Wednesday, April 22, 2020

હવે વાંચો મારી નવલકથા "મોગરા ના ફૂલ-પ્રકરણ છઠ્ઠું(ધનારામ ) અહીં ક્રમશ:

મોગરા ના ફૂલ



પ્રકરણ છઠ્ઠું

ધનારામ
ધનારામને ઘરની સ્થિતિ થોડી શાંત પડેલી લાગી ,પોતાની વાત કે જેના માટે શેઠની સ્થિતિ જોવાતી હતી તે તેમને અનુકુળ લાગી કેમકે શેઠે જાતે મણીબેનને તેમને માટે ચા લાવવાનું કહ્યું ,કદાચ આવી ગયેલા મહેમાન કે જે સગાઇ તોડીને ઘડીકવારમાં જતા રહ્યા,તેમના માટે ધનારામનો અભિપ્રાય શેઠ ઉપર અસર કરી ગયો હતો, પણ બીજી બાજુ ધનારામ આવી પરિસ્થિતિમાં  પોતાનો સ્વાર્થ રજુ કરે તે તેમને વધારે પડતું નહિ લાગે,બધું શાંત થતું જતું  હતું ત્યારે હવે ધનારામને ભાર વધવા માંડ્યો હતો, બિચારા ધનારામ ગભરાતા જતા હતા,કેમનું થશે, પોતાની વાત માટે રાતવાસો કરવો પડશે, ધનારામને કઈ સમજાતું ન હતું ,હવે તો ધનારામનો ભગવાન કોઈ રસ્તો બતાવે ,કે શેઠ તરફથી કઈ રજૂઆત થાય,ગભરાટથી ધનારામનો ચહેરો ફિક્કો પડતો જતો હતો, મણીબેન ના ચા સાથેના પ્રવેશ સાથે ધનારામની વિચારધારા તૂટી,
"લો, ધનારામ આવો ચાને માન આપીએ,"શેઠની બોલીમાં કઈ હળવાશનો અનુભવ હતો,શેઠ બનાવોની અતિશયોક્તિથી રાહત અનુભવવા પ્રયત્ન કરતા હોય કે ધનારામની હાજરી અને તેમની સાથેની વાતચીત તેમને રાહત આપતી હોય પણ તે ર્કૈક રાહત જરૂર અનુભવતા હતા,અને ધનારામને તો જોઈતુજ હતું,એટલે તેમણે  તરત મણીબેનનાં હાથમાં રહેલી ટ્રે માંથી ચાનો કપ 
સ્વીકાર કર્યો,તેમણે અનુભવ કર્યો કે મણીબેન એક બહુજ શાંત અને આ બધી મુસીબતોમાં પણ શેઠના કુટુંબ માટે મદદગાર કરતા પણ વધારે હતા,ઘરના કામકાજથી માંડી ચર્ચાઓમાં પણ પોતાની સ્કીલથી બધાને મદદ કરી રહ્યા હતા,અને ખરેખર શેઠ શેથાણીને આવા સમયમાં મણીબેન જેવી વ્યક્તીજ મદદ કરી શકે,બાકી સ્વાર્થની આ દુનિયામાં ધનારામે પોતાની જાતને પણ બાકાત રાખી નહોતી, નિસ્વાર્થ સેવા કોઈકજ કરી શકે, ધનારામને મણીબેન માટે ખુબ માન  હતું,
"ધનારામ,ચામાં ગળપણ તો બરાબર છેને? " શેઠે ચાનો ઘુંટડો ભરતા પૂછ્યું,
"બધું બરાબર છે,મણિબેનની સેવામાં કચાશ ન હોય," ધનારામે મણીબેન માટેની પોતાની ભાવના પ્રગટ કરી 
"ના,એ બાબતમાં તો હું ખુબજ સંમત છું,આખું કુટુંબ એટલાજ ભાવથી સબંધ રાખે છે,ખબર નથી પડતી કે એમના વગર અત્યારે અમારું શું થાત....?"શેઠે પોતાની વ્યથા રજુ કરી,
"નાં,નાં તમેય શું શેઠ,સંબધ બંધાયા પછી પોતાનું શું ને પારકું શું,કરવુજ પડે,અને તમારા ભાઈ તો,ખાસ કામ પોતાનું હોય તો પણ જ્યાં કોઈને જરૂર પડી તો સબંધ ન હોય તો પણ તેનું કામ પહેલા કરવામાં પોતાની ફરજ સમજે,અને એ વાતમાં હું પણ કોઈ રોકટોક ન કરું,જિંદગી પૂરી થતા વાર લાગે છે ,શું લઇ  જવાનું છે,કોઈના દુખમાં રાહત થાય તો મદદ કરવાંમાં શું વાંધો.....?"મણિબેનની વાતથી શેઠ અને ધનારામ બંને અસરમાં હતા,જાણે કોઈ ભગવાન તરફની બાજુનું સંબોધન કરી રહ્યું હતું,
"સાવ સાચી વાત છે મણીબેન સાવ સાચી,સમય કોઈની રાહ જોતો નથી,જીવન અને મૃત્યુ વચ્ચે થતી કાર્યવાહી,પછી તે ગમે તે સબંધો સાથે જોડાયેલી હોય,તે મનુષ્યે જીવનદાતાનો  આભાર માની,સચ્ચાઈ,શુદ્ધ અને સમજીને કરવામાં જ જીવનની મજા લેવી જોઈએ,બાકી તો ઉપાધિના પોટલા,બેન " ધનારામનું જોડાણ ભક્તિ તરફ ખેચાતું હતું અને શેઠને  પણ આથી ખુબજ રાહત થતી દેખાતી હતી,
ઉપાધિમાં માનસિક પરેશાની દુર કરવામાં આવી વાતોની અસર ખુબ થતી હોય છે,બાકી ભગવાનને ક્યા સમય છે કે મનુષ્ય દરેક ઉપાધિમાં ભગવાનને યાદ કરે ત્યારે હાજર થઇ જાય,એમ જો ભગવાન હાજર થતો હોય તો સમાચાર પત્રો એવા બનાવોથી ભરાઈ જાય,અને અત્યારે આ હરાહર કળીયુગમાં,કોઈએ જોયો ભગવાન,સતયુગમાં પણ આપણા ઋષિ મુનીયોને દર્શન દુર્લભ હતા,હા,ભક્તિથી ઉપાધિમાં મનને શાંતિ જરૂર થાય,અને તેથીજ મનુષ્ય હળવાશનો અનુભવ કરે,એટલે આ બધું આપણા ઋષિ મુનિઓએ બહુજ વિચારીને આચરણ કર્યું છે,બસ તે રીતે ચાલીયે,મણીબેન જેવી વ્યક્તિ આવી વખતે,મદદગાર થઇ ભગવાનની કોઈ પ્રેરણા  બની જાય,
" મણીબેન,મને તો ધનારામને અહી આવવામાં આવા વખતે કોઈ પ્રભુકૃપાનો સંકેત લાગે છે,તમે નહિ માનો પણ આટલા બધા ઉશ્કેરાટમાં પણ તે એક માત્ર પુરુષ પાત્રથી મને રાહત થઇ રહી છે,નહીતો અમે બંને તો શારીરિક અને માનસિક બંને રીતે તૂટી ગયા હતા,અને મણીબેન તમે પણ એટલીજ મદદ કરી રહ્યા છો,મને ખબર નથી પડતી કઈ રીતે હું મારો આભાર વ્યક્ત કરું "
અને શેઠ ગળગળા થઇ ગયા,
"એમાં આભાર શો માનવાનો,આપણા આપણને મદદ ન કરે તો પારકા કરશે,આપણે કોઈનું કઈ બગાડ્યું છે તે કોઈ આપણું બગાડે,બધું સારું જ  થશે"મણીબેન અને ધનારામ બંને શેઠ તરફ જોઈ રહ્યા,
"તમે નહિ માનો પણ શેઠ ,તમે મને પ્રભુકૃપાનો સંકેત કહીને બીરદાવો છો,તેમ હું છું નહિ, આ તો સંજોગો તેનું કામ કરી રહ્યા છે,બાકી હું તો મારા સ્વાર્થમાં અહી ખેચાઈને આવ્યો છું,જો કે મારી નિયત જીવનભર ચોખ્ખી રહી છે,કદાચ કોઈક વખત કડવું  બનવું પડ્યું હશે તે પણ,કોઈની ભલાઈ માટેજ,બાકી અત્યાર સુધી જીવન માં કોઈનું ખોટું કર્યું નથી, મધ્યમ  વર્ગના આ જીવનમાં એક દીકરીનો ઉછેળ છે,કોલેજ કરે છે ,ખુબ સમજુ છે અને એના સ્વાર્થ માટે અહી આવ્યો હતો,આ બધું  જોગાનું જોગ છે,આટલું બધું બને ને હું મારું કર્તવ્ય ન નિભાવું તો કોઈ અર્થ નહિ શેઠ,સ્વાર્થ કરતા શાંત્વના  વધુ અગત્યની છે,"ભોલારામનો જીવન સંકેત અહી પ્રગટ થતો હતો,મણીબેન પણ શાંતિથી સાંભળી રહ્યા હતા.

