Wednesday, May 1, 2024

મોગરા ના ફૂલ ( પ્રકરણ અગિયારમું મોગરા ના ફૂલ )


મોગરા ના ફૂલ


પ્રકરણ અગિયારમું  

મોગરા ના ફૂલ

કાકાનું મન  મિત્રોની હાજરીમાં પણ મંથન કરી રહ્યું હતું,સાથે સાથે મિત્રોના ચહેરાના ભાવ વાંચવાનું પણ કાકા ચુકતા ન હતા,ભગત વીરસિંહની હાજરીથી થોડો પરેશાન હતો ,નાનકી સાથેના સબંધથી વીરસિંહ  ગુચવાડો ઉભો કરશે કે પછી કાકા જેવાની મદદથી બધું સરળતાથી પાર ઉતરશે,તેનું મન ઘુચ્વાતા વિચારો વચ્ચે બધાની સાથે બરાબર વાત કરવામાં તકલીફ કરતુ હતું,પણ આવી સ્થિતિ જોઇને વીરસિંહ ગ્રુપમાં ત્રાટકતો  હતો,તેવું આજે કઈ ન હતું,તે આવ્યો ત્યારથી શાંત હતો,ઘણા વખત પછી મળ્યો હોવા છતાં,એ પહેલાનો વીરસિંહ ન હતો,કાકાએ પણ એ વાતની નોધ લીધી હતી,તેને છોડીને બીજા આવનાર મિત્રો સહજ ભાવમાં હતા,વીરસિંહની આ  સ્થિતિ માટે ઊંડાણમાં જવાનો કાકા પાસે સમય ન હતો,રતન આવે તે પહેલા તેમના મનમાં સાકાર થતો પ્લાન બધાની સામે રજુ કરવાની અગત્યતા હતી,,પણ તેમના ભાવ સહુ માટે કૌતુક ઉભું કરતા હતા,એના અનુસંધાનમાં કાવેરી અને ગીતા,બધાની સંમતિ લઇ બાથરૂમના બહાને બહાર નીકળી,આ વખતે ગીતાએ કાવેરીને હાથ પકડીને ખેચી હતી અને કાવેરી બધાની સામે ખેચાઈને બહાર ગઈ,બાથરૂમ એક બહાનું હતું એ ચોખ્ખું દેખાઈ આવતું હતું,પણ કોઈને એ બાબતમાં વાંધો ન હતો,  કાકાની નજર કાવેરીના પિતા સામે હતી,મોગરાના ફૂલમાં ગીતા અને વીરુનો અભિનય ખુબજ વખણાયો હતો અને કોલેજમાં તે અંગે વીરુ માટે એક ફેન બની હતી તે વાત રતન પાસેથી કાકાને જાણવા મળી હતી,અત્યારે કાકાની હાજરીમાં વીરુ અને ગીતા બંને હતા પણ એ પાત્રોમાં વીરસિંહ કઈ ખોવાયેલો લાગતો હતો,પહેલાનો જોરદાર વીરુ ન હતો,કાકાને વીરુની ચિંતા હતી,તેને કેવી રીતે જગન માટેના પ્લાન માટે સામેલ કરવો,ગીતા અને કાવેરી બહાર હતા કાકાને હવે તો ખબર પડી ગઈ હતી કે ગીતા વિરુની ફક્ત મિત્ર જ હતી તેથી ગીતા જ એક પાત્ર એવું  હતું કે જેની જગન સાથેની ગણના થઇ શકે છતાં વધુ ચોકસાઈ કરવી જરૂરી હતીએટલે કાકાએ વીરુને કહ્યું,

"જો વીરુ મારી નજરમાં જગન માટેનો જે મુખ્ય વિષય છે તેમાં અહી કોઈ મુખ્ય પાત્ર ખરું,"

કાકાની રજૂઆતથી વીરુ અને કાવેરીના પિતા બંને હસી પડ્યા,

"લો, કાકા તમને ખબર ન હોય એવું કઈ રીતે બને કે પછી તમે વધુ ચકાસણી કરો છો,"

વીરુ કાવેરીના પિતા સામે જોતા બોલ્યો,અને કાવેરીના પિતાએ ચોખવટ કરી નાખી,

"તમને ખબર કદાચ હોય કે નાં હોય પણ ગીતાજ જગનની ખાસ મિત્ર છે "અને કાકા અને ભગતથી અત્યાર સુધી અજાણી એવી આ વાતની પુરતી થતા કાકાએ પ્લાનની ગતી ને ઝડપી કરીઅને કહ્યું

"મને ખરેખર ખબર નહોતીએટલે કઈ ખોટું નાં થાય એટલે જ મેં

પૂછીને  ખાતરી કરી,"

ભગતને આ વાતથી ખુશી થઇ પણ વીરુના ચહેરા ઉપરનો ભાવ કાકાને જાણે કૈક જુદોજ લાગ્યો,કે જે કદાચ વીરુને જુદો પાડતો હતો,પણ કાકાને અત્યારે વીરુ સાથેજ કામ લેવાનું હતું,

 "હવે,આ ભગત તારી કાકીનો સંદેશ લઈને આવ્યો છેજ્યારે જગનની સમસ્યાનો નિકાલ નિશ્ચિત છે,ત્યારે આ શુભની શરૂઆતમાં વીરુ તારે ગીતા અને કાવેરી સાથે જગનને ત્યાં જઈને તૈયારી કરવાની છે કે જેમાં એક પછી એક રજૂઆત  નવાઈનાં વાતાવરણથી ભરાઈ જાય અને ખુશી તેની માઝા મુકીને મગન શેઠના નિવાસ સ્થાનમાં સદા માટે છવાઈ જાય,અને એના માટે કાલનો સમય ઘણોજ અગત્યનો છે,કાલે પૂનમ છે,એટલે બધું કાલેજ સમેટાઈને સંપૂણ થાય એવી મારી ઈચ્છા છે,અને એમાં બધાને અનુકુળ હોય તો બધું નક્કી કરી દઈએ,ખાલી જગન અને રતન અહી હાજર નથી પણ તેમના માટે તો પ્લાન છે એટલે તેમની હાજરીની જરૂર નથી,"

"કાકા જગન માટે નવાઈ પણ રતન માટે.....?"કાકાની વાતને વચમાં રોકી વીરુ બોલ્યો,પણ કાવેરીના પિતાએ,કાકાની સાથે સંમતિ આપી અને કહ્યું,

વીરુતને ખબર નથી પણ કાવેરીએ પણ રતન સાથે મન મિલાવી દીધું છે અને તેની રજૂઆત મારી સામે કરી દીધી છે,એટલે એક સાથે કદાચ બે મિત્રો નવાઈ પામશે,"ભગત અને વીરુ બંને નવાઈથી કાકા અને કાવેરીના પિતા સામે જોઈ રહ્યા, કાકાની સૂચના વિરુ માટે એક ખાસ જવાબદારીના રૂપમાં રજુ થઇ,કાકા હતા,વડીલ હતા,અને સમશ્યા હતી,વિચારોની ગંભીરતાએ વીરુને વહી ગયેલા ભૂતકાળમાં ધકેલી દીધો,એક પછી એક રજુ  થતા દ્રશ્યો તેના માનસપટ ઉપર ગીતા તેની હતી,તેનીજ રજૂઆત કરતા હતા,જો કે હકીકતમાં આ રજૂઆતે મોટી સમશ્યા ઉભી કરી હતી શારીરિક સજા ભોગવ્યા છતાં તેનું મન હજુ કેમ બેકાબુ હતું,તે જાણતો હતો,કે હકીકત ક્યારેય માની લેવાથી બદલાતી નથી,અને હવે જ્યારે પોતે સમાધાનની ક્ષનોમા  ગીતાને ફક્ત અને ફક્ત મિત્ર તરીકે ઓળખી રહ્યો હતો ત્યારે મન તેના બોઝાને શા માટે વધારી રહ્યું હતું ,તેના ચહેરાની કોઈ ચાડીએ કાકાને મજબૂર કર્યા

"વીરુ કોઈ સમશ્યા નથીને..!!"

