્વર્ગારોહણનો નિશ્ચય કર્યો.કુંતીએ પણ અર્જુનના મુખેથી યદુવંશનો નાશ અને ભગવાનના સ્વધામગમનની વાત સાંભળીને અનન્ય ભક્તિથી પોતાના હૃદયને ભગવાન શ્રી કૃષ્ણમાં લગાવી લીધું અને કાયમ માટે આ જન્મ મરણ રૂપ સંસારથી પોતાનું મોઢું ફેરવી લીધું.ભગવાન શ્રી કૃષ્ણે લોક દ્રષ્ટિમાં જે યાદવ શરીરથી પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો,તેનો એવી રીતે પરિત્યાગ કર્યો જેમ કોઈ કાંટાથી કાંટો કાઢ્યા પછી બંનેને ફેંકી દે.ભગવાનની દ્રષ્ટિમાં બંને સરખા હતા.જેમ તે નટની માફક મત્સ્ય વગેરે રૂપો ધારણ કરે છે અને પછી તેને ત્યજી દે છે તેવી જ રીતે તેમણે યાદવ શરીરથી પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો તેને ત્યજી પણ દીધું.જેમની મધુર લીલાઓ સાંભળવા યોગ્ય છે,તે ભગવાન શ્રીકૃષ્ણે જયારે પોતાના મનુષ્યજેવા શરીરનો પરિત્યાગ કરી દીધો તે જ દિવસે વિચાર વગરના લોકોને અધર્મમાં ફસાવવાળો કળિયુગ આવી પહોંચ્યો.મહારાજ યુધિષ્ઠિરથી કળિયુગનો ફેલાવો છૂપો ન રહ્યો. તેમણે જોયું -દેશમાં,નગરમાં,ઘરોમાં અને પ્રાણીઓમાં લોભ,અસત્ય,છળ,હિંસા વગેરે અધર્મો વધી રહ્યા છે.ત્યારે તેમણે મહાપ્રસ્થાનનો નિર્ણય કર્યો.તેમણે તેમના વિનયી પૌત્ર પરીક્ષિતને,જે ગુણોમાં તેમના જેવો જ હતો,સમુદ્રથી ઘેરાયેલી પૃથ્વી ના સમ્રાટ પદ ઉપર તેને હસ્તિનાપુરમાં નિયુક્ત કર્યો.તેમણે મથુરામાં શૂરસેનાધિપતિના રૂપમાં અનિરુદ્ધનાં પુત્ર વ્રજને નિયુક્ત કર્યો.તેના પછી સમર્થ યુધિષ્ઠિરે પ્રાજાપત્ય યજ્ઞ કરીને આહવાનીય વગેરે અગ્નિને પોતાનામાં લિન કરી દીધો એટલેકે ગૃહસ્થાશ્રમના ધર્મથી મુક્ત થઈને તેમણે સન્યાસ ગ્રહણ કર્યો.યુધિષ્ઠિરે તેમના બધાજ વસ્ત્રાભૂષણ ત્યાંજ છોડી દીધા અને મમતા અને અહંકારથી રહિત થઈને બધાજ બંધનો કાપી નાખ્યા.તેમણે દ્રઢ ભાવનાથી વાણીને મનમાં,મનને પ્રાણમાં,પ્રાણને અપાનમાં અને અપાનને તેની ક્રિયા સાથે મૃત્યુમાં,તથા મૃત્યુને પંચભૂતમય શરીરમાં લિન કરી દીધું.આવી રીતે શરીરને મૃત્યુરુપી અનુભવીને તેમણે તેને ત્રિગુણમાં મેળવી દીધું,ત્રિગુણને મૂળ પ્રકૃતિમાં,સર્વકારણરૃપ પ્રકૃતિને આત્મામાં,અને આત્માને અવિનાશી બ્રહ્મમાં મેળવી દીધો.તેમને તે અનુભવ થવા લાગ્યો કે આ સંપૂર્ણ દ્રશ્ય પ્રપજ્ઞ બ્રહ્મસ્વરૂપ છે તેના પછી તેમણે શરીર ઉપર ચીર-વસ્ત્ર ધારણ કરી લીધા,અન્ન જળનો ત્યાગ કરી દીધો,
મૌન લઇ લીધું અને વાળ ખોલીને વિખેરી લીધા.તે પોતાના રૂપને એવું બતાવવા લાગ્યા જેમ કોઈ જડ, ઉન્મત્ત અથવા પિશાચ હોય.પછી તે કોઈની પણ રાહ જોયા વગર તથા બહેરાની માફક કોઈની વાત સાંભર્યા વગર ઘરથી નીકળી પડ્યા.હૃદયમાં તે પરબ્રહ્મનું ધ્યાન કરતા કરતા,જેને મેળવ્યા પછી પાછું આવવું પડતું નથી,તેમણે ઉત્તર દિશાની યાત્રા કરી,જેની તરફ પહેલા મોટા મોટા મહાત્માઓ જઈ ચુક્યા છે.
ભીમસેન,અર્જુન વગેરે યુધિષ્ઠિરના નાના ભાઈઓએ પણ જોયું કે હવે પૃથ્વીમાં બધા લોકોએ અધર્મનો સહાયક કલિયુગને પ્રભાવિત કરી નાખ્યો છે,એટલા માટે શ્રી કૃષ્ણ ચરણોની પ્રાપ્તિના દ્રઢ નિર્ણય સાથે તેઓ પણ પોતાના મોટાભાઈની પાછળ પાછળ ચાલી નીકળ્યા.તેઓએ જીવનના બધા લાભો સારી રીતે મેળવી લીધા હતા. એટલે તે નિર્ણય કરીને કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળો જ અમારું મુખ્ય કામ છે,તેને તેમણે હૃદયમાં ધારણ કર્યા. પાંડવોના હૃદયોમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોના ધ્યાનથી ભક્તિભાવ ઉભરાઈ ગયો તેમની બુદ્ધિ એકદમ શુદ્ધ થઈને ભગવાન શ્રી કૃષ્ણના તે સર્વોત્કૃષ્ટ સ્વરૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઇ ગઈ,જેમાં નિષ્પાપ પુરુષો જ સ્થિર થઇ શકે છે.ફળમાં તેમણે તેમના વિશુદ્ધ હૃદયથી જાતે જ તે ગતિ મેળવી,જે વિષયાસક્ત દુષ્ટ મનુષ્યોને ક્યારેય પ્રાપ્ત થઇ શકતી નથી. સંયમી એવા શ્રી કૃષ્ણના પ્રેમ આવેશમાં મુગ્ધ ભગવન્મય વિદુરજીએ પણ પોતાના શરીરને પ્રભાસ ક્ષેત્રમાં ત્યાગી દીધું.તે સમયે તેમને લેવા આવેલા પિતરોની સાથે તે પોતાના લોક (યમલોક) ચાલ્યા ગયા.દ્રૌપદીએ જોયું કે હવે પાંડવ લોકો નિરપેક્ષ થઇ ગયા છે ત્યારે તે અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણનું જ ચિંતન કરતી તેમને પ્રાપ્ત થઇ ગઈ.
ભગવાનના પ્યારા ભક્તો પાંડવોની મહાપ્રયાણની આ પરમ પવિત્ર અને મંગલમયી કથાને જે પુરુષો શ્રદ્ધાથી સાંભળે છે તે જરૂરથી ભગવાનની ભક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ
સુતજી કહે છે-શૌનકજી ! પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોની શિક્ષાના પ્રમાણે પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. તેમના જન્મના સમયે જ્યોતિષિયોએ તેમના માટે જે કઈ કહ્યું હતું,હકીકતમાં તે બધા મહાન ગુણો તેમનામાં અનુભવાતા હતા. તેમણે ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યા. તેનાથી તેમને જન્મેજય સાથે ચાર પુત્રો ઉત્તપન્ન થયા.તથા કૃપાચાર્યને આચાર્ય બનાવીને તેમણે ગંગા કિનારે ચાર અશ્વ મેધ યજ્ઞો કર્યા,જેમાં બ્રાહ્મણોને ખુબ જ દક્ષિણા આપવામાં આવી.તે યજ્ઞોમાં દેવતાઓએ પ્રત્યક્ષ રૂપમાં પ્રગટ થઈને પોતાના ભાગો મેળવ્યા હતા.એકવાર દિગ્વિજય કરતા તેમણે જોયું શુદ્રના રૂપમાં કળિયુગ રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદના જોડાને ઠોકરોથી મારી રહ્યો હતો,ત્યારે તેમણે તેને બળપૂર્વક પકડીને દંડ આપ્યો.