"ધનારામ,તમને ખબર છે,કે તમે મારા કેટલા ઋણી છો,પછી તમારી કોઈ વાત કહેતા આટલી વાર શાને લગાડો છો,સંકોચ રાખ્યા વગર કહો,અને નહિ કહો તો હુ જરૂર માનીશ કે તમે હજુ અમને તમારા માનતા નથી,મારી પત્ની,મણીબેનનો પણ કોઈ સંકોચ ન રાખશો"ધનારામ શેઠની વાતથી થોડા મક્કમ થયા

"હું અલ્કાબેનને રસોડામાં મદદ કરવા જાઉં છું," એમ કહી મણીબેને ધનારામ માટે વાત કહેવાની મોકળાશ કરી,

"શેઠ,માફ કરજો પણ તમારી આમન્યા મારે રાખવી રહી,કોલેજની ફી માટે થોડી મદદની જરૂર હતી,"
"અરે,ભોળાભાઈ,એમાં શું સંકોચ કરો છો ,કહો કેટલા જોઈએ...?" રકમ કહેવું પણ સહેલું ન હતું ,શેઠ માટે કોઈ મુશ્કેલ ન હતું
"શેઠ બે હજાર ખૂટે છે ,અને થોડા સમય પછી પાછા આપી દઈશ"
"તમારી દીકરીને હું મારી દીકરી જેવીજ ગણું છું,પાછા આપવાની વાત કરીને હવે તમે મારું દિલ દુખાવો છો,"શેઠ અંદરના રૂમમાં જઈ ધનારામ માટે પૈસા લઇ આવ્યા, થોડીવારમાં જમણ તૈયાર થઇ ગયું,એટલે મણીબેનના કહેવાથી બધા કિચન ટેબલ  ઉપર જમણ લેવા ગયા,જમણ લેતા શેઠે ધનારામને આગ્રહ કરી જમાડ્યા,પહેલી વખત ધનારામે આટલું માનભર્યું ભોજન માણ્યું,ખુબ સંતોષ થયો,
"રાતે છેલ્લી બસ કેટલા વાગ્યાની છે.....?" ધનારામનાં   સવાલ ઉપર બધાની નજર તેમના ઉપર ગઈ,
"હવે ધનાભાઈ ,રાત રોકાઈ જાવને,એમને  નહિ ગમે"અલ્કાબેને આગ્રહ કર્યો અને મણીબેને પણ કહ્યું ,પણ ધનારામ મજબુર હતા કેમકે ફી ભરવા માટે તેમને જવું પડે તેમ હતું,,અને તેમની મજબૂરી વ્યાજબી હોવાથી શેઠે પણ જવાની સંમતિ આપી, જે કઈ સમય બચ્યો તેમાં મણીબેને ધનારામને તેમની દીકરી વિષે પૂછ્યું,પહેલી વખત પોતાની દીકરી માટે કોઈક પૂછી રહ્યું હતું, બાપ અને દીકરીના વ્હાલથી આખો સમાજ વાકેફ  છે,બાપ ગમે તેટલો ક્રૂર હોય તો પણ દીકરીની જુદાઈ ઉપર આંસુ વહાવ્યા વગર રહી નથી શકતો,તેમ દીકરીના વખાણ કરતા પણ થાકતો નથી, ધનારામ પણ દીકરી વિષે પુછાતા ગદગદ થઇ ગયા, વિગતવાર જણાવતા બોલ્યા,
"મણીબેન મારી દીકરી દસ વર્ષની હતી ,ત્યારથી માને ગુમાવી બેઠી,રમલી મારી પત્ની એક જીવલેણ બીમારીમાં ન બચી ત્યારથી મારે માથે બેટીના ઉછેળ ની જવાબદારી આવી ગઈ,પણ ચકુડી ના વ્હાલા નામથી મારી દીકરી ખુબ ડાહી હતી, ઝાંઝરી પહેરીને ચારેબાજુ દોડતી તે ક્યારે મોટી થઇ ગઈ ખબરજ ન પડી,પછીતો  ભણવામાં પણ તે એટલીજ હોશિયાર,અને જોત  જોતામાં તો કોલેજ સુધી પહોચી ગઈ,મારી સ્થિતિથી જ્યારે તે સમજવા માંડી ત્યારે કોલેજમાં કામ પણ તે કરવા માંડી,બહુજ સમજદાર,પણ છતાયે આ વખતે થોડી તકલીફ પડી ગઈ  ત્યારે શેઠની યાદ તાજી થઇ અને શેઠનો સહારો મળ્યો, હમણાં હમણાં તો કોલેજના એક નાટકમાં ભાગ લઇ તે બહુજ પ્રખ્યાત થઇ ગઈ છે,જોઈએ હવે, અત્યાર સુધી તો બધું બરાબર છે પછી તો ભગવાનની મરજી " સમયના અભાવે ટુકમાં દીકરીની વિગત જણાવી ધનારામે પાઘડી માથે મૂકી સહુની રજા  માંગી,આવેલો આ અજાણ્યો મહેમાન શેઠના કુટુંબમાં ભોળા ભાવથી એવો તો ભળી ગયો કે શેઠ ખુબ ભાવથી ભેટી પડ્યા,બધાથી એક ભોળી,કદાવર ,વ્યક્તિ ભોલારામે ફરી મુલાકાત લેવાનું વચન આપી સહુને બોલ્યું ચાલ્યું માફ જય શ્રી કૃષ્ણ કહી વિદાય લીધી, દીકરીના વિષયે ધનારામને એક પોતાનો પરિવાર મળ્યો. ધનારામના આવજો ના ઇશારે શેઠના ઘરનું બારણું બંધ થયું,શેઠ એકલા પડ્યા,ત્યારે પલંગ ઉપર બેઠા,બનાવોનો ભૂતકાળ આળસ મરડીને ધીરે ધીરે ફરી ઉકેલાવા માંડ્યો,ચહેરાના બદલાતા ફેરફારને મણીબેનની સજાગ આંખોએ માર્ક કર્યો,શેઠને સમય પસાર કરવામાં તકલીફ પડતી હતી,તે અંદર જઈ  પાણી લઇ આવ્યા અને અલ્કાબેનને ઈશારો કરી શેઠના રૂમમાં બોલાવ્યા,
"ધનારામની વાત ઉપરથી તેમની દીકરી ઘણી હોશિયાર હોય એમ લાગે છે,"મણીબેને શેઠને બીઝી કરવાનો પ્રયત્ન કર્યો,
"માં વગરની દીકરી આપમેળે હોશિયાર થાય એ સ્વાભાવિક છે,"અલકા બેને પુરતી કરી,અને શેઠના હોઠે સ્માઈલ રેલાયું,
"જુઓ મણીબેન, ધનારામે જ્યારે મને મુસીબત પડી ત્યારે કોઈપણ જાતની પરવા કર્યા વગર મદદ કરી હતી,એ ભૂતકાળની વાત છે પણ આજે પણ માણસ એવોને એવોજ છે,તેની વિચારશરણીમાં કોઈ ફેરફાર નથી,પછી દીકરીના વિચારો પણ ઉચા હોવાજ જોઈએ,ઘણી વખત આપણી વર્ગ માટેની સરખામણી આવા ધનારામ જેવા કુટુંબો ખોટી પાડતા હોય છે,"
"હવે મારું કહેવું એમ છેકે,કે જે આરતી આ ઘરની વહુ બનવાની હતી,તે વિષે ઉત્તમચંદ શેઠે નાં પાડતા હવે    સબંધો તો પુરા થયા કહેવાય,એ બાબતની આપણા  સિવાય કોઈને ખબર નથી,"શેઠ શેઠાણી મણીબેનની વાત ચોકસાઈથી સાંભળી રહ્યા હતા.
"હવે એ સબંધો ચોક્કસ પુરા થઇ ગયા કેમકે ઉત્તમચંદનાં  કહેવા પ્રમાણે આફ્રિકાથી આવેલ એક કુટુંબ સાથે આરતીની સગાઇ નક્કી કર્યા પછી તેઓ અહી આવ્યા હતા,એટલે એ કુટુંબથી જગનનો બચાવ થઇ ગયો,"શેઠની રજૂઆતથી બંને વિસ્મય પામ્યા

"જગતમાં,નસીબની આડ લઈને કે ગંદા મનથી  હલકટ ભર્યું વાતાવરણ સરજીને માણસ પૈસાદાર નું સ્થાન મેળવી લેતા પણ રોકાતો નથી,ઉત્તમચંદ સબંધમાં જોડાયા ત્યારે જે દેખાવ હતો,તેની કોઈ કિંમત આક્યા વગર દસ મીનીટમાં સબંધ તોડી જતા રહેવું,કેવું કહેવાય,બનાવ તો ગમે ત્યારે બને,ગમે તેને બને,એમની પાસે પણ પૈસો છે ને આપણા શેઠ પાસે પણ છે,પણ શેઠ ભોળા પરદુઃખ ભંજન ,જે કઈ કહ્યું તે ભોળાભાવે સાંભળી લીધું ,કોઈ ચર્ચા નહિ ,બસ વાવાઝોડું આવ્યું હોનારત સરજી  જતું રહ્યું,"અલ્કાબેને પોતાનો નિસાસો ઠાલવ્યો

"જે થયું એનો શું વસવસો,તમે કે મેં કોઈનું ખોટું કર્યું નથી,જે થાય તે કોઈ સારા માટે થતું હોય છે,હવે એને ભુલી જવાનું,સદંતર ભૂલી જવાનું,જ્યાં દિલના સાચા સબંધો નહિ ત્યાંથી ખસી જવામાં સારું,ખોટા માણસો મળે છે તો સાથે મણીબેન ને ધનારામ જેવા દિલવાલા માણસો પણ મદદ  કરે જ છેને.....!"શેઠે અલ્કાબેનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો

"તમને બંનેને વાંધો ન હોય તો એક વાત કહું, ધનારામની દીકરી આપણા જગન માટે કેમ લાગે......!?"મણીબેનની વાત ચતુરાઈથી ભરેલી સાબિત થઇ,આવા સંજોગોમાં પણ તેમની નજર લાંબુ જોઈ શકતી હતી, અને અગત્યનું શેઠ તરફથી જગનનાં જતા રહેવાની કોઈ કડી હાથ લાગી જાય,શેઠ પણ હવે છૂટથી વાતચીત કરતા હતા,સાચા સમયે પ્રશ્ન પૂછાયો હતો,અને મણીબેન શેઠ અને શેઠ નાં કુટુંબ માટે પોતાની આગવી હોશીયારીનો ઉપયોગ કરી આગળ વધી રહ્યા હતા,
"જરૂર,પ્રયત્ન કરવામાં શું વાંધો,કદાચ અત્યાર સુધીની બધીજ મુસીબતોમાં એકદમ રાહત થઇ જાય," શેઠે વાતને બિરદાવી,પણ શેઠાણીના ચહેરા ઉપર બરાબરીની માયુશી હજુ છવાયેલી નજરે પડતી હતી,પણ હાલની સ્થિતિમાં વાતનો વિરોધ કરવો એ પણ બરાબર ન હતું,
કાલ આવી નથી ને કાલની ચિત્યા,આજ આવી તો મુસીબતો લઈને આવી,આપણો કોઈ જગ્યાએ કંટ્રોલ નથી,જે ઘર આપણું નથી,છોડી દેવાનું છે , પણ ચિંતાઓથી કેટલું ઘેરાઈ જાય છે,કદાચ ભગવાનનું ભજન પ્રભુને પ્રાપ્ત ન કરી શકે પણ મનને શાંત કરવામાં જરૂર મદદ મળે.

વ્યથાથી રાહત લેવાનો અલ્કાબેનનો પ્રયત્ન,વાતાવરણમાં ચર્ચાથી ઓછો થતો મુસીબતોનો ભાર,નવા પ્રશ્નનું સર્જન,

“જુઓ હવે સાચી વાત એમ છેકે,જગને ચાર હાજર રૂપિયાની માંગણી કરી હતી,અને આટલી મોટી રકમ મને આપવામાં વાંધો પણ ન હતો પણ એને એ પૈસા કોઈ છોકરી કે જે એની મિત્ર છે તેના માટે માંગ્યા હતા,અને બાપ છું એટલે સ્વાભાવિક રીતે કોઈ છોકરી સાથે સગાઇ થઇ હોય અને આવું સાભળતા મેં એ વિષે વધારે પૂછવાનો પ્રયત્ન કર્યો તો તે ઉતરી પડ્યો અને બીજી કોઈ પણ વાત કર્યા વગર “હું જાઉં છું ને કદી પાછો નહિ આવું "એ મીજાજમા જતો રહ્યો અને એ વખતે મેં મારી આખી જિંદગીમાં પહેલી વખત એકના એક દીકરા માટે રોકવાનો કોઈ પ્રયત્ન ન કર્યો,જવા દીધો,જે પોતાની જવાબદારી ચુકી જાય એને માટે મારા હૃદયમાં સ્થાન નથી,અને હજુ આ બધું બન્યા પછી પણ તમારી વાત સાથે સંમત હોવા છતાં કેવી રીતે ફરીથી જગન મારા દીકરા તરીકે સ્થાન લેશે તેની મારા આ શૂન્યમાં ડૂબી ગયેલા મનને ખબર નથી ."અને ફરીથી શેઠ ભાંગી પડ્યા,મણિબેન પાણી લઇ આવ્યા, અલ્કાબેન પણ પહેલી વખત શેઠની નજીક બેઠા,હાથ ફેરવવા લાગ્યા,
"આટલી મોટી વાત અને તમે એકલા એકલા સહન કરતા રહ્યા,"શેઠાણી પણ જગનથી નારાજ થયા ,
"તમે ચિંતા ન કરો,હવે બધું બરાબર થઇ જશે,હું ભગતને બોલાવી લાવું છું ,કદાચ બસ નાં આવી હોય તો ધનારામ ને પાછા બોલાવી તેમની સાથે વાત કરીએ. "
"મણીબેન પણ જગનને જાણ્યા વગર ધનારામને પણ તકલીફ જ થશેને,"
"જુઓ શેઠ અત્યારે બસ આવી જશે તો ધનારામ જતા રહેશે,તેમની સાથે વિગતથી વાત કરીશું ,રહી તેમની દીકરીની ફીની વાત તે તો,કાલે વીરસિંહ કોલેજ સવારે જવાનો તેની સાથે મોકલાવી દઈશું"મણીબેનની વાતમાં તથ્ય હતું,એનો શેઠના ચહેરા પર ચમકારો દેખાયો,અને અલ્કાબેન પણ સંમત થયા,બરાબરીનો વિચાર જે તેમને સતાવતો હતો એને જતો કરવામાં કુટુંબની ખુશી વિચારી,કૈક કરતા ભુલાયેલી ભર્યા કુટુંબની ખુશી પાછી આવે.સમય ગુમાવવો પાલવે તેમ ન હતો એટલે મણીબેન શેઠની સંમતિથી ભગતને ત્યાં ગયા,અલ્કાબેન બધું બરાબર જોતા રસોડામાં બાકી કામ પતાવવા ગયા ,શેઠ એકલા પડ્યા પણ સતત મણીબેનની મદદથી તે ખુશ હતા,શું થશે એ પ્રશ્ન હવે તેની પકડ ગુમાવી રહ્યો હતો અને બધું બરાબર થશે એવી આશાઓનું નિર્માણ થઇ રહ્યું હતું .

*************

ગલીયોના ખૂણામાં આરામ લેતા શ્વાન અજાણ્યા માણસ નો ભાસ થતા સચેત બન્યા,અને તે તરફ ધસી ગયા,ધનારામ સચેત બન્યા,એક મકાનનું પાછળનું બારણું ખુલ્યું અને અવાઝ આવ્યો

"કોણ છો ભાઈ ....?"

