શ્રીમદ ભાગવત ગીતા ૧ થી ૧૮ અધ્યાયોનું ગુજરાતીમાં વાંચન
શ્રી ગીતા માહાત્મ્ય
પૃથ્વી બોલ્યા : હે ભગવાન ! હે પ્રભુ ! હે પરમેશ્વર ! પ્રારબ્ધને ભોગવનારા માણસને પરમેશ્વર ઉપર અનન્ય ભક્તિ કેવી રીતે થાય તે કહો.
શ્રી વિષ્ણુ બોલ્યા : હે પૃથ્વી ! મનુષ્ય પ્રારબ્ધને ભોગવતો હોય તો પણ તે હંમેશા ગીતાનો પાઠ કરવામાં તત્પર રહેતો હોય તો તેને આ લોકમાં મુક્ત તથા સુખી જાણવો અને તે જગતમાં કર્મ કર્યા છતાં કર્મથી લેપાતો નથી.
જે માણસ ગીતાનું ધ્યાન ધરે છે તેને કમળનું પાન જેમ પાણીને સ્પર્શ કરતુ નથી તેમ મહાન પાપો પણ કોઈ દિવસ સ્પર્શ કરતા નથી.
જ્યા આગળ શ્રીમદ ભગવત ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં આગળ પ્રયાગ વગેરે તીર્થો વસે છે.
જ્યા ગીતાનો પાઠ કરવામાં આવે ત્યાં સર્વ દેવો,ઋષિયો,નાગો,ગોપાળો,ગોપિકાઓ,નારદ ,ઉદ્ધવ તથા પાર્ષદો તરત સહાય કરે છે.
હે પૃથ્વી ! જ્યાં ગીતા સંબંધી વિચારો ચાલે છે જ્યા ગીતાનું પઠનપાઠન ચાલે છે ત્યાં આગળ હું નિરંતર વાસ કરું છું.
શ્રી ગીતા એ જ મારી ઉત્તમ વિદ્યા છે,બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે,અવિનાશી છે,અવિકારી છે તથા અર્ધ માત્રા તથા અક્ષરોરૂપ હોવાથી મોઢે કરીને પણ બોલી શકાય નહિ તેવી અનિર્વાચ્ય પદ વાળી છે.
ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુખેથી અર્જુનને કહેલી આ ગીતા ત્રણ વેદ સમાન પરમ આનંદરૂપ તથા તત્વના અર્થ જ્ઞાનથી ભરેલી છે.
જે માણસ નિત્ય મનને સ્થિર રાખી ગીતાના અઢાર અધ્યાયના પાઠ કરે છે તે માણસ જ્ઞાન મેળવે છે અને પરમપદને પામે છે.
જે શ્રીમદ ભગવત ગીતાનો સંપૂર્ણ પાઠ કરવા સમય ન હોય તો અર્ધો પાઠ કરે તેથી તેને ગાયના દાનનું ફળ મળે છે.
ત્રીજા ભાગનો પાઠ કરનારને ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનારને સોમયાગનું ફળ મળે છે.
જે ભક્તિવાળો થઈને ગીતાના માત્ર એક અધ્યાયનો પાઠ કરે છે તે શિવનો અથવા વિષ્ણુનો ગણ થઇ શિવલોકમાં કે વિષ્ણુ લોકમાં લાંબા કાળ સુધી રહે છે.
હે વસુંધરા ! જે પુરુષ ગીતાના એક અધ્યાયનો અથવા તો એક શ્લોક કે એક ચરણનો હંમેશા પાઠ કરે છે તે મન્વંતર થતા સુધી શ્રેષ્ઠ મનુષ્ય કોટિમાં જન્મ્યા કરે છે.
જે ગીતાના દશ શ્લોકનો,સાત શ્લોકનો,પાંચ શ્લોકનો ,ચાર શ્લોકનો, ત્રણ શ્લોકનો ,બે શ્લોકનો,એક શ્લોકનો કે અર્ધા શ્લોકનો પાઠ કરે છે તે દસ હજાર વર્ષો સુધી ચંદ્રલોકમાં વસે છે,તેમજ જે માણસ ગીતાનો પાઠ કરતો હોય તે મરી ગયા પછી પાછો મનુષ્ય જન્મને પામે છે.
મૃત્યુ વખતે પણ જો માણસ ‘ગીતા’ એટલોજ શબ્દ ઉચ્ચારે તો પણ તે મોક્ષને પામે છે તો જે ગીતાનો પાઠ કરે તે ઉત્તમ મોક્ષને પામે તેમાં સંદેહ શું ?
મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને વિષ્ણુ સાથે આનંદ કરે છે.
ઘણા કર્મો કર્યા પછી વિશ્રાંતિ લઈને જે હંમેશા ગીતાના અર્થનું ધ્યાન કરે છે તે જીવન્મુક્ત થાય છે અને દેહ પડ્યા પછી તે પરમપદને પામે છે.
જનક વગેરે ઘણા રાજાઓ શ્રી ગીતાનું જ્ઞાન મેળવીને પાપ રહિત થયા હતા અને દુનિયામાં યશ મેળવીને પરમપદને પામ્યા હતા.
જે ગીતાનો પાઠ કરીને તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો ગીતાનો પાઠ નિષ્ફળ જાય છે અને તે પાઠને વ્યર્થ શ્રમ જ કહ્યો છે.
જે આ શ્રી ગીતાના માહાત્મ્યની સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતાના પાઠના પુરા ફળને મેળવી દુર્લભ ગતિને પામે છે.
સૂત બોલ્યા - જે મનુષ્ય ગીતાનો પાઠ કરીને અંતે ગીતાના આ સનાતન મહાત્મ્યનો પાઠ કરે છે અથવા મેં કહ્યું તેમ આરંભમાં તેનો પાઠ કરે છે તે મારા કહેલા ફળને પ્રાપ્ત કરે છે
ઇતિ શ્રી વારાહપુરાણે શ્રીમદ્દગીતામાહાત્મયમ સંપૂર્ણ.
ભાગ પહેલો
ભાગ બીજો
ભાગ ત્રીજો
ભાગ ચોથો
ભાગ પાંચમો
ભાગ છઠ્ઠો
ભાગ સાતમો
ભાગ આઠમો
ભાગ નવમો
ભાગ અગિયારમો
ભાગ બારમો
ભાગ તેરમો
ભાગ ચૌદમો
ભાગ પંદરમો
ભાગ સોળમો
ગીતાજીના વાંચન આપને સાંભળવું ગમ્યું હશે તે અંગે આપનો અભિપ્રાય જણાવશો તો આનંદ થશે આપ મિત્રો તેમજ આપ સહુના કુટુંબીજનોને શુભકામના સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ
( જો આપને આ ગીતાજીનું વાંચન ગમ્યું હોય અને ગિફ્ટ રૂપે જો ડીવીડી કોઈને આપવા ઇચ્છતા હોય તો હું મારા કોમ્પ્યુટર ઉપરથી બે ભાગમાં ડીવીડી બનાવી ડોલર-૫ + શિપિંગ (ખાલી યુ.એસ.એ. માં ) મારા પે- પાલ ખાતામાં જમા કરાવતા આપને મોકલી શકીશ.મારુ ઈ -મેલ સરનામું ompainting@gmail.com છે આભાર.)
જય શ્રી કૃષ્ણ
No comments:
Post a Comment