સુતજીએ કહ્યું- જે સમયે રાજા પરીક્ષિત કુરુજાંગલ દેશમાં સમ્રાટના રૂપમાં નિવાસ કરી રહ્યા હતા,તે વખતે તેમણે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કળિયુગ પ્રેવેશી ગયો છે.તે સમાચારથી તેમને દુઃખ જરૂર થયું,પણ એવું વિચારીને કે યુદ્ધ કરવાનો સમય હાથ લાગ્યો,તે એટલા દુઃખી ન થયા.તેના પછી યુદ્ધવીર પરીક્ષિતે ધનુષ્ય હાથમાં લઇ લીધું.કાળા રંગના ઘોડાઓથી જોડાયેલો,સિંહની ધજાવાળો સુસજ્જિત રથપર ચઢીને દિગ્વિજય કરવા માટે નગરથી બહાર નીકળી પડ્યા.તે સમયે રથ,હાથી ,ઘોડા અને પેડલ સેનાઓ તેની સાથે સાથે ચાલી રહી હતી.તેમને ભદ્રાશ્વ ,કેતુમાલ,ભારત, ઉત્તરકુરુ અને કિમ્પુરુષ વગેરે બધા વર્ષોને જીતીને
ત્યાંના રાજાઓ પાસેથી ભેટ લીધી.તેમને તે દેશોમાં બધે જ તેમના પૂર્વજ મહાત્માઓનો સુયશ સાંભળવા મળ્યો.તે યશોગાનથી ભગવાન શ્રી કૃષ્ણનો પગલે પગલે મહિમા પ્રગટ થતો હતી,તેની સાથે તેમને તે પણ સાંભળવા મળતું હતું કે ભગવાન શ્રી કૃષ્ણે અશ્વથમાંના બ્રહ્માસ્ત્રની જવાળાઓથી કેવી રીતે રક્ષા કરી હતી,યદુવંશી અને પાંડવોમાં એકબીજામાં કેટલો પ્રેમ હતો તથા પાંડવોની ભગવાન શ્રી કૃષ્ણમાં કેટલી ભક્તિ હતી.જે લોકો તેમને તે ચરિત્ર સંભળાવતા,તેમના પર મહામના રાજા પરીક્ષિત ખુબ જ પ્રસન્ન થતા,તેમના નેત્રો પ્રેમથી ખીલી ઉઠતા.તે ઘણી ઉદારતાથી તેમને અમૂલ્ય વસ્ત્ર અને મણીયોના હાર ભેટમાં આપતા.તે સાંભળતા કે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમવશ થઈને પાંડવોનું સારથિનું કામ કર્યું તેમના સભાસદ બન્યા-એટલે સુધી કે તેમના મનના અનુસાર કામ કરીને તેમની સેવા પણ કરી.તેમના સખા તો હતા જ,દૂત પણ બન્યા.તે રાત્રે શસ્ત્ર લઈને વીરાસન ઉપર બેસી જતા અને પડાવનો પહેરો ભરતા, તેમની પાછળ પાછળ ચાલતા, પ્રાર્થના કરતા તથા પ્રણામ કરતા.એટલું જ નહિ પોતાના પ્રેમી પાંડવોના ચરણોમાં આખા જગતને નમાવી દીધું,ત્યારે પરીક્ષિતની ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોમાં ખુબ જ વધી જતી.તે રીતે તે દિવસે દિવસે પાંડવોના આચરણનું અનુશરણ કરીને દિગ્વિજય કરી રહ્યા હતા.તે દિવસોમાં તેમના પડાવમાં થોડે જ દૂર એક આશ્ચર્યજનક ઘટના બની.તે હું તમને સંભળાવું છું. ધર્મ બળદનું રૂપ ધારણ કરીને એક પગ ઉપર ફર્યા કરતો હતો.એક જગ્યાએ તેને ગાયના રૂપમાં પૃથ્વી મળી.પુત્રના મૃત્યુથી દુઃખિત માતાની માફક તેની આંખોમાંથી આંસુઓ ના ઝરણાં વહી રહ્યા હતા.તેનું શરીર શ્રીહીન થઇ ગયું હતું.ધર્મ પૃથ્વીને પૂછવા લાગ્યો.
ધર્મે કહ્યું- કલ્યાણી ! કુશળ તો છે ને ?તારું મોઢું ક્યાંક ક્યાંક બગડી રહ્યું છે.તું શ્રીહીન થઇ રહી છે,લાગે છે કે તારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક દુઃખ જરૂર છે.શું તારો કોઈ સબંધી દેશાવર જતો રહ્યો છે,જેના માટે તું આટલી ચિંતા કરી રહી છે ? ક્યાંક તું મારી તો ચિંતા નથી કરતીને કે હવે આના ત્રણ પગ તૂટી ગયા,એક જ પગ રહી ગયો છે ? સંભવ છે કદાચ તું તારા માટે શોક કરી રહી છે કે હવે શુદ્ર તારા પર શાસન કરશે.તને આ દેવતાઓ માટે પણ દુઃખ થઈ શકે છે,જેમને હવે યજ્ઞોમાં આહુતિ નથી અપાતી,અથવા તે પ્રજા માટે પણ જે વરસાદ ન હોવાને કારણે અકાળ અને દુર્ભિક્ષ થી પીડાઈ રહી છે.દેવી ! શું તું રાક્ષસ જેવા મનુષ્યોના દ્વારા સતાઇ રહેલી અરક્ષિત સ્ત્રીઓ અને આર્તબાળકો માટે શોક કરી રહી હોય ? સંભવ છે વિદ્યા હવે કુકર્મી બ્રાહ્મણોના ચુંગાલમાં પડી ગઈ છે અને બ્રાહ્મણો વિપ્રઃદ્રોહી રાજાઓની સેવા કરવા લાગ્યા છે અને તેનું તને દુઃખ હોય.આજના નામ માત્રના રાજા તો સોળ આને કળિયુગી થઇ ગયા છે જેમણે મોટા મોટા દેશોને પણ ઉઝાડી નાખ્યા છે.શું તું તે રાજાઓ કે દેશો માટે શોક કરી રહી છો ? આજની જનતા ખાન-પાન વસ્ત્ર,સ્નાન અને સ્ત્રી- સહવાસ વગેરેમાં પાલન કર્યા વગર સ્વેચ્છાચાર કરી રહી છે શું તેના માટે તું દુઃખી છે ?
માં પૃથ્વી ! હવે સમજમાં આવ્યું,હોય શકે તને ભગવાન શ્રી કૃષ્ણની યાદ આવી રહી હોય,કેમકે તેમને તારો ભાર ઉતારવા માટે જ અવતાર લીધો હતો અને એવી લીલાઓ કરી હતી જે મોક્ષનું પણ અવલંબન છે. હવે તેમની લીલાઓ સ્મરણ થતા તેમના પરિત્યાગથી તું દુઃખી થઇ રહી હોય.દેવી ! તું તો ધન અને રત્નોની ખાણ છો તું તારા કલેશનું કારણ જેનાથી તું આટલી દુર્બળ થઇ ગઈ છે,મને બતલાવ.માલુમ પડે છે,મોટા મોટા બળવાનોને પણ હરાવી દેનારા કાળે દેવતાઓ દ્વારા વંદનીય તારા સૌભાગ્યને છીનવી લીધું છે.
