Saturday, February 15, 2025

શ્રીમદ ભાગવત કથા ગુજરાતીમાં ( તૃતીય સ્કંધ અધ્યાય ૧ થી 33 ) વાંચો અહીં ક્રમશ:

 



ૐ શ્રી ગણેશાય નમ:

શ્રીમદ્ભાગવત મહાપુરાણ 

તૃતીય સ્કંધ

પહેલો અધ્યાય

ઉદ્ધવ અને વિદુરનું મળવું

શ્રી શુકદેવજીએ કહ્યું -પરીક્ષિત ! જે વાત તમે પૂછી છે,તે પૂર્વકાળમાં પોતાના સુખસમૃદ્ધિથી ભરેલા ઘરને છોડીને વનમાં ગયેલા વિદુરજીએ ભગવાન મૈત્રેયજીને પૂછી હતી.જયારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા,ત્યારે તેઓ દુર્યોધનનો મહેલ છોડીને તેજ વિદુરજીના ઘરમાં તેમને પોતાના જ માનીને વગર બોલાવ્યે જતા રહ્યા હતા.
રાજા પરીક્ષિતે પૂછ્યું- પ્રભુ ! એ તો બતાવો કે ભગવાન મૈત્રેયની સાથે વિદુરજીનો સમાગમ ક્યાં અને કયા સમયે થયો હતો ? પવિત્રાત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેયજીથી કોઈ સાધારણ પ્રશ્ન નહિ કર્યો હોય,કેમકે તેમને તો મૈત્રેયજી જેવા સાધુશિરોમણીએ અભિનંદનપૂર્વક જવાબ આપીને મહિમાન્વિત કર્યા હતા.
સુતજી કહે છે- સર્વજ્ઞ શુકદેવજીએ રાજા પરીક્ષિતે આવી રીતે પૂછવાથી અતિ પ્રસન્ન થઈને કહ્યું -સાંભળો.
શ્રી શુકદેવજી કહેવા લાગ્યા - પરીક્ષિત ! આ તે દિવસોની વાત છે,જયારે આંધળા રાજા ધુતરાષ્ટ્રે અન્યાયથી પોતાના પુત્રોના પાલન પોષણ કરતા કરતા પોતાના નાના ભાઈ પાંડુના અનાથ બાળકોને લાક્ષાગૃહમાં મોકલીને આગ લગાવડાવી.જયારે તેમની પુત્રવધુ અને રાજા યુધિષ્ઠિરની પટરાણીના વાળ દુ:શાસને ભરી સભામાં ખેંચ્યા,તે વખતે દ્રૌપદીની આંખોમાંથી આસુંઓની ધારા વહેવા લાગી અને અને તે પ્રવાહથી તેના વક્ષ:સ્થળ ઉપર લગાવેલું કેસર પણ વહેવા લાગ્યું,પરંતુ ધૃતરાષ્ટ્રે તેના પુત્રને કુકર્મ કરતા ન રોક્યો.દુર્યોધને સત્યપરાયણ ભોળા ભલા યુધિષ્ઠિરનું રાજ્ય જુગારમાં અન્યાયથી જીતી લીધું અને તેમને વનમાં કાઢી મૂક્યા.પરંતુ વનમાંથી પાછા આવ્યા પછી પ્રતિજ્ઞા પ્રમાણે પોતાનો ન્યાય ઉચિત પિતૃક ભાગ માંગ્યો,ત્યારે પણ મોહના લીધે તે અજાતશત્રુ યુધિષ્ઠિરને તેમનો  હિસ્સો ન આપ્યો.મહારાજા યુધિષ્ઠિરના મોકલવા પર જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણે કૌરવોની સભામાં હિતભર્યા કેટલાક સુમધુર વચનો કહ્યા,જે ભીષ્મ વગેરે સજ્જનોને અમૃત જેવા લાગ્યા પણ કુરુરાજે તેમના વચનોને કઈ પણ આદર ન આપ્યો,આપે કેવી રીતે? તેમના તો બધાજ પુણ્યો નાશ પામ્યા હતા.પછી જયારે સલાહ માટે વિદુરજીને બોલાવ્યા,ત્યારે મંત્રીઓમાં શ્રેષ્ઠ વિદુરજીએ રાજભવનમાં જઈને મોટાભાઈ ધૃતરાષ્ટ્ર પર પૂછવા પર તેમને તે સંમતિ આપી જેને નીતિશાસ્ત્રના જાણનારા પુરુષ ‘વિદુરનીતિ’ કહે છે.

તેમણે કહ્યું- ‘ મહારાજ ! આપ અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તેમનો હિસ્સો આપી દો.તે તમારા ન સહી શકાય તેવા અપરાધને સહી રહ્યા છે.ભીમરુપ કાલા નાગથી તો તમે પણ ડરો છો,જુઓ તે પોતાના નાના ભાઈયો સાથે બદલો લેવા માટે ઘણા ક્રોધથી ફૂંફાડા મારી રહ્યા છે.તમને ખબર નથી ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને અપનાવી લીધા  છે.તે યદુ વીરોનાં આરાધ્ય દેવ આ વખતે પોતાની રાજધાની દ્વારકાપુરીમાં વિરાજમાન છે.તેમણે પૃથ્વીના બધા મોટા મોટા રાજાઓને પોતાના આધીન કરી લીધા છે તથા બ્રાહ્મણ અને દેવતા પણ તેમના પક્ષમાં છે.જેને તમો પુત્ર માનીને પાળી રહ્યા છો તથા જેની હામાં હા મેળવતા જાઓ છો,તે દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમાન દોષ જ તમારા ઘરમાં ઘૂસીને બેઠો છે.તે તો સાક્ષાત ભગવાન  શ્રી કૃષ્ણથી દ્વેષ કરવાનો છે.તેના કારણથી તમો ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈને શ્રી હીન થઇ રહ્યા છો. એટલે જો તમો આપણા કુળને કુશળ ઈચ્છો છો તો દુષ્ટનો  તરત ત્યાગ કરો.
વિદુરજીનો એટલો સુંદર સ્વભાવ હતો કે સાધુજનો પણ તેમને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતા હતા.પરંતુ તેમની વાત સાંભળતા જ કર્ણ,દુ:શાસન અને શકુની સાથે દુર્યોધનના હોઠ અત્યંત ક્રોધથી ફરકવા લાગ્યા અને તેણે તેમનો તિરસ્કાર કરતા કહ્યું- ‘અરે ! આ કુટિલ દાસીપુત્રને અહીં કોણે બોલાવ્યો છે ? એ જેના ટુકડા ખાઈ ખાઈને જીવે છે તેના જ વિરુદ્ધમાં જઈને શત્રુનું કામ કરવા માંગે છે.તેનો પ્રાણ ન લો પણ તેણે આપણા શહેરથી તરત બહાર કાઢો ‘
ભાઈની સામેજ કાનમાં બાણોની માફક લાગનારા તે અતયંત કઠોર શબ્દોથી અપમાનિત થઈને પણ વિદુરજીને કઈ ખોટું ન લાગ્યું અને ભગવાનની માયાને પ્રબળ માનીને પોતાનું ધનુષ્ય રાજદ્વાર પર મૂકીને તે હસ્તિનાપુરથી જતા રહ્યા.કૌરવોને વિદુર જેવા મહાત્મા ઘણા પુણ્યથી મળ્યા હતા.તે હસ્તિનાપુરથી નીકળીને પુણ્ય કરવાની ઈચ્છાથી ભૂમંડળમાં તીર્થપાદ ભગવાનના ક્ષેત્રોમાં ફરવા લાગ્યા,જ્યાં શ્રી હરિ,બ્રહ્મા,રુદ્ર ,અનંત વગેરે અનેકો મૂર્તિયોના રૂપમાં વિરાજમાન છે.જ્યાં જ્યાં ભગવાનની પ્રતિમાઓથી સુશોભિત તીર્થસ્થાનો,નગર,પવિત્ર વન,પર્વત,નિકુંજ અને નિર્મલ પાણીથી ભરેલા નદી સરોવર વગેરે હતા,તે બધા સ્થાનોમાં તેઓ એકલાજ ફરતા હતા.તેઓ અવધૂત વેશમાં સ્વચ્છંદતાપૂર્વક પૃથ્વી પર ફરતા હતા,તેથી આત્મીયજન તેમનેઓરખી ન શક્યા.તેઓ શરીરને સજાવતા ન હતા,પવિત્ર અને સાધારણ ભોજન કરતા,શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા,જમીન પર સુતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતોનું પાલન કરતા રહેતા હતા.
એવી રીતે ભારત વર્ષમાં જ ફરતા ફરતા જ્યાંસુધી તે પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા,ત્યાંસુધી ભગવાન શ્રી કૃષ્ણની સહાયતાથી મહારાજ યુધિષ્ઠિર પૃથ્વીના એકચ્છત્ર અખંડ રાજ્ય કરવા લાગ્યા હતા.ત્યાં તેમણે પોતાના કૌરવ ભાઈઓને વિનાશના સમાચાર સાંભળ્યા,જે અંદરોદરના ઝગડાને કારણે પરસ્પર લડી-ભીડીને એવી રીતે નષ્ટ થઇ ગયા હતા,જેમ પોતાના જ ઘસાવાથી ઉત્તપન્ન થયેલી આગથી વાસોનું આખું જંગલ બળીને ખાક થઇ જાય છે.તે સાંભળીને તેઓ શોક કરતા કરતા ચુપચાપ સરસ્વતીના કિનારે આવ્યા.

 ત્યાં તેમણે ત્રિત,ઉશના,મનુ,પૃથુ,અગ્નિ,અસિત,વાયુ,સુદાસ,ગૌ,ગુહ અને શ્રાદ્ધદેવના નામે અગિયાર પ્રસિદ્ધ તીર્થોનું સેવન કર્યું.તેના સિવાય પૃથ્વીમાં બ્રાહ્મણ અને દેવતાઓના સ્થાપિત કરેલા જે ભગવાન વિષ્ણુના બીજા પણ કેટલાય મંદિરો હતા.જેમના શિખરો ઉપર ભગવાનના મુખ્ય આયુધ ચક્રના ચિન્હો હતા,અને જેના દર્શન માત્રથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઇ જતું હતું,તેનું પણ સેવન કર્યું.ત્યાંથી ચાલીને તેઓ ધન ધાન્યથી ભરેલા સૌરાષ્ટ્ર,સૌવીરઃ,મત્સ્ય અને
કુરુજાંગલ વગેરે દેશોમાં થતા જયારે કેટલાક દિવસોમાં યમુના કિનારે પહોંચ્યા,ત્યારે ત્યાં તેમણે પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન કર્યું.તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પ્રખ્યાત સેવક અને અત્યંત શાંતસ્વભાવના હતા.તે પહેલા બૃહસ્પતિના શિષ્ય રહી ચૂકયા હતા.વિદુરજીએ તેમને જોઈને પ્રેમથી ગાઢ આલિંગન કર્યું.અને તેમને પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના આશ્રિત તેમના સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા.

 વિદુરજી કહેવા લાગ્યા -ઉદ્ધવજી ! પુરાણપુરુષ શ્રી બલરામજી અને શ્રી કૃષ્ણે પોતાના નાભિ કમળથી ઉત્તપન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે.તે પૃથ્વીનો ભાર ઉતારીને બધાને આનંદ આપતા હવે શ્રી વાસુદેવજીના ઘેર કુશળતાથી રહે છે ને ? પ્રિયવર ! અમે કુરુવંશીયોના પરમ સુહૃદ અને પૂજ્ય વસુદેવજી,જે પિતાના જેમ ઉદારતા પૂર્વક પોતાની કુંતી વગેરે બહેનોને તેમના સ્વામીઓનો સંતોષ કરાવતા તેમની  બધી મનચાહી વસ્તુઓ આપતા આવ્યા છે,આનંદપૂર્વક છે ને ?

મહારાજ યુધિષ્ઠિર પોતાની અર્જુન અને શ્રીકૃષ્ણરૂપ બંને ભુજાઓની સહાયથી ધર્મમર્યાદાનુ ન્યાયપૂર્વક પાલન તો કરે છે ને ? મય દાનવની બનાવેલી સભામાં તેમના રાજવૈભવ અને દબદબાને જોઈને દુર્યોધન ઘણો દાહ થયો હતો.અપરાધીઓ તરફ અત્યંત અસહિષ્ણુ ભીમસેને સાપના જેવો દીર્ઘકાલીન ક્રોધને શું છોડી દીધો ?જયારે  તે ગદાયુદ્ધમાં જાત જાતના પેતરા બદલતો હતો,ત્યારે તેના પગની પછાડથી ધરતી હાલવા લાગતી હતી.જેના બાણોની
જાળમાં સંતાઈને કિરાતવેષધારી,એટલે કોઈની સમજમાં ન આવનારા ભગવાન શંકર પ્રસન્ન થઇ ગયા હતા,તે રથી
અને યુધ્ધપતિઓના સુયશ વધારનાર ગાંડીવધારી અર્જુન તો પ્રસન્ન છે ને ? હવે તો તેના બધા શત્રુઓ શાંત થઇ ગયા હશે ? પલક જેમ આંખની રક્ષા કરે છે,તેવી રીતે કુંતીના પુત્રો યુધિષ્ઠિર વગેરે જેમની કાયમ સંભાળ રાખતા હતા અને કુંતાએજ જેમનું લાલનપાલન કર્યું છે,તે માદ્રીના યમાંજ પુત્ર નકુલ-સહદેવ કુશળ તો છે ને ? તેમણે યુદ્ધમાં શત્રુથી પોતાનું રાજ્ય એવી રીતે ઝૂંટવી લીધું જેમ બે ગરુડ ઇન્દ્રના મોઢામાંથી અમૃત કાઢી લાવ્યા. અહો ! બિચારી કુંતા તો રાજર્ષિશ્રેષ્ઠ પાંડુના વિયોગમાં મૃતપાય જેવી થઈને પણ તે બાળકો માટે જ પ્રાણ ધારણ કરી રહેતી હતી.
રથિઓમાં શ્રેષ્ઠ મહારાજા પાંડુ એવા અનુપમ વીર હતા કે તેમણે ફક્ત એક ધનુષ્ય લઈને એકલાએજ ચારો દિશાઓ જીતી લીધી હતી. સૌમ્યસ્વભાવ ઉદ્ધવજી ! મને તો અધઃપતન તરફ જતા ધૃતરાષ્ટ્ર માટે વારંવાર શોક થાય છે,જેમણે પાંડવોના રૂપમાં પોતાના પરલોકવાસી ભાઈ પાંડુથી જ દ્રોહ કર્યો,તથા પોતાના પુત્રોની હા માં હા મેળવીને પોતાના હિતચિંતક મને પણ નગરમાંથી કાઢી મુકાવ્યો.પરંતુ ભાઈ ! મને તેનો કોઈ ખેદ અથવા આશ્ચર્ય નથી.જગદવિધાતા ભગવાન શ્રી કૃષ્ણજ મનુષ્યો જેવી લીલાઓ કરીને લોકોની મનોવૃત્તિયોને ભ્રમિત કરી નાખે છે.હું તો તેમની કૃપાથી તેમનો મહિમા જોતો બીજાઓની નજરથી દૂર રહીને સાનંદ ફરી રહ્યો છું.જોકે કૌરવોએ તેમના ઘણા અપરાધ કર્યા,છતાંપણ ભગવાને તેમની તેટલા માટે ઉપેક્ષા કરી દીધી હતી કે તે તેમની સાથે તે દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા ઇચ્છતા હતા,જે ધન,વિદ્યા અને જાતિના મદથી આંધળા થઈને કુમાર્ગગામી થઇ રહ્યા હતા અને વારંવાર પોતાની સેનાઓથી પૃથ્વીને કંપાવી રહ્યાં હતા.ઉદ્ધવજી ! ભગવાન શ્રી કૃષ્ણ જન્મ અને કર્મથી રહિત છે,છતાંપણ દુષ્ટોનો નાશ કરવા અને લોકોને પોતાના તરફ આકર્ષવા તેમના દિવ્ય જન્મ અને કર્મ થયા કરે છે.નહિ તો ભગવાનની તો વાત જ શું-બીજા જે લોકો ગુણોથી પાર થઇ ગયા છે,તેમાં પણ એવું કોણ છે,જે આ કર્માધિન દેહના બંધનમાં પડવાનું વિચારશે.એટલે મિત્ર ! જેમણે અજન્મા થઈને પણ પોતાની શરણમાં આવેલા બધાજ લોકપાલ અને આજ્ઞાકારી ભક્તોનું પ્રિય કરવા માટે યદુકુળમાં જન્મ લીધો છે,તે પવિત્રકીર્તિ શ્રીહરિની વાતો સંભળાવો.

બીજો અધ્યાય
ઉદ્ધવજી દ્વારા ભગવાનની બાળલીલાઓનું વર્ણન.

શ્રી શુકદેવજી કહે છે -જયારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવજીને આવી રીતે તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણથી સબંધ રાખનારી વાતો પૂછી,ત્યારે તેમને પોતાના સ્વામીનું સ્મરણ થઇ આવ્યું અને તે હૃદય ભરાઈ આવવાના કારણે કોઈ પણ જવાબ આપી ન શક્યા. જયારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે બાળકોની માફક રમતમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તન્મય થઇ જતા હતા કે કલેવે માટે માના બોલાવવા પર પણ તેને છોડીને જવા ચાહતા નહોતા.હવે તે લાંબા સમયથી તેમની સેવામાં રહેતા રહેતા તે વૃદ્ધ થઇ રહ્યા હતા,એટલે વિદુરજીના પૂછવાથી તેમને તેમના પ્યારા પ્રભુના ચારણકમળોનું સ્મરણ થઇ આવ્યું- તેમનું મન વિરહથી વ્યાકુળ થઇ ગયું.પછી તે જવાબ શી રીતે આપી શકે.ઉદ્ધવજી શ્રીકૃષ્ણના ચરણાર્વિન્દ મકરંદ સુધાથી સરચોર થઈને બે ઘડી સુધી કઈ પણ બોલી ન શક્યા.તીવ્ર ભક્તિ યોગથી તેમાં ડૂબીને તે આનંદમગ્ન થઇ ગયા.તેમના આખા શરીરમાં રોમાન્સ થઇ ગયો તથા ભરેલા નેત્રોમાંથી પ્રેમના આસુંઓની ધારા વહેવા માંડી.ઉદ્ધવજીને આવી રીતે પ્રેમપ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુરજીએ તેને કૃતકૃત્ય માન્યું.કેટલાક સમય પછી જયારે ઉદ્ધવજી ભગવાનના પ્રેમધામથી ઉતરીને ફરીથી ધીરે ધીરે સંસારમાં આવ્યા,ત્યારે પોતાની આંખો લૂછીને ભગવત્લ્લીલાઓનું સ્મરણ થઇ આવવાથી વિસ્મિત થઈને વિદુરજીથી એવી રીતે કહેવા લાગ્યા. 

ઉદ્ધવજીએ કહ્યું -વિદુરજી ! શ્રી કૃષ્ણરૂપ સૂર્યના છુપાઈ જવાથી અમારા ઘરોને કાળરૂપ અજગર ગળી ગયો છે,તે શ્રીહીન થઇ ગયા છે.હવે હું તેઓની શું કુશળતા સંભળાવું.ઓહ ! આ મનુષ્ય લોક ઘણું કમનસીબ છે,તેમાં યાદવ તો ખૂબ જ ભાગ્યહીન છે,જેમણે નિરંતર શ્રી કૃષ્ણની સાથે રહેવા છતાં પણ તેમને ન ઓરખ્યાં- જેવી રીતે અમૃતમય ચંદ્રમાના સમુદ્રમાં રહેવાના સમયે માછલીઓ તેને નહોતી ઓરખી શકી.યાદવ લોકો મનના ભાવને તોળનારા ઘણા સમજદાર અને ભગવાનની સાથે એકજ સ્થાનમાં રહીને ક્રીડા કરનારા હતા,તો પણ તે બધાએ આખા વિશ્વના આશ્રય સર્વાન્તર્યામી શ્રી કૃષ્ણને એક શ્રેષ્ઠ યાદવ જ સમજ્યા.પરંતુ ભગવાનની માયાથી મોહિત તે યાદવો અને તેમનાથી નકામું વેર કરનારા શિશુપાલ વગેરે અવહેલના તથા નિંદાસૂચક વાક્યોથી ભગવત્પ્રાણ મહાનુભાવોની બુદ્ધિ ભ્રમમાં પડતી નહોતી.જેમણે ક્યારેય તપ નથી કર્યું,તે લોકોને પણ એટલા દિવસો સુધી દર્શન આપીને હવે તેમની દર્શન લાલસાને સંતોષ્યા વિના જ તે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ત્રિભુવન મોહન શ્રીવિગ્રહને છુપાવીને અંતર્ધ્યાન થઇ ગયા છે અને એવી રીતે માનો તેમના નેત્રોને જ ઝૂંટવી લીધા છે.ભગવાને તેમની યોગમાયાનો પ્રભાવ બતલાવવા માટે માનવલીલાઓના યોગ્ય  જે દિવ્ય શ્રી વિગ્રહ પ્રગટ કર્યો હતો,તે એટલો સુંદર હતો કે તેને જોઈને આખી દુનિયા તો મોહિત થઇ જતી હતી જ,તે જાતે પણ વિસ્મિત થઇ જતા હતા.સૌભાગ્ય અને સુંદરતાની તે રૂપમાં પરાકાષ્ઠા હતી.તેનાથી આભૂષણ (અંગોના ઘરેણાં ) પણ વિભૂષિત થઇ જતા હતા.

ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જયારે ભગવાનના તે નયનાભિરામ રૂપ ઉપર લોકોની દ્રષ્ટિ પડી હતી,ત્યારે ત્રિલોકીએ એ માન્યું હતું કે માનવ સૃષ્ટિની રચનામાં વિધાતાની જેટલી ચતુરાઈ છે,બધી એ રૂપમાં પુરી થઇ ગઈ છે.તેમના પ્રેમપૂર્ણ હાસ્ય વિનોદ અને લીલામય ચિતવનમાં સન્માનિત થવાથી વ્રજબાળાઓ આંખો તેમની તરફ લાગી જતી હતી અને તેમનું ચિત્ત પણ એવું તલ્લિનન થઇ જતું હતું કે તે ઘરના કામધંધા અધૂરા જ છોડીને જડપુતળીયોની માફક ઉભી રહી જતી હતી.ચરાચર જગત અને પ્રકૃતિના માલિક ભગવાને જયારે પોતાનું શાંત રૂપ મહાત્માઓને પોતાના જ ઘોરરૂપ અસુરોથી સતાવતા જોયા ત્યારે તે કરુણાભાવથી દ્રવિત થઇ ગયા અને અજન્મા હોવા છતાં પણ પોતાના અંશ બલરામજીની સાથે લાકડામાં અગ્નિની માફક પ્રગટ થયા.અજન્મા હોવા છતાં વસુદેવજીને ત્યાં જન્મ લેવાની લીલા કરવી, બધાને અભય આપનારા હોવા છતાં પણ માનો કંસના ભયથી વ્રજમાં જઈને છુપાઈ રહેવું અને અનંતપરાક્રમી હોવા છતાં પણ કાલયવનની સામે મથુરાનગરીને છોડીને ભાગી જવું -ભગવાનની આ લીલાઓ યાદ આવી આવીને મને બેચેન કરી મૂકે છે.તેમણે દેવકી વાસુદેવની ચરણવંદના કરીને કહ્યું હતું -‘પિતાજી ,માતાજી ! કંસનો ઘણો ભય રહેવાને કારણે મારાથી તમારી કોઈ સેવા ન થઇ શકી,તમો મારા તે અપરાધ પર ધ્યાન ન આપીને તમો મારા પર પ્રસન્ન છો !’શ્રી કૃષ્ણની તે વાત જયારે યાદ આવે છે,ત્યારે અત્યારે પણ મારુ મન ખુબ દુઃખી થઇ જાય છે.જેમણે કાળરૂપ તેમની ભૃકુટીવિલાસથી જ પૃથ્વીનો આખો ભાર ઉતારી દીધો હતો,તે શ્રી કૃષ્ણના પગ-પદ્મ- સુગંધનું સેવન કરનાર એવા કોણ પુરુષ છે જે તેમને ભૂલી શકે.તમે લોકોએ રાજસૂય યજ્ઞમાં પ્રત્યક્ષ જોયું હતું કે શ્રી કૃષ્ણથી દ્વેષ કરનાર શિશુપાલને તે સિદ્ધિ મળી ગઈ,જેને મોટા મોટા યોગી યોગ-સાધના કરીને હરીફાઈ કરતા રહ્યા હતા.તેમનો વિરહ ભલા કોણ સહી શકે છે.શિશુપાલની માફક મહાભારત યુદ્ધમાં જે બીજા યોદ્ધાઓએ પોતાની આંખોમાં ભગવાન શ્રી કૃષ્ણના નયનાભિરામ મુખ-કમળનો મકરંદ પીતા પીતા,અર્જુનના બાણોથી વીંધાઇને પ્રાણત્યાગ કર્યા,તે પવિત્ર થઈને બધાજ ભગવાનના પરમધામને પ્રાપ્ત થઇ ગયા.ભગવાન શ્રી કૃષ્ણ જાતે ત્રણે લોકના અધિશ્વર છે.તેમના જેવું કોઈ જ નથી,તેમનાથી સારું કોણ હોય,તેઓ પોતાના સ્વતઃ સિદ્ધ ઐશ્વર્યથી જ કાયમ પૂર્ણકામ છે.ઇન્દ્ર વગેરે અસંખ્ય લોકપાલ ગણ નાના પ્રકારની ભેટો લાવી લાવીને પોત પોતાના મુકુટોના આગળના ભાગે તેના ચરણ રાખવાની ચોંકીને પ્રણામ કર્યા કરે છે.વિદુરજી ! તે જ ભગવાન શ્રી કૃષ્ણ રાજ સિંહાસન પર બેઠેલા ઉગ્રસેનની સામે ઉભા રહીને નિવેદન કરતા હતા,’દેવ !  અમારી પ્રાર્થના સાંભળો.’ તેમની તે સેવા ભાવની યાદ આવતા જ અમારા જેવા સેવકોનું મન અત્યંત વ્યથિત થઇ જાય છે.પાપિણી પૂતનાએ પોતાના સ્તનમાં હળાહળ ઝેર લગાડીને શ્રી કૃષ્ણને મારી નાખવાની ઈચ્છાથી તેમને દૂધ પીવડાવ્યું હતું,તેને પણ ભગવાને તે પરમગતિ આપી હતી જે ઘાયને મળવી જોઈએ.તે ભગવાન શ્રી કૃષ્ણ ના સિવાય બીજું કોણ દયાળુ છે,જેમની શરણ લે.હું અસુરને પણ ભગવાનનો ભક્ત સમજુ છું,કેમકે વૈરભાવ વાળા ક્રોધને કારણે તેનું મન કાયમ શ્રી કૃષ્ણમાં લાગેલું રહેતું હતું અને તેને રણભૂમિમાં સુદર્શનધારી ભગવાનને ખભા ઉપર ચઢાવીને ઝપટ મારતા ગરુડજીનાં દર્શન થયા કરતા હતા.

બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારીને તેને સુખી કરવા માટે કંસના કારાગારમાં વાસુદેવ-દેવકીને ત્યાં ભગવાને અવતાર લીધો હતો.તે વખતે કંસના ડરથી વસુદેવજીએ તેમને નંદબાબાને ત્યાં પહોંચાડી દીધા હતા.ત્યાં તેઓ બલરામજીની સાથે અગિયાર વર્ષ સુધી એવી રીતે છુપાઈને રહ્યા કે તેનો પ્રભાવ વ્રજની બહાર કોઈની ઉપર ન પડ્યો.યમુનાના ઉપવનમાં,જેના હર્યા ભર્યા વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ઝુંડોના ઝુંડો રહે છે.ભગવાન શ્રી કૃષ્ણે વાછરડા ચરાવતા ચરાવતા ગોવાળ મંડળીની સાથે વિહાર કર્યો હતો.તે વ્રજ વાસિયોની દ્રષ્ટિ અકૃષ્ટ કરવા માટે અનેક બાળલીલાઓ તેમને બતાવતા હતા.ક્યારેક રડવા લગતા,ક્યારેક હસતા ક્યારેક સિંહ-સાવકની જેમ મુગ્ધ નજરથી જોતા.પછી થોડા મોટા થયા પછી તે સફેદ બળદ અને રંગ-બેરંગી શોભાની મૂર્તિ ગાયોને ચરાવતી વખતે પોતાના સાથી ગોપોને વાંસળી વગાડી વગાડીને રીઝવવા લાગ્યા.તે વખતે જયારે કંસે તેમને મારવા માટે ખુબ જ માયાવી અને મનમાંના રૂપ ધારણ કરનારા રાક્ષસો મોકલ્યા,ત્યારે તેમને રમત રમતમાં ભગવાને મારી નાખ્યા -જેમ બાળક રમકડાંને તોડીફોડી નાખે છે.કાલીનાગને નાથીને ઝેર થી ભળેલા પાણી પીવાથી મરેલા ગોપબાળકોને જીવતા કરી તેમને કાલિયદહનું નિર્દોષ પાણી પીવાની સુવિધા કરી આપી.ભગવાન શ્રી કૃષ્ણે વળી ગયેલા ધનનો સદ્વ્યય કરવાની ઈચ્છાથી શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા નંદબાબાથી ગોવર્ધન પૂજા રૂપ ગોયજ્ઞ કરાવ્યો.ભદ્ર ! એનાથી પોતાનું માનભંગ થવાથી જયારે ઇન્દ્રે ક્રોધિત થઈને વ્રજનો વિનાશ કરવા માટે મુશળધાર વરસાદ વરસાવવાની શરૂઆત કરી,ત્યારે ભગવાને કરુણાવશ રમત રમતમાં છત્રીની માફક ગોવર્ધન પર્વત ઉપાડી લીધો અને ખુબ જ ઘભરાયેલા વ્રજવાસીઓની તથા તેમના પશુઓની રક્ષા કરી.સંધ્યાના સમયે જયારે આખા વૃંદાવનમાં શરદના ચંદ્રમાની ચાંદની રેલાય જતી ત્યારે શ્રી કૃષ્ણ તેનું સમ્માન કરતા મધુર ગાન કરતા અને ગોપીઓના મંડળની શોભા વધારતા તેમની સાથે રાસવિહાર કરતા.

અધ્યાય ત્રીજો
ભગવાનની અન્ય લીલાચરિત્રોનું વર્ણન.

ઉધ્ધ્વજી કહે છે - તેના પછી શ્રી કૃષ્ણ પોતાના માતા-પીતા દેવકી વસુદેવને સુખી કરવાની ઈચ્છાથી બલદેવજી સાથે  મથુરા આવ્યા અને તેમણે શત્રુ સમુદાયના સ્વામી કંસને ઉંચા સિંહાસન ઉપરથી નીચે પછાડીને તથા તેનો પ્રાણ લઈને તેની લાશને ઘણા જોરથી પૃથ્વી ઉપર ઘસેડી.સાંદિપની મુનિ દ્વારા એક વાર ઉચ્ચાર કરેલા સાંગોપાંગ વેદનું અધ્યયન કરીને દક્ષિણાસ્વરૂપ તેમના મરેલા પુત્રને પ્રસજન નામના રાક્ષસના પેટમાંથી(યમપુરીથી) લાવીને આપ્યો.
ભીષ્મકનંદિની રુક્મણીના સૌંદર્યથી અથવા રુક્મિના બોલાવવાથી જે શિશુપાલ અને તેના સહાયક ત્યાં આવ્યા હતા,તેમના માથા ઉપર પગ રાખીને ગંધર્વ વિધિ દ્વારા વિવાહ કરવા માટે પોતાની નિત્યસંગીની રુક્મણીને તે એમ જ હરણ કરી લાવ્યા,જેમ ગરુડ અમૃત કળશને લઇ આવ્યા હતા.સ્વયંવરમાં સાત નાથ્યા વગરના બળદોને નાથીને
નાગ્નજિતી(સત્યા) સાથે વિવાહ કર્યો.આવી રીતે માનભંગ થવાથી મૂર્ખ રાજાઓએ શસ્ત્ર ઉઠાવીને રાજકુમારીને ઝૂટાવવા વિચાર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતે ઘાયલ થયા વિના પોતાના શસ્ત્રોથી તેમને મારી નાખ્યા.ભગવાન વિષયી પુરુષોની જેવી લીલા કરતા કરતા પોતાની પ્રાણ પ્રિયા સત્યભામાને પ્રસન્ન કરવાની ઈચ્છાથી તેમના માટે સ્વર્ગથી કલ્પવૃક્ષ ઉખાડી લાવ્યા.તે વખતે ઇન્દ્રએ ક્રોધથી આંધળા થઈને પોતાના સૈનિકો સાથે તેમના ઉપર હુમલો કર્યો,કેમકે તે નિર્ણય જ પોતાની સ્ત્રીઓના ક્રીડામૃગ બનેલો છે.પોતાના વિશાલ ડીલદૌલથી આકાશને પણ ઢાંકી દેનારા પોતાના પુત્ર ભીમશૂરને ભગવાનના હાથે મરાયેલો જોઈને પૃથ્વીએ જયારે તેમને પ્રાર્થના કરી,ત્યારે તેમણે ભીમશૂરના પુત્ર ભગદત્તને તેનું બચેલું રાજ્ય આપીને તેના અંત:પુરમાં પ્રવેશ કર્યો.ત્યાં ભીમશૂર દ્વારા હરિને લાવેલી ઘણી બધી રાજકન્યાઓ હતી.તેઓ દીનબંધુ શ્રીકૃષ્ણને જોતા જ ઉભી થઇ ગઈ અને બધાએ ખુબ જ હર્ષ ,લાજ તેમજ પ્રેમપૂર્ણ ચિત્તવનથી તરત જ ભગવાનને પ્રતિરૂપમાં વરી લીધા.

ત્યારે ભગવાને પોતાની નિજશક્તિ યોગમાયાથી તે લલનાઓને અનુરૂપ તેટલા જ રૂપ ધારણ કરીને તે બધાનું જુદા જુદા મહેલોમાં એક જ મુહૂર્તમાં વિધિ પ્રમાણે હસ્તવિવાહ કર્યા.પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે તેમણે તેઓમાંથી દરકેના ગર્ભથી બધા ગુણોમાં પોતાની જેવા જ દસ દસ પુત્રો ઉત્તપન્ન કર્યા.જયારે કાલયવન,જરાસંધ અને શાલવાદીને પોતાની સેનાઓ સાથે મથુરા અને દ્વારકાપુરીને ઘેર્યું હતું,ત્યારે ભગવાને નિજ્જનોને પોતાની અલૌકિક શક્તિ આપીને તેમણે જાતે મરાવ્યા હતા.શમ્બર,દ્વિવિદ,બાણાસુર ,મુર,બલવલ તથા દંતવક વગેરે બીજા યોદ્ધાઓમાં પણ કોઈકને તેમણે પોતે માર્યો  હતો અને કોઈને બીજાથી મરાવ્યા હતા.તેના પછી તમારા ભાઈ ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રોનો પક્ષ લઈને આવેલા રાજાઓનો પણ સંહાર કર્યો,જેમના સેનાસહિત કુરુક્ષેત્રમાં પહોંચવાથી પૃથ્વી ડોલવા લાગી હતી.કર્ણ,દુઃશાસન અને શકુનિની ખોટી સલાહથી જેની ઉમર અને શ્રી બંને નાશ થઇ ચુકી હતી,તથા ભીમસેનની ગદાથી જેની જાંઘ ભાંગી ગઈ હતી,તે દુર્યોધનને પોતાના સાથિયો સાથે પડેલો જોઈને પણ તેમને પ્રસન્નતા ન થઇ.તેઓ વિચારવા લાગ્યા-જો દ્રોણ,ભીષ્મ,અર્જુન અને ભીમસેન દ્વારા અઢાર અક્ષૌહિણી સેનાનો વિપુલ સંહાર થઇ પણ જાય,તો તેનાથી પૃથ્વીનો કેટલો ભાર હલકો થયો.હજુ તો મારા અંશ રૂપ પ્રદુમન વગેરેના બળથી વધેલ યાદવનું દુઃસહ દળ બનેલું છે જ .જયારે તે મધુ પાનથી મતવાલા થઈને લાલ લાલ આંખો કરીને અંદર અંદર લડવા માંડશે ત્યારે તેનાથી જ તેમનો નાશ થશે.તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી.હકીકતમાં મારા સંકલ્પ કરવાથી તે જાતે અંતર્ધ્યાન થઇ જશે.