"નાંનાંકાકા મને પ્લાન મંજૂર છે,"વીરસિંહ મન મનાવી ગીતા અને કાવેરીની રાહ જોવા માંડ્યો

ગીતાના ખેચાણમાં ખેચાતી કાવેરીએ જ્યારે ચીખ પાડી ત્યારે ગીતાએ ઝટકાથી હાથ છોડી દીધો અને ધીરેથી મરકી, આ હતી ખુશ ખુશાલ સહેલીયોની ઝલક,આજુ બાજુ કોઈ નહિપૂરી રીતે આઝાદ,જાણે પૂરી દુનિયાથી આઝાદ,ખુબ આલ્હાદક પળો કે જેમાં બંને સહેલીયો,એકબીજાને મસ્તીના મૂડમાં ધકેલતી,કોઈ બંધન નહિકોઈ દબાણ નહિ,ક્યારેક આવેલી સ્થિતિનો પૂરે પૂરો ઉપયોગ, રૂમ તરફ ગઈ.   

"જરા ધીરે,આ મોટલ છે,હમણાં બધી રૂમના બારણાં ઊઘડી જશે,અને તમાસો થશે,"

કાવેરીનો હાથ તેનાજ હોઠો પર છવાઈ ગયો,

"કાવેરી,તને આ બધી વાતોમાં ખબર પડે છે,કાકા આ બધું શું કામ કરે છે,પ્લાન કરવાની શું જરૂર,સાદાઈથી સગાઇ ન કરાય..?."

"તને શું વાંધો છે,બધાને મઝા કરવી છે તો,આ પ્રસંગ જીવનમાં ફરીથી નથી આવવાનો,એટલે બહુ માથાકૂટ ન કરતી,"કાવેરીની વાતથી ગીતા સંમત થઇ પણ તેને સંતોષ ન થયો.તે સાદી  અને સીધી હતી,એટલે આવું બધું તેને ભારેખમ લાગતું,જગન સાથે જ્યારે સબંધ થયો ત્યારે જગને પણ તેની સગાઈની વાત ગીતાને ચોખવટથી કરી દીધી હતી,પૈસાદારની દીકરી હતી એટલે રૂઆબ હતોતેને નહોતી ગમતી પણ પિતાજી સામે તે મજબુર હતો,જ્યારે ગીતાને આ બધું તેને સહજતાથી જણાવ્યું ત્યારે ગીતાને ગમ્યું હતું,છતાં તેણે જગનને બળજબરી ન કરવા કહ્યું હતું,પણ જગને ગીતાને પસંદ કરવામાં કોઈ ભૂલ નહોતી કરી,રતન તેમના સબંધનો સાક્ષી હતો કેમકે તે ગીતા અને જગન બંનેનો મિત્ર હતો.

 જ્યારે પસંદગીની કોઈ વાત આવે ત્યારે સામાન્ય પુરુષનું મન વિચારોમાં અટવાઈને પસંદગીના ફાયદા ગેરફાયદામાં ખોવાઈ જતું હોય છે,જ્યારે જગને ગીતાની સલાહ છતાં ઘર છોડવામાં વિલંબ નહોતો કર્યો,ગીતાને ગમ્યું ન હતું,પણ પસંદગીની આગળ તે પણ ઝુકી ગઈ હતી,જો કે ઘર છોડવાનો પ્રસંગ જગનના કુટુંબ માટે ઘણું નુકશાન કરી ગયો હોત,પણ સંજોગોને કારણે બધું સારું થઇ રહ્યું હતું,અને ફરીથી કુટુંબમાં ખુશીનો પ્રસંગ આવી રહ્યો હતો, ગીતાએ મન મનાવ્યું,હવે જ્યારે ખુશીની ઘડીઓ ગણાતી હતી ત્યારે ખુશી અને આનંદને વધારે સ્થાન મળે તે અગત્યનું હતું,અને હજુ કાવેરી સાથે વધુ ચર્ચા થઇ પણ ન હતી અને ત્યાં તો ફરી તેનો હાથ પકડી રૂમ તરફ જવા માંડી,

"અરે શું થયું પાછું,જો સાંભળ એટલું બધું ખુશ થવાની પણ જરૂર નથી,મનુષ્યના જીવનમાં સમય તેના ક્રમ પ્રમાણે કામ કરતો હોય છે,પ્યાર થયો તો એકરાર થવાનોજ હતો,એમાં નવું શું છે....!!?"

"ચલહવે દાદીમાં મારે તારી સલાહની જરૂર નથી,તું તારા રતન ને સંભાળ"અને બંને હસી પડી

 "કાવેરી હજુ વીરુ ખુશ નથી દેખાતો,કદાચ હું તેની પાસે માફી માંગી લઉં,મેં જોશમાં આવીને બધાની વચ્ચે સજા કરી ,તે બરાબર નહોતું થયું,"

"એમાં તારો વાક બિલકુલ નહોતોઅત્યારે તે નાખુશ છે પણ ખોટી અસરમાં નથી,પણ આપણો મિત્ર છે,તું ચિંતા ન કર બધું બરાબર થઇ જશે,"અને વીરુના ચહેરાને ધ્યાનમાં રાખી બંને રૂમ તરફ ગઈ.   

કાવેરી અને ગીતા મતલબની મઝાક મસ્તીની વાતો કરી ફરીથી રૂમમાં આવ્યા,બંને માટે મુખ્ય વિષય વીરુ હતો એટલે કેવી રીતે તેને ખુશ કરવો કે જેથી પ્રસંગ ખુશીમય રીતે પસાર થાય,અને કાકાની રજૂઆત સામે પ્રસંગનો સમય ઘણો ઓછો રહ્યો હતો,કદાચ રતન અને જગન આવે તે પહેલા બધું કેવી રીતે ગોઠવવું તે નક્કી કરી દેવું પડે,એટલે બધાજ એ તરફ બીઝી થઇ ગયા હતા ત્યાં વીરુએ જ જાતે એક રજૂઆત કરી,

"કાકા,બંને કપલને નવાઈ પમાડવા માટે,આજે શક્ય હોય તો ગીતા સાથે હું ભગત અને કાવેરી,જગનને ત્યાં જઈએ અને કાકી સાથે મળી પ્લાનની યોજના કરીએ,"

"ખરે ખરું,તે તો મારા મનનો બધો બોજો તારે માથે લઇ લીધો,અને તારી કાકી વચ્ચે આવશે એટલે પ્લાન પણ જોરદાર બનશેપણ બે કપલને બદલે ત્રણનો બંદોબસ્ત કરજે....!!."

"હું કઈ સમજ્યો નહિ  ...ત્રીજું કોણ,"અને કાવેરી વચ્ચે બોલી પડી,

"લો,સરપ્રાઈઝ કાલે કરવાનું છે ને વીરુએ અહીજ ચાલુ કરી દીધું...!"વીરુ હસી પડ્યો સાથે સાથે બધાએ તેને સાથ આપ્યો,

"કાવેરી,તું મઝાક કરે છે પણ મને ખરેખર ત્રીજાની ખબર નથી પડતી,"અને ગીતા વીરુની નજીક સરકી,તેના ખભા પર હાથ મુકીને તેને ખુબ હલાવ્યો,કાવેરી જોઈ રહી હતી કે,વીરુની સ્થિતિ બદલાઈ રહી હતી,તેના ચહેરા ઉપરની ઝલક ગીતાના સ્પર્શની ઉપજ હતી,કઈ વધારે પડતું ન હતું,બંને સહેલીયોનો એકજ ટાર્ગેટ હતો વીરુની ખુશી,અને તે સફળ થઇ રહી હતી,

"વીરુ,અમે બધા આનદ કરીએ તું વચ્ચે રહી જાય તે કેમનું ચાલે,ત્રીજો તું,કાકા ગણતરી કર્યા વગર તો નહિ બોલ્યા હોય ને....!!?",અને વીરુ કાવેરી બાજુ જોતો જોતો બોલ્યો,

"તમે બંને બહાર જઈને,મારી મઝાકનું નક્કી કર્યું હોય તો મને કોઈ વાંધો નથી,મારા મિત્રોની ખુશી એ મારું પ્રથમ ધ્યેય રહેશે,અને જ્યારે સબંધોનું વર્તુળ ખુશીયોના ચઢાવ ઉપર હોય તો હું પણ એજ વર્તુળ નો છું શા માટે પાછો પડું...કેમ કાકા."અને કાકા હસ્યા તેમની ત્રીજી ગણતરી ભગત માટે હતી,પણ જ્યારે છોકરીયો મામલો સંભાળી રહી હતી ત્યારે તેની ખુશી નો  ભંગ કર્યા વગર તેઓ વીરુની હા માં હા મિલાવતા રહ્યા,ગીતાએ એક ડગલું આગળ ભરીને વીરુના જોરને સમર્થન આપવા આલિંગન આપ્યું,અને તેના પગલે કાવેરી પણ ફોલો અપ થઇ,હવે વીરુને ધ્રાસ્કો પડ્યો,તેના માટે જરૂર આ બંને સહેલીયો ચાલ ચાલી રહી હતી

   આશીર્વાદથી ફેરવાતો ફેરવાતો જમાનો હવે પોતાનાને પામવાને અને કુટુંબની નજીકાઇ સુધી પહોચવા જુદા જુદા અખતરાઓ કરતો કરતો આલિંગન સુધી પહોચી ગયો હતો થોડીક જુદાઈ હોય શેક હેન્ડ કરી કામ ચલાવી લેતો હોય ,બાકી શેક હેન્ડ જેવું તો સામાન્ય ગણાતું થઇ ગયું હતું ,શિષ્ટાચાર ઉપર કાબુ હોય તો મળ્યાની દરેક ક્ષણો ખુશીયોથી ભરપુર થઇ સબંધો રજુ કરતી હોય છેનવી પેઢી એ બરાબર જાણે છે,પણ ગીતા અને કાવેરીનું આલીગન વીરુને શંકા ઉપજાવતું ગયું,પોતે જાણતો હતો પોતાની ગીતા સાથેના સબંધોની ભૂલ અને હવે તેને કોઈ પણ સંજોગોમાં દોહરાવવી નહોતી અને એટલેજ ગીતાની કોઈ પણ ક્રિયા તેને સંકાશીલ લાગતી હતી,છતાં કાકાએ  પ્લાનનો બધો બોઝો માથે નાખી દીધો હતો એટલે હસતા રહેવું તેને માટે સામાન્ય થઇ ગયું હતું,એટલે ગીતાની ત્રીજી વ્યક્તિની રજુઆતમાં ગીતાને પૂછી લીધું,

"કોઈ વીરુ માટે પાત્ર છે એવી વીરુને ખબર નથી,તો....!!"

"અરે વીરુ,તો તો તોતેર મણનો છે શું કામ વાપરે છે, પાત્ર આવી જશે....કેમ ગીતા"

"આજે આ બંને જણાંમા તારી ખેર નથી વીરુ,તારું નક્કી કરીને જ જપશે"વચ્ચે ભગતે ઝંપલાવ્યું અને કાકા અને કાવેરીના પિતા જલ્શાની મઝા લેતા હસી પડ્યા,વીરુ ને ખબર હતી કે જો વાત નહિ ટુકાવાય તો બધું ખરેખર બગડી જશેએટલે બદ્ધાને અટકાવી કાકા તરફ નજર કરતો તે બોલ્યો,

હવે કામની વાત કરો,નહિ તો જગન અને રતન આવી જશે તો જવાબ આપવો ભારે પડી જશે"

વાત સાચી હતી એટલે કાવેરીના પિતાએજ કહ્યું ,

"વીરુ સાચું કહે છે કાવેરીહવે કાકાની સંમતિ લઇ તમે લોકો જાઓ,હું ને કાકા અહી બધું સંભાળી લઈશું,વીરુની ગોઠવણ કરવી હોય તો રસ્તામાં ગોઠવી દેજો,રસ્તો ઘણો લાંબો છે અને હવે તો ભગતજી પણ તમારી સાથે છે.એટલે..." એક ત્રાસી નજર વીરુ સાથે ખંધી મઝાક છેડતી પસાર થઇ ગઈ,વીરુ હસ્યો એની પાસે બીજો કોઈ ચારો ન હતો,

અંકલ,તમે તો સંકટ મોચન બનો,આ બધામાં ક્યા ભળી જાઓ છો વીરુને બદ્ધા મળી એકલવાયો ન કરી દેશો,બિચારો બહુ ગરીબ થઇ ગયો છે, ભગત તું તો દોસ્ત છે કે દુશ્મન,વચ્ચે લંગર નાખતા ક્યાથી શીખ્યો...?,તારી તો પછી વાત છે"અને વીરુને આ પરાણે બોલવું પડ્યું, ગીતા અને કાવેરી છૂટથી હસી પડ્યા

'તમેય શું પપ્પાએનું તો ક્યારનું ગોઠવાઈ ગયું છે અને સંકટ મોચનની ડીગ્રીનો અધિકાર ખાલી હનુમાનજીને જ છે,પપ્પા તો ખાલી અધિકારી જ છે,એટલે વીરુ,  તારે મદદની જરૂર હોય તો,ઓનલી અને ઓનલી  કાવેરી એન્ડ ગીતા ની, કેમ ગીતા.. અને આ ભગતજી પણ ગીતા એન્ડ કાવેરીના ગ્રુપમાં છે,એટલે જવાબ સીધો જ છે,.?!!"

એ તો ખબર છે જ્યાં નગારા વાગતા હોય ત્યાં આખું ગામ જોવા જાય",વીરુની મજબૂરી અને ભયંકર હાસ્ય  વચ્ચે કાવેરીનો પીછો છોડાવવા પરાણે હાસ્યને રૂમના વાતાવરણમાં છોડી કાકાની સંમતિ સાથે વીરુ બધાને લઇ ગામ જવા જુદો પડ્યો કાકા અને કાવેરીના પિતા રતન અને જગનની રાહ જોવા લાગ્યા. પટેલ પાસેથી પસાર થતા પટેલે આવજો કહી સહુને વિદાય આપી,પણ કાકા અને કાકા સાથેની આ કંપનીનો હેતુ પટેલ સમજી ન શક્યા,માથું હલાવી પોતાના કામમાં પરોવાયા, આ કંપની લોજની બહાર નીકળી  ત્યાજ એક રીક્ષા વણાક લઈને તેમની પાસે ઉભી રહી ગઈ,વીરુએ રીક્ષા ચાલકને ચાર જણા હોવાથી રોકાવા કહ્યું, પણ કાવેરીએ કહ્યું" અમે બંને બસ ડેપો જઈએ તમે બંને બીજી રીક્ષામાં આવો,”વીરુને ન ગમ્યું તેને જુદું પડવું ન હતું,પણ છૂટકો ન હતો,પણ બીઝી રોડ પર બીજી રીક્ષા માટે બહુ રાહ ન જોવી પડી,ચારે જણા ડેપો ઉપર ભેગા થયા,રોજનું જવા આવવાનું હોવાથી વીરુ ગામની બસ પાસે બધાને લઇ પહોચી ગયો ,બસમાં થોડા પેસેન્જર બેઠા હતા, ચારે જણા આગળ પાછળની સીટોમાં બેસી ગયા,કાવેરી અને ગીતા બંને શાંત હતા,,કદાચ જીવન  માટેનું અગત્યનું પગલું અહીંથી શરુ થતું હોય અને તેના ભાર નીચે તેમની મઝાકી મસ્તી થોડી વાર માટે દબાઈ ગઈ હતી,પણ વીરુ, અત્યાર માટે લીડર હતો,

"ગીતા કોઈ વખત શાંત થઇ જાયપણ કાવેરીને શું થયું...?"