"હું ધનારામ,બસસ્ટોપ બાજુ જઈ રહ્યો છું," પૂછનાર એક દરબાર હતા,

"સારું ભાઈ સાચવીને જજો" અને બારણું બંધ થયું, શ્વાનની ફરજ જાણે પૂરી થઇ હોય એમ શાંત થઇ ગયા, ધનારામ સાથે પૈસા હતા,રાત હતી ,થોડા થોડા અંતરે ગલીયોમાં લાઈટ હતી,પણ એવો કોઈ ભય ન હતો,અજાણી જગ્યા
હોવાથી થોડું સચેત રહેવું પડતું હતું,રાત હતી પણ હજુ લોકો ઓટલા ઉપર બેસી ગપસપ કરતા નજરે પડતા હતા,ધનારામ ગલીયોમાથી રસ્તો પસાર કરી બસસ્ટોપ ઉપર આવી ગયા,છેલ્લી બસ હતી એટલે બસસ્ટોપ ખાલી હતું,આજુબાજુની દુકાનો બધી બંધ થઇ ગઈ હતી,અહી કોઈ ચોકીદાર કે પોલીસના માણસો ન હતા,બધું ખાલી હતું,એટલે લગભગ કોઈ ભય જેવું ન હતું, ધનારામ પોતે ચોકીદાર હતા ,એટલે પોતાની માવજત કરી શકે તેમ
હતા,લાઈટો ઉપર ફૂદડી ફરતા પતંગિયા દેખાતા હતા,બાજુની ઝાડીમાંથી તમરાનો અવાઝ આવતો હતો ,બાકી બધું શાંત હતું ,બાંકડા ઉપર બેઠા બેઠા બસ ની રાહ જોઈ રહ્યા હતા,શેઠને હેરાન નહોતા કરવા એટલે કોઈને સાથે બસસ્ટોપ સુધી આવવાની મદદ નહોતી માંગી આખા દિવસનો થાક અને આરામ વગરનું સીથીલ થઇ ગયેલું શરીર ધનારામને બાંકડા ઉપર બેઠા બેઠા ઊંઘાડી તો નહિ દેને ..?
પ્રશ્ન હતો અને ખરેખર પ્રશ્ન હતો,સાથે દીકરીના ફીના પૈસાનું ઝોખમ હતું,એ પણ અગત્યનું હતું એટલે ઝોકું આવે તો પણ એક ઘણું મોટું ઝોખમ કહેવાય ,કદાવર મજબુત માણસ શરીરથી ઘણો મજબુત હોય પણ મન ,હૃદય,અને બીજા બધા શરીરના નાજુક અંગો કે જ્યાં તેના જન્મદાતાનો વાસ હોય છે,ત્યાં તો જન્મદાતાની પ્રેરણા હોય તો કાબુ થાય,બાકી મોટી હોનારત સર્જાય,આ ધનારામે
પણ સદા સજાગ રહેતા પણ મજબુર થઇ નિદ્રાદેવીને શરણું આપી દીધું,કંટ્રોલ જતો રહ્યો અને થોડીવારમાં તો નસકોરાં બોલવા માંડ્યા,આજુબાજુના એકાંત વાતાવરણે ને બસનું મોડું આવવામાં, ધનારામ ભૂલ કરી બેઠા, આવીજ ભૂલ એક વખત રમલીનાં ગામથી રમલીને લઈને આવતા હતા અને બસસ્ટોપ ઉપર બેઠા હતા,ત્યારે કરી હતી,તે વખતે તો નવા નવા લગ્ન હતા એટલે રમલી પણ બહુ બોલતી ન હતી,ખુબ શરમાળ હતી,અને ધનારામે તો બાંકડા ઉપર ઘરઘરાતી બોલાવવા માંડી, ત્યારે પણ રમલી સિવાય આજુબાજુ કોઈ ન હતું,રમલી બોલી નહોતી પણ ખભો હલાવીને બસ આવી એટલે ધનારામને જગાડ્યા હતા,તે વખતે તો રમલી હતી પણ આજે,આજે કોણ જગાડે ધનારામને,કદાચ રમલીનો અથાગ પ્રેમ મૃત્યુ પછી પણ પોતાના પ્રેમાળ પતિ અને નિર્દોષ ચકુડીની માયામાં આ ભૂમિ છોડી શક્યો ન હોય ને કોઈ તેની અદભૂત પ્રેરણા થાય ને કૈક એવું બને તો ધનારામ જાગે ,અને એવું પણ શક્ય છે કેમકે દુનિયાના ઈતિહાસમાં મૃત્યુ પછી જીવનના કેટલાય કિસ્સા નોધાયા છે,અરે હજુ પણ જ્યારે દુનિયા આટલી આગળ વધી ગઈ છે છતાં આવા તત્વો ની શોધ કરી શકી નથી,આત્મા શું છે,તેની હજુ કોઈ શોધ નથી,બસ આ પરમ તત્વ મનુષ્યનું અને તેની ખુબજ નજીક હોવા છતાં આ પામર માણસ તેને પામી શક્યો નથી ,થોડા સમય પછી બસ આવી,દસ બાર મુસાફરો ઉતરીને ગામ તરફ જતા રહ્યા, પણ ધનારામ બસના અવાજથી પણ ન જાગ્યા, અરે ગામ તરફ જતા લોકોમાં પણ કોઈની ધનારામ તરફ નજર ન પડી,ભારે થઇ, એક ચોકીદાર,પગી કે જેની ઊંઘ શ્વાન જેવી હોય,શ્વાન પણ રોટલો મળે કે ન મળે તો પણ ગલીયોમાં જાગીને ચોકીની ફરજ નિભાવતા હોય છે,પણ આજે આ ચોકીદાર નાં જાગ્યા,બસના કર્મચારી તો બસ ખાલી થઇ એટલે કનડકટરનાં બે વખતના ઘંટડીનાં અવાઝે ફરી જવા રવાના થઇ પણ ફરી એકદમ એક ઘંટડી વાગી એટલે ડ્રાઇવરે બસ બ્રેક મારી સ્ટોપ કરી અને પાછળ જોયું,"એક મિનીટ" એમ કહી કનડકટર નીચે ઉતર્યો તેની નજર બાંકડા ઉપર બેઠેલા ઊંઘી રહેલા વ્યક્તિ ઉપર પડી હતી,અંદર જઈ તેણે તેને જગાડી, "શું ભાઈ બસમાં આવવું હતું ....?"અને ધનારામ "હા ..હા..."એમ કહી એકદમ જાગ્યા ,આજુબાજુ નજર ફેરવી કઈ રહી ગયું નથી તેની જાંચ કરી,અને બસ તરફ પ્રસ્થાન કર્યું,"અરે ભલારામ મારી નજર પડી ન હોત તો પાછા જવું પડત," અરે ભાઈ,તમે બહુ મોટું ભગવાનનું કામ કર્યું,હું અહીનો રહેવાસી નથી,ઘણો આભાર ભાઈ તમારો,ભગવાન તમારું ભલું કરે "કઈ વાંધો નહિ કાકા ,થાક માણસને મજબુર કરે એટલે આવું થાય ,સાચવીને ચઢજો""હા ,ભાઈ"ધનારામની કાળજી લેવાઈ પણ એ પગથીયા ઉપર પગ મુકે ત્યાં પાછળથી કોઈકે સ્પર્શ કરી ધનારામને રોક્યા, ધનારામે પાછળ  જોયું,એક યુવાન દોડતો આવ્યો હતો,"તમે ધનારામ" પૂછ્યું,"હા ,ભાઈ " ધનારામે કહ્યું "તમને શેઠ પાછા બોલાવે છે,"અને ધનારામ કઈ કહે તે પહેલાજ "કોણ મગન શેઠ...?" કનડકટરે  પૂછ્યું, ધનારામ તાજુબ થઇ ગયા,બસનો  કનડકટર પણ મગન શેઠને જાણતો હતો ,"પણ ભાઈ મારે કાલે ખુબજ અગત્યનું કામ છેને,અને જવું ઘણું અગત્યનું છે "ધનારામેં  ભોળાભાવે કહ્યું ,હવે કેમનું કરવું, ધનારામ માટે કોયડો ઉભો થયો,શેઠ જરૂર વગર તેમને પાછા ન બોલાવે,જરૂર કઈ અગત્યનું હશે પણ બસમાં ન જવાય ,દીકરીની ફી ન ભરાઈ તો પણ તકલીફ, ધનારામ મૂંઝાયા,બરાબરના મૂંઝાયા,ઊંઘમાં કોઈની મદદ મળી તો તે જાગ્યા ,હવે ફરી ફસાયા, બહુ વાર થઇ એટલે બસનો ડ્રાઈવર પણ નીચે ઉતરી આવ્યોક્યારે શું થાય કશું કહેવાય નહિ, યુવાન કશું કહે તે પહેલાજ "કાકા જાવ, શેઠ એમનેમ નાં બોલાવે,જાવ,કાલની ચિતા ન કરો,એ બધું પણ શેઠ ઉપર છોડીદો," કનડકટરે કહ્યું,"એમ,તમેય શેઠને સારી રીતે ઓળખતા  લાગો છો...!" ધનારામ બોલ્યા,"અરે શેઠને કોણ ન ઓળખે "કનડટકરનાં બોલવામાં ઘણું તથ્ય હતું "ચાલો તારે, ભગવાનની મરજી "ધનારામ બસ છોડી કનડકટરનો આભાર માની યુવાન સાથે ચાલવા લાગ્યા.કાકા અને યુવાનના ગયા પછી બસ ફરીથી રવાના થઇ,બસસ્ટોપ ઉપર એકાંત સર્જાયું,ધનારામે યુવાનને પ્રશ્ન કર્યો