તે વિચારીને ભગવાને યુધિષ્ઠિરને પોતાની પિતૃક રાજગાદી ઉપર બેસાડ્યા અને પોતાના બધાજ સગા સબંધીઓને સત્પુરુષોનો માર્ગ બતાવીને આનંદિત કર્યા.ઉત્તરાના ઉદરમાં જે અભિમન્યુ પુરુવંશનું જે બીજ સ્થાપિત કર્યું હતું,તે પણ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી નષ્ટ જેવું થઇ ગયું હતું,પરંતુ ભગવાને તેને બચાવી લીધું. તેમણે ધર્મરાજ યુધિષ્ઠિરથી ત્રણ અશ્વમેધ યજ્ઞ કરાવ્યા અને તે પણ શ્રી કૃષ્ણના અનુગામી થઈને પોતાના નાના ભાઈઓની સહાયતાથી પૃથ્વીની રક્ષા કરતા કરતા ઘણા આનંદથી રહેવા લાગ્યા.વિશ્વાત્મા શ્રી ભગવાને પણ
દ્વારકાપુરીમાં રહીને લોક અને વેદોની મર્યાદાનું પાલન કરતા બધા પ્રકારના ભોગો ભોગવ્યા,પરંતુ શાંખ્યયોગની
સ્થાપના કરવા માટે તેમાં ક્યારેય આસક્ત ન થયા.મધુર મુસ્કરાત,સ્નેહમયી ચિંત્વન,સુધામયી વાણી,નિર્મલ ચરિત્ર,તથા સમસ્ત શોભા અને સુંદરતાના નિવાસ,પોતાના શ્રી વિગ્રહથી લોકપરલોક અને ખાસ કરીને યાદવોને આનંદિત કર્યા તથા રાતમાં પોતાની પ્રિયાઓ સાથે ક્ષણિક અનુરાગ યુક્ત થઈને સમયોચીત વિહાર કર્યો અને એવી
રીતે ઘણા વર્ષો ફરતા ફરતા તેમને ગૃહસ્થ આશ્રમ સબંધી ભોગ સામગ્રીઓથી વૈરાગ્ય થઇ ગયો.તે ભોગસામગ્રીઓ ઈશ્વરને આધીન છે અને જીવ પણ તેમને આધીન છે.તે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનેજ તેનાથી વૈરાગ્ય થઇ ગયો ત્યારે ભક્તિ યોગ દ્વારા તેમનું અનુગમન કરનારા ભક્ત તો તેમના પર વિશ્વાસ જ કેવી રીતે
કરશે ?
એકવાર દ્વારકાપુરીમાં રમતા રમતા યદુવંશી અને ભોજવંશી બાળકોએ રમત રમતમાં કેટલાક મુનીશ્વરોને ચિઢાવ્યાં.ત્યારે યાદવકુળનો નાશ જ ભગવાનને અમિષ્ટ છે - એ સમજીને તે ઋષિયોએ બાળકોને શ્રાપ આપી દીધો.
તેના કેટલાક મહિના પછી ભાવિ વશ વૃષ્ણી ભોજ અને અંધકવંશી યાદવ ઘણા હર્ષથી રથો પર ચઢીને પ્રભાસ ક્ષેત્ર બાજુ ગયા.ત્યાં સ્નાન કરીને તેમણે તે તીર્થના પાણીથી પિતર,દેવતા અને ઋષિયોનું તર્પણ કર્યું,તથા બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગાયો આપી.તેમણે  સોનુ ,ચાંદી,શય્યા,વસ્ત્ર,મૃગચર્મ,કંબલ,પાલખી,રથ,હાથી,કન્યાઓ અને એવી ભૂમિ જેનાથી જીવન ચાલી શકે તથા નાના પ્રકારના સરસ અન્ન પણ ભગવદર્પણ કરીને બ્રાહ્મણોને આપ્યા,તેના પછી ગાયો અને બ્રાહ્મણો માટે જ પ્રાણ ધારણ કરનારા તે વીરોને પૃથ્વી પર માથું ટેકવીને તેમને પ્રણામ કર્યા.
છઠ્ઠો અધ્યાય
વિરાટ શરીરની ઉત્તપત્તિ

શ્રી મૈત્રેય ઋષિએ કહ્યું- સર્વશક્તિમાન ભગવાને જયારે જોયું કે અંદરોદર સંગઠિત ન થવાને કારણે આ મારી મહતત્વ વગેરે શક્તિઓ વિશ્વ રચનાના કાર્યમાં નકામી થઇ રહી છે,ત્યારે તે કાળ શક્તિનો સ્વીકાર કરીને એક સાથે જ મહતત્વ,અહંકાર,પંચભૂત,પંચતન્માત્રા અને મન સાથે અગિયાર ઇન્દ્રિયો-આ તેવીસ તત્વોના સમુદાયમાં પ્રવિષ્ટ થઇ ગયા.તેમાં પ્રવિષ્ટ થઈને તેમણે જીવોના સુતેલા અદ્રષ્ટને જાગૃત કર્યા અને એકબીજાથી જુદા થયા તે તત્વ સમૂહને પોતાની ક્રિયા શક્તિ દ્વારા અંદરોદર મેળવી દીધા.એવી રીતે ભગવાને અદ્રષ્ટને કાર્યોન્મુખ કર્યા,ત્યારે તે તેવીસ તત્વોના સમૂહને ભગવાનની પ્રેરણાથી પોતાના અંશો દ્વારા અધીપુરુષ-વિરાટને ઉત્તપન્ન કર્યા.એટલે ભગવાને જયારે અંશરૂપથી પોતાના તે શરીરમાં પ્રવેશ કર્યો,ત્યારે તે વિશ્વરચના કરનારા મહત્તત્વાદિ નો સમુદાય એક બીજાને મળીને પરિણામને પ્રાપ્ત થયા.આ તત્વોનું પરિણામ જ વિરાટ પુરુષ છે.જેમાં ચરાચર જગત વિદયમાન છે.
પાણીની અંદર જે ઈંડાના રૂપમાં આશ્રયસ્થાન હતું તેમાં તે હિરણ્યમય વિરાટ પુરુષ બધાજ જીવોને સાથે લઈને એક હજાર દિવ્ય વર્ષ સુધી રહ્યા.તે વિશ્વરચના કરનારા તત્વોનો ગર્ભ(કાર્ય) હતો તથા જ્ઞાન,ક્રિયા અને આત્મશક્તિથી સંપન્ન હતો.તે શક્તિઓથી તેણે પોતાના ક્રમથી એક(હૃદયરૂપ),દસ(પ્રાણરૂપ) અને ત્રણ(આધ્યાત્મિક,આધિદૈવિક,આધિભૌતિક) વિભાગ કર્યા.તે વિરાટ પુરુષ જ પ્રથમ પ્રથમ જીવ હોવાને કારણે બધાજ જીવોના આત્મા,જીવ રૂપ હોવાને કારણે પરમાત્માનો અંશ અને પહેલો અભિવ્યક્ત થવાને કારણે ભગવાનનો આદિ અવતાર છે.આ સંપૂર્ણ ભૂત સમુદાય એમાં પ્રકાશિત થાય છે.આ અધ્યાત્મ,અધિભૂત અને અધિદૈવ રૂપથી ત્રણ પ્રકારના,પ્રાણ રૂપથી દસ પ્રકારના(દસ ઇન્દ્રિયો સાથે મન અધ્યતમ છે,ઈંદ્રિયાદિ ના વિષય અધિભૂત છે,ઈંદ્રિયાધીશતાથા દેવ અધિદૈવ છે,તથા પ્રાણ,અપાન,ઉદાન,સમાન,વ્યાન,નાગ,કૂર્મ,કૃપર્ણ,દેવદત્ત અને ધનંજય - તે દસ પ્રાણ છે.)અને હૃદયરૂપથી એક પ્રકારના છે.


પછી વિશ્વની રચના કરનારા મહતત્વ આદિના અધિપતિ શ્રી ભગવાને તેમની પ્રાર્થનાને સ્મરંણ કરીને તેમની વૃત્તિયોને જગાડવા માટે પોતાના ચેતનરૂપ તેજથી તે વિરાટ પુરુષને પ્રકાશિત કર્યા,તેમને જગાડ્યા.તેમના જાગૃત થતા જ
દેવતાઓ માટે કેટલા સ્થાન પ્રગટ થયા - તે હું બતલાવું છું,સાંભળો .
વિરાટ પુરુષનું પહેલા મુખ પ્રગટ થયું તેમાં લોકપાલ અગ્નિ પોતાના અંશ વાગીન્દ્રિયની સાથે પ્રવિષ્ટ થઇ ગયા જેનાથી આ જીવ બોલે છે.પછી વિરાટ પુરુષનું ટાળવું ઉત્પન્ન થયું તેમાં લોકપાલ વરુણ પોતાના અંશ રસનેન્દ્રિય સાથે સ્થિર થયા,જેનાથી જીવ રસ ગ્રહણ કરે છે.એના પછી તે વિરાટ પુરુષની નસકોરા ઉત્તપન્ન થયા તેમાં બંને અશ્વનીકુમાર પોતાના અંશ ઘ્રારેન્દ્રીય સાથે પ્રવિષ્ટ થયા જેનાથી જીવ ગંધ ગ્રહણ કરે છે.તેવી રીતે જયારે વિરાટ પુરુષની આંખો પ્રગટ થઇ ત્યારે તેમાં પોતાના અંશ નેતેંદ્રિય સાથે- લોકપતિ સૂર્યે પ્રવેશ કર્યો,જે નેતેંદ્રિયથી પુરુષને વિવિધ રૂપોનું જ્ઞાન થાય છે.પછી તે વિરાટ વિગ્રહમાં ત્વચા ઉત્ત્પન્ન થઇ તેમાં પોતાના અંશ ટ્વગીન્દ્રીયની સાથે વાયુ સ્થિર થયો,જે ટ્વગઈંદ્રિયથી જીવ સ્પર્શનો અનુભવ કરે છે.જયારે તેના કર્ણછીદ્ર પ્રગટ થયા,ત્યારે તેમાં પોતાના અંશ શ્રવણેન્દ્રિય સાથે દિશાઓએ પ્રવેશ કર્યો જે શ્રવણેન્દ્રિય દ્વારા જીવને શબ્દનું જ્ઞાન થાય છે.પછી વિરાટ શરીરમાં ચામડી ઉત્ત્પન્ન થઇ,તેમાં પોતાના અંશ રોમો સાથે ઔષધિયો સ્થિર થઇ,જે રોમોથી જીવ ખંજવાળ વગેરેનો અનુભવ કરે છે.હવે તેને લિંગ ઉત્તપન્ન થયું પોતાના આ આશ્રયમાં પ્રજાપતિએ પોતાના અંશ વીર્ય સાથે પ્રવેશ કર્યો,જેનાથી જીવ આનંદનો અનુભવ કરે છે.પછી વિરાટ પુરુષને ગુદા પ્રગટ થયું,તેમાં લોકપાલ મિત્રે પોતાના અંશ પાયું-ઇન્દ્રિય સાથે પ્રવેશ કર્યો,તેનાથી જીવ મળત્યાગ કરે છે.તેના પછી તેના હાથ પ્રગટ થયા, તેમાં પિતાની ગ્રહણ-ત્યાગ રૂપા શક્તિની સાથે દેવરાજ ઇન્દ્રે પ્રવેશ કર્યો,આ શક્તિથી જીવ પોતાની જીવિકા પ્રાપ્ત કરે છે.જયારે તેના પગ ઉત્તપન્ન થયા,ત્યારે તેમાં પોતાની શક્તિ ગતિની સાથે લોકેશ્વર વિષ્ણુએ પ્રવેશ કર્યો - આ ગતિ શક્તિ દ્વારા જીવ પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચે છે.
પછી તેને બુદ્ધિ ઉત્તપન્ન થઇ,પોતાના તે સ્થાનમાં પોતાના અંશ બુદ્ધિશક્તિની સાથે વાક્પતિ બ્રહ્માએ પ્રવેશ કર્યો,આ બુધીધીશક્તિથી જીવ જ્ઞાતવ્ય વિષયોને જાણી શકે છે.પછી તેમાં હૃદય પ્રગટ થયું,તેમાં પોતાના અંશ મન સાથે ચંદ્રમા સ્થિર થયા.આ મનશક્તિ દ્વારા જીવ સંકલ્પ- વિકલ્પયાદીરૂપ વિકારોને પ્રાપ્ત કરે છે.ત્યાર પછી વિરાટ પુરુષમાં અહંકાર ઉત્તપન્ન થયો,આ પોતાના આશ્રયમાં ક્રિયાશક્તિ સાથે અભિમાને (રુદ્ર ) પ્રવેશ કર્યો.તેનાથી જીવ પોતાના કર્તવ્યનો સ્વીકાર કરે છે.હવે તેમાં ચિત્ત પ્રગટ થયું. તેમાં ચિત્તશક્તિ સાથે મહતત્વ(બ્રહ્મા) સ્થિર થયા આ ચિત્તશક્તિથી જીવ વિજ્ઞાન (ચેતના )ને ઉત્તપન્ન કરે છે.તે વિરાટ પુરુષના માથાથી સ્વર્ગલોક,પગથી પૃથ્વી અને નાભિથી અંતરિક્ષ(આકાશ )ઉત્તપન્ન થયું.તેમાં ક્રમથી સત્વ,રજ અને તમ - આ ત્રણ ગુણોના પરિણામ રૂપે દેવતા,મનુષ્ય અને પ્રેત વગેરે જોવાય છે.તેમાં દેવતાલોકો સત્વગુણની અધિકતાને કારણે સ્વર્ગલોકમાં,મનુષ્ય અને તેના upayogi ગાય વગેરે જીવો રજોગુણ વધુ હોવાથી પૃથ્વીમાં તથા તમોગુણી સ્વભાવવાળા હોવાથી રુદ્રના પાર્ષદગણો(ભૂત,પ્રેત વગેરે) બંનેની વચમાં સ્થિર ભગવાનના નાભીસ્થાનીય અંતરિક્ષલોકમાં રહે છે.
વિદુરજી ! વેદ અને બ્રાહ્મણ ભગવાનના મોઢામાંથી પ્રગટ થયા.મોઢાથી પ્રગટ થવાને કારણે જ બ્રાહ્મણ બધી જાતિમાં શ્રેષ્ઠ અને બધાના ગુરુ છે.તેમની ભુજાઓથી ક્ષત્રિયવૃત્તિ અને તેનું અવલંબન કરનારા ક્ષત્રિયવર્ણ ઉત્તપન્ન થયો,જે વિરાટ ભગવાનનો અંશ હોવાને કારણે જન્મ લઈને બધી જાતિઓનું ચોર વગેરેના ઉપદ્રવોથી રક્ષા કરે છે.
ભગવાનની બંને જાંઘોથી બધા લોકોની નિર્વાહ કરનારી વૈષ્યવૃત્તિ ઉત્તપન્ન થઇ અને તેનાથી વૈશ્ય વર્ણનો પાદુર્ભાવ થયો.આ વર્ણ પોતાની વૃત્તિથી બધા જીવોની જીવિકા ચલાવે છે.પછી બધા ધર્મોની સિદ્ધિ માટે ભગવાનના ચરણોથી સેવાવૃત્તિ પ્રગટ થઇ અને તેનાથી પહેલા પહેલ તે વૃત્તિનો અધિકારી શૂદ્રવર્ણ પણ પ્રગટ થયો,જેની વૃત્તિથી જ શ્રી હરિ પ્રસન્ન થઇ જાય છે.( બધા ધર્મોની સિદ્ધિનું ફળ સેવા છે,સેવા કર્યા  વિના કોઈ પણ ધર્મ સિદ્ધ નથી થતો એટલે બધા ધર્મોની મૂળભૂત સેવા જ જેનો  ધર્મ છે,તે શુદ્ર બધા વર્ણોમાં મહાન છે.બ્રાહ્મણનો ધર્મ મોક્ષ માટે છે,ક્ષત્રિયનો ધર્મ ભોગ માટે છે,વૈશ્યનો ધર્મ અર્થ માટે છે અને શૂદ્રનો ધર્મ ધર્મ માટે છે. એવી રીતે પહેલા ત્રણ વર્ણોના ધર્મ બીજા પુરુષાર્થો માટે છે પરંતુ શૂદ્રનો ધર્મ સ્વપુરુષાર્થ માટે છે,એટલે તેની વૃત્તિથી જ ભગવાન પ્રસન્ન થઇ જાય છે.)

એ ચારે વર્ણો પોત પોતાની વૃતિયો સાથે જેનાથી ઉત્તપન્ન  થયા છે,તે આપણા ગુરુ શ્રી હરિના પોત પોતાના ધર્મોથી ચિત્તશુદ્ધિને માટે શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે.વિદુરજી ! આ વિરાટ પુરુષ કાળ,કર્મ અને સ્વભાવશક્તિથી યુક્ત ભગવાનની યોગમાયા ના પ્રભાવને પ્રગટ કરનારા છે.તેના સ્વરૂપનું પુરે પૂરું વર્ણન કરવાનું કોણ સાહસ કરી શકે છે.તે ઉપરાંત પ્યારા વિદુરજી ! બીજી વ્યવહારિક ચર્ચાઓથી અપવિત્ર થયેલી પોતાની વાણીને પવિત્ર કરવા માટે જેવી મારી બુદ્ધિ છે અને જેવું મેં ગુરુમુખથી સાંભળીયુ છે તેવું શ્રી હરિનું સુયશ વર્ણન કરું છું.મહાપુરુષોનો મત છે કે પુણ્યશ્લોકશિરોમણી શ્રી હરિના ગુણોનું ગાન કરવું જ મનુષ્યોની વાણીનું તથા વિદ્વાનોના મોઢેથી ભગવત કથામૃતનું પાન કરવું જ તેમના કણોનો ઘણો મોટો  લાભ છે.વત્સ ! અમે જ નહિ,આદિ કવિ શ્રી બ્રહ્માજીએ એક હજાર દિવ્ય વર્ષો સુધી પોતાની યોગ પરિપક્વ બુદ્ધિથી વિચાર કર્યો,છતાં પણ શું તે ભગવાનની અમિત મહિમાનો પાર પામી શક્યા ? એટલે ભગવાનની માયા મોટા મોટા માયાવીયોને પણ મોહિત કરી દેનારી છે.તેના ચક્કરમાં નાખનારી ચાલ અનંત છે,તે ઉપરાંત ભગવાન જાતે પણ તેની ચાહ લગાવી ન શકે,પછી બીજાની તો વાત જ શું હોય.જ્યાં ન પહોંચીને મનની સાથે વાણી પણ પાછી આવી જાય છે તથા જેમનો પાર પામવામાં અહંકારના અભિમાની રુદ્ર તથા બીજા ઇન્દ્રિયધષ્ઠા દેવતા પણ સમર્થ નથી તે શ્રી ભગવાનને અમો નમસ્કાર કરીએ છીએ.

સાતમો અધ્યાય
વિદુરજીના પ્રશ્ન.

શ્રી શુકદેવજી કહે છે -મૈત્રયજીનું આ ભાષણ સાંભળીને બુદ્ધિમાન વ્યાસનન્દન વિદુરજીએ તેમને પોતાની વાણીથી પ્રસન્ન કરતા કહ્યું.
વિદુરજીએ પૂછ્યું - બ્રહ્મન ! ભગવાન તો શુદ્ધ બોધસ્વરૂપ,નિર્વિકાર અને નિર્ગુણ છે,તેમની સાથે લીલાથી પણ ગુણ અને ક્રિયાનો સંબંધ કેવી રીતે હોઈ શકે ? બાળકમાં તો કામના અને બીજાની સાથે રમવાની ઈચ્છા રહે છે,તેનાથી તે રમવાનો પ્રયત્ન કરે છે.પરંતુ ભગવાન તો સ્વતઃ નિત્યતૃપ્ત- પૂર્ણકામ અને કાયમ અસંગ છે,તે ક્રીડાઓ માટે પણ શા માટે સંકલ્પ કરશે.ભગવાને પોતાની ગુણમયી માયાથી જગતની રચના કરી છે,તેનાથી તે તેનું પાલન કરે છે અને પછી તેનાથી સંહાર પણ કરશે.તેમનો જ્ઞાનનો દેશ,કાળ અથવા અવસ્થાથી,પોતાની જાતે અથવા બીજા કોઈ નિમ્મિતથી પણ ક્યારે લોપ નથી થતો,તેનો માયાની સાથે કેવી રીતે સંયોગ હોઈ શકે છે.એકમાત્ર ભગવાન જ બધા ક્ષેત્રોમાં તેમના સાક્ષીરૂપથી સ્થિર છે,પછી તેને દુર્ભાગ્ય અથવા કોઈ પ્રકારના કર્મજનીત કલેશની પ્રાપ્તિ કેવી રીતે હોઈ શકે છે.ભગવન ! આ અજ્ઞાનસંકટમાં પડીને મારુ મન ખુબ ખિન્ન થઇ રહ્યું છે,તમો મારા મનના આ મહાન મોહને કૃપા કરીને દૂર કરો.
શ્રી શુકદેવજી કહે છે -તત્વજિજ્ઞાસુ વિદુરજીની તે પ્રેરણા મેળવીને અહંકારરહિત શ્રી મૈત્રેયજીએ ભગવાનનું સ્મરણ કરતા મુસ્કરાતા કહ્યું.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- જે આત્મા બધાનો સ્વામી અને કાયમ મુકિતસ્વરૂપ છે,તેજ દીનતા અને બંધનને પ્રાપ્ત હોય-આ વાત યુક્તિવિરુદ્ધ અવશ્ય છે,પરંતુ હકીકતમાં તેજ તો ભગવાનની માયા છે.

જેવી રીતે સ્વપ્ન જોનાર પુરુષને પોતાનું માથું કપાવું વગેરે  વેપાર ન થવાથી જ અજ્ઞાનને કારણે સાચા જેવું લાગે છે,તેવી રીતે આ જીવને બંધન વગેરે ન હોવા છતાં અજ્ઞાનતાથી ભાસ્યા કરે છે.જો તે કહેવામાં આવે કે પછી ઈશ્વરમાં તેને પ્રતીતિ કેમ નથી થતી,તો તેનો જવાબ એ છે કે જેવી રીતે પાણીમાં થતી કંપ વગેરે ક્રિયા પાણીમાં દેખાતા ચંદ્રમાના પ્રતિબિંબમાં ન હોવા છતાં દેખાય છે.આકાશના ચંદ્રમામાં નહિ,એવી રીતે દેહાભિમાની જીવમાં જ દેહના મિથ્યા ધર્મોની પ્રતીતિ થાય છે,પરમાત્મામાં નહિ.નિષ્કામ ભાવથી ધર્મોનું આચરણ કરવાથી ભગવત્કૃપાથી પ્રાપ્ત થયેલી ભક્તિ યોગના  દ્વારા આ પ્રતીતિ ધીરે ધીરે નિવૃત થઇ જાય છે.જે વખતે બધી ઇન્દ્રિયો વિષયોથી દૂર થઈને સાક્ષી પરમાત્મા શ્રી હરિમાં નિશ્ચલભાવથી સ્થિર થઇ જાય છે.,તે વખતે ગાઢ નિદ્રામાં સુતેલા મનુષ્યના જેવા જીવમાં રાગ દ્વેષ વગેરે બધા દોષો કાયમ માટે નાશ પામે છે.શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન જ  શ્રવણ અશેષ દુઃખરાશીને શાંત કરી  દે છે.પછી જો અમારા હૃદયમાં તેમની ચરણકમળોની રજનું સેવન જાગી જાય,તો તો કહેવું જ શું ?
વિદુરજીએ કહ્યું-ભગવન ! તમારા યુક્તિયુક્ત વચનોની તલવારથી મારી શંકાઓ છિન્ન ભિન્ન થઇ ગઈ છે.હવે મારુ મન ભગવાનની સ્વતંત્રતા અને જીવની પરતંત્રતા- બંને વિષયોમાં ખુબ પ્રવેશ કરી રહ્યું છે.વિદ્વાન ! તમે એ વાત્ત ખુબ સાચી કહી કે જીવને જો કલેશ વગેરેની પ્રતીતિ થઇ રહી છે,તેનો આધાર ફક્ત ભગવાનની માયા જ છે.આ કલેશ ફક્ત મિથ્યા એટલે નિર્મૂળ જ છે,કેમકે આ વિશ્વનું મૂળ કારણ જ  માયાથી વધારે બીજું કઈ નથી.આ દુનિયામાં બે જ પ્રકારના લોકો સુખી છે-અથવા તો જે અત્યંત મૂઢ(અજ્ઞાનગ્રસ્ત)છે,અથવા જે બુદ્ધિ વગેરેથી અતીત શ્રી ભગવાનને પ્રાપ્ત કરી ચુક્યા છે.વચ્ચેની શ્રેણીના સંશયાપન્ન લોકો તો દુઃખ જ ભોગવતા રહે છે.ભગવન ! તમારી કૃપાથી મને એ ખાતરી થઇ ગઈ છે કે આ અનાત્મ પદાર્થ ખરેખર છે જ નહિ,ફક્ત દેખાય છે.હવે હું તમારા ચરણૉની સેવાના પ્રભાવથી તે પ્રતીતિને પણ દૂર કરી દઈશ. 

આ શ્રી ચરણોની સેવાથી નિત્ય સિદ્ધ ભગવાન શ્રી મધુસુદનના ચરણકમળોમાં ઉત્કટ પ્રેમ અને આનંદની વૃદ્ધિ થાય છે,જે આવાગમનની યંત્રણાનો નાશ કરી નાખે છે.માહાત્માંલોકો ભગવત્પ્રાપ્તિનો સાક્ષાત માર્ગ જ હોય છે,તેમને ત્યાં કાયમ દેવાધિદેવ શ્રી હરિના ગુણોનું ગાન થયા કરે છે અલ્પપૂણ્ય પુરુષને તેમની સેવાનો અવસર મળવો ખુબ જ કઠિન છે.

ભગવન ! તમોએ કહ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને ક્રમથી મહદાદિ તત્વ અને તેના વિકારોને રચીને પછી તે અંશોથી વિરાટને ઉત્તપન્ન કર્યા અને તેના પછી તેઓ જાતે તેમાં પ્રવેશી ગયા.તે વિરાટના હજારો પગ,જાંઘો અને હાથો છે,તેને જ વેદ આદિ પુરુષ કહે છે.તેમનામાં આ બધા લોકો વિસ્તૃત રૂપથી સ્થિર છે.તેમનામાં જ ઇન્દ્રિય,વિષય અને ઇન્દ્રિયઅભિમાની દેવતાઓની સાથે દસ પ્રકારના પ્રાણોના - જે ઇન્દ્રિયબલ,મનોબળ અને શારીરિક બળરૂપથી ત્રણ પ્રકારના છે -તમોએ વર્ણન કર્યું છે અને તેનાથી બ્રાહ્મણાદિ વર્ણ પણ ઉત્તપન્ન થયા છે.હવે તમો મને તેમની બ્રહ્માદિ વિભૂતીયોનુ વર્ણન સંભળાવો -જેનાથી પુત્ર,પૌત્ર,નાતી અને કુટૂમ્બીઓ સાથે જાત જાતની પ્રજા ઉત્તપન્ન થઇ અને તેનાથી આ આખું બ્રહ્માંડ ભરાઈ ગયું.તે વિરાટ બ્રહ્માદિ પ્રજાપતીયોના પણ પ્રભુ છે.તેમણે કયા કયા પ્રજાપતીયોને ઉત્તપન્ન કર્યા તથા સર્ગ,અનુસર્ગ અને મન્વંતરોના અધિપતિ મનુઓની પણ કયા ક્રમથી રચના કરી ? મૈત્રેયજી ! તે મનુઓના વંશ અને વંશધર રાજાઓના ચરિત્રોના,પૃથ્વીની ઉપર અને નીચેના લોકો તથા ભુલોકનો વિસ્તાર અને સ્થિતિનું પણ વર્ણન કરો તથા તે પણ બતાવો કે તિર્યક ,મનુષ્ય,દેવતા,સરીસૃપ (સાપ વગેરે રેંગનારા જંતુ ) અને પક્ષી તથા જરાયુઝ,સ્વેદજ,અંડજ અને યુદ્ધવિજ - આ ચાર પ્રકારના પ્રાણી કઈ રીતે ઉત્પન્ન થયા.શ્રી હરિએ સૃષ્ટિ બનાવતી વખતે જગતની ઉત્તપત્તિ સ્થિતિ અને સંહારને માટે પોતાના ગુણાવતાર બ્રહ્મા,વિષ્ણુ અને મહાદેવ રૂપથી જે કલ્યાણકારી લીલાઓ કરી,તેનું પણ વર્ણન કરો.વેષ,આચરણ અને સ્વભાવના પ્રમાણે વર્ણાશ્રમનો વિભાગ,ઋષિયોના જન્મ કર્મ વગેરે ,વેદોનો વિભાગ,યજ્ઞોનો વિસ્તાર,યોગનો માર્ગ,જ્ઞાન માર્ગ અને તેમનું સાધન સંખ્યમાર્ગ તથા ભગવાનના કહેલા નારદપાશવરાત્ર વગેરે તંત્રશાસ્ત્ર જુદા જુદા પાખંડ માર્ગોના પ્રચારથી થનારી વિષમતા,નીચ વર્ણનાં પુરુષથી ઉચ્ચવર્ણની સ્ત્રીઓમાં થનારી સંતાનોના પ્રકાર તથા જુદા જુદા ગુણો અને કર્મના કારણ જીવની જેવી અને જેટલી ગતિયો હોય છે,તે બધું અમને સંભળાવો.

બ્રહ્મન ! ધર્મ,અર્થ,કામ અને મોક્ષની પ્રાપ્તિ ના પરસ્પર અવિરોધી સાધનોના,વાણિજ્ય ,દંડનીતિ અને શાસ્ત્ર શ્રવણની વિધિયોના,શ્રાદ્ધની વિધિના,પિતૃગણોની સૃષ્ટિનું તથા કાલચક્રમાં ગ્રહ,નક્ષત્ર અને તારાગણની સ્થિતિનું પણ જુદું જુદું વર્ણન કરો.દાન,તપ તથા ઇષ્ટ અને પૂર્ત કર્મોનું શું ફળ છે ? પ્રવાસ અને આપત્તિના સમયે મનુષ્યોનો શું
ધર્મ હોય છે ? નિષ્પાપ મૈત્રેયજી ! ધર્મનું મૂળ કારણ શ્રી જનાર્દન ભાગવાન કયા આચરણથી સંતોષ પામે છે અને કોના પર અનુગ્રહ કરે છે.તે વર્ણન કરો.દ્વિજવર ! દિનવત્સલ ગુરુજન પોતાના અનુગત શિષ્યો અને પુત્રોને વગર પૂછ્યે પણ પોતાના હિતની વાત બતલાવી દે છે.ભગવન ! તે મહદાદિ તત્વોના પ્રલય કેટલા પ્રકારના છે ? તથા જયારે ભગવાન યોગનિંદ્રામાં શયન કરે છે ત્યારે તેમનામાંથી કયા કયા તત્વો તેમની સેવા કરે છે અને કોણ તેમાં
લિન થઇ જાય છે ? જીવનું તત્વ,પરમેશ્વરનું સ્વરૂપ,ઉપનિષદ પ્રતિપાદિત જ્ઞાન તથા ગુરુ અને શિષ્યના પારસ્પિક પ્રયોજન શું છે ? પવિત્રાત્માન ! વિદ્વાનોના તે જ્ઞાનની પ્રાપ્તિના કયા કયા ઉપાય બતલાવ્યા છે ? કેમકે મનુષ્યોનું જ્ઞાન ,ભક્તિ અથવા વૈરાગ્યની પ્રાપ્તિ એમનેમ તો થઇ ન શકે.બ્રહ્મન ! માયા મોહને કારણે મારી વિચાર દ્રષ્ટિ નાશ પામી  છે.હું અજ્ઞાન છું,તમો મારા પરમ સહૃદ છે,એટલે  શ્રી હરિલીલાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મેં જે પ્રશ્ન કર્યા છે તેના જવાબ મને આપો.પુણ્યમય મૈત્રેયજી ! ભગવતત્વ ના ઉપદેશ દ્વારા જીવને જન્મ મૃત્યુથી છોડાવીને તેને અભય કરવામાં જે પુણ્ય થાય છે,બધા વેદોનું અધ્યયન,યજ્ઞ,તપસ્યા અને દાન વગેરેથી થનારું પુણ્ય તે પુણ્યના સોળમા અંશની બરાબર પણ ન હોય શકે.

શ્રી શુકદેવજી કહે છે - રાજન ! જયારે કુરુશ્રેષ્ઠ વિદુરજીએ મુનિવર મૈત્રેયજી ને આવી રીતે પુરાણવિષયક પ્રશ્ન કર્યા,ત્યારે ભગવતચર્ચા ને માટે પ્રેરિત કરવાને કારણે તે ખુબ જ પ્રસન્ન થયા અને મુસ્કરાઇને તેમને કહેવા લાગ્યા.