"કાવેરી શાંત રહે એમાં તારી ભલાઈ છે"સ્માઈલ સાથે ભગતે રજૂઆત કરી,વીરુ સાથે નજર પણ મિલાવી ન શકતો ભગત આજે તાકાતવર થઇ ગયો હતો,પાછળ જોતી કાવેરીએ ભગતને હાસ્ય સાથે સમર્થન આપ્યું, અને ગીતા તરફ ધીરેથી ઈશારો કર્યો,વીરુ સમજી ગયો,ગીતા ક્યાંક ખોવાઈ ગઈ હતી,નવું જીવન અને તેની દરેક ઝલક તેના માનસ પટ ઉપર પસાર થતા તે અવાક થઇ ગઈ હતી,આજુબાજુ ત્રણેય જણા  તેની તરફ જોઈ રહ્યા હતા,જ્યારે તેને ખબર પડી ત્યારે કાવેરી જોરથી હસી,અને વીરુએ કહ્યું

,"પોતે ખોવાઈ ગઈ ને મને પરણાવવાની વાત કરે છે,ના ભાઈ મારે કઈ પરણવું નથી,"

"જા જા હવે હું કઈ ખોવાઈ ગઈ નથીઆમાં ખોવાવા જેવું શું છે,જે નક્કી છે તે થવાનું છે,"ગીતાએ પોતાનો બચાવ કર્યો,

"ના,ના વીરુ,કદાચ કાલના પ્લાન માટે વિચારતી હશે "

પણ જવાબમાં ગીતાએ કહ્યું,,"કાલે જગનને ત્યાં બધી  વ્યક્તિ પહેલી વખત મળશે, અને આપણા માટે તો સહુ નવા જ હશે,એટલો વિચાર આવી ગયો "અને ગીતાને વીરુએ કહ્યું,

"ત્યાં તને કોઈ નવાઈ નહિ લાગે,જેવા કાકા છે બસ એવાજ કાકી છે,એ તો ત્યાં પહોચીશું એટલે તમને ખબર પડશે,કેમ ભગત" અને ભગત જવાબ આપે ત્યાં કનડકટર  આવ્યો,

"શું વાત છેભગતજી ને વીરુ આજે બંને સાથે...!" 

 ખબર પુછાતાની સાથે બે ટીકીટ પન્ચ કરી નાખી,

"ઉભા રો,મોહનકાકા બીજી બે કાપો"અને ગીતા અને કાવેરી મોહન કાકાને જોઈ રહ્યા,

"ઓહતો આજે નવા મહેમાનો છે,વીરુ"અને કાવેરીથી ન રહેવાયું 

"નવાઈ ન પામતાખાલી વીરુના મિત્રો જ છીએ કાકા" ગીતા હસી અને સામેલ થઇ

"કાકાએ વીરુને પૂછ્યું છે,તને નહિ...."

"ઓહ,સોરી,તો વીરુ,તું જવાબ આપ"

"વીરુ,તારા મિત્રો ઘણા મઝાકી છે,પણ બહેનો હું પણ વીરુને ભગતનો મિત્ર જ છું "કાકાએ કાવેરીની સામે જોતા હસતા હસતા કહ્યું

"ઓહએ વાત છે તો આપણે બધાજ મિત્રો,"ઉમેર્યુ, કાકાએ બીજી બે ટીકીટ પંચ કરી,ને વીરુને  આપીવીરુએ પૈસા આપી દીધા,કાવેરી કઈ કહેવા જતી હતી અને ગીતાએ રોકી,

"બહુ મઝાક નહિ,કાકાને ખોટું લાગી જશે,"

"ના,નાં બહેન મારે તો બસમાં રોજ છોકરા ટીખળ કરતા હોય,એ લોકોને ગમે,મને ય ગમે ને બસ એમ  આનદ થાય.,કેમ વીરુ ... " 

"ગીતા મોહન કાકાને તો આ બધું ગમે,”…”આજે ઉમરભાઈ સાથે છે,કાકા "

"હા,આજે ઉમરભાઈ છે,કાલે મારે ઓફ છે ,અને એમ કહેતા કાકા આગળ વધ્યા,કાવેરી ની સાથે સહુએ મોહન કાકાનો વિનય કર્યો.

ઉમરભાઈ આવતા બસ ચાલુ થઇ,આવતી કાલ કોઈ મોટો પ્રસંગ લઈને આવી રહી હતી,મિત્રોમાં ચર્ચા અને મઝાક મસ્તી થતા રહ્યા,બીજા સ્ટોપ ઉપરથી કેટલાક પેસેન્જરો ચઢ્યા,વીરુ અને ભગત ને ઘણા બધા જાણતા હતા,વિનયથી હાઈહલ્લો થતા રહ્યા,વચ્ચે ઉમરભાઈ સાથે પણ ચર્ચા થઇ,અને બસ ચાલતી રહી,આગળની બે સીટો હજુ ખાલી હતી,કાવેરીએ ગીતાનું ધ્યાન દોર્યું,અને કહ્યું 

"ગીતા હું આગળ બેસી જાઉં,બીજા સ્ટોપ સુધી જોઈએ શું થાય છે...!"અને એ ઉભી થઈને આગળની સીટમાં બેસી પાછળ ,મિત્રોના હસતા ચહેરા જોઈ મુસ્કરાઈ,

"તારાથીનખરા કર્યા વિના નહિ રહેવાયઅખતરા કરવાનું રહેવા દે,નહિ તો ઝગડો થતા વાર નહિ લાગે "પણ ગીતાની સલાહ તેણે અવગણી,એટલે વીરુ બોલ્યો,

"આ બસમાં બાવા હો મુસાફરી કરતા હોય છે,કપાળ ઉપર ભસ્મના ટીલા,ગળામાં રુદ્રાક્ષની માળા ને તારી બાજુમાં બેસી ગયા,તો સગાઇ પહેલા આશીર્વાદ મળી જશે,"અને ભગત ને ગીતા હસી પડ્યા,તો પણ કાવેરી બેસી રહી પણ પછી ગીતાની બાજુમાં એકદમ આવી બેસી ગઈ અને ગીતાને વળગી પડી,

"કેમ બીક લાગી,કરને અખતરા,"

"નાબા,ખરેખર એવું બને તો બાવાનો સામનો નાં થાય"અને તેને કંપારી આવી ગઈ,

"હું તો ખાલી કહું છું,"વીરુએ ઘા ઉપર મલમ લગાવવાનો પ્રયત્ન  કર્યો,પણ કાવેરી ઘુરકી

"તું તો બોલતો જ નહિ,મને ડરાવી દીધી" અને ખરેખર બીજું સ્ટોપ આવ્યું,અને બસ ઉભી રહી ફક્ત એકજ વ્યક્તિ ચઢી પણ પૂછતા ખોટી બસ માલુમ પડી અને તે ઊતરી પડી,પણ કાવેરીની નજર તેના પર પડી અને તરત બોલી,

"વીરુ,ખરેખર બાવાજી હતા"

અને બધા બારી બહાર જોવા માંડ્યા,પણ કાવેરી એમની એમ બેસી રહી,બહાર બાવાજી નહોતા પણ પાઘડીવાળા કાકા હતા, ગીતાએ એક હળવી ટપલી મારી, બસ સ્ટોપ આવતા ગયા 

"ભગતજી એક વાત પૂછું,"

અચાનક ઉપસેલો આ પ્રશ્ન વીજની ઝડપે ગીતાની આંખો પહોળી કરતો ગયો,તે કાવેરીને જોતી રહી,તેના મનમાં કાવેરી એક ટ્રબલ મેકર દેખાઈ તેણે ઝડપથી તેનો હાથ દબાવ્યો,કાવેરી હસતી રહી અને ગીતાની પકડથી વેદના તો થઇ પણ તેના હોઠ તો ખુલ્લાજ હતા,શરમ જેવું તેને કંઇજ ન હતું,


"હવે બાવાજી નાં આવ્યા તો ભગતની પાછળ પડી,તને કઈ શરમ જેવું છે કે નહિ.."ગીતાની ટકોર પર ઘડીક રોકાયેલી કાવેરી તરત ખાબકી,

"માય ડિયર ગીતાભગતજીને હું એજ પુછવા જતી હતીકે તમે આટલા બધા શરમાળ કેમ છો...!!!,મારી સામે જોતા જાણે હું ખાઈ જવાની હોઉં એમ નજર તરત ફેરવી લો છો"અને તરત વીરુ જોડાયો 