પૃથ્વીએ કહ્યું-ધર્મ ! તું મને જે કઈ પૂછી રહ્યો છે તે તું બધું જ જાણે છે.જે ભગવાનના સહારે તું આખા સંસારને સુખ આપનારા તારા ચારે પગોથી યુક્ત હતો,જેમાંસત્ય,પવિત્રતા,દયા,ક્ષમા,ત્યાગ,સંતોષ,સરળતા
,શમ,દમ,તપ,સમતા,તિતિક્ષા,ઉપરતિ,,શાસ્ત્રવિચાર,જ્ઞાન,વૈરાગ્ય,એશ્વર્ય,વીરતા,તેજ,બળ,સ્મૃતિ,સ્વતંત્રતા,
કૌશલ,ક્રાંતિ,ધૈર્ય,કોમળતા,નિર્ભિકતા,વિનય,શીલ,સાહસ, ઉત્સાહ,સૌભાગ્ય,ગંભીરતા, સ્થિરતા,આસ્તિકતા,
કીર્તિ,ગૌરવ અને નિરહંકારતા-તે ઓગણચાલીસ અપ્રાકૃત ગુણો તથા મહત્વાકાંક્ષી પૂરુષો દ્વારા વાંચ્છનીય (શરણાગતવત્સલતા વગેરે)અને જે ઘણા બધા મહાન ગુણો તેમની સેવા કરવા માટે નિત્ય નિરંતર વસે છે.એક ક્ષણ માટે પણ તેમનાથી અલગ નથી પડતા- તે બધાજ ગુણોને આશ્રયે સૌંદર્યધામ ભગવાન શ્રી કૃષ્ણે આ સમયે આ લોકથી પોતાની લીલા ખેંચી લીધી અને આ સંસાર પાપમય કળિયુગની કુદ્રષ્ટીનો શિકાર થઇ ગયો.તે જોઈને જ મને ઘણું દુઃખ થઇ રહ્યું છે.આપણા માટે દેવતાઓમાં શ્રેષ્ઠ તારા માટે,દેવતા,પિતર,ઋષિ,સાધુ અને બધી જાતિ તથા આશ્રમોના મનુષ્યો માટે હું ઘણી જ શોકમય થઇ રહી છું.જેમનો કૃપા કટાક્ષ મેળવવા માટે બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનના શરણાગત થઈને ઘણાજ દિવસો સુધી તપસ્યા કરતા રહ્યા ,તેજ લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન કમલવનનો પરિત્યાગ કરીને ઘણા પ્રેમથી જેમના ચરણકમળોની સુભગ છત્રછાયા નું સેવન કરે છે,તેજ ભગવાનના કમલ,વ્રજર, અંકુશ,ધજા વગેરે ચિન્હોવાળા શ્રીચરણોથી વિભૂષિત થવાને કારણે
મને ખુબ જ વૈભવ મળ્યો હતો અને મારી ત્રણે લોકોથી વધારે શોભા થઇ હતી,પરંતુ મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો ! ભગવાને મને અભાગણીને છોડી દીધી ! એવું લાગે છે મને મારા સૌભાગ્ય ઉપર ગર્વ થઇ ગયો હતો,એટલા માટે તેમણે મને આ સજા આપી છે.
તું તારા ત્રણ પગ ઓછા થઇ જવાથી મનમાં ને મનમાં ક્રોધિત થતો હતો એટલે તારી જાતે તારે પોતાનામાં ફરીથી બધા અંગોથી પૂર્ણ એટલે સ્વસ્થ કરી દેવાના હતા અત્યંત રમણીય શ્યામસુંદર વિગ્રહથી યદુવંશમાં પ્રગટ થયા અને મારા મોટા ભારે ભારને ,જે અસૂરવંશી રાજાઓની સેંકડો અક્ષૌહણીયોના રૂપમાં હતો તેનો નાશ કરી નાખ્યો.કેમકે તે પરમ સ્વતંત્ર હતા.જેમણે તેમનું પ્રેમભર્યું ચિત્તવન,મનોહર હાસ્ય અને મીઠી મીઠી વાતો થી સત્યભામા વગેરે મધુર માનીતીના માનની સાથે ધૈર્યને પણ છીનવી લીધું હતું અને જેમના ચરણકમલોના સ્પર્શથી હું સદાય આનંદથી પુલકિત રહેતી હતી,તે પુરુસોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ કોણ સહન કરી શકે છે.
ધર્મ અને પૃથ્વી આવી રીતે અંદરોદર વાતચીત કરી જ રહ્યા હતા કે તે વખતે રાજર્ષિ પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના કિનારા ઉપર આવી પહોંચ્યા.
મહારાજ પરીક્ષિત દ્વારા કળિયુગનું દમન
સુતજી કહે છે - શૌનકજી ! ત્યાં આવીને રાજા પરીક્ષિતે જોયું એક રાજવેશધારી શુદ્ર હાથમાં દંડો લઈને ગાય અને બળદના એક જોડાને એવી રીતે મારી રહ્યો હતો જેમકે તેનો કોઈ માલીક જ ન હોય.તે કમલ તંતુ જેવો સફેદ રંગનો બળદ એક પગ ઉપર ઉભો ધ્રુજી રહ્યો હતો,તથા શુદ્રની ત્રાડથી પીડાઈ અને ભયભીત થઈને મૂત્ર કરી રહ્યો હતો.
ધર્મપયોગી દૂધ,ઘી વગેરે હવિષ્ય પદાર્થોને આપનારી તે ગાય પણ વારંવાર શુદ્રના પગોની ઠોકરો ખાઈને ખુબ જ ગરીબ થઇ ગઈ હતી.એક તો તે જાતે જ દુબળી પતલી હતી,બીજું તેનું વાછરડું પણ તેની પાસે ન હતું.તેને ખુબ જ ભૂખ લાગેલી હતી અને તેની આંખોથી આંસુઓ વહી રહ્યા હતા.સુવર્ણજડિત રથ પર ચઢેલા રાજા પરીક્ષિતે પોતાના ધનુષ્ય ચઢાવીને મેઘના જેવી ગંભીર વાણીથી તેને લલકાર્યો.અરે ! તું કોણ છે જો બળવાન હોવા છતાં મારા રાજ્યના આ નબળા પ્રાણીઓને બળપૂર્વક મારી રહ્યો છે ?તે નટની માફક વેશ તો રાજાનો બનાવ્યો છે પણ કર્મથી તું શુદ્ર જણાય છે.અમારા દાદા અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણનું પરમધામ પધારી જવાથી આવી રીતે નિર્જન સ્થાનમાં નિરપરાધીઓ પર પ્રહાર કરનારો તું અપરાધી છે એટલે વધ માટે યોગ્ય છે .
તેમણે ધર્મને પૂછ્યું -કમળનાળના જેવો તમારો સફેદ રંગ છે.ત્રણ પગ ન હોવા છતાં તું એક જ પગથી હરી
ફરી શકે છે. તે જોઈને મને ખુબ જ દુઃખ થાય છે.બતાવો,શું તમે બળદના રૂપમાં કોઈ દેવતા છો? અત્યારે આ ભૂમંડળ કુરુવંશી નરપતિઓના બાહુબળથી સુરક્ષિત છે.તેમાં તારા સિવાય બીજા કોઈ પણ પ્રાણીની આંખોમાંથી શોકના આંસુઓ વહેતા મેં નથી જોયા.ધેનુપુત્ર !હવે તમે શોક ન કરશો.આ શૂદ્રથી નિર્ભય થઇ જાવ.ગૌમાતા ! હું દુષ્ટોને દંડ આપવાનો છું.હવે તમે રડશો નહિ,તમારું કલ્યાણ થાય.દેવી ! જે રાજાના રાજ્યમાં દુષ્ટોના ઉપદ્રવથી આખી પ્રજા હેરાન થતી હોય તેવા મતવાલા રાજાની કીર્તિ,ઉમર, એશ્વર્ય અને પરલોક નષ્ટ થઇ જાય છે.રાજાઓનો પરમ ધર્મ એ છે કે તે દુઃખીઓનું દુઃખ દૂર કરે.આ મોટો દુષ્ટ અને પ્રાણીઓને દુઃખ પહોચાડનારો છે એટલે હું અત્યારેજ તેને મારી નાખીશ સુરભિનન્દન ! તમે તો ચાર પગવાળા જીવ છો.તમારા ત્રણ પગો કોણે કાપી નાખ્યા ? શ્રી કૃષ્ણના અનુયાયી રાજાઓના રાજ્યમાં ક્યારે કોઈ પણ તારી માફક દુઃખી ન હોય.
વૃષભ ! તમારું કલ્યાણ થાવ.બતાવો,આપ જેવા નિરપરાધ સાધુઓનું અંગભંગ કરીને કયા દુષ્ટે પાંડવોની કીર્તિમાં કલંક લગાડ્યું છે ? જે કોઈ નિરપરાધ પ્રાણીને સતાવે છે,તેને,ચાહે તે ક્યાંય પણ રહે,મારો ભય તો જરૂરથી હશે.દુષ્ટોનું દમન કરવાથી સાધુઓનું કલ્યાણ જ થાય છે.જે ઉદબંગ વ્યક્તિ નિરપરાધ પ્રાણીને દુઃખ આપે છે તે પછી સાક્ષાત દેવતા પણ કેમ ન હોય ,હું તેની બાજુબંધથી વિભૂષિત ભુજાઓને કાપી કાઢીશ.આપત્તિકાળ વગર મર્યાદાનું ઉલ્લંઘન કરનારને શાસ્ત્રાનુસાર દંડ આપતા પોતાના ધર્મમાં સ્થિર લોકોનું પાલન કરવું રાજાઓનો પરમ ધર્મ છે.