"શું નામ ભાઈ તારું"જવાબમાં "હું ભગત "એમ કહેતા કાકાની આખો પહોળી થઇ,
"
એમ,ભગત,આ ભગત એટલે તમારી અટક છે કે ખરેખર ભક્તિનો રંગ લાગ્યો છે," જવાબ માં
"
ના,કાકા એવું નથી આ તો મારું મંદિરે જવું ,અને ખોટી વાતોનો વિરોધ કરવો એટલે મારા બધા મિત્રો ચીડવતા થઇ ગયા ને એમાં ને એમાં છોકરાથી માંડીને ગામમાં બધે ભગત કહીને બોલાવા લાગ્યા,શરૂઆતમાં થોડુક અતડું લાગ્યું પણ હવે ગમતું થઇ ગયું એટલે હું ભગત બાકી મારું નામ તો મહેશ "ભગતે ટુકમાં કહ્યું 
"
તને ખબર છે મહેશ એય ભગવાનનું નામ છે,દેવોનાદેવ ,દેવાધિદેવ મહેશ,"ધનારામે ભક્તિની વાત કરી
"
ખબર છે કાકા,તમેય ભક્તિમાં ખુબ માનતા લાગો છો,"
"
જીવનમાં ખુબ અગત્યની વસ્તુ,બાકી બધું અહીનું અહી,માયાથી જોડાયેલું બધું છોડવું પડે,ખરું કે નહિ ......?"
"
ખરું કાકા એકદમ ખરું,તમારી સાથે વાત કરવામાં મઝા આવે છે,કાકા તમને જય શ્રી કૃષ્ણ,"
"
જય શ્રીકૃષ્ણ ભગતજી,પણ આપણે આમ કેમ ચાલ્યા,પેલી ગલીમાંથી નહોતું જવાનું,?'ધનારામને રસ્તો બરાબર યાદ હતો.
"
એમથી હો જવાય,પણ આ શોર્ટકટ છે "ભગતે જવાબ આપ્યો
"
સારુભાઈ,તને વધારે ખબર,"
"
આ તો હું પથારીમાજ જતો હતો ને મણીકાકી બોલાવવા આવ્યા ,મહેશ જલ્દી બસસ્ટોપ ઉપર જા ત્યાં ધનારામ કરીને એક કાકા શેઠના મિત્ર છે તે મળશે,તેમને પાછા બોલાવી લાવ,જલ્દી કરજે કેમકે બસ નો સમય થઇ ગયો છે,અને એમ કહ્યું એટલે હું દોડતો આવ્યો,જો દોડ્યો ન હોત તો તમે જતા રહ્યા હોત,"
"
તને મણીબેન મહેશ કહે છે ભગત નહિ,"કાકા ભગતની વાતની બરાબર નોધ લેતા હતા,
"
નાં એ એકલાજ મને મહેશ કહે છે,કેમકે એમને ખબર છે મને વધારે શું ગમે છે, બધા મારા દોસ્તો મજાક કરે પણ તેમણે મને કાયમ માન આપ્યું છે,એટલે હું એમની કોઈ વાત ટાળતો નથીકોઈક જ એવા હોય " 
"
સાચી વાત છે તારી,મારો અનુભવ પણ એમના માટે ઘણો સારો છે,ભગતજી હું પણ બસસ્ટોપ પર બેઠા બેઠા ઊંઘી ગયો હતો આ તો કંડક્ટરે  નીચે આવીને જગાડ્યો નાં હોત તો કદાચ તું આવ્યો ત્યારે પણ મને ઊંઘતો જોત,આમાંય ભગવાનની મરજી નથી લાગતી,કોઈને કોઈ રીતે અહી રેવાનું નક્કી હશે "
"
ભગવાનની મરજી વગર પત્તુય હાલતું નથી કાકા,લો શેઠનું મકાન આવી ગયું,"ભગતે બારણે ધક્કો દેતા બારણું ખુલી ગયુ બંને અંદર ગયા,મણીબેન સામેજ હતા ,"
જય શ્રી કૃષ્ણા,તમને પાછી તકલીફ આપી ધનાભાઇ," મણીબેનનાં ચહેરે સ્માઈલ હતું ,
"
જય શ્રી કૃષ્ણા, બેન,હવે તો આપણો ઘરનો સંબંધ હવે શેની તકલીફ " શેઠ અને શેઠાણી પણ બહાર આવ્યા,બધા ખુશ નજરે પડતા હતા,બધાનું અભિવાદન જોઇને ધનારામ પણ ખુબ ખુશ હતા,શેઠ સાથે ધનારામ શેઠના રૂમમાં ગયા,મણીબેન,ભગત અને અલ્કાબેન બહાર હતા,
"
હું જાઉં કાકી," ભગતે બંને તરફ જોઇને કહ્યું,
"
બહુ દોડવું પડ્યું હશે, નહિ?"મણીબેને પ્રશ્ન કર્યો
"
દોડ્યો નાં હોત તો કાકા બસમાં ચઢતા જ હતા,ચુકી જાત"
"
સાંભળ, મહેશ જતા જતા તારે મારું બીજું એક કામ કરવાનું છે,વીરસિંહ કાલે કોલેજ જવાનોને,તે તેને જઈને કહેતો જજેને ,કાલે જાય તે પહેલા અહી મને મળીને જાય, ભૂલાય નહિ બહુજ અગત્યનું છે,"
"
સારું કાકી,હમણાજ જાઉં છું,જય શ્રી કૃષ્ણા,જય શ્રી કૃષ્ણા અલકા માસી,"
"
જય શ્રી કૃષ્ણા,ભગત"અને અલકા બેનના જવાબ સાથે ભગત ગયો અને મણીબેને ઘરનું બારણું બંધ કર્યું.