"કાવેરીભગત બધા મિત્રોમાં ખુબજ શરમાળ છે નિર્દોષ પણ એટલો છે કે કોઈ તેની મઝાક નથી ઉડાવતું,"

"કશો વાંધો નહિ કાવેરીબેનમને કઈ ખોટું નહિ લાગે.."અને ભગત વાત વધારે ત્યાં વચ્ચે જ કાવેરી બોલી પડી,

"શું બોલ્યા,કાવેરી બેન,રતન તમારો ભાઈબંધ,ભાઈબંધની પત્ની ભાભી કે બેન..."ભગત બિચારો કાવેરી પાસે સફાઈ કરવા ગયો ને સાફ થઇ ગયો,ચહેરા પર લાલાસ ધસી આવી,નો તો બોલતો ને કૈક બોલ્યો,તેમાય મુસીબત પણ ગીતા વહારે આવી,

"ઓ દહીં બાહજુ રીસ્તો કાલે જોડાવાનો છે ને આજે ઉમંગમાં નાં આવી જા,કાલે ભાભી થજે,"ગીતાના જવાબને અંતે બસ રોકાઈ,તેમનું બસસ્ટોપ આવી ગયું હતું,હસી મજાકની આ સફર જોતજોતામાં પૂરી થઇ ગઈ,હવે બંને સખીઓ નવા રીસ્તા ,માં બંધાઈ જવાની હતી,નવા સ્વપના,અને વણાક લેતી જીંદગી ની નવાઇ કેવી હશે...બંને  સખીઓ માટે આવતા સવાલો બિલકુલ નવા અને અનુભવ વગરના હતા,બધા ઉભા થઇ ખસતી લાઈનમાં ભળી ગયા, કાવેરીનો હાથ ખભા ઉપર મસાજ કરતો હતો,કેમકે ગીતા તરફથી છેલ્લે આવેલી એકલી સલાહ ન હતી પણ કાવેરીના ખભા ઉપર જરાક વધારે પડતી આવી પડેલી લપડાક પણ હતી,અને ગીતા આવી લપડાક જ્યારે વાત કાબુ બહાર જાય ત્યારેજ લગાવતી હતી,અને તેની એ ક્રિયા એવી તો અસરકારક સાબિત થતી કે પીડિત પીડા સહન કરવાનું વધુ પસંદ કરતુ,બિચારી કાવેરીકણસતીગીતાની નજરોથી બચતીખસતી લાઈનમાં ખસતી રહી,ગીતાની પાછળ ઉભેલા એક કાકાથી ન રહેવાયું અને તે બોલ્યા,

"બેટી,તારો પ્રભાવ તો જબરો છે,"અને કાકાનો આ મઝાક ગીતાની નજીકથી પસાર થઇ આજુબાજુના બધ્ધાને પ્રભાવિત કરતો કાવેરીના કાનમાં તીરની માફક સરકી ગયો અને કાવેરી ફરકી,તેની આંગળી કાકાની સામે એકદમ સખત થઇ ગઈ,અને કાકા પણ કાવેરીને જોતા જાણે  ડરી ગયા,પણ વચ્ચે ગીતા હતી,ગીતાનો હાથ કાવેરીને શાંત કરતો ગયો,ખસતી લાઈન અને ઘુઘવાતી કાવેરીને ગીતા સચેત કરતી ગઈ

 "આગળ પગથીયા છે"

 અને ગામના પાદરે સહુ ઉતરી પડ્યા,કાવેરીની નજર હજુ ભારે હતી પણ પેલા કાકા તો ત્યાં ન હતા,વીરુ અને ભગત ખુશ દેખાતા હતા,ગીતા એ પણ નવી ધરતી પર પગ મુકતા ખુશી વ્યક્ત કરી,ઘડીક માટે,ખોવાઈ ગયેલી કાવેરીએ પણ તેમાં સાથ પુરાવ્યો, વીરુનો એક મિત્ર થોડે દૂર ઉભો હતો વિરુનિ નજર પડી એટલે "હું એક મિનીટ ,આવું" એમ મિત્રોને કહી તે ગયો અને ભગત એકલો પડ્યો,કોણ જાણે તે કાવેરી તરફ જોવાનું પસંદ નહોતો કરતો જ્યારથી કાવેરીએ ખાઈ જવાના શબ્દને ઉપયોગમાં લીધો,કોલેજની છોકરી એટલે,ગમે તેમ બોલવાનું,વીરુને રતન કેમના સહન કરતા હશે,અને રતન તો સગાઇ કરવાનો,ભગત વિચારોના  ચકડોળે ચઢ્યો ને કાવેરીની નજર તેની સાથે ટકરાઈ,તેને સ્માઈલ આપી નજર ફેરવી ત્યાં તો બસ સ્ટોપના છાપરા નીચે બે છોકરીયો બેઠેલી જોઈ અને જાણે તે હેરાન થઇ ગયો,એક ઝડપી નજરે તેણે વીરુ તરફ જોયું અને વીરુ હજુ વાતોમાં તેના મિત્ર સાથે બીઝી હતો,અને ફરી તેણે કાવેરી તરફ જોયું,હવે તેનો ગભરાત જાણે વધી ગયો,ઓચિંતો આવી પડેલો આ ફેરફાર કાવેરીની નજરોમાં એક ફિલ્મની માફક કેદ થઇ ગયો,પછી તો એક ખંધુ હાસ્ય ટપકાવતી કાવેરી ભગત બાજુ સરકી,ગીતા કોઈ વાતને પામે તે પહેલા કાવેરીનો હાથ ભગતના ખભા ઉપર સ્થિર થઇ ગયો,

"કાવેરી સ્ટોપ,શરારત કરવાનું બંધ કર"ગીતાનો અવાજ જાણે એક ઓર્ડરની માફક નીકળી પડ્યો,પણ કાવેરી ને કોઈ અસર ન પડી,

"શું વાત છે ભગત કઈ ચહેરો લાલ થઇ ગયો,"અને છાપરા તરફ નજર કરી બોલી,

"જરૂર કોઈ વાત છે,હવે હું ને ગીતા પારકા નથી,અમને કહો,અમે જરૂર મદદ કરીશું "અને ગીતા આગળ આવી 

ભગતજી મને પણ લાગે તમને તકલીફ છે,કાવેરી મઝાક કરે છે,પણ અત્યારે તે સાચી લાગે છે,"અને ભગત હસવાનો ખોટો ડોળ કરવા લાગ્યો,તેણે જાતે મુસીબત ઉભી કરી કે પડતી કે પાછી  પડતી તેની નજરોએ સવાલોનો ઢગલો કરી દીધો,અને તેને ખાતરી હતી,કાવેરી સંકાશીલ હતી,તે જરૂર મુસીબત હતી,હવે એક નહિ અનેક પ્રશ્નોથી તે જકડાઈ જવાનો હતો,અને વીરુ પણ હવે આવવોજ જોઈએ,પોતાની જાતને આફતની ભીસમાંથી બચાવવાનો કોઈ માર્ગ ન હતો,હવે આજે નહિ ને કાલે જે થવાનું છે તે થવાનું છે,પણ વીરુની સામે તેની હિંમત ન હતી,

"ભગતજી કોઈ પ્રોબ્લેમ છે"ગીતાએ ફરીથી પૂછ્યુંભગત શાંત રહ્યો 

"ગીતા,મને લાગે ભગતજી નો પ્રોબ્લેમ પેલા છાપરાની નીચે લાગે છે"કાવેરી બોલી

"અમને કહો ભગતજી ,વિશ્વાસ કરો,હવે આપણે મિત્રો છીએ,ખરુંને,પણ કહો તો ખબર પડે,ભેગા મળીને નિકાલ કરીશું.."ગીતાની વાતમાં ભગતને કઈ વિશ્વાસ બેઠોનીચી નજરો પડી,ગીતા અને કાવેરી જાણે આજુબાજુ ઢાલ બનીને ઉભા હતા,હિંમત લાવી ભગતે બોલી નાખ્યું,

"બે છોકરીયોમાંથી એક મને પ્રેમ કરે છે અને તે વીરુની બહેન છે"

"ક્યા બાત હૈભગતજીઆપ ભી છુપે રુસ્તમ નીકલે"અને કાવેરિની મઝાકે ગીતા પણ હસી પડી,

"શું વીરુ તે જાણે છે.!" ગીતા એ પૂછ્યું

"નાં....."અને તરત કાવેરી બોલી 

"એનો વાંધો નથી,ફિક્ષ થઇ જશે,પણ હવે શરમાતા નહિ,"અને કાવેરી ગીતા તરફ ફરી,

"ચાલ,ગીતા.."