ધર્મે કહ્યું- રાજન ! તમો મહારાજ પાંડુના વંશજ છો.તમારું આવી રીતે દુઃખીઓને આશ્વાસન આપવું તમારા માટે યોગ્ય જ છે,કેમકે તમારા પૂર્વજોના શ્રેષ્ઠ ગુણોંએ ભગવાન શ્રી કૃષ્ણને તેમના સારથી અને દૂત વગેરે બનાવ્યા હતા.
નરેન્દ્ર ! શાસ્ત્રોના જુદા જુદા વચનોથી મોહિત થવાના કારણે અમે તે પુરુષને નથી જાણતા,જેનાથી કલેશોના કારણ ઉભા થાય છે.જે લોકો કોઈ પણ પ્રકારના દ્વૈતને સ્વીકાર નથી કરતા,તે પોતાને જ પોતાના દુઃખનું કારણ બતાવે છે.
કોઈ નસીબને કારણ બતાવે છે,તો કોઈ કર્મને.કોઈ લોક સ્વભાવને તો કોઈ ઈશ્વરને દુઃખનું કારણ માને છે.કોઈ કોઈ નો તો એવો પણ નિશ્ચય છે કે દુઃખનું કારણ ના તો તર્કના દ્વારા જાણી શકાય છે કે ના તો વાણીના દ્વારા બતાવી શકાય છે.રાજર્ષિ ! હવે તેમાં કયો મત બરાબર છે તે તમો તમારી બુદ્ધિથી જ વિચારી લો.
સુતજી કહે છે -ઋષિ શ્રેષ્ઠ શૌનકજી! ધર્મનું આ પ્રવચન સાંભળીને સમ્રાટ પરીક્ષિત બહુ જ પ્રસન્ન થયા,તેમનો ખેદ મતી ગયો. તેમણે શાંત ચિત્ત થઈને તેને કહ્યું.
પરીક્ષિતે કહ્યું- ધર્મનો તત્વ જાણનારા વૃષભદેવ ! તમો ધર્મનો ઉપદેશ કરી રહ્યા છો.જરૂર તમો વૃષભના રૂપમાં જાતે ધર્મ છો.( તમે તમારું પોતાને દુઃખ આપનારું નામ એટલા માટે નથી બતાવ્યું કે ) અધર્મ કરનારાઓ જે નર્ક વગેરે મળે છે તે જ ચુગલી કરનારને પણ મળે છે.અથવા એ સિદ્ધાંત નક્કી છે કે પ્રાણીઓના મન અને વાણીથી પરમેશ્વરની માયાના સ્વરૂપનું નિરૂપણ નથી કરી શકાતું.ધર્મદેવ ! સતયુગમાં તમારા ચાર પગ હતા- તપ,પવિત્રતા,દયા અને સત્ય.આ સમયે અધર્મના અંશ ગર્વ,આસક્તિ અને અભિમાનથી ત્રણ પગો નાશ પામ્યા છે.હવે તમારો ચોથો પગ ફક્ત સત્ય બચી ગયો છે.તેના બળ ઉપર તમે જીવી રહ્યા છો.અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મ રૂપી કળિયુગ તેને પણ ગળી જવા માંગે છે.આ ગાયમાતા સાક્ષાત પૃથ્વી છે.ભગવાને તેનો ભારે બોઝ ઉતારી નાખ્યો હતો અને તે તેમના રાશિ રાશિ સુંદરતા વિખેરનારા ચરણચિન્હોથી બધે જ ઉત્સવમયી થઇ ગઈ હતી.હવે તે તેમનાથી વિસરાઈ ગઈ છે.તે સાધ્વી અભાગરણની માફક આંખોમાં આંસુ વહાવીને એ ચિંતા કરી રહી છે કે હવે રાજાનો સ્વાંગ સજીને બ્રાહ્મણદ્રોહી શુદ્ર મને ભોગવશે.
મહારથી પરીક્ષિતે આવી રીતે ધર્મ અને પૃથ્વીને શાંત્વના આપી.પછી તેમણે અધર્મના કારણરૂપ કલિયુગને મારવા માટે તીક્ષણ તલવાર ઉઠાવી.કળિયુગ ધ્રુજી ઉઠ્યો કે હવે આ તો મને મારી નાખવા જ માંગે છે,એટલે ઝડપથી તેણે તેના રાજચિહ્નો ઉતારી નાખ્યા અને ભયભીત થઈને તેના ચરણોમાં તેનું માથું રાખી દીધું.પરીક્ષિત ઘણા યશસ્વી ગરીબોનાબેલી અને શરણાગત રક્ષક હતા.તેમણે જયારે કલિયુગને તેમના પગમાં પડતો જોયો તો દયા કરી અને તેને માર્યો નહિ,પણ હસતા હસતા તેમણે કહ્યું.
પરીક્ષિત બોલ્યા - જયારે તું હાથ જોડીને શરણમાં આવી ગયો,ત્યારે અર્જુનના યશસ્વી વંશમાં ઉત્પન્ન થયેલા કોઈ પણ વીરથી તને કોઈ ભય નથી,પરંતુ તું અધર્મનો સહાયક છે ,એટલે તારે મારા રાજ્યમાં બિલકુલ રહેવું ન જોઈએ.
તારા રાજાઓના શરીરમાં રહેવાથી જ લોભ,ઝૂઠ,ચોરી,દુષ્ટતા,સર્વધર્મત્યાગ,દરિદ્રતા,કપટ,કજિયો,દંભ અને બીજા પાપો વધે છે.એટલે અધર્મના સાથી ! આ બ્રહ્માવર્તમાં તું એક ક્ષણ માટે પણ ન રહેતો,કેમકે આ ધર્મ અને સત્યનું નિવાસસ્થાન છે.આ ક્ષેત્રમાં યજ્ઞવિધિને જાણનારા મહાત્મા યજ્ઞો દ્વારા યજ્ઞપુરુષ ભગવાનની આરાધના કરતા હોય છે.આ દેશમાં ભગવાન શ્રી હરિ યજ્ઞોના રૂપમાં નિવાસ કરે છે.યજ્ઞો દ્વારા તેમની પુંજા થાય છે અને તેઓ યજ્ઞ કરનારાઓનું કલ્યાણ કરે છે.તેઓ સર્વાત્મા ભગવાન વાયુની માફક બધાજ ચરાચર જીવોની અંદર અને બહાર એકરસથી સ્થિર રહીને તેમની ઈચ્છાઓ પુરી કરે છે.
સુતજી કહે છે - પરીક્ષિતની આ આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રુજી ગયો.યમરાજાની માફક મારવાને તૈયાર હાથમાં તલવાર લીધેલ પરીક્ષિતને તેણે કહ્યું.
કલીએ કહ્યું- સાર્વભૌમ ! તમારી આજ્ઞાથી હું જ્યા પણ રહેવાનો વિચાર કરું છું ત્યાં હું જોઉં છું કે તમો ધનુષ્ય પર બાણ ચઢાવીને ઉભા છો.ધાર્મિક શિરોમણી ! તમો મને તે સ્થાન બતાવો ,જ્યા હું તમારી આજ્ઞાનું પાલન કરીને સ્થિર થઈને રહી શકું .