આઠમો અધ્યાય 
બ્રહ્માજીની ઉત્તપત્તિ 

શ્રી મૈત્રેયજીએ કહ્યું -
વિદુરજી ! તમો ભાગવત ભકતોમાં મુખ્ય લોકપાલ યમરાજા જ છો. તમે પુરુવંશમાં જન્મ લેવાને કારણે તે વંશ સાધુપુરુષો માટે પણ સેવા યોગ્ય થઇ ગયો છે.ધન્ય છે ! તમો વારંવાર પગલે પગલે શ્રી હરિની
કિર્તીમયી માળાને નિત્ય નવીન બનાવી રહ્યા છો.હવે હું ક્ષુદ્ર વિષય સુખની કામનાથી મહાન દુઃખને મોડી લેનારા પુરુષોની દુઃખનિવૃતીયો માટે, શ્રીમદ્ભાગવતપુરાણ પ્રારંભ કરું છું-જેને શ્રી સંકર્ષણ ભગવાને જાતે સનકાદિ ઋષિયોને સંભળાવ્યું હતું.
અખંડ જ્ઞાનસંપન્ન આદિદેવ ભગવાન સંકર્ષણ ભગવાન પાતાળલોકમાં વિરાજમાન છે.સનતકુમાર આદિ ઋષિયોને તેનાથી પરમ પુરુસોત્તમ બ્રહ્મનું તત્વ જાણવા માટે તેમને પ્રશ્ન કર્યો.તે વખતે શેષજી પોતાના અશ્રયસ્વરૂપ તે પરમાત્માની માનસિક પૂજા કરી રહ્યા હતા,જેમનું વેદ વાસુદેવના નામથી નિરૂપણ કરે છે.તેમના કમલકોશ જેવા નેત્રો બંધ હતા.પ્રશ્ન કરવાથી સનતકુમાર વગેરે જ્ઞાનીજનોના આનંદ માટે તેમણે પોતાના અધખૂલા નેત્રોથી જોયું.
સનતકુમાર વગેરે ઋષિયોએ મંદાકિની નદીના પાણીથી ભીંજાયેલા પોતાના વાળની જટાનેતેમના ચારણોની ચોકીના રૂપમાં સ્થિત કમળનો સ્પર્શ કર્યો,જેમની નાગરાજકુમારીયોં પસંદગીનું વર મેળવવા માટે ભેટ-સામગ્રીઓથી પૂજા કરે છે.
સનતકુમાર વગેરે તેમની લીલાના મર્મજ્ઞ છે.તેમણે વારંવાર પ્રેમથી ભરેલી વાણીથી તેમની લીલાનું ગાન કર્યું.તે વખતે શેષ ભગવાનના ઉઠેલા હજારો ફેણ કિરિટોના હજારો હજારો શ્રેષ્ઠ મણિઓની ફંગોળાતી રોશનીથી ઝળહળિત થઇ રહ્યા હતા.ભગવાન સંકર્ષણે નિવૃતપરાયણ સન્તકુમારજીને તે ભાગવત સંભળાવ્યું હતું.-તેવું પ્રચલિત છે.સન્તકુમારજીએ પછી તેને પરમ વ્રતશીલ સાંખ્યાયન મુનિને,તેમના પ્રશ્ન કરવાથી સંભળાવ્યું.પરમહંસોમાં મુખ્ય શ્રી સંખ્યાયનજીને ભગવાનની વિભૂતીયોનનું વર્ણન કરવાની ઈચ્છા થઇ,ત્યારે તેમણે પોતાના અનુગત શિષ્ય,આપણા ગુરુ શ્રી પરાશરજીને અને બૃહસ્પતિજીને સંભળાવ્યું.તેના પછી પરમ દયાળુ પરાશરજીએ પુલસ્ત્ય મુનિના કહેવાથી તે આદિપુરાણ મને કહ્યું.વત્સ ! શ્રદ્ધાળુ અને કાયમ અનુગત જોઈને હવે તે પુરાણ હું તને સંભળાવું છું.

સૃષ્ટિની પહેલા આખું જગત પાણીમાં ડૂબેલું હતું. તે વખતે એકમાત્ર શ્રી નારાયણદેવ શેષશૈયા પર સુતેલા હતા.તે પોતાની જ્ઞાનશક્તિને અક્ષુણ્ણ રાખીને જ યોગનિંદ્રાનો આશ્રય લેતા પોતાના  નેત્રો બંધ કરેલા હતા.સૃષ્ટિના કર્મથી અવકાશ લઈને આત્માનંદમાં મગ્ન હતા.તેઓમાં બીજી કોઈ પણ ક્રિયાનો ઉન્મેષ ન હતો.જેવી રીતે અગ્નિ પોતાની દઝાડનારી વગેરે શક્તિઓને છુપાવતા લાકડામાં વ્યાપ્ત રહે છે,તેજ રીતે શ્રી ભગવાને સંપૂર્ણ પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને પોતામાં શરીરમાં મેળવી દઈને પોતાના આધારભૂત તે પાણીમાં સુતા, તેમણે સૃષ્ટિકાળ આવવાથી ફરીથી
જાગવા માટે ફક્ત કાળશક્તિને જાગૃત રાખી.તેવી રીતે પોતાની સ્વરૂપભુતા ચીચ્છશક્તિ ની સાથે એક હજાર ચતુર્યુગ દરમ્યાન પાણીમાં શયન પછી જયારે તેમના દ્વારા નિયુક્ત તેમની કાળશક્તિ તેમણે જીવોને કર્મોની પ્રવુત્તિઓ માટે પ્રેરિત કર્યા,ત્યારે તેમણે પોતાના શરીરમાં લિન થયેલા અનંત લોક જોયા.જે વખતે ભગવાનની દૃષ્ટિ પોતાનામાં રહેલા લિંગ શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર પડી ,ત્યારે તે કાળ આશ્રિત રજોગુણથી ક્ષુભિત થઈને સૃષ્ટિ રચના નિમિત્તે તેમની નાભિદેશથી બહાર નીકળ્યો.કર્મશક્તિને જગાડનારા કાળ દ્વારા વિષ્ણુભગવાનની નાભિથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મ તત્વ કમાલકોશના રૂપમાં એકદમ ઉપર આવ્યું અને તેણે સૂર્યના જેવા પોતાના તેજથી તે અપાર જળશક્તિને દેદીપ્યમાન કરી દીધી.

સંપૂર્ણ ગુણોને પ્રકાશિત કરનારા તે સર્વ લોકમય કમળમાં તે વિષ્ણુભગવાન જ અન્તર્યામીરૂપથી પ્રવેશી ગયા ત્યારે તેમાંથી વગર ભણાવ્યે જ જાતે સંપૂર્ણ વેદોના જાણનારા સાક્ષાત વેદમૂર્તિ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા,જેમને લોકો સ્વયંભૂ કહે છે.તે કમળની કર્ણિકા( ગાદી) માં બેઠેલા બ્રહ્માજી જયારે કોઈ લોકો દેખાયા નહિ,ત્યારે તેઓ આંખો ફાડીને આકાશમાં ચારે બાજુ ગરદન ઘુમાવીને જોવા લાગ્યા,તેનાથી તેમના ચારે દિશાઓમાં ચાર મોઢા થઇ ગયા.તે વખતે પ્રલાયકાલીન પવનની થપાટોથી ઉછળતી પાણીની તરંગમાળાઓના કારણે તે જલરાશિની ઉપર ઉઠેલા કમળ પર બેઠેલા આદિદેવ બ્રહ્માજીને પોતાના તથા તે લોકતત્વરૂપ કમળનું કોઈ પણ રહસ્ય ન જણાયું.

તે વિચારવા લાગ્યા ' આ કમળની ડાળી ઉપર બેઠેલો હું કોણ છે ? આ કમળ પણ બીજા કોઈ આધાર વગર આ પાણીમાં ક્યાંથી ઉત્તપન્ન થઇ ગયું ? તેની નીચે જરૂર કોઈ એવી વસ્તુ હોવી જોઈએ,જેના આધાર ઉપર તે સ્થિર છે.
એવું વિચારીને તેઓ તે કમળની ડાળીના સુક્ષ્મ છીદ્રોમાં થઈને તે પાણીમાં ઘુસ્યા.પરંતુ તે ડાળીના આધારને શોધતા શોધતા તે નાભિપ્રદેશ નજીક પહોંચી જવા  છતાં તેમને તે ન મળ્યું.વિદુરજી ! તેઓ  ઘોર અંધકારમાં પોતાના ઉત્તપત્તિ સ્થાનને શોધતા શોધતા તેમને ઘણો સમય લાગ્યો,આ કાળ જ ભગવાનનું ચક્ર છે,જે પ્રાણીઓને ભયભીત( કરતા તેની ઉંમરને ઓછી )કરતુ રહે છે.અંતમાં પ્રયત્ન સફળ ન થતા તેઓ ત્યાંથી પાછા આવ્યા અને ફરીથી પોતાના આધારભૂત કમળ પાર બેસીને ધીરે ધીરે પ્રાણવાયુને જીતીને ચિત્તને ની:સઁકલ્પ કર્યું અને સમાધિમાં સ્થિર થઇ ગયા.તે પ્રમાણે પુરુષની પૂર્ણ ઉમર બરાબરના  કાળસુધી(એટલે દિવ્ય સો વર્ષો સુધી)સારી રીતે યોગાભ્યાસ કરવાથી બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થયું,ત્યારે તેમણે પોતાના તે અધિસ્થાનને ,જેને પહેલા શોધવાથી પણ ન જોઈ શક્યા હતા, પોતાના જ હૃદયમાં પ્રકાશિત થતું જોયું.તેમણે જોયું કે તે પ્રલાયકાલીન પાણીમાં શેષજીના કમનલસદર્શ ગૌર અને વિશાળ વિગ્રહ ની શય્યા પર પુરુસોત્તમ ભગવાન એકલા જ સુતા હતા.શેષજીના દસ હજાર ફેણ છત્રની માફક ફેલાયેલા હતા.તેમના માથા ઉપર કિરીટ શોભાયમન છે,તેમાં જે મણિયો જડેલા છે તેના તેજથી ચારે બાજુનો અંધકાર દૂર થઇ ગયો છે.તેઓ પોતાના શ્યામ શરીરની આભાથી મસ્તકમણીના પર્વતની શોભાને લજ્જિત કરી રહ્યા છે,.તેમની કમરનો પિતપટ પર્વતના પ્રાંત દેશમાં છવાયેલા સાયંકાળના પીળા પીળા ચમકતા મેઘોની આભાને મલિન કરી રહ્યો છે,માથા ઉપર સુશોભિત સોનાનો મુકુટ સુવર્ણમય શિખરોનું માન મર્દન કરી રહ્યો છે.તેની વનમાળા પર્વતના રત્ન,જળપ્રપાત,ઔષધિ અને પુષ્પોની શોભાને પરાસ્ત કરી રહી છે,તથા તેમના ભૂજદંડ વેણુદંડનો અને ચરણો વૃક્ષોનો તિરસ્કાર કરે છે.તેમનો તે શ્રી વિગ્રહ પોતાના પરિમાણથી લંબાઈ-પહોળાઈમાં ત્રિલોકીનો સંગ્રહ કરેલો છે.તે પોતાની શોભાથી વિચિત્ર તેમજ દિવ્ય વસ્ત્રાભૂષણોની શોભાને સુશોભિત કરનારા હોવા છતાં પણ પીતામ્બર વગેરે પોતાની વેષભુષાથી સુસજ્જિત છે.પોત પોતાની અભિલાષાની પૂર્તિ માટે જુદા જુદા ભાગોથી પૂજા કરનારા ભક્તજનોને કૃપા પૂર્વક પોતાના ભક્તવાંછાકલ્પતરુ ચરણોનું દર્શન આપી રહ્યા છે.જેમના સુંદર અંગુલીદળ નખચંદ્રની ચંદ્રીકાથી જુદા જુદા સ્પષ્ટ ચમકતા રહે છે.સુંદર નાસિકા અનુગ્રહ વર્ષી ભ્રમરો,કાનોમાં ઝીલમીલાતા કુંડળોની શોભા ,ચીમબા ફળની જેવી લાલ લાલ હોઠોની કાંતિ તેમજ લોકરતીહારી મુસ્કરાતથી યુક્ત મુખારવિંદના દ્વારા તે પોતાના ઉપાસકોને સંમાન - અભિનંદન કરી રહ્યા છે.વત્સ !તેમના નિતંબદેશમાં કદંબકુસુમની કેસરના જેવી પીતવસ્ત્ર અને સુવર્ણમયી મેખલા સુશોભિત છે.તથા વૃક્ષ:સ્થળમાં અમૂલ્ય હાર,અને સુનહરી રેખાવાળા શ્રીવત્સચિહ્નની અપૂર્વ શોભા થઇ રહી છે.

તે અવ્યક્તમૂલ ચંદનવૃક્ષ જેવા છે.ખુબ જ કિંમતી કેયુર અને ઉત્તમ ઉત્તમ મણિયોથી સુશોભિત તેમના વિશાલ ભુજ દંડ જ માનો તેમની હજારો શાખાઓ છે,અને ચંદનના વૃક્ષોમાં મોટા મોટા સાપો વીતરાયેલા રહે છે તેવી રીતે તેમના ખભાઓને શેષજીની ફેણોએ લપેટી રાખ્યા  છે.તે નાગરાજ અનંતના ભાઈ શ્રી નારાયણ એવા દેખાય છે માનો કોઈ પાણીથી ઘેરાયેલા પર્વતરાજ જ હોય.પર્વત જાણે અનેકો જીવો રહે છે,એવી રીતે તેઓ સંપૂર્ણ ચરાચરના આશ્રય છે,શેષજીના ફેણો પર જે હજારો મુગુટ છે,તે જ માનો તે પર્વતના સુવર્ણમંડિત શિખરો છે,તથા વક્ષ:સ્થળમાં વિરાજેલા કૌસ્તુભમણિ તેના ગર્ભથી પ્રગટ થયેલું રત્ન છે.પ્રભુના ગળામાં વેદરૂપી ભમરાથી ગુંજતી તેમની કીર્તિમયી વનમાળા વિરાજ રહી છે,સૂર્ય,ચંદ્ર,વાયુ અને અગ્નિ વગેરે દેવતાઓની પણ તમારા સુધી પહુંચ નથી,તથા ત્રિભુવનમાં રોક ટોક વગર વિચરણ કરનારા સુદર્શનચક્રાદિ શસ્ત્રો પણ પ્રભુની અસપાસજ ફરતા રહે છે,તેમના માટે પણ તમો અત્યંત દુર્લભ છો.
ત્યારે વિશ્વ રચનાની ઈચ્છાવાળા લોકવિધાતા બ્રહ્માજીએ ભગવાનના નાભિ સરોવરમાં પ્રગટેલું તે કમળ,જળ,આકાશ,વાયુ અને પોતાનું શરીર- ફક્ત તે પાંચ જ પદાર્થ જોયા,તે સિવાય બીજું કઈ તેમને ન દેખાયું.રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજી પ્રજાની રચના કરવા ઇચ્છતા હતા.જયારે તેમણે સૃષ્ટિના કારણભૂત ફક્ત એ પાંચ પદાર્થ જ જોયા ત્યારે લોકરચનાના ઉત્સાહમાં તે અચીંત્યગતિ શ્રી હરિમાં ચિત્ત લગાવીને તે પરમપુજનિય પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.

નવમો અધ્યાય
બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ


બ્રહ્માજીએ કહ્યું -પ્રભુ હું આજે ઘણા સમય પછી આપને સમજી શક્યો છું.અહો ! કેટલા દુર્ભાગ્યની વાત છે કે દેહધારી જીવો આપને નથી જાણી શકતા. ભગવાન ! આપના સિવાય કોઈ વસ્તુ નથી. જે વસ્તુ દેખાય છે તે તે પણ સ્વરૂપમાં સત્ય નથી કેમકે માયાના ગુણોને ક્ષુભિત થવાને કારણે ફક્ત આપ જ અનેક રૂપોમાં દેખાવ છો.દેવ ! આપની ચિત્ત શક્તિના પ્રકાશિત રહેવાને કારણે અજ્ઞાન આપથી સદા દૂર રહે છે.આપનું આ રૂપ, જેના નાભિ કમળથી હું પ્રગટ થયો છું સેંકડો અવતારોનું મૂળ કારણ છે.તેને આપે સત્પુરુષો ઉપર કૃપા કરવા પહેલા પહેલ પ્રગટ કર્યું છે. પરમાત્માં ! આપનું જે આનંદમાત્ર, ભેદ વગરનું અખંડ તેજોમય સ્વરૂપ છે તેને હું તેનાથી જુદું નથી સમજતો.એટલા માટે મેં વિશ્વની રચના કરનારો હોવા છતાં પણ વિશ્વાતીત તમારા આ અદ્વિતીય રૂપનું જ શરણું લીધું  છે.તે સંપૂર્ણ ભૂત અને ઈન્દ્રિયોનું પણ અધિષ્ઠાન છે. વિશ્વકલ્યાણમય ! હું આપનો ઉપાસક છું, આપે મારા હિત માટે જ મને ધ્યાનમાં આપનું આ રૂપ બતલાવ્યું છે.જે પાપાત્મા વિષયાસક્ત જીવ છે,તે જ તેનો અનાદર કરે છે.હું તો આપને આ રૂપમાં વારંવાર નમસ્કાર કરું છું.મારા સ્વામી ! જે લોકો વેદરૂપ વાયુથી લાવેલી આપના ચરણરૂપ કમળકોશની ગંધને પોતાના કર્ણપટથી ગ્રહણ કરે છે, તે આપના ભકજનોના હૃદયકમળથી આપ ક્યારે પણ દૂર નથી  થતા કેમકે તે પરા ભક્તિરૂપી દોરીથી આપના પાદપદ્મોને બાંધી લે છે. જ્યાં સુધી પુરુષ આપના અભયપદ ચરણાર્વિન્દનો આશ્રય નથી લેતા, ત્યાં સુધી તેમને ધન , ઘર,અને બંધુજનોના કારણે પ્રાપ્ત થનારા ભય, શોક, લાલસા, દીનતા અને ખુબ જ લોભ વગેરે હેરાન કરે છે અને ત્યાં સુધી teen હું- હું પણાનો દુરાગ્રહ રહે છે,ke દુઃખનું એકમાત્ર કારણ છે.જે લોકો બધાજ પ્રકારના અમંગળોને નષ્ટ કરનારા શ્રવન કીર્તિ નાદિ પ્રસંગોથી ઇન્દ્રિયોને દૂર કરીને નાના પ્રકારના વિષયસુખ માટે ગરીબ અને મનમાં ને મનમાં લાલચુ થઈને કાયમ દુષ્કર્મોમાં રચ્યા રહે છે, તે બિચારાઓની બુદ્ધિ નસીબે હરિ લીધી  છે.અચ્યુત ! ઉરૂક્રમ ! આ પ્રજાને ભૂખ, તરસ,વાત, પિત્ત ,કફ,ઠંડી , ગરમી,હવા અને વરસાદથી અંદરોદર એકબીજાથી તથા કામાંગ્ની અને દુ:સહ   ક્રોધથી વારંવાર કષ્ટ ઉઠાવતા જોઈને મારુ મન ખુબ જ નારાજ રહે છે.સ્વામી ! જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિય અને વિષયરૂપી માયાના પ્રભાવથી તમારાથી તેમને જુદા જુએ છે, ત્યાં સુધી આ સંસારના ફેરા મટતા નથી. જો કે તે મિથ્યા છે, તે ઉપરાંત કર્મફળ ભોગનું ક્ષેત્ર હોવાને કારણે તેમને નાના નાના દુઃખો ભોગવ્યા કરવા પડે છે.

દેવ ! બીજાઓની તો વાત જ શું -જે સાક્ષાત મુનિ છે તે પણ આપના કથા પ્રસંગથી અલગ રહે છે તો તેને સંસારમાં ફસાવું પડે છે.તે દિવસમાં અનેક પ્રકારના કામોને કારણે વિક્ષેપ મનવાળા થઇ જાય છે અને રાત્રે ઊંઘમાં અચેત પડ્યા રહે છે.તે સમયે પણ જાત જાતના વિચારોને કારણે તેમની ઊંઘમાં ભંગ થતો રહે છે.અને નસીબને કારણે તેમના કમાવાના બધા ધંધા નિષ્ફળ થતા રહે છે.નાથ ! તમારો માર્ગ ફક્ત ગુણોના સાંભળવાથી જ સમજી શકાય છે.આપ જરૂર થી મનુષ્યના ભક્તિયોગ દ્વારા પરિશુદ્ધ થયેલા હૃદયકમળમાં નિવાસ કરો છો.પુણ્યશ્લોક પ્રભુ ! આપના ભક્તજનો જે જે ભાવનાથી આપણું ચિંતન કરે છે,તે સાધુપુરુષો પાર અનુગ્રહ કરવા માટે તે તે રૂપ ધારણ કરી લો છો. ભગવન ! તમો એક છો તથા સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં તેમના પરમ હિતકારી અંતરાત્મા છો.એટલા માટે દેવતાલોકો પણ હૃદયમાં જાતજાતની ઈચ્છાઓ સાથે જાત જાતની ભરચક સામગ્રીઓથી આપનું પૂજન કરે છે તો તેનાથી તમો તેટલા પ્રસન્ન નથી થતા જેટલા બધા પ્રાણીઓ પર દયા કરવાથી થાવ છો.પરંતુ તે સર્વભૂત દયા અસત પુરુષો માટે ખુબ જ દુર્લભ છે.જે કર્મ આપને અર્પિત કરી દેવામાં આવે છે,તેનો ક્યારેય નાશ નથી થતો-તે અક્ષય થઇ જાય છે. એટલે નાના પ્રકારના કર્મ-યજ્ઞ,દાન,કઠિન તપસ્યા વ્રત વગેરે દ્વારા આપની પ્રસન્નતા મેળવવી જ મનુષ્યનું સહુથી મોટું કર્મ ફળ છે.કેમકે આપની પ્રસન્નતા થવાથી કયું એવું ફળ છે જે સુલભ નથી થઇ જતું.તમો કાયમ આપના સ્વરૂપના પ્રકાશથી જ પ્રાણીઓના ભેદ બ્રહ્મ સ્વરૂપના અંધકારનો નાશ કરતા રહો છો.તથા જ્ઞાનના અધિષ્ઠાન સાક્ષાત પરમપુરુષ છો હું આપને નમસ્કાર કરું છું.સંસારની ઉત્તપત્તિ ,સ્થિતિ અને સંહારના નિમિત્તથી જે લીલાઓ થાય છે,તે આપની જ રમત છે,એટલે હું આપ પરમેશ્વરને વારંવાર નમસ્કાર કરું છું.જે લોકો પ્રાણત્યાગ કરતી વખતે આપના અવતાર,ગન અને કર્મોને બતાવનાર દેવકીનંદન,જનાર્દન,કંસનિકંદન વગેરે નામોનું વિવિશ થઈને પણ ઉચચ્ચારણ કરે છે,તે અનેકો જન્મોના પાપોથી તરતજ મુક્ત થઈને માયા વગેરે આવરણો વગરનું બ્રહ્મપદ મેળવે છે.

 નિત્ય અજન્મા છો,હું આપનું શરણું લઉં છું.ભગવન ! આ વિશ્વવૃક્ષના રૂપ માં તમો જ બેઠેલા છો.તમો જ પોતાની મૂળ પ્રકૃતિને સ્વીકારીને જગતની ઉત્તપત્તિ,સ્થિતિ અને પ્રલય માટે મારા ,આપણા તથા મહાદેવજીના રૂપમાં ત્રણ મુખ્ય શાખાઓમાં વહેંચાયેલા છે અને પછી પ્રજાપતિ એટલે  મનુ વગેરે શાખા પ્રશાખાઓના રૂપમાં ફેલાઈને ખુબ જ વિસ્તૃત થઇ ગયા છે.હું આપને નમસ્કાર કરું છું.ભગવન ! તમોએ તમારી આરાધનાને જ લોકો માટે કલ્યાણકારી સ્વધર્મ બતાવ્યો છે પરંતુ તે આ બાજુથી ઉદાસીન રહીને કાયમ વિપરીત
( નિષિદ્ધ ) કર્મોમાં લાગ્યા રહે છે.આવી પ્રમાદની અવશ્થામાં પડેલા આ જીવોની જીવન આશાને જે કાયમ સાવધાન રાખીને ખુબ જ શીઘ્રતાથીકાપતો રહે છે.તે બળવાન કાળ પણ આપનું જ રૂપ છે,
હું તેને નમસ્કાર કરું છું.કદાચ હું સત્યલોકનો અધિષ્ઠાતા છું,

જે બે પરાર્ધ માટે રહેનારા અને બધાજ લોકોના વંદનીય છે.તો પણ આપના તે કાલરૂપથી ડરતો રહું છું.તેનાથી બચવા અને આપને પ્રાપ્ત કરવા જ મેં ઘણા સમય માટે તપસ્યા કરી છે.આપ જ અધિયજ્ઞ રૂપથી મારી આ તપસ્યાના સાક્ષી છો,હું આપણે નમસ્કાર કરું છું.આપ પૂર્ણ કામ છો આપને કોઈ વિષય સુખની ઈચ્છા નથી,છતાં પણ આપ આપની બનાવેલી ધર્મમર્યાદાની રક્ષા માટે પશુ-પક્ષી,મનુષ્ય અને દેવતા વગેરે જીવયોનિયોમાં આપની જ ઈચ્છાથી શરીર ધારણ કરીને અનેકો લીલાઓ કરી છે.એવા આપ પુરુસોત્તમ ભગવાનને મારા નમસ્કાર છે.પ્રભુ ! આપ અવિદ્યા,અસ્મિતા,રાગ,દ્વેષ અને અભિનિવેશ-પાંચોમાંથી એકને પણ આધીન નથી,તે ઉપરાંત આ સમયે જે આખા સંસારને આપના ઉદરમાં લિન કરીને ભયંકર તરંગમાળાઓથી વિક્ષુબ્ધ પ્રલાયકાળના પાણીમાં અનંત વિગ્રહની કોમળ શય્યા પર શયન કરી રહ્યા છો, આ પૂર્વ કલ્પની કર્મ પરંપરાથી શ્રમિત થયેલા જીવો ને આરામ આપવા માટે જ છે.આપના નાભીકમલ રૂપ ભવનથી મારો જન્મ થયો છે.આપની કૃપાથી જ હું ત્રિલોકીની રચના રૂપ ઉપકારમા પ્રવુત્ત થયો છું. અત્યારે યોગનિદ્રાનો અંત થઇ જવાને કારણે આપના નેત્રકમળ વિકસિત   થઇ રહ્યા છે,આપને મારા નમસ્કાર છે.આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સુહૃદ અને આત્મા છો,તથા શરણાગતો પર કૃપા કરનારા છો.એટલે આપના જે જ્ઞાન અને એશ્વર્યાથી આપ જગતને આનંદિત કરો છો,તેનાથી મારી બુદ્ધિને પણ યુક્ત કરો-જેનાથી હું પુર્નકલ્પની જેમ અત્યારે પણ જગતની રચના કરી શકું.આપ ભક્તવચ્છ કલ્પ સુધી છો.આપની શક્તિ લક્ષ્મીજીની સાથે અનેકો ગુણાવતાર લઈને  આપ જે જે અદભુત કર્મ કરશો મારો આ જગતને રચવાનો ઉદ્યમ પણ તેમનો એક છે.એટલે એને રચવાના સમયે આપ મારા ચિત્તને પ્રેરિત કરો-શક્તિ આપો,જેનાથી હું સૃષ્ટિરચના વિષયક અભિમાનરૂપી મળથી દૂર રહી શકું. પ્રભુ ! આ પ્રલાયકાલીન જળમાં શયન કરતા આપ અનંતશક્તિ પરમ પુરુષના નાભિ કમળથી મારો પાદુર્ભાવ થયો છે અને હું આપની જ વિજ્ઞાન શક્તિ છું,એટલે આ જગતના વિચિત્ર રૂપનો વિસ્તાર કરતા સમયે આપની કૃપાથી મારી વેદરૂપી વાણીનું ઉચ્ચારણ લુપ્ત ન થાય.આપ અપાર કરુણામયી પુરાણપુરુષ છો.આપ પરમ પ્રેમમયી મુસ્કરાહત સાથે આપના નેત્ર કમળ ખોલો અને અને શેષ શય્યા ઉપરથી ઉઠીને દુનિયાના ઉદ્ભવ માટે આપની સુમુધર વાણીથી મારો વિષાદ દૂર કરો.

શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! આવી રીતે તપ, વિદ્યા અને સમાધિના દ્વારા પોતાના ઉત્તપત્તિસ્થાન ભગવાનને જોઈને તથા પોતાના મન અને વાણીની શક્તિ પ્રમાણે તેમની પ્રાર્થના કરીને થાકેલા બ્રહ્માજી  મૌન થઇ ગયા. શ્રી મધુસુદન ભગવાને જોયું કે બ્રહ્માજી આ પ્રલય જળરાશિમાં ખુબ જ ગભરાયેલા છે,તથા લોકરચના ના વિષયમાં કોઈ ચોક્કસ વિચાર ન હોવાને કારણે તેમનું મન ખુબ જ દુઃખી છે.ત્યારે તેમના અભિયાનને જાણીને તેઓ પોતાની ગંભીર વાણીથી તેમનો ખેદ શાંત કરતા કહેવા લાગ્યા.

શ્રી ભગવાને કહ્યું-વેદગર્ભ ! તમે વિષાદને વશીભૂત થઈને આળસ ન કરો,સૃષ્ટિરચનાના ઉદયમમાં તત્પર થઇ જાઓ.તમે જે મારાથી ઈચ્છો છો તે તો હું પહેલેથી જ કરી ચુક્યો છું. તમે એકવાર ફરીથી તપ કરો,અને ભાગવતજ્ઞાનનું અનુસ્થાન કરો.તેનાથી તમો બધા લોકોમાં સ્પષ્ટ રીતે તમારા હૃદયમાં જોશો.પછી ભક્તિ યુક્ત અને સમાહિત ચિત્ત થઈને તમે સંપૂર્ણ લોક અને તમારામાં મને વ્યાપ્ત જોશો તથા મારામાં સંપૂર્ણ લોક અને તમને પોતાને જોશો.જે વખતે જીવ લાકડામાં રહેલો અગ્નિ ની જેમ બધાજ ભૂતોમાં મને સ્થિર જુએ છે,તે જ વખતે પોતાના અજ્ઞાનરૂપી મળથી મુક્ત થઇ જાય છે.
જયારે તે પોતાને ભૂત,ઇન્દ્રિય,ગુણ અને હૃદયથી રહિત તથા સ્વરૂપથી મારાથી અભિન્ન જુએ છે ત્યારે મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે.બ્રહ્માજી ! નાના પ્રકારના કર્મ સંસ્કારો પ્રમાણે અનેક પ્રકારની જીવ સૃષ્ટિ રચવાની ઈચ્છા હોવા છતાં તમારું મન મોહિત નથી થતું,તે જ મારી ખુબ જ કૃપાનું ફળ છે.તમે સહુથી પહેલા મંત્રદ્રષ્ટા છો.પ્રજા ઉત્તપન્ન કરતી વખતે પણ તમારું મન મારામાં લાગેલું રહે છે,તેનાથી પાપમય રજોગુણ તમને બાંધી નથી શકતો.તમે મને ભૂત,ઇન્દ્રિય,ગુણ અને હૃદયથી રહિત સમજો છો,તેનાથી ખબર પડે છે કે કદાચ દેહધારી જીવો ને મારુ જ્ઞાન થવાનું ખુબ જ કઠિન છે,તે ઉપ્રરાંત તમે મને જાણી લીધો છે.'મારો આશ્રય કોઈ છે કે નહિ 'એ સંદેહમાં તમે કમળનાળ દ્વારા જળમાં તમો તેનું મૂળ શોધી રહ્યા હતા,એટલે મેં તમને પોતાનું આ સ્વરૂપ તમારા હૃદયમાં જ બતાવ્યું છે.

પ્યારા બ્રહ્માજી ! તમે જે મારી કથાના વૈભવવાળી  મારી પ્રાર્થના કરી છે અને તપસ્યામાં તમારી જે નિષ્ઠા છે.તે પણ મારી કૃપાનું જ ફળ છે.લોકરચનાની ઈચ્છાથી તમે સગુણ પ્રતીત હોવા છતાં પણ જે નિર્ગુણ રૂપથી મારુ વર્ણન કરતા પ્રાર્થના કરી છે,તેનાથી હું ખુબ જ પ્રસન્ન છું,તમારું કલ્યાણ થાઓ.
હું બધીજ ઈચ્છાઓ અને મનોરથોને પુરા કરવામાં સમર્થ છું.જે પુરુષ કાયમ માટે આ સ્ત્રોત્ર દ્વારા પ્રાર્થના કરીને મારુ ભજન કરશે,તેના પર હું તરત જ પ્રસન્ન થઇ જઈશ.તતવેત્તાઓનો મત છે કે પૂર્ત,તપ,યજ્ઞ,દાન,યોગ અને સમાધિ વગેરે સાધનોથી પ્રાપ્ત થતું જે કલ્યાણમયી ફળ છે,તે મારી પ્રસન્નતા જ છે.વિધાતા ! હું આત્માઓનો પણ આત્મા અને સ્ત્રી-પત્રાદિ પ્રિયોનો પણ પ્રિય છું.એટલે મારાથી જ પ્રેમ કરવો જોઈએ.બ્રહ્માજી ! ત્રિલોકીને તથા જે પ્રજા આ સમયે મારામાં લિન છે,તેને તમો પૂર્વ કલ્પની માફક મારાથી ઉત્તપન્ન થયેલા પોતાના સર્વવેદમય સ્વરૂપથી જાતે જ રચો.

શ્રી મૈત્રેયજી કહે છે -પ્રકૃતિ અને પુરુષના સ્વામી કમલનાભઃ ભગવાન સૃષ્ટિકર્તા બ્રહ્માજીને આવી રીતે જગતની અભિવ્યક્તિ કરાવીને તેમના તે નારાયણસ્વરૂપથી અદ્રશ્ય થઇ ગયા.

વધુ તૃતીય સ્કંધ  .એપ્રિલ મહિનાની ૧૫ મી  તારીખે  

આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં ફેબ્રુઆરી માસના (૧) કોલમમાં માં ઉપલબ્ધ છે,પ્રિય વાચકો.આપનો અભિપ્રાય તેમજ સૂચન જરૂર આપશો.
આભાર.


આ સાથે મારી નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.

હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન  (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,
મહેન્દ્ર ભટ્ટના જય શ્રીકૃષ્ણ.



Monday, June 17, 2024

શ્રીમદ ભાગવત કથા ગુજરાતીમાં ( દ્વિતીય સ્કંધ અધ્યાય ૧ થી ૧૦) વાંચો અહીં ક્રમશ:

   




ૐ શ્રી ગણેશાય નમ:

શ્રીમદ્ભાગવત મહાપુરાણ 

દ્વિતીય સ્કંધ 

પહેલો અધ્યાય

ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટસ્વરૂપ્નું વર્ણન




શ્રી શુકદેવજીએ કહ્યું -પરીક્ષિત ! તારો લોકહિત માટે કરેલો આ પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે.મનુષ્યોને માટે જેટલી પણ વાતો સાંભળવી,સ્મરણ કરવી કે ભજન કરવાની છે તે બધામાં આ શ્રેષ્ઠ છે.આત્મજ્ઞાની મહાપુરુષ આવા પ્રશ્નનો ઘણો આદર કરે છે.રાજેન્દ્ર ! જે ગૃહસ્થો ઘરના કામ ધંધામાં ફસાયેલા છે,પોતાના સ્વરૂપને
નથી જાણતા,તેમને માટે હજારો વાતો કહેવી,સાંભળવી અને વિચાર કરવાની રહે છે.તેમની બધી ઉમર એમ જ વીતી જાય છે.તેમની રાત નિદ્રા,અથવા સ્ત્રી -પ્રસંગથી વીતે છે અને દિવસ ધનની હાય હાય અથવા કુટુંબીઓના ભરણ-પોષણમાં પૂરો થઇ જાય છે.સંસારમાં જેને આપણા ઘણા જ નિકટના સબંધી કહેવાય છે,તે શરીર,પુત્ર,સ્ત્રી વગેરે કઈ  જ નથી ,અસત્ય છે,પરંતુ જીવ તેના મોહમાં એવો પાગલ થઇ જાય છે,કે રાત દિવસ તેને મૃત્યુના મોઢામાં જતો જોઈને પણ ચેતતો નથી.એટલા માટે પરીક્ષિત ! જો અભય પદને પ્રાપ્ત કરવાનું ઈચ્છતો હોય,તેને તો સર્વાત્મા,સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ,ભજન અને સ્મરણ કરવું જોઈએ.મનુષ્ય જન્મનો આજ- એટલો જ લાભ છે કે ભલે જેમ હોય-જ્ઞાનથી,ભક્તિથી કે પોતાના ધર્મની નિષ્ઠાથી જીવન ને એવું બનાવી લેવામાં આવે કે મૃત્યુના સમયે ભગવાનની સ્મૃતિ જરૂર થાય.પરીક્ષિત ! જે નિર્ગુણ સ્વરૂપમાં સ્થિર છે અને વિધિ -નિષેધની મર્યાદાને વટાવી ચુકી હોય,તે મોટા  મોટા ઋષિ મુનિયો પણ વારંવાર ભગવાનના અનંત કલ્યાણમય ગુણગાનો ના વર્ણનમાં રચ્યા રહે છે.દ્વાપરના અંતમાં આ ભગવતરૂપ અથવા વેદતુલ્ય શ્રીમદ ભાગવત નામનું મહાપુરાણ નું આપણા પિતા શ્રી કૃષ્ણદ્વૈપાયનથી મેં અધ્યયન કર્યું હતું.રાજર્ષિ ! મારી નિર્ગુણસ્વરૂપ પરમાત્મામાં પુરી નિષ્ઠા છે.છતાંપણ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ પરાણે મારા હૃદયને પોતાની તરફ આકર્ષિત કરી લીધો.તેજ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કર્યું.તમે ભગવાનના પરમ ભક્ત છો એટલે તમને હું તે સંભળાવીશ.જે તેની તરફ શ્રદ્ધા રાખે છે તેની શુદ્ધ ચિત્તવૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય પ્રેમની સાથે સીધે સીધી લાગી જાય છે.જે લોકો લોક અથવા પરલોકની કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે અથવા તેના વિપરીત સંસારમાં દુઃખનો અનુભવ કરીને જે તેનાથી વિરક્ત થઇ ગયા છે અને નિર્ભય મોક્ષપદને મેળવવા ઈચ્છે છે,તે સાધકો માટે તથા યોગ સંપન્ન સિદ્ધ જ્ઞાનીઓ માટે પણ બધાજ શાસ્ત્રોનો એ નિર્ણય છે કે તે ભગવાનના નામોનું પ્રેમથી સંકીર્તન કરે.પોતાના કલ્યાણ સાધનો તરફથી અસાવધાન રહેનારા પુરુષનું  વર્ષો લાબું આયુષ્ય પણ અજાણતા જ વ્યર્થ વીતી જાય છે.તેનાથી શું લાભ ! સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલી ઘડી બે ઘડી પણ શ્રેષ્ઠ છે,કેમકે તેના દ્વારા પોતાના કલ્યાણની તો આશા રાખી શકાય છે.રાજર્ષિ ખટવાંગ પોતાની પુરી થતી ઉંમરના સમયને જાણીને બે ઘડીમાં જ બધુ જ છોડીને ભગવાનના અભયપદને પ્રાપ્ત થઇ ગયા.પરીક્ષિત ! અત્યારે તો તારા જીવનની અવધિ સાત દિવસની છે તે વચ્ચે જ તું તારા પરમ કલ્યાણને માટે જે કઈ કરવું જોઈએ  તે બધું કરી લે.