"ક્યા...."અને કાવેરી બોલી

"ત્યાં... ભગતજી, ઓળખાણ કરાવો,"બધો ભાર પોતાને માથે નાખી કાવેરી ચાલવાં માંડી,પાછળ ગીતા અને વીરુ બાજુ નજર રાખી ખેચાતો ભગત ચાલવા માંડ્યા,ત્યાં વચ્ચે કાવેરી અટકી અને ગીતાને કહેવા લાગી,

"પેલા કાકા કહેતા હતાને ત્રીજું કોણ તે આ,છુપા રુસ્તમ ભગતજી,"

"કાવેરી,હવે તું શાંત થા ને ભગતજીને શાંત થવા દે,હજુ પેલા વીરુનો સામનો કરવાનો છે,"

"હવે વીરુની ચિંતા આપણે કરવાનીવિ પ્રોમિસ હિમ રાઈટ, "

"ઓ કે બાબા,વીરુને આવવા તો દે",અને ભગત વચમાં બોલી પડ્યો

"તમે એને હમણાં કહેશો"

"હા,કેમ કઈ વાંધો છે,બધા પાત્રો અહી છે,તો રાહ શું જોવાની...." કાવેરીની  આ ટકોર ભગતને કદાચ  વધારે પડતી ભારે લાગી,વીરુ બગડ્યો તો આફત આંધી થઇ જશે ને પછી શું...કોણ સમજાવે.

આ મુખ્ય બસસ્ટોપ હતું,અને એની બેચ ઉપર બે સહેલીયો ખુબ ખુશાલ વાતોમાં મશગુલ હતી,બે કોલેજ કન્યા તેમની તરફ જઈ રહી હતી તેમની પાછળ ધસડાતી ચાલમાં ભગત પોતાની નજર  વારેઘડી બદલતો જાણે કોઈ મોટો ગુનો કરી બેઠો હોય તેમ ખેચાતો ચાલ્યો જતો હતો,આ દ્રશ્ય વીરુ સાથે ઘણા વખત પછી મળેલા મિત્રે જોયું અને વીરુને બતાવ્યું,

ભગત જાણે ગભરાયેલો દેખાયો,એક મિનીટ એમ કહી વીરુ  તેના મિત્ર પાસેથી છૂટો પડ્યો,તેનું મન કૈક જુદું વિચારવા માંડ્યું,કોઈકે કૈક પોતાના મિત્રોને કહ્યું એમ લાગ્યું,અને તે ઝડપથી તે તરફ ચાલવા લાગ્યો,આ કાવેરી તો પાછી ગરમ પડી ગઈ તો મોટો બખેડો ઉભો કરી દેશે,તેની જવાબદારી હતી,મિત્રો તેની આગેવાનીમાં અહી આવ્યા હતા,અને ભગતજી તો પુરા ભગત હતા,કાવેરી ને પોતે કાબુ નહોતો કરી શકતો પછી ભગત...."તેણે તેની ગતિ વધારી દીધી,કાવેરીનું ગ્રુપ બસસ્ટોપની દીવાલ પાછળ દેખાતું બંધ થયું,વીરુ એકદમ દોડ્યો,અને જ્યારે તેઓ ફરી દેખાયા,ત્યારે બધાને જોઇને તે એકદમ સ્ટેચ્યુ ની માફક ઉભો રહી ગયો,દોડવાથી તેની શ્વાશની ગતિ વધી ગઈ હતી,સામેના દ્રશ્યમાં ફક્ત ખુશીયો અને હસી મઝાકની મસ્તી હતી,કાવેરીની ઝડપે,જાણે સહુ એકબીજાને લાંબા સમયથી ઓળખાતા હોય તેવો વર્તાવ હતોછોકરીયો ખુબ ખુશ હતી પણ તેનાથી ભગતને પણ એટલોજ હસતો જોયો,વીરુને તેની નવાઈ નહોતી ,કેમકે તેની બેન ત્યાં હતી,પણ હસતા ભગતે જ્યારે તેના તરફ જોયું ત્યારે ભગતના મોતિયા મરી ગયા,અને ભગતના મોઢામાંથી અવાજ નીકળી પડ્યો,

"વીરુ..." તે ખામોશ થઇ ગયો,વીરુએ પણ તે જોયું અને તેનો લાભ લીધો,તેણે તેની બાજુ જોયું પણ નહિ,અને તેની બેનના હાલ પૂછવા લાગ્યો,વીરુની બેન હસતી હતી અને તેની સાથે બધાજ સાથ આપતા હતા,ફક્ત ભગત ગભરાયેલો હતો,અને કાયમની તડ ફડ કરવા વાળી કાવેરીથી ન રહેવાયું,

"ભગતજી,કેમનું છે,બધા મસ્તીમાં છે ને તમારી મસ્તી ક્યા ખોવાઈ ગઈ,કઈક કેતા ધાક લાગે છે,કોની,વીરુની કે પછી,બીજા કોઈની..."શરમિંદો ભગત હાર માની નીચું જોઈ ગયો,પણ કાવેરીએ,તેના ઉપર જાણે ઘણ ઝીકી દીધો,ભગતનો હાથ પકડી મોટેથી બોલી"હસો" અને આખા ગ્રુપમાં ખામોશી છવાઈ ગઈ,ભગત નિર્ણય ન કરી શક્યો,પોતાની બેહાલી ઉપર કોઈ મદદ ન હતી,અરે નાનકી પણ શાંત હતી,પણ વીરુની નજરોમાં જ્યારે ફેરફાર થયો ત્યારે તેમાં ખુશી હતી અને તેની વળતી નજરોમાં ખુશી નહિ પણ નવાઈ ની કોઈ વાત હતી,

"ભગતજી,નાનકી મને પૂછ્યા વગર કોઈ નિર્ણય લેતી નથીઅરે યાર મારી બેન મને ખુબ વ્હાલી છે,પણ મોકા સિવાયની વાત કરવી બરાબર ન હતી  ,હું ખુશ હતો અને હવે વધારે ખુશ છું,જ્યારે એક મિત્ર મારા કુટુંબમાં પ્રવેશી રહ્યો છે,વેલકમ,ભગતજી," અને જાણે ચાલતી ફિલ્મ,  ગતિ સ્ટોપ થઇ ફાસ્ટફોરવર્ડ માં ગતિ કરે તેમ ભગતજી વીરુને ભેટી પડ્યો,બસ આવી એટલે,નાનકીની સહેલી નાનકીને ખુશ જોતી જોતી વિદાય થઇ,કાવેરીની મઝાક વચ્ચે,ખુશ થતું ગ્રુપ ગામ તરફ આગળ વધ્યું, જે સ્થાન તરફ કે જે કોઈકને માટે નવું હતું જ્યારે કોઈને તેની બિલકુલ નવાઈ નહોતી,જેને માટે નવું હતું તેનું ભાવિ અહી બંધાવવાનું હતું,કોઈકની નીચી નજરોમાં ખુશીયો અને ફૂલોની સુગંધ સાથે કોઈક અજાયબ સપનાનું સર્જન સ્થાન લઇ રહ્યું હતું,લોકોની નજરો જાણે વારે ઘડી નવા મહેમાનો પર પડતી ત્યારે અટકી પડતી અને ગીતાને તો નહિ પણ કાવેરીને તેનાથી ખુબ પરેશાની થતી,જાણે પહેલા લોકોએ શહેરની છોકરીયો જોઈ જ નહિ હોય,