સુતજી કહે છે -કલિયુગની પ્રાથના સ્વીકારીને રાજા પરીક્ષિતે તેને ચાર સ્થાન આપ્યા -જુગાર,દારૂ,સ્ત્રીસંગ અને હિંસા. આ સ્થાનોમાં ક્રમથી અસત્ય,મદ,આસક્તિ અને નિર્દયતા-આ ચાર પ્રકારના અધર્મ નિવાસ કરે છે.તેણે બીજા પણ સ્થાન માંગ્યા.ત્યારે સમર્થ પરીક્ષિતે તેને રહેવા માટે એક વધારે સ્થાન - સોનુ (ધન)- આપ્યું .એવી રીતે કળિયુગના પાંચ સ્થાન થઇ ગયા- જૂઠ,મદ,કામ,વેર અને રજોગુણ.પરીક્ષિતે આપેલા આ પાંચ સ્થાનોમાં અધર્મનું મૂળ કારણ કલી તેમની આજ્ઞાઓનું પાલન કરીને રહેવા લાગ્યો.એટલે આત્મકલ્યાણકામી પુરુષે આ પાંચ સ્થાનોનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.ધાર્મિક રાજા,પ્રજા વર્ગના લૌકિક નેતા અને ધર્મોપદેષ્ટા ગુરુઓએ તો ઘણી જ સાવધાનીથી તેનો ત્યાગ કરવો જોઈયે.રાજા પરીક્ષિતે તેના પછી વૃષભ રૂપ ધર્મના ત્રણ પગો -તપસ્યા,શૌચ અને દયા જોડી દીધા અને અને આશ્વાસન આપીને પૃથ્વીનું સંવર્ધન કર્યું.તે જ મહારાજા પરીક્ષિત આ સમયે પોતાના રાજસિંહાસન ઉપર,જેને તેમના પિતામહ મહારાજા યુધિષ્ઠિરે વનમાં જતી વખતે તેમને આપ્યું હતું,બેઠેલા હતા.તે પરમ યશસ્વી સૌભાગ્યભાજન ચક્રવર્તી સમ્રાટ રાજર્ષિ પરીક્ષિત આ સમયે હસ્તિનાપુરમાં કૌરવકુળની રાજ્યલક્ષ્મીથી શોભાયમાન છે.અભિમન્યુંનંદન રાજા પરીક્ષિત હકીકતમાં એવા જ પ્રભાવશાળી છે,જેમના શાસનકાળમાં તમે લોકો આ દીર્ઘકાલના યજ્ઞને માટે દીક્ષિત થયા છો.( ૪૩ થી ૪૫ સુધીના શ્લોકોમાં મહારાજ પરીક્ષિતનનું વર્તમાન જેવું વર્ણન કર્યું છે.આ પાણીની સૂત્રના પ્રમાણે વર્તમાનના નિકટના ભૂત અને ભવિષ્ય માટે પણ વર્તમાનનો પ્રયોગ કરી શકાય છે.જગદ્ગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજને પોતાની ટીકામાં લખ્યું છે કે કદાચ પરીક્ષિતનું મૃત્યુ થઇ ગયું હતું છતાંપણ તેની કીર્તિ અને પ્રભાવ વર્તમાન જેવો જ વિદયમાંન હતો.તેની તરફ અત્યંત શ્રદ્ધા ઉત્ત્પન્ન કરવા માટે તેનું દુરપણું અહીં મિટાવી દીધું છે.તેને ભગવાનનું સાધુત્વ પ્રાપ્ત થઇ ગયું હતું,એટલા માટે પણ સુતજીને તેમની સમક્ષ જ દેખાઈ રહ્યા છે.ન ફક્ત તેમને જ પણ બધાને એ વાતની પ્રતીતિ થઇ રહી છે. જન્મેજયના રૂપમાં પણ તે જ રાજસિંહાસન ઉપર બેઠેલા છે.આ બધા કારણોથી વર્તમાનના રૂપમાં તેનું વર્ણન પણ કથાના રસને પુષ્ટ જ કરે છે.)
રાજા પરીક્ષિતને શૃંગી ઋષિનો શ્રાપ
સુતજી કહે છે -અદભુત કર્મ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિત પોતાની માતાના ઉદરમાં આશ્વાસ્થામાંના બ્રહ્માસ્ત્રથી દાજી જવાથી પણ મર્યા ન હતા.જે સમયે બ્રાહ્મણના શ્રાપથી તેમને દંશ દેવા તક્ષક આવ્યો,તે સમયે પ્રાણનો નાશ થવાના મહાન ભયથી પણ ભયભીત ન થયા કેમકે તેમને તેમનું મન ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું.તેમને બધાની આશા છોડી દીધી,ગંગા કિનારે જઈને શ્રી શુકદેવજી પાસે ઉપદેશ લીધો અને તેવી રીતે ભગવાનના સ્વરૂપને જાણીને પોતાનું શરીર ને છોડી દીધું.જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની લીલાની કથા કહેતા રહે છે,તે કથામૃતનું પાન કરતા રહે છે અને તે બંને સાધનો દ્વારા તેમના ચરણકમળોનું સ્મરણ કરતા રહે છે,તેમને અંત સમયમાં પણ મોહ નથી થતો. જ્યાં સુધી અભિમન્યુ નંદન મહારાજ પરીક્ષિત સમ્રાટ રહ્યા ત્યાં સુધી ચારે બાજુ છવાયેલા કળિયુગનો કોઈ પ્રભાવ ન પડ્યો.એમ તો જે દિવસે જે ક્ષણ શ્રી કૃષ્ણે પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે જ સમયે પૃથ્વીમાં અધર્મનું મૂળ કારણ કળિયુગ આવી ગયો હતો.
ભમ્રણજેવા સારગ્રહી સમ્રાટ પરિક્ષિત કલિયુગથી કોઈ દ્વેષ રાખતા નહોતા,કેમકે તેનામાં એક ઘણો મોટો ગુણ છે કે પુણ્યકર્મ ફક્ત સંકલ્પમાત્રથી ફળીભૂત થઇ જાય છે,પરંતુ પાપકર્મ નું ફળ શરીરથી કરવાથીજ મળે છે સંકલ્પમાત્રથી નહિ.તે ભેડિયાની માફક બાળકો માટે શૂરવીર અને ધીરવીર પુરુષો માટે મોટો મિત્ર છે.તે પ્રમાદી મનુષ્યોને પોતાના વશમાં કરવા માટે જ કાયમ સાવધાન રહે છે.શૌનકાદિ ઋષિયો ! તમને લોકોને મેં ભગવાનની કથાથી યુક્ત રાજા પરીક્ષિતનું પવિત્ર ચારિત્ર્ય સંભળાવ્યું,તમે લોકોએ એ જ પૂછ્યું હતું.ભગવાન શ્રી કૃષ્ણ ભજન કરવા યોગ્ય ઘણી બધી લીલાઓ કરે છે.એટલા માટે તેમના ગુણ અને લીલાઓ માટે સબંધ રાખનારી જેટલી પણ કથાઓ છે કલ્યાણકામી પુરુષોએ તે સર્વેનું સેવન કરવું જોઈએ.
ઋષિયોએ કહ્યું -સૌમ્યસ્વભાવ સુતજી ! તમો યુગે યુગ જીવો કેમકે મૃત્યુના પ્રવાહમાં પડેલા અમે લોકોને તમો ભગવાન શ્રી કૃષ્ણની અમૃતમયી ઉજ્જવળ કીર્તિનું શ્રવણ કરાવો છો.યજ્ઞ કરતા કરતા તેના ધુમાડાથી અમારા લોકોનું શરીર ધૂમિલ થઇ ગયું છે.છતાંપણ આ કર્મનો કોઈ વિશ્વાસ નથી.અહીં તમો તો વર્તમાનમાં જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોનું માદક અને મધુર મધ પીવડાવીને અમને તૃપ્ત કરી રહ્યા છો.ભગવતપ્રેમી ભક્તોના થોડાસા સત્સંગથી સ્વર્ગ અથવા મોક્ષ ની પણ તુલના નથી કરી શકાતી,પછી મનુષ્યોના તુચ્છ ભોગો ની તો વાત જ શું હોય.એવો કયો રસ મર્મજ્ઞ હશે,જે મહાપુરુષોના એકમાત્ર જીવન સર્વસ્વ શ્રી કૃષ્ણની લીલા કથાઓથી તૃપ્ત થઇ જાય..? બધા જ પ્રકૃતિના ગુણોથી અતીત ભગવાનના અચિંત્ય અનંત કલ્યાણમય ગુણગાનનો પાર તો બ્રહ્મા શંકર વગેરે મોટા મોટા યોગેશ્વર પણ નથી મેળવી શક્યાં.
વિદ્વાન ! તમો ભગવાનને જ તમારો ધ્રુવતારો માનો છો.એટલા માટે તમો સત્પુરુષોના એકમાત્ર આશ્રય ભગવાનના ઉદ્ધાર અને વિશુદ્ધ ચરિત્રનું અમને શ્રોતાઓ માટે વિસ્તારથી વર્ણન કરો.ભગવાનના પરમ
પ્રેમી મહાબુદ્ધિ પરીક્ષિતે શ્રી શુકદેવજીએ ઉપદેશ કરેલા જે જ્ઞાનથી મોક્ષસ્વરૂપ ભગવાનના
ચરણકમળોને મેળવ્યા,તમો કૃપા કરીને તે જ્ઞાન અને પરીક્ષિતના પરમ પવિત્ર ઉપાખ્યાન નું વર્ણન કરો,કેમકે તેમાં કોઈ વાત છુપાવીને કહેવામાં નહિ આવી હોય અને ભગવતપ્રેમની અદભુત યોગનિષ્ઠાનું નિરૂપણ કર્યું હશે.તેમાં પગલે પગલે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન થયું હશે ભગવાનના પ્યારા ભક્તોને તેવા પ્રસંગો સાંભળવાનું ઘણું ગમે છે.