મૃત્યુનો સમય આવે તો મનુષ્ય એ ઘભરાવું ન જોઈએ.તેણે એવું કરવું જોઈએ તે વૈરાગ્ય શાસ્ત્રથી શરીર અને તેનાથી સંબંધ રાખનારાઓ તરફ મમતાને કાપી નાખે.ધીરજની સાથે ઘરથી નીકળીને પવિત્ર તીર્થના પાણીમાં સ્નાન કરે અને પવિત્ર તથા એકાંત સ્થાનમાં વિધિપૂર્વક આસન જમાવીને બેસી જાય.ત્યાર પછી પવિત્ર ‘અ ઉ મ ‘એ ત્રણ માત્રાઓથી યુક્ત પ્રણવનો મનમાં  ને મનમાં જાપ કરવો.પ્રાણવાયુને વશમાં કરીને મનનું દમન કરવું અને એક ક્ષણ માટે પણ પ્રણવને ન ભુલવો.બુદ્ધિની સહાયતાથી મન વડે ઇન્દ્રિયોને તેના વિષયોથી હટાવી લેવી.અને કર્મની વાસનાઓથી ચંચળ થયેલા મનને વિચાર દ્વારા રોકીને ભગવાનના મંગલમય રૂપમાં લગાવવું.સ્થિર મનથી ભગવાનના શ્રી વિગ્રહમાંથી કોઈ એક અંગનું ધ્યાન કરવું.આવી રીતે એક એક અંગનું ધ્યાન કરતા કરતા વિષય વાસનાથી રહિત મનને પૂર્ણરૂપથી ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું કે પછી કોઈ બીજા વિષયનું ચિંતન જ ન થાય.તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે,જેને પ્રાપ્ત કરીને મન ભાગવત પ્રેમ રૂપી આનંદથી ભરાઈ જાય છે.જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મન રજોગુણથી વિક્ષિપ્ત અથવા તમોગુણથી મૂઢ થઇ જાય તો ઘભરાવવું નહિ.ધીરજથી યોગધારણા દ્વારા તેને વશમાં કરવું જોઈએ,કેમકે ધારણા તે બંને ગુણોના દોષોને મિટાવી દે છે.ધારણા સ્થિર થઇ જવાથી ધ્યાનમાં જયારે યોગી પોતાના પરમ મંગલમય આશ્રય
( ભગવાન) ને જુએ છે ત્યારે તેને તરત જ ભક્તિયોગની પ્રાપ્તિ થઇ જાય છે.

પરીક્ષિતે પૂછ્યું -બ્રહ્મન ! ધારણા કયા સાધનથી કઈ વસ્તુમાં કઈ રીતે કરાય છે અને તેનું શું સ્વરૂપ માનવામાં આવ્યું છે.જે સીધો જ મનુષ્યનો મેલ દૂર કરે છે ?
શ્રી શુ કદેવજીએ કહ્યું   - પરીક્ષિત ! આસન,શ્વાસ,આસક્તિ અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યા પછી બુદ્ધિના દ્વારા મનને ભગવાનના સ્થૂળ રૂપમાં લગાવવું જોઈએ.આ કાર્યરૂપ આખું વિશ્વ જે કઈ ક્યારેક હતું,છે કે હશે -આખું ય બધામાં દેખાય છે તે જ ભગવાનનું સ્થૂળથી સ્થૂળ અને વિરાટ સ્વરૂપ છે.પાણી,અગ્નિ,વાયુ,આકાશ,અહંકાર,મહતત્વ અને પ્રકૃતિ - આ સાત આવરણોથી ઘેરાયેલા આ બ્રહ્માંડ શરીરમાં જે વિરાટ પુરુષ ભગવાન છે.તેજ ધારણા ને આશ્રય છે તેમની ધારણા કરાય છે.તત્વજ્ઞ પુરુષ તેનું આ પ્રકાર વર્ણન કરે છે.- પાતાળ વિરાટ પુરુષના તળિયા છે,તેની અડિયો અને પંજા રસાતલ છે,બંને ગુલ્ફ- એડીના ઉપરની ગાંઠો માહતાલ છે તેના પગના પિંડ તલાતલ છે.ભગવાનના બંને ઘૂંટણ સુતલ છે,જાંઘો વિતલ અને અતલ છે,પેંડુ ભૂતલ છે અને પરીક્ષિત ! તેના નાભીરૂપ સરોવરને આકાશ કહે છે.આદિ પુરુષ પરમાત્માંની છાતીને સ્વર્ગલોક,ગળાને મહલોક,મોઢાને જનલોક અને લલાટને તપોલોક કહે છે.તે સહસ્ત્ર માથાવાળા ભગવાનનું મસ્તકસમૂહ જ સત્યલોક છે.ઇન્દ્ર વગેરે દેવતાઓ તેમની ભુજાઓ છે.દિશાઓ કાન અને શબ્દ શ્રવેન્દ્રિય છે.બંને અશ્વનીકુમારો તેમની નાસીકાના છિદ્રો છે,ગંધ પ્રાણેન્દ્રિય છે અને ભભૂકતી આગ તેમનું મોઢું છે.ભગવાન વિષ્ણુની આંખો અંતરિક્ષ છે તેમની જોવાની શક્તિ સૂર્ય છે,બંને પલકોં રાત અને દિવસ છે.તેમનો ધૃવીલાસ બ્રહ્મલોક છે તાળવું પાણી છે અને જીભ રસ.

વેદોને ભગવાનના બ્રહ્મરસ કહે છે અને યમને દાઢો.બધાજ પ્રકારના સ્રેહ દાંત છે અને તેમની જગમોહિની માયા ને તેની મુસ્કાન કહે છે.આ અનંત દુનિયા તે જ માયાનો કટાક્ષ વિક્ષેપ છે.લજ્જા ઉપરનો હોઠ અને લોભ નીચેનો હોઠ છે.ધર્મ સ્તન અને અધર્મ પીઠ છે.પ્રજાપતિ તેની મૂત્રેન્દ્રિય છે,મિત્રાવરુણ અંડકોષ છે સમુદ્ર કૂખ છે અને મોટા મોટા પર્વતો તેમના હાડકા છે.રાજન ! વિશ્વમૂર્તિ વિરાટ પુરુષની નાડીઓ નદીઓ છે.વૃક્ષ રોમ છે.પરમ પ્રબળ વાયુ શ્વાસ છે.કાળ તેમની ચાલ છે,અને ગુણોનું ચક્કર ચલાવતા રહેવું જ તેનું કર્મ છે.પરિક્ષિત ! વાદળોને તેમના વાળ માને છે.સંધ્યા તે અનંતનું વસ્ત્ર છે.મહાત્માઓના અવ્યક્ત (મુળપૃકૃતિ) ને જ તેમનું હૃદય  બતલાવ્યુ છે અને બધા વિકારોનો ખજાનો તેમનું મન ચંદ્રમા કહ્યું છે.મહતત્વને સર્વાત્મા ભગવાનનું ચિત્ત કહે છે અને રુદ્ર તેમના અહંકાર કહ્યા ગયા છે.ઘોડા,ખચ્ચર,ઉંટ અને હાથી તેમના નખ છે.વનમાં રહેનારા બધા મૃગ અને પશુ તેમના કટિપ્રદેશમાં સ્થિર છે.જાત જાતના પક્ષીઓ તેમની અદભુત રચના કૌશલ્ય છે.સ્વયંભૂ મનુ તેમની બુદ્ધિ છે અને મનુની સંતાન મનુષ્ય તેમનું નિવાસ સ્થાન છે.ગંધર્વ,વિદ્યાધર,ચારણ અને અપ્સરાઓ તેમના ષડજ વગેરે સ્વરોની સ્મૃતિ છે.દૈત્ય તેમનું વીર્ય છે.બ્રહ્મણ મુખ,ક્ષત્રિય ભુજાઓ,વૈશ્ય જાંઘો અને શુદ્ર તે વિરાટ પુરુષના પગો છે.જુદા જુદા દેવતાઓના નામથી જે મોટા મોટા દ્રવ્યમય યજ્ઞો કરવામાં આવે છે તે તેમનું કર્મ છે.પરીક્ષિત ! વિરાટ ભગવાનના સ્થૂળ શરીરનું આ સ્વરૂપ છે,તે મેં તમને સંભળાવ્યું.

તેમાં મુમુક્ષુ પુરુષ બુદ્ધિના દ્વારા મનને સ્થિર કરે છે.કેમકે તેનાથી જુદી બીજી કોઈ વસ્તુ નથી.જેમ સ્વપ્ન જોનારા સ્વપ્નાવસ્થામાં પોતાને જ જુદા જુદા પદાર્થોના રૂપમાં જુએ છે,તેમ જ બધાની બુદ્ધિ વૃતિયો દ્વારા બધું જ અનુભવ કરવાવાળા સર્વાન્તર્યામી પરમાત્મા પણ એક જ છે.તે સત્યસ્વરૂપ આનંદનિધિ ભગવાનનું જ ભજન કરવું જોઈએ,બીજી કોઈ પણ વસ્તુમાં આસક્તિ ન કરવી જોઈએ.કેમ કે તે આસક્તિ માણસના અધઃ:પતનનો હેતુ છે.


 બીજો અધ્યાય  
ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા તથા ક્રમમુક્તિ અને સદ્યોમુક્તિનું વર્ણન 


શ્રી શુકદેવજી કહે છે-દુનિયાની શરૂઆતમાં બ્રહ્માજીએ એ ધારણા દ્વારા પ્રસન્ન થયેલા ભગવાનથી તે સૃષ્ટિવિષયક સ્મૃતિ મેળવી હતી,જે પહેલા પ્રલયકાળમાં વિલુપ્ત થઇ ગઈ હતી.તેનાથી તેમની દ્રષ્ટિ અમોઘ અને બુદ્ધિ નિશ્ચયાત્મિક થઇ ગઈ .ત્યારે તેમણે આ જગતને એવુજ બનાવ્યું જેવું કે તે પ્રલયના પહેલા હતું.
વેદોની વર્ણન શૈલી જ એવા પ્રકારની છે કે લોકોની બુદ્ધિ સ્વર્ગ વગેરે નિરર્થક નામોના ફેરામાં ફસાઈ જાય છે જીવ ત્યાં સુખની વાસનાથી સ્વપ્ન જેવું જોઈને ભટકવા માંડે છે,પરંતુ તે માયામય લોકોમાં ક્યાંય પણ તેને સાચા સુખની પ્રાપ્તિ થતી નથી.તેટલા માટે વિદ્વાન પુરુષે એવું કરવું જોઈએ કે તે જુદા જુદા નામવાળા પદાર્થોથી તેટલોજ વ્યવહાર કરવો,જેટલો પ્રયોજનીય હોય.પોતાની બુદ્ધિને તેની નિસ્સારતાના નિર્ણયથી પરિપૂર્ણ રાખે અને એક ક્ષણ માટે પણ અસાવધાન ન રહે.જો સંસારના પદાર્થ નસીબથી વગર મહેનતે એમ જ મળી જાય ત્યારે તેના ઉપાર્જનનો પરિશ્રમ નકામો સમજીને તેના માટે કોઈ પ્રયત્ન ન કરવો.જો જમીન પર સૂવાથી કામ નીકળી શકે,તો પલંગ માટે પ્રયત્ન કરવાનું શું પ્રયોજન.જો ભુજાઓ આપણને ભગવાનની કૃપાથી એમ જ મળી છે પછી તકીયાની શું જરૂર .જો અંજલિથી કામ ચાલી શકતું હોય તો ઘણા બધા વાસણો કેમ અજવાળે.ઝાડની છાલ પહેરીને અથવા વસ્ત્ર વગર રહીને  પણ જો જીવન ધારણ કરી શકાય છે તો વસ્ત્રોની શું જરૂરત. પહેરવાને શું રસ્તામાં ચીથડાં નથી?ભૂખ લાગવાથી બીજા માટે શરીર ધારણ કરનારા વૃક્ષો શું ફળ ફૂલની ભિક્ષા નથી આપતા? પાણીને ચાહનારા માટે નદીઓ શું બિલકુલ સુકાઈ ગઈ છે ?રહેવા  માટે શું પર્વતોની ગુફાઓ બંધ કરી દેવાઈ છે ? અરે ભાઈ ! બધું ન સાચું ,શું ભગવાન પણ પોતાના શરણાગતોની રક્ષા નથી કરતા ? આવી સ્થિતિમાં બુદ્ધિવાળા લોકો પણ ધનના નશામાં ચૂર ઘમંડી ધનિકોની ચાપલુસી શા માટે કરો છો ? આવી રીતે વિરક્ત થઇ જવાથી પોતાના હૃદયમાં નિત્ય વિરાજતા સ્વત :સિદ્ધ ,આત્મ સ્વરૂપ,પરમ પ્રિયતમ ,પરમ સત્ય જે અનંત ભગવાન છે ઘણા પ્રેમ અને આનંદથી દ્રઢ નિર્ણય કરીને તેમનું ભજન કરે,કેમ કે તેમના ભજનથી જન્મ મરણના ચક્કરમાં નાખનારા અજ્ઞાનનો નાશ થઇ જાય છે.પશુઓની વાત તો જુદી છે પરંતુ મનુષ્યોમાં ભલા એવું કોણ છે,જે લોકોને આ સંસારરૂપી વૈતરણી નદીમાં પડીને પોતાના કર્મજન્યં દુઃખોને ભોગવતા જોઈને પણ ભગવાનનું મંગલમય ચિંતન ન કરશે,અસત્ય વિષય ભોગો માં જ પોતાના ચિત્તને ભટકવા દેશે ?

કોઈ કોઈ સાધક પોતાના શરીરની અંદર હૃદયાકાશમાં બેઠેલા ભગવાનના પ્રાદેશમાત્ર   સ્વરૂપની ધારણા કરે છે.તે એવું ધ્યાન કરે છે કે ભગવાનની ચાર ભુજાઓમાં શંખ,ચક્ર,ગદા અને પદ્મ છે.તેમના મુખ ઉપર પ્રસન્નતા ચમકી રહી છે.કમળના જેવા વિશાળ અને કોમળ નેત્રો છે.કદમ્બના પુષ્પની કેસરની જેમ પીળા વસ્ત્રો ધારણ કર્યા છે.ભુજાઓમાં શ્રેષ્ઠ રત્નોથી જડેલા સોનાના બાજૂબંધો શોભાયમાન છે.માથા ઉપર ઘણો જ સુંદર મુગુટ અને કાનોમાં કુંડળ છે.જેમાં જડેલા અમૂલ્ય રત્નો ઝગમગી રહ્યા છે.તેમના ચરણકમળ યોગેશ્વરોના ખીલેલા હૃદયકમળની કર્ણિકા ઉપર વિરાજમાન છે.તેમના હૃદય ઉપર શ્રીવત્સ ચિન્હ -એક સુંદર રેખા છે.ગાળામાં કૌસ્તુભમણિ લટકી રહી છે વૃક્ષ:સ્થળ ક્યારેય નહિ કરમાનારી વનમાળાથી ઘેરાયેલું છે.તે કમરમાં કંદોરો,આંગળીમાં બહુમૂલ્ય વીંટી,પગોમાં ઝાંઝર અને હાથોમાં કંગન વગેરે આભૂષણ પહેરેલા છે.તેમના વાળોની લટો ખૂબ જ ચીકણી ,નિર્મળ,ઘુઘરાલી અને નીલી છે.તેમનું મુખ કમળ મંદ મંદ સ્મિતથી ખીલી રહ્યું છે.લીલાથી પૂર્ણ ઉન્મુક્ત હાસ્ય અને ચિત્તવનથી શોભાયમાન મોહોના દ્વારા તે ભક્તજનો પર અનંત પ્રેમની વર્ષા કરી રહ્યા છે.જ્યાં સુધી મન તે ધારણા દ્વારા સ્થિર ન થઇ જાય,ત્યાં સુધી વારંવાર તે ચિત્તવન સ્વરૂપ ભગવાનને જોયા કરવાની ચેષ્ટા કરવી જોઈએ.ભગવાનના ચરણકમળોથી લઈને તેમના સ્મિતથી   ભરેલા મુખ કમળ ઉપરાંત બધાજ અંગોની એક એક કરીને બુદ્ધિ દ્વારા ધારણા કરવી જોઈએ.જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે,તેમ તેમ ચિત્ત સ્થિર થતું જશે.જયારે એક અંગનું ધ્યાન બરાબર થવા લાગે,ત્યારે તેને છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ.આ વિશ્વેશ્વર ભગવાન દ્રશ્ય નથી દ્રષ્ટા છે.સગુણ,નિર્ગુણ-બધું જ તેમનું સ્વરૂપ છે.જ્યાં સુધી તેનામાં અનન્ય પ્રેમમય ભક્તિયોગ ન થઇ જાય ત્યાં સુધી સાધનને નિત્ય નિમિત્તના કર્મો પછી એકાગ્રતાથી ભગવાનના ઉપયુક્ત સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ.  

પરીક્ષિત !  જયારે યોગી પુરુષ આ મનુષ્ય લોકને છોડવા ચાહેં,ત્યારે દેશ અને કાળમાં મનને ન લગાવવું.સુખપૂર્વક સ્થિર આસન પર બેસીને પ્રાણોને જીતીને મનથી ઇન્દ્રિયો પર સંયમ કરવો.તે ઉપરાંત પોતાની નિર્મલ બુદ્ધિથી મનને નિયમિત કરીને મનની સાથે બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં અને ક્ષેત્રજ્ઞને અંતરાત્મામાં લિન કરી દેવું,પછી અંતરાત્મામાંને પરમાત્મામાં લિન કરીને ધીર પુરુષ તે પરમ શાંતિમય અવસ્થામાં સ્થિર થઇ જાય.પછી તેને માટે કોઈ કર્તવ્ય શેષ નથી રહેતું.આ અવસ્થામાં સત્વગુણ પણ નથી,પછી રજોગુણ અને તમોગુણની તો વાત જ શું હોય.અહંકાર મહતત્વ અને પ્રકૃતિનું પણ ત્યાં અસ્તિત્વ નથી.તે સ્થિતિમાં જયારે દેવતાઓની નિયામક કાળની દાળ નહિ ગલતી, ત્યારે  દેવતાઓ અને તેમના આધીન રહેનારા પ્રાણી તો રહી જ કેવી રીતે શકે છે ? યોગી લોક ‘આ નહિ,આ નહિ ‘ - આ રીતે પરમાત્માથી જુદા પદાર્થોનો ત્યાગ કરવા માંગો છો અને શરીર તથા તેના સબંધી પદાર્થોમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને હૃદયના દ્વારા પગલે પગલે ભગવાનના જે પરમ પૂજ્ય સ્વરૂપનું આલિંગન કરતા અનન્ય પ્રેમથી પરિપૂર્ણ રહે છે તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે.-આ વિષયમાં બધાજ શાસ્ત્રોની સંમતિ છે.

જ્ઞાનદૃષ્ટિના બળથી જેની મનની વાસના નષ્ટ થઇ ગઈ છે,તે બ્રહ્મનિષ્ઠ યોગીએ આવી રીતે પોતાના શરીરનો ત્યાગ કરવો જોઈએ.પહેલા એડીથી પોતાની ગુંડાને દબાવીને સ્થિર થઇ જાય,અને ત્યારે વગર ગભરાતે પ્રાણવાયુને ષટચક્રભેદનની રીતથી ઉપર લઇ જાય.મનસ્વી યોગીએ નાભિચક્ર મણિપૂરકમાં સ્થિર  વાયુને હૃદયચક્ર અનાહતમાં,ત્યાંથી ઉદાનવાયુ દ્વારા વક્ષ:સ્થળની ઉપર વિશુદ્ધ ચક્રમાં ,પછી તે વાયુને ધીરે ધીરે તાલૂમૂળમાં (વિશુદ્ધ ચક્રના આગળ ભાગમાં )ચઢાવી દે.તે ઉપરાંત બે આંખો,બે કાનો બે નાસિકા છિદ્રો અને મોઢું -આ સાતેય છિદ્રોને રોકીને તે તાલૂમૂળમાં સ્થિર વાયુને ભમ્મરોની વચ્ચે આજ્ઞાચક્રમાં લઇ જાય.જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય અડધી ઘડી તે વાયુને ત્યાંજ રોકી રાખી સ્થિર લક્ષ્યની સાથે તેને સહસ્ત્રારમાં લઇ જઈને પરમાત્મામાં સ્થિર થઇ જાય.તેના પછી બ્રહ્મરંધ્રને ભેદીને શરીર,ઇન્દ્રિયો વગેરેને છોડી દે.

પરીક્ષિત ! જો યોગીની ઈચ્છા હોય કે હું બ્રહ્મલોકમાં જાઉં,આઠેય સિદ્ધિને પ્રાપ્ત કરીને આકાશચારી સિદ્ધોની સાથે વિહાર કરું અથવા ત્રિગુણમય બ્રહ્માંડના કોઈ પણ પ્રદેશમાં વિચરણ કરું,તો તેણે મન અને ઇન્દ્રિયોને સાથે લઈને જ શરીરથી નીકળવું જોઈએ.યોગીઓનું શરીર વાયુની માફક સૂક્ષ્મ હોય છે. ઉપાસના,તપસ્યા,યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીયોને ત્રિલોકીની બહાર અને અંદર બધેજ
સ્વચ્છંદ રૂપથી વિચરણ કરવાનો અધિકાર હોય છે.ફક્ત કર્મો દ્વારા એવી રીતે રોકટોક વગર વિચરણ નથી કરી શકાતું.પરીક્ષિત ! યોગી જ્યોતિર્મય માર્ગ સુષુમ્ણાના દ્વારા જયારે બ્રહ્મલોક માટે પ્રસ્થાન કરે છે ત્યારે પહેલા તે આકાશમાર્ગથી અગ્નીલોકમાં જાય છે, ત્યાં તેનો બચ્યો પચ્યો મળ પણ બળી જાય છે.  તેના પછી તે ત્યાંથી ઉપર ભગવાન શ્રી હરિના શિશુમાર નામના જ્યોતિર્મય ચક્ર પર પહોંચે છે ભગવાન વિષ્ણુનું આ શિશુમાર ચક્ર વિશ્વબ્રહ્માંડના ભ્રમણનું કેન્દ્ર છે.તેનું અતિક્રમણ કરીને એકદમ સૂક્ષ્મ તેમજ નિર્મલ શરીરથી તે એકલો જ મહલોકમાં જાય છે.તે લોક બ્રહ્મવેત્તાઓના દ્વારા પણ વંદિત છે અને તેમાં કલ્પ દરમ્યાન જીવિત રહેનારા દેવતાઓ વિહાર કરતા રહે છે.પછી જયારે પ્રલય ઓ સમય આવે છે ત્યારે નીચેના લોકોને શેષના મોઢેથી નીકળેલી આગના દ્વારા ભસ્મ થતા જોઈને તે બ્રહ્મલોકમાં ચાલ્યો જય છે.જે બ્રહ્મલોકમાં મોટા મોટા સિદ્ધેશ્વર વિમાનો પર નિવાસ કરે છે.તે બ્રહ્મલોકની ઉંમર બ્રહ્માની ઉંમરના જેવી જ બે પરાદ્રવની છે.ત્યાં ન શોક છે ન દુઃખ,ન ઘડપણ ન મૃત્યુ.પછી ત્યાં કોઈ પ્રકારનો ઉદ્વેગ અથવા ભય તો હોય જ કેવી રીતે શકે છે.ત્યાં જો દુઃખ હોય તો ફક્ત એક વાતની.તે એ કે આ પરમપદને ન જાણનારા લોકોના જન્મમૃત્યુમય અત્યંત ઘોર સંકટોને જોઈને દયાવશ ત્યાંના લોકોના મનમાં મોટી વ્યથા થાય છે.

સત્યલોકમાં પહોંચ્યા પછી તે યોગી નિર્ભય થઈને પોતાના સૂક્ષ્મ શરીરને પૃથ્વીમાં મેળવી દે છે.અને પછી ઉતાવળ ન કરતા કરતા સાત આવરણોંનું ભેદન કરે છે.પૃથ્વી રૂપથી પાણીને અને પાણી રૂપથી અગ્નિમય આવરણોમાં થઇને તે જ્યોતિરૂપથી વાયુરૂપ આવરણમાં આવી જાય છે અને ત્યાંથી સમય આવતા બ્રહ્મની અનંતતાનો બોધ કરનારા આકાશરૂપ આવરણને પ્રાપ્ત કરે છે.એવી રીતે સ્થૂળ આવરણોને પાર કરતી વખતે તેની ઇન્દ્રિયો પણ પોતાના સૂક્ષ્મ અધિસ્થાનમાં લિન થતી જાય છેપ્રાણેન્દ્રીય ગંધતમાત્રમાં,રસના રસતન્માત્રામાં,નેત્ર રૂપતન્માત્રામાં,ત્વચા
સ્પર્શતન્માત્રામાં,શ્રોત શબ્દતન્માત્રામાં અને કર્મેન્દ્રિયો પોત પોતાની ક્રિયા શક્તિમાં મળીને પોત પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં મળી જય છે.આવી રીતે યોગી પંચભૂતોનાં આવરણોને પાર કરીને અહંકારમાં પ્રવેશ કરે છે.ત્યાં સૂક્ષ્મ ભૂતોના તામસ અહંકારમાં,ઇન્દ્રિયોને રાજસ અહંકારમાં તથા મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને સાત્વિક અહંકારમાં લિન કરી દે છે.તેના પછી અહંકારની સાથે લયરૂપ ગતિના દ્વારા મહતત્વમાં પ્રવેશ કરીને અંતમાં બધાજ ગુણોના લયસ્થાન પ્રકૃતિ રૂપ આવરણમાં ભળી જાય છે પરીક્ષિત ! મહાપ્રલયના સમયે પ્રકૃતિરૂપ આવરણનો પણ નાશ થઇ જવાને લીધે તે યોગી જાતે આનંદસ્વરૂપ થઈને પોતાના તે નિવારણરૂપથી આનંદસ્વરૂપ શાંત પરમાત્માને પ્રાપ્ત થઇ જાય છે.જેને એ ભગવન્મયી ગતિની પ્રાપ્તિ થઇ જાય છે,તેને ફરીથી આ સંસારમાં નથી આવવું પડતું.પરીક્ષિત ! તે જે મને પછ્યું હતું,તેના જવાબમાં મેં વેદોક્ત દ્વિવિધ સનાતન માર્ગ સધ્રોમુક્તિ અને ક્રમમુક્તિનું તને વર્ણન કર્યું.પહેલા બ્રહ્માજીએ ભગવાન વાસુદેવની આરાધના કરીને તેમને જયારે પ્રશ્ન કર્યો હતો ત્યારે તેમણે જવાબમાં તેજ બંને માર્ગોની વાત બ્રહ્માજીને કરી હતી.

સંસારચક્રમાં પડેલા મનુષ્યને માટે,જે સાધન દ્વારા તેને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમમયી ભક્તિ મળી જાય,તેના વગર બીજો કોઈ કલ્યાણકારી માર્ગ નથી.ભગવાન બ્રહ્માએ એકાગ્ર ચિત્તથી બધા વેદોનું ત્રણ વાર અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી એ નિર્ણય કર્યો કે જેનાથી સર્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણ તરફ પ્રેમ પ્રાપ્ત થાય તેજ સર્વશ્રેષ્ઠ ધર્મ છે.બધાજ ચર અને અચર પ્રાણીઓમાં તેમના આત્મા સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ જ લક્ષિત થાય છે,કારણકે આ બુદ્ધિ વગેરે દેખાતા પદાર્થ તેમનું અનુમાન કરાવનારું લક્ષણ છે.તે આ બધાના સાક્ષી એકમાત્ર જોનારા છે.
પરીક્ષિત ! તેટલા માટે મનુષ્યોએ બધો સમય અને બધી સ્થિતિયોમાં પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ,ભજન અને સ્મરણ કરવું જોઈએ.રાજન ! સંત પુરુષો આત્મસ્વરૂપ ભગવાનની કથાનું મધુર અમૃત વ્હેંચતાજ રહે છે,જે પોતાના બંને કાનોમાં ભરી ભરીને તેનું પાન કરે છે,તેના હૃદયથી વિષયોનો ઝેર જેવો પ્રભાવ જતો રહે છે તે શુદ્ધ થઇ જાય છે અને તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોની સંનિધિ પ્રાપ્ત કરી લે છે.

અધ્યાય ત્રીજો
ઈચ્છાઓના અનુસાર જુદા જુદા દેવતાઓની ઉપાસના તથા ભગવતગીતા ના મહત્વનું નિરૂપણ


શ્રી શુકદેવજીએ કહ્યું - પરીક્ષિત ! તમે મને જે પૂછ્યું હતું કે મરતી વખતે બુદ્ધિમાન મનુષ્યે શું કરવું જોઈએ,તેનો જવાબ મેં તને આપી દીધો.જે બ્રહ્મતેજના ઇચ્છુક હોય તે બૃહસ્પતિની,જેને ઇંદ્રિયોની વિશેષ શક્તિની ઈચ્છા હોય,તે ઈન્દ્રની અને જેને સંતાનની લાલસા હોય તેને પ્રજાપતિયોંની ઉપાસના કરવી.જેને લક્ષ્મી જોઈએ તે માયાદેવીની,જેને તેજ જોઈએ તે અગ્નિની,જેને ધન જોઈએ તે વસુઓની અને જે પ્રભાવશાળી પુરુષને વીરતાની ચાહ હોય તેણે ઋદ્રોની ઉપાસના કરવી જોઈએ.જેને ખુબ જ અન્ન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે અદિતીનું,જેને સ્વર્ગની ઈચ્છા હોય તેઓ અદિતિના પુત્ર દેવતાઓની,જેને રાજ્યની ઈચ્છા હોય તે વિશ્વદેવોની અને જેઓ પ્રજાને પોતાના પ્રમાણે બનાવવાની ઈચ્છા રાખતા હોય તેમણે સાધ્ય દેવતાઓની આરાધના કરવી જોઈએ.

ઉંમરની ઇચ્છાઓથી અશ્વનીકુમારોનું,પુષ્ટિની ઈચ્છાથી પૃથ્વીનું અને પ્રતિષ્ઠાની ચાહના હોય તો લોકમાતા પૃથ્વી અને આકાશનું સેવન કરવું જોઈએ.સુંદરતાની ચાહનાથી ગંધર્વનું,પત્નીની પ્રાપ્તિની ઈચ્છાથી ઉર્વશી અપ્સરાનું અને બધાના સ્વામી બનવા માટે બ્રહ્માની આરાધના કરવી જોઈએ.જેને યશની ઈચ્છા હોય તેણે યજ્ઞ પુરુષની,જેને ખજાનાની લાલસા હોય તેણે વરુણની વિદ્યા મેળવવાની ઈચ્છા હોય તો ભગવાન
 શંકરની અને પતિ- પત્નીમાં એકબીજાનો પ્રેમ જાળવી રાખવા પાર્વતીજીની ઉપાસના કરવી જોઈએ.ધર્મ ઉપાજૅન  કરવા માટે વિષ્ણુ ભગવાનની,  વંશ પરંપરાની રક્ષા માટે પિતૃની,બાધાઓથી બચવા યક્ષોની અને બળવાન થવા માટે મરુદગનોની આરાધના કરવી જોઈએ.રાજ્યને માટે મન્વંતરોના અધિપતિ દેવોને,અભિચાર માટે .નીત્રવૃત્તિને,ભોગો માટે ચંદ્રમાને અને નિષ્કામતા પ્રાપ્ત કરવા માટે પરમ પુરુષ નારાયણને ભજવા જોઈએ.અને જે બુદ્ધિમાન પુરુષ છે - તે ભલે નિષ્કામ હોય,બધીજ કામનાઓથી યુક્ત હોય અથવા મોક્ષ ચાહતા હોય-તેણે તો તીવ્ર ભક્તિયોગ દ્વારા ફક્ત પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી જોઈએ.જેટલા પણ ઉપાસક છે,તેમનું બધાથી વધારે હિત તેમાં જ છે કે તે ભગવાનના પ્રેમી ભક્તોનો સંગ કરીને ભગવાનમાં અવીચળ પ્રેમ મેળવી લે.તેવા પુરુષોના સત્સંગમાં જે ભગવાનની લીલા કથાઓ થાય છે તેનાથી તે દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જેનાથી સંસાર સાગરની ત્રિગુણમયી તરંગ માળાઓના થપેડા શાંત થઇ જય છે,હૃદય શુદ્ધ થઈને આનંદનો અનુભવ થવા માંડે છે,ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ નથી રહેતી,કૈવલ્ય મોક્ષનો સર્વ સંમંત માર્ગ ભક્તિયોગ પ્રાપ્ત થઇ જય છે.ભગવાનની એવી રસમયી કથાઓનો ચસ્કો લાગી જવાથી ભલા કોણ એવું છે તેમાં પ્રેમ ન કરે.