જો ગીતા ન હોત તો કાવેરીની  જબાન ક્યારની ખુલી ગઈ હોતખડકીના લાઈન બંધ મકાનો પાસેથી પસાર થતા સહુ વીરુની પાછળ જતા હતા,આખરે થોડીવારમાં એક જુદું મકાન નજરે પડ્યું જ્યાં વીરુ અટક્યો અને સહુ પગથીયા ચઢ્યા, બસસ્ટોપથી શેઠના મકાન સુધી આવતા નાનકી જાણે કાવેરીને ગીતા સાથે ખુબ મળી ગઈ,અત્યાર સુધી તે ખુબ ખુશ હતી,પણ તે તેના ભાઈને ઓળખતી હતી,બહારથી ખુશ દેખાતો વીરુ તેને ક્યાંક દુખી દેખાતો હતો,અને તે જાણતી હતી,કે તેના દુઃખનું કારણ અહીનું ન હતું,તે તેને ખુબ પરેશાન કરતુ હતું,ભગત સાથેના સબંધની જ્યારે તેને વાત કરી ત્યારે તેણે નાનકી માં પૂરો વિશ્વાસ મૂકી તેને હા કહી ખુશ કરી દીધી હતી,અત્યારે વીરુ જાણે તૂટી પડ્યો હતો,શું તેના મિત્રોને તેનો આ ચહેરો નહિ દેખાતો હોય,કે પછી મિત્રોમાં જ હંમેશા ખુશ રહેતો પોતાનો ભાઈ ક્યાંક ખોવાઈ ગયો હતોતેને જાણવું હતું,તેને ખબર હતી તેનો ભાઈ તો કઈ નહિ કહે પણ સહેલી જેવી બની ગયેલી કાવેરી ને ગીતા પાસેથી તેનો કોઈ ઉકેલ મળેતેનુ મન સતત મોકો શોધતું હતું,બધી વાતો થતી હતી,પણ વીરુ અંગેની કોઈ વાતો કહેવાતી નહોતી,નાનકી હવે આવી રહેલા પ્રસંગથી પૂરી રીતે જાણતી હતી,પણ આવે વખતે વીરુના દુઃખની વાત કોઈને કહેવી ઠીક નહિએટલે મોકો મળતા કાવેરીને ખભે હાથ મૂકી તેણે તેની ઇન્તેજારી વધારી,હિંમત કરી એટલે કાવેરીની ચબરાક નજરો તેના પર ઠરી,અને બંને એકબાજુ થયાગીતાને કુતુહુલ થયું પણ તે શાંત રહી,કાવેરી અને નાનકી વચ્ચે ગુફતેગુ થયું,નાનકીએ બધું કહી દીધું,હવે કાવેરી પાસે વીરુની સામગ્રી ભેગી થઇ ગઈ,અને તેણે નાનકીના ખભે  હાથ મૂકી તેને શાંત કરી,નાનકીના આંખોની ભીની થયેલી પાપણો ગીતાની નજરોથી વંચિત ન હતી,એટલે તે બંનેની નજીક સરકી,સમશ્યાનું નિદાન તેને સહેલું લાગ્યું,નાનકી પાસેથી આવેલી માહિતીમાં,વીરુની સગાઈની માંગણી તે નાનો હતો ત્યારથી થઇ ગઈ હતી,અને તે છોકરી પણ આ ગામમાં તેના કાકાને ત્યાં આવી હતી,પણ તે છોકરી,આગળ કોલેજમાં ભણી નહોતી,એટલે વીરુ સહમત નહોતો,આ વાતથી કાવેરીને ગીતા ખુબ ખુશ હતા,હવે વીરુને તે તરફ સહમત કરવો તે બંને માટે રમત વાત હતી,પણ પહેલા છોકરીને એકવાર મળવું જરૂરી હતું,જ્યારે આ ત્રિપુટીને ગુફતેગુ કરતી જોઈ ત્યારે વીરુને પણ ઈંતેજારી થઇ,પણ તેને ગીતાએ એકબાજુ કર્યો અને કહ્યું,આતો અમારી વાત છે,ત્યારે પહેલી વખત વીરુને કૈક અમુઝણ થઇ,પણ ગીતાની વાતથી તેણે તેનું મન મનાવ્યું,અને ખુશીની એક લહેર ચહેરા ઉપર છોડી તે ઘરના દરવાજા પાસે આવ્યો,દિવસ દરમ્યાન તે છોકરીને મળવાનું નક્કી કરી મહિલા ગ્રુપ વીરુને ફોલો થયું,બધાથી જુદું પડતું આ સ્થાન મગન શેઠનો આલીશાન બંગલો હતો જ્યાંથી જગન કેટલાક સમય પહેલા જતો રહ્યો હતો,અને તેના જવાથી અહી ની હવા સુધ્ધા બદલાઈ ગઈ હતી,હવે તેમાં નવો પ્રાણ પુરાવવાનો હતો,ગીતા અને કાવેરી ખુબ ખુશાલ દેખાતા હતા,અને એ ખુશી તેની સાબિતી હતી,કદાચ હવે ખુશી નો કાયમ વસવાટ થઇ જાય,તો નવાઈ નહિ. મગન શેઠના આલીશાન મકાનના દરવાજો વીરુએ ધક્કો મારતા ખુલી ગયો,દરવાજાના ખુલવાના અવાજે કાકી અને શેઠાણી બંને કિચનમાંથી બહાર આવ્યા અને સામે વીરુ હતો,શેઠાણીના આનંદનો પાર ન હતો,થોડાક દિવસોએ વિખેરી નાખેલું ઘર હવે ખુશીયોથી ભરાઈ જવાનું હતું,વિરુનું ખુબ સ્વાગત થયું,શેઠાણીની આંખો ખુશીના આંસુથી ઉભરાઈ ગઈ,ગીતા અને કાવેરી એ શેઠાણી અને કાકીના ચરણનો સ્પર્શ કરી ઘરમાં પ્રવેશ કર્યો,ખુબ ખુશખુશાલ દેખાતી છોકરીયોમાં વહુ કઈ એ જાણવું કઠીન જણાતા શેઠાણી મૂંઝાણાપણ બંનેને છાતીસરસા ચાંપી,જય શ્રી કૃષ્ણા કહી  સ્વાગત કર્યું,અને સ્વાગતના અવાજ સંભાળતા શેઠ અને ધનારામ પણ બહાર આવ્યા,ગીતાએ પહેલા શેઠજીના ચરણનો સ્પર્શ કર્યો અને પછી ધનારામને "બાપુ" કહી ભેટી પડી,કોલેજ કન્યા હતી પણ દીકરી હતી એટલે પ્રેમની વર્ષા રૂપે ચારો આંખો અશ્રુસભર બની,અને શેઠે ગીતાના માથે હાથ મૂકી આશીર્વાદ આપી એક વહુનો દીકરીના રૂપમાં સ્વીકાર કર્યો ,ગીતાએ પાલવથી આંસુ પોછી ફરી શેઠના ચરણનો સ્પર્શ કર્યો,ખુશીયોથી વાતાવરણ ભરાઈ ગયું,,બધાના  સ્વાગત માટે પીણાની વ્યવસ્થા કરવા જતા,કાકીને રોકી કાવેરી અને ગીતાએ કિચન સંભાળી લીધું,ભગતજી અને નાનકી નાં સબંધથી પણ સહુ રાજી હતા,શેઠાણી ગીતાને સતત જોઈ રહ્યા પોતાના દીકરાની પસંદગી સંપૂર્ણ રીતે બરાબર હતી,ઘરમાં ફક્ત કાવેરી અને ગીતાજ નવા હતા,એટલે સહુ બંનેનું ખુબ અભિવાદન  કરતા રહ્યા.