સુતજી કહે છે - અહો !વિલોભ(ઉચ્ચ વર્ણની માતા અને નીચા વર્ણના પિતાથી ઉત્પન્ન સંતાન ને ‘વિલોમજ’ કહેવાય છે.સુત જાતિની ઉત્ત્પત્તિ આવી રીતે બ્રાહ્મણી માતા અને ક્ષત્રિય પિતાના દ્વારા થવાથી તેને શાસ્ત્રોમાં વિલોભ જાતિ માનવામાં આવી છે.) જાતિમાં ઉત્તપન્ન થવાથી પણ મહાત્માઓની કરવાને કારણે આજે અમારો જન્મ સફળ થઇ ગયો.કેમકે મહાપુરુષોની સાથે વાતચીત કરવા માત્રથી જ નીચ કુળમાં ઉત્તપન્ન થવાની મનોવ્યથા તરત જ દૂર થઇ જાય છે.પછી તે લોકોની તો વાત જ શું ,જે સત્પુરુષો ના એકમાત્ર આશ્રય ભગવાનનું નામ લે છે.ભગવાનની શક્તિ અનંત છે.તે પોતે અનંત છે.હકીકતમાં તેમના ગુણોની અનંતાને કારણે જ તેમને અનંત કહ્યા છે. ભગવાનના ગુણોની સમતા જયારે કોઈ કરી શકતી નથી,તો તેમનાથી વધીને કોઈ હોય જ કેવી રીતે શકે.તેમના ગુણોની એ વિશેષતા સમજાવવા માટે એટલું જ કહેવું જરૂરી છે કે લક્ષ્મીજી પોતાનાને મેળવવા માટેની ઈચ્છાથી પ્રાર્થના કરનારા બ્રહ્માદિ વગેરે દેવતાઓને છોડીને ભગવાનના ન ચાહવા છતાં પણ તેમના ચરણકમળોની રજનું જ સેવન કરે છે.બ્રહ્માજીને ભગવાનના ચરણોના પ્રક્ષાલન કરવા માટે જે પાણી આપ્યું હતું,તે જ તેમના ચરણના નખોથી નીકળીને ગંગાજીના રૂપમાં વહેવા લાગ્યા.તે પાણી મહાદેવજી સાથે આખા જગતને પવિત્ર કરે છે.આવી અવસ્થામાં ત્રિભુવનમાં શ્રી કૃષ્ણના અતિરિક્ત ‘ભગવાન’ શબ્દનો બીજો કયો અર્થ હોય શકે છે.જેમના પ્રેમને પ્રાપ્ત કરીને ધીર પુરુષ કોઈ પણ હીચકાટ વગર દેહ ગેહ વગરેની દ્રઢ આસક્તિને છોડી દે છે.અને તે અંતિમ પરમહંસ આશ્રમને સ્વીકારે છે જેનામાં કોઈને દુઃખ ન પહોંચાડવું અને બધી બાજુથી ઉપશાંત થઇ જવામાં જ સ્વધર્મ હોય છે.સૂર્યના જેવા પ્રકાશમાન મહાત્માઓ ! તમે લોકોએ મને જે કઈ પૂછ્યું છે,તે હું મારી સમજ પ્રમાણે સંભળાવું છું.જેમ પક્ષીઓ આકાશમાં પોતાની શક્તિ પ્રમાણે ઉડે છે,તેમ જ વિદ્વાન લોકો પોત પોતાની બુદ્ધિના અનુસાર જ શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરે છે.
એક દિવસ રાજા પરીક્ષિત ધનુષ લઈને વનમાં શિકાર ખેલવા ગયા હતા.હરણાની પાછળ દોડતા દોડતા તેઓ થાકી ગયા અને તેમને ખુબ જોરથી ભૂખ અને તરસ લાગી.જયારે ક્યાંય તેમને કોઈ જળાશય ન મળ્યું,ત્યારે તે પાસેના એક ઋષિના આશ્રમમાં ઘુસી ગયા.તેમણે જોયું કે ત્યાં આંખો બંધ કરીને શાંત ભાવથી એક મુનિ આસનપર બેઠા હતા.ઇન્દ્રિયો,પ્રાણ,મન અને બુદ્ધિના નિરુદ્ધ થઇ જવાથી તે સંસારથી ઉપર જતા રહ્યા હતા.જાગ્રત,સ્વપ્ન,સુષુપ્તિ - ત્રણેય અવસ્થાઓથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ તુરીય પદમાં તેઓ સ્થિર હતા.તેમનું શરીર વિખરાયેલી જટાઓંથી અને કૃષ્ણ મૃગચર્મથી ઢંકાયેલું હતું.રાજા પરીક્ષિતે એવીજ અવસ્થામાં તેની પાસે પાણી માંગ્યું,કેમકે તરસથી તેનું ગળુ સુકાઈ રહ્યું હતું.જયારે રાજાને ત્યાં બેસવા માટે ઘાસનું કોઈ આસન પણ ન મળ્યું,કોઈએ તેને જમીન પર બેસવા પણ ન કહ્યું -અર્ઘય અને આદરભરી મીઠી વાતો તો ક્યાંથી મળે-ત્યારે પોતાને અપમાનિત જેવો માનીને તે ક્રોધને વશ થઇ ગયો.
શૌનકજી ! તે ભૂખ તરસથી છટપટી રહ્યા હતા એટલા માટે એકાએક તેમને બ્રાહ્મણ માટે ઈર્ષયા અને ક્રોધ થઇ ગયો.તેના જીવનમાં આવી રીતનો આ પહેલો જ પ્રસંગ હતો.ત્યાંથી પાછા આવતા તેમણે ક્રોધમાં ધનુષની નોકથી એક મરેલો સાપ ઉચકી ઋષિના ગળામાં નાખીને તે પોતાની રાજધાનીમાં જતા રહ્યા.તેના મનમાં એ વાત આવી કે એણે જે એની આંખો બંધ કરી રાખી છે,તો શું તેણે ખરેખર પોતાની બધીજ ઇંદ્રિયોની ક્રિયા નો નિરોધ કરી લીધો છે અથવા આ રાજાઓ સાથે અમારું શું પ્રયોજન છે એમ વિચારીને તે જુઠમૂઠનો સમાધિનો ઢોંગ કરે છે.
તે શમિક ઋષિનો પુત્ર ઘણો તેજસ્વી હતો.તે બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમી રહ્યો હતો.જયારે તે બાળકે સાંભર્યું કે રાજાએ મારા પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે,ત્યારે તે આ પ્રમાણે કહેવા લાગ્યો-
આપું છું, મારુ તપોબળ જુઓ ‘
પોતાના સાથી બાળકોને એવી રીતે કહીને ક્રોધથી લાલ લાલ આંખોવાળા તે ઋષિકુમારે કૌશકી નદીના પાણીથી આચમન કરીને પોતાની વાણીરૂપી વ્રજનો ઉપીયોગ કર્યો.
‘ કુલાગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે,એટલે મારી પ્રેરણાથી આજથી સાતમા દિવસે તક્ષક સાપ ડંસ આપશે.'
તેના પછી તે બાળક તેના આશ્રમ ઉપર આવ્યો અને પોતાના પિતાના ગળામાં સાપ જોઈને તેને ખૂબ જ દુઃખ થયું અને તે ખુબ જોર જોરથી રડવા લાગ્યો.વિપ્રવર શૌનકજી ! શમિક મુનિએ પોતાના પુત્રનું મોટા અવાજ સાથે રડવું સાંભળીને ધીરે ધીરે આંખો ખોલી અને જોયું કે એના ગળામાં એક મરેલો સાપ હતો.તેને ફેંકીને તેણે તેના પુત્રને પૂછ્યું -‘બેટા,તું શા માટે રડે છે ? કોણે તારો અપકાર કર્યો છે ? 'તેનું આમ પૂછવાથી બાળકે આખો બનાવ કહી દીધો.બ્રહ્મર્ષિ શમિકને રાજાના શ્રાપની વાત સાંભળીને પોતાના પુત્રને અભિનંદન ન આપ્યા.તેની નજરમાં પરીક્ષિત શ્રાપ માટે યોગ્ય ન હતા.તેમણે કહ્યું -‘ ઓહ ! મૂર્ખ બાળક ! તે મોટું પાપ કર્યું ! દુઃખ છે કે તેની એક નાની ભૂલ માટે તેને તે આટલો મોટો દંડ આપ્યો.તારી બુદ્ધિ હજુ કાચીછે.તારે તે ભગવત્સ્વરૂપ રાજાને સાધારણ મનુષ્યોના જેવો ન સમજવો જોઈએ,કેમકે રાજાના દુસ્સાહ તેજથી જ સુરક્ષિત અને નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ મેળવી શકે છે.'