શૌનકજીએ કહ્યું-સુતજી !રાજા પરીક્ષિતે શુકદેવજીની આ વાત સાંભળીને તેમને બીજું શું પૂછ્યું ?તે તો સર્વજ્ઞ હોવા સાથે સાથે મધુર વર્ણન કરવામાં પણ ખુબ જ નિપુર્ણ હતા.સુતજી !તમો તો બધું જ જાણો છો,એમેલોકો તેમની તે વાતચીત ખુબ જ પ્રેમથી સાંભળવા માંગીયે છીએ,તમો કૃપા કરીને જરૂરથી સંભળાવો.કેમકે સંતોની સભામાં એવી જ વાતો થાય છે જેનું પર્યવસાન ભગવાનની રસમયી લીલા કથામાં જ હોય છે.પાણ્ડુનન્દન મહારથી રાજા પરીક્ષિત ખુબ જ ભગવત ભક્ત હતા.બાળપણમાં રમકડાં સાથે રમતી વખતે પણ તે શ્રીકૃષ્ણલીલામાં જ રસ લેતા હતા.ભગવન્મય શ્રી શુકદેવજી પણ જન્મથીજ ભગવત્પરાયણ હતા.એવા સંતોના સત્સંગમાં ભગવાનના મંગલમય ગુણોની દિવ્ય ચર્ચા જરૂરથી થઇ હશે.જેમનો સમય ભગવાન શ્રી કૃષ્ણના ગુણોના ગાવા  અથવા શ્રવણમાં પસાર થઇ રહ્યો હોય,તેના સિવાય બધા મનુષ્યોની ઉમર નકામી જઈ રહી છે.આ ભગવાન સૂર્ય દરરોજ પોતાના ઉગવા અને આથમવાથી તેમની ઉમર છીનવી જઈ રહ્યા છે.શું વૃક્ષો નથી જીવતા ? શું લુહારની ધમણ શ્વાસ નથી લેતી ? ગામના બીજા પાળેલા પશુ શું મનુષ્ય-પશુની જેમ જ ખાતા પીતા અથવા મૈથુન નથી કરતા ? જેમના કાનમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા ક્યારેય નથી પડી તે નર પશુ,કુતરા, પ્રામ-સૂકર,ઉંટ અને ગધેડાથી પણ ગયેલા છે.સુતજી ! જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કથા ક્યારેય નથી સાંભળતા તેના કાન બિલના જેવા છે.જે જીભ ભગવાનની લીલાઓનું ગાયન નથી કરતી,તે દેડકાની જીભ જેવી ટ્રર ટ્રર કરવાવાળી છે,તેનું તો ન રહેવું જ સારું છે.જે માથું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ઝૂકતાં નથી તે રેશમી વસ્ત્રથી સુસજ્જિત અને મુકુટ સાથે હોવા છતાં પણ ફક્ત બોઝો જ છે.જે હાથ ભગવાનની સેવા પુંજા નથી કરતા તે સોનાની બંગડીઓથી શુશોભિત હોવા છતાં મડદાના હાથ છે.જે આંખો ભગવાનની યાદ દેનારી મૂર્તિ,તીર્થ,નદી વગેરેના દર્શન નથી કરતી તે મોરની પાંખોમાં બનેલી આંખોના ચિન્હ જેવી નિરર્થક છે.મનુષ્યના તે પગો ચાલવાની શક્તિ હોવા છતાં ન ચાલનારા પૈડાં જેવા જ છે.જે ભગવાનની લીલા સ્થળોની  જાત્રા નથી કરતા.જે મનુષ્યએ ભગવત પ્રેમી સંતોના પગની ધૂળ માથે નથી ચઢાવી,તે જીવે છે છતાં મરેલો છે.જે મનુષ્યે ભગવાનના ચરણો ઉપર ચઢાવેલી તુલસીની સુગંધ લઈને તેની સરાહના નથી કરી તે શ્વાસ લેવા છતાં શ્વાસ વગરનું શબ છે.સુતજી !તે હૃદય નથી લોઢું છે જે ભગવાનના મંગલમય નામોનું શ્રવણ કીર્તન કરવા છતાં પીગળીને તેમની તરફ નથી જતું.જે સમયે હૃદય પીગળી જાય તે સમયે આંખોમાં આશુંઓ ઉભરાવા લાગે છે અને શરીરનું રોમે રોમ ખીલી ઉઠે છે.પ્રિય સુતજી ! તમારી વાણી અમારા હ્ર્દયને મધુરતાથી ભરી દે છે.એટલા માટે ભગવાનના પરમ ભક્ત,આત્મવિદ્યા વિશારદ શ્રી શુકદેવજીએ પરીક્ષિતે સુંદર પ્રશ્નો કરતા જે કઈ કહ્યું તે સંવાદ તમો કૃપા કરીને અમને લોકોને સંભળાવો.

અધ્યાય ચોથો
રાજાનો સૃષ્ટિ વિષયક પ્રશ્ન અને શુકદેવજીનો કથારંભ

સુતજી કહે છે -શુકદેવજીના વચન ભગવતત્ત્વનું નિશ્ચય કરાવનારા હતા.ઉત્તરાનંદન રાજા પરીક્ષિતે તેને સાંભળીને પોતાની શુદ્ધિ બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્યભાવથી સમર્પિત કરી દીધી.શરીર,પત્ની,પુત્ર,મહેલ,પશુ,ધન, દીધી.શરીર,પત્ની,પુત્ર,મહેલ,પશુ,ધન,ભાઈ-બંધુ અને નિષ્કંન્ટક રાજ્યમાં કાયમના અભ્યાસના કારણે તેની દ્રઢ મમતા થઇ ગઈ હતી.એક ક્ષણમાં જ તેમણે તે મમતાનો ત્યાગ કરી દીધો.શૌનકાદિ ઋષિયો ! મહામનસ્વી પરીક્ષિતે પોતાના મૃત્યુનો નિશ્ચિત સમય જાણી લીધો હતો.તેટલા માટે તેણે ધર્મ, અર્થ અને કામથી સંબંધ રાખનારા જેટલા પણ કર્મ હતા,તેનો સન્યાસ લઇ લીધો.તેના પછી ભગવાન શ્રી કૃષ્ણમાં સર્દઢ આત્મભાવ મેળવીને મોટી શ્રદ્ધાથી ભગવાન શ્રી કૃષ્ણની મહિમા સાંભળવા માટે તેમણે શ્રી શુકદેવજીને તે જ પ્રશ્ન કર્યો,જેને તમો લોકો મને પૂછતાં હતા.
પરીક્ષિતે પૂછ્યું-ભગવત સ્વરૂપ મુનિવર ! તમે પરમ પવિત્ર અને સર્વજ્ઞ છો ! તમે જે કઈ કહ્યું છે,તે સત્ય અને ઉચિત છે.તમે જેમ જેમ ભગવાનની કથા કહી રહ્યા છો તેમ તેમ મારા અજ્ઞાનનો પરદો ફાટી રહ્યો છે.હું છતાંપણ તમારાથી જાણવા માંગુ છું કે ભગવાન પોતાની માયાથી આ સંસારની શ્રુષ્ટિ કેવી રીતે કરે છે.આ સંસારની રચના તો એટલી રહસ્યમયી છે કે બ્રહ્મા વગેરે સમર્થ લોકપાલ પણ તેને સમજવામાં ભૂલ કરી બેસે છે.ભગવાન કેવી રીતે આ વિશ્વની રક્ષા અને પછી સંહાર કરે છે ? અનંત શક્તિ પરમાત્માં કઈ કઈ શક્તિના સહારે પોતાને જ રમકડું બનાવીને રમે    છે ? તે બાળકોએ બનાવેલા દડાની માફક બ્રહ્માંડોને કેવી રીતે બનાવે છે અને પછી કેવી રીતે વાત વાતમાં તેને મિટાવી દે છે ? ભગવાન શ્રી હરિની લીલાઓ ઘણી જ અદભુત અને અચિંત્ય છે.તેમાં સંદેહ નથી કે મોટા મોટા વિદ્વાનો માટે પણ તેમની લીલાઓનું રહસ્ય સમજવું મુશ્કેલ જણાય છે.ભગવાન તો એકલા જ છે.તે ઘણા બધા કામો  કરવા માટે પુરુષ રૂપથી પ્રકૃતિના જુદા જુદા ગુણોને એક સાથે જ ધારણ કરે છે અથવા અનેકો અવતાર ધારણ કરીને તેને ક્રમથી ધારણ કરે છે ? મુનિવર ! તમે વેદ અને બ્રહ્મ તત્વ બંનેના પૂર્ણ મર્મજ્ઞ છો,એટલા માટે મારા આ સંદેહનું નિવારણ કરો.

સુતજી કહે છે -જયારે રાજા પરીક્ષિતે ભગવાનના ગુણોના વર્ણન કરવા માટે તેમની સાથે આવી રીતે પ્રાર્થના કરી,ત્યારે શ્રી શુકદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણનું વારંવાર સ્મરણ કરીને પોતાનું પ્રવચન શરુ કર્યું.
શ્રી શુકદેવજીએ કહ્યું-તે પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન છે,જે સંસારની ઉત્પત્તિ,સ્થિતિ અને પ્રલયની લીલા કરવા માટે સત્ય,રજ તથા તમોગુણ રૂપી ત્રણ શક્તિઓને સ્વીકારી બ્રહ્મા,વિષ્ણુ અને શંકરનું રૂપ ધારણ કરે છે, જે બધા જ ચર અચર પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપથી બેઠેલા છે,જેનું સ્વરૂપ અને ઉપ્લબ્ધીનો માર્ગ બુદ્ધિનો વિષય નથી,જે જાતે અનંત છે અને તેની મહિમા પણ અનંત છે.આપણે ફરી વારંવાર તેમના  ચરણોમાં નમસ્કાર કરીએ છીએ,જે સત્પુરુષોનું દુઃખ મટાડીને તેને પોતાના પ્રેમનું દાન કરે છે,દુષ્ટોની સંસારિક વધવાનું  રોકીને તેને મુક્તિ અપાવે છે.તથા જે લોકો પરમહંસ આશ્રમમાં સ્થિર છે,તેમને તેની પણ અમિષ્ટ વસ્તુનું દાન કરે છે .કેમકે ચર અચર બધા પ્રાણીઓ તેમની મૂર્તિ છે તેટલા માટે કોઈનાથી પણ તેમનો પક્ષપાત નથી.

તે ખુબ જ ભક્ત વત્સલ છે અને હઠપૂર્વક ભક્તિ હીન સાધન કરનારા લોક જેમની છાયા પણ અડી ન શકે તેમના જેવું કોઈનું એશ્વર્ય નથી,પછી તેનાથી વધારે તો કઈ હોય શું શકે,તથા એવા એશ્વર્ય થી યુક્ત થઈને જે નિરંતર બ્રહ્મસ્વરૂપ પોતાના ધામમાં વિહાર કરતા રહે છે.તે ભગવાન શ્રી કૃષ્ણ ને હું વારંવાર નમસ્કાર કરું છું.જેમનું કીર્તન,સ્મરણ,દર્શન,વંદન,શ્રવણ અને પૂજન જીવોના પાપોને તરતજ નાશ કરે છે.તે પુણ્ય કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું.વિવેકી પુરુષ જેનના ચરણકમળોનું શરણ લઈને પોતાના હૃદયથી આ લોક અને પરલોકની આસક્તિ કાઢી નાખે છે અને વગર કોઈ પરિશ્રમ બ્રહ્મલોક મેળવી લે છે,તે મંગલમય કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણને અનેક વાર નમસ્કાર છે.મોટા મોટા તપસ્વી,દાની,યશસ્વી,મનસ્વી,સદાચારી અને મંત્રવેત્તા જ્યાં સુધી પોતાની સાધનાઓને તથા પોતાની જાતને તેમના ચરણોમાં સમર્પિત નથી કરી દેતા,ત્યાં સુધી તેને કલ્યાણની પ્રાપ્તિ નથી થતી.

જેને માટે આત્મસમર્પણની આવી મહિમા હોય,તે કલ્યાણમયી કીર્તિવાળા ભગવાનને વારંવાર પ્રણામ .કિરાત,હુણ,આંધ્ર,પુલિંદ,પુલ્કસ,આભીર,કાન્ક,યવન અને ખસ વગેરે નીચ જાતીયો તથા બીજા પાપીઓ જેની શરણાગત ભક્તોની શરણ ગ્રહણ કરવાથી  જ પવિત્ર થઇ જાય છે તે સર્વ શક્તિમાન ભગવાનને વારંવાર નમસ્કાર.તે જ ભગવાન જ્ઞાનીઓના આત્મા છે,ભક્તોના સ્વામી છે,કર્મ કાંડીયો માટે તે વેદમૂર્તિ છે અને તપસ્વીઓ માટે તપસ્વરૂપ છે.બ્રહ્મા,શંકર વગેરે મોટા મોટા દેવતા પણ પોતાના શુદ્ધ હૃદયથી તેના સ્વરૂપનું ચિંતન કરીને અને આશ્ચર્યચકિત થઈને જોતા રહે છે.તે મારા પર પોતાના પ્રેમની પ્રસાદની વર્ષા કરે.જે બધીજ સંપત્તિની સ્વામીની લક્ષ્મી દેવીના પતિ છે,બધાજ યજ્ઞોના ભોક્તા કે ફળદાતા છે,પ્રજાના રક્ષક છે,બધાના અંતરયામી અને બધા લોકોના પાલનકર્તા છે તથા પૃથ્વીદેવીના સ્વામી છે,જેમને યદુવંશમાં પ્રગટ થઈને અંધક,વૃષ્ણી એટલે યદુવંશના લોકોની રક્ષા કરી છે,તથા તેઓ એકમાત્ર તે લોકોના આશ્રય રહ્યા છે.-તે ભક્તવત્સલ સઁતજનોના સર્વસ્વ શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય.

વિદ્વાન પુરુષ જેમના ચરણકમળોના ચિંતનરૂપ સમાધિથી શુદ્ધ થયેલી બુદ્ધિના દ્વારા આત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે.તથા તેના દર્શનના અનંતર પોતપોતાની મતિ અને રુચિના પ્રમાણે જેમના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે.તે પ્રેમ અને મુક્તિને લૂંટાવનારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ.જેમણે સૃષ્ટિના સમયે બ્રહ્માના હૃદયમાં પૂર્વ કલ્પની સ્મૃતિ જાગૃત કરવા માટે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીને પ્રેરિત કર્યા અને તે પોતાના અંગોની સાથે વેદના રૂપમાં તેમના મુખથી પ્રગટ થઇ,તે જ્ઞાનના મુલકારણ ભગવાન મારા પર કૃપા કરે,મારા હૃદયમાં પ્રગટ થાય.ભગવાન જ પંચભૂતોથી એ શરીરોના નિર્માણ કરીને તેમાં જીવ રૂપથી શયન કરે છે અને પાંચ જ્ઞાનેન્દ્રિય,પાંચ કર્મેન્દ્રિય,પાંચ પ્રાણ અને એક મન - એ સોળ કળાઓથી યુક્ત થઈને તેના દ્વારા સોળ વિષયોનો ભોગ કરે છે.તે સર્વ ભૂતમય ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલંકૃત કરી દે.સંત પુરુષ જેમના મુખકમળથી મકરંદની જેમ ઝરતી જ્ઞાનમયી સુધાને પીતા રહે છે.તે વાસુદેવવતાર સર્વજ્ઞ ભગવાન વ્યાસનાં ચરણોમાં મારા વારંવાર નમસ્કાર છે.
પરીક્ષિત ! વેદગર્ભ બ્રહ્માએ જાતે નારદના પ્રશ્ન કરવાથી આ જ વાત કહી હતી,જેનો ભગવાન નારાયણે જાતે તેમને ઉપદેશ આપ્યો હતો.( અને તેજ હું તને કહી રહ્યો છું.)


અધ્યાય પાંચમો
સૃષ્ટિ -વર્ણન

નારદજીએ પૂછ્યું-પિતાજી ! તમે ફક્ત મારા જ  નહિ ,બધાના પિતા,બધા જ દેવતાઓથી શ્રેષ્ઠ તેમજ સૃષ્ટિ કર્તા છે.મારા તમને પ્રણામ છે.તમો મને તે જ્ઞાન આપો,જેનાથી આત્મતત્વનો સાક્ષાત્કાર થઇ જાય છે.પિતાજી ! આ સંસારનું શું લક્ષણ છે? તેનો આધાર શું છે? તેનું નિર્માણ કોણે કર્યું છે ?તેનો પ્રલય શેમાં થાય છે ? આ કોના આધીન છે ?અને વાસ્તવમાં આ શું વસ્તુ છે ? તમો એનું તત્વ બતલાવો.તમો તો આ બધું જ જાણો છો કેમકે જે કઈ થયું છે,થઇ રહ્યું છે અથવા થશે,તેના સ્વામી તમે જ છો. પિતાજી ! તમોને આ જ્ઞાન ક્યાંથી મળ્યું?તમો શાને આધારે ટકી રહ્યા છો ? તમારા સ્વામી કોણ છે ? અને તમારું સ્વરૂપ શું છે? તમો એકલાજ પોતાની માયાથી પંચભૂતોના દ્વારા પ્રાણીઓની સૃષ્ટિ બનાવો  છો ,કેટલું અદભુત છે.
જેમ કરોરિયો અનાયાસ જ પોતાના મોઢાથી ઝાળું કાઢીને તેમાં રમવા લાગે છે તેવી જ રીતે તમો તમારી શક્તિના આશ્ચર્યથી જીવોને પોતાનામાંજ ઉત્તપન્ન કરો છો અને છતાં પણ તમારામાં કોઈ વિકાર નથી હોતો.જગતમાં નામ,રૂપ અને ગુણોથી જે કઈ દેખાય છે તેમાં હું એવી કોઈ સત,અસત,ઉત્તમ,મધ્યમ,અથવા અધમ વસ્તુ નથી જોતો.જે તમારા સિવાય અને કોઈથી ઉત્તપન્ન થઇ હોય.એવી રીતે બધાના ઈશ્વર હોવા છતાં પણ તમોએ એકાગ્ર ચિત્તે ઘોર તપસ્યા કરી,તે વાતથી મને મોહની સાથે સાથે ખુબ જ મોટી ચિંતા પણ થઇ રહી છે.કે તમારાથી મોટું પણ કોઈ છે કે શું ? પિતાજી ! તમો સર્વજ્ઞ અને સર્વેશ્વર છો.જે કઈ હું પૂછી રહ્યો છું તે બધું તમો કૃપા કરીને મને એવી રીતે સમજાવો કે જેથી હું તમારા ઉપદેશને બરાબર સમજી શકું.

બ્રહ્માજીએ કહ્યું-બેટા નારદ ! તે જીવો તરફ દયાના ભાવથી ભરીને ઘણો જ સુંદર પ્રશ્ન કર્યો છે.કેમકે તેનાથી ભગવાનના ગુણોનું વર્ણન કરવાની પ્રેરણા મને મળી છે.તે મારા વિષે જે કઈ કહ્યું છે,તારું તે કહેવું પણ ખોટું નથી.
કેમકે જ્યાં સુધી મારાથી ઉપરનું તત્વ -જે સ્વયં ભગવાન જ છે.-જાણી લેવામાં આવતું નથી ત્યાં સુધી માંરો એવોજ પ્રભાવ પ્રતીત થાય છે.જેમ સૂર્ય,અગ્નિ,ચંદ્રમા,ગ્રહ,નક્ષત્ર અને તારાઓ તેના પ્રકાશથી જ પ્રકાશિત થઈને જગતમાં પ્રકાશ ફેલાવે છે.તેમ જ હું પણ તે જ સ્વયં પ્રકાશ ભગવાનના ચિન્મય પ્રકાશથી પ્રકાશિત થઈને સંસારને પ્રકાશિત કરી રહ્યો છું.તે ભગવાન વાસુદેવની હું વંદના કરું છું,અને ધ્યાન પણ,જેની દુર્જયઃ માયાથી મોહિત થઈને લોકો મને જગદ્ગુરુ કહે છે આ માયા તો તેમની આંખોની સામે રોકાતી જ નથી, કૂદીને દૂરથી જ ભાગી જાય છે.પરંતુ દુનિયાના અજ્ઞાની માણસો તેનાથી મોહિત થઈને ‘ તે હું છું,આ મારુ છે ‘ એવી રીતે બક્યા કરે છે.ભગવત્સ્વરૂપ નારદ ! દ્રવ્ય,કર્મ,કાળ,સ્વભાવ અને જીવ - હકીકતમાં ભગવાનથી બીજી કોઈ પણ વસ્તુ નથી.વેદ નારાયણને પારાયણ છે.દેવતાઓ પણ નારાયણના અંગોમાં જ કલ્પિત થયા છે.અને બધા યજ્ઞો પણ નારાયણની પ્રસન્નતા માટે જ છે,તથા તેનાથી જે લોકોની પ્રાપ્તિ થાય છે,તે પણ નારાયણ માં જ કલ્પિત છે,બધા પ્રકારના યોગ પણ નારાયણની મેળવવાનો જ હેતુ છે.બધીજ તપસ્યાઓ નારાયણ ની તરફ જ લઇ જનારી છે.બધાજ સાધ્ય અને સાધનોનું પર્યવસાન ભગવાન નારાયણમાંજ છે.તે દ્રષ્ટા હોવા છતાં પણ ઈશ્વર છે,સ્વામી છે,નિર્વિકાર હોવા છતાં પણ સર્વસ્વરૂપ છે.તેમણે જ મને બનાવ્યો છે અને તેની દ્રષ્ટિથી જ પ્રેરિત થઈને હું તેમની ઈચ્છા અનુસાર સૃષ્ટિ રચના કરું છું ભગવાન માયાના ગુણોથી રહિત એટલે અનંત છે સૃષ્ટિ,સ્થિતિ અને પ્રલયને માટે રજોગુણ,સત્વગુણ અને તમોગુણ- આ ત્રણ ગુણ માયા દ્વારા તેમાં સ્વીકાર કર્યા છે.તેજ ત્રણ ગુણ દ્રવ્ય,જ્ઞાન અને ક્રિયાનો આશ્રય લઈને માયાતીત નિત્યમુક્ત પુરુષનેજ માયામાં સ્થિર થવાથી કાર્ય,કારણ અને કર્તાપનના અભિમાનથી બાંધી લે છે.
નારદ !ઇન્દ્રિયાતીત ભગવાન ગુણોના આ ત્રણ અવરણોથી પોતાના સ્વરૂપને સારીરીતે ઢાંકી લે છે.એટલે લોકો એને નથી જાણી શકતા.આખા સંસારના અને મારા પન એક માત્ર સ્વામી તે જ છે. માયાપતિ ભગવાનને એકથી અનેક બનવાની ઈચ્છા થવાથી પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં જાતે રહેલા કાળ,કર્મ અને સ્વભાવને સ્વીકારી લીધા ભગવાનની શક્તિથી જ કાળને ત્રણ ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કરી દીધો.
સ્વભાવે તેને રૂપાંતરિત  કરી દીધો.અને કર્મે મહત્વને જન્મ આપ્યો.સત્વગુણ અને રજોગુણ ની બુદ્ધિ હોવાથી મહત્વનો જે વિકાર થયો,તેમાં જ્ઞાન ક્રિયા અને દ્રવ્ય રૂપ તમ:પ્રધાન વિકાર થયો.તે અહંકાર કહેવાયો અને વિકારને
પ્રાપ્ત થઇ તે ત્રણ પ્રકારનો થઇ ગયો.તેના ભેદ છે - વૈકારિક,તેજસ અને તામસ.નારદજી !તે ક્રમથી જ્ઞાનશક્તિ,ક્રિયા શક્તિ અને દ્રવ્ય શક્તિ પ્રધાન છે.જયારે પાંચ મહાભૂતના કારણરૂપ તામસ અહંકારમાં વિકાર થયો,ત્યારે તેનાથી આકાશની ઉત્તપત્તિ થઇ.આકાશની તન્માત્રા અને ગુણ શબ્દ છે.આ શબ્દના દ્વારા જ દ્રષ્ટા અને દ્રશ્યનો બોધ થાય છે.જયારે આકાશમાં વિકાર થયો ત્યારે તેનાથી વાયુની ઉત્તપત્તિ થઇ,તેનો ગુણ સ્પર્શ છે.પોતાના કારણનો ગુણ આવી જવાથી તે શબ્દમાળા પણ છે.ઇન્દ્રિયોમાં સ્ફૂર્તિ,શરીરમાં જીવન શક્તિ,ઓજ અને બળ તેના જ રૂપ છે.કાળ,કર્મ અને સ્વભાવ થી વાયુમાં પણ વિકાર થયો.તેનાથી તેજની ઉત્તપત્તિ થઇ તેનો મુખ્ય ગુણ રૂપ છે.સાથેજ તેના કારણે આકાશ અને વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ પણ તેમાં છે.તેજના વિકારથી પાણીની ઉત્તપત્તિ થઇ.તેનો ગુણ છે રસ,કારણ- તત્વોનો ગુણ શબ્દ,સ્પર્શ અને રૂપ પણ તેમાં છે.પાણીના વિકારથી પૃથ્વીની ઉત્તપત્તિ થઇ,તેનો ગુણ છે ગંધ.કારણકે ગુણ કાર્યમાં આવે છે- આ ન્યાયથી શબ્દ,સ્પર્શ,રૂપ અને રસ- તે ચારે ગુણો પણ તેમાં ઉપસ્થિત છે.વૈકારિક અહંકારથી મનની અને ઇન્દ્રિયોના દસ અધિષ્ઠાદિત દેવતાઓની પણ ઉત્તપત્તિ થઇ. તેમના નામ છે - દિશા,વાયુ,સૂર્ય,વરુણ,અશ્વિનીકુમાર,અગ્નિ,ઇન્દ્ર,વિષ્ણુ,મિત્ર અને પ્રજાપતિ.તૈજસ અહંકારના વિકારથી શ્રોત,ચામડી,આંખો,જીભ અને પ્રાણ- આ પાંચેય જ્ઞાનેન્દ્રિયો તેમ જ વાણી,હાથ,પગ,ગુદા અને જનનેંદ્રીય - આ પાંચ કર્મેન્દ્રિયો ઉત્તપન્ન થઇ.સાથે જ જ્ઞાનશક્તિરૂપ બુદ્ધિ અને ક્રિયાશક્તિરૂપ પ્રાણ પણ તેજસ અહંકારથી જ ઉત્તપન્ન થયા.

શ્રેષ્ઠ બ્રહ્મવીત ! જે સમય આ પંચભૂત,ઇન્દ્રિય, મન અને સત્વ વગેરે ત્રણેય ગુણ એકબીજા સાથે સંગઠિત નહોતા,ત્યારે પોતાના રહેવા માટે ભીગોના સાધનરૂપ શરીરની રચના કરી ન શક્યા.જયારે ભગવાને પોતાની શક્તિથી પ્રેરિત કર્યા,ત્યારે તે તત્વ એક બીજા સાથે મળી ગયા અને તેમણે અંદરોદર કાર્ય-કારણભાવ સ્વીકાર કરીને વ્યષ્ટિ- સમષ્ટિરૂપ પિંડ અને બ્રહ્માંડ બંનેની રચના કરી.આ બ્રહ્માંડ રૂપ ઈંડુ એક હજાર વર્ષ સુધી નિર્જીવ  રૂપમાં પાણીમાં પડી રહ્યું,પછી કાળ,કર્મ અને સ્વભાવને સ્વીકારનાર ભગવાનને તેને જીવિત કરી દીધું.તે ઈંડાને ફોડીને તેમાંથી એક વિરાટ પુરુષ નીકળ્યો,જેની જાંઘો,પગો,ભુજાઓ,આંખો,મોઢું અને માથું હજારોની સંખ્યામાં છે.
વિદ્વાન પુરુષ (ઉપાસના માટે ) તેના જ અંગોમાં બધાજ લોકો અને તેમાં રહેનારી વસ્તુઓની કલ્પના કરે છે.તેની કમરથી નીચેના અંગોમાં સાતેય સ્વર્ગની કલ્પના કરવામાં આવે છે.બ્રાહ્મણ આ વિરાટ પુરુષનું મોઢું છે,ભુજાઓ ક્ષત્રિય છે,જાંઘોથી વૈશ્ય અને પગોથી શુદ્ર ઉત્તપન્ન થયા છે.પગોથી લઈને કતિપર્યન્ત સાત પાતાળ અને ભૂલોકની કલ્પના કરવામાં આવી છે,નાભિમાં ભુવલોકની,હૃદયમાં સ્વઃલોકની અને પરમાત્માના વક્ષ:સ્થળમાં મહલોકની કલ્પના કરવામાં આવી છે.તેમના ગળામાં જનલોક બંને સ્તનોમાં તપોલોક અને માથામાં બ્રહ્માનું નિત્ય નિવાસસ્થાન સત્યલોક છે.તે વિરાટ પુરુષની કમરમાં અતલ,જાંઘોમાં વિતલ,ઘૂંટણોમાં પવિત્ર સુતલલોક અને જાંઘોમાં તલાતલની કલ્પના કરવામાં આવી છે.એડીની ઉપરની ગાંઠોમાં મહાતલ,પંજા અને એડિયોમાં રસાતલ અને તળિયાઓમાં પાતાળ સમજવું જોઈએ.આવી રીતે વિરાટપુરુષ સર્વ લોકમય છે.વિરાટ ભગવાનના અંગોમાં આવી રીતે પણ લોકોની કલ્પના કરવામાં આવે છે કે તેના ચરણોમાં પૃથ્વી છે,નાભિમાં ભુવલોક છે અને માથામાં સ્વંલોક છે.

અધ્યાય છઠ્ઠો
વિરાટ સ્વરૂપની વિભૂતીયોનુ વર્ણન

બ્રહ્માજી કહે છે- તે જ વિરાટ પુરુષના મોઢાથી વાણી અને તેના અધિષ્ઠાત દેવતા અગ્નિ ઉત્તપન્ન થયા છે.સાતેય છંદ
(ગાયત્રી,ત્રિષ્ટુપ,અનુષ્ટુપ,ઉષ્મિક,બૃહતી,પંડકતી અને જગતી આ બધા છંદ છે)તેની સાત ધાતુઓથી નીકળ્યા છે.મનુષ્યો,પિતરો અને દેવતાઓના ભોજન કરવા યોગ્ય અમૃતમય અન્ન,બધા પ્રકારના રસો,રસેન્દ્રિય અને તેના અધિષ્ઠાત  દેવતા વરુણ વિરાટ પુરુષની જીભથી ઉત્તપન્ન થયા છે.તેમના નાકના છિદ્રથી પ્રાણ,અપાન,વ્યાન,ઉદાન અને સમાન -આ પાંચેય પ્રાણ અને વાયુ તથા પ્રાણેન્દ્રિયથી અશ્વનીકુમાર,બધીજ ઔષધિયો,તેમ જ સાધારણ તથા વિશેષ ગંધ ઉત્તપન્ન થયી છે.તેમની આંખોની ઇન્દ્રિય રૂપ અને તેજની તથા નેત્ર-ગોલક સ્વર્ગ અને સૂર્યની જન્મભૂમિ છે. બધીજ દિશાઓ અને પવિત્ર કરનારા તીર્થ કાનોથી તથા આકાશ અને શબ્દ શ્રોતેન્દ્રિયથી નીકળે છે.તેમનું શરીર દુનિયાની બધીજ વસ્તુઓના સારાંશ તથા સુંદરતાનો ખજાનો છે.બધા યજ્ઞો સ્પર્શ અને વાયુ તેમની ત્વચામાંથી નીકળ્યા છે.તેમના રોમ ઉદ્વિજા પદાર્થોનું જન્મસ્થાન છે.અથવા ફક્ત તેમના જ જીનથી યજ્ઞ સંપન્ન થાય છે.તેમના વાળ,દાઢી મૂછ,અને નખોથી મેઘ,વીજળી,શિલા તેમ જ લોખંડ વગેરે ધાતુઓ તથા ભુજાઓથી ફરીથી દુનિયાની રક્ષા કરનારા લોકપાલ પ્રગટ થયા છે.તેમનું ચાલવું ,ફરવું ભૂ: ભૂવઃ સ્વ:- ત્રણે લોકોનો આશ્રય  છે .તેમના ચરણકમલ પ્રાપ્તની રક્ષા કરે છે.અને ભયોને ભગાડી દે છે તથા બધીજ કામનાઓની પૂર્તિ તેમનાથી થાય છે.વિરાટ પુરુષનું લિંગ જળ,વીર્ય,સૃષ્ટિ મેઘ અને પ્રજાપતિનો આધાર છે.તથા તેમની જનેન્દ્રિય મૈથુનજનિત આનંદનો ઉદગમ છે. નારદજી ! વિરાટ પુરુષની પાયું ઇન્દ્રિય યમ ,મિત્ર અને મળત્યાગનું તથા ગુદા દ્વાર હિંસાનિર્મતિ મૃત્યુ અને નરકનું ઉત્તપત્તિસ્થાન છે.તેમની પીઠથી પરાજય,અધર્મ અને અજ્ઞાન નાડીયોથી નદ-નદી અને હાડકાથી પર્વતોનું નિર્માણ થયું છે.તેના પેટમાં મૂળ પ્રકૃતિ,રસ નામની ધાતુ તથા સમુદ્ર,બધાજ પ્રાણી અને તેમનું મૃત્યુ સમાયું છે.તેમનું હૃદય જ મનની જન્મભૂમિ છે.નારદ ! હું,તું ,ધર્મ,સનકાદિ,શંકર,વિજ્ઞાન અને અંત : કરણ બધું જ  તેમના ચિત્તને આશ્રિત છે.-(ક્યાં સુધી ગણિયે - )હું,તું,તારા મોટા ભાઈ સનકાદિ,શંકર,દેવતા,રાક્ષસ,મનુષ્ય,નાગ,પક્ષી,મૃગ,ગળી જનારા જંતુ,ગંધર્વ,અપ્સરાઓ,યક્ષ,દૈત્ય,ભૂત-પ્રેત,સર્પ,પશુ,પિતર,સિદ્ધ,વિદ્યાધર,ચારણ,વૃક્ષ,બીજા પણ નાના પ્રકારના જીવ,- જે આકાશ,જળ અથવા સ્થળમાં રહે છે.-ગ્રહ,નક્ષત્ર,કેતુ (પૂંછડિયો તારો),તારાઓ,વીજળી અને વાદળ -તે બધાજ વિરાટ પુરુષ જ છે.આ આખી દુનિયા -જે ક્યારેક કઈ હતી,છે અને થશે- બધાને તેણે ઘેરેલા છે અને તેની અંદર આ વિશ્વ તેના ફક્ત દસ બ્રહ્માજી કહે છે- તે જ વિરાટ પુરુષના મોઢાથી વાણી અને તેના અધિષ્ઠાત દેવતા અગ્નિ ઉત્તપન્ન થયા છે.સાતેય છંદ
(ગાયત્રી,ત્રિષ્ટુપ,અનુષ્ટુપ,ઉષ્મિક,બૃહતી,પંડકતી અને જગતી આ બધા છંદ છે)તેની સાત ધાતુઓથી નીકળ્યા છે.મનુષ્યો,પિતરો અને દેવતાઓના ભોજન કરવા યોગ્ય અમૃતમય અન્ન,બધા પ્રકારના રસો,રસેન્દ્રિય અને તેના અધિષ્ઠાત  દેવતા વરુણ વિરાટ પુરુષની જીભથી ઉત્તપન્ન થયા છે.તેમના નાકના છિદ્રથી પ્રાણ,અપાન,વ્યાન,ઉદાન અને સમાન -આ પાંચેય પ્રાણ અને વાયુ તથા પ્રાણેન્દ્રિયથી અશ્વનીકુમાર,બધીજ ઔષધિયો,તેમ જ સાધારણ તથા વિશેષ ગંધ ઉત્તપન્ન થયી છે.તેમની આંખોની ઇન્દ્રિય રૂપ અને તેજની તથા નેત્ર-ગોલક સ્વર્ગ અને સૂર્યની જન્મભૂમિ છે. બધીજ દિશાઓ અને પવિત્ર કરનારા તીર્થ કાનોથી તથા આકાશ અને શબ્દ શ્રોતેન્દ્રિયથી નીકળે છે.તેમનું શરીર દુનિયાની બધીજ વસ્તુઓના સારાંશ તથા સુંદરતાનો ખજાનો છે.બધા યજ્ઞો સ્પર્શ અને વાયુ તેમની ત્વચામાંથી નીકળ્યા છે.તેમના રોમ ઉદ્વિજા પદાર્થોનું જન્મસ્થાન છે.અથવા ફક્ત તેમના જ જીનથી યજ્ઞ સંપન્ન થાય છે.તેમના વાળ,દાઢી મૂછ,અને નખોથી મેઘ,વીજળી,શિલા તેમ જ લોખંડ વગેરે ધાતુઓ તથા ભુજાઓથી ફરીથી દુનિયાની રક્ષા કરનારા લોકપાલ પ્રગટ થયા છે.તેમનું ચાલવું ,ફરવું ભૂ: ભૂવઃ સ્વ:- ત્રણે લોકોનો આશ્રય  છે .તેમના ચરણકમલ પ્રાપ્તની રક્ષા કરે છે.અને ભયોને ભગાડી દે છે તથા બધીજ કામનાઓની પૂર્તિ તેમનાથી થાય છે.વિરાટ પુરુષનું લિંગ જળ,વીર્ય,સૃષ્ટિ મેઘ અને પ્રજાપતિનો આધાર છે.તથા તેમની જનેન્દ્રિય મૈથુનજનિત આનંદનો ઉદગમ છે. નારદજી ! વિરાટ પુરુષની પાયું ઇન્દ્રિય યમ ,મિત્ર અને મળત્યાગનું તથા ગુદા દ્વાર હિંસાનિર્મતિ મૃત્યુ અને નરકનું ઉત્તપત્તિસ્થાન છે.તેમની પીઠથી પરાજય,અધર્મ અને અજ્ઞાન નાડીયોથી નદ-નદી અને હાડકાથી પર્વતોનું નિર્માણ થયું છે.તેના પેટમાં મૂળ પ્રકૃતિ,રસ નામની ધાતુ તથા સમુદ્ર,બધાજ પ્રાણી અને તેમનું મૃત્યુ સમાયું છે.તેમનું હૃદય જ મનની જન્મભૂમિ છે.નારદ ! હું,તું ,ધર્મ,સનકાદિ,શંકર,વિજ્ઞાન અને અંત : કરણ બધું જ  તેમના ચિત્તને આશ્રિત છે.-(ક્યાં સુધી ગણિયે - )હું,તું,તારા મોટા ભાઈ સનકાદિ,શંકર,દેવતા,રાક્ષસ,મનુષ્ય,નાગ,પક્ષી,મૃગ,ગળી જનારા જંતુ,ગંધર્વ,અપ્સરાઓ,યક્ષ,દૈત્ય,ભૂત-પ્રેત,સર્પ,પશુ,પિતર,સિદ્ધ,વિદ્યાધર,ચારણ,વૃક્ષ,બીજા પણ નાના પ્રકારના જીવ,- જે આકાશ,જળ અથવા સ્થળમાં રહે છે.-ગ્રહ,નક્ષત્ર,કેતુ (પૂંછડિયો તારો),તારાઓ,વીજળી અને વાદળ -તે બધાજ વિરાટ પુરુષ જ છે.આ આખી દુનિયા -જે ક્યારેક કઈ હતી,છે અને થશે- બધાને તેણે ઘેરેલા છે અને તેની અંદર આ વિશ્વ તેના ફક્ત દસ આંગળાના (બ્રહ્માંડના સાત આવરણોનું વર્ણન કરતા વેદાંત પ્રક્રિયામાં એવું માન્યું છે કે -પૃથ્વીથી દસ ઘણું પાણી છે,પાણીથી દસ ઘણો અગ્નિ,અગ્નિથી દસ ઘણો વાયુ,વાયુથી દસ ઘણું આકાશ,આકાશથી દસ ઘણો અહંકાર,અહંકારથી દસ ઘણું મહતત્વ અને મહતત્વથી દસ ઘણી મૂળ પ્રકૃતિ છે.આ પ્રકૃતિ ભગવાનના ફક્ત એક પગમાં છે.આવી રીતે ભગવાનનું મહત્વ પ્રકટ કર્યું છે.આ દસ અંગુલ ન્યાય કહેવાય છે.)પરિણામમાંજ સ્થિર છે.જેમ સૂર્ય પોતાના મંડળને પ્રકાશિત કરતા જ બહાર પણ પ્રકાશ ફેલાવે છે,તેવી જ રીતે પુરાણ પુરુષ પરમાત્મા પણ સંપૂર્ણ વિરાટ વિગ્રહને પ્રગટ કરતા જ તેની અંદર બહાર -બધેજ એક રસથી પ્રકાશિત થઇ રહ્યો છે.મુનિવર ! જે કઈ મનુષ્યની ક્રિયા અને સંકલ્પથી બને છે તેનાથી તે ઉપર છે અને અમૃત તેમ જ અભય પદ(મોક્ષ)નો સ્વામી છે.આ જ કારણ છે કે કોઈ તેની મહિમા નો પાર નથી પામી શકતું.સંપૂર્ણ લોક ભગવાનના પદમાત્ર (અંશમાત્ર ) છે તથા તેના અંશ માત્ર લોકમાં બધાજ પ્રાણી નિવાસ કરે છે.ભૂલોક,ભુવલોક અને સવલોકના ઉપર મહલોક છે.તેના પણ ઉપર જન,તપ અને સત્ય લોકોમાં ક્રમથી અમૃત,ક્ષેમ,તેમ જ અભયનું નિત્ય નિવાસ છે.