ચર્ચાઓ ચાલતી રહી,અને બીજા દિવસ માટે ની તૈયારીની પણ રચના થઇ, જ્યારે આવે ત્યારે માઝા મુકીને આવે એમ શેઠાણી ખુબ ખોવાઈ ગયા હતા,ગીતા અને કાવેરીના આગમને એક અનોખો અનુભવ ઉભો કર્યો હતો,ભરતી અને ઓટનો ક્રમ કાયમ ચાલતો હોય છેએટલે આવેલી ખુશીયોનું મોઝું કાળે કરીને ક્યાંક શાંત પડ્યું ત્યારે,ગીતા અને કાવેરી બધાની સંમતિ લઇ નાનકી સાથે ગામમાં ફરવા ગયા,વીરુ અને ભગતને અચરજ જરૂર થયું,વીરુએ તો સાથે જવાની આતુરતા બતાવી પણ કાલની તૈયારીમાં તેને કાકી સાથે રહેવા કહ્યું અને નાનકી તો સાથે હતીપણ વીરુને હવે કૈક ગીતાનો વર્તાવ અચરજવાળો લાગવા માંડ્યો હતોજયારે ગીતાનું ગ્રુપ નાનકી સાથે વીરુ માટેની છોકરીના કાકાને ત્યાં પહોચ્યું ત્યારે તે છોકરી ત્યાજ હતી,જોતાની સાથેજ બંને ખુબ ખુશ થઇ,કદાચ એ છોકરી વીરુ માટે ભણતર સિવાય બધી રીતે બરાબર હતી,એક બીજાનો પરિચય નાનકીએ કરાવ્યો,છોકરીનું નામ રૂપા હતું,અને ત્યાંથી તેઓ મંદિર તરફ જવાનું નક્કી કર્યું,અને રૂપાના કાકાની સંમતિ લઇ રૂપાને પણ સાથે લીધી,વાતચીત દરમ્યાન રૂપા વીરુ સાથેના સબંધ માટે ખુબજ ઉત્શુક જણાઈ,અને ગીતા અને કાવેરીએ તેમનું આ બીજું મિશન વીરુ અને રૂપાનું મિલન માટે નક્કી કર્યું,નાનકીના દિલમાં ક્યાંક હાશનો અનુભવ થયો,ભગવાનના દર્શન દરમ્યાન શુક્લાજી સાથે ચર્ચામાં ઉતરી પડેલી કાવેરીને ગીતાએ અટકાવી,શુક્લાજીને કોઈ વાંધો ન હતો,પણ કાવેરીને રોકવી જરૂરી હતું,ખાસો સમય પસાર કરી તેઓ ઘરે પાછા આવ્યા,રૂપાને ઘરમાં આવવાનો આગ્રહ કર્યો પણ વીરુની હાજરીમાં રજુ થવું તેને ઘણું વહેલું અને સામનો કરવા જેવું લાગ્યું,એટલે ફરી મળવાનો વાયદો કરી તે ઝડપથી ત્યાંથી જતી રહી,સમય સમયનું કામ કરે એમ,ખુબ ચર્ચાઓએ દિવસ દરમ્યાન સ્થાન લીધું,તેમાં રૂપાની વાત પણ થઇ,ફક્ત વીરુની ગેરહાજરીની તકેદારી લેવાઈ,ઘરના બધા સદ્શ્યોને ગીતા અને કાવેરીના આ પ્રયાસ ખુબ ગમ્યો,શેઠાણી ગીતાએ ઘરનો બધો ભાર તેના માથે લઇ લીધો હોય એવું અનુભવતા હતા,કાવેરીને બોલવા ખુબ જોઈતું હતું જ્યારે ગીતા શાંત હતી પણ બંને કાબેલ,કુશળ અને કોઇથી ડરે એવી ન હતી,બીજો દિવસ આવ્યો,કાકા તેમજ કાવેરીના પિતા જગન અને રતન સાથે આવ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો આજુબાજુ બધું શાંત હતું,કાકાએ બારણે ટકોરા માર્યા છતાં કોઈ આવ્યું નહિકાકા સમજી ગયા પણ જગનથી ન રહેવાયું,કેમકે ઘણા વખત પછી તે પાછો અહી આવ્યો હતો,અને બધું હવે તો બરાબર હતું તેના પિતા પણ ગીતા સાથેના સબંથી ખુશ હતા,તો હવે શું હતું,હજુ ગીતાને અહી બોલાવવાની હતી,તેના મન ઉપર જાત જાતના વિચારો ઉપસતા હતાપણ કાકાની વાત કોઈ દિવસ ખોટી ન હોય તેની તેને ખાતરી હતી,અને કોઈ બારણું ખોલવા આવતું કેમ ન હતું,રતન પણ આગળ આવીને બુમો પાડવા માંડ્યો પણ છતાં બારણું ન ખુલ્યું,આ બધાને  શું થઇ ગયું છેકે પછી કઈ અજુગતું બન્યું હોઈ ને બધા....નાંનાએવું વિચારવું યોગ્ય ન હતુંબધા ખુબ આકુલ વ્યાકુળ થઇ ગયા,એટલે કાવેરીના પિતા,આગળ આવ્યાઅને બોલ્યા "બારણું ખોલો,પોલીસ ઉભી છે નહિ તો દરવાજો તોડી નાખીશું",અને કાકાથી હસવાનું ન રોકાયું,તે ખડખડાટ હસી પડ્યા,હસવું કે ન હસવું જગન અને રતન નક્કી ન કરી શક્યા,બિચારા છોકરાઓ કોઈ બનાવટ પારખી ન શક્યા,પણ પોલીસના ઓર્ડરની અસર થઇ અને "સપરાઈઝ" નાં મોટા અવાઝ સાથે બારણું ઉઘડી ગયું,જગન અને રતન બંને ભોથા પડ્યા અને બંનેના ગાળામાં મોગરાના ફૂલહાર  પડી ગયાકાવેરી અને ગીતાએ હાર પહેરાવી પ્રસંગનો ખુબ લાભ લીધો,શુક્લાજીની હાજરીમાં મંત્રોચાર વચ્ચે ત્રણ કપલની સગાઇ થઇ,બાકી રહેલા વીરુ માટે હવે કોઈ ઉતાવળ નહતી ,ગીતાની કોઈ વાત ન ટાળતો વીરુ એ પણ માની જશે એની ખાતરી સાથે મોગરાના ફૂલોની સુવાસ બધે પ્રસરી ગઈ,વાર્તાએ તેનું અંતિમ ચરણ પકડી લીધું,સમય સાથે બધાના સંસારે યથાવત સ્થાન પકડ્યું,ત્રણ વર્ષોના વ્હાણા પછી વીરુ અને રૂપાના પ્રસંગમાં આ બધું ગ્રુપ ફરી ભેગું થયું,ત્યારે પ્રસંગની મઝા માણતાં  બધાની વચ્ચે એક ખુબજ કુતુહુલ ઉપજ્યું,અને બધા એક વર્તુળના રૂપમાં આવી ગયા અરે,વીરુ અને રૂપા પણ સટેજ ઉપરથી નીચે ત્યા આવ્યા,વચ્ચે ગીતા હતી અને ગીતાની ચકુડીએ ગીતાના અંબોડેથી મોગરાના ફૂલોની વેણી તોડી કાઢી હતી ચારે બાજુ મોગરાના ફૂલો વેરાઈ ગયા,અને બધાની અચરજ વચ્ચે ધનારામનાં  હાથમાં  રહેલી ચકુડી દાદાને તૂટેલી વેણી પોતાના માથે લગાડવા કાલીઘેલી ભાષામાં સમજાવી રહી હતી,તેની નાજુક આંગણીયોના ઇશારે પ્રેરાઈને ગીતાએ અશ્રુ સભર આંખે તેને ચૂમી લીધી,કેમકે,મમ્મી ચકુડીની ચોટીમાં મોગરાના ફૂલોની વેણી મુકવાની ભૂલી ગઈ હતી,વર્ષો પહેલાના પ્રસંગને યાદ કરી ધનારામની આંખો પણ ભરાઈ આવી ,ફક્ત રમલી તેમની પ્રેમાળ પત્નીની ગેરહાજરીથી આ પ્રસંગ અધુરો હતો.

 

સમાપ્ત


મોગરા ના ફૂલ ( પ્રકરણ  અ ગિયારમું  મોગરા ના ફૂલ ) અહીં સમાપ્ત

જે મે  માસના પહેલા કોલમમાં ઉપલબ્ધ છે.


આપનો અભિપ્રાય ખુબ જરૂરી,

આભાર.

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.

હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન  (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,જય શ્રી કૃષ્ણ