ઓગણીસમો અધ્યાય
પરીક્ષિતનું અનશનવ્રત અને શુકદેવજીનું આગમન
સુતજી કહે છે- રાજધાનીમાં પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતાના એ નિંદાજનક કર્મને માટે ખુબ જ પશ્ચાતાપ થયો.તે ખુબ જ ઉદાસ થઇ ગયો અને વિચારવા લાગ્યો-મેં નિરપરાધ અને પોતાનું તેજ છુપાવતા બ્રાહ્મણની સાથે અનાર્ય પુરુષોના જેવો બહુ જ નીચ વ્યવહાર કર્યો.તે ખુબ જ દુઃખની વાત છે. જરૂરથી તે મહાત્માના ફળસ્વરૂપે સીધે સીધી મારા ઉપર કોઈ આફત આવશે.હું પણ તેમ જ ચાહું છું,કેમ કે તેથી મારા પાપનું પ્રાયશ્ચિત થઇ જશે.અને પછી તેવું કામ કરવાનું દુસ્સાહસ હું ક્યારેય નહિ કરું.બ્રાહ્મણોની ક્રોધાગ્નિ આજે જ મારુ રાજ્ય,સેના અને ભરપુર ખજાનોને સળગાવીને રાખ કરી નાખે - જેથી પછી ક્યારે ય હું દુષ્ટ બ્રાહ્મણ,દેવતા અને ગાયોના તરફ એવી પાપબુદ્ધિ ન કરું.તે આવી રીતે ચિંતા કરતો હતો કે તેને ખબર પડી - ઋષિકુમારના શ્રાપથી તક્ષક મને ડંસ દેશે.તેને તે ભડકતી આગ ની જેમ તક્ષકનું ડંસવું ઘણું સારું માલુમ પડ્યું. તેણે વિચાર્યું કે ઘણા જ દિવસોથી હું સંસારમાં આસક્ત થઇ રહ્યો હતો,હવે મને સીધું વૈરાગ્ય થવાનું કારણ મળી ગયું. તે આ લોક અને પરલોકના ભોગોને તો પહેલેથી જ તુચ્છ અને ત્યાજ્ય સમજતા હતા.હવે તેનો સ્વરૂપતઃ ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોની સેવા ને સર્વોપરી માનીને આમરણ અનશન વ્રત લઈને તે ગંગા કિનારે બેસી ગયો.ગંગાજીનું પાણી ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોની રજ લઈને પ્રવાહિત થાય છે,જે શ્રીમતી તુલસીની ગંધથી મિશ્રિત છે.આ જ કારણ છે જે લોકપાલકોની સાથે ઉપર નીચેના બધાજ લોકોને પવિત્ર કરે છે.કોણ એવો મરણાસ્ત્ર પુરુષ હશે જે એનું સેવન ન કરશે ?
આવી રીતે ગંગાજીના કિનારે આમરણ અનશનનો નિર્ણય કરીને તેણે બધી આશક્તિયો ત્યજી દીધી અને મુનિયોનું વ્રત સ્વીકારીને અનન્ય ભાવથી શ્રી કૃષ્ણના ચરણકમળોનું ધ્યાન કરવા લાગ્યો.તે વખતે ત્રિલોકને પવિત્ર કરવાવાળા મોટા મોટા મહાનુભાવ ઋષિ મુનિ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા. સંતજનો પ્રાયઃ: તીર્થ યાત્રાના બહાને જાતે તે તિર્થસ્થાનોને પવિત્ર કરે છે.આ સમયે ત્યાં અત્રી,વશિષ્ઠ,ચ્યવન,શરદ્વાન,અરિષ્ટનેમી,ભૃગુ,અંગિરા,પરાશર,વિશ્વામિત્ર,પરશુરામ,ઉતથ્ય,ઈંદ્રપ્રમાદ,
રાજા પરીક્ષિતે કહ્યું -અહો ! બધા રાજાઓમાં હું ધન્ય છું ! ધન્યતમ છે ! કેમકે પોતાનાં શીલ સ્વભાવને કારણે હું તમોં મહાપુરુષોનો કૃપાપાત્ર થઇ ગયો છું.રાજવંશના લોકો કાયમ નિંદિત કર્મ કરવાને કારણે બ્રાહ્મણોના પગ ધોવા દૂર પડી જાય છે-એ કેટલા દુઃખની વાત છે.હું પણ રાજા જ છું.નિરંતર દેહગહેથી આસક્ત રહેવાને કારણે હું પણ પાપરૂપ જ થઇ ગયો છું.તેનાથી જાતે ભગવાન જ બ્રાહ્મણના શ્રાપના રૂપમાં મારા પર કૃપા કરવા પધાર્યા છે.આ શ્રાપ વૈરાગ્ય ઉત્તપન્ન કરનારો છે.કારણકે આવા પ્રકારના શ્રાપથી સંસારમય પુરુષ ભયભીત થઈને વિરક્ત થઇ જાય છે.બ્રાહ્મણો ! હવે મેં મારા ચિત્તને ભગવાનમાં સમર્પણ કરી નાખ્યું છે.તમે લોકો અને માં ગંગાજી શરણાગત જાણીને મારા પર અનુગ્રહ કરો,બ્રાહ્મણકુમારના શ્રાપથી પ્રેરિત કોઈ બીજું કપટથી તક્ષકનું રૂપ લઈને મને ડંસી લે અથવા જાતે તક્ષક આવીને ડંસ દે ,તેની મને બિલકુલ પરવા નથી.તમે લોકો કૃપા કરીને ભગવાનની રસમયી લીલાઓનું ગાયન કરો.હું આપ બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ કરીને ફરીથી એ જ પ્રાર્થના કરું છું કે મને કર્મવશ ભલે જે યોનિમાં જન્મ લેવો પડે,ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ થાય,તેમના ચારણાશ્રિત મહાત્માઓ થી વધારે પ્રીતિ થાય અને જગતના બધા પ્રાણીઓ તરફ મારી એક જેવી મિત્રતા રહે.એવા આપ આશીર્વાદ આપો.
મહારાજ પરીક્ષિત ખુબ જ ધીર હતા.તેઓ એવો દ્રઢ નિશ્ચય કરીને ગંગાજીના દક્ષિણ કિનારે પૂર્વાગ્ર કૂશોનાં આસન ઉપર ઉત્તરમુખી થઈને બેસી ગયા. રાજ-કાજનો ભાર તો પહેલેથી જ તેમણે પોતાના પુત્ર જન્મેજયને સોંપી દીધો હતો.પૃથ્વીના એકછત્ર સમ્રાટ પરીક્ષિત જયારે તેવી રીતે આમરણ અનશનનો નિર્ણય કરીને બેસી ગયા,ત્યારે આકાશમાં સ્થિર દેવતાઓ ઘણા આનંદથી તેમની પ્રશંસા કરતા કરતા ત્યાં પૃથ્વી ઉપર ફૂલોની વર્ષા કરવા લાગ્યા તથા તેમના નગારા વારંવાર વાગવા લાગ્યા.બધા ઉપસ્થિત મહર્ષિઓએ પરીક્ષિતના નિશ્ચયની પ્રશંસા કરી અને 'સાધુ-સાધુ' કહીને તેમનું અનુમોદન કર્યું.ઋષિ લોકો તો સ્વભાવથી જ લોકો ઉપર અનુગ્રહની વર્ષા કરતા રહે છે.એ પણ નહિ તેમની બધી જ શક્તિ લોકો ઉપર કૃપા કરવા માટે જ હોય છે. તે લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિત માટે તેના અનુરૂપ વચનો કહ્યા.'રાજર્ષિ શિરોમણી ! ભગવાન શ્રી કૃષ્ણના સેવક અને અનુયાયી તમો પાંડુવંશીયો માટે આ કોઈ નવાઈની વાત નથી,કેમકે આપલોકોએ ભગવાનની સત્રિધિ મેળવવાની આશાઓથી આ રાજસિંહાસનનો એક જ ક્ષણમાં પરિત્યાગ કરી દીધો, જેની સેવા મોટા મોટા રાજાઓ પોતાના મુગુટોથી કરતા હતા.આપણે બધા ત્યાં સુધી અહીં રહીશું જ્યાં સુધી આ ભગવાનના પરમ ભક્ત પરીક્ષિત પોતાના નશ્વર શરીરને છોડીને માયાદોષ એટલે શોકથી રહિત ભગવતધામમાં જતા ન રહે.'