જન,તપ અને સત્ય -આ ત્રણેય લોકોમાં બ્રહ્મચારી,વાનપ્રસ્થ તેમ જ સન્યાસી રહે છે. લાંબો સમય બ્રહ્મચર્યથી રહિત ગૃહસ્થ ભૂલોક,ભુવલોક અને સ્વઃલોકની અંદર રહે છે.શાસ્ત્રોમાં બે માર્ગ બતલાવ્યા છે-એક અવિદ્યારૂપી કર્મ-માર્ગ,જે સકામ પુરુષો માટે છે અને બીજું ઉપાસનારૂપ વિદ્યાનો માર્ગ ,જે નિષ્કામ ઉપાસકો માટે છે.મનુષ્યો બંનેમાંથી કોઈ એકનો આશ્રય લઈને ભોગ પ્રાપ્ત કરાવનારો ઉત્તર માર્ગથી યાત્રા કરે છે,પરંતુ પુરુષોત્તમ ભગવાન બંનેના આધારભૂત છે.જેમ સૂર્ય પોતાની કિરણોથી બધાને પ્રકાશિત કરીને પણ બધાથી જુદો છે.તેવી જ રીતે પરમાત્માથી આ પૃથ્વીની અને પંચભૂત,અગિયાર ઇન્દ્રિય તેમ જ ગુણમય વિરાટની ઉત્તપત્તિ થઇ છે.-તે પ્રભુ પણ આ બધી વસ્તુઓની અંદર અને તેના રૂપમાં રહેતા પણ તેનાથી કાયમ માટે જુદા છે.

જે સમયે આ વિરાટ પુરુષની નાભિ કમળથી મારો જન્મ થયો,તે સમયે આ પુરુષના અંગોના પ્રમાણે મને બીજી કોઈ પણ યજ્ઞની સામગ્રી ન મળી.ત્યારે મેં તેમના અંગોમાં જ યજ્ઞના પશુ,યૂપ (સ્તંભ ),કુશ,આ યજ્ઞ ભૂમિ અને યજ્ઞના યોગ્ય ઉત્તમ કાળની કલ્પના કરી.ઋષિશ્રેષ્ઠ ! યજ્ઞના માટે આવશ્યક પાત્ર જૂની વસ્તુઓ,જવ,ચોખા,જૂની ઔષધિયો
ઘૃત વગેરે સ્ત્રેહ પદાર્થ,છ: રસ,લોખંડ,માટી,પાણી,રૃક,યજું:,સામ,ચતુરહોત્ર,યજ્ઞોના નામ,મંત્ર,દક્ષીણા,વ્રત,દેવતાઓના નામ,પદ્ધતિગ્રંથ,સંકલ્પ,તંત્ર(અનુષ્ઠાનની રીત),ગતિ,મતિ,શ્રદ્ધા,પ્રાયશ્ચિત્ત અને સમર્પણ-આ સમસ્ત યજ્ઞ-સામગ્રી મેં વિરાટ પુરુષના અંગોથી જ ભેગી કરી.આવી રીતે વિરાટ પુરુષના અંગોથી જ બધી સામગ્રીનો સંગ્રહ કરીને મેં તે જ સામગ્રીથી તે યજ્ઞસ્વરૂપ પરમાત્માના યજ્ઞના દ્વારા યજન કર્યું.ત્યાર પછી તારા મોટા ભાઈ આ નૌ પ્રજાપતિઓએ પોતાના ચિત્તને પૂર્ણ સમાહિત કરીને વિરાટ તેમજ અંતર્યામી રૂપથી સ્થિર તે પુરુષની આરાધના કરી.તેના પછી સમય સમયસર મનુ,ઋષિ ,પિતર,દેવતા,દૈત્ય અને મનુષ્યોએ યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી.નારદ ! આ સંપૂર્ણ વિશ્વ તેજ ભગવાન નારાયણમાં સ્થિર છે,જે જાતે તો પ્રાકૃત ગુણો વગરનું છે પરંતુ પૃથ્વીના પ્રારંભમાં માયાના દ્વારા ઘણા બધા ગુણો ગ્રહણ કરી લે છે.તેમની પ્રેરણાથી હું આ સંસારની રચના કરું છું.તેમના જ આધીન થઈને રુદ્ર તેનો સંહાર કરે છે.અને તે જાતે જ વિષ્ણુના રૂપથી તેનું પાલન કરે છે.કેમ કે તેમને સત્વ,રજ અને તમની ત્રણ  શક્તિઓ સ્વીકાર કરી રાખી છે.બેટા ! જે કઈ તે પૂછ્યું હતું તેનો જવાબ મેં તને આપી દીધો.ભાવ કે અભાવ ,કાર્ય કે કારણના રૂપમાં એવી કોઈ પણ વસ્તુ નથી,જે ભગવાનથી જુદી હોય.

પ્યારા નારદ ! હું પ્રેમપૂર્ણ તેમ જ ઉત્કંઠિત હૃદયે ભગવાનના સ્મરણમાં મગ્ન રહું છું.એટલે મારી વાણી ક્યારેય અસત્ય થતી નથી દેખાતી,મારુ મન ક્યારે પણ અસત્ય સંકલ્પ નથી કરતુ,અને મારી ઇન્દ્રિયો પણ ક્યારે મર્યાદાનું ઉલ્લંઘન કરીને ખોટા માર્ગે નથી જતી.

હું વેદમૂર્તિ છું મારુ જીવન તપાસ્યામય છે,મોટા મોટા પ્રજાપતિ મારી વંદના કરે છે.અને હું તેમનો સ્વામી છું.પહેલા મેં ઘણી નિષ્ઠાથી યોગનું સર્વાંગ અનુષ્ઠાન કર્યું હતું,પરંતુ હું મારા મુલકારણ પરમાત્માના સ્વરૂપને ન જાણી શક્યો.(કેમકે તેઓ તો એકમાત્ર ભક્તિથી જ મળી શકે છે.હું તો પરમ મંગલમય તેમજ શરણમાં આવેલા ભક્તોને જન્મ મરણથી છોડાવનારા પરમકલ્યાણરૂપ ભગવાનના ચરણો ને નમસ્કાર કરું છું.તેમની માયાની શક્તિ અપાર છે,જેમ આકાશ પોતાના અન્તને નથી જાણતું તેમ તેઓ પણ પોતાના વિસ્તારના મહિમાના વિસ્તાર ને નથી જાણતા.આવી સ્થિતિમાં બીજા તો તેમનો પાર કેવી રીતે પામી શકે ? હું,મારો પુત્ર,તમે લોકો અને શંકરજી પણ તેમના મહિમાને નથી જાણતા ત્યારે બીજા દેવતાઓ તો તેમને કેવી રીતે જાણી શકે.અમે બધા એવી રીતે મોહિત થઇ રહ્યા છે કે તેમની માયા દ્વારા રચેલા જગતને પણ બરાબર રીતે સમજી નથી શકતા પોત પોતાની બુદ્ધિથી જ અનુમાન લગાવીએ છીએ.


આપણે લોકો ફક્ત અવતારની લીલાઓનું ગીત ગાયાં કરીએ છીએ,તેમના તત્વને નથી જાણતા-તે ભગવાનના શ્રીચરણોમાં હું વંદન કરું છું.તેઓ અજન્મા તેમ જ પુરુષોત્તમ છે.દરેક કલ્પમાં તે જાતે પોતાનામાં પોતાની જ દુનિયા બનાવે છે,રક્ષા કરે છે,અને સંહાર કરી લે છે.તેઓ માયાના લેશમાં રહિત,ફક્ત જ્ઞાન સ્વરૂપ છે અને અંતરાત્માના રૂપમાં ફક્ત જ્ઞાનસ્વરૂપ છે.અને અંતરાત્માના રૂપમાં એકરસ સ્થિર છે.તેઓ ત્રણેય કાળમાં સત્ય તેમ જ પરિપૂર્ણ છે.નથી તેમનો આદિ કે અંત.તે ત્રણેય ગુણોથી રહિત,સનાતન તેમ જ અદ્વિતીય છે.નારદ! 
મહાત્માં લોકો જે સમયે પોતાના અંત:કરણ,ઇન્દ્રિય અને શરીરને શાંત કરી લે છે,તે સમયે તેમનો સાક્ષાત્કાર કરે છે.પરંતુ જયારે આત્મપુરુષો દ્વારા કુતર્કો ની જાળ પાથરીને તેને ઢાંકી દેવામાં આવે છે,ત્યારે તેમના દર્શન નથી થતા.

પરમાત્માનો પહેલો અવતાર વિરાટ પુરુષ છે.તેના સિવાય કાળ,સ્વભાવ,કાર્ય,કારણ,મન,પંચભૂત,અહંકાર,ત્રણેયગુણો,ઇન્દ્રિયો,બ્રહ્માંડ-શરીર,તેમનું અભિમાન,સ્થાવર અને જંગમ જીવ-આ બધાય તે અનંત ભગવાનના જ રૂપ છે.

હું,શંકર,વિષ્ણુ,દક્ષ વગેરે એ પ્રજાપતિ,તમે અને તમારા જેવા બીજા ભક્ત જનો,સ્વર્ગલોકના રક્ષક,પક્ષીયોનારાજા,ગંધર્વ,વિદ્યાધર,અને ચારણોના અધિનાયક,યક્ષ, રાક્ષસ,સાપ અને નાગોનાસ્વામી,મહર્ષિ,પિતૃપતિ,દૈત્યેન્દ્ર,સિદ્ધેશ્વર,દાનવરાજ,બીજાઓ પણ પ્રેત-પિશાચ,ભૂત-કુષ્માંડ,જાળ-જંતૂ,મૃગ અને પક્ષીયોનાસ્વામી,તેમ જ સંસારમાં બીજી પણ જેટલી વસ્તુઓ એશ્વર્ય,તેજ,ઇન્દ્રિયબલ,મનોબળ,શરીરબળ અથવા ક્ષમાથી યુક્ત છે.અથવા જે પણ વિશેષ સૌંદર્ય,લજ્જા,વૈભવ તથા વિભૂતિથી યુક્ત છે.તેમ જ જેટલી પણ વસ્તુઓ અદભુત વર્ણવાળી,રૂપવાન અથવા અરૂપ છે-તે બધાજ પરમતત્વમય ભગવત્સ્વરૂપ જ છે.નારદ ! તેના સિવાય પરમ પુરુષપરમાત્માનું પરમ પવિત્ર તેમ જ મુખ્ય મુખ્ય લીલાવતાર પણ શાસ્ત્રોમાં વર્ણિત છે.તેનો હું ક્રમથી વર્ણન કરું છું,તેમનું ચરિત્ર સાંભળવામાં ઘણું મધુર,તેમ જ શ્રવેન્દ્રિયના દોષોને દૂર કરનારૂ  છે.તમે સાવધાન થઈને તેનો રસ લો.

સાતમો અધ્યાય
ભગવાનના લીલા અવતારોની કથા.

બ્રહ્માજી કહે છે-અનંત ભગવાને પ્રલયના જળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે આખું યજ્ઞમય વરાહ- શરીર ગ્રહણ કર્યું હતું.આદિ  દૈત્ય હિરણ્યાક્ષ પાણીમાં જ લડવા માટે તેમની સામે આવ્યો.જેમ ઇન્દ્રે પોતાના વ્રજથી પર્વતોની પાંખો કાપી નાખી હતી,તેમ જ વરાહ ભગવાને પોતાની દાઢોથી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા.
પછી તે જ પ્રભુને રુચિ નામના પ્રજાપતિની પત્ની આકૃતિના ગર્ભથી સુયજ્ઞના રૂપમાં અવતાર લીધો.તે અવતારમાં તેમણે દક્ષીણા નામની પત્નીથી સુયમ નામના દેવતાઓને ઉત્તપન્ન કર્યા અને ત્રણેય લોકોના મોટા મોટા સંકટો દૂર કર્યા,તેનાથી સ્વંયંભૂવ મનુએ  તેને હરિના નામથી પોકાર કર્યો.

નારદ ! કર્દમ પ્રજાપતિને ઘર દેવહૂતિના ગર્ભથી નવ બહેનો સાથે ભગવાને કપિલના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો.તેમણે પોતાની માતાને તે આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો,જેનાથી તે આ જન્મમાં પોતાના હૃદયનો પુરે -પૂરો મેલ,-ત્રણેય ગુણોનીઆસક્તિનો બધો કીચડ ધોઈને કપિલ ભગવાનના વાસ્તવિક સ્વરૂપમાં મળી ગઈ. મહર્ષિ અત્રી ભગવાનને પુત્રરૂપમાં પ્રાપ્ત કરવા માંગતા હતા.તેમના પર પ્રસન્ન થઈને ભગવાને તેમને એક દિવસ કહયું,કે’મેં મારી જાતને તમને આપી દીધી.’તેથી અવતાર લેવાથી ભગવાનનું નામ ‘દત્ત’ (દત્તાત્રેય ) પડ્યું.તેમની ચરણકમળોની પરાગથી પોતાના શરીરને પવિત્ર કરીને રાજા યદુ અને સહસ્ત્રાર્જુન વગેરેને યોગના ભોગ અને મોક્ષ બંને સિદ્ધિ મેળવી લીધી.

નારદ ! સૃષ્ટિનની શરૂઆતમાં મેં જુદા જુદા લોકોની રચના કરવાની ઈચ્છાથી તપષ્યા કરી.મારા તે અખંડ તપથી પ્રસન્ન થઈને તેમણે ‘તપ’અર્થવાળા ‘સન’ નામથી જોડાઈને સનક,સનંદન,સનાતન અને સનતકુમારના રૂપમાં અવતાર લીધો.આ અવતારમાં તેમણે પ્રલયના લીધે પહેલા કલ્પમાં ભૂલાયેલા આત્મજ્ઞાનના ઋષિયો તરફ યથાવત ઉપદેશ કર્યો,જેનાથી તે લોકોએ તરત જ પરમ તત્વનું પોતાના હૃદયમાં સાક્ષાત્કાર કરી લીધો.

ધર્મની પત્ની દક્ષકન્યા મૂર્તિના ગર્ભથી તે નર-નારાયણના રૂપમાં પ્રગટ થયા.તેમની તપષ્યાનો પ્રભાવ તેમના જેવો હતો.ઇન્દ્રે મોકલેલી કામ ની સેના અપ્સરાઓ તેમની સામે જતાજ પોતાનો સ્વભાવ ભૂલી ગઈ.તે પોતાના હાવભાવથી તે આત્મસ્વરૂપ ભગવાનની તપષ્યામાં વિઘ્ન ન કરી શકી.નારદ ! શંકર વગેરે મહાનુભાવ પોતાની રોષભરી દ્રષ્ટિથી સળગાવી નાખે છે.પરંતુ પોતાની જાતને સળગાવનાર અસહ્ય ક્રોધને તે નથી સળગાવી શકતા.

તે જ ક્રોધ નર-નારાયણના નિર્મલ હૃદયમાં પ્રવેશ કરતા પહેલા જ ડરનો માર્યો ધ્રુજવા માંડે છે.પછી ભલા,તેમના હૃદયમાં કામનો પ્રવેશ થઇ જ કેવી રીતે શકે છે.

પોતાના પિતા ઉત્તાનપાદની પાસે બેઠેલા પાંચ વર્ષના બાળક ધ્રુવને તેની સાવકી માં સુરુચિએ પોતાના વાકઃબાણોથી વેધી નાખ્યો હતો.એટલી નાની ઉંમર હોવા છતાં તે ગ્લાનીથી તે તપસ્યા કરવા વનમાં ચાલ્યો ગયો.તેની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ થયા અને તેમણે ધ્રુવને ધ્રુવપદનું વરદાન આપ્યું.આજે પણ ધ્રુવની ઉપર નીચે પ્રદક્ષિણા કરતા દિવ્ય મહર્ષિગણો તેની સ્તુતિ કરી રહ્યા છે.

કુમાર્ગગામી વેનનું એશ્વર્ય અને પૌરુષ બ્રાહ્મણોના હુંકારરૂપી બળથી સળગીને ભષ્મ થઇ ગયા તે નર્કમાં ફેંકાવા લાગ્યો.ઋષિઓની પ્રાર્થનાથી ભગવાને તેમના શરીરમંથનથી પૃથુના રૂપમાં અવતાર લઈને તેને નર્કથી ઉગાર્યો અને એવી રીતે ‘પુત્ર’ (પુત્ર શબ્દનો અર્થ જ છે ‘પુત’ નામના નર્કથી રક્ષા કરનાર ) શબ્દને ચરિતાર્થ કર્યો.તે અવતારમાં પૃથ્વીને ગાય બનાવીને તેમણે તેમાં જગત માટે બધીજ ઔષધિનું દોહન કર્યું.

રાજા નાભિની પત્ની સુદેવીના ગર્ભથી ભગવાને ઋષભદેવ રૂપમાં જન્મ લીધો.તે અવતારમાં બધીજ આસક્તિયોંથી દૂર રહીને પોતાની ઇન્દ્રિયો અને મનને ખૂબ જ શાંત કરીને તેમ જ પોતાના સ્વરૂપમાં સ્થિર રહીને સમદર્શીના રૂપમાં તેમણે જડોની માફક યોગાચાર્યનું આચરણ કર્યું.આ સ્થિતિને મહર્ષિ લોકો પરમહંસપદ અથવા અવધૂતચર્યા કહે છે.

તેના પછી પોતે તે યજ્ઞ પુરુષે મારા યજ્ઞમાં સોના જેવા તેજવાળા હયગ્રીવનાં રૂપમાં અવતાર લીધો.ભગવાનનો તે વિગ્રહ વેદમય,યજ્ઞમય,અને સર્વદેવમય છે.તેમની નાસિકાથી શ્વાસના રૂપમાં વેદવાણી પ્રગટ થઇ.

ચાક્ષુય મન્વંતરના અંતમાં ભાવિ મનુ સત્યવ્રતે મત્સ્ય રૂપમાં ભગવાનને પ્રાપ્ત કર્યા હતા.તે વખતે પૃથ્વી રૂપ નૌકાને આશ્રય હોવાને કારણે તેઓજ બધા જીવોના આશ્રય બન્યા.પ્રલયના તે ભયંકર જળમાં મારા મોઢાથી પડેલા વેદોને લઈને તે તેનાથી વિહાર કરતા રહ્યા.

જ્યારે મુખ્ય મુખ્ય દેવતા અને દાનવ અમૃતને મેળવવા ક્ષીરસાગર ને વલોવી રહ્યા હતા,ત્યારે ભગવાને કાચબાના રૂપમાં પોતાની પીઠ ઉપર મંદરાચલ ધારણ કર્યો.તે વખતે પર્વતના ઘુમવાને કારણે તેના ઘસાવાથી તેની પીઠની ખુજલી થોડી મટી ગઈ,જેનાથી તે કેટલીક ક્ષણો માટે સુખની ઊંઘ લઇ સુઈ શક્યા.
દેવતાઓના મહા ભય દૂર કરવા માટે તેમણે ન્રુસિન્હનું રૂપ ધારણ કર્યું.ફડકતી ભ્રમરો અને તીખી દાઢોથી તેમનું મુખ ભયંકર લાગતું હતું.હિરણ્યકશ્યપુ તેને જોતા જ હાથમાં ગદા લઈને તે
મના પર તૂટી પડ્યો.તેનાથી ભગવાન ન્રુસિન્હએ દૂરથી જ તેમણે પકડીને પોતાની જાંઘો ઉપર નાખ્યો અને તેને છટપટાવવાથી પણ તેમના નખોથી તેનું પેટ ફાડી નાખ્યું.

એક મોટા સરોવરમાં મગરે ગજેન્દ્રનો પગ પકડી લીધો.જયારે ખુબ જ થાકીને તે ગભરાઈ ગયો,ત્યારે તેની શુંઢમાં કમળ લઈને ભગવાનને પોકાર કર્યો - ‘ હે આદિપુરુષ ! હે સમસ્ત લોકોના સ્વામી ! હે શ્રવણમાત્રથી કલ્યાણ કરનારા ! ‘ તેની પોકાર સાંભળીને અનંત શક્તિ ભગવાન ચક્રપાણી પોતાના ગરુડ ઉપર સવાર થઈને ત્યાં આવ્યા અને પોતાના ચક્રથી મગરનું મસ્તક ઉડાવી નાખ્યું એવી રીતે કૃપાપરવશ ભગવાનને પોતાના શરણાર્થી ગજેન્દ્રને સૂંઢ પકડીને તે મુસીબતથી તેનો ઉદ્ધાર કર્યો.
ભગવાન વામન આદિતીના પુત્રોમાં બધાથી નાના હતા,પરંતુ ગુણોની દ્રષ્ટિમાં તે સહુથી મોટા હતા.કેમકે યજ્ઞપુરુષ ભગવાને આ અવતારમાં બલિના સંકલ્પ છોડતા જ સંપૂર્ણ લોકને પોતાના ચરણોથી જ માપી લીધું હતું.વામન થઈને તેમણે ત્રણ પગ પૃથ્વીના બહાને આખી પૃથ્વી લઇ તો લીધી, પરંતુ તેનાથી તે વાત સિદ્ધ કરી કે સન્માર્ગ પર ચાલનારા પુરુષો માટે યાચના સિવાય બીજા કોઈ ઉપાયથી સમર્થ પુરુષ પણ પોતાના સ્થાનથી નથી હટાવી શકાતા,ઐશ્વર્યથી દ્યૂત નથી કરી શકાતું.દૈત્યરાજ બલિએ પોતાના માથા પર જાતે વામન ભગવાનનો ચરણામૃત ધારણ કર્યો હતો. એવી સ્થિતિમાં જે દેવતાઓના રાજા ઈંદ્રની પદવી મળી,તેમાં કોઈ બલીનો પુરુષાર્થ ન હતો.પોતાના ગુરુ શુક્રાચાર્યની ના છતાં તે પોતાની પ્રતિજ્ઞાની વિરુદ્ધ કઈ પણ કરવા તૈયાર ન થયો,અને બીજું તો શું ,ભગવાનનો ત્રીજો પગ પૂરો કરવા માટે તેમના ચરણોમાં માથું મૂકીને તેણે પોતાને પણ સમર્પિત કરી દીધો.

નારદ ! તમારા ખુબ જ પ્રેમભાવથી ખુબ પ્રસન્ન થઈને હંસના રૂપમાં ભગવાને તમને યોગ,જ્ઞાન અને આત્મતત્વને પ્રકાશિત કરનારા ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. તે ફક્ત ભગવાનના શરણાગત ભક્તોને જ સરળતાથી પ્રાપ્ત થાય છે.તે જ ભગવાન જાતે પુરાણા મન્વંતરોમાં મનુના રૂપમાં અવતાર લઈને મનુવંશની રક્ષા કરતા કરતા દશે દિશાઓમાં પોતાના સુદર્શન ચક્રની માફક વિના રોક ટોક નિષ્કંતક રાજ્ય કરે છે.ત્રણે લોક ઉપર સત્યલોક સુધી તેમના ચારિત્ર્યની કમનીય કીર્તિ ફેલાઈ જાય છે અને તે જ રૂપમાં તે સમય સમયે પૃથ્વીના ભારભૂત દુષ્ટ રાજાઓનું દમન પણ કરતા રહે છે.સ્વનામધન્ય ભગવાન ધન્વંતરિ પોતાના નામથી જ મોટા મોટા રોગીઓના રોગ તરત દૂર કરી દેતા હતા.તેમણે અમૃત પીવડાવીને દેવતાઓને અમર કરી દીધા અને દૈત્યો દ્વારા હરણ કરેલા તેઓના યજ્ઞભાગ તેઓને ફરીથી અપાવી દીધા.તેમણે જ અવતાર લઈને સંસારમાં આયુર્વેદનું પ્રવર્તન કર્યું. જયારે સંસારમાં બ્રાહ્મણ દ્રોહી આર્યમર્યાદાનુ ઉલ્લંઘન કરનારા નારકીય ક્ષત્રિય પોતાના નાશ માટે જ નસીબજોગે વધી જાય છે અને પૃથ્વીના માટે કાંટા બની જાય છે,ત્યારે ભગવાન પરાક્રમી પરશુરામના રૂપમાં અવતરિત થઈને પોતાની તીક્ષણ ધારવાળી ફરસીથી એકવીસ વાર તેનો સંહાર કરે છે.
માયાપતિ ભગવાન આપણા પર અનુગ્રહ કરવા પોતાની કલાઓ -ભરત,શત્રુઘ્ન અને લક્ષમણની સાથે શ્રી રામના રૂપમાં ઇક્ષવાકુ ના વંશમાં અવતરિત થાય છે.આ અવતારમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાની પત્ની અને ભાઈની સાથે તેઓ વનમાં નિવાસ કરે છે.તેજ વખતે તેમનો વિરોધ કરીને રાવણ તેમના હાથે મરે છે.ત્રિપુર વિમાનને સળગાવવા ઉદ્યત શંકરની માફક જે વખતે ભગવાન રામ શત્રુની નગરી લંકાને ભષ્મ કરવા સમુદ્ર તટપર જાય છે,તે વખતે સીતાના વિયોગને કારણે વધેલા ક્રોધથી તેમની આંખો એટલી લાલ થઇ જાય છે કે તેમની નજરથી જ સમુદ્રના મગરમચ્છ,સાપ અને ગ્રાહ વગેરે જીવ સળગવા લાગે છે,અને ભયથી થર થર ધ્રૂજતો સમુદ્ર ઝટપટ તેમને માર્ગ આપી દે છે.

જયારે રાવણની કઠોર છાતીથી ટકરાઈને ઈન્દ્રનું વાહન ઐરાવતના દાંત ચૂરે ચુરા થઈને ચારે બાજુ ફેલાઈ ગયા હતા જેનાથી દિશાઓ સફેદ થઇ ગઈ હતી,ત્યારે દિગ્વિજયી રાવણ ઘમંડથી ફૂલીને હસવા મંડ્યો હતો.તેજ રાવણ જયારે રામચંદ્રજીની પત્ની સીતાજીને ચોરીને લઇ જાય છે અને લડાઈના મેદાનમાં તેમની સાથે લડવા ગર્વ પૂર્વક આવે છે,ત્યારે ભગવાન શ્રી રામના ધનુષ્યની ટંકારે જ તેનું તે ઘમંડ પ્રાણોની સાથે તરત જ વિલીન થઇ જાય છે.
જે સમયે ટોળે ટોળા દૈત્યો પૃથ્વીને ચોરી નાખશે તે સમયે તેનો ભાર ઉતારવા માટે ભગવાન પોતાના સફેદ અને કાળા વાળથી બલરામ અને શ્રીકૃષ્ણના રૂપમાં કલાવતાર ગ્રહણ કરશે(વાળનો અવતાર કહેવાનો અભિપ્રાય એ છે કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે તો ભગવાનનો એક વાળ પૂરતો છે.તેનાથી વધારે શ્રી બલરામજી અને શ્રી કૃષ્ણના રંગોની સૂચના આપવા માટે પણ તેને ક્રમથી સફેદ અને કાળા વાળના અવતાર કહ્યા છે.હકીકતમાં શ્રી કૃષ્ણ તો પૂર્ણપુરુષ સ્વયં ભગવાન છે.) તે પોતાનો મહિમાને પ્રગટ કરનારા એટલું અદભુત ચરિત્ર કરશે કે સંસારના મનુષ્યો તેમની લીલાઓનું રહસ્ય બિલકુલ સમજી નહિ શકે.બાળપણમાં જ પુતનાનો પ્રાણ લઇ
 લેવો,ત્રણ મહિનાની ઉંમરમાં પગ ઉછાળીને ઘણું ભારે ગાડું ઉલાળી નાખવું અને ઘૂંટણિયા કાઢતા કાઢતા આકાશને અડનારા યમનાર્જુન ઝાડોની વચ્ચે જઈને તેને ઉખાડી નાખવા -આ બધા એવા કામો છે જેને ભગવાન સિવાય બીજું કોઈ કરી ન શકે.જયારે કાલિય નાગના ઝેરથી દુષિત થયેલા યમુનાજળથી  વાછરડા અને ગોપબાળકો મરી જશે ત્યારે તેઓ પોતાની સુધામયિ કૃપા દ્રષ્ટિની વર્ષાથી જ તેઓને જીવતા કરી દેશે અને યમુનાના પાણીને ચૌખ્ખું કરવા માટે તે તેમાં વિહાર કરશે તથા વિષની શક્તિથી જીભ લપલપાવતા 
કાલિયનાગને ત્યાંથી કાઢી નાખશે.તે દિવસે રાત્રે જયારે બધા લોકો ત્યાં યમુના કિનારે સુઈ જશે અને દાવાનળથી આજુબાજુના ભુજનું વન ચારે બાજુથી સળગવા માંડશે,ત્યારે બલરામજીની સાથે તે પ્રાણસંકટમાં પડેલા વ્રજવાસીઓ ને તેમની આંખો બંધ કરાવીને તે અગ્નિથી બચાવી લેશે.તેમની આ લીલા પણ અલૌકિક જ હશે.તેમની શક્તિ હકીકતમાં અચિંત્ય છે.તેમની માતા તેમને બાંધવા જે જે દોરડું લાવશે તે તેના પેટમાં પુરૂ નહિ થાય,બે આંગળી ટૂંકુ  જ પડશે.તથા જમવાનું લેતી વખતે શ્રી કૃષ્ણના મોઢામાં ચૌદ ભુવન જોઈને પહેલા તો જસોદા ભયભીત થઇ જશે,પરંતુ પછી તે સંભાળી લેશે.તે નંદબાબાને અજગરના ભયથી,અને વરુણને પાશથી છોડાવશે.મય દાનવનો પુત્ર વ્યોમાંશૂર જયારે ગોપચાલકોને પર્વતની ગુફામાં બંધ કરી દેશે ત્યારે તે તેમને ત્યાંથી પણ બચાવી લાવશે.ગોકુલના લોકોને,જે દિનભર તો કામ-ધંધાથી વ્યાકુળ રહે છે અને રાત્રે ખુબ જ થાકીને સુઈ જાય છે,સાધનાવગરના હોવા છતાં પણ તે પોતાના પરમ ધામમાં લઇ જશે. નિષ્પાપ નારદ ! જયારે શ્રીકૃષ્ણની સલાહથી ગોપલોકો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દેશે,ત્યારે ઇન્દ્ર વ્રજભૂમિનો નાશ કરવા માટે ચારેબાજુથી મુશળધાર વર્ષા કરવા માંડશે તેનાથી તેમની તથા અનેક પશુઓની રક્ષા કરવા માટે ભગવાન કૃપા પરવશ થઇ સાત વર્ષની ઉંમરમાં જ સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ને એક જ હાથથી છતરકપુષ્પ ની માફક રમત રમતમાં જ ધારણ કરી લેશે.વૃંદાવનમાં ફરતા ફરતા રાસ કરવાની ઈચ્છાથી તેઓ રાતના સમયે,જયારે ચંદ્રમાની ચાંદની ચારે બાજુ ફેલાયેલી હશે,પોતાની 
વાંસળી પર મધુર સંગીતની લાંબી તાન છેડશે.તેનાથી પ્રેમવીવશ થઈને આવેલી ગોપીઓને જયારે કુબેરનો સેવક શત્રુચૂડ હરણ કરશે,ત્યારે તે તેનું માથું ઉતારી લેશે.બીજા પણ ઘણા બધા પ્રલમ્બાશુર,ધેનુકાશુર,બકાસુર,કેશી,અરિષ્ટાશુર વગેરે દૈત્યો ચારુન વગેરે પેહેલવાન કુવલયાપીડ હાથી,કંસ,કાલયવન,ભૌમશૂર,મિથ્યા વાસુદેવ,શાલ્વ,દ્વિવિદવાનાર,બાલવલ,દંતવકા,રાજા નગ્નજિતના સાત બળદો શામ્બરાશુર,વિદુરથ અને રૂક્મી વગેરે તથા કમ્બોજ,મત્સ્ય,કુરુ ,કેકાય અને સુજાય વગેરે દેશોના રાજલોકો,તેમ જ જે પણ યોદ્ધો ધનુષ ધારણ કરીને યુદ્ધના મેદાનમાં સામે આવશે તે બધા બલરામ,ભીમસેન અને અર્જુન વગેરે નામોની આડમાં જાતે ભગવાન દ્વારા મરી જઈને તેમના જ ધામમાં જતા રહેશે.