બારણું બંધ કરી મણીબેન સીધા શેઠનાં રૂમ તરફ ગયા, શેઠ અને ધનારામ સાથેની ચર્ચામાં તેમનું હાજર રહેવું ઘણું જ અગત્યનું હતું  કેમકે ચર્ચામાં ઘણી બધી વાતની સ્પષ્ટતા કરવાની હતી,ચર્ચા તૂટેલા અને ફરીથી જોડાતા સબંધોની હતી,ધનારામની દીકરી અને જગન માટેના સગાઈની હતી,કે જેમાં ધનારામ જગન નાં તુટતા સબંધના સાક્ષી હતા,તેમની સગી આંખોએ તૂટતા સબંધ અને કુટુંબની પરેશાનીને ભાર્યા હતા,અને પોતાની હોશિયાર,સુંદર દીકરી કે જેની માં વગર પણ બાપે પુરા પ્રેમથી  માવજત કરીને કોલેજના પગથીયા સુધી પહોચાડવામાં પોતાની ફરજ નિભાવી હતી,તેના સગપણ ની વાત હતી,દીકરી પોતાની રીતે ઘણાજ ચાતુર્યથી પોતાનો  વિકાસ ફેલાવી રહી હતી,તેની સફળતાઓને જોઇને તેના બાપાની આંખો વારેઘડીયે ભીની થઇ જતી હતી,તેના સગપણની વાત થવા જઈ રહી હતી,કે જેની બાપ અને બેટી બંનેને ખબર નહોતી,બસ મણીબેનના ચતુરાઈથી ભરેલા મનની આ એક ઉપજ હતી,કે જેનાથી આ દિલોના સબંધો સગપણનાં એક મોટા પ્રસંગમાં  ફેરવાવાના  હતા,
શેઠ  ધનારામના પાછા  આવ્યાથી ખુબ ખુશ હતા,મિત્રતાનો સારો ભૂતકાળ તેમની સમક્ષ હતો,સાચા દિલથી જોડાતા સબંધોનો વર્તમાન કાલ હતો અને અને અત્યાર સુધીની મુસીબતોને જોજનો દૂર મૂકી દેવાનો ખુબજ સારો ભવિષ્યકાળ હતો,જોકે ખુબજ વિવેક્શાળી શેઠ માટે તો ભૂત અને  ભાવી બંને કરતા ચાલુ કાળની ક્રીયાઓજ અગત્યની હતી, મણીબેનની ચતુરાઈથી આ ખુશીનું વાતાવરણ ઉભું થયું હતું,અને એની અસરથી બધું જ બદલાઈ રહ્યું હતું,બધાને તેમનું ખુબજ માન હતું ,પણ મણીબેનને તેની કોઈ અસર ન હતી,તેતો પોતાની ફરજ સમજી પોતાની નજર કોઈ ખોટું ન થાય તે તરફ રાખતા હતા,અને નવા નવા કદમો હોશિયારીથી ભરી રહ્યા હતા,મુસીબતોથી ઘેરાયેલા વાતાવરણમાં પોતાની ખુબીથી બચાવના સફળ રસ્તાઓ શોધવા, જોઈતા  દરેક ગુણો તેમનામાં હતા,અને તેથી શેઠનું કુટુંબ ખુબજ નસીબદાર હતું,પૈસો ગમે તેટલો હોય પણ મુસીબતોને હળવી કરી શકે પણ મિટાવી ન શકે,જીવન છે તો સુખ દુ: બંનેનું જોડાણ રહેવાનું જ છે,બસ સાચવીને ચાલવામાં જ સફળતા છે,એક ખોટું સ્ટેપ અને મોટું તોફાન,કે જેમાં બધું વેર વિખેર,આ ક્ષણો શેઠના કુટુંબ માટે હવે હળવી થઇ રહી હતી