ઋષિયોના એ વચન ખુબ જ મધુર,ગંભીર સત્ય and સમતાથી ભરેલા હતા.તેને સાંભળીને રાજા પરીક્ષિતે તે યોગયુક્ત મુનિયોનું અભિનંદન કર્યું અને ભગવાનના મનોહર ચરિત્ર સાંભળવાની ઈચ્છાથી ઋષિયોને પ્રાર્થના કરી,
‘ મહાત્માઓ ! તમો બધા બધી બાજુથી અહીં આવ્યા છો.તમો સત્યલોકમાં રહેનારા મૂર્તિમાન વેદોની જેવા છો.તમેલોકોના બીજાઓ પર અનુગ્રહ કરવાથી વધારે,જે આપનો સામાન્ય સ્વભાવ જ છે,આ લોકમાં અથવા પરલોકમાં બીજો કોઈ સ્વાર્થ નથી.વિપ્રવરો ! તમારા લોકો ઉપર પૂરો વિશ્વાસ કરીને હું મારા કર્તવ્યના સંબંધમાં આ પૂછવા યોગ્ય પ્રશ્ન કરું છું.તમો બધા વિદ્વાન એકબીજા સાથે વિચાર કરીને એ બતલાવો કે બધા માટે બધી સ્થિતિમાં અને વધારામાં થોડા જ સમયમાં મરનારા પુરુષો માટે હૃદયપૂર્વક અને શરીરથી કરવા માટેનું વિશુદ્ધ કાર્ય કયું છે .(આ જગ્યાએ રાજાએ બ્રાહ્મણોને બે પ્રશ્નો કર્યાછે,પહેલો પ્રશ્ન એ છે કે જીવને કાયમ માટે શું કરવું જોઈએ અને બીજો એ કે જે થોડાજ સમયમાં મરનારા છે તેનું શું કર્તવ્ય છે ? આ જ બે પ્રશ્નો તેમણે શ્રી શુકદેવજીને પણ કર્યા તથા ક્રમથી તેજ બંને પ્રશ્નોના જવાબ બીજા સ્કંધથી લઈને દ્વાદશ સુધી શ્રી શુકદેવજીએ આપ્યા છે.)
તે સમયે સ્વેચ્છાથી ફરતા ફરતા કોઈની કોઈ અપેક્ષા ન રાખનાર વ્યાસ નંદન ભગવાન શ્રી શુકદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા.તે વર્ણ અથવા આશ્રમના બહારના નિશાન વગર એટલે આત્મભૂતિમાં સંતુષ્ટ હતા.બાળકો અને સ્ત્રીઓએ તેમને ઘેરી રાખ્યા હતા.તેમનો વેશ અવધૂતનો હતો.સોળ વર્ષની ઉંમર હતી.પગ,હાથ,જાંઘો,ભુજાઓ,ખભા,કપાળ અને બીજા બધા અંગો અત્યંત કુમળા હતા.આંખો મોટી મોટી અને સુંદર હતી.નાક કૈક ઉંચુ હતું.કાન બરાબર હતા.સુંદર કપાળથી મોઢું ખુબ જ શોભતું હતું.ગળું તો જાણે સુંદર શંખ જ હતું.હાંસલી ઢાંકેલી,છાતી પહોળી અને ઉભરેલી,નાભિ ભંવરની માફક ઊંડી,તથા ઉદર ખુબ જ સુંદર ત્રિવલી વગરનું હતું.લાંબી લાંબી ભુજાઓ હતી,મોઢા ઉપર ઘુઘરાળા વાળ વિખરેલા હતા.આ દિગંબર વેશમાં તે તેજસ્વી દેવતા જેવા દેખાતા હતા.શ્યામ રંગ હતો.મનને ચોરનારી ભરી જવાની હતી.તે શરીરની છટા અને મધુર મુસ્કારાત થી સ્ત્રીઓને સદા મનોહર દેખાતા હતા.જો કે તેમણે તેમનું તેજ ને છુપાવી રાખ્યું હતું છતા પણ તેમના લક્ષણો જાણનારા મુનિઓને તેમને ઓરખી કાઢ્યા અને તે બધાજ પોત પોતાનાં આસન છોડીને તેમના સન્માન માટે ઉભા થઇ ગયા.
રાજા પરીક્ષિતે અતિથિરૂપે પધારેલા શ્રી શુકદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા.અને તેમની પુંજા કરી.તેમના સ્વરૂપને ન જાણવાવાળા બાળકો અને સ્ત્રીઓ તેની આ મહિમા જોઈને ત્યાંથી પાછા વળી ગયા,બધાથી સમ્માનિત થઈને શ્રી શુકદેવજી શ્રેષ્ઠ આસાન પર બેસી ગયા.ગ્રહ,નક્ષત્ર અને તારોથી ઘેરાયેલા ચંદ્રમા જેવા બ્રહ્મર્ષિ,દેવર્ષિ અને રાજર્ષિઓના સમૂહથી આવૃત શ્રી શુકદેવજી ખુબ જ શોભાયમાન થયા.વાસ્તવમાં તે મહાત્માઓના પણ આદરણીય હતા.જયારે પ્રખરબુદ્ધિ શ્રી શુકદેવજી શાંતભાવથી બેસી ગયા,ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે તેની નજીક જઈને અને પગ ઉપર માથું મૂકીને પ્રણામ કર્યા.પછી ઉભા થઈને હાથ જોડીને નમસ્કાર કર્યા.ત્યાર પછી ઘણી મધુર વાણીથી તેને આ પૂછ્યું.
પરીક્ષિતે કહ્યું - બ્રહ્મસ્વરૂપ ભગવાન ! આજે અમે ઘણા બડભાગી થયા કેમકે અપરાધી ક્ષત્રિય હોવા છતા અમને સંત સમાગમના અધિકારી સમજવામાં આવ્યા.આજે દયાપૂર્વક અતિથિરૂપથી આવીને તમે અમને તીર્થના જેવા પવિત્ર બનાવી દીધા.તમારા જેવા મહાત્માઓના સ્મરણમાત્રથી જ ગૃહસ્થોનાં ઘર તરત પવિત્ર થઇ જાય છે,પછી દર્શન,સ્પર્શ,પાદપ્રક્ષાલન આસન દાન વગેરે ના સારા અવસર મળવાથી તો કહેવું જ શું .મહાયોગીન ! જેમ ભગવાન
વિષ્ણુના સામે દૈત્ય લોકો નથી ઉભા રહેતા તેવી રીતે તમારી સત્રીઘીથી મોટા મોટા પાપો પણ તરત નાશ પામે છે
જરૂરથી પાંડવોના સહૃદયી ભગવાન શ્રી કૃષ્ણ મારા પર ખુબ જ પ્રસન્ન છે,તેમણે તેમના પિતરાઈ ભાઈઓની પ્રસન્નતા માટે તેમના જ કુળમાં ઉત્પન્ન થયેલા મારી સાથે પણ આપણાપણાનો વ્યવહાર કર્યો છે.ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ન હોતી તો તમારા જેવો એકાંત વનવાસી અવ્યક્ત ગતિ પરમ સિદ્ધ પુરુષ જાતે પધારીને આ મૃત્યુના સમયે અમારા જેવા પ્રાકૃત મનુષ્યોને કેમ દર્શન આપતે.તમો યોગીઓના પરમ ગુરુ છો,એટલા માટે હું તમને પરમ સિદ્ધિના સ્વરૂપ અને સાધનના સંબંધમાં પ્રશ્ન કરી રહ્યો છું.જે પુરુષ સર્વથા મરણાસન્ન છે તેણે શું કરવું જોઈએ ? ભગવાન ! સાથે એ પણ બતલાવો કે મનુષ્ય માત્રે શું કરવું જોઈએ. તે કોનું શ્રવણ,કોનો જાપ,કોનું સ્મરણ અને કોનું ભજન કરે તથા કોનો ત્યાગ કરે ? ભગવત સ્વરૂપ મુનિવર ! તમારા દર્શન અત્યંત દુર્લભ છે.કેમકે જેટલો સમય એક ગાય દોહાય છે ગૃહસ્થોનાં ઘર પર એટલો સમય પણ તમે ત્યાં નથી રોકાતા.
સુતજી કહે છે-જયારે રાજાએ ઘણી મીઠી વાણીમાં આવી રીતે સંભાષણ એટલે પ્રશ્નો કર્યા,ત્યારે બધાજ ધર્મોના
મર્મજ્ઞ વ્યાસ નંદન ભગવાન શુકદેવજી તેમના જવાબ આપવા લાગ્યા.
ઇતિ પ્રથમ સ્કંધ સમાપ્ત
આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં મેં માસના (૧) કોલમમાં માં ઉપલબ્ધ છે,પ્રિય વાચકો.આપનો અભિપ્રાય તેમજ સૂચન જરૂર આપશો.
આભાર.
No comments:
Post a Comment