સમયના ફેરફારથી લોકોની સમજ ઓછી થઇ જાય છે,ઉંમર પણ ઓછી થતી જાય છે.તે સમયે જયારે ભગવાન જુએ છે કે હવે આ લોકો મારા તત્વને બતાવનારી વેદવાણીને સમજવામાં અસમર્થ થતા જાય છે,ત્યારે દરેક કલ્પમાં સત્યવતીના ગર્ભથી વ્યાસના રૂપમાં પ્રગટ થઈને આ વેદરૂપી વૃક્ષની જુદી જુદી ડાળિયોના રૂપમાં વિભાજન કરી નાખે છે.
દેવતાઓના દુશ્મન દૈત્યલોક પણ વેદમાર્ગનો સહારો લઈને મયદાનવના બનાવેલા અદ્રશ્ય વેગવાળા નગરોમાં રહીને લોકોનું સત્યાનાશ કરવા માંડશે,ત્યારે ભગવાન લોકોની બુદ્ધિમાં મોહ અને ખુબ જ લોભ ઉત્તપન્ન કરનારા વેશ ધારણ કરીને બુદ્ધના રૂપમાં ઘણા ઉપધર્મોંનો ઉપદેશ કરશે.કળિયુગના અંતમાં જયારે સત્પુરુષોના ઘેર પણ ભગવાનની કથા થવામાં વાંધો આવવા માંડશે,બ્રાહ્મણ,ક્ષત્રિય અને વૈશ્ય પાખંડી અને શુદ્ર રાજા થઇ જશે ત્યાં સુધી કે ક્યાંય પણ ‘સ્વાહા’,’ સ્વધા’ અને વષત્કારનો અવાજ - દેવતા-પિતરોના યજ્ઞ-શ્રાદ્ધની વાત સુધી નહિ સંભરાઈ પડે ત્યારે કળિયુગનું શાસન કરવાને માટે ભગવાન કલ્કી અવતાર લેશે.
જયારે સંસારની રચનાનો સમય થાય છે,ત્યારે તપસ્યા નવ પ્રજાપતિ,મરીચિ વગેરે ઋષિ અને મારા રૂપમાં,જયારે સૃષ્ટિની રક્ષાનો સમય થાય છે ત્યારે ધર્મ,વિષ્ણુ,મનુ,દેવતા અને રાજાઓના રૂપમાં,તથા જયારે સૃષ્ટિના પ્રલયનો સમય થાય છે ત્યારે અધર્મ,રુદ્ર,તથા ક્રોધવશ નામનો સાપ,તેમ જ દૈત્ય વગેરેના રૂપમાં સર્વશક્તિમાન ભગવાનની માયા-વિભુતિયો જ પ્રગટ થાય છે.પોતાની પ્રતિભાના બળથી પૃથ્વીના એક એક ધૂળના રજકણો ગણી લેવાય તો પણ એવો કોણ પુરુષ છે જે ભગવાનની શક્તિઓની ગણતરી કરી શકે.જયારે તેઓ ત્રિવિક્રમ અવતાર લઈને ત્રિલોકીને માપી રહ્યા હતા તે સમયે તેમના ચરણો અદમ્ય વેગથી પ્રકૃતિરૂપ અત્યંત આવરણથી લઈને સત્યલોક સુધી આખું બ્રહ્માંડ ધ્રુજી રહ્યું હતું.

ત્યારે તેમણે જ તેમની શક્તિથી તેને સ્થિર કર્યું હતું.આખી દુનિયાની રચના અને સંહાર કરનારી માયા તેમની એક શક્તિ છે.એવી એવી અનંત શક્તિઓના આશ્રય તેમના સ્વરૂપને ન હું જાણું છું અને નહિ તમારા મોટાભાઈ સનકાદિ પણ,પછી બીજાનું તો કહેવું જ શું ? આદિ દેવ ભગવાન શેષ હજાર મોઢાથી તેમના ગુણોને ગાતા રહ્યા છે પરંતુ તે હજુ પણ તેમના અંતની કલ્પના નથી કરી શક્યા.જે નિષ્કપટ ભાવથી પોતાનું બધું અને પોતાને પણ તેમના ચરણકમળોમાં ન્યોચ્છાવર કરી દે છે,તેઓ પર તે અનંત ભગવાન જાતે જ પોતાના તરફથી દયા કરે છે.અને તેમની દયાના પાત્ર જ તેમની દુસ્તર માયાનું સ્વરૂપ જાણે છે અને તેની પાર જઈ શકે છે.

હકીકતમાં એવા પુરુષ જ કુતરા અને શિયાળોના કલેવારૂપ પોતાના અને પુત્રો વગેરેના શરીરમાં “ આ હું છું અને આ મારુ છે.” એવો ભાવ નથી કરતા.પ્યારા નારદ ! પરમ પુરુષની એ યોગમાયાને હું જાણું છું તથા તમે લોકો,ભગવાન શંકર ,દૈત્યકુલભુષણ પ્રહલાદ,શતરૂપા,મનુ ,મનુપુત્ર પ્રિયવ્રત વગેરે,પ્રાચિનબરહી,ઋભુ અને ધ્રુવ પણ જાણે છે.તેના સિવાય ઇક્ષવાકુ,પુરુરવા ,મુચુકુન્દ,જનક ,ગાધિ,રઘુ ,અંબરીશ,સગર,ગય,યયાતિ વગેરે,તથા માન્ધાતા,અલર્ક ,શતધન્વા,અનુ,રતીદેવ,ભીષ્મ,બલી,અમુરતરાય,દિલીપ ,સૌભરી,ઉતંક,શીબી,દેવલ,પિપ્લાદ,સારસ્વત,ઉદ્ધવ ,પરાશર,ભૂરીષેણ,તેમ જ વિભીષણ,હનુમાન ,શુકદેવ,અર્જુન ,અસ્થિશેણ,વિદુર અને શ્રુતદેવ,વગેરે મહાત્માઓ પણ જાણે છે.જેમને ભગવાનના પ્રેમી ભક્તોના જેવો સ્વભાવ બનાવવાની શિક્ષા મળી છે,તે સ્ત્રી શુદ્ર,હુણ,ભીલ અને પાપના કારણે પશુ-પક્ષી વગેરે યોનિઓમાં રહેનારા પણ ભગવાનની માયાનું રહસ્ય જાણી જાય છે અને આ સંસાર સાગરથી કાયમ માટે પાર પામી જાય છે.પછી જે લોકો વૈદિક સદાચારનું પાલન કરે છે,તેના સંબંધમાં તો કહેવું જ શું!
પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ એકરસ,શાંત,અભય ,તેમ જ જ્ઞાન સ્વરૂપ છે.નથી તેમાં માયાનો મેલ,અને નથી તેના દ્વારા રચેલી,વિષમતાઓ જ,તે સત અને અસત બંનેથી દૂર છે.

કોઈ પણ વૈદિક અથવા લૌકિક શબ્દની ત્યાં સુધી પહોંચ નથી.અનેક પ્રકારના સાધનોથી સંપન્ન થનાર કર્મોના ફળ પણ ત્યાં સુધી પહોંચી નથી શકતા.બીજું તો શું માયા પણ જાતે તેમની સામે નથી જઈ શકતી,શરમાઈને ભાગીને ઉભી રહી જાય છે.પરમપુરુષ ભગવાનનું તેજ પરમપદ છે.મહાત્મા લોકો તેમના શોકરહિત અનંત આનંદસ્વરૂપ બ્રહ્માના રૂપમાં સાક્ષાત્કાર કરે છે.સંયમશીલ પુરુષ તેમાં પોતાના મનને સમાહિત કરીને સ્થિર થઇ જાય છે.જેમ ઇન્દ્ર પોતે મેષ રૂપથી વિદયમાન હોવાને કારણે પાણી માટે કૂવો ખોદવાની કોદાળી નથી રાખતા,તેવી જ રીતે તે ભેદ દૂર કરનારા જ્ઞાન સાધનોને પણ છોડી દે છે.બધા જ કર્મોના ફળ પણ ભગવાન જ આપે છે.કેમકે મનુષ્ય પોતાના સ્વભાવના પ્રમાણે જે શુભકર્મ કરે છે,તે બધા તેમની પ્રેરણાથી થાય છે.આ શરીરમાં રહેનારા પંચભૂતોના જુદે જુદા થઇ જવાથી જયારે -આ શરીર નષ્ટ થઇ જાય છે,તો પણ તેમાં રહેનારા અજન્મા પુરુષ આકાશની જેમ નષ્ટ નથી થતા.
બેટા નારદ ! સંકલ્પથી વિશ્વની રચના કરનારા ષડઐશ્વર્ય સંપન્ન શ્રી હરિનું મેં તમારી સામે સંક્ષેપમાં વર્ણન કર્યું.જે કઈ કાર્ય કારણ અથવા ભાવ અભાવ છે તે બધા ભગવાનથી મિત્ર નથી.છતાં પણ ભગવાન તો તેનાથી પૃથક પણ છે જ.ભગવાને મને જે ઉપદેશ કર્યો હતો તે આ ‘ભાગવત’ છે.તેમાં ભગવાનની વિભૂતીયોનુ સંક્ષિપ્ત વર્ણન છે.તમે તેનો વિસ્તાર કરો.જેવી રીતે બધાના આશ્રય અને સર્વ સ્વરૂપ ભગવાન શ્રી હરિમાં લોકોની પ્રેમમયી ભક્તિ હોય,એવો નિશ્ચય કરીને તેનું વર્ણન કરો.જે પુરુષ ભગવાનની અચિંત્ય શક્તિ માયાનું વર્ણન અથવા બીજાના દ્વારા કરેલા વર્ણનનું અનુમોદન કરે છે અથવા શ્રદ્ધાની સાથે નિત્ય શ્રવણ કરે છે,તેમનું ચિત્ત માયાથી કયારેય મોહિત નથી થતું.
આઠમો અધ્યાય 
રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્ન 

રાજા પરીક્ષિતે કહ્યું-ભગવાન ! તમો વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ છો.હું આપથી એ જાણવા માંગુ છું કે જયારે બ્રહ્માજીએ નિર્ગુણ ભગવાનના ગુણોના વર્ણન કરવા માટે નારદજીને આદેશ આપ્યો ત્યારે તેમણે કોને કોને કયા રૂપમાં ઉપદેશ કર્યો? એક તો અચિંત્ય શક્તિઓના આશ્રય ભગવાનની કથાઓ જ લોકોનું પરમ મંગલ કરનારી છે,બીજું દેવર્ષિ નારદનો બધાને ભાગવત દર્શન કરાવવાનો સ્વભાવ છે.તમો જરૂરથી તેમની વાતો મને સંભળાવો.મહાભાગ્યવાન શુકદેવજી !તમો મને એવો ઉપદેશ આપો કે હું મારા આશક્તિ વગરના સર્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં તન્મય કરીને પોતાનું શરીર છોડી શકું.જે લોકો તેમની લીલાઓને શ્રદ્ધાની સાથે નિત્ય શ્રવણ અને કથન કરે છે,તેમના હૃદયમાં થોડા જ સમયમાં ભગવાન પ્રગટ થઇ જાય છે.શ્રી કૃષ્ણ કાનના છિદ્રોના દ્વારા પોતાના ભક્તોના ભાવમય હૃદયકમલ પર જઈને બેસી જાય છે અને  જેમ શરદઋતુ  
પાણીની ગેડલાપન મિટાવી દે છે,તેજ રીતે તેઓ  ભક્તોના મનોમળનો નાશ કરી નાખે છે.

જેનું હૃદય શુદ્ધ થઇ જાય છે,તે શ્રી કૃષ્ણના ચરણકમળોને એક પળ માટે પણ નથી છોડતા-જેમ માર્ગના બધાજ કલેશોથી છૂટીને ઘેર આવેલો પથિક પોતાના ઘરને નથી છોડતો.
ભગવાન ! જીવનો પંચભૂતો સાથે કોઈ સંબંધ નથી.છતાં પણ તેનું શરીર પંચભૂતોથી  જ બને છે.તો શું સ્વભાવથી જ એમ થાય છે,અથવા કોઈ કારણથી -તમે એ વાતનો અર્થ પૂર્ણ રૂપથી જાણો છો.(તમે બતાવ્યું કે) ભગવાનની નાભિથી તે કમળ પ્રગટ થયું,જેનાથી લોકોની રચના થઇ.આ જીવ પોતાના સીમિત અવયવોથી જેમ પરિચિત છે તેવી   જ રીતે તમે પરમાત્માને પણ સીમિત અવયવોથી પરિચિત જેવું વર્ણન કર્યું. (આ શું વાત છે) જેમની કૃપાથી સર્વભૂતમય બ્રહ્માજી પ્રાણીઓની સુષ્ટિ બનાવે છે,જેમના નાભિ કમળ થી જન્મવા છતાં જેમની કૃપાથી જ તે તેમના રૂપના દર્શન કરી શક્યા હતા,તે સંસારની સ્થિતિ,ઉત્પત્તિ અને પ્રલયના માટે સર્વાન્તર્યામી અને માયાના સ્વામી પરમપુરુષ પરમાત્મા પોતાની માયાનો ત્યાગ કરીને કોનામાં કયા રૂપથી શયન કરે છે ? પહલાં તમે બતાવ્યું હતું કે વિરાટ પુરુષ આ અંગોથી લોક અને લોકપાલોની રચના થઇ અને પછી એ પણ બતાવ્યું કે લોક અને લોકપાલોના રૂપમાં તેમના અંગોની કલ્પના થઇ,તે બંને વાતોનું તાત્પર્ય શું છે ?

મહાકલ્પ અને તેના અંતર્ગત અવાંતર કલ્પ કેટલા છે ? ભૂત,ભવિષ્ય અને વર્તમાન કાળનું અનુમાન કેવી રીતે કરવામાં આવે છે ? શું સ્થૂળ દેહાભિમાની જીવોની આયુષ્ય પણ બાંધેલી છે.બ્રાહ્મણશ્રેષ્ઠ ! કાળની સુક્ષમ ગતિ ત્રુટિ વગેરે અને સ્થૂળ ગતિ વર્ષ વગેરે કેવી રીતે જાણી શકાય છે ? જુદા જુદા કર્મોથી જીવોની કેટલી અને કેવી ગતિઓ હોય છે.દેવ,મનુષ્ય વગેરે યોનિઓ સત્વ,રજ,તમ-એ ત્રણ ગુણોના ફળસ્વરૂપ જ પ્રાપ્ત thay છે.તેના ચાહનારા જીવોમાંથી કોણ કોણ  કઈ-કઈ યોનિને પ્રાપ્ત કરવા માટે કયા કયા પ્રકારથી કોણ કોણ કર્મ સ્વીકાર કરે છે ? પૃથ્વી,પાતાળ,દિશા,આકાશ,ગ્રહ,નક્ષત્ર,નદી,પર્વત,સમુદ્ર,દ્વીપ અને તેમાં રહેનારા જીવોની ઉત્તપત્તિ કેવી રીતે થાય છે ? બ્રહ્માંડનું પરિમાણ અંદર અને બહાર-બંને પ્રકારે બતલાવો.સાથે મહાપુરુષના ચરિત્ર,વર્ણાશ્રમના ભેદ અને તેના ધર્મનું નિરૂપણ કરો.યુગોના ભેદ,તેના પરિમાણ અને તેના જુદા જુદા ધર્મ તથા ભગવાનના જુદા જુદા અવતારોના પરમ આશ્ચર્યમય ચરિત્ર પણ બતલાવો.મનુષ્યોના સાધારણ અને વિશેષ ધર્મ કયા કયા છે ? જુદા જુદા વ્યવસાય વાળા લોકોના ધર્મનો પણ ઉપદેશ કરો.તત્વોની સંખ્યા કેટલી છે ,તેના સ્વરૂપ અને લક્ષણ કયા છે ? ભગવાનની આરાધના ની અને અધ્યાત્મ યોગની વિધિ શું છે?

યોગેશ્વરોને શું શું એશ્વર્ય પ્રાપ્ત થાય છે,તથા અંતમે તેને કઈ ગતિ મળે છે ? યોગીઓનું લિંગશરીર કયા પ્રકારે ભગ્ન થાય છે ?વેદ,ઉપવેદ ,ધર્મશાસ્ત્ર ,ઇતિહાસ અને પુરાણોનું સ્વરૂપ તેમ જ તાત્પર્ય શું છે ? બધા પ્રાણીઓની ઉત્તપત્તિ ,સ્થિતિ અને પ્રલય કેવી રીતે થાય છે ?વાવણી,કૂવો ખોદાવવો વગેરે સ્માર્ત,યજ્ઞ-યજ્ઞાદિ વૈદિક,તેમ જ કામ્ય કર્મોની તથા અર્થ,ધર્મ,કામના સાધનોની વિધિ શું છે ? પ્રલયના સમયે જે જીવો પ્રકૃતિમાં લિન રહે છે,તેમની ઉત્તપત્તિ કેવી રીતે થાય છે ? પાખંડની ઉત્તપત્તિ કેવી રીતે થાય છે ? આત્માના બંધ -મોક્ષનું સ્વરૂપ શું છે ?અને તે પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિર થાય છે ? ભગવાન તો પરમ સ્વતંત્ર છે.તે તેમની માયાથી કેવી રીતે ક્રીડા કરે છે અને અને તેને છોડીને સાક્ષીની માફક ઉદાસીન કેવી રીતે થાય છે ? ભગવાન ! હું આ બધું તમને પૂછી રહ્યો છું.હું તમારા શરણમાં છું.મહામુનિ !તમો કૃપા કરીને અનુક્રમે એનું તરત નિરૂપણ કરો.આ વિષયમાં તમો જાતે બ્રહ્માની માફક પરમ પ્રમાણ છો.બીજા લોકો તો પોતાની પૂર્વ પરંપરાથી સુણી સુનાયી વાતોનું જ અનુષ્ઠાન કરે છે.બ્રહ્માન તમો મારી ભૂખ તરસની ચિંતા ન કરતા.મારા પ્રાણ કુપિત બ્રાહ્મણના શ્રાપથી વધારે બીજા કોઈ કારણથી નીકળી નથી શકતા,કેમ કે હું તમારા મુખારવિંદથી નીકળનારી ભગવાનની અમૃતમયી લીલા કથાનું પાન કરી રહ્યો છું.
સુતજી કહે છે -શૌનકાદિ ઋષિયો ! જયારે રાજા પરીક્ષિતે સંતોની સભામાં ભગવાનની લીલા કથા સંભળાવવા માટે આવી રીતે પ્રાર્થના કરી,ત્યારે શ્રી શુકદેવજીને ખુબજ પ્રસન્નતા થઇ.તેમણે તેને વેદ જેવું શ્રીમદ મહાભાગવત પુરાણ સંભળાવ્યું,જે બ્રાહકલ્પના આરંભમાં ભગવાને જાતે બ્રહ્માજીને સંભળાવ્યું હતું.પાંદુવંશ શિરોમણી પરીક્ષિતે તેમને જે જે પ્રશ્નો કર્યા હતા,તેઓ તેના બધા જવાબ અનુક્રમે આપવા લાગ્યા.

રાજા પરીક્ષિતે કહ્યું-ભગવાન ! તમો વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ છો.હું આપથી એ જાણવા માંગુ છું કે જયારે બ્રહ્માજીએ નિર્ગુણ ભગવાનના ગુણોના વર્ણન કરવા માટે નારદજીને આદેશ આપ્યો ત્યારે તેમણે કોને કોને કયા રૂપમાં ઉપદેશ કર્યો? એક તો અચિંત્ય શક્તિઓના આશ્રય ભગવાનની કથાઓ જ લોકોનું પરમ મંગલ કરનારી છે,બીજું દેવર્ષિ નારદનો બધાને ભાગવત દર્શન કરાવવાનો સ્વભાવ છે.તમો જરૂરથી તેમની વાતો મને સંભળાવો.મહાભાગ્યવાન શુકદેવજી !તમો મને એવો ઉપદેશ આપો કે હું મારા આશક્તિ વગરના સર્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં તન્મય કરીને પોતાનું શરીર છોડી શકું.જે લોકો તેમની લીલાઓને શ્રદ્ધાની સાથે નિત્ય શ્રવણ અને કથન કરે છે,તેમના હૃદયમાં થોડા જ સમયમાં ભગવાન પ્રગટ થઇ જાય છે.શ્રી કૃષ્ણ કાનના છિદ્રોના દ્વારા પોતાના ભક્તોના ભાવમય હૃદયકમલ પર જઈને બેસી જાય છે અને  જેમ શરદઋતુ  
પાણીની ગેડલાપન મિટાવી દે છે,તેજ રીતે તેઓ  ભક્તોના મનોમળનો નાશ કરી નાખે છે.

જેનું હૃદય શુદ્ધ થઇ જાય છે,તે શ્રી કૃષ્ણના ચરણકમળોને એક પળ માટે પણ નથી છોડતા-જેમ માર્ગના બધાજ કલેશોથી છૂટીને ઘેર આવેલો પથિક પોતાના ઘરને નથી છોડતો.
ભગવાન ! જીવનો પંચભૂતો સાથે કોઈ સંબંધ નથી.છતાં પણ તેનું શરીર પંચભૂતોથી  જ બને છે.તો શું સ્વભાવથી જ એમ થાય છે,અથવા કોઈ કારણથી -તમે એ વાતનો અર્થ પૂર્ણ રૂપથી જાણો છો.(તમે બતાવ્યું કે) ભગવાનની નાભિથી તે કમળ પ્રગટ થયું,જેનાથી લોકોની રચના થઇ.આ જીવ પોતાના સીમિત અવયવોથી જેમ પરિચિત છે તેવી   જ રીતે તમે પરમાત્માને પણ સીમિત અવયવોથી પરિચિત જેવું વર્ણન કર્યું. (આ શું વાત છે) જેમની કૃપાથી સર્વભૂતમય બ્રહ્માજી પ્રાણીઓની સુષ્ટિ બનાવે છે,જેમના નાભિ કમળ થી જન્મવા છતાં જેમની કૃપાથી જ તે તેમના રૂપના દર્શન કરી શક્યા હતા,તે સંસારની સ્થિતિ,ઉત્પત્તિ અને પ્રલયના માટે સર્વાન્તર્યામી અને માયાના સ્વામી પરમપુરુષ પરમાત્મા પોતાની માયાનો ત્યાગ કરીને કોનામાં કયા રૂપથી શયન કરે છે ? પહલાં તમે બતાવ્યું હતું કે વિરાટ પુરુષ આ અંગોથી લોક અને લોકપાલોની રચના થઇ અને પછી એ પણ બતાવ્યું કે લોક અને લોકપાલોના રૂપમાં તેમના અંગોની કલ્પના થઇ,તે બંને વાતોનું તાત્પર્ય શું છે ?

મહાકલ્પ અને તેના અંતર્ગત અવાંતર કલ્પ કેટલા છે ? ભૂત,ભવિષ્ય અને વર્તમાન કાળનું અનુમાન કેવી રીતે કરવામાં આવે છે ? શું સ્થૂળ દેહાભિમાની જીવોની આયુષ્ય પણ બાંધેલી છે.બ્રાહ્મણશ્રેષ્ઠ ! કાળની સુક્ષમ ગતિ ત્રુટિ વગેરે અને સ્થૂળ ગતિ વર્ષ વગેરે કેવી રીતે જાણી શકાય છે ? જુદા જુદા કર્મોથી જીવોની કેટલી અને કેવી ગતિઓ હોય છે.દેવ,મનુષ્ય વગેરે યોનિઓ સત્વ,રજ,તમ-એ ત્રણ ગુણોના ફળસ્વરૂપ જ પ્રાપ્ત thay છે.તેના ચાહનારા જીવોમાંથી કોણ કોણ  કઈ-કઈ યોનિને પ્રાપ્ત કરવા માટે કયા કયા પ્રકારથી કોણ કોણ કર્મ સ્વીકાર કરે છે ? પૃથ્વી,પાતાળ,દિશા,આકાશ,ગ્રહ,નક્ષત્ર,નદી,પર્વત,સમુદ્ર,દ્વીપ અને તેમાં રહેનારા જીવોની ઉત્તપત્તિ કેવી રીતે થાય છે ? બ્રહ્માંડનું પરિમાણ અંદર અને બહાર-બંને પ્રકારે બતલાવો.સાથે મહાપુરુષના ચરિત્ર,વર્ણાશ્રમના ભેદ અને તેના ધર્મનું નિરૂપણ કરો.યુગોના ભેદ,તેના પરિમાણ અને તેના જુદા જુદા ધર્મ તથા ભગવાનના જુદા જુદા અવતારોના પરમ આશ્ચર્યમય ચરિત્ર પણ બતલાવો.મનુષ્યોના સાધારણ અને વિશેષ ધર્મ કયા કયા છે ? જુદા જુદા વ્યવસાય વાળા લોકોના ધર્મનો પણ ઉપદેશ કરો.તત્વોની સંખ્યા કેટલી છે ,તેના સ્વરૂપ અને લક્ષણ કયા છે ? ભગવાનની આરાધના ની અને અધ્યાત્મ યોગની વિધિ શું છે?

યોગેશ્વરોને શું શું એશ્વર્ય પ્રાપ્ત થાય છે,તથા અંતમે તેને કઈ ગતિ મળે છે ? યોગીઓનું લિંગશરીર કયા પ્રકારે ભગ્ન થાય છે ?વેદ,ઉપવેદ ,ધર્મશાસ્ત્ર ,ઇતિહાસ અને પુરાણોનું સ્વરૂપ તેમ જ તાત્પર્ય શું છે ? બધા પ્રાણીઓની ઉત્તપત્તિ ,સ્થિતિ અને પ્રલય કેવી રીતે થાય છે ?વાવણી,કૂવો ખોદાવવો વગેરે સ્માર્ત,યજ્ઞ-યજ્ઞાદિ વૈદિક,તેમ જ કામ્ય કર્મોની તથા અર્થ,ધર્મ,કામના સાધનોની વિધિ શું છે ? પ્રલયના સમયે જે જીવો પ્રકૃતિમાં લિન રહે છે,તેમની ઉત્તપત્તિ કેવી રીતે થાય છે ? પાખંડની ઉત્તપત્તિ કેવી રીતે થાય છે ? આત્માના બંધ -મોક્ષનું સ્વરૂપ શું છે ?અને તે પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિર થાય છે ? ભગવાન તો પરમ સ્વતંત્ર છે.તે તેમની માયાથી કેવી રીતે ક્રીડા કરે છે અને અને તેને છોડીને સાક્ષીની માફક ઉદાસીન કેવી રીતે થાય છે ? ભગવાન ! હું આ બધું તમને પૂછી રહ્યો છું.હું તમારા શરણમાં છું.મહામુનિ !તમો કૃપા કરીને અનુક્રમે એનું તરત નિરૂપણ કરો.આ વિષયમાં તમો જાતે બ્રહ્માની માફક પરમ પ્રમાણ છો.બીજા લોકો તો પોતાની પૂર્વ પરંપરાથી સુણી સુનાયી વાતોનું જ અનુષ્ઠાન કરે છે.બ્રહ્માન તમો મારી ભૂખ તરસની ચિંતા ન કરતા.મારા પ્રાણ કુપિત બ્રાહ્મણના શ્રાપથી વધારે બીજા કોઈ કારણથી નીકળી નથી શકતા,કેમ કે હું તમારા મુખારવિંદથી નીકળનારી ભગવાનની અમૃતમયી લીલા કથાનું પાન કરી રહ્યો છું.
સુતજી કહે છે -શૌનકાદિ ઋષિયો ! જયારે રાજા પરીક્ષિતે સંતોની સભામાં ભગવાનની લીલા કથા સંભળાવવા માટે આવી રીતે પ્રાર્થના કરી,ત્યારે શ્રી શુકદેવજીને ખુબજ પ્રસન્નતા થઇ.તેમણે તેને વેદ જેવું શ્રીમદ મહાભાગવત પુરાણ સંભળાવ્યું,જે બ્રાહકલ્પના આરંભમાં ભગવાને જાતે બ્રહ્માજીને સંભળાવ્યું હતું.પાંદુવંશ શિરોમણી પરીક્ષિતે તેમને જે જે પ્રશ્નો કર્યા હતા,તેઓ તેના બધા જવાબ અનુક્રમે આપવા લાગ્યા.

નવમો અધ્યાય
બ્રહ્માજીનું ભગવતધામદર્શન અને ભગવાનના દ્વારા તેમને ચતુ:શ્લોકી ભાગવતનો ઉપદેશ

શ્રી શુકદેવજીએ કહ્યું-પરીક્ષિત !જેમ સ્વપ્નમાં દેખાનારા પદાર્થોની સાથે તેને જોનારાનો કોઈ સંબંધ નથી હોતો,તેવી જ રીતે દેહ વગેરે થી વધારે અનુભવસ્વરૂપ આત્માનું માયા વગર દ્રશ્ય પદાર્થોની સાથે કોઈ સંબંધ નથી થઇ શકતો.જુદા જુદા રૂપવાળી માયાના કારણે તે વિવિધ રૂપવાળો દેખાય છે.અને જયારે તેના ગુણોમાં ભળી જાય છે ત્યારે ‘ આ હું છું, આ મારુ છે.’ એવી રીતે માનવા લાગે છે.પરંતુ જયારે આ ગુણોને ક્ષુબ્ધ કરનારો કાળ અને મોહ ઉત્તપન્ન કરનારી માયા- તે બંનેથી ઉપર પોતાના અનંત સ્વરૂપમાં મોહરહિત થઈને ફરવા લાગે છે -આત્મારામ થઇ થઇ જાય છે ત્યારે આ ‘હું ,મારુ ‘નો ભાવ છોડીને પૂરો ઉદાસ - ગુણાતીત થઇ જાય છે.બ્રહ્માજીની નિષ્કપટ તપષ્યાથી પ્રસન્ન થઈને ભગવાને તેને તેમના રૂપના દર્શન કરાવ્યા અને આત્મતત્વના જ્ઞાનને માટે તેમને પરમ સત્વ પરમાર્થ વસ્તુનું ઉપદેશ કર્યો(તે જ વાત હુંબતાંને સંભળાવું છું.)
ત્રણે લોકોના પરમ ગુરુ આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમળ પર બેસીને સૃષ્ટિ કરવાની ઈચ્છાથી વિચાર કરવા લાગ્યા.પરંતુ જે જ્ઞાન દ્રષ્ટિથી શ્રુષ્ટિનું નિર્માણ થઇ શકતું હતું અને જે શ્રુષ્ટિ વેપાર માટે વાંછનીય છે.તે દ્રષ્ટિ તેને પ્રાપ્ત ન થઇ.એક દિવસ તે આ જ ચિંતા કરી રહ્યા હતા કે પ્રલયના સમુદ્રમાં તેમણે વ્યંજનોના સોળમા તેમ જ એકવીસમો અક્ષર ‘ત’ તથા ‘પ’ને- ‘તપ-તપ’(‘તપ કરો’) એવી રીતે બે વાર સાંભળ્યું.પરીક્ષિત ! મહાત્મા લોકો આ તપને જ ત્યાગીઓનું ધન માને છે.આ સાંભળીને વક્તાને જોવાની ઈચ્છાથી ચારે બાજુ જોયું,પરંતુ ત્યાં બીજું કોઈ દેખાયું નહિ.તેઓ તેમના કમળ પર બેસી ગયા અને ‘મને તપ કરવાની પ્રત્યક્ષ આજ્ઞા મળી છે.’એવો નિર્ણય કરી અને તેમાં પોતાનું હિત સમજીને તેમણે તેમના મનને તપષ્યામાં લગાડી દીધું.બ્રહ્માજી તપસ્વીઓમાં બધાથી મોટા તપસ્વી છે.તેમનું જ્ઞાન અમોઘ છે.તેમણે તે સમયે એક સહસ્ત્ર દિવ્ય વર્ષ દરમ્યાન એકાગ્ર ચિત્તથી પોતાના પ્રાણ,મન,કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયના વશમાં કરી એવી તપસ્યા કરી,જેનાથી તે બધા જ લોકોંને પ્રકાશિત કરવામાં સમર્થ થઇ શકે.

તેમની તપષ્યાથી પ્રસન્ન થઈને ભગવાને તેને તેમનું તે લોક બતાવ્યું જે બધાથી શ્રેષ્ઠ છે.અને તેનાથી ઉંચુ બીજું કોઈ લોક નથી.તે લોકમાં કોઈ પણ પ્રકારના કલેશ,મોહ અને ભય નથી.જેમને ક્યારેક એક વાર પણ તેમના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય,તે દેવતા વારંવાર તેમની પ્રાર્થના કરતા રહે છે.ત્યાં રજોગુણ,તમોગુણ અને તેનાથી મળેલો સત્વગુણ પણ નથી.ત્યાં કાળની કોઈ દાળ ગળતી નથી અને માયા પણ પગલું મૂકી શકતી નથી,પછી માયાના બાલ બચ્ચા તો જઈ જ કેવી રીતે શકે.ત્યાં ભગવાનના પાર્ષદ નિવાસ કરે છે,જેમનું પૂજન દેવતા અને દૈત્ય બંને કરે છે.તેની ઉજ્જવળ આભાથી યુક્ત શ્યામ શરીર શતદલ કમળના જેવા કોમળ નેત્રો અને પીળા રંગના વસ્ત્રથી શોભાયમાન છે.અંગે અંગમાંથી રાશિ રાશિ સુંદરતા પ્રસરતી રહે છે.તે કોમળતાની મૂર્તિ છે.બધાની ચાર ચાર ભુજાઓ છે.તે જાતે તો તેજસ્વી છે જ,મણિથી જડેલા સોનાના પ્રભાવશાળી આભૂષણ પણ પહેરી રાખે છે.તેમની છબી મૂંગે,વૈદુર્યમણી અને કમળના ઉજ્જવળ તંતુની જેવી છે.તેમના કાનોમાં કુંડળ,માથા ઉપર મુકુટ અને ગાળામાં માળાઓ શોભાયમાન છે.જેવી રીતે આકાશ વીજળી સાથે શોભાયમાન હોય છે,તેવી રીતે જ તે લોક મનોહર,કામનિયોના તેજથી યુક્ત મહાત્માઓના દિવ્ય તેજોમય વિમાનોથી સ્થળે સ્થળે શુશોભિત થતા રહે છે.તે વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી સુંદર રૂપ ધારણ કરીને પોતાની જુદીF જુદી વિભુતિયો દ્વારા ભગવાનના ચરણકમળોની અનેક પ્રકારે સેવા કરતા રહે છે.ક્યારેક ક્યારેક તે ઝૂલા ઉપર બેસીને પોતાના પ્રિયતમ ભગવાનની લીલાઓના ગીતો ગાવા માંડે છે ત્યારે તેનું સૌંદર્ય અને સુરભીથી ઉન્મત્ત થઈને ભમરા જાતે તે લક્ષ્મીજીના ગુણગાન કરવા માંડે છે.