ભગત મણીબેનના સૂચનથી સીધો વીરસિંહને ત્યાં ગયો,બારણાં  ઉપર નોક કરતા તેની બેને બારણું ઉઘાડયું,
"
કેમ છો ભગતભાઇ રાતે ભૂલા પડ્યા,"
"
જા,હવે છાનીમાની,ભગત ભૂલા  ન પડે,"ભગતે નાનકી ને મજાકી  જવાબ આપ્યો ,સોળ વર્ષ પુરા કર્યા પછી પણ વીરસિંહની  બેન બધા માટે હજી નાનકી જ હતી,
"
એ તો ભગવાનને ભૂલા પાડીને પડે ખરુંને " આ જવાબ આપી, હસતી નાનકી થોડી ગંભીર થઇ અને એક નજર દાદર તરફ નાખી ભગતને વિના વિલંબે ધીરા અવાજે પૂછી નાખ્યું
"
ભગતભાઇ, ભાઈને શું થયું છે,કેટલા દિવસોથી જાણે તેમનું મન કશામાં લાગતું ન હોય એવું લાગ્યા કરે છે,બા બાપુ પણ તેથી થોડા પરેશાન છે,જાણે ખુબ નિરાશ થઇ ગયા હોય ,મને બહુ ચિતા થાય છે,"
"
મને તો કઈ ખબર નથી,કદાચ કોલેજમાં કઈ થયું હોય,પણ તું ચિંતા ન કરતી,રતન આવશે એટલે બધું પૂછી લઈશ,એ આવતો લાગે છે,"બંને ફરીથી મજાકી મૂડમાં આવી ગયા,
"
હા,અવે ,તું મોટકી ક્યારે થવાની,પછી તારું  ગોઠવી દઈએ,તે કાકી કાકાનો ભાર ઓછો થાય, "
"
પેલા,મોટા તમે તે તમારો વારો,પણ ભગત પરણે ખરા"અને તે મોટેથી હસી,વીરસિંહ સાંભળી નીચે આવ્યો,
"
તારે શું પ્રોબ્લેમ છે નાનકી,ભગતને હેરાન કરવામાં પડી છે,ચલ ભગત ઉપર બેસીએ ,"
"
ના,લા ભાઈ,મારેય કામ છે,પછી ક્યારેક,ને  તારે કાલે કોલેજમાં જવાનું નથી ?, "
"
જવાનું છેને પણ ક્લાસ દસ વાગ્યાનો છે એટલે મોડા જઈએ તોચાલે મારા ભઈ,"
"
તે સાંભળ,તારે કાલે જતા પેલા મણીકાકીને જગનને ત્યાં મળીને જવાનું છે ,તે કહેવા હું આવ્યો હતો,ભૂલતો નહિ કઈ ખાસ કામ છે"
"
મળતો જઈશ,પણ આવ્યો છે તો ઘડીક બેસ તો ખરો, નાનકી બે સરબત લેતી આવ,ભગત ભાઈ તને કઈ આશીર્વાદ આપે "
"
ખરા ભગત થોડા છે તે આશીર્વાદ ફળે"
"
ખરો ભાઈ  તો છુને,જા જલ્દી કર,નાનકી પછી મારે જવું છે," નાનકી ગઈ ને બે સરબત લઇ આવી,

"એ ભગત તારી આ ભગત બન્યાની કહાણી નાનકી ને કે, બહુ ગમશે

 ભગત નાનકીની માહિતીથી વીરસિંહનાં ચહેરાનું  નિરિક્ષણ કરવા લાગ્યો,જરૂર ફેરફાર હતો,નાનકી સાચી હતી,તેને કૈક કહેવું હતું પણ કહી શકાતું ન હતું,શું હશે ભગતને કઈ સમજમાં નહોતું આવતું,પણ કઈ હોય તો જરૂર ગંભીર સમશ્યા કહેવાય ભગતનું માથું ઝટકો ખાઈ ગયું

"નાં આજે નહિ પછી ક્યારેક,નહિ તો નાનકી માથું ખાઈ જશે"ભગતે નકારો ચાલુ રાખ્યો પણ
 "
નાં કોને ભગત ભાઈ,ના કો તો મારા સમ,પ્લીઝ ભગતભાઇ"નાનકીની ઇન્તેજારી વધી ગઈ
"
જોયું,તારે ગમે તે બાને મને રોકવો છેટુકમાં કહું  છું "બધાના ચહેરા ઉપર સ્માઈલ રેલાયું કાકા કાકી ઘરમાં ન હતા નહિ તો તે પણ આવીને બેસી જાત,
"
જો આ ભગત બનાવવામાં તારા ભાઈનો મુખ્ય હાથ છે,વાત એવી હતી કે,અમે રોજની માફક ભેગા થઈને ગપ્પા મારતા હતા અને બધા બધાની વાત એક પછી એક કરતા હતા,ત્યાં મારો વારો આવ્યો,ને કોઈ વિષય નોતો,એટલે રોજ મંદિરે ચાલતા દર્શન કરવા જઈએ તો લાભ  વધારે મળે ,એમ કહીને મેં શરૂઆત કરી અને પછી તો રોજ ચાલતા જતા હોઈએ એટલે ટેવ પડી જાય ને લાભ વધી જાય ને ભગવાન મહેર કરીને રસ્તામાં જ મળી જાય,કોઈ દેવીનો  પરચો થાય ને તે હવામાં અધ્ધર ઉચકીને મંદિરે લઇ જાય,ને પછી તો 'મહેશ' નાં નામ સાથે કાઈ કેટલુય થાય,લોકોનું ટોળું આજુબાજુ છવાઈ જાય,ને આ તારો ભાઈ વીરસિંહ વચમાં બોલ્યો,તે દેવી જ પરચો કેમ આપે ને દેવ નહિ,બસ પછી તો બધાજ વળગી પડ્યા ને આપણે તો હવે મહેશ ભગત, બસ મારી વાત મજાકને હસા હસીમાં ક્યાય ખોવાઈ ગઈ,મને ગુસ્સો આવી ગયો,રતિકાકા હો કહેવા લાગ્યા 'ભગતથી ગુસ્સે ન થવાય'પછી તો આ બધાને છૂટ  મળી ગઈ ને,બિચારો મહેશ ભગત થઇ ગયો ,"નાનકી ખડખડાટ  હસી  પડી ,ભગત પણ હસતો હસતો જતો રહ્યો,વીરસિંહ 'આવજે લા 'કહી હસતા હસતા બારણું બંધ કરી ઉપર સુવા માટે ગયો .

 

પ્રકરણ -૬ (ધનારામ) સમાપ્ત

(જે જમણી બાજુ ના ૨૦૨૦ના  એપ્રિલ માસની પહેલી પોસ્ટ માં ઉપલબ્ધ છે.)


પ્રકરણ -૭

વીરસિંહની વ્યથા ગીતા ૨૦૨૧ ના ડિસેમ્બર માસના પહેલી પોસ્ટમાં ઉપલબ્ધ છે.


આપનો અભિપ્રાય ખુબ જરૂરી,
આભાર.

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.

આભાર.

No comments:

Post a Comment