બ્રહ્માજીએ જોયું કે આ દિવ્ય લોકમાં બધાજ ભક્તોના રક્ષક,લક્ષ્મીપતિ,યજ્ઞપતિ તેમ જ વિશ્વપતિ ભગવાન વિરાજમાન છે.સુનંદ,નંદ,પ્રબળ અને અર્હણ વગેરે મુખ્ય મુખ્ય પાર્ષદગણ તે પ્રભુની સેવા કરી રહ્યા છે.તેમનું મુખકમળ આનંદમધુર મુસ્કરાતથી ભરેલું છે.આંખોમાં લાલ લાલ ડોરાઓ છે.ઘણું જ મધુર અને મોહક ચિત્તવન છે.એવું જણાય છે કે હમણાં જ પોતાના પ્રેમી ભક્તને પોતાનું સર્વસ્વ આપી દેશે.માથા પર મુગટ,કાનોમાં કુંડળ અને ખભા પર પીતામ્બર ચળકી રહ્યું છે.વક્ષ:સ્થળ પર એક સુંદર રેખાના રૂપમાં શ્રી લક્ષ્મીજી વિરાજમાન છે અને સુંદર ચાર ભુજાઓ છે.તેઓ એક સર્વોત્તમ અને બહુમૂલ્ય આસન ઉપર બેઠેલા છે.પુરુષ,પ્રકૃતિ,મહતત્વ,અહંકાર,મન,દસ ઇન્દ્રિયો,શબ્દ વગેરે પાંચ તન્માત્રાઓ અને પંચભૂત-આ પચ્ચીસ શક્તિઓ મૂર્તિમાન થઈને તેમની ચારે બાજુ ઉભી છે.બધું જ એશ્વર્ય,ધર્મ,કીર્તિ,શ્રી,જ્ઞાન અને 
વૈરાગ્ય-આ છ નિત્યસિદ્ધ સ્વરૂપભૂત શક્તિઓથી તે કાયમ યુક્ત રહે છે.તેમના સિવાય બીજે ક્યાંય તે નિવાસ નથી કરતી.આ સર્વેશ્વર પ્રભુ પોતાના નિત્ય આનંદમય સ્વરૂપમાં જ નિત્ય નિરંતર નિમગ્ન રહે છે.તેમના દર્શન કરતા જ બ્રહ્માજીનું હૃદય આનંદના ઉભરાથી લબાલબ ભરાઈ ગયું.શરીર પુલકિત થઇ ગયું,આંખોમાં પ્રેમના આસુઓ ઉભરાઈ ગયા.
બ્રહ્માજીએ ભગવાનના તે ચરણકમળોમાં,જે પરમહંસના નિવૃત માર્ગથી પ્રાપ્ત થઇ શકે છે,માથું નમાવીને પ્રણામ કર્યા.બ્રહ્માજીના પ્યારા ભગવાન પોતાના પ્રિય બ્રહ્માને પ્રેમ અને દર્શનના આનંદમાં નિમગ્ન,શરણાગત તથા પ્રજા સૃષ્ટિ માટે આદેશ આપવા યોગ્ય જોઈને ખુબ જ પ્રસન્ન થયા.તેમણે બ્રહ્માજી સાથે હાથ મિલાવ્યો તથા મંદ મુસ્કરાતથી આલંકારિક વાણીમાં કહ્યું-


શ્રી ભગવાને કહ્યું -બ્રહ્માજી ! તમારા હૃદયમાં તો બધાજ વેદોનું જ્ઞાન પડ્યું છે.તમે સૃષ્ટિ રચનાની ઇચ્છાથી લાંબા સમય સુધી તપષ્યા કરીને મને સારી રીતે સંતુષ્ટ કરી દીધો છે.મનમાં કપટ રાખીને યોગ સાધન કરનાર મને ક્યારેય પ્રસન્ન નથી કરી શકતા.તમારું કલ્યાણ થાઓ.તમારી જે અભિલાષા હોય તે જ વરદાન મારી પાસે માંગી લો.કેમકે હું મોં માંગી વસ્તુ આપવામાં સમર્થ છું. બ્રહ્માજી ! જીવના બધાજ કકલ્યાણકારી સાધનોનું વિશ્રામ- પર્યવસાન મારા દર્શનમાં જ છે.તમે મને જોયા વગર જ તે સૂના જળમાં મારી વાણી સાંભળીને આટલી ઘોર તપષ્યા કરી છે,તેનાથી મારી ઈચ્છાથી તને મારા લોકના દર્શન થયા છે.તમે તે સમયે સૃષ્ટિ રચનાનું કર્મ કરવામાં કિંકર્તવ્યવિમૂઢ થઇ રહ્યા હતા.તેનાથી મેં તમને તપષ્યા કરવાની આજ્ઞા આપી હતી. કેમકે નિષ્પાપ ! તપષ્યા મારુ હૃદય છે,અને હું જાતે તપસ્યાનો આત્મા છું હું તપષ્યાથી જ આ સંસારની સૃષ્ટિ બનાવું છું,તપષ્યાથી જ તેનું ભરણ- પોષણ કરું છું અને પછી તપષ્યાથી જ હું પોતાનામાં ભેળવી દઉં છું.તપષ્યા એક મારી દુર્લભ્ય શક્તિછે.

બ્રહ્માજીએ કહ્યું -ભગવન ! તમો બધાજ પ્રાણીઓના હૃદયમાં સાક્ષીરૂપથી બેઠેલા છો.તમો તમારા અપ્રતિહિત જ્ઞાનથી તે જાણો છો કે હું શું કરવા માંગુ છું.નાથ ! તમો કૃપા કરીને મારી યાચકની એ માંગ પુરી કરો કે હું રૂપરહિત તમારા સગુણ અને નિર્ગુણ બંને રૂપોને જાણી શકું.તમો માયાના સ્વામી છો,તમારો સંકલ્પ ક્યારેય વ્યર્થ નથી હોતો.
જેમ કરોળિયો પોતાના મોઢામાંથી ઝાળું કાઢીને તેમાં રમે છે અને પછી પોતાનામાં લિન કરી લે છે,તેવી રીતે તમો તમારી માયાનો આશ્રય લઈને આ વિવિધ શક્તિ સંપન્ન જગતની ઉત્તપત્તિ,પાલન અને સંહાર કરવા માટે તમે પોતાને અનેક રૂપોમાં બનાવી દો છો અને પછી તેમાં ક્રીડા કરો છો.આવી રીતે તમો કેવી રીતે કરો છો- આ મર્મને હું જાણી શકું,એવું જ્ઞાન આપ મને આપો.તમો મારા પર એવી કૃપા કરો કે હું સજાગ રહીને સાવધાનીથી તમારી આજ્ઞાનું પાલન કરી શકું,અને સૃષ્ટિની રચના કરતી વખતે પણ કર્તાપણાના અભિમાનથી બંધાઈ ન જાઉં.પ્રભુ !તમોએ એક મિત્રની માફક હાથ પકડીને મને તમારો મિત્ર માન્યો છે.એટલે જયારે હું આપની આ સેવા- સૃષ્ટિ રચાવવા લાગુ,અને સાવધાનીથી પૂર્વ સૃષ્ટિના ગુણ-કર્માનુસાર જીવોનું વિભાજન કરવા માંડું,ત્યારે ક્યાંક પોતાને જન્મ- કર્મથી સ્વતંત્ર માનીને પ્રબળ અભિમાન ન કરી બેસું.
શ્રી ભગવાને કહ્યું -અનુભવ,પ્રેમભક્તિ અને સાધનોથી યુક્ત અત્યંત ગોપનીય પોતાના સ્વરૂપનું જ્ઞાન હું તમને કહું છું તેને તમો ગ્રહણ કરો.

મારો જેટલો વિસ્તાર છે,મારુ જે લક્ષણ છે,મારા જેટલા અને જેવા રૂપ,ગુણ અને લીલાઓ છે-મારી કૃપાથી તમે તેમનું તત્વ બરાબર તેવું જ અનુભવ કરો.પૃથ્વીના પહેલા ફક્ત હું અને હુંજ હતો.મારાથી અતિરિક્ત ન સ્થૂળ હતું,ન સુક્ષમ અને ન તો બંનેનું કારણ અજ્ઞાન.જ્યાં આ સૃષ્ટિ નથી ત્યાં હું અને હું જ છું અને આ સૃષ્ટિના રૂપમાં જે કઈ દેખાય રહ્યું છે તે પણ હું જ છું અને જે કઈ બચી જશે તે પણ હું જ છું.હકીકતમાં ન હોવા છતાં પણ જે કઈ અનિર્વચનીય વસ્તુ મારાથી વધારે મારા પરમાત્મામાં બે ચંદ્રમાઓની માફક મિથ્યા દેખાઈ રહી છે,અથવા હાજર હોવા છતાં પણ આકાશ મંડળના નક્ષત્રોમાં રાહુની માફક જે મારી પ્રતીતિ નથી થતી તેને મારી માયા સમજવી જોઈએ.જેમ પ્રાણીઓના પંચભૂત રચિત નાના મોટા શરીરમાં આકાશ વગેરે પંચમહાભૂત તે શરીરોના કાર્ય રૂપથી નિર્મિત હોવાને કારણે પ્રવેશ કરે પણ છે અને પહેલેથી જ તે સ્થાનો અને રૂપોમાં કારણરૂપથી હોવાને કારણે પ્રવેશ નથી પણ કરતા,તેવી જ રીતે તે પ્રાણીઓના શરીરની દ્રષ્ટિથી હું તેઓમાં આત્મા રૂપે પ્રવેશ પામેલો છું અને આત્મ દ્રષ્ટિથી પોતાનાથી વધારે બીજી કોઈ વસ્તુ ન હોવાને કારણે તેમાં પ્રવેશ પામ્યો પણ નથી.આ બ્રહ્મ નથી,આ બ્રહ્મ નથી - એવી રીતે નિષેધની પદ્ધતિથી અને આ બ્રહ્મ છે,આ બ્રહ્મ છે- આ અન્વયની પદ્ધતિથી એ સિદ્ધ થાય છે કે સરવાતીત તેમ જ સર્વસ્વરૂપ ભગવાન જ કાયમ અને બધેજ સ્થિર છે,તે જ વાસ્તવિક તત્વ છે.જે આત્મા અથવા પરમાત્માનું તત્વ જાણવા માંગે છે,તેણે ફક્ત એટલું જ જાણવાની જરૂરત છે.બ્રહ્માજી ! તમો અવિચલ સમાધિ દ્વારા મારા આ સિદ્ધાંતમાં પૂર્ણ નિષ્ઠા કરો.તેનાથી તમને કલ્પ- કલ્પમાં જુદા જુદા પ્રકારની સૃષ્ટિની રચના કરવા છતાં પણ મોહ થશે નહિ.
શ્રી શુકદેવજી કહે છે -લોકપિતા બ્રહ્માજીને આવી રીતે ઉપદેશ કરીને અજન્મા ભગવાને તેમનું જોત જોતામાં તે રૂપ છુપાવી લીધું.જયારે સર્વ ભૂત સ્વરૂપ બ્રહ્માજીએ જોયું કે ભગવાને પોતાના ઇન્દ્રિય ગોચર સ્વરૂપને તેમની આંખો સામેથી હટાવી લીધું છે,ત્યારે તેમણે અંજલિ બાંધીને તેમને પ્રણામ કર્યા અને પહેલા કલ્પમાં જેવી સૃષ્ટિ હતી તેજ રૂપમાં આ વિશ્વની રચના કરી.એક વાર ધર્મપતિ,પ્રજાપતિ બ્રહ્માજીએ બધી પ્રજાનું કલ્યાણ થાય,પોતાના તે સ્વાર્થને પુરવા માટે વિધિપૂર્વક યમ- નિયમોને ધારણ કર્યા.તે વખતે તેમના પુત્રોમાં બધાથી વધારે પ્રિય,પરમ ભક્ત નારદજીએ માયાપતિ ભગવાનની માયા જાણવાની ઈચ્છાથી ઘણા સંયમ,વિનય અને સૌમ્યતાથી અનુગત થઈને તેમની સેવા કરી.અને તેમણે સેવાથી બ્રહ્માજીને બહુ જ સંતુષ્ટ કર્યા.પરીક્ષિત ! જયારે દેવર્ષિ નારદે જોયું કે મારા લોકપિતામહઃ પિતાજી મારા પર પ્રસન્ન છે,ત્યારે તેમણે તેમને એજ પ્રશ્ન કર્યો,જે તમે મને કરી રહ્યા છો.તેના પ્રશ્નથી બ્રહ્માજી ખુબ જ પ્રસન્ન થયા.પછી તેમણે આ દસ લક્ષણવાળું ભગવતપુરાણ પોતાના પુત્ર નારદને સંભળાવ્યું જેનોભગવાને પોતે તેમને ઉપદેશ કર્યો હતો.

પરીક્ષિત !જે સમયે મારા પરમ તેજસ્વી પિતા સરસ્વતીના કિનારે બેસીને પરમાત્માના ધ્યાનમાં મગ્ન હતા તે સમયે દેવર્ષિ નારદે તે જ ભાગવત  તેમને સંભળાવ્યું.તમે મને જે આ પ્રશ્ન કર્યો છે કે વિરાટ પુરુષથી આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઇ,તથા બીજા પણ ઘણા પ્રશ્નો કર્યા છે તેના જવાબ હું તેજ ભગવતપુરાણ ના રૂપમાં આપું છું.
અધ્યાય દસમો
ભાગવતના દસ લક્ષણ

શ્રી શુકદેવજી કહે છે - પરીક્ષિત ! આ મન્વંતર,ઇશાનુંકથા,નિરોધ,મુક્તિ અને આશ્રય-આ ભગવતપુરાણમાં સર્ગ,વિસર્ગ,સ્થાન,પોષણ,યુતિ દસ વિષયોનું વર્ણન છે.એમાં જે દસમો આશ્રય તત્વ છે.તેનો બરાબર નિશ્ચય કરવા માટે ક્યાંક શ્રુતિથી,ક્યાંક તાત્પર્યથી અને ક્યાંક બંનેના અનુકૂળ અનુભવથી મહાત્માઓએ બીજા નવ વિષયોને ઘણી સહેલી રીતથી વર્ણન કર્યું છે.

ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ થઈને રૂપાંતર થવાથી જે આકાશ વગેરે પંચભૂત,શબ્દ વગેરે તન્માત્રાઓ,ઈન્દ્રીયો,અહંકાર અને મહતત્વની ઉત્તપત્તિ થાય છે,તેને ‘સર્ગ ‘કહે છે.તે વિરાટ પુરુષથી ઉત્તપન્ન બ્રહ્માજી  
દ્વારા જે વિભિન્ન ચરાચર સૃષ્ટિઓનું નિર્માણ થાય છે તેનું નામ છે ‘વિસર્ગ’.પ્રતિપદ નાશ તરફ ધસનારી સૃષ્ટિને એક મર્યાદામાં સ્થિર રાખવાથી ભગવાન વિષ્ણુની જે શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે તેનું નામ ‘સ્થાન‘ છે.પોતાના દ્વારા સુરક્ષિત સૃષ્ટિમાં ભક્તો ઉપર જે તેમની કૃપા થાય છે,તેનું નામ છે ‘પોષણ’.મન્વંતરોના અધિપતિ જે ભગવત્ભક્તિ અને પ્રજા પાલન રૂપ શુદ્ધ ધર્મનું અનુષ્ઠાન કરે છે તેને ‘મન્વંતર ‘ કહે છે.જીવોની તે વાસનાઓ,જે કર્મ દ્વારા તેને બંધનમાં બાંધી દે છે તે ‘ઉતિ’ નામથી કહેવામાં આવે છે.ભગવાનના જુદા જુદા અવતારોના અને તેમના પ્રેમી ભક્તોની જુદા જુદા આખ્યાનોથી યુક્ત વાતો ‘ઇશકથા ‘છે.

જયારે ભગવાન યોગનિંદ્રા સ્વીકારીને શયન કરે છે,ત્યારે આ જીવને પોતાની ઉપાધીઓની સાથે તેમનામાં લિન થઇ જવું ‘નિરોધ’ છે.અજ્ઞાન કલ્પિત કર્તુત્વ,ભોંકૃત્વઃ વગેરે અનાત્મભાવનો પરિત્યાગ કરીને પોતાના વાસ્તવિક સ્વરૂપ પરમાત્મામાં સ્થિર થવું જ ‘મુક્તિ’ છે.પરીક્ષિત ! આ ચરાચર જગતની ઉત્તપત્તિ અને પ્રલય જે તત્વથી પ્રકાશિત થાય છે,તે પરમ બ્રહ્મ જ ‘આશ્રય’ છે.શાસ્ત્રોમાં તેને પરમાત્મા કહેવામાં આવ્યા છે.જે નેત્રો વગેરે ઇન્દ્રિયોના અભિમાની દ્રષ્ટા જીવ છે,તે જ ઇન્દ્રિયોના અધિષ્ઠાત દેવતા સૂર્ય વગેરે રૂપમાં પણ છે અને જે નેત્ર ગોલક વગેરેથી યુક્ત દ્રશ્ય દેહ છે,તેજ તે બંનેં ને અલગ અલગ કરે છે.તે ત્રણેયમાં જો એક નો પણ અભાવ થઇ જાય તો બીજા બેની ઉપલબ્ધી ન થઇ શકે.એટલે જે એ ત્રણેયને જાણે છે તે પરમાત્મા જ બધાના અધિષ્ઠાન ‘આશ્રય’ તત્વ છે.તેમનો આશ્રય તે જાતે જ છે બીજું કોઈ નહિ.જયારે પૂર્વોક્ત વિરાટ પુરુષ બ્રહ્માંડને ફોડીને નીકળ્યા ,ત્યારે તેઓ પોતાનું સ્થાન શોધવા લાગ્યા અને સ્થાનની ઈચ્છાથી તે શુદ્ધ સંકલ્પ પુરુષે અત્યંત પવિત્ર પાણીની સૃષ્ટિ બનાવી.વિરાટ પુરુષરૂપ નરથી ઉત્તપન્ન થવાને કારણે જ પાણીનું નામ ‘નાર ‘ પડ્યું.અને તે પોતાના ઉત્તપન્ન કરેલા ‘નાર’ માં તે પુરુષ એક હજાર વર્ષ સુધી રહ્યા,તેનાથી તેમનું નામ ‘નારાયણ’ થયું. તે નારાયણ ભગવાનની કૃપાથી જ દ્રવ્ય,કર્મ,કાલ,સ્વભાવ અને જીવ વગેરેની સતા છે.તેમની અપેક્ષા કરવાથી અને કોઈનું અસ્તિત્વ નથી રહેતું.તે અદ્વિતીય ભગવાન નારાયણે યોગનિંદ્રાથી જાગીને અનેક થવાની ઈચ્છા કરી.ત્યારે પોતાની માયાથી તેમણે અખિલ બ્રહ્માંડના બીજ સ્વરૂપ પોતાના સુવર્ણમય વીર્યને ત્રણ ભાગોમાં વહેંચી નાખ્યું -અધિદેવ,અધ્યાત્મ અને અધિભૂત.પરીક્ષિત!વિરાટ પુરુષનું એક જ વીર્ય ત્રણ ભાગોમાં કેવી રીતે વહેંચાયું ,તો સાંભળો.

વિરાટ પુરુષના હાલવા ચાલવા પર તેમના શરીરમાં રહેનારા આકાશથી ઇન્દ્રિયબલ,મનોબળ અને શરીરબલની ઉત્તપત્તિ થઇ.તેનાથી તે બધાના રાજા પ્રાણ ઉત્તપન્ન થયો.જેમ સેવક પોતાના સ્વામી રાજાની પાછળ પાછળ જાય છે તેમ જ બધાના શરીરોમાં પ્રાણના પ્રબળ રહેવાથી જ બધી ઇન્દ્રિયો પ્રબળ રહે છે,અને જયારે તે સુસ્ત પડી જાય છે ત્યારે બધી ઇન્દ્રિયો પણ સુસ્ત થઇ જાય છે.જયારે પ્રાણ જોરથી આવવા જવા લાગ્યો,ત્યારે વિરાટ પુરુષને ભૂખ અને તરસનો અનુભવ થયો.ખાવા પીવાની ઈચ્છા કરવાથી બધાથી પહેલા તેના શરીરમાં મુખ પ્રગટ થયું.મુખથી તાળવું અને તાળવાથી રસનેન્દ્રિય પ્રગટ થઇ.તેના પછી અનેક પ્રકારના રસ ઉત્તપન્ન થયા.જેને જીભ ગ્રહણ કરે છે.જયારે તેની ઈચ્છા બોલવાની થઇ ત્યારે વાંક ઇન્દ્રિય,તેના અધિષ્ઠાતા દેવતા અગ્નિ અને તેનો વિષય બોલવું- એ ત્રણેય પ્રગટ થયા.તેના પછી ઘણા દિવસો સુધી તે પાણીમાં જ તે રોકાઈ રહ્યા.શ્વાસના વેગથી નાસિકા છિદ્ર પ્રગટ થઇ ગયા.જયારે તેને સૂંઘવાની ઈચ્છા થઇ 8ત્યારે તેનું નાક પ્રાણેનન્દ્રિય આવીને બેસી ગઈ,અને તેના દેવતા ગંધને ફેલાવનારી વાયુદેવ પ્રગટ થયા.પહેલા તેના શરીરમાં પ્રકાશ ન હતો,પછી જયારે તેમણે પોતાને તથા બીજી વસ્તુઓને જોવાની ઈચ્છા થઇ ત્યારે નેત્રોના છિદ્રો,તેના અધિષદાતાઃ સૂર્ય,અને નેતેંદ્રિય પ્રગટ થઇ ગયા.તેનાથી રૂપનું ગ્રહણ થવા લાગ્યું.જયારે વેદરૂપ ઋષિ વિરાટ પુરુષને પ્રાર્થના દ્વારા જગાડવા લાગ્યા.

ત્યારે તેમને સાંભળવાની ઈચ્છા થઇ.તે વખતે કાન,તેના અધિષ્ઠાતા દેવતા દિશાઓ અને શ્રોતેન્દ્રિય પ્રગટ થઇ.તેનાથી શબ્દ સંભળાઈ છે.જયારે તેમણે વસ્તુઓની કોમળતા,કઠીનતા,હલકાપણું,ભારેપણું,ગરમી અને ઠંડી વગેરે જાણવાની ચાહી ત્યારે તેમના શરીરમાં ચામડી પ્રગટ થઇ.પૃથ્વીમાંથી જેમ વૃક્ષ નીકળી આવે છે તેમ તે ચામડીમાં રુંવાટા પેદા થયા અને તેની અંદર અને બહાર રહેનારો વાયુ પણ પ્રગટ થઇ ગયા.સ્પર્શ ગ્રહણ કરનારી ત્વચા-ઇન્દ્રિય પણ સાથે જ શરીરમાં ચારે બાજુ લપેટાઈ ગઈ અને તેનાથી તેમને સ્પર્શનો અનુભવ થવા લાગ્યો.જયારે તેમને અનેક પ્રકારના કામ કરવાની ઈચ્છા થઇ,ત્યારે તેમના હાથ ઉગી નીકળ્યા.તે હાથોમાં ગ્રહણ કરનારી શક્તિ હસ્તેન્દ્રિય તથા તેના અધિદેવતા ઇન્દ્ર પ્રગટ થઇ ગયા અને બંનેના આશ્રયથી પ્રગટ થનારું ગ્રહણરૂપ કર્મ પણ પ્રગટ થઇ ગયું. જયારે તેમને અમિષ્ઠ સ્થાન પર જવાની ઈચ્છા થઇ ત્યારે તેમના શરીરમાં પગ ઉગી નીકળ્યા.પગોની સાથે જ પગની ઇન્દ્રિય અધિષ્ઠાતા રૂપમાં ત્યાં જાતે યજ્ઞપરુષ વિષ્ણુ સ્થિત થઇ ગયા અને તેમનામાં ચાલનાર રૂપ કર્મ પ્રગટ થયું.મનુષ્ય તે પગઈંદ્રિયથી ચાલીને યજ્ઞ સામગ્રી ભેગી કરે છે.સંતાન,રતિ અને સ્વર્ગ- ભોગની કામના થવાથી વિરાટ પુરુષના શરીરમાં લિંગની ઉત્તપત્તિ થઇ.તેમાં ઉપ્સ્યેન્દ્રિય અને પ્રજાપતિ દેવતા તથા તે બંનેના આશ્રય રહેનારા કામસુખનો આવિર્ભાવ થયો.જયારે તેમને મળત્યાગની ઈચ્છા થઇ ત્યારે ગુદા દ્વાર પ્રગટ થયું.ત્યાર પછી તેમાં પાયુંઇન્દ્રિય અને મિત્ર દેવતા ઉત્તપન્ન થયા.તે બંનેના દ્વારા મળત્યાગની ક્રિયા સંપન્ન થાય છે.અપાનમાર્ગ દ્વારા એક શરીરથી બીજા શરીરમાં જવાની ઈચ્છા થવાથી નાભિ દ્વાર પ્રગટ થયું તેનાથી અપાન અને મૃત્યુ દેવતા પ્રગટ થયા.તે બંનેના આશ્રયથી જ પ્રાણ અને અપાનના વિછોહ એટલે મૃત્યુ થાય છે.જયારે વિરાટ પુરુષને અન્ન - પાણી ગ્રહણ કરવાની ઈચ્છા થઇ ત્યારે કોખ,આંતરડા અને નાડીયો ઉત્તપન્ન થઇ.સાથે જ કોક્ષના દેવતા સમુદ્ર,નાડીયોના દેવતા નદીઓ તેમ જ તુષ્ટિ અને પુષ્ટિ -તે બંને તેમના આશ્રિત વિષય ઉત્તપન્ન થયા.જયારે તેમણે તેમની માયા પર વિચાર કરવા ચાહ્યું ત્યારે હૃદયની ઉત્તપત્તિ થઇ.તેનાથી મનરૂપ ઇન્દ્રિય અને મનથી તેના દેવતા ચંદ્રમા તથા વિષય કામના અને સંકલ્પ પ્રગટ થયા.

વિરાટ પુરુષના શરીરમાં પૃથ્વી,પાણી અને તેજથી સાત ધાતુઓ બની-ત્વચા,ચામડી,માસ,લોહી,મેદ,મજ્જા અને અસ્થિ.એ રીતે આકાશ,પાણી અને વાયુથી પ્રાણોની ઉત્તપત્તિ થઇ.શ્રોત્રાદિ બધી ઇન્દ્રિયો શબ્દ વગેરે વિષયોને ગ્રહણ કરનારી છે.તે વિષય અહંકારથી ઉત્તપન્ન થયા છે.મન બધા જ વિકારનુ ઉત્તપત્તિસ્થાન છે.અને બુદ્ધિ બધાજ પદાર્થોનો બોધ કરાવનારી છે.મેં ભગવાનના આ સ્થૂળ રૂપનુ વર્ણન તને સંભળાવ્યું છે.આ બહારથી પૃથ્વી,પાણી,તેજ,વાયુ,આકાશ,અહંકાર,મહતત્વ અને પ્રકૃતિ - આ આઠ આવરણોથી ઘેરાયેલું છે.તેનાથી વધારે ભગવાનનું અત્યંત સૂક્ષ્મ રૂપ છે.તે અવ્યક્ત,નિર્વિશેષ,આદિ,મધ્યઅને અંતથી રહિત તેમજ નિત્ય છે.વાણી અને મનની ત્યાં સુધી પહોચ નથી.
મેં તમને ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ-વ્યક્ત અને અવ્યક્ત જે બે રૂપોનું વર્ણન સંભળાવ્યું છે,તે બંને જ ભગવાનની માયા ના દ્વારા રચેલું છે.એટલે વિદ્વાન પુરુષ તે બંનેને સ્વીકાર નથી કરતા.હકીકતમાં ભગવાન નિષ્ક્રિય છે.પોતાની શક્તિથી જ ત સક્રિય બને છે.પછી તો તે બ્રહ્માનું અથવા વિરાટ રૂપ ધારણ કરીને વાચ્ય અને વાચક - શબ્દ અને તેના અર્થના રૂપમાં પ્રગટ થાય છે અને અનેકો નામ,રૂપ તથા ક્રિયાઓ સ્વીકાર કરે છે.પરીક્ષિત ! પ્રજાપતિ,મનુ,દેવતા,ઋષિ,પિતર,સિદ્ધ,ચારણ,ગંધર્વ,વિદ્યાધર,અસુર,યક્ષ,કિન્નર,અપ્સરાઓ,નાગ,સર્પ,કિંપુરુષ,
ઉરગ,માતૃકાઓ,રાક્ષસ,પિશાચ,પ્રેત,ભૂત,વિનાયક,કુષ્માંડ,ઉન્માદ,વેતાળ,યાતુધાન,ગ્રહ,પક્ષી,મૃગ,પશુ,વૃક્ષ,
પર્વત,સરીસુપ વગેરે જેટલા પણ સંસારમાં નામ રૂપ છે,તે બધા ભગવાનના જ છે.
સંસારમાં ચર અને અચર ભેદથી બે પ્રકારના તથા જરાયુજ,અંડજ,સ્વેદજ,અને ઉદ્વિજભેદથી ચાર પ્રકારના જેટલા પણ જળચર,થલચર તથા આકાશચારી પ્રાણી છે,બધાજ શુભ અશુભ અને મિશ્રિત કર્મની તદ્દનુરૂપ ફળ છે.સત્વની પ્રધાનતાથી દેવતા,રજોગુણની પ્રધાનતાથી મનુષ્ય અને તમોગુણની પ્રધાનતાથી નારકીય યોનિઓ મળે છે.આ ગુણોમાં પણ જયારે એક ગન બીજા બે ગુણોથી અભિભૂત થઇ જાય છે ત્યારે દરેક ગતિના ત્રણ ત્રણ ભેદ બીજા થઇ જાય છે.

તે ભગવાન જગતના પાલન પોષણ માટે ધર્મમય વિષ્ણુ રૂપ સ્વીકાર કરીને દેવતા,મનુષ્ય અને પશુ પક્ષી વગેરે રૂપોમાં અવતાર લે છે,તથા વિશ્વનું પાલન પોષણ કરે છે.પ્રલયના સમય આવતા તે જ ભગવાન પોતાના બનાવેલા આ વિશ્વને કાલાગ્નિસ્વરૂપ રુદ્રનું રૂપ ધારણ કરીને પોતામાં એવી રીતે જ ભેળવી દે છે જેમ વાયુ મેઘમાલાને.
પરીક્ષિત ! મહાત્માઓનું અચિન્તયેશ્વર્ય ભગવાનનું એવી રીતે વર્ણન કર્યું છે.પરંતુ તત્વજ્ઞાની પુરુષોને ફક્ત આ સૃષ્ટિ
પાલન અને પ્રલય કરવાવાળા રૂપમાં જ તેનું દર્શન નહિ કરવું જોઈએ,કેમકે તેઓ તો તેનાથી ઊંચા પણ છે.સૃષ્ટિની રચના જુના કર્મોનું નિરૂપણ કરીને પૂર્ણ પરમાત્મા સાથે કર્મ અથવા કર્તાપણાનો સંબંધ નથી જોડવામાં આવ્યો.તે તો માયાથી આરોપિત હોવાને  કારણે કર્તુત્વનો નિષેધ કરવા માટે જ છે.આ મેં બ્રહ્માજીના મહાકલ્પનું અવાંતર કલ્પોની સાથે વર્ણન કર્યું છે.બધા કલ્પોમાં સૃષ્ટિ કર્મ એક જેવો જ છે.અંતર છે તો ફક્ત એટલુંજ કે મહાકલ્પની શરૂઆતમાં પ્રકૃતિથી ક્રમથી મહત્ત્વાદીની ઉત્તપત્તિ થાય છે અને કલ્પોની શરૂઆતમાં પાકૃત સૃષ્ટિ તો જ્યાંની ત્યાં રહે જ છે, ચરાચર પ્રાણીઓની વૈકૃત સૃષ્ટિ નવા રૂપથી થાય છે.પરીક્ષિત ! કાલનો પરિમાણ કલ્પ અને તેના અંતર્ગત મન્વંતરોનું વર્ણન આગળ ચાલીને કરીશું.હવે તમે પાડ્ય કલ્પનું વર્ણન સાવધાન થઈને સાંભળો.

શૌનકજીએ પૂછ્યું -સુતજી ! તમે અમો લોકોને કહ્યું હતું,કે ભગવાનના પરમ ભક્ત વિદુરજીએ પોતાના અત્યંત નજીકના કુટુંબીઓને પણ છોડીને, પૃથ્વીના જુદા જુદા તીર્થોમાં વિચરણ કર્યું હતું.તે યાત્રામાં મૈત્રેય ઋષિની સાથે અધ્યાત્મ સંબંધમાં તેમની વાતચીત ક્યાં થઇ તથા મૈત્રેયજીએ તેમના પ્રશ્ન કરવાથી ક્યાં તત્વનો ઉપદેશ કર્યો ?
સુતજી ! તમારો સ્વભાવ ઘણો સૌમ્ય છે.તમો વિદુરજીનું તે ચરિત્ર અમને સંભળાવો.તેમણે તેમના ભાઈ બંધુઓને કેમ
છોડ્યા અને પાછા તેમની પાસે કેમ આવ્યા ?

સુતજીએ કહ્યું - શૌનકાદિ ઋષિયો ! રાજા પરીક્ષિતે પણ એ વાત પૂછી હતી.તેમના પ્રશ્નોના જવાબમાં શ્રી શુકદેવજી મહારાજે જે કઈ કહ્યું હતું ,તેજ હું તમને લોકોને કહું છું.સાવધાન થઈને સાંભળો.

ઇતિ દ્વિતીય સ્કંધ સમાપ્ત.
હરિ ૐ તત્સત .

વધુ તૃતીય સ્કંધ ફેબ્રુઆરી માસની ૧૫ તારીખે (જે ફેબ્રુઆરી માસના પહેલા કોલમમાં બાજુમાં ઉપલબ્ધ હશે)

આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં જૂન માસના (૧) કોલમમાં માં ઉપલબ્ધ છે,પ્રિય વાચકો.આપનો અભિપ્રાય તેમજ સૂચન જરૂર આપશો.
આભાર.


આ સાથે મારી નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.

હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન  (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,
મહેન્દ્ર ભટ્ટના જય શ્રીકૃષ્ણ.